________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
અનુપ્રેક્ષા છે. રૌદ્ર, ભયાનક સુધાદિ પીડાને ઉપશમભાવવડે – વીતરાગભાવથી સહન કરવી તે પરિષહ જય છે, અને ઇરાદાપૂર્વક ભયાનક પીડા ઉપજાવનાર જીવો પ્રતિ ક્ષમાભાવથી વર્તવું તે ઉપસર્ગ જય છે. આત્મસ્વરૂપમાં રાગાદિ દોષરહિત ધર્મધ્યાન તથા શુક્લધ્યાનપૂર્વક લીન થવું તે ચારિત્ર છે. આ બધાનું પાલન કરવાથી કર્મને પ્રવેશ કરવાનાં છિદ્રો બંધ થતાં જાય છે, બંધ થઈ જાય છે, અને જીવ તેની સહાયથી અપ્રમત્ત સંયમી બને છે.
સંવરભાવનાના આરાધનથી નવાં આવતાં કર્મોને રોકવા જીવ સમર્થ થતો જાય છે. નવાં આવતાં કર્મો રોકાય એટલે જીવને કર્મ ઉપર અડધો વિજય તો મળી જ જાય છે. પરંતુ પૂર્વકાળમાં જ્યારે જીવને અસંયમ હતો, આશ્રવ ઘણો બળવાન હતો, તેના લીધે જીવના આત્મપ્રદેશો ઉપર કર્મનો જમાવ એટલો ઘટ્ટ અને વિશાળ થઈ ગયો હોય છે કે સંગ્રહિત કર્મોથી નિવૃત્ત થવું જીવને માટે ખૂબ કઠણ થઈ જાય છે. બાંધેલાં શુભાશુભ અગણિત કર્મો જો જીવને એકસાથે ઉદયમાં આવે તો તે વખતે સ્થિરતાને જાળવવી જીવને માટે ખૂબ મુશ્કેલ બાબત બની જાય છે. એ ભોગવટો કરતાં કરતાં જીવથી નાની મોટી ભૂલો થઈ જ જાય છે અને જીવ નવાં કર્મોને આશ્રવી બેસે છે. આમ જૂનાં કર્મોથી છૂટવા જતાં નવાં કર્મો પ્રવેશી જાય છે. આવી કષ્ટકારી સ્થિતિથી બચવાના ઉપાય આપણને શ્રી પ્રભુએ જણાવ્યો છે, અને તેનું પાલન કેમ કરવું તેની જાણકારી આપણને શ્રી સત્પરુષ પાસેથી મળતી જાય છે. તે છે નિર્જરાભાવનાનું સેવન.
નિર્જરા ભાવના બાંધેલાં કર્મોને નિવૃત્ત કરવાં તેનું નામ નિર્જરા છે. જીવને કર્મની નિર્જરા બે પ્રકારે થાય છે: સવિપાક અને અવિપાક, બાંધેલાં કર્મોનો અબાધાકાળ પૂરો થવાથી, વિપાક પામી કર્મ ઉદયમાં આવે, તે ભોગવાઈને ખરી જાય તે સવિપાક નિર્જરા છે. તેમાં જીવ કર્મનો રસ ભોગવી, તેની સાથે જોડાઈને કર્મ ખેરવે છે. અહીં કર્મના રસ સાથે જીવનું જોડાણ થતું હોવાથી નવાં કર્મો ઊભા થાય છે. આ પ્રકારની નિર્જરા સઘળા
૨૬૩