________________
પ્રાર્થના
“જ્ઞાન, દર્શન, તથા ચારિત્ર સંયુક્ત શ્રી વીતરાગ દેવ! આપની અવર્ણનીય અવ્યાબાધ સ્થિતિને મારાં સમય સમયના વંદન હો. આપની અનુપમેય વિશુદ્ધિ મારા હૃદયના અદ્ભુત આકર્ષણનો વિષય બની ચૂકેલ છે. એ વિશુદ્ધિને પાત્ર થવા તથા સંપૂર્ણતાએ પ્રાપ્ત કરવા હું સાનંદ પુરુષાર્થી બન્યો છું. વર્તમાનની વિશુદ્ધિ સુધી આપે પ્રગતિ કરાવી તે કૃપા ઋણ સંબંધે સ્વીકારી આનંદથી ઉપકાર માનું છું, અને ઉલ્લાસ સાથે કહું છું કે આપે કરાવેલા વિશુદ્ધિના પાનને કારણે જ હું આપની અલૌકિક સ્થિતિને જાણવા અને અંશે માણવા ભાગ્યશાળી બન્યો છું. આ આંશિક સાહજિક એકતા સર્વકાલીન એકતામાં પરિવર્તિત થશે જ એવી ભૂતકાળના અનુભવથી દેઢ થયેલી શ્રદ્ધા મારામાં પુરુષાર્થી થવા માટે પ્રબળ ઉત્સાહ પ્રેરી રહેલ છે. મારા આત્માને યથાયોગ્ય દોરવણી આપી, ક્ષપક શ્રેણિ તરફ વાળી આપ મને તમારી સાથેની પૂર્ણ એકતા સુધી લઈ જશો જ એ નિશ્ચય ભાવ આપ પ્રતિ અહોભાવથી મને ઝુકાવે છે. તે નિશ્ચય મારા વિચારને એ પ્રમાણે સ્થિર કરે છે કે આપની આ અપૂર્વ સહાયને કારણે પૂર્ણતા પામવાનો મારો અંતિમ પુરુષાર્થ એટલો ભવ્ય બનશે કે શ્રેણિ દરમ્યાન એક સમય માટે પણ મારો આત્મા પ્રમાદ કરી શકશે નહિ. પ્રત્યેક સમયે આત્મા વિશુદ્ધિ વધારતો વધારતો અંતસમયે આપ સાથે એકરૂપ બની જશે. પૂર્ણ વીતરાગતાની આ દશાએ પહોંચવામાં પૂર્વનાં જે જે દોષો, વિચારો, કાર્યો વગેરે અંતરાય રૂપ – વિઘ્નરૂપ બની શકે તેમ હોય તે તે સર્વની આપની, શ્રી અરિહંત ભગવંતની, શ્રી કેવળી પ્રભુની તથા શ્રી સર્વજ્ઞ સિદ્ધ પરમાત્માની સાક્ષીએ, અંતઃસ્થલના ઊંડાણ સુધી પશ્ચાત્તાપ કરીને ક્ષમા માગું છું. તે સર્વનો ક્ષય કરવામાં મને સહાયરૂપ થઈ, મારા પુરુષાર્થને કાર્યાન્વિત કરો. એ સર્વ પૂર્વકર્મોનો, ઉદ્દીરણા કરાવી, એ પ્રકારે ભોગવટો કરાવો કે તેમાંના કોઈ અંતિમ પુરુષાર્થ કરતી વખતે વિઘ્નરૂપ બની શકે નહિ. વળી, હવેનું મારું વર્તન આપની સહાયથી એવું નિર્મળ થજો કે શ્રેણિના કાળમાં વિનરૂપ
૩૫