________________
કેવળી પ્રભુનો સાથ
આવી કેવળજ્ઞાન કેવળદર્શન સહિતનું તેરમું ગુણસ્થાન મેળવે છે, અને જો તેણે ઉપશમશ્રેણિ શરૂ કરી હોય તો તે નવ, દશ, અને અગ્યારમા ગુણસ્થાને આવી નીચે ઊતરે છે, તે ક્યારેક છઠ્ઠી, ક્યારેક ચોથા તો ક્યારેક પહેલા ગુણસ્થાને આવીને અટકે છે. આ બધા ગુણસ્થાનો અત્યંત અલ્પકાળનાં હોવાથી વચ્ચેનાં ગુણસ્થાનવતી જીવ પ્રગટ સહાય કરવા સમર્થ થતા નથી. આથી કાં સાતમા ગુણસ્થાનવર્તી અથવા તો તેરમા ગુણસ્થાનવર્તી આત્માની જ સહાય મળી શકે. સાતમાં ગુણસ્થાનથી આગળ વધવા માટે સાતમાં ગુણસ્થાનવતી આત્માની સહાય માર્ગદર્શક બની શકે નહિ એથી પ્રત્યેક જીવને સામાન્યપણે શ્રી કેવળ પ્રભુ કે તીર્થંકર પ્રભુની સહાય જરૂરી રહે છે.
આમ જોઇએ તો, વિચારતાં સમજાય છે કે આત્મવિકાસના આરંભમાં તથા અંતમાં પૂર્ણજ્ઞાનીની સહાય મળવી જરૂરી છે. ત્યારે વચમાના ગાળામાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી જીવોની સહાય પૂરતી થઈ પડે છે. આ વિકાસનો વિચાર કરીએ તો સમજાય છે કે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાયની આકૃતિ માળા જેવી થાય છે.
પહેલા સાત ગુણસ્થાન સુધી વિકસવામાં પંચપરમેષ્ટિની સહાય પ્રત્યક્ષ દેખાય છે, અને બાકીનાં સાત ગુણસ્થાનના વિકાસમાં એ સહાય પરોક્ષરૂપ ધારણ કરે છે, તે કઈ રીતે તે આપણે વિચારીએ.
શરૂઆતમાં આત્મશુદ્ધિ કરવાના * કાર્યમાં મુખ્ય ફાળો શ્રી તીર્થંકર પ્રભુ તથા
શ્રી કેવળીપ્રભુ આપે છે. જીવને તો પોતાના વિકાસનો પ્રત્યક્ષ ખ્યાલ પણ હોતો નથી, છતાં પ્રભુ જીવને એક સમયથી શરૂ કરી અસંખ્યાત સમયની ભિન્નતા સુધી પહોંચાડે છે. જીવની સ્વરૂપ સ્થિરતા અસંખ્યાત સમયથી વધારે સમય સુધી ટકવા માંડે છે ત્યારે એ જીવ પ્રત્યક્ષ
૩૭)