Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/001134/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ દ્ર પ્રણીત ના વળ વિધા વિવેચન T[31 ~~ શી રાકેશભાઈ ઝવેરી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ખા - ઉિ શાસ્ત્ર વિવેચન ભાગ-૧ રાજ ધરમપુર પૂજ્ય શ્રી રાકેશભાઈ ઝવેરી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર સંચાલિત) ધરમપુર-૩૯૬૦૫૦ જીલ્લો વલસાડ, ગુજરાત ચૈત્ર સુદ ૧૩, મહાવીરજયંતી વિ.સં. ૨૦૧૭ ૬-૪-૨૦૦૧ પ્રથમ આવૃત્તિ : પ્રત ૩૦૦૦ પડતર કિંમત ચાર ભાગના રૂ.૯૦૦/વેચાણ કિંમત ચાર ભાગના રૂ.૩૦૦/ મુદ્રક : વર્ક સેન્ટર ઑફસેટ પ્રિટર્સ (ઈ) પ્રા.લિ. મુંબઈ-૪૦૦૦૧૩ પ્રાપ્તિ સ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર ધરમપુર-૩૯૬૦૫૦ જીલ્લો વલસાડ, ગુજરાત ટે. નં. (૦૨૬૩૩) ૪૨૯૬૯ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર ૧૦-બી, ઈસ્ટ વિંગ, બોમ્બે માર્કેટ એપાર્ટમેન્ટ, ૭૮-તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૩૪ ટે. નં. (૦૨૨) ૪૯૧૧૩૫૨૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર વિવેચન Page #5 -------------------------------------------------------------------------- ________________ અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવા:– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવ— આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો ! જયવંત વર્તો ! -શ્રીમદ્ રાજચંદ્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ જન્મ કારતક સુદ પૂનમ ૧૯૨૪ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગળ સર્જન આસો વદ ૧ સં. ૧૯૫૨ નડિયાદ. Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ ખા - વિધિ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%% เM S, , • «รุy ,เจน ฯ , กว่า “ตฯ * 45 - 40 จน3 ตม. 1 เ (44" เ แหi, เคาน จ. ใจ หเว “ห หรุ * หาแน.. 大太太乐头条本办法来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去去就 เป เซน -r: ง จ 29 แดก มง h3 hเจน ในง, รริเ v๕ ติท 3 *****************************升升升升升**** เk เลา.h: 310. กจ าย ๆ ! เดทเว 404, 6s ( 2 7 ม.ค. 1 54 5:21 6 84 , , 4tch ๒e. • หนังเR8.5, 33ti ทเk. เวเR 3-วัน, ต า เจเจ ห๙ มงคดเค. ฯเเget: คนง. คน, เฉลย! - มก. น.ฯ , 6 o: cนเเ เเเ เ เ แ9, ต . ง ********* **************** Page #13 -------------------------------------------------------------------------- ________________ ************** ** ******* * ** hi orni - . . i nage. . mms . और. ८ १५२१११३५२, . ५. Ran.. -५.को नि.६ ले Ga Inaun २.६ दियो m५ ५ ३1020, २०६३ Gach.. ५ ४९३ 11 mi, ५ ६ &arti, यो G h EिN, mehta.. ********************************* २०४३. 6५५९९, २१1000000३५, २00५.५६। 6५॥10 aanart५३५. १२ **************☆***jjjjjjjjjjjjjjj汁**** rani naru, ८ (२३५१२२ २५६१ २०६१५३ कोर, cui .२२१४१. 23 ५५. २०६४३ hi, ५०॥ ८१० से नि५ ०२५i , n noint २५० शे ५२-५७, ५ ५३१ , ५ in nia. Onlyic ५. ५. २०६३ को २.५७६ , min६५०५५. प्राant ५.५. १५ ************************** Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ, મત આપ તજ, બન્ને ૧૬ તેને ઉખડે, રવા મી ધક્ષે ૧૭ 2 લસ, ખા લૂક, નિ ંદે નકરીને જાળાં ૨૧દ્ગુરૂ ૨૫ ૧૧ સે જ્યે . ૦ ૨૧૬૩, ઉપદે શ ો ષળસા, મૈં ૨૯૭૭ ૧૫, જૂન ૨ે ભગવાન ખેલો ઈ બનતો, જાખો ી ચૌતરા, મૂળવેલું જે માર્મ, જે ૨૩ભા. ૩,૦ 13. એ વિનનનો, લાલો ને તાવી દઈશ કે જાળni T ગાગલ, ૧ પૂર્વ લો, અલ ુરૂ નિક્ષ एढ्दै मनार्थि तेटको दाय તે ૧૮ હોમ કુત્તુ જ છે, કે એટલર, હોમ ૧ વાગે, અવળો લે નો ૨૩ 27 23 જાવાવ લા બનાવ ૯૯ ૧૧૨, તે ખાળે શરે ૧, આપેલ નિષ્કુળધર્મ, જૈ33માં પ્રમ૯. 27 જે બ્નિરે પ્રકાશને રકજ૧ાત્વિ ઈ. મ ળવું, રોF હેG v *************** Page #15 -------------------------------------------------------------------------- ________________ %%%%%% %%%%%%%%%%%%%%%%%%%% *** 4.****************************** 143 &ฯ ทาง 4 3 4% W. ( เ ” รู++ ใย (เกรดต่ม, * 6 รางเง, ห้เด้ (9 ตุด , คเนย หูติ เคเค. 53 (19 3-43% ๆ ฯด้ว, 246 10 9 เดๆๆ พอ กด์ c3 เนศ, ดิน ดิเg: เจ. 24 มาน คน, ทุเล 3,541 * นาง ๆ เริ, รินด จนา 4 จ. + + 24 x 70, 6ๆ 144 13: เG วิว เ%, 3 myht . 3 % !! « 10เหi, ด .ตเฉy, นเรง ( 4ตุเนา, ขาว ทะเบโห. ะ 3y รุy 44 404, 28 ท่าน ๔งเน Acc3 หน4โว ที่ ทุกเค . 族东东卖卖卖卖东未来来来来来来来来来来来来来来来来来来来来来来来来来点 4ท! :: hาเริง ๆ, หลฯ4. รู้” แ9 8 ทเทแร็ค, เหตุ * ร.๕. 33 ทเ (Mเน ๆ . ทเch เจ 26tti, A 34. (41, • ก 39 18 sect, ทแ๕ คน ศจ. 31 h, h 31,398, ม(+2h Guyเง, g Sex น. x 4.เนเจ 3% **************** ******* Page #16 -------------------------------------------------------------------------- ________________ 然来来来来去去去去去去去去去去去去去去去去去去去去然 mine Stant, u3 neakk. intineara.amttinin. 39 » An omni 1031, 301 Watcnt3. on are no . 30 小太太来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去去 sorthd qclainae , ni A me ano out), md %. hauntdt, sai macneteast 37. 3 shut ammolisa, a me , hà h of f1a, hì ... xin anh. 3me of Ma nt>Page #17 -------------------------------------------------------------------------- ________________ 越来来来来来来来来来来来来来来来去去去去去去去就 ( 35ed. 864 on Agni nika, an res 3k, Mon mame ad, at note": " *本东来来来来来来太太太太太太太太太太太太太太太太太太太太太太太太太太黏 mkk.uv mant, na at fet, 包, inzh.wu hung maje vs to m ment that, rul dae u? rect mo u t on n. 1 nt one mant, 22. Ales det i da3 37(AC, Ah mee litut. r anbao. ink 43 Get .. mt all banna, wai Want, tuto on, All sekadmin.re ********************************* met Page #18 -------------------------------------------------------------------------- ________________ 缺点卖东东卖卖卖卖卖卖卖卖卖卖卖卖东东来来去去去秋 *** httttitik************************ १८ , net & ue, anichen - ८ - one. 23 11 १५-१० २१६ -ch 12 ३५ 24n, M ainmen ५८,५. na one, Anar ma, neta hinna, R .१ " ५२ मिeeni, २५4te nance, सोले on की on दि. ८५ 200 लि .५ ५., का ५i . cir ६५.५. ७ Onement, neem tot, नो १२a, m५२० मे mmt. १८ ************************************ ५५. anthuri n ame , in५ ते ५.५ , २ दि.२. ८४ and in hi, necent rinikane, सोna, भो .. . me ५२४ &000 0५१०५, Mman ५७6. much art out." २.mun. ************************* Page #19 -------------------------------------------------------------------------- ________________ ::::::::::::::::::::::::: ૮ મા ચેત દે છે. વાળ ૨ શ્ય. ઉત્પન લે, જેના અનુન જ વમ? ૬. જેના અનુભવો તેનું જ્ઞાન, તે 1 વિના, ૧૧ ૧ ૩ જાન. 3 છે તો રમે છે તે જ «ર્મ: ઉપદે નટિ સમાઇ કિ મેકને ૬૪ બળ એવી છે એ ન , એવો જવ ને, રે કn - R. ઉટ કોઈ મગજ , એ જ છે, - ૧ જેને ઈમ, તે સન્મ વતદાન ૬૬ કોંધ ૧ ૧૨ ૧, સલિની , 4 કાર , જબ નિને આપે ૬૦ * એ કિછે. દયાને રહે, બળા ઉમે હમ ન કોને ન ૬૮ ※※※※※※※※※※※※※※※※※沖※※※※※※※※※※※※※※※※※** કરે છે કે , અને નિર- ૬૯ મિ. ઈ વરૂને, કેળા , ૧ મે, ન પામે છે , કેમ જાણે ૭૦ જજજજ જજ Page #20 -------------------------------------------------------------------------- ________________ **** ***** शिष्य उवाय જો નવ TM કુમ; આપા ૨૧૯૦ લાલ કુ ં, કુ` નોર્મ ૭૧ દુર્મ, ૧ તા ૧૬ વંશ જે, રે કર્રલ બંધ, અબલા ઈશ્વરબેર(, તે ખાટે ત ઉપમનો કુર્મ ni }ni ♦ થયું, કોઈ વિ, જરાબર ૭૩ વહેલુ ાય; ૨૧. નાળ ૨૩ જવામ વાર ૧. ૭૩ ખ. ૧ મેલન પ્રેરણા, કોલા રહે જે કુર્મ, ડાલ નહે ને, જુએ વારી ગર્ભ જે મે૧૧ ૬૨૦ ૧૧, ખરતાં તો તેથી ૧૯૦ રેવાદળી, તેનઃ- નાતે જ ૧૯ ૭ んら મુળ હોલ ૧૫ મે, જારા ૧ને? અસંમ જે રા થશે, રા તન્નાને તેમ. ૭૬ ાળકો રે,ઈશ્ર્વ૨ ૨ -૧૯, अथवा प्रवई से गए दो दिरदोष अलाव येतन ले किन लानमा, हुत्त आहे २५लाव, ૧૪ નવે જાળ,ૐ ગળાવ ૭૭ po Page #21 -------------------------------------------------------------------------- ________________ N શિખામ →૯ ૬ કુર્માં કુદો, પા જો ૨૧૧૦ : ૩, {ળા ફેળવાળા ઈશ્વ૧ ત્રણ જ સાપહું ૨૧૩; ૧ સભ્ય ૧૦ ં, તરણું ભ દે રહે સ્ટે ૧ ૧ R૧૬ ૫રે ઉચા ૨. જા દુનિ૨૯૧, ૧ાટે મેરૂ, જબ વો ર્મી સ્કૂલ, ૧૮૯ રે જ ઈશ્વરન ના વેળા, જામની હે; ५०% शुne asm shना, लोगो स्थान नाहीं और. ८१ તે જાનેંન્દ્ર જળ, ૯૧ ૧૧ છે. શબ્દ *→* ૧૧૪ નંબરવા ટોરે ૧૨ ૮ એર સુખ મેળ નહીં, ખુબ બધે બધા; શેખ ચા કજા રૂમવું, જોવાપણું भई खंडने भाव नृप, यो भही ले लोहे કારણ જૂના ૧ સું તે તે શુભાચવેલા ૮૪ કુળદ૧ ૨૧ ૨૧, એમાં ૧૧ રૂર, કુર્મ ૧ાથે મેમેં, કે જોગમ ક્ ૮૧ 23 r ૮૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ * :: ::: * * * ગ્રે* * * * * * *2* * * *2* * * * * ** * - જો કહ છે, હા તે રે મા, જા ફળ અનંત ૨૯ જાન છે જ. ૮૭ ૨૩ જ કરે છે જેમ . વેલા ગામ માં, મા કરે ૧૯૬૩ળ, ને ૨૧૧ મિ. ૮૮ ***** - સાધાન જ ર કે, જેમાં સળ પ્રમાણ જે નિવૃત કળા, ૧ મો ૧૩ ૮૮૯ અને ફળ જ છે, મારડ ૧, તે જ શા છે, ઉ૧૨ મે ૧૮૦ ડેલ વત , વિમે, મ્બિઓ ૨૧ રહે, નિજ મન નેત્ર. ૯૧ ** ** * - ૬૬ મોલ, રે રે, ૧૧, ફરે છે અને ૧, ૨ જ છે જ, ૯૧. અકા મા નક, અને તેના મા ૨ , ને એ૮ કિકે. ૩ પી જમિ કત છે જેમાં મોત, એને નિ૨ના બને, બહુ જો એ ૨. ૯૦ એમ કે છે, તેને ન જે ઉમે; બધી જ વ, ઉ ઉ ૧૦ ૧૧૧ ૯૮ ******* Page #23 -------------------------------------------------------------------------- ________________ 然来来来来来来来来来来来来来去去去去去去去去去去秋 ca Qaan 5, Ann.La ansfor ing magent, 865 631 3kmit. 5 | 11 n. Kin. | 105933data. to gran sty, muchu tex sola, as thield, alue hin wan () iW-mit minin, tamics Arch, bia and 111, 131 2013:34. cc 大东来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来太太太太太 Fest at bot , ou witch: sing qissau, ne- + mej.c an onlin a sha 38, to wough, no Arts. loe htent an Shell, ansmilan, on a gon arts a la lol min kini, int admad, h; meth,tudy d. 10 stmed sta, so agath, Q & sanjinme, 6th and-13 萨************************************ 求求求求求求求求求求求求求求求********X Page #24 -------------------------------------------------------------------------- ________________ इस बंद कोपादि तेल, प्रत्यक्ष अनुभव सर्पोट ? १०४ छोडी मतदर्शनतो, भायल ६७५ छारे मार्ग या देशदेशी, कन्म नेटवर भে षट्‌५६वा षट्‌ प्रश्वत, पूछयों हुरी दियार, ते ५६ वर देशदगिता देशमा ६२. दुषইনা लंबे फेह कति, देषनो लेहनारी, उमरे मार्ग के होने सच्चे ते मुली सहो भोमा लेह न हो. १०७ १०८ ૧૬ ওशांतता, मान मोदी মাপিটাरক, भांतर ध्‌या ते हरिये किस देश १०८ मतदर्शन भायल तक, वर्को सद्‌गु देलही, सरे शुद्ध वरमडीत ते, नेमा लेहन दही कवनो आाये रु६‌३३कोष, ते किया के तो पाये समडीतने, दक संत र शो६. १०८८ ११० छर्को निक सदभावको उलवसी प्रतीत वृतिबारे निकलाahi, दव‌माको समहीत १११ वर्धमान समाहीत ५०, राजे मिध्याला उध्ये आये सादिभको दास. ईबल निल स्वभाव, खंड वसान, छु‌ट्‌दै देवज राख ते, हुए छ्गं निर्धारण ११३ 272 Page #25 -------------------------------------------------------------------------- ________________ * *************************** ********************************** ५६५९, oni.m. लि . Mukan. १६० २.१.॥ हो , in. और लोoen mowink. हे MATED O R१५३४, in E nj, anchann५३५. ६ ४ -१५, २.५५ १५६५५ 4. लि . १२ दिना नो ५५. मिनि unnat anR, २१८ NEnt. ८ Rurarianter. २१११३ 64320,antri orumin. (Pranitaas.५२ . . 104-५३५२, १९३५, not Amanाशने, ५३५.१२.. { Mahe मनोवि.५५in, १ Mini, ५.३१ nिd,२0१५, beat G .५२५१४. 122. मो. नशा ५५, monest ani, rinori . १५३ htttttit****************************** ************************* Page #26 -------------------------------------------------------------------------- ________________ *2***************2622626-22:26: hો! અહો! ૨૬૪૨, , ૧૨, Wા મ૨૨ પ્રજ, નરે! ગોજાર.૧૪ ૨ એક . જે જે કને જામ, - એન. ૨૮ મા દેવ Mાળ, ૨ ક . ૧૧, છું. ૪ બ ૧૧, ૧૨૬ ******************* જ-૧૧૬ ૧૧૨ જજ બીજે જ મન કી ૧૨૧૧, ને ૬૧૩૧ ૧૯. ૧૨૭ ૮૧ ૨૪ળમેનેજ વાળ, ના યુઝ , પ જપ્નાહિત છે જે લો રબરના” = ઉદicર ન પડે તે છે, આ જ સ્થાન માં હિં, રિ૧ દિ ૨, સંપ ૨ટે ૧ ૧૮ "જાંતિ રામ નટ, રે વૈધ ૧e. 3 તારતમ જપ્તન, ઑવિચાળ. ૧૨૯ ને એ પ૨ા , કરો ઉરગ, ๓๔เรด เกาเหe 6 แดเ© เสาเป็ 134 ***************** જિક ઉ999 Page #27 -------------------------------------------------------------------------- ________________ >= 2 * **** ******** ***** 大太太太来来来来来来来来来来来去去去去去去去去去去去去去去去去去去去去去去 નિમ જ , ૧૧ નોર નિજ, રાળ લ , સહન કરજ ર૧. ૧૩૧ -૧ એ કંઇ નાં ન કહે, બહ૧૧, અને ૨ રહેલ. ૧૩૨ મછમતને એ કલ્પના, ર હે , ૧૧ ૧૦ જિ-૩૨, લેનિની નાર. ૧૩૩ સરળ હતા , વર્તમાન હમ, ૧૧ કળ ભવિષ્યમાં, નર્મદા કે, ૧૩જ સર્વ ઝવ છે , જે તમને જે , ૧૨ ના જિના, નાના રણમાં.૧૩ G ળનું લઈ એ જે તે નિમિન, છે નઈ ત્રિને, રટે જ લિ ૧૩૬ ના રસાળ જ ને, બંને જૂન મોહ, છે જેમ કceળ છે, નેનો ક૨.૧૩૭ દ, વિ, રામ , ૨૧, ભ, વૈરબ, હોમ ફુલ ટરિક, આ તકે રામ. ૧૩૮ કોઈ ના ય ય નૈ, હા હોય , તે રાન દવ, કર જીત ૧૩૮ ※※※US※※※※※※※※※※※※沖jjjjjjjjjjjjjjjjAA& Page #28 -------------------------------------------------------------------------- ________________ 终未来来来来来来来来来来来来来来来来来来来来来来就 nin rainawled, mast thino, Airi Motiu, an 4t All Rin....。 *hini vid Watch, 95 kg , (th and Ki], mm Men: 13 id ont Pain, et Etta, tit Mai Authi Ueet mucdn.nl htop 63 m, N nt St, iStui, mBott, Q 太太太太太太太太太太太来来来来来来来来来来来来来来来来来来来来太太太太 ************************************** ¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥ Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૯) આવકાર આત્માર્થી ભાઈશ્રી રાકેશભાઈ ઝવેરીનો પીએચ.ડી.ની ડિગ્રી માટેનો શોધપ્રબંધ, ‘આત્મસિદ્ધિશાસ્ત્ર - વિવેચન' રૂપે પ્રકાશિત થાય છે એને આવકારતાં હું અત્યંત હર્ષ અનુભવું છું. ભિન્ન ભિન્ન યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે સુપ્રત થતા અને માન્ય રખાતા બધા જ શોધપ્રબંધો એના એ જ સ્વરૂપે પ્રકાશનક્ષમ હોતા નથી અને જે હોય છે તે બધા પ્રકાશિત થતા નથી, કારણ કે આવું પ્રકાશનકાર્ય ખર્ચાળ હોય છે અને એવા વિદ્વભોગ્ય શોધપ્રબંધો વાંચનારનો વર્ગ સીમિત હોય છે. પરંતુ “આત્મસિદ્ધિશાસ્ત્ર' ની વાત જુદી છે, કારણ કે આ કૃતિને વાંચનારા, ભક્તિભાવપૂર્વક એને કંઠસ્થ કરનારા અનેક છે અને એના તત્ત્વમાં રુચિ તથા શ્રદ્ધા ધરાવનાર અને તે પ્રમાણે જીવન જીવનારા પણ ઘણા હોય છે. એટલે જ આ ગ્રંથ પ્રકાશન સમયોચિત છે, સાર્થક છે. ભાઈશ્રી રાકેશભાઈ, શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરી સાથે પહેલી વાર મારે ઘરે આવ્યા અને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય ઉપર પીએચ.ડી. કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે તેઓ ગ્રેજ્યુએટ પણ નહોતા. વળી તેમણે અભ્યાસ સપ્રયોજન છોડી દીધો હતો એટલે કૉલેજમાં જઈ વર્ગો ભરવા તેઓ ઇચ્છતા પણ નહોતા. પરંતુ એમાંથી માર્ગ નીકળી શકે એમ હતો. એમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાં બાહ્ય વિદ્યાર્થી તરીકે બી.એ.ની પરીક્ષા આપવા માટે નામ નોંધાવ્યું અને પોતાની અસાધારણ તેજસ્વિતાથી માત્ર ત્રણ માસના ટૂંકા ગાળામાં પૂરો અભ્યાક્રમ પૂર્ણ કરી પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ત્યારપછી મુંબઈ યુનિવર્સિટીમાંથી એમણે તત્ત્વજ્ઞાનના વિષયમાં એમ.એ.ની ડીગ્રી સુવર્ણચંદ્રક સહિત પ્રાપ્ત કરી. પરંતુ તેઓ પીએચ.ડી.નો અભ્યાસ શરૂ કરે તે પહેલાં તો હું મુંબઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો હતો, પણ સદ્ભાગ્યે શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરી તથા શ્રી મહેશભાઈ ખોખાણીએ યુનિવર્સિટીમાં જઈ સર્વ શક્યતાઓ તપાસી અને પરિણામે મુંબઈ યુનિવર્સિટીએ શ્રી રાકેશભાઈને માર્ગદર્શન આપવા માટે માનાઈ પ્રાધ્યાપક તરીકે મારી નિમણૂક કરી. લગભગ સાડા ત્રણ વર્ષમાં આ શોધપ્રબંધ લખવાનું કાર્ય પૂરું થયું. શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય વિશે અને તેમાં પણ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' જેવી ગહન કૃતિ વિશે શોધપ્રબંધ તૈયાર કરવા-કરાવવાનું કઠિન કાર્ય તેવા યોગબળ વિના પૂર્ણ થાય નહિ. એ ધાર્યા કરતાં ઓછા સમયમાં પૂર્ણ થયું એમાં કોઈ દૈવી સંકેત Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩૦) જ રહેલો હશે! શ્રી રાકેશભાઈને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થઈ, પણ ડિગ્રીનું એમને મન કોઈ મહત્ત્વ ન હતું, પરંતુ આ નિમિત્તે એક વિષયની ગહનતામાં સઘનતાપૂર્વક પ્રવેશવાનો અવસર પ્રાપ્ત થયો છે એ એક મોટો લાભ છે. શ્રીમદ્ રાજચંદ્રજી આ કાળના એક વિરલ આત્મજ્ઞાની મહાત્મા છે. એમનું સાહિત્ય વાંચતાં પદે પદે એમની ઉચ્ચતર આત્મદશાની ઝાંખી થાય છે. એમની કૃતિનું મૂલ્યાંકન કરવાનું આપણું તે શું ગજું? તોપણ એ દિશામાં કરેલો પુરુષાર્થ અવશ્ય લાભકારક નીવડે છે. જૈન ધર્મમાં ભિન્ન ભિન્ન પ્રકારના શાસનપ્રભાવકો બતાવવામાં આવ્યા છે. તેમાંનો એક પ્રકાર તે કવિ-પ્રભાવક' નો છે. શ્રીમદ્ રાજચંદ્રજીને આપણે આ કોટિમાં ગણાવી શકીએ. એમની નૈસર્ગિક પ્રતિભા જ્ઞાનીકવિની હતી. યુવાન વયે તેઓ ‘કવિ રાયચંદ' તરીકે જાણીતા હતા. નાની વયથી તે જીવનના અંત સુધી એમને ઉત્કૃષ્ટ કવિતા સ્વયમેવ સ્ફરતી રહી હતી. “આત્મસિદ્ધિ શાસ્ત્ર', ‘અપૂર્વ અવસર' અને અન્ય કેટલીયે રચનાઓમાં એમની વાણી અંતરાત્મામાંથી ચૂંટાઈ ઘૂંટાઈને, સઘન બનીને પ્રાદુર્ભાવ પામેલી છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર' એમની સર્વોત્કૃષ્ટ રચના છે. કવિતા અને તત્ત્વજ્ઞાનનો એમાં સુભગ સમન્વય સરળ ભાષામાં થયેલો છે. જગતના કવિ-મનીષીઓની વૈખરીમાંથી, એમની એક એક પદાવલિમાંથી વિભિન્ન અર્થો પ્રકાશિત થતા રહે છે. એટલે જ જગતની તત્ત્વજ્ઞાનસભર સર્વોત્તમ કૃતિઓનું વિવેચન, અર્થોદ્દઘાટન ક્યારેય સંપૂર્ણ થઈ શકે નહિ. સમયે સમયે નવા નવા પ્રતિભાસંપન્ન તત્ત્વચિંતકો એના પર અભિનવ અર્થપ્રકાશ પાડે છે અને રહસ્યબોધ તારવે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પણ એમ જ છે. એટલે જ પોતાના કેટલાક પુરોગામી ચિંતકોએ એનું સવિસ્તર વિવેચન કર્યું હોવા છતાં શ્રી રાકેશભાઈએ આ શોધપ્રબંધમાં એના ફલકને, શાસ્ત્રાધાર સાથે વધુ વ્યાપક અને ગહન બનાવ્યું છે. આ માત્ર એમના અભ્યાસનું જ નહિ, એમની આત્મસાધનાનું પણ પરિણામ છે. આ શોધપ્રબંધ યુનિવર્સિટીમાં જે સ્વરૂપે રજૂ થયો હતો તેમાં આત્માર્થી વાચકોની દષ્ટિએ કેટલાક ફેરફારો આવશ્યક જ નહિ, અનિવાર્ય બન્યા છે. એટલે આ ગ્રંથ મૂળ શોધપ્રબંધનું નવસંસ્કરણ છે. આવા દળદાર ગ્રંથોમાં વખતોવખત શુદ્ધિવૃદ્ધિ થતી રહેવાની. એની ઉપયોગિતાનું જ એ લક્ષણ છે. ભાઈ શ્રી રાકેશભાઈ પૂર્વજન્મના આરાધક જીવ છે અને આત્મસાધનાનું મોટું ભાથું સાથે લઈને આવ્યા છે એની પ્રતીતિ તો મને એમના સંપર્કમાં આવતાં જ થઈ છે. એ વિના આબાલવૃદ્ધ આટલા બધા લોકોનાં હૃદયમાં તેઓ આરાધ્ય ગુરુદેવનું ગૌરવવંતું સ્થાન અનાયાસ પ્રાપ્ત ન કરી શકે. એમની પળ પળની જાગૃતિ, અંતર્મુખતા, Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩૧) નિઃસ્પૃહતા, પ્રસન્નતા, સમતા, ઉદારતા, ત્યાગવૈરાગ્ય, મિતભાષીપણું, વત્સલતા વગેરે સદ્ગુણોની સૌરભ અનેકના આકર્ષણનું નિમિત્ત બની રહે છે. સાડા ત્રણ વર્ષ ચાલેલા આ શોધપ્રબંધના લેખનકાર્ય નિમિત્તે, એમના માર્ગદર્શક તરીકે એમના પ્રગાઢ પરિચયમાં મારે આવવાનું થયું એમાં પૂર્વજન્મના ઋણાનુબંધનો કોઈ સંકેત હશે એમ સમજું છું. એમની અને એમના પરિવારના સભ્યો પાસેથી તથા એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થાના ટ્રસ્ટીઓ અને અન્ય મુમુક્ષુઓ તરફથી મને તથા મારાં ધર્મપત્ની તારાબેનને હંમેશાં ઉષ્માભર્યો સદ્ભાવ સાંપડતો રહ્યો છે એ અમારાં જીવનનું અવિસ્મરણીય પાથેય બની રહે એમ છે એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું. શકવર્તી બનવાને સર્જાયેલા આ ગ્રંથનું વાંચન, અધ્યયન, પરિશીલન, મનન અનેક મુમુક્ષુઓના આત્મકલ્યાણનું નિમિત્ત બની રહો એવી શુભકામના દર્શાવતાં હર્ષ અનુભવું છું. રમણલાલ ચી. શાહ પોષ સુદ ૧, સં. ૨૦૧૭ તા. ૨૬/૧૨/૨૦૦૦ મુંબઈ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩૨) પુરોવચન ? महादेव्याः कुक्षिरत्न शब्दजीतरवात्मजम् । राजचंद्रमहं वंदे तत्त्वलोचन दायकम् ।। વીતરાગ ધર્મના સંસ્કારોને કારણે મારું અંતરંગ વલણ બાલ્યાવસ્થાથી ધર્મના શુભ રંગથી રંગાયેલું જ હતું, ત્યાં પૂર્વના અસીમ પુણ્યોદયે આઠ વર્ષની ઉંમરે યોગાનુયોગે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્રપટના મને દર્શન થયાં. એ યોગના પ્રભાવે અધ્યાત્મજીવન પ્રતિ મારી રુચિ અને મગ્નતા વધતાં તથા કાળાનુક્રમે વિધ વિધ કારણોથી પુષ્ટિ મળતાં મારામાં સર્વસંગપરિત્યાગની ભાવના વિશેષપણે આકાર લેવા લાગી હતી. માતા-પિતા પાસે મેં એ માટે અનુજ્ઞા પ્રાથ. શ્રમણમાર્ગ પ્રત્યે તેમને પૂર્ણ અનુમોદના હોવા છતાં તેમણે મને અનુરોધ કર્યો કે સર્વસંગપરિત્યાગ પહેલાં વિવિધ આવશ્યક વિષયોનો અભ્યાસ મારે માટે કર્તવ્યરૂપ છે. તેમણે એવી અંતરેચ્છા દર્શાવી કે મને પ્રિય એવા અધ્યાત્મક્ષેત્રના કોઈ પણ વિષય ઉપર મારે પહેલાં પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરવો અને એ પછી જ ત્યાગમાર્ગ અપનાવવો. તેમની એ ઇચ્છા મેં ભાવપૂર્વક માન્ય રાખી. આ વચનના પાલન માટે મેં પ્રયત્ન આદર્યા. ઈ.સ. ૧૯૮૩માં આઈ.સી.એસ.ઈ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને શૈક્ષણિક અભ્યાસને તિલાંજલિ અપાઈ ચૂકી હતી, તે અભ્યાસ મેં પુનઃ હાથ ધર્યો. હૈદરાબાદના ઓસ્માનિયા વિશ્વવિદ્યાલયમાં બાહ્ય અભ્યાસક્રમ હેઠળ નામ નોંધાવી, ઈ.સ. ૧૯૮૮માં બી.એની ઉપાધિ મેળવી. ત્યારપછી ઈ.સ. ૧૯૮૯થી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં તત્ત્વજ્ઞાનનો વિષય લઈ એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. એમાં ખાસ વિષય તરીકે જૈન દર્શન, વેદાંત દર્શન, ન્યાય દર્શન આદિ હતાં. ઈ.સ. ૧૯૯૧માં એમ.એ.ની પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો. પીએચ.ડી. માટેની શૈક્ષણિક યોગ્યતા આ રીતે પ્રાપ્ત થયા પછી શોધપ્રબંધ (thesis)ના વિષયની અને માર્ગદર્શકની પસંદગીનો પ્રશ્ન ઊઠ્યો. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય તો આ આત્મામાં પ્રથમથી જ હતો, તેમજ તેમના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન એવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો મારા જીવન ઉપર સમગ્રપણે ખૂબ જ પ્રભાવ રહ્યો છે. તેનાથી મને અતીવ લાભની પ્રાપ્તિ થઈ છે. સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિની સરળતમ વિધિનું દિગ્દર્શન કરાવનાર આ અનન્ય અભુત શાસ્ત્રનો મહિમા દુનિયાને ભાસે અને સર્વ જીવો તેનો સલાભ ઉઠાવી કલ્યાણમાર્ગે ઉઘુક્ત થાય એવી અભિલાષા મારા અંતરમાં નિરંતર રહ્યા Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૩) કરતી હતી. પીએચ.ડી.ના વિષયની પસંદગી વખતે આ અંતરંગ ભાવના નિર્ણાયક ભાગ ભજવી ગઈ અને એ રીતે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના તલસ્પર્શી અધ્યયનનો સુલાભ મને સાંપડ્યો. અત્યંત ગાંભીર્યપૂર્ણ અને પડકારરૂપ એવા એ સંશોધનકાર્યમાં મારે એવા કોઈ વિદ્વાન માર્ગદર્શકની આવશ્યકતા હતી કે જેમને ધર્મ તથા તત્ત્વજ્ઞાનની સમજ એવમ્ રુચિ હોય, જે પરમકૃપાળુદેવના સાહિત્યથી પરિચિત હોય તથા જેમનું ભાષા ઉપરનું પ્રભુત્વ સુંદર હોય. આ સર્વ ગુણોનો સુભગ સમન્વય મુરબ્બી શ્રી ડૉ. રમણભાઈ શાહમાં દૃષ્ટિગોચર થતો હતો, પરંતુ ત્યાં સુધીમાં ડૉ. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા એટલે તેમના માર્ગદર્શન હેઠળ નોંધણી શક્ય ન હતી. પરંતુ ત્યારપછી શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરી તથા શ્રી મહેશભાઈ ખોખાણીની અથાગ મહેનતથી એ કાર્ય પણ શક્ય બન્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી ડૉ. રમણભાઈ શાહ મને માર્ગદર્શન આપી શકે એ માટે એમને માનાર્હ પ્રાધ્યાપક તરીકે વિશેષ પરવાનગી મળી, પરિણામે ફેબ્રુઆરી, ૧૯૯૪માં પીએચ.ડી માટેના મારા વિષયની વિધિસર નોંધણી કરાવી આ સત્કાર્યનો શુભારંભ કર્યો. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચનાને સો વર્ષ પૂરાં થાય ત્યારે જ જો તેની સમાલોચના શોધપ્રબંધરૂપે પરમકૃપાળુદેવનાં ચરણોમાં અર્પણ કરી શકાય તો કેવું સારું? કોઈ પણ મહાપુરુષની જન્મશતાબ્દી કરતાં પણ એમના કાર્યની શતાબ્દીનું મહત્ત્વ ઘણું વિશેષ છે, કારણ કે જન્મ તો આકસ્મિક હોય છે, જ્યારે સર્જન એ પરિશ્રમનો પરિપાક છે, આંતર ચેતનાનું આવિષ્કરણ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ પરમકૃપાળુદેવના આધ્યાત્મિક જીવનનો નિચોડ છે, તેઓશ્રીની આધ્યાત્મિક પ્રજ્ઞાનું અપ્રતિમ પરિણામ છે. તેથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું યથાર્થ બહુમાન કરવાનો આ જ અવસર છે એમ નિર્ધાર કરી, દિવસ-રાત સંશોધનકાર્યમાં હું પરોવાઈ ગયો. પરમકૃપાળુદેવના યોગબળથી સર્વ ગાથાઓની સમાલોચનાનું કાર્ય શતાબ્દીવર્ષમાં પૂરું થઈ શક્યું અને આસો વદ એકમ, ૨૦૫૨(તા.૨૭/૧૦/૯૬)ના શુભ દિવસે એટલાં જ (૨૦૫૨) પૃષ્ઠપ્રમાણ સમાલોચના પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ પાવનકારી ચરણકમળોમાં સમર્પિત કરી હું ધન્ય બન્યો. તત્પશ્ચાત્ અન્ય આનુષંગી પ્રકરણોનાં લેખનાદિમાં આશરે આઠ માસ વ્યતીત થયા અને ગુરુપૂર્ણિમા, તા. ૨૦/૭/૯૭ના મંગળ દિવસે શોધપ્રબંધ યુનિવર્સિટીમાં સુપ્રત કરવા માટે પૂર્ણતાને પામ્યો. મુંબઈ યુનિવર્સિટી તરફથી મહાનિબંધની ચકાસણીની આવશ્યક પ્રક્રિયા પૂરી થયા પછી તા.૨/૧૨/૯૮ના રોજ સંધ્યાકાળે મુંબઈ યુનિવર્સિટીના પદવીદાન દીક્ષાંત સમારંભમાં પ્રસ્તુત શોધપ્રબંધ માટે મને પીએચ.ડીની ઉપાધિ એનાયત કરવામાં આવી. Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૪) તે જ રાત્રે એ ઉપલબ્ધિના ઊગમસમા મારા પરમોપકારી પ્રભુના ઉદાત્ત શ્રીચરણોમાં તે ઉપાધિ મેં અર્પણ કરી દીધી હતી. - તે શોધપ્રબંધનાં પ્રારંભ, પ્રગતિ અને પૂર્ણાહુતિ; તેનું શમણું, સંવર્ધન તથા સમાપન; તેનાં પ્રાદુર્ભાવ, પ્રગભતા અને પૂર્તિ; અરે! તેનાં પ્રત્યેક અવસર, વિચારશ્રેણી અને આલેખન જેમના વિના શક્ય ન હતાં, તે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં ચરણો સિવાય તે શોધપ્રબંધ અન્યત્ર ક્યાં શોભી શકે? એ ભગીરથ કાર્યનો એક અંશ પણ તેઓશ્રીની અસીમ કૃપા વિના આકાશકુસુમવત્ હતો. તેમના સહજ ઉગાર છે કે “પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.” (“શ્રીમદ્ રાજચંદ્ર', પત્રાંક-૨૪૭) આ પરમ ગંભીર વચનામૃત સતત ધ્રુવતારકની જેમ મને દિશા ચીંધતું જ રહ્યું હતું. સો વર્ષ પહેલાંની તે સુભગ ઘડીએ જો તેઓશ્રીએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી જ ન હોત તો હું કઈ રીતે તેનાથી લાભાન્વિત થઈ શકત? તે શોધપ્રબંધ અને તેનું સર્વસ્વ જે કંઈ છે તે બધું જ તેઓશ્રીના અતુલ્ય યોગબળના પ્રતાપે જ છે અને તેથી તે શોધપ્રબંધનું સઘળું શ્રેય પરમકૃપાળુદેવના અચિંત્ય યોગબળને સમર્પતાં હું મારું જીવન ધન્ય થયેલું સમજું છું. યુનિવર્સિટીમાં શોધપ્રબંધની સોંપણી થયા પછી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રના ટ્રસ્ટીગણની તથા અનેક સાધકોની પ્રેમાસહસભર વિનંતીના નિમિત્તે પ્રસ્તુત વિવેચનને ગ્રંથરૂપે પ્રકાશિત કરવાની યોજના આકાર પામી. પરમકૃપાળુદેવના પરમ ઐશ્વર્યસભર વારસાની વધુ ને વધુ પ્રભાવના થાય તથા પરમકૃપાળુદેવની આ પરમોચ્ચ કૃતિના અર્થપ્રકાશથી જિજ્ઞાસુ જીવો લાભાન્વિત થાય એ આ ગ્રંથપ્રકાશન પાછળનું પ્રભાવક બળ હતું. ઈ.સ. ૧૯૯૭ના પર્યુષણ પર્વની આસપાસ ગ્રંથાલેખનની પરિયોજના કાર્યાન્વિત થઈ. યુનિવર્સિટીમાં રજૂઆત પામેલ મહાનિબંધ વિશિષ્ટ શૈક્ષણિક પદ્ધતિ અનુસાર તૈયાર થયો હતો. પ્રારંભિક કક્ષાના જિજ્ઞાસુથી માંડી ઉત્કૃષ્ટ કોટિના સાધક પર્યત સર્વ જીવોને તે શોધપ્રબંધ ઉપયોગી થઈ શકે એ માટે તેમાં ઘણા ફેરફાર કરવા જરૂરી લાગ્યા. તેથી તેમાંથી અમુક પ્રકરણ આખાં તો અમુક અંશતઃ તેમજ કેટલાંક અવતરણો આ ગ્રંથમાં સમાવિષ્ટ કર્યા નથી. જો કે સાધકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોય એવી ઉદ્ધતિઓનો સમાવેશ કરવા ઉપરાંત પ્રત્યેક ગાથાના વિવેચનમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના પૂર્વવિવેચનકારોમાંથી કોઈ પણ એકના અવતરણને દૃષ્ટિની બહોળતાના લક્ષે સ્થાન આપવામાં આવ્યું છે. તદુપરાંત, સત્યના અન્વેષકને પ્રયોગાત્મક અભ્યાસની પ્રેરણામાં તથા પ્રગતિમાં સહાયક સામગ્રી અનેક જગ્યાએ ઉમેરવામાં આવી છે. બહુઆયામી પરિવર્તન તથા પરિશીલન Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૫) પછી પણ એવી લાગણી રહે છે કે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગાથાએ ગાથાએ સ્કુટ થતો પરમકૃપાળુદેવનો તીવ્ર પ્રજ્ઞાતિશય, તેમની પ્રથમ આધ્યાત્મિકતા, તેમનું વિલક્ષણ આત્મસામર્થ્ય..... અને આવા તો અનેક ઉચ્ચોચ્ચ ગુણોની અસીમતાને શબ્દોની સીમામાં ક્યાંથી બાંધી શકાય? તેઓશ્રીની ચૈતન્ય મસ્તી-સભર રસપ્રચુરતાને અચેતન ભાષાપ્રયોગથી ન્યાય કઈ રીતે આપી શકાય? પરમ ગહન તત્ત્વજ્ઞાન તેમજ નિશ્ચય અને વ્યવહારની અવિરુદ્ધ સંધિના ઉત્કૃષ્ટ દૃષ્ટાંતરૂપ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સર્વાગી પરિચય આપવાના પ્રયોજનથી પ્રેરાઈને પ્રસ્તુત ગ્રંથની પ્રબંધ યોજના તબક્કાવાર ઘડાતી ગઈ અને એ સંકલનાનું અંતિમ સ્વરૂપ આ પ્રમાણે ઉદય પામ્યું છે – ખંડ-૧ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - ગ્રંથપરિચય – પ્રકરણ-૧ ગ્રંથસર્જન, પ્રકરણ-૨ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર. ખંડ-૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - પ્રકરણ-૧ ઉપોદઘાત, પ્રકરણ-૨ મતાર્થીલક્ષણ, પ્રકરણ-૩ આત્માર્થીલક્ષણ, પ્રકરણ-૪ ષપદનામકથન, પ્રકરણ-૫ પ્રથમ પદ : “આત્મા છે', પ્રકરણ-૬ દ્વિતીય પદ : “આત્મા નિત્ય છે', પ્રકરણ-૭ તૃતીય પદ : “આત્મા કર્મનો કર્તા છે', પ્રકરણ-૮ ચતુર્થ પદ : આત્મા કર્મનો ભોક્તા છે', પ્રકરણ-૯ પંચમ પદ : “મોક્ષ છે', પ્રકરણ-૧૦ ષષ્ઠમ પદ : મોક્ષનો ઉપાય છે', પ્રકરણ-૧૧ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન, પ્રકરણ-૧૨ ઉપસંહાર. મૂળ શાસ્ત્ર અનુસાર આ ખંડને આ પ્રમાણે ૧૨ પ્રકરણમાં વિભક્ત કર્યું છે અને પ્રત્યેક ગાથાનું વિસ્તૃત વિવેચન આ પ્રકારે પ્રયોજ્યું છે - (૧) ભૂમિકા (શાસ્ત્રના સળંગ પ્રવાહને સમજવા માટે પૂર્વની ગાથા સાથેનો પૂર્વાપર સંબંધ), (૨) શાસ્ત્રની મૂળ ગાથા, (૩) અર્થ (પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કરેલ ગદ્યાર્થ), (૪) ભાવાર્થ (સંક્ષિપ્ત વિવેચન), (૫) વિશેષાર્થ (ગાથા અંતર્ગત પ્રરૂપાયેલા તથા અન્ય આનુષંગિક પ્રયોજનભૂત વિષયોનું પ્રતિપાદન કરતું વિસ્તૃત વિવેચન) અને (૬) પાદપૂર્તિ. ખંડ-૩ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - એક મૂલ્યાંકન - પ્રકરણ-૧ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન, પ્રકરણ-૨ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન. ખંડ-૪ પરિશિષ્ટ - પરિશિષ્ટ-૧ પદર્શનપરિચય, પરિશિષ્ટ-૨ સંદર્ભગ્રંથસૂચિ, પરિશિષ્ટ-૩ વિષયસૂચિ. પ્રસ્તુત સંશોધનકાર્યના ઉપક્રમમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં સર્વ પૂર્વવિવેચનો લાભકારી થયાં છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, શ્રી કાનજીસ્વામી, શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ડૉ. ભગવાનદાસ મહેતા, ડૉ. સરયુબેન મહેતા, ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૬) શ્રી ધીરજલાલ મહેતા આદિ સર્વ પૂર્વવિવેચનકર્તાઓનાં લખાણો દ્વારા દિશાસૂચન પ્રાપ્ત થયું હતું, તે અર્થે આ સર્વ મહાનુભાવોનો કૃતજ્ઞભાવે ઉલ્લેખ કરું છું. ગ્રંથનિર્માણ દરમ્યાન પ્રત્યેક ગાથાના વિશેષાર્થની યોજના મુખ્યતાએ મૌલિકપણે રચાઈ છે, જ્યારે ભાવાર્થમાં પૂર્વવિવેચકોના અર્થઘટનને સમાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરેલ છે. પ્રસ્તુત શોધપ્રબંધ તથા ગ્રંથનિર્માણમાં નિરંતર વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન આપતાં રહેનાર વિદ્ધવર્ય ડૉ. શ્રી રમણભાઈ શાહના ઋણનો હું અંતઃકરણપૂર્વક સ્વીકાર કરું છું. મારા માટે તેઓ માત્ર માર્ગદર્શક નથી, અપિતુ એથી ઘણું વિશેષ છે. અનેક ક્ષેત્રોમાં તેમની બહુશ્રુતતાનો લાભ પામી હું ઉપકૃત થયો છું. અત્યંત વ્યસ્ત હોવા છતાં હંમેશાં ખુબ ઉમંગ. ચીવટાઈ અને સસ્મતાથી તેમણે ચકાસણી કરી આપી છે. તેમનો નિઃસ્વાર્થ પ્રેમ, નમતાપૂર્ણ વ્યવહાર અને ઉલ્લાસભર્યો સહકાર ક્યારે પણ ભુલાશે નહીં. વિવેચનની હસ્તપ્રત તૈયાર થયા પછી લખાણને કયૂટરમાં તૈયાર કરી, શ્રીમતી સ્મિતાબેન કોઠારીએ સંશુદ્ધિ કરી, પ્રકાશન માટે તૈયાર કર્યું છે. સમય કે શ્રમની દરકાર કર્યા વિના સતત પ્રવીણતાપૂર્વક સેવા આપતાં રહી તેમણે આ કાર્યને વેગીલું રાખ્યું છે. તેમના સુપુત્ર, ભાઈ અપૂર્વ કોઠારીએ સંશોધનાદિ પ્રકીર્ણ કાર્યોમાં સર્વાગી સહાય કરી એક બાહોશ અંગત સચિવની ગરજ સારી છે. તેની ઉત્સાહસભર, કૌશલ્યપૂર્ણ અને નિષ્ઠાવંત સેવાએ મારો ઘણો સમય અને શક્તિ બચાવ્યાં છે. ડૉ. અતુલભાઈ શાહ પણ ગ્રંથનાં લખાણોની ઝીણવટભરી ચકાસણી, ભાષાવિષયક સૂચન, ગ્રંથમાં ચર્ચાયેલ વિષયોનું વર્ગીકરણ આદિ ગ્રંથ સંબંધી વિવિધ પ્રકારનાં કાર્યોમાં તેમની ચોકસાઈ, ખંત તથા તત્પરતાના કારણે ઉપયોગી નીવડ્યા છે. આ ત્રણ સાધકોને તેમજ શ્રી રાજુભાઈ શાહને સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ કરી આપવા માટે, કુમારી કલ્પના દોશી અને શ્રી પરાગ શાહને ઝેરોક્ષ કરી આપવા માટે તથા ગ્રંથનિર્માણના ભગીરથ કાર્યમાં ભક્તિસભર યોગદાન આપનાર સર્વ સાધકોને આ અવસરે અભિનંદું . ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિષેનો શોધપ્રબંધ અને ત્યારપછી ગ્રંથપ્રકાશનની યોજના જેમનાં પ્રેરણા, પ્રેમાનુરોધ તથા સ્નેહાશિષ વગર પ્રાગટ્ય ન પામત, તે મારાં દાદીમા શ્રીમતી સુશીલાબેન ઝવેરી અને મારાં માતા-પિતા શ્રીમતી રેખાબેન તથા શ્રી દિલીપભાઈ લલ્લુભાઈ ઝવેરી પ્રત્યે સવિશેષ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. શોધપ્રબંધ તથા ગ્રંથપ્રકાશનના પુણ્યકાર્યમાં સર્વ પરિવારસદસ્યોએ આપેલ પ્રોત્સાહન, અનુમોદના તેમજ સહયોગ બદલ તે સર્વનો ઉપકાર વેદું છું. આ સંશોધન કાર્યમાં તથા સદ્ભુતસેવાને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમનું તન, મન અને ધનથી અનેરું યોગદાન રહ્યું હોવા છતાં જેમણે સ્વાર્થપૂર્તિ, ખ્યાતિપ્રાપ્તિ કે પ્રત્યુપકારની ખેવના રાખી નથી એવાં સહુ સ્વજનો અને આત્માર્થીઓનો આભાર Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૭) માનું છું અને ભાવના ભાવું છું કે પરમકૃપાળુદેવનું યોગબળ એ સર્વના આત્મોત્થાનમાં પ્રેરણારૂપ તથા કલ્યાણકારી બનો. પ્રસ્તુત ગ્રંથનું આલેખન વિવિધ દૃષ્ટિકોણથી કર્યું હોવાથી તેમાં કેટલીક વાર અમુક વિચારણા કે મુદ્દાઓનું પુનરાવર્તન અનિવાર્ય બન્યું છે, જે સુજ્ઞજનોને સહજ સ્વીકાર્ય લાગશે જ. છદ્મસ્થાવસ્થાના યોગે તેમાં કોઈ પણ ક્ષતિ રહેવા પામી હોય અથવા જિનાજ્ઞાવિરુદ્ધ લખાણ થયું હોય તો સર્વ જ્ઞાની ભગવંતોની સાક્ષીએ ક્ષમા યાચું છું. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો આ સુદીર્ઘકાલીન અને અતિ વિસ્તૃત સંશોધનાત્મક અભ્યાસ મારી આત્મદશાના ઊર્ધીકરણમાં અત્યંત લાભપ્રદ નીવડ્યો જ છે અને મને શ્રદ્ધા છે કે અન્ય સહુને પણ તે આત્મોત્કર્ષકારી નીવડશે જ. સૌ અભ્યાસી આત્માઓને તેનું અનુશીલન આત્મશુદ્ધિ એવમ્ આત્મસિદ્ધિના પુરુષાર્થમાં સહાયરૂપ થાઓ એ જ પરમકૃપાળુદેવના શ્રીચરણોમાં પ્રાર્થના. મહા સુદ ૫, વસંતપંચમી વિ.સં.૨૦૫૭ તા. ૨૯/૧/૨૦૦૧ મુંબઈ રાકેશ ઝવેરી Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૮) કે પ્રકાશકીય નિવેદન अज्ञानतिमिरान्धानां , ज्ञानांजनशलाकया । चक्षुरुन्मीलितं येन, तस्मै श्री गुरवे नमः ।। વિશ્વવત્સલ ભગવાન મહાવીરસ્વામીના ધર્મશાસનમાં છેલ્લાં અઢી હજાર વર્ષના ઇતિહાસમાં અનેક ધર્મપ્રભાવક સત્પરુષો થઈ ગયા છે, થતા રહ્યા છે; પરંતુ એ સર્વમાં પણ પોતાની અસાધારણ પ્રતિભા, વિશિષ્ટ શાસનપ્રભાવના, વિપુલ સાહિત્યસર્જન આદિને કારણે આગળ તરી આવતા સમર્થ પુરુષોની પરંપરામાં જેમનું શુભ નામ આદરપૂર્વક લેવામાં આવે છે તે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી સાંપ્રત કાળના દિવ્ય યુગાવતાર, સમર્થ જ્યોતિર્ધર, મૂર્તિમાન અધ્યાત્મ અને અનુપમ મંગળમૂર્તિ છે. તેમનું જીવન એટલે અધ્યાત્મની અખંડ અને પ્રચંડ સાધના. તેમનું અસ્તિત્વ એટલે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો સુભગ સમન્વય. તેમનું વ્યક્તિત્વ એટલે નિષ્કારણ કરુણાનો ઊછળતો ઉદધિ. અપૂર્વ આત્મપરાક્રમી, પરમ મહિમતિશયસંપન્ન, અપ્રમત્ત યોગીશ્વર, પરમ પૂજ્ય પરમકૃપાળુદેવનો બોધ અને આશ્રય મુમુક્ષુ જીવોનો પરમ પ્રાણાધાર છે, ભીષણ અને ભયંકર પરિભ્રમણમાંથી છૂટવાનો સુગમ ઉપાય છે. - વિરલ પ્રજ્ઞાતિશય, પ્રતિભાશીલ સર્જનશક્તિ અને ઉત્કૃષ્ટ આત્મદશાના ફળસ્વરૂપે સર્જાયેલું પરમકૃપાળુદેવનું સમસ્ત સાહિત્ય આત્માર્થી જીવોને સ્વોન્નતિના પથ ઉપર અતિશય અવલંબનભૂત છે અને તેમાં પણ મૂર્ધન્યસ્થાને બિરાજે છે તેમની અમર કૃતિ - ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'. તેઓશ્રીના અધ્યાત્મરસપરિણત હૃદયમાંથી અનુભવોલ્ગારરૂપે પ્રગટેલ આ શુદ્ધ ચૈતન્યરસની અમૃતસરિતાનું અવતરણ શ્રી નડિયાદ ક્ષેત્રે વિ.સં. ૧૯૫રની આસો વદ એકમના દિવસે થયું હતું. સકળ મોક્ષમાર્ગનું માત્ર ૧૪૨ ગાથાઓમાં નિદર્શન કરાવનારું આ શાસ્ત્ર ષડ્રદર્શનનો સાર છે. દ્રવ્યાનુયોગનો નિષ્કર્ષ છે, સમસ્ત તત્ત્વજ્ઞાનનો નિચોડ છે. પરમ ગહન તત્ત્વજ્ઞાન તેમજ પરમોચ્ચ ગુરુભક્તિનું ઉત્કૃષ્ટ અને સરળતમ નિરૂપણ કરનાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પરિશીલન, અવગાહન, અનુભાવન કરનાર સાધક અવશ્ય સજાગતા સાધી, આત્મધર્મની એકનિષ્ઠ ઉપાસનામાં લાગી, ઇષ્ટ ફળની પ્રાપ્તિ - આત્મસિદ્ધિ કરશે, એવું આ શાસ્ત્રમાં કોઈ પરમ દૈવત રહેલું છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રણીત સસ્પંથને આત્મસાત્ કરી અન્યમાં તેની રુચિ જગાડનાર, પરમકૃપાળુદેવના પરમ ભક્ત તથા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૯). સાધના કેન્દ્રના પ્રણેતા એવમ્ સંસ્થાપક પૂજ્ય શ્રી રાકેશભાઈની સમર્થ નિશ્રામાં આજે અનેક સાધકો અધ્યાત્મરુચિની પુષ્ટિ કરી આત્મવિકાસ સાધી રહ્યા છે. તેમના સંપર્કમાં આવનાર સર્વ કોઈ ઉપર તેમના પ્રતિભાયુક્ત વ્યક્તિત્વનો, તેમની પ્રેમસમૃદ્ધ વર્તનાનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. જૈન અને જૈનેતર, બાળકો, યુવાનો અને વૃદ્ધો - તમામને આ નિઃસ્પૃહ સંત પ્રેમામૃતના બળ વડે શુદ્ધ ધર્મની આરાધનામાં ઉઘુક્ત કરી રહ્યા છે. પોતાના ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેની પ્રગાઢ પ્રેમપ્રચુરતા વડે સંતપદ પામનાર આ ભક્તવત્સલ પ્રેમના પ્રબળ આંદોલનો સર્વત્ર રેલાવતા જાય છે, મહામેઘની માફક અલૌકિક પ્રેમની અનરાધાર વર્ષા વરસાવીને અનેક તૃષાવંત જીવોની તૃષા છિપાવતા જાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચનકાર્યમાં અત્યંત વ્યસ્ત રહેતા હોવા છતાં તેમણે સંઘહિતનાં વિવિધ કાર્યો પ્રતિ ક્યારે પણ ઉપેક્ષા સેવી નથી તેમજ સાધના સંબંધી માર્ગદર્શનને હંમેશાં અગ્રિમતા આપી છે. આ જ તેમની કરુણાશીલતા અને તેમનો શાસનપ્રેમ સૂચવે છે. પરમકૃપાળુદેવના પરમ ભક્ત પૂજ્ય શ્રી રાકેશભાઈ ઉપર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અનેરો પ્રભાવ હોવાથી તેઓશ્રીએ એનું વિવેચનકાર્ય હાથ ધર્યું. એક અધ્યાત્મયુગપ્રવર્તક જ્ઞાનાવતારનાં વચનોની સમજણ એક અનુભવી સંત દ્વારા પ્રાપ્ત થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભાષા સરળ હોવા છતાં તેના ભાવો અતિશય ગંભીર છે. વીતરાગપથના પ્રદર્શક પૂજ્ય શ્રી રાકેશભાઈએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચન દ્વારા એની પ્રત્યેક ગાથાના પડેપડ ખોલીને એમાં રહેલાં સૂક્ષ્મ ગૂઢ રહસ્યોને સુપેરે વ્યક્ત કર્યા છે. પ્રસ્તુત વિવેચનમાં અધ્યાત્મપથના અભ્યાસીને જોઈતી સર્વ સામગ્રી, સાધના સંબંધી અનેક ઉપયોગી મુદ્દાઓના ખુલાસા ઉચિતપણે સમાવેશ પામ્યાં છે. જાણે અધ્યાત્મનો encyclopaedia જ જોઈ લો! સરળ સહજ ભાષા, સચોટ હૃદયંગમ શૈલી, એકતાર ગુરુભક્તિની કલમ અને સુદઢ આત્મસાધનાની શાહીથી આલેખાયેલ અને ખાસ તો પરમકૃપાળુદેવના પરમ અનુગ્રહથી સર્જાયેલ આ અનુપમેય વિવેચનગ્રંથના પ્રત્યેક પૃષ્ઠનું અનુશીલન આત્માર્થીના અંતરમાં આત્મગુણોની અવિનાશી માળા ગૂંથશે. એ માત્ર વિવેચનગ્રંથ નથી પણ વિવેચનકારના ભક્તિમય પ્રાણથી સિંચિત થયેલું વામય તીર્થ છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ અપૂર્વ આત્મસાધનનું ભાવભાસન સરળ બનાવનાર વિવેચન જો ગ્રંથરૂપે પ્રકાશિત થાય તો મુમુક્ષુ સમાજને ઘણા લાભનું કારણ થાય - આત્મપિપાસુ જીવ એ દ્વારા મૂળ શાસ્ત્રનો ગહન મર્મ પામી આત્મસિદ્ધિની રુચિ જગાડે, દઢ કરે અને સાચી આધ્યાત્મિક દિશામાં પ્રગતિ કરે - એ ભાવનાવશ અમે પૂજ્યશ્રીને તદર્થે અનુમતિ આપવાની વિનંતી કરી. અમારી પ્રાર્થનાનો સ્વીકાર ખચકાટ સહિત Page #41 -------------------------------------------------------------------------- ________________ (૪૦) કરતાં આ માર્દવમૂર્તિએ કહ્યું, ‘આવા ગહન આશયયુક્ત શાસ્ત્રનું સંપૂર્ણ વિવેચન કરવાની ક્ષમતા મારામાં ક્યાંથી? આ તો ઘૂઘવતા સમંદરનું સંગીત સાંભળવા માટે છીપને કાને ધરવા જેવી ચેષ્ટા છે! હું તો માત્ર પીપળાનું એક પાંદડું દેખાડીને પીપળાનો સંકેત આપી શકું.....' અને અમે ગ્રંથપ્રકાશનની તૈયારીમાં લાગી ગયા. પરમકૃપાળુદેવની સમાધિશતાબ્દીના પુષ્પવર્ષમાં બે મહતું કાર્ય કરવાની અમારી અભિલાષા હતી - શ્રી ધરમપુર તીર્થક્ષેત્રે પરમકૃપાળુદેવના કલ્યાણકારી નામે આશ્રમની શરૂઆત તથા આ જ્ઞાનપ્રકાશમય ગ્રંથનું પ્રાગટ્ય. શ્રી મહાવીર જયંતીના મંગળ દિવસે એ બન્ને ભાવના એકસાથે પૂર્ણ થઈ રહી છે, એથી અંતરમાં અતીવ પ્રસન્નતા એવમ્ ધન્યતા અનુભવાય છે. પરમકૃપાળુદેવની પરમ પ્રેરક અને પવિત્ર સ્મૃતિને આવા અજોડ સાહિત્ય-સુમનનું તેમજ અમારા જીવન-ઉપવનનું અર્થ અર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થવો એ જીવનનું મોટું સદ્ભાગ્ય છે. ગ્રંથનિર્માણનું આ વિશાળ કાર્ય અનેક વ્યક્તિઓનાં સ્નેહ, સદ્ભાવ, કુશળતા, ભક્તિ અને સહયોગના કારણે સંપન્ન થઈ શક્યું છે. તેથી આ અવસરે એ સર્વનો આભાર માનીએ છીએ – ગ્રંથનિર્માણના ભગીરથ કાર્યમાં પ્રેમપરિશ્રમ લઈ નિઃસ્પૃહભાવે યોગદાન આપનાર આદરણીય વિદ્વદ્વર્ય ડૉ. શ્રી રમણભાઈ શાહને અભ્યાસના આરંભથી ગ્રંથની પ્રસિદ્ધિ પર્યત વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન તેમજ સોનેરી સલાહ-સૂચનો માટે; શ્રીમતી સ્મિતાબેન કોઠારીને હસ્તપ્રતસંશુદ્ધિ તથા કયૂટરકાર્યની બહુમૂલ્ય સેવા માટે; શ્રી અપૂર્વ કોઠારીને સંશોધનકાર્ય તથા ગ્રંથનિર્માણનાં અનેકવિધ કાર્યોમાં આપેલ સતત સહાય માટે; ડૉ. અતુલભાઈ શાહને શુદ્ધિકરણ, પરિશિષ્ટ વગેરે પ્રકીર્ણ કાર્યોમાં આપેલ સેવા માટે; કુમારી રીમા પરીખને કયૂટરના ટાઈપિંગની તથા અવતરણોની પ્રુફ સુધારણા માટે; શ્રી દિનકરભાઈ કોઠારી, શ્રી અતુલભાઈ કોઠારી, શ્રીમતી લીનાબેન ગાલા તથા શ્રીમતી નલિનીબેન ગડાને ગ્રંથપ્રકાશન અંગેની પ્રકીર્ણ કામગીરીમાં મદદરૂપ થવા માટે; મુદ્રણ સમિતિના સભ્યો શ્રી મનોજભાઈ શાહ, શ્રી પ્રમેશભાઈ શાહ, શ્રી રાહુલ ઝવેરી, શ્રી શ્રેયાંસ શાહ, શ્રી ભાવિન રૂપાણીને ગ્રંથને સુંદર, સુઘડ, સુશોભિત સ્વરૂપ આપવા માટે; ગ્રંથપ્રકાશનમાં ઉદારતાથી આર્થિક સહયોગ આપનારાઓને - ગ્રંથ પડતર કિંમત કરતાં ઘણા ઓછા મૂલ્ય પ્રસ્તુતિ પામી શક્યો તે માટે તથા અન્ય અનેક નામી-અનામી મુમુક્ષુ ભાઈ-બહેનોને શ્રુતવત્સલતા તથા ગુરુભક્તિનાં ઉજ્વળ પરિણામો બદલ અંતઃકરણનાં અભિનંદન પાઠવીએ છીએ. - આત્મસિદ્ધિનો સન્માર્ગ પ્રકાશનાર આ ગ્રંથનું ઊંડું સ્વલક્ષી અધ્યયન કરવાથી ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન'ની રુચિ, ‘સત્ય પુરુષાર્થ'ની વૃદ્ધિ અને નિજ સ્વભાવનો Page #42 -------------------------------------------------------------------------- ________________ (૪૧) અનુભવ' થશે એવી પ્રતીતિ છે. જ્ઞાની મહાત્માઓની અનુભવમૂલક આર્ષ વાણીના સાતિશય પ્રભાવથી સર્વ આત્માર્થી જીવો આત્મસિદ્ધિ લહી કૃતકૃત્ય થાઓ, એ જ ભાવના. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' મહા વદ ૧૩, વિ.સં. ૨૦૫૭. તા. ૨૧/૨/૨૦૦૧ મુંબઈ વિનીત, ટ્રસ્ટીગણ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, મુંબઈ Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪૩) ગ્રંથમાં સમાવિષ્ટ વિષયો ખંડ - ૧ : ગ્રંથપરિચય પ્રકરણ - ૧ ગ્રંથસર્જન પ્રકરણ - ૨ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ખંડ - ૨ : “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના પ્રકરણ - ૧ ઉપોદઘાત..... ......... (ગાથા ૧- ૨૩) પ્રકરણ - ૨ મતાર્થીલક્ષણ ... .... (ગાથા ૨૪- ૩૩) પ્રકરણ - ૩ આત્માર્થીલક્ષણ. ..... (ગાથા ૩૪- ૪૨) પ્રકરણ - ૪ ષપદનામકથન. ......... . (ગાથા ૪૩- ૪૪) પ્રકરણ - ૫ પ્રથમ પદ - ‘આત્મા છે' ............. (ગાથા ૪૫- ૫૮) પ્રકરણ - ૬ દ્વિતીય પદ - ‘આત્મા નિત્ય છે ................. (ગાથા ૫૯- ૭૦) પ્રકરણ - ૭ તૃતીય પદ - ‘આત્મા કર્મનો કર્તા છે.............. (ગાથા ૭૧- ૭૮) પ્રકરણ - ૮ ચતુર્થ પદ - ‘આત્મા કર્મનો ભોક્તા છે........ (ગાથા ૭૯- ૮૬) પ્રકરણ - ૯ પંચમ પદ - “મોક્ષ છે' ......... ........ (ગાથા ૮૭- ૯૧) પ્રકરણ -૧૦ પપ્પમ પદ - “મોક્ષનો ઉપાય છે ... ...... (ગાથા ૯૨-૧૧૮) પ્રકરણ -૧૧ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન........ ....... (ગાથા ૧૧૯-૧૨૭) પ્રકરણ -૧૨ ઉપસંહાર....................... ......... (ગાથા ૧૨૮-૧૪૨) ખંડ - ૩ : “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - એક મૂલ્યાંકન પ્રકરણ - ૧ સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન પ્રકરણ - ૨ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ખંડ - ૪ : પરિશિષ્ટ પરિશિષ્ટ-૧ પડ્રદર્શનપરિચય પરિશિષ્ટ-૨ સંદર્ભગ્રંથસૂચિ પરિશિષ્ટ-૩ વિષયસૂચિ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ ખંડ-૧ (પ્રકરણ ૧-૨), ખંડ-૨ (પ્રકરણ ૧-૩) ખંડ-૨ (પ્રકરણ ૪-૮) ખંડ-૨ (પ્રકરણ ૯-૧૧) ખંડ-૨ (પ્રકરણ ૧૨), ખંડ-૩ (પ્રકરણ ૧-૨), ખંડ-૪ (પરિશિષ્ટ ૧-૩) Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ખંડ - ૧ : શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ભૂમિકા પ્રકરણ-૧ ગ્રંથસર્જન.. ગ્રંથશીર્ષકની સાર્થકતા ગ્રંથસર્જનનું નિમિત્ત ગ્રંથરચનાનો પ્રસંગ ગ્રંથવિષય ગ્રંથશૈલી - ગ્રંથનો અધિકારી વર્ગ ગ્રંથનો અધિકારી વર્ગ ઉપર પડેલો પ્રભાવ પ્રકરણ-૨ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ગ્રંથનાં વિવેચન અનુક્રમણિકા સમાપન... (I) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં સ્વતંત્ર પુસ્તક (II) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં પ્રકરણ ઇત્યાદિ ગ્રંથનાં ભાષાંતર (I) સંસ્કૃત અનુવાદ (II) હિંદી અનુવાદ (III) મરાઠી અનુવાદ (IV) બંગાળી અનુવાદ (V) (VI) કન્નડ અનુવાદ અંગ્રેજી અનુવાદ ભૂમિકા પ્રકરણ-૧ ઉપોદ્ઘાત ગાથા ગાથા ગ્રંથપરિચય ખંડ ૨ : ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - ૧ જે સ્વરૂપ સમજ્યા વિના ૨ વર્તમાન આ કાળમાં . ૩ ૯ ૧૧ ૧૩ ૧૬ ૧૮ ૨૧ ૨૬ ૨૯ ૩૫ ૩૭ ૪૧ ૫૪ ૬૩ ૬૫ ૬૬ ૬૮ ૭૦ ૭૧ ૭૨ ૭૯ ૮૩ ૯૧ ૯૩ ૧૨૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ ...... .............. (૪૫) ગાથા - ૩ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા .... ........ ૧૩૩ ગાથા – ૪ બાહ્ય ક્રિયામાં રાચતા .. ૧૪૫ ગાથા - ૫ બંધ મોક્ષ છે કલ્પના ૧પ૯ ગાથા – ૬ વૈરાગ્યાદિ સફળ તો ૧૭૩ ગાથા - ૭ ત્યાગ વિરાગ ન ચિત્તમાં ૧૮૯ ગાથા - ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ............................... ૨૦પ ગાથા - ૯ સેવે સદ્ગુરુચરણને ...................................... ૨૧૯ ગાથા - ૧૦ આત્મજ્ઞાન સમદર્શિતા......................................... ૨૩૯ ગાથા - ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં ............... .... ૨૬૫ ગાથા - ૧૨ સદ્ગુરુના ઉપદેશ વણ ...... ૨૮૧ ગાથા - ૧૩ આત્માદિ અસ્તિત્વનાં ...... ૨૯૩ ગાથા - ૧૪ અથવા સદ્ગુરુએ કહ્યાં ................ ૩૦૭ ગાથા - ૧૫ રોકે જીવ સ્વછંદ તો ............... ................ ૩૧૯ ગાથા - ૧૬ પ્રત્યક્ષ સગુરુ યોગથી ......... ...... ૩૩૧ ગાથા - ૧૭ સ્વચ્છંદ, મત આગ્રહ તજી . ............ ........ ૩૪૭ ગાથા - ૧૮ માનાદિક શત્રુ મહા ........ ......... ૩૬૧ ગાથા - ૧૯ જે સદ્ગુરુ ઉપદેશથી . ૩૭૫ ગાથા - ૨૦ એવો માર્ગ વિનય તણો . ૩૮૯ ગાથા - ૨૧ અસગુરુ એ વિનયનો ... ૪૦૩ ગાથા - ૨૨ હોય મુમુક્ષુ જીવ તે ....... ........ ૪૧૭ ગાથા - ૨૩ હોય મતાર્થી તેહને ........ ૪૩૫ પ્રકરણ-૨ મતાથલક્ષણ .............. ........ ૪૪૭ ગાથા - ૨૪ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ ................ ....... ૪૪૯ ગાથા - ૨૫ જિનદેહ પ્રમાણ ને......... ........૪૬૯ ગાથા - ૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં ................... ગાથા - ૨૭ દેવાદિ ગતિ ભંગમાં ................ .......... ૫૦૩ ગાથા - ૨૮ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું .. ........ ૫૧૯ ગાથા - ૨૯ અથવા નિશ્ચય નય રહે ૫૩૩ ગાથા - ૩૦ જ્ઞાનદશા પામે નહીં . પપ૧ ગાથા - ૩૧ એ પણ જીવ મતાર્થમાં ......... પ૬૭ ગાથા - ૩૨ નહિ કષાય ઉપશાંતતા ૫૭૭ ગાથા - ૩૩ લક્ષણ કહ્યાં મતાર્થીનાં ...... ............. ૫૯૫ ..... ૪૯૧ ....... Page #47 -------------------------------------------------------------------------- ________________ (૪૬) પ્રકરણ-૩ આત્માર્થીલક્ષણ .... ૬૦૭ ગાથા - ૩૪ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું ૬િ૦૯ ગાથા - ૩૫ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો ..........૬૨૭ ગાથા - ૩૬ એક હોય ત્રણ કાળમાં ............................................૬૪૩ ગાથા - ૩૭ એમ વિચારી અંતરે.... ..........૬૫૫ ગાથા - ૩૮ કષાયની ઉપશાંતતા ...........................................૬૭૧ ગાથા - ૩૯ દશા ન એવી જ્યાં સુધી ............. ગાથા - ૪૦ આવે જ્યાં એવી દશા ..... ગાથા - ૪૧ જ્યાં પ્રગટે સુવિચારણા ......... .......... ૭૧૭ ગાથા - ૪૨ ઊપજે તે સુવિચારણા ............. ......... ૭૩૧ ................ ..૬૯૧ ................. ૭૦૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - ગ્રંથપરિચય Page #49 -------------------------------------------------------------------------- ________________ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા અનાદિ કાળથી જીવ આ જગતમાં ચતુર્ગતિપરિભ્રમણ કરી રહ્યો છે, જે દરમ્યાન જન્મ-મરણના મહાદુઃખદાયી પથ ઉપર તે અનંત નિષ્ફળ ફેરા ફરતો રહ્યો છે; પરંતુ જ્યારે એ નિષ્ફળતાથી ત્રાસી તે જાગૃત થાય છે, ત્યારે એકાદ જન્મારો તે એવો જીવી જાય છે કે તેનો જન્મ સાર્થક થઈ જાય છે, તેનું પરિભ્રમણ સાંત થાય છે અને ત્યારે તેનું જીવન અન્યને માટે પણ દીવાદાંડીરૂપ બને છે. સ્વપકલ્યાણશિલ્પના આવા અનેરા ઘડવૈયાઓમાં - પરમ મંગળકારી વિરલ દિવ્યાત્માઓમાં સમર્થ જ્ઞાનાવતાર અને અધ્યાત્મયુગસષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્થાન વિશિષ્ટ ગરિમાયુક્ત અને ચિરંતન છે. રાગ-દ્વેષ-અજ્ઞાનજનિત સંસારતાપગ્નિને નિવારી; અત્યંત શાંત, શીતળ, સ્વરૂપસ્થ દશાને પામી, શ્રીમદ્ રાજચંદ્રજી પોતાનું તો સર્વોત્કૃષ્ટ શ્રેય સાધી જ ગયા છે, સાથે સાથે આગામી કાળના સર્વ સંસાધકોને માર્ગદર્શક રૂપ નીવડે એવું તત્ત્વલક્ષી અને સાધનાપ્રધાન સાહિત્ય પણ નિષ્કારણ કરૂણાશીલતાથી બક્ષી ગયા છે, જે તેમનો સાંપ્રત મુમુક્ષુસમાજ ઉપર અપરિમિત ઉપકાર છે. શ્રીમદ્ અત્યારે દેહધારી સ્વરૂપે નથી, છતાં પણ તેમનો અમૂલ્ય અક્ષરદેહ કલ્યાણાભિલાષી ભવ્ય જીવોને નિરંતર જ્ઞાનપ્રકાશ આપતો રહે છે. તેમના સર્વોત્તમ સાહિત્યનો આધાર આવા દુષમ કાળમાં આત્મહિતવાંછુ મુમુક્ષુને માટે પરમ આશીર્વાદરૂપ છે. શ્રીમનું જીવન અધ્યાત્મની અખંડ સાધનારૂપ હતું. તેમનું વ્યક્તિત્વ અપૂર્વ આત્મપરાક્રમના દર્પણરૂપ હતું. તેમની વિલક્ષણ અત્યંતર દશાનો નિચોડ તેમનાં પ્રેરક લખાણોમાં મૂર્તસ્વરૂપ પામ્યો છે. તેમનો જીવનસંદેશ જીવનમાં ઉતારવા, તેમના અંતરઆશયને સમ્યકપણે સમજવા તથા તેમની તીવ્ર જ્ઞાનમય આત્મદશાને ઓળખવા માટે તેમના આ અપ્રતિમ સાહિત્યનો યથાર્થ અભ્યાસ અવશ્ય કરવા યોગ્ય છે. શ્રીમદ્ભા લખાણમાં એક એવું પરમ દૈવત રહેલું છે કે જે સતુજિજ્ઞાસુઓને સ્વસ્વરૂપની સન્મુખ થવામાં અત્યંત સહાયકારી નીવડે છે. તેમના પ્રત્યેક વાક્ય, પ્રત્યેક શબ્દ અધ્યાત્મના રંગથી રંગાયેલાં જોવા મળે છે. શ્રીમદ્રનાં સર્વ લખાણોનું સંગૃહીત રૂપ - શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ સાધંત વાંચી જનાર ઉપર પહેલી છાપ તો તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. પુષ્પમાળા'થી માંડીને અંતિમ સંદેશ' સુધીનું કોઈ પણ લખાણ જોતાં જણાય છે કે તેમણે અધ્યાત્મ સિવાય બીજી કોઈ વાત કરી નથી. તેમનાં બધાં જ લખાણોમાં આત્મા જ કેન્દ્રસ્થાને રહ્યો છે. તેમનું સમસ્ત સાહિત્ય આત્માર્થ Page #51 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોષક છે, તેમની સર્વ રચના અર્થગંભીર છે. તેમની પદ્યકૃતિઓ માત્ર શબ્દસામર્થ્ય અને કવિત્વશક્તિના સંયોજનની નીપજ નથી, પરંતુ શુદ્ધ આત્માના અનુભવોલ્લાસથી પ્રેરાયેલી અંતરવાયા છે. શ્રીમન્નાં વચનામૃતો સાધકને આત્મવિકાસની ઘણી જ ઊંચી ભૂમિકા પર્યત લઈ જવામાં સક્ષમ છે એમ ભાસ્યા વિના રહેતું નથી. શ્રીમદ્ રાજચંદ્રજીના અક્ષરદેહની કીર્તિસુવાસ આજે સર્વત્ર પ્રસરતી જાય છે. વિશ્વની આ અલૌકિક વિરલ વીતરાગવિભૂતિનાં વિશિષ્ટ સદ્ગુણો તથા લોકોત્તર વિશેષતાઓથી આકર્ષાઈ, તેમનાં અદ્દભૂત વચનોથી મુગ્ધ બની આજે અનેક અધ્યાત્મરસિક જિજ્ઞાસઓ તેમના સાહિત્યનાં અભ્યાસ, વાંચન, મનન, પરિશીલન આદિથી સ્વપશ્રેય સાધવા માટે ઉત્સુક બન્યા છે; અને તેની વિચારણામાં નિમગ્ન રહી, સ્વરૂપસિદ્ધિ સાધવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. આ વચનામૃતોનો વિપુલ વારસો અનેક જીવોને આત્મજાગૃતિ તથા આત્મકલ્યાણ સાધવામાં અત્યંત ઉપકારક બન્યો છે, બની રહ્યો છે અને બનશે. શ્રીમનું સમસ્ત સાહિત્ય આત્માર્થી જીવોને સ્વ-અન્વેષણ અને સ્વનિરીક્ષણ માટે અતિશય લાભદાયક છે; અને તેમાં પણ તેમના સાહિત્યની સૌથી મહત્ત્વની કતિ. ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેમણે લખેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', પરમ કલ્યાણકારી છે. શ્રીમદ્રની સર્વ આત્મોપકારી કૃતિઓમાં તેમની આ પદ્યકૃતિ મૂર્ધન્યસ્થાને બિરાજે છે. આત્માના વિષયમાં મહાગીતાસમું અને આત્મોપનિષદરૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રીમદ્દના સાહિત્યમાં મુગટમણિ સમાન છે. શ્રીમદ્દી ઉચ્ચ આત્મદશા અને પ્રબળ સર્જનશક્તિનો પુરાવો આપતી તથા શાસ્ત્રીય વિષય ઉપર સુવ્યવસ્થિત રીતે લખાયેલી આ ઉત્તમોત્તમ કૃતિ તેમના સમગ્ર સાહિત્યમાં અનોખી ભાત પાડે છે. અજ્ઞાની જીવો પોતામાં અવસ્થિત શુદ્ધાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ જાગૃત કરી શકે અને તેની સાથે એકરસ થઈ શકે તે અર્થે તેમણે અતિ સરળ અને પ્રૌઢ માતૃભાષામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ને અલંકૃત કરી અજોડ બનાવ્યું છે. શ્રી મુકુલભાઈ કલાર્થી લખે છે – ‘તત્ત્વજ્ઞાનના મહાન પ્રશ્નોને આવી સરળ ભાષામાં વ્યક્ત કરવા એ ખરેખર મહાપ્રજ્ઞાવંતનું કાર્ય છે. શ્રીમનાં બીજાં બધાં લખાણો કરતાં “આત્મસિદ્ધિશાસ્ત્ર'ની રચના જુદી જ તરી આવે છે. ટૂંકા સરળ શબ્દો સહિત, નય કે ન્યાયનાં અટપટાં અનુમાનો કે ખંડનમંડનની ક્લિષ્ટતારહિત, સૌ કોઈ મુમુક્ષુ જીવને ભોગ્ય, શ્રેયસ્કર સામગ્રીથી સમૃદ્ધ એવો આ ગ્રંથ શ્રીમદ્ગી આત્મોન્નતિકર સાધનાના પરિપાકસમો છે.” ગૃહસ્થધર્મ સ્વીકાર્યા પછી, એટલે કે વીસ વર્ષની ઉંમર પછીનાં દસ વર્ષના ગાળામાં શ્રીમનું આંતર જીવન ઉત્તરોત્તર વિકાસ પામતું જતું હતું. પેઢી ઉપર ઝવેરાતનો ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી, શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના', પૃ.૧૯૧-૧૯૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચય - ભૂમિકા વેપાર કરતાં કરતાં પણ તેઓ પોતાની જ્ઞાનવૃદ્ધિ કરતા જતા હતા. ક્યારેક બધું છોડી એકાંત સ્થળોમાં, વનોમાં, પહાડોમાં તેઓ એકલા ચાલ્યા જતા હતા અને ખાસ સૂચના આપતા કે જ્યાં સુધી તેઓ જણાવે નહીં ત્યાં સુધી તેમની સાથે કોઈએ પત્રવ્યવહાર પણ કરવો નહીં. ચરોતર, ઇડર વગેરે પ્રદેશોમાં પોતાને કોઈ ઓળખી ન જાય એ રીતે ગુપ્ત રહી તેઓ આત્મસાધના કરતા. એકાંતચર્યા વખતે ઘણી વાર ચિંતનમાં કે ધ્યાનમાં તેઓ એવા લીન થઈ જતા કે દેહનું પણ ભાન રહેતું નહીં. આમ, અત્યંત તીવ્ર, સતત અને અથાક નિજપુરુષાર્થથી શ્રીમદે સહજ વીતરાગપરિણતિ પ્રગટાવી હતી. તેમનું આધ્યાત્મિક જીવન એટલી હદ સુધીની ઊંચાઈ આંબી ગયું હતું કે વિ.સં. ૧૯૫રના ચૈિત્ર સુદ ૧૩(મહાવીર જયંતી)ના દિવસે પોતાની સ્વરૂપદૃષ્ટિની મસ્તી દર્શાવતાં શ્રીમદ્ લખે છે – “જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? હે કૃપાળ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.” આમ, નિજસ્વરૂપમાં રમણતા દ્વારા મોક્ષપ્રાપ્તિના વિકલ્પો પણ નિવૃત્ત થઈ જાય અને કૃતકૃત્ય એવા આત્મસ્વરૂપમાં અભેદ થઈ જવાય એવી ઉત્કૃષ્ટ આત્મદશા પામીને શ્રીમદ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે અને તેથી તેઓશ્રીના સર્વ અનુભવોનો સાર સ્વાભાવિકપણે તેમાં સમાવિષ્ટ થવા પામ્યો છે. ઉપર નિર્દિષ્ટ પત્રનો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાથેનો સંબંધ જણાવતાં બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – આ પત્ર ચૈત્ર મહિને લખ્યો, પછી આસો મહિને આત્મસિદ્ધિ લખી છે. કેવી દશા પામીને આત્મસિદ્ધિ લખી છે તે આ પત્ર પરથી જણાય છે. અખંડસ્વરૂપમાં રમણતા એટલી બધી થયા પછી આત્મસિદ્ધિ લખી છે. એથી એમાં મહાવીરનાં જ વચન છે. સહજસ્વભાવે આત્મસિદ્ધિમાં કહેલું છે. ઠેઠ સુધી કામ આવે એવી છે. બધાથી મુકાવી આત્મા પર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. આ પત્ર સાથે આત્મસિદ્ધિને સંબંધ છે.’૨ પરમાત્મસ્વરૂપમાં અભેદતા પ્રાપ્ત કરી શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીનું સર્જન કર્યું હોવાથી આ શાસ્ત્ર પરમ આત્માનુભૂતિદશાસંપન્ન શ્રીમન્ના દિવ્ય આત્માનું તાદશ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૯ (પત્રાંક-૬૮૦) ર- ‘બોધામૃત' , ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ. ૨૯૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રતિબિંબ પાડે છે. શ્રીમદ્ આત્મસિદ્ધિ પામેલા પુરુષ હોવાથી તેમની આ અનુપમ કૃતિના અક્ષરે અક્ષરે તેમના અનુભવની છાપ પ્રગટ અનુભવાય છે અને તેથી જ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' કોઈ પણ સાચા મુમુક્ષુને આત્માની સાક્ષાત્ સિદ્ધિ પમાડવા પૂર્ણપણે સમર્થ છે. શ્રીમદ્ન્ને સ્વરૂપસમાધિનો આનંદ જેટલો સહજ હતો, તેટલો જ કરુણાનો ઉદ્રક પણ સહજ હતો. આત્મકલ્યાણને ઝંખતા હોવા છતાં, મિથ્યાગ્રહોમાં અટવાઈ ભવભ્રમણ કરતા અજ્ઞાની જીવો પ્રત્યે તેમના અંતરમાં અસ્મલિત કરુણાનો ઝરો નિરંતર વહેતો હતો. આત્મવિશુદ્ધિ અર્થે ઉપદિષ્ટ શાશ્વત વીતરાગ સન્માર્ગને અનેક ગચ્છ-મતાદિમાં - એકાંતિક મતિકલ્પનાથી ઊપજેલા વિવિધ મિથ્યા માર્ગોમાં છિન્નભિન્ન થયેલો જોઈ નિષ્કારણ કરુણાસાગર એવા શ્રીમદ્ હૃદય દ્રવી ઊઠતું. ચૈત્ર સુદ ૧૩ ના પૂર્વનિર્દિષ્ટ પત્રમાં શ્રીમદ્ આગળ પ્રકાશે છે કે – કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.' મોક્ષમાર્ગને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવોને જોઈ, વિ.સં. ૧૯૫૨ના આસો સુદ ૧ ના દિવસે, એટલે કે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાથી ૧૫ દિવસ પહેલાં, આણંદમાં ‘મૂળ માર્ગ રહસ્ય' નામનું કાવ્ય શ્રીમદે રચ્યું હતું. “સગર્શન-જ્ઞાનવારિત્રાઉન મોક્ષમઃ '૨ એ સૂત્ર અનુસાર મોક્ષમાર્ગનું સફળ રહસ્ય તેઓશ્રીએ આ કાવ્યમાં સંક્ષેપમાં દર્શાવ્યું છે. ૨૨ પંક્તિનું આ કાવ્ય “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પૂર્વ ભૂમિકારૂપે ગણી શકાય. “મૂળ માર્ગ રહસ્ય'ની આ કાવ્યકૃતિમાં દર્શાવ્યું છે કે દેહાદિથી ભિન્ન, ઉપયોગી અને સદા અવિનાશી આત્મા પોતાની મેળે સમજાતો નથી; તે સ્વચ્છેદ અને પ્રતિબંધ છોડીને શ્રીગુરુનો ઉપદેશ યથાર્થપણે અવધારવો જોઈએ. પાત્રતા કઈ રીતે પ્રગટાવવી અને આત્મસ્વરૂપનો - જિનમાર્ગનો તાગ કેવી રીતે પામવો, તેની વિગતવાર સમજણ આ કૃતિમાં આપી શકાઈ નથી. તેથી “મૂળ માર્ગ રહસ્ય' ની રચનાથી શ્રીમના આત્માને સંતોષ ન થતાં, તેમણે આત્મભાવના પરમ ઉલ્લાસથી આધ્યાત્મિક વાભયમાં યુગપ્રવર્તક એવા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું હૃદયંગમ સર્જન કર્યું, જે તેમના સાહિત્યને સર્વોત્કૃષ્ટ કીર્તિ અપાવતાં સર્વોચ્ચ કળશ સમાન ઝળહળી રહેલ છે. શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે – ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૯ (પત્રાંક-૬૮૦) ૨- આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચય - ભૂમિકા .... અતિ ઉન્નત હિમગિરિ સદશ શાંત શીતળ ઉજ્વળ આત્મદશામાં નિમગ્ન આ કારમૂર્તિ મહાત્માએ “આત્મસિદ્ધિ' શાસ્ત્ર ચાલુ કલમની એક જ ધારાએ દોઢેક કલાકમાં લખીને સંસારતાપથી તપેલા મોક્ષાર્થીઓને શાંત શીતળ સ્વાત્મસ્થ કરવા માટે દિવ્ય જ્ઞાનગંગાનો પવિત્ર પ્રવાહ આ અવનિ ઉપર અવતાર્યો; અને તેમાં મોક્ષમાર્ગ સ્પષ્ટ અને સુગમ રીતે સરળ ભાષામાં ૧૪૨ દોહરામાં દર્શાવ્યો; જે આ કાળમાં તqસાધકોને અપૂર્વ અમૂલ્ય અનુપમ આત્મશ્રેયસ્કર ભેટરૂપે પ્રાપ્ત થયો; તેમ જ જેમાં નિત્ય પ્રત્યે નિયમિત અવગાહન કરીને હજારો આત્માર્થીઓ આજે આત્મસાધનામાં અપૂર્વ શાંતિ અને આનંદનો આસ્વાદ લઈ રહ્યા છે.” આ પ્રકરણમાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સંબંધી અનેક વિગતોનું અવલોકન કરીશું, જેમ કે ગ્રંથશીર્ષકની સાર્થકતા, તેની રચનાનું નિમિત્ત, સર્જનસ્થળ અને પ્રસંગ, અધિકારી વર્ગ અને તેના ઉપર પડેલો પ્રભાવ, વસ્તુનિરૂપણ શૈલી, વસ્તુવિષય, ગ્રંથપ્રસિદ્ધિ, તેનાં વિવેચન અને ભાષાંતર. ૧- શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંક', ૫.૮૮, શ્રી રાવજીભાઈ દેસાઈનો લેખ Page #55 -------------------------------------------------------------------------- ________________ Page #56 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ પ્રકરણ - ૧ ગ્રંથસર્જન Page #57 -------------------------------------------------------------------------- ________________ Page #58 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ગ્રંથશીર્ષકની સાર્થકતા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નામથી પ્રખ્યાતિ પામેલી શ્રીમદ્રની આ પરમાર્થગંભીર પદ્યરચના અદ્ભુત તત્ત્વકળાથી ગૂંથાયેલી છે. સેંકડો પંડિતો સાથે મળીને ગમે તેટલું મથે તોપણ પોતાની રચેલી તર્કપ્રધાન કૃતિઓ દ્વારા જે તત્ત્વનિષ્કર્ષ ન આણી શકે, તેના કરતાં પણ ઊંચો તત્ત્વનિષ્કર્ષ માત્ર ૧૪૨ ગાથાના આ શાસ્ત્રમાં સચોટપણે તેમજ સરળ ભાષામાં પ્રકાશિત થવા પામ્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની વિશિષ્ટતા એ છે કે તે માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ તેની રચના આત્માનુભવપૂર્વક થઈ છે. પોતે અનુભવેલા અધ્યાત્મને શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં વહેતો મૂક્યો હોય એમ સ્પષ્ટ નિહાળી શકાય છે. પોતપોતાનાં પક્ષની અને મંતવ્યની સિદ્ધિ અર્થે અનેક “સિદ્ધિ ગ્રંથો સેંકડો વર્ષોથી જૈન અને જૈનેતર સંપ્રદાયોમાં લખાતા રહ્યા છે. બ્રહ્મસિદ્ધિ', “અદ્વૈતસિદ્ધિ' આદિ વેદાંતવિષયક ગ્રંથો સુવિદિત છે. નૈષ્કર્મેસિદ્ધિ', “ઈશ્વરસિદ્ધિ' પણ જાણીતા છે. “સર્વાર્થસિદ્ધિ', ‘સર્વજ્ઞસિદ્ધિ' વગેરે ગ્રંથો જૈનપરંપરામાં લખાયેલા છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનો ‘અનેકાંતસિદ્ધિ', આચાર્યશ્રી અકલંકદેવનો ‘સિદ્ધિવિનિશ્ચય', આચાર્યશ્રી શિવસ્વામી રચિત ‘સિદ્ધિવિનિશ્ચય' આદિ ગ્રંથોમાં તેમને પોતાને અભિપ્રેત હોય એવા અનેક વિષયોની સિદ્ધિ દર્શાવવામાં આવી છે. એ જ પ્રમાણે શ્રીમદે પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આત્માનાં અસ્તિત્વાદિ છ પદના નિરૂપણ દ્વારા તર્ક અને યુક્તિના બળે આત્મતત્ત્વની સિદ્ધિ કરી, તેની પ્રાપ્તિનો દિવ્ય માર્ગ અભુત શૈલીથી અનુભવસિદ્ધ કરી પ્રકાશ્યો છે. જે કોઈ સાચો મુમુક્ષુ આ કૃતિનું યથાર્થ ભાવન કરી તથારૂપ પરિણમન કરશે, તે અવશ્ય ૧- શ્રીમદ્ હસ્તલિખિત પ્રતમાં શ્રીમદે આ કૃતિનું શીર્ષક “આત્મસિદ્ધિ આપ્યું હતું. વિ.સં. ૧૯પરના આસો વદ ૧૦ ના રોજ (એટલે કે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પછીના નવમા દિવસે) શ્રી લલ્લુજી મુનિ ઉપરના પત્ર(પત્રાંક-૭૧૯)માં શ્રીમદે આ કૃતિને “આત્મસિદ્ધિશાસ્ત્ર' તરીકે સંબોધી છે. ૨- આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ આત્મસિદ્ધિ' શીર્ષકવાળો એક ગ્રંથ પણ રચ્યો હતો, જેનો ઉલ્લેખ તેમના ‘અનેકાંતજયપતાકા' નામના ગ્રંથના દ્વિતીય ખંડની સ્વપજ્ઞ વ્યાખ્યામાં છે. આ કૃતિ હાલ ઉપલબ્ધ નથી. (જુઓ : પ્રો. હીરાલાલ કાપડિયા, ‘શ્રી હરિભદ્રસૂરિ', પૃ.૮૦-૮૧) ૩- શ્રીમદે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપરાંત ‘પ્રતિમાસિદ્ધિ' ગ્રંથની રચના પણ કરી હતી, જેનો મહદ્ અંશ અપ્રાપ્ય રહ્યો છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મસિદ્ધિ - આત્મપ્રાપ્તિ કરશે. આમ, જેની ગાથાએ ગાથાએ આત્મસિદ્ધિસંપન્ન પુરુષે આત્માની પ્રકૃષ્ટ સિદ્ધિ કરી છે એવા આ શાસ્ત્રના અદ્ભુત ગુણોને પ્રતિબિંબિત કરતું એનું નામ - આત્મસિદ્ધિ' ખરેખર સાર્થક જ છે! ‘શ્રી આત્મસિદ્ધિ ને શાસ્ત્ર તરીકે કેમ સંબોધવામાં આવે છે તે હવે જોઈએ. ‘શાસ્ત્ર' શબ્દ સંસ્કૃતમાં બે રીતે વ્યુત્પન્ન થાય છે – (૧) શાસના શાસ્ત્રમ્ – શાસન કરે તે શાસ્ત્ર. વ્યક્તિને કાં તો કોઈ પ્રવૃત્તિમાં જોડાવાની પ્રેરણા કરે અથવા તો કોઈ ક્રિયાથી અટકવાનું કહે, અર્થાતુ વિધિ-નિષેધ દર્શાવે તે શાસ્ત્ર. (૨) શંસનાત શાસ્ત્રમ્ – શંસન (કથન) કરે તે શાસ્ત્ર. કોઈ અગોચર તત્ત્વનું કથન કરે તે શાસ્ત્ર. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જીવને આત્મહિતમાં જોડાવાની પ્રેરણા કરે છે તથા તેમાં ન્યાયયુક્ત દલીલો દ્વારા આત્માનાં અસ્તિત્વાદિને સિદ્ધ કરી આપ્યાં છે. આમ, બન્ને અર્થમાં શ્રીમની આ કૃતિને શાસ્ત્ર કહેવું યોગ્ય છે. પંડિત સુખલાલજી આ કૃતિના શાસ્ત્ર તરીકેના સંબોધનની સાર્થકતા બતાવતાં કહે છે – એનું શાસ્ત્ર નામ સાર્થક છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પર્વ છે. અવલોકન અને ચિંતન વિશાળ તેમ જ ગંભીર છે. જેને વસ્તુ જાણવી હોય અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કરવો હોય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાક્ય છે. ‘સન્મતિ', “ષદર્શનસમુચ્ચય', યોગબિંદુ', “યોગદષ્ટિસમુચ્ચય', “સમયસાર', “પ્રવચનસાર' આદિ ગ્રંથોનું “આત્મસિદ્ધિ શાસ્ત્ર' તારણ છે; અને છતાંય તેમાં તાત્કાલિક ગચ્છ, પંથ અને એકાંત પ્રવૃત્તિનું સ્વાનુભવસિદ્ધ વર્ણન અને સમાલોચન પણ છે. સર્વસાધારણ માટે તો નહિ, પણ જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે.” શ્રીમની કૃતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી શ્રી મહાવીર પ્રભુપ્રણીત પવિત્ર મોક્ષમાર્ગનું ભાન કરાવનાર, દિશા દેખાડનાર પરમ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર વાંચનારને અનુભવ થાય છે કે તે કોઈ પણ વ્યાવહારિક ધર્મને વળગી રહેતું નથી. આત્મકલ્યાણના માર્ગે ચાલવાની જેની જિજ્ઞાસા છે તેવા મુમુક્ષુઓ માટે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પરમ હિતકારી, અધ્યાત્મવિકાસમાં માર્ગદર્શક, પ્રેરક અને ઉદ્બોધક છે. તેનું અવગાહન કરી, તેમાં ઊંડા ઊતરી, તેને આત્મપરિણત કરવાથી શાંતસુધારસમય શુદ્ધાત્માની અનુભૂતિ અવશ્ય થવા પામે છે. આ અમર કૃતિનું મંગલ પ્રયોજન દર્શાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ કહે છે – ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૧૩ ‘દિવ્ય ચક્ષુના ઉન્મીલનરૂપ આત્મપ્રકાશ રેલાવનાર આ મોક્ષશાસ્ત્ર ફરી ફરી શાંત ચિત્તે વાંચવાથી, તેના પર ગંભીર ભાવે ચિંતન કરવાથી તેમાં રહેલું પરમ રહસ્ય પ્રગટ થાય છે. આત્મસિદ્ધિરૂપ અમૃતતત્ત્વ પમાડવું એ જ આ અમર કૃતિનું પ્રયોજન છે.' શ્રીમદે ઓગણત્રીસ વર્ષની ઉંમરે રચેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાધકને સિદ્ધિ માર્ગે પ્રયાણ કરવામાં પરમ પાથેય અને આત્મપ્રાપ્તિમાં સહાયભૂત થઈ શકે એવું અમોઘ શાસ્ત્ર છે. ગ્રંથસર્જનનું નિમિત્ત શ્રીમદ્ના હદયપ્રતિબિંબરૂપ ઉત્તમોત્તમ પત્રોના ઉદ્દભવ માટેના પ્રબળ નિમિત્ત એવા સૌરાષ્ટ્રના સાયલા ગામના નિવાસી શ્રી સૌભાગ્યભાઈ શ્રીમી આ કીર્તિકળશરૂપ ચિરંજીવ કૃતિના પ્રેરક નિમિત્ત હતા. શ્રીમદે તેમના હૃદયજ્ઞ પરમાર્થ પ્રેમી શ્રી સૌભાગ્યભાઈની વિનંતી સ્વીકારીને સર્વ મુમુક્ષુઓનાં કલ્યાણ અર્થે આ ગ્રંથની રચના કરી હતી. શાસ્ત્રકારે શાસ્ત્રરચના કોઈ અન્ય પાત્રની વિનંતીના ફળરૂપે કરી હોય એવા અનેક પ્રસંગ ભૂતકાળમાં બન્યા છે. ઉદાહરણ તરીકે - ગોમટરાજા(ચામુંડરાય)ના પ્રશ્નથી સિદ્ધાંતચક્રવત શ્રી નેમિચન્દ્રજીએ ‘ગોમ્મદસાર' તથા લબ્ધિસાર'નું નિર્માણ કર્યું હતું. મહાકવિ પુષ્પદંતકૃત અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય “મહાપુરાણ' ભરત નામના મંત્રીના અનુરોધથી રચાવામાં આવ્યું હતું. કુમારપાળ રાજાની વિજ્ઞપ્તિથી કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ ‘વીતરાગસ્તવ' અને યોગશાસ્ત્ર'ની રચના કરી હતી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સૂરજીના પુત્ર શાંતિદાસના હૃદયમાં પ્રમોદભાવ ઉદ્ભવવા અર્થે ‘જ્ઞાનસાર'નો બાલાવબોધ રચ્યો હતો. અમદાવાદના હેમચંદ શેઠના પુત્ર તારાચંદની વિનંતીને માનીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “સમ્યકત્વ જસ્થાન ચઉપઈના બાલાવબોધની રચના કરી હતી. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજના પણ અનેક ગ્રંથો આ પ્રકારની વિનંતીના પરિણામે રચાયા હતા. તેમણે રાધનપુરનિવાસી શ્રદ્ધાવંત શ્રાવક શાંતિદાસની વિજ્ઞપ્તિથી વિચારસાર'ની રચના કરી હતી તેમજ ભણસાલી મીઠુમલ વગેરે શ્રાવકોની વિનંતીથી ‘ધ્યાનદીપિકા ચતુષ્પદી'ની રચના કરી હતી; પોતાના મિત્ર દુર્ગદાસને સમજાવવા તથા અધ્યાત્મપ્રેમી શ્રાવક મીઠુંમલ, ભૈરુંદાસ, ભેઉદાસ, મૂલચંદ આદિની વિનંતીથી ‘દ્રવ્યપ્રકાશ'ની રચના કરી હતી. શ્રીમદે પણ સોળ વર્ષની ઉંમરે, બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ જિજ્ઞાસુ જીવો સરળતાથી સમજે એવો ગ્રંથ લખવાની ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, “આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૨૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન શ્રી પોપટભાઈ દફતરીની વિનંતી સ્વીકારીને મોક્ષમાળા' લખી હતી. તેવી જ રીતે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રી સૌભાગ્યભાઈની વિનંતીથી કરવામાં આવી હતી. હવે આ અનુપમ કૃતિના સર્જનના ઇતિહાસ તરફ વળીએ. વિ.સં. ૧૯૫૧માં સુરતમાં શ્રી લલ્લુજી મુનિ ૧૦-૧૨ માસથી તાવની બીમારીથી રસ્ત હતા. તેમને કોઈ દવાથી ફાયદો ન થયો અને મંદવાડ વધી ગયો. તે અરસામાં સુરતના એક લલ્લુભાઈ ઝવેરી ૧૦-૧૨ માસની માંદગી ભોગવીને મરી ગયા. શ્રી લલ્લુજી મુનિને ચિંતા થવા લાગી કે તેમનો દેહ પણ છૂટી જશે. તેથી તેમણે શ્રીમ ઉપરાઉપરી પત્રો લખીને વિનંતી કરી કે તેમનો દેહ બચે તેમ લાગતું નથી અને સમકિત વિના દેહ છૂટી જશે તો તેમનો મનુષ્યભવ વ્યર્થ જશે. તેમણે શ્રીમને સમકિત આપવાની વિનંતી કરી. શ્રીમદે અનંત કૃપા કરી તે પત્રોના ઉત્તરમાં આત્માનાં છ પદને સમ્યકપણે પ્રરૂપતો અને સમ્યજ્ઞાનના હેતુભૂત ‘છ પદનો પત્ર' (પત્રાંક-૪૯૩) વિ.સં. ૧૯૫૧ના વૈશાખ માસમાં લખ્યો. શ્રીમદ્ સુરત પધાર્યા ત્યારે તેમણે તે પત્રનું વિશેષ વિવેચન કરી શ્રી લલ્લુજી મુનિને તેનો પરમાર્થ સમજાવ્યો અને તે પત્ર મુખપાઠે કરી, તેને વારંવાર વિચારવાની ભલામણ કરી. પ્રકરણગ્રંથમાં ગણના પામે એવા સૂત્રાત્મક શૈલીથી લખાયેલા આ પત્રમાં સદ્ગુરુને નમસ્કાર કરી, સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક એવાં ‘આત્મા છે', “આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્તા છે', ‘આત્મા ભોક્તા છે', “મોક્ષ છે' અને “મોક્ષનો ઉપાય છે' - આ છ પદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માની યથાર્થ ઓળખાણ થાય તથા સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવી અપૂર્વ વાણીમાં આ તત્ત્વજ્ઞાનનો બોધ આપ્યો છે. તે પછી જીવ કઈ રીતે સમ્યગ્દર્શન પામે અને તેની પ્રાપ્તિ પછી તે જીવની દશા કેવી હોય તેનું એક ફકરામાં વર્ણન કર્યું છે અને ત્યારપછી ચાર ફકરામાં સઘન અને હૃદયસ્પર્શી શૈલીમાં નિષ્કારણ કરુણાશીલ સત્પરુષનો મહિમા વર્ણવી, તેમને ભક્તિરસભર્યા અદ્ભુત નમસ્કાર કર્યા છે. આ પત્રમાં શ્રીમની અદ્ભુત આત્મવિચારધારા અને તેમના પરમ ભક્તિમય આત્માનું તાદેશ દર્શન થાય છે. શ્રીમદે એકેક શબ્દ એવો તોળી તોળીને મૂક્યો છે કે આ પત્ર યથાર્થ સમજવા માટે તેનું ધીરજથી ઊંડાણપૂર્વક મનન કરવું આવશ્યક છે. તેની વિચારણાથી સમસ્ત શ્રુતજ્ઞાનનો ઉદય થાય એવું અપૂર્વ દેવતા તેમાં રહેલું છે. અનેક મહાન ગ્રંથો જે તત્ત્વને સમજાવવા ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા દ્વારા પ્રકાશિત ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છ પદના પત્રની મિતિ વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ છે. તે પછી પરમશ્રત પ્રભાવક મંડળ તરફથી પ્રકાશિત ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છ પદના પત્રની મિતિ ફાગણ ૧૯૫૦ લખી છે, જે પ્રમાણે પછીની દરેક આવૃત્તિમાં છપાયેલ છે. શ્રી લલ્લુજી મુનિનું જીવનચરિત્ર જોતાં છ પદનો પત્ર વિ.સં. ૧૯૫૧નો હોવો ઘટે છે, કેમ કે મુનિશ્રી વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ મુંબઈ કરી, વિહાર કરતાં કરતાં સુરત ગયા હતા. ત્યાં ૧૦-૧૨ માસની માંદગી પછી તેમની વિનંતીથી શ્રીમદે છ પદનો પત્ર લખ્યો હતો. Page #62 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૧૫ લખાયા છે, તે તત્ત્વને તેમણે આ પત્રમાં અસંદિગ્ધ ભાષામાં અને અત્યંત સંક્ષેપમાં સમજાવ્યું છે, જે તેમની પ્રબળ શક્તિનો પરિચય આપે છે. મુમુક્ષુ જીવને પરમાર્થમાર્ગમાં પરમ સહાયરૂપ થાય તેવો આ પત્ર છે. શ્રી લલ્લુજી મુનિને આ અદ્ભુત પત્રનું ખૂબ મહાભ્ય હતું અને તેઓ તેને વિપરીત માન્યતા દૂર કરનાર, મતમતાંતરમાં પ્રવેશ ન થવા દેનાર તથા ચમત્કારી ગણાવતા. તેઓશ્રી જણાવે છે - છ પદનો પત્ર અમૃતવાણી છે. પત્રો તો બધાય સારા છે; પણ આ તો લબ્ધિવાક્ય જેવો છે! છ માસ સુધી એને ફેરવે તો પ્રભુ, કંઈનું કંઈ થઈ જાય! ગમે તે અડચણ, વિપ્ન આવે, તે હડસેલી મૂકવું. એ દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનો રાખ્યો તો પછી જોઈ લો. સમકિતનું કારણ છે.'' વિ.સં. ૧૯૫૧માં આ પત્ર શ્રીમદ્ભા પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને મોકલવામાં આવ્યો હતો અને તે મુખપાઠ કરી, વારંવાર વિચારવા આજ્ઞા થઈ હતી. વયોવૃદ્ધ શ્રી સૌભાગ્યભાઈને આ ગધ્રપત્ર મુખપાઠ કરતાં મુશ્કેલી પડી અને અન્ય મુમુક્ષુ ભાઈઓને પણ આ પત્ર મુખપાઠ કરતાં મુશ્કેલી પડશે એમ તેમને લાગ્યું. વિ.સં. ૧૯૫૨માં તેમને શ્રીમનો સમાગમ ખંભાતમાં થયો ત્યારે પોતાની મુશ્કેલી રજૂ કરતાં તેમણે કહ્યું કે છે પદનો પત્ર ગદ્યમાં હોવાથી મુખપાઠ કરવો દુષ્કર છે, સ્મરણમાં રહેતો નથી. આત્મપ્રતીતિ કરાવતા, ગદ્યમાં લખાયેલા આ છ પદનો પત્ર જેવો કોઈ પદ્યગ્રંથ લખાય તો સર્વ મુમુક્ષુઓ ઉપર ઘણો ઉપકાર થાય અને મુખપાઠ કરવામાં સરળ પડે. આમ, શ્રી સૌભાગ્યભાઈની વિનંતીના ફળરૂપે શ્રીમની અંતરંગ પરમ વિશુદ્ધિમાંથી, ઉપરોક્ત છે પદને કાવ્યબદ્ધ કરતું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'રૂપ અમૂલ્ય ગ્રંથરત્ન પ્રગટ થયું. આમ, છ પદનો પત્ર અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એકબીજાના પૂરક અને સમર્થક છે. તે બન્ને વચ્ચેનો સંબંધ દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – આ ષપદના અમૃતપત્રને શ્રીમન્ની પરમ અમરકૃતિ આ આત્મસિદ્ધિશાસ્ત્ર સાથે ઘણો ગાઢ - ઘનિષ્ઠ સંબંધ છે, કારણ કે બન્નેમાં ષટપદનો વિષય સામાન્ય (Common) છે. આ પત્રમાં ષટ્રપદનું સમગ્રપણે સૂત્રરૂપ સંક્ષેપ કથન છે, ષટ્રપદ એ ૧- ‘ઉપદેશામૃત', પૃ. ૨૭૬ ૨- શ્રી સૌભાગ્યભાઈની વિનંતી પછી વીસેક દિવસ બાદ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના થઈ હતી. (જુઓ : ‘બોધામૃત', ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૩૦૬) મંથરચનાના તાત્કાલિક કારણ સંબંધી શ્રી મણિભાઈ સૌભાગ્યભાઈ જણાવે છે કે શ્રી ગોસળિયાની એકાંત નિશ્ચયની અવળી પકડ છોડાવવા માટેની વિનંતી કરતો શ્રી સૌભાગ્યભાઈનો પત્ર મળ્યા પછી થોડા કલાકમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થવા પામી હતી. (જુઓ : ‘પરમકૃપાળુદેવ સાથે થયેલ મુમુક્ષુઓના સમાગમની નોંધ’, પૃ.૯૬, શ્રી દિનેશભાઈ મોદીએ પણ તેમની પુસ્તિકા ‘વ્યક્તિ અને વ્યક્તિત્વ', ૫.૨૨ ઉપર આ માહિતીનો ઉલ્લેખ કર્યો છે.). Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મસિદ્ધિનો મુખ્ય વિષય હોઈ આત્મસિદ્ધિમાં એનું શાસ્ત્રીય વિસ્તરીકરણ છે. આત્મસિદ્ધિમાં આ ષપદનો સૂક્ષ્મ તત્વવૈજ્ઞાનિક શાસ્ત્રીય વિચાર બહલાવ્યો છે. આ ષટ્રપદપત્રમાં સમ્યગદર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત ષપદનો મહિમાતિશય ઉલ્લચાવ્યો છે. આત્માની મહાગીતા આત્મસિદ્ધિમાં ષટ્પદ દ્વારા આત્માનું દિવ્ય ગાન ગાયું છે. આ પક્ષદપત્રમાં આ ષટ્રપદ અને તેની પ્રાપ્તિના મૂળ સદ્દગુરુ ભગવાન પ્રત્યેની અભુત ભક્તિનું અમૃતપાન પાયું છે. આ અવનિના અમૃતસમી આત્મસિદ્ધિ પૂર્વે ત્રણ વર્ષ પહેલાં લખાયેલો આ તેનો પુરોગામી અમૃતપત્ર તે અમૃતરસનો જાણે પાસ્વાદ - પૂર્વાસ્વાદ (fore-taste) કરાવે છે!”૧ ગ્રંથરચનાનો પ્રસંગ વિ.સં. ૧૯પરના શ્રાવણ માસમાં શ્રીમદે નિવૃત્તિ અર્થે કાવિઠા, રાળજ આદિ ક્ષેત્રે સ્થિતિ કરી હતી અને પછી ગુજરાતના જંગલોમાં આત્મધ્યાનનિમગ્નપણે વિચરી, આણંદ થઈને આસો માસમાં તેઓ નડિયાદ પધાર્યા હતા. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ તેમની સેવામાં રહેતા હતા. શરદપૂર્ણિમાના બીજા દિવસે, અર્થાત્ આસો વદ ૧ ના દિવસે શ્રીમદ્ બહાર ફરીને મુકામે પધાર્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. શ્રીમદે શ્રી અંબાલાલભાઈ પાસે ફાનસ મંગાવ્યું અને તેઓ લખવા બેઠા. શ્રી અંબાલાલભાઈ વિનયભક્તિ સહિત વિનમ્ર ભાવે પોતાના હાથમાં ફાનસ ધરીને દીવીની જેમ ઊભા રહ્યા. શ્રીમની કલમ એકધારાએ ચાલી અને તેમણે એક જ બેઠકે, માત્ર દોઢ-બે કલાકમાં દર્શનના સારરૂપ, સૂત્રરત્નાવલિ સમાન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથા એકી કલમે લખી. આગમસિંધુના નવનીત જેવો આ અપૂર્વ ગ્રંથ શ્રીમદ્દ જેવા કોઈ અલૌકિક પુરુષ જ આટલા અલ્પ સમયમાં રચી શકે. આ ઘટના તેમની કવિત્વપ્રતિભાની અને લેખનસિદ્ધિની પણ ઉત્તમ પ્રતીતિ કરાવે છે. માત્ર દોઢ-બે કલાકમાં જ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૦૬ ૨- શ્રીમદે જ્યારે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી હતી ત્યારે તેમણે ૧૪૪ ગાથા લખી હતી, પરંતુ તે વખતે જ તેમણે બે ગાથા કાઢી નાખી હતી. તેમાંની એક ગાથા ૧૨૭મી ગાથા પછી રચાઈ હતી અને એક ગાથા તેમણે ૧૪૨મી ગાથા પછી મૂકી હતી. તે બે ગાથા આ પ્રમાણે છે – શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.” (ગાથા ૧૨૭ પછીની ગાથા) સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.” (ગાથા ૧૪ર પછીની ગાથા) Page #64 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૧૭ સર્જન પામેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી શ્રીમનું નામ સર્વ કાળને માટે અમર કરવાને પર્યાપ્ત છે. આમ, શ્રીમદ્ જેવા આત્મસિદ્ધપુરુષના હૃદયમાંથી અખ્ખલિત પ્રવાહે નીકળેલી જગતપાવની શ્રુતગંગા અવનિ ઉપર અવતરી. અનાદિના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી, આત્મપ્રતીતિરૂપ અધ્યાત્મપ્રકાશથી સહજ આનંદ પ્રગટાવવા સમર્થ એવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતારના શ્રી અંબાલાલભાઈ પરમ ભક્તિથી દર્શન કરી રહ્યા હતા અને તે સંપૂર્ણ લખાઈ રહ્યું ત્યાં સુધી તેઓ ફાનસ લઈને ઊભા રહ્યા હતા. આમ, શ્રીમદ્દી આ અદ્ભુત કૃતિના પ્રથમ સાક્ષી થવાનું પરમ સૌભાગ્ય શ્રી અંબાલાલભાઈને પ્રાપ્ત થયું હતું. ‘શ્રી આત્મસિદ્ધિજી' ના રચનાપ્રસંગને વર્ણવતાં એક સુંદર પ્રભાતિયામાં બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી; ભક્ત ભગીરથ સમાં, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી, ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી. યાદ નદીની ધરે, નામ નડિયાદ પણ, ચરણ ચૂમી મહાપુરુષોના, પરમકૃપાળુની ચરણરજ સંતની ભક્તિભૂમિ હરે ચિત્ત સૌનાં; સમીપ રહી એક અંબાલાલે તહીં, ભક્તિ કરી દીપ હાથ ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસો વદ એકમે 'સિદ્ધિજીને.૧ આમ, શ્રીમદે ચરોતર જિલ્લાના નડિયાદ ગામના નાના કુંભનાથ મહાદેવના. મંદિરના એક ઓરડામાં વિ.સં. ૧૯૫૨ના આસો વદ ૧, ગુરુવાર, તા. ૨૨-૧૦૧૮૯૬ના શુભ મંગલ દિવસે આત્માનુભવપૂર્વક સ્કુરાયમાન થયેલ ગહન તત્ત્વોને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપે સાદી, સરળ, ભાવવાહી વાણીમાં ગૂંચ્યાં. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું મેઘબિંદુ જેમ સુંદર મોતીમાં પરિણમે છે, તેમ શ્રી સૌભાગ્યભાઈ જેવા સુપાત્ર જીવ દ્વારા કોઈ ભાગ્યશાળી ક્ષણે થયેલી વિનંતીના પરિપાકરૂપે શ્રીમદ્ભા અંતરમાં ૧૪ પૂર્વના સારરૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપી અમૂલ્ય મોતી ઉત્પન્ન થયું. આ બદલ જગત શ્રી સૌભાગ્યભાઈનું ઋણી છે. શ્રીમદે પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ત્રણ સ્થળે તેમનો ઉલ્લેખ કરી તેમને અમર કર્યા છે - “મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય' (ગાથા-૨૦) અને “ઉદય ઉદય સભાગ્ય' (ગાથા-૯૬), આ બે ગાથામાં ગર્ભિતપણે ઉલ્લેખ કર્યો છે અને “શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષ ૧- ‘બોધામૃત', ભાગ-૩, ત્રીજી આવૃત્તિ, પૃ.૮૦૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.' એ ૧૨૭મી ગાથા પછીની રદ કરેલી ગાથામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રી સૌભાગ્યભાઈ આદિ માટે રચ્યું હતું તે પ્રગટપણે જણાવ્યું છે. ગ્રંથનો અધિકારી વર્ગ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે આગમના સમસ્ત સિદ્ધાંતોનો નિચોડ સમાવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન વલોવી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'રૂપી માખણ કાઢ્યું છે. તેથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવો ઉચ્ચ કોટિનો આત્મોદ્ધારક ગ્રંથ ઉચ્ચ કોટિના અધિકારી વર્ગની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. અધિકારીપણું એટલે યોગ્યતા. આત્માનુભવ માટે માત્ર શાસ્ત્રની બૌદ્ધિક માહિતી કામ નથી આવતી. ‘સપુરુષની આજ્ઞામાં જ મારું કલ્યાણ છે, મારે સપુરુષની આજ્ઞામાં જ વર્તવું છે' એવો દઢ નિશ્ચય તથા તદનુરૂપ વર્તન હોય તેને જ્ઞાન સમ્યપરિણામી થાય છે. જેને પુરુષ પ્રત્યે શ્રદ્ધા હોય, ઇન્દ્રિયનિગ્રહ થયો હોય, અંતરમાં વૈરાગ્ય-ઉપશમ હોય, આત્માનો લક્ષ હોય તે જીવ જ બોધ ગ્રહણ કરી શકે છે અને તે જ અધ્યાત્મગ્રંથનો અધિકારી છે. જે જીવને પુરુષનો મહિમા સમજાયો નથી, તેમના યથાર્થ વક્તાપણા ઉપર વિશ્વાસ નથી, બુદ્ધિનું વિપર્યાસપણું ટળ્યું નથી, અહંભાવ છૂટ્યો નથી, તીવ્ર જિજ્ઞાસા જાગી નથી અને આત્માર્થીપણારૂપ સાચી ભૂમિકા પ્રાપ્ત થઈ નથી, સંસારની મહત્તા અને મીઠાશ અંતરથી છૂટ્યાં નથી, જનમનરંજનરૂપ ધર્મની આડે પોતાના આત્મધર્મની ગરજ જાગી નથી તેવા મોહનિદ્રામાં સૂતેલા જીવને ઉપદેશ પરિણમતો નથી, તે વસ્તુસ્વરૂપને યથાર્થપણે જાણી શકતો નથી. ક્યારેક તો અનધિકારી જીવને મહાનિર્જરાનું હેતુભૂત જ્ઞાન અનર્થકારક પણ થઈ પડે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્રવ્યાનુયોગનો ગ્રંથ હોવાથી વિશેષ અધિકારીપણું માગે છે. જેમ યોગ્યતા વિના પ્રવીણ વૈદ્ય હીરાની ભસ્મ જેવી અમૂલ્ય વસ્તુ ગમે તેને આપતા નથી, તેમ શ્રીમદે માત્ર ચાર જીવોને જ અધિકારી જાણી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની શ્રી અંબાલાલભાઈએ નકલ કરેલી ચાર પ્રત ફક્ત તે ચાર જીવોના જ ઉપયોગ માટે આપી હતી. એક શ્રી સૌભાગ્યભાઈને સાયલા, એક શ્રી લલ્લુજી મુનિને ખંભાત, એક શ્રીમદ્રના ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને રંગુન અને એક શ્રી અંબાલાલભાઈને - એમ ચાર જીવોને તેની નકલ વાંચન-મનન અર્થે આપવામાં આવી હતી અને સાથે સાથે તત્ત્વજ્ઞાનની ગૂઢ વાતો અનધિકારી વ્યક્તિ પાસે ન જાય એ હેતુથી શ્રીમદે તેમને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિષે જાહેરમાં નિર્દેશ ન કરવાનો આદેશ કર્યો હતો. અનધિકારી જીવને તે ઉપકારક નહીં નીવડે એમ જાણી તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર બીજા કોઈના હાથમાં ન જાય કે કશે પણ પ્રસિદ્ધ ન થાય તે માટે સ્પષ્ટ ભલામણ કરી Page #66 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૧૯ હતી. શ્રીમન્ના અન્ય પરિચિત મુમુક્ષુઓને પણ આ ગ્રંથના અધ્યયનની પરવાનગી મળી ન હતી. શ્રીમના જીવનકાળ દરમ્યાન આ ગ્રંથ પ્રકાશિત થયો ન હતો અને તેથી ખૂબ ઓછા લોકોને તે વિષેની જાણ હતી. શ્રી લલ્લુજી મુનિ સાથેના શ્રી દેવકરણજી મુનિ બહુ પ્રજ્ઞાવાળા ગણાતા હતા. જો શ્રી દેવકરણજી મુનિને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વાંચવાની વિશેષ આકાંક્ષા હોય તો તેમણે આ શાસ્ત્ર કઈ રીતે અવગાહવું, તેનું માર્ગદર્શન આપતાં શ્રીમદ્ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાથે મોકલેલા વિ.સં. ૧૯પરના આસો વદ ૧૦ ના પત્રમાં શ્રી લલ્લુજી મુનિને લખે છે – એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિશાસ્ત્ર' આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. ..... આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સન્દુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે.' શ્રી ડુંગરશીભાઈને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' મોઢે કરવાની ઇચ્છા થઈ હોવાથી તેની નકલ કરવા અંગે શ્રી સૌભાગ્યભાઈ દ્વારા શ્રીમદ્ પુછાવતાં શ્રીમદે મુખપાઠ કરવા તો અનુમતિ આપી હતી, પણ બીજી પ્રત ઉતારવાની રજા આપી ન હતી. શ્રીમદે વિ.સં. ૧૯૫૨ના આસો વદ અમાસના પત્રમાં શ્રી સૌભાગ્યભાઈને લખ્યું હતું કે – શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠ કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા યોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો. તેમને જણાવશો કે મુખપાઠ કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં. ..... ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૫૭-૫૫૮ (પત્રાંક-૭૧૯) ૨- જુઓ : ‘તત્કાળ મોક્ષ', પૃ. ૨૨૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બન્નેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી.”૧ વિ.સં. ૧૯૫૩ના જેઠ માસમાં શ્રી સૌભાગ્યભાઈનો દેહવિલય થયા પછી તેમના પુત્રો - શ્રી ત્રંબકલાલે અને શ્રી મણિલાલે, ખેદના સમયે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પોતાને આશ્રયરૂપ લાગવાથી તે ગ્રંથ વિચારવા માટે શ્રીમદ્ની રજા માંગી હતી. પરંતુ તેમને શ્રીમદ્ તરફથી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વાંચવાની આજ્ઞા મળી ન હતી. - શ્રી અંબાલાલભાઈ પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' અંગે ખૂબ સાવચેત રહેતા. શ્રીમદે કેટલાક મુમુક્ષુઓને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આપ્યું છે તેની જાણ થવાથી અન્ય મુમુક્ષુઓ પણ શ્રીમને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આપવા માટે વિનંતી કરતા. શ્રીમની આજ્ઞા મળે તો જ શ્રી અંબાલાલભાઈ બીજા મુમુક્ષુઓને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની નકલ તથા અમુક ગાથાઓ ઉપર શ્રીમદ્ભા લખેલા પત્રો મોકલી આપતા અને તે સિવાય બીજા કોઈની પાસે ન જાય એની પૂર્ણ તકેદારી રાખતા. તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' બાબત કેટલા સાવચેત રહેતા તેનું દર્શન તેમના વિ.સં. ૧૯૫૩ના વૈશાખ વદ ૫ ના શ્રીમદ્ ઉપરના પત્રમાં થાય છે – અત્રેના સમાગમવાસી મુમુક્ષુઓને પ્રથમના ૪૨ શ્લોક અને પાછળના ઉપસંહારના શ્લોકો વંચાવવાની આજ્ઞા થયેલ તે પ્રમાણે વંચાવવા અત્રેના મુમુક્ષઓને કહેલ પણ તેમની તેવી દશા નહીં હોવાથી હાલ તો શ્રવણ કરવા કહેલ તેથી તે સિદ્ધિશાસ્ત્ર અત્રેના મુમુક્ષુઓને વંચાવેલ પણ નથી.' આના ઉપરથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધિકારી વર્ગ સંબંધી શ્રીમની ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૫૮-૫૫૯ (પત્રાંક-૭૨૧) ૨- શ્રી મગનભાઈ કાળુએ શ્રીમદુને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આપવા વિનંતી કરી હતી. વિ.સં. ૧૯૫૫ના મહા વદ ૧૦ ના તેમણે શ્રીમદુને લખેલા પત્રમાં તેઓ લખે છે કે – “હે ભગવાન! સિદ્ધિશાસ્ત્રની તો મારા જેવા નિર્ભાગી પુરુષને પ્રાપ્તિ ક્યાંથી થાય? પણ હે દયાળ! હવે ઘણા મુમુક્ષજીવોને તે પરમ પવિત્ર કરનાર શાસ્ત્રની પ્રાપ્તિ થઈ છે એમ જાણી તેની પણ ઇચ્છા કરું છું. હે નાથ! તે ઇચ્છા પાર પડ્યેથી હું મને ધન્ય માનીશ. આપની પાસેથી આજ્ઞા થવામાં વિલંબ થાય તો પણ આ દીન કંગાળ દાસને કંઈ વિકલ્પો કરવા યોગ્ય નથી. કારણ હે દયાળ! આપ જે શાસન વર્તાવો છો તે સરળ જ છે. યોગ્યતાવાળા ભવ્ય જીવોનાં હિતને માટે બતાવો છો, તો હે ભગવાન! આ દીનને એમજ ધારવું છે તે દયાળુનાથ જેમ તારું હિત દેખશે તેમજ કરવા પરમ કૃપાદૃષ્ટિથી વર્તે છે. એવા ગુણ તે દયાળમાં સહજપણે રહ્યા છે.” - ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', બીજી આવૃત્તિ, પૃ.૧૦૦ ૩- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ’, બીજી આવૃત્તિ, પૃ.૬૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ગ્રંથસર્જન ચોકસાઈનો ખ્યાલ આવે છે. આટલી બધી ચોકસાઈ રાખવાનું એકમાત્ર કારણ એ જ હતું કે કોઈ અયોગ્ય જીવના હાથમાં જાય અને અસવાસનાના કારણે જો તે જ્ઞાનીપુરુષની નિંદા કરે કે આશાતના કરે તો તેને ખૂબ નુકસાન થાય. શ્રીમદ્ ગૃહસ્થવેષમાં હતા અને આત્મજ્ઞાનની ગૂઢ વાતો પોતાની અંતરંગ દશાના બળે જણાવતા હતા, પરંતુ તે સમજવા-સ્વીકારવા જેવી પાત્રતા સર્વ જીવોમાં ન હતી. કોઈ અપાત્ર જીવના હાથમાં આ ગ્રંથ જાય તો તે કુતર્ક કરે કે પોતે તો ત્યાગ-વૈરાગ્ય ગ્રહણ કરતા નથી અને બીજાને તેનો ઉપદેશ આપે છે.' આવા કુતર્કોના કારણે થતા આશાતના આદિ દોષોના નુકસાનથી બચાવવા શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધિકારી વર્ગ બાબત આટલી ચોકસાઈ રાખી હતી. આમ, અનધિકારી જીવના હાથમાં આ શાસ્ત્ર ન જાય તે સંબંધી શ્રીમદ્ભી સાવચેતી પાછળ તેમની નિષ્કારણ કરુણાનું જ દર્શન થાય છે. ગ્રંથનો અધિકારી વર્ગ ઉપર પડેલો પ્રભાવ શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી લલ્લુજી મુનિ, શ્રી અંબાલાલભાઈ અને શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના યોગ્ય અધિકારી ગણી તેની નકલ તેમને આપી હતી. તેમણે શ્રીમની આજ્ઞા અનુસાર આ શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. આ શાસ્ત્રનો તેમના ઉપર ખૂબ પ્રભાવ પડ્યો હતો અને એનાથી તેમને ખૂબ લાભ પણ થયો હતો. (૧) શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશેષપણે વિચારવાની આજ્ઞા આપી હતી. તેના અભ્યાસથી તેમની દશા બહુ ઉચ્ચ થઈ હતી. તેનાં દર્શનસ્વાધ્યાયથી તેમનો આત્મા એટલો આનંદિત થઈ ગયો હતો કે શ્રીમદ્ ઉપરના પત્રોમાં તેની મુક્ત કંઠે સ્તુતિ કરતાં તેઓ થાકતા ન હતા. તેમણે વિ.સં. ૧૯૫૩ના કારતક સુદ ૭ ના પત્રમાં શ્રીમને લખ્યું હતું – આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનો સાર હોય તેવો જણાય છે. હું તથા ગોસળિયા નિત્ય વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ એવું રહ્યું નથી.' ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીની પોતાના ઉપર કેવી પ્રબળ અસર થઈ હતી તે વર્ણવતાં વિ.સં. ૧૯૫૩ના પોષ સુદ ૩ ના પત્રમાં તેમણે શ્રીમન્ને લખ્યું હતું – “ગોપળીયા તથા હું હાલમાં આત્મસિદ્ધિ ગ્રંથ વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ગોશળીએ મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા ૧૦૧ મુખપાઠ થયા છે. ૧- ‘સોભાગ પ્રત્યે’, પ્રસ્તાવના, પૃ.૨૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન બાકીના થોડે થોડે કરું છું, રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. પણ આની ટીકા અર્થ જે આપે કરેલ તે ટીકા અર્થ મહેરબાની કરી જ્યાં હોય ત્યાંથી મોકલવા કપા કરશો.’૧ વળી, વિ.સં. ૧૯૫૩ના પોષ વદ ૧૦ ના પત્રમાં તેઓ શ્રીમદ્દ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિષે લખે છે – દુહા ૧૩૪ મુખપાઠ કર્યા છે, અને વિચારતાં ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહિના થયાં તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે. તેથી જીવું છું, પણ હવે આપ કૃપા કરી ટીકાઅર્થ મોકલવા લખો, તે જો હવે તરતમાં આવે તો આનંદ લેવાય, નહીતર પછી આંખે સૂઝે નહિ ત્યાં વાંચી શકાય નહિ. અને જ્યારે પોતાથી વંચાય નહિ ત્યારે બીજાના વાંચવાથી તેવો આનંદ આવે નહિ. માટે કૃપા કરી મોકલશો. ઘણું શું લખું. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કાંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વ ખુલાસો એટલામાં થાય છે... કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો? તેને જવાબ દેવો એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિ મારગ છે.' શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ઉપદેશેલા ત્રણ પ્રકારના સમકિત સમજાવતો પત્ર પણ લખ્યો છે. વળી, વિ.સં. ૧૯૫૩ની જેઠ સુદ ૮ ના દિવસે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથના સંક્ષિપ્ત અર્થનું પુસ્તક તથા કેટલાક ઉપદેશપત્રોની પ્રત પણ શ્રી સૌભાગ્યભાઈને મોકલી હતી. અહોરાત્ર પોતાના ઉપયોગને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં રમાડનાર, તેના બોધને ઘૂંટડે ઘૂંટડે પી જનાર અને તેના અક્ષરે અક્ષરને પચાવી લેનાર શ્રી સૌભાગ્યભાઈએ અપૂર્વ આત્મપરાક્રમથી “આત્મસિદ્ધિના માર્ગે ડગ ભર્યા, જેથી ભવાંત પૂર્વે આત્મા અને દેહને બેફાટ પ્રગટ જુદા સાક્ષાત્ અનુભવી તેઓ સાચા અર્થમાં ‘સુભાગ્ય’ બન્યા. (૨) શ્રીમદે શ્રી લલ્લુજી મુનિને એકાંતમાં અવગાહન અર્થે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' મોકલ્યું હતું. પોતા ઉપર પડેલી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની છાપ દર્શાવતાં તેઓ વિ.સં. ૧૯૫૩માં શ્રીમ લખે છે – હે પ્રભુ, આત્મ-સિદ્ધિશાસ્ત્રના બોધબીજ-પ્રાપ્તિકથન વિગેરે વાંચતાં મારું હૃદય ભરાઈ આવે છે. હે નાથ, અપૂર્વ વચન દર્શાવી, બોધબીજની અમૃતવાણીનું ૧- ‘તત્કાળ મોક્ષ', પૃ.૨૨૨ ૨- એજન, પૃ.૨૨૪-૨૨૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૨૩ પાન કરાવી અલભ્ય અલભ્ય લાભ આ દાસીને પમાડ્યો છે. હે નાથ, પરમ શાંતિ લઈને આ દાસ સંતોષ પામ્યો છે.” વળી, તેઓશ્રી શ્રીમદ્ ઉપરના અન્ય એક પત્રમાં લખે છે કે – ‘હે પ્રભુ! આ રંક દાસ ઉપર કૃપા કરી અપૂર્વ પ્રેમ રસનું પાન આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રકાશી. અમૂલ્ય વચનામૃતોથી આ દુષ્ટ દાસીએ તૃપ્તિને તૃપ્ત કરી છે. અત્યંત આનંદ થયો છે.૨ તેઓ વનમાં એકલા જઈને ત્યાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સ્વાધ્યાય ગાતાં ગાતાં કરતા. તેઓ તેની ઊંડી વિચારણા કરતા. તેઓ આ ગ્રંથનો મહિમા દર્શાવતાં જણાવે છે – ‘તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઊભરા આવતા. એક એક પદમાં અપૂર્વ માહાભ્ય છે એમ મને લાગ્યા કરતું. “આત્મસિદ્ધિ'નું મનન, સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતાં “આત્મસિદ્ધિ'ની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. માહાભ્ય માત્ર સગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.' શ્રી લલ્લુજી મુનિ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ચમત્કારી છે, લબ્ધિઓથી ભરેલું છે, મંત્ર સમાન છે એમ કહી મુમુક્ષુઓને તેનું અવગાહન કરવા કહેતા અને તેમાં બોધેલા માર્ગની પરમ પ્રેમપૂર્વક ઉપાસના કરવા હંમેશાં ભલામણ કરતા. (૩) શ્રુતસાગરના નિચોડરૂપ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અવતરણ નજરોનજર નિહાળનાર શ્રી અંબાલાલભાઈએ અત્યંત ભક્તિપૂર્વક તેનું વાંચન-મનન કર્યું હતું. અતિ અતિ ગંભીર આશયથી ભરેલ આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના તેમણે સંક્ષિપ્ત અર્થ પણ કર્યા હતા, જે શ્રીમદ્ભી નજર તળે નીકળી ગયા હતા અને જે આ ગ્રંથને સમજવા માટે આજે પણ મુમુક્ષુ જીવોને અવલંબનભૂત છે. પોતાના ઉપર પડેલો તેનો પ્રભાવ વર્ણવતાં તેઓ વિ.સં. ૧૯૫૩ના મહા સુદ ૧૩ ના પત્રમાં શ્રીમદ્ લખે છે કે – “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચતાં મારી અલ્પમતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી. પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, ૧- ‘મુનિ પ્રત્યે', પૃ.૧૬૩ ૨- 'તત્કાળ મોક્ષ', પૃ. ૧૯૪ ૩- ‘ઉપદેશામૃત', જીવનચરિત્ર, પૃ.૧૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વચન, કાયાના યોગ સહેજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા. જેનું અનુપ્રેક્ષણ કેટલોક વખત રહેવાથી - રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી સ્થિતિ, મારી ચિત્તવૃત્તિ સહેજે પણ અટકી જઈ આત્મવિચારમાં રહ્યા કરતી હતી. જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે શાંતિ રહ્યા કરતી હતી. પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઈપણ પદાર્થના વિષે પરમ પ્રેમે સ્થિર નહીં રહી શકેલા તે યોગો, તે પરમોત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં, સગુરુ ચરણમાં પ્રેમયુક્ત સ્થિરભાવે રહ્યા કરતા હતા. જેથી મારી અલ્પજ્ઞ દષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જો તેવી રીતે તે જ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે તો આત્મવિચાર, આત્મચિંતવન સદાય જાગૃતપણે રહ્યા કરે અને મન, વચન, કાયાના યોગ પણ આત્મવિચારમાં જ વર્યા કરે.”૧ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના નિરંતર અને અહોભાવપૂર્વક થતાં અવગાહનથી શ્રી અંબાલાલભાઈની આત્મદશામાં ઘણી વૃદ્ધિ થઈ હતી. આ શાસ્ત્રના બોધને અનુસરી, શ્રી સદ્ગુરુચરણની અપૂર્વ અને અનન્ય સેવાથી તેમણે નિજપદનો લક્ષ લઈ પરમાર્થપ્રાપ્તિ કરી હતી. (૪) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ચોથી નકલ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને મોકલવામાં આવી હતી. સ્મરણશક્તિનો ગર્વ મટાડવા તથા જ્ઞાનીનો નિશ્ચય થવા અર્થે તેમને આ શાસ્ત્ર આપવામાં આવ્યું હતું. આ શાસ્ત્રના ભક્તિભાવપૂર્વકના અભ્યાસથી સ્ફરેલા ભાવ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિશેષાર્થરૂપે લખી તેઓ થોડાં થોડાં પાનાં શ્રી અંબાલાલભાઈ ઉપર મોકલતા. આ લખાણો બાબત શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્ જણાવ્યું હતું અને તે લખાણો શ્રીમન્ને મોકલ્યાં પણ હતાં. જો કે તે લખાણો પ્રસિદ્ધ થયાં નથી, પરંતુ તે અંગેના ઉલ્લેખો શ્રી માણેકલાલભાઈના શ્રી અંબાલાલભાઈ ઉપરના વિ.સં. ૧૯૫૨ના આસો વદ ૧૧ ના પત્રમાં તથા શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્ ઉપર લખેલા વિ.સં. ૧૯૫૩ના કારતક સુદ ૧૧ ના, કારતક વદ ૫ ના, માગસર સુદ ૨ ના પત્રોમાં મળે છે. ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' મળતાં શ્રી માણેકલાલભાઈને કેવો આનંદ થયો હતો તે દર્શાવતાં તેઓ વિ.સં. ૧૯૫રના આસો વદ ૧૧ ના શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રમાં લખે છે – ‘પરમદુર્લભ સત્સંગ પ્રાપ્ત અનેક ગુણાલંકૃત ભાઈશ્રી અંબાલાલભાઈ, નડિયાદ. વિશેષ વિનંતી કે, આપનો કૃપાપત્ર તથા આત્મસિદ્ધિ ગ્રંથ સુધાતુરને જેમ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', બીજી આવૃત્તિ, પૃ.૩૩-૩૪ ૨- જુઓ : એજન, પૃ.૨૩૮, ૨૮, ૨૯,૩૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૨૫ ભોજન મળે તેવો વાંચતા આનંદ પ્રાપ્ત થયો છે. એક વખત તે ગ્રંથ વાંચી ગયો છું. સરળ ભાષામાં અત્યંત ગંભીરતાદર્શક અને જેની ટીકા કે અનુવાદ ખરેખરા જ્ઞાની એટલે કે અનુભવી તથા શાસ્ત્રજ્ઞાનીથી થાય તેવો આ ગ્રંથ છે. મને અનુભવ નથી, તેમ શાસ્ત્રજ્ઞાન પણ નથી, અને આ ગંભીર આશયના ગ્રંથનો શબ્દાર્થ લખવો અતિ કઠણ છે. પણ સિંહના પ્રસાદથી જેમ બકરો હાથીના મસ્તક ઉપર બેસી શક્યો હતો તેમ વિદ્યમાન સદ્ગુરુની સહાયથી આત્મસિદ્ધિના અનુવાદ તરીકે દર મેળે દશ દશ પત્ર (પાન) આપને ઘણું કરી બીડીશ. મને ભાષા જ્ઞાન નથી માટે તે સંબંધી મારા વિચારોમાં ફેરફાર હોય તો જણાવશો.” માણેકલાલભાઈને શ્રીમદ્ પ્રત્યે ખૂબ પૂજ્યભાવ હતો. તેમણે લખેલ “સ્વાનુભવદર્પણ' નામનું પુસ્તક તેમણે શ્રીમદ્દ અર્પણ કર્યું હતું. તેની અર્પણપત્રિકામાં તેઓ લખે છે – પરમોપકારી પૂજ્ય શ્રીમદ્ રાયચંદ્ર રવજીભાઈ, જેમનાથી અધ્યાત્મમાર્ગમાં મારી પ્રીતિ થઈ, જેમનો મમત્વનો આગ્રહ છૂટ્યો છે, જેમને સુખદુ:ખપર ઉદાસીનતા રહેતી અને જેમના સત્સંગના લાભથી, અનેક મનુષ્યોએ ઘણા કાળનો દુરાગ્રહ મૂકી, રાગદ્વેષ ઘટાડવાની પ્રવૃત્તિ આદરી છે, એવા શાન્ત, દાન્ત, વૈર્ય, ગાંભીર્યાદિ અનેક સદ્દગુણાલંકૃત અંતરાત્મસ્વરૂપ, આત્મા પરમાત્માની ઐક્યતાના રસિક, પ્રસંગમાં આવનારને શ્રી વીતરાગ પ્રણીત, યથાર્થ માર્ગ જણાવનાર એવા પૂજ્યશ્રીને હારા ઉપરના અનેકાનેક ઉપકારના સ્મરણાર્થે આ યોગીંદ્ર દેવના આશયને લઈ લખેલો ગ્રંથ, નિજશ્રીના આશયોને ઘણી ઘણી રીતે મળતી આવે એવી ૧૦૮ શ્લોકરૂપી માળા નિજશ્રીને નમ્રપણે અર્પણ કરું છું; અને આ માળા ઘણા કાળથી આપને કંઠે છે, છતાં શુદ્ધ બુદ્ધિથી, અર્પણ કરેલી આ માળા, જ્યાં હો ત્યાં, આપશ્રીના કંઠને પુનઃ શોભાવો એવું હું ઇચ્છું છું.' આમ, શ્રીમદે પસંદ કરેલ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધિકારી વર્ગે આ શાસ્ત્ર માટે આપેલ મૂલ્યવાન અભિપ્રાયથી તથા તેમના ઉપર પડેલ પ્રભાવના વર્ણનથી તેમની યોગ્યતાનો તથા શ્રીમની પરખશક્તિનો ખ્યાલ આવે છે. વળી, એ પણ સિદ્ધ થાય છે કે પાત્ર જીવ આ ગ્રંથના અવલંબને આત્મવિકાસ સાધી ઉચ્ચ દશા પામી શકે તેવી આ શાસ્ત્રમાં ચમત્કૃતિ છે. યથાયોગ્ય મુમુક્ષુતાસંપન્ન અને ભક્તિભાવયુક્ત જીવોને આ અમૃતમય વચનો અત્યંત ઉપકારી થવા યોગ્ય છે અને તેથી આ શાસ્ત્રને પાછળથી જાહેર પ્રસિદ્ધિ આપવામાં આવી. ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', બીજી આવૃત્તિ, પૃ.૩૩૭-૩૩૮ ૨- ‘શ્રીમાન રાજચંદ્રની જન્મજયંતી પ્રસંગે થયેલાં વ્યાખ્યાનો', પૃ.૨૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગ્રંથવિષય શ્રીમી સ્વાનુભૂતિયુક્ત સહજ આત્મદશાના સુંદર પરિપાકરૂપે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રાગટ્ય થયું. અત્યંત પરમાર્થગંભીર, પરમ ભાવદશા પ્રેરક આ દિવ્ય સર્જનમાં શ્રીમદે છ પદનો મૂળ વિષય સમજાવીને, આત્માની સિદ્ધિનો માર્ગ સર્વ મુમુક્ષુ જીવો માટે અનાવરિત કર્યો છે. “આત્મા છે', ‘તે નિત્ય છે', ‘તે કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે', “મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે' - આ છ પદની જ્ઞાનીપુરુષના અભિપ્રાય અનુસાર અવિરુદ્ધ શ્રદ્ધા થાય તો જીવ સમ્યગ્દર્શન પામી, સર્વ દુઃખથી મુક્ત થાય એવા ઉત્તમ અંતર-આશયથી આ મહાન શાસ્ત્રની રચના થવા પામી છે. આ શાસ્ત્ર શુદ્ધ સ્વભાવની સન્મુખ થવા અને તેમાં સ્થિર થવા માટે અમોઘ બળ પૂરું પાડે છે. જો કે જૈન ધર્મના સિદ્ધાંતરૂપ આ છ પદનું તત્ત્વજ્ઞાન જૈન શાસ્ત્રોમાં વારંવાર ચર્ચાયું છે, પરંતુ તે શાસ્ત્રો સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં રચાયાં હોવાથી સર્વસામાન્યવર્ગ તે સમજી શકતો નથી, તેથી શ્રીમદે તે તત્ત્વજ્ઞાનને ગુજરાતી ભાષામાં ગૂંચ્યું છે. અનંત તીર્થકરો જે તત્ત્વનો બોધ કરી ગયા છે, તે જ તત્ત્વને શ્રીમદે આ શાસ્ત્રમાં સરળતાથી સમજાવ્યું છે અને એ રીતે તીર્થકરોના માર્ગની પ્રભાવના કરી છે. ૧૪૨ ગાથાના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છ પદના મૂળ વિષયને સમજાવતાં પહેલાં શ્રીમદે પીઠિકારૂપે પ્રથમ ૪૨ ગાથાઓમાં અનેક પ્રયોજનભૂત બાબતો સ્પષ્ટ કરી છે. શાસ્ત્રની પ્રથમ ગાથામાં આત્મસ્વરૂપ સમજાવી, અનંત દુ:ખની નિવૃત્તિ કરાવનાર શ્રી સદ્ગુરુ ભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરી શ્રીમદે મંગળાચરણ કર્યું છે. તે પછી તેમણે આત્માર્થી માટે મોક્ષમાર્ગને સ્પષ્ટપણે નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે. વ્યવહારનયના એકાંત-આગ્રહી ક્રિયાજડ અને નિશ્ચયનયના એકાંત-આરહી શુષ્કજ્ઞાની બન્નેનું સ્વરૂપ સંક્ષેપમાં જણાવી, ત્યાગ-વૈરાગ્ય અને આત્મજ્ઞાનની અગત્યતા દર્શાવી, શ્રીમદે આત્માર્થીની અદ્ભુત વ્યાખ્યા નિરૂપી છે. પરમાર્થપ્રાપ્તિના ઉપાયરૂપે શ્રી સદ્ગુરુની ચરણોપાસના બતાવી, સદ્ગુરુનાં લક્ષણો જણાવી તેમણે પ્રત્યક્ષ સગુરુનો અનન્ય ઉપકાર સુપેરે ગાયો છે. સદ્ગુરુના પ્રત્યક્ષ યોગના અભાવમાં આત્માદિ તત્ત્વોનું નિરૂપણ કરનાર સત્શાસ્ત્રોનો તથા સદ્ગુરુના નિરંતર સત્સમાગમની અપ્રાપ્તિમાં તેમણે આજ્ઞા કરેલ સુશાસ્ત્રોનો મધ્યસ્થ બુદ્ધિએ અભ્યાસ કરવાનું શ્રીમદે ખાસ સૂચવન કર્યું છે. મોક્ષમાર્ગમાં મહાવિનરૂપ એવા સ્વછંદના ત્યાગ ઉપર ખાસ ભાર મૂકી શ્રીમદે તે અર્થે પ્રત્યક્ષ સગુરુના આશ્રયની અનિવાર્યતા સમજાવી છે. વીતરાગપ્રણીત પરમ વિનયમાર્ગની ઘોષણા કરી શ્રીમદે એ વિનયમાર્ગનો ગેરલાભ લેનાર અસગુરુને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે યથાર્થ મુમુક્ષુ આ વિનયમાર્ગને સમજે છે, જ્યારે મતાર્થી તે વિનયનો ખોટો ઉપયોગ કરી ભવસાગરમાં ડૂબે છે. ‘આત્મસિદ્ધિ રૂપ કલ્પવૃક્ષનું બીજ વાવતાં પહેલાં મતાર્થીપણાનું Page #74 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૨૭ નિકંદન કાઢવા શ્રીમદે આત્મલક્ષવિહોણા મતાર્થી જીવનાં લક્ષણો સુવ્યવસ્થિતપણે પ્રકાશ્યાં છે. ક્રિયાજડ મતાર્થી જીવની ગુરુતત્ત્વ, દેવતત્ત્વ તથા ધર્મતત્ત્વ સંબંધી વિપરીત માન્યતા, આચરણા તેમજ પ્રરૂપણા દર્શાવી, શ્રીમદે શુષ્કજ્ઞાની મતાર્થીની ભૂલ બતાવી છે. નિશ્ચય નયને માત્ર વાચામાં ગ્રહણ કરનાર તથા જ્ઞાનદશા અને સાધનદશા બન્નેથી ભ્રષ્ટ થયેલ જીવ ૫૨માર્થને ક્યારે પણ સાધી શકે નહીં તે દર્શાવી, આ બન્ને પ્રકારના મતાર્થી જીવોનાં સમુચ્ચય લક્ષણો વર્ણવી, તે જીવોને મતાર્થીપણું ત્યજવાનો અને આત્માર્થીપણું ભજવાનો ઉપદેશ કરી, તેમણે આત્માર્થી જીવનાં લક્ષણોનું માર્મિક કથન કર્યું છે. આ અનુભવમૂલક આલેખનમાં તેમણે જણાવ્યું છે કે આત્માર્થી જીવ શ્રી સદ્ગુરુનું સ્વરૂપ ઓળખી, પ્રત્યક્ષ સદ્ગુરુને પ૨મોપકારી જાણી, તેમની આજ્ઞામાં સ્વચ્છંદનિરોધપણે અને ત્રણે યોગના એકત્વથી પ્રવર્તે છે. તે જીવ શુદ્ધ પરમાર્થમાર્ગને અને તે અર્થે પરમાર્થપ્રે૨ક વ્યવહારને આરાધવાના દૃઢ નિશ્ચયવાળો હોય છે. કષાયની ઉપશાંતતા આદિ ગુણોથી યુક્ત એવો તે આત્માર્થી જીવ સદ્ગુરુનો બોધ પામી, સુવિચારણાથી આત્મજ્ઞાન પ્રગટાવી નિર્વાણને વરે છે. સુવિચારણા ઊપજે અને મોક્ષમાર્ગ સમજાય તે અર્થે ગુરુશિષ્યસંવાદથી આ શાસ્ત્રના હૃદયરૂપ ષપદ પ્રકાશવાનો નિર્દેશ તેમણે ૪૨મી ગાથામાં કર્યો છે. ગાથા ૪૩ થી ૧૧૮માં આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થવા માટે શ્રીમદે આત્માનાં છ પદનું અનુભવસિદ્ધ વાણીમાં વર્ણન કર્યું છે. આ છ પદ અંગેની યથાર્થ સમજણથી વિપરીત દૃષ્ટિ ટળી, સવળી દૃષ્ટિ થાય છે. ગાથા ૪૩-૪૪માં શ્રીમદે છ પદનો નામનિર્દેશ કરી, તે છ પદ જ છ દર્શન છે એમ જણાવ્યું છે. ગાથા ૪૫થી તે છ પદમાંના પ્રત્યેક પદ અંગેની પોતાની શંકાઓ યોગ્યતાવાન શિષ્ય શ્રીગુરુસન્મુખ સરળતાથી અને વિનયપૂર્વક પ્રદર્શિત કરે છે અને શ્રીગુરુ પોતાની દિવ્ય મધુર વાણીથી તે સર્વનું ધીરજપૂર્વક સમાધાન આપી, તત્ત્વરહસ્ય પ્રગટ કરી, શિષ્યના હૃદયની ગ્રંથિઓ ઉકેલી તેને નિઃશંક કરે છે. ‘આત્મા છે' એ પ્રથમ પદમાં શંકા કરતો શિષ્ય સદ્ગુરુને પ્રશ્નો પૂછે છે અને સદ્ગુરુ અનેક તર્કપૂર્ણ દલીલોથી નાસ્તિકવાદનું ખંડન કરી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી બતાવે છે. દેહમાં આત્મબુદ્ધિના કારણે આત્મા અને દેહ અભિન્ન ભાસવારૂપ મૂળ ભૂલ બતાવી, શ્રીગુરુ મ્યાનથી ભિન્ન તલવારની જેમ દેહથી ભિન્ન આત્માના અસ્તિત્વનું સ્થાપન કરે છે. બીજું પદ ‘આત્મા નિત્ય છે' તે સંબંધી શંકા કરતાં શિષ્ય જણાવે છે કે આત્મા દેહની સાથે ઉદ્ભવે છે અને દેહના વિલય સાથે વિલય પામે છે અથવા દરેક વસ્તુ ક્ષણિક છે, તેથી આત્મા પણ વિનાશી છે. આમ, આત્માના અવિનાશીપણા અંગે પ્રશ્ન પૂછે છે. સદ્ગુરુ તેના ઉત્તરમાં આત્મા ત્રિકાળવર્તી પદાર્થ છે તે યુક્તિઓ દ્વારા દર્શાવી, પુનર્જન્મ સિદ્ધ કરી આત્માની નિત્યતાનું પ્રતિપાદન કરે છે. ત્રીજું પદ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘આત્મા કર્મનો કર્યા છે તે વિષે શંકા કરતો શિષ્ય વિવિધ પ્રશ્નો કરે છે અને સદગુરુ તેના સરળ ઉત્તરો આપતાં કહે છે કે જીવ વિભાવદશામાં પ્રવર્તે ત્યારે કર્મનો કર્તા બને છે અને પોતાના સહજ જ્ઞાનાનંદસ્વભાવમાં વર્તે ત્યારે નિજસ્વરૂપનો કર્તા બને છે. આમ, ત્રીજા પદની શંકાઓનું સમાધાન કરે છે. જીવનું કર્મનું કર્તાપણું સમજાયા પછી શિષ્ય “આત્મા કર્મનો ભોક્તા છે' એ ચોથા પદ માટેની પોતાની શંકાઓ રજૂ કરે છે અને સદ્ગુરુ સરળ દૃષ્ટાંતો આપી, ગહન વાતોનું સંક્ષેપમાં સમાધાન આપી જીવના ભોક્તાપણાનો નિશ્ચય કરાવે છે. શિષ્યને પાંચમા પદ “મોક્ષ છે' ની યથાર્થતા વિષે શંકા થાય છે અને તે માટે તે પોતાની દલીલો દર્શાવી, સર્વ કર્મથી મુક્તિ સંભવતી નથી એમ જણાવે છે અને શ્રીગુરુ તેનું સમાધાન કરી મોક્ષપદને સાબિત કરે છે. પાંચ પદની શંકાઓના ઉત્તરથી સંતોષકારક સમાધાન પામેલો શિષ્ય, મોક્ષનો અવિરોધ ઉપાય ન હોય તો અત્યાર સુધી જાણેલું વ્યર્થ છે એમ વિચારી, “મોક્ષનો ઉપાય છે' એ છઠ્ઠા પદની પોતાની શંકાનું નિરાકરણ કરવા સદ્દગુરુને વિનંતી કરે છે. મોક્ષનો સદુપાય જાણવાની તાલાવેલી જેને લાગી છે એવા શિષ્યને સદ્ગુરુ આશીર્વાદ આપે છે અને તેની શંકાઓનું વિગતવાર સમાધાન આપતાં કર્મબંધનાં કારણો તથા કર્મને હણવાનો ઉપાય બતાવી યથાર્થ મોક્ષમાર્ગ સમજાવે છે. તેઓ તટસ્થતાથી જણાવે છે કે દર્શનમોહ અને ચારિત્રમોહને દૂર કરી, શુદ્ધાત્માને પામવાના આ મોક્ષમાર્ગને જીવ ગમે તે મત કે દર્શનમાં, ગમે તે જાતિ કે વેષમાં આરાધે તોપણ અવશ્ય મોક્ષને પામે. ત્યારપછી શ્રીગુરુ આ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો સંપૂર્ણ ક્રમ પ્રકાશી, સર્વ જ્ઞાનીઓની સાક્ષી આપી, મૌન થઈ, સહજ સમાધિમાં લીન થાય છે. અહીં છઠ્ઠા પદની પૂર્ણાહુતિ થાય છે. આમ, શ્રીમદે અનન્ય ભાવપૂર્ણ ગુરુશિષ્યસંવાદ દ્વારા આત્માનાં છ પદની તલસ્પર્શી મીમાંસા કરી, તે છ પદની અપૂર્વ શ્રદ્ધા કરાવી છે. છ દર્શનોના મતભેદની ભાંજગડમાં પડ્યા વિના, આત્માર્થી જીવનું લક્ષ સ્વ તરફ દોરાય અને તેને શુદ્ધાત્મતત્ત્વનો યથાર્થ બોધ થાય તે અર્થે દર્શનોનો નામોલ્લેખ કર્યા વિના, ષડ્રદર્શન અંતર્ગત આત્મા સંબંધી વિચારણાની સભ્ય ૨જૂઆત કરી છે ગાથા ૧૧૯ થી ૧૪૨માં શિષ્યને થયેલ બોધબીજની પ્રાપ્તિનું વર્ણન અને ગ્રંથનો ઉપસંહાર છે. ષપદનું ભવ્ય ઉદ્બોધન કરતા સગુરુના ઉપદેશામૃતના યથાર્થ અનુસરણથી સુશિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે અને પરમ આત્મોલ્લાસથી તે પોતાના હૃદયમાં પ્રગટેલો ખપદનો બોધ સંક્ષેપમાં વ્યક્ત કરે છે. અમાપ કરુણાસિંધુ સગુરુએ પોતા ઉપર કરેલ અનન્ય ઉપકાર માટે શિષ્ય પોતાના અંતરમાંથી સ્વયંસ્કુરણાથી નીકળતા સદ્ગુરુની ભક્તિરૂપ અદ્ભુત ઉદ્ગારોમાં આત્મનિવેદન કરે છે, કૃતજ્ઞપણે પોતાનો અહોભાવ દર્શાવે છે અને સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો દઢ સંકલ્પ કરી સગુરુચરણે સર્વાર્પણ કરે છે. અંતમાં શ્રીમદે આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીરૂપ મંદિરના કળશરૂપ સર્વ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગ્રંથસર્જન મુમુક્ષુઓને માર્ગદર્શક થઈ પડે એવો ૧૫ ગાથાનો અત્યંત મનનીય ઉપસંહાર રચ્યો છે. તેમાં મુમુક્ષુ જીવોના હિતાર્થે ભૂલોનાં સંભવિત સ્થાનકો સ્પષ્ટતાથી દર્શાવી શ્રીમદે પરમ ઉપકાર કર્યો છે. છ પદમાં છએ દર્શનો સમાય છે અને તેનો વિસ્તારપૂર્વક વિચાર કરવાથી સમ્યગ્દર્શનનાં આ ષસ્થાનકમાં નિઃશંકતા પ્રાપ્ત થશે એમ જણાવ્યા પછી શ્રીમદે આત્મબ્રાંતિરૂપ મહાવ્યાધિની સંપૂર્ણ ચિકિત્સા બતાવી, પુરુષાર્થ દ્વારા પરમાર્થ સાધવાની પ્રેરણા કરી છે. તેમણે નિશ્ચય અને વ્યવહારના સમન્વયપૂર્વક પ્રવર્તવાની શીખ આપી, વ્યવહારનો કે નિશ્ચયનો એકાંતે આગ્રહ ન કરવાની ચેતવણી આપી છે. વળી, સિદ્ધપદની પ્રાપ્તિ માટે ઉપાદાન-નિમિત્તની સંધિરૂપ માર્ગનું પ્રતિપાદન કર્યું છે તથા એકાંતે ઉપાદાનનું નામ લઈ નિમિત્તને તજનાર જીવની અવદશાનું દર્શન કરાવ્યું છે. અંતરમાં ભરપૂર મોહ હોય અને જ્ઞાનની માત્ર વાત કરે તો જ્ઞાનીની આશાતના થાય છે એમ બતાવી તેમણે મુમુક્ષુનાં અને જ્ઞાનીનાં કસોટીમૂલક લક્ષણ બતાવ્યાં છે. આ શાસ્ત્રની ઉપાંત્ય ગાથામાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું મંગલ ફળ બતાવી તેમણે કહ્યું કે પ્રથમ પાંચ પદ વિચારીને મોક્ષોપાયરૂપી છઠ્ઠા પદને સમ્યકપણે આરાધનાર નિઃશંકપણે પાંચમું પદ - મોક્ષ પામશે. અંતિમ ગાથામાં તેમણે દેહધારી કિંતુ વિદેહી દશાવાન એવા જ્ઞાનીપુરુષના ચરણકમળમાં વંદન કરી, અંત્ય મંગલ કરી, આત્મોત્થાનમાં પરમ અવલંબનભૂત એવા આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરી છે. આમ, મોક્ષમાર્ગના પ્રણેતા શ્રીમદે માત્ર ૧૪૨ ગાથાઓમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાવ્યો છે. અન્ય ગ્રંથોમાં જે તત્ત્વજ્ઞાનનું વિસ્તારથી વિવેચન છે તેનો સાર અત્યંત સરળ ભાષામાં નિરૂપી, જિજ્ઞાસુ જીવો ઉપર તેમણે મહાન ઉપકાર કર્યો છે. આત્માનું સાચું સ્વરૂપ શું છે એનું પ્રતીતિજનક નિરૂપણ તથા પ્રદર્શનનું સમગ્ર વિહંગાવલોકન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સાંપડે છે. સિદ્ધાંતની સમજૂતી આપતો ગ્રંથ હોવા છતાં આ શાસ્ત્રમાં સૈદ્ધાંતિક ગ્રંથો જેવી કઠિનતા નથી. પાઠક બહુ સૂક્ષ્મ તર્કમાં ગૂંચવાઈ ન જાય, રૂક્ષ ચર્ચાથી કંટાળી ન જાય કે ઈષ્ટ વિષયથી દૂર ઘસડાઈ ન જાય તથા તેને સૂક્ષ્મ વિચારણાની પ્રેરણા મળે અને તે વિચારણા જાગતાં પાઠક આત્મતત્ત્વ સંબંધી નિઃશંકતા સ્વયં પ્રાપ્ત કરે તેવી સરળ, સુરેખ અને સુયુક્ત રચના શ્રીમદે અદ્ભુત શૈલીથી કરી છે. આવા પરમોચ્ચ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરતાં જીવ પાવન થાય છે, પાત્ર થાય છે અને પરમ વિશુદ્ધિને પામે છે. તેથી આ શાસ્ત્ર સૌ કોઈ કલ્યાણવાંછુ મુમુક્ષુ જીવે નિત્ય અવગાહન કરી અંતરમાં સુસ્થિત કરવા યોગ્ય છે. ગ્રંથશૈલી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ શ્રીમન્ના આત્માના અનુભવમાંથી પ્રાપ્ત થયેલી આત્મ Page #77 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિધિમાંથી સ્ફુરેલી, અસંખ્ય ભવ્યોને પ્રેરણા આપી સન્માર્ગે વાળનારી, સહેલાઈથી કંઠસ્થ કરી શકાય એવી અને સૂત્રાત્મક છતાં સરળ અને સુબોધ શૈલીએ લખાયેલી તેમની સર્વોત્તમ કૃતિ છે. તેમાં શિષ્યની શંકા અને ગુરુના સમાધાનરૂપ સંવાદશૈલી પ્રયુક્ત થઈ હોવાના કારણે ગ્રંથવિષય ગહન હોવા છતાં ભારેખમ અને જટિલ ન બનતાં સુગ્રાહ્ય, સુબોધક અને સુરુચિપોષક બન્યો છે. ૩૦ સાહિત્યના આદિ કાળથી સભ્રંથના સર્જકો, વિવિધ ભૂમિકાના ભવ્ય જીવો કઈ રીતે સરળતાથી બોધ પામી શકે અને ઇષ્ટની પૂર્તિ સાધી શકે તે લક્ષમાં રાખી, વિવિધ પ્રકારનાં ભાષાપ્રયોગ, રજૂઆતપદ્ધતિ તથા કથનશૈલી અપનાવતા આવ્યા છે. ઉત્તમ અને અમૂલ્ય સંસ્કૃતિઓના નિધાનમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પોતાની વિશિષ્ટ પ્રકારની નિરૂપણશૈલીથી એક અનોખી ભાત પાડે છે. તેની રચના પ્રશ્નોત્તરરૂપે થયેલી છે. આ શૈલીના અનેક લાભ છે. ગ્રંથકર્તાને વાચક સમક્ષ જે તત્ત્વરહસ્ય પ્રગટ કરવું હોય તે તેઓ પ્રશ્નોત્તરશૈલી દ્વારા સરળતાથી પ્રગટ કરી શકે છે, પોતાની ઇષ્ટ પદ્ધતિ અનુસાર તેને જેવો આકાર આપવો હોય તે સુગમતાથી આપી શકે છે. સળંગ શૈલીમાં લખાયેલા પદ્ય કે ગદ્ય ગ્રંથોમાં ક્યાંક વિષયાંતર તો ક્યાંક ક્લિષ્ટતા, ક્યાંક વિષયસંક્ષેપ તો ક્યાંક અનભિપ્રેત વિસ્તારનો અવકાશ સંભવે છે. આ કારણે પ્રત્યેક વાચક ગ્રંથનો મર્મ આસ્વાદી શકતો નથી, જેથી ગ્રંથનું વાંચન કરવા છતાં તેના યથાર્થ લાભથી તે વંચિત રહે છે. પ્રારંભિક કક્ષાના વાચકોને સળંગ ગ્રંથના અભ્યાસ દરમ્યાન સ્વયં વિચારસ્ફુરણાનો અવકાશ ઓછો રહે છે, જ્યારે પ્રશ્નોત્તરશૈલી વાચકના ચિત્તમાં જિજ્ઞાસા જગાડે છે. એક પ્રશ્નની રજૂઆત થતાં તે અંગેની વિચારણા ઓછાવત્તા અંશે અવશ્ય જાગે છે. આ સ્વયંસ્ફુરિત સુવિચારણા સાધકને એકાગ્ર થવામાં ઉત્તમ નિમિત્ત બને છે. વળી, આ શૈલીમાં ગ્રંથકર્તા પોતાના મંતવ્યને તો રજૂ કરે જ છે, પરંતુ સાથે તે મંતવ્યથી વિરુદ્ધ પ્રકારની જે દલીલો ઊઠવાનો સંભવ હોય તે દલીલોનો પણ પોતે જ પ્રતિવાદી વતી ઉલ્લેખ કરી, તે દલીલોનું તાર્કિક નિરસન આપી શકે છે. આમ, વિષયની રજૂઆતમાં પ્રશ્નોત્તરશૈલીનું આગવું સ્થાન હોવાથી ભૂતકાળમાં પણ અનેક ગ્રંથકર્તાઓએ સંવાદશૈલીનો આશ્રય લીધો છે. દ્વાદશાંગીમાં મૂર્ધન્ય પદ ધરાવતા પંચમ અંગ ‘શ્રી ભગવતી સૂત્ર'ની રચના પ્રશ્નોત્તરરૂપે જ થઈ છે, જેમાં શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે શ્રી મહાવીરસ્વામી ભગવાનને પૂછેલા ૩૬,૦૦૦ પ્રશ્નોનું સંકલન છે. શ્રી ગૌતમસ્વામી ઉપરાંત શ્રી અગ્નિભૂતિ, શ્રી વાયુભૂતિ અને શ્રી મંડિયપુત્તના કેટલાક પ્રશ્નોની નોંધ પણ આ શાસ્ત્રમાં સંવિહિત છે. ‘જ્ઞાતાધર્મકથા', ‘અનુત્તરોપપાદિકદશા', ‘વિપાકસૂત્ર’, ‘નિર્યાવલિકા' આદિ કેટલાંક આગમો એવાં છે જેની પ્રરૂપણા શ્રી સુધર્માસ્વામીએ શ્રી જંબૂસ્વામીના પ્રશ્નોના આધારે, ભગવાન શ્રી મહાવી૨ પાસેથી તે Page #78 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૩૧ વિષેનું જ્ઞાન મેળવીને કરી છે. આચાર્યશ્રી જિનભદ્રજીએ ‘વિશેષાવશ્યકભાષ્ય'માં ૧૧ ગણધરો સાથેના વાદમાં શ્રી મહાવીર પ્રભુ ગણધરોનાં મનમાં રહેલી શંકાઓનું જે નિરાકરણ કરે છે, તેનું નિરૂપણ કર્યું છે. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે “વિચારરત્નસાર ગ્રંથમાં આ જ શૈલીનો આધાર લઈ, સાધનામાર્ગમાં સહયોગી થાય એવા સવાલો સજી, તેના અનુભવસિદ્ધ જવાબો પણ સ્વયં જ આપ્યા છે. પ્રશ્નોત્તરશૈલીનો સુંદર ઉપયોગ જૈનેતર ગ્રંથોમાં પણ અવારનવાર થતો રહ્યો છે. બૌદ્ધ ‘ત્રિપિટક" માં પણ અનેક સ્થળે વિવિધ સંવાદોની રચના કરવામાં આવી છે. જેમાંનો ગ્રીક સમાટ મિનેન્ડર અને આચાર્ય નાગસેન વચ્ચેનો સંવાદ બૌદ્ધ સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. ઉપનિષદો તથા ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'માં પણ આ પ્રકારની સંવાદાત્મક શૈલી અપનાવેલી જોવા મળે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા'માં શ્રી વ્યાસ મુનિએ અર્જુનના મુખે પ્રશ્ન મૂકી, શ્રીકૃષ્ણના મુખેથી ઉત્તર અપાવ્યા છે. શ્રી શંકરાચાર્યે ‘ઉપદેશસાહસી'માં ગુરુશિષ્યસંવાદશૈલીના આશ્રયે વેદાંતના ગૂઢ તત્ત્વોનું ગદ્યમાં વિશદ વર્ણન કર્યું છે. કવિ અખાકૃત ‘ગુરુશિષ્ય સંવાદ' એ દોહા-ચોપાઈમાં રચાયેલું સંવાદશૈલીનું કાવ્ય છે. દાસી જીવણદાસે પણ ગુરુશિષ્ય સંવાદ' લખ્યો છે. કવિ દયારામે પણ “રસિક વલ્લભ'ને ગુરુશિષ્યસંવાદરૂપે યોજ્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદે પણ છ પદની તલસ્પર્શી મીમાંસા ગુરુ-શિષ્યસંવાદની વિશિષ્ટ લાક્ષણિક શૈલીથી પ્રકાશી છે. શ્રીમદે અનેક ગ્રંથોનું અવગાહન કરી, મોક્ષમાર્ગને આત્મસાત્ કરી, સર્વ જીવો ભવબંધનથી મુક્ત થાય તેવી મંગલ ભાવનાથી અને એકાંત કરુણાબુદ્ધિથી આ ગ્રંથનું સર્જન કર્યું છે. એમાં તેમણે આત્માને લગતું સર્વ આવશ્યક રહસ્ય સંપૂર્ણપણે સમાવી દીધું છે. સાધકગણ સમક્ષ આત્માનાં છ પદનું સ્વરૂપ પ્રતિપાદન કરવા શ્રીમદે શિષ્યમુખે ક્રમશઃ એક પછી એક પદ વિષેની શંકા રજૂ કરાવી, તત્પશ્ચાત્ શ્રીગુરુના મુખે તે તે શંકાઓનું સમાધાન દર્શાવ્યું છે. પ્રત્યેક પ્રશ્નોત્તર સાધનાપથ ઉપર પ્રગતિ કરાવવામાં સહાયક બને તેવા છે. જેમને તે પ્રકારની શંકા હોય છે, તેમને તેનું સમાધાન થાય છે અને આત્મવિકાસની દિશા તથા પ્રેરણા પ્રાપ્ત થાય છે. વળી, કેટલાક જીવોને તથારૂપ ચિંતન-મનનનો પ્રાદુર્ભાવ ન થયો હોય અને તેથી તત્રકારના પ્રશ્નો ઉદભવતા જ ન હોય, તેઓ માટે પણ શ્રીમદે પ્રયોજેલ આ ગુરુ-શિષ્ય વચ્ચેનો સંવાદ અધ્યાત્મમાં પ્રવેશ કરવાને એક ઉત્તમ સોપાન બને તેમ છે. યથાર્થ તત્ત્વસમજણ પામવાનો અભિલાષી અને સદ્ગુરુચરણનો ઉપાસક એવો શિષ્ય જે વિનયપૃચ્છા કરે છે, તે શંકા શ્રીમદે ‘શિષ્ય ઉવાચ' (શિષ્ય બોલ્યો) એવા પદના નિર્દેશથી પરમ અદ્ભુત ભાવવાહી શૈલીમાં રજૂ કરી છે. તેના ઉત્તરરૂપે, તે શંકાના સર્વાગ સંપૂર્ણ સમાધાનમાં “સદ્દગુરુ ઉવાચ' (સદ્ગુરુ બોલ્યા, એમ પ્રતિપદના પ્રયોગથી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વળતી રજૂઆત કરી છે. ‘શિષ્ય ઉવાચ” તથા “સદ્ગુરુ ઉવાચ'ની આ તત્ત્વ-રસિક, સુભગ, ચિત્તાકર્ષક અને બોધપ્રદ શૈલી “શ્રીમદ્ ભગવદ્ગીતા'ની ‘અર્જુન ઉવાચ' તથા ‘શ્રીકૃષ્ણ ઉવાચ' શૈલીનું સહેજે સ્મરણ કરાવે છે. શ્રીમદે છ પદની ચર્ચા શ્રદ્ધાપ્રધાન નહીં પણ તકપ્રધાન બનાવી છે. સમગ્ર ચર્ચા આગમમૂલક હોવા છતાં એની સિદ્ધિ તર્કથી કરવામાં આવી છે. જેમ ભગવાન મહાવીરે તર્કપુર:સર દલીલો આપીને ગણધરોની શંકાઓનું નિવારણ કર્યું હતું, તેમ જિજ્ઞાસુના મનમાં રહેલી પદવિષયક શંકાઓનું સમાધાન પ્રથમ તર્કના બળે કરી, બુદ્ધિના સ્તરે તેને સુગ્રાહ્ય બનાવ્યા પછી જ તે પદોને સ્વીકારવાની પ્રેરણા શ્રીમદે કરી છે. તર્કશક્તિના દોરને બુદ્ધિના તલ સુધી પહોંચાડી શ્રીમદે આ શાસ્ત્રની પ્રરૂપણા વિસંગતિમુક્ત અને ન્યાયયુક્ત બનાવી છે. આ અનુપમ ગુરુશિષ્યસંવાદમાં શ્રીમદે શિષ્યમુખે વિવિધ શંકાઓ સબળતાથી ઉપસ્થિત કરી છે. શિષ્યની પ્રત્યેક શંકામાં પરમ વિનય નીતરે છે, સત્ય તત્ત્વ અંગેની અપૂર્વ જિજ્ઞાસા અને મુક્તકંઠે સત્ય સ્વીકારતી અદ્ભુત સરલતા ચમકે છે. શિષ્યની એક એક શંકાને સંપૂર્ણપણે ટાળવાની સગુરુની પૂરેપૂરી ચોકસાઈ અને ઉપયોગજાગૃતિ વાચકનું ધ્યાન ખેંચે છે તથા પૂર્ણ સહાનુભૂતિભર્યા ઉત્તર આપી શિષ્યને સન્માર્ગે ચઢાવવાની સદ્દગુરુની નિષ્કારણ કરુણા પાઠકના હૃદયને આકર્ષી લે છે. વળી, તત્ત્વચર્ચામાં રોચક દૃષ્ટાંત આપવું એ શ્રીમદ્ભી હૃદયંગમ શૈલીનું આગવું લક્ષણ છે. તત્ત્વજ્ઞાનના ગૂઢ રહસ્યને થોડા શબ્દોમાં સાદી અને સરળ ભાષામાં સમાવી દેવાની શ્રીમની આશ્ચર્યકારક શક્તિની ખાતરી પણ થાય છે. આત્માની અનુભૂતિ કરી હોય તે પુરુષના હૃદયમાંથી જ આવી અસાધારણ વાણી નીકળી શકે એવી પ્રતીતિ વાચકને થયા વિના રહેતી નથી. શ્રીમદે વીતરાગ શાસનનાં મૂળભૂત તત્ત્વોનાં ગંભીર રહસ્યોને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વણી લઈ વસ્તુસ્વરૂપનું યથાર્થ દર્શન કરાવ્યું છે. શ્રીમદે તે તત્ત્વો આગમ, યુક્તિ અને સ્વાનુભવથી સિદ્ધ કર્યા છે અને તે પ્રમાણિત કરવાની તેમની શૈલી મર્મવેધક છે, ભાવયુક્ત છે, આકર્ષક અને પ્રભાવશાળી છે. ભાષાનું સામાન્ય જ્ઞાન ધરાવનાર પણ સરળતાથી અભ્યાસ કરી શકે તેવી સુગમ ગુજરાતી ભાષાનો અને સરળ દોહા છંદનો શ્રીમદે આ ગ્રંથમાં સુંદર ઉપયોગ કર્યો છે. ઉત્કૃષ્ટ સિદ્ધાંતને અતિ સાદી ભાષામાં છતાં અસરકારક રીતે કહી શકવાના અદ્ભુત સામર્થ્યનું સુંદર દૃષ્ટાંત શ્રીમદે રજૂ કર્યું છે. આ ભાષાશૈલીના પ્રતાપે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સુદઢ ન્યાય, ઊંડું તત્ત્વરહસ્ય અને વિરલ અર્થગાંભીર્ય સરળ ભાષામાં સંમિલિત થયાં છે અને પરિણામે તેની એકેક ગાથા એવા વિસ્મયકારક સામર્થ્યથી પરિપૂર્ણ બની છે કે સુવિચારવાન જીવને જ્ઞાનલબ્ધિ પ્રગટાવામાં તે પરમ નિમિત્ત બની શકે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસર્જન ૩૩ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રતિપાદન શૈલી જોતાં તેમાં કશે પણ શબ્દાડંબર કે વાગ્વિલાસ દેખાતો નથી. આ સૂત્રાત્મક કૃતિમાં એક પણ શબ્દ નકામો નથી, એક પણ નિર્દેશ કડવાશ કે આવેશયુક્ત નથી, એક પણ વચન નિષ્પક્ષપાતતાહીન કે વિવેકવિહીન નથી. તેના શબ્દ શબ્દ માત્ર સ્વાત્માનુભવી મહાત્માના અંતરમાંથી સ્વયમેવ સ્ફરેલી શ્રતધારાનાં દર્શન થાય છે. જેમ ગંગા નદીનો સ્રોત જોવાથી આંખ ઠરે છે, ચિત્ત શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે; તેમ શ્રીમન્ના નિર્મળ અંતરમાંથી પ્રવહતી આ પ્રશમરસથી પરિપૂર્ણ, “ચાતું' મુદ્રાથી અલંકૃત ૧૪૨ ગાથાઓની અપૂર્વ કૃતિ પઠન કે શ્રવણ કરનારના આત્માને શાંતિ અને શીતળતા, પ્રસન્નતા અને પવિત્રતા બક્ષે છે. આબાલગોપાલ સર્વને સ્વયોગ્યતા પ્રમાણે પરમ ઉપકારી થઈ શકે એવી ચમત્કૃતિ તથા આત્માને સ્પર્શતા સર્વ મુદ્દાઓનું ક્રમબદ્ધ, તર્કસંગત નિરૂપણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને જૈન તેમજ જૈનેતર આત્મવિષયક ગ્રંથોમાં અત્યંત મહત્ત્વનો અને ઉચ્ચ કોટિનો દરજ્જો અપાવે છે. મત, દર્શન, સંપ્રદાય, વાડા, જાતિ આદિના આગ્રહથી ઉપર ઊઠીને સર્વગ્રાહી શૈલીથી લખાયેલો આ ઉત્તમોત્તમ ગ્રંથ આધ્યાત્મિક સાહિત્યમાં અમર સ્થાન લેવા સર્જાયેલો છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – ગુરુચરણને 'ઉપ' - સમીપે “નિષદ્' - બેસી તત્ત્વનું શ્રવણ કરતા શિષ્યને પ્રાપ્ત થતી ઉપનિષદોનું સ્મરણ કરાવે એવી, આ ગુરુશિષ્યસંવાદથી આત્મસિદ્ધિ પ્રકાશતી આત્મસિદ્ધિ ખરેખર ! આત્માની અનુપમ ઉપનિષદ્ - “આત્મોપનિષદ્' છે; સર્વ દર્શનને સન્માન્ય એવી આત્માની અનન્ય ગીતા છે. પરમ બ્રહ્મવિદ્યાના પારને પામેલા પરબ્રહ્મનિષ્ઠ શ્રીમદ્ જેવા આર્ષદ્રષ્ટા મહાકવિ - બ્રહ્માએ સર્જેલી આ આત્મસિદ્ધિ બ્રહ્મવિદ્યાનો અર્ક (essence) છે; બ્રહ્મવિદ્યાના શબ્દબ્રહ્મનો છેલ્લો શબ્દ એવી આ આત્મસિદ્ધિ મુમુક્ષુઓને આત્માની અમૃતાનુભૂતિનો અમૃતકુંભ છે. ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૬૨૫-૬૨૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ Page #82 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ પ્રકરણ - ૨ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર Page #83 -------------------------------------------------------------------------- ________________ Page #84 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ગ્રંથનાં વિવેચન શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગણતરીની વ્યક્તિઓને જ આપ્યું હોવાથી અને અનધિકારી જીવોના હાથમાં તે ન જાય તેની ખૂબ સાવચેતી રાખી હોવાથી તથા તેમના જીવનકાળ દરમ્યાન આ ગ્રંથ પ્રકાશિત થયો ન હોવાથી આ ગ્રંથની જાણકારી બહુ ઓછી વ્યક્તિઓને હતી. તેમના દેહવિલય પછી તેમના લઘુભાતા શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાને શ્રીમનું બધું સાહિત્ય પ્રગટ કરવાની ઇચ્છા થતાં, તેમણે શ્રી અંબાલાલભાઈ આદિની મદદ લઈ તે અંગેનું સંશોધન કાર્ય શરૂ કર્યું અને એકત્રિત થયેલા શ્રીમન્ના સાહિત્યને જ્યારે વિ.સં. ૧૯૬૧માં ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથરૂપે પ્રસિદ્ધ કર્યું ત્યારે એ ગ્રંથમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાના આશરે નવ વર્ષ પછી તેની પ્રથમ વાર જાહેર પ્રસિદ્ધિ થઈ. તે પછી વિ.સં. ૧૯૬૪માં શ્રી મનસુખભાઈએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને અલગ પુસ્તકરૂપે છપાવ્યું, જે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પ્રથમ સ્વતંત્ર પ્રગટીકરણ હતું. એ પુસ્તકમાં તેની મૂળ ગાથા ઉપરાંત પ્રત્યેક ગાથાના શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થ તથા શાસ્ત્રની અમુક ગાથાઓની સમજૂતી આપતા શ્રીમના પત્રો આપ્યા છે. એ પુસ્તકમાં શ્રી મનસુખભાઈએ લગભગ ૫૦ પાનાંનો ઉપોદુઘાત લખ્યો છે. ત્યારપછી પરમશ્રુત પ્રભાવક મંડળ' તરફથી પ્રગટ થયેલી “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રત્યેક આવૃત્તિમાં તથા “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ' તરફથી પ્રગટ થયેલી ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની સર્વ આવૃત્તિઓમાં પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થ તથા શ્રીમદ્દ્દા ઉપરોક્ત પત્રો સહિત પ્રગટ થતું આવ્યું છે. વિ.સં. ૧૯૬૪ પછી શ્રીમન્ની અત્યંત મહત્ત્વની કૃતિ તરીકે જુદા જુદા અનેક સંગ્રહોમાં તે સમાવેશ પામી છે તથા સ્વતંત્ર પુસ્તકરૂપે પણ તે અવારનવાર પ્રગટ થતી રહી છે. કેટલાકે આ શાસ્ત્રને અન્ય પદ્યગ્રંથોના સંકલનમાં સંપાદિત કર્યું છે, કેટલાકે પોતાના પુસ્તકમાં તેને એક પ્રકરણ તરીકે સ્થાન આપ્યું છે, કેટલાકે શ્રી અંબાલાલભાઈના અર્થ તથા કેટલીક ટિપ્પણ અને શ્રીમનાં વચનો સાથે આ ગ્રંથને સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રગટ કર્યું છે, કેટલાકે તેની પ્રત્યેક ગાથાના અર્થને વિસ્તારથી સમજાવતા સ્વતંત્ર પુસ્તકની પણ રચના કરી છે, તો કેટલાકે પોતાના શોધપ્રબંધના વિષય તરીકે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેની પસંદગી કરી છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ થયાં છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર ઘણા પ્રવચનકારોએ વ્યાખ્યાનો પણ કર્યા છે. તત્ત્વરસિક ભવ્ય જિજ્ઞાસુઓ આ ગ્રંથનો ઊંડો અભ્યાસ કરે છે. અનેક મુમુક્ષુઓ દરરોજ નિયમપૂર્વક આ અતિ ઉપકારી ગ્રંથનું પારાયણ કરે છે. આ પ્રકારે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશ્વપ્રસિદ્ધ બન્યું છે. હવે આ કૃતિના વિવેચનની ઉપયોગિતા તથા તેનાં ઉપર થયેલાં વિવેચનો પ્રત્યે દષ્ટિપાત કરીએ – શ્રીમદે પ્રદર્શનમાં મસ્તક સમાન જૈન દર્શનના મૂળસિદ્ધાંતરૂપ આત્માનાં પપદને, નિશ્ચયનય અને વ્યવહારનયનો સમન્વય કરીને અનેકાંતવાદથી સમજાવવા અર્થે પોતાની અદ્ભુત પ્રજ્ઞાશક્તિથી આ અજોડ ગ્રંથની રચના કરી છે. તેની ભાષા સરળ હોવા છતાં તેના ભાવ સાગરસમ ગંભીર છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના સંબંધમાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે કે – “ગ્રંથગૌરવ માત્ર ૧૪૨ દોહરાનું છે; તથાપિ જગવિખ્યાત આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરિ પ્રણીત “ષદર્શન સમુચ્ચય' ગ્રંથ, જે માત્ર ૮૬ શ્લોકોનો છે; છતાં તેમાં સર્વ દર્શનોનું સ્વરૂપ યથાતથ્ય રીતે દર્શાવી તત્ત્વજ્ઞાનાનુભવીઓને અપ્રતિમ હર્ષનું કારણ આપ્યું છે, અને તેને લઈને તેના ઉપર અનેક ગહન ટીકાગ્રંથો લખાયા છે, તેમ આ ગ્રંથનું ગૌરવ ઘણું અલા છતાં તેમાં સર્વ દર્શનોનો અંતિમ હેતુ પ્રગટ કરી બતાવ્યો છે.' આવા આશયગંભીર શાસ્ત્રનો યથાર્થ લાભ મેળવવા તેના ઊંડા અવગાહનની આવશ્યકતા છે. વિવેચન વિના તેનો પરમાર્થ આશય સમજવો દુર્ગમ્ય છે. વિવેચન વિના કેટલાક શબ્દોની પાછળ રહેલા ઊંડા ભાવોથી સામાન્ય વાચક વંચિત રહી જાય છે. શ્રીમદે આગમના અર્કને તર્કભરપૂર, સારગ્રાહી અને સૂત્રાત્મક શૈલીમાં રજૂ કર્યો હોવાથી તેનો ગૂઢાર્થ સમજવા તેના વિસ્તારની આવશ્યકતા રહે છે. તેના વિવેચન દ્વારા તેમાં રહેલા સૂક્ષ્મ ભાવો પ્રગટ થઈ મુમુક્ષુઓને વિશેષ ઉપકારક બને એ સ્વાભાવિક છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને સમજવા આવા માધ્યમની અતિ આવશ્યકતા છે. સામાન્ય લેખક કે વિવેચનકર્તાનું ગજું નથી કે તે શ્રીમનાં કથનના ભાવોને પૂર્ણતયા ખોલી શકે. આવા મહાસામર્થ્યથી ભરેલા ગ્રંથનાં રહસ્યોનું ઉદ્ઘાટન કરવા માટે વિશિષ્ટ ક્ષયોપશમ, કુશાગ્ર મતિ, પ્રચંડ મેધા, સચોટ તર્કશક્તિ, ઊંડું અને વિશાળ શાસ્ત્રજ્ઞાન, નિર્મળ અંત:કરણ, પ્રબળ નિષ્ઠા વગેરે ગુણો અપેક્ષિત છે. સામાન્ય પ્રકારના ગ્રંથના વિવેચનનું કાર્ય પણ કઠિન ગણાય છે, કારણ કે વિવેચકમાં વિવેક, ભાષાજ્ઞાન, વિષયનો તલસ્પર્શી અભ્યાસ, બુદ્ધિની તીવ્રતા વગેરે ગુણો હોય તો જ તેમના દ્વારા થયેલ વિવેચન વાચકોને ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ', પ્રસ્તાવના, પૃ.૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ મંથનાં વિવેચન અને ભાષાંતર ૩૯ ગ્રંથના વિષયનું યથાર્થ દર્શન કરાવી શકે છે; તેથી તાત્વિક ગ્રંથના વિવેચનના કાર્યમાં તો તેના કરતાં પણ ઉચ્ચતર વિવેક, અભ્યાસ, પ્રજ્ઞા આદિ ગુણો અપેક્ષિત હોય એ સમજી શકાય તેવી હકીકત છે; અને એવા વિવેચક દ્વારા થયેલું વિવેચન જ વાચકો તેમજ વિચારકોને પ્રેરક નીવડી શકે છે. મુમુક્ષુઓના સદ્ભાગ્યે શ્રીમદે કેટલાક પત્રોમાં અમુક ગાથાઓનું વિવેચન કર્યું છે, જે સ્વયં તે ગાથાઓનાં રહસ્યને સમજવા માટે પ્રબળ અવલંબનભૂત અને મહાલાભનું કારણ બન્યા છે. આ પત્રો શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રચ્યું તેના બીજા જ દિવસે, એટલે કે વિ.સં. ૧૯પરની આસો વદ ૨ ને દિવસે લખેલ છે. તેમણે ગાથા ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૨, ૬૨, ૬૩, ૬૪, ૬૬, ૬૭, ૭૪, ૭૭, ૭૮, ૮૦, ૮૨, ૮૩, ૮૪, ૮૫, ૮૬ એમ કુલ ૨૦ ગાથાઓના અર્થ કર્યા છે. તેમાંના કેટલાક અર્થ વિસ્તારથી છે તો કેટલાક અર્થ સંક્ષેપમાં છે. આ ઉપરાંત તેમણે વિ.સં. ૧૯૫૪માં ૧૦મી ગાથા ઉપર વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. શ્રીમદે કરેલાં વિવેચનોમાં તેમનો દિવ્ય જ્ઞાનપ્રકાશ ઝળહળતો જોઈ શકાય છે અને એમાં કોઈ સંદેહ નથી કે શ્રીમદે દરેક ગાથાનો અર્થપ્રકાશ કર્યો હોત તો જગતને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પરમાર્થ દર્શાવનાર અલૌકિક બોધનો ધન્ય લાભ મળ્યો હોત. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની સર્વ ગાથાઓને આવરી લેતું વિવેચનકાર્ય સૌ પ્રથમ શ્રી અંબાલાલભાઈએ કર્યું છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવતરણ નજરોનજર નિહાળનાર અને પ્રથમ ચાર નકલમાંથી એક નકલ મેળવવા ભાગ્યશાળી બનનાર શ્રીમન્ના નિકટ સમાગમી મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈએ શ્રીમની હયાતીમાં જ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાના સંક્ષિપ્ત અર્થ કર્યા હતા. શ્રીમન્ના શ્રી અંબાલાલભાઈ સાથેના પત્રવ્યવહારમાં આ વિષેનો ઉલ્લેખ જોવા મળે છે. આ અર્થ ઉપર શ્રીમદ્ દષ્ટિપાત કરી ગયા હતા, પરંતુ તેના વિષેનો શ્રીમન્નો અભિપ્રાય જાણવા મળતો નથી. અલબત્ત, શ્રીમદે તે અનુવાદ તપાસ્યો હોવાથી તેમાં કોઈ દોષ રહેવા ન જ પામ્યો હોય એ નિશ્ચિત છે. તેથી જ શ્રી અંબાલાલભાઈએ કરેલા આ સંક્ષિપ્ત અર્થ શ્રીમદ્ભા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાથે લગભગ બધે સ્થાન પામે છે. આ અર્થ જાણે શ્રીમદે કરેલા અર્થ હોય તેટલું સન્માન પામે છે અને મોટાભાગના વિવેચકોએ પણ આ અર્થને અનુસરીને જ વિવેચન કર્યા છે. આ રીતે શ્રીમન્ના આ મહાગ્રંથને પ્રથમ વાર અર્થથી વિભૂષિત કરવાનો મહાયશ શ્રી અંબાલાલભાઈને ફાળે જાય છે. વળી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની એક નકલ મેળવવા સભાગી થયેલ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીએ પણ શ્રીમન્ની હયાતી દરમ્યાન જ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અર્થ કર્યા હતા. આ અર્થ લખીને તેઓ ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬૨ (પત્રાંક-૭૩૦) Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન શ્રી અંબાલાલભાઈને મોકલતા અને શ્રી અંબાલાલભાઈએ તે લખાણ શ્રીમને મોકલ્યાં હતાં. આ અંગેના ઉલ્લેખો શ્રી માણેકલાલભાઈના શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રમાં અને શ્રી અંબાલાલભાઈના શ્રીમદ્ ઉપરના પત્રોમાં જોવા મળે છે.૧ શ્રી માણેકલાલભાઈકૃત આ વિવેચન અપ્રાપ્ય છે અને તે અંગે વિશેષ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આમ, શ્રીમદ્ની હયાતી દરમ્યાન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નાં બે વિવેચન થયાં હતાં. તેમના દેહવિલય પછી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રસિદ્ધિ થતાં તેના ઉપર વિવેચન ઉપરાંત અન્વયાર્થ, કિંચિત્ અર્થપ્રકાશના પ્રકારનાં કેટલાંક લખાણ થયાં છે. આ સર્વ લખાણને બે વિભાગમાં વિભાજિત કરી શકાય. કેટલાંક લખાણ સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રકાશિત થયાં છે, જ્યારે કેટલાંક લખાણ લેખકના પુસ્તકના એક પ્રકરણ તરીકે અથવા અન્યના પુસ્તકની પ્રસ્તાવના તરીકે પ્રકાશિત થયાં છે. આ બે વિભાગ અંતર્ગત આ સર્વ લખાણને હવે કાળાનુક્રમે જોઈએ. (I) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં સ્વતંત્ર પુસ્તક પ્રકાશન વર્ષ ૧ વિ.સં. ૧૯૯૯ ૨ ૩ ૪ ૫ ૬ ૭ પુસ્તકનું નામ આત્મસિદ્ધિ વિવેચન વિ.સં. ૧૯૯૯ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો વિ.સં. ૨૦૨ વિ.સં. ૨૦૧૭ વિ.સં. ૨૦૪૧ વિ.સં. ૨૦૪૨ વિ.સં. ૨૦૪૬ ८ વિ.સં. ૨૦૪૮ 2 - શ્રી કાનજીસ્વામી શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મન્દિર શાસ્ત્ર (અર્થ સહિત) ટ્રસ્ટ, સોનગઢ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત) શ્રી ભોગીલાલ ગિ. શેઠ The Self-Realization હું આત્મા છું આત્મસિદ્ધિ - ભાવાર્થ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર (રાજજ્યોતિ મહાભાષ્ય) લેખક બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી વિ.સં. ૨૦૪૯ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ ૧૦ વિ.સં. ૨૦૪૯ આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર ૧- જુઓ : રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', બીજી આવૃત્તિ, પૃ.૨૩૮,૨૮,૨૯,૩૧ શ્રી દીનુભાઈ પટેલ ડૉ. તરુલતાબાઈ મહાસતીજી શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા ‘અલ્પશ્રુત’ ડૉ. ભગવાનદાસ મહેતા શ્રી ગિરધરભાઈ શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા Page #88 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૪૧ (II) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં પ્રકરણ ઇત્યાદિ પ્રકાશન વર્ષ પુસ્તકનું નામ પ્રકરણ ઇત્યાદિના લેખક વિ.સં. ૧૯૬૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા ૨ | વિ.સં. ૧૯૯૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા | બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ ૩ | વિ.સં. ૨૦૧૦ પંડિત સુખલાલજી શાસ્ત્ર ૪ | વિ.સં. ૨૦૨૧ Philosophy of Srimad શ્રી શાંતિલાલ મગનલાલ પટેલ Rajchandra વિ.સં. ૨૦૨૨ અધ્યાત્મ રાજચંદ્ર ડૉ. ભગવાનદાસ મહેતા વિ.સં. ૨૦૨૬ શ્રીમદ્ભી જીવનસિદ્ધિ ડૉ. સરયુબેન મહેતા વિ.સં. ૨૦૫ર Philosophy and Spirituality ડૉ. યુ.કે. પંગલિયા of Srimad Rajchandra (I) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં સ્વતંત્ર પુસ્તક (૧) “આત્મસિદ્ધિ વિવેચન' - બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી સપુરુષાર્થપ્રેરક અધ્યાત્મવિભૂતિ બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું લઘુ વિવેચન વિ.સં. ૧૯૮૨માં કર્યું હતું, જેનું પ્રકાશન તે પછી ઘણા અરસા બાદ વિ.સં. ૧૯૯૯(ઈ.સ. ૧૯૪૩)માં થયું હતું. તેની ત્રણ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ત્રીજી આવૃત્તિ વિ.સં. ૨૦૪૨ (ઈ.સ. ૧૯૮૬)માં પ્રકાશિત થઈ હતી. યુવાવયમાં સંસારપ્રવૃત્તિનો ત્યાગ કરી, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં સ્થિત થયેલા બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ પોતાનું શેષ જીવન સ્વપકલ્યાણમય આત્મસાધનામાં જ વિતાવ્યું હતું. તેમને શ્રીમદ્ પ્રત્યે ખૂબ જ આદર, અત્યંત અહોભાવ અને સમર્પણપૂર્વકનો ભક્તિભાવ હતો; તેમજ તેમનો અપૂર્વ મહિમા હતો. પોતાના પત્રો તથા બોધમાં તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓને વારંવાર ટાંકતા. તેઓ લખે છે – કૃપાળુદેવને ઘણા ભવનું જે જ્ઞાન હતું તે બધું વલોવી, “આત્મસિદ્ધિ' રૂપી માખણ કાઢ્યું.' ૧- જુઓ : ‘પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જન્મ-શતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૭૯ ર- ‘બોધામૃત', ભાગ-૨, ત્રીજી આવૃત્તિ, પૃ. ૨૬૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘આ કાળમાં ઘણાં શાસ્ત્રો છે, પણ “આત્મસિદ્ધિ' જેવું સરળ ભાષામાં કૃપાળુદેવે લખ્યું છે તેવું કોઈ શાસ્ત્ર નથી. ..... કૃપાળુદેવે ઘણું, કામ થઈ જાય એવું કહ્યું છે.' જગતને ભૂલીને જ્ઞાનીને શું કહેવું છે? તેની શોધ કરવા આ આત્મસિદ્ધિશાસ્ત્ર અલૌકિક દષ્ટિએ વિચારવા યોગ્ય છે.” નાના કદનાં ૧૩૧ પાનાંઓના આ વિવેચનમાં ‘અર્થ’ અને ‘ભાવાર્થ' આપવામાં આવ્યા છે. ‘અર્થ’માં શ્રી અંબાલાલભાઈએ લખેલ સંક્ષિપ્ત ગદ્યાર્થ આપવામાં આવ્યો છે અને ત્યારપછી ‘ભાવાર્થ'માં બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ અર્થવિસ્તાર કર્યો છે. સર્વ શાસ્ત્રના સારરૂપ આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અવગાહનમાં અને તેમાં બોધેલા માર્ગની પરમ પ્રેમપૂર્વક ઉપાસના કરવામાં આ વિવેચન મુમુક્ષુઓને સહાયકારી છે. સરળ શૈલીમાં નિરૂપાયેલું આ વિવેચન સુંદર, સચોટ અને અર્થપ્રકાશક છે. સદ્ગુરુદેવની દઢ આશ્રયભક્તિ પ્રગટે છે ત્યારે શિષ્યનું પોતાનું આગવું કંઈ જ રહેતું નથી. એનું જે કંઈ છે તે સઘળામાં શ્રીગુરુની પ્રતિભા ઝળકે છે. શ્રી બ્રહ્મચારીજીના વિવેચનમાં આ તથ્ય પ્રમાણિત થાય છે. જો કે આ વિવેચનમાં શ્રીમન્નાં વચનો અલ્પ પ્રમાણમાં ટાંકવામાં આવ્યાં છે, તેમ છતાં વિવેચનકર્તાના શબ્દોમાં શ્રીમના બોધની છાયા સાંગોપાંગ ભક્તિભાવપૂર્વક ઊતરેલી જણાય છે. અર્થની પુષ્ટિ માટે ક્વચિત્ શ્રીમનાં તથા શ્રી આનંદઘનજી મહારાજની કૃતિઓમાંથી અવતરણો લીધાં છે, તો ક્યારેક ‘સમાધિશતક', “સમયસાર', ‘આઠ યોગદષ્ટિની સક્ઝાય' આદિ શાસ્ત્રોની ગાથાઓનો આધાર લેવામાં આવ્યો છે. આ વિવેચન એકંદરે સુરેખ અને પદ્ધતિપૂર્વકનું થયું છે. પ્રસ્તુત વિવેચન અતિસંક્ષેપમાં થયું હોવાના કારણે મૂળ શાસ્ત્રની બધી ગાથાઓનો ભાવાર્થ ઊંડાણથી થઈ શક્યો નથી, જેથી અમુક ગાથાઓના મર્મથી તત્ત્વાભ્યાસી વંચિત રહે છે. જો કે આ લઘુ વિવેચન લખવા પાછળ વિવેચનકર્તાનો આશય માત્ર મુમુક્ષુઓને મૂળ ગ્રંથનો પરિચય મળે તેટલો જ હોવાનું જણાય છે. આ વિવેચન મૂળ શાસ્ત્રનો પ્રારંભિક પરિચય આપતું હોવાથી વિચારબળની વૃદ્ધિ કરાવવામાં અવશ્ય ઉપયોગી નીવડે છે. (૨) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો' - શ્રી કાનજીસ્વામી ઈ.સ. ૧૯૩૯માં શ્રી કાનજીસ્વામીની રાજકોટ ક્ષેત્રે સ્થિતિ હતી, તે વખતે ત્યાંના મુમુક્ષુઓ દ્વારા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર પ્રવચન કરવા માટે તેમને થયેલી વિનંતી ૧- બોધામૃત', ભાગ-૨, ત્રીજી આવૃત્તિ, પૃ.૨૬૪ ૨- એજન, પૃ.૨૬૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૪૩ આ શાસ્ત્રના પ્રથમ વિસ્તૃત વિવેચનનું નિમિત્ત બની. રાજકોટમાં તેઓ ‘આનંદકુંજ'માં ઊતર્યા હતા અને ત્યાં તા. ૧૯-૯-૧૯૩૯ (ભાદરવા સુદ ૭, વિ.સં. ૧૯૯૫) થી તા. ૨૯-૧૧-૩૯ (કારતક વદ ૩, વિ.સં. ૧૯૯૬) સુધી રોજ સવારે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ગાથાઓની છણાવટ દ્વારા મુમુક્ષુઓના હૃદયમાં તેમણે અધ્યાત્મ રસનો સાગર હિલોળા લેતો કર્યો હતો. ૭૨ દિવસ પર્યત ચાલેલી આ પ્રવચનમાળાને એક બ્રહ્મચારી અંતેવાસી ભાઈએ યથાશક્તિ શબ્દદેહ આપ્યો હતો, જે વિ.સં. ૧૯૯૯માં આશરે ૪૦૦ જેટલાં પાનાંના પુસ્તકાકારે પ્રસિદ્ધિ પામ્યો. ત્યારપછી તેની બીજી આઠ આવૃત્તિ છપાઈ છે. તેની નવમી આવૃત્તિ વિ.સં. ૨૦૪૭માં પ્રકાશિત થઈ હતી. શ્રી કાનજીસ્વામી શ્રીમનાં જીવન તથા સાહિત્યથી અત્યંત પ્રભાવિત હતા. સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના પ્રવચનોમાં શ્રીમનાં કાવ્યોનો, પત્રોનો કે જીવનપ્રસંગોનો ઉલ્લેખ તેઓ વારંવાર પ્રેમાદરપૂર્વક કરતા રહ્યા હતા. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું તેમને ઘણું મહત્ત્વ હતું. તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો મહિમા દર્શાવતાં કહે છે – ‘હું ચોક્કસ કહું છું કે ગુજરાત-કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) વર્તમાનકાળમાં મુમુક્ષુ જીવોના પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ્ રાજચંદ્ર છે. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈનશાસનની શોભા વધારી છે. આ કાળમાં તેમના જેવા મહત્વ પુરુષ મેં જોયા નથી, તેમના એકેક વચનમાં ઊંડું રહસ્ય છે. તે સત્સમાગમ વિના સમજાય તેમ નથી. .... તેમની ભાષામાં અપૂર્વ ભાવ ભર્યા છે, .... ઊંડા ઊંડા ન્યાય, ગંભીર અર્થ તેમના લખાણમાં છે. .... કોઈ જ્ઞાનબળના અપૂર્વયોગે એ લખાયા છે.” શ્રીમદે એવી અપૂર્વ ઘટના કરી છે કે તેમાં કોઈ અંગ બાકી ન રહે એવી રીતે સંક્ષેપમાં સાચું તત્વ જાહેર કર્યું છે. ..... આત્મતત્વની આવી સ્પષ્ટ વાત ગુજરાતી ભાષામાં કરી, અધ્યાત્મશાસ્ત્ર બનાવ્યું, તેથી ઘણો ઉપકાર ભવ્ય જીવોને થયો છે. હજારો જીવો તે કૃપા-પ્રસાદથી આત્મશાંતિની ભાવના સેવે છે.” આત્મસિદ્ધિ ઉપર વિશેષ વિવેચન કેટલું થઈ શકે? વાણીયોગ વડે કેટલું કહી શકાય? તેમાં આત્માની જે સિદ્ધિ કરી છે તે ખરેખર એમ જ છે. તેને ઊંડું અવગાહવું. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ગર્ભિત રહેલ અનેક સતુશાસ્ત્રોના નિષ્કર્ષરૂપ અધ્યાત્મજ્ઞાનનો શ્રી કાનજીસ્વામીએ આ પ્રવચનોમાં મૌલિક રીતે વિકાસ અને વિસ્તાર કર્યો છે. આ શાસ્ત્રમાં પ્રણીત થયેલ વીતરાગવિજ્ઞાનનાં મૂળભૂત તત્ત્વોને તેમણે શાસ્ત્રીય પારિભાષિક શબ્દોનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીને વિસ્તારપૂર્વક પણ સરળતાથી સમજાવ્યાં ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૯૨ ૨- એજન, પૃ.૨૪૩ ૩- એજન, પૃ.૨૪૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ४४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન છે. વિશદતાથી તેમજ જુદા જુદા ન્યાયોની વિવિધતાથી તથા પ્રશ્નોત્તરી દ્વારા, કોઈ વાર પુરાણોના પ્રેરક દષ્ટાંતથી, તો કોઈક વાર દૈનિક જીવનવ્યવહારના પ્રસંગોનાં મર્મભેદી દૃષ્ટાંતોથી આ વિવેચન સ્પષ્ટ તેમજ રોચક બન્યું છે. તેમણે મહદંશે દ્રવ્યસ્વતંત્રતાની અપેક્ષાએ ગાથાઓનું અર્થઘટન કર્યું છે. પ્રસ્તુત શાસ્ત્રમાં શ્રીમદે રચેલા સંવાદમાંથી શ્રી કાનજીસ્વામીએ ગુરુ-શિષ્યનાં અને ખાસ તો શિષ્યનાં અભિનવ લક્ષણોને સુંદર રીતે ઉપસાવ્યાં છે. જીવને કેવા ભાવ રહે ત્યારે આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, કર્તુત્વ તથા ભોફ્તત્વનો સ્વીકાર કર્યો કહેવાય, મોક્ષ અને મોક્ષના ઉપાયની સમજણ થઈ ગણાય, તે અંગે તેમણે કરેલી સ્પષ્ટતાના કારણે શાસ્ત્રના ગહન અભ્યાસની રુચિ જાગે છે. ગાથાનો અર્થ વિસ્તારથી સમજાવવા તથા તે વિસ્તારને રસિક અને પ્રમાણભૂત બનાવવા શ્રી કાનજીસ્વામીએ આચાર્યશ્રી કુંદકુંદદેવ, આચાર્યશ્રી ઉમાસ્વાતિજી, સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી, આચાર્યશ્રી અમૃતચન્દ્રદેવ, આચાર્યશ્રી પદ્મનંદિસ્વામી, પંડિત શ્રી બનારસીદાસજી, શ્રી આનંદઘનજી મહારાજ અને ગણિશ્રી દેવચંદ્રજી મહારાજની કૃતિઓનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. અમુક જગ્યાએ સંત કબીરજી તથા સંત તુલસીદાસજી જેવા જૈનેતર સંતોની રચનાઓનો પણ મધ્યસ્થતાપૂર્વક ઉપયોગ કર્યો છે. આ વિવેચન ધારાવાહી વ્યાખ્યાનરૂપે થયું હોવાથી પ્રત્યેક ગાથાને ફાળવાયેલી સમય-અવધિ (અને તેથી પ્રવચનના લખાણમાં પાનાંઓની સંખ્યા) ઓછીવત્તી રહેવા પામી છે, અર્થાત્ અમુક ગાથાઓની છણાવટ ખૂબ વિસ્તૃતપણે થઈ શકી છે (દા.ત. આત્માના કર્તુત્વ અંગેની ગાથાઓ), તો અમુક ગાથાઓનું માત્ર વિહંગાવલોકન જ થઈ શક્યું છે (દા.ત. ઉપસંહારની ગાથાઓ). પ્રથમ ૬૦ દિવસમાં ૧૦૧ ગાથાઓનું વિવેચન થયું હતું. તે પછી વિહાર કરવાનો હોવાથી અંતિમ ૧૨ દિવસમાં ૪૧ ગાથાઓનું વિવેચન પૂર્ણ કરવું પડ્યું હતું, જેથી પાછળની ગાથાઓનું વિવેચન સંક્ષેપમાં થાય તે સ્વાભાવિક હતું. પ્રસ્તુત વિવેચન સારા એવા વિસ્તારપૂર્વક થયેલું હોવા છતાં અમુક શબ્દોને વિવેચનકર્તાની વિસ્તૃત છણાવટનો લાભ મળી શક્યો નથી. શ્રી કાનજીસ્વામીની પ્રરૂપણા દિગંબર આમ્નાયને અનુસરતી હોવાથી તથા અર્થઘટન કરતી વખતે નિશ્ચયનય ઉપર મુકાયેલ વિશેષ ભારના કારણે અમુક વર્ગના વાચકોમાં આ વિવેચનનો સર્વાગી સ્વીકાર જોવા મળતો નથી. | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રથમ વિસ્તૃત વિવેચનરૂપે, સરળ અને સાદી ભાષામાં થયેલ વિસ્તૃત છણાવટ તરીકે તથા ગાથાઓમાં રહેલા અધ્યાત્મનવનીતને બહાર કાઢવામાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૪૫. આપેલ ફાળા માટે શ્રી કાનજીસ્વામીએ કરેલ આ વિવેચન સદાસ્મરણીય રહેશે. (૩) “શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્ર (અર્થ સહિત)' - પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ગુજરાતી અન્વયાર્થનું પ્રકાશન વિ.સં. ૨૦૨૧(ઈ.સ. ૧૯૬૫)માં શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તિકામાં અર્થકારના નામનો ઉલ્લેખ મળતો નથી. સંસ્કૃતાદિ અઘરી અથવા અલ્પ પરિચિત ભાષાઓની પદ્યરચનાઓનો જ ગુજરાતી અન્વયાર્થ પ્રાયઃ જોવામાં આવતો હોવાથી, આ પુસ્તિકા જોતાં પ્રથમ એ વિચાર સ્ફરે છે કે ગુજરાતી પદ્યકૃતિનો અન્વયાર્થ ગુજરાતી ભાષામાં જ આપવાની જરૂર હોય? પરંતુ પુસ્તિકાનો અભ્યાસ કરતાં તેની અગત્યતા સમજાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની ગાથાઓનો ગહન અભ્યાસ કરનારને સુવિદિત હશે જ કે ગાથાનું વિવેચન કદાચિત્ સરળતાથી થઈ શકે, પરંતુ અમુક ગાથામાં પ્રત્યેક શબ્દની સમજ આપવી અઘરી પડે છે, કારણ કે એમાં મૂળ આશયને અન્યાય થવાનો સંભવ રહે છે. એ દૃષ્ટિએ અન્વયાર્થનો આ નવીન પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. વળી, સ્વરૂપસ્વાધીનતાનો વિશેષ બોધ થાય એનો સભાન પ્રયત્ન એમાં થયો છે. અર્થકારની વિચારણામાં રહેલ સૂક્ષ્મ દૃષ્ટિકોણ કેટલીક જગ્યાએ સુંદર રીતે પ્રતિબિંબિત થયા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નાં વિવેચનોની હારમાળામાં પોતાની આગવી ભાતથી જુદો તરી આવતો આ અન્વયાર્થ તેની સરળ ભાષા, નવતર અર્થઘટન તથા તર્કસંગત રજૂઆતના પરિણામે પ્રારંભિક ભૂમિકાના પાઠકગણને તથા અભ્યાસી વર્ગને પોતપોતાની રીતે અર્થસંદર્ભના અભ્યાસ માટે ઉપયોગી નીવડે તેવો છે. (૪) શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)' - શ્રી ભોગીલાલ ગિ. શેઠ શ્રી ભોગીલાલ ગિ. શેઠે લખેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન મુંબઈમાં વિ.સં. ૨૦૧૭(ઈ.સ. ૧૯૬૧)માં એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયું હતું. નાના કદનાં ૪૨૩ પાનાંના આ પુસ્તકની રચનામાં તેમને પાંચથી છ મહિના જેટલો સમય લાગ્યો હતો. અત્યાર પર્યત આ વિવેચનની પાંચ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. પાંચમી આવૃત્તિ વિ.સં. ૨૦૫૨ (ઈ.સ. ૧૯૯૬)માં પ્રસિદ્ધ થઈ હતી. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની અપૂર્વતા, મહત્તા તેમજ પરમ ઉપયોગિતા નિહાળી શ્રી ભોગીલાલ શેઠને તેનું વિવેચન કરવાની પ્રેરણા મળી હતી. તેઓ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મહત્ત્વ દર્શાવતાં લખે છે – Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘પરમ શુદ્ધોપયોગી, પરમ અનુભવરસભોગી, સ્વરૂપરમણી, પરમ આત્મચારિત્રી શ્રીમદુના આત્મપ્રદેશોની નિર્મળતાને સ્પર્શીને સહજ બહાર આવેલી, પવિત્ર હૃદયમાંથી સ્વયં નીકળેલી અને આ અવનિના સુપાત્ર જનોનું કલ્યાણ કરવા સર્જાયેલી આ અમૃતરસધારા છે.” અનાદિ મોહનિદ્રામાંથી જગાડનાર, વિસારી મૂકેલાનું સ્મરણ કરાવનાર, અંતર્ધાન થઈ ગયેલા આત્માને પ્રગટ કરનાર અને મોહાસ્ત્રને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરવાનું રહસ્ય દર્શાવનાર આ પરમ પવિત્ર નિર્મળ, નિર્દોષ શાસ્ત્ર છે.' પ્રસ્તુત વિવેચનનો અભ્યાસ કરતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠના હૃદયના ઊંડાણમાંથી છલકાતો શ્રીમદ્ પ્રત્યેનો ભક્તિરસ, ગાથાનો અર્થ સમજાવવાની તેમની સચોટ શૈલી, ગાથાઓનું આયોજનબદ્ધ વિવેચન તથા સુપાત્ર શિષ્યના વિનયાદિ અનેક ગુણોનું વર્ણન પાઠકને પ્રભાવિત કર્યા વિના રહેતું નથી. પ્રત્યેક ગાથાના વિવેચનનો પ્રારંભ તે ગાથાના સંક્ષિપ્ત ભાવાર્થથી કર્યો છે. શ્રી અંબાલાલભાઈએ કરેલ અર્થમાં શાબ્દિક ફેરફાર કરીને તેમણે ‘ભાવાર્થ' રચ્યા છે. તત્પશ્ચાતું ‘વિશેષાર્થમાં તેમણે ગાથામાં રહેલ મર્મને અનાવરિત કરવા સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ગાથાની સમજૂતી એવી સરળ, સીધી અને સંક્ષિપ્ત ભાષાશૈલીમાં આપી છે કે ગાથાના વિષયનું ગ્રહણ ત્વરાથી થઈ શકે છે. જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં ગાથાના વિષયને સંબંધિત આવશ્યક સિદ્ધાંતજ્ઞાનની સંક્ષિપ્ત ચર્ચા કરી છે કે જેથી શાસ્ત્રકર્તાનો આશય સીધો પકડાઈ શકે. તદુપરાંત, ગાથાના વિવેચનની શરૂઆતમાં આગલી ગાથા સાથેનો સંબંધ મહદંશે સમજાવવામાં આવ્યો છે, જે આ વિવેચનનું અગત્યનું જમા પાસું છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા અદ્ભુત, તત્ત્વજ્ઞાનસભર, ગહન સંથ ઉપરના આ વિવેચનમાં શ્રી ભોગીલાલ ગિ. શેઠે પોતાની આગવી શક્તિથી ગ્રંથકારે ગ્રહણ કરેલા વિષયની સાંકળની સ્પષ્ટતા કરી છે. ગાથાના મર્મનો પ્રકાશ તથા વિસ્તાર કરવા માટે અમુક જગ્યાએ તેમણે શ્રીમનાં જ અન્ય વચનોનો સુયોગ્ય ઉપયોગ કર્યો છે. અપવાદરૂપે ‘શ્રી આચારાંગ સૂત્ર' તથા ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ના એક એક અતિ સંક્ષિપ્ત અવતરણ સિવાય અન્ય કોઈ શાસ્ત્રીય અવતરણો તેમણે આપ્યાં નથી. અમુક ગાથાઓના અર્થઘટનમાં તે અંગેનાં શ્રીમનાં લખાણ જ તેમણે સીધાં મૂકી દીધાં છે. શ્રીમદ્નાં લખાણથી ઉત્તમ બીજું શું હોઈ શકે? તોપણ સ્વીકારેલી વિવેચનશૈલી અનુસાર એ ગાથાઓ વિષે તેમણે પોતે કંઈક વિવેચન કર્યું હોત તો અભ્યાસી પાઠકને નવીન ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', બીજી આવૃત્તિની પ્રસ્તાવના, પૃ. ૧૭ ૨- એજન, પૃ. ૧૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ४७ દૃષ્ટિકોણનો લાભ મળત. શ્રી ભોગીલાલ ગિ. શેઠે કરેલું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ વિવેચન તેમની ભાષાની સરળતા, શૈલીની પ્રવાહિતા, ભક્તિભાવની આર્દ્રતા તથા કદની સપ્રમાણતાના કારણે મૂળ શાસ્ત્રના અભ્યાસ માટે જિજ્ઞાસુ વર્ગને ખૂબ ઉપયોગી નીવડે છે. (૫) The Self Realization' - શ્રી દીનુભાઈ પટેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અંગ્રેજી ભાષાંતર-અર્થવિસ્તારનું પુસ્તક “The SelfRealization' શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ દ્વારા વિ.સં. ૨૦૪૧(ઈ.સ. ૧૯૮૫)માં પ્રકાશિત થયું હતું, જેમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મૂળ ગાથાઓનો વિસ્તૃત ગદ્યાર્થ તત્ત્વજ્ઞાનના અધ્યાપક શ્રી દીનુભાઈ મૂળજીભાઈ પટેલ દ્વારા સંપન્ન થયો છે. શ્રી દીનુભાઈ પ્રસ્તાવનામાં લખે છે – 'The great men are the salt of the earth and they are the torchbearers of eternal truths is amply proved by the life and teachings of Shrimad Rajachandra. ..... It is very difficult to complete one's say in spiritual matters in a short composition, but the genius of Shrimad Rajachandra has achieved it with mastery in his Atma-siddhi. ..... It (Atmasiddhi) analyses the causes and effects of the soul's delusion and it suggests the way to dispel it and attain the state of self-realization.' પુસ્તકની શરૂઆતમાં ૫૪ પૃષ્ઠપ્રમાણ શ્રીમનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે. તત્પશ્ચાતું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ૧૨૦ પાનાં જેટલું ભાષાંતર-વિવેચન છે, જે અંતર્ગત સૌ પ્રથમ દેવનાગરી લિપિમાં મૂળ ગુજરાતી ગાથા છાપવામાં આવી છે, ત્યાર પછી મૂળ ગાથાના સાચા ઉચ્ચારણના નિદર્શન માટે ફરીથી મૂળ ગાથા રોમન અંગ્રેજી શૈલીમાં આપી છે, ત્યારપછી બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીનો આંગ્લ પદ્યાનુવાદ અને અંતે શ્રી દીનુભાઈસ્કૃત અર્થવિસ્તાર રજૂ થયેલ છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નો ગદ્યાર્થ અંગ્રેજી ભાષામાં આટલા વિસ્તારથી પ્રથમ વાર થયેલો જણાય છે. પ્રસ્તુત ગદ્યાર્થવિવેચન બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીના પ્રત્યક્ષ માર્ગદર્શન તથા કડક ચકાસણી હેઠળ તૈયાર થયેલ હોવાથી અધિકૃતતા પામે છે. તે મુખ્યત્વે શ્રી અંબાલાલભાઈના સંક્ષિપ્ત ગુજરાતી ગદ્યાર્થનું, શ્રીમદ્ભા વિવિધ પત્રોનું તથા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત ગુજરાતી વિવેચનનું કુનેહભર્યું સંકલન-ભાષાંતર હોય એમ જણાય છે. 9- Shri Dinubhai Patel, 'The Self Realization', Introduction, Pg.IV-VI Page #95 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આધ્યાત્મિક ગ્રંથના વિવેચનમાં સરળ અંગ્રેજી ભાષાની અપેક્ષા પ્રાયઃ રાખી શકાય નહીં, પરંતુ અપવાદરૂપે પ્રસ્તુત વિવેચનની ભાષા અંગ્રેજીના અલ્પાભ્યાસીથી પણ ગ્રહણ થઈ શકે એવી સરળ છે. રજૂઆત રસપ્રદ રીતે જકડી રાખનાર અને આશ્ચર્યજનક રીતે સુવ્યવસ્થિત બની છે. પદ્ધતિસરનું આયોજન સર્વ ગાથાઓના વિષયને પૂરતો ન્યાય આપે છે. અલ્પસંખ્ય ક્ષતિઓને બાદ કરતાં તેમાં અર્થની છણાવટ એકંદરે સુંદર રહી છે. ગાથાઓમાં ચર્ચેલા વિષયનો પણ યથાવકાશ વિસ્તાર કરવામાં આવ્યો છે. ષટ્કદના અર્થવિસ્તારમાં શંકા-સમાધાનનું વિશ્લેષણ સરળ અને સ્પષ્ટ થયું છે. શંકાની રજૂઆત સાથે તે કયા દર્શનના પ્રભાવ હેઠળ થઈ છે એની સમજૂતી પણ આપવામાં આવી છે. ૪૮ માત્ર અંગ્રેજી ભાષાના જાણકારને શ્રીમદ્નો આધ્યાત્મિક સંદેશ રોચક રીતે અને સુયોગ્યપણે પહોંચાડવાનો આ પ્રયાસ અવશ્ય ઉલ્લેખનીય છે તથા પ્રશંસાનો અધિકારી પણ ઠરે છે. (૬) ‘હું આત્મા છું' ડૉ. તરુલતાબાઈ મહાસતીજી સાધ્વીશ્રી ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ મદ્રાસમાં વિ.સં. ૨૦૪૨(ઈ.સ. ૧૯૮૬)ના ચાતુર્માસ દરમ્યાન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર આપેલ પ્રવચનોની સંકલનારૂપે આ પુસ્તક ઈ.સ. ૧૯૮૭માં પ્રકાશિત થયું છે. ગુજરાતી ભાષામાં આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે તથા હિંદી તેમજ અંગ્રેજી ભાષામાં પણ આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. ચાતુર્માસ દરમ્યાન આશરે ૧૦૭ દિવસ પર્યંત ચાલેલ વ્યાખ્યાનમાળાના આ સંકલનમાં આશરે એક હજાર પાનાંનું વિવેચન છે. મૂળ શાસ્ત્રના વિષય અનુસાર ત્રણ પુસ્તકોમાં આ વિવેચનનું વિભાજન કરવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ગાથા ૧ થી ૪૨ ઉપરનાં વ્યાખ્યાનો લેવામાં આવ્યાં છે, દ્વિતીય ભાગમાં ગાથા ૪૩ થી ૧૧૮ પર્યંતનું વિવેચન છે, જ્યારે તૃતીય ભાગમાં અંતિમ ૨૪ ગાથાઓ ઉપરનાં પ્રવચન ઉપરાંત મહાસતીજીનાં પર્યુષણપ્રવચનની તથા સાંવત્સરિક આલોચનાની નોંધોનો સમાવેશ થયો છે. ડૉ. તરુલતાબાઈ મહાસતીજીને શ્રીમદ્ પ્રત્યે, શ્રીમદ્ા અધ્યાત્મસાહિત્ય પ્રત્યે પ્રથમથી ઊંડો રસ અને આદર હતા. ‘હું કોણ?’ એ સનાતન પ્રશ્નના સમાધાનની ખોજરૂપે તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નાં અગાધ રહસ્યોને ઉકેલવા ઊંડું મંથન કર્યું હતું. તેઓ કહે છે કે - ‘(શ્રીમદે) આ ધરા પર જન્મ ધારણ કરી જનમાનસ પર અનહદ ઉપકાર કર્યો. પોતે આત્મકાર્ય સાધી ગયા અને અન્ય માટે રાહ પ્રશસ્ત કરી ગયા, તેઓએ મહદ્ ઉપકાર તો એ કર્યો કે જિનેશ્વરનાં પ્રરૂપેલ તત્ત્વોને ભાષાકીય દૃષ્ટિએ સરલ Page #96 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૪૯ કરી આપ્યાં. ..... ખરેખર જેના અંતરમાં મુમુક્ષતા જાગી છે તેના માટે શ્રીમદ્જીનું સાહિત્ય અત્યંત ઉપકારી છે. ..... સર્વ જીવોએ શ્રીમદ્જીનાં શાસ્ત્રોનું શ્રવણ-ચિંતનમનન કરવું પરમાવશ્યક છે. ..... આ શાસ્ત્રના ભાવો અતિ ગંભીર છે, અત્યંત રહસ્યપૂર્ણ છે. જેમણે આ શાસ્ત્ર લખ્યું તેઓની આત્માનુભૂતિથી નીકળેલા એક-એક શબ્દ અણમૂલ છે.' જૈન તેમજ જૈનેતર શાસ્ત્રો, સંતો તથા જ્ઞાનીઓનાં વચનો તેમજ પ્રસંગો અને દષ્ટાંતોથી સભર પ્રસ્તુત વિવેચન સુવાચ્ય તથા સુબોધ હોવાથી સર્વસાધારણ જનસમાજ માટે ખૂબ આવકાર્ય તથા ઉપયોગી બનેલ છે. ડૉ. તરુલતાબાઈ મહાસતીજીની ભાવવાહી ભાષા, લોકભોગ્ય શૈલી, ઊર્મિશીલ જનસંબોધના, કટાક્ષકુશળતા તથા વિદ્વત્તાપૂર્ણ સરળતાએ આ વિવેચનને સુગમ, સંતોષપ્રદ તથા લોકોપયોગી બનાવવામાં મહદ્ યોગદાન આપ્યું છે. તેમના ઊંડા સઘન અભ્યાસ તથા વિષયની વિશદ છણાવટથી મૂળ શાસ્ત્રની ગાથાઓ ઉપર સુંદર પ્રકાશ પડ્યો છે. પ્રસ્તુત વિવેચનનું શીર્ષક “આત્મા છું' આપીને ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ સંકેત કર્યો છે કે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો યથાર્થ અભ્યાસ કરી, તેના ગહન મર્મનું યથાતથ્ય અવગાહન કરવાથી અવશ્ય આત્મસિદ્ધિનાં ફળ સંપ્રાપ્ત થાય છે. વ્યાખ્યાનકાર સાધ્વીજીએ સનાતન જૈન દર્શનને કેન્દ્રમાં રાખીને મતાગ્રહનું ખંડન કર્યું છે, એકાંતવાદને ઝાટક્યો છે તથા શ્વેતાંબર-દિગંબર અને શાસ્ત્રોનાં અનેક અવતરણો ટાંકીને શક્ય તેટલી વિચારસંવાદિતા સાધવા પ્રયત્ન કર્યો છે, જે ખરેખર પ્રશંસનીય છે. સાંપ્રદાયિક કુરિવાજો ઉપર તેમણે કરેલા માર્મિક પ્રહાર અત્યંત સ્તુત્ય છે. ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ કરેલું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ વિવેચન તેની ધારાવાહી ભાષા તથા રસપ્રદ શૈલીના કારણે અલ્પ બુદ્ધિશક્તિથી પણ સરળતાથી સમજી શકાય એવું બન્યું હોવાથી મૂળ શાસ્ત્રનો પરમાર્થ આશય સમજાવવામાં તે સફળ નીવડે છે. (૭) “આત્મસિદ્ધિ ભાવાર્થ' - શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા ‘અલ્પશ્રુત' શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા(‘અલ્પશ્રુત')એ મુંબઈમાં વિ.સં. ૨૦૪૬(ઈ.સ. ૧૯૯૦)માં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું લઘુ વિવેચન કર્યું હતું. અર્ધરાત્રિના પ્રયાસમાં સંપન્ન થયેલ આ કાર્ય પ૮ પાનાંની નાની પુસ્તિકાનો અડધો ભાગ રોકે છે. શ્રી તેજુકાયા લખે છે જૈન તત્ત્વનો ગ્રંથસાગર : ચૌદ પૂર્વેનું સાતમું પૂર્વ છે - “આત્મપ્રવાદ', જેનું ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘આત્મા છું' , ભાગ-૩, પૃ.૧૨૬-૧૨૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સંક્ષિપ્ત સ્વરૂપ તે “આત્મસિદ્ધિ શાસ્ત્ર'. જેની રચના પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના અનંત શક્તિમાન આત્મસ્વરૂપનો સ્વયં અનુભવ કરીને આત્માર્થીને આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા અને આત્માની અનુભૂતિ કરાવવા માટે કરી છે, ખાસ કરીને આ વર્તમાનકાળમાં જ્યારે મોક્ષમાર્ગ લગભગ ભુલાઈ જ ગયો છે. .... આત્મસિદ્ધિ શાસ્ત્ર ઘણું બધું ગુણગર્ભિત છે, એની દરેક ગાથા એક લધિવાક્ય જેવી છે.” આ લઘુ વિવેચનમાં ડાબી તરફના પૃષ્ઠ ઉપર મૂળ ગાથા આપી છે તથા જમણી તરફના પૃષ્ઠ ઉપર તે ગાથાની સામે જ તેનો ભાવાર્થ ચાર ચાર લીટીમાં પદ્યાત્મક ગોઠવણીમાં રજૂ કર્યો છે. માત્ર ચાર લીટી જેટલી નિયત જગ્યામાં (ન ઓછી ન વધારે) ગાથાનો પ્રાયઃ પૂર્ણ ભાવ ઉતારવામાં આવ્યો છે તે વિવેચનકર્તાની શૈલીની વિશિષ્ટતા બતાવે છે. આ ભાવાર્થમાં શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થીનો આધાર લીધેલો જોઈ શકાય છે. તેઓશ્રીના ગદ્યાર્થમાં શાબ્દિક ફેરફાર કરી, શ્રી તેજુકાયા આ ભાવાર્થને ચોક્કસ સરળ રૂપ આપી શક્યા છે. અધ્યાત્મવિશ્વમાં પહેલી પગલી માંડતા મુમુક્ષુઓ માટે તથા ખાસ તો સાંપ્રત શિક્ષણવ્યવસ્થાના કારણે ગુજરાતીનું અલ્પ જ્ઞાન ધરાવતા વાચક વર્ગ માટે આજની ગુજરાતી ભાષામાં રજૂઆત પામેલ શ્રી તેજુકાયાકૃત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સરળ, સ્તુત્ય અને સંક્ષિપ્ત ભાવાર્થ આત્મવિચારણા અર્થે સહાયક નીવડે એમ છે. (૮) “શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર' (‘રાજજ્યોતિ મહાભાષ્ય') - ડૉ. ભગવાનદાસ મહેતા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેનો ભક્તિભાવ પિતા તરફથી વારસામાં મેળવનાર, પ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર તથા તત્ત્વચિંતક ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ સ્વતંત્ર પુસ્તકરૂપે રચેલ “રાજજ્યોતિ મહાભાષ્ય' નામનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન ઈ.સ. ૧૯૯૨(વિ.સં. ૨૦૪૮)માં પ્રસિદ્ધ થયું હતું. પ૭૩ પાનાંના આ પુસ્તકના લેખનમાં તેમને આશરે એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. શ્રીમનાં વચનામૃતોના આજીવન ઉપાસક રહેલ ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – પુણ્યશ્લોક શ્રીમદ્ રાજચંદ્ર વિશ્વની વિરલ વિભૂતિ થઈ ગયા. આ ભારતના જ્યોતિર્ધર રાજ-ચંદ્ર અપૂર્વ જ્ઞાન-ચંદ્રિકા વર્ષાવી દિવ્ય તત્ત્વપ્રકાશ રેલાવી ગયા. તેત્રીસ યુગથી પણ ન થાય તેટલું પરમાર્થ કાર્ય તેઓ તેત્રીસ વર્ષમાં કરી ગયા. અનંત ભવનું સાટું એક ભવમાં વાળી ગયા. પરમ આત્મકલ્યાણ સાધી આત્મકલ્યાણનો ૧- શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા ‘અલ્પશ્રુત’, ‘આત્મસિદ્ધિ - ભાવાર્થ', પ્રસ્તાવના, પૃ.૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર સાચો રાહ બતાવી જગત ઉપર અપાર ઉપકાર કરી ગયા. આ જગતકલ્યાણકર ..... ભગવાન મહાવીરના મહાન માર્ગના મહાન ઉદ્ધારક થઈ ગયા છે.” અક્ષરે અક્ષરે પરમ અદ્દભુત શાસ્ત્રસંકલનાથી - અનુપમ તત્ત્વકળાથી ગૂંથેલું આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ખરેખર! આત્મસિદ્ધિ કરાવનારું અનુપમ શાસ્ત્ર છે.” શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપરનું આ ભાષ્ય શ્રીમદ્ જેવી મહાન વિભૂતિની મહાનતમ કૃતિનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. ડૉ. ભગવાનદાસ મહેતાએ પ્રત્યેક ગાથાના વિવેચનમાં પ્રથમ શ્રી અંબાલાભાઈએ કરેલ અર્થ આપ્યો છે અને પછી “રાજજ્યોતિ મહાભાષ્ય' શીર્ષક હેઠળ પોતે કરેલ વિવેચન આપ્યું છે. ગાથાના વિષયના સંદર્ભમાં શ્રીમદ્ભા સાહિત્યમાંથી જે કંઈ પ્રાપ્ત થઈ શકે તે એકત્રિત કરી, એક જ જગ્યાએ સુયોગ્ય રીતે તેમણે પ્રસ્તુત કર્યું હોવાથી ગાથાની મીમાંસાના અભ્યાસ સાથે શ્રીમદ્ભા સાહિત્યનો પરિચય પણ રસમય રીતે થઈ જાય છે. વિદ્વત્તાપૂર્ણ લેખનશૈલીથી પ્રગટ થતું શ્રીમદ્નાં વચનોનું અર્થઘટન, અલંકારના રંગોથી શબ્દોના સાથિયા પૂરીને પ્રભુત્વભરી ભાષામાં થયેલી વિષયની રજૂઆત અને ઊંડા અધ્યયનના પરિપાકરૂપે થયેલ ગાથાના ભાવોનું ઉદ્ઘાટન - આ સર્વ અભ્યાસપ્રેમી જિજ્ઞાસુવર્ગને અવશ્ય આકર્ષિત કરશે. પ્રસ્તુત વિવેચનમાં પૂર્વના કોઈ પણ વિવેચનકર્તાની છાયા પડી નથી એવું જોઈ શકાય છે. ગાથાનો અર્થવિસ્તાર તથા બે ગાથાઓ વચ્ચેના સંબંધનો પ્રકાશ ડૉ. ભગવાનદાસે મહેતાએ સ્વતંત્ર રીતે મૌલિકપણે કરેલો જણાય છે. પ્રત્યેક ગાથાના પ્રારંભે તે તે ગાથાની શ્રીમદ્રના મૂળ હસ્તાક્ષરની પ્રતિકૃતિ, પૃષ્ઠના મથાળે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિભાગ(અધિકાર)ના નામનો તથા ગાથાના ક્રમાંકનો ઉલ્લેખ, સીમાંકિત કરેલ જગ્યામાં તે પૃષ્ઠ ઉપર કરેલી ચર્ચાનું સંક્ષેપમાં સૂચન આદિ વિશેષતાઓ સુજ્ઞ પાઠકનું ધ્યાન ખેંચે છે. શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના વખતે લખેલી, પરંતુ પછીથી શાસ્ત્રમાં સમાવેશ ન પામેલી બે ગાથાઓનો અર્થવિસ્તાર પણ આ પુસ્તકની વિલક્ષણતા છે. ડૉ. ભગવાનદાસ મહેતાના આ વિવેચનમાં, પૂર્વે જણાવ્યું તેમ, શ્રીમદ્રનાં વચનોનું બાહુલ્ય જોવા મળે છે; અને એ રીતે વિવેચનકારને શ્રીમનો મહિમા વારંવાર અને વિસ્તારથી ગાવાનો સુંદર લાભ મળ્યો છે, જેનો તેમણે ચોક્કસ સદુપયોગ કર્યો છે. વિવેચન અંતર્ગત ડૉ. મહેતાએ બહુસંખ્ય શાસ્ત્રોનાં અનેક અવતરણ વારંવાર ટાંક્યાં હોવાથી સામાન્ય વાચક દ્વારા ગાથાનો ભાવ સુગમતાથી પકડી શકાતો નથી. જો કે અભ્યાસીઓને આ અવતરણો દ્વારા ફલિત થતું તેમનું જૈનેતર તેમજ જૈનમાં પણ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પ્રસ્તાવના, પૃ.૫ ૨- એજન, ઉપોદ્ઘાત, પૃ.૧૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્વેતાંબર-દિગંબર બને આમ્નાયના ગ્રંથોનું વિશાળ વાંચન તથા ચિંતન પ્રમોદનું કારણ બને છે. આલંકારિક ભાષા, પાંડિત્યપૂર્ણ શૈલી, મૌલિક વિચારણા, નવતર પ્રયોગશીલતા, અભ્યાસપૂર્ણ સંશોધન, ભક્તિપૂર્ણ પરિશ્રમ, શ્રીમદ્રનાં તથા અન્ય સંતો તેમજ જ્ઞાનીઓનાં વચનોનાં પરિચય-અધ્યયનની તક, તત્ત્વજ્ઞાનની પ્રધાનતા, વિભિન્ન દર્શનો અને મતો પ્રત્યે સમજણપૂર્વકની તટસ્થતા ઈત્યાદિ વિશેષતાઓના કારણે ડૉ. ભગવાનદાસ મહેતાનું આ કાર્ય પ્રશસ્તિયોગ્ય બન્યું છે. (૯) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ' - શ્રી ગિરધરભાઈ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું એકમાત્ર પદ્યાત્મક વિવેચન રચી, આ શાસ્ત્રનાં વિવેચનોમાં નવી ભાત પાડનાર હતા શ્રી ગિરધરભાઈ. તિથલ મુકામે શ્રીમદ્રનાં સાક્ષાત્ દર્શન તથા ટૂંકા સમાગમનો લાભ પામી તેઓ ધન્ય બન્યા હતા. જૈનેતર હોવા છતાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - વડવામાં રહી, આજીવન સંનિષ્ઠ ધર્મારાધના કરનાર શ્રી ગિરધરભાઈ દ્વારા વિ.સં. ૧૯૮૭માં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ૬૨૧ દોહાપ્રમાણ સુદીર્ઘ વિવેચન કરવામાં આવ્યું હતું, જે પ્રથમ વાર વિ.સં. ૨૦૪૯(ઈ.સ. ૧૯૯૩)માં રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ' પુસ્તકમાં પ્રસિદ્ધિ પામ્યું છે. શ્રી ગિરધરભાઈ મંગલાચરણમાં આલેખે છે – આત્મ સંપત્તિ સંપૂર્ણ છે, સાચું નિજપદ રાજ, ચંદ્ર પરે શીતળ સુખદ, શ્રીમદ્ સદ્ગુરુ રાજ. સર્વ પ્રકારે મોહનો, સંગ ત્યજાયે સધ્ય, સદ્દગુરુ રાજ કૃપા થકી, થાઉં અસંગ અનવધ્ય. એ મુજ શુદ્ધ સ્વભાવની, પ્રાપ્તિ તણું નિમિત્ત, પુષ્ટ લહી પરમાત્માને, આત્મસિદ્ધિ ધરું ચિત્ત. તેમાં નિર્મળતા લહે, સદ્ગુરુ ધર્મ પ્રભાવ, થીર થાય મન માંકડું, મળ્યો અપૂરવ દાવ." ભાવનાનું સર્વોત્તમ વાહન પદ્ય હોવાથી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશિષ્ટ પદ્યાત્મક સ્વરૂપ પામ્યું અને એમાં જ આ શાસ્ત્રની સાહજિકતા છે, તેથી તેના અર્થપ્રકાશ માટે પણ જો પદ્યનો આશ્રય લેવામાં આવે તો તેની સાહજિકતા વધુ પ્રબળપણે ફુટ ૧- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૧-૨૧૨ (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિના મંગલાચરણના દોહરા ૬, ૨૩, ૨૪, ૧૪) Page #100 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૫૩ થઈ શકે એમ વિચારી શ્રી ગિરધરભાઈએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન પદ્યાત્મક શૈલીથી કર્યું હોય એમ જણાય છે. પ્રથમ સદગુરુની સ્તુતિ અને તેમના ઉપકારના મહિમાના સંકીર્તનરૂપે ૨૭ દોહાનું મંગલાચરણ કરી તેમણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ‘પાદપૂર્તિ' રચી છે, અર્થાત્ મૂળ ગાથાના ચાર ચરણમાંથી સૌ પ્રથમ પહેલા ચરણને શબ્દશઃ લઈ. તેને અનુસરતા અન્ય ત્રણ ચરણ દ્વારા એક દોહરાનું સર્જન કરવામાં આવ્યું છે. ત્યારપછી અનુક્રમે તે ગાથાનું બીજું, ત્રીજું અને ચોથું ચરણ લઈ તે પ્રત્યેક માટે એક એક દોહો રચ્યો છે, જેમાં અનુક્રમે તેનું સ્થાન મૂળ ગાથાનાં ચરણસ્થાને, અર્થાત્ બીજા, ત્રીજા અને ચોથા ચરણે રાખ્યું છે. આમ, મૂળ ગાથાના એક એક ભાવને વિચારી, તેની પુષ્ટિરૂપે ત્રણ પદપ્રમાણ ભાવ ગૂંથી, આખી ગાથાને સમજાવવા પ્રત્યેક મૂળ ગાથા માટે ચાર ચાર દોહરા લખવામાં આવ્યા છે. ગ્રંથની અંતિમ ગાથાની પાદપૂર્તિ પછી શ્રી ગિરધરભાઈએ ર૬ દોહરામાં શિષ્યની ભક્તિ તથા સદ્ગુરુના અવલંબને થતો તેની આત્મદશાનો વિકાસક્રમ ગાઈ, પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પાસે સેવાભક્તિ-આશીર્વાદની પ્રયાચના તથા મોહક્ષયની ઉત્તમ ભાવના ભાવી સમાપન કર્યું છે. પ્રસ્તુત વિવેચનમાં શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થની ગાઢ છાયા જોવામાં આવે છે. પાદપૂર્તિ કરવા અનેક સ્થળોએ તેમના શબ્દોનો આધાર લેવામાં આવ્યો છે. પદ્યાત્મક વિવેચન હોવા છતાં તે ભારેખમ આલંકારિક શબ્દો કે ગૂંચવી નાંખતી શૈલીથી મુક્ત રહી શક્યું છે એ તેનું જમા પાસું છે; તો નિયત શબ્દોમાં અર્થપ્રકાશ કરવાનો હોવાથી અભિવ્યક્તિની સંકડાશ તેમને નડી હોવાનું જણાય છે. તે સાથે રસમય, સરળ, રોચક લખાણનાં દૃષ્ટાંત પણ અનેક છે. વળી, સદ્ગુરુની ભક્તિનો મહિમા ગાવાની એક તક પણ તેમણે છોડી નથી. જુદી જુદી રીતે ભક્તિભાવની ઉલ્લસિત અભિવ્યક્તિમાં તેઓ સફળ રહ્યા છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો સરળ અને રોચક પદ્યાત્મક અર્થવિસ્તાર આપવા ઉપરાંત વિવિધ આધ્યાત્મિક સત્યોનું વિવિધ દૃષ્ટિકોણથી સુંદર નિદર્શન કરાવનાર શ્રી ગિરધરભાઈની આ પાદપૂર્તિ મુમુક્ષુ જીવોને રસપ્રેરક, બોધદાયી અને સન્માર્ગદર્શક હોવાથી ઉપયોગી અને પ્રશંસનીય વિવેચનમાં સ્થાન પામે છે. (૧૦) આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર - શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું શ્રી ધીરજલાલ મહેતાકૃત વિવેચન વિ.સં. ૨૦૪૯(ઈ.સ. ૧૯૯૩)માં પ્રકાશિત થયું છે. ૮૩ પૃષ્ઠપ્રમાણ આ વિવેચનમાં શ્રી મહેતા શ્રીમન્ની અસામાન્ય પ્રતિભાનો પરિચય આપતાં કહે છે - ‘લઘુ વયથી વૈરાગ્યવાસિત આત્મા, અનેક પ્રકારનાં શાસ્ત્રોના મર્મોને સારી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રીતે જાણનાર, વિદ્વાનોને પણ આશ્ચર્ય કરે તેવું દોહન કરીને શાસ્ત્ર અને વાણીને પ્રકાશિત કરનાર, ઊંડા આત્માર્થી અને આત્મતેજસંપન્ન પુરુષ હતા.* ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' માટે તેઓ કહે છે – આ ગ્રંથ તદ્દન સરળ ગુજરાતી ભાષામાં દોહારૂપે બનાવી આત્મતત્વનું જગતના જીવોને યથાર્થ ભાન કરાવેલ છે. ..... આ ભણવાથી આત્મા વિષેના સંદેહો દૂર થાય છે. શ્રદ્ધા નિર્મળ થાય છે. રુચિ વિશેષ વૃદ્ધિ પામે છે.' પ્રસ્તુત વિવરણમાં મૂળ ગાથા પછી પ્રથમ સંક્ષિપ્ત ગદ્યાર્થ અને તત્પશ્ચાત્ કંઈક વિસ્તારપૂર્વક વિશેષાર્થ આપેલ છે. આ વિવરણ જો કે સ્વતંત્ર રીતે થયેલ છે, પરંતુ તેના ઉપર શ્રી અંબાલાલભાઈ તથા બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત અર્થપ્રકાશનો પ્રભાવ પડેલો જણાય છે. ગાથાવાર વિવેચનનો વિસ્તાર લગભગ એકસરખો અને સુવ્યવસ્થિત રીતે થયેલો છે. અઘરા લાગતા શબ્દોના અર્થ એ જ પૃષ્ઠની પાદનોંધમાં મૂકી પ્રારંભિક કક્ષાના પાઠક માટે સરળતા કરી આપી છે. શ્રી ધીરજલાલ મહેતાની ભાષા સરળ છે તથા તેમની રજૂઆતની શૈલી રસ જગાડનારી હોવા સાથે ગંભીર પણ છે. વળી, શ્રી સદ્ગુરુ પ્રત્યેની ભક્તિના તથા વૈરાગ્યના તેમના ઉદ્ગારો પાઠકનું ધ્યાન ખેંચે છે. શ્રીગુરુ અંગેના તેમના ટૂંકા પણ ભક્તિરસભીના ઉદ્ગારો પ્રશંસનીય છે. અમુક ગાથાનો અર્થપ્રકાશ અત્યંત સુંદર અને રોચક બન્યો છે. - શ્રી ધીરજલાલ મહેતાકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પ્રસ્તુત વિવેચન એક તરફ અર્વાચીન ગુજરાતી ભાષામાં સરળ, સુંદર તેમજ સંક્ષિપ્ત રીતે રજૂ થયેલ હોવાથી અલ્પ ભાષાકીય તથા અલ્પ શાસ્ત્રીય જ્ઞાન ધરાવનારને પણ ઉપયોગી થાય છે, તો બીજી તરફ અભ્યાસી જીવોનો તથા વિભિન્ન ધર્મપ્રણાલી અનુસરનારનો રસ પણ જળવાઈ રહે એ રીતે સંપન્ન થયું છે. (II) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં પ્રકરણ (૧) “આત્મસિદ્ધિ શાસ્ત્ર' - શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રથમ જાણ દુનિયાને વિ.સં. ૧૯૬૧માં ‘શ્રીમદ્ ૧- ‘આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર', પ્રાસંગિક, વિવરણકર્તા ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા ૨- એજન Page #102 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૫૫ રાજચંદ્ર' ગ્રંથ દ્વારા થઈ, જેનું પ્રકાશન શ્રીમદ્જ્ઞા લઘુભાતા શ્રી મનસુખભાઈએ શ્રી અંબાલાલભાઈ આદિની સહાયથી કર્યું હતું. ત્યારપછી વિ.સં. ૧૯૬૪(ઈ.સ. ૧૯૦૮)માં શ્રી મનસુખભાઈએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને પ્રથમ વાર અલગ પુસ્તકરૂપે પ્રગટ કર્યું, જેમાં તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની વિવેચનાત્મક પ્રસ્તાવના લખી હતી. આશરે ૫૦ પાનાંના આ ઉપોદ્ધાતનું શીર્ષક છે - ‘ગ્રંથગાંભીર્ય અને પ્રકાશકવિચાર'. શ્રી અંબાલાલભાઈના સંક્ષિપ્ત ગદ્યાર્થીને બાદ કરતાં, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપરનું આ પ્રથમ ઉપલબ્ધ વિવેચન છે. આ પુસ્તક દેવનાગરી લિપિમાં છાપવામાં આવ્યું છે. શ્રી મનસુખભાઈ મહેતા ગ્રંથપ્રકાશકની ભૂમિકાએથી મંથરચનાનું નિમિત્ત તથા ગ્રંથકારની પ્રશસ્તિ કરી, ગ્રંથનું માહાત્મ દર્શાવનારું વિવેચન શરૂ કરે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રથમ ગાથાથી શરૂ કરીને અંતિમ ગાથા પર્યત પ્રાયઃ તમામ ગાથાઓનો ભાવ અથવા મહિમા યથાસ્થાન દર્શાવવામાં આવ્યા છે. આ વિવેચનમાં તેમણે ગાથાવાર સમજૂતી ન આપતાં અમુક ગાથા સ્વતંત્રપણે સમજાવી છે, તો અમુક ગાથાઓને સમૂહમાં લઈ સંક્ષિપ્તમાં સમજાવી છે. પ્રસ્તુત ઉપોદઘાતમાં શ્રી મનસુખભાઈએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓના માહાભ્ય ઉપરાંત વચ્ચે વચ્ચે અનેક તત્ત્વચર્ચાઓ વણી લીધી છે. જિનાગમમાંથી લીધેલ માહિતીપૂર્ણ અવતરણો તથા દૃષ્ટાંતો, જૈન તેમજ જૈનેતર સંત કવિઓનાં પદો, સાંપ્રત કાળની સાંપ્રદાયિક વ્યવસ્થા ઉપરના માર્મિક પ્રહારો, શબ્દોનો સુંદર ઉપયોગ, શૈલીની પ્રવાહિતા વગેરેથી આ લેખને સમૃદ્ધિ સાંપડી છે. વળી, પ્રસ્તુત લેખ શ્રી મનસુખભાઈ મહેતાની સાહિત્યની સૂઝ, ન્યાયની પકડ તથા પદર્શનની વિશદ અભ્યાસપૂર્ણતા આદિનું સુંદર પ્રતિબિંબ પાડે છે. ગુણસ્થાનકની છણાવટ, કેવળજ્ઞાનની ચર્ચા, દ્રવ્યાનુયોગ અને કરણાનુયોગની દૃષ્ટિએ વિભિન્ન મુદ્દાઓની સમજૂતી આદિ ઉપરથી જૈન દર્શનના અનેક વિષયો સંબંધી શ્રી મનસુખભાઈએ કરેલાં વિશાળ વાંચન અને ગહન ચિંતનનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. અમુક સ્થળે, ખાસ કરીને અંતિમ ૮-૧૦ પાનાંમાં કેટલાક ઇતર વિષયો ઉપર પણ તેમણે ચર્ચા કરી છે. એકંદરે સમગ્ર લેખ અભ્યાસી પાઠકને જકડી રાખવામાં સફળ રહે છે. ઉપોદઘાત પછી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવેચનનો પ્રારંભ થાય છે. તેમાં પ્રથમ મૂળ ગાથા અને ત્યારપછી શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થ છાપવામાં આવ્યા છે. વિશેષાર્થની જરૂર જણાઈ ત્યાં ‘સમર્થન' રૂપે તે ગાથા સમજાવતા શ્રીમદે લખેલા પત્રો ઇત્યાદિ આપવામાં આવ્યા છે, જેમાં ષપદ અંતર્ગત શિષ્યની શંકા તથા શ્રીગુરુ દ્વારા અપાયેલ તેનાં સમાધાનના વિશેષાર્થ સ્પષ્ટ, સરળ અને સુંદર શૈલીના કારણે વિશેષ ધ્યાનાકર્ષક બન્યા છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા દ્વારા પ્રકાશન પામેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું આ પુસ્તક તે શાસ્ત્ર ઉપરના પ્રથમ વિવેચનપ્રયાસ તરીકે ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. વળી, અધિકારી કહી શકાય એવી વ્યક્તિ તરફથી વિસ્તૃત વિદ્વત્તાપૂર્ણ છણાવટરૂપે હોવાથી તથા તે શાસ્ત્રનું પ્રથમ સ્વતંત્ર પ્રગટીકરણ હોવાથી એમ અનેક રીતે તે ખૂબ મહત્ત્વનું પણ છે. (૨) ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા' બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી મુનિશ્રી લઘુરાજસ્વામીની છત્રછાયામાં લખાયેલ તથા તેમની કસોટીમાંથી પાર પડેલ પુસ્તક ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા'માં તેના લેખક બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ શ્રીમદ્નાં બાહ્યાંતર જીવનનાં વર્ણન અંતર્ગત એક પ્રકરણ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને ફાળવી આ ઉત્તમ કૃતિનું સમુચિત સન્માન કર્યું છે. વિ.સં. ૧૯૯૪માં શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ભાદરણની સ્થાપનાના મહોત્સવ પ્રસંગે મુમુક્ષુઓને ભેટ આપવા આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. ૫૬ પ્રકરણના પ્રારંભે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના પુણ્યપ્રાગટ્યનો તથા શ્રી અંબાલાલભાઈની પરમ ભક્તિનો મહિમા ગાતાં લેખકશ્રીએ શાસ્ત્રના રચનાકાળનું સુંદર, ભક્તિભાવપ્રેરિત, રસિકતાસભર વર્ણન કર્યું છે. ત્યારપછી આ શાસ્ત્ર કેવા જીવને વિશેષ ઉપકારક ન નીવડી શકે એના માર્મિક સંકેત સાથે સાહિત્યિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ શાસ્ત્રની વિશેષતાઓનું શબ્દચિત્ર આલેખવામાં આવ્યું છે. તત્પશ્ચાત્ બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ શાસ્ત્રના વિષયની વિભાગવાર છણાવટ કરી છે, જેમાં પોતાની નિર્મળ વિદ્વત્તાના આધારે ષપદ અંગેના ગુરુશિષ્યસંવાદને નવું સ્વરૂપ આપવામાં તેઓ સફળ રહ્યા છે. દરેક પદના શંકાવિભાગની તમામ શંકાઓ એકસાથે અને પછી તે સઘળી શંકાઓનાં સમાધાન એકસાથે એમ રજૂ ન કરતાં, તેમણે દરેક શંકાને અલગ અલગ તારવી એકસમયે શિષ્યની એક શંકા સ્પષ્ટપણે રજૂ કરી છે. પછી માત્ર તે શંકાને જ લાગુ પડતું સદ્ગુરુનું સમાધાન સરળ શબ્દોમાં મૂક્યું છે. ત્યારપછી તે પદની અન્ય નવી શંકા અને તેનું સમાધાન આપ્યું છે. આ શૈલીના કારણે શ્રીમદ્દ્નો આશય પકડવાનું કાર્ય ખૂબ સરળ બને છે. ‘શિષ્યબોધબીજપ્રાપ્તિકથન'ની ૯ ગાથાઓને મરણ સમયે સંભળાવવા યોગ્ય તથા સમાધિમરણરૂપ મહાલાભનું કારણ ગણી તેમણે તેનો સુંદર મહિમા ગાયો છે. અંતે શ્રી સૌભાગ્યભાઈ આદિ મૂળ ચાર અધિકારીઓની આત્મદશામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અવલંબનથી આવેલ પરિવર્તનની નોંધ દ્વારા શાસ્ત્રની ચમત્કૃતિ દર્શાવી તેમણે સુંદર સમાપન કર્યું છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર પ૭ બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ ૨૩ પૃષ્ઠપ્રમાણના સંક્ષિપ્ત પ્રકરણમાં પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિષયની છણાવટને તથા સહવર્તી ઘટનાઓના મૂલ્યાંકનને યથાયોગ્ય ન્યાય આપ્યો છે. (૩) શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર' - પંડિત સુખલાલજી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' અંગેના શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત તથા ઈ.સ. ૧૯૫૪માં પ્રકાશિત પુસ્તક ‘શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાવિષ્ટ પંડિત સુખલાલજીએ વિ.સં. ૨૦૧૦(ઈ.સ. ૧૯૫૩)માં લખેલી પ્રસ્તાવનાનું શીર્ષક છે - “શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ્'. ઉચ્ચ કોટિના વિદ્વાન, વિચારક અને તત્ત્વાભાસી પંડિત સુખલાલજી પોતાના ૧૪ પાનાંના લેખના પ્રારંભમાં ભારતની અધ્યાત્મપરંપરામાં શ્રીમદ્ના સ્થાનનો ઉલ્લેખ કરી, ઉલ્લાસ સહિત જણાવે છે કે – આત્મસિદ્ધિ' વાંચતાં અને તેનો અર્થ પુનઃ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી રાજચંદ્ર આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. ..... સરલ પ્રસન્ન શૈલીમાં આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જોતાં ....... અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મોપનિષદ્ છે.' “શ્રી રાજચંદ્ર પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમુક્ષુ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રતીતિ માટે જે મંથન કર્યું, જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલી અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે.’ તત્પશ્ચાતુ અભ્યાસપૂર્ણ શૈલીથી પંડિત સુખલાલજી દર્શાવે છે કે જૈન, બૌદ્ધ, સાંખ્ય - સર્વ વિભિન્ન પરંપરાઓમાં પણ અધ્યાત્મલક્ષી નિરૂપણ તત્ત્વદષ્ટિથી જોતાં સમાન છે. સર્વ દર્શનોમાં આત્મજ્ઞાનનું પ્રાધાન્ય છે. સર્વેમાં સાધના એક છે, પોતા વિષેનું અજ્ઞાન નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું. પરંતુ ટૂંકી દૃષ્ટિના કારણે જીવ અભિનિવેશ અને દુરાગ્રહના શિકાર બની બેસે છે, જ્યારે શ્રીમદ્ જેવા વિરલા અધ્યાત્મજિજ્ઞાસુ, દૃષ્ટિની વિશાળતા અને આત્મશુદ્ધિ સાધવાના ઉદ્દેશને મુખ્ય કરી અધ્યાત્મવીર બને છે. આમ, શ્રીમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને નિખાલસતાની પ્રશસ્તિ કરી પંડિત સુખલાલજી કહે છે કે આ ગ્રંથ એવો છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા ૧- શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર', પૃ.૨૫ (સંપાદક : શ્રી મુકુલભાઈ કલાર્થી) ૨- એજન, પૃ.૨૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અને સાધનાનું ઊંડામાં ઊંડું સર્વ રહસ્ય આવી જાય છે. ‘આત્મસિદ્ધિ’શબ્દની સમાલોચના, શ્રીમદ્નું મૌલિક નિરૂપણ તથા ભારતીય તત્ત્વજ્ઞાનમાં થતી આત્મસ્વરૂપની પ્રરૂપણા આદિ વિષયોને સ્પર્શી પંડિતજીએ શાસ્ત્રના વિષયની સંક્ષિપ્ત છતાં સર્વ વિભાગને પૂર્ણ ન્યાય આપતી ચર્ચા રજૂ કરી છે. શિષ્યબોધબીજપ્રાપ્તિકથન' અંગે સાહિત્યપટુતાની તેમજ સંવેદનશીલતાની દૃષ્ટિએ અપાયેલ અભિપ્રાય તથા ‘ઉપસંહાર'ને મનનીય તેમજ સુસંગત શાસ્ત્ર ઠેરવતી ભાવના પંડિત સુખલાલજીનો વિશિષ્ટ અધ્યાત્મ-અભિગમ દર્શાવે છે. અંતમાં, પ્રસ્તાવનાકાર તુલનાત્મક અભ્યાસ દ્વારા એ તારવણી ઉપર પહોંચે છે કે આત્મવાદી બધાં દર્શનો ભિન્ન ભિન્ન પરિભાષા દ્વારા પણ એક જ ગીત ગાઈ રહ્યાં છે. ગમે તે પરંપરાના સાચા સાધકની વિચારણા કે વાણીનો અભ્યાસ કરીએ તો બાહ્ય રીતિ-નીતિમાં ભેદ હોવા છતાં તેમની આંતર ભાવનામાં કશો જ ભેદભાવ જણાશે નહીં. ગંભીરતાપૂર્ણ અને મધ્યસ્થતાપ્રે૨ક દર્શનસમાલોચનાના અંતે તેઓ લખે છે ‘દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ ‘આત્મસિદ્ધિ'ને ઉદાર દષ્ટિથી તેમ જ તુલના દૃષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મનો મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવો છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારનો યોગ આવશ્યક છે.'૧ પંડિત સુખલાલજીની વિદ્વત્તાભરી ભાષા, પ્રભુત્વપૂર્ણ શૈલી તથા શ્રીમદ્ પ્રત્યેની લાગણીના કારણે પ્રસ્તુત પ્રસ્તાવના રસપ્રદ અને સુરુચિપોષક બની છે. સાક્ષરયોગ્ય શબ્દપ્રવાહ અને ભાષાશૈલી હોવા છતાં એમાં કશે પણ ક્લિષ્ટતા કે રસક્ષતિનો ભાસ થતો નથી. શ્રીમદ્ તથા શ્રીમદ્દ્ની આ અનુભવમૂલક કૃતિનો વિશાળ સર્વગ્રાહી ખ્યાલ આપવામાં સફળ રહેલ આ લઘુ લેખ વિશિષ્ટ રીતે ઉલ્લખનીય છે. (૪) ‘Philosophy of Srimad Rajchandra' ડૉ. શાંતિલાલ મગનલાલ પટેલ શ્રીમદ્ અંગે સંશોધનાત્મક અભ્યાસ કરનાર વિદ્વાન ડૉ. શાંતિલાલ મગનલાલ પટેલનો અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલો શોધપ્રબંધ ‘Philosophy of Srimad Rajchandra' ઈ.સ. ૧૯૬૫માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં રજૂ થયો હતો. તત્ત્વજ્ઞાન, ધર્મ અને અધ્યાત્મનાં ક્ષેત્રે શ્રીમદ્દા અમૂલ્ય યોગદાન અંગે શ્રી પટેલ લખે છે - 'He mainly sought the essence of all philosophy, life and religion and ૧- ‘શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર', પૃ.૩૮ (સંપાદક : શ્રી મુકુલભાઈ કલાર્થી) Page #106 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર પ૯ reality by his spiritual search, resulted from his thorough self-sincerity.' પોતાના મહાનિબંધના (Srimad's Authentic Treatise on soul' નામના ૧૫૦ પૃષ્ઠપ્રમાણ સુદીર્ઘ પ્રકરણના પ્રારંભમાં ડૉ. એસ. એમ. પટેલે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પંડિત સુખલાલજીએ કરેલી પ્રશસ્તિ ઉદ્ધત કરી, શ્રીમદે દર્શાવેલ જસ્થાનકનો પરિચય આપ્યો છે. લેખકને કદાચ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રબોધાયેલ તત્ત્વદર્શનની વિચારણા જ અભિપ્રેત હોવાથી તેમણે ચર્ચાનો પ્રારંભ ગાથા ૪૫થી કર્યો છે. આત્માના અસ્તિત્વ અંગેની શિષ્યની શંકાઓને રજૂ કરી સંશોધનકર્તા કહે છે કે આ દલીલો અગાઉ પણ અનેક દર્શનકારો તરફથી રજૂ થઈ છે, પણ શ્રીમદ્ભા યુવાકાળના તીવ્ર મનોમંથન તથા ગહન અંતર-અન્વેષણની ફળશ્રુતિરૂપે ઉદ્ભવેલી હોવાના કારણે આ દલીલો વધુ યુક્તિસંગત તથા સંગીન લાગે છે. શિષ્યની શંકાઓની લેખકે વિસ્તારમાં ચર્ચા કરીને બતાવ્યું છે કે તે ઉપનિષદ, સાંખ્ય, વેદાંત, જૈન તથા નૈયાયિક માન્યતા સાથે કઈ રીતે ટકરાય છે. વિવિધ પ્રમાણોની સહાય લઈ આત્માને ઓળખવાના શિષ્યના પ્રયાસ પણ તેમણે સુંદર રીતે વર્ણવ્યા છે. સદ્દગુરુએ આપેલા આ શંકાઓના તાત્ત્વિક ખુલાસાના વિવરણમાં લેખકે ડૉ. રાધાકૃષ્ણન વગેરે અનેક દર્શનશાસ્ત્રીઓના અભિપ્રાય ટાંક્યા છે. આત્માના નિત્યત્વ અંગે પૂર્વના અને પશ્ચિમના પ્રાકૃસિદ્ધાંતો(hypotheses)ના પ્રકાશમાં વિચારણા કરી, છ આર્યદર્શનોની પદાર્થના પરિવર્તનશીલ અને શાશ્વત સ્વભાવ વિષેની માન્યતાઓનું સવિસ્તર આલેખન કર્યું છે. ત્રીજા અને ચોથા પદની સમાલોચના અંતર્ગત શ્રી પટેલે વેદાંતાદિ દર્શનો દ્વારા આત્માનાં કર્તૃત્વ અને ભોમ્તત્વની ઉપપત્તિ દર્શાવી છે તથા શ્રીમનાં ગાંધીજી ઉપર લખાયેલા પત્ર તથા અન્ય અવતરણો દ્વારા ઈશ્વરના યથાર્થ સ્વરૂપની સૂક્ષ્મ વિચારણા કરી છે. પાંચમા પદમાં મુક્ત થયા પછીની આત્માની પ્રવૃત્તિ તથા નિર્વાણ સ્થળની ચર્ચા દ્વારા મુક્તાત્માની દશા સુપેરે સમજાવવામાં આવી છે. મોક્ષોપાયના પદમાં શિષ્યના મુખે સમસ્યાની ગંભીરતા તથા ગૂંચ દર્શાવી, લેખકે સદ્દગુરુસમાધાનની ૪૦ પાનાંથી વધુ સુવિસ્તૃત ચર્ચા કરી છે. પ્રત્યેક ગાથાના ઊંડાણમાં જઈને થયેલી આ ચર્ચા વિવિધ દર્શનોનાં અનેક દૃષ્ટિકોણોને આવરી લે છે. ગાથા ૧૦૧માં દર્શાવેલ આત્માનાં ત્રણ ગુણોની ખૂબ વિગતવાર છણાવટ કરી, લેખક એ નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે મોક્ષમાર્ગ ખરેખર સહજ છે, સરળ છે, સુગમ છે. અનેક સ્થળે લેખકે શ્રીમનાં વિભિન્ન વચનોને ટાંકીને ચર્ચાને સુદઢતા આપી છે. ઉપસંહારમાં શ્રી પટેલે ગાથા ૧૧૩ પછી સીધો ગાથા ૧૨૮નો ઉલ્લેખ કરી 4- Dr. S. M. Patel, 'Philosophy of Srimad Rajchandra' (See : Dr. U. K. Pungaliya, 'Philosophy and Spirituality of Shrimad Rajchandra', Introduction, pg.29) Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન શ્રીમદ્દના આધ્યાત્મિક અભિગમની વિશદ ચર્ચા કરી છે. શ્રીમદે દર્શાવેલ જસ્થાનકમાં ષડ્રદર્શનનો સમાવેશ કઈ રીતે થાય છે એનું વિધેયાત્મક નિરૂપણ આ ચર્ચાનું જમા પાસું છે. શ્રી પટેલે ગાથા ૧૨૯ થી ૧૪૨ની ચર્ચા કરવાનું પ્રસ્તુત ગણ્યું નથી, જ્યારે ગાથા ૧ થી ૪૨નો (અમુક ગાથા સિવાય) અંગ્રેજી પદ્યાનુવાદ ત્રીજા પ્રકરણ - The path of Self-Realisation'hi Geert sul 9. શ્રી શાંતિલાલ પટેલકૃત પ્રસ્તુત શોધપ્રબંધ શ્રીમદ્રના તત્ત્વજ્ઞાન ઉપર સુંદર પ્રકાશ પૂરો પાડે છે. જો કે પારિભાષિક શબ્દોના પ્રયોગના કારણે આ મહાનિબંધ સર્વજનને માટે રોચક કે સુગમ બની શકે એમ નથી, પરંતુ દર્શનશાસ્ત્રના ગહન અભ્યાસીને તેની શૈલી તથા છણાવટ અવશ્ય ગમશે. શ્રીમદ્ગી તત્ત્વમીમાંસાની પૂર્વ-પશ્ચિમ વિશ્વના વિવિધ દાર્શનિક સિદ્ધાંતોના પરિપ્રેક્ષણમાં વિસ્તૃત, પ્રમાણિત, તુલનાત્મક અને વિશ્લેષણાત્મક સમીક્ષા તે આ શોધપ્રબંધનું અત્યંત મહત્ત્વનું યોગદાન છે. (૫) “અધ્યાત્મ રાજચંદ્ર’ - ડૉ. ભગવાનદાસ મહેતા - શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનનું આલેખન કરતો ડૉ. ભગવાનદાસ મહેતાકૃત ગ્રંથ “અધ્યાત્મ રાજચંદ્ર' વિ.સં. ૨૦૨૨ (ઈ.સ. ૧૯૬૬)માં પ્રસિદ્ધ થયો હતો. ૧૦૮ પ્રકરણના આ ગ્રંથમાં ૯૨મું પ્રકરણ છે - આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન : ‘આ અવનિનું અમૃત'. ૧૨ પૃષ્ઠપ્રમાણ આ પ્રકરણમાં ડૉ. ભગવાનદાસ મહેતા પ્રથમ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તથા શાસ્ત્રકર્તા શ્રીમની અત્યંત અહોભાવભર્યા શબ્દોથી પ્રશસ્તિ કરે છે – “જેની નકલ કરતાં પણ વધારે સમય લાગે એવા આ આબાલવૃદ્ધ સર્વને ઉપકારી થઈ પડે - એવા અસલ ગ્રંથનું સોળે કળાથી પૂર્ણ અનુપમ તકળાથી નવસર્જન શ્રીમદે આટલા ટૂંકા વખતમાં કર્યું, એ ખરેખર! પરમ અદભુતોનું પરમ અદ્દભુત છે!' આ લેખમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના સર્જનનો રોમાંચક ઇતિહાસ વર્ણવીને લેખકે આ શાસ્ત્રની સંકલના અને વસ્તુનું સંક્ષેપમાં દિગ્દર્શન કર્યું છે. આ પ્રકરણમાં તેઓ શ્રીમદ્ દ્વારા ઉચ્ચતમ તત્ત્વજ્ઞાનનું અત્યંત સાદા શબ્દોમાં થયેલું અવતરણ, ગુરુશિષ્યસંવાદશૈલીની લાક્ષણિકતા, સદ્ગુરુ તથા સુશિષ્યની વિશિષ્ટ ગુણસમૃદ્ધિ ઇત્યાદિનું સુંદર શબ્દો અને આલંકારિક શૈલીથી યશોગાન કરી, શ્રીમને તથા તેમની આ અમૃતકૃતિને નમસ્કાર કરી તેમણે અંતમંગળ કર્યું છે. ડૉ. ભગવાનદાસ મહેતા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સુંદર, સંક્ષિપ્ત અને સમય પરિચય આપવામાં સફળ રહ્યા છે એમ કહી શકાય. ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘અધ્યાત્મ રાજચંદ્ર, ત્રીજી આવૃત્તિ, પૃ.૬૨૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર (૬) “શ્રીમની જીવનસિદ્ધિ' - ડૉ. સરયુબેન મહેતા શ્રીમના સ્ફટિક સમા નિર્મળ જીવનને અને તેમની હૃદયસ્પર્શી રચનાઓને આલેખતો ડૉ. સરયુબેન મહેતાલિખિત શોધપ્રબંધ “શ્રીમની જીવનસિદ્ધિ' વિ.સં. ૨૦૨૧ (ઈ.સ. ૧૯૬૫)માં પૂર્ણ થયો હતો અને વિ.સં. ૨૦૨૬(ઈ.સ. ૧૯૭૦)માં પ્રકાશિત થયો હતો. આ મહાનિબંધના પાંચમા પ્રકરણમાં ડૉ. સરયુબેન મહેતાએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર સુંદર પ્રકાશ નાંખ્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને દ્રવ્યાનુયોગનો ગ્રંથ કહી, દ્રવ્યાનુયોગની વિશેષતા શ્રીમન્ના શબ્દોમાં પ્રદર્શિત કરી, ડૉ. સરયુબેન કહે છે – આત્મસિદ્ધિશાસ્ત્ર'માં નિરૂપાયેલા વિષયોમાં સૌથી અગત્યનું દ્રવ્ય તે “આત્મા' છે. આત્માની પ્રતીતિ આવે તો સમ્યગ્દર્શન થાય, એ દષ્ટિએ આ ગ્રંથનું મહત્ત્વ કેટલું હોવું જોઈએ?” તત્પશ્ચાતું આ શાસ્ત્રના સર્જન માટેનું નિમિત્ત, તેનો અધિકારી વર્ગ, તે અધિકારીઓ ઉપર પડેલો શાસ્ત્રનો પ્રભાવ, શાસ્ત્રની પ્રસિદ્ધિ, અનુવાદ વગેરેનો ઇતિહાસ દર્શાવી, લેખિકા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો વિષય તથા તેની વસ્તુનિરૂપણશૈલી ઉપર વિસ્તૃત અભ્યાસપૂર્ણ અહેવાલ આપે છે. આમાં મુખ્યત્વે મંગલાચરણ ગાથામાં ષપદનો સમાવેશ તથા ષપદની ચર્ચામાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજકૃત ‘અધ્યાત્મસાર' સાથે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો તુલનાત્મક અભ્યાસ - આ બે મુદ્દાઓ ડૉ. સરયુબેનનો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ-અભિગમ સૂચવે છે. વળી, છ આર્ય દર્શનોનો ટૂંકમાં પરિચય આપી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને ષડ્રદર્શનના સારની ઉપમા અપાઈ છે તે યથાર્થ છે એમ પણ તેઓ પ્રમાણિત કરે છે. અંતમાં ડૉ. સરયુબેન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની અનુભવપ્રધાન મૌલિકતા અને સરળતાસંપન્ન લોકભોગ્યતાનું નિરૂપણ કરી, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને શ્રીમદ્દ્ગી સર્વોત્તમ કૃતિ ઠેરવે છે. ૪૮ પાનાંના આ પ્રકરણમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના મૂળ વિષયની સુદીર્ઘ અભ્યાસમૂલક ચર્ચા દ્વારા તથા શાસ્ત્રનાં આનુષંગિક સર્વ પાસાંઓને વીણી વીણીને, અનેક વિષયો ઉપરનાં સુયોગ્ય અવતરણોના સથવારે કરેલ વિસ્તૃત વિચારણાથી યથાયોગ્ય ન્યાય આપી ડૉ. સરયુબેન મહેતાએ ખરેખર સુંદર અને પ્રશંસનીય કાર્ય કર્યું છે. (9) Philosophy and Spirituality of Srimad Rajchandra' - si. y. }. ડુંગલિયા શ્રી યુ. કે. ડુંગલિયાએ પૂનામાં ઈ.સ. ૧૯૯૪માં અંગ્રેજી ભાષામાં લખેલ ૧- ડૉ. સરયુબેન મહેતા, ‘શ્રીમની જીવનસિદ્ધિ', ત્રીજી આવૃત્તિ, પૃ.૨૫૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મહાનિબંધ 'Philosophy and Spirituality of Srimad Rajchandra'માં તેમણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિષય ઉપર આશરે ૪૦ પાનાનું વિવરણ આપેલ છે. આ મહાનિબંધ પુસ્તકાકારે ઈ.સ. ૧૯૯૬માં પ્રકાશિત થયો હતો. આધ્યાત્મિક ક્ષેત્રે શ્રીમન્ના અદ્ભુત યોગદાન વિષે ડૉ. પંગલિયા લખે છે – 'Srimad Rajchandra, one of the greatest yogis and philosophers of last century, has given us a religionless religion. ..... It may be said that hardly any other person has explained the Jina's or Mahavira's philosophy in such rational, pure and simple terms.' શ્રીમદ્ભી પદ્યકૃતિ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તથા તેમનાં અન્ય લખાણ અંગે તેઓ લખે છે – “The poem Atma-siddhi is not only a poem; it is a complete and comprehensive science and philosophy of self-realization. ..... They are utterances of a seer. They are expressions of an unfathomable, inexhaustible and almost inexpressible experience of ultimate reality of the self.'? ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવેચનના પ્રારંભમાં આત્મજ્ઞાનનું માહાભ્ય દર્શાવી, ડૉ. ડુંગલિયાએ શ્રીમની તથા તેમના તત્ત્વજ્ઞાનની પ્રશસ્તિ કરી છે. વળી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની બિનસાંપ્રદાયિકતા તથા તેની આધ્યાત્મિક વિશિષ્ટતા ઉપર પણ તેમણે સવિશેષ ભાર મૂક્યો છે. ત્યારપછી શાસ્ત્રની રચનાને લગતી કોઈ પણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના લેખક સીધા શાસ્ત્રના વિષયનિરૂપણ ઉપર આવે છે. શ્રીમદ્ભા બોધને સમજાવવા માટે પ્રથમ ષસ્થાનકનો પરિચય કરાવી, તત્પશ્ચાતું ગાથા ૧ થી ૪૨ પર્યત પ્રાયઃ સર્વ ગાથાઓનો ભાવાર્થ આપવામાં આવ્યો છે. ષટ્રપદ અંગેના ગુરુશિષ્યસંવાદનું વિભાગવાર અવલોકન કરવામાં આવ્યું છે, એમાં શ્રીમન્ના કથનની ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તથા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીની કૃતિઓ સાથે કરેલી તુલના લેખકના અધ્યયનની પ્રતીતિ કરાવે છે. ગાથા ૧૦૪ સુધી અધિકાંશ ગાથાઓની સમજણ આપ્યા પછી તેમણે શૈલી બદલી છે. ત્યારપછીની ગાથા ૧૦૫ થી ૧૧૮નો સાર અતિ સંક્ષેપમાં આપવામાં આવ્યો છે, જ્યારે અંતિમ ૨૪ ગાથા વિવેચનનો લાભ પામી શકી નથી. તેમણે ષટ્રસ્થાનકમાં છ આર્ય દર્શનનો સમાવેશ કઈ રીતે થાય છે તે દર્શાવી સમાપન કર્યું છે. q- Dr. U. K. Pungaliya, 'Philosophy and Spirituality of Srimad Raj chandra', Preface, Pg. VII,IX ૨- એજન, Pg.130,258 Page #110 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર . યુ. કે. ડુંગલિયા આધ્યાત્મિક પરિભાષાના સંસ્કૃત શબ્દોને આંગ્લ ભાષામાં ઉતારવામાં મહદંશે સફળ રહ્યા છે. તેમની શૈલી રસિક અને સુસંગત હોવાથી પાઠકના અભ્યાસમાં વિક્ષેપ પડતો નથી, રસક્ષતિ થતી નથી. માત્ર અંગ્રેજી ભાષા જાણનાર જિજ્ઞાસુ વર્ગને શ્રીમદ્ભો પરિચય કરાવવા માટે તથા તેઓશ્રીના આ આત્મકલ્યાણકારી આત્મસિદ્ધિદાયી શાસ્ત્રનું વિહંગાવલોકન કરાવવા માટે ડૉ. પંગલિયાના આ સ્તુત્ય પ્રયાસની નોંધ લેવી ઘટે છે. આમ, શ્રીમદ્ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને અનેક મહાનુભાવોએ “શુમે થાશવિત્ત ચનિયમ્' એ ઉક્તિને અનુસરીને પોતાની શક્તિ અનુસાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન કર્યું છે. તેમણે યથાશક્તિ - યથામતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ રત્નાકરમાં ડૂબકી મારી, અર્થરત્નો શોધવાનો યત્કિંચિત્ પ્રયત્ન કર્યો છે અને એ રીતે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પ્રત્યેક શબ્દ કેટલો અર્થગૌરવવાળો છે તે દર્શાવવાનો તેમનો પ્રયત્ન સાચે જ સ્તુત્ય છે. ગ્રંથનાં ભાષાંતર સાહિત્યના ક્ષેત્રમાં ભાષાંતર - અનુવાદની પ્રવૃત્તિ મધ્યકાળથી ચાલી આવે છે. મધ્યકાલીન સાહિત્યમાં મૂળ કૃતિનાં કેટલાંક સીધેસીધાં ભાષાંતરો મળી આવે છે, તો વળી કેટલાક ભાષાંતરકારોએ મૂળ કૃતિને શબ્દશઃ પ્રતિબિંબિત કરવાને બદલે પોતાના સમયની ભાષામાં, પોતાના સમયના સમાજની ક્ષમતા આદિને લક્ષમાં લઈ, મૂળ કૃતિને પરિવર્તિત કરી, તેનું રૂપાંતર કરેલ છે. જો કે અનુવાદવિદ્યાની પ્રણાલીમાં મૂળ કૃતિમાં આ પ્રમાણે ઘટાડો, વધારો કે ફેરફાર કરવાનું કાર્ય એ મહદંશે સ્વીકાર્ય અને ક્વચિત્ અનિવાર્ય પણ ગણવામાં આવ્યું છે. એમ છતાં ઉત્કૃષ્ટ ભાષાંતર તો એ જ કહેવાય છે કે જેમાં પરિવર્તનની આવી પદ્ધતિથી કિંચિત્માત્ર અર્થમ્બલનાનો ઉદ્દભવ થવા પામ્યો ન હોય. અર્વાચીન કાળમાં પણ ભાષાંતરની પ્રવૃત્તિ ચાલુ રહી છે અને વિકસતી ગઈ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવી ઉત્તમોત્તમ કૃતિ વિદ્વાનોને તેનું ભાષાંતર કરવા આકર્ષે એમાં કશું આશ્ચર્યજનક નથી. તેની મહત્તા, ઉપયોગિતા અને લોકપ્રિયતાથી પ્રેરાઈને અનેક વ્યક્તિઓએ તેનું ભાષાંતર કર્યું છે. તેનું સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી અને કન્નડ ભાષામાં ભાષાંતર થયું છે. શ્રીમન્ની વિવિધ રચનાઓનો ભિન્ન ભિન્ન ભાષાઓમાં અને ખાસ તો હિંદીમાં અનુવાદપ્રસાર થાય એવી મહાત્મા ગાંધીજીની અભિલાષા હતી. તેમણે આ અંગે શ્રીમદ્ના લઘુભાતા શ્રી મનસુખભાઈને એક-બે વાર સૂચન કર્યું હતું, જેને ધ્યાનમાં લઈ શ્રી મનસુખભાઈએ ‘શ્રી આત્મસિદ્ધિ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન શાસ્ત્ર'નાં સંસ્કૃત (પદ્ય) અને હિંદી (ગદ્ય) ભાષાંતરોનું પ્રકાશન કર્યું હતું. એ જ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હંપીના સંસ્થાપક શ્રી સહજાનંદઘનજીની પણ પ્રબળ અંતરંગ ભાવના હતી કે શ્રીમદ્ભા સાહિત્યની સુવાસ ગુજરાત બહારના પ્રદેશોમાં દૂરસુદૂર પ્રસરવી જોઈએ. તેમની પ્રેરણા ઝીલીને તથા અન્ય મહાનુભાવોના પ્રેમાનુરોધથી શ્રી પ્રતાપકુમાર ટોલિયા આદિ વિદ્વાન ભક્તોએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને સપ્ત ભાષામાં પ્રકાશિત કરવાનું ઉમદા કાર્ય હાથમાં લીધું છે. ગુજરાતી ભાષા ન જાણનારો વર્ગ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ગ્રંથથી વંચિત ન રહી જાય અને પોતાની ભાષામાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો અભ્યાસ કરી શકે તે અર્થે આ અનુવાદો ઉપયોગી છે. તે અનુવાદો આ પ્રમાણે છે – પ્રકાશન વર્ષ ભાષા ભાષાંતરકાર | વિ.સં. ૧૯૭૫ સંસ્કૃત વિ.સં. ૧૯૭૯ | અંગ્રેજી પંડિત બેચરદાસજી રાવબહાદૂર શ્રી જે. એલ. જૈની શ્રી અજ્ઞાત વિ.સં. ૧૯૮૩ મરાઠી ૪ 1 વિ.સં. ૨૦૨૪! અંગ્રેજી ફાધર ફ્રાન્સિસ ૫ | વિ.સં. ૨૦૩૦ ! હિંદી શ્રી સહજાનંદઘનજી વિ.સં. ૨૦૩૨ અંગ્રેજી શ્રી ડાહ્યાભાઈ સી. મહેતા ૭ | વિ.સં. ૨૦૪૧ | અંગ્રેજી બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી વિ.સં. ૨૦૫ર હિંદી મહોપાધ્યાય શ્રી ચંદ્રપ્રભસાગરજી વિ.સં. ૨૦૫ર ! બંગાળી શ્રી ભંવરલાલ નાહટા ૧૦ અપ્રકાશિત કન્નડ | ડૉ. એ. એન. ઉપાધ્ધ અને ડૉ. એમ.એ. જયચંદ્ર અપ્રકાશિત | મરાઠી શ્રીમતી પદ્માબાઈ બેડેકર ૧૨ અપ્રકાશિત | અંગ્રેજી શ્રી મનુભાઈ દોશી અપ્રકાશિત અંગ્રેજી મહાત્મા ગાંધીજી ૧૩. ૧- ‘જિનભારતી' - 'વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન', બેંગલોર દ્વારા પ્રકાશિત થઈ રહેલ ‘સપ્તભાષી આત્મસિદ્ધિ' મુદ્રણપ્રક્રિયામાં છે અને તે શ્રીમદ્ના દેહવિલયના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ (એપ્રીલ ૨૦૦૧) પૂર્વે પ્રકાશિત થવાની સંભાવના છે એમ શ્રી પ્રતાપકુમાર ટોલિયા સાથેના પત્રવ્યવહાર દ્વારા જાણવા મળ્યું છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૬૫ હવે આ અનુવાદોનું ભાષાનુસાર વર્ગીકરણ કરી, પ્રથમ સંસ્કૃત, પછી અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી, કન્નડ ભાષામાં થયેલાં અનુવાદોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. (I) સંસ્કૃત અનુવાદ (૧) ‘બાત્મસિદ્ધિ - પંડિત બેચરદાસજી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પંડિત બેચરદાસજીકૃત સંસ્કૃત પદ્યાનુવાદ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ વિ.સં. ૧૯૭૫(ઈ.સ. ૧૯૧૯)માં પ્રકાશિત કર્યો હતો. અનુવાદક પંડિત બેચરદાસજી ન્યાયતીર્થ તથા વ્યાકરણતીર્થ હતા અને સમકાલીન વિદ્વાનોમાં મૂર્ધન્ય સ્થાન ભોગવતા હતા. પ્રસ્તુત અનુવાદમાં પંડિત બેચરદાસજી મહદંશે શબ્દશઃ અનુવાદ કરી શક્યા છે, પરંતુ અમુક સ્થળે તેમને ભાવાનુવાદથી સંતોષ માનવો પડ્યો છે. મૂળ કૃતિનો ભાવ પ્રાયઃ જળવાયો છે, પરંતુ ભાષાની મર્યાદાના કારણે અમુક સ્થળે તે ભાવ યથાર્થપણે જળવાયો ન હોવાનું પણ અનુભવાય છે. અત્યંત અલ્પસંખ્ય ક્ષતિઓને બાદ કરતાં પ્રસ્તુત પદ્યાનુવાદ ખૂબ સરસ, સંપૂર્ણ અને પઠનીય બન્યો છે. અમુક ગાથાઓનો અનુવાદ તો એટલી શ્રેષ્ઠ કક્ષાનો થયો છે કે જાણે સ્વયં શ્રીમન્ના શ્રીમુખે તેનું ઉચ્ચારણ થયું હોય એવું ભાસે છે. અનેક ગાથાઓના અનુવાદ આ તથ્યના આધારરૂપે ટાંકી શકાય એમ છે. તેમાંની એક ગાથા જોઈએ – નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય.” મૂળ શાસ્ત્રની આ ૭રમી ગાથાનો અનુવાદ આ પ્રમાણે છે – 'कषायोपशमो नैव नान्तर्विरक्तिमत् तथा । सरलत्वं न माध्यस्थ्यं तद् दौर्भाग्यं मतार्थिनः ।।' ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પંડિત બેચરદાસજીકૃત સંસ્કૃત પદ્યાનુવાદ પ્રશંસનીય રીતે સંપન્ન થયો છે. ભાષાની સરળ પ્રવાહી શૈલી ઉપરથી અનુવાદકનું સંસ્કૃત ભાષા ઉપરનું પ્રભુત્વ જણાઈ આવે છે. આજના યુગમાં સંસ્કૃત ભાષાનું ચલણ કે આકર્ષણ ખાસ રહ્યું નથી, પરંતુ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સંવહન અર્થે અને ભાષાસમૃદ્ધિ તથા ભાવ-ઐશ્વર્યની દૃષ્ટિએ પણ આ અનુવાદ અવશ્ય એક સુંદર અને સ્તુત્ય સત્કાર્ય ઠરે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ६६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (II) હિંદી અનુવાદ (૧) “ગાત્મસિદ્ધિ - શ્રી સહજાનંદઘનજી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના હિંદી પદ્યાનુવાદના કર્તા છે શ્રી સહજાનંદઘનજી (શ્રી ભદ્રમુનિ). શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હમ્પીના તેઓ પ્રણેતા હતા. તેઓશ્રીના દેહવિલય પછી તેમની કૃતિઓનું સંકલન ‘સહજાનંદ સુધા' ઈ.સ. ૧૯૭૪માં પ્રકાશિત થયું હતું, જેમાં તેમણે કરેલ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પદ્યાનુવાદ સમાવેશ પામ્યો છે. પ્રાચીન હિંદી ભાષામાં દોહા છંદમાં એ સંપન્ન થયો છે. શ્રી સહજાનંદજીએ પ્રસ્તુત અનુવાદ વિ.સં. ૨૦૧૪માં મધ્યપ્રદેશના નિશ્રયીજી તીર્થમાં એકબેઠકે પૂર્ણ કર્યો હતો. એક દિગંબર બહ્મચારીજી દ્વારા થયેલ વિનંતીને માન આપીને તેઓશ્રીએ આ અનુવાદ કર્યો હતો. એક ભાષાની કાવ્યકૃતિને અન્ય ભાષામાં ઢાળતાં ભાષાકીય મર્યાદા નડતી હોવાથી અમુક શાબ્દિક પરિવર્તન અનિવાર્ય થઈ પડે છે. અનુવાદકનું ઉત્તરદાયિત્વ રહે છે કે આ ભાષાંતર દરમ્યાન મૂળ કૃતિને કોઈ અન્યાય કે હાનિ પહોંચવાં જોઈએ નહીં. પ્રસ્તુત અનુવાદમાં અમુક ગાથાઓમાં શબ્દશઃ અનુવાદ મળતો નહીં હોવા છતાં શ્રી સહજાનંદઘનજીની સહજ કવિત્વશક્તિના કારણે મૂળ શાસ્ત્રકર્તાનો આશય સાંગોપાંગ સચવાયો હોવાનું પ્રતીત થાય છે. તેમાંની એક ગાથા જોઈએ – જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.” ઉપરોક્ત ગાથા ૩૦નો ભાવાનુવાદ આ પ્રમાણે થયો છે – 'ज्ञानदशा पायी नहीं, साधनदशा न अंक । પાવે તાવ સંગ ગો, સો ટૂંવત ભવ- ' હિંદી ભાષાની ખાસ જાણકારી ધરાવતા ન હોય તે પણ સમજી શકે એવી અત્યંત સરળ ભાષામાં અને રસમય, રોચક તથા પ્રવાહી શૈલીમાં થયેલું આ ભાષાંતર સર્વ કોઈ માણી શકે એવું બન્યું છે. ભાષા ઉપરના સહજ પ્રભુત્વ તથા શબ્દપ્રયોગની અનેરી સૂઝબૂઝના કારણે અનુવાદકશ્રીને શબ્દોની પસંદગી કે ગોઠવણીમાં વિશેષ શ્રમ કરવો પડ્યો હોય એમ લાગતું નથી, એટલું જ નહીં પણ અમુક સ્થળે તો જાણે શબ્દ આપોઆપ ગોઠવાતા હોય એવો ભાસ થાય છે. માટે જ કહી શકાય કે પ્રસ્તુત પદ્યાનુવાદ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અનુવાદોમાં ઉચ્ચ હરોળમાં બિરાજી શકે એવી સમર્થતા ધરાવે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર (૨) ‘ત્મિસિદ્ધિશાસ્ત્ર' - મહોપાધ્યાય શ્રી ચંદ્રપ્રભસાગરજી શ્રી ચન્દ્રપ્રભ ધ્યાન નિલયમ્, ઇન્દોર તરફથી “સંવધિ-સૂત્ર ગૌર માત્મસિદ્ધિશાસ્ત્ર' નામની પુસ્તિકા અંતર્ગત મહોપાધ્યાય શ્રી ચંદ્રપ્રભસાગરજી રચિત હિંદી કૃતિ “સંબોધિસૂત્ર' તથા તેઓશ્રી દ્વારા થયેલ શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો હિંદી પદ્યાનુવાદ વિ.સં. ૨૦૫રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અનુવાદકશ્રીએ આ પદ્યાનુવાદ આબુક્ષેત્રે વિ.સં. ૨૦૫૧માં કર્યો હતો. આ સુગમ કાવ્યભાષાંતર મુખ્યત્વે શબ્દાનુવાદ છે. મહદંશે શ્રીમદ્દના શબ્દો જ તેમાં યથાવત્ જાળવી રખાયા છે. એમ છતાં મૂળ કૃતિમાંના અમુક અગત્યના શબ્દો અનુવાદમાં સ્થાન પામી શક્યા નથી, તો અમુક સ્થળે નવા શબ્દો ઉમેરાયા છે. પ્રસ્તુત પદ્યાનુવાદ સરળ અને પ્રવાહી ભાષાશૈલીમાં લખાયો છે, પરંતુ અનુવાદકશ્રીએ ઘણી જગ્યાએ શબ્દો અને કેટલાંક સ્થળે તો ચરણને પણ મૂળ સ્વરૂપમાં જ રહેવા દીધાં છે. તેમાંની એક ગાથા જોઈએ – કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.' ઉપરોક્ત ગાથા ૬૬નો ભાવાનુવાદ આ પ્રમાણે થયો છે – ‘મી વિકસી સંયોગ રસે, ઉત્પત્તિ નહીં હોત; नाश नहीं उसका कभी, नित्य अखंडित ज्योत.' પ્રસ્તુત હિંદી પદ્યાનુવાદ એકંદરે સરળ, રસપ્રદ તેમજ પ્રવાહી ભાષાશૈલીમાં થયો હોવાથી તથા આકર્ષક અને સ્પષ્ટ રીતે છપાયો હોવાથી પ્રકાશક સંસ્થાના પરિચિતોમાં અને અનુયાયી વર્ગમાં તથા અન્યત્ર આ પુસ્તિકા દ્વારા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પરિચય, પ્રસાર તથા પ્રભાવ વધશે અને તે સર્વને ચિંતનની ઉચ્ચ સામગ્રી અવશ્ય પ્રાપ્ત થશે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ઉપર્યુક્ત બે હિંદી પદ્યાનુવાદ ઉપરાંત ચાર અન્ય ભાષાંતર પણ હાલ ઉપલબ્ધ છે. શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ વિ.સં. ૧૯૬૪માં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પ્રથમ વાર સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રકાશન કર્યું હતું, જેમાં તેમણે આપેલ ગુજરાતી અર્થવિસ્તારનો શબ્દશઃ હિંદી ગદ્યાનુવાદ પંડિત ઉદયલાલ કાસલીવાલે કર્યો છે. વિ.સં. ૧૯૭૫(ઈ.સ. ૧૯૧૯)માં જ્યારે શ્રી મનસુખભાઈએ પંડિત બેચરદાસજીકૃત સંસ્કૃત પદ્યાનુવાદ પ્રકાશિત કર્યો હતો, ત્યારે સંસ્કૃત ગાથાનુવાદ સાથે ઉપરોક્ત હિંદી સંસ્કરણ પણ છાપવામાં આવ્યું હતું. Page #115 -------------------------------------------------------------------------- ________________ ६८ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈ દ્વારા પ્રકાશિત તથા શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા દ્વારા સંપાદિત “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની બીજી આવૃત્તિ વિ.સં. ૧૯૮૨માં પ્રસિદ્ધિ પામી હતી. તે ગ્રંથનો અક્ષરશઃ હિંદી અનુવાદ પંડિત જગદીશચંદ્ર શાસ્ત્રી દ્વારા સંપન્ન થયો, જે વિ.સં. ૧૯૯૪(ઈ.સ. ૧૯૩૮)માં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પ્રથમ હિંદી સંસ્કરણ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આ ગ્રંથ અંતર્ગત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મૂળ ગાથાઓનો હિંદી અનુવાદ થયો નથી, પરંતુ મૂળ ગાથાઓને દેવનાગરી લિપિમાં છાપવામાં આવી છે, જ્યારે શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થનો તથા શાસ્ત્રની અમુક ગાથાઓ સંબંધી શ્રીમદે લખેલા પત્રોનો શબ્દશઃ હિંદી અનુવાદ શ્રી શાસ્ત્રીએ કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ દ્વારા પ્રકાશિત ‘નિત્ય નિયમાદિ પાઠમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત તથા બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત વિશેષાર્થ સમાવિષ્ટ કરેલ છે. આ ‘નિત્ય નિયમાદિ પાઠનું હિંદી ભાષાંતર પંડિત શોભાચન્દ્રજી ભારિલ્લ દ્વારા થયું હતું, જે એ જ પ્રકાશક દ્વારા વિ.સં. ૨૦૦૦ (ઈ.સ. ૧૯૪૪)માં પ્રસિદ્ધિ પામ્યું હતું. આ પુસ્તક અંતર્ગત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રકરણના શ્રી ભારિત્સકૃત હિંદી ભાષાંતરમાં મૂળ ગાથાઓનું હિંદી ભાષાંતર થયું નથી, જ્યારે શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થ તથા બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધન-દાસજીકૃત વિશેષાર્થ હિંદી ભાષામાં અનુવાદિત થયા છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તરફથી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમ ગુજરાતી આવત્તિ વિ.સં. ૨૦૦૭માં પ્રકાશિત થઈ હતી. આ આવત્તિ શ્રી હંસરાજ જૈન હિંદી સંસ્કરણ પામી છે. વિ.સં. ૨૦૩૦(ઈ.સ. ૧૯૭૪)માં આ હિંદી સંસ્કરણની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. પૂર્વપ્રણાલીને માન આપી, પ્રસ્તુત હિંદી ગ્રંથમાં પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મૂળ ગાથાઓ યથાવત્ રાખવામાં આવી અને તેના ગદ્ય વિભાગનું હિંદી ભાષાંતર કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ચાર ભાષાંતરોની ભાષાશૈલી તે તે ભાષાંતરના કાળાનુસાર સરળ અને યોગ્ય હોવાથી તે ભાષાંતરો પોતપોતાની રીતે હિંદીભાષી મુમુક્ષુ વર્ગને સ્વીકાર્ય અને ઉપયોગી બન્યાં હતાં. (II) મરાઠી અનુવાદ (૧) ‘ઉત્સ-સિદ્ધિ - શ્રી અજ્ઞાત' શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો મરાઠી ભાષામાં થયેલ પદ્યાનુવાદ વિ.સં. ૧૯૮૩(ઈ.સ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૬૯ ૧૯૨૭)માં ‘ત્મિ-સિદ્ધિ' પુસ્તકરૂપે પ્રકાશિત થયો હતો. ફોન શબ્દ'માં અનુવાદકશ્રી અજ્ઞાત' જણાવે છે કે પોતાના અલ્પ આયુષ્યમાં પણ શ્રીમદ્ જે અપૂર્વ સર્જન કરી ગયા છે, તે માત્ર જૈન સાહિત્યમાં જ નહીં, ભારતવર્ષના અન્ય આધ્યાત્મિક સાહિત્યમાં પણ શિરમોર સમાન છે અને આધ્યાત્મિક ગ્રંથોની પંક્તિમાં આ ગ્રંથ અવશ્ય ઉચ્ચ દરજ્જાનો છે. પુસ્તિકાના પ્રારંભમાં શ્રી લક્ષ્મણ ભિડેએ આશરે ૧૬ પૃષ્ઠપ્રમાણ પ્રસ્તાવનામાં શ્રીમતું જીવનચરિત્ર આલેખ્યું છે. મરાઠી પદ્યાનુવાદ પછી દેવનાગરી લિપિમાં મૂળ શાસ્ત્ર અને તત્પશ્ચાત્ ‘પરિશિષ્ટમાં મૂળ શાસ્ત્રમાં વપરાયેલ જૈન પારિભાષિક શબ્દોની તથા ષપદની સમજ આપવામાં આવી છે, જે પ્રારંભિક કક્ષાના તથા જૈનેતર જિજ્ઞાસુઓ માટે અતિ ઉપયોગી છે. પ્રસ્તુત અનુવાદ સરળ અને રોજબરોજની કહી શકાય એવી મરાઠી ભાષામાં સંપન્ન થયો છે, જેથી તે ભાષાના પાઠકને મૂળ કૃતિનો રસાસ્વાદ કરાવવામાં તે ઉપયોગી નીવડે છે. તેમાંની એક ગાથા જોઈએ – માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદગુરુ શરણમાં, અા પ્રયાસે જાય.” મૂળ શાસ્ત્રની ઉપરોક્ત ૧૮મી ગાથા આ રીતે અનુવાદ પામી છે – 'मानादिक शत्रुमहा, निजछंदें कधिं न मारिलें जाती । जातां शरण सुगुरुला, अल्प प्रयासें हि नष्ट तें होती ।।' આ અનુવાદમાં કંઈક પુરાણી કહી શકાય એવી મરાઠી ભાષા પ્રયુક્ત થઈ છે. મૂળ કૃતિના ભાવ મરાઠીમાં ઉતારવા શબ્દોમાં પુષ્કળ છૂટછાટ લેવામાં આવી છે. મૂળ શાસ્ત્રને દોહરાના બદલે આર્યાછંદમાં અનુવાદિત કર્યું હોવાથી પણ તેમાં ઘણા શબ્દો ઉમેરવા પડ્યા છે. અમુક ફેરફારો જોતાં એમ લાગે છે કે પ્રસ્તુત મરાઠી પદ્યાનુવાદ માટે મૂળ શાસ્ત્ર કરતાં પંડિત બેચરદાસના સંસ્કૃત પદ્યાનુવાદનો આધાર વિશેષ લેવામાં આવ્યો હોવો જોઈએ. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો મરાઠી ભાષામાં થયેલ આ સરળ પદ્યાનુવાદ ગુજરાતી ભાષાનું જ્ઞાન ન ધરાવતી મરાઠી જનતાને શ્રીમો તથા તેમના ઉદાત્ત જીવન એવમ્ ઉમદા સાહિત્યનો પરિચય આપવામાં સફળ રહ્યો છે. (૨) શ્રીમતી પધાબાઈ બેડેકર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો દ્વિતીય મરાઠી પદ્યાનુવાદ શ્રીમતી પદ્માબાઈ બેડેકર Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દ્વારા સંપન્ન થયો છે અને તે શ્રી પ્રતાપકુમાર ટોલિયા દ્વારા સંપાદિત ‘સપ્તભાષી આત્મસિદ્ધિ માં સ્થાન પામેલ છે. પ્રસ્તુત અનુવાદમાં સરળ ભાષા અને રોચક શૈલી પ્રયુક્ત થયાં હોવાથી વાચકનો રસ જળવાઈ રહે છે અને ઉચ્ચ કોટિની આધ્યાત્મિક કૃતિમાં તેનો પ્રવેશ આફ્લાદક બને છે. તેમાંની એક ગાથા જોઈએ – ષસ્થાનક સંક્ષેપમાં, ષટદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.” ઉપરોક્ત ગાથા ૪૪નો પદ્યાનુવાદ આ પ્રમાણે થયો છે – 'ह्या षट्पद संक्षेपी सर्वहि षड्दर्शन आलें । समजविण्यास परमावति ज्ञानी हे वदले ।।' શાસ્ત્રકર્તાના ભાવને મરાઠી ભાષામાં ઉતારવા માટે અનુવાદકર્તાને શબ્દોની પસંદગીમાં તથા ગોઠવણીમાં સારી એવી બાંધછોડ કરવી પડી છે. મૂળ શાસ્ત્રની એક ગાથાનો અનુવાદ માત્ર એક ગાથા અથવા નિયત પંક્તિઓમાં જ રચાયો નથી, પરંતુ ક્યારેક અમુક ગાથામાં વિષયની સ્પષ્ટતા માટે, તો ક્યાંક વિવેચનરૂપે, તો વળી અમુક સ્થળે એક ગાથામાં મૂળ ગાથાનો ભાવ પૂરેપૂરો સમાઈ શક્યો ન હોવાના કારણે એકાધિક ગાથાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. અમુક મૂળ ગાથાના અનુવાદ સાથે પાઠાંતરનો અનુવાદ પણ કરવામાં આવ્યો છે, તો ક્યાંક મૂળ શાસ્ત્રમાંથી કાઢી નંખાયેલી ગાથાનું આંશિક ભાષાંતર પણ સ્થાન પામેલ છે. શ્રીમતી પદ્માબાઈ બેડેકરકૃત પ્રસ્તુત મરાઠી ભાવાનુવાદ આકર્ષક અને પ્રવાહી ભાષાશૈલીના કારણે મરાઠી ભાષાના પરિચિતો માટે પઠનીય અને આસ્વાદ્ય બન્યો છે. (IV) બંગાળી અનુવાદ (૧) “આત્મસિદ્ધિ શાસ્ત્ર' - શ્રી ભંવરલાલ નાહટા પશ્ચિમ બંગાળ, કલકત્તાના જૈન વિદ્વાન શ્રી ભંવરલાલ નાહટાકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો બંગાળી પદ્યાનુવાદ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હમ્પી દ્વારા ઈ.સ. ૧૯૯પમાં પ્રકાશન પામ્યો છે. અનુવાદકશ્રી પશ્ચિમ બંગાળ આદિ ક્ષેત્રોમાં જૈન ધર્મના પ્રચારપ્રસારનું તથા સમાજસેવાનું કાર્ય બજાવી રહ્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસી, ગુરુબંધુ અને મિત્ર હોવાના કારણે શ્રી પ્રતાપભાઈ ટોલિયાએ તેમને “સપ્ત-ભાષી આત્મસિદ્ધિ' માટે બંગાળી અનુવાદ કરી આપવા વિનંતી કરી હતી. પરિણામે તેમણે Page #118 -------------------------------------------------------------------------- ________________ મંથનાં વિવેચન અને ભાષાંતર ભક્તિભાવપૂર્વક આ અનુવાદ કરી આપ્યો છે. દોહરા છંદમાં રચાયેલ તથા સરળ ભાષા એવમ્ રસપ્રદ શૈલીમાં ગૂંથાયેલ પ્રસ્તુત ભાવાનુવાદ મૂળ કૃતિને યોગ્ય ન્યાય આપી શક્યો છે. મૂળ શાસ્ત્રના શ્રી સહજાનંદઘનજીરચિત પ્રાચીન હિંદી ભાષાના પદ્યાનુવાદના આધારે પ્રસ્તુત પદ્યાનુવાદ સંપન્ન થયો હોવાના કારણે હિંદી ભાષાંતરમાં થયેલ શબ્દના ઉમેરા કે ફેરફાર બંગાળી અનુવાદમાં પણ સ્થાન પામ્યા છે. જો કે બંગાળી ભાષામાં નવીન સંસ્કરણ થયું હોવાના કારણે ભાષાંતરનો આ પ્રયાસ ખરેખર સુંદર તથા સ્તુત્ય બન્યો છે. અનુવાદકશ્રીના વિશાળ અભ્યાસ તથા દીર્ઘકાલીન સત્સાહિત્યસેવાના કારણે અનુવાદમાં કોઈ ગંભીર ક્ષતિ રહેવા પામી નથી. બંગાળની સાહિત્યરસિક પ્રજાને શ્રીમદ્ભી આ અપ્રતિમ કૃતિનો પરિચય કરાવી, તે પ્રજાના મુમુક્ષુ વર્ગમાં સુવિચારણાની જ્યોત જગાવવા માટે પ્રસ્તુત અનુવાદ ઉપયોગી નીવડે એમ છે. (V) કન્નડ અનુવાદ (૧) ડૉ. એ. એન. ઉપાધ્ધ અને ડૉ. એમ. એ. જયચંદ્ર | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો કન્નડ ગદ્યાનુવાદ ડૉ. આદિનાથ એન. ઉપાધ્ય દ્વારા સંપન્ન થયો છે. મૈસુર વિશ્વવિદ્યાલયના જૈનવિદ્યા વિભાગના અધ્યક્ષની પદવી શોભાવનાર ડૉ. એ. એન. ઉપાધ્યે સંસ્કૃત, પ્રાકૃત, કન્નડ આદિ ભાષાઓના પ્રકાંડ વિદ્વાન તથા સંશોધનકર્તા હતા. તેઓ માત્ર સૂચિત ભારતીય ભાષાઓના જ નહીં, જૈન અને અન્ય દર્શનો (દર્શનશાસ્ત્રોના પણ મહાવિદ્વાન હતા. પ્રસ્તુત અનુવાદમાં પ્રથમ મૂળ ગુજરાતી ગાથાઓનું કન્નડ લિપિમાં અવતરણ થયું છે. તત્પશ્ચાત્ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં સમાવિષ્ટ થયેલ શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થનું તથા અમુક ગાથાઓના શ્રીમદ્ દ્વારા થયેલ અર્થવિસ્તારનું અક્ષરશઃ કન્નડ ભાષાંતર સરળ, સુંદર અને રોચક ભાષાશૈલીમાં રજૂ થયું છે. પ્રસ્તુત અનુવાદનું નવસંસ્કરણ મહારાણી આર્ટ્સ કોલેજ બેંગલોરના વિદ્વાન આચાર્ય ડૉ. એમ. એ. જયચંદ્ર દ્વારા કુશળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે, જે સપ્તભાષી આત્મસિદ્ધિ માં સ્થાન પામ્યું છે. શ્રી પ્રતાપકુમાર ટોલિયાએ આપેલ માહિતી અનુસાર ડૉ. એ. એન. ઉપાધ્યકૃત કન્નડ ગદ્યાનુવાદનું સંકલન ડૉ. જયચંદ્ર પુષ્કળ પરિશ્રમ લઈ ઈ.સ. ૧૯૯૯માં સંપન્ન કર્યું છે, તથા તેને સરળ એવમ્ સંક્ષિપ્ત સ્વરૂપ પણ આપ્યું છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (VI) અંગ્રેજી અનુવાદ (2) 'The Self-Realisation, being the translation of Atma-siddhi of Shrimad Rajchandra' - રાવબહાદૂર શ્રી જે. એલ. જૈની “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પ્રથમ અંગ્રેજી ગદ્યાનુવાદ રાવબહાદૂર શ્રી જે. એલ. જૈની દ્વારા વિ.સં. ૧૯૭૯(ઈ.સ. ૧૯૨૩)માં સંપન્ન થયો હતો. તેમના 'The SelfRealisation, being the translation of Atma-siddhi of Shrimad Rajchandra' પુસ્તકની અત્યાર સુધી આશરે છ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. નાના કદનાં આશરે ૧૧૦ પૃષ્ઠની આ પુસ્તિકામાં સૌ પ્રથમ મહાત્મા ગાંધીજીનો શ્રીમદ્ અંગેનો અભિપ્રાય, 'Foreword માં શ્રીમદ્ભા તત્ત્વજ્ઞાનનો પરિચય, શ્રીમના સુવિખ્યાત છ પદના પત્રનો ડૉ. ભગવાનદાસ મહેતાકૃત અંગ્રેજી અનુવાદ અને તત્પશ્ચાત્ આશરે ૨૩ પાનાંમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પરિચય અનુવાદક તરફથી આપવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે પદ ઉપર આપેલા શંકા-સમાધાનનો સવિસ્તર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારપછી ૮૦ પાનાં જેટલો મૂળ શાસ્ત્રનો અંગ્રેજીમાં અનુવાદ તથા અર્થપ્રકાશ છે. પ્રસ્તુત પુસ્તિકામાં ગાથા ૧ થી ૪૪માં મુખ્યત્વે ગાથા પૂર્વે ભૂમિકારૂપે મથાળાં (captions) આપ્યાં છે, જે ગાથાના વિષયને સ્પષ્ટ કરે છે. આ પદ્ધતિ અંતિમ ગાથા સુધી ચાલુ રહી શકી હોત તો વધુ ઉપયોગી રહેત. મૂળ ગાથા આપ્યા પછી પંડિત બેચરદાસકૃત સંસ્કૃત પદ્યાનુવાદ અને તત્પશ્ચાત્ શ્રી જૈનીએ કરેલ સંક્ષિપ્ત ગદ્યાર્થ આપવામાં આવ્યા છે. આ ગદ્યાર્થ શ્રી અંબાલાલભાઈકૃત ગદ્યાર્થના પ્રભાવથી મુક્ત રહેવા પામ્યો છે એ જોઈ શકાય છે. ત્યારપછી 'Commentary'માં અમુક ગાથાનો અર્થવિસ્તાર કર્યો છે, જેમાં જિનાગમમાંથી ઉદ્ધત અનેક અવતરણ તથા દેશ-વિદેશના અન્ય ધાર્મિક પંથોનો પ્રસંગોચિત ઉલ્લેખ શ્રી જૈનીની બહુશ્રુતતા દર્શાવે છે. આંગ્લ ભાષામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ પ્રથમ અવતરણ છે, તે દૃષ્ટિએ શ્રી જૈનીનો આ પ્રયાસ અત્યંત અભિનંદનીય અને પ્રશંસનીય છે. તેમણે કરેલ અનેક ગાથાઓનો અનુવાદ સરળ અને સુંદર કહી શકાય એવો છે. તેમાંની એક ગાથા જોઈએ – દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની આ ૧૪૨મી ગાથાનો અનુવાદ શ્રી જૈનીએ આ પ્રમાણે કર્યો છે – At the feet of that self-knower who has the embodied condition, Page #120 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૭૩ (but yet) lives (a life) beyond (all attachment for) the body, there are innumerable obeisances from me.' જો કે અનુવાદકશ્રીએ મૂળ શાસ્ત્રનું શબ્દશઃ ભાષાંતર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે, છતાં કેટલીક જગ્યાએ તેમણે બાંધછોડ પણ કરવી પડી છે. સુંદર અનુવાદનાં અનેક દૃષ્ટાંતોની સાથે, શબ્દોની પસંદગીમાં કે વાક્યરચનામાં ક્ષતિ થઈ હોય એવાં ઉદાહરણ પણ મળે છે. આધ્યાત્મિક પરિભાષાના ગુજરાતી શબ્દોને અંગ્રેજી ભાષામાં ઉતારવાની મર્યાદા તેમને નડી હશે એમ જણાય છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રથમ આંગ્લ ભાષાંતરકાર તરીકે રાવબહાદુર શ્રી જે. એલ. જૈનીનો પ્રસ્તુત પ્રયાસ માત્ર અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવનાર વર્ગને શ્રીમદ્દનાં જીવન, તત્ત્વજ્ઞાન તથા સાહિત્યનો નિકટ પરિચય કરાવવામાં અવશ્ય ઉપયોગી બને છે. (૨) 'Self-Fulfilment' - ફાધર ફ્રાન્સિસ શ્રીમન્ની જન્મ શતાબ્દી નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, અમદાવાદ તરફથી વિ.સં. ૨૦૨૪(ઈ.સ. ૧૯૬૭)માં પ્રકાશિત કરવામાં આવેલ “શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંકમાં 'Self-Fulfilment' ના શીર્ષક હેઠળ Fr. Francis X. Whitely SJકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અંગ્રેજી પદ્યાનુવાદ છાપવામાં આવ્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નો વિવિધ ભાષામાં જૈન તેમજ જૈનૈતર તત્ત્વપ્રેમીઓ દ્વારા અનુવાદ થતો રહ્યો છે. તે સૌ અનુવાદકો ભારતીય હોવાથી આર્યદર્શનથી પરિચિત હોય તે સ્વાભાવિક છે, પરંતુ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ઉપદિષ્ટ તત્ત્વજ્ઞાનથી અત્યંત પ્રભાવિત થઈ ફાધર ફ્રાન્સિસ જેવા ઈસાઈ ધર્મગુરુના દરજ્જાના બિનભારતીય તત્ત્વપ્રેમીએ તેનું ભાષાંતર કરવા પ્રયાસ આદર્યો છે, તે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની બિનસાંપ્રદાયિકતા, તત્ત્વસભરતા, લોકપ્રિયતા તથા કલ્યાણકારિતાનું અસંદિગ્ધ પ્રમાણ છે. અનુવાદકશ્રીનું બહોળું શબ્દભંડોળ તથા ગૂઢ આધ્યાત્મિક શાસ્ત્રને સમજી, તેનો મર્મ અંગ્રેજી ભાષામાં શબ્દબદ્ધ કરવાનો તેમનો સંનિષ્ઠ પ્રયાસ એ આ અનુવાદનાં સબળ પાસાં છે. અનેક ગાથાઓનો મૂળ ભાવ અનુવાદમાં ખૂબ સુંદર રીતે ઊતરી શક્યો છે. તેમાંની એક ગાથા જોઈએ – અહો! અહો! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.” ઉપરોક્ત મૂળ ગાથા ૧૨૪નો અનુવાદ આ રીતે થયો છે – Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન "Oho! oho! True Master; Oh mercy's boundless sea; Wretched one I be, Oh Lord - what grace thou hast done me!' અનુવાદકશ્રીની ભાષા એટલી સરળ નથી, પરંતુ સુસંગત અને સચોટ શબ્દપ્રયોગથી અનુવાદ રોચક બની શક્યો છે. તેમના અનેક સંનિષ્ઠ પ્રયાસ છતાં કદાચ ભાષા, સંસ્કૃતિ આદિના ભેદના કારણે શાસ્ત્રકર્તાના ગૂઢ આશયને સમજવામાં તથા મૂળ શાસ્ત્રના શબ્દની તેમજ ભાવની ચમત્કૃતિને અંગ્રેજી ભાષામાં ઢાળવામાં અનેક સ્થળે તેઓશ્રીનાં સાધનો ઓછાં પડ્યાં છે. ફાધર ફ્રાન્સિસકૃત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અંગ્રેજી પદ્યાનુવાદ સમૃદ્ધ ભાષા, સચોટ શબ્દપ્રયોગ, પ્રાયઃ સુંદર શબ્દાનુવાદ તથા રસપ્રદ શૈલીના કારણે માણવા યોગ્ય બન્યો છે. વળી, ઈસાઈ ધર્મની અગ્રગણ્ય વ્યક્તિએ સંપન્ન કર્યો હોવાથી આ અનુવાદનું ખ્રિસ્તી ધર્માનુયાયી જનતામાં તથા ભારતની બહાર સહેજે વધુ વજન પડે એ દૃષ્ટિએ આ અનુવાદનું મહત્ત્વ વધી જાય છે. (૩) 'Atma-siddhi' - શ્રી ડાહ્યાભાઈ સી. મહેતા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અંગ્રેજી અનુવાદ શ્રી ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા પણ પ્રકાશિત થયો છે. સુવિખ્યાત ન્યાયાધીશ તથા તત્ત્વાભ્યાસી શ્રી ડાહ્યાભાઈ સી. મહેતાકૃત આ ગદ્યાનુવાદ વિ.સં. ૨૦૩૨ (ઈ.સ. ૧૯૭૬)માં 'Atma-siddhi (SelfRealization)ના નામે પ્રસિદ્ધ થયો હતો. પુસ્તિકાના પ્રારંભમાં આપેલ ૧૪ પૃષ્ઠપ્રમાણ Introduction'માં શ્રી ડાહ્યાભાઈ મહેતાએ શ્રીમન્ના આધ્યાત્મિક સિદ્ધિસભર જીવનની યશોગાથા ગાઈ છે, ત્યારપછી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીની સાંપ્રત જીવનમાં ઉપયુક્તતા વર્ણવી, તેના વિષયનો ખ્યાલ આપી, અંતે લધુત્વભાવે પ્રસ્તુત ભાષાંતરમાં પોતાને નિમિત્તમાત્ર જણાવી, તે દ્વારા સ્વ-પરને આત્મશુદ્ધિ તથા આત્મસિદ્ધિનો લાભ થાય એવી ભાવના ભાવી છે. તે પછી આંગ્લ ભાષાંતર શરૂ થાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના પ્રસ્તુત અનુવાદને નિર્વિવાદપણે એક સરળ અને સફળ ગદ્યાનુવાદ લેખી શકાય એમ છે. શ્રી ડાહ્યાભાઈ મહેતાએ આધ્યાત્મિક પારિભાષિક શબ્દોને અંગ્રેજી ભાષામાં ખૂબીથી ઢાળ્યા છે. સંક્ષિપ્ત ગદ્યાર્થરૂપ આ ભાષાંતર એટલું બધું સુવ્યવસ્થિત બન્યું છે કે અપવાદરૂપ અમુક ગાથાઓને બાદ કરતાં મહદંશે સર્વ ગાથાઓનો ભાવ માત્ર ત્રણ-ચાર લીટીમાં પૂર્ણપણે સમાવેશ પામી શક્યો છે. આનું મુખ્ય કારણ છે સ્પષ્ટ અને સુનિશ્ચિત અર્થવાળા શબ્દોની યથોચિત ગોઠવણી. આ તારવણીને પુષ્ટ કરતી એક ગાથા જોઈએ – Page #122 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૭૫ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.” ઉપરોક્ત ગાથા ૧૩નો અનુવાદ આ પ્રમાણે કરવામાં આવ્યો છે – 'The scriptures establishing the existence of the soul, etc; are the sustainer of the deserving soul, where there is absence of living true Guru.' શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અન્ય ભાવાનુવાદોના પ્રમાણમાં શ્રી ડાહ્યાભાઈ મહેતાએ ઘણી ઓછી છૂટછાટ લીધી છે. મૂળ શાસ્ત્રના આશયની અદલ જાળવણી એ પ્રસ્તુત અનુવાદનાં સમૃદ્ધ પાસાં છે. અનુવાદકર્તા મૂળ કૃતિના શબ્દોને નિષ્ઠાપૂર્વક વળગી રહ્યા છે. જ્યાં જરૂર લાગી ત્યાં ઘણું કરીને કૌસમાં સ્પષ્ટતા આપી છે. અમુક સ્થળે રહેવા પામેલ અત્યંત અલ્પ માત્રાની ભૂલોને બાદ કરતાં, શ્રી ડાહ્યાભાઈ મહેતાનો અંગ્રેજી ભાષા ઉપરનો અસાધારણ કાબૂ તથા મૂળ શબ્દોને વફાદાર રહેવાની તેમની શૈલીના કારણે પ્રસ્તુત અનુવાદ ગંભીર ક્ષતિઓથી મુક્ત રહેવા પામ્યો છે. શ્રી ડાહ્યાભાઈ સી. મહેતાકૃત પ્રસ્તુત અંગ્રેજી ગદ્યાનુવાદ સરળ, સુંદર તેમજ સચોટ ભાષાશૈલીના પ્રભાવે સર્વ વર્ગમાં પ્રીતિકર થઈ પડે એવો બન્યો છે અને સાથે સાથે સંનિષ્ઠ અનુવાદપદ્ધતિના પરિણામે તે ઉપયોગી અને અધિકૃત પણ ઠરે છે. (૪) 'The Self Realization' - બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અંગ્રેજી પદ્યાનુવાદનો રચનાકાળ જો કે વિ.સં. ૧૯૯૯-૨૦૦૦નો છે, પણ તેનું પ્રકાશન વિ.સં. ૨૦૪૧(ઈ.સ. ૧૯૮૫)માં 'The Self Realization' નામના પુસ્તકરૂપે થયું છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ ઈ.સ. ૧૯૧૪માં અંગ્રેજી સાહિત્ય સાથે B.A.ની ઉપાધિ મેળવી હતી, તો બીજી બાજુ તેમનું સમગ્ર જીવન ઉચ્ચ આધ્યાત્મિક સાધનામાં વ્યતીત થયું હોવાથી શબ્દ તથા ભાવ અને અપેક્ષાએ તેઓશ્રીનો આ અનુવાદ સૌથી ઉત્તમ થયો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા અવ્વલ દરજ્જાના આધ્યાત્મિક ગ્રંથને અંગ્રેજી જેવી સર્વથા અસમાન ભાષામાં અનુવાદિત કરવાનું કપરું કાર્ય તેમણે શ્રેષ્ઠ રીતે પાર પાડ્યું છે. અતિ કઠિન નહીં તેવી ભાષા, સુસંગત શબ્દોની યથોચિત ગોઠવણી, પંક્તિઓના અંતે સરળપણે રચાતો પ્રાસ, શૈલીની મધુરતા તથા સહજતા આદિ સબળ પરિબળોના આધારે પ્રસ્તુત પદ્યાનુવાદ પ્રભાવશાળી બની શક્યો છે. આંગ્લ ભાષાની મર્યાદાઓના કારણે સુયોગ્ય અભિવ્યક્તિ માટે અનુવાદકશ્રીને ૧- જુઓ : ‘પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જન્મ-શતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૮૬ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ખાસ્સો શ્રમ પડ્યો હોવાનું જણાઈ આવે છે. માટે જ પ્રાયઃ ભાવાનુવાદનો જ આધાર લેવાયો છે. નવીન શબ્દોની નવીન પ્રકારે ગોઠવણી થતી હોવા છતાં શ્રીમદ્ભો મૂળ આશય ખૂબ સરસ રીતે સચવાયો છે. પ્રસ્તુત અનુવાદમાં સિદ્ધાંતજ્ઞાન કે વ્યાકરણની કોઈ ક્ષતિ દષ્ટિગોચર થતી નથી. તદુપરાંત મૂળ શાસ્ત્રકર્તાનો આશય ભંગ પામ્યો હોય એવો એક પણ દાખલો જોવા મળતો નથી. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીનું ભાષાપ્રભુત્વ તથા અંતરંગ ભાવધનાઢ્યતાની ચમત્કૃતિ આ ભાષાંતરમાં ઝળકે છે. સરળ અને સંપૂર્ણ કહી શકાય એવા શબ્દાનુવાદની એક ગાથા જોઈએ – નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' ઉપરોક્ત મૂળ ગાથા ૧૩૧ આ પ્રમાણે પદ્યાનુવાદ પામી છે – By hearing words of view absolute, Let not one give up formal means; Attending to the view absolute, One should perform all freedom-means.' બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પ્રસ્તુત પદ્યાનુવાદ કેવળ અંગ્રેજી ભાષા જાણનાર જિજ્ઞાસુ વર્ગને પણ ખૂબ ઉપયોગી નીવડે એવો છે તથા અનુવાદકશ્રીની જીવનસાધનાનું સુંદર પ્રતિબિંબ પાડનારો બન્યો છે. (૫) શ્રી મનુભાઈ દોશી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અંગ્રેજી ભાષામાં છેલ્લામાં છેલ્લો અનુવાદ ઈ.સ. ૨૦૦૦માં રચાયો છે. શીકાગો (અમેરિકા)સ્થિત શ્રી મનુભાઈ દોશીએ આ અનુવાદ સરસ રીતે રચ્યો છે. પ્રસ્તુત અનુવાદમાં પ્રથમ આંગ્લ લિપિમાં મૂળ ગાથા અને તે પછી તરત તેનો અંગ્રેજી અનુવાદ આપવામાં આવેલ છે. દરેક ગાથાનો અનુવાદ માત્ર બે જ લીટીમાં સંપન્ન થયો છે અને તે પણ મહદંશે પંક્તિ અનુસાર રચી શકાયો છે, અર્થાતુ એક નિર્ણત પંક્તિનો ભાવ એક નિયત પંક્તિમાં જ સમાવવામાં અનુવાદકશ્રી સફળ રહ્યા છે એ આ અનુવાદની વિશેષતા કહી શકાય. ઘણી જગ્યાએ પ્રાસ જળવાયો ન હોવા છતાં નવીન શબ્દોનો સુંદર પ્રયોગ તથા યથાતથ્ય શબ્દોની ગોઠવણી દ્વારા પ્રસ્તુત અનુવાદ આહૂલાદક બન્યો છે. તેમાંની એક Page #124 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ગાથા જોઈએ - નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' ઉપરોક્ત મૂળ ગાથા ૧૩૧ આ પ્રમાણે અનુવાદ પામી છે – 'Having heard the absolute perspective do not reject the means; Keeping the absolute in mind one must make use of the means to it.' શ્રેષ્ઠ શબ્દાનુવાદની હરોળમાં સ્થાન અપાવે એવું શબ્દોનું સુંદર સંયોજન આ અનુવાદમાં જોવા મળે છે. મૂળ ગાથાનું પ્રાયઃ શબ્દશઃ ભાષાંતર થયું છે. અનુવાદ દરમ્યાન કોઈ કોઈ જગ્યાએ નવો શબ્દ ઉમેરાયો છે, પણ મૂળ ગાથાનો કોઈ શબ્દ અનુવાદિત થયો ન હોય એવું ભાગ્યે જ બન્યું છે. મૂળ શાસ્ત્રની રચના વખતે ગાથા ૧૨૭ તથા ગાથા ૧૪૨ પછી લખાયેલી વધારાની ગાથાનું ભાષાંતર પણ અત્રે સ્થાન પામ્યું છે. અન્ય અનુવાદકો જ્યાં ગૂંચવણ કે મથામણ અનુભવે છે એવી ગાથા(દા.ત. ૧૨, ૩૪ વગેરે)નો અનુવાદ પણ પ્રશંસનીય રીતે સંપન્ન થયો છે. જો કે આત્મા, ગુરુ, કર્મ, કેવળજ્ઞાન વગેરે શબ્દો મૂળ રૂપમાં જ રાખવામાં આવ્યા છે. તે શબ્દો અંગ્રેજીમાં અનુવાદિત થયા નથી તે પાછળ અનુવાદકનું કદાચ એમ માનવું હોય કે અંગ્રેજી ભાષામાં હવે આ મૂળ રૂપ પ્રચલિત થઈ ચૂક્યાં છે. વળી, જે શબ્દો પ્રચલિત નથી થયા તે પ્રચલિત કરવાની તેમની ઇચ્છા છે, કારણ કે તેવા શબ્દોના અનુવાદમાં પૂર્ણ ભાવ પ્રગટ નથી થતો. સચોટ શબ્દપ્રયોગ, નિષ્ઠાસભર અનુવાદશૈલી, સ્તુત્ય ભાષાભંડોળ તેમજ આકર્ષક રજૂઆતનાં કારણે પ્રસ્તુત અંગ્રેજી અનુવાદ અર્વાચીન જગતને શ્રીમની શ્રેષ્ઠતમ સાહિત્યકૃતિનો રસાસ્વાદ કરાવવામાં સુંદર નિમિત્ત બની શકે એમ છે. (૬) મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું, પરંતુ તે અપ્રાપ્ય છે. વિ.સં. ૧૯૫૮માં તેઓ એક વર્ષ માટે આફ્રિકા ગયા હતા ત્યારે તેઓ શ્રીમદ્જ્ઞા લઘુભાતા શ્રી મનસુખભાઈ પાસેથી મળેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પોતાની સાથે લેતા ગયા હતા. વિ.સં. ૧૯૬રમાં તેઓ લંડન ગયા હતા ત્યારે તેમણે પોતે કરેલું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ગદ્ય ભાષાંતર તેમજ શ્રીમદ્ભા પત્રો લંડનની બસમાં ભુલાઈ ગયાં હોવાથી ખોવાઈ ગયા હતા, તેથી તે ભાષાંતર પ્રકાશમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ७८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આવ્યું નહીં. આ અંગે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ જણાવે છે કે મહાત્મા ગાંધીજીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અંગ્રેજી ભાષાંતર તૈયાર કરી દક્ષિણ આફ્રિકાથી શ્રી મનસુખભાઈ ઉપર તે મોકલી આપ્યું હતું, પણ દરકારના અભાવે ગુમાઈ ગયું હતું. આમ, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી અને કન્નડ ભાષામાં અનુવાદ મળે છે. તેની લોકપ્રિયતા કેવી વિસ્તરી રહી છે તેના સૂચક આ અનુવાદો છે. તે અનુવાદો ગુજરાતી ભાષામાં રચાયેલ મૂળ કૃતિનો લાભ ન લઈ શકનારને ઉપયોગી થાય તેવા છે. ગુજરાતી ભાષા ન જાણનારા તે અનુવાદોના માધ્યમથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પરિશીલન કરવા સદ્ભાગી બને છે, પરંતુ મૂળ કૃતિમાં જોવા મળતી તત્ત્વચમત્કૃતિ તે અનુવાદોમાં પૂર્ણપણે જોવા મળતી નથી. ભાષાંતરકારોને તત્ત્વની ગૂઢ વાતોનો તથા જૈન પારિભાષિક શબ્દોનો અનુવાદ કરવામાં મુશ્કેલી નડી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગુજરાતી ભાષા ન જાણનાર માટે આ ભાષાંતરો ખૂબ મૂલ્યવાન છે. જો કે તેની કક્ષા મૂળ જેવી ન બની શકે એ સ્વાભાવિક છે. ૧- જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૭૩ ૨- જુઓ : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ.૭૧૦ની પાદનોંધ Page #126 -------------------------------------------------------------------------- ________________ સમાપન અનાદિ કાળની ભ્રમણાનું કારણ મિથ્યાત્વ છે. તેના કારણે દેહમાં આત્મબુદ્ધિરૂપ વિશ્વમ ઊભો થાય છે અને પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ થાય છે. જે સ્વરૂપ સમજ્યા વિના જીવ અનંત કાળથી સંસારભ્રમણનું દુઃખ ભોગવ્યા કરે છે, તે સ્વરૂપ સમજાય એવી આત્મશ્રેણી પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવતું આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આ કાળની અનોખી ઉપલબ્ધિ છે. શ્રીમદે પોતાના અનંતશક્તિમાન આત્મસ્વરૂપનો સ્વયં અનુભવ કરીને આત્માર્થી જીવને આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા અને આત્માની અનુભૂતિ કરાવવા માટે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીનું સર્જન કર્યું છે. તેમાં કૃત્રિમતાનો અંશ નથી, નિરર્થક પ્રયોગોની છાંટ નથી. તેમાં છે આત્માનુભવનો નક્કર આનંદ, આત્માનુભવની અભિવ્યક્તિ. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્દો ઘૂંટાઈ ઘંટાઈને આવતો અનુભવરસ અને ગહન સિદ્ધાંતબોધ દૃષ્ટિગોચર થાય છે, કવિતા અને તત્ત્વજ્ઞાન એકરસ થઈને ઊંચું સ્તર સિદ્ધ કરે છે તથા વિચારોની તરલતા અને વાણીની પ્રવાહિતા પણ જોવા મળે છે. જૈન દર્શનની મનોરમ અભિવ્યક્તિ સમાન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાધકને વીતરાગતા પ્રતિ પ્રયાણ કરવામાં સહયોગી બને છે. શ્રીમદ ભગવાન મહાવીરના અલૌકિક આધ્યાત્મિક માર્ગનો દિવ્ય પ્રકાશ ઝીલી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના માધ્યમથી તેને વિશ્વમાં ફેલાવવાનું અત્યંત પ્રશંસનીય કાર્ય કર્યું છે. પક્ષપાત કે ખંડન-મંડનની શૈલી ગ્રહણ કર્યા વિના માત્ર સત્ય વસ્તુને સુગમપણે રહણ કરાય તે રૂપે સુંદર પદ્યમાં સર્વ શાસ્ત્રોનો સાર શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૪૨ ગાથાઓમાં ભરી દીધો છે. તેનો ઊંડો અભ્યાસ સદ્દગુરુસમીપે થાય તો આત્મજ્ઞાન - આત્મસિદ્ધિ પામવાં સુલભ થાય એવું અપૂર્વ સાધન છે. આ વિષમ કાળમાં સન્માર્ગના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષાય અને તેઓ સન્માર્ગના પથિક બની સદ્ગતિ સાધી શકે એવું સ્પષ્ટ અને સુબોધ માર્ગદર્શન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આપવામાં આવ્યું છે. તેમાં મોક્ષમાર્ગને અબાધિતપણે કેવી રીતે આરાધી શકાય તેનું વર્ણન કર્યું છે. તેનું મનનપૂર્વક વિશિષ્ટ અધ્યયન થાય તો આ સર્જન સન્માર્ગપ્રેમી આત્માઓને પરમ આલંબન પૂરું પાડે તેમ છે. તેનાં વાંચન-વિચાર જેમ જેમ વૃદ્ધિ પામે, તેમ તેમ જીવ સ્વરૂપસન્મુખ થતો જાય એવું અદ્ભુત સામર્થ્ય તે ધરાવે છે. શ્રી લઘુરાજસ્વામી લખે છે – Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૦ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન “શ્રી આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે. તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનનારને વિચારવા યોગ્ય છે. આપણે પણ આત્મા ઓળખવો હોય તો તેનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ચૌદ પૂર્વનો સાર તેમાં છે. આપણને આપણી યોગ્યતા પ્રમાણે વિચારવાથી ઘણો લાભ થાય તેવું છે. એમાં જે ગહન મર્મ ભર્યો છે તે તો જ્ઞાનીગમ્ય છે, કોઈ સપુરુષના સમાગમે સાંભળીને માન્ય કરવા યોગ્ય છે. પણ જેટલો અર્થ આપણને સમજાય તેટલો સમજવા પુરુષાર્થ કર્તવ્ય છે. ..... બીજી વાતોમાં ખોટી ન થતાં ઘેર, બહાર, કામ ઉપર કે નવરાશમાં જ્યાં હોઈએ ત્યાં આત્મસિદ્ધિની કોઈ કોઈ ગાથા બોલતા રહેવાની ટેવ રાખી હોય તો તેનો વિચાર કરવાનો પ્રસંગ આવે અને વિશેષ સમજાતું જાય તથા આત્માનું માહાભ્ય પ્રગટ થાય.’ જે કલ્યાણકામી જીવો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નું અધ્યયન, પરિશીલન, ચિંતન, મનન, ભાવન કરશે તેઓ અવશ્ય સન્માર્ગ પામી કલ્યાણ સાધી શકશે. તેનું ઊંડું અવગાહન કરવાથી આત્મજાગૃતિ થયા વિના રહેશે નહીં. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્વારા શ્રીમદે આપેલ દિવ્ય સંદેશ, નિર્મળ ઉપદેશ નિરંતર વિચારવા યોગ્ય છે. કલ્પવૃક્ષ સમ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની એકનિષ્ઠાએ ઉપાસના કરવામાં આવે તો ઇચ્છિત ફળની પ્રાપ્તિ - આત્માની સિદ્ધિ અવશ્ય થાય એમ છે. શ્રીમદ્ જેવા પરમાર્થ ગિરિરાજ હિમાલયમાંથી પતિતજનપાવની, અધમોદ્ધારિણી, શિવસુખકારિણી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ પવિત્ર ભાગીરથી શીતળ, શાંત અમૃતરસ રેલાવતી પ્રવહી રહી છે અને અનેકાનેક સસાધકોનાં સંસારતાપ, પાપ અને અશુદ્ધિને ટાળી; તેમને નિષ્પાપ, નિર્મળ, શાંત અને શીતળ કરી; સનાતન સુખનિધાનરૂપ મોક્ષની પ્રાપ્તિના માર્ગમાં પ્રગતિ કરાવવા પરમ ઉપકારભૂત બની રહી છે. શ્રીમદ્ભા આ પરમ ઉપકારને શત શત વંદન. * * * ૧- 'ઉપદેશામૃત', પૃ. ૧૦૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના Page #129 -------------------------------------------------------------------------- ________________ Page #130 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા શ્રમણ ભગવાન મહાવીરે પ્રણીત કરેલા લોકોત્તર મોક્ષમાર્ગના ઉદ્યોતકર પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આધ્યાત્મિક શૈલીથી મોક્ષમાર્ગનું સુરેખ નિરૂપણ કર્યું છે. તેમાં નિરૂપાયેલા તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યોના કારણે આ ગ્રંથ તત્ત્વજ્ઞાનના શ્રેષ્ઠ ગ્રંથોની હરોળમાં બેસી શકે એમ છે. અધ્યાત્મરસપરિણત હૃદયમાંથી અનુભવના ઉદ્ગારરૂપે નીકળેલ આ શુદ્ધ ચૈતન્યરસની અમૃતસરિતારૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદે આત્માનો મહિમા ગાયો છે. આ પદ્યરચના તેમની કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ છે. આ કૃતિમાં તેમણે તત્ત્વજ્ઞાનના વિષયોનું દોહન કરીને, તેનાં ગૂઢ રહસ્યો સાદી સરળ ગુજરાતી ભાષામાં રજૂ કર્યા છે. ૧૪૨ ગાથાની આ કૃતિમાં તેમણે “આત્મા છે', તે નિત્ય છે', ‘તે કર્મનો કર્તા છે', ‘તે કર્મફળનો ભોક્તા છે', મોક્ષ છે અને “મોક્ષનો ઉપાય છે' - આ છ પદને સંક્ષેપમાં છએ દર્શનોના સારરૂપ ઘટાવીને, ગુરુશિષ્યસંવાદશૈલીમાં આ અદ્ભુત રચના કરી છે. આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરનાર શ્રીમદ્ભો આ ગ્રંથ સાધકને પરમ સાધનરૂપ છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભાષા સરળ હોવા છતાં તેમાં અધ્યાત્મશાસ્ત્રોનો નિષ્કર્ષ હોવાથી તેની અર્થગંભીરતા ઘણી ગહન છે. તેનો ઊંડો અભ્યાસ કરવામાં આવે તો તેનો વિશેષ પરિચય થાય અને તેમાં સમાયેલાં અધ્યાત્મરત્નો પ્રાપ્ત થઈ શકે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એટલે જિનશાસ્ત્રોનું નવનીત, આગમપુષ્પોની મહામૂલો અર્ક, પદર્શનનો સાર, પરમ જ્ઞાનદશા પામેલા શ્રીમની સાધનાનો પરિપાક, આત્મસિદ્ધિ અર્થે સર્વ જીવો માટે ઉદ્ઘાટિત થયેલ મોક્ષમાર્ગ. તેનું કદ માત્ર ૧૪ર ગાથાઓનું હોવા છતાં તેમાં ઘૂંટી ઘૂંટીને તત્ત્વજ્ઞાન ભરેલું છે. તેની ગાથાઓ રહસ્યગર્ભિત છે. હિંદી સાહિત્યના પ્રસિદ્ધ કવિ બિહારીએ પોતાના દોહાઓ વિષે કહેલ ઉક્તિ ‘દેખનમેં છોટે લગે, ઘાવ કરે ગંભીર, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' માટે પણ સાર્થક ઠરે છે. જો કોઈ મહાન તત્ત્વજ્ઞાની આધ્યાત્મિક દષ્ટિએ આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન કરવા ધારે તો ૧૪૨ ગાથાઓમાંની દરેકે દરેક ગાથા ઉપર એક એક જુદો ગ્રંથ રચી શકાય એમ છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર આ ગાથાઓ રહસ્યયુક્ત, ગંભીર અને અદ્ભુત છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિષે શ્રીમદ્રનો અભિપ્રાય નોંધતાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે કે – આ ગ્રંથનું ગૌરવ ૧૪૨ દોહરાનું છે, છતાં તે ઉપર ૧૪૨૦૦ શ્લોકોની ટીકા Page #131 -------------------------------------------------------------------------- ________________ ८४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લખાઈ શકે તેમ છે; એમ એક પ્રસંગે ગ્રંથકર્તાપુરુષે કહ્યું હતું.” બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી પણ લખે છે કે - શ્રીમદ્ રાજચંદ્રની આ અનુપમ કૃતિ સૂત્રાત્મક છે. તેનો વિસ્તાર વિવેકી વાચકવર્ગે શાંતિપૂર્વક કર્તવ્ય છે. તેઓશ્રીએ પોતે જ જણાવેલ છે કે આત્મસિદ્ધિની ૧૪૨ કડીઓમાંની દરેક કડી ઉપર સો-સો કડીઓ લખાય તેમ છે. આવો આ ગહન ગ્રન્થ છે. એમ છતાં તેને એવી શૈલીમાં રજૂ કરેલ છે કે દરેકને તેની યોગ્યતા પ્રમાણે કંઈ ને કંઈ ગ્રહણ થાય અને જેમ જેમ તેનો અભ્યાસ વધે તેમ તેમ તેની મહત્તા પણ વિશેષ વિશેષ ભાસવા લાગે.૨ આ વચનો ઉપરથી આ ગ્રંથની ગહનતાનો ખ્યાલ આવી શકે છે. આ ગ્રંથ ઉપર ગમે તેટલું લખાય તોપણ એ ઓછું જ પડે તેટલું તત્ત્વ તેમાં ભરેલું છે. સરળ ગુર્જર ભાષામાં લખાયેલ છતાં વિવેચન દ્વારા તેનો વિષય વિશેષ સ્પષ્ટ થઈ શકે તે નિઃશંક છે. અતિશય મર્માળ એવા આ ગ્રંથના રહસ્યાર્થને ઉદ્ઘાટિત કરવામાં ન આવે તો સંથકારના આશયને પામવો સામાન્ય વાચક માટે દુષ્કર થવો સંભવે છે. જેમ “શ્રીમદ્ ભગવદ્ગીતા' આદિ ગ્રંથોના અભ્યાસ માટે વેદાંતનું થોડું-ઘણું જ્ઞાન આવશ્યક છે, તેમ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો વિષય દાર્શનિક તેમજ તર્કપ્રધાન હોવાથી તેનું અધ્યયન કરનારમાં જૈન તત્ત્વજ્ઞાનની થોડી ઘણી સમજણ પૂર્વતૈયારીરૂપે હોવી જરૂરી છે. તેની ગાથાઓનું હાર્દ સમજવા માટે, તેના રહસ્યને સમજવા માટે ક્રમબદ્ધ, તર્કસંગત, વિકાસોન્મુખી, પૂર્વાપર શૃંખલાબદ્ધ એવા સુવ્યવસ્થિત વિવેચનની આવશ્યકતા રહે છે. ખરેખર તો શ્રીમન્ના હૃદયના ભાવ પરિપૂર્ણ રીતે પ્રકાશવાનું કાર્ય સામાન્ય મનુષ્યની શિક્તિ બહારનું છે. શ્રીમદે તો અધ્યાત્મમાં ઊંડા ઊતરીને આ સર્જન કર્યું હોવાથી અધ્યાત્મજ્ઞાનના અધિકારી ધર્માત્મા જ તેમાં રહેલા પરમાર્થને બહાર લાવી શકે. જેમણે અધ્યાત્મશાસ્ત્રોનું ઘણું મનન કર્યું હોય, શ્રીમદ્ અને તેમની વાણી પ્રત્યે અત્યંત ભક્તિ હોય, તેઓ જ શ્રીમન્ના હૃદયમાં ઊતરીને આ શાસ્ત્રના વાચ્યાર્થ તેમજ અનુભવાર્થનો સારી રીતે પ્રકાશ કરી શકે. શ્રીમદે જૈનાગરમોથી અવિરુદ્ધપણે અધ્યાત્મ સંબંધી જે ઉદ્ગારો કાઢ્યા છે, તે લક્ષમાં લઈ ભાવાર્થ કરવામાં આવે તો જ શ્રીમદ્ભો અંતર-આશય સમજાવી શકાય. સ્વાધ્યાય, ચિંતન આદિ દ્વારા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને હૃદયંગમ કર્યા પછી જો વિવેચન કરવામાં આવે તો તે વિવેચન તેમાં રહેલા અધ્યાત્મના મર્મને પ્રગટ કરવામાં સમર્થ બને. ભારતીય વાક્યમાં અધ્યાત્મગ્રંથ કે અન્ય કોઈ શાસ્ત્ર ઉપર વિવેચન કરવાની ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ', પ્રસ્તાવના, પૃ.૪૬-૪૭ ર- ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૪૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના ભૂમિકા ૮૫ પ્રથા પ્રાચીન કાળથી પ્રચલિત થઈ, પ્રૌઢતા અને પ્રસિદ્ધિને પામી છે. શાસ્ત્ર ઉપર ભાષ્ય, ટીકા, ટબો, વૃત્તિ આદિ રચવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. શાસ્ત્રના શબ્દોનું સર્વતોમુખી અર્થઘટન (વિવેચન), તે દ્વારા શાસ્ત્રના સિદ્ધાંતોનો ઘટસ્ફોટ, પરપક્ષના નિરાકરણપૂર્વક સ્વપક્ષનું સ્થાપન, તર્કપુરઃસર દલીલો અને પોતાનો મત શાસ્ત્રકારને ઇષ્ટ છે તેવું દર્શાવવાનો પ્રયત્ન આ સઘળું પરંપરાથી વિવેચનનાં અવિભાજ્ય અંગ બની ગયેલ છે. કેટલીક વાર એક જ શબ્દના એકથી વધુ અર્થ થાય તેમજ કેટલીક વાર કર્તાનો આશય શું છે તે મૂળ ગ્રંથથી સ્પષ્ટ ન થાય એવું બનવાનો સંભવ હોવાથી વાચકોને તે અર્થાદિ સ્પષ્ટતાપૂર્વક સમજાવવાના હેતુથી વિવેચન કરવામાં આવે છે. તે ઉપરાંત પદ્યકૃતિઓમાં વિષયનું નિરૂપણ સંક્ષેપમાં હોવાથી, તેમજ પંક્તિઓમાં શબ્દોનો ક્રમ વ્યાકરણના નિયમ પ્રમાણે ન રહેવાથી વિવેચનની આવશ્યકતા રહે છે. વિવેચનકાર મૂળ કૃતિમાં નિરૂપાયેલ વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડે છે. ક્યારેક વિવેચક એક કરતાં વધુ વિવેચન લખે છે એક સંક્ષિપ્ત વિવેચન, સામાન્ય વાચકો માટે; અને એક સવિસ્તર વિવેચન, સુજ્ઞ વાચકો માટે. કેટલીક વાર સારા વિવેચનના કારણે મૂળ ગ્રંથ વધુ મહત્ત્વનો બન્યો હોય અને વાચકો તે ગ્રંથને વાંચવા પ્રેરાયા હોય તેવું પણ બને છે. ખાસ કરીને પદ્યકૃતિઓ ઉપર થયેલાં વિવેચનો ખૂબ ઉપકારી નીવડ્યાં છે. વિવેચનોએ મૂળ કૃતિઓને વિશાળ વાચકવર્ગ સુધી પહોંચાડવામાં કેટલું મોટું યોગદાન આપ્યું છે તે સાહિત્યનો ઇતિહાસ જોતાં સુપ્રતીત થાય છે. - અધ્યાત્મશાસ્ત્ર ઉપરના વિવેચનનું સ્વરૂપ સામાન્ય રીતે કેવા પ્રકારનું હોઈ શકે તે માટે તેની પરંપરાગત પ્રણાલીનું અહીં પથપ્રદર્શન કરવામાં આવ્યું છે. ગ્રંથમાં નિરૂપણ કરાયેલાં અનેક સૂત્રોને વિષયાનુસાર વિભક્ત કરવામાં આવે છે. બધા વિષયોને સંગૃહીત કરીને, આત્મસાત્ કરી, રજૂ કરેલી વિષયની તર્કપુરઃસર માંડણી વાચકને તત્ત્વબોધમાં ખૂબ સહાયક નીવડે છે. ગ્રંથને સરળતાથી સમજવા માટે તાત્ત્વિક વિષયોના જિજ્ઞાસુ જીવોને ઉપયોગી થાય તેવું હૃદયહારી નિરૂપણ કરવામાં આવે છે. કેટલીક વાર ગ્રંથનો વિષય સાહિત્યની અપેક્ષાએ શુષ્ક નીરસ હોય છે, છતાં તેનું વિવેચન એટલી સરસ અને સુગમ રીતે કરવામાં આવે છે કે તે ગ્રંથ રસપૂર્ણ બની જાય છે. ઉપમા, દૃષ્ટાંત આપીને વિવેચક મૂળ વિષયને સમજાવવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે ગૂઢ અને ગંભીર વિષયો સુગમ બને છે. અલબત્ત, વિવેચનનું કામ સરળ નથી. વિવેચનકાર પાસે બહોળું શબ્દજ્ઞાન, એક જ વાક્યમાંથી જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા અર્થો ગ્રહણ કરવાની શક્તિ અને તે સચોટપણે યથાવત્ વ્યક્ત કરવાની આવડત હોવી જોઈએ. તેણે પોતાની સર્વ શક્તિ Page #133 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિષ્કામ ભક્તિભાવે વિવેચનકાર્યમાં સમર્પવી જોઈએ. વિવેચનકારનું મૂળ લક્ષ્ય મૂળ કૃતિના સર્જકના ચિત્તમાં રહેલા આશયને સ્પષ્ટપણે સમજાવવાનું હોય છે. જે વિવેચનકાર તે શક્તિ ધરાવતા ન હોય અને તે છતાં જો વિવેચન લખ્યું હોય તો આવી અનધિકૃત ચેષ્ટા વડે મૂળ ગ્રંથ સ્પષ્ટ કરવાને બદલે તેઓ અનેક પ્રકારની ગૂંચવણ ઊભી કરે છે અને એ રીતે મૂળ ગ્રંથકર્તાને અન્યાય કરે છે. જો કે અધ્યાત્મશાસ્ત્ર ઉપર વિવેચન લખતી વખતે પૂર્વાચાર્યોના ગ્રંથોના આધારને સામે રાખીને લખનારાઓને પ્રાયઃ મૂળ વાતથી દૂર જવાનો કે તેની વિપરીત રજૂઆતનો સંભવ ઓછો રહે છે. વળી, વિવેચન કરતાં પહેલાં ગ્રંથકર્તા કેવી આત્મસ્થિતિમાં વર્તતા હતા, તેમની આજુબાજુના સંયોગો કેવા પ્રકારના હતા - એની જાણકારી વિવેચનકર્તાને હોય તો તે ગ્રંથકર્તાના હૃદયનો સાર ખેંચી શકે અને તેથી અર્થની લેશ પણ ક્ષતિ થયા વિના કર્તાના મૂળ ભાવની અખંડિત જાળવણી થાય. તેમ છતાં શબ્દોનો ભાવ ખેંચી વાચકોની આગળ તાત્પર્યાર્થ મૂકવાનું આ કાર્ય અતિ દુર્ઘટ છે. શબ્દોના સીધા અર્થ કરતાં તેનો લક્ષ્યાર્થ અલગ પણ હોય છે, તેથી વિવેચનમાં શબ્દચાતુર્ય કરતાં ભાવને પ્રાધાન્ય આપવાની આવશ્યકતા વધુ રહે છે. ગ્રંથકર્તાના હૃદયાશય પ્રમાણે ભાવાર્થ પ્રકાશવો એ જ વિવેચકનું મુખ્ય કર્તવ્ય છે. આમ, મૂળ ગ્રંથના રહસ્યને ઉદ્ઘાટિત કરીને જનસામાન્ય સુધી પહોંચાડવાના શુભ આશયથી વિવેચનની રચના થાય છે. આવા શુભ આશયથી આજ પર્યત અનેક વ્યક્તિઓએ પોતપોતાના ક્ષયોપશમ અનુસાર આ ગહન તેમજ ગંભીર અર્થવાળા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ભાવને વધુ સરળ બનાવી, જિજ્ઞાસુ જીવો રસપૂર્વક અધ્યયન કરી, આત્મકલ્યાણ કરે તે માટે તેના ઉપર વિવેચન કર્યા છે. શ્રી અંબાલાલભાઈ, બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, શ્રી કાનજીસ્વામી, શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ડૉ. ભગવાનદાસ મહેતા આદિએ ગહન અર્થોના ઉકેલ માટે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર વિવરણ કર્યું છે. શ્રીમદ્ભી આ યુગપ્રવર્તક કૃતિ પ્રત્યે તેમને કેવો પરમાર્થપ્રેમ છે, આ પરમપ્રતિભાસંપન્ન ગ્રંથરાજ પ્રત્યેનો તેમનો પ્રેમસિંધુ કેવો ઉલ્લસિત થઈને છલકાયો છે તે તો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં તેમનાં વિવેચનોથી સહૃદયજનોને સુપ્રતીત થવા યોગ્ય છે. શ્રીમની આ અનુપમ અને અદ્વિતીય કૃતિના અર્થ અનેક વિવેચકોના હૃદયમાંથી નીકળે ત્યારે તેની મહત્તા વિશેષ સમજી શકાય એમ છે. સુજ્ઞ વાચકોને એક જ વિવેચનથી સંતોષ ન થાય તેવી આ કૃતિ છે. એકથી વધુ વિવેચનો હોય ત્યાં અર્થની ભિન્નતા સાથે નવીનતા પણ હોય જ અને તેથી જ ઘણાં વિવેચનો હોય તો જુદા જુદા દૃષ્ટિકોણની પ્રાપ્તિ થતાં શ્રીમનું હૃદય અવગાહવાનો પ્રયત્ન કરી શકાય. જો કે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પરિપૂર્ણ ભાવાર્થ તો શ્રીમદ્ પોતે જ જણાવી શકે. સામાન્ય જન તેમના આત્મપરિણત યોગે નીકળેલા શબ્દોનો લક્ષ્યાર્થ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - ભૂમિકા ८७ પરિપૂર્ણ જાણવાને અશક્ત છે, તોપણ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના મનનથી અને અન્ય શાસ્ત્રોના પરિશીલનથી શ્રીમદ્દના વિચારોની દિશામાં ભાવાર્થ યત્કિંચિત્ જાણી-પામી શકાય છે. પ્રસ્તુત વિવેચનમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સમાયેલ સિંધુને પ્રગટ કરવાનો કિંચિત્ પ્રયત્ન કરવામાં આવ્યો છે. શ્રીમન્ની આ કૃતિને જનસમાજ સારી રીતે સમજે અને બાહ્ય દષ્ટિનો ત્યાગ કરી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લ્હાવો લે તે હેતુથી આ વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચન પૂર્વે થયેલાં વિવેચનોના નિચોડરૂપ લખવા ઉપરાંત તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિથી ભાવોદ્દઘાટન પણ કર્યું છે. તેમાં પૂર્વાચાર્યોનાં શાસ્ત્રોની સાક્ષી સહિત ગાથાઓનો અર્થવિસ્તાર કર્યો છે. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની જે અદ્ભુત સંકલનાબદ્ધ અપૂર્વ રચના કરી છે તે અનુસાર ૧૪૨ ગાથાના આ સંપૂર્ણ વિવેચનને બાર વિભાગમાં વિભક્ત કર્યું છે. તે બાર વિભાગોની યોજના આ પ્રકારે છે – પ્રકરણ ગાથાક્રમાંક 2 હૈ ૧ ૦ ૧ ૨ જ છે • - ૧-૨૩ ૨૪-૩૩ ૩૪-૪૨ ૪૩-૪૪ ૪૫-૫૮ ૫૯-૭૦ ૭૧-૭૮ ૭૯-૮૬ ૮૭-૯૧ ૯૨-૧૧૮ ૧૧૯-૧ ૨૭ ૧૨૮-૧૪૨ વિભાગનું નામ ઉપોદ્યાત મતાથલક્ષણ આત્માર્થીલક્ષણ પપદનામકથન પ્રથમ પદ - આત્મા છે. બીજું પદ - આત્મા નિત્ય છે. ત્રીજું પદ - આત્મા કર્મનો કર્તા છે. ચોથું પદ – આત્મા કર્મનો ભોક્તા છે. પાંચમું પદ - મોક્ષ છે. છઠું પદ - મોક્ષનો ઉપાય છે. શિષ્યબોધબીજપ્રાપ્તિકથન ઉપસંહાર દરેક ગાથાના વિવેચનની સંકલનાબદ્ધ સાંગોપાંગ યોજના આ પ્રકારે પ્રયોજવામાં આવી છે – ૧) ભૂમિકા – દરેક ગાથાના વિવેચનની શરૂઆતમાં આગલી ગાથા સાથેનો પૂર્વાપર સંબંધ બતાવવામાં આવ્યો છે, જેથી વાચકને શાસ્ત્રના સળંગ પ્રવાહને સમજવામાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સુગમતા રહે. ૨) ગાથા – ગાથાની ભૂમિકા આપ્યા પછી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મૂળ ગાથા આપવામાં આવી છે. ૩) અર્થ – મૂળ ગાથાની સાથે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અનુશીલન માટે શ્રી અંબાલાલભાઈએ કરેલ તે ગાથાનો ગદ્યાર્થ આપવામાં આવ્યો છે, જે અર્થ શ્રીમની દષ્ટિતળે આવી ગયેલ છે. ૧ ૪) ભાવાર્થ (સંક્ષિપ્ત વિવેચન) - શ્રી અંબાલાલભાઈએ કરેલ ગાથાર્થ પછી એકાદ પાના જેટલું ગાથાનો ભાવાર્થ સમજાવતું વિવેચન કરવામાં આવ્યું છે, જે ગાથાનો અર્થ સમજવામાં ઉપયોગી થઈ પડશે. ૫) વિશેષાર્થ (વિસ્તૃત વિવેચન) – ભાવાર્થ પછી વિશેષાર્થ આપવામાં આવ્યો છે, જેમાં ગાથાના વિષયને જ વિશેષપણે પ્રકાશિત કરવા પ્રયત્ન કર્યો છે. ગાથા સાથે સંબંધિત અન્ય પ્રયોજનભૂત વિષયોની પણ સમીક્ષા તેમાં કરેલી છે. ગાથામાં સમાયેલાં અર્થ, ભાવ, તત્ત્વચમત્કૃતિ તથા પરમાર્થગૌરવનું સંકલનાબદ્ધ વિવરણ કરવામાં આવ્યું છે. ૬) પાદપૂર્તિ – ગાથાના વિવેચનના અંતમાં શ્રી ગિરધરભાઈ રચિત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ આપી છે. પાદપૂર્તિની આઠ પંક્તિઓમાં શ્રી ગિરધરભાઈએ ગાથાના ચારે ચરણ વણી લીધાં છે, જેમાં તેમણે ગાથાનું વિવેચન કરવાની સુશ્લિષ્ટ, સુગ્રથિત, લાક્ષણિક શૈલી પ્રયુક્ત કરી છે. આ રીતે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચનની સમગ્ર યોજના કરવામાં આવી છે. તે પરમાર્થઘન ગાથાઓનો કંઈક રસાસ્વાદ જિજ્ઞાસુ જીવો માણી શકે એવા ભાવથી તે ગાથાઓનો આશય યત્કિંચિત્ ઝીલી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચનમાં ૧- શ્રીમદ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની કેટલીક ગાથાઓ ઉપર વિ.સં. ૧૯૫૨ના આસો વદ ૨, અર્થાત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાના બીજા દિવસે લખેલા વિવેચનરૂપ પત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પત્રો “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પહેલી અને બીજી આવૃત્તિમાં આંક ૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૫૧ તરીકે છપાયા છે. તે પછીની આવૃત્તિઓમાં તે પત્રો, જે જે ગાથાનું વિવેચન છે તે ગાથા સાથે આપવામાં આવ્યા છે. આ પત્રો દ્વારા ગાથામાં સમાયેલા સિદ્ધાંતને ગૂઢ મર્મને કેવી સરળતાથી અને કુશળતાથી શ્રીમદે ખુલ્લા કર્યા છે તે જોઈ શકાય છે. શ્રીમદે પોતે ગાથા ૭, ૮, ૧૨, ૬૩, ૬૪, ૬૬, ૭૪, ૭૮, ૮૨, ૮૩, ૮૪, ૮૫, ૮૬નું સંક્ષિપ્ત વિવેચન કર્યું છે અને ગાથા ૬, ૯, ૧૦, ૬૨, ૬૭, ૭૭, ૮૦નું વિસ્તારથી વિવેચન કર્યું છે. આ સર્વ વિવેચનો તે તે ગાથાના શ્રી અંબાલાલભાઈએ કરેલા અથે પછી મૂકવામાં આવ્યાં છે, તેમજ તેનો મહદંશ પ્રસ્તુત વિવેચનના વિશેષાર્થ વિભાગમાં અવતરણરૂપે લેવામાં આવ્યો છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - ભૂમિકા ૮૯ વિષયને સ્પષ્ટતાથી સમજાવવા દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. વળી, ગાથાઓમાં આવતા મહત્ત્વપૂર્ણ શબ્દના અર્થવિસ્તાર માટે તથા તેને સુગમ્ય કરવા અનેક સ્થાને શ્રીમદ્રનાં તથા અન્ય સગ્રંથોનાં વચનો ટાંકવામાં આવ્યાં છે. કેટલાંક સ્થળે દિગંબર-શ્વેતાંબર ગ્રંથોની તથા જૈનેતર સંથોની ગાથાઓ ઉદ્ધત કરવામાં આવી છે. અન્ય ગ્રંથોના સંદર્ભ સાથે વિવિધ પ્રકારે કરેલી છણાવટથી વાચક વિષય તરફ આકર્ષાય, તેની જિજ્ઞાસા તૃપ્ત થાય અને સાક્ષીપાઠો આપવાથી વિવેચન પ્રમાણભૂત બને તે રીતે વિવરણ કરવાનો લક્ષ રાખ્યો છે. ગાથાના રહસ્યને ઉદ્ઘાટિત કરવા મૂકેલા શાસ્ત્રપાઠો સાથે તે જ્યાંથી લેવામાં આવ્યા છે તે આધારનો ઉલ્લેખ પણ વિગતવાર કરવામાં આવ્યો છે કે જેથી સંસ્કૃત-પ્રાકૃતાદિ મૂળ ગ્રંથોનો આધાર જોવા ઇચ્છનારને સરળતા પડે. તદુપરાંત, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર થયેલાં વિવેચનોમાંથી પણ અવતરણો લેવામાં આવ્યાં છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અધ્યયન સરળતાથી થઈ શકે એવા આશયથી આ બધી સામગ્રીનો અત્રે એકસાથે સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, અહીં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપી સમુદ્રમાં ઊંડા ઊતરીને તેમાંથી રત્નો કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેનાં ચિતન-મનનથી હૃદયમાં પ્રગટેલા વિચારોને વાચા આપી છે. અધ્યાત્મવિષય હોવાથી તેમાં કેટલીક પુનરુક્તિ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ શ્રીમન્ના સાહિત્યમાંથી તથા અન્ય ગ્રંથોમાંથી લીધેલાં અવતરણોની પણ પુનરુક્તિ કરી છે. જો કે આત્માને ઉદ્દેશીને થયેલો અધ્યાત્મવૈરાગ્ય સંબંધી બોધ પુનઃ પુનઃ લખવામાં આવે તો તેને પુનરુક્તિનો દોષ ગણવામાં આવતો નથી. આ પ્રકારે અભ્યાસાર્થે સુજ્ઞ વાચકોને શ્રીમન્ની અમૃતવાણી ઉપર સ્વયં વિચારણા કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાય તે રીતે આ વિવેચન કરવામાં આવ્યું છે. જેનાં પદે પદે અનેક શાસ્ત્રોનાં રહસ્યો ભરેલાં છે અને જે સાધક આત્માઓને સન્માર્ગદર્શન કરાવવાનું પૂર્ણ સામર્થ્ય ધરાવે છે એવું આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આત્મસાધનામાં ઉપયોગી નીવડે એવી ભાવનાથી, પ્રસ્તુત વિવેચનમાં તેમાં રહેલાં તત્ત્વોને વિશેષ પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે. આમ, ઉત્તમોત્તમ તત્ત્વપ્રકાશક એવા આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ, ઉત્તમોત્તમ ભાવ, ઉત્તમોત્તમ આશય, ઉત્તમોત્તમ અનુભવનું યથાશક્તિ વિવેચન કરવામાં આવ્યું છે કે જેથી કરીને તેનો ઉત્તમોત્તમ મહિમા જગતમાં પ્રદ્યોતમાન થાય અને ઉત્તમોત્તમ વિશુદ્ધિથી ભવ્યાત્માઓને ઉત્તમોત્તમ આત્મસિદ્ધિની સંપ્રાપ્તિ થાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ Page #138 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ પ્રકરણ - ૧ ઉપોદ્યાત (ગાથા ૧ - ૨૩) Page #139 -------------------------------------------------------------------------- ________________ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧ २३५ anate, ५०मो६५ min, nony :03. M um. Page #141 -------------------------------------------------------------------------- ________________ Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧ - પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મના ભ્રામક | ગ્રંથોમાં તેમજ મહાકાવ્યાદિ સાહિત્યકૃતિઓમાં ગ્રંથકર્તા ગ્રંથના આરંભમાં મંગલ સ્તુતિ કરે એવી પ્રણાલિકા પ્રચલિત રહી છે. અનેક ગ્રંથકર્તાઓએ – વિશેષતઃ ધાર્મિક તથા આધ્યાત્મિક ગ્રંથોના રચયિતાઓએ આ શિષ્ટ પ્રણાલિકાનું ઠેઠ વર્તમાન કાળ સુધી સુપેરે અનુસરણ કરેલું જોવા મળે છે. મંગલની સાથે અભિધેય વિષય, પ્રયોજન અને સંબંધનો પણ નિર્દેશ કરવામાં આવે છે. આ ચારને અનુબંધ ચતુષ્ટય તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં “બંધ' શબ્દના જુદા જુદા અર્થો થાય છે. તેમાંનો એક મહત્ત્વનો અર્થ છે “ગ્રંથરચના'. પ્રબંધ, નિબંધ જેવા શબ્દો એ જ અર્થમાં પ્રયોજાયેલા છે. અનુબંધ ચતુષ્ટય એટલે મંથરચના અંગેની ચાર બાબતો. તે આ પ્રમાણે છે – (૧) મંગલ અનુબંધ ચતુષ્ટયમાં ગ્રંથકર્તાની દૃષ્ટિએ મંગલ સૌથી મહત્ત્વનું છે. “મંગ' એટલે સુખ, તેને ‘લાતિ' એટલે આપે; અથવા “મ' એટલે પાપ, તેને ગાલયતિ' એટલે ગાળે. જે સુખ આપે અથવા પાપ ગાળે તેને મંગલ કહે છે. આરંભેલું શુભ કાર્ય નિર્વિઘ્ન પાર પડે તે અર્થે જેના પ્રત્યે પોતાને પૂજ્યભાવ હોય એવા ઈષ્ટ દેવ અથવા ઉપકારી સગુરુને નમસ્કાર કરવારૂપ અથવા સ્મરણ કરવારૂપ મંગલ કરવામાં આવે છે. ઈષ્ટ દેવને પ્રણામ કરવાથી શુભ અધ્યવસાય પ્રગટે છે અને તેથી કાર્યમાં નડતાં વિજ્ઞભૂત પાપોનો નાશ થાય છે. ગ્રંથકર્તાને મંગલથી અંતરાયો ક્ષય થશે એવી શ્રદ્ધા તો હોય જ છે અને સાથે ઈષ્ટ દેવના આશીર્વાદથી કાર્ય ઘણું ઉત્તમ અને દીપી ઊઠે એવું બનશે એવી પણ શ્રદ્ધા હોય છે. ગ્રંથની સમાપ્તિ સુખપૂર્વક થાય, કોઈ પાપના ઉદયથી વિઘ્ન ન આવે, ગ્રંથ અધૂરો રહી ન જાય, સંથકર્તાનું અચાનક આયુષ્ય પૂર્ણ થઈ ન જાય, ચિત્તશુદ્ધિ થાય, વિનયની વૃદ્ધિ થાય, કર્તાપણાનો અહં ગળી જાય આદિ ૧- જુઓ : આચાર્યશ્રી પતિવૃષભકૃત, તિલોય-પણરી', અધિકાર ૧, ગાથા ૩૦,૩૧ ‘णासदि विग्धं भेददि यहो दुट्ठा सुरा ण लंघति । इट्ठो अत्थो लब्भइ जिणणामग्गहणमेत्तेण ।। सत्थादिमज्झअवसाणएसु जिणतोत्तमंगलुच्चारो । णासइ णिस्सेसाई विग्घाइं रवि व तिमिराई ।।' Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અનેક શુભ આશયોથી મંગલની રચના કરવામાં આવે છે. (૨) અભિધેય વિષય ગ્રંથમાં જે વસ્તુ વર્ણવવાની હોય તેને અભિધેય વિષય કહે છે. તે ગ્રંથના પ્રારંભમાં કહેવામાં આવે છે, કારણ કે ગ્રંથમાં આપેલો વિષય પોતાને ઇષ્ટ છે કે નહીં એ જાણ્યા વિના કોઈ પણ સુજ્ઞ વાચક ગ્રંથનું વાંચન ન કરે, માટે ગ્રંથારંભમાં વિષયનો નિર્દેશ પણ આવશ્યક છે. વર્તમાનમાં ગ્રંથના વિષયની પ્રાસંગિક વિગતો ઉપોદ્દઘાતમાં કે પ્રસ્તાવનામાં આપવામાં આવે છે, પરંતુ પૂર્વકાળમાં ઉપોદ્દઘાત કે પ્રસ્તાવના લખવાનો રિવાજ ન હતો; તેથી ગ્રંથારંભમાં વસ્તુનિર્દેશ કરવામાં આવતો. અભિધેય વિષયની સંકલના ગ્રંથના આરંભમાં કરવામાં આવતી હોવાથી વાચકને પ્રસ્તુત ગ્રંથ વાંચવો કે નહીં તેનો નિર્ણય કરવા માટે સુગમતા રહે છે. (૩) પ્રયોજન પ્રયોજન એટલે હેતુ, ફળ. કયા ફળની પ્રાપ્તિના લક્ષે ગ્રંથ રચવામાં આવેલ છે તે ગ્રંથના પ્રારંભમાં જણાવવામાં આવે છે. “પ્રયોનન+નુશ્યિ ન સંતોષ પ્રવર્તતે I', એટલે કે પ્રયોજન વિના તો કોઈ મૂઢ પણ પ્રવૃત્તિ નથી કરતો. માટે શાસ્ત્રનું જ્યાં સુધી પ્રયોજન કહેવામાં ન આવ્યું હોય ત્યાં સુધી શાસ્ત્ર કોણ વાંચે? કેટલીક વાર પ્રયોજનના સુચન સાથે તેના અધિકારી વર્ગનો પણ નિર્દેશ કરવામાં આવે છે. વાચક જો અનધિકારી હોય તો ગ્રંથકર્તાનો આશય લક્ષગત ન થવાથી કેટલીક વાર વાચકને હાનિ થવાનો સંભવ રહે છે. કેટલાક ગ્રંથોમાં તાત્કાલિક પ્રયોજન તથા પરંપરા પ્રયોજન એમ બે પ્રયોજન ભેદપૂર્વક દર્શાવવામાં આવ્યાં હોય છે. વળી, કેટલાક ગ્રંથોમાં પ્રયોજન અભેદપણે કે ગર્ભિતપણે સૂચવવામાં આવ્યું હોય છે. (૪) સંબંધ શાસ્ત્ર પોતાની મતિકલ્પનાથી નથી રચાયું, પરંતુ કોઈ પ્રસિદ્ધ અને ઇષ્ટ વસ્તુ સાથે તેનો સંબંધ છે અથવા પૂર્વાચાર્યોનાં કથન સાથે સંબંધ છે તેમ દર્શાવવું પણ આવશ્યક છે કે જેથી શ્રદ્ધાળુ એમાં સુગમતાથી પ્રવર્તે. સંબંધ દર્શાવવાથી પાઠકને ગ્રંથ ઉપર વિશ્વાસ બેસે છે, આદર વધે છે, તેમજ ગ્રંથનું મૂલ્ય તે પારખી શકે છે. ગ્રંથમાં આપેલ ઉપદેશ પોતાના મનની કલ્પનાથી નથી કહેવાયો, પરંતુ પૂર્વના આચાર્યોએ જેમ કહ્યું છે અને પોતાને પણ આચાર્યપરંપરાએ પોતાના ગુરુ મારફત જે પ્રમાણે મળ્યું છે તે પ્રમાણે કહેવાયું છે એવો ગ્રંથનો સંબંધ પણ સૂચિત કરવામાં આવ્યો હોય છે. આ પ્રકારના સંબંધનિર્દેશના કારણે ગ્રંથ ખૂબ જ વિશ્વસનીય અને આદરણીય બને છે. આ અનુબંધ ચતુષ્ટયની બાબતમાં બધે જ એકવાક્યતા જોવા નથી મળતી. કોઈક Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ એ ચાર વિષયમાંથી એક વિષયનો, કોઈક બે વિષયનો, કોઈક ત્રણ વિષયનો, કોઈક ચાર વિષયનો તો કોઈક એ ચાર ઉપરાંત ગ્રંથના અધિકારી વર્ગનો અથવા અન્ય માહિતીનો પણ નિર્દેશ કરે છે. કેટલીક વાર ગ્રંથકર્તા સ્પષ્ટ શબ્દોમાં અનુબંધ ચતુષ્ટયનો નિર્દેશ કરે છે તો કેટલીક વાર ગર્ભિતપણે વણી લે છે. વળી, કેટલાક ગ્રંથોમાં એક જ શ્લોકમાં આ ચારે વિષય ગૂંથાયેલ હોય છે તો કેટલાક ગ્રંથોમાં આ અનુબંધ ચતુષ્ટય દર્શાવવા એકથી વધુ શ્લોકો પણ પ્રયોજાયા હોય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ, આચાર્યશ્રી સમતભદ્ર સૂરિજી, આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વગેરેના ગ્રંથોમાં આ અનુબંધ ચતુષ્ટયનું સંખ્યાની દૃષ્ટિએ તથા તે ચતુષ્ટયના પ્રકારની દૃષ્ટિએ વૈવિધ્ય જોવા મળે છે. એક જ ગ્રંથકર્તાએ પોતાના એક ગ્રંથમાં એક રીત અપનાવી હોય અને અન્ય ગ્રંથમાં અન્ય રીત અપનાવી હોય એવું પણ જોવા મળે છે. અલબત્ત, અનુબંધ ચતુષ્ટયમાં સૌથી અધિક મહત્ત્વ મંગલનું જ છે એ નિર્વિવાદ છે. આમ, અનુબંધ ચતુષ્ટય દર્શાવનારી આર્યસંથકારોની પ્રણાલિકા અનુસાર શ્રીમદે પણ પરમાર્થકુશળતાથી આરંભની બે ગાથામાં આ ચાર વિષયોને ગૂંથી લીધા છે. પ્રથમ ગાથામાં મંગલ પ્રકાશ્ય છે અને બીજી ગાથામાં અભિધેય વિષય તથા પ્રયોજન પ્રગટ રીતે પ્રકાશ્યાં છે, જ્યારે સંબંધ ગર્ભિતપણે દર્શાવ્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો આરંભ કરતી વખતે શ્રીમદ્ આર્યપરંપરાના શિષ્ટાચાર અનુસાર પોતાના પરમોપકારી સદ્દગુરુ ભગવાનને નમસ્કારરૂપ મંગલ કરતાં પ્રથમ ગાથામાં કહે છે – ગાથા “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.” (૧) - અર્થ) જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેવું એવા શ્રી સદગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. (૧) - શ્રીમદે આત્માની મહાગીતારૂપ આ શાસ્ત્રનું ઉદ્ઘાટન “જે સ્વરૂપ” શબ્દ ભાવાર્થી LAST દ્વારા કર્યું છે, જેમાં તેમણે “જે' શબ્દ દ્વારા આત્મા, અર્થાત્ આત્મસ્વરૂપનો નિર્દેશ કર્યો છે. આત્મસ્વરૂપની સમજણનો અભાવ એ જ જીવની મૂળ ભૂલ છે. આત્માનું જે અનંત જ્ઞાન-દર્શન-સુખમય સ્વરૂપ છે, તે સમજ્યા વિના જીવે અનંત કાળથી લક્ષાવધિ યોનિઓમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ ભોગવ્યું છે. સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવું પોતાનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ સમજ્યા વિના, ભાંતિથી કર્મકૃત અવસ્થાઓ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૮ "શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને કર્મકૃત ભાવોમાં પોતાપણું સ્થાપી, ‘દેહ તે હું, દેહની ક્રિયા તે મારી ક્રિયા, ક્રોધાદિ ભાવો તે મારા ભાવો' એમ પરમાં અહ-મમબુદ્ધિ કરી, પરમાં કર્તાપણારૂપ મિથ્યા માન્યતાથી તે અનંત કાળથી અનંત દુ:ખ પામ્યો છે. અજ્ઞાનના કારણે તેણે પરમાં સુખ, શાંતિ અને સલામતી માની હોવાથી ઇષ્ટ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિની ઇચ્છા કર્યા કરી છે; પરંતુ પૌગલિક સુખોની પ્રાપ્તિ, ભોગ, રક્ષણ તથા વિયોગમાં તેને માત્ર દુઃખ અને ક્લેશનો જ અનુભવ થયો છે. સ્વરૂપની સમજણ વિના તેના સુખપ્રાપ્તિના સર્વ પ્રયત્નો દ્વારા તેને માત્ર દુ:ખની જ પ્રાપ્તિ થઈ છે. ધાર્મિક ક્રિયાઓ પણ સ્વરૂપલક્ષ વિના થઈ હોવાથી તે તેનાં જન્મ-મરણનું દુઃખ ટાળી શકી નહીં. આમ, સ્વરૂપની ઓળખાણ વિના સુખપ્રાપ્તિ કે દુઃખનિવૃત્તિ માટે થયેલો સઘળો પુરુષાર્થ નિષ્ફળ ગયો. તેથી જે આત્મસ્વરૂપની સમજણ વિના જીવ અનંત દુઃખ પામ્યો, તે પદની સમજણ જેમણે યથાર્થપણે કરાવી અને ભવિષ્ય કાળ ઉત્પન્ન થવા યોગ્ય એવા અનંત દુઃખનું મૂળ જેમણે છેવું એવા ઉપકારી શ્રી સદગુરુ ભગવાનને અત્રે નમસ્કાર કર્યા છે. આ ગાથામાં શ્રીમદે સદ્ગુરુ માટે “શ્રી” અને “ભગવંત’ એમ બે શબ્દો પ્રયોજ્યા છે. શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મીસંપન્ન વ્યક્તિ માટે શ્રી શબ્દ વપરાય છે. શ્રી સદગુરુ સસ્વરૂપને પામેલા હોવાથી, આત્મલક્ષ્મીસંપન હોવાથી, તેમના માટે “શ્રી” શબ્દનો પ્રયોગ ઉચિત છે. વળી, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય - એ છે જેમની પાસે હોય તેઓ ભાગ્યવંત અથવા ભગવાન કહેવાય છે. સદ્દગુરુ આ છ વસ્તુઓના ધારક હોવાથી તેમના માટે પ્રયોજેલ “ભગવંત' શબ્દ પણ યથાયોગ્ય છે. આત્મહિત અર્થે સુદેવ-સુગુરુ-સુધર્મ એ ત્રણ ઉપકારી તત્ત્વોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમાં પણ સુદેવ અને સુધર્મની ઓળખાણ સદ્ગુરુ દ્વારા જ થઈ શકે છે, તેથી સદ્ગુરુતત્ત્વ વિશેષ ઉપકારી છે. આમ, સદ્ગુરુનું વિશેષ માહાસ્ય હોવાથી, શ્રીમદે સદ્દગુરુના પરમ ઉપકારનું કૃતજ્ઞપણે, ભક્તિપૂર્વક, રોમાંચિત ભાવે સ્મરણ કરી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું આઘમંગળ કર્યું છે. આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્તિ અથવા અવ્યક્ત ઇચ્છા એ જ હોય વાગાથા કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો, સર્વથા સુખ જ હો. સર્વ જીવના પ્રયત્ન પણ એ જ અર્થે હોય છે. પરંતુ સુખપ્રાપ્તિની તીવ્ર અભિલાષા હોવા છતાં જીવ સદેવ સુખથી વંચિત જ રહ્યો છે. સંસારમાં સમયે સમયે દુઃખનો જ અનુભવ થાય છે. દુઃખ સર્વ જીવને પ્રત્યક્ષ છે. કોઈને શરીર સંબંધી દુઃખ, કોઈને સ્ત્રી-પુત્ર સંબંધી દુઃખ, કોઈને શત્રુ સંબંધી દુઃખ, તો કોઈને લક્ષ્મી-અધિકારાદિનું દુઃખ - એમ સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે. ગમે તેટલી અરુચિ, અણગમો, અપ્રિયતા અને વળોષાર્થ Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૯૯ અભાવ તે દુઃખ પ્રત્યે હોવા છતાં દુઃખ અનુભવ્યા જ કરવું પડે છે. દુ:ખથી મુક્ત થવા સર્વ જીવ ચાહે છે, પણ દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાયાથી, દુઃખ થવાનાં મૂળ કારણો કયાં છે અને તે શાથી મટી શકે છે તે યથાર્થ ન સમજાયાથી અથવા દુ:ખ મટાડવા સંબંધી પ્રયત્ન અયથાર્થ હોવાથી દુઃખ મટી શક્યું નથી. જીવ અનાદિ કાળથી દુઃખ સહન કરતો કરતો વાવાઝોડામાં ઘૂમરી ખાતાં સૂકાં પાંદડાંની જેમ લોકાકાશમાં અહીંથી તહીં ફંગોળાતો રહ્યો છે. ચતુર્ગતિના પરિભ્રમણ દરમ્યાન તેણે ક્યારે પણ ‘સત્ ને જાણ્યું નહીં, “સત્' ને શ્રદ્ધક્યું નહીં અને ‘સત્'ને ઉપાસ્યું નહીં, પરિણામે સતત બંધનગ્રસ્ત દશામાં રહ્યો હોવાથી તે અનંત દુઃખ પામ્યો છે. અનાદિ કાળથી સ્વયંરક્ષિત અને સ્વયંસંચાલિત એવા આ વિશ્વમાં સંસારી જીવ લોકાકાશના ૧૪ રજૂપ્રમાણ ક્ષેત્રમાં તિર્યંચ, નરક, મનુષ્ય તથા દેવ - આ ચાર ગતિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન દેહ ધારણ કરી નિરંતર પરિભ્રમણ કરતો રહ્યો છે. પ્રથમ તો અનાદિ કાળથી જીવ નિત્યનિગોદમાં, એટલે કે અવ્યવહારરાશિમાં જ સબડતો રહ્યો. અનંત કાળ પર્યત નિગોદમાંથી બહાર નીકળવાનો અવસર જ મળ્યો ન હતો. એકમાત્ર સ્પર્શેન્દ્રિય દ્વારા નિર્વાહ ચલાવતી આ ગતિમાં અનંત ઐશ્વર્યના સ્વામી એવા આત્મા ઉપર અત્યંત ગાઢ આવરણ હોય છે. એનું અનંત જ્ઞાન એક નાનકડા અંશ સિવાય સમગ્રપણે ઢંકાયેલું હોય છે. સોયના અગ્રભાગ જેટલા નાનકડા ક્ષેત્રમાં અસંખ્ય ઔદારિક શરીર અને એ પ્રત્યેક શરીરમાં ગીચોગીચ વસેલા અનંત નિગોદાશ્રયી જીવ એક શ્વાસમાં સાડા સત્તર વાર જન્મ-મરણ કરે છે. એ દુઃખનાં પ્રકાર અને તીવ્રતા કોઈ દષ્ટાંતથી કે શબ્દોથી સમજાવી શકાય એમ નથી. એની પરાધીનતાની ચરમ સીમા, દુઃખની ભીષણતા, ભાવકલંકની પ્રચુરતા સામાન્ય મનુષ્યોને કોઈ પણ પ્રકારે બુદ્ધિગોચર થઈ શકતી નથી. એક જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિની નિગોદ ગતિમાં આવે. અઢી પુદ્ગલપરાવર્તન કાળની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ધરાવતી આ નિગોદની ગતિમાંથી જીવ બહાર આવ્યા પછી તેના કર્માનુસાર દેહ ધારણ કરે છે. અન્ય એકેન્દ્રિય (પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને પ્રત્યેક વનસ્પતિકાયિક) પર્યાયોમાં જીવ સુદીર્ઘ કાળ પર્યત અનેક પ્રકારનાં દુઃખો નિરંતર ભોગવતો રહે છે. પૃથ્વીકાયમાં જીવ ખોદાય છે, બાળાય છે, કચરાય છે, ઓગાળાય છે - એમ વિવિધ પ્રકારનાં દુઃખો પામે છે. જલકાયમાં જીવ ઉકાળાય છે, અન્યમાં મેળવાય છે, ઝેર-ક્ષારકડવાશમાં ભેળવાય છે, અંગારા ઉપર રેડાય છે, ઉનાળામાં તપેલી જમીન-ધૂળ વગેરે ઉપર છંટાય છે, તપાવેલી ધાતુ તથા તપેલા પથ્થર ઉપર રેડાતાં તે બળે છે - આવાં અનેક દુઃખો સહન કરે છે. અગ્નિકાયના જીવો દબાતાં, ઓલવાતાં, કુટાતાં જઈ અનેક Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ક્રિયામાં ઘોર દુઃખોથી પીડાય છે. વાયુકાયના જીવ પર્વતનાં કઠણ પડખાં ઉપર નિરંતર પછડાય છે, ચામડાની ધમણ કે ભૂંગળીથી અગ્નિમાં ધમાવાય છે, વીંજણા કે વસ્ત્રથી પટકારાય છે, વૃક્ષોના પછાડાથી અથડાય છે, પછડાય છે - એમ અનેક પ્રકારે દુ:ખસમૂહને વેદે છે. પ્રત્યેક વનસ્પતિકાયમાં જીવ કપાય છે, છેદાય છે, છોલાય છે, સમારાય છે, રંધાય છે, ચવાય છે, તળાય છે, વધારાય છે, વેચાય છે, ચિરાય છે, વટાય છે, ઘસાય છે, નિચોવાય છે, પિલાય છે, કચરાય છે. આમ, એકેન્દ્રિયમાં જીવ નાના પ્રકારે, પરાધીનપણે ઘોર દુઃખો ભોગવે છે. એકેન્દ્રિયમાંથી પ્રગતિ પામી જીવને ત્રસપર્યાયમાં જન્મ મળે તે ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અત્યંત વિરલ ઘટના છે. જેમ ચિંતામણિ રત્ન મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, તેમ ત્રસનો પર્યાય પણ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ તીન્દ્રિય (ઇયળ, અળસિયું વગેરે), ત્રીન્દ્રિય (કીડી, મંકોડા વગેરે) તથા ચતુરિન્દ્રિય(ભમરો, માખી વગેરે)ના શરીરો વારંવાર ધારણ કરીને મરણ પામે છે અને ઘણી વેદના સહન કરે છે. ઇયળ, કીડી આદિ ભૂખનાં માર્યા મુખ ફાડી આહાર માટે દોડતાં ફરે છે; કચરાઈ જાય છે; પિસાઈ જાય છે; પાણીમાં, અગ્નિમાં પડીને મરી જાય છે; પશુનાં પૂંછડાંથી, ખરીથી નાશ પામે છે; ચકલાં ચણી જાય છે; ઘરોળી, સાપ ઇત્યાદિ ખોળી ખોળીને મારે છે; મનુષ્યના નખ, હાથ, પગ આદિથી હણાઈ જાય છે, કપાઈ જાય છે, દબાઈ જાય છે; મળ, કફ આદિમાં પડીને મરી જાય છે; લાકડામાં રહેલી ઇયળો, ઊધઈ વગેરે અગ્નિમાં બળી મરે છે; કરોડો જીવડાં અનાજની સાથે ખંડાઈ જાય છે, શેકાઈ જાય છે, રંધાઈ જાય છે, દળાઈ જાય છે; ફળ, ફૂલ, શાકભાજી, લીલા-સૂકા મેવા, ઔષધમાં વપરાતાં ફૂલ, પાન, છાલને આશરે રહેલાં ઘણાં જીવડાં તથા વાસી રસોઈ, દહીં, દૂધ આદિમાં પડેલા કે ઉત્પન્ન થતા જીવો પણ મરી જાય છે. ચોમાસામાં ઘણા જીવોની ઉત્પત્તિ હોય છે. જમીન જીવડાંથી છવાઈ જાય છે. ઢોરના પગ વડે, મનુષ્યોના પગ વડે, રથ, બળદગાડાં, ગાડી આદિ વડે જીવડાં કચરાઈ જાય છે, છુંદાઈ જાય છે. ક્યાંક તેના પગ કપાઈ જાય છે, ક્યાંક તેનાં માથાં કપાઈ જાય છે, ક્યાંક તેનાં પેટ ફાટી જાય છે. આમ, વિકલેન્દ્રિયના દુર્ભાગી જીવો ભય, સુધા, છેદન, ભેદન આદિનાં અનેક દુઃખો; પાણી, અગ્નિ વગેરે દ્વારા હાનિનાં દુઃખો તથા અન્ય પ્રાણીના ખોરાક બનવા આદિનાં અનેક દુ:ખો ક્ષણે ક્ષણે ભોગવી ત્રસપર્યાય(મહત્તમ ૨૦૦૦ સાગરોપમ)નો મહદંશ વ્યતીત કરે છે. ક્વચિત્ અકામ નિર્જરા દ્વારા પંચેન્દ્રિય સુધી વિકાસ સધાય તોપણ જો અસંજ્ઞીનો ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજી રચિત, છ ઢાળા', ઢાળ ૧, કડી ૫ દુર્લભ લહિ જ્યોં ચિન્તામણી, ત્યોં પર્યાય લહી ત્રસતણી; લટપિપીલ અલિ આદિ શરીર, ધર ધર મર્યો સહી બહુ પીર.” Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૦૧ ભવ મળે તો હિતાહિતનો વિચાર કરવાની શક્તિ ન હોવાના કારણે તથા સાંભળેલ દેશના સમજવાની બુદ્ધિથી વંચિત રહ્યો હોવાના કારણે મળેલ પંચેન્દ્રિયપણું વેડફાઈ જાય છે. સંજ્ઞી તિર્યંચ બને તો દીન થઈ પોતે અન્યનો ખોરાક બને કે ક્રૂર બની અન્યને ખાઈ જાય. પંચેન્દ્રિય તિર્યંચ જળચર જીવોમાં માછલાં, મગર, મહામચ્છ આદિ બળવાન નિર્બળને ખાય છે; મચ્છીમારની જાળમાં કે કાંટા વડે માછલાં પકડનારના કાંટામાં ફસાઈને કે હોડીમાં બેસી ભાલા વડે મહામચ્છને હણનારા ક્રૂર જનોથી હણાઈને ઘણા જીવો મરે છે; જીવતાં માછલાંને કેટલાક બાફી ખાય છે; દવાના નામે પણ ઘણાં જળચર પ્રાણીઓના ઘાણ નીકળી જાય છે. નભચર પક્ષીઓને પણ નિરંતર દુ:ખ હોય છે. નિર્બળ પક્ષીઓને બળવાન પક્ષી પકડીને મારે છે; બાજ પક્ષી દિવસે મારી ખાય છે; ઘુવડ આદિ રાત્રે ફરનારાં દુષ્ટ પક્ષીઓ માળામાં સંતાઈને રહેલાં પક્ષીઓને મારી ખાય છે; બિલાડી, કૂતરાં વગેરે પક્ષીઓને મારે છે; પવનની, પાણીની, વરસાદની, ટાઢની ઘોર વેદના ભોગવતાં ભોગવતાં પક્ષીઓ મરી જાય છે. દુષ્ટ મનુષ્યો પક્ષીઓને પકડી વેચે છે, પીછાં ઉખાડી નાખે છે, ચીરે છે, ઊકળતા તેલમાં જીવતાં તળે છે, રાંધે છે. સ્થળચર પંચેન્દ્રિય જીવોમાં મૃગ, સસલાં આદિ અનેક જીવો સદા ભયભીત જ રહે છે; શિકારીથી પકડાઈ કે વીંધાઈને મરણ પામે છે; વાઘ, સિંહ, હાથી જેવાં બળવાન પશુ નિર્બળને ગુફામાં, પર્વતમાં, વૃક્ષમાં, ખાડામાં છાનાંમાનાં સંતાઈ રહ્યાં હોય ત્યાંથી પકડીને મારે છે. પારધી-કસાઈ જેવા ક્રૂર મનુષ્યો યંત્રોથી કે જાળના ઉપાયોથી પશુ-પક્ષીને પકડે છે, મારે છે, વેચે છે, ખાય છે, જીવતાં પ્રાણીઓના પગ કાપીને વેચે છે, જીભ કાપે છે, ઇન્દ્રિયો કાપીને વેચે છે, પૂછડાં કાપીને વેચે છે, મર્મસ્થાન કાપે છે, છેદે છે, તળે છે, રાંધે છે. વળી, ઘોડા, બળદ, ગધેડા આદિ જીવો પાસે મનુષ્યો બહુ કામ કરાવે છે; તેને મારે છે. તેની પીઠ ગળી જાય, માંસ કપાઈને ખાડા પડી જાય, ખાંધ ગળી જાય, નાક નથના કારણે વળી જાય, કીડા પડી જાય, કઠોર ભારથી હાડકાંના ચૂરા થઈ જાય, પગ તૂટી જાય, મહારોગી થઈ જાય, વૃદ્ધ-નિર્બળ થઈ જાય તો પણ તેના ઉપર ભાર લાદવામાં આવે છે. તિર્યંચ જેવું પરાધીનતાનું દુઃખ બીજી કોઈ ગતિમાં નથી. આમ, તિર્યંચ ગતિમાં સર્વત્ર સુધા-તૃષા, શીત-ઉષ્ણતા, છેદન-ભેદન, ભારવહન, વધ, બંધન આદિનાં અનેક દુઃખ નિરંતર સહન કરવાં પડે છે. તીવ્ર સંક્લેશ પરિણામોના કારણે નરક ગતિ પ્રાપ્ત કરીને જીવ સુદીર્ઘ કાળ પર્યત અવિરતપણે તીવ્ર દુઃખોની પરંપરા ભોગવતો રહે છે. શ્રી તીર્થંકર ભગવાન પણ જે ગતિનાં દુઃખો પૂરેપૂરા વર્ણવી શકતા નથી, એની ઉગ્ન ભયંકરતાની કોઈ સીમા હોઈ શકે ખરી? ત્યાં જીવ ક્ષેત્રવેદના, પરમાધર્મીકૃત વેદના અને અન્યોન્યકૃત વેદના ભોગવે છે. નરકની ભૂમિને સ્પર્શતાં હજારો વીંછી દ્વારા એકસાથે મારેલ ડંખ કરતાં વધુ વેદના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન થાય છે, ભૂમિથી ત્રાસી જઈ વૈતરણી નદીમાં જીવ કૂદે તો ત્યાં અત્યંત દાહ મળે છે, શાતા માટે સેમર વૃક્ષ નીચે જઈ ઊભો રહે તો ત્યાં તલવારની ધાર જેવાં એનાં તીક્ષ્ણ પાંદડાં શરીરને ચીરી નાંખે છે. તે ઠંડી, ગરમી, ભૂખ, તરસનાં ઘોર દુ:ખ ભોગવે છે. પરમાધર્મીઓ તેને મારે છે, ફૂટે છે; તેના શરીરને તોડે છે, કાપે છે; જીભ ખેંચે છે અને એવી બીજી અનેક પ્રકારની વેદનાઓ આપે છે. નારકીઓ કૂતરાની જેમ સ્વયં એકબીજા સાથે લડતા રહે છે. આમ, તેમને કોઈ જગ્યાએ શાંતિ કે શાતાનું નામોનિશાન નથી મળતું. નરકનો જીવ આત્મહત્યા કરી દુઃખમાંથી મુક્ત થવા ઇચ્છે તો એ પણ તેના નસીબમાં નથી હોતું. તેણે અતિ અસહ્ય દુઃખો સાગરોપમ પર્યત ભોગવવાં જ પડે છે. જીવ જો કોઈક શુભ કર્મના ઉદયથી મહાદુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરે છે તો એમાં પણ ઘણાં દુ:ખ છે. તેને ગર્ભ, બાલ્ય, યુવાન તથા વૃદ્ધ અવસ્થાનાં પારાવાર દુઃખો સહન કરવો પડે છે. ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગનાં દુઃખ તેણે સહન કરવાં પડે છે. મનુષ્ય ગતિમાં કોઈ જીવ ઢોર જેવો અભણ હોય છે; કોઈ અનાથ બની બીજાએ ખાતાં વધેલી એઠ વગેરે ખાઈને, ભૂખ-તરસની પીડા સહન કરીને, પારકા ઠપકા, તિરસ્કાર ખમતાં ઊછરે છે; કોઈ પેટ ભરવા શેર અનાજ અર્થે નિરંતર પથ્થરનો, માટીનો ભાર વહે છે; કોઈ નોકરીમાં પરાધીન રહે છે; કોઈ મળ-મૂત્ર સાફ કરે છે; કોઈ ચામડાં ઉતારે છે; કોઈ દીન થઈને ઘરે ઘરે ભીખ માગતાં ફરે છે; કોઈને સ્ત્રી-પુત્ર નથી તેનું દુ:ખ છે, તો કોઈને દુષ્ટ સ્ત્રી-પુત્ર છે તેનું દુ:ખ છે; કોઈ મહારોગના કારણે દુઃખી છે; કોઈ આંધળો, લૂલો, બોબડો, ગાંડો, કદરૂપો હોવાથી દુ:ખી છે. આવાં અનેક દુઃખો મનુષ્યભવમાં જીવ ભોગવે છે. જીવ ક્યારેક ભવનવાસી, વ્યંતર તથા જ્યોતિષીમાં દેવપર્યાય પામે છે તો ક્યારેક વૈમાનિક દેવ પણ બને છે. અન્ય ગતિમાં જે પ્રકારનાં દુ:ખો જીવે ભોગવ્યાં હતાં તે અત્રે ન હોવા છતાં સર્વજ્ઞ ભગવાને પોતાના નિરાવરણ, લોકાલોકપ્રકાશક જ્ઞાનમાં જોયું છે કે સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિથી વંચિત પ્રત્યેક દેવ દુ:ખી જ છે. અન્ય ગતિનાં દુઃખો તો પ્રત્યક્ષ જોઈ શકાય છે, પરંતુ નિરંતર ભોગવિલાસની અઢળક સામગ્રી જેમને પ્રાપ્ત છે તથા શરીરની અશાતાનાં દુ:ખોથી પણ જે રહિત છે તે દેવો પણ દુઃખી છે, કારણ કે નિરંતર નવીનતાની ઉત્સુકતા અને ચાહના, પોતાના કરતાં ઊંચા દેવ પ્રત્યેની ઈર્ષ્યા, અવિરત ભોગપ્રાપ્તિની તૃષ્ણા, ઇષ્ટ દેવ-દેવાંગનાના વિયોગનું દુઃખ, ઇન્દ્રાદિની સેવા કરવી પડે તેનું દુઃખ, દેવતાઓમાં પરસ્પર લડાઈ આદિનાં વ્યાકુળતાજન્ય દુઃખો તો ક્ષણે ક્ષણે તેઓ ભોગવે જ છે તથા આયુષ્યના છેલ્લા છ મહિના બાકી રહે ત્યારે પોતાને જાણ થાય છે કે સ્વર્ગનાં ઇષ્ટ માનેલાં સુખોનો હવે પોતાને વિયોગ થશે, તેથી Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૦૩ આર્તધ્યાનમાં સાતમી નરક કરતાં વધુ માનસિક વેદના તેઓ ભોગવતાં રહે છે અને અંતે એકેન્દ્રિયાદિ તિર્યંચ ગતિમાં જઈ પડે છે. આમ, નિત્યનિગોદમાંથી બહાર નીકળેલ દરેક જીવ મિથ્યાત્વના કારણે પંચવિધ પરાવર્તન કરે છે. સ્વભાવસમ્મુખતા વગર અત્યંત આકુળતામય આ સંસારમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ પાંચ પ્રકારે પરિભ્રમણ કરતાં કરતાં જીવ અનંત દુઃખોની પરંપરા ભોગવતો રહે છે.૧ પંચ પરાવર્તનનું વર્ણન આ પ્રમાણે છે – (૧) દ્રવ્ય પરાવર્તન – ચૌદ રાજલોકમાં રહેલ અનંતાનંત પુદ્ગલપરમાણુઓને જીવ ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન એ સાત વર્ગણારૂપે ગ્રહણ કરીને મૂકે ત્યારે એક દ્રવ્ય પરાવર્તન પૂરું થાય છે. સ્વદ્રવ્યને ઓળખ્યા વિના કર્મરૂપે, શરીરરૂપે, આહારરૂપે, ભોગોપભોગના પદાર્થરૂપે આ પુદ્ગલપરમાણુઓને જીવે અનંત વાર રહ્યાં છે અને છોડ્યાં છે. (૨) ક્ષેત્ર પરાવર્તન – લોકાકાશના અસંખ્ય પ્રદેશોને ક્રમવાર મરણ સમયે સ્પર્શે ત્યારે ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય, અર્થાત્ કોઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેની બાજુના પ્રદેશે મરણ થાય ત્યારે તે પ્રદેશ ગણતરીમાં આવે. વચ્ચેના સમયમાં અન્ય પ્રદેશોએ ગમે તેટલાં મરણ થાય તે ગણતરીમાં ન આવે. આ રીતે દરેકે દરેક પ્રદેશને ક્રમવાર મરણ સમયે સ્પર્શે ત્યારે એક ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય. સ્વક્ષેત્રમાં ઉપયોગ સીમિત ન રાખવાના કારણે આવાં ક્ષેત્ર પરાવર્તન આવે અનંત વાર કર્યા છે. (૩) કાળ પરાવર્તન – એક કાળચક્રના પ્રત્યેક સમયને જીવ અનુક્રમે મરણ વડે સ્પર્શી છે ત્યારે કાળ પરાવર્તન પૂરું થાય છે. અવસર્પિણી કાળના પ્રથમ સમયે જીવ મરે, પછી બીજી કોઈ પણ અવસર્પિણીના બીજા સમયે જીવ મરે તે જ ગણાય છે. વચ્ચેના અન્ય સમયોમાં મરે તે ગણતરીમાં નથી લેવાતા. આમ કરતાં કરતાં અવસર્પિણી તેમજ ઉત્સર્પિણીના બધા સમય મરણ દ્વારા સ્પર્શે ત્યારે એક કાળ પરાવર્તન થાય છે. આ અસાર સંસારમાં ચૈતન્યરસને આસ્વાદ્યા વગર જીવે આવાં અનંત કાળ પરાવર્તન પસાર કર્યા છે. (૪) ભવ પરાવર્તન - ચારે ગતિમાં જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની બધી આયુ૧- જુઓ : (૧) આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૨, સૂત્ર ૧૦ની ટીકા તરિવર્તન પવિઘમ્..... દ્રવ્યપરિવર્તન ક્ષેત્રપરિવર્તન પરિવર્તન મવપરિવર્તન ભાવપરિવર્તન જોરિ !' (૨) પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૫, કડી ૫ ચહુંગતિ દુખ જીવ ભારે હૈ, પરિવર્તન પંચ કરે હે; સબવિધિ સંસાર અસારા, યામેં સુખ નાહિં લગાર.” Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્થિતિમાં જીવ ઊપજે, એક એક સમયની વૃદ્ધિના ક્રમપૂર્વક ચતુર્ગતિના નિગોદથી નવમી રૈવેયક સુધીના સર્વ ભવનું ચક્ર જીવ પૂરું કરે તે એક ભવ પરાવર્તન. વીતરાગતાના અભાવમાં આ જીવ ક્યાં ક્યાં રઝળ્યો નથી? ચારે ગતિમાં નવ રૈવેયક પર્વતનો કોઈ ભવ બાકી રહ્યો નથી કે જે આ જીવે ધારણ ન કર્યો હોય. નવ રૈવેયકથી ઉપરની ગતિઓમાં મિથ્યાદષ્ટિ જીવો ઊપજતા નથી, તેથી તે ભવોનો આમાં સમાવેશ થતો નથી. જીવે ચતુર્ગતિના અભાવરૂપ મોક્ષ માટે ક્યારે પણ યથાર્થ પુરુષાર્થ કર્યો નથી, તેથી તેણે અનંત ભવ પરાવર્તન કર્યા છે. (૫) ભાવ પરાવર્તન – પ્રાણીને જેટલી જુદી જુદી વાસના તેટલા જુદા જુદા અધ્યવસાય થાય છે અને તે પ્રત્યેકમાં તરતમતા હોય છે, તેથી કર્મના અનુબંધમાં પણ ફરક પડે છે. એ અનુબંધસ્થાન અસંખ્ય છે. જીવ એ સર્વ અધ્યવસાયસ્થાનકોએ અનુક્રમે મરણ પામે તે એક ભાવ પરાવર્તન છે. તેની ગણતરીમાં પ્રથમ અલ્પ કષાયોદયરૂપ અધ્યવસાયે મરણ પામે અને ત્યારપછી તેની અનંતરના અધ્યવસાયસ્થાનકે મરણ પામે તે જ ગણવામાં આવે છે, વચ્ચેનાં બીજાં સ્થાનકોએ મરણ પામે તે ગણાતાં નથી. શુભાશુભ ભાવથી અતીત એવા શુદ્ધ ભાવમાં જીવે હજી સુધી સ્થિતિ કરી નથી, તેથી તેણે આવાં અનંત ભાવ પરાવર્તન કર્યા છે. આ પંચ પરાવર્તનરૂપ પરિભ્રમણ દરમ્યાન ચોર્યાસી લાખ યોનિઓમાં ફરી ફરી અવતાર રહણ કરતાં જીવને અનંત કાળ વીતી ગયો. અનાદિ કાળથી જીવ ભવચક્રના ફેરા ફરતાં ફરતાં ચારે ગતિમાં ગમનાગમનના આંટા માર્યા કરે છે. પરિભ્રમણની આ પરિપાટીમાં તેણે સૌથી થોડા ભવ મનુષ્યના કર્યા છે. તેના કરતાં અસંખ્યગણા નારકીના ભવ કર્યા છે. નારકીના ભાવ કરતાં અસંખ્ય ગણા દેવના ભવ કર્યા છે અને દેવના કરતાં અનંતગણા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચના ભવો કર્યા છે. આ ચતુર્ગતિમય સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ તીવ્ર દુઃખ પામ્યો છે; દારુણ, અસહ્ય દુઃખ ચિરકાળ સહ્યાં છે; શારીરિક-માનસિક દુઃખ વારંવાર અનુભવ્યાં છે; જન્મનું દુઃખ, જરાનું દુઃખ, મરણનું દુઃખ, રોગનું દુઃખ, શોકનું દુઃખ, ઇષ્ટ વિયોગનું દુઃખ, અનિષ્ટ સંયોગનું દુ:ખ પામ્યો છે; આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપનું દુ:ખ પામ્યો છે. આ રીતે જીવ અનંત કાળ સુધી સંસારપરિભ્રમણ કરતાં અનંત દુ:ખ પામ્યો છે. સંસારનાં આ સમગ્ર દુ:ખોની આધારભૂત ધરી જીવનું અજ્ઞાન જ છે. જગતના જીવો દુઃખને સંયોગાશ્રિત ગણે છે, ઈષ્ટ સંયોગની અપ્રાપ્તિ કે અનિષ્ટ સંયોગની પ્રાપ્તિને દુઃખ માને છે. પરંતુ વિચારતાં જણાય છે કે આ અભિપ્રાયના મૂળમાં જ ભૂલ છે. તેનાં સર્વ દુઃખોનું વાસ્તવિક કારણ છે - તેણે દેહમાં કરેલી એ–બુદ્ધિ અને તેનું બહિર્મુખ પરિણમન. કર્મકૃત અવસ્થામાં થયેલા તાદાભ્ય અધ્યાસના કારણે જીવ પોતાના Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૦૫ જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલી ગયો છે અને દેહને જ પોતારૂપ માને છે. સુખ-દુ:ખની તેની સર્વ વ્યાખ્યા દેહને અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોને અનુલક્ષીને જ નક્કી થતી હોય છે. તેને દેહથી ભિન્ન પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ભાસ્યું ન હોવાના કારણે તે પરસંયોગથી જ પોતાને સુખી-દુઃખી માને છે. તેની આ માન્યતા મિથ્યા છે. બાહ્ય સંયોગો સુખી કે દુઃખી કરવાની તાકાત ધરાવતા જ નથી. બહારના સંયોગની આત્મસ્વરૂપમાં નાસ્તિ છે. જે જીવમાં છે જ નહીં, તે જીવને સુખ-દુ:ખ આપી શકતા નથી; તેથી બાહ્ય સર્વ પરિવર્તનોથી, પ્રાપ્તિઓથી તેને કોઈ લાભ-હાનિ થતાં નથી. પરદ્રવ્ય તેને કોઈ લાભ કે નુકસાન કરી શકતું નથી. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તેને સુખી કે દુઃખી કરી શકતી નથી. માત્ર પોતાની ઊંધી માન્યતાના કારણે તેણે અનંતું દુઃખ વેઠવું પડે છે. એ વિપરીતતા ટાળી જો શુદ્ધાત્મસ્વરૂપનો આશ્રય આપવામાં આવે તો જીવ અપાર આત્મસુખનો ભોક્તા બને છે. જ્ઞાની ચારે ગતિનાં દુ:ખની વચ્ચે રહીને પણ સુખી જ છે. જ્ઞાનીએ પરમાંથી સુખબુદ્ધિ ખસેડી નિજ ચિદાનંદસ્વરૂપમાં સ્થાપી હોવાથી બાહ્યમાં ભલે નરકનાં દુ:ખો ભોગવતાં દેખાય, પણ તેમના અંતરમાં તો ભેદજ્ઞાન દ્વારા સ્વરૂપસુખની ગટાગટી જ ચાલતી હોય છે. જે સંયોગમાં જ્ઞાની દુઃખી ન થાય, તે જ સંયોગમાં જો અજ્ઞાની દુઃખી થતો હોય તો તેનાં દુ:ખનું કારણ સંયોગ નહીં પણ તેનું અજ્ઞાન જ છે એમ સિદ્ધ થાય છે. વળી, એકનો ઇષ્ટ સંયોગ અન્યને માટે અનિષ્ટ અથવા એકનો અનિષ્ટ સંયોગ અન્યને માટે ઇષ્ટ હોઈ શકે છે. જો અન્યને સુખ આપવાનો સ્વભાવ વાસ્તવમાં અમુક સંયોગમાં હોય તો તે સંયોગે પ્રત્યેક વ્યક્તિને સુખ જ આપવું જોઈએ. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે તો સર્વને તે ઉષ્ણતાનો જ અનુભવ કરાવે છે. એવી રીતે સુખ આપવું એ જો સંયોગનો સ્વભાવ ગણવામાં આવે તો સર્વને તે સંયોગમાં સુખનો અનુભવ થવો જ જોઈએ, પણ એમ તો જોવા મળતું નથી. સ્વાદિષ્ટ ગણાતી મીઠાઈ નીરોગીને સુખરૂપ લાગે છે, પરંતુ રોગીને એ જ મીઠાઈ દુઃખરૂપ લાગે છે. કોઈને પંખા વિના ચાલતું નથી, તો કોઈ પંખાથી દૂર ભાગે છે. આ રીતે વ્યક્તિએ વ્યક્તિએ સુખનો આધાર બદલાય છે. ક્યારેક એક જ વ્યક્તિને પણ એક વખતે જે પદાર્યાદિ સુખરૂપ લાગતા હોય તે જ પદાર્થાદિ પરિસ્થિતિ બદલાતાં દુઃખરૂપ ભાસે છે. ભૂખથી વ્યાકુળ માનવી ઘરે આવે અને મધુર સંગીત વાગી રહ્યું હોય તો પણ તેને તે વિષાદમય અને વિલાપરૂપ લાગે છે, પણ ખોરાક પેટમાં જતાં એ જ સંગીત તેને આલાદક અને આલાપરૂપ લાગે છે. વળી, જો પરદ્રવ્યમાં સુખ આપવાનો સ્વભાવ હોય તો જેમ જેમ એનું અનુસંધાન કરવામાં આવે, તેમ તેમ સુખની માત્રા વધવી જોઈએ. વાનગી ગમે તેટલી ભાવતી હોય, પણ જો અમુક પ્રમાણ કરતાં વધુ આરોગવામાં આવે તો એ જ વાનગી દુઃખનું કારણ બની જાય છે. આ વિભિન્ન તથ્યો જોતાં જ્ઞાની ભગવંતોનો Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અભિપ્રાય અવિરુદ્ધપણે સિદ્ધ થાય છે કે પરદ્રવ્યમાં ન તો સુખ આપવાનો સ્વભાવ છે અને ન તો દુઃખ આપવાનો સ્વભાવ છે. પુદ્ગલ અને જીવ બન્ને દ્રવ્યો તદ્દન ભિન્ન પ્રકારનાં છે. પુદ્ગલ અચેતન છે, જડ છે, જ્યારે જીવ ચૈતન્યમય છે. પુદ્ગલ ઇન્દ્રિયોથી ગોચર, મૂર્તિક છે, જ્યારે જીવ ઇન્દ્રિયોથી અગોચર, અમૂર્તિક છે. પુદ્ગલના ગુણધર્મો સ્પર્શ-સ-ગંધ-વર્ણાદિ છે, પણ તેનામાં સુખ-દુઃખરૂપ ધર્મ નથી; જ્યારે જીવમાં સ્પર્શ-રસ-ગંધ-વર્ણ નથી, પરંતુ તે સ્વાધીન શાંતિ તથા આનંદથી ભરપૂર છે, તે સુખ-દુ:ખનું વેદન કરવાની શક્તિવાળો છે. બન્ને દ્રવ્યો અનાદિથી છે અને અનંત કાળ પર્યંત રહેશે. તેઓ પોતાની સત્તાથી અલગ થતાં નથી, નવીનપણે ઉત્પન્ન થતાં નથી અને કદી નાશ પામતાં નથી. બન્નેની અવસ્થાઓ બદલાયા કરે છે. બન્ને દ્રવ્ય અન્યની સહાયતા વગર પોતાનામાં પરિવર્તન કરવામાં સ્વયં સમર્થ છે અને તેમ સ્વતંત્રપણે કરી રહ્યાં છે. નવીન અવસ્થાને તેઓ સ્વયં ઉત્પન્ન કરે છે, સ્વયં પોતા વડે અને પોતાને માટે ઉત્પન્ન કરે છે. અવસ્થાઓ બદલાતી હોવા છતાં જીવ સદા જીવ રહે છે અને પુદ્ગલ સદા પુદ્ગલ રહે છે. જીવ ક્યારે પણ પુદ્ગલરૂપે પરિણમતો નથી કે પુદ્ગલનું કાર્ય કરતો નથી તથા પુદ્ગલ ક્યારે પણ જીવરૂપે પરિણમતું નથી કે જીવનું કાર્ય કરતું નથી. પુદ્ગલ દ્રવ્ય જીવને સુખ કે દુઃખ આપી શકે એવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. પરદ્રવ્ય જીવને ઉપકારક પણ નથી અને અપકારક પણ નથી. આમ, યથાર્થ દૃષ્ટિથી જોતાં પુદ્ગલ જીવને સુખ કે દુઃખ કંઈ જ આપી શકતું નથી. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં અજ્ઞાની પુદ્ગલની વિભિન્ન પર્યાયોથી વિભિન્ન રીતે સુખ-દુઃખ અનુભવતો જોવામાં આવે છે. તેનું કારણ એ છે કે પુદ્ગલ પ્રત્યેની જીવની ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિના કારણે તેને પુદ્ગલ દ્વારા સુખ-દુઃખનો ભ્રાંતિયુક્ત અનુભવ થાય છે. જે પદાર્થ તેને ઇષ્ટ ભાસે છે, એ રહે તો તેને સુખ લાગે છે અને જાય તો તે દુ:ખ અનુભવે છે. જે પદાર્થમાં તે અનિષ્ટની કલ્પના કરે છે, એ રહે તો તે દુઃખ માને છે અને જાય તો તે સુખ અનુભવે છે. જેમ કાગળના સાદા ટુકડા ઉપર ગવર્નરની સહી હોવાથી તેનું ચલણી નોટમાં રૂપાંતર થઈ જાય છે અને એ જ નોટને જો સ૨કા૨ રદ કરે તો ફરીથી એ હતો તેવો કાગળનો સામાન્ય ટુકડો બની જાય છે, અર્થાત્ સરકાર જ તેમાં કિંમત પૂરે છે અને એ જ તેમાંથી કિંમત કાઢી પણ શકે છે. તેવી જ રીતે જીવ પોતે જ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી જડમાં કિંમત પૂરે છે, જેના કારણે તે હર્ષ-શોક, માન-અપમાનાદિ અનુભવે છે. જીવ જડમાં જે કિંમત ભરે છે, તે જ જીવનાં સુખ-દુઃખનું કારણ છે. આત્માને જડ વસ્તુનો સ્વાદ તો આવતો નથી તથા તેનાથી સુખ પણ ઊપજતું નથી; પરંતુ જડ પદાર્થમાં આસક્ત થઈ ‘આ મને Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૦૭ ઇષ્ટ છે, એનાથી મને સુખ મળે છે' એવો જે રાગ જીવ કરે છે, તે રાગનો જ સ્વાદ તેને આવે છે. અજ્ઞાનવશ આત્મા વિકારી પર્યાયને આનંદની પર્યાય માને છે. અજ્ઞાની જીવને પરમાં સુખબુદ્ધિ - આધારબુદ્ધિ હોવાથી તેનાં જ્ઞાન-વીર્ય પરમાં રોકાયેલાં રહે છે. તે ભાતિગતપણે એમ માને છે કે હું પરમાં મારી ઇચ્છાનુસાર ફેરફાર કરી શકું છું અને પરની અમુક અવસ્થાથી મને સુખ મળે છે, તેથી સુખી થવા માટે પરની જે અવસ્થાથી મને સુખ મળે છે તે મારે ટકાવવી જોઈએ અને પરની જે અવસ્થામાં મને દુ:ખ અનુભવાય છે તે મારે ટાળવી જોઈએ. પરપરિણમનમાં પરિવર્તન લાવવાની આ ઇચ્છાથી જીવની અવસ્થામાં વ્યાકુળતા ઉત્પન્ન થાય છે. પરદ્રવ્યો જીવની ઇચ્છાથી અન્ય પ્રકારે પરિણમે ત્યારે તેને વ્યાકુળતા થાય છે. આમ, તે પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે, પર પાસે અપેક્ષા રાખે છે અને પછી તે પૂરી ન થતાં સંતાપ કરે છે. આમ, જીવની પર્યાયમાં દુ:ખરૂપી કાર્યની ઉત્પત્તિ થયા કરે છે. આ આકુળતા બે રીતે મટી શકે. કાં તો જીવની ઇચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે અથવા તો “પરમાં હું ફેરફાર કરી શકું છું' એવી માન્યતા ટળે તો આકુળતા મટે. જેમ કે એક માણસ મરી ગયો છે અને બીજો કોઈ માણસ તેને સ્નેહથી ખવરાવવા, પીવરાવવા માંગે છે અને તેની સાથે વાતચીત કરવા ઇચ્છે છે, પરંતુ તે મરેલો માણસ નથી ખાતો, નથી પીતો કે નથી બોલતો; તેથી તે બીજો માણસ દુ:ખી થઈ રહ્યો છે. તેનું દુ:ખ મટાડવાનો ઉપાય શું? તેનું દુઃખ ટાળવાના બે ઉપાય જણાય છે - (૧) કાં તો તેની ઇચ્છા પ્રમાણે મડદું ખાય, પીએ, વાતચીત કરે તો તેનું દુઃખ ટળે અને (૨) કાં તો તેને ખવરાવવા વગેરે સંબંધીની તેની ઇચ્છા દૂર થાય તો તેનું દુ:ખ ટળે. વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે પહેલો ઉપાય તો તદ્દન અશક્ય છે, એટલે કે ખરેખર તે ઉપાય જ નથી, કેમ કે મડદું કદી પણ ખાવા-પીવા-બોલવાનું નથી. તેથી જ્યાં સુધી તે માણસ મડદાને મડદા તરીકે નહીં જાણે, ત્યાં સુધી તેનું દુ:ખ કદી પણ મટવાનું નથી. બીજો ઉપાય સ્વાધીન હોવાથી તે ઉપાય જીવ કરી શકે છે. પરંતુ જ્યાં સુધી ‘આ મડદું છે અને તે કદાપિ ખાવા-પીવા-બોલવાનું નથી' એમ તે માણસને વિશ્વાસ ન આવે, ત્યાં સુધી તેને ખવરાવવા વગેરેની ઇચ્છા ટળે જ નહીં; તેથી મડદાનું મડદા તરીકે સાચું જ્ઞાન કરવું તે જ ઇચ્છા ટાળીને શાંતિ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે. મડદાને મડદા તરીકે જાણતાં તેને વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ આવે છે અને તેમ થતાં મડદાને ખવરાવવા વગેરેની તેની ઇચ્છા ટળી જાય છે. ઇચ્છા ટળતાં વ્યાકુળતારૂપ દુઃખ પણ મટી જાય છે. તેવી જ રીતે અજ્ઞાની જીવે ‘શરીર વગેરે પરદ્રવ્યો સારાં રહે તો મને સુખ થાય' એમ માને છે અને તેથી તેમાં પોતાની ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાઓ અનુસાર પરિવર્તન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન લાવવા માંગે છે, પરંતુ શરીર વગેરે પરદ્રવ્યો કંઈ તેની ઇચ્છા પ્રમાણે પરિણમતાં નથી, તેથી તે નિરંતર આકુળતાનું વેદન કરીને દુઃખી થતો રહ્યો છે. તે દુ:ખ મટાડવાનો ઉપાય શું છે? વિચાર કરતાં જીવને દુઃખ ટાળવાના બે ઉપાય જણાય છે - (૧) કાં તો જીવની ઇચ્છા પ્રમાણે જ શરીરાદિ સર્વ પરદ્રવ્યો પરિણમે તો તેનું દુઃખ ટળે અને (૨) કાં તો જીવ પરદ્રવ્યોને ફેરવવા સંબંધીનો પોતાનો ભાવ ફેરવી નાખે તો તેનું દુઃખ ટળે. પહેલો ઉપાય તો તદ્દન અશક્ય છે, એટલે કે ખરેખર તે ઉપાય જ નથી; કેમ કે પરદ્રવ્યો જીવથી જુદાં છે, તેથી તે કદી પણ જીવની ઇચ્છાને આધીન પરિણમવાનાં નથી. પરદ્રવ્યો અપેક્ષાએ તો મડદાં જેવાં છે. જેમ મડદું જીવની ઇચ્છાથી ખાય-પીએ નહીં, તેમ પરદ્રવ્યો પણ આ જીવ સાથે કોઈ સંબંધ ધરાવતાં નથી, તેનું પરિણમન જીવને આધીન નથી. તેથી જીવે બીજો ઉપાય, એટલે કે પરમાં ફેરફાર કરવાનો પુરુષાર્થ છોડી, પોતાની ઇચ્છા ટળે એવા પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. આ ઉપાય સ્વાધીન છે અને જીવથી તે થઈ શકે છે. બધાં પરદ્રવ્યો મારાથી સર્વથા જુદાં છે, મારામાં તેનો અભાવ છે' - એમ જ્યાં સુધી જીવને વિશ્વાસ ન આવે ત્યાં સુધી પરદ્રવ્યને ફેરવવાની તેની ઇચ્છા ટળતી નથી. પરંતુ જો પરદ્રવ્યોને પોતાથી ભિન્નપણે જાણે તથા ‘હું તેનું કાંઈ જ કરી શકતો નથી' એમ વિશ્વાસ કરે તો તે પરદ્રવ્યોને ફેરવવાની ઇચ્છા કરે નહીં. તે પરદ્રવ્યો જેમ સ્વતંત્રપણે પરિણમે તેમ તેને માત્ર જાણ્યા કરે તો તે પરદ્રવ્યના ગમે તેવા પરિણમનમાં પણ તેને અંતરથી આકુળતા ન થાય. તે માટે સ્વ અને પરનું સાચું જ્ઞાન કરવું ઘટે છે. પરદ્રવ્યના પરિણમન સાથે જીવને કોઈ સંબંધ નથી એવી પ્રતીતિ કરવી ઘટે છે. ઇચ્છા ટાળીને શાંતિ પ્રાપ્ત કરવાનો આ જ એકમાત્ર ઉપાય છે. પરદ્રવ્યોને સ્વથી ભિન્ન જાણતાં જીવને વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ આવે છે અને તેમ થતાં ‘હું પરદ્રવ્યોની ક્રિયા કરી શકું' એવી ઊંધી માન્યતા ટળી જાય છે. તેથી અનંત પરદ્રવ્યોના સ્વામિત્વનો અહંકાર અને તેના કર્તુત્વની અનંતી ઇચ્છા ટળી જાય છે અને સ્વભાવની શાંતિ અને સુખ પ્રગટે છે. પુણ્યોદયના કારણે સર્વ પરદ્રવ્યોનું પરિણમન જીવની ઇચ્છાને મળતું આવે તોપણ જીવનું દુઃખ ટળતું નથી, કારણ કે પોતાના સુખ માટે બાહ્ય સામગ્રીનો સંયોગ મેળવવાનો પ્રયાસ કરવો એ તો આકુળતા છે, વ્યગ્રતા છે, પરાધીનતા છે. જ્યાં પરાધીનતા છે ત્યાં દુ:ખ જ છે. જે જીવ પોતાનું સ્વાધીન સ્વરૂપ ભૂલ્યો હોય તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? ભોગસામગ્રીમાંથી પ્રાપ્ત થતું સુખ એ કંઈ સાચું સુખ નથી, એ તો દુ:ખનો તારતમ્યરૂપ ભેદ છે. જેમ કોઈને વિષમ જ્વર થયો હોય તો તેને કોઈ વખત ઘણી અશાતા થાય છે તથા કોઈ વખત થોડી અશાતા થાય છે. જ્યારે થોડી અશાતા હોય છે ત્યારે તે પોતાને ઠીક છે એમ કહે છે અને લોકો પણ કહે છે કે ઠીક છે; પરંતુ ખરેખર તો જ્યાં સુધી જ્વરનો સદ્ભાવ છે ત્યાં સુધી તેને ઠીક નથી. તેમ Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૦૯ અજ્ઞાની જીવને કોઈ વખત ઘણી આકુળતા થાય છે તથા કોઈ વખત થોડી થાય છે; થોડી આકુળતા હોય ત્યારે તે પોતાને સુખી માને છે, લોકો પણ કહે છે કે સુખી છે; પરંતુ પરમાર્થથી જ્યાં સુધી આકુળતાનો સભાવ છે ત્યાં સુધી સુખ નથી. તેથી જ્યાં જ્યાં જીવે સુખ માન્યું છે તે રૂપ, બળ, કુળ, સત્તા વગેરે સર્વ દુઃખરૂપ છે. આકુળતામય હોવાથી તે દુઃખ જ છે. સુખનો સ્વભાવ તો નિરાકુળતા છે અને ઇન્દ્રિયજનિત સુખમાં નિરાકુળતા હોતી નથી; માટે સુખ પ્રાપ્ત કરવાના સર્વે ઉપાયો ઇન્દ્રિયને આધીન હોવાથી જૂઠા છે, આકાશકુસુમવત્ છે. જેનો વિયોગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં અવ્યાબાધપણું નથી તે સુખ નથી. વાસ્તવમાં ભૌતિક સુખ તે સુખ નથી, સુખાભાસ છે. શ્રીમદ્ લખે છે. ‘હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ.” આત્માના સ્વભાવમાં સુખ ભર્યું છે. જેને નિરાકુળ સુખ જોઈતું હોય તેને ચૈતન્યસ્વભાવ સિવાય બીજે કશેથી પણ તે નહીં મળે. પરંતુ આનંદધામ એવા સ્વતત્ત્વનો મહિમા ભૂલીને જીવ પરનો મહિમા કરીને દુઃખી થાય છે. સ્વરૂપનું અજ્ઞાન જ તેના દુ:ખનું કારણ છે. દુઃખ પોતામાં હોય તો દુઃખનું કારણ પણ પોતામાં જ હોવું ઘટે. તકૂળ સંયોગો દુ:ખનું કારણ નથી, પણ તેમાં થતું જીવનું જોડાણ જ દુ:ખનું કારણ છે. દુઃખની જવાબદારી જીવની પોતાની જ છે. માટે જ જ્ઞાનીઓ સંયોગના દુઃખ કરતાં અજ્ઞાનના દુઃખને મોટું ગણે છે. આ અજ્ઞાને જીવનું ઘોર અહિત કરે છે. હું પરનું કરી શકું, પર મારું કરી શકે' એવા અજ્ઞાનના કારણે જીવ એક ક્ષણમાં અનંત હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનાં પાપોનું સેવન કરે છે. (૧) હું પરદ્રવ્યનું કરી શકું એમ માનવાથી જગતમાં રહેલાં અનંત પરદ્રવ્યોને પરાધીન માન્યાં અને ‘પર મારું કરી શકે એમ માની પોતાના સ્વભાવને પરાધીન માન્યો. આ માન્યતામાં જગતના અનંત પદાર્થોની અને પોતાના સ્વભાવની સ્વાધીનતાનું ખૂન કર્યું, તેથી તેમાં અનંત હિંસાનું મહાપાપ કર્યું. (૨) જગતના બધા પદાર્થો સ્વાધીન છે, તેને બદલે બધાને પરાધીન - વિપરીતરૂપે માન્યા તથા જે પોતાનું સ્વરૂપ નથી તેને પોતાનું સ્વરૂપ માન્યું-કહ્યું. એ માન્યતામાં અનંત અસત્યના સેવનનું મહાપાપ કર્યું. ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૨ (પત્રાંક-૧૦૮) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન (૩) કોઈ પણ પરવસ્તુને જેણે પોતાની માની, તેણે ત્રણે કાળની પરવસ્તુ અને વિકારભાવને પોતાનું સ્વરૂપ માનીને અનંત પરદ્રવ્યોની ચોરીનું મહાપાપ કર્યું. (૪) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરી શકે એમ માનનારે સ્વદ્રવ્ય-પદ્રવ્યને ભિન્ન ન રાખતાં એ બન્ને વચ્ચે વ્યભિચાર કરી બેમાં એકપણું માન્યું અને એવાં અનંત પદ્રવ્યો સાથે એકતારૂપ અબહ્મસેવન કર્યું, તેમાં અનંત મૈથુનસેવનનું મહાપાપ કર્યું. (૫) એક રજકણ પણ પોતાનું નથી, છતાં હું તેનું કરી શકું એમ જે માને છે તે પદ્રવ્યને પોતાનું માને છે. ત્રણે જગતના જે પરપદાર્થો છે તે સર્વને તે પોતાના માને છે, એટલે આ માન્યતામાં તેણે અનંત પરિગ્રહનું મહાપાપ કર્યું. આ રીતે જગતનાં સર્વ મહાપાપો અજ્ઞાનમાં સમાઈ જાય છે, તેથી જગતનું સૌથી મહાન પાપ અજ્ઞાન જ છે. આવા મહાભયંકર અજ્ઞાનના અભાવનો ઉપાય છે જ્ઞાન, પોતાના સ્વરૂપની સમજણ. આ સંસારના ભીષણ દુઃખમય પરિભ્રમણચક્રમાંથી પોતાના આત્માને જે ઉગારી લેવા માંગે છે, તે સ્વહિતના અભિલાષી જીવે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જાણવાનો પ્રયત્ન પ્રથમ કર્તવ્યરૂપ છે. ચૈતન્યસ્વરૂપી આત્માનો મહિમા લાવી તેમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. વીતરાગી અંતરંગ પુરુષાર્થ વિના પોતાના ત્રિકાળી સ્વદ્રવ્ય તરફ પર્યાય વળતી નથી અને ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થતી નથી. સુખ તો સ્વભાવન્મુખતાથી જ પ્રાપ્ત થાય છે. જે જીવ હું પોતે જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોનો પિંડ છું' એવો સ્વીકાર કરે નહીં, તે પોતાના સ્વરૂપની સન્મુખ ક્યાંથી થશે? અને સન્મુખતા કર્યા વિના પર્યાયમાં સુખ ક્યાંથી પ્રગટશે? માટે જીવે સ્વરૂપનો નિર્ણય કરી તેની સન્મુખ થવું ઘટે છે. એ નિર્ણયનું ફળ મહાન છે. તેનાથી અનાદિ કાળનો થાક પળવારમાં ઊતરી જાય છે. ઉપયોગ અંતર્મુખ કરતાં તે અભેદ થઈને પોતાના અતીન્દ્રિય આનંદમય સ્વભાવને વેદે છે, અનુભવે છે અને ત્યાં આનંદની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપના જ્ઞાનથી અનાદિ દુ:ખપરંપરાની નિવૃત્તિ થાય છે. જીવે વિચારવું ઘટે છે કે જેના વિસ્મરણનું મહાભયાનક પરિણામ પોતે અનંત કાળ ભોગવ્યું છે તે આત્મસ્વરૂપ કેવું છે? આત્મા અનંતગુણાત્મક શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે. પદ્રવ્ય અને પરભાવથી સર્વ પ્રકારે ભિન્ન છે. દેહાદિ નોકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ તથા રાગાદિ ભાવકર્મથી તે તદન ભિન્ન છે. કર્મકૃત સઘળું તેનાથી ભિન્ન છે. અન્યથી તેને કોઈ લાભ-હાનિ નથી. તેના સ્વભાવમાં અંતરાય કરવા અન્ય કોઈ સમર્થ નથી. તે તો ત્રિકાળી, અનંતસામર્થ્યવાન, સ્વાધીન દ્રવ્ય છે. શાંતિનો પુંજ છે. દિવ્ય જ્ઞાનનો પિંડ છે. સુખશક્તિથી ભરપૂર છે. જગતના કોઈ પણ પદાર્થની ઉપમા દ્વારા કે સર્વોત્કૃષ્ટ વાણીપ્રયોગ દ્વારા આત્માના આનંદનું પૂર્ણ વર્ણન કરવું શક્ય નથી. જેમ ઘીની ઉપમા બીજા પદાર્થ વડે આપી શકાતી નથી, કારણ કે તેનું તાજાપણું અને તેની મીઠાશની Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૧૧ ઉપમાને યોગ્ય બીજો પદાર્થ મળતો નથી; તેવી જ રીતે આત્માના આનંદને યોગ્ય બીજી ઉપમા મળતી નથી. જેમ મરચાંની તીખાશનો અનુભવ થઈ શકે છે, જ્ઞાનમાં જાણી શકાય છે; પરંતુ તે તીખાશ યથાર્થપણે જણાવી શકાતી નથી; તેમ આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થઈ શકે છે, જ્ઞાનમાં જાણી શકાય છે પણ વાણીની મર્યાદાના કારણે તે આનંદ વાણીમાં કહી શકાતો નથી. પૌગલિક પદાર્થ હોવા છતાં જો ઘી કે મરચાંનો સ્વાદ ચાખ્યા પછી પણ વાણીમાં પૂરો કહી શકાતો નથી, તો આત્માનો અતીન્દ્રિય આનંદ વાણીમાં કઈ રીતે આવે? આત્માનો એક એક પ્રદેશ આવા અનુપમ, અવર્ણનીય, અખંડ, અમર્યાદિત સુખના સાગરથી પરિપૂર્ણ ભરેલો છે. જીવને પોતાનું આવું અનંતસુખમય સ્વરૂપ સમજાતાં પરદ્રવ્યો પ્રત્યે મોહબુદ્ધિ કે અહંભાવ થતાં નથી. પરદ્રવ્યની ઓશિયાળાપણારૂપ પરાધીનતા તે માની બેઠો હતો. એ માન્યતા સ્વરૂપની સમજણ થતાં ટળી જાય છે. તેને નિર્ણય થાય છે કે મારા ચૈતન્યસ્વરૂપને પરદ્રવ્ય બગાડી શકતું નથી કે સુધારી શકતું નથી. પરવસ્તુ મને અનુકૂળ કે પ્રતિકૂળ થઈ શકે જ નહીં. મારી સમજણમાં દોષ છે તે ખરી પ્રતિકૂળતા છે. આવો યથાર્થ નિર્ણય થયો હોવાથી હવે શું થશે? સંયોગ થશે કે વિયોગ? સફળતા મળશે કે નિષ્ફળતા? માન મળશે કે અપમાન? આદિ વિકલ્પોની જાળનું જોર હવે તેના અંતરમાં રહેતું નથી; તેથી ચિંતા, આકુળતા, વ્યાકુળતા, ભય, શોકાદિનો પરાભવ થઈ તેના જીવનમાં એક શાંત દશા પ્રગટે છે. તેના રાગ-દ્વેષ ઘટી જાય છે. પરપદાર્થો પ્રત્યે તેને ઉદાસીનતા વર્તે છે. જેમ પુત્રી સગપણ થાય તે પહેલાં મા-બાપના ઘરની વસ્તુઓને પોતાની માને છે, પણ જેવું સગપણ થાય છે કે તેની દૃષ્ટિ ફરી જાય છે અને જ્યાં સગપણ થાય છે તે ઘર અને તે ઘરની વસ્તુઓને પોતાની માને છે. તેવી જ રીતે અજ્ઞાની જીવ દેહાદિને પોતાના માનતો હોવાથી જડ રિદ્ધિ-સિદ્ધિને તે પોતાની માનતો હતો, પણ જેવું અનંત શક્તિના પિડ એવા આત્માની સાથે સગપણ થાય છે કે તમામ જડ વસ્તુઓ પારકી લાગે છે, એઠી અને ફિક્કી લાગે છે. પોતાની શાંતિ તેને સાચી, પરમ, નિજની માલિકીની અને રસમય લાગે છે. તેની દૃષ્ટિ ફરી જાય છે. પરસન્મુખ દષ્ટિ હતી તે સ્વસમ્મુખ થઈ જાય છે. તેની પર સંબંધી ચેષ્ટા બંધ થાય છે, જેના પરિણામે તે દુઃખમાંથી મુક્ત થાય છે અને પરમ આનંદની પ્રાપ્તિ કરે છે. આત્મામાં ઉપયોગ જોડતાં અનંત કાળમાં ક્યારે પણ અનુભવ્યું ન હતું એવા આનંદનું વદન થાય છે. આનંદસ્વરૂપ આત્માનું અવલોકન કરનાર પોતે જ પ્રગટ આનંદસ્વરૂપ થઈને સાક્ષાત્ આનંદરૂપે પરિણમે છે. આમ, પોતાના સ્વરૂપની સમજણ એ જ સુખનો એકમાત્ર ઉપાય છે. પોતાના સુખનું સાધન પોતે જ છે. જેણે પોતાના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લીધું હોય તેને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અતીન્દ્રિય સુખ પ્રગટે જ છે. નિજ સહજાનંદસ્વરૂપની પરમાર્થપ્રતીતિ એ જ નિરાકુળ, અવિનાશી, અવ્યાબાધ સુખરૂપ મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે. પરમાં સુખબુદ્ધિની કલ્પના છોડી, નિજ શુદ્ધ ચિદાનંદ પૂર્ણ સ્વભાવમાં સ્થિરતા કરતાં અનુપમ સહજાત્મસ્વરૂપ મોક્ષદશા પ્રગટે છે. તેથી જીવે પોતાના અનંતગુણસામર્થ્યવંત જ્ઞાનાનંદી તત્ત્વની જ રુચિ, એનું જ માહાભ્ય, એનો જ પરિચય અને એમાં જ રમણતા કરવી ઘટે છે. ૧ પરંતુ આનંદસ્વભાવી આત્માને ભૂલી જઈ તેણે ખૂબ ઊંધાઈ કરી છે. સ્વરૂપથી અજાણ એવા જીવને વાસ્તવિક સુખ ક્યાં છે અને શેમાં છે તથા તે કેવી રીતે પ્રગટે તેની સમજ નહીં હોવાથી તે અનાદિ કાળથી પરમાં સુખ શોધે છે. પોતાના શુદ્ધ સહજ સચ્ચિદાનંદસ્વભાવનો પરિચય કરવાનું છોડી એ ઇષ્ટ સંયોગ મેળવવામાં તથા જાળવવામાં અને અનિષ્ટ સંયોગને દૂર કરવામાં તથા ટાળવામાં જ પોતાનો સમય, જ્ઞાન અને વીર્ય વેડફી નાખે છે. નિજ શુદ્ધ પરિણતિનો કર્તા-ભોક્તા થવાનું વિચારી દઈ તે પરનો કર્તા-ભોક્તા થવા જાય છે, જે ત્રણે કાળમાં અશક્ય જ છે. ઇન્દ્રિય દ્વારા સુખ તથા જ્ઞાન પ્રાપ્ત કરવાના અભિપ્રાયમાં અને ઉદ્યમમાં પોતાનું અતીન્દ્રિય, અવ્યાબાધ સુખ તથા સહજ, અનંત જ્ઞાનને તે ખોઈ બેઠો છે. ક્ષણભંગુર તુચ્છ ભોગોનું મહત્ત્વ વધારી દઈ તેણે અવિનાશી આત્મપદનું ઐશ્વર્ય આવરિત કરી દીધું છે. વિનાશી વિષયો પાછળની દોડમાં સ્વરૂપનું લક્ષ ગુમાવી દીધું છે. પોતાના સ્વતંત્ર વાસ્તવિક જ્ઞાયકસ્વરૂપનું તેને કદાપિ ભાન જ થયું નથી - એ વિડંબના મોહના પડળ આડે તેને સમજાતી જ નથી. મહાન સદ્ભાગ્યના ઉદયે જ્યારે મોહનું આ પડળ પાતળું પડે છે ત્યારે મહદંશે પોતાના તથા અન્યનાં દુઃખની, દારુણતાની કે અસહાય સ્થિતિની વિચારણા કરતાં અને ક્વચિત્ પ્રત્યક્ષ સત્સમાગમના પ્રભાવથી અથવા પૂર્વે કરેલી આરાધનાના બળથી તેને વૈરાગ્ય પ્રગટે છે. પોતે માની લીધેલ સુખદ સાનુકૂળ સાંસારિક પરિસ્થિતિઓની પોકળતા તેને વિશેષ વિશેષ સમજાવા માંડે છે, દુઃખદ પ્રતિકૂળતાના તુચ્છ વિકલ્પ ઓગળવા લાગે છે. તેને આશ્ચર્યસહ આઘાત લાગે છે કે “મારાં સુખ અને દુ:ખનો પાયો મેં કેવી અસ્થિર માન્યતાઓમાં ખોડ્યો હતો!' તે વિચારે છે કે આ સંસારની બધી અવસ્થાઓ ક્ષણભંગુર છે. સંસારમાં ભમતાં ભમતાં ફરી ફરીને મોટી વિભૂતિ સહિત રાજા પણ થયો અને ફરી ફરીને કીડો પણ થયો. તરંગરૂપ એવા આ સંસારમાં કોઈનું સુખ કે દુઃખ સ્થિર રહેતાં નથી, તો પછી તેમાં હર્ષ કે શોક શા માટે કરવો? સંસારનાં ઇન્દ્રિયસુખો મેં ફરી ફરી ભોગવ્યાં, પણ તેનાથી તૃપ્તિ ન થઈ. એવા વિષયોથી બસ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૪૧૨ 'मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिच्चं मा विहरसु अण्णदब्बेसु ।।' Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૧૩ થાઓ. મહાદુર્લભ એવો આ મનુષ્યદેહ મળ્યો છે, આત્મસાધના માટેનાં સાનુકૂળ નિમિત્તો પુણ્યરાશિના ફળ પ્રાપ્ત થયાં છે, તો એને સાર્થક કરી સ્વયં કૃતકૃત્ય થાઉં. હવે સાવધ થઈ, મળેલ અનુપમ અવસરનો સદુપયોગ કરી જન્મ-મ૨ણની ઘટ-માળનો અંત આણું.' વિશાળ ક્ષિતિજોને સર કરતું તેનું ચિંતન સાચા સુખને પામવાનો પંથ શોધવા સંનિષ્ઠ પ્રયત્ન કરે છે, સુખનાં તથા દુ:ખનાં મૂળભૂત ઉત્પત્તિસ્થાનો સમજવા હવે તે શોધ આદરે છે અને બધેથી રઝળીને થાકેલી તેની પુખ્ત વિચારણા અંતે સ્વ તરફ વળે છે. આ છે વામનનું સ્વસ્વરૂપ પ્રત્યેનું પ્રથમ વિરાટ પગલું. સ્વ અંગેની સુવિચારણાના પ્રારંભરૂપે એ વિચારે છે કે હું એટલે શું? હું કોણ છું?' ઉત્તરની ગવેષણા અંતરમંથનપૂર્વક ચાલુ રહે છે. પૂર્વના પ્રબળ આરાધક જીવને જ આ પ્રશ્નનો ઉત્તર વહેલે-મોડે, અન્યના આલંબનરહિત, અંતરની નિર્મળતામાંથી સાંપડે છે, જ્યારે શેષ સર્વને તો અવલંબનની આવશ્યકતા રહે છે. જીવને સમજાય છે કે નિજસ્વરૂપ અંગેના પ્રશ્નનો ઉત્તર જાતે શોધી કાઢવાની ક્ષમતા તે ધરાવતો નથી, તેથી જેમને એ પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે અને પરિણામે જેઓ સાચા, શાશ્વત, સ્વાધીન સુખના સ્વામી બન્યા છે, તેમનું સર્વાર્પણતાપૂર્વકનું શરણ એ એક જ તરણોપાય છે. તેમના બોધનો આશ્રય પોતા માટે અત્યંત આવશ્યક છે. શ્રીમદ્દ લખે છે – આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે; પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે.” જેમને ત્યાં કલ્પવૃક્ષ ચાકર છે, ચિંતામણિ દાસ છે અને કામધેનુ દાસી છે; દેહાધ્યાસથી સર્વથા મુક્ત, સર્વોત્કૃષ્ટ મંગલમય આત્મધર્મ પ્રત્યે જેમના શરણથી અલ્પ પ્રયાસે વળી શકાય છે; જેમની અચિંત્ય શક્તિના નિરીક્ષણમાત્રથી દેહ અને આત્મા વચ્ચેના ભેદજ્ઞાનરૂપ વિવેકબુદ્ધિનો સુલભતાથી ઉદય થાય છે અને અંતે જેમની અનન્ય કૃપાના બળે જન્મ-મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ નિજસ્વરૂપમાં પૂર્ણપણે, અખંડપણે લીન થઈ શકાય છે - એવા સદગુરુને પોતાનું કહેવાતું સર્વ સમર્પણ કરવામાં આવે તો અવશ્ય જીવનું કલ્યાણ થાય છે. સાધકના જીવનમાં થયેલ શ્રી સદ્દગુરુનો આ ભવ્ય પ્રવેશ તે ભવ્યને ભવસાગર પાર કરવાની ક્ષમતા બક્ષે છે. શ્રીગુરુ શિષ્યને સ્વરૂપ પ્રાપ્તિ અર્થે ભૂમિકાનુસાર વિવિધ સત્સાધનો દર્શાવી, તેના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૬૯ (પત્રાંક-૨૧૩) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનો સર્વાગી વિકાસ સાધવામાં અનેક પ્રકારે સહાય કરે છે. વિશ્વનું સ્વરૂપ, પદાર્થોની નિત્યતા, સંયોગોની ક્ષણભંગુરતા, અનંત ગુણોથી શોભતું આત્મદ્રવ્યનું અખૂટ જ્ઞાનાનંદનિધાન, અન્ય દ્રવ્યો સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અંગેની અણસમજણના કારણે ઉદ્ભવેલ અનેક ભ્રાંતિના નિરસનની વિધિ, સ્વાધીન ચૈતન્યસ્વભાવનો મહિમા વગેરે દર્શાવી શ્રીગુરુ એક તરફ શિષ્યનું જ્ઞાન સમ્યક કરે છે તો બીજી તરફ પોતાના પ્રગટ શુદ્ધાત્મસ્વરૂપની અલૌકિક પારમાર્થિક ચેષ્ટાઓનું અવલોકન કરવાની શિષ્યને અનેક સુંદર તકો આપી તેના મિથ્યાત્વને નિર્બળ બનાવે છે. જેમના વચનબળ વડે જીવ નિર્વાણમાર્ગને પામે છે એવી સજીવનમૂર્તિ પ્રત્યે લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે સુદઢ થયેલ પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા દ્વારા શિષ્યની અંતરંગ નિર્મળતા વધતી જાય છે. પરિણામે “આત્મા છે', આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે', “આત્મા કર્મનો ભોક્તા છે', ‘આત્મા સર્વ કર્મથી સર્વથા નિવૃત્ત થઈ મોક્ષ પામી શકે છે' અને “મોક્ષ પામવાનાં સાધન છે' - સમ્યગ્દર્શનના નિવાસનાં આ છે સ્થાનકો તેને વિચાર કરીને સિદ્ધ થાય છે. શ્રીમદે આત્માનાં આ છ પદો અદ્ભુત શબ્દચમત્કૃતિથી, અર્થચમત્કૃતિથી તથા તત્ત્વચમત્કૃતિથી ગર્ભિતપણે આ શાસ્ત્રની પ્રથમ ગાથામાં સૂચવી દીધાં છે. તે આ પ્રમાણે - (૧) પ્રથમ પદ - ‘આત્મા છે'. ગાથાની શરૂઆત “જે સ્વરૂપ' શબ્દોથી થાય છે અને તે દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સ્વરૂપ તેને કહેવાય કે જે ત્રણે કાળ અખંડપણે ટકી રહે. પરપદાર્થના ગમે તેવા સંયોગોમાં પણ તે પલટાય નહીં, અર્થાત્ તે પોતાનું ધ્રુવપણું ક્યારે પણ છોડે નહીં. આત્મા જ્ઞાનલક્ષણધારક ધુવ તત્ત્વ છે. “જે સ્વરૂપ' લખીને સર્વ પરવસ્તુથી ભિન્ન એવું આત્મસ્વરૂપ ચોક્કસપણે છે એમ સ્પષ્ટ કરી શ્રીમદે આ પ્રથમ ગાથામાં આત્માનું અસ્તિત્વ સૂચવ્યું છે. આમ, આત્મા એક વિશિષ્ટ વસ્તુ છે, અવસ્તુ નથી એમ આત્માના અસ્તિત્વનું સૂચન કરી દેહાત્મવાદનું નિરસન કર્યું છે. (૨) બીજું પદ - ‘આત્મા નિત્ય છે'. ગાથામાં ‘પામ્યો દુ:ખ અનંત' કહ્યું, તેમાં અનંત' શબ્દ દ્વારા આત્માનું ત્રિકાળ ટકવાપણું સિદ્ધ થાય છે. અનંત એટલે જેનો કદી પણ અંત આવે નહીં તે સ્વરૂપની સમજણ વિના આત્મા અનંત કાળથી અનંત દુ:ખ ભોગવતો આવ્યો છે અને જો તે સ્વરૂપને સમજશે નહીં તો ભવિષ્યમાં પણ તે અનંત દુ:ખ પામશે. આ વાતનો સ્વીકારથી પૂર્વજન્મ અને પુનર્જન્મ સિદ્ધ થાય છે અને તે સિદ્ધ થતાં આત્માનું ત્રિકાળ હોવાપણું સિદ્ધ થાય છે. આત્મા પોતાનાં કર્મ અનુસાર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે અને એ પરિભ્રમણ દરમ્યાન અસારભૂત એવા સંસારની ચારે ગતિમાં દુ:ખ ભોગવે છે. કર્મના પરિણામરૂપ નાશવંત દેહ પલટાયા કરે Page #162 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૧૫ છે, પણ દુઃખ ભોગવનારો આત્મા તો નિત્ય ટકી રહે છે; અર્થાત્ આત્મા એક પછી એક દેહ ગ્રહણ કરે છે અને છોડે છે, પરંતુ આત્માનો વિનાશ ક્યારે પણ નથી થતો. આમ, આ પ્રથમ ગાથામાં શ્રીમદે આત્માના નિયત્વનું સૂચન કરી એકાંત ક્ષણિકવાદનું નિરસન કર્યું છે. (૩) ત્રીજું પદ - ‘આત્મા કર્તા છે'. ગાથામાં “પામ્યો દુ:ખ અનંત' દ્વારા શ્રીમદે એમ સૂચિત કર્યું કે દેહનાં ગ્રહણ-ત્યાગરૂપ અનંત જન્મ-મરણ કરી ચારે ગતિમાં આ જીવ દુઃખ પામ્યો. તેને અનંત દુઃખ પામનારો-ભોગવનારો કહ્યો, તે આત્માનું કર્તાપણું સૂચવવાપૂર્વક છે; અર્થાત્ ભોગવવા યોગ્ય દુ:ખરૂપ કાર્યના કારણરૂપ કર્મબંધના કર્તાપણા વિના ભોક્તાપણું હોય નહીં, કેમ કે જે કરે તે જ ભોગવે, કરે કોઈ ને ભોગવે બીજો એવો અન્યાય હોઈ શકે નહીં. તેથી આત્મા જ પોતાના કર્મનો કર્તા છે. જો આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વભાવમાં રહે અને રાગ-દ્વેષનાં પરિણામ ન કરે તો ભાવકર્મ થતાં નથી, પરંતુ સ્વરૂપમાં નિશ્ચલપણે ન ટકતાં રાગ-દ્વેષનાં માઠાં પરિણામ કરી વિભાવરૂપે પરિણમે તો તે ભાવકર્મનો કર્તા થાય છે અને તે ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મની ઉત્પત્તિ થાય છે અને તેથી વ્યવહારનયથી તે દ્રવ્યકર્મનો કર્તા ઠરે છે. એટલે જીવ જ પોતાનાં દુઃખના કારણરૂપ એવાં કર્મનો કર્તા સિદ્ધ થાય છે. આમ, શ્રીમદે આ ગાથામાં આત્માના કર્મકતૃત્વનું સૂચન કરી એકાંત અકર્તુત્વવાદ અને ઈશ્વરકર્તુત્વવાદનું નિરસન કર્યું છે. (૪) ચોથું પદ - ‘આત્મા ભોક્તા છે'. ગાથામાં ‘પામ્યો દુ:ખ અનંત' એમ કહ્યું છે, તેમાં “પામ્યો' શબ્દ દ્વારા આત્માનું ભોક્તાપણું સિદ્ધ થાય છે. ભાવકર્મના નિમિત્તથી એકક્ષેત્રાવગાહે રહેલાં દ્રવ્યકર્મનાં પુદ્ગલપરમાણુઓ, અબાધાકાળ વીતતાં ઉદયમાં આવી શુભાશુભ ફળ આપે છે. એટલે આત્મા સ્વકર્મના પરિણામનો પોતે ભોક્તા બને છે. આમ, આત્માનાં અનંત દુઃખનું ભોસ્તૃત્વ સૂચિત કરી શ્રીમદે એકાંત અભાતૃત્વવાદ તથા કર્મફળનિયંતા ઈશ્વરનું નિરસન કર્યું છે. (૫) પાંચમું પદ - “મોક્ષ છે'. ગાથામાં “ભગવંત' શબ્દ દ્વારા આત્માનો મોક્ષ સિદ્ધ થાય છે. ભગવાન તે કહેવાય કે જેમણે સર્વ કર્મથી મુક્તિ મેળવી આત્માની સહજ નિર્મળતા પ્રગટ કરી હોય. આ સર્વકર્મરહિતતારૂપ પૂર્ણ શુદ્ધતા તે જ મોક્ષ છે. તેથી અહીં “ભગવંત' શબ્દથી “મોક્ષપદ સૂચિત થાય છે. સ્વરૂપસમજણના અભાવે જીવ વિભાવરૂપે પરિણમી, કર્મજ ગ્રહણ કરી મલિન થયો છે અને અનંત દુઃખ પામી રહ્યો છે, પરંતુ સ્વરૂપ સમજણથી સ્વભાવરૂપે પરિણમી, સર્વ કર્મકલંકથી મુક્ત થઈ પૂર્ણ શુદ્ધ થાય છે અને અવ્યાબાધ સુખનો ભોક્તા બને છે અને આ જ અનંત સમાધિસુખમય સ્થિતિનું નામ મોક્ષ છે. આ મોક્ષદશા પ્રાપ્ત કરનાર આત્મા જ ભગવાન કહેવાય છે, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેથી શ્રીમદ ભગવંત' શબ્દ દ્વારા આત્માની પૂર્ણ શુદ્ધ દશાનું સૂચન કરી અમોક્ષવાદનું નિરસન કર્યું છે. (૬) છઠ્ઠ પદ - મોક્ષનો ઉપાય છે'. ગાથામાં “સમજાવ્યું તે પદ નમ્' શબ્દો દ્વારા મોક્ષનો ઉપાય સિદ્ધ થાય છે. જે કરવાથી સંસારની વૃદ્ધિ થાય તે સંસારમાર્ગ છે અને જે કરવાથી સંસારમાર્ગ નષ્ટ થાય તે મોક્ષમાર્ગ છે. જો સંસારમાર્ગથી વિપરીત દિશામાં પુરુષાર્થ કરવામાં આવે તો તે મોક્ષ મેળવવાનો યથાર્થ ઉપાય છે. અનાદિ કાળથી જીવ પરિભ્રમણ કરી અનંત દુઃખ પામ્યો છે અને તે દુઃખનું મૂળ કારણ સ્વરૂપસમજણનો અભાવ છે. સ્વરૂપ વિષેના અજ્ઞાનના કારણે તે કર્મબંધ કરે છે અને તેના ફળસ્વરૂપે તે અનંત દુઃખ પામે છે. આમ, “સ્વરૂપ સમજ્યા વિના' એ શબ્દોથી આત્માનું કર્મકર્તાપણાપૂર્વક ભોક્તાપણું છે એમ બતાવ્યું. આના ઉપરથી ફલિત થાય છે કે કર્મબંધના કારણના પ્રતિપક્ષનું સેવન કરવાથી, અર્થાત્ સ્વરૂપની સમજણથી કર્મબંધથી છૂટવારૂપ મોક્ષ થાય છે. સ્વરૂપસમજણ એ કર્મબંધથી છૂટવારૂપ મોક્ષનું કારણ હોવાથી સ્વરૂપની સમજણ-પ્રતીતિ-સ્થિરતા તે મોક્ષનો ઉપાય છે. જીવને અનાદિ કાળથી પોતાના સ્વરૂપ વિષેની ભ્રાંતિ હોવા છતાં સ્વરૂપબોધની પ્રાપ્તિ થતાં તે ભાંતિ ટળી શકે છે. શ્રી સગુરુ ભગવાન દ્વારા આત્માના સ્વરૂપનું ભાન થવાથી અજ્ઞાન ટળે છે, તેથી તેઓ મોક્ષનું અનન્ય નિમિત્તકારણ છે. જીવ જ્યારે સદ્ગુરુ દ્વારા પોતાનું સ્વરૂપ સમજે છે ત્યારે તે મોક્ષમાર્ગમાં આવે છે અને ક્રમશઃ પરમ શ્રેયને પ્રાપ્ત કરે છે. આમ, સ્વરૂપની સમજણ તે જ મોક્ષનો ઉપાય છે અને એ સ્વરૂપની સમજણ શ્રી સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થતી હોવાથી સમસ્ત મોક્ષમાર્ગ, મૂર્તિમાન મોક્ષસ્વરૂપ શ્રી સદ્દગુરુને આધીન છે એમ અહીં ગર્ભિતપણે દર્શાવ્યું છે. શ્રીમદે “સમજાવ્યું' શબ્દ દ્વારા ઉપાદાન-નિમિત્તની સંધિરૂપ મોક્ષમાર્ગનું પ્રકાશન કરી, મોક્ષના ઉપાયનો નિષેધ કરનારું મોક્ષાનુપાયવાદનું નિરસન કર્યું છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ પ્રથમ ગાથાના પ્રત્યેક શબ્દનું અને તે શબ્દોના વિવિધ અર્થોનું વિશ્લેષણ કરતાં તેમાં આત્માનાં છ પદનું સૂચન અને તે પ્રત્યેકના પ્રતિપક્ષીવાદનું નિરસન જોવા મળે છે. કોઈકને પ્રશ્ન થાય કે શું શ્રીમદે આ ગાથાની રચના વખતે આત્માનાં છએ પદને અને પ્રતિપક્ષીવાદના નિરસનને વણી લેવાનો વિચાર કર્યો હશે? આ સંબંધી કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી, પરંતુ એટલું ચોક્કસ નિશ્ચિત છે કે જ્યારે જ્ઞાનીઓ દ્વારા સહજ ઉદ્ગારરૂપે શબ્દરચના થાય છે ત્યારે તેમના અહોરાત્ર ચિંતનનું રસાયણ અનાયાસે તેમાં આવી જાય છે અને જ્યારે તેનું વિવરણ કરવામાં આવે છે ત્યારે આવાં રહસ્યો ખૂલે છે. જે સદ્દગુરુ ભગવાનના નિમિત્તે શ્રીમદ્ પોતાનું જ્ઞાનાનંદમય આત્મસ્વરૂપ સમજી, Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૧૭ તે શુદ્ધ સ્વરૂપમાં સમાયા અને અનંત દુઃખથી વિરામ પામ્યા; તેમનો અનન્ય ઉપકાર સંભારીને શ્રીમદે ગ્રંથારંભ કર્યો છે. મંગલાચરણની આ ગાળામાં જ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિરૂપિત કરવા ધારેલા વિષયનું ગર્ભિતપણે સૂચન કર્યું જણાય છે. શ્રીમદે સદ્ગુરુ માટે પ્રયોજેલ ભગવાન શબ્દનું પ્રયોજન સમજાવતાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે – અત્ર “શ્રી સદ્દગુરુ ભગવંત' શબ્દો બે આશયમાં વાપરેલ ધારી શકાય છે. એક તો પ્રાચીન આર્યશૈલી પ્રમાણે સગુરુને ભગવાનનું વિશેષણ આપ્યું છે. બીજો આશય મને એમ લાગે છે કે, કર્તાપુરુષે ભગવાન જિનને પોતાના સદ્દગુરુ સ્થાપી તેઓને નમસ્કાર કર્યો છે; કારણ કે શ્રીમાનના સંપૂર્ણ જીવનના પરિચય ઉપરથી એમ લાગે છે કે, તેઓને કોઈ પણ સદગુરુનો પ્રત્યક્ષ યોગ નહોતો થયો કે જેના પ્રત્યે પોતે સદ્દગુરુપદ સ્થાપ્યું હોય. તેઓના જે જે વિચારો જોવામાં આવે છે, તે ઉપરથી જણાય છે કે, તેઓને સમ્યગ્દર્શન, શ્રીજિનના વચનાદિ અનુગ્રહ દ્વારા સ્વયં થયું હતું. શ્રીજિનના અનુગ્રહ દ્વારા થયેલ સમ્યગ્દર્શનથી અનાદિ કાળથી નહીં સમજાયેલું એવું આત્મસ્વરૂપ અનુભવવામાં આવ્યું તે અર્થે ભગવાન જિનને વિષે તેઓએ સદ્ગુરુપદનું આરોપણ કર્યું હોય એમ મને જણાય છે. જૈનશૈલી પ્રમાણે “ભગવત' શબ્દ જ્યાં વપરાયો હોય ત્યાં “શ્રીજિન' સ્વતઃ સમજાય છે. આ ચાલુ પરિચય પ્રમાણે “ભગવત' શબ્દ શ્રીજિન માટે કર્તાપુરુષે વાપર્યો હોવાનું પણ લાગે છે.’૧ આ પ્રમાણે શ્રીમદે સદ્દગુરુ માટે પ્રયોજેલ ભગવાન શબ્દનું બે પ્રકારે અર્થઘટન કરી શકાય છે. શ્રી સદ્ગુરુનો ઉપકાર ખરેખર અચિંત્ય છે. અનાદિ કાળથી સ્વરૂપની સમજણના અભાવના કારણે જીવના દ્રવ્યદળમાં રહેલું અનંત સ્વાધીન સુખ પર્યાયમાં પ્રગટ્યું નથી. દ્રવ્યમાં સુખ હોવા છતાં પણ પર્યાયમાં તો દુ:ખ જ રહ્યું છે. શ્રી સદ્ગુરુને અજ્ઞાનથી દુ:ખી થતા જીવ ઉપર પરમ કરુણા આવવાથી, તેનો ઉદ્ધાર કરવા અર્થે તેને કલ્યાણની વિધિ દર્શાવે છે. અનાદિથી કામ, ભોગ અને બંધનની કથાથી પરિચિત અને પુણ્યફળના કારણે પ્રાપ્ત થયેલ સામગ્રીમાં જ સંતોષ માની બેસેલ તે જીવને તેઓ સ્વરૂપનો બોધ આપે છે. તેઓ જીવને તેના અચિંત્ય માહાભ્યવંત, ત્રિકાળી, જ્ઞાનાનંદસ્વરૂપનું ભાન કરાવે છે. તેઓ તેને શુદ્ધાત્માનું અનુસંધાન કરવા માટે વારંવાર પ્રેરણા કરે છે. સદ્દગુરુએ આપેલ બોધ વડે શિષ્યને દૃઢ નિશ્ચય થાય છે કે મારા અસંખ્યાતપ્રદેશી દ્રવ્યમાં જ્ઞાન, શાંતિ, સુખાદિનાં અનંત નિધાન ઠસોઠસ ભરેલાં છે. મારે કંઈ પણ બહાર લેવા જવું પડે એમ નથી. સુખ મારા અંતરમાં જ ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ', પ્રસ્તાવના, પૃ.૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે, બહાર નથી. સુખ આત્મામાં છે, સુખ આપનાર ધ્રુવ તત્ત્વ આત્મા પોતે છે, સુખ લેનાર પર્યાય આત્માની પોતાની છે, સુખના પ્રયત્નો પણ બહાર કરવાના નથી, સુખ માટે દ્રવ્યસ્વભાવથી ખસીને બહાર ભટકવા યોગ્ય નથી, પોતાના સુખનું દાન પોતે પોતાને જ આપે એવી શક્તિ આત્મામાં છે, માટે હું પ્રમાદ છોડી જાગૃત થાઉં અને આત્મસ્વરૂપમાં પ્રવેશ કરું. ઉપયોગને અંતરમાં ઊંડે લઈ જઈ અવ્યાબાધ આત્મસુખનો અનિરુદ્ધ આસ્વાદ માણું.' નિજકાર્ય સિદ્ધ કરવા કૃતનિશ્ચયી બનેલ સાધક સદ્ગુરુએ દર્શાવેલ સદુપાયને પ્રયોગમાં મૂકે છે. સદ્ગુરુની સર્વ આજ્ઞાનું આરાધન કરે છે. સ્વરૂપના અભ્યાસ અર્થે તે વ્યાવસાયિક અને વ્યાવહારિક પ્રવૃત્તિ ઘટાડે છે. સદ્ગુરુના અનુગ્રહથી તેનું જીવન સ્વરૂપાભિમુખ થાય છે અને સ્વભાવની વાતમાં તેને અપૂર્વ રસ જાગે છે. સ્વરૂપની રુચિ-તાલાવેલી અદમ્ય ઝંખનાનું સ્વરૂપ લે છે. સદ્ગુરુની અનંત કૃપાથી જોતજોતામાં તે નિજઘરમાં પ્રવેશ કરે છે. સદ્ગુરુના ઉપદેશનું આરાધન કરતાં કોઈ ધન્ય પળે તેને આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. સગુરુ પાસેથી મળેલ ઉપદેશના આધારે સાધક સત્તાગત સુખશક્તિને પોતાની વર્તમાન દશામાં આત્મસાત્ કરે છે અને અતીન્દ્રિય આત્મસુખ ભોગવે છે. આમ, અનાદિથી દુઃખનું વેદન કરી રહેલ પર્યાયમાં સ્વરૂપસુખનું પદાર્પણ થાય છે. સગુરુના ઉપદેશ દ્વારા આત્મસ્વભાવ સમજેલા શિષ્યને અપૂર્વ આનંદની પ્રાપ્તિ થતાં સદ્ગુરુ પ્રત્યેના અપાર વિનયથી તેનો આત્મા ઊછળી જાય છે. તે સગુરુના ગુણગામમાં જોડાય છે. તેમના અસીમ માહાભ્યનું વર્ણન પૂર્ણપણે શક્ય નથી, તેથી તે વર્ણન કરતાં તેને સંતોષ થતો નથી. સગુરુનો મહિમા ગાતાં તેને સહજ ભાવે ઊભરા આવે છે. તે સદ્ગુરુના અનંત ઉપકારને વ્યક્ત કરતાં કહે છે કે “અહો પ્રભો! આ પામરને આપે જ જ્ઞાન અને આનંદનાં દાન દીધાં..... આપ જ મારી આંખ છો.... મારા આનંદને ભૂલીને અનંત કાળથી સંસારમાં રખડતો હતો, તે પરિભ્રમણથી છોડાવી આપે જ મને આનંદ આપ્યો..... હજુ અનંત કાળ પર્યત ભવભ્રમણનાં જે દુઃખ ભોગવત, તે દુઃખોથી આપે જ મને બચાવ્યો છે. હે નાથ! આપના અનંત ઉપકારનો બદલો કઈ રીતે વાળું? પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું.....' આમ, આ ગાથામાં જેમની અનન્ય કૃપાના બળે શ્રીમદ્ નિજ શુદ્ધાત્મસ્વરૂપને સમજ્યા અને એ સહજાત્મપદની અનુભવપૂર્વકની પ્રતીતિથી દુઃખોની ચિર પરંપરામાંથી મુક્ત થઈ શક્યા, તે પરમ ઉત્કૃષ્ટ ઉપકાર કરનાર કૃપાસિંધુના શ્રીચરણોમાં શ્રીમદ્ અત્યંત ઉલ્લસિત પરિણામથી અહોભાવપૂર્વક નમસ્કાર કરે છે. મંગલાચરણરૂપ આ ગાથા વિષે શ્રી કાનજીસ્વામી કહે છે – Page #166 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૧૧૯ ‘શિષ્યને પોતાનું સ્વાધીનપણું ગુરુગમથી સમજાયું એટલે પોતાનો જ્ઞાનભાવ બેહદ - અપરિમિત છે તેનો ઉલ્લાસ આવ્યો છે તેનું વર્ણન કરે છે.' ગાથાનું ચમત્કારિક રહસ્ય બતાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – ‘આ સંસાર આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સળગી રહ્યો છે; સંસારી જીવો જન્મ, મરણ, દુઃખ, પરિતાપ, વેદના આદિ અનંત પ્રકારે દુ:ખનો અનુભવ કરે છે. આવા અનંત પ્રકારનાં દુઃખ ટાળવાનું માત્ર એક જ ઔષધ આ ગાથામાં જીવોના કલ્યાણ અર્થે દર્શાવ્યું છે અને તે પોતાના સ્વરૂપની યથાર્થ સમજ અને ઓળખાણ છે. સ્વરૂપની સમજનો આ શો ચમત્કાર !! કે આ એકની યથાર્થ જાણથી સર્વ દુઃખની નિવૃત્તિ થાય!' આ મંગલાચરણ વિષે બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી યોગ્ય જ લખે છે – જે સ્વરૂપ” અને “સમજાવ્યું' એ બન્ને દ્વારા આ શાસ્ત્રનું નામ “આત્મ-સિદ્ધિ અથવા સ્વરૂપની સમજૂતી કે આત્માની છ પદ દ્વારા સાબિતી-સિદ્ધિ કરી છે એમ સૂચવ્યું છે.' શાસ્ત્રની આ આદ્ય ગાથા વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ‘આ મંગલાચરણ પણ સાદામાં સાદા શબ્દોમાં ઊંચામાં ઊંચું રહસ્યભૂત તત્વ પ્રકાશતું એવું અનન્ય પરમ અદ્દભુત અલૌકિક ભાવભર્યું અનન્ય, અત્યુત્તમ - પરમોત્તમ છે. ખરેખર ! તટસ્થપણે વિચારવામાં આવે તો સમસ્ત ગુજરાતી વાડ્મયમાં સાદામાં સાદી ભાષામાં આવું ઊંચામાં ઊંચું ભાવભર્યું - હૃદય સોંસરું પેસી જાય એવું ભાવવારિધિરૂપ પરમ અભુત આશયપૂર્ણ આત્મસ્પર્શી પરમ ભાવવાહી મંગલાચરણ મળવું દુર્લભ છે.* આમ, આ મંગલાચરણની ગાથામાં એ વાતનું સ્પષ્ટ દર્શન થાય છે કે શ્રીમદે આ ગાથામાં તત્ત્વનું રહસ્ય ઓછામાં ઓછા શબ્દોમાં ઠાંસી ઠાંસીને ભર્યું છે અને તે જ તેમની વાણીનું સામર્થ્ય પ્રગટ કરે છે. આ અવનીના અમૃત સમાન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અનન્ય ભક્તિના પ્રતીકરૂપ તથા અનુપમ તત્ત્વકલાથી ગૂંથાયેલું આ મંગલસૂત્ર તત્ત્વપિપાસુ જનોને ભક્તિરસની રેલમછેલ કરાવતાં તથા પરમાનંદનો રસાસ્વાદ કરાવતાં અધ્યાત્મવિશ્વમાં પ્રવેશ કરાવવા સફળ થયું છે. ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨ ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૯ ૩- બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૨ ૪- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે “જે સ્વરૂપ સમજ્યા વિના, જાણ્યું તે અજ્ઞાન; તેથી અસદાચરણનું, થયું ઘણું તોફાન. ચોરાસી લાખ યોનિમાં, પામ્યો દુ:ખ અનંત; વિવિધ પ્રકારે જગતમાં, મળ્યા કળ્યા નહીં સંત. હવે મુજ પુણ્યોદય અતિ, શ્રી સહજાત્મસ્વરૂપ; સમજાવ્યું તે પદ નમું, એ જ અપૂર્વ અનુપ. પુરુષોત્તમ પ્રભુ પરમગુરુ, વારંવાર વંદન કરું, શ્રી * * અનંત ચતુષ્ટયવંત; ભગવંત.’૧ સદ્ગુરુ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧-૪) Page #168 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨ vf in nt stani, nita ola को (२२५२५. n e , tant niden. Page #169 -------------------------------------------------------------------------- ________________ Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા ભૂમિકા પ્રથમ ગાથામાં શ્રીમદ્દે કહ્યું કે સ્વરૂપની સમજણ વિના જીવ અનંત દુ:ખ પામ્યો છે. પોતાના શુદ્ધ સ્વરૂપને સમજી, તેની પ્રતીતિ કરી, તેમાં સ્થિર થવાથી આ અનંત દુઃખ ટળે છે. સ્વરૂપને ઓળખી તેમાં શમાઈ જવારૂપ મોક્ષમાર્ગ દર્શાવી, અનંત દુઃખ ટાળનાર એવા શ્રી સદ્ગુરુ ભગવાનનો ઉપકાર અમાપ છે. સ્વરૂપની સમજણથી મોક્ષમાર્ગની શરૂઆત થતી હોવાથી અને શ્રી સદ્ગુરુ ભગવંત તે સમજણ આપનાર હોવાથી, સમસ્ત મોક્ષમાર્ગ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ એવા શ્રી સદ્ગુરુદેવને આધીન છે એમ આ આદ્ય ગાથામાં ધ્વનિત થાય છે. ગાથા આર્ય ગ્રંથકારોની સનાતન શૈલી મુજબ પ્રથમ ગાથામાં પરમોપકારી સદ્ગુરુ ભગવંતને નમસ્કાર કરીને શ્રીમદ્ હવે બીજી ગાથામાં ગ્રંથનો અભિધેય વિષય, ગ્રંથપ્રયોજન અને સંબંધ એમ અનુબંધ ચતુષ્ટયની બાકીની ત્રણ વિગતો ગૂંથતાં કહે છે વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય.' (૨) અર્થ છીએ. (૨) - ૨ આ વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ-શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ ભાવાર્થ કાળદોષના પ્રભાવથી આ ભરત ક્ષેત્રે વર્તમાનમાં યથાર્થ મોક્ષમાર્ગ બહુધા ભુલાઈ ગયો છે. તે મોક્ષમાર્ગ જેમ છે તેમ પુનઃ સ્થાપન કરી, સત્ય માર્ગ દર્શાવવાથી આત્માર્થીને લાભનું નિમિત્ત થાય એવા પરમાર્થપ્રયોજનથી આ ગ્રંથમાં શ્રીમદે મોક્ષમાર્ગને પ્રગટપણે કહ્યો છે. જો કે અનેક પ્રાચીન ગ્રંથોમાં મોક્ષમાર્ગનું નિરૂપણ થયું છે. તથાપિ તે ગ્રંથો તે તે સમયની સ્થિતિને અનુલક્ષીને રચવામાં આવ્યા હોવાથી, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રંથ રચવામાં આવે તો તત્કાલીન સમાજને તે વિશેષ ઉપકારક નીવડે એવા આશયથી શ્રીમદે આત્માર્થી જીવોને વિચારવા અર્થે સરળ ગુર્જર ભાષામાં અધ્યાત્મશૈલીથી આ ગ્રંથની રચના કરી છે. ગાથાના પૂર્વાર્ધમાં ‘બહુ લોપ' દ્વારા શ્રીમદે એમ સૂચિત કર્યું છે કે આ દુષમ કાળમાં શુદ્ધ મોક્ષમાર્ગનો ઘણો લોપ થઈ ગયો છે, પરંતુ તે સર્વથા નાશ પામ્યો નથી; તેથી આ કાળમાં પણ તેની પ્રાપ્તિ શક્ય છે. જો કે તે દુર્લભ છે, તોપણ અલભ્ય નથી; અર્થાત્ મોક્ષમાર્ગ કંઈ ૧- પાઠાંતર : ‘ગુરુ શિષ્ય સંવાદથી, કહીએ તે અોપ્ય.' Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નાશ પામ્યો નથી, પરંતુ તે કોઈ વિરલાને પ્રાપ્ત થાય છે. ધર્મ બહુ ગુપ્ત વસ્તુ છે. ધર્મનું સ્વરૂપ, મોક્ષમાર્ગનું સ્વરૂપ યથાર્થપણે નહીં સમજાવાના કારણે જ જીવ મતાગ્રહ, કદાહ આદિ ભાવોથી ગ્રસ્ત થાય છે, જેના પરિણામે તેને આત્મલાભ થતો નથી. તેથી દરેક આત્માર્થી જીવ સહેલાઈથી સમજી શકે એવી ભાવના ભાવી, શ્રીમદ્ આ ગહન વિષયને સુગમ શૈલીમાં અત્રે રજૂ કરે છે. આમ, વર્તમાનમાં લોપ થયેલો મોક્ષમાર્ગ અગોપ્ય રીતે પ્રકાશવો' એ ગ્રંથનો અભિધેય વિષય છે એમ શ્રીમદે અહીં દર્શાવ્યું છે તથા આત્માર્થી જીવને વિચારવા માટે આ રચના કરી છે એમ કહીને શાસ્ત્રનું પરમાર્થપ્રયોજન તેમણે દર્શાવ્યું છે. મોક્ષમાર્ગ વિચારવો એ અનંતર (immediate) પ્રયોજન છે અને મોક્ષમાર્ગ વિચારીને આત્મસિદ્ધિ કરવી એ પરંપર (ultimate) પ્રયોજન છે. વળી, તેઓ જણાવે છે કે આ મોક્ષમાર્ગનો બોધ સદ્ગુરુ દ્વારા સમજી, તેને સાક્ષાત્ અનુભવીને જગતના જીવોનાં કલ્યાણાર્થે તેમણે આ માર્ગ અત્રે પ્રકાશ્યો છે. આમ કહીને શ્રીમદે પૂર્વે થયેલા જ્ઞાનીઓ સાથેનો સંબંધ ગર્ભિતપણે સ્થાપ્યો છે. “અગોપ્ય’ શબ્દ દ્વારા શ્રીમદે સ્વીકાર કર્યો કે અહીં જે માર્ગ જણાવવામાં આવશે તે માર્ગ અનંતા જ્ઞાનીપુરુષો (તીર્થકરો તથા પૂર્વાચાર્યો)એ બતાવ્યો તે જ છે, તેમાં કિંચિત્ પણ જૂનાધિકપણું કે છુપાવવાપણું નથી. આ રીતે ગ્રંથની પ્રમાણભૂતતા પણ સિદ્ધ થાય છે. દ્રવ્યદ્રષ્ટિએ આ જગત નિત્ય છે તો પર્યાયષ્ટિએ પરિણમનશીલ પણ છે. જગતમાં એવી કોઈ ગુપ્ત ઈશ્વરીય શક્તિ નથી કે જે આ પરિણમનની નિયામક હોય, તેમ છતાં તે પરિણમન અવ્યવસ્થિત નથી. તેમાં વ્યવસ્થા છે, પણ તેનો વ્યવસ્થાપક નથી; નિયમ છે, પણ નિયંતા નથી. પોતાનાં પરિણમનનો નિયામક પ્રત્યેક દ્રવ્ય પોતે જ છે, તેમાં કાળદ્રવ્ય નિમિત્તરૂપ છે. કાળચક્ર એ વસ્તુતઃ કોઈ ચક્ર નથી, પરંતુ સમય પરિવર્તનશીલ છે તે સમજાવવા માટે વ્યવહારથી તેને “ચક્ર' કહેવાય છે. ગાડાનું પૈડું ફરે તેમ કાળચક્ર પણ ફરે છે. કાળચક્રના આ પરિવર્તનમાં સ્વાભાવિક ચડ-ઊતર થાય છે, જેને જૈન પરિભાષામાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના નામથી ઓળખવામાં આવે છે. એક ઉત્સર્પિણી કાળ વીતે પછી અવસર્પિણી કાળ શરૂ થાય છે. તે વીતતાં ફરી ઉત્સર્પિણી કાળ આવે છે. આમ, કાળચક્ર સતત ફર્યા કરે છે. આજ સુધી આવાં અનંત કાળચક્ર થઈ ગયાં અને ભવિષ્યમાં અનંત થશે. ઉત્સર્પિણી એટલે ઉત્ (ઊંચે) + સર્પિણી (સરકતો જતો), અર્થાત્ ઉત્તરોત્તર ચડતો કાળ તે ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી એટલે અવ (નીચે) + સર્પિણી (સરકતો જતો), અર્થાત્ ઉત્તરોત્તર નીચે પડતો કાળ તે અવસર્પિણી કાળ. જેમ સર્પ (વિશેષાર્થ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૧૨૫ પૂંછડા પાસે પાતળો હોય છે અને મુખ તરફ જતાં જાડો થતો જાય છે, તેમ કાળ જ્યારે પૂંછડાથી મુખ તરફ ફરે ત્યારે તે ઉત્સર્પિણી કાળ સમજવો અને કાળ જ્યારે મુખ બાજુથી પૂંછડા તરફ ફરે છે ત્યારે તે અવસર્પિણી કાળ સમજવો; એટલે કે ઉત્સર્પિણી ક્રમશઃ વિકાસની પ્રક્રિયા છે અને અવસર્પિણી ક્રમશઃ હાસની પ્રક્રિયા છે. ઉત્સર્પિણી વધવાનું નામ છે અને અવસર્પિણી ઘટવાનું નામ છે. ઉત્સર્પિણીના છ આરામાં પ્રાણીઓનાં બળ, આયુ, શરીર આદિનાં પ્રમાણ, સંઘયણ, સંસ્થાન તથા શુભ ભાવો ક્રમશઃ વધતાં અને અવસર્પિણીના છ આરામાં એ જ ક્રમથી ઘટતાં જાય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રત્યેકનો કાળ દસ દસ કોડાકોડી સાગરોપમ છે. આ પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણી મળીને વીસ કોડાકોડી સાગરોપમનો એક કલ્પકાળ થાય છે. આ ઉત્સર્પિણી તથા અવસર્પિણીના છ છ આરારૂપ છ છ ભાગ છે. ઉત્સર્પિણી કાળના છે ભાગ આ પ્રમાણે છે – (૧) દુષમાદુષમા, (૨) દુષમા, (૩) દુષમાસુષમા (૪) સુષમાદુષમા, (૫) સુષમા, (૬) સુષમાસુષમા; અને આ જ પ્રમાણે અવસર્પિણી કાળના પણ છ ભાગ છે – (૧) સુષમાસુષમા, (૨) સુષમા, (૩) સુષમાદુષમા, (૪) દુષમાસુષમા, (૫) દુષમા, (૬) દુષમાદુષમા. આ છએ આરાઓમાં સુખ-દુ:ખની સ્થિતિ એનાં નામ પ્રમાણે જ હોય છે. અહીં સુખ શબ્દ લૌકિક સુખ(ભોગ)ના અર્થમાં વપરાયો છે. સુષમાસુષમામાં સૌથી વધારે સુખ હોય છે, જ્યારે દુષમાદુષમામાં દુઃખ જ દુઃખ હોય છે. અવસર્પિણી કાળનો ઘટતો ક્રમ આ પ્રમાણે છે – ૧- શાસ્ત્રમાં સાગરોપમનો કાળ નીચે પ્રમાણે દર્શાવ્યો છે - સાગરોપમની સમજ આ પ્રમાણે છે. એક યોજન લાંબા, પહોળા અને ઊંડા પ્રમાણવાળા એક પલ્ય - કૂવામાં, દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રના સાત દિવસના ઘેટાના એક આંગળ માપના એક એક વાળના ૨૦,૯૭, ૧૫૨ કટકા કરીને, તેને ઠાંસી ઠાંસીને એવા ભરવા કે તે કૂવા ઉપર થઈને ચક્રવર્તીની સેના ચાલી જાય તોપણ ખબર પડે નહીં. ગંગાનો પ્રવાહ પણ તેમાં અવકાશ - જગા મેળવી શકે નહીં. એવી રીતે ભરીને પછી તેમાંથી સમયે સમયે એક એક કટકો કાઢવો. જ્યારે તે કૂવો ખાલી થાય ત્યાં સુધીમાં થયેલ કેટલા સમયો તેટલા કાળને બાદર ઉદ્ધાર પલ્યોપમ કહે છે. હવે જે કટકા ભર્યા છે તે એક એક કટકાના બાદર પૃથ્વીકાય અપર્યાપ્તા જીવના એક શરીરના પ્રમાણવાળા અસંખ્યાત કટકા કરવા અને તે કટકાઓથી ફરી તે કૂવો ભરવો. સમયે સમયે એક એક કટકો કાઢવો. જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહે છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે દીપ-સમુદ્રની ગણતરી થાય છે. હવે બાદર ઉદ્ધાર પલ્યોપમના સ્વરૂપમાં બતાવેલ કટકાને સમયે સમયે ન કાઢતાં સો સો વર્ષે કાઢીએ અને જેટલા વર્ષે કૂવો ખાલી થાય તેટલા વર્ષને બાદર અદ્ધા પલ્યોપમ કહે છે અને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સ્વરૂપમાં જણાવેલ કટકાને સો સો વર્ષે કાઢીએ અને જેટલા વર્ષે ખાલી થાય તેટલા વર્ષને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમથી આયુષ્ય મપાય છે. કોડને કોડે ગુણીએ તેને ક્રોડાક્રોડ કહે છે. તેવા દસ ક્રોડાક્રોડ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન શરીર-રંગ સ્વર્ણવત્ સૂર્યવત્ શંખવતું, ચંદ્રવતું, દર બે (૩) નીલ આરાનું નામ કાળ આયુષ્ય શરીર આહાર ૪ કોડાકોડી ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ તુવેર પ્રમાણ સુષમાસુષમા | સાગરોપમ ૩ પલ્યોપમ, ૬OOO ધનુષ, | દર ત્રણ | જઘન્ય જઘન્ય દિવસ પછી ૨ પલ્યોપમ ૪OOO ધનુષ ૩ કોડાકોડી ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ બોર પ્રમાણ સુષમાં સાગરોપમ ૨ પલ્યોપમ, ૪TOO ધનુષ, | જઘન્ય જઘન્ય દિવસ પછી ૧ પલ્યોપમ ૨૦OO ધનુષ ૨ કોડાકોડી ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આમળા સુષમાદુષમા | સાગરોપમ. ૧ પલ્યોપમ, | ૨૦OO ધનુષ, પ્રમાણ જઘન્ય જઘન્ય દર એક ૧ પૂર્વ કરોડ ૫૦૦ ધનુષ દિવસ પછી ૧ કોડાકોડી | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ધાન્ય અને દુષમાસુષમાં સાગરોપમમાં ૧ પૂર્વ કરોડ, ૫) ધનુષ, ફળાદિવાળો ૪૨,OOO જઘન્ય જધન્ય નિયત વર્ષ ઓછાં ૧૨૦ વર્ષ ૭ હાથ પ્રતિદિન (૫) ૨૧,OOO ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ દુષમા વર્ષ ૧૨૦ વર્ષ, ૭ હાથ, ધાન્યવાળો જધન્ય જઘન્ય અનિયત ૨૦ વર્ષ ૩ કે ૩.૫ હાથ ! અનેક વાર ૨૧,OOO ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | મસ્યાદિની દુષમાદુષમાં ૨૦ વર્ષ, | ૩ કે ૩.૫ હાથ, પ્રધાનતાવાળો જઘન્ય જધન્ય વારંવાર ૧૫-૧૬ વર્ષ ૧ હાથ કમલ હરિત યામ પાંચ વર્ણ કાંતિહીન પાંચ વર્ણ વર્ષ ધુમાડાવતું શ્યામ અવસર્પિણીના પ્રથમ, દ્વિતીય, તૃતીય આરામાં ક્રમશઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ભોગભૂમિની વ્યવસ્થા હોય છે. તે સમયે ભોગની જ પ્રધાનતા હોય છે. બધાને બધા પ્રકારની ભોગસામગ્રી કલ્પવૃક્ષ દ્વારા સહજ ઉપલબ્ધ થાય છે. લૌકિક દૃષ્ટિએ જીવન આનંદમય હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેમના વિકાસનો માર્ગ અવરોધાયેલો જ રહે છે. ચોથા આરામાં નો આરંભ થાય છે. ભોગોની સહજ ઉપલબ્ધિ ક્રમશ: Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૧૨૭ સમાપ્ત થતી જાય છે અને આજીવિકા પ્રયત્નસાધ્ય થતી જાય છે, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિના અવસરનાં દ્વાર ખૂલી જાય છે. ચોથા આરામાં તીર્થકરો વિદ્યમાન હોય છે અને મુક્તિમાર્ગ પણ ચોથા આરામાં જ ચાલુ થાય છે. આ દૃષ્ટિએ ચોથા આરાનો કાળ અત્યંત મહત્ત્વપૂર્ણ કાળ છે. અવસર્પિણી કાળના પંચમ આરામાં તીર્થકરોની વિદ્યમાનતા કે મુક્તિની પ્રાપ્તિ હોતી નથી. છેલ્લા છઠ્ઠા આરામાં ધર્મ, નીતિ અને સત્કર્મનો પણ અભાવ થાય છે. આ પ્રમાણે અનંત કલ્પકાળ વીતી ચૂક્યા છે અને ભવિષ્યમાં અનંત થશે. આ વ્યવસ્થા ભરત ક્ષેત્રની અને ઐરાવત ક્ષેત્રની છે, જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથા આરા જેવી સ્થિતિ રહે છે. આ ભરત ક્ષેત્રે વર્તમાને વર્તી રહેલો કાળ તે અવસર્પિણી, એટલે કે ઊતરતા કાળનો પાંચમો આરો છે. અનંત કાળચક્રનો આ વર્તમાનમાં વર્તી રહેલો અવસર્પિણી કાળ તો એટલો બધો દુષ્ટ છે કે તે હુંડાવસર્પિણી' કહેવાય છે. હુંડ એટલે જેના આકારનું કોઈ ઠેકાણું નથી એવો બેડોળ આ અવસર્પિણી કાળ છે અને તેમાં આ પાંચમો આરો દુષમ કાળ તરીકે પ્રસિદ્ધ છે. તેમાં ધર્મની વિશેષ વિશેષ હાનિ જોવામાં આવે છે. આવા પંચમ કાળના સ્વરૂપ વિષે શ્રીમદ્ લખે છે – “નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્ત્વોમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પારિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.” શ્રીમદે જણાવ્યું છે તેમ, આ કાળમાં મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામેલી દેખાય છે. ધર્મનું સ્વરૂપ બહુ જ અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે. બાહ્ય કુટારો ખૂબ વધી ગયો છે અને અંતરમાર્ગનો તો લગભગ લોપ થઈ ગયો ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૦૬ (પત્રાંક-૫૦૪) ‘ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષમકાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળો હુંડ-ધીટ-એવો આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થકરાદિકે ગણ્યો છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત એમ જાણે ભાસે છે.” ૨- એજન, પૃ.૧૧૭ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૮૧, ‘પંચમકાળ') Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. પ્રભાવક પુરુષોના અભાવે જીવોમાં શિથિલતા વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. નાની નાની વાતમાં મતભેદ પડતાં જોવામાં આવે છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર થઈ ગયા છે, એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા પણ રહી નથી. ઘણા કાળનો પરિચય થયા પછી પણ મૂળમાર્ગ પ્રત્યે સન્મુખતા થવી કઠિન પડે એવી દુરાગ્રહાદિ જડપ્રધાનદશા વર્તે છે. ઘણાખરા ઉપદેશકોને પણ પ્રાયઃ મૂળમાર્ગનો લક્ષ નથી. મૂળમાર્ગની વાત સાંભળવા પણ મળતી નથી. આમ, આ ક્ષેત્રે, આ કાળમાં મોક્ષનો સત્ય માર્ગ લગભગ ભુલાઈ ગયો છે, અર્થાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ બહુ દુર્લભ થઈ પડી છે અને તેથી આ કાળ દુષમ કાળ તરીકે ઓળખાય છે. આ કાળને દુષમ કહેવાનું મુખ્ય કારણ છે આ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિનાં કારણોની દુર્લભતા. આ દુષમ કાળની કરુણ સ્થિતિનું તાદશ ચિત્ર શ્રીમદે મુમુક્ષુઓને લખેલા પત્રોમાં ઠેર ઠેર જોવા મળે છે. તે પત્રોમાં પરમાર્થમાર્ગની હાનિનાં મુખ્ય કારણો આ પ્રકારે વર્ણવેલાં છે – (૧) પૂર્વે જેમણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે એવા આરાધક જીવો ઘણું કરીને આ કાળમાં અત્રે દેહ ધારણ કરતા નથી. પૂર્વના આરાધક જીવો અલ્પ સંખ્યામાં હોવાથી સત્સંગની પરમ હાનિ થઈ છે અને તેથી પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુલભ રહી નથી. (૨) જીવોમાં પ્રાય: પૂર્વનું આરાધકપણું નહીં હોવાના કારણે વર્તમાનમાં મોક્ષમાર્ગની રીતિ પણ સમજવામાં આવી ન હોવાથી, અનારાધનીય માર્ગને આરાધનીય માર્ગ માની લઈ જીવ પ્રવૃત્તિ કરે છે. (૩) પરમાર્થપ્રાપ્ત એવા પુરુષની પ્રાપ્તિ ન થવાથી અથવા તો પ્રાપ્તિ થવા છતાં સત્સમાગમ નિરંતર અને વિશેષપણે ન રહેવાથી પરમાર્થની દઢતા થતી નથી. સદ્ધર્મનો યોગ સપુરુષ વિના હોય નહીં અને પુરુષનાં દર્શનની અને જોગની અપ્રાપ્તિના કારણે મુમુક્ષુતા ટકવી પણ અસંભવિત બને છે. (૪) આરંભ-પરિગ્રહના વિશેષ વધવાપણાના કારણે જીવની પાત્રતા હણાય છે. વર્તમાનમાં અસત્સંગ અને અસત્મસંગની વિશેષતા હોવાથી જીવને સગુરુ આદિની ઓળખાણ દુષ્કર થઈ પડે છે અને ઘણું કરીને અસદ્દગુરુ આદિને વિષે સત્ય પ્રતીતિ ધારી જીવ ત્યાં જ રોકાઈ રહે છે. (૫) ક્વચિત્ સત્સમાગમનો યોગ બને તોપણ શિથિલપણાના કારણે કે મંદ વીર્યાદિના કારણે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ કરી શકતો નથી અથવા સમજી શકતો નથી; અથવા તો અસત્સમાગમ આદિથી કે પોતાની મતિકલ્પનાથી મિથ્યાને સત્ય માની બેસે છે. ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક ૧૫૭, ૧૭૬, ૧૮૨, ૧૯૮, ૨૨૨, ૨૪૬, ૨૪૯, ૨૭૫, ૨૯૧, ૪૨૨, ૪૩૩, ૪૫૩, ૫૦૪, ૭૦૮ ઇત્યાદિ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૧૨૯ પોતાની મતિની ન્યૂનતાના કારણે, મોહનીય કર્મના ઉદયમાં તણાવાના કારણે, પોતાની શિથિલતાના કારણે કે દૃષ્ટિરાગના કારણે જીવ અસત્રતીતિ અને અસત્યવર્તન ત્યાગી શકતો નથી અને સન્માર્ગને ગ્રહણ કરી શકતો નથી. આ પ્રમાણે મુમુક્ષુપણું, સરળપણું, સગુરુ, સત્સંગ, સતુશ્રદ્ધા આદિ આ કાળમાં અતિ દુર્લભ જાણી આ કાળને દુષમ કાળ કહ્યો છે. પરમાર્થમાર્ગની દુર્લભતાના કારણે આ કાળને દુષમ' સંજ્ઞા આપવામાં આવી છે. એની મીમાંસા કરતાં શ્રીમદ્ લખે છે – “જિનાગમમાં આ કાળને “દુષમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમ કે “દુષમા' શબ્દનો અર્થ “દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો' થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે.૧ આમ, પરમાર્થપ્રાપ્તિનાં કારણોની દુર્લભતાના લીધે પરમાર્થમાર્ગની પ્રાપ્તિ દુર્લભ કહી, છતાં પણ તે માર્ગની પ્રાપ્તિનો સર્વથા અભાવ છે એમ કહેવાનો શ્રીમદ્ભો આશય નથી. નિરાશાનું લેશ પણ કારણ નથી, આશાનું પૂરેપૂરું કારણ છે એ સ્પષ્ટ કરતાં તેઓ આગળ લખે છે – ‘આ રીતે પૂર્વારાધક જીવોનું અાપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જે કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઇચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમ કે દુઃખ કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે.”૨ દુષમ કાળનું સ્વરૂપ વિષમ હોવા છતાં શ્રીમદ્ અત્રે આશ્વાસન આપે છે કે આ કાળમાં મોક્ષમાર્ગ દુર્લભ હોવા છતાં પણ અલભ્ય તો નથી જ. સત્યપુરુષાર્થીને તે અવશ્ય પ્રાપ્ત થઈ શકે એવો છે. મોક્ષમાર્ગનો બહુ લોપ થઈ ગયો હોવા છતાં તે સર્વથા લોપ થયો નથી. સ્વચ્છંદ, મતાહાદિને આધીન થવાથી જીવને મોક્ષમાર્ગ પામવો દુર્લભ થઈ પડ્યો છે, પરંતુ પાંચમા આરાના અંત સુધી, એટલે કે હજુ ૧૮,૫૦૦ વર્ષ સુધી આ ક્ષેત્રે મોક્ષમાર્ગની વિદ્યમાનતા રહેશે. આ વિષમ કાળમાં પણ એવા જિજ્ઞાસુ જીવો હોય છે કે જેઓ મોક્ષમાર્ગની શોધમાં પ્રવર્તતા હોય છે, પરંતુ આ કાળના પ્રભાવના કારણે તેમને મોક્ષમાર્ગ સૂઝતો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૫૯ (પત્રાંક-૪૨૨) ૨- એજન, પૃ.૩૫૯ (પત્રાંક-૪૩૨) Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન નથી કે સમજાતો નથી. આવા જીવોનાં કલ્યાણ અર્થે દુર્લભ એવા આ મોક્ષમાર્ગને પ્રકાશવાની ભવ્ય ભાવના શ્રીમદે ભાવી છે. કલ્યાણઇચ્છુક જીવની મૂંઝવણ ટાળવા, તેમનાં હિત માટે નિઃસ્પૃહ ભાવે મૂળમાર્ગ જેમ છે તેમ, કંઈ પણ છુપાવ્યા વિના શ્રીમદે પ્રગટ કર્યો છે. આમ, મુખ્યપણે જેને અનુલક્ષીને મોક્ષમાર્ગ ભાખવામાં આવ્યો છે તે અધિકારી વર્ગની શ્રીમદે અહીં સ્પષ્ટતા કરી છે. જેના કષાય પાતળા પડ્યા હોય, અર્થાત્ જેને તીવ્ર ક્રોધ-માન-માયા-લોભનાં પરિણામ વર્તતાં ન હોય; જેને મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા વર્તતી ન હોય; જેને સંસાર, ભોગ અને દેહ પ્રત્યે વિરક્તિનાં પરિણામ વર્તતાં હોય અને જેને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી, કરુણા આદિ ભાવો સહજ રહેતા હોય એવા આત્મકલ્યાણની ઇચ્છા ધરાવનાર આત્માર્થીને વિચારવા અર્થે અહીં મોક્ષમાર્ગ પ્રકાશ્યો છે. જેને આત્મકલ્યાણની ઇચ્છા નથી એવો મતાર્થીમાનાર્થી જીવ આ ગ્રંથનો અધિકારી નથી; પરંતુ જેને મત, દર્શન, સંપ્રદાય આદિનો આગ્રહ નથી, જે એક આત્મકલ્યાણનો જ ઇચ્છુક છે, આત્માર્થ જ જેનું પ્રયોજન છે એવા આત્માર્થીને વિચારવા અર્થે આ આત્મસિદ્ધિદાયક શાસ્ત્રની રચના થઈ છે. ‘વિચારવા' શબ્દપ્રયોગ દ્વારા શ્રીમદે એમ સૂચિત કર્યું છે કે આ ગ્રંથને માત્ર પઠન-પાઠન, શ્રવણ-કીર્તન સુધી સીમિત ન રાખતાં તેનું મનન તથા નિદિધ્યાસન કરવું, અર્થાત્ તેની વિચારણા કરવી એ વિશેષ મહત્ત્વનું છે. વિચારણા એ આચરણાની પૂર્વભૂમિકા છે. ધર્મ વિચારમાં વણાઈ જવાથી યથાર્થપણે તથા સુગમતાથી આચારમાં ઊતરી શકે છે. વિચારણા કરવાથી તત્ત્વનો નિર્ણય થાય છે, મોક્ષમાર્ગનો નિર્ધાર થાય છે અને તે મુજબ યથાર્થપણે અનુસરવાથી, ઉપયોગ અંતર્મુખ થતાં સ્વરૂપમાં સમાઈ જવાથી સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, વિચારપૂર્વકના તત્ત્વનિર્ણયથી યથાર્થ પરિણમન થાય છે અને યથાર્થ પરિણમનથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિચારણા એ મોક્ષમાર્ગનું અત્યંત ઉપયોગી અને આવશ્યક અંગ છે અને આત્મવિચારણા દ્વારા આત્મસિદ્ધિ કરવી એ જ આ ગ્રંથનું મૂળ પ્રયોજન છે, માટે જ આ ગ્રંથમાં ‘વિચાર' શબ્દનો પ્રયોગ વારંવાર કરવામાં આવ્યો છે.૧ લક્ષ્યની જાગૃતિ અર્થે થોડી થોડી ગાથાઓના અંતરે આ શબ્દ પ્રયોજાયો છે. - આમ, આત્માર્થી જીવને આત્માર્થ સાધવા માટે શ્રીમદે આત્માનુભવના નિષ્કર્ષરૂપ અનુભવસિદ્ધ મોક્ષમાર્ગ ખુલ્લો મૂકી દીધો છે. આ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા પોતાનો અહોભાવ દર્શાવતાં કહે છે ‘પરમ. ભાવચિંતામણિ રાજચંદ્રે આ આત્મસિદ્ધિશાસ્ત્રરૂપ અચિંત્ય તત્ત્વખુલ્લેખુલ્લો ખજાનો (greatest open treasure) કંઈ પણ ચિંતામણિરત્નનિધાન ૧- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ‘વિચાર' શબ્દનો પ્રયોગ ૧૫ વાર કર્યો છે. = Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૧૩૧ ગુપ્ત ચાવી રાખ્યા વિના, સર્વ કોઈ આત્માર્થીને લૂંટાય તેટલો લૂંટવા માટે ખુલ્લેખુલ્લો (અગોપ્ય) મૂકી દીધો છે! આ મહાજ્ઞાનેશ્વરી - મહાદાનેશ્વરી રાજચંદ્ર પોતાના આત્માનો સર્વ “સ્વવૈભવ' કાંઈ પણ ગોપ્ય - ગુપ્ત - ખાનગી - રહસ્યભૂત બાકી રાખ્યા વિના, બાકાત રાખ્યા વિના (without reservation), ગોપવ્યા વિના - છુપાવ્યા વિના પરમ આત્મઉદારતાથી જગજીવોના આત્મલાભાર્થે સર્વ સમર્પિત કરી દીધો છે; પરમ શબ્દબ્રહ્મના ઉપાસનથી, નિgષ યુક્તિના અવલંબનથી, શ્રીસગુરુના અનુશાસનથી, અને તેમાં પણ સર્વોપરિ એવા આત્માના સ્વસંવેદનમય અનુભવથી ઊપજેલો પોતાના આત્માનો સમસ્ત સ્વવૈભવ આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં સમર્પણ કરી, આ પોતાના આત્માના અનુભવનું નવનીત જગતમાં સર્વ કોઈ પણ આત્માર્થી આસ્વાદી શકે એવું સર્વજનસુલભ બનાવી દીધું છે.' આમ, બીજી ગાથામાં શ્રીમદે શ્રી સદ્ગુરુ દ્વારા પોતાને પ્રાપ્ત થયેલ મોક્ષમાર્ગને પ્રકાશવાની ભાવના દર્શાવી છે. વર્તમાન કાળમાં મોક્ષમાર્ગની જે સ્થિતિ પ્રવર્તે છે તેનું અવલોકન કરતાં, તે ઘણો લોપ થયેલો જણાતાં નિષ્કારણ કરૂણાશીલ એવા શ્રીમદ્દનું હૃદય દ્રવી ઊડ્યું, તેથી આત્માથી જીવ મોક્ષમાર્ગની વિચારણા દ્વારા આત્મલાભ ઉઠાવે તે માટે યથાર્થ મોક્ષમાર્ગ નિરૂપણ કરવાનો શ્રીમદે આ ગાથામાં નિર્દેશ કર્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘વર્તમાન આ કાળમાં, અસત્સંગનું જોર; પંચ મહા વિષથી અરે, છે અંધારું ઘોર. અસગુરુ ઉપદેશ એ, મોક્ષમાર્ગ બહુ લોપ; માને મૂરખ માનવી, સાંભળીએ જેમ પોપ. કોઈ મુમુક્ષુ ભાગ્યથી, આત્મશુદ્ધિ હિત કાજ; વિચારવા આત્માર્થીને, શ્રીમદ્ સદ્ગુરુ રાજ. કરુણાભાવ અત્યંતથી, બોધિબીજ આરોપ; મૂળમાર્ગ જે મોક્ષનો, ભાખ્યો અત્ર અગોપ્ય.૨ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૪ ર- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા પ-૮) Page #179 -------------------------------------------------------------------------- ________________ Page #180 -------------------------------------------------------------------------- ________________ [੫ - 3 ਨੂੰ ਮ ਮ ੫ - ਮ ੬ ੪, ੧੩੯ ts an 30, , $3u 6 m Page #181 -------------------------------------------------------------------------- ________________ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩ ગાથા રમાં શ્રીમદે કહ્યું કે દુષમ કાળના પ્રભાવથી પરમાર્થમાર્ગની પ્રાપ્તિ ભૂમિકા 3 આ કાળમાં દુર્લભ થઈ પડી છે, પરમાર્થવૃત્તિનું પ્રાયઃ ક્ષીણપણું થઈ ગયું છે, અર્થાત્ મોક્ષમાર્ગનો બહુધા લોપ થઈ ગયો છે; તોપણ જે જીવ આત્મકલ્યાણ કરવા ઇચ્છે છે તેને વર્તમાન કાળમાં પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવી સંભવે છે, કારણ કે આ કાળમાં પણ મોક્ષમાર્ગનો સદંતર ઉચ્છેદ થયો નથી. તેથી શ્રીમદે આત્માર્થીને વિચાર કરવા અર્થે, ભુલાઈ ગયેલો મોક્ષનો મૂળમાર્ગ જેમ છે તેમ પ્રગટ કરવાની પ્રતિજ્ઞા કરી છે. તદનુસાર યથાતથ્ય મોક્ષમાર્ગ પ્રગટ કરતાં પહેલાં મોક્ષમાર્ગ સંબંધી પ્રવર્તતી ભૂલભરેલી માન્યતા અને આચરણા તરફ લક્ષ દોરી, વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ શા માટે લોપ થયેલો દેખાય છે તેનો કરુણ ચિતાર આપતાં આ ત્રીજી ગાથામાં શ્રીમદ્ કહે છે – “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; | ગાથા માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. (૩) કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે; -1 એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. (૩) વર્તમાન કાળમાં મોક્ષમાર્ગની લુપ્તપ્રાયઃ સ્થિતિનું દર્શન કરાવતાં શ્રીમદે ભાવાર્થ નિષ્કારણ કરુણાથી આ ગાથામાં ધર્મારાધન કરતા હોવા છતાં મોક્ષમાર્ગને ભૂલેલા જીવોના બે પ્રકાર દર્શાવ્યા છે. તે જીવોને શ્રીમદે 'ક્રિયાજડ’ અને ‘શુષ્કજ્ઞાની' તરીકે ઓળખાવ્યા છે – (૧) ક્રિયાજડ જીવો | ‘ક્રિયાજડ' શબ્દ ‘ક્રિયા' અને 'જડ' એમ બે શબ્દોનો સમાસ છે. અહીં ‘જડ'નો અર્થ ચેતનારહિત નહીં, પણ અજ્ઞાનયુક્ત થાય છે. ક્રિયાનો હેતુ, તેનો અર્થ આદિ કાંઈ પણ સમજ્યા વગર જેઓ માત્ર યંત્રવત્ બાહ્ય ક્રિયા કર્યા કરે છે અને તેમાં કૃતકૃત્યતા માની તેને જ મોક્ષમાર્ગ સમજે છે તેવા બહિર્દષ્ટિ જીવોને ક્રિયાજડ કહ્યા છે. જેમ છરી જડ હોવાના કારણે તેના વડે કેરી સમારતાં તેને મીઠાશનો અનુભવ નથી થતો, મરચાં સમારતાં તેને તીખાશનો અનુભવ નથી થતો અને કારેલાં સમારતાં તેને કડવાશનો 'અર્થ' એમ * Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનુભવ નથી થતો; તેમ યથાર્થ ભાન અને અંતર્ભાવ વિના માત્ર જડવત્ ક્રિયા કરવાથી આત્માનંદનો સ્વાદ મળતો નથી. ક્રિયાજડ જીવો સ્વસ્વરૂપની સમજણથી અજાણ હોય છે અને દેહાદિ દ્વારા થતી બાહ્ય ક્રિયાને જ સાધ્ય માની તેમાં સંતોષાઈ જાય છે, તેથી તેઓ કરુણાને પાત્ર છે. (૨) શુષ્કજ્ઞાની જીવો શુષ્કજ્ઞાની' શબ્દ “શુષ્ક' અને “જ્ઞાની એમ બે શબ્દોનો સમાસ છે. અહીં ‘જ્ઞાની' એટલે આત્મજ્ઞાની એમ નહીં પણ શાસ્ત્રજ્ઞાની એવો અર્થ થાય છે અને શુષ્ક' એટલે પરિણમન વિનાનું કોરું - શબ્દમાત્ર. આ પ્રકારના જીવો સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી, કથનમાત્ર અધ્યાત્મ પામી, તેને મોક્ષમાર્ગ કહ્યું છે અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપે છે. તેઓ શુદ્ધ નિશ્ચયનયની મુખ્યતાએ પ્રરૂપણા કરતાં શાસ્ત્રો વાંચીને નિશ્ચયનયાત્મક ભાષા બોલે છે અને મોહના આવેશમાં પ્રવર્તે છે. તેમનું જ્ઞાન રસ વિનાની શેરડી જેવું શુષ્ક - સૂકું - ભાવરસ વિનાનું હોય છે. જ્ઞાનદશા પ્રાપ્ત થયા વિના તેઓ સવ્યવહારનો લોપ કરતા હોવાથી, સાધનરહિત થઈને ભવસાગરમાં ડૂબે છે. આત્માનું કલ્યાણ સાધવાને બદલે પોતાની માન્યતાનો આગ્રહ રાખીને પોતાનું અમર્યાદિત અહિત કરે છે, તેથી તેઓ કરુણાને પાત્ર છે. આમ, કોઈ ક્રિયામાત્રથી જ મોક્ષ માને છે અને તેથી સાચું તત્ત્વ જાણવાની ઉપેક્ષા કરે છે તે બરાબર નથી તથા કોઈ જ્ઞાનમાત્રથી જ મોક્ષ માને છે અને તેથી અનેક ધાર્મિક પુસ્તકો વાંચે છે, પરંતુ જીવનમાં મૂળભૂત ધર્માચરણ તરફ ઉપેક્ષા કરે છે તે બરાબર નથી. આવી એકાંત ક્રિયા કે આવા એકાંત જ્ઞાનથી જીવનું કલ્યાણ થતું નથી એમ સ્પષ્ટપણે પ્રતિપાદન કરી, શ્રીમદે સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને પરમ બંધવરૂપ, પરમ રક્ષકરૂપ, અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવો બોધ કરુણાભાવે કર્યો છે. આત્મસ્વરૂપ દેહાદિ પરવસ્તુથી અને રાગાદિ પરભાવોથી અથવા સંયોગોથી વિશેષાથી વિશગાથ અને વિકારોથી ભિન્ન છે' - એવો જે બોધ થવો તે જ્ઞાન છે અને તે જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરી, શુદ્ધ આત્મપરિણતિરૂપ પ્રવર્તવું તે ક્રિયા છે. આ જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી આસવનો નિરોધ થઈ, સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગની રૂડી આરાધના થાય છે. આ જ્ઞાન-ક્રિયાની સંધિ સુખપ્રાપ્તિની પવિત્ર પદ્ધતિ છે, સ્વહિતને સાધનારી નિર્મળ વિધિ છે. જ્ઞાન-ક્રિયાનો સુમેળ તે મહાકલ્યાણના પ્રયોજનને સાધનાર અને શાશ્વત, સાચી શાંતિનું ફળ પ્રદાન કરનાર યથાર્થ માર્ગ છે. આમ, ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૬૮૨ 'फलं ज्ञानक्रियायोगे सर्वमेवोपपद्यते । तयोरपि च तद्भावः परमार्थेन नान्यथा ।।' Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૧૩૭ જ્ઞાનશિયાખ્યા મોક્ષ:, અર્થાત્ આત્મજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન અને આત્મચારિત્રરૂપ સમ્યક્ ક્રિયા - તે બન્નેના સમન્વયરૂપ મોક્ષમાર્ગ છે. જ્ઞાન અને ક્રિયાનું આવું પારમાર્થિક સ્વરૂપ સમજી તેની સિદ્ધિ અર્થે સાધક દ્રવ્યશ્રુતજ્ઞાન અને દ્રવ્યક્રિયાનો સુમેળ સાધે છે, અર્થાત્ અધ્યાત્મશાસ્ત્રના અધ્યયન વડે આત્મસ્વરૂપની સમજણ અને રુચિ વધારવાનો અને યમ-નિયમાદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ, પરિણામ આત્મસન્મુખ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરે છે. શુદ્ધ આત્માનું લક્ષ અને તેની સતત ભાવના દ્વારા તે આત્મભાવ સાધે છે. તે જે પણ શાસ્ત્રાભ્યાસ તથા ક્રિયાઓ કરે છે, તે આત્મલક્ષે તથા આત્મોપયોગની જાગૃતિપૂર્વક કરે છે. તે શાસ્ત્રાભ્યાસને બુદ્ધિનો વિલાસ અને દ્રવ્યક્રિયાને રૂઢિપાલન બનવા દેતો નથી. તે માત્ર બાહ્ય સાધનોથી સંતુષ્ટ થઈ જતો નથી, પણ પોતાને મોક્ષમાર્ગની યથાર્થ આરાધનામાં પ્રયોજે છે. તેને આત્મભાવના દ્વારા દેહાધ્યાસનું વિસર્જન અને વિરોગથી મુક્તિ પ્રાપ્ત કરવાનું જ એકમાત્ર લક્ષ હોય છે. તેથી શુદ્ધ આત્માનું અનુસંધાન નિરંતર રહે તે માટે જે જે શાસ્ત્રો તથા ક્રિયાઓ ઉપયોગી હોય તેનું તે સેવન કરે છે. આમ, દ્રવ્યશ્રુતજ્ઞાન અને દ્રવ્યક્રિયાના સમન્વય દ્વારા ઉપયોગને આત્મામાં વાળી, ભાવશ્રુતજ્ઞાન (આત્મજ્ઞાન) અને ભાવક્રિયા(આત્મચારિત્ર)નો સુમેળ સાધી, મોક્ષમાર્ગની યથાર્થ આરાધના દ્વારા સાધક આત્મસ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિને પામે છે. મોક્ષમાર્ગની આવી યથાર્થ સમજણના અભાવે કેટલાક જીવ મોક્ષમાર્ગની આરાધના કરવાને બદલે મોક્ષમાર્ગની વિરાધના કરી બેસે છે. અજ્ઞાની પોતે કલ્પેલા માર્ગને જ મોક્ષમાર્ગ સમજે છે. કોઈ કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી થઈ ‘ક્રિયાજડ' થઈ રહ્યા છે, તો કોઈ માત્ર શાસ્ત્રજ્ઞાનના આગ્રહી થઈ ‘શુષ્કજ્ઞાની' થઈ રહ્યા છે, એટલે કે કોઈ જીવ જ્ઞાન વિના (સમજ્યા વિના) એકાંત ક્રિયાને જડપણે વળગી રહ્યા છે અને કોઈ જીવ ક્રિયા વિના (તથારૂપ આચરણ વિના) એકાંત જ્ઞાનને જ વળગી રહ્યા છે. તે બન્ને પોતપોતાની મતિ અનુસાર કલ્પી લીધેલા માર્ગને મોક્ષમાર્ગ માની બેઠા છે, અર્થાત્ ક્રિયાજડ જીવો જ્ઞાનવિહોણી જડ ક્રિયાને જ મોક્ષમાર્ગ માની બેઠા છે અને શુષ્કજ્ઞાનીઓ ક્રિયાવિહોણા જ્ઞાનને જ મોક્ષમાર્ગ માની બેઠા છે. તે જોઈને શ્રીમદ્ અંતરમાં અત્યંત કરુણાભાવ ૧- જુઓ : (૧) આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૬૮ 'णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्ख मा भाई ।।' (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, પદ ૩, કડી ૮ (ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ-૧, પૃ.૧૫૩) ક્રિયા બિના જ્ઞાન નહિ કબહું, ક્રિયા જ્ઞાન બિનુ નાંહી; ક્રિયાજ્ઞાન દોઉ મિલત રહતુ હે, જ્યાં જલ-રસ જલમાંહી.” Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉત્પન્ન થાય છે. શ્રીમદ્ લખે છે – ‘કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કભી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.” જીવ ધર્મમય જીવન જીવતો નથી એ જેટલું ખરાબ છે, તેનાથી હજારગણું ખરાબ પોતે ધર્મમય જીવન જ જીવી રહ્યો છે એવા ભ્રમમાં રહેવું તે છે. આ વિચિત્ર વિડંબના છે. રોગી હોવા છતાં પણ પોતાને નીરોગી માને છે. પોતાના કુળધર્મની પરંપરાનાં ક્રિયાકાંડ પૂરાં કરી લે છે અથવા તો પોતાના જ સંપ્રદાયનાં શાસ્ત્રો દ્વારા ઉદ્ઘોષિત થયેલ દાર્શનિક સિદ્ધાંતની માન્યતા પોતાના મનમાં ભરી લે છે અને ફક્ત આટલાથી જ એમ સમજી બેસે છે કે “હું ધર્મમય જીવન જીવી રહ્યો છું.' જેને પોતે ધર્મ માની રહ્યો છે તે સમ્યક્ છે કે મિથ્યા - એ હકીકતને ચકાસવાની તેને જરૂર જ લાગતી નથી, સત્ય ધર્મને શોધવાની આવશ્યકતા જ લાગતી નથી. જેમ હત્યારાની શોધ ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી હત્યાના અપરાધ માટે કોઈને પકડવામાં ન આવે. જેણે હત્યા કરી ન હોય તેને જો હત્યાના અપરાધી તરીકે પકડી લેવામાં આવે, સજા કરવામાં આવે, તો સાચો હત્યારો કદી પણ નહીં પકડાય! હત્યારો મળી ગયો હોય અને તેને સજા કરવામાં આવી હોય તો પછી હત્યારો શોધવાની જરૂર રહેતી નથી; પછી ભલેને તે સાચો હત્યારો ન હોય. જ્યારે શોધવાનું બંધ થઈ ગયું તો સાચો હત્યારો મળી આવવો પણ અસંભવિત છે. આ જ પ્રમાણે જીવ જ્યારે પોતે કલ્પેલા માર્ગને મોક્ષમાર્ગ માની લે છે તો પછી વાસ્તવિક સત્ય ધર્મની શોધનો પ્રશ્ન જ રહેતો નથી. યથાર્થ મોક્ષમાર્ગ વિષે નહીં જાણનાર જિજ્ઞાસુ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી લે એવી સંભાવના છે, કેમ કે એની શોધ ચાલુ છે; પરંતુ કલ્પિત માર્ગને જ મોક્ષમાર્ગ માની બેઠેલાને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવી અસંભવિત છે. ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્ને પ્રકારના જીવો પોતપોતાને મોક્ષમાર્ગના આરાધક માને છે. ક્રિયાજડ જીવો બાહ્ય વ્યવહારસાધનને સાધ્ય માને છે અને મુખ્ય નિશ્ચયસાધ્યને ભૂલી જાય છે; તેથી તેઓ અનુપયોગપણે, યંત્રવત્ બાહ્ય દ્રવ્યક્રિયા કર્યા કરે છે, પણ નિજસ્વરૂપને સાધી આપનાર એવી અંતરંગ ભાવક્રિયાને સ્પર્શતા પણ નથી; અર્થાત્ અંતર્ભેદનો અનુભવ કરતા નથી અને ઊલટું જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. શુષ્કજ્ઞાની શુદ્ધ નિશ્ચયનયની મુખ્યતાએ પ્રરૂપણા કરતાં ગ્રંથો વાંચીને સદ્વ્યવહારનો લોપ કરે છે, શુભ ક્રિયાને નિષેધે છે અને અશુભમાં પ્રવર્તન કરે છે. તેઓ જ્ઞાનની માત્ર કોરી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૯ (પત્રાંક-૬૮૦) Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૧૩૯ વાતો કરે છે, પરંતુ અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોમાં મુકાય ત્યારે મોહાવેશમાં વર્તે છે; અર્થાત્ તેઓ નિશ્ચયને માત્ર શબ્દથી ગ્રહે છે, પણ અંતરમાં યથાર્થપણે પરિણમાવતા નથી. આમ, બન્ને પક્ષો સ્વચ્છંદે પ્રવર્તી, મોક્ષમાર્ગના નામે સંસારમાર્ગે ગમન કરી ભવસમુદ્રમાં ડૂબે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે : કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહિથરાં; મૂઢ એ દોય તસ ભેદ જાણે નહીં, જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી.’૧ ઉપાધ્યાયશ્રી અહીં એકાંત પક્ષમાં રાચતા એવા મૂઢ જીવોનું સ્વરૂપ જણાવતાં કહે છે કે કોઈક નિશ્ચયદૃષ્ટિશૂન્ય જીવો કેવળ વ્યવહાર વડે, એટલે કે પડિલેહણાદિ તેમજ પ્રતિક્રમણાદિ ક્રિયાઓ વડે તથા કેવળ કાયક્લેશરૂપ તપ કરી, નગ્નભાવે વિચરવાથી અથવા તો ફાટ્યાંતૂટ્યાં વસ્ત્રો પહેરવાથી મોક્ષમાર્ગ સધાય એમ કહે છે; જ્યારે કેટલાક જીવો નિશ્ચયની વાતો આગળ કરીને મનમાન્યા વિષયભોગો ભોગવતાં હોવા છતાં પણ મોક્ષમાર્ગ સધાય છે એમ કહે છે. આ બન્ને આત્માર્થ સાધી શકતા નથી. શ્રી જિનમતાનુસાર મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી અને તેને યથાર્થપણે અનુસરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ અહીં સ્પષ્ટ જણાવ્યું છે. વર્ષાઋતુ શરૂ થતાં જમીનમાંથી ઉત્પન્ન થતાં અળસિયાની જેમ વર્તમાન કાળે સમાજમાં ચારે બાજુ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે, પણ તે પ્રવૃત્તિ કરનારાઓને ધર્મના મંગળ સ્પર્શનો અનુભવ થતો નથી, કારણ કે તેમને મોક્ષમાર્ગના સ્વરૂપની સમજણ નથી. આત્મપરિણામમાં સવળું પરિવર્તન કે વિકારમાંથી મુક્તિ એ મોક્ષમાર્ગની આરાધનાનું મુખ્ય અંગ છે, જ્યારે બાહ્ય ક્રિયા અને શાસ્ત્રાભ્યાસ એ મોક્ષમાર્ગની આરાધનાનું ગૌણ અંગ છે. પરંતુ સમાજમાં મોક્ષમાર્ગના મુખ્ય અંગને ગૌણ અને ગૌણ અંગને મુખ્ય બનાવવામાં આવ્યું હોવાથી બાહ્ય ક્રિયાકાંડ કે કોરી જ્ઞાનચર્ચાને જ લોકો મોક્ષમાર્ગ માની બેસે છે અને તે દ્વારા પોતાને ધાર્મિક માની-કહેવડાવી મિથ્યા સંતોષમાં રાચે છે. તેઓ બાહ્ય વ્રત લેવાને ચારિત્ર અને શાસ્ત્રની ગાથાઓને મોઢે કરવાને જ્ઞાન માની અટકી જાય છે, પરિણામે મોક્ષ સાધી શકતા નથી. બાહ્ય વ્રતની ક્રિયા કરવાને જ ચારિત્રની આરાધના માનવી અને અધ્યાત્મશાસ્ત્રો ભણીને સૂત્ર વાંચવા-ભણવાને જ જ્ઞાનની આરાધના માનવી એ તેમની મોક્ષમાર્ગ અંગેની સમજણની ખામી દર્શાવે છે. તેથી જ કેવળજ્ઞાની પણ જેમાં દોષ કાઢી ન શકે એવું ઉત્કૃષ્ટ બાહ્ય ચારિત્ર અનંત વખત પાળવા છતાં જીવનો મોક્ષ થયો નહીં. તેવી જ રીતે અત્યારનાં જેટલાં ભાષાસાહિત્ય અને શાસ્ત્રો છે તે સર્વ ભેગાં કરીએ તોપણ તે જ્ઞાન એક પૂર્વના સહસ્રાંશ જેટલું પણ નથી, એવી અપરિમિત વિદ્યાના નવ નવ પૂર્વો ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૬, કડી ૩૩૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જીવ અનેક વખત ભણ્યો છતાં તેનું કાર્ય સિદ્ધ ન થયું. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ લખે છે કે – આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વલી, આત્મ અવલંબવિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો.૧ અહીં ગણિશ્રીએ જણાવ્યું છે કે ભવભ્રમણ કરતાં કરતાં ક્યારેક માનવભવમાં જીવે આવશ્યકાદિ દ્રવ્યક્રિયાઓ લોકોપચારથી કરી પણ હશે, એટલે કે વિષ, ગરલ અને અન્યોન્યાનુષ્ઠાનવાળી ક્રિયાઓ કરી હશે, તેમજ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી શાસ્ત્રોનો કંઈક અભ્યાસ પણ કર્યો હશે, પરંતુ સત્તાગત આત્મધર્મની શુદ્ધ રુચિ (શ્રદ્ધાન) વિના તેમજ આત્મગુણના આલંબન વિના માત્ર બાહ્ય ક્રિયા વડે કે કોરા શાસ્ત્રાભ્યાસ વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થયું નથી. ક્રિયાજડ જીવો બાહ્ય ક્રિયાઓ કરવાને જ મોક્ષમાર્ગની આરાધના માને છે, પરંતુ આત્મજાગૃતિ વિનાની ક્રિયા કરતાં સ્વર્ગાદિ સાંસારિક ફળની પ્રાપ્તિ થાય છે, જ્યારે મોક્ષમાર્ગની આરાધના તો હું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છું' એ જાગૃતિપૂર્વક ક્રિયા કરવાથી સધાય છે. જે ધર્મક્રિયા કરવાથી અંતરમાં શાંતિનું વદન થાય તે ક્રિયા સત્યાર્થ છે, તે સિવાયની અન્ય ક્રિયાઓ અસત્યાર્થ છે. આમ, ફળની અપેક્ષાએ સર્વ ક્રિયાઓ બે પ્રકારની છે. એક સાચી શાંતિયુક્ત છે અને બીજી તેનાથી નિરપેક્ષ છે કે જે માત્ર ભાવુકતા અને સાંપ્રદાયિકતા ઉપર આરૂઢ થઈ છે. સાધકનું કર્તવ્ય છે કે તેણે સાવધાન રહીને તે બન્ને વચ્ચે વિવેકયુક્ત પસંદગી કરવી, જેથી ઓઘસંજ્ઞાએ કે લોકરૂઢિમાં ચાલતી ક્રિયાઓમાં શુદ્ધ ક્રિયાનો ભ્રમ પેદા ન થાય અને પુરુષાર્થ નિષ્ફળતાની દિશામાં પ્રવાહિત ન થાય. પરંતુ ક્રિયાજડ તો યથાર્થ સમજણ અને રુચિ વિના ધર્મપ્રવૃત્તિ કર્યા કરે છે. દીર્ઘ કાળ પર્યત જપ-તપ, દેવ-ગુરુભક્તિ વગેરે કરે, પરંતુ હજી સુધી એવું શું કરવા યોગ્ય બાકી રહી જાય છે કે જેના કારણે મોક્ષમાર્ગમાં તેની પ્રગતિ થતી નથી તથા પરિણામમાં એવું શું વર્તી રહ્યું છે કે જે આત્મકલ્યાણમાં અવરોધરૂપ છે તેનું ક્રિયાજડને ભાન નથી હોતું. તાત્પર્ય એ છે કે સર્વ ક્રિયાઓ દ્વારા ચિત્તવૃત્તિનિરોધનું લક્ષ્ય સિદ્ધ થતું રહેવું જોઈએ. અંતરમાં રાગ-દ્વેષ ચાલુ રહે અને બહાર ક્રિયા થતી રહે તો તે યથાર્થ ક્રિયા નથી. અનેક બાહ્ય ક્રિયાકાંડોમાં રત હોવા છતાં, ચિત્તવૃત્તિ ક્લેશિત હોવાથી ક્રિયાજડના અંતરમાં ધર્મનો પ્રવેશ થતો નથી. આવા ક્રિયાજડ જીવો વિષે શ્રીમદ્ પ્રકાશે છે કે – એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે', એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મૂકતાં નથી. આવા જીવોને “ક્રિયાવાદી' અથવા ૧- ગણિ શ્રી દેવચંદ્રજીરચિત, શ્રી મહાવીર ભગવાનનું સ્તવન, કડી ૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૧૪૧ ક્રિયાજડ' ગણવા. ક્રિયાજડને આત્માનો લક્ષ હોય નહીં.” ક્રિયાજડની જેમ શુષ્કજ્ઞાની પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. તેઓ શાસ્ત્રજ્ઞાનનો આગ્રહ કરે છે અને શુભ ક્રિયાઓનો નિષેધ કરે છે. તે શાસ્ત્રો વાંચ-સાંભળે છે, તેના ઉપર ચિંતન-મનન પણ કરે છે, પરંતુ તેને પ્રયોગમાં મૂકતો નથી. ચિંતન-મનન દ્વારા ધર્મનું સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કરી લેવા માત્રથી તેને તેનો સાચો લાભ પ્રાપ્ત થતો નથી, પણ તે આચરણમાં ઊતરે તો જ તે સમ્યક્ છે, કલ્યાણકારક છે. રસગુલ્લા ગળ્યા લાગે એમ ફક્ત અન્ય પાસેથી જાણી કે વાંચી લેવાથી મોં મીઠું થઈ શકતું નથી, તે માટે રસગુલ્લાને જીભ ઉપર મૂકવું પડે છે; દૂધ પુષ્ટિકારક છે એમ ફક્ત જાણી કે સમજી લેવાથી શરીર પુષ્ટ બનતું નથી, તે માટે દૂધ પીવું પડે છે; તેમ શાસ્ત્રોને માત્ર વાંચી અને સમજીને અટકી જાય અને જાણેલી તથા સમજેલી વાતને જો જીવનમાં ન ઉતારે તો તે જાણવું-સમજવું નકામું બની જાય છે. આવા કોરા માનસિક વ્યાયામમાં, કેવળ બુદ્ધિવિલાસમાં શુષ્કજ્ઞાની રચ્યોપચ્યો રહે છે. દાર્શનિક સિદ્ધાંતોના ઊહાપોહ, ચર્ચા-વિચારણા, ખંડન-મંડન, તર્ક-વિતર્ક કે મર્મ-વિવેચન શીખવા-શીખવવામાં, સમજવા-સમજાવવામાં, બોલવા-બોલાવવામાં, સાંભળવા-સંભળાવવામાં, લખવા-લખાવવામાં જ તે પોતાનું સમગ્ર જીવન ખરચી નાખે છે અને દુર્ભાગ્ય તો એ છે કે આમાં જ તે જીવનની સફળતા માને છે. શાસ્ત્રની જાણકારી મેળવી ધર્મની જિજ્ઞાસા પૂરી કરી લેવામાં તથા બૌદ્ધિક કક્ષાએ જાણેલા ધર્મજ્ઞાનને સુંદર આલંકારિક ભાષામાં વ્યક્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લેવામાં જ તે સંતોષ માની લે છે અને તેને જ તે જીવનનું અંતિમ ધ્યેય માની લે છે. આ બધામાં પડવાથી તે મોક્ષમાર્ગના સત્ય આચરણથી ખૂબ જ દૂર રહી જાય છે. આવા શુષ્કજ્ઞાની જીવો વિષે શ્રીમદ્ પ્રકાશ છે કે – ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું.' એમ કહી સદાચરણ, પુણ્યના હેતુ જાણી કરતા નથી; અને પાપનાં કારણો સેવતાં અટકતા નથી. આ પ્રકારના જીવોએ કાંઈ કરવું જ નહીં, અને મોટી મોટી વાતો કરવી એટલું જ છે.... “અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહીં; આત્મા કર્તાય નથી; ને ભોક્તાય નથી; માટે કાંઈ નથી.” આવું બોલનારાઓ “શુષ્કઅધ્યાત્મી', પોલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકે નહીં.’૨ આમ, ક્રિયાજડ જીવો વ્યવહારના આગ્રહી હોવાથી નિશ્ચયનિરપેક્ષ હોય છે, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૬ (ઉપદેશછાયા-૧૦) ૨- એજન, પૃ.૭૧૬ (ઉપદેશછાયા-૧૦) Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અર્થાતુ નિશ્ચયનો દુર્લક્ષ કરે છે, તેથી તેઓ મોક્ષમાર્ગથી ઘણા દૂર છે; તો બીજી બાજુ શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયના આગ્રહી હોવાથી વ્યવહારનિરપેક્ષ વર્તે છે, અર્થાત્ વ્યવહારનો દુર્લક્ષ કરે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગથી ઘણા દૂર છે. આ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની પોતાની મતિકલ્પનાએ પ્રવર્તન કરનારા હોવાથી મારું જ સાચું' એમ માનનારા મતાથી છે. સાચો આત્માર્થી હોય તેને મોક્ષમાર્ગના સમ્યક સ્વરૂપનો બોધ થયો હોવાથી તે સાધ્યરૂપ નિશ્ચય અને તેને સાધી આપનાર સદ્વ્યવહારનો સુમેળ કરે છે. નિશ્ચય વાણી સાંભળીને સાધન છોડી દેતો નથી, પરંતુ નિશ્ચયને નિરંતર લક્ષમાં રાખીને સત્સાધન સેવે છે. આમ, જીવ જ્ઞાન અને ક્રિયાની પરસ્પર મૈત્રી સાધી શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષને અવશ્ય પામી શકે છે. આવા સહજ, સ્વચ્છ અને સુગમ મોક્ષમાર્ગને ભૂલી એકાંત પક્ષના આગ્રહથી રસ્ત થયેલા ક્રિયાજડ તથા શુષ્કજ્ઞાની બન્ને પોતપોતાના માની લીધેલા માર્ગથી જ મોક્ષ મળે છે એમ સમજે છે અને હઠાગ્રહથી બીજા પક્ષ પ્રત્યે દુર્લક્ષ કરે છે. આવી રીતે મોક્ષમાર્ગના યથાર્થ ભાન વિના અનંત કાળ વ્યતીત થઈ ગયો છે, પરંતુ આરાધક ભાવ આવ્યો નથી. બાહ્યમાં ગમે તેટલી ક્રિયાઓ કે શાસ્ત્રવાંચન ચાલતા હોય, પરંતુ જો મોક્ષમાર્ગનું ભાન પ્રગટ્યું ન હોય તો સત્સુખની પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપનિર્ણયપ્રતીતિ-અનુસંધાન વિના આરાધકપણું આવતું નથી. જેમ જમીન વગર ઝાડ ન ઊગે, તેમ આત્મલક્ષ વિના આરાધક ભાવ આવી શકતો નથી. અત્યંત દુર્લભ એવું સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળ્યું હોય, સદ્દાત કાને પડી હોય અને છતાં પરિણમનમાં આત્મા ગૌણ થતો હોય તો તે જીવની મોક્ષમાર્ગે પ્રગતિ થતી નથી. આવા જીવો પ્રત્યે જ્ઞાનીઓને કરુણા ઊપજે છે. શ્રીમદ્ભી નિષ્કારણ કરુણા વિષે શ્રી કાનજીસ્વામી કહે છે – “જ્ઞાની કહે છે કે જગતના જીવો આત્માની સંભાળ નહિ કરતાં રાગ, દ્વેષ, ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'ની પંડિત શ્રી ટોડરમલજીકૃત ટીકા, મંગલાચરણ, કડી ૫,૬ (ગુર્જરાનુવાદ) “કોઈ નર નિશ્ચયથી આતમાને શુદ્ધ માની, થયા છે સ્વચ્છેદ ન પિછાને નિજ શુદ્ધતા; કોઈ વ્યવહાર દાન તપ શીલ ભાવને જ, આતમાનું હિત માની છાંડે નહિ મૂઢતા; કોઈ વ્યવહારનય - નિશ્ચયના મારગને, ભિન્નભિન્ન જાણીને કરે છે નિજ ઉદ્ધતા; જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ, કારણને ઉપચાર માને ત્યારે બુદ્ધતા. શ્રીગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ, જ્ઞાની માને જાણીને, મૂઢ ગ્રહે છે ક્લેશ.' Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩ ૧૪૩ ઇચ્છાની સંભાળ કરે છે; વળી તેઓ આત્માની રુચિ કરતાં આત્માના નામે બીજું કરી રહ્યા છે, એમ દેખીને શ્રીમદ્ કહે છે કે “કરુણા ઊપજે જોઈ' એટલે કહે છે કે ઉઘાડા દીવા ઉપર પતંગિયા ધસી આવે તેમ જગતના જીવો ઉન્માર્ગે ધસી રહ્યા છે તેની દયા આવે છે.૧ આમ, અજ્ઞાનમાર્ગને અનુસરતા અને તેમાં જ પોતાનું કલ્યાણ માનતા જીવોની દશા જોઈ શ્રીમને અત્યંત કરુણા ઊપજે છે અને તેવા જીવોનું કલ્યાણ કરવાનો ભાવ તેમને ફુર્યો છે. આ ભાવોને કાર્યાન્વિત કરતાં શ્રીમદે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સુગમપણે સમજાય એવી રસપ્રદ શૈલીથી આ બે પ્રવાહનું સ્વરૂપ, તેનાં કારણો તથા તે કારણોને ટાળવાના ઉપાયો વિષે માર્ગદર્શન આપી આ કાળના જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. શ્રીમદે સમાજ અંતર્ગત પ્રવતી રહેલા આ બે પ્રવાહોનો પ્રસ્તુત ગાથામાં માત્ર નામનિર્દેશ કર્યો છે અને તેનાં લક્ષણો ચોથી અને પાંચમી ગાથામાં બતાવ્યાં છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, ગાડર જેમ પ્રવાહ; અંધ પરંપર ચાલતો, છૂટે ન વિપરીત રાહ. તેમ વળી કળિયુગ વિષે, શુષ્કજ્ઞાનમાં કોઈ; મહા મોહ પરવશ થકી, અભિમાની અતિ હોઈ. એકાંતે અવિવેકથી, પ્રવૃત્તિમય અજ્ઞાન; માને મારગ મોક્ષનો, સ્વચ્છેદથી વિણ ભાન. સહુ સાધન બંધન તણું, ભોગવતાં દુ:ખ હોય; સમજ નહીં તે ટાળવા, કરુણા ઊપજે જોઈ.” ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૦ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૯-૧૨) Page #191 -------------------------------------------------------------------------- ________________ Page #192 -------------------------------------------------------------------------- ________________ 1 - Mag เป็นเhi 30, ทุ่งๆ sit เทเว 40 , 04 (2187) มก.ย. Page #193 -------------------------------------------------------------------------- ________________ Page #194 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ગાથામાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનો નિર્દેશ કરી, વર્તમાન સમાજમાં ભૂમિકા મોક્ષમાર્ગથી વિપરીત પ્રવર્તી રહેલા બે પ્રવાહોનો શ્રીમદે ઉલ્લેખ કર્યો છે. કરુણતા તો એ છે કે જેઓ ક્રિયાજડ છે તેઓ પોતાને ક્રિયાજડ નથી માનતા અને જેઓ શુષ્કજ્ઞાની છે તેઓ પોતાને શુષ્કજ્ઞાની નથી માનતા. આ બન્ને પ્રકારના જીવોને તેમના દોષોનું ભાન થાય તથા મુમુક્ષુ કોઈ પણ પ્રકારના ખોટા પ્રવાહમાં તણાઈ ન જાય તે અર્થે શ્રીમદ્રે ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જીવોનાં લક્ષણ અનુક્રમે ચોથી તથા પાંચમી ગાથામાં બતાવ્યાં છે. પ્રસ્તુત ગાથામાં ક્રિયાજડ જીવોની ઓળખાણ થવા અર્થે શ્રીમદે તેમનાં સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે જેથી તેવા જીવો પોતાનું જડત્વ ટાળી મોક્ષમાર્ગની યથાર્થ આરાધનાના પંથે આગળ વધી શકે. ક્રિયાજડ જીવનું વર્ણન કરતાં શ્રીમદ્ લખે છે ‘બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ.' (૪) ગાથા અર્થ ગાથા ૪ બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. (૪) ભાવાર્થ જિનાગમોમાં જ્ઞાનાનુસારિણી ક્રિયાને કર્તવ્યરૂપ બતાવી હોવાથી તેમાં વિવિધ પ્રકારની ક્રિયાનો ઉપદેશ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે તથા આત્મામાં સ્થિરતા થવા અર્થે જ્ઞાનીઓએ ક્રિયાઓનો ઉપદેશ કર્યો છે, પરંતુ અજ્ઞાનતાના કારણે જીવો તે ક્રિયાઓમાં જ અટકી જાય છે અથવા તો તે ક્રિયાઓનો મિથ્યા આગ્રહ સેવતા થઈ જાય છે. ક્રિયાઓનો પરમાર્થ ચૂકી જનારા આવા અજ્ઞાની જીવોને શ્રીમદે ‘ક્રિયાજડ'ની સંજ્ઞા આપી છે. અહીં તેમનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્ કહે છે કે તેવા જીવો માત્ર બહારની દેહાદિ ચેષ્ટારૂપ દ્રવ્યક્રિયામાં જ રાચી રહ્યા છે અને તેમાં જ ઇતિકર્તવ્ય સમજી રહ્યા હોવાથી તેમનું અંતર ભેદાયું નથી, અંતર્ભાવ પ્રગટ્યો નથી. વળી, જ્ઞાનની કાંઈ જરૂર નથી, જ્ઞાન ભણવું-ભણાવવું નિરર્થક છે, બાહ્ય ક્રિયા કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે એમ એકાંતે માની તેઓ જ્ઞાનમાર્ગનો નિષેધ પણ કરે છે. અહીં બાહ્ય ક્રિયાનો કાંઈ નિષેધ કર્યો નથી, પરંતુ જ્યાં અંતર્લક્ષ વિના જડતાપૂર્વક તેમાં રાચવાપણું છે, જ્યાં બાહ્ય ક્રિયામાં સંતોષ માની, તેને જ સાધ્ય માની Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લેવાનો દોષ સેવાય છે તેનો નિષેધ કર્યો છે. બાહ્ય ક્રિયાનો ઉપદેશ આત્મભાવ પ્રગટાવવા માટે કર્યો છે, પરંતુ તે જો પ્રગટે નહીં અથવા તો તેને પ્રગટાવવા ઉપર લક્ષ ન રહેતાં ફક્ત તે ક્રિયા કરવામાં જ સંતોષ માની લેવામાં આવે તો ત્યાં ઇષ્ટ ઉદ્દેશ ન જળવાતાં તે ક્રિયા નિરર્થક નીવડે છે. તેથી લક્ષવિહીન થતી બાહ્ય ક્રિયાની મોક્ષમાર્ગમાં નિરર્થકતા બતાવવામાં આવી છે, પરંતુ જો અશુભથી બચવા ક્રિયા થતી હોય, સ્વરૂપાનુસંધાન અર્થે ક્રિયા થતી હોય, અંતરમાં સમજણ હોય અને સ્વરૂપનો લક્ષ હોય તો ત્યાં ક્રિયાજડત્વ નથી. ક્રિયાજડ જીવો અંતર્ભેદ વિના બાહ્ય ક્રિયામાં રાચે છે. અને જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. આ નિષેધ થતાં ચિંતન, મનન, આત્મનિરીક્ષણ, સ્વરૂપાનુસંધાન, ધ્યાનાભ્યાસ ઇત્યાદિનો પણ નિષેધ થાય છે; પરિણામે આત્માનુભવની શક્યતાનો લોપ થાય છે. તેથી શ્રીમદે આવી પ્રકૃતિ અને પ્રવૃત્તિવાળા જીવોને ક્રિયાજડ કહી મોક્ષમાર્ગના અધિકારી બતાવ્યા છે. - શુદ્ધ શ્રમણભાવને યોગ્ય સઘળી ચિનોક્ત ક્રિયાઓ, અવ્યવહારરાશિત વિશેષાર્થ પાથી જીવો તેમજ તેમાંથી નીકળ્યાને બહુ જ ઓછો સમય થયો છે એવા વ્યવહારરાશિના જીવોને બાદ કરતાં, સહુએ અનંત વાર આચરી છે. ભવચક્રમાં અનંત કાળની રખડપટ્ટી દરમ્યાન બાહ્ય સર્વવિરતિ સહિત જિનોક્ત ક્રિયાઓ અનંત વાર કરી, છતાં પણ જીવનું ભવભ્રમણ ચાલુ જ રહ્યું – આ કોઈ ધર્મઢષીનું કથન નથી, પરંતુ શ્રી હરિભદ્રસૂરિજી જેવા પ્રબુદ્ધ આચાર્યનું કથન છે. આ જ તથ્યનો પડઘો પાડતાં ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે પણ ગાયું છે કે – બાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધર લીનો; દેવચંદ્ર કહે યા વિધ તો હમ, બહુત વાર કર લીનો.” જીવે અનેક વાર આત્મજ્ઞાન વિના મુનિદીક્ષા લઈને આખી જિંદગી સુધી દ્રવ્યમુનિપણે પંચ મહાવ્રતનું પાલન કર્યું છે. છ છ મહિના સુધી ઉપવાસ કરવારૂપ ઘોર તપ આદર્યું અને અનેક પ્રકારની શુભ ક્રિયાઓ પણ કરી છે, જેનાં ફળરૂપે તેને નવ રૈવેયક સુધીનાં દેવસ્થાનો પ્રાપ્ત થયાં છે, પણ નિજકાર્ય સધાયું નહીં. તે સર્વ ક્રિયાઓ મોક્ષના કારણરૂપ તો થઈ નહીં, પરંતુ ભવભ્રમણના ચક્રને વેગ આપનારી જ નીવડી, ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ', ગાથા ૨૩૩ની ટીકા ___ 'शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः, किमित्याह अनन्ताः-अनन्तनामकसंख्याविशेषानुगता अतीताः-व्यतिक्रान्ता भवे - संसारे सकला अपि - तथाविधसामग्रीवशात् परिपूर्णा अपि सर्वेषां भवभाजां प्रायेण, अव्यवहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः ।' ૨- ગણિતશ્રી દેવચંદ્રજી રચિત, પદ ‘સમકિત નવિ લહ્યું રે', કડી ૫ (‘શ્રીમદ્ દેવચંદ્રજી' , ભાગ-૨, પૃ.૫૭૮) Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૧૪૯ તેથી શ્રેયાર્થીઓએ આ સર્વ ક્રિયાઓની નિષ્ફળતાનું રહસ્ય વિચારવું રહ્યું. જ્યાં સુધી વિચારશૂન્ય રીતે ગતાનુગતિકતાથી ધર્મ થતો હોય અથવા તે ભય કે પ્રલોભનાદિથી પ્રેરિત હોય, ત્યાં સુધી તે ધર્મ જીવનમાં કશું પરિવર્તન લાવી શકતો નથી. લે દેવ ચોખા ને મૂક મારો કેડો'ના ધોરણે ક્રિયાકાંડ કે વ્રત-નિયમ કરીને જીવો ધર્મ કર્યાનો સંતોષ મેળવવા મથે છે, પરંતુ ધર્મ તો પોતાના આંતર-બાહ્ય - સમગ્ર જીવનનું પરિવર્તન માંગે છે એ વિચાર તેમને સ્પર્શતો પણ નથી. તેઓ પોતાનું જીવન એક નિયત ઘરેડ મુજબ પસાર કરે છે. કેવળ ઉપર્યુક્ત આચારપાલન કરીને તેઓ એમ માનતા થઈ જાય છે કે પોતે સાચા મુક્તિપથમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છે. - આવા જીવો વ્રત-નિયમ અને ક્રિયાકાંડનાં બાહ્ય આચરણ સાથે જ ધાર્મિકતાને સાંકળે છે, અર્થાત્ કોનાથી, કેટલી માત્રામાં અને કેવી રીતે બાહ્ય ક્રિયાઓ થાય છે તે ઉપરથી ધાર્મિકતાનું માપ કાઢે છે. બાહ્ય ક્રિયાની વિપુલતાથી અને જપ, તપ કે વત આદિ બાહ્ય પ્રવૃત્તિના આંકડામાત્રથી તેઓ સંતોષ માને છે. પાંચ, અગિયાર, પચ્ચીસ, એકાવન કે એકસો આઠ વગેરે આંકડાઓનું સાંકેતિક મહત્ત્વ અને ગૌરવ છે અને અંતર પરિણતિપૂર્વકનાં વ્રત-તપાદિમાં એ સાંકેતિક સંખ્યા સંવર્ધક અને પૂરક પણ બની શકે છે. પરંતુ મંત્રજાપ, સ્તોત્રપાઠ, નામસ્મરણ, ઉપવાસ, આયંબિલ વગેરેમાં જ્યાં સંખ્યા ઉપર જ લક્ષ રહે છે, ત્યાં તે ક્રિયાઓનું આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થતું નથી. કેટલી માળા પછી મુક્તિ મળશે? કેટલા ઉપવાસ પછી મુક્તિ મળશે? એ પ્રશ્ન વ્યર્થ છે. ધર્મક્ષેત્રમાં અંતરવૃત્તિનું મહત્ત્વ છે, બાહ્ય ક્રિયાના માપનું નહીં. અંતરમાં ભાવ-અંકુર સ્ફટિત થયો છે કે નહીં, વૃત્તિની સુધારણા થઈ છે કે નહીં - એવા આત્મનિરીક્ષણની આવશ્યકતા સમજ્યા વિના, ભાવશૂન્યતાપૂર્વક બાહ્ય ક્રિયાની ગણતરીમાં જ કૃતકૃત્યતા માનનાર આત્મવિકાસ સાધી શકતા નથી. આત્મવિકાસને ચિત્તશુદ્ધિ સાથે સંબંધ છે અને ચિત્તશુદ્ધિ અર્થે ચિત્તનું શોધન કરતા રહેવું આવશ્યક છે. ચિત્તનું શોધન એટલે ચિત્તમાં ઊઠતાં વિચારોનું - વૃત્તિઓનું - સંકલ્પોનું અવલોકન, પૃથક્કરણ અને વિસર્જન. આ ચિત્તશોધન અર્થે જ્ઞાનીઓએ અનેકવિધ ક્રિયાઓનો ઉપદેશ આપ્યો છે. ક્રિયાજડ જીવો સામાયિક, પ્રતિક્રમણ, દર્શન, પૂજા, ઉપવાસ આદિ ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે ક્રિયાઓના હેતુની સમજના અભાવે તથા આત્મશુદ્ધિનું લક્ષ ન હોવાથી ચિત્તશોધન કરતા નથી. “આ ક્રિયાઓના સેવનથી મારા આત્મામાં જાગૃતિ કે શુદ્ધિ કેટલી થઈ?', 'શુદ્ધિ થતી નથી તો એનું કારણ શું?' આદિ મુદ્દાઓના આધારે આંતર તપાસ કરવાનો જરા પણ અવકાશ લેતા નથી અને પોતાની મતિકલ્પનાથી હું ધર્મ છું' એમ માનીને બીજાને હું ધર્મ છું' એમ મનાવવા કે દેખાડવા, ભાવધર્મની રુચિ પ્રગટાવવા માટે જરા પણ પ્રયત્ન કર્યા વિના, બાહ્ય Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન ક્રિયાને જ મહત્ત્વ આપીને, તેમાં જ મમત્વ કરીને અનેક ધર્મપ્રવૃત્તિઓ આદરે છે. આવા ક્રિયાજડવાદીઓ ઉપર પ્રહાર કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે – બાહિર-ચતના બાપડા, કરતાં દૂહવાએ; અંતર-યતના જ્ઞાનની, નવિ તેણે થાએ. અહીં જણાવ્યા મુજબ જે જીવો કેવળ બાહ્ય યોગક્રિયામાં જયણા રાખે છે, અર્થાત્ અહિંસાનો આગ્રહ રાખે છે, તેમણે ખરેખર તો સામાયિકભાવમાં રહીને ભાવદયા વડે આત્માને વિશુદ્ધ કરવો જોઈએ. એમ ન કરતાં તેઓ બાહ્ય ક્રિયાના વિધિ-નિષેધના આગ્રહમાં પડી, રાગ-દ્વેષ વધારી વધુ ને વધુ સંક્લેશકારી બને છે. વિવેકથી વિમુખ રહેલા આવા પામર જીવોને પગતળે લીલોતરી ચગદાવાના દોષ માટે જેટલી અરેરાટી થાય છે, તેના હજારમા ભાગ જેટલું પણ દુઃખ જૂઠું બોલતાં, કપટ કરતાં, ક્લેશ કરતાં કે વેર-વિરોધ વધારતાં થતું નથી; એ જ અજ્ઞાનતા છે, એ જ ક્રિયાજડત્વ છે. આનો અર્થ એમ નથી કે લીલોતરી કે કીડી-મંકોડા ચગદી નાખવામાં દોષ નથી. તેમાં પણ દોષ તો છે જ, પણ તેના કરતાં અનેકગણો દોષ કષાયસેવનમાં છે તે લક્ષમાં રાખીને, તેવા આત્મઘાતી દોષોનો અવશ્ય ત્યાગ કરવો એ જ સાચી યત્ના છે. “આઠમ-ચૌદશના દિવસે લીલોતરી ન ખવાય એટલી જ વાતમાં ધર્મનું મહત્ત્વ કે ઇતિસમાપ્તિ સમજીને આઠમ-ચૌદશ જેવા પવિત્ર દિવસે જૂઠું બોલતાં, બીજાને છેતરતાં, ક્લેશ કરતાં, વેરવિક્ષેપ વધારતાં અચકાતા ન હોય, અંતરમાં અરેરાટી ન લાવતા હોય તે જીવો માત્ર આઠમ-ચૌદશના રોજ લીલોતરી છોડવાથી ધર્મી બનતા નથી. તેથી અહીં કહ્યું છે કે જે જીવો બાહ્ય યત્ના કરતાં દુભાય છે, પરંતુ જ્ઞાનની અંતરયત્નો કરી શક્તા નથી તેઓ અજ્ઞાની છે. ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા, અહંપુષ્ટિ, સ્વર્ગપ્રલોભન, નરકભય ઇત્યાદિ ઘણાં કારણોથી જીવો માત્ર બાહ્ય ભાવે જ બાહ્ય ક્રિયાઓમાં રાચે છે. સ્વરૂપજાગૃતિ નહીં હોવાથી તેઓ ધર્મના મંગલ સ્પર્શથી અસ્પષ્ટ રહી જાય છે. નિજ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષ વિનાની એકલી શુભ પ્રવૃત્તિ મુક્તિસાધનામાં વિફળ રહે છે, માટે જ્ઞાનીઓ મોક્ષમાર્ગની આરાધનામાં લૌકિક રૂઢિ અનુસાર થયેલાં કેવળ બાહ્ય તપ, ત્યાગ કે ક્રિયાની ગણતરીને મહત્ત્વ આપતા નથી. બાહ્ય ક્રિયા સાથે અંતરંગ શુદ્ધ ઉપયોગ ન હોય તો તે ક્રિયા રાજા વગરના સૈન્ય, ચૈતન્ય વગરના શરીર કે પતિ વગરની સ્ત્રી જેવી છે. ક્રિયાના આડંબરરૂપ શણગાર સજે પણ શુદ્ધ ઉપયોગરૂપ પતિની હાજરી ન હોય તો તે શણગાર નકામો ઠરે છે. ગમે તેટલો બાહ્ય આડંબર રચવામાં આવે, મોટા પાયા ઉપર સામગ્રીની તૈયારીઓ કરવામાં આવે, અનેક પ્રકારની ધામધૂમ કરવામાં આવે; પરંતુ જ્યાં સુધી ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૨૮ Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૧૫૧ લા કર છે. આત્માના શુદ્ધ ઉપયોગરૂપ પતિની ઉપસ્થિતિ નથી, ત્યાં સુધી તે ક્રિયા આડંબરપૂર્વક સજાવેલી સૂની શયાની જેમ અર્થહીન જ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે – જ્ઞાન વિના જે જીવને રે, કિરિયામાં છે દોષ રે; કર્મબન્ધ છે તેહથી રે, નહીં શમસુખ સન્તોષ રે. જેમને આત્માનાં હિતાહિત સંબંધે કોઈ પણ પ્રકારનું જ્ઞાન-ભાન નથી, તેમજ તે સંબંધી જેમણે સ્વયં વિવેક કરવાની કોઈ બુદ્ધિ, શક્તિ પ્રાપ્ત કરી નથી અને તે પ્રાપ્ત કરવાનો લક્ષ પણ નથી; તેવા જડ અજ્ઞાની ક્રિયાવાદીઓ જે જે ધર્માનુષ્ઠાનો કરે છે, તે દ્વારા તેમને કોઈ ગુણ પ્રાપ્ત થતો નથી, પરંતુ ઊલટાનું તેમનામાં વિષય-કષાયાદિ ભાવોની વૃદ્ધિ થાય છે. તેઓ તીવ્ર સંકલેશભાવ કરીને, વિશેષ પ્રકારે કર્મોનો બંધ કરીને ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. અત્રે એ ધ્યાન રાખવું ઘટે છે કે અહીં ક્રિયાનો નિષેધ બતાવ્યો નથી, પણ આત્મોપયોગની ઉપસ્થિતિ વિનાની ક્રિયા નિરર્થક બતાવી છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે ક્રિયાની નિરર્થકતા બતાવતાં કથનો સાંભળી જીવ સ્વછંદી બની, પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે, તેથી તેવાં કથનો વાંચવા-સાંભળવાં યોગ્ય નથી; તો તેનું સમાધાન એ છે કે સાકર ખાવાથી ગધેડો મૃત્યુ પામે તો તેથી સર્જન કંઈ સાકર ખાવાનું છોડે નહીં, તેવી જ રીતે જો અજ્ઞાની જીવ તત્ત્વની વાત સાંભળીને આચારભ્રષ્ટ થઈ જાય તો તેથી કંઈ તત્ત્વનો અભ્યાસ છોડાય નહીં. વળી, અધ્યાત્મગ્રંથોમાં સ્વચ્છંદી થવાનો ઠેકાણે ઠેકાણે નિષેધ કરવામાં આવ્યો છે, તેથી જ તેને બરાબર વાંચ-સાંભળે છે તે સ્વચ્છંદી થતો નથી, પરંતુ ક્રિયાઓમાં આત્મલક્ષ જોડે છે. છતાં એકાદ વાત વાંચી-સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી બાહ્ય ક્રિયાઓ છોડી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથકર્તાનો દોષ નથી, પણ તે જીવનો જ દોષ છે. અધ્યાત્મગ્રંથોના ગેરઉપયોગથી કોઈ સ્વદી થાય તો તે પહેલાં પણ મિથ્યાદષ્ટિ હતો અને વર્તમાનમાં પણ મિથ્યાદષ્ટિ જ રહ્યો. એટલું નુકસાન થશે કે તે સુગતિમાં ન જતાં કુગતિમાં જશે. પરંતુ અધ્યાત્મ-ઉપદેશ ન થતાં ઘણા જીવો મોક્ષપ્રાપ્તિથી વંચિત રહે છે અને એમાં ઘણા જીવોનું ઘણું અહિત થાય છે, તેથી અધ્યાત્મના ઉપદેશનો નિષેધ કરવો યોગ્ય નથી. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણા જીવોનું કલ્યાણ થાય છે, છતાં કોઈને નુકસાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો નિષેધ ન કરાય; તેમ અધ્યાત્મ-ઉપદેશ થતાં ઘણા જીવોને યથાર્થ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઈ સ્વરૂપલક્ષ જોડવાને બદલે શુભ ક્રિયા છોડી અશુભ ક્રિયામાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મ-ઉપદેશનો નિષેધ ન કરાય. અધ્યાત્મ-ઉપદેશના નિષેધથી ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૦, કડી ૧૯૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તો મોક્ષમાર્ગનો જ નિષેધ થઈ જશે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ ભાવ બહુ વિશાળ ષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય છે. ક્રિયાજડની ક્રિયાની નિષ્ફળતા બતાવવામાં આવે ત્યારે તેમાં તેની ક્રિયાનો નિષેધ નથી, પરંતુ તેની ભાવશૂન્યતાનો નિષેધ છે. તે કથનોમાં બાહ્ય ક્રિયામાં પરિપૂર્ણતા માની લેનારની માન્યતા કેટલી બધી અધૂરી છે તેનો ચિતાર છે. તે કથનોનો ઉપયોગ ક્રિયાઓ છોડવા માટે નહીં પણ તેને સાધ્યસન્મુખ કરવા માટે કરવાનો છે, તેથી ક્રિયાઓનો નિષેધ કરવો યોગ્ય નથી. આ વિષે શ્રીમદ્દ્નો અભિપ્રાય જોઈએ ‘અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નેય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તો ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય; છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે. અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે; ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી.’૧ આમ, જ્ઞાનીઓએ જ્યાં એક બાજુ બાહ્ય ક્રિયાઓની નિરર્થકતા બતાવી છે, ત્યાં બીજી બાજુ તેનો નિષેધ ન કરવા સંબંધી ચેતવણી પણ આપી છે. જાગૃતિપૂર્વક, ઉપયોગપણે, સ્વરૂપલક્ષ સહિતની બાહ્ય ક્રિયા ભાવ ઉપર આરોહણ કરવા માટે પ્રબળ અવલંબનભૂત હોવાથી તે આત્માને પરમ ઉપકારી છે અને અવશ્ય આરાધવા યોગ્ય છે. તેના અવલંબનથી આત્મસ્વભાવરૂપ પરિણતિ કરવી તે જ તેનો મંગળ હેતુ છે, તેથી તેનું અવલંબન લઈને ભાવ ઉપર આરૂઢ થવાનો નિરંતર લક્ષ રાખવામાં આવે, આત્મપરિણામરૂપ અધ્યાત્મક્રિયા ભણી દૃષ્ટિ રાખવામાં આવે તો જ તેનો હેતુ સિદ્ધ થાય છે. લક્ષપૂર્વકની બાહ્ય ક્રિયા તથારૂપ ભાવની ઉત્પત્તિનું કારણ થઈ, મોક્ષનું કારણ થતી હોવાથી મોક્ષમાર્ગની આરાધનામાં યથાયોગ્ય સ્થાન ધરાવે છે, તેથી તેનો નિષેધ કરવા યોગ્ય નથી; પરંતુ યંત્રવત્, અનુપયોગપણે, સ્વરૂપલક્ષરહિતની બાહ્ય ક્રિયા તથારૂપ ભાવનું કારણ થતી ન હોવાથી મોક્ષફળ આપવામાં અસમર્થ નીવડે છે, તેથી તેની નિરર્થકતા બતાવવામાં આવી છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૪૧ (વ્યાખ્યાનસાર-૧, ૪૪,૪૫,૪૭) Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૧પ૩ આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સ્વરૂપની સભાનતા વિના બાહ્ય ભાવે થતી બાહ્ય ક્રિયાને આ ગાથામાં નિષ્ફળ બતાવી છે. બાહ્ય ક્રિયા કરવા છતાં જેનું અંતર ભેદાયું નથી, અર્થાત્ તથારૂપ અધ્યાત્મભાવથી હૃદય ભીંજાયું નથી, તેના અંતરમાં રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ અટકતી નથી. ક્રિયાજડ જીવ બાહ્ય ક્રિયાની સાચવણીમાં જેટલી કાળજી રાખે છે, તેટલી કાળજી ઉપયોગની દિશા જાળવવામાં રાખતો નથી, તેથી ક્રિયા કરવા છતાં ભાવશુદ્ધિ ન પામવાના કારણે તે મોક્ષમાર્ગે પ્રગતિ કરી શકતો નથી. દેવદર્શન, સામાયિક, ભક્તિ આદિ સર્વ ક્રિયાઓ અંતર્ભેદ માટે છે, અંતસ્તત્ત્વના અભ્યાસ માટે છે, અંતઃક્રિયા માટે છે. વિશુદ્ધ પરિણતિ જાગવી એ અંતઃક્રિયા છે. ઉપયોગને કર્મકૃત ભાવમાંથી છૂટો કરવો અને સ્વરૂપમાં જોડવો એ જ સાચી ક્રિયા છે, તેથી ગમે તે બાહ્ય ક્રિયા કરતાં આત્મભાવનાનું રટણ થવું જરૂરી છે. ભેદજ્ઞાનનો પુરુષાર્થ નિરંતર કરવો જરૂરી છે. ઔદયિક ભાવોને અનાત્મીય જાણીને તેમાં હર્ષ-શોક ન કરવો તે જ કર્તવ્ય છે. જ્ઞાયક આત્મા તરફ લક્ષ રાખી, પરયમાં ઇષ્ટ-અનિષ્ટ વિકલ્પ ન થાય એ જ પુરુષાર્થ કરવા યોગ્ય છે. આ રીતે સર્વ ક્રિયાઓનો હેતુ સ્વરૂપ સાથે અનુસંધાન કરવાનો છે. નિરંતર શુદ્ધાત્મસ્વરૂપની ભાવના ભાવતાં આત્મા નિર્મળ થતો જાય છે. આમ, સાધકની અંતરદષ્ટિ ઊઘડે અને અંતર્ભેદ થાય તો મોહની સત્તાને ઉત્થાપવામાં મુશ્કેલી પડતી નથી. જીવ સાધ્યની જાગૃતિ રાખે તો તે મોક્ષમાર્ગે પ્રગતિ કરતો જાય છે. આમ, સાધ્યને લક્ષમાં રાખીને સાધનનું સેવન કરવાથી જ સાધ્યની પ્રાપ્તિ થાય છે. જો સાધ્યના ભાન વિના સાધનો જીવન પર્યત સેવવામાં આવે, તોપણ સાધ્યની પ્રાપ્તિ થતી નથી. ક્રિયાજડ જીવો બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેસી નિશ્ચય સાધ્યને ભૂલી જાય છે, તેથી અનેક પ્રકારની દ્રવ્યક્રિયાઓ કરવામાં ખૂબ પરિશ્રમ ઉઠાવવા છતાં પણ ભાવસ્પર્શના થતી નથી - અંતર્ભેદ થતો નથી. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી ચંદ્રાનન સ્વામીના સ્તવનમાં કહે છે – ‘દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે." ભાવધર્મની એટલે કે સમ્યગ્દર્શનાદિ આત્માના સ્વભાવની અથવા આત્મપરિણામની શુદ્ધિની રુચિવાળા જીવો આ કાળમાં જવલ્લે જ જોવા મળે છે અને શુદ્ધ ભાવ વગરની કે જ્ઞાન વગરની માત્ર બાહ્ય ક્રિયાની રુચિવાળા જીવો આ કાળમાં બહુ જોવા મળે છે. વળી, આજના ઉપદેશકો પણ પ્રાયઃ તેવા જ છે. તેઓ આત્મધર્મની રુચિ વગરની અને ઉપયોગ વગરની શૂન્ય ક્રિયામાં રાચતાં અને બીજાને પ્રેરતાં અને પ્રવર્તાવતાં જોવા ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, ‘વિહરમાન જિન સ્તવન', શ્રી ચંદ્રાનન ભગવાનનું સ્તવન, કડી ૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મળે છે. આવા ઉપદેશકો પોતે તત્ત્વમૂઢ હોવાથી ક્રિયાજડની મૂઢ માન્યતાઓનું શોષણ કરવાને બદલે પોષણ કરે છે. એક જીવ કુલાચારની પ્રવૃત્તિમાં ધર્મ માની, ધર્મના સ્વરૂપને સમજ્યા વિના સામાયિક કરતો હોય તો આવા ઉપદેશકો સામાયિકનું વાસ્તવિક સ્વરૂપ શું છે, સમત્વની પ્રાપ્તિ કઈ રીતે થાય, સમત્વદશાની પ્રાપ્તિ થવામાં અંતરાયભૂત એવા દોષોનું સ્વરૂપ શું છે, તે દોષોને નાશ કઈ રીતે થાય વગેરે પ્રયોજનભૂત બાબતો પ્રત્યે તેનું ધ્યાન દોરવાને બદલે તેને પ્રતિક્રમણ આદિનો નિયમ આપી દે છે. તેથી પ્રતિક્રમણના સ્વરૂપને જાણ્યા વિના, અઢાર પાપસ્થાનકમાંથી કેટલાં પાપસ્થાનક ઓછાં થયાં તે વિચાર્યા વિના તે જીવ હંમેશ યંત્રવતું સૂત્રો બોલી જાય છે; અર્થાત્ તે કરે છે. પાઠક્રમણ અને માને છે એમ કે પોતે કરે છે પ્રતિક્રમણ! પરિણામે પાઠના પુનરાવર્તનની સાથે અપરાધોનું પુનરાવર્તન પણ ચાલુ જ રહે છે. આમ, તત્ત્વમૂઢ ઉપદેશકો એક પણ સાધનને સાધ્ય તરફ લઈ જવાનો માર્ગ બતાવ્યા વિના અનેક સાધનો પકડાવી દઈ જીવને અવળા માર્ગે ચડાવી દે છે. તેઓ પોતાનાં અહં અને મમત્વને પોષવાના ઉન્માદમાં શાસ્ત્રોને આગળ કરીને, પોતાની મતિકલ્પિત ધર્મક્રિયાઓમાં એકાંતે આગ્રહ ધરતા રહીને, મૂઢ જીવોને સન્માર્ગથી વંચિત રાખે છે; તેથી જ ક્રિયાજડ જીવો ક્રિયાનો એકાંત આગ્રહ રાખી જ્ઞાનમાર્ગનો નિષેધ કરતાં દેખાય છે. તેમનું જ્ઞાનમાર્ગ પ્રત્યેનું વલણ દર્શાવતાં બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – “જે ક્રિયા બાહ્ય ભાવે કરે છે તેથી અમારો મોક્ષ થશે, અમારે જ્ઞાનમાર્ગની જરૂર નથી; જ્ઞાનમાર્ગ આપણે કામનો નથી, દોષો ઉત્પન્ન કરાવનાર, મુશ્કેલ માર્ગ છે વગેરે કહી તે ગ્રહણ કરવા યોગ્ય નથી એમ માને છે, તેવા જીવો ક્રિયાજડ જાણવા. બાહ્ય ક્રિયાને જ સર્વસ્વ માનનારા ક્રિયાજડ જીવોને જ્ઞાનની વાત નિરર્થક લાગે છે. તેમને બાહ્ય ક્રિયાનું માહાભ્ય એટલું બધું હોય છે કે તેનો પરમાર્થ સમજવાની આવશ્યકતા પણ તેમને ભાસતી નથી. તેઓ તત્ત્વચર્ચા કરનારને વાતોડિયા કહે છે, તત્ત્વવિચારણા કરનારને માથાકૂટિયા કહે છે અને તત્ત્વ-અભ્યાસીને થોથાપંડિત કહે છે. જ્ઞાનમાર્ગીને બાહ્યમાં ક્રિયા ન કરતો જોઈને નિષ્ક્રિય અને આળસુ કહીને ઉતારી પાડે છે. વળી, જ્ઞાનમાર્ગનાં સ્વચ્છેદ આદિ પતનસ્થાનકોને મુખ્ય કરી, તેને દુરારાધ્ય બતાવી ચિંતન-મનન વગરેનો દુર્લક્ષ કરે છે. સ્વરૂપની સમજણ કરવી ક્રિયાજડને કષ્ટપ્રદ અને કંટાળાજનક લાગે છે. આત્મસ્વરૂપ સમજવું તેમને અઘરું અને અટપટું લાગે છે, પરંતુ તે સમજ્યા વિના છૂટકો નથી. તે સમજ્યા વિના અનંત દુ:ખોની પરંપરાનો અંત આવતો નથી. સ્વરૂપ સમજ્યા વિના, ઉતાવળ કરી બાહ્ય ક્રિયામાં જોડાઈ જવાથી પારમાર્થિક લાભ થઈ શકતો નથી. ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૧૫૫ જો કોઈ દરજી શું સીવવાનું છે તે સાંભળ્યા-સમજ્યા વગર કપડું વેતરી નાખે તો કાપડ નકામું જાય અને નુકસાન થાય; પણ જો તે ધીરજ રાખી સાંભળે તો તેમાં જે વખત જાય છે તે નકામો નથી જતો, પરંતુ કાર્યની યથાર્થતા માટે લાભદાયી નીવડે છે. શું કરાવવું છે? કયું કપડું કઈ રીતે વેતરવું? તેની બધી વિગત સમજવાની ધીરજ રાખે તો જ તે સફળ થાય. તેના વિના કાર્યની ખરી શરૂઆત જ થઈ શકતી નથી. તેમ, પરથી ભિન્ન સ્વાધીન આત્મસ્વરૂપ કેવું છે? બાહ્ય ક્રિયા કરતાં શું સાધવાનું છે? બાહ્ય ક્રિયા કરતાં આત્મલક્ષ કઈ રીતે સાચવવો? ચુકાય નહીં તે માટે શું કરવું? વગેરે સાંભળવાસમજવા જેટલી ધીરજ જો જીવ રાખે તો તે યથાર્થ શરૂઆત કરી રહ્યો હોવાથી તેનું કાર્ય સફળ થાય. છતાં ક્રિયાજડ કાર્યસિદ્ધિ માટે આવશ્યક એવા સ્વરૂપના અભ્યાસ સંબંધી જાતજાતના વાંધા કાઢે છે અને કુતર્ક કરે છે. ક્રિયાજડ જીવ કહે છે કે “આવું ઝીણું ઝીણું સમજવાનું શું કામ? અંતે તો ક્રોધાદિ ઘટાડવા છેને! તો ભલેને તે અણસમજુ ભરવાડ જેવો હોય, છતાં પણ આ સમજ્યા વગર જો ક્રોધાદિ ઘટાડે તો ધર્મ થઈ જશે.' ભરવાડનો દાખલો લઈને તે સમજ્યા વિના ધર્મ કરવા ઇચ્છે છે, પરંતુ તે જાણતો નથી કે આત્મસ્વભાવ સમજ્યા વગર મોટા વિદ્વાનને કે ભરવાડને - કોઈને ધર્મ થાય એમ બનતું નથી, તેમજ ક્રોધાદિ પણ ખરેખર ઘટતા નથી. ક્રોધ શું? ક્રોધનો કરનાર અને ઘટાડનાર કોણ? તથા જીવનો ક્રોધ વગરનો સ્વભાવ કેવો છે? તે બધું જાણ્યા વગર કોના લક્ષે ક્રોધાદિ ઘટશે? જેમ પ્રકાશ વગર અંધારાનો અભાવ થાય નહીં – પ્રકાશ થાય તો અંધારું ટળે; તેમ ક્રોધરહિત અકષાયી ચિદાનંદસ્વભાવ તરફનો ભાવ પ્રગટ્યા વગર ક્રોધનો અભાવ થાય નહીં. ચૈતન્યસ્વભાવના લક્ષ વગર તે ક્રોધ ટાળવા માંગે તો કાંઈ ક્રોધ ટળે નહીં. ભલે તે કષાયની મંદતા કરે, પણ અનંતાનુબંધી કષાય તો વિદ્યમાન જ રહે છે, તેથી આત્માની સમજણનો પુરુષાર્થ કરવો આવશ્યક છે. “આત્મા તો સૂક્ષ્મ છે, માટે નહીં સમજાય' એમ કદી પણ વિચારવું ન જોઈએ. જે જીવને આત્માની રુચિ હોય તેને આત્મા સમજાય તેવો જ છે. “આ સૂક્ષ્મ છે' એમ કહીને તેની સમજણનો ઉપાય જ છોડી દેવો તે તો આત્માની અરુચિ છે. જ્યાં રુચિ હોય ત્યાં વારંવાર પ્રયત્ન કરતાં કંટાળો આવતો નથી. પોતાના અનંતસામર્થ્યવાન સ્વભાવનો મહિમા લાવીને રુચિથી વારંવાર પ્રયત્ન કરે તો અલ્પ કાળમાં સ્વભાવ સમજાય અને જન્મ-મરણનાં દુ:ખના ક્ષયરૂપ કાર્યની સિદ્ધિ થાય. પોતાના સ્વભાવની સમજણ સિવાય સર્વ દુઃખથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. પણ આ તથ્યને સમજ્યા વિના ક્રિયાજડ ઊલટું કહે છે કે “સમજવાનું શું કામ છે? કરવા માંડોને! કરની પાર ઊતરની! ક્રિયા કરશું તો પામીશું. સમજવામાં ક્યાં સુધી Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન રોકાવું?’ એમ માની બાહ્ય ક્રિયાકાંડમાં મંડી પડે છે, તેથી તેને જ્ઞાનીનો અંતર-આશય સમજાતો નથી, સ્વરૂપસન્મુખતા થતી નથી અને તેથી તેનું ભવભ્રમણ પણ ટળતું નથી. વ્રત-નિયમ અને તેને લગતા વિવિધ આચારોમાં રત થઈ તત્ત્વચિંતન છોડનારા એ વ્રત-નિયમ અને આચારના યથાર્થ ફળથી વંચિત રહી જાય છે.૧ જો શાસ્ત્રચિંતન જ છોડી દેવામાં આવે તો તત્ત્વોનું સામાન્ય જ્ઞાન પણ ન સંભવે. જો સામાન્ય જ્ઞાન પણ ન હોય તો એ તત્ત્વોનું વિશેષરૂપે વિશદ જ્ઞાન ક્યાંથી સંભવે? એવા વિશદ જ્ઞાન વિના વાસ્તવિક તત્ત્વરુચિ પણ ન સંભવે અને એના વિના આત્મશુદ્ધિ ન થાય, તેથી આત્મશુદ્ધિના લક્ષથી વ્રત-નિયમ અંગીકાર કરનાર માટે તત્ત્વચિંતન કરવું અત્યંત જરૂરી છે. આમ, સ્વરૂપલક્ષ વિના બાહ્ય ભાવે ઓઘસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ થતી બાહ્ય ક્રિયાઓ મોક્ષમાર્ગમાં કાર્યકારી થતી નથી. ભાવ અને લક્ષ વિનાની સર્વ ક્રિયાઓ માત્ર કાયક્લેશ છે અને તથારૂપ ફળ આપતી ન હોવાથી નિરર્થક નીવડે છે. જેમ કપૂરના પડીકામાંથી કપૂર ઊડી ગયું હોવા છતાં અકબંધ પડેલું તે પડીકું ‘કપૂર પડ્યું છે' એવો ભ્રમ જન્માવે છે, તેમ ક્રિયાજડ જીવોની ક્રિયાઓ નિષ્પ્રાણ બની ગઈ હોવા છતાં તેમને તેનું ભાન પણ થતું નથી. ક્રિયાજડ જીવો તેમનું જડત્વ ટાળે તે અર્થે શ્રીમદ્રે અહીં અત્યંત સરળ અને સચોટ શૈલીથી ક્રિયાજડત્વનું સ્વરૂપ દેખાડ્યું છે. બાહ્યક્રિયાપ્રધાન ક્રિયાજડ જીવનાં લક્ષણનું આલેખન કરતાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે - - ‘જે જીવો શુષ્કક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કલ્પે છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો તેમણે વિસાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત્ જ્ઞાન, દર્શન પદ કહેવાં પડે તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે.’૨ આમ, યથાર્થ અધ્યાત્મદૃષ્ટિના અભાવે બહિર્દષ્ટિ જીવના અજ્ઞાનજનિત પ્રવર્તનનું ૧- જુઓ : આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૬૭ 'चरण-करणप्पहाणा ससमय परसमयमुक्कवावारा 1 चरण- करणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ।। ' ૨- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૦ (૫ત્રાંક-૪૨૨) Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૧૫૭ તાદેશ ચિત્ર શ્રીમદે પ્રસ્તુત ગાથામાં નજર સમક્ષ ખડું કર્યું છે. આવું જ ચિત્ર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ દોર્યું છે, જેનું અવલોકન કરતાં આ બે મહાપુરુષોએ કરેલા સમાજદર્શન વિષેનું સામ્ય સ્પષ્ટ થાય છે – જેહ વ્યવહારસેઢી પ્રથમ છાંડતાં, એક એ આદરે આપમત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા, સુધિત ઇચ્છાર્યો ઉંબર ન પાચે કદા." અહીં ઉપાધ્યાયશ્રી ફરમાવે છે કે જૈન નામ ધારણ કરીને શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાએ, વ્યવહારશુદ્ધિના અનુક્રમ મુજબ, પ્રથમ જ્ઞાનાચારનું સેવન કરી, પછી તેમાં દર્શનાચારે શ્રદ્ધા પ્રાપ્ત કરીને પછી ચારિત્રાચાર અને તપાચારમાં પ્રવર્તવું જોઈએ. આ સૂત્રસિદ્ધાંતના સ્વરૂપનો પૂરો વિચાર કર્યા વિના જેઓ કેવળ પોતાની મતિકલ્પનાએ બાહ્ય વ્યવહારશુદ્ધિરૂપ ચારિત્રાચાર તથા તપાચારનું આચરણ કરે છે, તેમણે આત્મશુદ્ધિનું લક્ષ પ્રાપ્ત કરેલ ન હોવાથી, એટલે કે તેમનું અંતર ભેદાયું ન હોવાથી, તેમનામાં ભલે આત્મશુદ્ધિ કરવાની ઓથે કરીને ઇચ્છા હોય, તોપણ તેમની ઉતાવળે એટલે કે વ્યવહારના અનુક્રમને તોડીને કરાતા ચારિત્રાચાર તેમજ તપાચારના વ્યવહારથી આત્મશુદ્ધિ થતી નથી. આમ, સમજણ વિનાની બાહ્ય ક્રિયા કરવાથી મોક્ષમાર્ગ કપાતો નથી. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘બાહ્ય ક્રિયામાં રાચતા, અસદ્ગુરુ પ્રતિબંધ; મોટો આડો ડુંગરો, તેથી જુએ ન અંધ. અન્ય ભાવ તાદાભ્યથી, અંતભેદ ન કાંઈ; વિષમ આત્મપરિણામ જ્યાં, સૂઝે યથાર્થ ન ત્યાંહી. ખાન, પાન ને માનના, વિષય રસે મોહાંધ; જ્ઞાનમાર્ગ નિષેધતા, કરે કઠણ અઘ બંધ. કાય ક્રિયા ક્લેશે દુઃખી, સ્વસ્થ ન દીસે ક્યાંહી; છતાં કદાહ નહીં ત્યારે, તેહ ક્રિયાજડ આઈ.” ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૬, કડી ૩૨૮ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૩-૨૧૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૩-૧૬) Page #205 -------------------------------------------------------------------------- ________________ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫ ७५ मा cen, marathite, agh niccadini. 850$ prevê anice. Page #207 -------------------------------------------------------------------------- ________________ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫ ભૂમિકા | ગાથા (અથી ગાથા ૪માં ‘ક્રિયાજડ' ની ઓળખાણ કરાવતાં શ્રીમદે કહ્યું કે ક્રિયાજડ જીવો ક્રિયાનો પરમાર્થ સમજ્યા વિના તે કરવા મંડી પડે છે, અંતર્ભેદ પામ્યા વિના તેઓ તેમાં સંતોષાઈ જાય છે અને જ્ઞાનમાર્ગનો નિષેધ કરતા હોવાથી પરમાર્થફળથી વંચિત રહી જાય છે. ક્રિયાજડ જીવોનું સ્વરૂપ દર્શાવ્યા પછી શ્રીમદે આ પાંચમી ગાથામાં શુષ્કજ્ઞાનીના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે જેથી તેવા શુષ્કજ્ઞાની જીવો પોતાનું શુષ્કપણું ટાળી મોક્ષમાર્ગની યથાર્થ આરાધનાના પંથે આગળ વધી શકે. શુષ્કજ્ઞાનના પ્રવાહનું આલેખન કરતાં શ્રીમદ્ લખે છે – બંધ મોક્ષ છેકલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી.” (૫) બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, * અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. (૫) જે જીવો જ્ઞાન અને ક્રિયાના સમન્વયરૂપ મોક્ષમાર્ગની સમ્યકપણે આરાધના Lજાવા કરે છે, તેમનામાં નિશ્ચયથી આરાધકપણું હોય છે, પરંતુ જ્ઞાન કે ક્રિયાના એકાંત પક્ષપાતી જીવો સંસારમાં રઝળે છે. આગલી ગાથામાં ક્રિયાપક્ષને એકાંતે પકડનાર ક્રિયાજડ જીવોનું શ્રીમદે વર્ણન કર્યું હતું. હવે આ ગાથામાં જ્ઞાનપક્ષને એકાંતે પકડનાર શુષ્કજ્ઞાનીનું વર્ણન કરતાં તેઓ કહે છે કે શુષ્કજ્ઞાની જીવો માત્ર શાસ્ત્ર ભણવામાં, શાસ્ત્રની ચર્ચા કરવામાં જ, તેમજ શાસ્ત્રજ્ઞાનને મોઢે કરવામાં જ સાચો પુરુષાર્થ માને છે; પરંતુ સમ્યક સમજણપૂર્વક સત્સાધન સેવીને ઉપયોગને અંતર્મુખ કરવાનો સમ્યક પુરુષાર્થ તેઓ કરતા નથી. જેઓ જ્ઞાનની વાતો કરવામાં જ સંતોષાઈ જાય છે અને ભાવધર્મ પ્રત્યે દુર્લક્ષ સેવે છે, તેઓ ‘શુષ્કજ્ઞાનીઓ', ‘વાયાજ્ઞાનીઓ', પોલાજ્ઞાનીઓ' કે ‘નામ-અધ્યાત્મી' ની સંજ્ઞા પામે છે. શુષ્કજ્ઞાનપ્રધાન જીવો ‘આત્મા શુદ્ધ છે, નિરંજન છે. તેને કર્મો લાગતાં નથી અને તેથી તેને કર્મથી મુકાવાપણું પણ નથી, અર્થાતુ બંધ અને મોક્ષ કેવળ કલ્પના જ છે.' એવાં નિશ્ચયનય પ્રમુખ કથનો બોલે છે, વ્યાખ્યાનો આપે છે, પાંડિત્યનું પ્રદર્શન કરે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન છે; પરંતુ તે વચનોનું તેમને ભાવભાસન હોતું નથી કે અંતરંગ અનુભૂતિ હોતી નથી. આત્મજ્ઞાનના અભાવે અંતરમાં વિષય-કષાયનો ઘટાડો નહીં થયો હોવાથી તેઓ મોહાવેશમાં વર્તે છે. અનુકૂળતામાં તેમને રાગ થાય છે અને પ્રતિકૂળતામાં તેમને દ્વેષ થાય છે. આમ, અંતરંગ પરિણમન ઉપર જેમનો લક્ષ નથી, જેઓ મોહભાવ ટાળવાનો પુરુષાર્થ કરતા નથી અને જેઓ માત્ર જ્ઞાનની કોરી વાતોમાં જ રસ ધરાવે છે, તેઓ પોપટિયા બોલ શીખી લઈ તેનો પાઠ કરનાર વાચજ્ઞાની અથવા અધ્યાત્મરસરહિત શુષ્કજ્ઞાની છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જો જીવ પોતાના આત્મસ્વરૂપને જાણે નહીં, વિશેષાર્થ 1 ઓળખે નહીં, આત્માનો અનુભવ પ્રકાશ અંતરમાં પ્રગટાવે નહીં; તો ભલે તે જીવે શાસ્ત્રાભ્યાસ કરીને નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો પણ તેનું તે સર્વ જ્ઞાન નિષ્ફળ છે, કારણ કે તેનું તે જ્ઞાન બીજું બધું જાણનાર થયું, પણ પોતાના દેહદેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. જે તત્ત્વ પ્રાપ્ત કરવા સર્વ શાસ્ત્રો બોધ્યાં છે, તે આત્મતત્ત્વ જો પ્રાપ્ત ન થાય તો તે સર્વ શાસ્ત્રાભ્યાસ નિરર્થક છે. શાસ્ત્રોમાં એ જ્ઞાન એટલા માટે પ્રકાડ્યું છે કે જીવ પોતાનાં દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનને, રાગ-દ્વેષ આદિ વિષમ ભાવોને, તેમજ જ્ઞાનાવરણીયાદિ કર્મમલને ટાળીને શુદ્ધ નિર્મળ નિજાત્મતત્ત્વની પ્રાપ્તિ કરી કૃતાર્થ થાય. જીવ બહિર્મુખ દૃષ્ટિ ત્યાગી અંતર્મુખ દૃષ્ટિ સાધે; તથારૂપ પરિણતિ પામી, પોતાના અજ્ઞાનાદિ દોષો ટાળી, નિજ શુદ્ધ સહજાત્મ-સ્વરૂપને પ્રગટાવે તો જ તેનો શાસ્ત્રાભ્યાસ સફળ થયો ગણાય અને એ જ્ઞાનને જ યથાર્થ જ્ઞાન કહ્યું છે. શ્રીમદ્ પ્રકાશે છે – જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.” ભલે નવ પૂર્વ જેટલું શાસ્ત્રાધ્યયન કર્યું હોય, શાસ્ત્રોની વિગતો જીભને ટેરવે રમતી કરી હોય; પરંતુ દેહથી ભિન્ન એવા ચૈતન્યસ્વરૂપ આત્માનો જ્યાં સુધી પ્રગટ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૨ ‘જ્ઞાતે સ્થાન નો ભૂયો જ્ઞાતવ્યમવશષ્યતે | अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૭ (આંક-૨૬૭, કડી ૧) સરખાવો : શ્રી ચિદાનંદજીરચિત, પદ ૪૨, કડી ૧ (‘સજ્જન સન્મિત્ર', પૃ.૭૭૫) લીં અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયો નહીં; તૌલી મન થિર હોત નહીં છીન, જિમ પીપરકો પાન; વેદ ભણ્યો પણ ભેદ બિના શઠ, પોથી થોથી જાણે રે.” Page #210 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ ૧૬૩ અનુભવ ન થયો હોય, ત્યાં સુધી તે જ્ઞાનની ગણતરી અજ્ઞાનમાં થાય છે. શાસ્ત્રમાં જ્ઞાનનું વિસ્તૃત રીતે અનેક પ્રકારના ભેદથી જે નિરૂપણ કર્યું છે, તે વિશેષ પ્રકારનું શાસ્ત્રજ્ઞાન આત્મજ્ઞાન સહિત હોય તો જ તે જ્ઞાન સમ્યજ્ઞાનની સંજ્ઞા પામે છે. જેને આત્માનો અનુભવ થયો નથી, પણ એક એ જ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા છે અને જ્ઞાનીના આશ્રયે તેમની આજ્ઞા આરાધવામાં તત્પરતાપૂર્વક સર્વસમર્પણપણે વર્તે છે, તેવો આત્માર્થી જીવ પણ સમીપમાં આત્મજ્ઞાન પામવાનો હોવાથી તેના જ્ઞાનને પણ ઉપચારથી યથાર્થ જ્ઞાન ગણવામાં આવ્યું છે. અધ્યાત્મગ્રંથોનો પરમાર્થ જો જ્ઞાની પાસેથી સમજવામાં આવે તો તે મોક્ષને સાધનાર હોવાથી જ્ઞાન કહેવાય, બાકી પોતાની મતિકલ્પનાથી કોટિ શાસ્ત્રો ભણાય કે ઉપદેશાય તોપણ તે નિજસ્વરૂપના જ્ઞાનરહિત હોવાથી અજ્ઞાન ગણાય છે. તે જ્ઞાન મોક્ષપંથમાં પ્રગતિ કરાવવામાં મદદરૂપ થતું નથી. આત્મજ્ઞાનના અભાવમાં, સગુરુના અવલંબન વિના અથવા મતિકલ્પનાથી શાસ્ત્રોનો અભ્યાસ થાય તો જીવ સંકલ્પ-વિકલ્પની જાળમાં ગૂંચવાઈ જાય છે, સ્વચ્છંદમાં તણાઈ જાય છે અને એકાંતપક્ષ ગ્રહણ કરી સ્વહિત ચૂકી જાય છે. અહીં શાસ્ત્રાભ્યાસનો નિષેધ નથી, પરંતુ નિજકલ્પનાએ કરેલાં શાસ્ત્રનાં અર્થઘટનનો નિષેધ છે. નિશ્ચયનય પ્રમુખ કથનોનો પરમાર્થ સમજ્યા વિના કેટલીક વિવેકહીન વ્યક્તિઓ સ્વચ્છંદપોષણ, આચારહીનતા કે કોરા બુદ્ધિવિલાસ તરફ વળી જઈ પોતાનું જ અનર્થ કરે છે. નિશ્ચયપ્રધાન શાસ્ત્રો સગુરુગમે સમજવા યોગ્ય છે, પણ કેટલાક જીવો પોતાની મતિકલ્પનાએ અને સ્વચ્છેદે શાસ્ત્રની અપેક્ષા સમજ્યા વિના, તેનો ગમે તેવો અર્થ નિર્ધારી એકાંત નિશ્ચયનયના આગ્રહી થાય છે અને તેથી પોતાના અનધિકારીપણાના કારણે મહાનિર્જરાના હેતુ એવાં અધ્યાત્મશાસ્ત્રો તે જીવો માટે આત્મઘાતી શસ્ત્રરૂપ નીવડે છે. નિશ્ચય ગ્રંથો તેમના માટે ગ્રંથિરૂપ થઈ પડે છે. શાસ્ત્રો પોતાની મતિકલ્પનાથી સમજી, શુદ્ધ વ્યવહારાદિ સત્સાધન છોડી તેઓ સ્વચ્છેદે વર્તે છે. અંતરંગ દશા ફેરવ્યા વિના, દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન ટાળ્યા વિના, સ્વાનુભવ મેળવ્યા વિના, શબ્દજ્ઞાનને જ સમ્યજ્ઞાન માનીને તેઓ પોતાને વિષે જ્ઞાનીપણું કહ્યું છે. તેઓ નિશ્ચયની મોટી મોટી વાતો કરવા છતાં અંતરમાં જરા પણ વૃત્તિજય, વાસનાશમન કે ઇન્દ્રિયસંયમ કરતા નથી અને પરિણામે તેઓ શુષ્કશાની થઈ જાય છે. આવા શુષ્કજ્ઞાની ૧- નિશ્ચયનયપ્રધાન ‘પરમાત્મપ્રકાશ' નામનો ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં જ્યારે શ્રી લઘુરાજસ્વામીની હાજરીમાં વાંચવામાં આવ્યો હતો, ત્યારે તેઓશ્રીએ નીચે પ્રમાણે બોધ કર્યો હતો – “નિશ્ચયવાણી અગ્નિ જેવી છે - કોઈ હાથથી અગ્નિ પકડવા જાય - તો બળી જાય, તેને પકડવા ચીપિયા જેવું કોઈ સાધન જોઈએ. તે સાધન ગુરુ પાસે છે. લખેલું બધું સાચું છે પણ તેનું ભાન જ્ઞાનીને છે.” - 'પરમાત્મપ્રકાશ', શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસનું પ્રકાશન, પ્રથમવૃત્તિની પ્રસ્તાવના Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવોનું શાસ્ત્રજ્ઞાન સંસારરૂપ છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે.૧ પરમાર્થ સમજ્યા વિના જે નિશ્ચયપ્રધાન કથનોનો દુરુપયોગ થતો સમાજમાં જોવામાં આવે છે તેનાં નમૂનારૂપ કેટલાંક કથનો નીચે મુજબ છે. આ કથનો ખોટાં નથી, પણ તેની યથાર્થ સમજણના અભાવમાં જીવ તે દ્વારા પોતાનું અનંતું અહિત કરી બેસે છે. (૧) પ્રત્યેક દ્રવ્ય સ્વયં પરિણમનશીલ છે, એને પોતાના પરિણમનમાં પરના સહયોગની પંચમાત્ર પણ જરૂર નથી.' (૨) ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ ભલું-બૂરું કરી શકતું નથી. પ્રત્યેક દ્રવ્યનું પરિણમન તદ્દન સ્વાધીન છે. કોઈ કોઈને આધીન નથી. પોતાનાં સુખ-દુઃખનો કર્તા જીવ પોતે જ છે, કોઈ કોઈનું કર્તા-ધર્તા નથી.' (૩) સત્યની પ્રાપ્તિ પોતાથી, પોતામાં, પોતાના દ્વારા જ થાય છે, એમાં પરનું કાંઈ પણ ચાલતું નથી; પર તો નિમિત્તમાત્ર છે.' (૪) ‘સમજ અંદરથી આવે છે, બહારથી નહીં.' (૫) માર્ગ અંતરની રુચિમાંથી જ મળશે, બીજાના ભરોસે કાંઈ નહીં થાય.' (૬) ‘નિમિત્ત હોય છે, પણ કરતું (કર્તા) નથી.’ (૭) ‘બધા જ આત્મા સમાન છે, કોઈ નાનો-મોટો નથી. પ્રત્યેક આત્મા સિદ્ધ સમાન છે.’ (૮) ‘આત્મા કદી કોઈથી બંધાતો નથી, પણ બંધની શંકાઓ કરીને દોડીને વિષે સર્પની ભ્રાંતિની જેમ ભય, કંપ વગે૨ે પામે છે.' (૯) ‘આત્મા અબદ્ધત્કૃષ્ટ છે, અર્થાત્ રાગ અને કર્મના બંધથી રહિત છે તથા કર્મરૂપે બંધાવા યોગ્ય પરમાણુઓ જે એકક્ષેત્રાવગાહી છે, તેના સ્પર્શથી રહિત છે. આત્મા કર્મથી નહીં બંધાયેલો, નહીં સ્પર્શાયેલો, સહજ સ્વભાવે મુક્ત, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન છે.' નિશ્ચયનયનાં કથન જ્યાં જ્યાં આવે છે, ત્યાં ત્યાં એમ કહેવામાં આવે છે કે જીવને બંધ થવો સંભવતો નથી. આકાશ જેમ કશાથી બંધાય નહીં, તેમ અરૂપી એવા જીવને બંધ હોય નહીં. જેને બંધ ન થઈ શકે તેને મોક્ષ થવારૂપ કહેવું તે કલ્પનારૂપ છે, અર્થાત્ જે બંધાયો નથી, તેણે છૂટવા માટે કાંઈ કરવાનું હોય જ નહીં. જિનાગમોમાં જ્યાં જ્યાં આત્મસ્વભાવનું વર્ણન આવે છે, ત્યાં ત્યાં આત્માને સર્વ કર્મથી રહિત, બંધ-મોક્ષથી પર, સદા અસંગ અને શુદ્ધ બતાવ્યો છે. આચાર્યશ્રી યોગીન્દ્વદેવ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૫૦૮ 'विद्वत्तायाः फलं नान्यत्, सद्योगाभ्यासतः परम् 1 તથા ૪ શાસ્ત્રસંસાર, ઉત્તો વિમબુદ્ધિમિઃ ।।' Page #212 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ ૧૬૫ ‘પરમાત્મપ્રકાશ’માં કહે છે કે આ જીવ ઉત્પન્ન પણ થતો નથી, મરતો પણ નથી અને બંધ તથા મોક્ષને પણ કરતો નથી એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે.૧ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં કહે છે કે શુદ્ધ નયથી આત્મા બંધાતો નથી, તેમજ મુક્ત પણ થતો નથી.૨ આવા પ્રકારનાં કથનો વેદાંત, સાંખ્યાદિ જૈનેતર ગ્રંથોમાં પણ જોવા મળે છે. ‘માંડૂક્ય ઉપનિષદ્’ ઉપર રચવામાં આવેલી ‘ગૌડપાદીકારિકા'માં કહ્યું છે કે જીવ બ્રહ્મ હોવાથી તે કદી પણ આવરણમાં આવ્યો નથી. કદી પણ જન્મ લેતો નથી, તેમ તેને બંધ નથી; તે સાધક પણ નથી, એટલે કશી સાધના કરનાર નથી; છૂટવાની ઇચ્છા કરતો નથી, તેમ તેની મુક્તિ પણ કદી નથી, કારણ કે જ્યારે વાસ્તવિક બંધ જ નથી તો મુક્તિ શાની? ‘સાંખ્યકારિકા'માં કહ્યું છે કે પુરુષ સાક્ષી આદિ સ્વરૂપવાળો છે. તેથી ન તો પુરુષને બંધ થાય છે, ન તે મુક્ત થાય છે અને ન તેને સંસાર હોય છે. એ બધા સ્વાંગ તો બહુરૂપિણી પ્રકૃતિ જ કર્યા કરે છે. તે જ બંધાય છે, છૂટે છે તથા સંસારમાં પરિભ્રમણ કરે છે.૪ આમ, અનેક ગ્રંથોમાં આત્માને બંધ-મોક્ષથી રહિત, શુદ્ધ, અસંગ બતાવ્યો છે. આ કથનોનો યથાર્થ પરમાર્થ સમજાવો જોઈએ. નિશ્ચયદ્રષ્ટિ એ વસ્તુમાત્રનું સ્વરૂપદર્શન છે, જ્યારે વ્યવહારદૃષ્ટિ એ વસ્તુનું પરસંયોગની અપેક્ષાથી કરેલું દર્શન છે. નિશ્ચયનય જેમ વસ્તુમાત્રનું નિશ્ચિત ત્રિકાળી સ્વરૂપ બતાવે છે, તેમ વ્યવહારનય વસ્તુમાત્રનું વ્યવહારુ ક્ષણિક સ્વરૂપ બતાવે છે. નિશ્ચયદૃષ્ટિથી આત્મા શુદ્ઘ, બુદ્ધ, મુક્ત, અસંગ, સચ્ચિદાનંદસ્વરૂપ છે, તો વ્યવહારદૃષ્ટિથી આત્મા અશુદ્ધ, અબુદ્ધ, કર્મથી બદ્ધ છે. જેવી રીતે તળાવમાં ઊગેલા કમલિનીપત્રનું જળને સ્પર્શવું વ્યવહારથી અને અવસ્થાદૃષ્ટિથી સત્યાર્થ છે, પરંતુ કમલિનીપત્રનો સ્વભાવ જોતાં આ સ્થિતિ અસત્યાર્થ છે, કારણ કે કમલિનીપત્રની રૂંવાટીના કારણે જળને ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્વદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૬૮ ' ण वि उप्पज्जइ ण वि मरइ, बंधु ण मोक्खु करेइ । जिउ परमर्थे जोइया जिणवरु एउँ મળે ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૬, શ્લોક ૧૮૯ 'न शुद्धनयतस्त्वेष बध्यते नापि मुच्यते । । ' ૩- જુઓ : ‘માંડૂક્ય ઉપનિષદ્' ઉપર રચવામાં આવેલી ‘ગૌડપાદીકારિકા’, પ્રકરણ ૨, કાંડ ૩૨ 'न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधक : I न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता । । ' ૪- જુઓ : ‘સાંખ્યકારિકા', શ્લોક ૬૨ 'तस्मान्न बध्यतेऽद्धा न मुच्यते नाऽपि संसरति कञ्चित् । संसरति बध्यते मुच्यते च નાનાશ્રયા પ્રવૃતિઃ ।।' - Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ન સ્પર્શવાનો તેનો સ્વભાવ છે. તેથી કમલિનીપત્રના સ્વભાવના લક્ષે જોઈએ તો તેનું જળને સ્પર્શવું અસત્યાર્થ છે. તેવી રીતે આત્માનું અનાદિ કાળથી પુદ્ગલ કર્મથી બંધાવું વ્યવહારથી અને અવસ્થાદષ્ટિથી સત્યાર્થ છે, પરંતુ આત્માનો સ્વભાવ જોતાં એ અસત્યાર્થ છે, કારણ કે પુદ્ગલથી આત્મા કદી લપાતો નથી, સ્પર્શતો નથી. સ્વભાવલક્ષે જોતાં આત્મા અને પુદ્ગલનો સંબંધ અસત્યાર્થ છે, જૂઠો છે. તેથી સ્વભાવદષ્ટિએ જોતાં આત્માનો બંધ અને મોક્ષ થતો નથી. આત્મવસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એમ ત્રણ અંશવાળી છે. ઉત્પાદ અને વ્યય તે વસ્તુના પલટાતા અંશ હોવાથી તેને પર્યાય કહેવામાં આવે છે. વસ્તુના ટકતા અંશને ધ્રુવ કહેવામાં આવે છે. પર્યાયમાં મલિનતા હોય, અંશે નિર્મળતા હોય કે પૂર્ણ નિર્મળતા હોય; પણ ધ્રુવ વસ્તુ - કાયમ એકરૂપ ટકવાવાળી વસ્તુ તો એવી ને એવી રહે છે. નિશ્ચયનયનો વિષય ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે. શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુમાં બંધમોક્ષ નથી. જેનો બંધ થયો હોય તેનો મોક્ષ થાય, અર્થાત્ મોક્ષને બંધની અપેક્ષા હોય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયના મત અનુસાર આત્માને બંધ છે જ નહીં અને તેથી બંધનો પ્રતિપક્ષ એવો મોક્ષ પણ નથી. વસ્તુસ્વભાવથી બંધ હોય તો બંધ કદી છૂટે નહીં, આત્મા હંમેશાં બંધાયેલો જ રહે. સ્વભાવમાં બંધ હોય તો બંધ પણ ધ્રુવ રહે, બંધનો અભાવ કદી ન થઈ શકે. તેથી ધ્રુવ તત્ત્વને બંધાયેલ કે મુક્ત કહેવું યોગ્ય નથી. કોઈ એક પુરુષ સાંકળથી બંધાયેલો હોય અને કોઈ એક પુરુષ બંધરહિત હોય તો તેમાંથી જે પહેલાં બંધાયેલો હતો તે છૂટે ત્યારે તેને મુક્ત કહેવો યોગ્ય છે, પરંતુ બીજો, જે બંધાયો જ નથી તેને 'છૂટ્યો' કહેવામાં આવે તો તેને આશ્ચર્ય થાય કે ‘હું ક્યારે બંધાયો હતો કે મને છૂટ્યો કહે છે?' જે બંધાયો હોય તે છૂટે, તેથી બંધાયેલાને તો છૂટ્યો કહેવું યોગ્ય છે, પણ જે બંધાયેલો ન હોય તેને છૂટ્યો કહેવું યોગ્ય નથી. તેવી જ રીતે શુદ્ધ નિશ્ચયનયથી જીવ બંધાયેલો છે જ નહીં, તેથી તેને બંધાયેલો કે મુક્ત કહેવો યોગ્ય નથી. બંધ અને મોક્ષ તો અવસ્થામાં - પર્યાયમાં થાય છે, જે વ્યવહારનયનો વિષય છે. વ્યવહારનયથી બંધ અને મોક્ષની પર્યાય આત્મામાં થાય છે. પર્યાયમાં બંધનો ઉત્પાદ થાય છે અને તેનો નાશ થવાથી મોક્ષ થાય છે. શુદ્ધાત્માનુભૂતિના અભાવમાં આત્મા શુભાશુભ ઉપયોગમાં પરિણમી શુભાશુભ કર્મનો બંધ કરે છે. આત્મામાં જ્યાં સુધી જ્ઞાયકવસ્તુનાં શ્રદ્ધાનજ્ઞાન-રમણતારૂપ મોક્ષમાર્ગની શુદ્ધ પર્યાયનો અભાવ છે, ત્યાં સુધી શુભાશુભ ભાવની અશુદ્ધ પર્યાયનો સદ્ભાવ છે અને તે શુભાશુભ ભાવના કારણે જીવ જન્મ-મરણ કરે છે. શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ થતાં શુદ્ધોપયોગમાં પરિણમી જીવ મોક્ષનો કર્તા થાય છે. આ કથન વ્યવહારનયથી છે. નિશ્ચયનયથી આત્મા બંધ અને મોક્ષનો કર્તા નથી. શુદ્ધ, પારિણામિક, ત્રિકાળી, એકરૂપ, ધ્રુવ તત્ત્વમાં બંધ અને મોક્ષ નથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫ ૧૬૭ આમ, અવસ્થાદષ્ટિથી જોતાં આત્મામાં બદ્ધ-મુક્તાદિ ભાવો છે, પરંતુ સ્વભાવદષ્ટિથી જોતાં આત્મામાં બદ્ધ-મુક્તાદિ ભાવો નથી. આ વર્તમાન અવસ્થા અને ત્રિકાળી, નિર્મળ, શુદ્ધ સ્વભાવ - બન્નેને યથાર્થપણે જાણી, અવસ્થા તરફનું લક્ષ ગૌણ કરી, શુદ્ધ નયને મુખ્ય કરવો; તે વડે પૂર્ણ શુદ્ધાત્માની શ્રદ્ધા કરવી, તેનું જ લક્ષ કરવું અને તેમાં એકાગ અનુભવરૂપ ઠરવું, તે જ કર્તવ્ય છે. જેનાથી મુક્તપણાનો ધ્વનિ ઊઠે તે ઉપર જીવ દષ્ટિ કરે તો ‘બંધનરૂપે - પરની ઉપાધિરૂપે હું નથી' એવા સ્વતંત્ર સ્વભાવની પ્રતીતિ થાય. અવસ્થાદષ્ટિ છોડીને આત્માના ત્રિકાળી સ્વભાવનો લક્ષ કરતાં, પર્યાયમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવની સમીપ થાય છે. સ્વભાવની સમીપ થઈને એનો અનુભવ કરતાં બદ્ધપણું જૂઠું લાગે છે, કલ્પના લાગે છે. સ્વભાવના ભાનમાં ઊભા રહીને જોનારાને ભવ દેખાતો નથી. એકરૂપ સ્વભાવની દૃષ્ટિમાં પોતે અનંત જ્ઞાનાનંદ સ્વભાવે પૂર્ણ પુરુષાર્થથી ભરેલો છે, તેની હા પાડતાં તેનો અનંતો સંસાર તૂટી જાય છે. કર્મના સંયોગવાળી અવસ્થા હોવા છતાં શ્રદ્ધામાં નિષેધ થતાં જીવ દૃષ્ટિ અપેક્ષાએ મુક્ત થાય છે. પછી ચારિત્રની અપેક્ષાએ પુરુષાર્થની નબળાઈરૂપ જે અલ્પ અસ્થિરતાનો રાગ હોય, તેની પ્રતીતિના જોરે અભાવ થાય છે. જેમ દાબડીમાં હીરો પડ્યો છે તે મુક્ત જ છે. દાબડી દાબડીમાં અને હીરો હીરામાં છે એમ માનવું તે શ્રદ્ધા અપેક્ષાએ મુક્તિ છે; અને દાબડીમાંથી હીરો ઉપાડી લેવો તે ચારિત્ર અપેક્ષાએ મુક્તિ છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મસ્વરૂપ જાણી, વર્તમાન અવસ્થામાં રાગ, દ્વેષ અને કર્મનું નિમિત્ત તથા દેહનો સંયોગ હોવા છતાં અવસ્થાને ગૌણ કરી, અસંયોગી મુક્ત જ્ઞાયકસ્વભાવને તેના પરમાર્થસ્વરૂપે જોવો-માનવો તે શ્રદ્ધા અપેક્ષાએ મુક્તિ; અને સ્વભાવના જોરે એકાગ્રતાથી વિકારનો નાશ કરતાં શુદ્ધ, પૂર્ણ આત્માની પ્રાપ્તિ થવી તે ચારિત્ર અપેક્ષાએ મુક્તિ. જેમ હીરો પ્રથમથી જ દાબડીથી અને દાબડીના મેળથી જુદો હતો, તેથી તે જુદો થઈ શકે છે; તેમ આત્મા સ્વભાવે દેહાદિ તથા રાગાદિથી જુદો હતો તો તેને જુદો જાણી-માની, સ્વભાવમાં સ્થિરતા કરવાથી તે જુદો થઈ શકે છે. તેથી પ્રથમ જ “મુક્ત છું, પૂર્ણ છું, શુદ્ધ છું' એવા સ્વાશ્રિત નિર્ણયનું જોર પ્રગટાવવા યોગ્ય છે. ‘ત્રિકાળી મુક્તસ્વભાવી છું, સંયોગપણે કે વિકારપણે નથી' એમ મુક્ત સ્વભાવનો સ્વીકાર કરતાં અનંતો સવળો પુરુષાર્થ થાય છે. અંતરદૃષ્ટિથી મુક્ત સ્વભાવમાં એકાગ થતાં અલ્પ કાળમાં વિકારથી મુક્તિ થાય છે. | ‘આત્મા સર્વથા શુદ્ધ છે' એમ સ્વીકારીને કોઈ બેસી રહે, પરંતુ શુદ્ધ સ્વભાવ અને અશુદ્ધ પર્યાયનો વિવેક ન કરે તો તેને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. આત્મવસ્તુ માત્ર દ્રવ્યરૂપ નથી, પરંતુ દ્રવ્ય, ગુણ તથા પર્યાય એ ત્રણ સ્વરૂપ છે. દ્રવ્યરૂપે જીવ શુદ્ધ જ છે, પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા છે તેનો સ્વીકાર કરી, તેને ટાળવાનો પ્રયત્ન કરવા યોગ્ય છે. ફક્ત દ્રવ્યની શુદ્ધતાથી સંતોષ માની લેવાથી કલ્યાણ થતું નથી. માટે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોતાની સત્તાગત શુદ્ધતાથી સંતોષાઈ ન જતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના અભ્યાસ વડે પર્યાયમાં શુદ્ધતા પ્રગટાવવા યોગ્ય છે. શુદ્ધાત્માના બોધનાં વાંચન-શ્રવણમાત્રથી શુદ્ધતાની પ્રાપ્તિ થતી નથી, પરંતુ દ્રવ્યની શુદ્ધતા લક્ષમાં રાખી, ધ્રુવ તત્ત્વમાં એકાગ્રતા કરવાથી પર્યાયની શુદ્ધતા પ્રગટે છે અને પોતાનાં અખંડ આનંદાદિ મહાગુણનિધાનના ભોક્તા બની શકાય છે. આમ, પોતાને અસંગ અને અબદ્ધ કહેવાથી નહીં, પણ પોતાને અસંગ અને અબદ્ધ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સત્સાધનના અવલંબને ઉપયોગને અંતર્મુખ કરતાં શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે. સ્વાનુભવ વિના હું શુદ્ધ, બુદ્ધ, અસંગ, અબદ્ધ છું' એવી વાતો માત્ર પોપટપાઠ છે. જેને પોતાના સ્વરૂપનું ભાન નથી, ભેદજ્ઞાનની જાગૃતિ નથી, તેવો લક્ષ પણ નથી અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યો નથી; એવો જીવ મુખેથી નિશ્ચય વાક્યો કહેતો હોય તોપણ સારભૂત થતાં નથી. જે કથનમાત્ર નિશ્ચય વાક્યો પોકાર્યા કરે, પરંતુ ભેદજ્ઞાનની જાગૃતિ જેનામાં હોય નહીં, જાગૃતિ રહે તેવા પ્રયત્નો કરતો ન હોય કે સસાધનોને સેવતો ન હોય, તેને સિદ્ધાંતબોધ કાર્યકારી થતો નથી. નિશ્ચયદૃષ્ટિના ભાનપૂર્વક ચિત્તને સંકલ્પ-વિકલ્પમાં તણાઈ જતું રોકી, સત્સાધન દ્વારા ઉપયોગને સ્વમાં વાળી લેવા પ્રયત્નશીલ વ્યક્તિ આત્મવિકાસ કરે છે, પરંતુ અનધિકારી વ્યક્તિ તથારૂપ પાત્રતાના અભાવે નિશ્ચયનયનાં કથનોને અવલંબીને રાગદ્વેષનો ક્ષય કરવાને બદલે જાયે-અજાણે પોતાનાં પ્રમાદ અને સુખશીલવૃત્તિનું રક્ષણ અને પોષણ કરતી રહે છે. નિશ્ચયનયનાં કથનોની અધૂરી સમજના કારણે તે માત્ર શબ્દો પકડી રાખે છે અને જીવનમાં સંયમની ઉપેક્ષા કરે છે; નિશ્ચય કેવળ વાણીમાં રાખે છે, પરંતુ તથારૂપ પરિણમન નહીં હોવાથી મોહાવેશમાં પ્રવર્તે છે. રોજિંદા જીવનવ્યવહારમાં પ્રાપ્ત અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં નિશ્ચય વાણીના આધારે ચિત્તને હર્ષશોકાદિ દ્વન્દ્રોની અસરથી જેટલા અંશે મુક્ત રાખે તેટલા અંશે નિશ્ચયદષ્ટિ તેના અંતરમાં સ્થાન પામી ગણાય. નિશ્ચયદષ્ટિની જાગૃતિપૂર્વકનું ભેદજ્ઞાન જીવનમાં દઢ કરતા રહેવાથી ચિત્ત રાગાત્મક-દ્વેષાત્મક ભાવોથી મુક્ત બની સ્વમાં ઠરતું જાય છે. પરંતુ કથનજ્ઞાની નિશ્ચય વાક્યોના પરમાર્થથી અનભિન્ન હોવાથી નિશ્ચયનાં વચનોનું અવલંબન લઈ આત્મવંચનાના વમળમાં ગોથાં ખાય છે. હું સદા અબદ્ધ, અસંગ છું, મારામાં પરનો પ્રવેશ નથી' એવાં વચનોને રટતો જાય છે અને આચારહીનતા તથા બુદ્ધિવિલાસ તરફ સરકતો જાય છે. તે સત્સાધનને છોડતો જાય છે, સદ્વ્યવહારને લોપતો જાય છે, વ્રત-તપ ત્યાગતો જાય છે, અશુભમાં પ્રવર્તન કરતો જાય છે અને સિદ્ધાંતોની આડ લઈ મોહભાવ પોષતો જાય છે. શ્રી કાનજીસ્વામી કહે છે – ઉદય-ઉધ્ય કર્યા કરે, પ્રારબ્ધમાં હશે તે થશે, પણ આત્માનું શું થાય છે તેની Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ ૧૬૯ સંભાળ તો કરતો નથી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અશુભ પરિણામમાં ટક્યો છે અને માને કે અમારો મોક્ષ થઈ જશે. વળી જરાય અપમાન થાય તો કાળજું કંપી ઊઠે છે. પણ ભાઈ! તું કહેતો હતો કે આત્મા સિદ્ધ જેવો છે, રાગ-દ્વેષ વિનાનો છે તો આમ કેમ? કંઈ પ્રતિકૂળતા થાય તો દ્વેષ-અણગમો અને સગવડતા મળે તો રાગ; કોઈ ખુશામત કરે; વખાણ કરે તો રાજી અને નિંદા કરે તો દ્વેષી, એમાં આત્મા મન, વાણી અને દેહથી જુદો છે એવો શુદ્ધ ભાવ ક્યાં આવ્યો?’ શુષ્કજ્ઞાની બોલે છે કે ‘પરપદાર્થમાં સુખ નથી. મારો આત્મા જ સર્વોત્કૃષ્ટ અને શાશ્વત સુખનો ખજાનો છે', પરંતુ તેને એવી નિઃશંકતા ઊપજી ન હોવાથી તે પરમાંથી સુખ મેળવવાની ચેષ્ટા કરે છે. જ્યાં સુધી જગતના કોઈ પણ પદાર્થમાંથી સુખ મળશે એવી માન્યતા અંતરમાં ઊંડે ઊંડે પણ હોય તો ત્યાં સુધી પરમાનંદરૂપ પોતાના આત્મા પ્રત્યે વૃત્તિનું પ્રવહવું થતું નથી અને તેના વિના આત્મસાક્ષાત્કાર થવો સંભવતો નથી. જ્ઞાનીને તો આત્મા અનંત આનંદનો કંદ છે એવી નિઃશંક પ્રતીતિ હોય છે, પરંતુ શુષ્કજ્ઞાનીને નિજપદાર્થમાં સુખબુદ્ધિ પ્રગટી ન હોવાથી પરપદાર્થમાં સુખબુદ્ધિ રહે છે. આત્મા પરમ સુખથી ભરેલો છે એવું ભાવભાસન થયું ન હોવાથી તે સ્વરૂપસન્મુખ થતો નથી અને તેની પરસમ્મુખતા મટતી નથી. પરથી નિરપેક્ષ, નિરાલંબ એવા પોતાના અસ્તિત્વનું શ્રદ્ધાન થયું ન હોવાથી તેની અનાદિની પરમાં રહેલી આધારબુદ્ધિ મટતી નથી. મારો આત્મા સત્ છે, અત્યારે જ હું પરિપૂર્ણ છું, પરમાનંદરૂપે અનાદિ-અનંત રહેનારો છું' એવો નિશ્ચય થયો ન હોવાથી તેને પરપદાર્થની આશા અને અપેક્ષા રહ્યા જ કરે છે. આ પ્રકારે શુષ્કજ્ઞાની ઈષ્ટ સંયોગને ઇચ્છે છે અને પરપદાર્થમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. સાચી જ્ઞાનદશા પ્રાપ્ત થઈ નહીં હોવાથી શુષ્કશાની દેહાદિની પ્રતિકૂળતા આદિ પ્રસંગે વ્યાકુળ થઈ જાય છે, અનિષ્ટ વિયોગની ઇચ્છા કરે છે અને તથારૂપ વર્તન પણ કરે છે. મોટા મોટા ગ્રંથોનું અધ્યયન, જીવાજીવતત્ત્વોનો પરિચય, નયવિભાગથી વસ્તુસ્વરૂપની જાણકારી તથા જીવ અને કર્મવિષયક અનેક ઘટનાઓના જ્ઞાનસંપાદનનું પ્રયોજન છે વેદનાસમયે સમતાપરિણામ રાખવાં. પરંતુ શુષ્કજ્ઞાનીને વેદનાસમયે મમતા, ડર, વિરોધ, કાયરતા, દીનતા આદિ વર્તતાં હોવાથી તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક નીવડે છે. સાચી જ્ઞાનદશા હોય તેમને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી અને તે દુઃખ ટાળવાની ઇચ્છા પણ થતી નથી. ભેદજ્ઞાનની સતત જાગૃતિ વર્તતી હોવાથી તેમને અંતઃસ્વરૂપની દૃષ્ટિ રહે છે. હું દેહથી નિરાળો જ્ઞાનમાત્ર છું' એવો સતત લક્ષ રહે છે. આમ, શુભાશુભ ઉદય વખતે શુષ્કજ્ઞાનીને ઉત્સુક પરિણામ વર્તે છે, જ્યારે ૧- શ્રી કાનજીસ્વામી, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમ્યજ્ઞાની તેને વૈર્યથી શાંતપણે દ્રષ્ટાભાવે વેચે છે. જ્ઞાનીને અંતરમાં રાગાદિથી ભિન્ન શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ વર્તતી હોવાથી તેઓ કર્મના ઉદયમાં ન જોડાતાં તેના જ્ઞાતા રહે છે. તેઓ શુષ્કજ્ઞાનીની જેમ બંધાતા નથી. જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વચ્ચે પ્રગટ ભિન્નતા છે, તે બન્નેના પુરુષાર્થ વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર છે. જીવ અનેક શાસ્ત્રોનું વાંચનાદિ કરે, પણ અંતર્મુખ પુરુષાર્થ ન ઉપાડે ત્યાં સુધી તે મિથ્યાદષ્ટિ બહિરાત્મા જ રહે છે. માત્ર ઉપલક ઉપલક વાંચન-વિચારણાથી કાંઈ નથી થતું, અંદર ઊંડાણમાંથી ભાવના ઊઠે તો જ માર્ગની પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાયકવસ્તુ અલૌકિક પદાર્થ છે' એમ સ્વભાવનો લક્ષ અને મહિમા ન આવે ત્યાં સુધી ઉપલક વાંચનાદિનું કોઈ પારમાર્થિક ફળ નથી મળતું. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ વિકલ્પજ્ઞાન વડે જાણવામાં આવે તો પણ તેટલામાત્રથી જીવનું સાચું પ્રયોજન સિદ્ધ થતું નથી, કેમ કે વસ્તુસ્વરૂપમાં માત્ર જ્ઞાન ગુણ જ નથી, પરંતુ શ્રદ્ધા, આનંદ વગેરે અનંત ગુણો છે. જ્ઞાન ગુણ વિકલ્પ વડે આત્માને લક્ષમાં લે છે, પરંતુ ત્યારે શ્રદ્ધા ગુણ તો મિથ્યાત્વરૂપ કાર્ય કરી રહ્યો છે, આનંદ ગુણ તો આકુળતાનું વેદન આપી રહ્યો છે. જ્યારે તે સર્વ ગુણો અંશે સ્વભાવરૂપ કાર્ય આપે ત્યારે જ જીવનું સમ્યકત્વરૂપી પ્રયોજન સિદ્ધ થાય છે. જ્ઞાયકસ્વભાવના અભ્યાસની રુચિના અભાવમાં શાસ્ત્રો કંઠસ્થ કરવામાં આવે અને આત્માની વિવિધ પ્રકારે પ્રરૂપણા થાય તોપણ તે શાસ્ત્રાભ્યાસ પરલક્ષી છે. સાચું આરાધકપણું તો તેને કહેવાય કે જે અધ્યાત્મગ્રંથોનો અભ્યાસ કરી તથારૂપ પરિણમનના અંતર્મુખી પુરુષાર્થમાં પ્રવર્તે, અર્થાત્ શાસ્ત્રને સાધન માની સ્વાનુભવ માટે પ્રયત્નશીલ રહે. પરંતુ જેઓ શાસ્ત્રો વાંચવાં, ગોખવાં અને બોલવાને જ સાધ્ય માને છે અને તેમ કરવામાં જ સંતોષાઈ જાય છે, તેઓ આત્મવિકાસ સાધી શકતા નથી. જ્ઞાનના ક્ષયોપશમ વડે બુદ્ધિબળથી શાસ્ત્રો જાણતો હોય, બુદ્ધિનો ઉઘાડ હોય, તેમ છતાં આત્મજ્ઞાન હોય એવો નિયમ નથી. પંડિત થવું તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના આધારે હોય છે, જ્યારે આત્મજ્ઞાની થવું એ મોહનીય કર્મના ક્ષયોપશમના આધારે હોય છે. માત્ર શાસ્ત્રો વાંચીને તેને ધારણામાં ધારી રાખવાથી જ્ઞાની થવાતું નથી. પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન શુદ્ધ, ચિદાનંદ આત્માને અનુભવી, તેમાં જ સ્થિર રહેવાનો પુરુષાર્થ જે કરતા હોય તે જ્ઞાની કહેવાય. જે આત્માએ શાસ્ત્રાભ્યાસ વડે અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી હોય તેમજ વાકચાતુરી મેળવી હોય, છતાં પણ આત્મલક્ષના અભાવમાં તે પંડિત હોવા છતાં જ્ઞાની નથી. પરંતુ જેઓ સ્વાનુભવ વડે સૂક્ષ્મ રહસ્યને જાણતા હોય તે જ્ઞાની છે. સત્સાધન દ્વારા અંતર્મુખી પુરુષાર્થ પ્રગટાવ્યા વિના માત્ર શાસ્ત્રોને ધારણામાં સંઘરી રાખે તે જ્ઞાની નહીં પણ પુસ્તકાલય છે. અધ્યાત્મરસપરિણતિવિહીન તેનું જ્ઞાન નીરસ અને સૂક્યું હોવાથી તે શુષ્કજ્ઞાની છે. ભાવધર્મની સ્પર્શના Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ ૧૭૧ વિના આવા શુષ્કજ્ઞાની એટલે કે પોપટપાઠ કરનાર વાચજ્ઞાની બાહ્યમાં અધ્યાત્મની મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ અંતરમાં મોહજનિત રાગાદિ ભાવમાં પ્રવર્તન કરતા હોવાથી મોક્ષમાર્ગ વિકાસ સાધી શકતા નથી. આવા ભાવ-અધ્યાત્મવિહીન શુષ્કઅધ્યાત્મપ્રધાન જીવોનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે – શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પશે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કહ્યું છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાત્મીનો છે.” આ પત્રમાં શ્રીમદે સમાજમાં પ્રવર્તી રહેલા ત્રણ પ્રવાહનો નિર્દેશ કર્યો છે – શુષ્કક્રિયાપ્રધાન જીવો, શુદ્ધક્રિયા-ઉત્થાપક અને શુષ્ક-અધ્યાત્મી જીવો. તેમાં શુદ્ધક્રિયા-ઉત્થાપક અને શુષ્ક-અધ્યાત્મી એ બે પ્રકારનો શુષ્કજ્ઞાનીમાં અંતર્ભાવ થાય છે. શુષ્કજ્ઞાનીના શુષ્કઅધ્યાત્મપણાના પ્રકારનો ઉલ્લેખ શ્રીમદે આ પાંચમી ગાથામાં કર્યો છે તથા શુદ્ધક્રિયાઉત્થાપકપણાના પ્રકારનો ઉલ્લેખ ગાથા ૨૯માં કર્યો છે “લોપે સવ્યવહારને, સાધના રહિત થાય.' અહીં જણાવ્યા પ્રમાણે શમ-સંવેગાદિ ગુણો પ્રગટવાથી જ સાચી યોગ્યતા પ્રાપ્ત થાય છે અને ત્યારપછી અધ્યાત્મગ્રંથોનું સદ્દગુરુગમથી કરેલું અધ્યયન યથાર્થપણે અંતરમાં પરિણમતાં આત્મજ્ઞાન થાય છે. સ્વચ્છેદે નિશ્ચય વાક્યો વાંચી, ગોખી અને બોલી જવાથી કલ્યાણ થતું નથી. જ્યાં સુધી આચરણ દ્વારા શાસ્ત્રજ્ઞાનને પચાવવામાં ન આવે, ત્યાં સુધી તે જ્ઞાનથી આત્માને પોષણ નથી મળતું. સાચા જ્ઞાન અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. ઉપર્યુક્ત પત્રમાં શ્રીમદે પ્રકાશેલા ભાવનું દર્શન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલ “સાડી ત્રણસો ગાથાનું સ્તવન'ની નીચેની ગાથામાં જોવા મળે છે – ભાવલવ જેહ વ્યવહાર ગુણથી ભલે, શુદ્ધનયભાવના તેહથી નવિ ચલે; શુદ્ધવ્યવહાર ગુરુયોગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધનયમાં નહિ તે ગણું.” અહીં જણાવ્યા પ્રમાણે જેમને ભાવલવ, અર્થાત્ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનું કિંચિત્ પરિણામ પ્રાપ્ત થયું છે, તેમણે પણ પોતાના તે પરિણામની શુદ્ધિ-વૃદ્ધિ અર્થે સુગુરુનો ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૧ (પત્રાંક-૪૩૨) ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૬, કડી ૩૨૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન યોગ પ્રાપ્ત કરીને યથાશક્તિ ચારિત્રાચાર તેમજ તપાચારનું સેવન કરતા રહેવું જરૂરી છે. અન્યથા ગુરુતત્ત્વનો અનાદર કરીને સૂત્ર-અર્થ સ્વમતિકલ્પિત ભાવે કરવાથી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનું પરિણામ મિથ્યા જાણવું. જે કોઈ આત્મા પ્રથમ જ્ઞાન-દર્શન ગુણને પ્રાપ્ત કરીને, આત્મશુદ્ધિ કરવાનું ધ્યેય પ્રાપ્ત કરીને, આત્મશુદ્ધિના ઉપાયરૂપે ચારિત્રાચારતપાચારમાં સુગુરુની નિશ્રાએ યથાશક્તિ પ્રવર્તન કરશે, તેઓ નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરશે. આમ, ધર્મ કેવળ શાસ્ત્રીય જ્ઞાનમાં નથી, પણ આચરણમાં છે. ધર્મ સૈદ્ધાંતિક માન્યતાઓમાં નહીં, પણ સિદ્ધાંતમય જીવન જીવવામાં છે. ધર્મ વિષે ચર્ચા કોઈ વખત લાભકારક બની શકે છે, કોઈ વખત નથી પણ બની શકતી, તો કોઈ વખત નુકસાનકારક પણ બની શકે છે. જો ધર્મચર્ચા દ્વારા જીવ ફક્ત બુદ્ધિવિલાસ જ કરે તો તે ધર્મચર્ચા તેના માટે લાભદાયક નથી થતી અને જ્યારે એ જ શ્રુતજ્ઞાન તેનામાં જ્ઞાની હોવાનો ખોટો દંભ ઉત્પન્ન કરે ત્યારે તે ધર્મચર્ચા તેના નુકસાનનું કારણ પણ બને છે. જ્યારે એ જ ચિંતનજ્ઞાન ધર્મનું આચરણ કરવાની પ્રેરણા ઉત્પન્ન કરે, માર્ગદર્શન આપે અને તેના પરિણામરૂપે જીવ જાગૃત રહી ધર્મનું આચરણ કરે ત્યારે જ તે કલ્યાણનું કારણ બને છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘બંધ મોક્ષ છે કલ્પના, તો શા માટે ત્યાગ; કરીને ગર્વ વધારવો, છોડી સુખનો લાગ. હું સત્ ચિત્ આનંદમય, ભાખે વાણી માંહી; પણ સમ્યગૂ નિજ જ્ઞાનની, ગંધ જણાય ન ક્યાંહી. સ્ત્રી ધન તન જડ યોગથી, અહર્નિશ એકાકાર; વર્તે મોહાવેશમાં, આકુળપણું અપાર. સાધન ધર્મ ક્રિયા ત્યજી, વિકાર વશ મન માંહી; કુમતિ કુશ્રુતથી ભર્યા, શુષ્કજ્ઞાની તે આંહી.”૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૭-૨૦) Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬ બેવમીિ રળ છે, જે રણ , તેમજ ૧ , પ્રતિભા નu. Page #221 -------------------------------------------------------------------------- ________________ Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬ - ગાથા ૩માં પરમાર્થમાર્ગને ભૂલી ગયેલા એવા કડક્રિયાપ્રધાન તથા શુષ્કભૂમિકા જ્ઞાનપ્રધાન જીવોનો ઉલ્લેખ કરી, શ્રીમદે ચોથી અને પાંચમી ગાથામાં તથાપ્રકારના જીવોનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવ્યું. બાહ્ય આચારોને જ સર્વસ્વ માની, આંતરિક પરિણામની અવગણના કરનાર એવા જડક્રિયાપ્રધાન જીવો તથા બાહ્ય આચારને અવગણી માત્ર નિશ્ચયની જાણકારીને જ મોક્ષમાર્ગ માનનાર એવા શુષ્કજ્ઞાનપ્રધાન જીવો એકાંત આગ્રહી દષ્ટિવાળા હોવાથી વસ્તુતઃ મોક્ષમાર્ગમાં ન કહેવાય, તેમ છતાં પોતે મોક્ષમાર્ગમાં છે એમ તેઓ માને છે. આથી બન્નેને તેમની ભૂલ બતાવી, મહાગ્રહનો ત્યાગ કરી, પરમાર્થમાર્ગ પ્રતિ વળવા શ્રીમદે પ્રેરણા કરી છે. જડક્રિયા અને શુષ્કજ્ઞાનનું સ્વરૂપ દર્શાવી, હવે છઠ્ઠી-સાતમી ગાથામાં ત્યાગવૈરાગ્યનું મૂલ્ય પ્રસ્થાપિત કરવામાં આવે છે. ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્નેને પરમાર્થમાર્ગે જોડવા શ્રીમદ્ પ્રકાશે છે – ગાથા “વૈરાગ્યાદિ સફળ તો, જે સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન.” (૬) - વૈરાગ્યત્યાગાદિ જે સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. (૬) વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે; અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્જવળ અંતઃકરણ વિના સદ્દગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે, એમ કહ્યું. અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તા; અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં અર્થ | Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચાજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અધત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્ય તો તે ગુણો અત્યંત દઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં! “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,' એમ જે સમજવામાં આવતું નથી તે સમજો; અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (૬) વૈરાગ્યાદિ અર્થાત્ વૈરાગ્ય, ત્યાગ, પૂજા, ભક્તિ, દીક્ષા, દાન, દયા, વ્રત, ભાવાર્થ તપાદિ સત્સાધન આત્મજ્ઞાન સહિત હોય તો તે સફળ છે, કારણ કે તે આત્મામાં સ્થિરતા વધારવામાં મદદરૂપ થાય છે. તેનાથી નવીન કર્મબંધ અટકે છે તેમજ વિપુલ નિર્જરા થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એકડા વિનાનાં મીંડાં નકામાં છે, પરંતુ મીંડું જો એકડાની પડખે ઊભું રહે તો એકડાની કિંમત દસ ગણી થઈ જાય છે, તેમ આત્મજ્ઞાન વિનાનાં વૈરાગ્યાદિ સફળ નથી, પરંતુ વૈરાગ્યાદિ જો આત્મજ્ઞાન સહિત આરાધવામાં આવે તો તે મોક્ષમાર્ગે ત્વરિત પ્રગતિ કરવામાં ઉપયોગી નીવડે છે. આત્મજ્ઞાની અંતરમાં આસક્તિરહિત હોવા છતાં ઘણી વાર પુરુષાર્થની નબળાઈના કારણે તેમને અસ્થિરતા આવી જાય છે. તે અસ્થિરતાના સંપૂર્ણ નાશ અર્થે દેશવિરતિ અને સર્વવિરતિની ત્યાગ-વૈરાગ્યમય સાધના શ્રી જિનેશ્વરે બતાવી છે. તેના દ્વારા યોગપ્રવૃત્તિનો સંક્ષેપ કરી, આત્મજ્ઞાની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટાવવાનો પુરુષાર્થ કરે છે. આમ, આત્મજ્ઞાન સહિતનાં વૈરાગ્યાદિનું પરમાર્થમાર્ગે મહત્ત્વનું સ્થાન છે એમ શ્રીમદે પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં સૂચવ્યું છે. આત્મજ્ઞાન સહિતનાં વૈરાગ્યાદિની સફળતા અને આત્મજ્ઞાન વિનાનાં વૈરાગ્યાદિની નિષ્ફળતા બતાવી શ્રીમદે આત્મજ્ઞાનની મહત્તા બતાવી છે, વૈરાગ્યાદિ ક્રિયાનો નિષેધ કર્યો નથી. આત્મજ્ઞાન પહેલાં થતાં વૈરાગ્યાદિ નિરર્થક અને નિરુપયોગી છે એમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૭-૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૧૭૭ વિશેષાર્થ કહેવાનો આશય નથી, તેની સ્પષ્ટતા કરતાં શ્રીમદ્ પ્રસ્તુત ગાથાની બીજી પંક્તિમાં કહે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું ન હોય, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના એકમાત્ર પ્રયોજન અર્થે જો વૈરાગ્યાદિ સાધનો થતાં હોય તો તે તથારૂપ યોગ્યતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ વળવા અર્થે જો વૈરાગ્યાદિ થતાં હોય તો તે આત્મિક ઐશ્વર્યને પ્રાપ્ત કરાવતાં હોવાથી સાર્થક છે. વૈરાગ્યાદિ સેવવાથી કષાયો મંદ પડે છે, ચિત્તની વિશુદ્ધિ થાય છે, આત્માની રુચિ તીવ્ર બને છે અને સ્વરૂપના અભ્યાસનો અવકાશ પ્રાપ્ત થાય છે. વૈરાગ્ય, ત્યાગ, ચિંતન આદિથી અંત:કરણ નિર્મળ થાય છે. અંતઃકરણ નિર્મળ થવાથી સદ્દગુરુનો ઉપદેશ પરિણમે છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી આત્માર્થી જીવ વૈરાગ્યાદિ સાધનો સેવી, તથારૂપ ગુણોને પ્રગટાવી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અવિરત પુરુષાર્થ કરે છે. આમ, શ્રીમદે આત્મજ્ઞાન પૂર્વે અને આત્મજ્ઞાન પછી, એમ બન્ને અવસ્થામાં વૈરાગ્યાદિ સાધનોની ઉપયોગિતા દર્શાવી છે, સાથોસાથ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનપ્રધાન જીવોને પણ ગર્ભિતપણે ઉપદેશ આપ્યો છે. 2 અનાદિ કાળના પરિભ્રમણમાં જીવે અનંત વાર અનેક સાધનો કર્યા છે. * અહિંસા, સત્ય, અચૌર્ય, બહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો, પાંચ ઇન્દ્રિયોનો અને મનનો નિગ્રહ તેમજ છ કાય જીવની રક્ષા એમ બાર પ્રકારનો સંયમ, ગૃહાદિનો ત્યાગ ઇત્યાદિ પ્રકારના ઉપાયો તેણે અનેક વાર કર્યા છે. પ્રાણાયામ આદિ અષ્ટાંગ યોગની સાધના, હઠયોગના પ્રયોગોની કષ્ટકારી સાધનાઓ, વિવિધ પ્રકારના જાપ તેમજ અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ પણ તેણે કરી છે. આ રીતે વૈરાગ્યાદિ સાધનો કરવામાં કે કષ્ટ વેઠવામાં તેણે કોઈ કસર બાકી રાખી નથી. આવાં અનેક સાધનોનો આવો બળવાન પરિશ્રમ કર્યો હોવા છતાં પણ તે હજુ સુધી સફળ થયો નથી, કારણ કે તે સર્વે સાધનો અને ક્રિયાઓ તેણે આત્મજ્ઞાન વિના કર્યા છે અને આત્મજ્ઞાન વિના ભવદુઃખનો અંત આવતો નથી. આત્માના વિભમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી શાંત થાય છે. ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં જે પ્રયત્ન કરતા નથી, તે પરમ તપ કરવા છતાં પણ નિર્વાણને પ્રાપ્ત કરતા નથી. પંડિત શ્રી દૌલતરામજી લખે છે કે – ૧- જુઓ : (૧) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૪૧ "आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः ।।' (૨) કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૪, શ્લોક ૩ 'आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैश्छेत्तं न शक्यते ।।' Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન “કોટિ જન્મ તપ તર્પ, જ્ઞાન વિન કર્મ ઝરેં જે, જ્ઞાનીકે છિનમેં, ત્રિગુપ્તિā સહજ ટરે તે; મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાય, નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.” અહીં જણાવ્યા પ્રમાણે આત્મજ્ઞાન વિના કોઈ વ્યક્તિ દીક્ષા લઈને આખું જીવન પંચ મહાવ્રત પાળે, તપ કરે, ઉપવાસ કરે અને તેનાથી જે કાંઈ કર્મો ખરે, તે કર્મો આત્મજ્ઞાનીને ત્રિગુપ્તિ વડે એક ક્ષણમાં સહેજે ખરી જાય છે. આત્મજ્ઞાનના પ્રતાપે જ્ઞાનીને મન-વચન-કાયાથી ભિન્ન ચૈતન્યપરિણતિ સદા વર્તતી હોવાથી તેમને સહેજે નિર્જરા થયા કરે છે. આત્મજ્ઞાન વગર મહાવ્રત પાળીને જીવ અનંત વાર સ્વર્ગમાં નવમી રૈવેયકે જાય તો પણ જન્મ-મરણનું પરિભ્રમણ તો ઊભું જ રહે છે. અજ્ઞાની જીવ સત્ક્રિયાનો મર્મ સમજ્યા વિના તેમાં જ બાહ્ય ભાવે લીન રહે છે અને ઉપયોગને સ્વ તરફ એકાગ્ર કરતો નથી. અનંત કાળથી સક્રિયા કરવા છતાં પણ તેનું વલણ પર તરફ જ રહ્યું છે. સ્વ તરફ વળવું તે જ આરાધક ભાવ છે. સત્સાધનનું સ્વરૂપ યથાર્થપણે નહીં સમજવાથી જીવને આરાધક ભાવ પ્રગટ્યો નથી. જેમ કે તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્ય તપ કરવાથી તો નિર્જરા થાય નહીં. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે અને શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિર્જરાનું કારણ હોય તો તિર્યંચાદિ પણ ભૂખ-તરસાદિ સહન કરે છે. અહીં કોઈ એમ કહે કે તે તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મબુદ્ધિપૂર્વક ઉપવાસાદિરૂપ તપ કરે તેને નિર્જરા થાય છે. તેનું સમાધાન એ છે કે ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિ કરે, તોપણ ઉપયોગ તો તે વખતે અશુભ, શુભ અથવા શુદ્ધ એમ કોઈ પણ રીતે પરિણમી શકે. જો ઘણા ઉપવાસાદિ કરવાથી ઘણી નિર્જરા થાય તથા થોડા ઉપવાસાદિ કરવાથી થોડી નિર્જરા થાય એવો નિયમ હોય તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિ જ ઠરે, પણ એમ તો છે જ નહીં, કારણ કે પરિણામ અશુદ્ધ હોય તો ઉપવાસાદિ કરીને પણ નિર્જરા થવી સંભવતી નથી. ઉપયોગ સ્વસમ્મુખ કરવો - રાખવો એ જ યથાર્થ સાધના છે અને તેમ કરવામાં જ સાધનની - વૈરાગ્યાદિ ક્રિયાઓની સાર્થકતા છે. આત્મજ્ઞાનના અભાવમાં જ આ જાગૃતિ વર્તતી હોવાથી આત્મજ્ઞાન સહિતના વૈરાગ્યાદિને મોક્ષપ્રાપક કહ્યાં છે. આ સંદર્ભમાં શ્રીમદ્ પ્રકાશે છે કે – જેમ જાન જોડી હોય, અને વિધવિધ વૈભવ વગેરે હોય, પણ જે એક વર ન ૧- પંડિત શ્રી દૌલતરામજીરચિત, ‘છ ઢાળા', ઢાળ ૪, કડી ૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૧૭૯ હોય તો ન શોભે અને વર હોય તો શોભે; તેવી રીતે ક્રિયા વૈરાગ્યાદિ જે આત્માનું જ્ઞાન હોય તો શોભે; નહીં તો ન શોભે.” આમ, આત્મજ્ઞાન વિના તપશ્ચરણ, વૈરાગ્ય આદિ નિષ્ફળ છે અને આત્મજ્ઞાન સાથે કરેલાં તપ, વ્રત, ત્યાગ, વૈરાગ્ય આદિ સફળ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો આત્મજ્ઞાન થતાં અહિંસાદિ પંચ વ્રતનું યથાર્થ પાલન થાય છે. આત્મામાં અભેદતા થતાં, પરદ્રવ્યમાં અને વિકારમાં આત્માને માનવારૂપ અધર્મની નિવૃત્તિ થતાં અહિંસાનું યથાર્થ પાલન થાય છે. જ્ઞાન અને આત્મા એક જ છે એવી શ્રદ્ધા કરનાર આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જ માને છે, તેથી તેનાથી સત્ય વ્રતનું પાલન થાય છે. દેહાદિ પરદ્રવ્ય પોતાનાં નથી, છતાં તેને પોતાનાં માનવાં તે અદત્તાદાન છે. જ્ઞાન પરથી તદ્દન જુદું છે, પરંતુ આત્માથી જરા પણ જુદું નથી એમ માનનારે પોતાના આત્માને અદત્તાદાનના કુભાવોથી બચાવ્યો છે. પરસંયોગમાં અને વિકારમાં આત્માની એકતા માનીને તેમાં જોડાવું તે અબહ્મસેવન છે. તે ટાળી, જ્ઞાન અને આત્મામાં એકત્વની શ્રદ્ધા કરીને વિકાર અને સંયોગોથી જુદાપણું જાણે, અર્થાત્ આત્મા સાથે એકતા કરીને પર સાથેનું એકતારૂપ જોડાણ તોડે તે પરમાર્થે બહ્મચારી બને છે. તેના અંતરના અભિપ્રાયમાં “હું જ્ઞાનમાત્ર છું, એ સિવાય પરનો એક અંશ પણ મારો નથી' એવી માન્યતા થતાં તે અપરિગ્રહી બને છે. વળી, હું અનંત જ્ઞાનાનંદપૂર્ણ છું અને વિકારપણે નથી' એમ શ્રદ્ધા કરવામાં જ્ઞાનની અનંતી ક્રિયા થાય છે. પોતાના સ્વભાવમાં જ સંતોષ માની સર્વ પરદ્રવ્યોમાંથી પોતાપણાની બુદ્ધિ છોડી દેતાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે. પોતાનો સ્વતંત્ર સ્વભાવ ઓળખાતાં અનંતા ભવનાં પ્રત્યાખ્યાન થાય છે. આત્મા અને જ્ઞાનની અભેદતા કરવાથી તેને સાચો સમભાવ એટલે કે સામાયિક થાય છે. શરીર અને શરીરની આહાર આદિ ક્રિયાઓથી પોતાના સ્વભાવને ભિન્ન જાણવામાં, શરીરનું સ્વામિત્વ છોડી દેવામાં શ્રદ્ધાની અપેક્ષાએ ચતુર્વિધ આહારનો ત્યાગ થાય છે. આત્મસ્વરૂપમાં વિશેષ એકાગ્ર થતાં સ્વરૂપસમાધિનો આનંદ વધતો જાય છે, આહારાદિની ઇચ્છાઓ તૂટતી જાય છે અને પર સંબંધી ઇચ્છાના નિરોધરૂપ તપ થાય છે. મન-વાણી-દેહથી ભિન્ન એવા ચૈતન્યમાં જ્ઞાન એકાગ્ર થતાં શરીરાદિ ઉપરનું લક્ષ છૂટી જાય છે અને કાયા પ્રત્યે ઉપેક્ષાભાવ થાય છે. એ જ કાયોત્સર્ગ છે. આમ, આત્મજ્ઞાન થતાં સર્વ ક્રિયાઓ સફળપણાને પામે છે. આત્મજ્ઞાનીને ચિદાનંદતત્ત્વનું ભાન સતત હોવાથી તથા સ્વરૂપમાં જ પ્રીતિ રહેવાથી પરદ્રવ્ય પ્રત્યે વૈરાગ્ય સહજ વધતો જાય છે. સ્વ-પરનો ભેદ પ્રત્યક્ષ થતાં ઇન્દ્રિયવિષયો પ્રત્યેના વૈરાગ્યમાં તીવ્રતા આવતી જાય છે. તેઓ વિષયોમાંથી ઇન્દ્રિયોને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૬ (ઉપદેશછાયા-૧૦) Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે. તેઓ પરપરિણતિને વમીને આત્મપરિણતિમાં રમે છે. તેઓ બાહ્યાભ્યતર સંગથી વિરામ પામી એકમાત્ર અસંગભાવને જ ભજે છે. વૈરાગ્યના બળે તેમની આત્મસ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે. તેમના રાગ-દ્વેષાદિનો ઘટાડો થતો જાય છે અને વીતરાગતા વધતી જાય છે. આમ, આત્મજ્ઞાનપૂર્વકનાં વૈરાગ્યાદિ સાધનો મોક્ષમાં કારણભૂત બને છે. તેથી જ વૈરાગ્યાદિ સાધનો આત્મજ્ઞાન પછી સફળ ગણાય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે કે દાન, પૂજા, બ્રહ્મચર્ય, ઉપવાસ, અનેક પ્રકારનાં વ્રત અને મુનિર્લિંગધારણ આદિ સર્વ એક સમ્યગ્દર્શન થાય તો મોક્ષમાર્ગમાં કારણભૂત બને છે. સમ્યગ્દર્શન વિના તે સર્વ સંસારને વધા૨વાવાળાં છે. ૧ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે કે દાનાદિ સર્વ ક્રિયાઓ સમકિત (આત્મજ્ઞાન) હોય તો જ શુદ્ધ છે, કારણ કે તે ક્રિયાઓના મોક્ષરૂપી ફળમાં સમકિતનું સહચારીપણું છે. આત્મજ્ઞાન વિના ગમે તેટલી ક્રિયાઓ આચરે તોપણ ચૈતન્યની શાંતિનું વેદન થતું નથી, કર્મબંધનથી છુટાતું નથી અને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી.૨ અહીં કોઈને પ્રશ્ન થાય કે વૈરાગ્યાદિ સાધનો જો સમ્યગ્દર્શન - આત્મજ્ઞાન પછી જ સફળ છે, અર્થાત્ આત્મજ્ઞાન પછી જ જો વૈરાગ્યાદિ સાધનો મોક્ષપ્રાપક બનતા હોય તો આત્મજ્ઞાન પહેલાં તે સાધનો કરવાનો શું અર્થ? આત્મજ્ઞાન પહેલાં જો તેની મોક્ષાર્થે કોઈ ઉપયોગિતા ન હોય તો તેને ધર્મક્રિયા કઈ રીતે કહી શકાય? આ પ્રશ્નનું સમાધાન એમ છે કે તે વૈરાગ્યાદિ જો આત્મલક્ષપૂર્વક કરવામાં આવે તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં કારણભૂત થતાં હોવાથી તે આત્મજ્ઞાન પહેલાં પણ કરવાં યોગ્ય છે. સમ્યગ્દર્શન પહેલાંની, અર્થાત્ મિથ્યાત્વ અવસ્થાની વૈરાગ્યાદિ ક્રિયાઓ મોક્ષપ્રાપક નથી એ કથન નિશ્ચયનયનું છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તો આત્મજ્ઞાન સાથેનાં વૈરાગ્યાદિ જ ધર્મ કહેવાય છે, પરંતુ વ્યવહારનયની દૃષ્ટિએ મિથ્યાત્વની અવસ્થામાં પણ જે વૈરાગ્યાદિ ક્રિયાઓ આત્મલક્ષપૂર્વક થતી હોય તે પણ ધર્મ છે. ભલે તે ક્રિયા મિથ્યાત્વ અવસ્થામાં થતી હોય, પણ જો તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયક થતી હોય તો તે ક્રિયા પણ ધર્મક્રિયા જ છે. અંતે તો મિથ્યાત્વ અવસ્થામાં રહેલ સમકિતસન્મુખ જીવ જ આત્મજ્ઞાન પામે છે. આત્મજ્ઞાન એકાએક આકાશમાંથી ઊતરી પડતું નથી કે અચાનક આત્મામાં પ્રગટ થઈ જતું નથી. જે મિથ્યાત્વી આત્મા સદ્ગુરુનો યોગ પામે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘રયણસાર', ગાથા ૧૦ 'दाणं पूया सीलं, उववासं बहुविहं पि खवणं पि । सम्मजुदं मोक्खसुहं, सम्मविणा दीहसंसारं ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૨ 'सम्यक्त्वसहिता एव शुद्धा दानादिकाः क्रियाः 1 तासां मोक्षफले प्रोक्ता यदस्य सहकारिता ।। ' Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૧૮૧ છે, ધર્મદેશના સાંભળે છે, સંસારની અસારતાનો બોધ પામે છે, ત્યાગ-વૈરાગ્યાદિ સાધનો સેવે છે તે જીવ આત્મજ્ઞાન પામે છે. તેની ત્યાગ-વૈરાગ્યાદિ ક્રિયાઓ મિથ્યાત્વ સહિત હોવા છતાં તે ક્રિયાઓ આત્મલક્ષપૂર્વક થતી હોવાથી અને તે દ્વારા ભવિષ્યમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી તે ધર્મક્રિયા જ છે. નિશ્ચયનયથી તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછીનાં વૈરાગ્યાદિ જ ધર્મક્રિયા તરીકે માન્ય થયેલ છે, પણ વ્યવહારનયથી પણ જો તેને ધર્મક્રિયા માનવામાં ન આવે તો શું તેને પાપક્રિયા માનવી? જો સમ્યગ્દર્શન એ ગુણ છે તો તેને પ્રાપ્ત કરી આપનારાં વૈરાગ્યાદિને ધર્મક્રિયા કહેવી જોઈએ. તે ક્રિયાઓમાં મિથ્યાત્વભાવ પડેલો છે, પણ તેમાં રહેલું મિથ્યાત્વ તો સાવ માયકાંગલું છે. મરવા પડેલું એ મિથ્યાત્વ અવગણના કરવા યોગ્ય છે એમ વ્યવહારનય કહે છે. નિશ્ચયનું મંતવ્ય સાક્ષાત્ (immediate) મોક્ષફળની પ્રાપકતાને અનુલક્ષીને છે, જ્યારે વ્યવહારનયનું મંતવ્ય પરંપરયા (successive) મોક્ષફળની પ્રાપકતાને અનુલક્ષીને છે. મંદમિથ્યાત્વીનાં વૈરાગ્યાદિથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાન સહિતનાં વૈરાગ્યાદિથી મોક્ષ પ્રાપ્ત થાય એવો જિનમત છે. નિશ્ચયદષ્ટિએ જેનું ફળ સાક્ષાત્ મોક્ષ હોય તેને જ સત્ક્રિયા કહી શકાય. સ્વરૂપલક્ષ સહિતની શુભ ક્રિયાથી તત્ક્ષણ તો પુણ્યબંધ જ થાય છે, તેથી પારમાર્થિક રીતે એને મોક્ષપ્રાપક ન ગણી શકાય; પણ તે ક્રિયા પરંપરાએ મોક્ષફળની પ્રાપક છે, તેથી વ્યવહારદષ્ટિથી તેને મોક્ષનું કારણ ગણવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં એમ કહ્યું છે કે આત્મજ્ઞાન વિનાનાં વૈરાગ્યાદિ મોક્ષનું કારણ નથી, ત્યાં એમ કહેવું છે કે સ્વરૂપલક્ષ ન હોવાથી વૈરાગ્યાદિ નિષ્ફળ છે. જ્યાં સુધી સંસારમાં રસ હોય ત્યાં સુધી સ્વરૂપલક્ષ ન થાય. સ્વર્ગપ્રલોભન, નરકભય, લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા, મજબૂરી, બળજબરી, દેખાદેખી, મોટાઈ જેવાં અનેક પ્રકારનાં સાંસારિક પ્રયોજનોથી થતાં વૈરાગ્યાદિ મોક્ષફળ આપી શકતાં નથી. પરંતુ જેનું મિથ્યાત્વ મંદ પડ્યું છે અને જે સ્વરૂપલક્ષપૂર્વક ક્રિયાઓ કરે છે તેને તે ક્રિયાઓ પરંપરાએ મોક્ષ તરફ લઈ જાય છે. મોક્ષનું કારણ નિશ્ચય સમ્યગ્દર્શન છે અને નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ વ્યવહાર સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ ગુણસ્થાનકે રહેલા મંદમિથ્યાત્વી જીવને તત્ત્વમંથન કરવાથી થાય છે. તત્ત્વમંથન મનની શાંત અવસ્થામાં થાય છે. મનની શાંત અવસ્થા કષાયની ઉપશાંતતા અને વિષયોની મંદતાથી થાય છે અને તે વૈરાગ્યાદિ શુભ ક્રિયાઓમાં જોડાવાથી થાય છે. આમ, તે શુભ ક્રિયા આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક નીવડે છે અને તેથી તેનો નિષેધ કરવો યોગ્ય નથી. શ્રીમદ્ ફરમાવે છે કે – ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શુભ અને અશુભ બન્ને ક્રિયાના સંબંધમાં સમજવું. ક્રિયા, શુભ અને અશુભનો નિષેધ કહ્યો હોય તો મોક્ષની અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાનીપુરુષનું કથન હોય જ નહીં. સપુરુષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં. જે ક્રિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે.’ જ્ઞાનીઓએ નિશ્ચયપ્રધાન બોધમાં વ્યવહારધર્મને હીન પણ બતાવ્યો છે, પરંતુ વતશીલ-સંયમાદિનું હીનપણું પ્રગટ કરવા પાછળ તેમનો આશય જે જીવ આત્માનુભવનો ઉપાય કરતો નથી અને માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં જ મગ્ન છે, તેને ત્યાંથી આગળ વધારીને આત્માનુભવના પુરુષાર્થમાં લગાવવાનો હોય છે. શુભોપયોગનો નિષેધ અશુભોપયોગમાં જવા માટે નહીં, પરંતુ શુદ્ધોપયોગની પ્રેરણા માટે કરવામાં આવે છે. તેથી જે જીવ ભક્તિ આદિ કાર્યોમાં કૃતકૃત્યતા માની બેસે છે, તેને આત્મશ્રદ્ધાનાદિ કરાવવા માટે દેહમાં દેવ છે, દેરામાં નથી' ઇત્યાદિ ઉપદેશ આપવામાં આવે છે. ત્યાં એમ સમજી ન લેવું કે ભક્તિ છોડી ભોગાદિમાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્યાં વ્યવહારનો નિષેધ કરવામાં આવે છે ત્યાં તે વાતને યથાર્થપણે જાણવી જોઈએ અને પ્રમાદી ન થવું જોઈએ. આવાં કથનોનો પરમાર્થ સમજ્યા વિના, પોતાનાં પરિણામ નિર્મળ જોઈએ, બાહ્યમાં ભલે ગમે તે પ્રવર્તન હોય' એમ વિચારી બાહ્ય ત્યાગાદિના ઉપદેશથી પરામુખ રહેનારા જીવો અધ્યાત્મ સાધી શકતા નથી, કારણ કે આત્મપરિણામને અને બાહ્ય પ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. છદ્મસ્થ જીવને પરિણામપૂર્વક ક્રિયા થાય છે તથા કોઈ વખત પરિણામ વિના કોઈ ક્રિયા થાય છે તો તે પરવશતાથી થાય છે, પણ જ્યાં સ્વવશથી ઉદ્યમપૂર્વક કાર્ય કરવામાં આવે અને પરિણામ એ રૂપ નથી' એમ કહે તો તે ભમ છે. વળી, બાહ્ય પદાર્થોનો આશ્રય પામીને જે પરિણામ થાય છે તે શુભાશુભ હોય છે, માટે તેનાં પરિણામ મટાડવા અર્થે જ્ઞાનીઓએ બાહ્ય વસ્તુનો નિષેધ કર્યો છે. રાગાદિ ભાવ ઘટતાં અનુક્રમે બાહ્ય એવો શ્રાવકધર્મ કે મુનિધર્મ હોય છે, અથવા એ પ્રમાણે શ્રાવકધર્મ કે મુનિધર્મ અંગીકાર કરતાં પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં રાગાદિ ઘટવારૂપ પરિણામોની પ્રાપ્તિ થાય છે એવું જ્ઞાનીઓએ નિરૂપણ કર્યું છે. તેથી જ્ઞાનીઓ તીવ્ર કષાયોનાં કાર્યો છોડાવી મંદ કષાયરૂપ કાર્યો કરવાનો ઉપદેશ આપે છે. જો કે કષાય કરવો ખરાબ જ છે, તોપણ જ્યાં સર્વ કષાય છૂટતા ન હોય ત્યાં જેટલો કષાય ઘટશે તેટલું ભલું થશે એવા પ્રયોજનથી મંદ કષાયરૂપ કાર્યોનો ઉપદેશ આપે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૧ (ઉપદેશછાયા-૧૧) Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૧૮૩ છે. જે જીવોને આરંભાદિ કરવાની, વિષય સેવવાની અથવા ક્રોધાદિ કરવાની ઇચ્છા સર્વથા દૂર થતી ન હોય, તેમને પૂજા-પ્રભાવનાદિ કરવાનો, ઐત્યાલયાદિ બનાવવાનો, ધર્માત્મા પુરુષોને સહાય આદિ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે, કારણ કે તેમાં પરંપરાએ કષાયોનું પોષણ થતું નથી, જ્યારે પાપકાર્યોમાં તો પરંપરાએ કષાયોનું પોષણ થાય છે. તેથી જ્ઞાનીઓ પાપકાર્યોથી છોડાવી વૈરાગ્યાદિ ક્રિયાઓમાં જોડાવાનો ઉપદેશ આપે છે. મિથ્યાત્વી જીવ વૈરાગ્યાદિ ક્રિયા જ્યારે સ્વરૂપલક્ષે કરે છે ત્યારે તેનામાં અશુભ ભાવનું બળ ઘટે છે અને શુભ ભાવનું બળ વધે છે. કષાયની મંદતા વખતે મન શાંત હોવાથી તત્ત્વનું મંથન કરવા તે સમર્થ બને છે, પરિણામે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે સમ્યકત્વ પહેલાં પણ શુભ ક્રિયાત્મક વ્યવહાર મોક્ષનું પરંપરયા કારણ છે. મંદમિથ્યાત્વી, અર્થાત્ સમ્યત્વસમ્મુખ જીવનો શુભ ધર્મક્રિયા વખતે વર્તતો સાતિશય શુભપયોગ શુદ્ધતાને સાધે છે, તેથી તે પરંપરયા મોક્ષનું કારણ છે. શુભોપયોગ ત્રણ પ્રકારે છે - ક્રિયારૂપ, ભક્તિરૂપ અને ગુણગુણીભેદવિચારરૂપ. વળી, તે દરેક પ્રકાર સાતિશયરૂપ અને નિરતિશયરૂપ એમ બે પ્રકારના હોય છે. સાતિશયરૂપ શુભ ઉપયોગવાળો જીવ ચોક્કસ શુદ્ધતાને સાધે છે, જ્યારે નિરતિશય શુભોપયોગી જીવ સાતિશય શુભ ઉપયોગવાળો થયા વગર શુદ્ધતાને સાધી શકતો નથી. વૈરાગ્યાદિ શુભ ક્રિયામાં વર્તે, દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી ઉત્તમ કાર્યોમાં ભક્તિથી ભાગ લે અને શાસ્ત્રના અભ્યાસથી તત્ત્વનો વિચાર કરે; પણ જો તે ત્રણ પ્રકારના શુભ વિકલ્પના રસમાં જ રોકાઈ રહે, વિકલ્પથી જુદું ચૈતન્યસ્વરૂપ લક્ષગત ન કરે તો એવા શુભોપયોગમાં કોઈ સાતિશયતા નથી; એવા નિરતિશય શુભ ભાવો અજ્ઞાની જીવ પૂર્વે અનેક વાર કરી ચૂક્યો છે, પણ તેનાથી તેનું હિત સધાયું નથી. સાતિશયતા વગરના આ શુભોપયોગમાં ઉપયોગ બળવાન નથી, ઉપયોગ રાગમાં દબાઈ રહ્યો છે, તેમાં એકાકાર વતી રહ્યો છે, તેથી તે પોતાનું કાર્ય કરી શકતો નથી, પરંતુ તે શુભ ભાવના કારણે જીવને શુભ નિમિત્તો મળે છે, જેથી ભવિષ્યમાં કદાચિત્ આગળ વધીને તે સ્વકાર્ય સાધવા તૈયાર થાય તો તે વખતે તેના ઉપયોગમાં સાતિશયપણું આવી જાય. જે ઉપયોગમાં સાતિશયપણું આવે તે જરૂર પોતાના સ્વભાવને સાધે જ છે. વૈરાગ્યાદિ ક્રિયા, ભક્તિ, તત્ત્વવિચાર વખતે જો ઉપયોગસ્વરૂપ આત્મા લક્ષગત વર્તતો હોય, એટલે કે ઉપયોગ જ્યારે રાગ કરતાં વધુ બળવાન હોય, ત્યારે તે શુભોપયોગને સાતિશય કહેવાય છે. રાગ કરતાં તેનામાં અતિશયતા છે, તેથી ઉપયોગની અપેક્ષાએ તે શુભોપયોગમાં સાતિશયપણું આવે છે. ઉચ્ચ જિજ્ઞાસુને સમ્યક્ત્વની પૂર્વે અને સમ્યકત્વ પછીના શુભ ઉપયોગમાં આવી અતિશયતા હોય છે. અહીં એ ધ્યાન રાખવું ઘટે કે શુભ ઉપયોગમાં સાધકપણું ઉપયોગમાં છે, શુભમાં નહીં. શુભ રાગ અને ઉપયોગ બને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. સમ્યકત્વ પહેલાના સાતિશય ઉપયોગનું બળ એવું હોય છે કે રાગથી પોતે જુદો પડીને પોતાના સમ્યક સ્વભાવને પકડી લે છે. તે જીવ શુભ રાગમાં અટકતો નથી. તેના રાગ કરતાં ઉપયોગનું બળ વધતું રહે છે. આમ, સાતિશય શુભોપયોગ દ્વારા શુદ્ધોપયોગ સધાય છે, તેથી વૈરાગ્યાદિ ક્રિયાઓ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં હેતુભૂત છે. વૈરાગ્યાદિ સાધનો દ્વારા પરપદાર્થો ઉપરની મમતા દૂર થાય છે. તે મમતા દૂર થવાથી તેની પ્રાપ્તિની ઇચ્છા દૂર થાય છે અને તેથી અંતરંગ અને બાહ્ય સર્વ સંગનો સહેજે ત્યાગ થાય છે, જેથી સ્વરૂપના અભ્યાસનો અવકાશ રહે છે. આત્મસ્વરૂપના લક્ષપૂર્વક વૈરાગ્યાદિ ભાવ દઢ થતાં જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે અને અનુક્રમે રાગદ્વેષાદિ સર્વ દોષોનો ક્ષય થઈ, અખંડ આત્મરણારૂપ શુદ્ધ સ્વભાવમય સર્વોત્તમ ધર્મ પ્રગટે છે. માટે પરમ શાંતરસમય આત્મસ્વરૂપમાં નિમગ્ન થવા ઇચ્છતા મુમુક્ષુએ તે આત્મિક શાંતિના અદ્ભુત કારણરૂપ વૈરાગ્યાદિ સાધનો સેવવાં શ્રેયરૂપ છે. પરંતુ જ્યાં સુધી આત્મતત્ત્વના મહિમાને જાણ્યો નથી, ત્યાં સુધી વૈરાગ્યાદિ સાધનોથી લાભ થતો નથી. આત્માની ઓળખાણ વગર જપ-તપાદિની પરમાર્થમાર્ગમાં કોઈ ગણતરી નથી. કોઈ જીવ પાણીના અભાવે મૃત્યુ પામે છે તો કોઈ પાણીમાં ડૂબીને મરે છે, તેમ કોઈ જીવ સાધન કર્યા વગર રખડે છે અને કોઈ જીવ સાધન યથાર્થપણે નહીં કરવાથી રખડે છે. આવા શુષ્કજ્ઞાનપ્રધાન અને ક્રિયાજડ જીવો માર્ગભષ્ટ છે. તેમને સત્પથનું દર્શન કરાવતાં શ્રીમદ્ લખે છે કે – અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તા; અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચાજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂચ્છનું અભત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્ય તો તે ગુણો અત્યંત દઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્ફુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં! ‘માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,' એમ જે સમજવામાં આવતું નથી તે સમજો; અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય.’૧ ગાથા-૬ આમ, શ્રીમદે આ ગાથામાં વૈરાગ્યાદિની ઉપયોગિતાનો બોધ આપી માર્ગ ભૂલેલા ક્રિયાજડ તથા શુષ્કજ્ઞાની જીવોને યથાર્થ માર્ગદર્શન આપ્યું છે. માત્ર બાહ્ય ક્રિયા કરવાથી જ કલ્યાણ થઈ જશે એવું માનનારા ક્રિયાજડને એમ બોધ આપ્યો છે કે કાયાને દમવી, રોકવી એ કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી. કોરી વૈરાગ્યાદિ ક્રિયાઓ આત્મજ્ઞાન વિના સફળ થતી નથી અને મોક્ષ અપાવી શકતી નથી. જેને પરમાર્થે હિત-અહિતની પરીક્ષા નથી, અકષાય તથા કષાયનો, જ્ઞાન તથા અજ્ઞાનનો વિવેક નથી, આત્મસ્વરૂપનું ભાન નથી; તે જીવ ધર્મના નામે પુષ્કળ ક્રિયાકાંડ કરી પોતે મોક્ષમાર્ગને સાધે છે એવું મિથ્યા અભિમાન કરે છે અને પોતાના આત્માર્થને છેદે છે. જો તે રાગ, દ્વેષ અને મોહ ઘટાડે નહીં તો તેનો સર્વ કાયક્લેશ વૃથા છે. તેને મિથ્યાત્વનો સંવર તો હજી થયો નથી અને યોગનો સંવર કરવા જાય છે, તેથી તેને યથાર્થ સંવર ક્યારે પણ થતો નથી. ઉદાહરણ તરીકે એક માણસને રૂા. ૯૯,૯૯૯/-નું દેવું હોય, તેમાંથી જો તે એકમનો નવડો ચૂકવે તો રૂા. ૯૯,૯૯૦/-નું દેવું બાકી રહે, પરંતુ જો તે પહેલો નવડો ચૂકવે તો માત્ર રૂા. ૯,૯૯૯/-નું દેવું બાકી રહે. એ રીતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પંચાસવરૂપ પાંચ નવડા અનાદિથી જીવને લાગેલા છે. તેમાંથી જો તે છેલ્લો નવડો ચૂકવે, અર્થાત્ માત્ર યોગનો સંવર કરવા જાય તો તેથી કંઈ તેનું પરિભ્રમણરૂપ દેવું છૂટે નહીં. જીવે વિચારવું ઘટે કે આજ સુધી તેણે મિથ્યાત્વનો પહેલો નવડો ચૂકવ્યો નથી અને અનંત વાર કેવળ બાહ્ય ક્રિયાઓ દ્વારા એકમનો નવડો ચૂકવવા પ્રયત્ન કર્યો છે અને તે કારણે તેનું પરિભ્રમણ ટળ્યું નથી. તેથી બાહ્ય ક્રિયાઓમાં જ ઇતિકર્તવ્યતા માની તે ક્રિયાઓમાં જ રોકાઈ જવું ઘટતું નથી, પરંતુ અંતરંગ આત્મપરિણામરૂપ અધ્યાત્મક્રિયામાં ઊંડા ઊતરવું ઘટે છે. આમ, વૈરાગ્યાદિ જો આત્મજ્ઞાન સહિત હોય તો અવશ્ય મોક્ષફળ પમાડતાં હોવાથી સફળ છે અને આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનના એકમાત્ર પ્રયોજનને અર્થે કરવામાં આવતાં હોય તો તે વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો એમ બતાવી, શ્રીમદે ક્રિયાજડ જીવોને તે વૈરાગ્યાદિ સાધનો એકમાત્ર આત્માર્થે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે, સ્વરૂપલક્ષે સેવવાની ભલામણ કરી છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૭-૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વળી, ત્યાગ-વૈરાગ્યાદિ અંતરપરિણામરૂપ અધ્યાત્મરસના ભાવભીના પ્રવાહ વિનાના શુષ્કજ્ઞાનીને એમ ઉપદેશ આપ્યો છે કે માત્ર શાસ્ત્રોના શબ્દજ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી, પણ આત્મજ્ઞાનમાં કારણભૂત એવાં વૈરાગ્યાદિની પણ આવશ્યકતા છે. જે માત્ર મુખેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરે છે અને ત્યાગ-વૈરાગ્યરહિત છે તેને આત્મજ્ઞાન કેવી રીતે થાય? તે મનમાં એમ ધારી રાખે છે કે દેહ અને આત્મા સર્વથા ભિન્ન છે, આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે, સુખનું ધામ છે ઇત્યાદિ; પણ પોતાને જરા પ્રતિકૂળતા આવે, અપમાન આદિ થાય તો તીવ્ર અશુભ ભાવમાં પ્રવર્તે છે. સંયોગભાવનાના કારણે બાહ્ય વિષયોમાં ફાંફાં મારે છે અને તેમાંથી સંતોષ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. જ્યાં હજી પરમાં આધારબુદ્ધિ રહી છે, પરથી સુખ, શાંતિ અને સલામતી ભાસે છે, ત્યાં હજી મુમુક્ષુપણું જ પ્રગટ્યું નથી તો જ્ઞાનીપણું કઈ રીતે સંભવે? આત્મસ્વરૂપની વાતો વાંચી કે સાંભળી લેવામાં આવે, વિચારી કે સમજી લેવામાં આવે, પરંતુ આચરણમાં મૂકવામાં ન આવે તો તે સમજણ હજી પરિપક્વ થઈ નથી, કાચી છે. કાચા ઘડાની મદદથી નદી પાર કરવી જોખમકારક છે. પ્રથમ તેને પકવવો જોઈએ. તેમ વૈરાગ્યાદિ સાધનોનાં સેવન દ્વારા સમજણને પરિપક્વ કરવી ઘટે. કારણ વિના કાર્ય થાય નહીં, પરંતુ શુષ્કજ્ઞાની જીવ વૈરાગ્યાદિ કારણ આપ્યા વગર જ આત્મજ્ઞાનરૂપી કાર્ય ઇચ્છે છે, પ્રરૂપે છે, તો તેને આત્મજ્ઞાન ક્યાંથી પ્રગટે? વૈરાગ્યાદિ ગુણો વિના ઉપદેશ ઝીલવાની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી તો ઉપદેશ આત્મપરિણામી ક્યાંથી થાય? વળી, પૂજાસત્કારાદિની કામના હોવા છતાં, સંસાર પ્રત્યે તીવ્ર મોહ હોવા છતાં, વિષયમાં આસક્તિ હોવા છતાં, આત્મસન્મુખતાનો પણ અભાવ હોવા છતાં પોતાને જ્ઞાની કહેવડાવે છે અને અનંતા જ્ઞાનીઓની આશાતના કરે છે. અંતરમાં ભોગની ઇચ્છા વર્તતી હોવાથી, ‘શું કરું? મારે ઉદય એવો છે' એવું બોલી, પોતાનો બચાવ કરી ભોગેચ્છાને પોષે છે અને પરિણામે તેનો સંસાર વધતો જાય છે. તેવા શુષ્કજ્ઞાનીને શ્રીમદે વૈરાગ્ય, ત્યાગ, દયાદિનાં આચરણની પ્રેરણા કરી છે કે જેથી તે આત્મજ્ઞાનની સન્મુખ થાય. વૈરાગ્યાદિ સાધનો આત્મજ્ઞાન થયા પૂર્વે, આત્મજ્ઞાન પામવાની યોગ્યતા પામવા માટે અવશ્ય સેવવા યોગ્ય છે, કારણ કે તેના સેવનથી આત્મજ્ઞાનની દિશામાં પ્રયાણ થાય છે અને ક્રમે કરીને આત્મજ્ઞાન થાય છે. આમ, શ્રીમદ વૈરાગ્યાદિને આત્મજ્ઞાનનાં કારણ બતાવીને, તે સાધનોની આવશ્યક્તા અને મહત્તા બતાવીને, શુષ્કજ્ઞાનીને તે સાધનોનાં સેવનની ભલામણ કરી છે. આ રીતે શ્રીમદે ધર્મના નામે કલ્પિત પ્રવૃત્તિ કરનારા બન્ને પ્રકારના જીવોને તેમના દોષોનો લક્ષ કરાવ્યો છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – ‘ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીને ક્રિયાજડપણું અને શુષ્કજ્ઞાનીપણું છોડાવવા અને Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬ ૧૮૭ સાચા મોક્ષમાર્ગે જોડાવવા આ પરમાર્થગંભીર સૂત્રમાં આત્મજ્ઞાન અને આત્મક્રિયાનો સમન્વય કરવારૂપ સમ્યક્ મોક્ષમાર્ગ પ્રકાશ્યો છે; અને આ સૂત્રની તત્ત્વકલામય અદ્ભુત સૂત્રગૂંથણીથી બન્નેને એકીસાથે અભુત પરમાર્થકુશળતાથી સમ્યક્ શુદ્ધ બોધ આપ્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘વૈરાગ્યાદિ સફળ તો, જો શિવ પદ ઉદ્દેશ; સદ્ગુરુ કથિત ક્રિયા વિષે, ઉદ્યમવંત વિશેષ. સદાચરણ તો તે ભલું, જો સહ આતમજ્ઞાન; જેથી ગુણ શ્રેણિ વિષે, ચઢે વધે ગુણસ્થાન. દુઃખગર્ભિત વૈરાગ્ય પણ, સદ્ગુરુ વિનય સહિત; તેમ જ આતમજ્ઞાનની, જ્યોતિ વિશેષ નિમિત્ત. વૈરાગ્યાદિ સદ્ગુણો, ચઢતાં સંયમ સ્થાન; અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન.૨ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૯ ર- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૧-૨૪) Page #235 -------------------------------------------------------------------------- ________________ Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા 9 त्योग विभाग न दित्तमा, थाय व तेनेशान भरडे त्याग दियागमा, तो लूले विल्लावा Page #237 -------------------------------------------------------------------------- ________________ Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭ ભૂમિકા ગાથા અથ - ગાથા ૬માં કહ્યું કે ત્યાગ-વૈરાગ્યાદિ સત્સાધનો જો આત્મજ્ઞાન સહિત હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષપ્રાપ્ત કરાવવામાં ફળવાન થાય છે અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે સાધનો સ્વસ્વરૂપના લશે, આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે સેવવામાં આવતાં હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ થાય છે. હવે પ્રસ્તુત ગાથામાં પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ત્યાગ અને વૈરાગ્યનું મહત્ત્વ સમજાવી શ્રીમદ્ તેની દઢતા કરાવે છે. બન્ને પ્રકારના જીવોને ત્યાગ-વૈરાગ્યાદિની ઉપકારિતા દર્શાવતાં શ્રીમદ્ લખે છે – ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.” (૭) - જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે; અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. (૭) જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. (૭) જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોનું માહાભ્ય છે, ઇષ્ટ પદાર્થોમાં સુખબુદ્ધિ ભાવાર્થ ૨] છે, ત્યાં સુધી તેનાથી નિવૃત્ત થવાનાં અંતરંગ પરિણામ થતાં નથી. વૃત્તિઓ બાહ્ય સંયોગોમાં જ ભટકતી હોવાથી સ્વરૂપસન્મુખતા સંભવતી નથી. ચિત્તમાં ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન દૃઢ વૈરાગ્યરંગ ન લાગે ત્યાં સુધી કાર્યસિદ્ધિ થવી શક્ય નથી, માટે જ શ્રીમદે અત્રે ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં' એ ચરણમાં ‘ચિત્ત' શબ્દ ઉપર ખાસ ભાર આપ્યો છે. ત્યાગ-વૈરાગ્યનો સાચો રંગ જ્યાં સુધી ચિત્તમાં ન લાગ્યો હોય ત્યાં સુધી જીવમાં આત્મજ્ઞાન પામવાની યોગ્યતા પણ આવતી નથી. ત્યાગ-વૈરાગ્યવાસિત જીવને સદ્ગુરુનો બોધ થતાં આત્મજ્ઞાનાદિ કલ્યાણપરંપરા પ્રાપ્ત થાય છે, કારણ ત્યાગ-વૈરાગ્યભાવોથી તેની ચિત્તભૂમિ કોમળ થઈ હોવાથી તેમાં બોધ ઊગી નીકળે છે. આમ, આત્મસાધનામાં બાધક નિમિત્તોને છોડવારૂપ ત્યાગ તથા સંસાર પ્રત્યેની આસક્તિ ઘટવારૂપ વૈરાગ્ય અથવા ગ્રહણ થયેલાં હોય તેને છોડવારૂપ ત્યાગ અને નવીન ગ્રહણના અટકવારૂપ વૈરાગ્ય જેના અંતરમાં પ્રગટ્યાં નથી તેને આત્મજ્ઞાન ન થાય. તેનું જ્ઞાન વાચાજ્ઞાન છે; ઠાંસેલું, ગોખેલું, અનુભવ વિનાનું શુષ્ક જ્ઞાન છે. કદાપિ કોઈ જીવ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં કારણભૂત એવાં ત્યાગ-વૈરાગ્યાદિ કરતો હોય, પરંતુ જો તે સાધનોમાં જ તે અટકી જાય, તેમાં જ ઇતિકર્તવ્યતા માની તે સાધનોને જ સાધ્ય માનવાની ભૂલ કરી બેસે, તો ત્યાગ-વૈરાગ્યાદિ કરવા છતાં પણ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રહે છે. ત્યાગ, તપ, સંયમ, પૂજા, ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ આદિ બધી ક્રિયાઓ નિજભાન જગાડીને સ્વમાં સ્થિર થવા માટેની કેડીઓ છે. આ સાધનો વડે ક્યાંક આગળ પહોંચવાનું છે એ ભૂલીને તેમાં જ અટકી જતાં, અર્થાત્ તેમાં જ અટવાઈ જતાં આત્માર્થ ચૂકી જવાય છે. જીવ જો સાધનનું સાધ્ય આત્મજ્ઞાન, તેને જ ચૂકી જાય અને સાધનને જ સાધ્ય માની, તે સાધનમાં જ રમ્યા કરે તો ઇષ્ટ લક્ષ્ય ભણી વધી ન શકવાથી તે જીવ આત્મજ્ઞાન પામી શકતો નથી. જડક્રિયાપ્રધાન જીવને ક્રિયામાં રહેતી ઊણપ અને સ્કૂલના ખૂંચે છે, પરંતુ વર્ષોથી દીક્ષાપર્યાય હોવા છતાં, વર્ષોથી તપસ્યા કરવા છતાં, વર્ષોથી પૂજા-ભક્તિ આદિ કરવા છતાં સ્વરૂપપ્રાપ્તિ ન કરી શક્યાનો રંજ પણ તેને થતો નથી. આમ, ત્યાગ-વૈરાગ્યાદિ ક્રિયા ઉપયોગશૂન્યપણે થતી હોવાથી તેનાથી કાર્યસિદ્ધિ થતી નથી અને આત્મલક્ષ ચુકાઈ જવાના કારણે ક્વચિત્ તો ત્યાગ-વૈરાગ્યાદિ ક્રિયાનો આગ્રહ કે અભિમાન થઈ જવાથી જીવનું અપાર નુકસાન થાય છે. આ પ્રમાણે આ ગાથામાં શ્રીમદે ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્ને પ્રકારના જીવોને ઉપદેશ કર્યો છે. વિશેષાર્થ ભ્રાંતિમાં ભૂલેલો જીવ અનાદિ કાળથી સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડીને દુઃખ વેઠી રહ્યો છે. વિષયોમાં સુખ નથી, પણ સુખ આત્મામાં જ છે તેવી સમજણના અભાવે તે વિષયોમાં ઝંપલાવી રહ્યો છે. પરમાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ ન હોવાના કારણે તે તરફ ગતિ કરવાનું તેને સૂઝતું નથી. બહિર્મુખ વલણથી તે વિષયતૃષ્ણાની આગમાં બળી રહ્યો છે. આ વિષયતૃષ્ણારૂપી અગ્નિ તો સામાન્ય Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૧૯૩ અગ્નિ કરતાં પણ વધુ ભયાનક છે. અગ્નિમાં ઇંધન નાખતાં અગ્નિ વધે છે અને ઇંધન કાઢી લેતાં અગ્નિ બુઝાઈ જાય છે; પરંતુ વિષયતૃષ્ણારૂપ અગ્નિમાં વિષયભોગરૂપ ઇંધન નાખતાં તો તે અગ્નિનો દાહ વધે જ છે અને વિષયભોગરૂપ ઇંધન ન મળે તોપણ તે વિષયતૃષ્ણારૂપ અગ્નિનો દાહ વધતો જ રહે છે; એટલે બન્ને અવસ્થાઓમાં આ વિષયતૃષ્ણારૂપ અગ્નિ તો જીવને બાળ્યા જ કરે છે. ચૈતન્યના શાંત રસનું પાન કરતાં જીવ તે બળતરામાંથી છૂટે છે. વિષયભોગનો ત્યાગ કરવાથી અને સ્વરૂપના અભ્યાસમાં અવિરતપણે પુરુષાર્થ કરવાથી જીવને ચૈતન્યસુખનો સ્વાદ સાંપડે છે, તેથી આત્મસ્વરૂપમાં તન્મયતા પ્રાપ્ત કરવા માટે જીવે આરંભ-પરિગ્રહ ઘટાડી ત્યાગ અને વૈરાગ્યનું બળ વધારવું જોઈએ. ત્યાગ એટલે બાહ્ય અને અત્યંતર પરિગ્રહની નિવૃત્તિ. સ્ત્રી, પુત્ર, ઘર, ધન આદિ પરદ્રવ્યોના ત્યાગને બાહ્ય ત્યાગ અને ક્રોધાદિ વિકારી ભાવોના ત્યાગને અત્યંતર ત્યાગ કહેવાય છે. વાસ્તવમાં તો પ૨વસ્તુમાં તન્મયતા, તાદાત્મ્યપણું ન કરવારૂપ અત્યંતર ત્યાગ એ જ ખરો ત્યાગ છે. આત્માની સમજણ કરી મિથ્યાત્વ તથા રાગાદિ ભાવ છોડવા એ જ ખરો ત્યાગ છે, પરંતુ આત્મલક્ષપૂર્વક થતો બાહ્ય ત્યાગ અત્યંતર ત્યાગનું કારણ બનતો હોવાથી તે પણ ત્યાગ કહેવાય છે. બાહ્ય સંયોગોનો ત્યાગ તે સંયોગો પ્રત્યેના મમત્વાદિ ભાવોની નિવૃત્તિમાં સહાયકારી હોવાથી તે બાહ્ય ત્યાગ પણ ઉપકારી છે અને તેથી ત્યાગમાર્ગની આરાધના અર્થે જેના સંગમાં, જેના પરિચયમાં રહેવાથી તે વિકારી ભાવો ઊપજવા, પોષાવા કે વૃદ્ધિ પામવા સંભવે છે તેવાં પ્રસંગો, વ્યક્તિઓ અને પદાર્થોનો પણ ત્યાગ કરવો ઘટે છે. વૈરાગ્ય એટલે ગૃહ-કુટુંબાદિ ભાવને વિષે અનાસક્તબુદ્ધિ; સંસાર,દેહ અને ભોગો પ્રત્યે ઉદાસીનભાવ. સંસાર અને પરપદાર્થોનું સ્વરૂપ યથાર્થપણે સમજાતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સંસાર સદા સર્વત્ર સંયોગ-વિયોગ, રાગ-દ્વેષ આદિ આકુળતાનાં કારણોથી ભરેલો છે, તેથી સંસાર સર્વથા ક્લેશમય અને એકાંતે દુઃખરૂપ છે. સંસારના પદાર્થો પણ કેવળ દુઃખનાં કારણ છે. તે પદાર્થોનાં સ્વરૂપનો વિચાર થતાં સત્સુખ પરપદાર્થોમાં નથી, પરંતુ નિજાત્મતત્ત્વમાં છે એમ નિર્ધાર થાય છે. પરપદાર્થોની તુચ્છતા સમજાતાં તે તરફના ભાવો વિરામ પામે છે અને તેની તૃષ્ણા નિવૃત્ત થાય છે. પરદ્રવ્યમાંથી મન ખસી જતાં, તેમાં ઉદાસીન વૃત્તિ આવતાં, નિજાત્મતત્ત્વની સન્મુખ થવાય છે અને સત્સુખપ્રાપ્તિનો માર્ગ ગ્રહણ થાય છે. આમ, સંસારની નિઃસારતા સમજાવાથી, વિષયોમાં અપ્રવૃત્તિ થવાથી અને ભવની ઉત્પત્તિનાં કારણો ઉપર અરુચ આવવાથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આ ત્યાગ-વૈરાગ્યભાવ કેળવવો અત્યંત આવશ્યક છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પરવસ્તુઓના અપરિચય દ્વારા પરદ્રવ્યમાં વર્તતું તાદાભ્યપણું નિવૃત્ત થાય ત્યારે નિજ જ્ઞાન પ્રગટે છે. બાહ્ય પદાર્થોના ત્યાગથી તે તે વસ્તુનું તુચ્છપણું વિચારવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને જીવનું વિચારબળ અને સંયમબળ દૃઢ બને છે. વિચાર અને સંયમનાં બળ વડે પદાર્થો પ્રત્યેનો આસક્તિભાવ ક્રમશઃ ઘટવાથી ત્યાગ-વૈરાગ્યની બળવત્તરતા વધે છે. ત્યાગ-વૈરાગ્યમાં વૃદ્ધિ થતાં ચિત્ત નિર્મળ અને શુદ્ધ થાય છે, ચંચળતા ઓછી થાય છે, જેથી મન શાંત, સ્થિર અને એકાગ્ર થતું જાય છે. ચિત્તની આવી શાંત અવસ્થામાં આત્મતત્ત્વનો અભ્યાસ સુદઢ થતો જાય છે. આત્મતત્ત્વના આ અભ્યાસના બળે આત્મસ્વભાવરૂપ ધર્મની સાધના થતાં થતાં પરભાવમાંથી મન નિવૃત્ત થઈ કોઈક ધન્ય પળે આત્માનો અનુભવ થાય છે અને ક્રમશઃ પરમપદની પ્રાપ્તિ થાય છે. આમ, આત્મલક્ષપૂર્વક ત્યાગ-વૈરાગ્યાદિનું સેવન પરમાર્થપ્રાપ્તિનું કારણ બને છે. આથી આત્માર્થી જીવનું વલણ ત્યાગ-વૈરાગ્ય તરફ ઢળેલું રહે છે. ચિત્તમાં ત્યાગવૈરાગ્યનું માહાભ્ય વસ્યું હોવાથી તેની વૃત્તિ ત્યાગ-વૈરાગ્ય તરફ અધિક રહે છે. તે આરંભ-પરિગ્રહને વશ થઈને સ્વકાર્યને ચૂકતો નથી. તેને સંસારનાં કાર્યો ઉપાધિમય લાગે છે, તેથી તેમાં રુચિ રહેતી નથી અને દિન-પ્રતિદિન તે કાર્યોથી નિવૃત્ત થવાની જા ભાવના રહે છે. સ્વપ્રયોજનમાં જ તેને રસ રહે છે. વિભાવનો વેગ ઘટતો જાય છે અને તેમાં નીરસપણું વધતું જાય છે, તેથી તેનું સંસારબળ ઘટતું જાય છે અને ત્યાગવૈરાગ્યનું બળ વધતું જાય છે. બીજી બાજુ જેના ચિત્તમાં ત્યાગ-વૈરાગ્યના ભાવો નથી, જે બાહ્ય ત્યાગની ઉપેક્ષા કરે છે અને પોતાને પરમવૈરાગી ગણાવે છે, તેને તથારૂપ પરિણમન ન હોવાથી આત્મજ્ઞાન થતું નથી. કથનમાં આત્માની મોટી મોટી વાતો કરવા છતાં તેના ચિત્તમાં ત્યાગ-વૈરાગ્ય પ્રગટતાં નથી. વિષયાસક્તિ છોડ્યા વિના જ્ઞાનની કોરી વાતોથી કલ્યાણ થતું નથી. ત્યાગ-વૈરાગ્યની વૃત્તિ વગર શાસ્ત્રાભ્યાસ કરવાથી આત્મસ્વરૂપનું ચિંતન કલ્પનારૂપ થાય છે. શ્રીમદ્ પ્રકાશે છે કે – જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. એ ગુણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે.” શુષ્કજ્ઞાનીઓ માને છે કે તપ-ત્યાગની કંઈ જરૂર નથી, તે તો વૃથા ક્લેશ છે અને બંધનાં કારણ છે. બાહ્ય ત્યાગાદિને શુભોપયોગ જાણી, તેને એકાંતે હેય માની ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૫-૪૧૬ (પત્રાંક-૫૧૮) Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૧૯૫ તેઓ સ્વચ્છંદમાં પ્રવર્તે છે. તેઓ શુભોપયોગને છોડી શુદ્ધોપયોગમાં પ્રવર્તે તો તો ભલું જ છે, પરંતુ તેઓ તો શુભોપયોગને છોડી વિષયાદિ અશુભોપયોગમાં પ્રવર્તે છે અને વળી વાતો એમ કરે છે કે “અમારાં પરિણામ તો શુદ્ધ છે, બાહ્ય ત્યાગ કરવા કે ન કરવાથી ફરક પડતો નથી.' જો તેમની વિષયસેવનાદિ ક્રિયા તેમનાં વિભાવપરિણામ વિના સ્વયં થતી હોત તો તેમની આ વાત સત્ય ઠરત, પરંતુ તે વિષયસેવનાદિ ક્રિયા તો તેઓ વિભાવપરિણામ વડે કરે છે, તો તેમનાં પરિણામ શુદ્ધ કેવી રીતે કહેવાય? તેમની વિષયસેવનાદિ ક્રિયા પરિણામ વગર કેવી રીતે સંભવે? એ ક્રિયા તો પોતે ઉદ્યમી થઈને કરે છે અને પોતાનાં પરિણામને શુદ્ધ માને છે. તેમની આવી માન્યતાથી તો તેમનાં પરિણામ અશુદ્ધ જ રહેશે. ત્યાગાદિ શુભોપયોગથી કષાય મંદ થાય છે અને વિષયસેવનાદિ અશુભોપયોગથી તે તીવ્ર થાય છે; તો મંદ કષાયનાં કાર્યો છોડી તીવ્ર કષાયનાં કાર્યો કરવાં એ તો કડવી વસ્તુ ખાવા માટે અણગમો બતાવવો અને વિષ ખાવા તૈયાર થવા જેવી અજ્ઞાનતા છે. ત્યાગ-વૈરાગ્યાદિ શુભ પ્રવૃત્તિ ન કરવા માટે તેઓ “આત્મજ્ઞાન વિના ત્યાગવૈરાગ્યાદિ વૃથા છે' આદિ કથનોનું અવલંબન લે છે. પરંતુ તેઓ સમજતા નથી કે જ્ઞાનીઓ દ્વારા બાહ્ય ત્યાગાદિનો નિષેધ હોઈ શકે જ નહીં, કારણ કે અંતરંગ ત્યાગાદિ માટે બાહ્ય ત્યાગાદિ ઉપકારી છે. ખરેખર તો તેમને સાચી રુચિ જ પ્રગટી નથી. હું પૂર્ણાનંદ પરમાત્મા છું' એમ બોલવા છતાં અંતરથી તેમને સાચા સુખની રુચિ જ નથી. શાસ્ત્રોમાં આવે કે “આત્મામાં સુખ છે', તેથી તેઓ તેને શબ્દોથી માન્ય રાખે છે, પણ અંતરથી નહીં. અંતરથી તો તેમને સસુખની પ્રતીતિ જ થઈ નથી અને તેથી તો તેઓ સુખી થવા માટે ઇન્દ્રિયવિષયોના ભોગોપભોગ પાછળ દોડે છે. તેમણે ભલે બુદ્ધિમાં અને વાણીમાં આત્માને વસાવી લીધો છે, પણ તેમની એકતા તો દેહ સાથે જ છે. તેથી જ દેહનાં વિષયસેવનાદિ કાર્યોમાં તેમને ઉત્સાહ હોય છે અને આત્મહિતકારી ત્યાગ-વૈરાગ્યાદિ કાર્યોમાં તેમની શિથિલતા સ્પષ્ટ દેખાઈ આવે છે. જીવે જો આત્મકલ્યાણ કરવું હોય તો ત્યાગ-વૈરાગ્યમાં અવશ્ય પ્રવર્તવા યોગ્ય છે. શ્રીમદ્ પ્રકાશે છે – અંતર્મુખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે. જેને સ્વરૂપનો અભ્યાસ કરવો છે અને રાગાદિ વિકારભાવો છોડવા છે, તેણે પ્રાથમિક ભૂમિકામાં છે તે ભાવો ઉત્પન્ન થવામાં સહાયકારી એવાં નિમિત્તોનો ત્યાગ કરવો આવશ્યક બની જાય છે. જીવ સામાન્યતઃ નિમિત્તાધીન છે. નિમિત્તના પરિચયમાં આવતાં તથારૂપ સંસ્કારના ઉદયવશ નિમિત્તમાં જોડાઈ જવાનું બનતું હોવાથી, આત્મભાવની સાધના માટે બાહ્ય ત્યાગાદિ મહત્ત્વનાં સાધન છે. યદ્યપિ બાહ્ય ત્યાગ કરવા માત્રથી તે પ્રત્યેની આસક્તિનો નાશ થઈ જ જાય છે એમ નથી, પરંતુ બાહ્ય ત્યાગ કરવાથી તથારૂપ નિમિત્તથી દૂર રહેવાનું બનતું હોવાથી, તેના અપરિચયથી, તેના અનભ્યાસથી તે વૃત્તિઓ ઉપશમ પામે છે, અનુક્રમે ક્ષય થાય છે. જેમ કોઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના રાજ્ય ઉપર બીજો રાજા અચાનક ચડી આવે, એ વખતે રાજાની પાસે લડવા માટે સામગ્રી તૈયાર ન હોવાથી પોતાનો બચાવ કરવા ખાતર તે રાજા પોતાના રાજ્યના દરવાજા બંધ કરે છે અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે. શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર એકીવખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે. આ દૃષ્ટાંત અનુસાર વિચારવામાં આવે તો આત્મા પાસે ઉપશમભાવનું બળ ન હોવાથી મોહશત્રુની ચડાઈ વખતે જીવ જો અશુભ નિમિત્તોથી નિવૃત્તિ લે તો રાગ-દ્વેષ આદિને પ્રગટ થવાનાં કારણોનો અપરિચય થાય અને તે નિમિત્તોના અભાવમાં જીવ આત્મબળ વધારી શકે. આ બાહ્ય ત્યાગાદિ કરવાં તે મોહશત્રુની સામે કિલ્લો બંધ કરવા જેવું છે. કિલ્લો બંધ કરવાથી કાંઈ શત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુનો નાશ થતો નથી, તેની સામે ખુલ્લી લડાઈ તો કરવી જ પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે મોહનો ઉપદ્રવ જીવને ઓછો થાય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવે છે, તેમ જીવ વ્રત, તપ, જપાદિથી ઉપશમભાવનું બળ મેળવે છે. આ એકઠા કરેલા બળ દ્વારા જીવ કર્મના ઉદયને નિષ્ફળ બનાવે છે. મોક્ષમાર્ગે આ રીતે બાહ્ય ત્યાગાદિ ઉપકારી છે. બાહ્ય ત્યાગાદિના અભાવમાં અર્થાત્ અશુભ નિમિત્તોના પરિચયમાં નિમિત્તાધીન વૃત્તિના કારણે મને સંકલ્પ-વિકલ્પમાં પ્રવૃત્ત થાય છે. કુવૃત્તિઓની પ્રબળતા હોય ત્યાં ચિત્તસ્થિરતા સંભવતી નથી. ક્લેશિત ચિત્ત શુદ્ધાત્માનું ચિંતન યથાર્થપણે કરી શકતું નથી. તેથી સૌ પ્રથમ ચિત્તને શાંત અને નિર્મળ બનાવવું આવશ્યક બને છે, જે પરપરિચયના ત્યાગથી સરળતાથી કરી શકાય છે. નિર્મળ ચિત્ત સ્વરૂપાનુસંધાનના અભ્યાસમાં એકાગ્રતા સાધી શકે છે અને પરિણામે તેનો લય થાય છે, અર્થાત્ નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રગટે છે. આમ, વ્યક્તિ, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૮૬ (પત્રાંક-૬૫૦) Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૧૯૭ વસ્તુ કે પરિસ્થિતિરૂપ અશુભ નિમિત્તોનો ત્યાગ કરી, અસંગ રહી, ચિત્તસ્થિરતા દ્વારા સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ સુગમતાથી થઈ શકે છે.' આમ, જીવ પરદ્રવ્યનો તથા તેની આસક્તિનો ત્યાગ કરી આત્મસન્મુખ થાય તો આત્માનો અનુભવ થાય, પરંતુ જ્યાં ત્યાગ-વૈરાગ્યની રુચિ નથી હોતી ત્યાં બહિર્મુખતા બળવત્તર હોય છે અને અંતર્મુખતાનો અભાવ હોય છે. અનાદિની પરપદાર્થની રુચિને પલટાવ્યા વગર શાસ્ત્રાભ્યાસ કર્યો હોવાથી ઉપયોગ અંતર્મુખ થયો નથી. સ્વરૂપની યથાર્થ રુચિના અભાવના કારણે સ્વરૂપપ્રાપ્તિ થઈ નથી. અંતરની રુચિ વિના અંતરમાં જવાતું નથી. જીવનાં પરિણામ ત્યાગ-વૈરાગ્યથી તરબોળ થતાં પરની રુચિ નાશ પામે છે, સ્વરૂપની અનન્ય રુચિ પ્રગટે છે અને ઉપયોગ અંતર્મુખ થતાં આત્માનુભવ થાય છે. ત્યાગ-વૈરાગ્ય માટે કરવામાં આવતા શ્રમનું આવું અચિંત્ય, અનુપમ અને અમૂલ્ય ફળ હોવાથી આત્માથી તેમાં જ પ્રવર્તે છે; પરંતુ જેના ચિત્તમાં ત્યાગ-વૈરાગ્ય નથી તેની રુચિ પલટાતી નથી, પરપદાર્થોની આસક્તિ છૂટતી નથી અને સ્વાનુભૂતિ પ્રગટતી નથી. તેથી જ જ્ઞાનીઓએ ત્યાગ-વૈરાગ્યનું સેવન કરવાની ભલામણ કરી છે. ત્યાગ-વૈરાગ્ય સહજસ્વભાવરૂપ કરવાથી જ આત્મદશા પ્રગટે છે. આ પ્રમાણે શ્રીમદે ગાથાની પ્રથમ પંક્તિમાં ત્યાગ-વૈરાગ્યની આવશ્યકતા બતાવી તેનાં સેવનની પ્રેરણા કરી છે, પરંતુ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ વીસરીને ફક્ત બાહ્ય ત્યાગ-વૈરાગ્યમાં જ સંતુષ્ટ ન થઈ જવાય તે માટે બીજી પંક્તિમાં શ્રીમદ્ ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે માત્ર બાહ્ય ત્યાગ-વૈરાગ્યમાં રચ્યાપચ્યા રહેવાથી સ્વરૂપલક્ષ વીસરી જવાય છે. સ્વરૂપલક્ષ વિનાની ધાર્મિક પ્રવૃત્તિના સભાવમાં અંતર તો ઔદયિક ભાવોમાં જ બદ્ધ રહી જાય છે અને જીવ અહ-મમના આવેગોમાં જ તણાતો રહે છે. હું ધર્મ કરી રહ્યો છું' એ ભ્રમમાં રહી વાસ્તવમાં તો તે દ્વારા મોહની જડને જ વધુ દઢ કરે છે. નિજસ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન થયા વિના માત્ર બાહ્ય ત્યાગ-વૈરાગ્યાદિથી ચિત્તમાં પડેલા રાગ, દ્વેષ, તૃષ્ણા, મોહાદિના સંસ્કારોની જડ ઉખેડી શકાતી નથી, તેમજ સ્વરૂપાનુસંધાન વિના કેવળ બાહ્ય ત્યાગાદિ વડે સધાયેલી ચિત્તની એકાગ્રતા પણ ઠગારી નીવડે છે. ચિત્તનું અતિક્રમણ કરવાનું ધ્યેય એનાથી સિદ્ધ થઈ શકતું નથી. સ્વરૂપના બોધ વિના એકાગ્ર થયેલું ચિત્ત અલ્પ નિમિત્ત મળતાં પુનઃ ક્ષુબ્ધ બની જાય ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૧, શ્લોક ૧૪૪ 'किमालकोलाहलैरमलबोधसंपन्निधेः समस्ति यदि कौतुकं किल तवात्मनो दर्शन । निरुद्धसकलेन्द्रियो रहसि मुक्तसंगग्रहः कियन्त्यपि दिनान्यतः स्थिरमना भवान् पश्यतु ।।' Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન છે અને રાગ-દ્વેષમાં અભિભૂત થઈ ફરી પોતાનો ચંચળતાનો સ્વભાવ દેખાડે છે. આમ, માત્ર બાહ્ય ત્યાગાદિથી ચિત્તમાં રહેલા તૃષ્ણા, રાગ, દ્વેષાદિ ભાવોનો ત્યાગ થઈ શકતો નથી અને અત્યંતર ત્યાગ વિનાનો તે બાહ્ય ત્યાગ મુક્તિસાધનામાં વિફળ રહે છે. ભાવની વિશુદ્ધિ અર્થે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવાનો છે, કિંતુ જે અત્યંતર પરિસરૂપ રાગાદિથી યુક્ત છે, તેનો બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે. ૧ મુક્તિ માટે તો સ્વરૂપલક્ષપૂર્વકનો ત્યાગ જ કાર્યકારી છે. સ્વરૂપલક્ષ વિના ત્યાગાદિના કષ્ટો સહેવાથી કર્મબંધનથી છૂટી શકાતું નથી અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. જો કષ્ટ સહન કરવાથી જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી હોય તો તિર્યંચમાત્ર સારા ગણાય, કારણ કે તે વજન ઉપાડે છે, તડકા-તાપમાં ભમે છે અને તીવ્ર પ્રહારોને સહન કરે છે. ૨ જે કાયાકષ્ટ અને ત્યાગાદિ વિવેકપૂર્વકનાં હોય, આત્મશુદ્ધિના લક્ષે કરવામાં આવતાં હોય તે જ આત્મકલ્યાણકારી છે, પરંતુ આત્મશુદ્ધિના લક્ષ વગર કરવામાં આવતી ત્યાગપ્રવૃત્તિથી મુક્તિનો પંથ કપાતો નથી. વળી, જો તે ત્યાગ લોભ કે ભય પ્રેરિત હોય તો તે ત્યાગ અસાર છે. પોતાનું સાંસારિક દુઃખ દૂર કરવાની વૃત્તિમાંથી જન્મતી પ્રવૃત્તિ, પછી ભલે તે વિષયોથી દૂર રહેવાની હોય, તોપણ તે તાત્ત્વિક ધર્મરૂપ નથી. તેમાં અવ્યક્તપણે આર્તધ્યાન રહેલું છે. આગામી ભોગ મેળવવાની ચિંતાથી આકુળ થયેલા ભાવરૂપ નિદાનજન્ય આર્તધ્યાન તેને વર્તે છે. દેખીતી પ્રવૃત્તિ ભલે તપ-ત્યાગની હોય, પણ એની પાછળ વૃત્તિ અશુદ્ધ હોય, ઇહલૌકિક ભૌતિક લાભ કે પારલૌકિક ઐશ્વર્ય આદિ મેળવવાની વૃત્તિ હોય તો તે ત્યાગની પ્રવૃત્તિ દ્વારા પણ પુષ્ટિ તો તૃષ્ણાની જ થતી રહે છે. તૃષ્ણાના બીજમાંથી જન્મેલ પ્રવૃત્તિના ફળમાં તૃષ્ણા જ હોવાથી તે પ્રવૃત્તિ દ્વારા તૃષ્ણામુક્તિ થઈ શકતી નથી. વળી, તે ત્યાગાદિ ઓઘસંજ્ઞાએ, લોકસંજ્ઞાએ કરવામાં આવતાં હોય તોપણ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયભૂત થતાં નથી. ગતાનુગતિકપણે, લોકભયથી, લોકશરમે કરાતાં ત્યાગાદિથી આત્મકલ્યાણ સધાતું નથી. “શ્રી આચારાંગ સૂત્ર'માં કહ્યું છે કે એકબીજાની શરમથી કોઈ સાધુ કદાચ પાપકર્મ ન કરતો હોય તો તે ન કરવામાં મુનિપણું શું કારણભૂત છે? અર્થાત્ એકબીજાની શરમના કારણે પાપકર્મ ન કરવાથી મુનિ કહેવાય નહીં, પણ પાપકર્મને દૂર કરીને સમભાવદશામાં રહી, આત્માને નિર્મળ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘ભાવપાહુડ', ગાથા ૩ 'भावविसुद्धिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ । बाहिरचाओ विहलो अभंतरगंथजुत्तस्स ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૧૬ ‘જો કષ્ટ મુનિ મારગ પાવે, બલદ થાએ તો સારો; ભાર વહે જે તાડવે ભમતો, ખમતો ગાઢ પ્રહારો રે.' Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ કરવાથી જ મુનિ કહેવાય છે. મનની સ્થિરતા તથા વિશુદ્ધિ વિના લોકભય, લોકસંજ્ઞા કે લોકલજ્જાથી જે ચારિત્ર પાળે છે તે મુનિ કહેવાતો નથી; પણ આત્માની સ્થિરતા, વિશુદ્ધિ કે નિરાવરણતાથી જે ચારિત્ર પાળે છે તે ચારિત્રવાન જ મુનિ કહેવાય છે. ૧ ગાથા-૭ બાહ્ય ત્યાગ-વૈરાગ્યમાં અટકી જવાના કારણે કેટલીક વાર તો તે વિષયનિવૃત્તિ અહંવૃદ્ધિ અને દાંભિકતાની પોષક બની નુકસાનકારક પણ નીવડે છે. આત્મસ્વરૂપનું અનુસંધાન ન હોવાના કારણે તેના ચિત્તમાં અજ્ઞાનનાં અંધારાં ઊમટી આવે છે અને દેહાત્મબુદ્ધિ, અહંકાર-મમકાર અને કર્તૃત્વાભિમાનનું સામ્રાજ્ય વ્યાપે છે. બાહ્ય ત્યાગની ગણતરી, આગ્રહ અને અભિમાન કરવામાં જ આવો જીવ રોકાયેલો રહે છે. કેવળ ભોગોપભોગના બાહ્ય ત્યાગની માત્રાથી જ તે સંતુષ્ટ રહે છે. તે બાહ્ય ત્યાગનો દેઢ આગ્રહ સેવે છે અને જેને બાહ્ય ત્યાગ ન હોય તેને હીન, તુચ્છ માને છે. ત્યાગનું સ્વરૂપ સમજ્યો ન હોવાથી ત્યાગનું માપ અને પાપનું માપ બહારના સંયોગો ઉપરથી કાઢે છે. મિથ્યાત્વનો ત્યાગ અને મિથ્યાત્વનું પાપ તેના ખ્યાલમાં જ આવતું નથી. તેને ત્યાગ-વૈરાગ્યના પ્રસંગોમાં આત્મધર્મની મુખ્યતા નથી રહેતી, પરંતુ પ્રસિદ્ધિની જ મુખ્યતા રહે છે. પોતાનો ત્યાગ બધા જાણે એમાં જ એનો સમસ્ત પુરુષાર્થ લાગેલો રહે છે. પોતાની શુભ પ્રવૃત્તિની જાણ જગતને કરવાની ઉત્સુકતા એ વાત પ્રગટ કરે છે કે સાચી ત્યાગવૃત્તિ તેના અંતરમાં વણાઈ નથી, ઊલટું તેનાથી વિપરીત વૃત્તિનું સામ્રાજ્ય તેની ભીતર પ્રવર્તે છે. જ્યારે એ ત્યાગપ્રવૃત્તિ અંતરમાં વણાઈ જાય છે ત્યારે જગતને પોતાના સુકૃત્યોની જાણ કરવાની આતુરતા અને જગત પાસે માન મેળવવાની કામના નથી રહેતી. જો તેને એ કામના રહેતી હોય તો એમ પુરવાર થાય છે કે તે આત્મસંપત્તિથી દરિદ્ર છે, હજી ત્યાગમાર્ગમાં સ્થિર થયો નથી, ત્યાગનો અર્થ જ સમજ્યો નથી. આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવા છતાં પોતાની મૂર્છાનું અલ્પત્વ કર્યું ન હોવાથી તેને ત્યાગેલા પદાર્થનો જ મહિમા વર્તે છે. જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તેનું માહાત્મ્ય જો મનમાં હોય તો તે યથાર્થ ત્યાગ નથી. જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તે વસ્તુને તણખલા જેવી તુચ્છ ગણીને ત્યાગવી ઘટે છે. ‘અહો! મેં કેટલું બધું ત્યાગ્યું!' એવું અભિમાન કરીને તે જાણ્યેઅજાણ્યે પુદ્ગલનો જ મહિમા વધારે છે. યથાર્થ નિર્ણય વિના કરેલ ત્યાગના કારણે ત્યાગનું અભિમાન છૂટતું નથી. ત્યાગાદિની ગમે તેવી ઉત્કૃષ્ટ ક્રિયા પછી પણ અંતરંગ ૧- જુઓ : ‘શ્રી આચારાંગ સૂત્ર', અધ્યયન ૩, ઉદ્દેશ ૩, ગાથા ૧૧૬-૧૧૭ 'संधिं लोयस्स जाणित्ता आयओ बहिया पास तम्हा न हंता न विघायए, जमिणं अन्नमन्नवितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्मं किं तत्थ मुणी कारणं सिया ? समयं तत्थुवेहाए अप्पाणं विप्पसायए- अणन्नपरमं नाणी, नो पमाए कयाइवि । आयगुत्ते सया वीरे, जायामायाइ जावए । ' Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અભિપ્રાયની શુદ્ધિ ન હોવાથી તે સાચી શાંતિથી વંચિત રહે છે. ત્યાગાદિ ક્રિયાઓ મિથ્યા અભિપ્રાયપૂર્વક કરવામાં આવતી હોવાથી તેના સંસારચક્રને બળ મળે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવે વિષયભોગોનો ત્યાગ કરવો ઘટે છે, પરંતુ પરપદાર્થને ત્યાગીને પણ જો જ્ઞાનશક્તિને નિજસ્વભાવમાં સ્થાપવામાં ન આવે તો આત્મપ્રાપ્તિની સંભાવના રહેતી નથી. પરથી હટ્યા વિના સ્વમાં આવવું શક્ય નથી અને પરથી હટવાની જ માત્ર દૃષ્ટિ રહે અને સ્વનું લક્ષ ન રહે તો તે એક પરમાંથી છૂટીને બીજા પરમાં પરોવાઈ જવાય છે. ધર્મ તો સ્વમાં સ્થિર થવું તે છે, તેથી બાહ્ય પદાર્થોથી દૂર હટવાનો મહિમા યોગ્ય નથી. સ્વભાવગ્રહણના મહિમાપૂર્વક રાગાદિ ભાવોની નિવૃત્તિ એ જ ખરો ત્યાગ છે. નિજશુદ્ધાત્માને ગ્રહણ કરીને બાહ્ય અને અત્યંતર પરિગ્રહની નિવૃત્તિ એ ત્યાગ છે.૧ પરંતુ ક્રિયાજડને સ્વરૂપનો મહિમા ન હોવાથી તેને પરપદાર્થના ત્યાગનું જ માહાત્મ્ય લાગે છે અને તેથી તે તેમાં જ અટકી જાય છે, સંતોષાઈ જાય છે. ખરો ત્યાગ તો મિથ્યાત્વનો અને રાગનો છે એ તથ્યથી તે અજાણ છે. દૃષ્ટિ યથાર્થ હોવી જોઈએ એવું ભાન ન હોય અને જે માત્ર બહારથી બધું છોડી દે તેણે ખરેખર કાંઈ છોડ્યું નથી. પરપદાર્થથી મને લાભ-નુકસાન થાય તેવી પરાશ્રિતબુદ્ધિ પડી છે તેણે બધું છોડ્યું હોય તોપણ તેણે કાંઈ છોડ્યું નથી. મિથ્યાત્વરૂપી મહાપાપના સદ્ભાવમાં જીવ ગમે તેટલાં બાહ્ય ત્યાગાદિ કરે તોપણ તેનો સંસાર ટળતો નથી. અહીં કોઈને એમ વિકલ્પ થાય કે ‘તો શું અમારે ત્યાગ ન કરવો?' તો તેનું સમાધાન એ છે કે ‘ત્યાગ નહીં કરવો' એમ કશે પણ કહ્યું નથી, ઊલટું ‘ત્યાગનું ફળ મોક્ષ અને અત્યાગનું ફળ સંસાર' એમ દર્શાવ્યું છે. પરંતુ વિચારવું કે ત્યાગ શેનો? મિથ્યાત્વનો કે પરવસ્તુનો? મિથ્યાત્વનો ત્યાગ કર્યા પછી ક્રમે ક્રમે સ્વરૂપની સ્થિરતા વડે રાગનો ત્યાગ થતો જાય છે અને પ્રાંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાગનો આ વાસ્તવિક ક્રમ છે. વસ્તુતઃ જેનું ગ્રહણ હોય તેનો જ ત્યાગ સંભવે. આત્મા અને પરવસ્તુ બન્ને તદ્દન ભિન્ન દ્રવ્ય હોવાથી જીવ ક્યારે પણ પરવસ્તુનું ગ્રહણ કરી જ શકતો નથી, તો પછી એના ત્યાગનો પ્રશ્ન જ સંભવતો નથી. જેમ નદીના વહેતા પાણીને જોઈને કાંઠે ઊભેલો માણસ એમ માને ‘આ પાણી મારું છે' અને પછી તે કહે કે ‘હવે હું આ પાણી છોડી દઉં છું' તો તે અયથાર્થ જ કહે છે. ખરેખર તો તેણે પાણીને પકડ્યું પણ નથી અને છોડ્યું પણ નથી, પાણી તો તેના પ્રવાહમાં વહ્યું જ જાય છે. તે માણસે પાણીનાં ગ્રહણ-ત્યાગની માત્ર માન્યતા કરી છે. ખરેખર તે પોતે તો પાણીનાં ગ્રહણ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર’ની આચાર્યશ્રી જયસેનજીકૃત ટીકા, ‘તાત્પર્યવૃત્તિ’, ગાથા ૨૪૦ 'निजशुद्धात्मपरिग्रहं कृत्वा बाह्याभ्यन्तरपरिग्रहनिवृत्तिस्त्यागः । ' Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૨૦૧ ત્યાગથી રહિત છે. તેવી જ રીતે આત્માનાં દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં કશે પણ પરદ્રવ્યનો પ્રવેશ નથી, તેથી આત્મસ્વરૂપથી ભિન્ન એવાં સ્ત્રી, ધનાદિને જીવ ગ્રહી કે ત્યાગી શકતો જ નથી, માત્ર તે તરફના વલણથી ઉદ્ભવેલ પોતાના હર્ષ-શોકાદિ ભાવોને તે ગ્રહે છે અથવા ત્યાગે છે અને તે પણ દ્રવ્ય કે ગુણમાં નહીં, માત્ર પર્યાયમાં. તેથી એ સ્પષ્ટ થાય છે કે પોતાના આત્મામાં પરદ્રવ્યો પ્રતિ થતા રાગ, દ્વેષ અને મોહનો ત્યાગ કરવાનો છે. આવી દૃષ્ટિ થાય ત્યારે જ ત્યાગની સાચી શરૂઆત થાય છે. ‘કોઈ પરદ્રવ્ય મારું નથી, હું પરદ્રવ્યનો કર્તા નથી' એમ અભિપ્રાયમાં માન્યતામાં સર્વ પદ્રવ્યનાં સ્વામિત્વનો ત્યાગ થવો જોઈએ. તે તાદાત્મ્ય-અધ્યાસની નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. તેથી બાહ્ય ત્યાગનો નિષેધ કરવામાં નથી આવ્યો, પરંતુ જે માત્ર બાહ્ય ત્યાગમાં અટકીને સ્વરૂપલક્ષ ચૂકી જાય છે તેને અંતરંગ ત્યાગની મહત્તા સમજાવવામાં આવી છે. સ્વરૂપલક્ષ વિનાના બાહ્ય ત્યાગથી પુણ્યબંધ થાય છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેનો અર્થ એમ નથી થતો કે બાહ્ય ત્યાગાદિ ન કરવાં, પરંતુ તે ત્યાગાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના લક્ષપૂર્વક કરવાં ઘટે એમ કહેવું છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે કે — ‘વ્યવહારધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે માટે પાપપ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી, પણ જે જીવ વ્યવહારપ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ. આ કથનને સાંભળીને જો શુભપ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બૂરું થશે, અને જો યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી જો કુપથ્યસેવન કરે તો તે મરે છે, તેમાં વૈદ્યનો કાંઈ દોષ નથી; તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી ધર્મસાધન છોડી વિષયકષાયરૂપ પ્રવર્તશે, તો તે નરકાદિક દુઃખને પામશે; તેમાં ઉપદેશદાતાનો તો દોષ નથી. ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો અસત્ય શ્રદ્ધાનાદિક છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો જ જાણવો.'૧ શ્રીમદ્ પણ લખે છે ‘શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્યંતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં; ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં. ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭, પૃ.૨૦૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હોય, અથવા અસત સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હોય તેના નિષેધને અર્થે કરુણાબુદ્ધિથી જ્ઞાની યોગ્ય વચને તેનો નિષેધ ક્વચિત કરતા હોય તો વ્યામોહ નહીં પામતાં તેનો હેતુ સમજી યથાર્થ ત્યાગવૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે." આમ, જ્ઞાનીઓનો ઉપદેશ બાહ્ય ત્યાગાદિના નિષેધ કરવાના અર્થે હોતો નથી, પરંતુ જીવમાં સ્વરૂપજાગૃતિ જગાડવા અર્થે હોય છે, તેથી જીવે બાહ્ય ત્યાગ-વૈરાગ્યથી સંતુષ્ટ ન થઈ જતાં સ્વરૂપજાગૃતિ કેળવવી ઘટે છે. લોકસંજ્ઞાથી કે માનાદિની કામનાથી નહીં, પરંતુ સ્વરૂપલક્ષપૂર્વક ત્યાગાદિ કરવા ઘટે છે. જ્યાં આત્મસ્વરૂપની જાગૃતિ ન હોય ત્યાં સ્વીકારી લીધેલાં વિધિ-નિષેધને પકડી રાખવાની મથામણમાં જ જીવ રોકાઈ જાય છે. સત્ય ત્યાગ તો એ છે કે જેનાથી ઇષ્ટ પુદ્ગલોની આશંસા અથવા અનિષ્ટ પુદ્ગલોની અનિચ્છારૂપ દુર્થાન ન થાય, ચિત્તના વિકારો શાંત થાય, દેહાત્મબુદ્ધિ મોળી પડે, અહંકાર અને કર્તા-ભોક્તાપણાના તરંગો શમે. વળી, શુદ્ધાત્મસાધનના અર્થીને તે ત્યાગ-વૈરાગ્યાદિ કષ્ટરૂપ નથી લાગતાં, પરંતુ તેને તે ત્યાગ-વૈરાગ્યાદિ આત્મહિતકારક લાગે છે અને તેમ કરવામાં તે આનંદ માણતો હોય છે. આમ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે ત્યાગ-વૈરાગ્યની મહત્તા દર્શાવતાં શ્રીમદે અહીં ઉપદેશ્ય છે કે જેના અંતરમાં ત્યાગ-વૈરાગ્ય ઉત્પન્ન થયા ન હોય તેને આત્મજ્ઞાન થાય નહીં અને જો જીવ તેમાં જ અટકી જાય, તેમાં જ કૃતકૃત્યતા માની સંતોષાઈ જાય તો તે આત્માર્થ ચૂકી જાય છે. આ ગાથાનો ફલિતાર્થ બતાવતાં એક પત્રમાં શ્રીમદે કહ્યું છે – “જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.' ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦૭-૬૦૮ (પત્રાંક-૭૮૫) ૨- એજન, પૃ. ૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #250 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૨૦૩ આ પ્રમાણે શ્રીમદે આ ગાથામાં શુષ્કજ્ઞાનીને ત્યાગ-વૈરાગ્યાદિ સાધન સેવવાની અને ક્રિયાજડને તે ત્યાગ-વૈરાગ્યાદિ સ્વરૂપલક્ષપૂર્વક આરાધવા પ્રેરણા કરી છે. શુષ્કજ્ઞાનીને એમ ઉપદેશ કર્યો છે કે શાસ્ત્રોનાં કોરાં જ્ઞાનથી કે ધારણામાત્રથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કારણ કે જો અંતઃકરણ વિષય-કષાયાદિથી મલિન હોય તો તેમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડતું નથી. જેનો વિષય-કષાયાદિરૂપી ભાવમલ વૈરાગ્ય જળથી દૂર થયો છે તેના નિર્મળ-સ્વચ્છ અંતઃકરણમાં જ આત્મોપદેશનું પ્રતિબિંબ પડે છે, તેથી શુષ્કજ્ઞાનીએ ચિત્તનો ભાવમલ દૂર કરવા ત્યાગ-વૈરાગ્યાદિ સાધનોનું સેવન કરવું ઘટે છે. વળી, ક્રિયાજડને એમ ઉપદેશ કર્યો કે ત્યાગ-વૈરાગ્યમાં જ અટકી જવાથી, આત્મજ્ઞાનના લક્ષ્ય તરફ પ્રગતિ ન કરવાથી આત્માનું ભાન ભુલાઈ જાય છે, તેથી તેની ત્યાગાદિ પ્રવૃત્તિ માનાર્થે થઈ જાય છે અને દેહાત્મબુદ્ધિ, ક્રોધાદિ છૂટ્યાં ન હોવાથી તેના સંસારનો ઉચ્છેદ થતો નથી. આમ, ક્રિયાજડને ત્યાગ-વૈરાગ્યની સફળતા અર્થે આત્મજ્ઞાનના લક્ષપૂર્વક પ્રવર્તવાની શ્રીમદે ભલામણ કરી છે. ડૉ. ભગવાનદાસ મહેતા શ્રીમદ્ પ્રત્યેનો અહોભાવ દર્શાવતાં લખે છે કે – આમ વૈરાગ્યાદિ અંતરક્રિયાનો અને આત્મજ્ઞાનનો ક્રિયાજડને અને શુષ્કજ્ઞાનીને ઉપદેશ કરી, તે ત્યાગ-વૈરાગ્યાદિ અંતરંગ સાધનક્રિયાની અને આત્મજ્ઞાનની જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એવી યથાયોગ્ય સમુચિત શાસ્ત્રમર્યાદા અત્ર સૂત્રમાં ભગવાન શાસ્ત્રકારે શાસ્ત્રીય યુક્તિયુક્ત તત્ત્વવૈજ્ઞાનિક ચોક્કસાઈથી પ્રદર્શિત કરી છે.” ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, બાહ્ય ત્યાગીનો વેષ; વચન કાયને ગોપવે, અંતર વેદે ક્લેશ. જેને સાચો ત્યાગ નહીં, થાય ન તેને જ્ઞાન; ફોગટ પરિષદને સહી, માત્ર મેળવે માન. કોઈક ઉત્કૃષ્ટા બની, પાળે દશ વિધ ધર્મ, અટકે ત્યાગ વિરાગમાં, જાણે ન વિભાવ કર્મ. મોહ વડે પરભાવને, માને નિજ ગુણ સ્થાન; અટકી રહે એક જ સ્થળે, તો ભૂલે નિજભાન.' * * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૨ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૫-૨૮) Page #251 -------------------------------------------------------------------------- ________________ Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૮ ખે ખ્યાં છે જે મોમ છે. તi Aળનું તેe, એ ને કે જે મામલે જા એટ. Page #253 -------------------------------------------------------------------------- ________________ Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા ભૂમિકા ગાથા ૭માં કહ્યું કે જે જીવના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યના ભાવો ઉત્પન્ન થયા નથી તે જીવને આત્મજ્ઞાન થતું નથી અને જે જીવ સ્વરૂપનું ભાન ભૂલી, ત્યાગ-વૈરાગ્યાદિ સાધનમાં જ અટકી જાય છે તે જીવ પણ આત્માર્થ ચૂકી જાય છે. આમ, અત્યંત સરળ અને અનોખી શૈલીથી આત્મજ્ઞાનરૂપી સાધ્યમાં સાધનભૂત એવાં ત્યાગ-વૈરાગ્યાદિની મહત્તા અને મર્યાદા સમજાવી શ્રીમદે મોક્ષમાર્ગનું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. અર્થ ગાથા આ પ્રમાણે શ્રીમદે ગાથા ૩ થી ૭ સુધીમાં એકાંત ક્રિયા અને એકાંત જ્ઞાનના આગ્રહવાળા બન્ને પક્ષના જીવોને તેમની ભૂલ બતાવી, દુરાગ્રહ છોડવાની ભલામણ કરી છે. મોક્ષમાર્ગને યથાર્થપણે નહીં સમજનારા એવા ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની મતાર્થીનું સ્વરૂપ પાંચ ગાથામાં બતાવી, તેમને યથાયોગ્ય ઉપદેશ આપી, હવે પ્રસ્તુત ગાથામાં આત્માર્થીનું સ્વરૂપ સમજાવવા ‘વિવેક’નો અથવા ‘ઔચિત્ય’નો ઉત્તમ સિદ્ધાંત પ્રતિપાદન કરતાં શ્રીમદ્ લખે છે - ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.' (૮) ८ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. (૮) જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગવૈરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માર્થી કહેવાય. Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અત્રે ‘સમજવું' અને ‘આચરવું' એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાનો આશય એવો પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માર્થી કહેવાય. (૮)૧ ૨૦૮ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની એમ બન્ને પક્ષના જીવોને યથાર્થ માર્ગ દર્શાવતાં ભાવાર્થ શ્રીમદ્ અહીં કહે છે કે જે જીવને આત્મકલ્યાણ સાધવાની વૃત્તિ છે તે જીવ જે સ્થાને જે યોગ્ય હોય છે, તે સ્થાને તે સમજે છે અને તે પ્રમાણે આચરણ કરે છે, અર્થાત્ જ્યાં સ્વરૂપસમજણ જરૂરી હોય ત્યાં તથાપ્રકારે પુરુષાર્થ કરે છે અને જ્યાં યમ-નિયમાદિની આવશ્યકતા હોય ત્યાં તેનું સેવન કરે છે. આ પ્રકારે શું આદરવા કે સેવવા યોગ્ય છે તે સમજી, તથાપ્રકારનું આચરણ કરવાની જરૂર છે, અર્થાત્ ક્રિયાજડ હોય તેણે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ રાખી, બાહ્ય ક્રિયાનાં આગ્રહ કે અભિમાનથી રહિત થઈ યથાર્થ પુરુષાર્થ કરવો ઘટે છે અને શુષ્કજ્ઞાની હોય તેણે મોહાધીન વર્તન છોડી, ત્યાગ-વૈરાગ્યાદિ સાધન સેવી આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. આત્માનો અનુભવ કરવાની પ્રબળ ઇચ્છાવાળો આત્માર્થી જીવ જ્યાં જેમ યોગ્ય હોય ત્યાં સમજણપૂર્વક તેમ વર્તે છે. આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીમદે મોક્ષાભિલાષી જીવ પરમાર્થમાર્ગ સુગમતાથી સમજી શકે તે અર્થે આચાર્યશ્રી ઉમાસ્વાતિજીના ‘સમ્પર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: ।' સૂત્રને સરળ ભાષામાં ગૂંચ્યું હોય એમ જણાય છે. યોગ્ય શ્રદ્ધવું તે સમ્યગ્દર્શન, યોગ્ય જાણવું તે સમ્યજ્ઞાન અને તદનુસાર યોગ્ય આચરણ કરવું તે સમ્યક્ચારિત્ર. આત્માર્થીનું પ્રવર્તન આ ત્રણેની એકતારૂપ હોય છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનને ‘સમજવું' શબ્દ દ્વારા અને સમ્યક્ચારિત્રને ‘આચરે' શબ્દ દ્વારા સૂચિત કરી, શ્રીમદે આત્માર્થીનું પ્રવર્તન મોક્ષમાર્ગમાં હોય છે એમ વિશિષ્ટ શૈલીથી દર્શાવ્યું છે. વિશેષાર્થ જીવને ભૂલ થવાનાં પડવાનાં સ્થાનકો બતાવી ચેતવણી આપતી આ અર્થગંભીર ગાથાઓમાં શ્રીમદે કંઈ પણ ગોપવ્યા વિના મોક્ષપ્રાપ્તિનો સાચો માર્ગ બતાવ્યો છે. કેવળ નિર્મળ ન્યાયને અનુસરતાં એવાં અદ્ભુત અને કારુણ્યપ્રેરિત વચનો દ્વારા, એકાંત ન પકડાઈ જાય એ રીતે સ્પષ્ટ અને સચોટપણે તેમણે મોક્ષમાર્ગ સમજાવ્યો છે. અનેકાંતવાદ એ જૈન દર્શનનું હાર્દ છે. તેને એકાંત વડે દૂષિત કરવાથી એકાંત મિથ્યાત્વનું સેવન થાય છે. - મિથ્યાત્વને વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. એમાંનાં મુખ્ય પાંચ પ્રકારનાં મિથ્યાત્વ આ પ્રમાણે છે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) — Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮ ૨૦૯ (૧) અજ્ઞાન મિથ્યાત્વ – જીવાદિ પદાર્થોનાં સ્વરૂપની ઓળખાણ ન હોય, હિત-અહિતનું ભાન ન હોય, ધર્મનું ભાન ન હોય, વિવેકનો જરા પણ સદ્ભાવ ન હોય તેને અજ્ઞાન મિથ્યાત્વ કહે છે. અહીં સમજણશક્તિનો અભાવ તે મુખ્ય કારણ છે. એકેન્દ્રિયાદિ જીવોને હોય તેવું શ્રદ્ધાના અભાવરૂપ મિથ્યાત્વ તે અજ્ઞાન મિથ્યાત્વ છે. (૨) વિપરીત મિથ્યાત્વ - જીવાદિ તત્ત્વોનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવું; બૌદ્ધાદિ દર્શને નિરૂપેલું જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ જ સત્ય છે એવું વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વ તે વિપરીત મિથ્યાત્વ. (૩) વિનય મિથ્યાત્વ – સતુદેવાદિ અને અસતુદેવાદિનો એકસરખો વિનય કરવો તેને વિનય મિથ્યાત્વ કહ્યું છે. યથાર્થ સમજણનો અભાવ હોવાથી તે દેવાદિની પરીક્ષા કરી શકતો નથી અને સરળતાના કારણે સર્વ દર્શન સત્ય છે, બધા ભગવાન સત્ય છે એવી માન્યતા કરે છે. આને વિનય મિથ્યાત્વ કહ્યું છે, કારણ કે આ માન્યતામાં વિવેકપૂર્ણ, વિચારપૂર્વકની શ્રદ્ધાનો અભાવ છે. (૪) સંશય મિથ્યાત્વ – જીવાદિ પદાર્થોનું સ્વરૂપ આ પ્રમાણે હશે? ધર્મનું સ્વરૂપ આમ કે આમ હશે? એમ સંદેહ સહિત માન્યતા તે સંશય મિથ્યાત્વ છે. સુદેવ કે સુગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધાના અભાવે તેમનાં વચનોની પ્રામાણિકતાની બાબતમાં સંશય થાય છે અને તેથી તેમણે કહેલાં જીવાદિ તત્ત્વો પ્રત્યે શંકા થાય છે. અહીં અવિશ્વાસ મુખ્ય કારણ છે. (૫) એકાંત મિથ્યાત્વ – અનેકાંતસ્વરૂપ વસ્તુને એકાંતરૂપે માનવી તે એકાંત મિથ્યાત્વ. તત્ત્વ સંબંધી, મોક્ષમાર્ગ સંબંધી એકાંત માન્યતાને એકાંત મિથ્યાત્વ કહ્યું છે. જ્ઞાનીનાં વચનોમાંથી મનગમતું પકડી લઈ, તેનો આગ્રહ કરી, માત્ર તે જ સત્ય છે એમ માની અન્ય વચનોનો નિષેધ કરવો તે એકાંત મિથ્યાત્વ. પોતાના આત્માના કલ્યાણ માટે સન્માર્ગની ખોજ કરવાને બદલે જીવ પોતાની મતિકલ્પનાએ મતાહ, પૂર્વાગ્રહ, હઠાગ્રહની પકડ કરી લે છે અને પછી તેને બંધબેસતો માર્ગ શોધવા નીકળે છે. પોતાના એકાંતિક મત પ્રમાણે વીતરાગમાર્ગની આરાધના કરવાનો મિથ્યા આરહ બાજુ ઉપર મૂકીને જો તે મધ્યસ્થ રહી, નિર્મળ અંતઃકરણથી પોતાના આત્મોદ્ધાર અંગે વિચારે, વીતરાગમાર્ગની આરાધનાનું હાર્દ સમજવા પ્રયત્ન કરે, મતનો આગ્રહ ત્યજી સત્ની દઢતા કેળવે તો ઇચ્છાનુસાર નહીં પણ ઇષ્ટાનુસાર સાધના શરૂ થાય. અન્યથા પોતાની કલ્પના વડે એકાંત પકડી તે સંસારપરિભ્રમણ વધારે છે. આ એકાંત મિથ્યાત્વથી બચાવવા, મોક્ષમાર્ગનો યથાતથ્ય નિર્ણય કરાવવા, શ્રીમદે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન એકાંત જ્ઞાન અને એકાંત ક્રિયાને માનનાર શુષ્કાની તથા ક્રિયાજડનો ઉલ્લેખ કરી, ક્રિયા અને જ્ઞાનનું યથાસ્થાને મહત્ત્વ સમજાવી, તથાપ્રકારે આચરણ કરવાનો ઉપદેશ કર્યો છે. એકાંત જ્ઞાન અને એકાંત ક્રિયાને માનનાર જીવ ધારેલા ધ્યેયને વરી શકતો નથી. જીવે મોક્ષમાર્ગમાં પૂરેપૂરી સાવધાની રાખી જ્ઞાન અને ક્રિયાનો સમન્વય સાધવો ઘટે છે.૧ તે બેમાંથી કોઈ પણ એકનો એકાંતે પક્ષ પકડવો એ મતાગ્રહીનું લક્ષણ છે. આવા એકાંત પક્ષ પકડનારની મુક્તિપંથે પ્રગતિ થંભી જાય છે. નદીનું પાણી બે કિનારાઓ વચ્ચે સંયમિત ન રહે તો એ પાણી પૂર બનીને ગામોના ગામો નાશ કરી દે છે, તેમ ક્રિયા અને જ્ઞાનમાંથી કોઈ પણ એકનો એકાંત આગ્રહ રાખવાથી ક્રિયાજડ શુષ્કજ્ઞાની થઈ જવાય છે અને તેથી આત્મહિતનો નાશ થાય છે. શ્રીમદ્ એક પત્રમાં પ્રસ્તુત ગાથાને ટાંકતા લખે છે કે L ‘નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલો શીખી લઈને સર્વ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. - ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય.' નિજસ્વરૂપને સાધનારી સર્વ ક્રિયાઓનો પરમાર્થ એ છે કે જીવ પરભાવરૂપ અધર્મમાંથી પાછો વળી આત્માના સ્વભાવધર્મમાં આવે. આત્માના શુદ્ધ જ્ઞાન-દર્શનમય સ્વસ્વભાવમાં વર્તવું તે ધર્મ છે અને રાગાદિ વિકારરૂપ વિભાવમાં વર્તવું તે અધર્મ છે. તે વિભાવરૂપ અધર્મથી નિવૃત્ત થઈ સ્વભાવરૂપ ધર્મમાં પ્રવૃત્ત થવામાં ક્રિયાઓ ઉપકારી થાય છે, તેથી સર્વ ક્રિયાઓ આત્મલક્ષે કરવા યોગ્ય છે. પરંતુ ક્રિયાજડ જીવ આત્મલક્ષને વીસરી જઈ માત્ર ક્રિયાકાંડમાં રચ્યોપચ્યો રહે છે અને તેને જ ધર્મ માની ક્રિયાઓનો આગ્રહ સેવે છે. તે પોતાના આત્મસ્વરૂપને ઉપાદેય માનતો નથી અને શુભ ક્રિયાઓ કરીને પોતે ઘણો ધર્મ કર્યો છે એમ માની કૃતકૃત્યતા અનુભવે છે. તે જાણતો નથી કે દાન, પૂજા, પચ્ચક્ખાણ મહાવ્રતાદિ ગમે તે શુભ ક્રિયામાં પ્રવૃત્તિ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, મોક્ષપાહુડ', ગાથા ૫૯ 'तवरहियं जं णाणं णाणविजुत्तो तवो वि अकत्थो । નિવાનું ||’ तम्हा णाणतवेणं संजुत्तो लहइ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૮ (પત્રાંક-૯૧૮) Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮ થતી હોય, પણ જો વિભાવદશામાં રમણતા હોય તો તે ધર્મ નથી.૧ યમ, નિયમ, તપ, જપ વગેરે સીધાં જ મોક્ષપ્રાપક છે એવી માન્યતાના કારણે ક્રિયાજડ, ક્રિયાઓની શુદ્ધિ અર્થે જરૂરી એવાં આત્મનિરીક્ષણ અને સ્વરૂપજાગૃતિ સેવતો ન હોવાથી તેની ક્રિયાઓ સાર્થક થતી નથી, અર્થાત્ ભાવ વગરની અને ઉપયોગશૂન્ય ક્રિયાઓથી સમ્યક્ત્વની સિદ્ધિ થતી નથી. પોતાના કર્મકૃત વ્યક્તિત્વને વિસારી, આત્મરમણતામાં રહેવાના લક્ષે ક્રિયાઓ થાય તો જ તે ક્રિયાઓ સમ્યક્ત્વની સિદ્ધિ કરાવે છે, નહીં તો તે ભવભ્રમણનું કારણ પણ બને છે; તેથી આત્માર્થા સર્વ ક્રિયા કરતી વખતે પોતાનાં પરિણામો આત્મસન્મુખ કરવા ઉપર અધિક લક્ષ આપે છે. તે સર્વ ધાર્મિક ક્રિયાઓ આત્મહિતાર્થે જ કરે છે. ધાર્મિક ક્રિયાઓ દ્વારા જગતની વિસ્મૃતિ કરી, કર્મકૃત અવસ્થાઓમાંથી ‘હું'બુદ્ધિ તોડી, આત્માનુભવ કરવાનું જ તેને લક્ષ્ય રહે છે. તેની રહેણીકરણી તથા વિચારધારા સતત આત્મા તરફ જ કેન્દ્રિત હોય છે. મારે આત્મકલ્યાણ સાધવું છે' એવી લગની અંતરમાં અતૂટ રહેતી હોવાથી લક્ષ વારંવાર આત્મા તરફ વળ્યા કરે છે. તેને આત્મહિતની અભિલાષા હોવાથી તેનાં વલણ અને પુરુષાર્થની દિશા બદલાઈ ગઈ હોય છે. તે નિરંતર જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરે છે કે આ ક્રિયાઓથી પોતાનાં પરિણામોમાં રહેલો વિભાવરસ કેટલો મોળો પડ્યો અને સ્વભાવ૨સ કેટલો સુદૃઢ થયો? આવી જાગૃતિ વિભાવરસને તીવ્ર થવા દેતી નથી. સતત નિજાવલોકન કરવાથી વિભાવરસની મંદતા થાય છે અને નિર્મળતાની વૃદ્ધિ થતી જાય છે. ૨૧૧ આત્માર્થા જીવ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યો, પ્રસંગે પ્રસંગે આત્મનિરીક્ષણથી આત્મપરિચય સાધી, આત્મસાક્ષાત્કાર કરવા ઇચ્છે છે. જેમ કોઈ વેપારી કેવળ પોતાની લેવડદેવડના આંકડાથી સંતોષ નથી માનતો, પરંતુ સરવૈયું નફાવાળું હોય તો જ સંતોષ માને છે; તેમ આત્માર્થી ફક્ત ધર્મપ્રવૃત્તિની ગણતરીથી સંતોષ નથી માનતો, પણ વૃત્તિની સુધારણા કેટલી થઈ તેનો અંદાજ કાઢે છે. આત્મનિરીક્ષણ કરી તે પોતાની ચકાસણી કરે છે કે ‘પોતાની ગતિ મોક્ષ તરફ લઈ જનારી છે કે ભવભ્રમણને વેગ આપનારી છે? ભક્તિ, તપ, જય આદિની માત્ર ટેવ જ સચવાય છે કે તે દ્વારા ચિત્તશુદ્ધિ પણ થાય છે? દોષોનું પ્રમાણ ઘટ્યું? ગુણવૃદ્ધિ થઈ? શાંતતા, શુદ્ધતા, સ્વસ્થતા, સંતુષ્ટતા, પ્રસન્નતા વધી? અહંવૃદ્ધિ કે દાંભિકતાનું પોષણ તો નથી થતુંને?' આ પ્રકારે તે સતત આત્મનિરીક્ષણપૂર્વક પોતાની કસોટી કરતો રહે છે. પોતે આદરેલ ક્રિયાઓ સાધ્ય તરફ લઈ જાય છે કે નહીં તેની તે સતત જાગૃતિ રાખે છે અને જે સ્ખલના ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૩૩ ‘અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનુમલ તોલે; મમકારાદિક યોગથી, ઈમ જ્ઞાની બોલે.' Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દેખાય તેને સમજી, સુધારી, તથા પ્રકારે આચરણ કરે છે. જો એમ જણાય કે પોતે ક્રિયાઓમાં જ અટવાઈ ગયો છે અને જ્ઞાનની ઉપેક્ષા કરી રહ્યો છે તો તે કોઈ પણ પ્રકારના આગ્રહ વિના જ્ઞાનને ગ્રહણ કરે છે. આમ, તેનામાં ક્રિયાજડત્વ પ્રવેશી ગયું હોય તો આત્મનિરીક્ષણ વડે શોધી કાઢે છે અને તે દોષનું ઉમૂલન કરે છે. વળી, મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના માત્ર જ્ઞાનનો આગ્રહ રાખનાર શુષ્કજ્ઞાની એ માર્ગ ભૂલેલા જીવોનો બીજો પ્રકાર છે. તે મોક્ષમાર્ગની સાચી વિધિ સમજ્યો નથી અને સસ્તુશાસ્ત્રની બાહ્ય આરાધનાથી સંતોષ માની બેસે છે, તેથી તેનો વિકાસ રૂંધાય છે. તે વાંચનાદિ કરતો હોવા છતાં યથાર્થ અંતરંગ નિર્ણયના અભાવમાં તેનું વલણ પ્રથમ જેવું બહિર્મુખ જ રહેવા પામે છે. પોતાને આત્માનો બોધ સમજાઈ ગયો છે એમ તે માને છે, પણ વાસ્તવમાં તેનું મન સ્વરૂપ તરફ વળ્યું જ નથી હોતું, પરંતુ સંસારમાં જ ભટક્યા કરતું હોય છે. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં સ્વરૂપાનુસંધાનના અભ્યાસના અભાવના કારણે તેને સ્વરૂપનું યથાર્થ ભાવભાસન થતું નથી. સ્વરૂપ વિષે અનેક વાર વાંચ્યું હોવા છતાં અને તે વિષે સૂક્ષ્મ ચર્ચા કરતો હોવા છતાં તે અનુભૂતિના વિષયમાં આગળ વધતો નથી. માત્ર શાસ્ત્રસ્વાધ્યાયથી ધ્યેયપ્રાપ્તિ થઈ જશે એ ભ્રમણાના કારણે તેને નિજાવલોકન, ભેદજ્ઞાન તથા અંતર્મુખતાની આવશ્યકતા અને અગત્યતા ભાસતી નથી. આત્મપ્રાપ્તિની યથાર્થ રુચિની ખામી તથા વૈરાગ્યના અભાવના કારણે તેને ઉપરછલ્લા શાસ્ત્રાધ્યયનમાં કૃતકૃત્યતા ભાસે છે. તે ગોખેલાં સૂત્રો બોલી સંતોષ માને છે, પરંતુ જ્ઞાનસ્વભાવની અનન્ય રુચિ વિના આત્મજ્ઞાન થતું નથી. અગિયાર અંગ સુધી ભણી જાય પણ ચૈતન્યસ્વભાવ પ્રત્યે લક્ષ ન કરે તો તેનું બધું જ જ્ઞાન મિથ્યા છે. તે ગમે તેટલું શાસ્ત્રવાંચન કરે પણ તેથી ધર્મ થાય નહીં, કારણ કે ધર્મ નિજાત્માના આશ્રયે થાય છે. આમ, સ્વભાવના આશ્રય વિના ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ કરવાથી સંસારનું પરિભ્રમણ ટળતું નથી, તેમજ કેવળ બૌદ્ધિક સમજણથી દેહાત્મબુદ્ધિ ટળતી નથી. જે જીવ આત્માર્થી છે તે શાસ્ત્રાભ્યાસથી સંતોષાતો નથી, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે' એવી સભાનતા સાથે અને સત્ની ઊંડી જિજ્ઞાસાના સથવારે તે મોક્ષપંથે આગળ ધપતો જાય છે. તે શાસ્ત્રની ચર્ચા-વિચારણામાં ભાગ લે છે, પરંતુ તેનું હૃદય ભાવથી ભીંજાયેલું હોવાથી જ્ઞાનની શુષ્કતા તેને સતાવતી નથી. શુષ્કતા આવી ન જાય તેની તે સતત જાગૃતિ રાખે છે અને આવી જાય તો તેમાંથી કઈ રીતે છૂટી શકાય તેવી શોધકવૃત્તિ ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૮૪ વોઢ-નિમિત્તે સત્યુ વિશ૦, ટોડ઼ પઢડુ રૂત્યુ || तेण वि बोहु ण जासु वरु सो किं मूढ ण तत्थु ।।' Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પણ સતત રાખે છે. સત્શાસ્ત્રના સ્વાધ્યાય છતાં અધ્યાત્મશૂન્યતા કેમ આવી? વસ્તુસ્વરૂપ સ્પષ્ટ સમજવા છતાં સ્વસ્વરૂપમાં સ્વપણું કેમ થતું નથી? કર્તવ્ય જાણવા છતાં પરિણમન કેમ થતું નથી? ધ્રુવ તત્ત્વ ઉપર ધ્યાન કેમ જતું નથી? પરપદાર્થ પ્રત્યે આકર્ષણ કેમ રહે છે? સત્શાસ્ત્રનું ભણતર હોવા છતાં નિષ્ફળ જવાનાં કારણો કયાં હોઈ શકે? તે કારણો મટાડવાનો ઉપાય શો છે?' આ રીતે સ્વરૂપપ્રાપ્તિની ભાવનાના કારણે આત્માર્થા જીવ સતત આત્મનિરીક્ષણ દ્વારા પોતાના દોષોનું અવલોકન કરતો રહે છે. ગાથા-૮ આત્માર્થી જીવને સંસારના પ્રસંગો અને પ્રકારોમાંથી રુચિ ઘટતી જાય છે અને માત્ર સ્વરૂપમાં ઠરવાની ભાવના તે નિરંતર કરતો રહે છે. સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર લગની ભેદજ્ઞાનના અભ્યાસને નિપજાવનારી હોવાથી તેનું જ્ઞાન નિર્મળ થતું જાય છે અને તેથી તેની સમજણમાં વિપર્યાસ થવાનો સંભવ રહેતો નથી. જીવ જો આત્માર્થીની ભૂમિકામાં પ્રવેશ્યો ન હોય તો અનાદિની વિપરીત સંસ્કારયુક્ત બુદ્ધિના કારણે તે પ્રાયઃ શાસ્ત્રાધ્યયન કરતી વખતે વિપરીત સમજણનો શિકાર બને છે. તેને વસ્તુનું સ્વરૂપ પણ કલ્પિતપણે અન્યથા ભાસે છે. પરંતુ આત્માર્થીની ભૂમિકામાં સ્વરૂપની ભાવનાનું પ્રાધાન્ય હોવાથી યથાર્થ ભાવનાપૂર્વકનું જ્ઞાન તેની શુષ્કતાને તોડે છે અને તે રાગદ્વેષની પ્રધાનતામાં ન વર્તતાં ચૈતન્યની પ્રધાનતામાં જ વર્તે છે. સાધ્યલક્ષ ન છૂટે તે રીતે સર્વ પ્રસંગોમાં તે વર્તે છે. વળી, જ્યારે તેને જણાય કે સાધ્યની સિદ્ધિમાં મદદરૂપ ક્રિયાઓની તેનાથી અવગણના થઈ રહી છે, શુભ ક્રિયાઓ પ્રત્યે તેને અણગમો થઈ રહ્યો છે, ક્રિયાનો નિષેધભાવ અને શાસ્ત્રનો આગ્રહભાવ થઈ ગયો છે; ત્યારે તે પોતાની ભૂલ સમજી, શુભ ક્રિયાને અંગીકાર કરી તેમાં તે પ્રવૃત્ત થાય છે. અંતર્મુખી પુરુષાર્થ દ્વારા પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવનો આશ્રય કરવાના માર્ગ ઉપર જે નિમિત્તો દ્વારા પોતાની દશા ઊર્ધ્વતા પામી શકે, તે નિમિત્તોનું અપૂર્વ માહાત્મ્ય, બહુમાન તથા ઉપકારીપણું ચિંતવી તે તેનું ગ્રહણ કરે છે તથા પરના પ્રભાવથી પૂર્ણતઃ મુક્ત થવાનું આત્મસામર્થ્ય પ્રગટ્યું નથી એમ જાણી અયોગ્ય નિમિત્તોનો ત્યાગ કરે છે. આરંભ અને પરિગ્રહને વૈરાગ્ય અને ઉપશમના કાળરૂપ જાણી તે પ્રત્યે ત્યાગવૃત્તિ કેળવે છે. આમ, જીવનમાં ત્યાગ-વૈરાગ્યની ગૌણતા થતી જણાય તો તે ત્યાગ-વૈરાગ્યનું માહાત્મ્ય સ્વીકારી તેને જીવનમાં પ્રસ્થાપિત કરે છે. આ પ્રકારે આત્માર્થી જીવ ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાન બન્નેને અકલ્યાણકારી જાણી, પોતામાં જે પ્રકારનો દોષ હોય તે દોષથી નિવૃત્ત થાય છે. જ્યાં જ્યાં જેમ યોગ્ય હોય ત્યાં ત્યાં તેમ સમજવું, એકાંત પક્ષ ગ્રહણ ન કરવો, પણ યથાયોગ્ય આચરણ કરવું એવો ‘વિવેક’ ગુણ આત્માર્થીમાં પ્રગટ્યો હોય છે. આ ગાથાના સંદર્ભમાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે – Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગવૈરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. ૨૧૪ જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માર્થી કહેવાય.'૧ ધર્મની આરાધના કરનારાઓના બે વર્ગ છે. એક વર્ગ એવો છે કે જે કુળપરંપરાથી પ્રાપ્ત ધર્મક્રિયાઓનાં આચરણ કે શાસ્ત્રનાં શ્રવણ-પઠનથી સંતુષ્ટ રહે છે. તે જપ, તપ, દાન, શાસ્ત્રવાંચન વગેરે કરીને ધર્મની આરાધના કર્યાનો સંતોષ માને છે. જ્યારે બીજો વર્ગ આત્માર્થી - માત્ર ધર્માનુષ્ઠાન અને ક્રિયાકાંડોનાં આચરણથી સંતુષ્ટ થતો નથી. તે પરિણામલક્ષી હોય છે. સત્સાધન દ્વારા પોતાનાં પરિણામોને આત્મસન્મુખ કરવા મથતો હોય છે. તેથી ધર્માનુષ્ઠાનો કર્યાં પછી પરિણામોનું નિરીક્ષણ કરવા તે સદા તત્પર રહે છે અને પોતાની વૃત્તિઓમાં કેટલો ફરક પડ્યો તેની નિત્ય તપાસ કરતો રહે છે. ધર્મપ્રવૃત્તિ કરતાં અંતરમાં કંઈક ‘સધાયું' છે કે નહીં તેની જાગૃતિ તેને સતત રહે છે. પોતાની સાધનામાં કાંઈ ત્રુટિ દેખાય તો તે સુધારે છે, જરૂર જણાય તો તે સાધન બદલે પણ છે. પોતાને પ્રાપ્ત સાધનપદ્ધતિથી ધારેલું પરિણામ નીપજતું ન દેખાય તો તે એનું કારણ શોધવાનો પ્રયાસ કરે છે અને પોતાની સાધનામાં રહી જતી સ્ખલનાને દૂર કરવા પ્રયત્ન કરે છે. તે પોતાનાં મતનો કે સાધનનો આંધળો આગ્રહ રાખતો નથી. સાધ્યને નજર સામે રાખીને પ્રયોગ કરનારને પોતાનાં સાધનો પ્રત્યેનું મમત્વ પરવડતું નથી. તે આદરેલી સાધનપદ્ધતિનું અભિમાન કે તેનો આગ્રહ ન રાખતાં જ્યારે છોડવા યોગ્ય લાગે ત્યારે છોડે છે અને સેવવા યોગ્ય લાગે ત્યારે સેવે છે. આ રીતે તે હંમેશાં વિવેકપૂર્વક વર્તે છે. આત્માર્થી જીવને આત્મકલ્યાણ અર્થે અને ભવદુઃખથી છૂટવા માટે અનંત કાળની ભૂલ ભાંગી જાય અને અપૂર્વ શાંતિ મળે તેવું જીવન જીવવું હોય છે. સંયોગોનું અનિત્યપણું અને મનુષ્યદેહનું દુર્લભપણું તેને સમજાયું હોવાથી સ્વરૂપના અભ્યાસમાં તે જાગૃતિપૂર્વક અને આત્માના મહિમાપૂર્વક જોડાય છે. મનુષ્યભવ માત્ર દેહાર્યે વ્યતીત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮ ૨૧૫ થાય તો તેની કિંમત ફૂટી બદામ જેટલી પણ નથી અને આત્માર્થે વ્યતીત થાય તો ચિંતામણિ રત્નથી પણ અધિક માહાત્મ્યવાન છે, એમ સમજાયું હોવાથી આત્માર્થી જીવ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ આત્મહિત સાધવા માટે વિતાવવા ઇચ્છે છે. આવી આત્મહિતની લગનીના કારણે આત્માર્થી જીવ પોતાનાં શ્રેય-અશ્રેયનો યથાર્થ વિચાર કરી શકે છે. તેનામાં બોધ ઝીલવાની પાત્રતા હોવાથી તે ધર્મવાર્તાનો કલ્યાણકારી અર્થ સમજવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. આત્માર્થીની વિવેકબુદ્ધિ અને ઔચિત્યદૃષ્ટિ કેળવાયેલી હોવાથી તે પરસ્પર વિરોધી દેખાતી વાતોમાંથી જુદી જુદી અપેક્ષાએ દરેક કથનની સત્યતા સમજે છે અને તેમાંથી પોતાને જે હિતકારી હોય તેને ગ્રહણ કરે છે. પરંતુ જેનામાં તેવી વિવેકબુદ્ધિનો અભાવ હોય છે તે અયોગ્ય સમજણના કારણે અયોગ્ય આચરણ કરી પોતાનું અપાર નુકસાન કરે છે. જેમ કે કોઈને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા હોય, પણ આત્માનુભવનો ઉદ્યમ ન હોય અને તે વિકલ્પોમાં ગૂંચવાયેલો રહેતો હોય; તેવા જીવને ઘણો શાસ્ત્રાભ્યાસ કરવાનો નિષેધ કર્યો છે. પરંતુ જેને શાસ્ત્રાભ્યાસ ન હોય કે અલ્પ શાસ્ત્રાભ્યાસ હોય તેવો જીવ એ ઉપદેશ ગ્રહણ કરીને શાસ્ત્રાભ્યાસ છોડી દે અને સ્વરૂપની સમજણ ન કરે તો તેને નુકસાન થાય છે. વળી, ‘અનંતા ઓઘા કર્યા, અનંતી મુહપત્તિઓ કરી, એ બધાંનો ઢગલો કરવામાં આવે તો મેરુપર્વત જેવડો થઈ જાય. અનંતી વાર સાધુ થયો, અનંતી વાર આચાર્યપદ ઉપર આરૂઢ થયો પણ મોક્ષ ન થયો', ઇત્યાદિ ક્રિયાજડત્વને વગોવતાં વચનો અનેક શાસ્ત્રોમાં અનેક સ્થળે જોવા મળે છે. ઉપદેશમાં નિશ્ચયનયની દૃષ્ટિનું જ્યાં જ્યાં પ્રાધાન્ય હોય ત્યાં ત્યાં આવી વાતો મળે છે, પણ તેથી કંઈ ત્યાં સર્વ્યવહારનો નિષેધ કર્યો નથી. જે જીવને જડ ક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું હોય તેને નિશ્ચયનું લક્ષ કરાવવા આવાં વચનો કહેવામાં આવ્યાં હોય છે. ઉપદેશ તો કોઈ એક અર્થની મુખ્યતાપૂર્વક હોય છે. જે અર્થનું વર્ણન જ્યાં ચાલતું હોય ત્યાં તેની જ મુખ્યતા હોય છે, તે વખતે જો બીજા અર્થની મુખ્યતા કરવામાં આવે તો એક પણ ઉપદેશ દેઢ ન થઈ શકે. આમ, ઉપદેશમાં જ્યારે એક અર્થને દઢ કરવામાં આવે છે ત્યારે અપેક્ષા સમજ્યા વગર જીવ તે વચનને એકાંતે પકડે તો તે વચન દૂષિત થઈ જાય છે અને તેનું મિથ્યાત્વ પુષ્ટ થાય છે. જીવના જુદા જુદા દોષોની નિવૃત્તિ અર્થે જુદા જુદા સમયે, જુદા જુદા ઉપાયો બતાવવામાં આવ્યા હોય છે. કોઈને વ્યવહાર ક્રિયાનો આગ્રહ બંધાઈ ગયો હોય તો તેને નિશ્ચય પરમાર્થ સમજાવવામાં આવ્યો હોય છે અને કોઈને નિશ્ચયનો આગ્રહ થઈ ગયો હોય તેને શમ-સંવેગાદિ તથા ત્યાગ-વૈરાગ્યનું સ્વરૂપ દર્શાવી સ્વચ્છંદી વર્તનમાંથી મુક્ત થવાનો ઉપદેશ કરવામાં આવ્યો હોય છે. બધી જગ્યાએ આશય તો પરમાર્થમાર્ગ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન તરફનો જ હોય છે. જો એક જીવ બીજા જીવને લાગુ પડતો ઉપદેશ ગ્રહણ કરે તો તે ઉપદેશરૂપી ઔષધ તેને ઝેરરૂપ થઈને પરિણમી શકે. આત્માર્થી જીવ તો ઉપદેશને સદ્વિચારપૂર્વક, યથાર્થ સમજણ સહિત અંગીકાર કરે છે. ઉપદેશ પ્રાપ્ત થાય ત્યારે તે વિચારે છે કે ‘આ ઉપદેશ કયા પ્રકારે છે? કયા પ્રયોજન સહિત છે? અને કયા જીવને કાર્યકારી છે?' ઇત્યાદિ. આમ, વિચાર કરીને તેના યથાર્થ અર્થને ગ્રહણ કરી, પોતાની દશા જોઈ, એ ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તે પ્રમાણે તેને અંગીકાર કરે છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે કે ‘જે ઉપદેશ થાય તેને યથાર્થપણે ઓળખી પોતાના યોગ્ય જે ઉપદેશ હોય તેને અંગીકાર કરવો. જેમ વૈદ્યકશાસ્ત્રોમાં અનેક ઔષધિ કહી છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણ ઔષધિનું જ ગ્રહણ કરે પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે, એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે; તેમ જૈનશાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે પણ તેને પોષવાવાળા ઉપદેશને ન ગ્રહણ કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે. અહીં ઉદાહરણ જેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયપોષક ઉપદેશ છે તથા કોઈ ઠેકાણે વ્યવહારપોષક ઉપદેશ છે, ત્યાં પોતાને જો વ્યવહારની અધિકતા હોય તો નિશ્ચયપોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે તથા જો પોતાને નિશ્ચયની અધિકતા હોય તો વ્યવહારપોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે.’૧ આ પ્રકારે આત્માર્થા જીવ જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં ત્યાં તે તે પ્રકારે આચરણ કરે છે. વળી, જ્યાં સુધી તે કરવા યોગ્ય હોય ત્યાં સુધી તે કરે છે. કષાયની ઉપશાંતતા થવાથી તેમજ સંસાર, શરીર અને ભોગોથી ઉદાસીનતા થઈ હોવાના કારણે ચિત્તશુદ્ધિ થઈ હોવાથી તેને આવી વિવેકબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે. તેને સર્વ પ્રકારનાં સંસારનાં કાર્યોમાંથી રસ ઊડી ગયો હોય છે. બાહ્ય પ્રસંગોથી ચિત્ત વિરક્ત થઈ ગયું હોય છે. પરિભ્રમણનાં દુઃખોને યાદ કરતાં તેના હૃદયમાં આયુધના ઘા પડે છે. અનંત કાળથી ભોગવી રહ્યો છું તે દુ:ખોથી હું ક્યારે છૂટીશ? કઈ રીતે છૂટું?’ એવી અંતર્વેદના જાગે છે. આત્મજ્ઞાન વિના ઊગરવાનો આરો નથી, માટે અત્યારે જ આત્મભાન કરવું છે એવી ગરજ હોય છે. જગતના સુંદર ભાસતા પદાર્થોની ક્ષણભંગુરતા અને અસારતાનું સત્ય મનમાં સ્થિર થતું જાય છે, પરિણામે ઇન્દ્રિયસુખની લાલસા ઘટતી જાય છે. ચિત્તમાં ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, ‘મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭, પૃ.૨૮૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮ ૨૧૭ તૃષ્ણાનો પ્રભાવ ઘટતો જવાથી ક્રોધ, ઈર્ષા, તિરસ્કારની વૃત્તિ ઓછી થતી જાય છે અને મૈત્રી, પ્રમોદ, દયા આદિ ભાવ વૃદ્ધિગત થતા જાય છે. જાગૃતિ ટકવા લાગે છે. દરેક પ્રવૃત્તિમાં આંતરિક સભાનતા જળવાઈ રહે છે. આમ, એક બાજુ દર્શનમોહનું બળ શિથિલ થાય છે, કષાયશક્તિ ક્ષીણ થાય છે અને બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ મહિમા ઊમટી પડે છે અને તેથી ચૈતન્યસ્વભાવ તરફ જોર વળે છે. આ રીતે જીવમાં સમાદિ ગુણો પ્રગટે છે અને તેનાં પરિણામમાં અનેક મૂળભૂત પરિવર્તન આવે છે ત્યારે તેને ખરેખર મોક્ષમાર્ગ સમજાય છે. શ્રીમદ્ પ્રકાશે છે કે – મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.” મુમુક્ષુતા ઉત્પન્ન થયા પછી જીવ જ્ઞાન-ક્રિયાના સમન્વયપૂર્વક સભાનપણે પ્રયત્ન કરે તો તે પરમાર્થમાર્ગે આગળ વધે છે. તેનો ઉપયોગ હજુ અંતરમાં સ્થિર થયો નથી, પરંતુ જપ, તપ, શાસ્ત્રવાંચન, વિચારણા આદિ સર્વ પ્રવૃત્તિ સ્વરૂપલક્ષપૂર્વક થાય છે. સ્વરૂપલક્ષ બંધાતા જ તે નિજાવલોકનની પ્રક્રિયામાં પ્રવૃત્ત થાય છે. આત્મજાગૃતિપૂર્વક નિજાવલોકન કરવાથી સ્વરૂપનું ભાવભાસન થઈ સ્વસમ્મુખતા સધાય છે અને અનુક્રમે સ્વાનુભવ ઉત્પન્ન થાય છે. આમ, શ્રીમદે પ્રસ્તુત ગાથામાં જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજવા-આચરવારૂપ આત્માર્થની કામનાવાળા સર્વ આત્મહિતેચ્છુઓને ઉપયોગી થાય એવી આત્માર્થી પદની સર્વકલ્યાણકારી, ઊંડો આશય પ્રકાશતી અદ્ભુત વ્યાખ્યા કરી છે. આત્માર્થી પદની ક્ષિતિજો વિસ્તારતી આ વ્યાખ્યા એવી સરળ અને ગંભીર છે કે તે વ્યાવહારિક દુન્યવી જીવન અને પારમાર્થિક જીવન બન્નેમાં એકસરખી લાગુ પડે છે. શ્રી ધીરજલાલ મહેતા લખે છે કે – “નિરોગી હોય ત્યારે જે દૂધ પેય છે, તે જ દૂધ રોગીને અપેય બને છે. વધુ ઝાડા થયા હોય તેને જે દહીં ભક્ષ્ય છે, તે જ દહીં શરદીવાળાને અભક્ષ્ય બને છે. આ પ્રમાણે ધર્માનુષ્ઠાનો પણ જ્યાં જ્યાં જે જે ઉપકારી બને ત્યાં ત્યાં તે તે આદરવા યોગ્ય કહેવાય છે એમ સમજવું જોઈએ અને એમ જ આચરવાં જોઈએ. અને તો જ તે સાચો આત્માર્થી કહેવાય છે. સેવાભક્તિનો પ્રસંગ હોય ત્યારે તપનો આગ્રહ રાખે તપનો પ્રસંગ હોય ત્યારે જ્ઞાનનો આગ્રહ રાખે, અને જ્ઞાનનો પ્રસંગ હોય ત્યારે સેવાનું બહાનું કાઢે તે બરાબર ઉચિત નથી. આવા મતાર્થી, માનાર્થી, અને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૧ (પત્રાંક-૪૩૨) Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કદાગ્રહીને આત્માર્થી કહેવાતા નથી.’૧ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં યોગ્ય વિચાર; સદ્ગુરુ આશય સમજીને, સેવે શુદ્ધ આચાર. જ્યાં નિજ લક્ષ થવા કહ્યું, તહાં સમજવું તેહ; જેથી આતમ લક્ષથી, સાધે નિજ ગુણ ગેહ, આજ્ઞા આરાધન ઉભયમાં, જ્યાં જ્યાં જે જે યોગ્ય; ત્યાં ત્યાં તે તે આચરે, પામે નિજ ગુણ ભોગ. નિજ અધિકારી દશા વડે, સમ્યગ્ ભાવે જેહ; સદુઘમે આત્માર્થી જન એહ.' આગળ વધે, * * * ૧- શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા, ‘આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર', પૃ.૬ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૪-૨૧૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૨૯-૩૨) Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૯ વિજે કે હું માને ભ ળ ઇનિ-tહ, વધે છે અને વિશ્વનો કે લત. Page #267 -------------------------------------------------------------------------- ________________ Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૯ અથી. ગાથા ૮માં શ્રીમદે કહ્યું કે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય, ત્યાં ત્યાં તે તે [24] રીતે સમજવું અને તે પ્રમાણે વિવેકપૂર્વક આચરવું એ આત્માર્થી જીવનું લક્ષણ છે. હવે આ ૯મી ગાથાથી શરૂ કરીને ૧૯મી ગાથા પર્યત શ્રીમદે સદ્ગુરુની આવશ્યકતા, તેમનાં લક્ષણો, તેમનું માહાભ્ય, તેમની ભક્તિ અને તેનું ફળ વગેરેનું નિરૂપણ કરેલ છે. પ્રસ્તુત ગાથામાં આત્મસ્વરૂપનો લક્ષ કોને થાય તે બતાવતાં કહે છે – ‘સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; | ગાથા | પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” (૯) પોતાના પક્ષને છોડી દઈ, જે સદગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (૯) ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ? એવી આશંકા કરી તેનું સમાધાન :- સદ્ગુરુના ચરણને જે પોતાનો પક્ષ એટલે મત છોડી દઈ સેવે તે પરમાર્થને પામે, અને નિજપદનો એટલે આત્મસ્વભાવનો લક્ષ લે. અર્થાત્ ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્દગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે; જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દઢ કરાવે છે, જેથી તેને સદગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા યોગ મળે પણ પક્ષની દઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્દગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે; અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનોને તેનો પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પોતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનોનો ઉપયોગ કરે છે, પણ તેવાં વચનો કયે લક્ષે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતો નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનનો જ નિષેધ છે. એમ છતાં તેનો લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેનો આત્મા મૂઢતાને પામ્યો છે, તેથી તેને વિચારનો અવકાશ રહ્યો નથી. એમ ક્રિયા જડ અથવા શુષ્કજ્ઞાની તે બન્ને ભૂલ્યા છે, અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમનો દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જો સદ્દગુરુના ચરણ સેવ્યા હોત, તો એવા દુરાગ્રહમાં પડી જવાનો વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દોરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજપદનો લક્ષ લેત; અર્થાત્ તેની વૃત્તિ આત્મસન્મુખ થાત. વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે, અને સદ્ગુરુની સેવામાં વિચરવાનો જ ઉપદેશ કર્યો છે; તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે; અને અસગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું છે તો તીર્થકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસગુરુમાં કંઈ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ જૂનાધિકપણું ઠર્યું જ નહીં. વળી કોઈ “શ્રી ઠાણાંગસૂત્ર'ની ચોભંગી ગ્રહણ કરીને એમ કહે કે “અભવ્યના તાર્યા પણ તરે', તો તે વચન પણ વદતોવ્યાઘાત જેવું છે; એક તો મૂળમાં “ઠાણાંગમાં તે પ્રમાણે પાઠ જ નથી; જે પાઠ છે તે આ પ્રમાણે છે :- ..... તેનો શબ્દાર્થ આ પ્રમાણે છે :- ..... તેનો વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે :- ..... જેમાં કોઈ સ્થળે અભવ્યના તાર્યા તરે એવું કહ્યું નથી; અને કોઈ એક ટબામાં કોઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે. કદાપિ એમ કોઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેનો લક્ષ થવાથી સ્વવિચારને પામીને તર્યા એમ અર્થ કરીએ તો તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યા એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માર્ગેથી અનંત જીવ તર્યા છે, અને તરશે તે માર્ગને અવગાહવો અને સ્વકલિત અર્થનો માનાદિની જાળવણી છોડી દઈ ત્યાગ કરવો એ જ શ્રેય છે. જે અભવ્યથી તરાય છે એમ તમે કહો, તો તો અવશ્ય નિશ્ચય થાય છે કે અસદ્દગુરુથી તરાશે એમાં કશો સંદેહ નથી. અને અસોચ્ચા કેવળી જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઈ Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૨૩ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપજ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાત્મ્ય દર્શાવવા, અને જેને સદ્ગુરુયોગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંતમાર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે; પણ સદ્ગુરુઆજ્ઞાએ પ્રવર્તવાનો માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તો ઊલટું તે માર્ગ ઉપર દૃષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અસોચ્યા કેવળી અર્થાત્ અસોચ્ચા કેવળીનો આ પ્રસંગ સાંભળીને કોઈએ જે શાશ્વતમાર્ગ ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી, એમ નિવેદન કર્યું છે. કોઈ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સદ્ગુરુનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજવિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તો તે સદ્ગુરુમાર્ગનો ઉપેક્ષિત નહીં એવો, અને સદ્ગુરુથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય, તેને થયું હોય; એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષમાર્ગનો લોપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. ..... એક ગામથી બીજે ગામ જવું હોય અને તેનો માર્ગ દીઠો ન હોય એવો પોતે પચાસ વર્ષનો પુરુષ હોય, અને લાખો ગામ જોઈ આવ્યો હોય તેને પણ તે માર્ગની ખબર પડતી નથી, અને કોઈને પૂછે ત્યારે જણાય છે, નહીં તો ભૂલ ખાય છે; અને તે માર્ગને જાણનાર એવું દશ વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હોય, અથવા જેને આત્માર્થની ઇચ્છા હોય તેણે સદ્ગુરુના યોગે તરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લોપવો ઘટે નહીં, કેમકે તેથી સર્વ જ્ઞાનીપુરુષની આજ્ઞા લોપવા બરાબર થાય છે. પૂર્વે સદ્ગુરુનો યોગ તો ઘણી વખત થયો છે, છતાં જીવનું કલ્યાણ થયું નહીં, જેથી સદ્ગુરુના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી, એમ આશંકા થાય તો તેનો ઉત્તર બીજા પદમાં જ કહ્યો છે કે ઃ જે પોતાના પક્ષને ત્યાગી દઈ સદ્ગુરુના ચરણને સેવે, તે પરમાર્થને પામે. અર્થાત્ પૂર્વે સદ્ગુરુનો યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાનાં માન અને મત મૂક્યાં નથી; અને તેથી સદ્ગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નહીં, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં; એમ જો પોતાનો મત એટલે સ્વચ્છંદ અને કુળધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થ પામત. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અત્રે અસદ્દગુરુએ દઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક જીવોનાં પૂર્વે કલ્યાણ થયાં છે; અને તેમને સદગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસદ્દગુરુને પોતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે; એટલે બીજો તે માર્ગની પ્રતીતિ, તેનો ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે; માટે સદ્દગુરુચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છે – યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બૂક્યા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે; પણ કોઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસગુરુથી અમુક બૂક્યા. હવે કોઈ પોતે વિચાર કરતાં બૂક્યા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોનો કહેવાનો હેતુ એવો નથી કે સદ્દગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્ગુરુની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બૂક્યા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થકરાદિ સ્વયંબુદ્ધ' કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્દગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદ્દગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી. અને જો સદ્દગુરુપદનો નિષેધ કરે તો તે “સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી.', તે કહેવા માત્ર જ થયું. અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લો છો તે શાસ્ત્ર સદ્ગુરુ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે કે કોઈ અસગુરુનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે? જો અસદગુરુનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય, તો તો અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા યોગ્ય છે. આચારાંગસૂત્ર'માં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદ્દેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કે – આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવ્યો છે? ઉત્તરથી આવ્યો છે? દક્ષિણથી આવ્યો છે? અથવા ઊંચેથી? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે? એમ જે જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણો આ પ્રમાણે :- (૧) તીર્થકરના ઉપદેશથી, (૨) સદ્દગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૨૫ અત્રે જાતિસ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદ્દગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કે : “ગુરુગો દ્વાણુવત્તા’૧ ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીક્યા, સીઝે છે અને સીઝશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાયે પૂર્વે સદગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્દગુરુનો નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે; અથવા તેને કંઈ સદ્દગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્દગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે; અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તોપણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદ્ગુરુ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદ્ગુરુનું જ માહાભ્ય દર્શાવ્યું છે. વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે – (સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ૧- સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગા. ૩૨ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉત્તરાધ્યયન', “સૂયગડાંગાદિ'માં ઠામ ઠામ એ જ કહ્યું છે. (૯) સદ્ગુરુની પ્રાપ્તિ થયા પહેલાં પરમાર્થના નામે જે જે પ્રવૃત્તિ કરી હોય, ભાવાર્થ તેનો આગ્રહ અને પક્ષપાત ત્યજીને સદ્ગુરુના ચરણની ઉપાસના કરવાથી પરમાર્થ પામી શકાય છે અને સ્વરૂપનો લક્ષ થાય છે. પોતાની કલ્પનાનુસાર માનેલા મોક્ષમાર્ગનો ત્યાગ કરી, સદ્ગુરુનું શરણ-શરણ સ્વીકારીને, અચળપણે અને એકનિષ્ઠાએ તેમની આજ્ઞા આરાધાય, તેમાં જ સર્વાર્પણપણે એકતાન થવાય તો સદ્ગુરુકૃપાથી નિજ પદની પ્રાપ્તિ થાય છે. મતિકલ્પનાએ કે અસદ્દગુરુ પ્રમાણે પ્રવર્તતાં જીવને કોઈ ને કોઈ પક્ષ બંધાઈ જાય છે, અર્થાત્ કોઈ એક મતનો આગ્રહ થઈ જાય છે, જેથી કાં તો તે ક્રિયાજડત્વના કાં તો તે શુષ્કજ્ઞાનપણાના પ્રવાહમાં તણાઈ જાય છે અને તેથી તે સન્માર્ગ સમજવા શક્તિમાન થતો નથી. કયા જીવે, કયું સાધન, કેવી રીતે સેવવું જોઈએ તેનું રહસ્ય સદ્ગુરુના અંતરમાં રહેલું હોય છે. સદ્ગુરુ માર્ગમાં ઉદ્ભવતા અનેક જટિલ પ્રશ્નોનું સમાધાન સૂક્ષ્મ બોધ દ્વારા કરે છે તથા કોઈ પણ નય કે પક્ષનો આગ્રહ ન થઈ જાય તે રીતે આત્મશુદ્ધિનો માર્ગ બતાવે છે. સ્વચ્છંદ અને કુળધર્મનો આગ્રહ છોડી જીવ જો સદ્દગુરુનો ઉપદેશ ગ્રહણ કરે તો અવશ્ય પરમાર્થને પામે. પોતે કંઈ નથી જાણતો એવો દેઢ નિશ્ચય કરી સદ્ગુરુની આજ્ઞા શિરોમાન્ય કરે તો જીવે પોતાનો પક્ષ છોડ્યો કહેવાય. પોતાની માન્યતા, પોતાને ગમતો પક્ષ છોડી નિજ શુદ્ધાત્માનો લક્ષ લે અને અંતર્મુખ અભ્યાસ વડે સ્વવિષયમાં દક્ષ થાય તો અવશ્ય આત્માનુભૂતિ થાય. આમ, સદ્ગુરુના ચરણસેવનથી, અર્થાતુ તેમણે પ્રબોધેલા માર્ગની સમ્યક્ આરાધના કરવાથી નિજકાર્ય સિદ્ધ થાય છે. જીવનમાં પરિણમનની મુખ્ય બે દિશા છે - અંતર્મુખ અને બહિર્મુખ. અનાદિ વિશેષાર્થ 1 કાળથી જીવને બહિર્મુખ પરિણમન વર્તે છે. તેણે અંતર્મુખ પરિણમનની દિશા જોઈ પણ નથી. તેણે અનેક શુભ ક્રિયાઓ કરી, શાસ્ત્રવચન કર્યું, પણ અંતર્મુખ વલણનો અભ્યાસ કર્યો નહીં; તેથી વ્રત, તપ, શાસ્ત્રાભ્યાસ કરવા છતાં તેને પારમાર્થિક ફળ પ્રાપ્ત થયું નહીં. અનેક ધર્મપ્રવૃત્તિ કરવા છતાં, અનેક શાસ્ત્રોનું અધ્યયન કરવા છતાં તેને આંતરિક પરિણમન થયું નહીં. એકાંતે જ્ઞાનનો પક્ષ કરીને તે અગિયાર અંગ અને નવ પૂર્વ ભણ્યો છતાં તેની દશા બદલાઈ નહીં. તેવી જ રીતે એકાંતે ક્રિયાનો પક્ષ કરીને, તપ-ત્યાગ કરીને સુકાઈને ઝાડના પૂંઠા જેવો થયો અને અનેક વાર નવમી રૈવેયક ગયો છતાં તેનું કલ્યાણ થયું નહીં. અનંત કાળથી આટલું બધું કરવા છતાં અને અત્યંત પરિશ્રમ વેઠવા છતાં તેને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૨૮-૫૩૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #274 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૨૭ સત્ય માર્ગનું ભાન થયું નથી. આમ શાથી થયું? એ બધાં સાધનો નિષ્ફળ કેમ ગયા? આટલો પરિશ્રમ કરવા છતાં શું કરવાનું બાકી રહી ગયું? આત્મપ્રાપ્તિ માટે એવું કર્યું સાધન સેવવાનું બાકી રહી ગયું? તે અવશ્ય વિચારવા યોગ્ય છે. શ્રીમદ્ પ્રકાશે છે કે – અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધનો તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. (આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તો ખચીત હોય છે.) આ પ્રશ્નનો વિચાર કરતાં જણાય છે કે પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞામાં એકતાન થઈ, તેમની અનન્ય ઉપાસના કરવારૂપ ઉપાય જીવે આજ સુધી કર્યો નથી. સદ્દગુરુની ઉપાસના એ આત્મપ્રાપ્તિનો અચૂક, અમોઘ અને રામબાણ ઉપાય છે. સદ્દગુરુની ઉપાસના વિના, તેમની આજ્ઞાની આરાધના વિના, બીજા કોઈ પણ ઉપાયથી જીવ ધર્મરહસ્યને પામી શકે તેમ નથી. અનંત કાળથી ધાર્મિક ક્રિયાઓ અને શાસ્ત્રાધ્યયન કરવા છતાં જીવને આ પ્રકારની સૂઝ આવી નથી, પરંતુ જ્યારે પાત્રતા પ્રગટે છે ત્યારે જીવને એવો વિવેક જાગે છે કે હું માર્ગ ભૂલેલો છું અને ભવરોગથી પીડિત છું. તેના ઇલાજ માટે મતિકલ્પનાથી મારે કોઈ પણ ઉપાય ન કરવા જોઈએ, પરંતુ કોઈક સગુરુ મળી જાય તો મારાં સર્વ પરિણામો તેમની આગળ ખુલ્લાં કરીને, મારી વર્તમાન યોગ્યતા જણાવું અને આત્મકલ્યાણ થાય એવા માર્ગદર્શન માટે યાચના કરું.' તેના અંતરમાં સદ્દગુરુના સાનિધ્યમાં રહેવાનો અભિપ્રાય જાગે છે. તે સદ્ગુરુને ઇચ્છે છે, શોધે છે અને તે યોગ પ્રાપ્ત થતાં ભક્તિભાવથી સત્સંગને, તે સત્સંગમાં મળેલ આજ્ઞાને ઉપાસે છે. સદ્ગુરુના દરેકે દરેક વચનમાં દઢ શ્રદ્ધા રાખે છે, પરમ પ્રેમથી તેમને ચાહે છે અને સર્વાર્પણપણે તેમને આરાધે છે. જીવને સગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવ જાગતાં, તેમની યથાર્થ ઓળખાણપૂર્વક ભક્તિ પ્રગટતાં દર્શનમોહની મંદતા થાય છે. દર્શનમોહની મંદતા થતાં જીવમાં પ્રયોગાત્મક અભ્યાસની પાત્રતા પ્રગટે છે, ભાવભાસનની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. એક બાજુ નિર્મોહી એવા સગુરુની પ્રેમભક્તિથી દર્શનમોહનું બળ શિથિલ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૪૯-૩૫૦ (પત્રાંક-૪૦૧) Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થાય છે અને બીજી બાજુ નિજ શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યે અપૂર્વ માહાભ્ય, પ્રીતિ તથા પ્રતીતિ ઊમટે છે. સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર લગની વિભાવરસને શિથિલ કરે છે અને ભેદજ્ઞાનના અભ્યાસને નિપજાવે છે. આત્મપ્રાપ્તિની યથાર્થ ભાવના સહિત પુરુષાર્થ વડે મોક્ષમાર્ગ આરાધતાં એ પોતાના ધ્યેયની પ્રાપ્તિના પંથે આગળ ને આગળ વધે છે. સંગુરુના શરણમાં આત્મપ્રાપ્તિ અત્યંત સુલભ છે અને તેમના ચરણસેવનથી તે સહેજે પ્રાપ્ત થવા યોગ્ય છે. શ્રીમદ્ પ્રકાશે છે – “બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્ . નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જપ, તપ, ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.૧ દશ્ય જગતને અદશ્ય કરવા અને અદશ્ય ચૈતન્યચિંતામણિરૂપ આત્મતત્ત્વને દશ્ય કરવા - પ્રત્યક્ષ કરવા સમર્થ એવી અંતર્મુખ દૃષ્ટિ જેનાથી પ્રાપ્ત થાય છે, તે જ્ઞાનરૂપ અંતર્થક્ષુ વિના આત્માનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. આત્મા જડ એવાં દેહ અને ઇન્દ્રિયોથી અતીત હોવાથી તે જડ નયનરૂપ નથી, તેમજ તે જડ નયન પરમાર્થે તેનાં નથી અને તેથી તત્ત્વલોચન વિના આત્મા પ્રાપ્ત થઈ શકતો નથી. તે તત્ત્વલોચન પ્રાપ્ત કરવા તત્ત્વલોચનદાયક એટલે કે એવી દોરવણી આપનાર સદ્ગુરુના ચરણની ઉપાસના એ જ એક અચૂક ઉપાય છે. જે સગુરુના ચરણને પરમ પ્રેમે ઉપાસે છે, તેને આત્મસ્વરૂપની સાક્ષાત્ અનુભૂતિ થાય છે. સદ્ગુરુનો ઉપદેશ જ્ઞાનદશાપૂર્વક અને નિષ્કામ કરુણાયુક્ત હોવાથી જિજ્ઞાસુને જ્ઞાનદશા પમાડવા તે પ્રબળપણે સહાયક બને છે. જીવે શાસ્ત્રાભ્યાસ કરી, શુષ્કજ્ઞાની બની, અન્યને ઉપદેશ દેવામાં કે અન્યને રંજિત કરવામાં તે શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ ન કરવો જોઈએ. સૌથી પ્રથમ તો જીવે પોતાના આત્માને પ્રતિબોધવા માટે ઉપદેશ લેવાની જરૂર છે. સર્વથી ન્યારા અગમ અગોચર એવા આત્મસ્વરૂપરૂપી નિવાસસ્થાનમાં વસતા જ્ઞાનીનું અનુકરણ કરી, ઉપદેશ આપી, આત્મહિતને હાનિ થાય તેમ કરવા યોગ્ય નથી. આત્મા કર્મબંધનથી મુક્ત થાય તે લક્ષે જ સત્કૃતનું પઠન-પાઠન અને સગુરુના ઉપદેશનું ગ્રહણ કર્તવ્ય છે. આત્મદશા પામવામાં શુષ્ક જ્ઞાન જેમ પ્રબળ વિઘ્નરૂપ બને છે, તેમ ક્રિયાજડત્વ પણ આત્મદશા પ્રગટવામાં પ્રબળ અંતરાયરૂપ થાય છે. જપ, તપ, વ્રત, નિયમ આદિ સર્વ શુભ અનુષ્ઠાનો આત્માર્થે કર્તવ્યરૂપ છે. તે સાધનો પણ જ્યાં સુધી આત્મજ્ઞાની સંતની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૨ (આંક-૨૫૮, કડી ૧,૪,૫) Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૨૯ સુધી ભમરૂપ - મિથ્યા માન્યતારૂપ, આત્મભ્રાંતિ વધારનારાં અને પરિણામે સંસારપરિભ્રમણની વૃદ્ધિ કરનારાં થાય છે. આમ, સગુરુનું શરણ તત્ત્વલોચનદાયક અને આત્મશ્રેયસ્કર હોવાથી અનુપમ, અદ્વિતીય અને શ્રેષ્ઠ સાધન છે. તેમની ઉપાસના વિના માત્ર નિજકલ્પનાએ શાસ્ત્રજ્ઞાન મેળવવાથી કે ક્રિયા કરવાથી આત્મકલ્યાણ થવાનો ભ્રમ સેવાય છે. ખરેખર આત્મકલ્યાણ થતું નથી. શ્રીમદ્ પ્રકાશે છે – ‘આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.” એકાંત જ્ઞાનમાર્ગે પ્રવર્તતાં શાસ્ત્રીય અભિનિવેશ થાય છે, વિકલ્પની વૃદ્ધિ થાય છે, જ્ઞાનનું અતિપરિણામીપણું વેદાય છે, સમગ્રપણે નિઃશંકતા ઉત્પન્ન થતી નહીં હોવાથી કેટલીક જગ્યાએ સંદેહની ઉત્પત્તિ થાય છે અને જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થવાથી ઉન્મત્તપ્રલાપદશા થાય છે. આવા પ્રકારનાં આત્મકલ્યાણમાં પ્રતિબંધક પરિણામ થવાથી જીવ આત્મકલ્યાણથી દૂર થતો જાય છે અને ઉપર્યુક્ત વિપર્યાસો મટાડવા પણ તેને કઠણ થઈ પડે છે. એકાંત ક્રિયામાર્ગમાં એટલે સ્વરૂપજ્ઞાનના અભાવપૂર્વક દેહાદિની જડ ક્રિયામાં પ્રવર્તતાં વ્રત-સંયમાદિ બાહ્ય ક્રિયાઓનાં પુણ્યરૂપ ફળની પ્રાપ્તિનો મોહ ઉત્પન્ન થાય છે, માનાદિની કામના થાય છે અને આવી ક્રિયાઓનો એકાંતે આગ્રહ કરવાથી મિથ્યાત્વ દઢ થાય છે. આમ, માત્ર જડ ક્રિયાઓ કરવાથી પણ આત્મકલ્યાણનો માર્ગ દૂર રહે છે. સદ્ગુરુનું અવલંબન લેવાથી આ સર્વ દોષોથી બચી શકાય છે અને મોક્ષમાર્ગ સરળતાથી પ્રાપ્ત થાય છે, તેથી જ સદ્ગુરુની વિનયોપાસના ઉપર અત્યંત ભાર મૂકવામાં આવ્યો છે. અહીં કદાચ આશંકા થાય કે સદ્ગુરુનો યોગ પૂર્વે ઘણી વખત થયો હોવા છતાં ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૧-૪૧૨ (પત્રાંક-૫૧૧) Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પણ જીવનું કલ્યાણ થયું નથી, તેથી સદ્ગુરુના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી. તો તેનું સમાધાન એ છે કે જીવને સદ્ગુરુનો યોગ થયો હોવા છતાં પોતાના પક્ષના આગ્રહમાં રોકાઈ ગયો હોવાથી તેને સદ્ગુરુની ઓળખાણ થઈ નથી. તેઓ સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તેઓ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની જ સિદ્ધિ કરે છે અને તેમની જ પ્રતીતિથી મોક્ષમાર્ગ સ્વીકારવા-આરાધવા યોગ્ય છે; એવો સદ્ગુરુ સંબંધી નિઃશંક નિર્ણય થયો નહીં હોવાથી આત્મકલ્યાણ થયું નથી. જો તેણે માન અને મન મૂકીને સર્વાર્પણપણે તેમની આજ્ઞા ઉપાસવાનો સંનિષ્ઠ પુરુષાર્થ આદર્યો હોત તો અવશ્ય સદ્ગુરુનો ઉપદેશ તેના અંતરમાં પરિણામ પામ્યો હોત અને પરમાર્થની પ્રાપ્તિ થઈ હોત. આમ, સદ્ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ પ્રગટી નહીં હોવાના કારણે સગુરુનો અપૂર્વ યોગ પણ નિષ્ફળ ગયો છે. પરમાર્થને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળો આત્માર્થી જીવ અજ્ઞાન-અંધકારમાં લાંબો સમય રહી નથી શકતો. ગતાનુગતિકતાથી થતી ધર્મપ્રવૃત્તિથી તેને તૃપ્તિ થતી નથી. સ્વાનુભૂતિ માટે તેનું અંતર તલસતું હોય છે. પોતાની એ ઉત્કટ અભીપ્સા સંતોષવા માટે તે પ્રયાસ કરે છે. જેમ દુકાળમાં ભૂખ્યો માણસ ખોરાક શોધવા નીકળે છે, ભોજનની રાહ જોતો ઘરમાં બેસી રહેતો નથી; તેમ પરમાર્થને પામવા આત્માર્થી જીવ ઉત્કંઠિત હોય છે અને પોતાની એ જિજ્ઞાસા સંતોષવા તે સદગુરુની શોધ કરે છે, કારણ કે સદ્ગુરુનો સમાગમ સાધના અંગે યથાર્થ પથદર્શન મેળવવાનો સીધો, સરળ અને ટૂંકો માર્ગ છે. તે સમજે છે કે અનાદિ કાળથી તે પોતાના પક્ષના આગ્રહના કારણે રખડ્યો છે. અનેક વાર મનુષ્યભવ અને સગુરુનો યોગ પ્રાપ્ત થયો હોવા છતાં નિજપક્ષના આગ્રહના કારણે તેને પરમાર્થપ્રાપ્તિ થઈ નથી. તેથી હવે ક્રિયાજડપણું કે શુષ્કજ્ઞાનીપણું ત્યજી, સદ્ગુરુના બળવાન આલંબનના યોગે સ્વની શોધ કરી, સ્વાનુભૂતિનો આસ્વાદ લેવા તે પ્રયત્નશીલ બને છે. પોતાના સર્વ આગ્રહો છોડી દઈ, દોષોની નિવૃત્તિ માટે તે સદ્ગુરુની આશ્રયભક્તિ સ્વીકારે છે અને સગુરુના પાવનકારી ચરણકમળનું સેવન કરે છે. પૂર્વે તેણે જે જે માન્યતા કરી હોય, જે જે પક્ષનો આગ્રહ સેવ્યો હોય, તે સર્વને તે તજી દે છે. આમ કર્યા વગર સગુરુની ઓળખાણ અને સેવા થઈ શકતી નથી. હૃદયની પાટી ચોખ્ખી થાય તો જ સદ્ગુરુનો ઉપદેશ અને આદેશ પરિણમી શકે. આગ્રહ મૂક્યા વિના જીવનું કલ્યાણ થવું સંભવતું નથી. આમ, અનંત કાળના પરિભ્રમણની નિવૃત્તિ ઇચ્છનાર આત્માર્થી જીવ ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાનીપણું ટાળવાના આશયપૂર્વક, યથાર્થ તત્ત્વને પામ્યા છે એવા સદ્ગુરુના ચરણનું સેવન કરે છે. સદ્ગુરુ તેના દોષો કઢાવવા નિષ્કારણ કરુણાથી તેને સત્ય Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૩૧ ઉપદેશ આપે છે. આત્માર્થીએ શું કરવું અને કેવી રીતે કરવું તેનું તેઓ માર્ગદર્શન આપે છે. સગુરુના પ્રત્યક્ષ માર્ગદર્શન વિના આ દોષો નીકળવા પ્રાયઃ અસંભવ છે એવી સમજપૂર્વક, લૌકિક ભાવને છોડી, વાચાજ્ઞાન તજી, કલ્પિત વિધિ-નિષેધ તજી, આત્માર્થી જીવ સદ્ગુરુની આજ્ઞાનું મહત્ત્વ સમજી તે પ્રમાણે પ્રવર્તે છે. જેમ થાકેલો માનવ વિશ્રામ મળતાં હર્ષ અનુભવે છે, રોગથી પીડિત મનુષ્ય વૈદ્ય મળતાં રાહત અનુભવે છે; તેમ આત્મભ્રાંતિના રોગથી પીડાતા અને ભવભ્રમણથી થાકેલા જીવને સદ્દગુરુરૂપી વૈદ્યનો યોગ થતાં, થાક ઉતારનાર અને રોગ મટાડનાર તેમનો ઉપદેશ મળતાં તે ઉત્સાહપૂર્વક તેમની આજ્ઞાનું સેવન કરે છે. સદ્ગુરુ સત્પથ ઉપર તેને ચડાવે છે. સદ્ગુરુના માર્ગદર્શનથી તે અદમ્ય ઉત્સાહમાં આવી, પરમ પ્રસન્નતાપૂર્વક થયેલ પ્રસ્થાનને પ્રગતિના રાહે આગળ ધપાવે છે. તેના પથને પ્રશસ્ત કરનાર સગુરુ તેની સાથે હોવાથી ભુલાવો કે જમણા થવાની હવે તેને ચિંતા રહેતી નથી. આમ, સદ્ગુરુ ક્રિયાજડત્વનો અને શુષ્કજ્ઞાનીપણાનો પક્ષ છોડાવવા જીવને પરમ અવલંબનભૂત બને છે. આત્માર્થી જીવો એકાંત માન્યતામાં ફસાઈ જઈ આત્મહિત ચૂકી ન જાય તે અર્થે શ્રીમદ્ તેમને નિષ્કારણ કરુણાથી ચેતવણી આપી યથાર્થ માર્ગદર્શન આપતા હતા. શ્રી દેવકરણજી મુનિને શુષ્કજ્ઞાનથી બચાવવા માટે અને શ્રી અનુપચંદ મલકચંદને ક્રિયાજડત્વથી બચાવવા માટે તેમણે તે બન્નેને ઉપદેશ કર્યો હતો, એ બે મુખ્ય પ્રસંગો અત્રે જોઈએ – શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને યોગવાસિષ્ઠ' આદિ વેદાંતનાં શાસ્ત્રો વાંચવાની ભલામણ કરી હતી. સુરતમાં સં. ૧૯૫૦માં મુનિઓનું ચાતુર્માસ હતું તે વખતે શ્રી દેવકરણજી મુનિ વેદાંતના ગ્રંથો વાંચતા હતા. વેદાંતના જાણકાર ભાઈઓના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાંચનથી શ્રી દેવકરણજી મુનિ પોતાને પરમાત્મા માનવા લાગ્યા હતા. શ્રી લલ્લુજી મુનિએ તે વાત શ્રીમદ્જીને નિવેદન કરી, એટલે શ્રી દેવકરણજી મુનિ એકાંતવાદમાં તણાઈ ન જાય તે માટે તેમને “શ્રી ઉત્તરાધ્યયન' આદિ જૈનસૂત્રોનું પુનરાવલોકન કરવા સૂચવ્યું. શ્રીમદે શ્રી લલ્લુજી મુનિ ઉપર લખેલ એક પત્રમાં શ્રી દેવકરણજી મુનિને માર્ગમાં સ્થિર કરવા જે ઉપદેશ આપ્યો છે તે ખૂબ વિચારણીય છે – આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું “આચારાંગસૂત્ર' છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્ય જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યકત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.” આવા પ્રસંગોમાં સદ્ગુરુ માથે હોય તો જીવ બચી શકે છે, નહીં તો જીવને પોતાના દોષો તો સૂઝતા નથી અને તે દોષોને ગુણ માની લેવાની ભૂલ કરી તે દોષોનો પક્ષ લે છે. ભરૂચના શ્રી અનુપચંદ મલકચંદ અંતર્લક્ષવિહીન બાહ્ય ક્રિયામાં રત રહેતા હતા. જ્યાં એકલી ક્રિયા જ જોવા મળે ત્યાં જ્ઞાનનો લક્ષ લાવવો રહ્યો, કેમ કે એકલી બાહ્ય ક્રિયાથી કલ્યાણ નથી. તેથી તેમને જાગૃત કરી, તેમના જીવનમાં અંતર્મુખવૃત્તિનો લક્ષ કરાવવા શ્રીમદ્ લખે છે – “તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી? સહજમાત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ “જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે? અને તેનું શું પરિણામ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાનું કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તુત્વના માહાભ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે. આ કંઈ એકાંતિક દષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે, એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારદષ્ટિ છે.’ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૬૧ (પત્રાંક-૫૮૮). ૨- એજન, પૃ.૫૧૧ (પત્રાંક-૭૦૨) Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૩૩ આમ, શ્રી અનુપચંદભાઈને જડક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું હોવાથી તેમને સ્વભાવસમ્મુખ કરવાના હેતુએ શ્રીમદે આ પત્ર લખ્યો છે. તેઓ પુષ્કળ ક્રિયા કરતા હતા પણ સ્વરૂપલક્ષની ખામી હતી, તેથી શ્રીમદે તેમને તેમની સાધનાની ખૂટતી કડી બતાવી. જ્ઞાની પુરુષો જીવને પરમાર્થમાર્ગનું રહસ્ય સમજાવી તેના જીવનમાં મૂળભૂત પરિવર્તન કરાવે છે, સ્વરૂપદષ્ટિ આપી તેને જાગૃત કરે છે. તેઓ સાધનો વધારતા નથી, પણ જીવ જે કરતો હોય તે સાધનને સાધ્યસન્મુખ કરે છે. આ પ્રકારે જે જીવ પોતાના પક્ષને છોડી દઈ સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કરે છે તે પરમાર્થને પામે છે. જડક્રિયાપ્રધાન અને શુષ્કજ્ઞાનપ્રધાન બન્ને પ્રકારના જીવો જો સદ્ગુરુના ચરણ સેવે તો તથારૂપ સાધનથી પરમાર્થને પામે, પરંતુ સદ્ગુરુના ચરણ સેવ્યા વિના, સ્વચ્છેદે કે અસરુના કારણે દુરાગ્રહમાં પડી જીવ પોતાનું અકલ્યાણ કરે છે. શ્રીમદ્ એક પત્રમાં લખે છે – ‘ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્દગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે; જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દઢ કરાવે છે, જેથી તેને સગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા યોગ મળે પણ પક્ષની દઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્દગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે........૧ સદ્ગુરુ મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે જીવે અનંત કાળના તેના પર તરફના લક્ષને નિજપદ તરફ ફેરવવાનો છે અને તે માટે જ સઘળો પુરુષાર્થ કરવાનો છે. પરમાર્થપ્રાપ્તિ કરવી હોય તેણે પોતાના આત્માને ત્રિકાળી ચૈતન્યસ્વરૂપે સ્વીકારી, તેનાં યથાર્થ શ્રદ્ધા-જ્ઞાન કરીને તેમાં જ આરૂઢ થવું જરૂરી છે. જીવે પુણ્ય-પાપરહિત સ્વભાવની અપૂર્વ સમજણ ક્યારે પણ કરી નથી. તેણે પાપ છોડીને પુણ્ય અનંત વાર કર્યા, પણ તે અપૂર્વ નથી. પુણ્ય-પાપરહિત જ્ઞાનસ્વભાવની સમજણ કરવી તે અપૂર્વ ધર્મ છે, તે જ પરમાર્થ છે. જે જીવ પુણ્ય-પાપને જ્ઞાનની સાથે એકમેક માને, તે જીવ વિકારમાં જ આરૂઢ થયો છે, સ્વભાવમાં આરૂઢ થયો નથી. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #281 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પાણીનો મૂળ સ્વભાવ શીતળ છે, પણ પોતાથી વિરુદ્ધ એવા અગ્નિનો આશ્રય કરે તો તે ઉષ્ણ દશા પામે છે; તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ શીતળ-આનંદમય છે, પણ જો જીવ પ૨સંયોગના આશ્રયે પરિણમે તો તે અવસ્થામાં તેનું પુણ્ય-પાપરૂપે વિકારી પરિણમન થાય છે. પરંતુ જેમ ઉષ્ણતા તે પાણીનું ખરું સ્વરૂપ નથી, તેમ વિકારી ભાવો આત્માનું ખરું સ્વરૂપ નથી. ઉષ્ણતા વખતે પણ પાણીનો સ્વભાવ શીતળ જ છે, તેમ વિકા૨ વખતે પણ આત્મા ત્રિકાળ શુદ્ધસ્વભાવી જ છે. આત્મસ્વરૂપની અનુભૂતિ બાહ્ય ક્રિયાથી કે શાસ્ત્રાભ્યાસથી નથી થતી, પણ અંતરસ્વભાવ તરફ વળતાં જ તે અનુભૂતિ થાય છે. વિકારના લક્ષે વિકાર ટળતો નથી, પણ વિકારનું લક્ષ છોડીને ત્રિકાળી વીતરાગસ્વરૂપ નિજચૈતન્યસ્વભાવનો લક્ષ કરતાં વિકાર ટળી જાય છે. તેથી વિકારી ભાવોથી થતાં આ સંસા૨પરિભ્રમણનો ઉકળાટ ટાળવા માટે શાંત ચૈતન્યસ્વરૂપમાં ઢળવું જોઈએ. ‘હું શુદ્ધ ચૈતન્ય છું. આ સંયોગો દેખાય છે તે બધા મારાથી ભિન્ન છે; સંયોગના લક્ષે જે ભાવો થાય છે તે વિકાર છે, તે મારું સ્વરૂપ નથી; મારું સ્વરૂપ તો જ્ઞાનાનંદ છે' એમ પોતાના ચૈતન્યસ્વરૂપની સમજણ કરવી તે ધર્મ છે. ૨૩૪ - - ડુંગર ઉપર ચડનારનું લક્ષ નીચે તળેટી તરફ હોતું નથી, પણ ઊંચું શિખર તરફ હોય છે; તેમ જેને આત્માની શુદ્ધ દશા પ્રગટ કરવી હોય તે જીવ નીચે ન જુએ, એટલે કે રાગાદિને કે ક્ષણિક અવસ્થાને જ પોતાનું સ્વરૂપ ન સમજે, પણ સદા પરિપૂર્ણ નિજચૈતન્યસ્વભાવની જ શ્રદ્ધા કરે. ક્ષણિક અવસ્થામાં કે રાગમાં એકતા માનીને તે તેમાં આરૂઢ નથી થતો, પણ ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં આરૂઢ થાય છે. તેની પરિણતિ ઊંચે ને ઊંચે ચડતી જાય છે, અર્થાત્ આત્મા શુદ્ધ થતાં થતાં અંતે મુક્તિ પામે છે. ત્રણે કાળમાં ધર્મની રીત આ એક જ છે. ધર્મ માત્ર આત્મસ્વભાવના અવલંબને થાય છે. કોઈ પણ પરદ્રવ્યના આશ્રયે ધર્મ થતો નથી. પરદ્રવ્યના આશ્રયે વિકાર અને દુઃખ જ થાય છે. સદ્ગુરુ શિષ્યને નિજપદનો આવો લક્ષ કરાવી, તેની પ્રાપ્તિ કરવા માટે પ્રેરણા કરે છે કે ‘હે વત્સ! તું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત કરીને તારા અસંખ્ય પ્રદેશમાં રહેલા અનંત ગુણોનું નિર્મળ પરિણમન પ્રગટાવ. તારી સર્વ સંપત્તિનો આધાર તું પોતે જ છે, તું તારા તત્ત્વને પ્રગટ કરવા સદા પુરુષાર્થશીલ અને જાગૃત બન. અનંત અવ્યાબાધ સુખ પ્રગટ કરવા બાહ્ય દૃષ્ટિ છોડી અવિકારી સ્વભાવ તરફ વળ. અખંડ સ્વભાવની સમીપ જશે તો અનહદ શાંતિ અને આનંદ પ્રગટશે. એક વાર અંતરસન્મુખ થઈને હું જ્ઞાનાનંદમય, પૂર્ણ પરમાત્મા છું એવી પ્રતીતિ કર.' અપરંપાર કરુણામાંથી પ્રવહેલું સદ્ગુરુનું માર્ગદર્શન અનુસરતાં આત્માર્થીને પ્રતીતિ થાય છે કે “મારું આત્મપદ તો ચિદાનંદથી ભરપૂર છે. પરંતુ નિજપદને ભૂલી મારાથી Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૩૫ ભિન્ન એવી પરવસ્તુને મેં પોતાની માની, તેની અવસ્થા હું બદલી શકું એવી મિથ્યા કર્તુત્વબુદ્ધિ સેવી અને પરપરિણતિમાં જોડાઈ હું ખૂબ રખડ્યો છું. હવે મોંઘું મનુષ્યપણું પામ્યો છું, પરમાર્થને અનુકૂળ એવો ઉત્કૃષ્ટ યોગ પામ્યો છું, તત્ત્વની ઉત્તમ સમજણ મળી છે; તો સ્વતંત્ર સ્વભાવના સ્વીકારરૂપ અનંત પુરુષાર્થ કરવો છે, સ્વભાવસમ્મુખ થવું છે. આજ સુધીનો કાળ દેહ માટે ગાળ્યો છે, હવે અનંત ભવનો અંત લાવવા પરભાવનાં આસન છોડી, અનંત ચતુષ્ટયયુક્ત સ્વભાવના આસન ઉપર બિરાજમાન થવું છે. સ્વરૂપસામ્રાજ્યની અસીમ, બેહદ પ્રભુતાને સાદિ-અનંત કાળ પર્યત ભોગવવા હું તત્પર થાઉં છું.' આત્મસ્વરૂપનો જે મહિમા છે, તે ગાઈ ગાઈને સગુરુએ તેને આત્મા પ્રત્યે વળવાની પ્રેરણા કરી છે. તે મહિમા વારંવાર સ્મૃતિમાં લાવી તેનું તે ઘોલન કરે છે. બુંગિયો ઢોલ સાંભળીને જેમ રજપૂતના રોમેરોમમાં શૌર્ય ઊછળી જાય છે, તેમ સદ્ગુરુમુખે આત્માનો મહિમા સાંભળતાં તેનું વીર્ય ઊછળી જાય છે. તેનું સમગ્ર પરિણમન બદલાઈ જાય છે. તે સ્વભાવસભુખ થાય છે અને નિરંતર આત્માને ધ્યાવે છે. ગાય ચારો ચરે છે, વનમાં ચારે બાજુ હરે-ફરે છે, પાણી પીએ છે અને પોતાના સમુદાયમાં ઘૂમે પણ છે, છતાં દરેક પ્રવૃત્તિ વખતે ગાયનો ઉપયોગ તો ઘરે રહેલા પોતાના વ્હાલા વાછરડામાં જ હોય છે, તેમ આત્માથી વ્યવહારનાં કાર્ય કરવા છતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ ચૂકતો નથી. તેની સર્વ પ્રવૃત્તિમાં તેને જ્ઞાયકસ્વરૂપનું લક્ષ રહે છે. લક્ષ સાથે તેને સ્વભાવનું જોર પણ રહે છે. તેને સ્વભાવની લગની એટલી વધી જાય છે કે તેના કારણે તે સમ્યગ્દર્શન તરફ આગળ ને આગળ વધતો રહે છે. જે જ્ઞાનસ્વરૂપનો તેને નિશ્ચય થયો છે, તેની મહાનતાનો મહિમા એટલી હદ સુધી વધી જાય છે કે જગતના સર્વ પદાર્થની કિંમત ઊડી જાય છે. તેનું લક્ષ નિજપદરૂપી લક્ષ્યમાં હોવાના કારણે અને બીજે કશે પણ નહીં હોવાના કારણે તેને માત્ર લક્ષિત વિષયમાં જ રસ આવે છે. જે જીવને જેમાં રૂચિ હોય, તે જીવને તે વિષયમાં રસ આવે છે. જ્યાં નિજપદની અનન્ય રુચિ થઈ હોય ત્યાં બહાર કેમ ગમે? આવી અનન્ય રુચિ અને પુરુષાર્થના જોરવાળું પરિણમન થવાથી વિકલ્પો છૂટી જતાં તે અંદર ઊતરી જાય છે અને અમૂલ્ય એવા સમ્યકત્વને ઉત્પન્ન કરે છે. આમ, આત્માર્થી જીવ સદગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમથી તેમના તરફ આકર્ષાય છે, પોતાના પક્ષનો ત્યાગ કરે છે, તેમની આજ્ઞાને યથાર્થપણે આરાધી નિજ પદનો લક્ષ કરે છે, પુરુષાર્થ આદરે છે અને તેના ફળરૂપે કોઈ ધન્ય પળે તેને સ્વાનુભવ થાય છે. એક વાર સ્વાનુભૂતિ થયા પછી તેને કશે પણ ચેન પડતું નથી. સ્વરૂપની સ્મૃતિ તેને કશે પણ ઠરવા દેતી નથી. ચૈતન્યનો અદ્ભુત, અલૌકિક Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ચમત્કાર અનુભવ્યો હોવાથી તે સ્વરૂપતૃપ્ત થાય છે અને તેથી તેને સંસારનાં કોઈ પદાર્થ કે પરિસ્થિતિની સ્પૃહા રહેતી નથી. નિઃસ્પૃહ, નિરીહ બને છે. આ નિર્મળ પરિણમન સદ્ગુરુ દ્વારા થયેલ નિજપદના લક્ષની બલિહારી છે. સ્વભાવના લક્ષે જન્મમરણ ટાળનાર સમ્યક્ત્વ પ્રગટ થતાં તે પોતાના ત્રિકાળ જ્ઞાનસ્વભાવના અનુભવરૂપ ક્રિયાનો કર્તા થાય છે. તેને અસ્થિરતાના ભાવ થવા છતાં સ્વભાવની પ્રતીતિના જોરમાં તે અસ્થિરતાનો સ્વીકાર હોતો નથી અને શુદ્ધ સ્વભાવના જોરે તે અસ્થિરતાનો નાશ કરી, સ્વરૂપની એકાગ્રતા સાધી ચારિત્રદશા પ્રગટ કરે છે. આ સર્વનું કારણ સદ્ગુરુના ચરણની ઉપાસના છે. શ્રીમદ્ લખે છે - ‘તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાનીપુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે.’૧ આમ, સદ્ગુરુનો અપૂર્વ મહિમા અને અનન્ય ઉપકાર છે. તેઓ જીવને મુમુક્ષુદશાની પ્રાપ્તિથી માંડીને મોક્ષદશા સુધી પહોંચાડે છે. મૃગલાંને પકડવા માટે કોઈ પારધીએ કોઈ એક દિશામાં જાળ બિછાવી હોય અને તે જોઈને કોઈ દયાળુ મહાજન તે મૃગલાંને બચાવવાના હેતુથી તેને બીજી દિશામાં વાળવા માટે હાકોટા કરે, પરંતુ ભ્રાંતિગ્રસ્ત મૃગલાં તે બચાવનારને જ મારનાર સમજીને, તેનાથી ઊંધી દિશામાં (જે દિશામાં જાળ પાથરેલી હોય તે દિશામાં જ) ઝંપલાવે અને અંતે જાળમાં ફસાય છે; તેમ અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં જગતના જીવો પ્રત્યે પરમ કારુણ્યવૃત્તિ થવાથી, સદ્ગુરુ જીવોને સ્વભાવ તરફ વળવાની હાકલ કરતાં કહે છે કે માત્ર બાહ્ય ક્રિયામાં કે શુષ્ક જ્ઞાનમાં મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ તો અંતર્મુખતામાં છે. પરંતુ જે જીવ ભ્રાંતિમાં સપડાયેલો છે, જેની વિચારશક્તિ તીવ્ર મોહથી ઘેરાઈ ગઈ છે, તે માર્ગનું સ્વરૂપ સમજી ન શકવાના કારણે આ હિતોપદેશને પણ અહિતરૂપ સમજી ‘આ તો અમારી ક્રિયા છોડાવે છે, આ તો અમારો શાસ્ત્રાભ્યાસ છોડાવે છે' એમ ખોટી માન્યતાથી ઊંધી દિશામાં જ ઝંપલાવે છે અને ભવભ્રમણની જાળમાં ફસાઈને દુઃખી થાય છે. આથી વિપરીત, જે જીવ આત્માર્થી છે તે તો સદ્ગુરુની હાકલ સાંભળીને થંભી જાય છે અને અંતરના ઊંડાણથી વિવેકપૂર્વક વિચાર કરે છે, ‘અહા! આ વાત પરમ સત્ય છે, ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૩૭ (પત્રાંક-૮૮૭) ૨- જુઓ : સંત કબીરજી, ‘કબીર વાણી', પૃ.૧૦૮, દોહો ૨૮૫ ‘ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન મોક્ષ; ગુરુ બિન લખે ન સત્યકો, ગુરુ બિન મિટે ન દોષ.' Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૩૭ આ વાત તો મારા હિતની છે.” એમ સમજી પોતાના પક્ષનો ત્યાગ કરે છે. પોતાના હિતનો વિચાર કરીને તે સ્વભાવ તરફ વળે છે. તેને આત્મસ્વરૂપની તીવ્ર રુચિ જાગૃત થાય છે, એનો મહિમા આવે છે, એને પ્રાપ્ત કરવાની તીવ્રતમ લગની લાગે છે અને અંતર્મુખી પુરુષાર્થ કરે છે, પરિણામે તેને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ દ્વારા મળેલી સ્વરૂપની સમજણથી, પૂર્વે તે સમજણના અભાવે વેઠેલાં અનંત દુઃખથી છૂટીને તે પરમ આનંદ પામે છે. આમ, આ ગાથા સદ્દગુરુની આવશ્યકતા અને મહિમાનું નિરૂપણ કરે છે. આ ગાથાની પહેલી ગાથા સાથે સંબંધ બતાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – આ નવમી ગાથાને પહેલી ગાથા સાથે સંબંધ રહ્યો છે. પહેલી ગાથામાં એમ કહ્યું હતું કે અનંત પ્રકારનાં દુઃખનું કારણ માત્ર એક જ છે અને તે આત્મજ્ઞાનનો અભાવ, સદ્ગુરુનાં વચનના પ્રભાવથી અભાવરૂપ અંધકાર ટળી જ્ઞાનસૂર્યનો ઉદય થાય છે; આ આત્મજ્ઞાનરૂપ પદની પ્રાપ્તિ જે સગુરુના નિમિત્તથી થઈ, તેને નમસ્કાર હો. આ ગાથામાં તે જ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરી સમર્થન કર્યું છે, અને એથી એની અંદર રહેલું તત્ત્વ ફરી ફરી વિચારવા યોગ્ય છે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘સેવે સદગુરુચરણને, યથા વિધિ શુભ યોગ; વિનય અને બહુમાનથી, ત્યજી વંચકતા રોગ. કુળ ગચ્છ મત દર્શન તણો, ત્યાગી દઈ નિજપક્ષ; રાખે અંતર દૃષ્ટિથી, આત્મસ્વરૂપે લક્ષ. સત્ત્વવાન શીલવાન જે, રહે સદ્ગુરુ આધીન; પામે તે પરમાર્થને, ગુરુ ભક્તિ લયલીન. અનુક્રમે પરમાત્મથી અભેદ ભાવે લક્ષ; થઈ નિઃશંક નિર્ભયપણે, નિજપદનો લે લક્ષ.' ૧- “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૧) ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૪૬ ૩- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૩-૩૬) Page #285 -------------------------------------------------------------------------- ________________ Page #286 -------------------------------------------------------------------------- ________________ - 10 tch ੩੧॥ ੧੨੧੯: ਵੜੇ , ੧( ( ੧੩੧, ੨੨ ੩ ੨੬੦ ੧੧. ॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ Page #288 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૦ - ગાથા ૯માં કહ્યું કે પોતાની મતિકલ્પનાથી માનેલ મોક્ષમાર્ગને છોડી જે ભૂમિકા 1 જીવ સદ્દગુરુના ચરણને સેવે છે, અર્થાત્ સદ્ગુરુએ ચીંધેલ પંથનો આશ્રય રહે છે, તે પરમાર્થને પામે છે અને તેને આત્મસ્વરૂપનો લક્ષ થાય છે. આમ, ગાથા ૯માં શ્રીમદે સદ્ગુરુના માહાભ્યનું સ્થાપન કર્યું. સદ્ગુરુનો સમાગમ એ સાધના અંગે યથાર્થ પથદર્શન મેળવવાનો સીધો, સરળ અને ટૂંકો માર્ગ છે; પરંતુ માર્ગદર્શક સદ્ગુરુ હોય તો જ સાધક સુરક્ષિત રહે છે, અન્યથા વિચલિત થઈ માર્ગ ચુકાઈ જવાનો ભય રહે છે. તેથી જેની ભક્તિથી જીવને અપૂર્વ લાભ થાય છે તેવા સદ્ગુરુને ઓળખવા અને તેમને અસગુરુથી જુદા પાડવા અર્થે તેમનાં લક્ષણો અત્યંત સરળ છતાં સચોટ ભાષામાં પ્રસ્તુત ગાથામાં દર્શાવવામાં આવે છે. આત્મધર્મનો ઉપદેશ આપવા માટે કઈ કોટિના મહાપુરુષ યોગ્ય ગણાય તે બતાવતાં શ્રીમદ્ કહે છે – આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; | ગાથા અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” (૧૦) - અર્થ આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત 1 થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્દગુરુનાં ઉત્તમ લક્ષણો છે. (૧૦) સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમથુત, સદ્ગુરુલક્ષણ યોગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે. અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયોગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, અર્થાત્ નિજઅનુભવસહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમબ્રુત એટલે ષટ્રદર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદ્ગુરુનાં યોગ્ય લક્ષણો છે. અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તેથી ચારિત્રદશા કહીં. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે? એવી આશંકા, પૂર્વપ્રયોગ એટલે પૂર્વનાં બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,' એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. પરમશ્રુત કહેવાથી ષટદર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. આશંકા :- વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદ્ગુરુ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી. સમાધાન – વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે “કેવળભૂમિકા'ને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે. આશંકા :- આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાન – એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તોપણ તેથી એકાવતારીપણાનો નિષેધ થતો નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. આશંકા :- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે. સમાધાન :- પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવો સિદ્ધાંત છે; અને વર્તમાનમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકનો કશો નિષેધ છે નહીં અને ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનનો સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છઠ્ઠ ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદદશા આવી જાય છે. પણ તે આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રોધક છે. આશંકા – અત્રે તો સ્વરૂપસ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિત પદ તો તેરમે ગુણસ્થાનકે જ સંભવે છે. સમાધાન – સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ચૌદમા ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મનો નાશ ત્યાં થાય છે; તે પહેલાં કેવળીને ચાર કર્મનો સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તો તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય. આશંકા – ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે તો Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૨૪૩ તે ઠીક છે; પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તો તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિપણું કેમ કહેવાય? સમાધાન - કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથે, પાંચમે, છછું ગુણસ્થાનકે તેથી અા છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છઠ્ઠ ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા ક્વચિત્ વર્તે છે તેને લીધે “પ્રમત્ત' સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે. જે ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. પાંચમે અને છહે ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી; એટલે તેરમે અને છટ્ટે ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (૧૦) - જેમના વચનબળે જીવ પરમાર્થમાર્ગને પ્રાપ્ત કરે છે એવા સદ્દગુરુની ઉપાસના ભાવાર્થ ] ઓળખાણપૂર્વક કરવાથી આત્મકલ્યાણ થાય છે. “દીવે દીવો પ્રગટે' એ ન્યાયે સત્નું સાધન પણ સતું જ હોવું જોઈએ. તથારૂપ લક્ષણોના અભાવમાં જે જીવ ગુરુપદ સ્વીકારે છે તે અસદ્દગુરુનું બિરુદ પામે છે અને આવા અસદ્ગુરુના આશ્રયથી સંસારક્ષયનું ઇચ્છિત ફળ કદાપિ પ્રાપ્ત થઈ શકતું નથી. તેથી જ આત્માર્થી જીવોને સદ્ગુરુની ઓળખાણ કરાવવા માટે શ્રીમદે પ્રસ્તુત ગાથામાં સદ્દગુરુનાં ઉત્તમ લક્ષણોનું નિરૂપણ કર્યું છે. ૧) “આત્મજ્ઞાન' – સદ્ગુરુને પોતાના શુદ્ધાત્મસ્વરૂપનું ભાન, અર્થાત્ વંદન થયું હોવું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૩ર-પ૩૩ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોઈએ. આત્માનુભવ વિના સદ્ગુરુપદ સંભવતું નથી. આત્માનુભવ મોક્ષમાર્ગનો પાયો છે અને તેના વિના વિશુદ્ધિનું ચણતર સંભવતું નથી. જેમને પોતાની આત્મશક્તિની ઓળખાણ થઈ છે તેમને વિષયોની ઇચ્છા રહેતી નથી. પરભાવનું ઇચ્છારહિતપણું તે જ આત્મજ્ઞાનની નિશાની છે. ૨) “સમદર્શિતા' – આત્માના પ્રગાઢ પરિચયના બળે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં સદ્દગુરુ નિર્લેપ રહે છે. શત્રુ-મિત્ર, માન-અપમાન, મહેલ-સ્મશાન બધામાં તેમને સમભાવ વર્તે છે. ગમે તે પ્રસંગમાં તેમને અંતરથી પ્રતિક્રિયા થતી નથી, અર્થાત્ તેમનું ચિત્ત આકુળવ્યાકુળ થયા વિના શાંત, સ્થિર, સ્વસ્થ અને પ્રસન્ન રહે છે. ૩) વિચરે ઉદયપ્રયોગ' – આત્માની પ્રતીતિ સતત વર્તતી હોવાથી સદ્ગુરુને પૂર્વકર્મના ઉદયમાં ફરિયાદ કે ફેરફાર કરવાની વૃત્તિ ઊઠતી નથી. કર્મના ઉદયને તેઓ નિઃસ્પૃહ ભાવે સ્વીકારીને સમતાપૂર્વક ભોગવી લે છે. ઉદયકર્મના વમળમાં અટવાઈને તેઓ રાગ-દ્વેષની પરિણતિમાં પરોવાઈ જતા નથી. જે સમયે જે પ્રકારનો ઉદય હોય તે સમયે તે પ્રમાણે તેઓ વર્તે છે, અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના ઉદય અનુસાર તેઓ વિચરે છે. આહાર, વિહાર, નિહાર, નિદ્રાદિ ક્રિયાઓ તેઓ અન્ય જીવની જેમ જ કરતા હોવા છતાં તેમનું લક્ષ સતત આત્મા તરફ જ રહે છે. ૪) અપૂર્વ વાણી' – શિષ્યના પ્રશ્નોનું સમાધાન કરવા, પોતાને થયેલા કે થઈ રહેલા અનુભવોનું વર્ણન કરવા ઇત્યાદિ માટે રહસ્યસ્ફોટક વાણીની આવશ્યકતા છે, તેથી શિષ્યના કલ્યાણ અર્થે સગુરુનો વાણીયોગ અત્યંત બળવાન અને અસરકારક હોવો ઘટે છે. સદ્ગુરુની વાણી પૂર્વાપર અવિરુદ્ધ, અપૂર્વ ભાવોથી યુક્ત તથા અનુભવ સહિત હોવાથી આત્મસ્પર્શી હોય છે. ૫) “પરમશ્નત' - પ્રદર્શનનું તાત્પર્ય તથા અનેકાનેક શાસ્ત્રગ્રંથો રહસ્યજ્ઞાન સહિત સમજાયાં હોય, આત્મતત્ત્વની ઊંડી અનુભૂતિઓનાં રહસ્યની યથાર્થ સમજ હોય ત્યારે પરમશ્રુતપણું કહેવાય છે. વિવિધ પ્રકૃતિના જીવોના વિવિધ પ્રકારના પ્રશ્નોનો યથાર્થ ઉત્તર આપવાની શક્તિ તથા પ્રત્યેક જીવને સંતોષ આપી સત્ય માર્ગદર્શન આપવારૂપ પરમશ્રુતપણું સદ્ગમાં અવશ્ય હોવું ઘટે છે. આમ, શ્રીમદે સદ્ગુરુનાં લક્ષણો સંક્ષિપ્તમાં છતાં અત્યંત સામર્થ્યથી અને માધુર્યથી વર્ણવી આત્માર્થી જીવને તથારૂપ લક્ષણસંપન્ન સગુરુને શોધવાની અથવા પોતાના માનેલા ગુરુમાં આ ગુણોનો આવિર્ભાવ થયો છે કે નહીં તેની ખાતરી કરવાની પ્રેરણા આપી છે, કારણ કે તથારૂપ લક્ષણોથી યુક્ત હોય એવા જ ગુરુના શરણે જવાથી જીવની અભીસિત આત્મશુદ્ધિ થાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૨૪૫ વિશેષાર્થ પૃથ્વી સર્વ પ્રાણીઓનો આધાર છે, તેમ સદ્ગુરુ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર છે, તેથી સદ્ગુરુનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. તે જાણ્યા વિના સાચા અને ખોટા ગુરુ વચ્ચે રહેલા ભેદનો વિવેક થઈ શકતો નથી અને તેથી મોક્ષમાર્ગે ગમન થઈ શકતું નથી. અશ્વ, રથ તથા ચક્રની ઉપયોગિતા યોગ્ય સારથિ દ્વારા જ ફળે છે; તેવી જ રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ સાચા ગુરુના આશ્રયે સમ્યપણે પરિણમે છે. જો સારથિરૂપ ગુરુ સાચા ન મળ્યા તો આ ત્રણે નિષ્ફળ જાય છે. મોક્ષયાત્રાના બદલે સંસારપરિભ્રમણ નીપજે છે. જ્યારે ધર્મ પ્રગટે છે, અર્થાત્ જીવના દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોનું સમ્યક્ પરિણમન થાય છે, ત્યારે શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય એનું ઉપાદાનકારણ હોય છે અને સદ્ગુરુનો આશ્રય એનું નિમિત્તકારણ હોય છે. શુદ્ધાત્માની અનુભૂતિરૂપ આત્મજ્ઞાન જેમને પ્રગટ્યું છે એવા સદ્ગુરુના આશ્રયે આત્મજ્ઞાન પ્રગટે છે. દીપકની ઉપાસનાથી જેમ દીપક પ્રગટે, તેમ પ્રજ્વલિત જ્યોત જેવા સદ્ગુરુ દ્વારા આત્માનુભવરૂપ ભાવદીવો પ્રગટે છે. શ્રી સદ્ગુરુના આશ્રય વિના જીવને માર્ગની પ્રાપ્તિ થવી અત્યંત કઠણ છે. જીવને આત્મદશાની ઊંચી શ્રેણી પ્રાપ્ત કરાવવામાં શ્રેષ્ઠ નિમિત્ત છે. શ્રી સદ્ગુરુનાં વીતરાગરસયુક્ત વચનામૃત, તેમની ગુણોથી સુશોભિત પવિત્ર મુખમુદ્રા અને અપૂર્વતાને પ્રાપ્ત કરાવનાર પરમ ઉપકારી સત્સમાગમ. શાંત ભાવને પમાડનાર સદ્ગુરુનાં અમૃતસ્વરૂપ વચનો અનાદિની મોહનિદ્રામાં સૂતેલા ચેતનને જાગૃત કરે છે, પડતી વૃત્તિને સ્થિર રાખવામાં સહાય કરે છે. તેમનું દર્શનમાત્ર નિર્દોષ સ્વભાવ પ્રતિ વળવાની પ્રેરણા આપે છે અને સ્વરૂપપ્રતીતિથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે (ચોથું ગુણસ્થાનક), તેથી પણ આગળ વધીને આત્માની નિળ દશા થાય એવા અપ્રમત્ત સંયમ તરફ લઈ જાય છે (સાતમું ગુણસ્થાનક), અને ત્યારપછી પૂર્ણ વીતરાગ, નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટ કરાવી કેવળી પદ પમાડે છે (તેરમું ગુણસ્થાનક), અંતે આયુષ્યકાળ અંતર્મુહૂર્ત જેટલો બાકી રહે ત્યારે તે કેવળી પ્રભુ ત્રણે યોગને રૂંધી પાંચ હ્રસ્વાક્ષર જેટલો સમય અયોગી કેવળી તરીકે રહે છે (ચૌદમું ગુણસ્થાનક), તે પછી એક સમયમાં સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે અને અનંત, અવ્યાબાધ, સહજાનંદસ્વરૂપમાં સર્વ કાળને માટે રહે છે. આ પરમ કલ્યાણકારી દશાની પ્રાપ્તિ સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ દ્વારા થાય છે, માટે આત્મોત્થાન અર્થે સદ્ગુરુની અત્યંત આવશ્યકતા છે. = સદ્ગુરુ મોક્ષની પ્રત્યક્ષ મૂર્તિ સમાન છે અને તેમના જ્વલંત દર્શનથી મુમુક્ષુના અંતરમાં ન ભુસાય એવી ચમત્કારિક છાપ પડે છે. સ્વરૂપલક્ષી સદ્ગુરુનું આત્મચારિત્ર દેખી મુમુક્ષુ સ્વરૂપલક્ષ ભણી સહેજે ઢળે છે અને તેથી તેની બધી પ્રવૃત્તિ સ્વરૂપલક્ષી જ થાય છે, તેમજ તે પ્રવૃત્તિ આત્માર્થસાધક થતી હોવાથી સત્સાધનરૂપ નીવડે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સદ્ગુરુના યોગ વિના તો સર્વ સાધન બંધનરૂપ બનતાં હોવાથી સગુરુ વિના અનંત કાળથી સેવેલાં અનંત સાધન પણ જીવને ફળદાયી નીવડતાં નથી. આમ, કલ્યાણપ્રાપ્તિના માર્ગમાં સદ્દગુરુનો આશ્રય કર્તવ્યરૂપ છે. જો કોઈ જીવ અસગુરુનો આશ્રય કરે તો તે આત્મહિત સાધી શકતો નથી. આત્મહિત અર્થે યથાર્થ સમજણ આવશ્યક છે અને તે સમજણ, સત્ય પ્રગટાવનાર પુરુષના યોગથી આવે છે. તેથી મુમુક્ષુ જીવે તથારૂપ લક્ષણસંપન્ન સગુરુને ઓળખી તેમની ઉપાસના કરવી ઘટે છે. શ્રીમદ્ કહે છે કે – ઘણા જીવો તો પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે.”૧ સદ્ગુરુનાં લક્ષણ જાણ્યા વિના સદ્ગુરુ-અસદ્ગુરુનો ભેદ સમજાતો નથી અને તેથી સદ્ગુરુની યથાર્થ ઓળખાણ થતી નથી. અનેક પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને ભિન્ન પાડનાર જે હેતુવિશેષ છે તેને લક્ષણ કહેવાય છે. જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થને લક્ષ્ય કહેવાય છે અને તે સિવાય અન્યને અલક્ષ્ય કહેવાય છે. લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હોવું ઘટે છે. આ ત્રણ દોષનો અભાવ હોય તો જ તે લક્ષણ પ્રમાણિત બની શકે છે. જે લક્ષણમાં આ ત્રણમાંથી એક પણ દોષ હોય તે લક્ષણ નથી, પણ લક્ષણાભાસ છે. જે લક્ષણ લક્ષ્ય અને અલક્ષ્ય બન્નેમાં હોય તેને અતિવ્યાપ્તિ કહેવાય છે. જેમ કે સદ્ગુરુ અને અસદ્ગુરુ બને બોધ આપે છે. લક્ષણ તો તેને કહેવાય જે અલક્ષ્યમાં ન હોય, તેથી બોધદાન એ સદ્ગુરુનું લક્ષણ નથી. જે લક્ષણ કોઈ લક્ષ્યમાં હોય અને કોઈ લક્ષ્યમાં ન હોય તેને અવ્યાપ્તિ કહે છે. જેમ કે કોઈ સગુરુને વિશાળ શિષ્યસમુદાય હોય છે અને કોઈને નથી હોતો. લક્ષણ તો તેને કહેવાય જે સર્વ લક્ષ્યમાં હોય, તેથી વિશાળ શિષ્યસમુદાય હોવો એ સદ્ગુરુનું લક્ષણ નથી. જે લક્ષણ લક્ષ્યમાં હોય જ નહીં તેને અસંભવ કહેવાય છે. જેમ કે દેહાત્મબુદ્ધિ સદ્ગુરુમાં હોતી જ નથી, તેથી દેહાત્મબુદ્ધિ એ સદ્ગુરુનું લક્ષણ નથી. આથી જે લક્ષણ સર્વ લક્ષ્યમાં હોય અને અલક્ષ્યમાં ન જ હોય તે જ સાચું લક્ષણ છે. પરમાર્થહેતુએ જેની પ્રાપ્તિ આવશ્યક છે તેવા સદ્ગુરુનાં લક્ષણો જણાવતાં શ્રીમદ્ ૨૨માં વર્ષે એક પત્રમાં લખે છે – સત્પરષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે: શાસ્ત્રમાં નથી અને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૬ (ઉપદેશછાયા-૩) Page #294 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૨૪૭ સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.” સપુરુષોની વિલક્ષણતા જ એ છે કે તેમના મન-વચન-કાયાના યોગ દ્વારા થતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ વખતે તેમનો અંતર્મુખ ઉપયોગ સ્કૂલના પામતો નથી. બાહ્ય પ્રવૃત્તિ વખતે પણ તેમની આત્મજાગૃતિ તીક્ષ્ણ હોય છે. વળી, કોઈ શાસ્ત્રમાં ન હોય કે ક્યારે પણ સાંભળવામાં ન આવ્યું હોય, છતાં અનુભવી શકાય એવું અપૂર્વ તેમનું કથન હોય છે. અંતરમાં કોઈ પણ સંસારગત સ્પૃહા તેમને હોતી નથી. બાહ્ય પ્રવૃત્તિ ઉદયાધીન કરતા હોવા છતાં અંતરમાં તો તેઓ તે સર્વ પ્રવૃત્તિથી અલિપ્ત જ રહે એવી તેમની ગુપ્ત આચરણા હોય છે. આમ, ઉપરોક્ત અવતરણમાં પુરુષનું અંતઃકરણ, તેમની વાણી અને તેમની આચરણા દ્વારા શ્રીમદે સત્પરુષનું સ્વરૂપ સ્પષ્ટ આલેખ્યું છે, જેનો ઉલ્લેખ થોડી વિશેષતા સહિત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રસ્તુત ગાથામાં પણ જોવા મળે છે. અહીં શ્રીમદે સદ્ગુરુનાં પાંચ લક્ષણો દર્શાવ્યાં છે - આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ, અપૂર્વ વાણી અને પરમશ્રત. તેમાંથી “આત્મજ્ઞાન' દ્વારા તેમનું ‘અંત:કરણ' દર્શાવીને, “સમદર્શિતા અને વિચરે ઉદયપ્રયોગ' દ્વારા તેમની આચરણા બતાવીને તથા “અપૂર્વ વાણી” અને “પરમબ્રુત' દ્વારા તેમની વાણીનું સ્વરૂપ જણાવીને પરમ કલ્યાણકારી એવા શ્રી સદગુરુના સ્વરૂપની શ્રીમદે ઓળખાણ કરાવી છે. આ પાંચે લક્ષણોને હવે ક્રમથી જોઈએ – (૧) “આત્મજ્ઞાન' આત્મજ્ઞાન એટલે આત્માનો અનુભવાત્મક બોધ. સ્વસંવેદ્યસ્વરૂપ આત્માની અનુભૂતિ. સ્વ અને પરનું સ્વરૂપ યથાર્થપણે જાણી, જ્ઞાનપરિણતિ સ્વસમ્મુખ થઈ નિજાનંદને અનુભવે તે આત્મજ્ઞાન. શ્રીમદે “આત્મજ્ઞાનને સદ્દગુરુનું પ્રથમ લક્ષણ બતાવ્યું છે. આત્મજ્ઞાન વિના સદ્ગુરુપદ સંભવતું નથી. આત્મજ્ઞાન એટલે આત્માનું અનુભવાત્મક જ્ઞાન, નહીં કે માત્ર શાસ્ત્ર દ્વારા મેળવેલી આત્મા સંબંધી જાણકારી. વિપુલ શાસ્ત્રજ્ઞાન હોય, તેમજ આત્મા વિષે ખૂબ વાતો કરતો હોય, પણ આત્માનુભૂતિ ન હોય તો તે સદ્ગુરુ બનવાને અધિકારી નથી. સામાન્ય જીવને તો શાસ્ત્રજ્ઞાનનું માહાભ્ય હોવાથી તે શાસ્ત્રજ્ઞને જ્ઞાની માને છે. તે સમજતો નથી કે જેમને આત્મજ્ઞાન થયું છે તેમણે બાર અંગરૂપ શાસ્ત્રસમુદ્રમાં રહેલું ચૈતન્યરત્ન પ્રાપ્ત કરી લીધું છે. તેમણે આત્માનુભૂતિ કરીને પોતાના આંગણે મોક્ષના માંડવા નાંખ્યા છે. સ્વાનુભૂતિ પ્રગટતાં તેમનું આખું જીવન પલટાઈ જાય છે. આત્મભાંતિના સ્થાને આત્મભાન, અજ્ઞાનના સ્થાને સમ્યજ્ઞાન પ્રગટે છે. તેમના સંસારનું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૫ (પત્રાંક-૭૬) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન મૂળ છેદાઈ જાય છે. વિષય-કષાયના વેદનની પ્રબળતા છૂટી જાય છે અને શાંતિધામનું વેદન પ્રબળ બને છે. આત્માનો અદ્દભુતાભુત સ્વભાવમહિમા એવો જયવંત વર્તે છે કે સંસારના સર્વોત્કૃષ્ટ મનાતા વૈભવ-વિલાસ અસાર અને અસ્થિર ભાસે છે. તેમને ક્ષણે ક્ષણે સિદ્ધપદની આરાધના ચાલી રહી હોય છે. આત્મજ્ઞાનીને ચૈતન્યના અતીન્દ્રિય સુખની અનુભૂતિપૂર્વકની દેઢ પ્રતીતિ અખંડપણે વર્તે છે. તેમને ક્યારે પણ પોતાના ત્રિકાળી, શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની શંકા થતી નથી. સ્વ-પરનાં સ્વરૂપ વિષે તેમને કદી પણ સંશય થતો નથી. ‘જ્ઞાનાનંદસ્વરૂપ તે હું અને સર્વ પરદ્રવ્ય અને પરભાવ મારાથી પર છે' એવા સ્વાનુભવ વડે સ્વ-પરની વહેંચણી તેઓ કરી શક્યા છે. આત્મપ્રતીતિ કોઈ પણ પ્રસંગે ખસતી ન હોવાથી દરેક ક્ષણે તેમને અંતર્મુખ ઉપયોગ હોય છે. પોતાને પ્રગટેલી અપૂર્વ શાંતિના કારણે પોતાની આરાધના વિષે તેઓ નિઃશંક હોય છે. અલ્પ કાળમાં વિકારનો સંપૂર્ણ નાશ કરીને પૂર્ણ, અખંડ, અનંત, શાશ્વત, અવ્યાબાધ સુખની તથા અવિનાશી આત્મશ્રેયની પ્રાપ્તિ થવાની જ છે તે અંગે પણ તેઓ સર્વથા નિઃશંક હોય છે. નિઃશંકતાના બળે સાતે પ્રકારના ભયથી મુક્ત થયા હોવાથી તેઓ યથાર્થપણે નિર્ભયતાને વર્યા હોય છે. કોઈ પરિષહ કે ઉપસર્ગ તેમને ભયભીત કરી શકતા નથી. હું જ્ઞાન છું, મારા જ્ઞાનસ્વરૂપમાં કોઈ બીજાનો પ્રવેશ જ નથી' એવી પ્રતીતિ હોવાથી તેમને ભય હોતો નથી. જ્ઞાન તો આત્મા સાથે એકાકારપણે જ રહેલું છે, એટલે આત્મા સદા પોતાની જ્ઞાનગુફામાં જ વસેલો છે. એ જ્ઞાનગુફામાં બીજા કોઈનો પ્રવેશ જ નથી, તો પછી જ્ઞાનીને ભય ક્યાંથી હોય? જ્ઞાનગુફામાં વસનાર જ્ઞાની નિર્ભય છે, અલિપ્ત છે. જનસમુદાયની વચ્ચે હોય કે વનમાં હોય, તેઓ તો સદા પોતાની જ્ઞાનગુફામાં જ ગુપ્ત રહે છે. ચૈતન્યની ઊંડી ગિરિગુફામાં પ્રવેશીને તેઓ આત્મધ્યાનમાં મગ્ન રહે છે. તેમણે પોતાના આત્માને દેહથી જદો જામ્યો હોવાથી તેમને દેહ છટવાના પ્રસંગે પણ મરણની બીક હોતી નથી. શ્રીમદ્ લખે છે – ‘અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે." શરીરની કે જગતની ગમે તેવી પ્રતિકૂળતા આવે, પરંતુ તેઓ પોતાના જ્ઞાતાભાવના આશ્રયે શાંત રહી શકે છે. પ્રતિકૂળ પ્રસંગોમાં તેઓ વિક્ષુબ્ધ થતા નથી. તેઓ આનંદસમુદ્રમાં ડૂબકી મારીને તેમાં તરબોળ થયા છે. અંતરમાં અનુભવાતા આનંદને બહારની કોઈ પ્રતિકૂળતા સ્પર્શી શકતી નથી. તેમની શાંતિમાં કોઈ વિદન પાડી શકે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૧ (પત્રાંક-૮૩૩) Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦. ૨૪૯ તેમ નથી. તીવ્ર પ્રતિકૂળતાના સંયોગો ઉદ્ભવે ત્યારે પણ જ્ઞાની જ્ઞાયકસ્વભાવનો ઉગ્ર આશ્રય લઈ, પોતાના સ્વભાવભાવોનું પોષણ કરે છે અને વિભાવભાવોનું શોષણ કરે છે; જેને પરિણામે દુઃખ, અશાંતિ, અશુદ્ધતાનો નાશ થતો જાય છે અને આનંદ, શાંતિ, શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે. કોઈ અગ્નિ મૂકે, ખીલા મારે, પથ્થરનો પ્રહાર કરે કે આખું વિશ્વ ખળભળી ઊઠે; તોપણ ધ્રુવ સ્વભાવના આશ્રયે પ્રગટેલી ચૈતન્યધારા પોતાના માર્ગથી જરા પણ ડગતી નથી, ડોલતી નથી, ફરતી નથી. જ્ઞાની પરિષહ કે ઉપસર્ગાદિ પ્રતિકૂળ પ્રસંગોમાં સ્વસમ્મુખતાના પ્રબળ પુરુષાર્થપૂર્વક નિજાત્મદ્રવ્યને વળગી રહે છે અને તેના અવલંબને પ્રચુર અતીન્દ્રિય આનંદમાં ઝૂલે છે. જ્ઞાનીએ પરિણમનધારામાં આનંદમય સ્વઘર જોયું હોવાથી તેઓ પોતાના આનંદઘરમાં જ રહેવા ઇચ્છે છે. તેઓ રાગને પરઘર માને છે અને તેમાં જવા ઇચ્છતા નથી. ક્વચિત્ અસ્થિરતાવશ રાગાદિ થાય તો તેમને અત્યંત વેદના થાય છે કે હું ક્યાં મારા જ્ઞાનાનંદસ્વરૂપમાંથી બહાર નીકળી ગયો?' આત્મા સિવાય તેમને કશે પણ ચેન પડતું નથી. સ્વરૂપની સ્મૃતિ તેમને કશે પણ ઠરવા દેતી નથી. તેમની પ્રતીતિમાંથી સ્વરૂપનો આશ્રય છૂટતો જ નથી. તેમનું જાગૃત ભેદજ્ઞાન તેમને સર્વ પરિસ્થિતિમાં ન્યારા જ રાખે છે. આત્માનું સાચું જ્ઞાન થયું હોવાથી સ્વ-પર વચ્ચેનું ભેદજ્ઞાન તેમને સહજ અને સતત વર્તે છે. તેમના જ્ઞાનમાં સ્વ-પરની વહેંચણી સતત થયા કરે છે. તેઓ પોતાના ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરી, પરના માત્ર જ્ઞાતા થઈને રહે છે. જ્ઞાનમાં એકત્વનો પુરુષાર્થ સતત ચાલુ હોવાથી તેમના સર્વ ભાવો જ્ઞાનમય જ હોય છે.' રાગાદિ પરિણામ વખતે પણ અપાર સામર્થ્યવાન જ્ઞાનચેતના અશુદ્ધ થતી નથી. રાગ-દ્વેષાદિ વિકારી અવસ્થાને ભિનપણે જાણે અને પોતાના શુદ્ધ સ્વરૂપને તન્મયપણે જાણે તે જ્ઞાનચેતના. સ્વભાવમાં તલ્લીન થયેલી શ્રદ્ધા જ્ઞાનની પરિણતિ રાગથી અલિપ્ત રહે છે. તેમની શ્રદ્ધાની પરિણતિ સમ્યક્ શ્રદ્ધારૂપ છે, જ્ઞાનની પરિણતિ જ્ઞાનચેતનારૂપ છે અને ચારિત્રપરિણતિમાં કેટલીક શુદ્ધિ છે તો કેટલોક વિકાર છે. તેથી આત્મામાં સમ્યકત્વ (જ્ઞાનચેતનારૂપ શુદ્ધ ભાવ) અને રાગાદિ વિભાવ એકસાથે વર્તે છે, પરંતુ શુદ્ધ ભાવોની પ્રધાનતા હોવાથી મોક્ષને સાધવાનું કામ તો તે વખતે પણ ચાલુ રહે છે. વિકાર વખતે પણ જ્ઞાનચેતના અડગપણે ટકી રહે છે. રાગના કાળે પણ જ્ઞાયકભાવ રાગથી નિરાળો જ વર્તે છે. જ્ઞાયક ઊંચે આસને બિરાજે છે, એટલે કે જ્ઞાયક રાગાદિથી જુદો, અધિકપણે, મુખ્યપણે વર્તે છે. જ્ઞાયકભાવ સદા ઊર્ધ્વપણે વર્તે છે અને બીજું ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૧૨૮ 'णाणमया भावाओ णाणमओ चेव जायए भावो । जम्हा तम्हा णाणिस्स सब्वे भावा हु णाणमया ।।' Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન બધું નીચે રહી જાય છે, અર્થાત્ જ્ઞાયકભાવ સિવાયનું બધું ગૌણ અને મૂલ્યહીન થઈ જાય છે. તેઓ રાગાદિને માત્ર જાણે છે, રાગાદિનો જરા પણ આદર કરતા નથી. તેમને રાગાદિમાં તત્પરતા, તન્મયતા, ઉપાદેયતા કે સ્વામિત્વ હોતું નથી. રાગાદિની તુચ્છતા અને સ્વભાવની મહત્તા ભાસી હોવાથી તેઓ તે રાગને રાખવા ઇચ્છતા નથી, પરંતુ અખંડ સ્વભાવના આશ્રયે રાગાદિને ટાળી અંતરમાં જ સ્થિર થવા ઇચ્છે છે. જ્ઞાનધન લૂંટવા માટે રાગાદિ વૃત્તિ આવે તો ચેતના તરત જાગૃત થઈ, તેને પકડીને બહાર કાઢી નાખે છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી રાગાદિ વૃત્તિઓ આવ્યા કરે છે, પરંતુ જ્ઞાનચેતનાના બળે જ્ઞાની ઉગ્ર સ્થિરતા કરી, અલ્પ કાળમાં બધો વિકાર ટાળીને પૂર્ણ શુદ્ધ થઈ જાય છે. આ રીતે ચેતના ચૈતન્યરસમાં લીન થઈ, ચૈતન્યરસરૂપે પરિણમીને મોક્ષને સાધે છે. તે ચેતના રાગાદિ વૃત્તિઓને તોડતી તોડતી મોક્ષમાર્ગને પામીને છેવટે પોતે મોક્ષરૂપે પરિણમી જાય છે. આમ, જ્ઞાનીને આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થયો હોવાથી જ્ઞાનચેતના પ્રગટેલી હોય છે. આ જ્ઞાનપરિણામ તે જ સદ્ગુરુને ઓળખવાની નિશાની છે. જે જીવ સદ્ગુરુનું જ્ઞાનપરિણમન ન ઓળખે તેને સદ્દગુરુનો યોગ થયો હોય તો પણ તે સાર્થક થતો નથી. પરંતુ જે જીવ સદ્ગુરુનું જ્ઞાનપરિણમન ઓળખે છે અને તેના પોતામાં તેનું જ્ઞાનપરિણમન પ્રગટ કરે છે, તે જીવ આત્મજ્ઞાની થાય છે. સગુરુને ઓળખવાનું પ્રયોજન પોતાના આત્માની ઓળખાણ કરવા માટે છે. કોઈ માણસ પોતાની છત્રી કશે ભૂલી ગયો હોય, તે જ્યારે કોઈની પાસે છત્રી જુએ કે તરત જ તેને પોતાની છત્રીનું સ્મરણ થાય અને તેને શોધવા મથે; તેમ જેમણે ભેદજ્ઞાન કરી લીધું છે એવા સદ્ગુરુની ઓળખાણ થતાં જીવ પોતામાં પણ એવું ભેદજ્ઞાન કરવા ઇચ્છે છે તથા તે માટે પ્રયત્નશીલ બને છે. જે જીવ સદ્ગુરુમાં જ્ઞાન અને રાગને જુદાં ઓળખે છે, તે જીવ પોતામાં પણ જ્ઞાન અને રાગને જરૂર જુદાં ઓળખી શકે છે અને તેથી તેને જરૂર ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન થતાં તે જીવ સકળ વિકારના કર્તુત્વથી રહિત થઈ જ્ઞાયકપણે શોભી ઊઠે છે. પોતામાં પણ જ્ઞાન અને રાગની ભિન્નતાનું વદન થતાં જ્ઞાનપરિણામ સાથે અભેદ એવો પોતાનો આત્મા તેને ઓળખાય છે. (૨) “સમદર્શિતા ૧ સમદર્શિતા એટલે પરપદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું. “આ મને પ્રિય છે' અને “આ મને અપ્રિય છે' આદિ ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાથી રાગ-દ્વેષ ઊપજે છે. આ રાગ-દ્વેષથી રહિત થવું તે ચારિત્રદશા છે અને તેથી ૧- શ્રીમદે સંવત ૧૯૫૪માં લખેલા તેમના એક પત્ર('શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક ૮૩૭)માં પ્રશ્નોત્તરરૂપે કરેલા આ ગાથાના વિવેચનમાં સમદર્શિતાનું સ્વરૂપ સમજાવ્યું છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૦ ૨૫૧ સમદર્શિતા ચારિત્રદશાનું સૂચન કરે છે. જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા પદાર્થને તથા તેની પર્યાયને જેમ છે તેમ યથાર્થપણે જાણે છે. આત્માનો સ્વાભાવિક ગુણ જોવા-જાણવાનો હોવાથી તેઓ શેયપદાર્થને શેયાકારે જુએ-જાણે-જણાવે છે, પરંતુ તેમાં તેમને તાદાભ્યપણું થતું નથી, ઇષ્ટ-અનિષ્ટપણું થતું નથી. કોઈ પદાર્થ કાળો હોય તો સમદશી તેને કાળો જાણે છે અને સફેદ હોય તો તેને સફેદ જાણે છે, પરંતુ તેમાં તેમને રાગાત્મક કે Àષાત્મક ભાવ થતો નથી. સુગંધ હોય તો તે તેમને પ્રિય ન લાગે અને દુર્ગધ હોય તો તેથી તેમને અપ્રિયતા ન થાય. તેઓ વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે હોય; તે રૂપે, તે ભાવે જુએ-જાણે-જણાવે છે. હેય(છોડવા યોગ્ય)ને તેઓ હેયરૂપે જુએ-જાણે-જણાવે છે અને ઉપાદેય(આદરવા યોગ્ય)ને ઉપાદેયરૂપે જુએ-જાણે-જણાવે છે. તેઓ સારા ગણાતા પદાર્થ માટે “આ મને હોય તો ઠીક' એવી વાંછાબુદ્ધિ અને માઠા ગણાતા પદાર્થો માટે આ મને ન હોય તો ઠીક' એવી અવાંછાબુદ્ધિ નથી કરતા. આમ, શાતા-અશાતા, રૂપકુરૂપ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુ:સ્વર, શીત-ઉષ્ણ આદિમાં રતિ, અરતિ કે આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા છે. આ સમદર્શિતાને તથા અહિંસાદિ વ્રતોને કાર્ય-કારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. સમદર્શિતા જેટલે અંશે હોય છે તેટલે અંશે અહિંસાદિ વ્રતોનું પાલન હોય છે અને જેટલે અંશે અહિંસાદિ અંતરંગ વિરતિ હોય તેટલે અંશે સમદર્શિતા હોય છે. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય અને અહિંસાદિ વત ન હોય તો સમદર્શિતા ન હોય. સત્ય-અસત્ય, સાર-અસાર, હિત-અહિતને સરખાં જાણવાં એવો સમદર્શિતાનો અર્થ નથી. સમદર્શ જીવ જે વસ્તુ જેવી હોય તેવી, તે રીતે, તે દશારૂપે જાણે છે. ગુણને ગુણરૂપે અને દોષને દોષરૂપે જાણે છે. અરીસામાં સુવર્ણ કે વિષ્ટા દેખાય, તેમાં અરીસાને કાંઈ હર્ષ કે ક્ષોભ થતો નથી; તેમ સમદર્શી સતુ-અસતુને રાગ-દ્વેષરહિતપણે, જેમ છે તેમ યથાર્થપણે જાણે છે. શ્રીમદ્ લખે છે કે – “સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સદ્ભુત અને અસત્કૃતમાં સમપણું ગણવું, અથવા સધર્મ અને અસદ્દધર્મમાં અભેદ માનવો, અથવા સદ્દગુરુ અને અસદ્દગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદેવ અને અસદેવને વિષે નિર્વિશેષપણે દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા. સમદર્શી સતને સત્ જાણે, બોધે; અને અસત જાણે, નિષેધે; સત્કૃતને સદ્ભૂત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સદ્ધર્મને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સદ્ધર્મ જાણે, બોધે; અસધ્ધર્મને અસધ્ધર્મ જાણે, નિષેધે; સદ્દગુરુને સગુરુ જાણે, બોધે; અસદગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે; સદેવને સદૈવ જાણે, બોધે; અસદેવને અસદૈવ જાણે, નિષેધે; ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે; એ પ્રકારે સમદર્શીપણું સમજવું.” આમ, પ્રાપ્ત વસ્તુમાં, વ્યક્તિમાં અને પરિસ્થિતિમાં ઇષ્ટ-અનિષ્ટપણું ન કરતાં તેમાં સમવૃત્તિએ, અર્થાત્ રાગ-દ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા છે. પોતાનાં સુખશાંતિ-સલામતી ‘પર' ઉપર નિર્ભર નથી એવી જાગૃતિ જ્ઞાનીને સતત હોય છે, તેથી બહારની ઉથલપાથલથી તેઓ વ્યગ્રતા અનુભવતા નથી. તેમને પરમાનંદસ્વરૂપ આત્માની એવી લય લાગી હોય છે કે તેને છોડીને તેઓ બહારની અનુકૂળતા-પ્રતિકૂળતાનો વિચાર પણ કરતા નથી. પ્રારબ્ધાનુસાર બાહ્ય જીવનમાં સુખ-દુઃખના કે માન-અપમાનના પ્રસંગો આવે તોપણ ‘તે બધાથી પોતે અસ્પષ્ટ છે' એવા પ્રકારની જાગૃતિ તેમને નિરંતર રહેતી હોવાથી, બાહ્ય સર્વ ઘટનાઓ અને પરિવર્તનોમાંથી તેઓ દ્રષ્ટાભાવે - સાક્ષીભાવે પસાર થઈ જાય છે. તેમની દૃષ્ટિ સંયોગ પ્રત્યે નહીં પણ સ્વરૂપ પ્રત્યે રહેતી હોવાથી તેઓ કર્મકૃત સંયોગો અને ભાવોથી પર રહે છે. બાહ્ય પરિસ્થિતિઓનાં પરિવર્તનોમાં રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના, શુદ્ધ સ્વરૂપની જાગૃતિથી સમભાવમાં રહી, સંકલ્પ-વિકલ્પની પકડમાંથી તેઓ મુક્ત બની જાય છે. સુખમાં તેઓ મગ્ન નથી થતા કે દુઃખમાં તેઓ ભગ્ન નથી થતા, પરંતુ સુખ-દુ:ખ સમભાવે વેદતા તે સ્થિતપ્રજ્ઞા જ્ઞાની તો સદા નિજાનંદમાં જ નિમગ્ન રહે છે. સંપત્તિથી ફુલાઈ તેઓ છકી જતા નથી કે આપત્તિથી દબાઈ તેઓ દીનતા ભજતા નથી. તુચ્છ તણખલું હોય કે મહામૂલ્યવાન રત્ન હોય, વનની ભૂમિશપ્યા હોય કે મહેલની પુષ્પશધ્યા હોય, માટીનું ઢેકું હોય કે સોનાનો મેરુ હોય, રજકણ હોય કે વૈમાનિક દેવની ઋદ્ધિ હોય, પણ તેઓ તો એ સર્વને એક પુદ્ગલસ્વભાવી માની સમભાવ જ ધરે છે. નિરંતર આત્મામાં જ નિવાસ કરનારા તે આત્મદ્રષ્ટાને એ સર્વ પ્રત્યે સદા સમદષ્ટિ જ વર્તે છે. સ્વરૂપજાગૃતિની કળા તેમણે હસ્તગત કરી હોવાથી ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ ક્ષુબ્ધ થતા નથી. તેમનો સમભાવ ટકી રહેતો હોવાથી તેમને કર્મનો સંવર થાય છે, અર્થાત્ શુભાશુભ કર્મ આવતાં રોકાય છે. આત્મસ્વરૂપનો અનુભવ કર્યો હોવાથી તેમને આત્મશાંતિ અને આત્મસુખ પ્રાપ્ત થયાં છે. પરવસ્તુઓમાં સુખ લાગતું નહીં હોવાથી તેમને તેની ઇચ્છા પણ થતી નથી. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૪ (પત્રાંક-૮૩૭) ૨- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૩૭ 'बिण्णि वि जेण सहंतु मुणि मणि सम-भाउ करेइ । vyiĖ પવË તેન નિ સંવર-૩ વેડ઼ IT' Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૨૫૩ વૃત્તિ બાહ્યથી વિરામ પામે છે. બાહ્ય વસ્તુ ઉપર તેમનાં સુખ-શાંતિનો આધાર રહેતો નથી. તેમને ભય, ચિંતા, ફિકર, સંકલ્પ, વિકલ્પ આદિ થતાં નથી, તેમજ કોઈ પણ બાબતમાં ઠીક-અઠીક બુદ્ધિ રહી ન હોવાથી તેઓ સમભાવમાં રહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે આત્માથી મુનિ લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવિત કે મરણમાં, નિંદા કે પ્રશંસામાં અને માન કે અપમાનમાં સમભાવ રાખે છે. તેઓ નિમિત્તાધીન દૃષ્ટિ છોડીને, સ્વાધીન સ્વલક્ષ વડે હંમેશાં પોતાના નિર્મળ જ્ઞાનભાવને અનુભવે છે અને સ્વાશ્રિત જ્ઞાન વડે પરાવલંબી આસક્તિ મટાડીને સુખ-દુઃખમાં સમભાવ ધારણ કરે છે. શ્રીમદ્ લખે છે – શબુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ .” સમદર્શી મહાત્માને ‘આ મારો શત્રુ છે', “આ મારો મિત્ર છે' એવી ભેદબુદ્ધિ ઉદ્ભવતી નથી. માન હો કે અપમાન હો, તે પ્રત્યે તેઓ સદા સમભાવી જ હોય છે. તેમને જીવવાની તૃષ્ણા નથી હોતી અને મરણયોગે ક્ષોભ ઊપજતો નથી. તેમને સંસાર અને મોક્ષ બન્ને પ્રત્યે સમાન ભાવ વર્તે છે. તેઓ સર્વ દ્વન્દોથી પર એવા આત્મસ્વરૂપના આસનમાં બિરાજમાન હોય છે. પ્રાપ્ત પ્રસંગોમાં જ્ઞાતા-દ્રષ્ટાપણે વર્તતા હોવાથી તેઓ રાગાદિથી મુક્ત રહે છે. આમ, અજ્ઞાની જીવોને પ્રાપ્ત પદાર્થમાં અને પરિસ્થિતિમાં ગમા કે અણગમાના ભાવ પ્રવર્તતા હોય છે, રાગ કે દ્વેષના ભાવ થયા કરતા હોય છે, જ્યારે શબ્દોપયોગવંત શ્રમણને સર્વ કર્મફત દ્વન્દ્રોમાં સમભાવ વર્તતો હોય છે. ગમે તેવા કર્મોદય વખતે તેમને આત્મભાવમાં જ લીનતા હોવાથી સમભાવ વર્તે છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ પ્રવચનસાર'માં લખે છે કે જેમને શત્રુ અને બંધુવર્ગ સમાન છે, સુખ અને દુઃખ સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેમને સમતા છે, જેમને ૧- જુઓ : “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અધ્યયન ૧૯, ગાથા ૯૧ 'लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो निंदापसंसासु, समो माणावमाणओ ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬૪-પ૬૫ (આંક-૭૩૮, ‘અપૂર્વ અવસર', કડી ૧૦) ૩- જુઓ : શ્રી આનંદઘનજીરચિત, શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન, કડી ૯, ૧૦ માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઇશ્યો હોયે તું જાણ રે. સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે.' Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લોષ્ટ (માટીનો ઢેલો) અને સુવર્ણ સમાન છે, તથા જીવન-મરણ પ્રત્યે જેમને સમતા છે, તે શ્રમણ છે. ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થાય એવા નિમિત્તસભર સંસારમાં આવી સમદશાથી રહેનાર સદ્ગુરુને ધન્ય છે. સંયોગો તેમને પ્રભાવિત કરી શકતા નથી. ધ્રુવ ચિદાનંદસ્વભાવના અવલંબનથી ક્ષણે ક્ષણે તેમની વીતરાગતા અને શુદ્ધતા વધતી જાય છે. જગતના બદલાતા સંજોગો વચ્ચે પણ સ્વરૂપસન્મુખતા રહેતી હોવાથી તેમની સમદર્શિતા જળવાઈ રહે છે. સદ્ગુરુની આવી સમદર્શિતાની ઓળખાણ થતાં મુમુક્ષુ જીવ તે દશાને ઉપાસે છે અને બદલાતા સંજોગોમાં સમભાવ રાખવાનો પુરુષાર્થ આદરે છે. “સગુરુ કેવા સ્વસ્થ અને સમપરિણામી છે, તેઓ કર્મોદયને કેવા અભિપ્રાયવલણથી વેદે છે, તેમને કેવી અદ્ભુત વીતરાગદશા વર્તે છે' ઇત્યાદિ વિચારણા કરી, તેમની ચર્યામાંથી બોધ મેળવી મુમુક્ષુ વિષમ ઉદયમાં પોતાને સમપરિણામી રાખવાનું શક્ય બનાવે છે. સદગુરુની સમદર્શિતાના અહોભાવ વડે વીર્યબળ પ્રગટાવતો જઈ તે સમત્વભાવ કેળવતો જાય છે. તે વિચારે છે કે પદાર્થોનો પર્યાયસ્વભાવ ક્ષણે ક્ષણે પલટાતો જ રહેવાનો છે. તે પદાર્થો તો તેના પરિણમનપ્રવાહમાં નિરંતર વહી રહ્યા છે. કોઈ પણ પદાર્થ સ્થિર રહેતો નથી. આ સર્વ પદાર્થો આત્માથી ભિન્ન છે અને આત્માને તેનાથી કોઈ લાભ-હાનિ નથી. આત્માનાં સુખ, શાંતિ અને સલામતી આત્મામાં જ છે. આ પ્રકારે સદ્ગુરુના પ્રત્યક્ષ ઉદાહરણથી તેને સમજાય છે કે આત્માનો આશ્રય કરવાથી જીવને પદાર્થ અને પરિસ્થિતિના સંયોગ-વિયોગથી હર્ષ-શોક થતા નથી. સ્વરૂપની આવી સાચી શ્રદ્ધા અને સ્થિરતાથી તે સમદશાને પામે છે. (૩) વિચરે ઉદયપ્રયોગ’ વિચરે ઉદયપ્રયોગ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ ઉદયાનુસાર સહજપણે થવી. પૂર્વબદ્ધ કર્મ અનુસાર, અનાસક્તપણે - માત્ર છૂટવા માટે જ્ઞાનીના દેહાદિનું વર્તવું થાય છે તેને “વિચરે ઉદયપ્રયોગ' કહે છે. પ્રશ્ન થાય કે સદ્ગુરુને અંતરમાં સતત સમદર્શિતા વર્તે છે અને છતાં તેમનાં બાહ્ય પ્રવર્તનમાં તો વિવિધતા દેખાય છે, તો આ ભેદ યથાર્થપણે કઈ રીતે સમજી શકાય? સમદર્શિતાના કારણે જો તેમને અંતરમાં ઇચ્છારહિતપણું વર્તતું હોય તો તેમની દેહાદિ ક્રિયાનું પ્રવર્તન કઈ રીતે થાય છે? શ્રીમદે સદ્ગુરુના ત્રીજા લક્ષણ તરીકે વિચરે ઉદયપ્રયોગ' દર્શાવી આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૨૪૧ 'समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो । समलोट्टकंचणो पुण जीविदमरणे समो समणो ।।' Page #302 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૨૫૫ જેમનો ઉપયોગ નિશદિન આત્મામાં વર્તે છે એવા જ્ઞાનીની યોગપ્રવૃત્તિ સહજપણે પૂર્વે બાંધેલા કર્માનુસાર થાય છે. કઠપૂતળી જેમ દોરીસંચારથી ચાલે-નાચે છે, તેમ નિરિચ્છ એવા જ્ઞાની પુરુષની મન-વચન-કાયાની પ્રવૃત્તિ અનાસક્ત ભાવે, પ્રારબ્ધોદય પ્રમાણે થાય છે. તેમાં તેમને અહંબુદ્ધિ કે કર્તબુદ્ધિ થતી નથી. જે સમયે જે પ્રારબ્ધ હોય તે નિર્લેપ ભાવે વેદવાની તેમની આચરણા હોય છે. ઉદયક્રમમાં ફેરફાર કરવાની વૃત્તિ તેમને ઊઠતી નથી. તેઓ ઉદયાધીન પ્રવૃત્તિ આસક્તિરહિત કરે છે. શ્રીમદ્ લખે છે – “જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે.” - નિજ શુદ્ધાત્મસ્વરૂપની જાગૃતિપૂર્વક અને વાંછારહિતપણે પૂર્વકર્મના ઉદય અનુસાર દેહાદિની જે પ્રવૃત્તિ થાય છે તેમાં તેમને કર્મબંધ નથી થતો, સંવર-નિર્જરા જ થાય છે. તેમના વિષયભોગાદિ બંધનાં કારણ ન થતાં નિર્જરાનાં કારણે થાય છે એમ જે કહ્યું ત્યાં ભોગોનું ઉપાદેયપણું બતાવવાનો આશય નથી, પણ સમ્યગ્દર્શનનો મહિમા સમજાવવાનો આશય છે. તીવ્ર બંધનાં પ્રસિદ્ધ કારણ એવા ભોગાદિ હોવા છતાં પણ યથાર્થ શ્રદ્ધાનના બળે સમ્યગ્દષ્ટિને જે મંદ કર્મબંધ થાય છે તેને ગણતરીમાં ન લેતાં અને ભેદજ્ઞાનના બળથી વિશેષ નિર્જરા થતી હોવાથી, ઉપચારથી ભોગોને બંધનાં કારણ ન કહેતાં નિર્જરાનાં કારણ કહ્યાં છે. પ્રારબ્ધોદયે જ્ઞાનીને ગૃહવાસમાં રહેવું પડે અને ભોગાદિ પ્રવૃત્તિઓ કરવી પડે તોપણ અંતરથી તેઓ અળગા રહે છે. અપૂર્વ આત્મજાગૃતિના કારણે તેઓ સંસારમાં જળકમળવત્ નિર્લેપ રહે છે. તેમનો ઉપયોગ ચૈતન્યસ્વરૂપ પ્રત્યે જ વળેલો રહે છે. પૂર્વકર્માનુસાર ત્રણ યોગની પ્રવૃત્તિ કર્મોની નિવૃત્તિ માટે થતી હોય છે. તેઓ તેમાં આત્મભાવે જોડાતા નથી. તેથી પૂર્વકર્મના ઉદયથી જે કાંઈ બોલવાની, ચાલવાની, વિચારવાની ક્રિયા થાય છે તેમાં પણ જ્ઞાનીને વિપુલ કર્મની નિર્જરા થાય છે. ૨ આત્મામાં સ્થિર થવા સિવાય બીજું કોઈ કાર્ય કરવા જ્ઞાની ઇચ્છતા નથી. જેમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૫૨ (પત્રાંક-૪૦૮) ૨- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૨૩૦ 'आस्तां न बन्धहेतुः स्याज्ज्ञानिनां कर्मजा क्रिया । चित्रं यत्पूर्वबद्धानां निर्जरायै च कर्मणाम् ।।' Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કોઈ માણસને જંગલમાં ધનથી ભરેલો ચરુ મળી આવે તો કોઈ ન જોઈ શકે એમ ઢાંકીને પાછો આવે, પણ તેનું લક્ષ તો ત્યાં જ હોય કે ‘ક્યારે હું એ ચરુ કાઢીને લઈ લઉં'; તેમ જ્ઞાનીએ પોતાનો સ્વભાવ જોઈ લીધો અને તે તેમનાં શ્રદ્ધા-જ્ઞાનમાં વર્તે છે, તેથી તેમને એક જ લક્ષ હોય છે કે ક્યારે હું સ્વભાવમાં એકાગ્ર થઈ મારું નિધાન ખોલી નાખું. ઉદયવશાત્ શરીરાદિના કારણે આહાર, વિહાર, નિહાર, નિદ્રાની અનિવાર્ય પ્રવૃત્તિ ક૨વી પડે તો તે પ્રત્યે અતત્પર થઈ, અનાસક્ત ભાવે, જિનાજ્ઞાનુસાર તેઓ તે સર્વ પ્રવૃત્તિ કરે છે. તેમને નિરંતર શુદ્ધાત્મસ્વરૂપની જાગૃતિ હોય છે. ખાતાંપીતાં, ઊઠતાં-બેસતાં, દરેક ક્રિયા કરતાં પણ આત્મા ભુલાતો નથી. તેથી ક્રિયા કરવા છતાં તે ક્રિયાઓને કે તે સંબંધીના પુરુષાર્થને હિતરૂપ અને સુખરૂપ સમજતા નથી. તે પ્રત્યે તેમનું અંતર વળતું નથી. તેમના અભિપ્રાય અને તેમની ક્રિયામાં ભિન્નતા હોય છે. જેમ હાથીને બે પ્રકારના દાંત હોય છે, બહાર દેખાવના દાંત જુદા અને અંદર ચાવવાના દાંત જુદા; તેમ જ્ઞાનીપુરુષનું બાહ્ય અને અંતરંગ પરિણમન જુદું જુદું હોય છે. મન-વચન-કાયાનું પ્રવર્તન પૂર્વકર્માનુસાર થતું હોવાથી બહાર તેઓ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરતાં દેખાય છે, પરંતુ અંદર અખંડ ચૈતન્યસ્વભાવના અવલંબને પ્રગટેલ આત્મશાંતિરૂપ શુદ્ધ પરિણમનમાં તેઓ નિમગ્ન હોય છે. આમ, ઉદયાધીનપણે જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં ઉદાસીનભાવે જ્ઞાની રહે છે. જેમ ચાલતી ગાડીમાં ઊંઘતા મુસાફરને ગાડીની ગતિનું ભાન હોતું નથી, કેમ કે તેનું મન નિદ્રામાં ડૂબેલું હોય છે; તેમ જ્ઞાની પોતાની દૈહિક પ્રવૃત્તિઓથી અનભિજ્ઞ રહે છે, કેમ કે તેમનું ચિત્ત ચિદાનંદના પરમ સુખમાં વિલય પામ્યું હોય છે. ચૈતન્યની ખુમારીના કારણે જ્ઞાની જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તેઓ અન્નગ્રહણની ક્રિયામાં રાચતા નથી, પણ આત્મમય જ રહે છે. સ્વરૂપરસથી જ તૃપ્ત અને પુષ્ટ હોવાથી અન્ય રસ પ્રત્યે તેઓ ઉદાસીન રહે છે. સ્વરૂપથી ભિન્ન એવા નિદ્રાદિ ભાવમાં જ્ઞાનીને થાક લાગે છે. સ્વભાવમાં રહેવાથી તેમને વિશ્રામ મળે છે. તેમની દેહાદિ સર્વ પ્રવૃત્તિ કર્તૃત્વબુદ્ધિરહિત, આત્માના ઉપયોગપૂર્વક હોવાથી તેઓ કાર્ય કરે છે, છતાં કરતા નથી! જેમણે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી છે એવા યોગી બોલતા હોવા છતાં બોલતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી અને દેખતા હોવા છતાં દેખતા નથી.૧ આમ, ઉદયાનુસાર વિચરતા જ્ઞાનીપુરુષ પ્રારબ્ધને વેદતાં સ્વરૂપખુમારીમાં ઊણપ આવવા દેતા નથી. સદ્ગુરુના આ ‘વિચરે ઉદયપ્રયોગ' લક્ષણની ઓળખાણથી મુમુક્ષુની ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇષ્ટોપદેશ', શ્લોક ૪૧ 'ब्रुवन्नपि हि न ब्रूते, गच्छन्नपि न गच्छति । स्थिरीकृतात्म तत्त्वस्तु, पश्यन्नपि न पश्यति ।। ' Page #304 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૨૫૭ સદ્ગુરુ પ્રત્યે સર્વ વ્યાવહારિક કલ્પનાઓ વિલય પામે છે. તરવૈયો જેમ પાણીમાં હોવા છતાં પાણીમાં ડૂબેલો નથી, તેમ સગુરુની અંતરપરિણતિ પણ સંસારથી નોખી તરી આવે છે. તેઓ ‘તરતા પુરુષ' છે તથા તેમની પરિણતિની અભેદતા પરમ તત્ત્વ સાથે છે એમ પ્રતીત થતાં મુમુક્ષુને તેમનો અપૂર્વ મહિમા આવે છે, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ પ્રગટે છે અને તેમને પરમ હિતનું કારણ માની તે તેમના પ્રત્યે સર્વ પ્રકારે સમર્પિત થાય છે. આવી ઓળખાણ થયા વિના જીવને જન્મ-મરણાદિ દુઃખની નિવૃત્તિ થતી નથી. શ્રીમદ્ લખે છે - ‘આત્મદશાને પામી નિર્વઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બન્થ જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દેટ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી.” મુમુક્ષુ જીવ સદ્ગુરુની પ્રત્યેક ઉદયપ્રસંગોમાં થતી વર્તનાના અવલોકન દ્વારા તેમની અંતરંગ દશાની ઓળખાણ કરે છે. સદ્ગુરુની યથાતથ્ય ઓળખાણ થતાં તેને અંતરમાં પ્રતીત થાય છે કે તેઓ સર્વ સંયોગથી પર છે, સર્વ ઉદયપ્રસંગમાં તેઓ ભિન્ન જ રહે છે. ભેદજ્ઞાનના આધારે રાગ અને પરથી પોતાને ભિન્ન અનુભવતા હોવાથી તેઓ પૂર્વબદ્ધ કર્મના ઉદયને ઉદાસીનભાવે વેદી શકે છે. ક્વચિત્ તથારૂપ ઉદયના કારણે તેઓ ભવિષ્યનું આયોજન કરતાં દેખાય, તોપણ તેમની વિચારણા કે તેમના ભાવ ચિંતાના સ્તર સુધી પહોંચતાં નથી. તેમની ચૈતન્યની મસ્તી છૂપી નથી રહેતી. “આ થાય તોપણ ઠીક અને ન થાય તોપણ ઠીક' એવી જ્ઞાનીની ઉદાસીનવૃત્તિ મુમુક્ષુના સૂક્ષ્મ અવલોકનમાં પકડાય છે. એ પકડાતાં, એ પ્રમાણે વર્તવાનો અભ્યાસ તે મુમુક્ષુ જીવ કરે છે. સમસ્ત પ્રકારના ઉદયને માત્ર કર્મપ્રસંગ માનીને, તે સર્વ પ્રસંગોથી ભિન્ન જ્ઞાતાપણે રહેવાનો પ્રયોગાત્મક અભ્યાસ તે વારંવાર કરે છે. આ અભ્યાસમાં સદ્દગુરુની દશા તેને માટે પરમપ્રેરણારૂપ બને છે. તેમના ભેદજ્ઞાન, જાગૃતિ, નિઃસ્પૃહતા આદિ ગુણોનો વારંવાર પરિચય વધતાં મુમુક્ષુ પણ સહજતાથી તે દશાને પામી શકે છે. સદ્ગુરુની યથાર્થ ઓળખાણપૂર્વકની ભક્તિથી સગુરુની “વિચરે ઉદયપ્રયોગ દશા મુમુક્ષુ જીવની પરિણતિમાં ઊતરે છે. (૪) “અપૂર્વ વાણી' અપૂર્વ વાણી એટલે અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ, એકાંત આત્માર્થબોધક અને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૧૬ (પત્રાંક-૮૧૭) Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિજ અનુભવરૂપ આત્મસ્પર્શી વાણી. જ્ઞાનીની વાણી અપૂર્વ ભાવ પ્રગટાવે તેવી સામર્થ્ય-યુક્ત હોવાથી તેમની વાણી અપૂર્વ વાણી કહેવાય છે. સદ્ગુરુની વાણી અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. તેમની વાણી અભુત છે. તે જગતના જીવોનું હિત કરનારી છે અને મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. તેમાં ગૂઢ ભાવ રહેલા છે. તળાવની ઉપલી સપાટી બહારથી એકસરખી લાગે, પણ અંદર ઊતરીને વિભિન્ન સ્થળેથી તેની ઊંડાઈનું માપ કરતાં તેમાં રહેલું અંતર જણાય છે; તેમ જ્ઞાની અને અજ્ઞાનીની વાણી ઉપરટપકે જોતાં સરખી લાગે, પરંતુ અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના આશયનો ફરક સમજાય છે. શ્રીમદ્ લખે છે કે – સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.' મતિની નિર્મળતાના અભાવના કારણે અજ્ઞાનીથી જ્ઞાનીની વાણીનો મર્મ પૂર્ણતઃ ઉકેલાતો નથી, પરંતુ જ્ઞાનીની વાણી અજ્ઞાનીની વાણી કરતાં હંમેશાં જુદી પડે છે. જ્ઞાનીની વાણી મુમુક્ષુ જીવને મોક્ષમાર્ગમાં જોડે છે. તેમની વાણી આત્માને જાગૃત કરે છે, હિતનું ચાનક ચડાવે છે અને ઊર્ધ્વગમન કરાવે છે. તે વાણી સાંભળતાં આત્મા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૬ (પત્રાંક-૬૭૯) Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦. ૨૫૯ આનંદિત થઈ જાય છે અને અપૂર્વ હિત સાધે છે. તેઓ તુચ્છ કે તત્ત્વથી વિરુદ્ધ, કોઈનું અહિત કરનારાં કે કોઈને દુઃખ આપનારાં, કર્કશ, કડવાં કે આકરાં વચન બોલતા નથી. તેમની ભાષા હંમેશાં ઉપશાંત રસથી અને ગંભીર પ્રયોજનથી ભરેલી હોય છે. શ્રવણ કરતાં વિષય-કષાયો છૂટી જાય અને ચૈતન્યરસનું અમૃતપાન કરીને જીવોને તૃપ્તિ થાય એવું અપાર સામર્થ્ય તેમની વાણીમાં હોય છે. સર્વનાં અંતરમાં તરત વસી જાય તેવી સરળ રીતે તેમાં સત્યનું નિરૂપણ થયું હોય છે. મુમુક્ષુ જીવના હૃદયમાં સોંસરી ઊતરી જાય અને તેનામાં પરિણામ પામે એવો અલૌકિક અગાધ અને અમાપ એ વચનયોગ હોય છે. તેમનો વચનાતિશય જીવનું બહિર્મુખપણું છોડાવે છે, તેનામાં રુચિ અને અંતર્મુખ વલણ પ્રગટાવે છે. તે વચનના સેવનથી જીવની દિશા અને દશા પલટાઈ જાય છે. આવો અસામાન્ય પ્રકાર અને અસાધારણ પ્રભાવ તેમની વાણીમાં જોઈ શકાય છે. સદ્ગુરુ કલ્પના વડે નહીં પણ અનુભવના બળ વડે કથન કરે છે. પરમ પવિત્ર અને નિર્મળ હૃદયસરિતામાંથી સહજતાએ પ્રવહતી વચનધારા તેમના વીર્યવંતા આત્મપ્રદેશોના સ્પર્શથી રંગાયેલી હોવાથી તેમાં અચિંત્ય શક્તિનો સંચાર થયેલો હોય છે. આ દિવ્ય વાણી આત્માને - શુદ્ધ થયેલા અનંત ગુણોને સ્પર્શીને વહેતી હોવાથી સહુનાં અંતર ઉપર અજબ પ્રભાવ પાડે છે. મુમુક્ષુના અંતરતમને એ ભેદે છે. તે વાણીમાં અનુભવનો નિચોડ છે, અનુભવનું અમૃત છે. એના શ્રવણ પછી ચિત્ત અન્યત્ર કશે ચોંટતું જ નથી. વાણીમાં એટલી શાંતતા, મધુરતા અને ગંભીરતા હોય છે કે સાંભળનાર એ વાણી સાંભળતા કદી થાકે નહીં. તેમના હૃદયમાંથી નીકળતી આનંદમય વાણી જીવની ગમે તેવી વેદનાને ભુલાવી દે છે અને પરિણતિને સુખના સાગર તરફ લઈ જાય છે. ગમે તે પ્રસંગે તેને યાદ કરતાં જ જગતનું દુઃખ ભુલાઈ જાય છે અને આનંદનાં ઝરણાં ફૂટી નીકળે છે. તેમની અનુભવના આસ્વાદથી રસબસતી વાણીથી મોક્ષમાર્ગમાં આરૂઢ થવાનો પુરુષાર્થ જાગે છે અને તે ઉજ્વળ પરિણામોની સ્થિરતા થતાં આત્મશ્રેયને સાધવા અર્થે તે જીવ જગતનો તમામ વૈભવ - ચક્રવર્તીની સમસ્ત સંપદા ત્યાગવા તૈયાર થઈ જાય છે. સગુરુ અંતરનાં એવાં નિધાન બતાવે છે કે મોક્ષાર્થી જીવો મોટા મોટા રાજ્યપદને તુચ્છ તરણાં જેવાં સમજીને છોડી દે છે અને ચૈતન્યનિધાનને સાધવા માટે ચાલી નીકળે છે. જ્ઞાની જ્યારે બોલે છે ત્યારે વીતરાગભાવનું પોષણ થતું હોય છે. અંતરના શાંત રસના અનુભવમાંથી તે વચનો આવતાં હોવાથી તેમનાં વચનોમાં શાંત રસ ઝરતો હોય છે. તેમની મધુર વાણી જગતના સર્વ જીવોનું સાચું હિત કરનાર અને અહિતને આવું રાખનાર હોય છે. કોઈનું અહિત થાય તેવું વચન તેઓ બોલે નહીં. વળી, તેમનાં Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬O ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વચનોનું શ્રવણ હંમેશાં સુખકારી હોય છે, સાંભળનારને પ્રિય લાગે છે, તેના સર્વ પ્રકારના સંશયોને દૂર કરે છે અને તેના મિથ્યાત્વરૂપ રોગને મટાડે છે. તેઓ બોલે ત્યારે તેમના મુખરૂપી ચંદ્રમાંથી અમૃત ઝરતું અનુભવાય છે. ૧ | જિજ્ઞાસુ જીવ સદ્ગુરુના વાણીયોગ દરમ્યાન તેમની ઉત્કૃષ્ટ ભાષાસમિતિ, સતત અંતર્મુખતા, સ્વરૂપ પ્રત્યેનું વલણ, વીતરાગી કરુણા, સ્વાનુભૂતિની ખુમારી આદિ ઉત્તમોત્તમ અંતરંગ લક્ષણોને પોતાની કુશાગ્રબુદ્ધિ વડે ઝીલી, આત્મસાત્ કરવા પ્રયત્ન કરે છે. ગુરુની અપૂર્વ વાણીનું અચિંત્ય માહાભ્ય અંતરમાં વસ્યું હોવાથી અને તેને અલૌકિક સમજીને એની વિચારણા કરતો હોવાથી તેને સ્વકલ્યાણનો પંથ દૃષ્ટિગોચર થયા વિના રહેતો નથી. તેમનાં વચનામૃતના આશ્રયથી અનંત અવ્યાબાધ પદમાં સ્થિતિ પામવાની શ્રદ્ધા વૃદ્ધિગત થતી જાય છે. જેમ જેમ ચિત્તનું શુદ્ધત્વ અને સ્થિરત્વ પ્રગટે છે, તેમ તેમ તેમનાં વચનોની વિચારણા યથાયોગ્યપણે થઈ શકે છે. અસીમ જ્ઞાનસામર્થ્યથી ભરપૂર એવાં આ વચનામૃતનો દઢ આશ્રય કરવામાં આવે તો બંધ-નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે અને સર્વ સાધન સુલભ થાય છે. તેમની વાણીના ચમત્કારભર્યા સ્પર્શથી ગુણોની વસંત ખીલી ઊઠે છે અને એ વાણીની ઝંઝાવાતી અસર દોષોને મૂળથી ઉખેડી નાંખે છે. સ્વાનુભવ-અમૃતની હેલી થવા પૂર્વે તેમનાં વચનરૂપી અમૃતનાં છાંટણાંના પ્રભાવે મોહ અને વિભાવનાં વિષ ત્વરાથી ઊતરવા માંડે છે. જિજ્ઞાસાપૂર્વક, લક્ષપૂર્વક તેમજ ઉલ્લાસપૂર્વક તેમના બોધના શ્રવણથી મુમુક્ષુના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. તેની પાર્થિવ વૃત્તિ પલટાય છે, અનાદિ કાળથી પ્રવાહરૂપે ચાલી આવતી તેની મિથ્યાદષ્ટિ ટળી જઈ સમ્યગ્દષ્ટિનો ઉદય થાય છે. તેના પરિણામે ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરતો કરતો તે શુદ્ધતાને પામે છે. આમ, જ્ઞાનીની વાણી અપૂર્વ હોય છે અને અન્ય જીવોને આત્માનુભવની અપૂર્વ દશામાં પ્રવેશ કરાવવામાં નિમિત્તરૂપ બને છે. (૫) “પરમશ્રુત' પરમકૃત એટલે પ્રદર્શનનાં રહસ્યને, શાસ્ત્રોના મર્મને અનુભવથી જાણનાર. વાણીધર્મે વર્તતા શ્રુતથી કોઈ પણ નય ન દુભાય એમ સાપેક્ષપણે તેઓ વર્તે છે, જે તેમનો પરમશ્રુત ગુણ સૂચવે છે. આત્માને અનુભવનાર જ્ઞાનીએ સર્વ દર્શનનાં તત્ત્વોને સમ્યક પ્રકારે સમજી લીધાં હોય છે. સર્વ શ્રુતનો પરમ મર્મ તેમણે જાણી લીધો હોય છે. જે પોતાના આત્માને ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૬, કડી ર જગ સહિતકર સબ અહિતકર, શ્રુતિ સુખદ સબ સંશય હ; ભ્રમરોગ-હર જિનકે વચન, મુખચન્દ્રૌં અમૃત ઝરૈ.' Page #308 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૨૬૧ જાણે છે તેમણે સર્વ શ્રુત જાણી લીધાં, તેમને સર્વ શાસ્ત્ર હૃદયગત થઈ ગયાં.૧ આત્મજ્ઞ હોવાથી તેમને અદ્ભુત શાસ્ત્રજ્ઞપણું હોય છે. આત્મજ્ઞાનથી તેમને સર્વ આગમજ્ઞાન થયું હોય છે. જેને આગમજ્ઞાન હોય અને આત્મજ્ઞાન ન હોય તેને પરમશ્રુત ન કહી શકાય, કારણ કે તેને શબ્દશ્રુતના સદ્ભાવમાં પણ ભાવશ્રુતનો અભાવ હોય છે. તે જ્ઞાનસ્વરૂપ નિજાત્માને જાણતો નહીં હોવાથી આગમનો અભ્યાસ હોવા છતાં પણ તે શાસ્ત્ર નથી જાણતો. આત્મજ્ઞાનના અભાવવાળા વિદ્વાનો અનેક શાસ્ત્રો વાંચે તોપણ તેમને સંસાર કહ્યો છે. આથી વિપરીત, જેમણે દેહાદિથી ભિન્ન એવા આત્માને જાણ્યો છે, તેમણે અલ્પ શાસ્ત્રો વાંચ્યા હોય કે શાસ્ત્રો મુખપાઠ ન હોય તોપણ સર્વ શ્રુતનું રહસ્ય જાણી લીધું હોવાથી તેઓ મુક્ત થઈ જાય છે.૪ આત્માના અનુભવનો આવો અદ્ભુત મહિમા છે. આત્મજ્ઞાનીના ઉરમાં સર્વ આગમભેદ વસ્યા છે. જ્ઞાનીપુરુષનું આવું પરમશ્રુત વાણીરૂપે પ્રગટ થાય છે ત્યારે તેમાં બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર સમાયેલો હોય છે. તેમની વાણી કોઈ પણ નય અથવા અપેક્ષા ન દુભાય એવી પૂર્વાપર અવિરોધયુક્ત અને ન્યાયગર્ભિત હોય છે. તેમનું કથન સહજપણે, સરળપણે, સ્પષ્ટપણે અને એકધારે વહેતું હોય છે. તેમાં અસંદિગ્ધતા હોય છે અને તે ન્યૂનાધિકતા કે વિપરીતતાથી રહિત હોય છે. તે કથનો સાપેક્ષદષ્ટિયુક્ત હોય છે અને તેમાં ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ આચારનું પ્રતિપાદન સહજપણે હોય છે. તેમની વાણી સર્વનયાત્મક વર્તે છે. શ્રીમદ્ લખે છે ‘તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્વદેવકૃત, ‘યોગસાર’, ગાથા ૯૫ ‘નો ગપ્પા સુદ્ઘ વિ મુળદ્ અનુ-સરીર-વિભિન્તુ । सो जाइ सत्थई सयल सासय सुक्खहं लीणु ।।' ૨- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, ‘કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૪૬૬ 'जो गवि जाणदि अप्पं णाणसरूवं सरीरदो भिण्णं । सो वि जाणदि सत्यं आगमपाढं कुणंतो वि ।। ' ૩- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીકૃત, ‘યોગસાર', અધિકાર ૭, શ્લોક ૪૩,૪૪ ‘ગાત્મ-ધ્યાન-રતિજ્ઞેયં વિદ્વતાયાઃ परं फलम् I अशेष-शास्त्र- शास्तृत्वं संसारोऽभाषि धीधनैः ।। संसार: पुत्र- दारादिः पुंसां संमूढचेतसाम् । विदुषां शास्त्रमध्यात्मरहितात्मनाम् ।।' संसारो ૪- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર’, શ્લોક ૯૪ 'विदिता शेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते । देहात्मदृष्टिर्ज्ञातात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ।।' Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો “નચ'નો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. પરમાગમનાં અતુલ અર્થ અને રહસ્યને સદ્ગુરુ જાણતા હોવાથી તેમની વાણી ગહન સત્યો અને અમૂલ્ય તથ્યોથી ભરેલી હોય છે. અનેક શાસ્ત્રોનાં ઊંડાણને સમાવીને બેઠેલ તેમનાં વચનામૃતો તાત્પર્યભૂત કથનોનો ખજાનો છે. તેમના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં હોય છે, જેના બળ વડે જીવ નિર્વાણમાર્ગને પામે છે. તેથી જ્ઞાનીના એક શબ્દથી, એક વચનથી જીવ જાગે અને તેને આરાધે તો તે બધાં શાસ્ત્રોનો સાર પામે છે અને અનંત આગમનું રહસ્ય તેને હૃદયગત થાય છે. તેમનાં આત્મપ્રેરક વચનોનું સ્મરણ કરતાં, ચિંતન કરતાં, ભાવન કરતાં સ્વરૂપની ઓળખાણનું કાર્ય સહેલું થઈ જાય છે. તે પરમકૃતમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થતાં મુમુક્ષુ જીવ ભાવશ્રુતજ્ઞાનદશા પામે છે. આમ, શ્રીમદે આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ, અપૂર્વ વાણી અને પરમશ્રત એ સદ્ગુરુયોગ્ય લક્ષણો બતાવ્યાં. આ લક્ષણો સર્વ સરુઓમાં અવશ્ય ઘટે છે અને અસગુરુઓમાં તે હોતાં નથી. આ લક્ષણો મુખ્યપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્ગુરુનાં છે. આ ઉપદેશક પ્રવૃત્તિ છ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય છે. છ ગુણસ્થાનકે તેઓ સંપૂર્ણ વીતરાગદશાને અને કેવળજ્ઞાનને પામ્યા નથી. તે ગુણોની સંપૂર્ણતા તો તેરમા ગુણસ્થાનકે વર્તતા શ્રી જિન તીર્થંકરાદિમાં હોય છે, તેથી યથાર્થ માર્ગ-ઉપદેશકપણું તો તેરમાં ગુણસ્થાનકે જ ઘટે છે; પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે પૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશાની પ્રાપ્તિ માટે જેમનો નિરંતર પુરુષાર્થ છે, તે દશા પામવાનાં માર્ગસાધન પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષોનાં આશ્રયવચનથી જેમણે જાણ્યાં છે, પ્રતીત કર્યા છે, અનુભવ્યાં છે તથા એ માર્ગસાધનની ઉપાસનાથી જેમની દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે અને જેમના નિમિત્તે શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદ્ગુરુની તથા એમનાં સ્વરૂપની ઓળખાણ થાય છે, તેમને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપે છે. ચોથા ગુણસ્થાને માર્ગની, આત્માની, તત્ત્વની ઓળખાણ-પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે. પાંચમામાં દેશવિરતિપણાના કારણે ચોથા કરતાં વિશેષ છે, તથાપિ છઠ્ઠા સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. ચોથા-પાંચમા ગુણસ્થાનકે બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ વર્તે છે અને આ બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થવ્યવહાર ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૬-૨૬૭ (પત્રાંક-૨૦૮) Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૨૬૩ છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે, તેથી ત્યાં માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે. ચોથાથી નીચેનાં ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમ કે ત્યાં આત્માદિની ઓળખાણ-પ્રતીતિ નથી, તેમજ સમ્યક્ વિરતિ પણ નથી; અને એ બને ન હોવા છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ છે - માર્ગનું વિરોધપણું છે. તેથી ઉપદેશક ગુણસ્થાનક છડ્યું અને તેરમું છે, સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવતી છે, તેથી ઉપદેશક પ્રવૃત્તિ ત્યાં સંભવતી નથી. યથાર્થ ઉપદેશકપણું જેમને વિષે ઘટે છે એવા આત્મજ્ઞાનાદિ લક્ષણસંપન સદ્દગુરુ જ સાચા માર્ગદર્શક બની સાધકને માર્ગે ચડાવે છે. તેથી જેણે આત્માનું કલ્યાણ સાધવું છે, આત્માના સસુખનો પંથ લેવો છે, તેણે સદ્દગુરુનાં લક્ષણ જાણી તેમની ઓળખાણ કરવી જોઈએ. શાસ્ત્રનું આટલું જ્ઞાન હોવું જોઈએ, આટલું ભણ્યા હોવા જોઈએ, આટલી ઉંમર હોવી જોઈએ, આટલી ક્રિયા કરતા હોવા જોઈએ વગેરે સદ્ગુરુની ઓળખાણનું ધોરણ નથી. શ્રી કાનજીસ્વામી કહે છે કે – ‘લોકો બાહ્ય પ્રવૃત્તિના યોગને માત્ર જુએ છે પણ અંતરંગ ગુણોની પરીક્ષા કરતા નથી એટલે સાચા સદગુરુની ઓળખાણ વિના રખડવું થયું છે; કદાચ પોતાની પાત્રતા વિના સપુરુષ છે એમ ઓઘે જાણ્યું તોપણ જ્ઞાની મળ્યાનો પોતાને લાભ ન થયો.’૧ સગુરુનાં અદ્ભુત લક્ષણો સમજવા મુમુક્ષુતા જોઈએ, અંતર્દષ્ટિ જોઈએ. તેમનાં મન, વચન અને કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં તથા શુદ્ધ અંતરંગ પરિણતિનાં અદ્ભુત રહસ્યનો પાર કોઈ મહાભાગ્યશાળી, આસનભવ્ય, ઉત્તમ મુમુક્ષુ જીવ પામી શકે છે. મુમુક્ષુ પોતાના જ્ઞાનનેત્રોથી મહાત્માને ઓળખી લે છે. માત્ર એક જ્ઞાની જ બીજા જ્ઞાનીને ઓળખી શકે એવું નથી, પરંતુ સાચા મુમુક્ષુનાં નેત્રો પણ જ્ઞાનીને ઓળખી લે છે. ચર્મચક્ષુથી તો માત્ર બાહ્ય પરિસ્થિતિ જ દેખાય છે, જ્યારે જ્ઞાનનેત્રોથી અંતરચેષ્ટા પકડમાં આવે છે; તેથી અંતરંગ પરિણતિની ઓળખાણ કરવા માટે જીવમાં ઉત્તમ પ્રકારની પાત્રતા હોવી ઘટે. સુપાત્રતાયુક્ત મુમુક્ષુ જીવ આત્માનો સાચો ખપી થઈને, વારંવાર સગુરુનો સમાગમ કરીને, તેમના વ્યક્તિત્વમાં રહેલી દિવ્યતા, આત્મદષ્ટિ, ઉદાસીનતા આદિને ઓળખવાનો પ્રયત્ન કરે છે તથા પોતાની મુમુક્ષુદશા વર્ધમાન કરવાનો અને પોતાના દોષો દૂર કરવાનો નિરંતર પુરુષાર્થ કરે છે. આ નિષ્ઠાયુક્ત પ્રયાસથી તેનામાં ક્રમે કરીને એક એવી દૃષ્ટિ ઊગે છે કે જેના પ્રતાપે તેને સદ્ગુરુની ઓળખાણ થાય છે. સદ્ગુરુની ઓળખાણ દ્વારા તેને આત્મલક્ષ થાય છે અને પ્રયોગાત્મક અભ્યાસના બળથી ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૬૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભાવભાસન થઈ સ્વસંવેદન થાય છે. તે અનુક્રમે પરમપદની પ્રાપ્તિ કરી સાદિ અનંત અનંત સમાધિસુખમાં સ્થિત થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘આત્મજ્ઞાન સમદર્શિતા, જ્ઞાન ક્રિયા સંયુક્ત; પરમાર્થ વ્યવહાર છે, આત્મભાવે મુક્ત. ક્ષેત્રાદિ પ્રતિબંધ વણ, વિચરે ઉદયપ્રયોગ; સહજપણે સમભાવથી, રહે આત્મિક યોગ. યોગ્ય જીવને યોગ્ય તે, ઉચિત આપતા બોધ; અપૂર્વ વાણી પરમશ્રુત, પૂર્વાપર અવિરોધ. અતિશયવંત મહાગુણી, દ્રવ્ય ભાવ આરોગ્ય; આપે સૌને પૂજ્ય એ, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.'' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૭-૪૦) Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૧ - a hકરે તેમ નહો, દરેક ગ્નિપર, Page #313 -------------------------------------------------------------------------- ________________ Page #314 -------------------------------------------------------------------------- ________________ ગાથા ભૂમિકા ગાથા ૧૦માં કહ્યું કે આત્મસ્વરૂપને વિષે સ્થિતિ, શત્રુ-મિત્ર પ્રત્યે તથા હર્ષ-શોકાદિ પ્રસંગમાં સામ્યભાવે વર્તના, માત્ર પૂર્વે નિબંધન થયેલાં એવાં કર્મના ઉદયપ્રયોગથી વિચરણ, અપૂર્વ વાણી અને પરમશ્રુત એટલે કે ષડ્દર્શનનું યથાસ્થિત જાણપણું એવાં ઉચ્ચ લક્ષણોના સ્વામી હોય તેઓ જ સદ્ગુરુ હોઈ શકે અને તેઓ જ ધર્મનો ઉપદેશ આપવા માટે અધિકારી છે. આવા ઉચ્ચલક્ષણસંપન્ન સદ્ગુરુની તેજસ્વી મુદ્રા, અલૌકિક વચનામૃત અને કલ્યાણકારી સત્સમાગમથી સુશિષ્યનાં અંતરચક્ષુ ખૂલી જાય છે. - ગાથા - પૂર્વોક્ત ગાથામાં કહેલાં સદ્ગુરુનાં લક્ષણથી જે યુક્ત છે એવા સદ્ગુરુનું પ્રત્યક્ષ હોવું, વર્તમાને વિદ્યમાન હોવું આવશ્યક છે, તે સમજાવતાં શ્રીમદ્ કહે છે ૧૧ ‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.' (૧૧) અર્થ જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. (૧૧) શ્રી ઋષભદેવાદિ તીર્થંકરો જ્યારે દેહસ્થિતિએ વિદ્યમાન હોય ત્યારે તેઓ ભાવાર્થ પ્રત્યક્ષ જિન કહેવાય છે અને તેઓ સિદ્ધ ગતિ પામે છે પછી, દેહાકારે અવિદ્યમાન હોવાથી પરોક્ષ જિન કહેવાય છે. અહીં ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળે તેમની અવિદ્યમાનતા હોવાથી તેઓ પરોક્ષ છે. હવે તેમનો સંપર્કયોગ તો તેમનાં આગમરૂપ વચન દ્વારા જ થાય છે. તેમનો અદ્ભુત બોધ ઉપકારી હોવા છતાં પ્રત્યક્ષ માર્ગદર્શનના અભાવે તે બોધનો મનફાવતો અર્થ કરવાથી તથા નિજકલ્પનાએ તેનું અનુસરણ કરવાથી જીવને તેનું યથાર્થ રહસ્ય સમજાતું નથી અને તેથી આત્મસ્રાંતિનું છેદન થતું નથી. આત્મભાંતિનું છેદન તો જિનેશ્વર ભગવાનના સાચા વારસદાર એવા વિદ્યમાન પ્રત્યક્ષ સદ્ગુરુ દ્વારા જ થઈ શકે છે, એટલે એ અપેક્ષાએ પરોક્ષ જિનનાં વચનો કરતાં પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર મોટો છે. પ્રત્યક્ષ સદ્ગુરુના સાન્નિધ્યમાં રહેવાથી તેમની શાંત મુદ્રા, તેમનું આત્મમય વલણ તથા તેમની પરમ શીતળ, પરમ પ્રેરક, પરમ ઉદાત્ત અને Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્વાનુભવમુદ્રિત આત્માર્થબોધક વાણીનો લાભ મળતાં, તેમનાં દર્શન-સમાગમથી મુમુક્ષુ આધ્યાત્મિક વિકાસના પંથે ત્વરાથી આગળ વધી શકે છે. આમ, સદ્ગુરુની આત્મદશા જિનેશ્વર ભગવાનની આત્મદશાની સમકક્ષ ન હોવા છતાં પણ પ્રત્યક્ષ વિદ્યમાનતાના કારણે તેમનો ઉપકાર મોટો છે. - પરોક્ષ કરતાં પ્રત્યક્ષ હંમેશાં વિશેષ પ્રભાવશાળી હોવાથી પરોક્ષ જિન કરતાં પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર વિશેષ છે - એવી સમજણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ આત્મકલ્યાણથી વંચિત રહે છે. જે જીવ પરોક્ષ જિનનો અર્થાત્ શાસ્ત્રવચનોનો જ ઉપકાર ગાયા કરે છે, પણ આત્મભાંતિને છેદનાર સાક્ષાત્ સજીવનમૂર્તિ - પ્રત્યક્ષ સદ્દગુરુના પરમ ઉપકારનો જે જીવને લક્ષ નથી, તેને આત્મવિચાર ઉત્પન્ન થતો નથી. પ્રત્યક્ષ સગુરુના પ્રાપ્ત યોગનો પરોક્ષ જિનનાં વચનો કરતાં મોટો ઉપકાર છે એવો અખંડ નિશ્ચય જ્યાં સુધી આત્મામાં પરિણમતો નથી, ત્યાં સુધી સદ્ગુરુ પ્રત્યે પરમ વિનય પ્રગટતો નથી. અંતરમાં સદ્ગુરુનું અપૂર્વ માહાલ્ય આવ્યા વગર આત્માની સાચી પ્રીતિ થતી નથી અને સાચી પ્રીતિ થયા વિના આત્માની ઓળખાણ પણ થતી નથી. સદ્દગુરુ પ્રત્યે ભક્તિ અને અર્પણતા આવ્યા વગર આત્મવિચારણા ઊગતી નથી. આત્મવિચાર વિના આત્મજ્ઞાન સંભવિત નથી. તેથી જીવે પોતાના સર્વ આગ્રહ છોડી પ્રત્યક્ષ સગુરુના ચરણે અર્પણ થવું જોઈએ. - જિનેશ્વર ભગવાને ભવ્ય જીવોનાં હિતના કારણે જિનશાસનની સ્થાપના વિશેષાર્થ કરી અને મોક્ષમાર્ગ પ્રરૂપ્યો. તેમણે પ્રરૂપેલ ઉપદેશ ગણધરોએ શાસ્ત્રબદ્ધ કર્યો. પ્રભુએ ભાખેલો માર્ગ દર્શાવનારાં આગમો એ પ્રભુનો અમૂલ્ય વારસો છે. આ તેમનો વર્તમાન કાળના જીવો ઉપરનો ઉપકાર અવશ્ય સ્વીકારવો ઘટે છે, પરંતુ વર્તમાન કાળે તેમની સદેહે ઉપસ્થિતિ ન હોવાના કારણે તેઓ પ્રત્યક્ષ માર્ગદર્શન આપી શકતા નથી. તેમની પરોક્ષતાના કારણે જીવને ફક્ત તેમનાં વચનરૂપ શાસ્ત્રોનું અવલંબન જ પ્રાપ્ત હોવાથી, મતિની અલ્પતાના કારણે તથા ચિત્તની નિર્મળતાના અભાવે કેટલીક વાર જીવ તે શાસ્ત્રોનો પરમાર્થ યથાર્થપણે સમજી શકતો નથી અને તેનું કલ્પિત અર્થઘટન કરે છે. વળી, તેને કોઈ શંકા ઉત્પન્ન થાય ત્યારે તેનું સમાધાન પરોક્ષ જિન - શાસ્ત્રો ન કરી શકે, પણ પ્રત્યક્ષ સદ્ગુરુ તે શંકાનું સમાધાન કરી શકે છે. સદ્ગુરુના પ્રત્યક્ષ સમાગમમાં મુમુક્ષુ જીવ ખૂબ સરળતાથી અને સુગમતાથી આત્મોન્નતિનું કાર્ય સાધી શકે છે. તેઓ જીવને માર્ગ સમજાવે છે, માર્ગે ચડાવે છે અને માર્ગે ચાલતાં જો ચૂકી જવાય તો હાથ ઝાલીને માર્ગ ઉપર પણ તેઓ જ લાવી શકે છે. આમ, કેટલીક અપેક્ષાએ પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર પરોક્ષ જિન કરતાં વિશેષ છે અને એટલે જ માર્ગની પ્રાપ્તિની ઇચ્છાવાળા જિજ્ઞાસુ જીવ માટે મોક્ષમાર્ગના Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૨૬૯ આવશ્યક અંગ એવા પ્રત્યક્ષ - વિદ્યમાન સદ્ગુરુનો આશ્રય કર્તવ્યરૂપ છે એવો સિદ્ધાંત શ્રીમદે પ્રતિપાદન કર્યો છે. શ્રીમદે તેમના એક પત્રમાં શ્રી માલુભાઈ તરફથી આવેલ એક પ્રશ્નને શ્રી સૌભાગ્યભાઈને જણાવી, તેનો સવિસ્તર ઉત્તર લખવાની શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશીભાઈને પ્રેરણા કરતાં તેઓ લખે છે કે – શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવત્યું છે, તેઓ વધારે ઉપકારી? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરષ આત્મજ્ઞ-સમ્યકદષ્ટિ છે. અર્થાત મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્દગુરુની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશોજી?” આ પ્રશ્નનો ઉત્તર મળ્યો હોય એવું શ્રીમદ્રના પ્રાપ્ત સાહિત્યમાંથી જાણી શકાતું નથી, પરંતુ પ્રત્યક્ષ સદ્ગુરુનું મહત્ત્વ જિજ્ઞાસુ જીવના લક્ષમાં આવે અને અનંત કાળની ભાંતિ ટાળવા તે યોગ્ય ઉપાય કરે તે અર્થે પ્રત્યક્ષ સગુરુનો ઉપકાર અને મહિમા શ્રીમદે ઠેર ઠેર ગાયો છે. શ્રીમદ્ લખે છે – | ‘પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.' થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે. મોક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૩ (પત્રાંક-પ૨૭) ૨- એજન, પૃ.૩૮૨ (પત્રાંક-૪૬૬) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે.” ‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.' આમ, વિદ્યમાન સદ્ગુરુના સમાગમયોગથી અને તેમના પ્રત્યેની અવિચળ શ્રદ્ધાથી પરમાર્થમાર્ગમાં પ્રવેશ થાય છે તે સિદ્ધાંત ઉપર શ્રીમદે પોતાના પત્રોમાં વારંવાર ભાર મૂક્યો છે. તે સિદ્ધાંત દર્શાવતાં તે સંબંધી કોઈ આશંકા કે શંકા ન રહે તે અર્થે તેમણે વિદ્યમાન', “સજીવનમૂર્તિ', “પ્રત્યક્ષ' આદિ ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ કર્યો છે. પ્રસ્તુત ગાથામાં તેમણે “પ્રત્યક્ષ' શબ્દ કહીને તે જ ભાવ દર્શાવ્યો છે. પ્રત્યક્ષ શબ્દ ‘પ્રતિ’ અને ‘અક્ષ' એ બે શબ્દોનો બનેલો છે અને તેનો અર્થ આંખ(ઇન્દ્રિય)ની સામે, ચક્ષુ સમક્ષ થાય છે. તેથી પોતાના સમયમાં તથારૂપ લક્ષણસંપન્ન જે સદ્ગુરુ હાજર હોય તેઓ ‘પ્રત્યક્ષ સગુરુ'માં ગણના પામે છે. નજરે જોયેલા પ્રસંગો અને સાંભળેલા પ્રસંગોથી ઉત્પન્ન થતી અસર વચ્ચે ખૂબ અંતર હોય છે. નજરે જોયેલું હોય તેની અસર ઊંડી હોય છે અને તે જલદીથી વિસ્તૃત થઈ શકતું નથી. સાંભળેલું હોય તેની અસર ઓછી હોય છે, તેથી તે સ્મૃતિમાંથી શીધ્ર ભૂંસાઈ જાય છે. જેમ કે કોઈ માણસને કોઈ ગુના બદલ ફાંસી દીધાની વાત સાંભળીએ અથવા વાંચીએ તો તેનો પ્રભાવ, ફાંસી દીધાનો પ્રસંગ નજરે જોયો હોય તેના કરતાં ઘણો નબળો હોય છે, તેમ કોઈ જ્ઞાનીપુરુષના ચરિત્રમાં વર્ણવેલી ઊર્ધ્વ આત્મદશા અથવા તેમાં વર્ણવેલા આશ્ચર્ય ઉપજાવે એવા પ્રસંગો વાંચતાં કે સાંભળતાં જે પ્રેમભાવ કે બહુમાનભાવ આવે તેના કરતાં તે પુરુષના પ્રત્યક્ષ સમાગમની અસર ઘણી ગાઢ હોય છે, પ્રેમભાવ તથા અહોભાવનું પ્રાબલ્ય અધિક હોય છે અને પ્રત્યેક ઉપકારી સમાગમ વખતે તે ઉત્તમ ભાવોની વૃદ્ધિ થતી જ રહે છે. આમ, પ્રત્યક્ષ અને પરોક્ષની અસરમાં ઘણી ભિન્નતા હોય છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૮૭ (પત્રાંક-૨૪૯) ૨- એજન, પૃ.૨૫૦-૨૫૧ (પત્રાંક-૧૭૨) Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૨૭૧ જે વસ્તુ નજર સમક્ષ ન હોય અથવા નજરે જોયેલી ન હોય, તે વસ્તુ પ્રત્યે સદ્ભાવ આવવો કે પ્રેમ થવો સરળ નથી. અનાદિથી જીવનો અભ્યાસ પ્રત્યક્ષ હોય તેવા પદાર્થો પ્રત્યે સ્નેહ કરવાનો છે. પ્રેમ કરવા માટે તેને તે પદાર્થની પ્રત્યક્ષપણે વિદ્યમાનતાની અપેક્ષા રહે છે. તે પદાર્થના અસ્તિત્વ વિના, તેના વિદ્યમાનપણા વિના, તેના પ્રત્યક્ષપણા વિના, તેના સમાગમ વિના જીવને પ્રેમની લય આવવી અત્યંત કઠણ છે. પરમાર્થસાધના માટે પણ આ જ નિયમ અબાધિતપણે રહ્યો છે. તે જ નિયમનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ પ્રકાશે છે - પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે.” - સદ્ગુરુની એકનિષ્ઠાએ ઉપાસના કરવાથી અને તેમના સાચા સ્વરૂપની ઓળખાણ થવાથી તેમનામાં પરમાત્મા જેવી જ દિવ્ય જ્ઞાનજ્યોતિનું દર્શન થાય છે. સદ્ગુરુની અંતર પરિણતિ નિજપરમાત્મા સાથે જોડાયેલી હોય છે અને તેથી એ પરિણતિ સ્વરૂપાકારે થયેલી હોય છે. પરિણતિનો એવો સ્વભાવ છે કે તે જેનું અવલંબન લે, તેને અનુરૂપ પોતે પરિણમે. સદ્ગુરુને અંતરમાં પોતાના નિજ પરમાત્મપદનું અવલંબન હોય છે અને તેથી તેમનાં પરિણામ પરમાત્મસ્વરૂપના આકારે ઉત્પન્ન થાય છે, માટે મુમુક્ષુને સદ્ગુરુ મનુષ્યરૂપે નહીં, પણ પરમાત્મરૂપે દેખાય છે - જણાય છે અને તેમનામાં પરમેશ્વરબુદ્ધિ ઊપજે છે. મુમુક્ષુ જીવને સગુરુનો યોગ થાય, વારંવાર તેમનો સમાગમ થાય અને તે સમાગમના બળે યથાર્થ ઓળખાણ થાય ત્યારે તેને અતિશય ઉલ્લાસ આવે છે. સદ્ગુરુનું અદ્ભુત, અલૌકિક માહાભ્ય તેના અંતરમાં યથાર્થપણે સમજાતાં તેમના માટે પરમેશ્વરબુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. તેના અંતરમાંથી પોકાર આવે છે કે “મારા સદ્દગુરુ અદ્ભુત છે! હવે હું નક્કી તરી જઈશ. આ સંસારમાં હવે હું નહીં ડૂબું.' દરિયામાં ડૂબી રહેલા કોઈ માણસના હાથમાં લાકડું આવી જાય તો તે જેમ તેને પકડી લે છે, તેમ ભવસાગરની ભયાનકતા પરખી ચૂકેલ મુમુક્ષુ સંગુરુનું શરણું અનન્ય ભક્તિભાવથી પકડી લે છે. મુમુક્ષુને તો એટલી બધી ઉપકારબુદ્ધિ પ્રગટે છે કે સગુરુ છદ્મસ્થ હોવા છતાં તે તેમને ભગવાન જ માને છે. સદ્ગુરુમાં પરમેશ્વરપણું ભાસતાં તેને તેમના પ્રત્યે અસીમ ભક્તિનાં પરિણામ જાગે છે. તે ભક્તિનાં પરિણામથી દર્શનમોહ તૂટતો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૭૬ (પત્રાંક-૨૨૩) Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જાય છે. જેમ જેમ તે તૂટતો જાય છે, તેમ તેમ તેના જ્ઞાનમાં નિર્મળતા આવતી જાય છે અને નિર્મળ થયેલ જ્ઞાનોપયોગમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રતિભાસે છે. આ રીતે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ થતાં માર્ગની પ્રાપ્તિ નિકટ હોય છે. સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ ઊપજે તેમાં તીર્થકર ભગવાનની આશાતના નથી થતી, કારણ કે જેમ ભગવાનના નિમિત્તે તરાય છે, તેમ સદ્ગુરુના નિમિત્તથી પણ કરી શકાય છે, માટે તેઓ ભગવાનતુલ્ય જ છે. ભગવાનતુલ્યને ભગવાન કહેવું એમાં કાંઈ ખોટું નથી. આ કાંઈ અતિશયોક્તિ નથી, પરંતુ પરમ વાસ્તવિકતા અને અગ્રિમ આવશ્યકતા છે. વિકટ આપદામાં ફસાયેલા માણસને કોઈ લખપતિ ખરે વખતે મદદ કરે ત્યારે દુનિયામાં અન્ય અબજપતિઓ કરતાં પણ તેને એ મદદ કરનાર લખપતિ માણસમાં અબજોપતિનાં દર્શન થાય છે. તેના માટે એ અબજપતિ કરતાં પણ વધારે છે, કેમ કે એની મદદથી પોતે અત્યારે ધનવાન થઈ ગયો છે. તેવી જ રીતે મુમુક્ષુના હૃદયમાં સદ્ગુરુનો અનન્ય મહિમા વસ્યો હોય છે. ભગવાનરૂપ સદ્ગુરુના અપૂર્વ માહાભ્યનો જો સાધકના ચિત્તમાં સંચાર થયો ન હોય તો જીવની યોગ્યતા રોકાઈ જાય છે. સગુરુમાં પરમાત્મબુદ્ધિના અભાવમાં માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ થઈ પડે છે. શ્રીમદ્ લખે છે કે – “જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ - જ્ઞાનીરૂપ પરમાત્માની - ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણ” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” સનાતન નવકારમંત્રમાં પ્રથમ પદ નમો અરિહંતાણં અને બીજું પદ નમો સિદ્ધાણં' છે. અરિહંત અને સિદ્ધ ભગવાનમાં વિશુદ્ધિની દષ્ટિએ સિદ્ધ ભગવાન અરિહંત ભગવાન કરતાં ઉચ્ચ કક્ષાએ બિરાજમાન છે, કારણ કે સિદ્ધ ભગવાન ઘાતી-અઘાતી આઠે કર્મોનો ક્ષય કરી સર્વથા શુદ્ધ બની ગયા છે, જ્યારે અરિહંત ભગવાનને ચાર અઘાતી કર્મ બાકી હોવાથી તેઓ દેહધારી છે. તે છતાં નમસ્કારમંત્રમાં અહંતપદ પ્રથમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૭૬ (પત્રાંક-૨૨૩) Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૨૭૩ મૂકવાનો હેતુ એટલો છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. અરિહંત ભગવાન જીવને સિદ્ધનું સ્વરૂપ સમજાવે છે અને તે સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા પ્રેરણા કરે છે. સિદ્ધ ભગવાન પરોક્ષ હોવાથી તેઓ જીવને તેનું સિદ્ધ સમાન સ્વરૂપ સમજાવી શકતા નથી. વળી, તેઓ અમૂર્તપદે સ્થિત હોવાથી જીવને તેમનું સ્વરૂપ ચિતવવું દુર્ગમ્ય થઈ પડે છે, જ્યારે સયોગીપદના અવલંબનપૂર્વક ચિતવતાં વૃત્તિને સ્થિર કરવી સુગમ પડે છે. આથી વિશેષ ઉપકારીપણાના કારણે અરિહંત ભગવાનને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ સિદ્ધપદના બતાવનાર હોવાથી સિદ્ધની પહેલાં અરિહંત ભગવાનને નમસ્કાર કર્યા છે.' અરિહંત ભગવાન પૂજ્ય છે, વંદનીય છે, પરંતુ વર્તમાનમાં તેઓ પરોક્ષ હોવાથી પ્રત્યક્ષ સદ્ગુરુનો તેમના કરતાં વધારે ઉપકાર છે. અરિહંત ભગવાનનો શાબ્દિક ઉપદેશ શાસ્ત્રમાંથી મળે છે, પણ જીવિત ઉપદેશ પ્રત્યક્ષ સદ્ગુરુ સિવાય અન્યત્ર ઉપલબ્ધ નથી. સદ્ગુરુ જીવિત ઉપદેશ આપતા હોવાથી તેમના બોધ દ્વારા મહાન સૈદ્ધાંતિક રહસ્યો પ્રગટ થતાં હોય છે, જેથી શિષ્યનો માર્ગ સરળ બને છે. સદ્ગુરુ તેમના ઉપદેશ દ્વારા શિષ્યની બુદ્ધિમાં પરિવર્તન લાવે છે. શુદ્ધ ચૈતન્યને સ્પર્શીને નીકળતી ગુરુવાણી મુમુક્ષુના હૃદયમાં સોંસરવી ઊતરી જાય છે અને તેને સમકિતની અત્યંત નજીક લઈ જાય છે. જીવંત પ્રેરણા આપનારો તેમનો ઉપદેશ કેવળ વચનોથી નહીં પણ તેમના પ્રત્યક્ષ જીવનમાંથી પણ પ્રાપ્ત થાય છે. શાબ્દિક ઉપદેશ ન મળે તો પણ તેમની જીવંત ચર્યામાંથી શિષ્યને ઉત્તમ ઉપદેશ મળે છે. તેમનું દર્શન મુમુક્ષુના સમગ્ર જીવનનું પરિવર્તન કરવામાં સમર્થ છે. તેમની કૃપાદૃષ્ટિથી જીવ મોક્ષમાર્ગમાં આવતાં સર્વ વિપ્નોનો પરાજય કરી શકે છે. આગામી ભવોમાં સુખપ્રાપ્તિની ભાવનારૂપ નિદાન, માન-પૂજાની ઇચ્છારૂપ લોકેષણા, લોકસંજ્ઞારૂપ ભાવશૂન્ય દંભાચરણ, તત્ત્વવિહીન વ્યવહારાભાસ, નિદ્માણ નિશ્ચયાભાસ, મિથ્યા ગર્વ, બાળતપ, બાળત્યાગ, બાળવૈરાગ્ય આદિ અનેક પ્રકારના મહાવિદ્ગોથી તે સદ્ગુરુની ચરણ-ઉપાસના વડે બચી શકે છે. સદ્ગુરુના સત્સંગમાં તેને સ્વભાવનો મહિમા જાગૃત થાય છે અને વૃત્તિ સ્વરૂપ તરફ ઢળે છે. ત્રિકાળી સ્વરૂપમાં એકાગ્ર થવા માટે તે પુરુષાર્થ બને છે. સદ્ગુરુનો સત્સંગ તો આત્મપ્રભુના દિવ્ય ગાણાં ગાવાનું ચોગાન છે, સ્વરૂપનું અલૌકિક રસપાન કરવાની બેઠક છે, ભક્તિનું નિવાસસ્થાન છે, ઉન્નત જીવનની પ્રાપ્તિ માટે અદમ્ય ઉત્સાહ, શક્તિ અને પ્રેરણાનું ધામ છે. વર્ષોના સ્વાધ્યાયથી જે શીખી શકાતું નથી, તે સગુરુના સત્સંગથી અલ્પ સમયમાં શીખી શકાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ‘ધવલા', પુસ્તક ૧, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૧, પૃ.૫૪-૫૫ 'असत्यर्हत्याप्तागमपदार्थावगमो न भवेदस्मदादीनाम, संजातश्चैतत्प्रसादादित्युपकारापेक्षया वादावर्हમયિતે |’ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આમ, પક્ષપાતરહિતપણે અર્થાત્ પૂર્વે બંધાયેલ આગ્રહનો ત્યાગ કરીને, નિર્મળ ચિત્તથી વિચારતાં સિદ્ધ થાય છે કે આત્મકલ્યાણ અર્થે પ્રત્યક્ષ, વિદ્યમાન, દેહધારી ભગવાનરૂપ સદ્દગુરુનો સમાગમ જરૂરી છે અને તેમની ભક્તિ પરમ આવશ્યક છે. એવા પુરુષનો પ્રત્યક્ષ સમાગમ અને ભક્તિ ન હોય તો જીવને માર્ગપ્રાપ્તિ સંભવતી નથી. જે પરમાર્થપ્રેમી સજિજ્ઞાસુ છે અને જેના અંતરમાં પવિત્ર આત્મદર્શનની અભિલાષા વર્તે છે, તે જિજ્ઞાસુ જીવ સાધનાની પ્રાથમિક ભૂમિકામાં જિન ભગવાનની ભક્તિ કરી સત્રાપ્તિ માટેની યોગ્યતા સંપાદન કરે છે, પરંતુ પરમાર્થમાર્ગની આગળની ભૂમિકામાં શુભ પ્રવેશ કરવા માટે કોઈ સાક્ષાત્ વિદ્યમાન આત્મત્વ પ્રાપ્ત પુરુષનાં ચરણે અને શરણે જવાની આવશ્યકતા છે એ વાત તેના સરળ હૃદયમાં અવશ્ય રહી હોય છે. | જિજ્ઞાસુ જીવ જાણે છે કે જિન ભગવાને પોતે પ્રાપ્ત કરેલ શુદ્ધાત્મસ્વરૂપનો તથા કલ્યાણપ્રાપ્તિના માર્ગનો જે બોધ કર્યો હતો તેનું રહસ્ય તેમના પરોક્ષપણાના કારણે તથા પડતા કાળની અસરના કારણે જેવું જોઈએ તેવું શાસ્ત્રો દ્વારા મળી શકતું નથી. તેમનો ઉપદેશ - સર્વોપરી શાસ્ત્રબોધ અગાધ હોવાથી તેનો પરમાર્થ ઘણી વાર યથાર્થપણે સમજી શકાતો નથી અને પોતાની મતિકલ્પનાએ તેનું અનુસરણ કરવાનો પ્રસંગ આવે છે. નાની નૌકાથી દુસ્તર સાગરનો પાર પામવો જેમ કઠણ છે, તેમ નિજમતિના આધારે ભગવાનના ઉપદેશનો આશય પોતાની મેળે હૃદયગમ્ય કરવો અતિ અતિ દુર્લભ છે. પરંતુ પ્રત્યક્ષ સદ્ગુરુના અવલંબને આગમમાં ભરેલાં અનંત રહસ્યો સરળતાપૂર્વક હૃદયગમ્ય થઈ શકે છે. શાસ્ત્રોનો પાર પામવા અર્થે શાસ્ત્રોના મર્મને પામ્યા છે એવા પ્રત્યક્ષ સદ્ગુરુ મહાન અવલંબનરૂપ છે. જેને પરમ પ્રજ્ઞાવંત પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન તથા શરણ પ્રાપ્ત થાય છે, તેને સર્વ શાસ્ત્રોનું રહસ્ય સહેજે સમજમાં આવતાં સુખધામ એવું નિજ પરમાત્મપદ, તેનો બોધ, લક્ષ, પ્રતીતિ અને અનુભવ પામી તે જીવ પરમ કૃતાર્થ થઈ જાય છે. તેથી પ્રત્યક્ષ સગુરુનું અવલંબન આત્માથી માટે અત્યંત આવશ્યક અને હિતકારી છે.' પ્રત્યક્ષ સદ્ગુરુ પાસે શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય જાણી, તેનું રહસ્ય ધ્યાનમાં લઈ, તેમના માર્ગદર્શનને અનુસરતાં આત્મામાં એકત્વબુદ્ધિ થાય છે. જીવે આત્માનું શુદ્ધ સ્વરૂપ કદી જાણ્યું નથી અને તે શુદ્ધ સ્વરૂપના અનુભવી પ્રત્યક્ષ સગુરુની યથાર્થ ઉપાસના કરી નથી. પ્રત્યક્ષ સદ્ગુરુને ઓળખીને જો તેમની ઉપાસના કરવામાં આવે તો આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થાય જ. શુદ્ધ સ્વભાવના અતીન્દ્રિય આનંદના પ્રચુર સંવેદનરૂપ આત્મવૈભવ જેમને પ્રગટ્યો છે એવા સદ્ગુરુનાં અદ્ભુત વચનામૃત, મુદ્રા ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૯ (આંક-૯૫૪, કડી ૪). ‘જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ.' Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૨૭૫ અને સત્સમાગમથી સ્વરૂપસન્મુખતાનો અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ ખૂબ સરળતાથી અને ત્વરાથી થાય છે. તેમના બળે શુદ્ધાત્મા લક્ષગત થાય છે અને ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે. આ ત્રણ પ્રબળ નિમિત્તોની ઉપકારિતા દર્શાવતાં શ્રીમદ્ લખે છે કે – “અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; – છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તા!” સદ્દગુરુનાં વચનામૃત વીતરાગમાર્ગનાં વહેણ છે. તેમાં વીતરાગરસ ભર્યો છે. તેમની વાણીમાંથી માત્ર વીતરાગતા જ ટપકે છે. તેમના અલૌકિક વચનામૃતથી સ્વરૂપ સાધવાની કળા શીખવા મળે છે, માર્ગના અવરોધો ઓળંગવાનું માર્ગદર્શન મળે છે તથા પુરુષાર્થ પ્રગટાવવા માટે ઉત્સાહ અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. સિદ્ધાંત અને સાધનાનાં રહસ્યોથી ભરેલા તેમના બોધનું શ્રવણ કરતાં જ વૃત્તિ દૃશ્યપ્રપંચમાંથી દ્રષ્ટા તરફ, પરમાંથી સ્વ તરફ પાછી વળે છે. દીર્ઘ કાળ પર્યત બાહ્ય ક્રિયાઓ કરીને પણ જે પ્રાપ્ત નથી કરી શકાતું, તે પ્રત્યક્ષ સદ્ગુરુના એકાદ મહિમાવંત શબ્દથી ક્ષણમાં કરી શકાય છે. તેમનાં વચનામૃતથી એવો જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થાય છે કે અનાદિનો અજ્ઞાન-અંધકાર ક્ષણવારમાં નષ્ટ પામે છે. સદ્દગુરુનો એવો અલૌકિક પ્રતાપ છે કે તેઓ ઉપદેશની ઝડીઓ ન વરસાવે તોપણ તેમનાં નિર્મળ નેત્રો આત્માર્થીમાં ધર્મભાવના પ્રેરે છે. તેમની મુદ્રા આત્માર્થીના હૃદયને ઢંઢોળીને આત્માની ભાષા દ્વારા વિષયસુખની ભ્રામકતા અને સંસારની અસારતા મૌનમાં સમજાવે છે. સંસારના તાપથી દાઝેલા દુઃખી જીવો સદ્ગુરુના ઘડીભરના દર્શન માત્રથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. તેમની પવિત્ર મુદ્રાના દર્શનથી આત્માર્થીના હૃદયમાં પ્રેમની લાગણી એવી ઊપસી આવે છે કે વારંવાર તે પ્રકાશમય મુખમુદ્રાનાં દર્શનથી તે વિકાસના પંથે આગળ વધતો જાય છે. સદ્ગુરુ સાથેના મિલનના પ્રસંગે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૩૪-૬૩૫ (પત્રાંક-૮૭૫) ૨- જુઓ : (૧) આચાર્યશ્રી પવનંદિસ્વામીકત, ‘પવનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૧૧, શ્લોક ૪ 'स जयति गुरुर्गरीयान यस्यामलवचनरश्मिभिर्झगिति । नश्यति तन्मोहतमो यदविषयो दिनकरादीनाम् ।।' (૨) શ્રી શંકરાચાર્યજીકૃત, ‘ગુરુગીતા', શ્લોક ૩૪ જ્ઞાનતિમિરાંદસ્ય, જ્ઞાન નનશરાજ | चक्षुरुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ।।' Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન તેની દૃષ્ટિ તેમની મુદ્રાના નિરીક્ષણમાં વધારે ને વધારે ઓતપ્રોત થતી જાય છે. પ્રલયકાળે સમુદ્રનું પાણી ખસી જતાં પેટાળમાં રહેલ રત્નસમૂહ ખુલ્લો થાય છે, તેમ મુખમુદ્રાના નિરીક્ષણથી સદ્ગુરુનાં મન-વચન-કાયાની ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો પ્રગટ થાય છે, સમજાય છે અને તેથી તેમની અપૂર્વ, આશ્ચર્યયુક્ત આત્મદશા જોઈને તેમના પ્રત્યેનો અહોભાવ અતિશય વધી જાય છે. સદ્ગુરુની અંતર્મુખતા સમજાતાં, તેમની અંતરંગ દશા પ્રત્યે આદર થતાં આત્માર્થીને પણ તે પ્રાપ્ત કરવાની રુચિ પ્રગટે છે. ‘હું પણ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું અને મારા સ્વરૂપની ભાવનાથી હું પણ આવી ધન્ય દશા પામી શકીશ' એવી દૃઢતા પ્રગટે છે. વળી, આત્મનિષ્ઠ સદ્ગુરુના સમાગમમાં આત્માર્થી જીવ સાધનામાં ઓછી મહેનતે વિશેષ પ્રગતિ કરી શકે છે, કારણ કે એમના સાન્નિધ્યમાં ચિત્તશુદ્ધિ અને આત્મભાવની વૃદ્ધિ સરળતાથી થઈ શકે છે. એમના ક્ષણમાત્રના સહવાસમાં તેની જીવનદૃષ્ટિ બદલાઈ જાય છે. સદ્ગુરુની પ્રત્યેક હિલચાલ, વાતચીત અને તેમની આસપાસનું વાતાવરણ સુધ્ધાં આત્મભાવનાં પોષક હોય છે. જેમ મોરલીના નાદે સર્પ જાગીને ડોલવા લાગે છે, તેમ તેમના દિવ્યપણાથી વ્યાપ્ત એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતાં પવિત્ર સ્પંદનોના વાતાવરણમાં આત્માર્થી જીવની મોહમૂર્છા ઊતરવા લાગે છે. તે વાતાવરણમાં વીતરાગતા જ ઘૂંટાતી હોવાથી, મનમાંથી સંસારનો મોહ છૂટતાં કોઈ અનેરી શાંતિ અનુભવાય છે. તેમનો સંગ વીતરાગતાપોષક હોય છે. સદ્ગુરુના પ્રત્યક્ષ સમાગમમાં તેમના અંતરમાં રહેલી જ્ઞાનનિધિનો લાભ મળે છે. સદ્ગુરુ સાધકને માર્ગ બતાવે છે, એટલું જ નહીં પણ એ માર્ગે તેની પ્રગતિની ચકાસણી કરે છે, તેની સાધનાને યોગ્ય વળાંક આપે છે, તેને માર્ગમાં આવતાં વિઘ્નોથી બચાવે છે, નિરાશાના સમયમાં આશા આપે છે અને નિરંતર લોકોત્તર માર્ગની પ્રેરણા આપતા રહે છે. આત્મસાક્ષાત્કાર કરવા માટે તેઓ સાધના બાબત અનેક કૂંચીઓ આપતા રહે છે કે જેથી તેનાથી પ્રાપ્ત થતા વિવેક દ્વારા મિથ્યાત્વનો નાશ કરી શકાય. તે કૂંચીઓને બરાબર વાપરતાં, અનાદિથી બંધ રહેલો એવો, સ્વધનથી ભરપૂર પોતાના આત્મગુણોનો ભંડાર ઊઘડી જાય છે અને જીવનમાં જ્ઞાનાનંદની એક એવી જ્યોત પ્રગટે છે, જે કદાપિ ઝાંખી પડ્યા વિના, દિનપ્રતિદિન વધુ ને વધુ પ્રજ્વલિત થતી જઈ અંતે પૂર્ણ પદની પ્રાપ્તિ કરાવે છે. સદ્ગુરુનાં આવાં અલૌકિક વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનાં અવલંબનથી જીવમાં ભક્તિનો વિપાક થાય છે અને સદ્ગુરુ સાથેનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો જાય છે. તેની રગે રગમાં, રોમે રોમમાં, અંગે અંગમાં એવી પ્રેમભક્તિ જાગે છે કે ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં, હરતાં-ફરતાં, ઘરમાં કે બહા૨, દિવસે કે રાત્રે, સૂતાં કે જાગતાં સર્વત્ર, દરેક સમયે તેને સદ્ગુરુનું સ્મરણ થાય છે. જેવી રીતે લોભીને Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૨૭૭ ધનનું વિસ્મરણ થતું નથી અથવા કામીને યુવતીનું વિસ્મરણ થતું નથી, તેમ ભક્તને ભગવાનનું વિસ્મરણ થતું નથી. સગુરુનો ક્ષણવારનો વિરહ પણ કાંટાની માફક સાલે છે. ભેદભક્તિના યથાર્થ આરાધનથી ક્રમશ: અભેદભક્તિની યોગ્યતા પ્રગટે છે. ભક્ત પોતાની ચિત્તવૃત્તિને સદ્ગુરુ ભગવાનમાં એવી લીન કરી દે છે કે ભક્ત-ભક્તિભગવાનની ત્રિપુટીનો વિલય થઈ એકમાત્ર સહજાનંદદશા જ રહે છે. ભક્તિની આ ચરમ સીમાને પરાભક્તિ કહે છે. આ રીતે આત્માર્થી જીવને સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દ્વારા સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. આમ, પરમાર્થપ્રાપ્તિનું સૌથી ઉત્કૃષ્ટ અને સૌથી વધારે અગત્યનું સાધન સદ્ગુરુ છે. તેમની ઉપાસના કરવાથી સત્પાત્રતાનો આવિર્ભાવ થાય છે તથા સ્વરૂપાનુસંધાનના અભ્યાસમાં જીવ આગળ વધે છે. સત્સંગથી તેના સ્વચ્છંદ, પ્રમાદાદિ દોષો ક્ષીણ થતા જાય છે અને વૈરાગ્ય, ભક્તિ વગેરે વર્ધમાન થતાં જાય છે. જેમ જેમ તેનામાં પ્રેમનો સંચાર થતો જાય છે, તેમ તેમ તેનો સાંસારિક પદાર્થો પ્રત્યેનો સ્નેહ ઘટતો જાય છે અને તેથી સુવિચારના અભ્યાસની સુલભતા સાંપડે છે. તેની રુચિ અને ઉપાદેયબુદ્ધિ સદ્ગુરુમાં થવા લાગે છે. આ પ્રક્રિયા જ્યારે સમ્યક્ અભ્યાસ તથા અંતરંગ સાધના દ્વારા સુદઢ બને છે ત્યારે સાધકનું સ્વરૂપસ્મરણમાં સુસ્થિતપણું થતું જાય છે અને કોઈ ધન્ય પળે તેને આત્મસાક્ષાત્કાર - સ્વાનુભવ - અપરોક્ષાનુભૂતિ થાય છે અને તેના પારમાર્થિક દિવ્ય જીવનનો પ્રારંભ થાય છે. દર્શનમોહ વ્યતીત થતાં ઉગ્ન પુરુષાર્થ ઊપડે છે, ચારિત્રમોહને ક્ષીણ કરી કેવળ નિજસ્વભાવમાં અખંડપણે સ્થિત થતાં પૂર્ણ વીતરાગપદને પ્રાપ્ત કરે છે, આયુષ્ય કર્મ પૂર્ણ થતાં અયોગી અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ધપદમાં સ્થિત થાય છે. આ પ્રકારે પ્રત્યક્ષ સદ્દગુરુના આશ્રયથી સર્વ વૈભાવિક વૃત્તિઓનો જય થઈ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થાય છે. જે જીવ સદ્ગુરુ પાસે આત્મસ્વરૂપ જાણી આત્મભાવરૂપી નૌકામાં બેસે છે, તે નિર્ભય અને નિશ્ચિંત થઈ સંસારસાગરને તરી જાય છે. સદ્દગુરુ અને તેમના ઉપદેશ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિથી તે મુક્તિનો નાથ બને છે, માટે ભવરૂપી ગર્ભમાંથી નીકળવાનો ઉપાય બતાવનાર સદ્દગુરુનો ઉપકાર અનંત છે. સંસારરૂપ વનની અંદર જે મનુષ્ય સદ્ગુરુ દ્વારા બતાવવામાં આવેલા માર્ગે ગમન શરૂ કરે છે તે, તે અદ્વિતીય મોક્ષરૂપ નગરને પ્રાપ્ત થાય છે, જે આનંદ આપનાર છે તથા અત્યંત સ્થિર (અવિનશ્વર) છે. તેથી પ્રત્યક્ષ સગુરુ જેવા કોઈ ઉપકારી નથી એમ ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૨૩, શ્લોક ૧૦ 'तन्मध्ये सुगुरुप्रकाशतपथे प्रारब्धयानो जनः यात्यानन्दकरं परं स्थिरतरं निर्वाणमेकं परम् ।।' Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જાણી, તેમની વચનપ્રતીતિ વડે સંસાર પાર પામવા માટે સજ્જ થવું જોઈએ. પરંતુ જેને તેમના પ્રત્યે, તેમના અનન્ય ઉપકાર પ્રત્યે લક્ષ નથી, તેને આત્મવિચાર ઉત્પન્ન થવો સંભવતો નથી. શ્રીમદ્ લખે છે – ‘સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી; અને પુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.’ જેને પ્રત્યક્ષ સદ્ગુરુ ઉપર વિશ્વાસ અને બહુમાન આવ્યાં છે તેને જ આત્મવિચાર પ્રગટે છે અને તેના ફળસ્વરૂપે તેને આત્મજ્ઞાન થાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ જ આત્મભાંતિના છેદક છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત હોય છતાં તેમને છોડીને પૂર્વે થઈ ગયેલા જિનેશ્વર ભગવાનની વાતો ઉપર જ લક્ષ રાખે, તેમનું જ બહુમાન કરે અને તેમના સ્વરૂપને ઓળખ્યા વિના કથનમાત્ર તેમનો ઉપકાર ગાયા કરે; તે જીવને આત્મવિચાર ઉત્પન્ન થતો નથી. પ્રત્યક્ષ સગુરુ દ્વારા સન્માર્ગની પ્રાપ્તિ થાય છે એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવ્યા વિના માર્ગમાં પ્રવેશ પણ થઈ શકતો નથી. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – “ભૂતકાળમાં થઈ ગયેલા જિન તીર્થકરોનો ઉપકાર ગાયા કરે અને વર્તમાનમાં સમ્યક્ત્વના કારણભૂત સદ્ગુરુના તરફ દુર્લક્ષ રાખે તેવા જીવોને શાસ્ત્રઅભિનિવેશાદિ કારણે આત્મવિચાર કે કલ્યાણનું કારણ પ્રાપ્ત થવું અશક્ય છે.” શાસ્ત્રના ભંગભેદની વિકલ્પજાળમાં ફસાઈ રહેવાનું નામ આત્મવિચાર નથી. સ્વલક્ષ વિનાની શાસ્ત્રની ચર્ચા-વિચારણાનું નામ આત્મવિચાર નથી. જ્યારે શુદ્ધાત્મસ્વરૂપની જાગૃતિ આવે છે ત્યારે જ આત્મવિચાર ઊગ્યો કહેવાય છે. અહીં “ઊગે' શબ્દમાં ઉત્પન્ન થઈ ટકી રહે એવો આશય સમાયેલો છે. ક્ષણિક તરંગરૂપ આત્મવિચાર જાગીને અસ્ત થઈ જાય તેનું કોઈ મૂલ્ય નથી. તળાવના પાણીમાં તરંગો ઊઠે છે અને શમી જાય છે, તે તરંગોની કોઈ ગણતરી કે ઉપયોગિતા નથી. તેમ ક્યારેક આત્મા વિષે વિચાર જાગી જાય અને સંસારની જાળમાં અટવાતાં શમી જાય તો તે ફળદાયી બની શકતો નથી, પરંતુ જાગેલો વિચાર અંતરના ઊંડાણ સુધી પહોંચી તેમાં જ રમ્યા કરે તો તે અંતર્ભેદ કરવા સમર્થ બને છે. આવા આત્મવિચારનું ઉદ્ભવવું ત્યારે જ સંભવિત છે કે જ્યારે શુદ્ધ જ્ઞાયક૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૯ (પત્રાંક-પર-૨) ૨- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૧૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૨૭૯ સ્વભાવી આત્માનું રહસ્યાત્મક વર્ણન જે પ્રકારે શાસ્ત્રોમાં થયું છે, તેનું મૂર્તિમાન સ્વરૂપ પ્રત્યક્ષ સદ્ગુરુમાં પ્રગટપણે જીવ જુએ છે. સદ્ગુરુની આત્મચેષ્ટાની યથાર્થ ઓળખાણ થતાં તેને તેમના પ્રત્યે પરમ પ્રેમ અને સમર્પણભાવ આવે છે. આવાં પરિણામ થતાં નિર્મળતાની વૃદ્ધિ થાય છે અને પાત્રતાનો વિકાસ થાય છે. નિર્મળ થયેલા અંતઃકરણમાં આત્મસ્વરૂપનો નિર્ણય-નિશ્ચય થાય છે, આત્મતત્ત્વનો યથાર્થ ભાવ ભાસતો જાય છે, સ્વરૂપાનુસંધાનના અભ્યાસમાં દક્ષતા આવતી જાય છે અને કોઈ ધન્ય પળે સહજાત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે. આમ, સગુરુનો આશ્રય અપૂર્વ બહુમાન સાથે કરતાં જીવમાં આત્મસાક્ષાત્કારનું બીજ એવો આત્મવિચાર ઊગે છે અને તે જીવને ત્વરાથી આત્મજોગ થાય છે. પ્રત્યક્ષપણાના આવા અગણિત લાભના કારણે પ્રત્યક્ષ સગુરુના સમાગમમાં પરોક્ષ જિનેશ્વર કરતાં પણ મોટો ઉપકાર સમાય છે. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્નો આશય પ્રત્યક્ષ સગુરુનો વિશેષ ઉપકાર બતાવી જિનેશ્વર ભગવાનને ગૌણ કરવાનો નથી, પરંતુ પ્રત્યક્ષતાની આવશ્યકતા અને મહત્તા બતાવવાનો છે. યથાર્થ મોક્ષમાર્ગની સમજણ નથી એવા કેટલાક જીવો આ ગાથાનો ઊંધો અર્થ કરે છે અને કહે છે કે સર્વજ્ઞ ભગવાનનો ઉપકાર ઓળવીને શ્રીમને સદ્ગુરુ થઈ લોકો દ્વારા પૂજાવું છે, તેથી તેમણે આવું લખ્યું છે. આ તેમનો મિથ્યા આક્ષેપ છે, ઉન્મત્ત પ્રલા૫ છે. શ્રીમદે પોતાનાં પૂજા-સત્કાર અર્થે આવું નથી લખ્યું, પરંતુ દીર્ઘ અને તીવ્ર અન્વેષણ પછી માર્ગનો જે મર્મ પોતે પામ્યા હતા તે જ તેમણે જગત સમક્ષ ખુલ્લો કર્યો છે. વિદ્યમાન પ્રત્યક્ષ સદ્દગુરુનાં સમાગમ અને આશ્રયભક્તિ ઉપર અત્યંત ભાર મૂકી તેમણે વીતરાગમાર્ગનું પરમ રહસ્ય પ્રદર્શિત કર્યું છે. આ પરમ હિતકારી સિદ્ધાંત બાબત કોઈને કિંચિત્માત્ર આશંકા ન રહે તે હેતુએ અત્યંત કરુણા વડે આત્મખુમારીથી પોતાનો અનુભવ દૃષ્ટાંતરૂપે આપતાં શ્રીમદ્ લખે છે કે – ‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે.' શ્રીમદ્ પૂર્વભવમાં શ્રી મહાવીર ભગવાનના શિષ્ય હતા, ત્યારે તેમણે પ્રત્યક્ષ સદ્ગુરુના મહિમાની વાત જાણી હતી તથા પ્રગટ અનુભવી હતી અને આ ભવમાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૫૯ (પત્રાંક-૧૯૪) Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જાતિસ્મરણજ્ઞાનના ઉઘાડથી તેની સ્મૃતિ તાદૃશ્ય થઈ હતી, તેથી જ તેમણે જીવોનાં કલ્યાણાર્થે આ રહસ્ય દર્શાવી પરમ ઉપકાર કર્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, ભૂત ભવિષ્ય મજાર; થયા થશે તે જિનવરા, આત્મ હિત કરનાર. શાસ્ત્ર શ્રવણથી જે થયો, પરોક્ષ જિન ઉપકાર; પ્રત્યક્ષ સદ્ગુરુથી કદી, નહીં વધનાર લગાર. પ્રત્યક્ષ આશ્રય શ્રેષ્ઠ છે, પરમાર્થે હિતકાર; એવો લક્ષ થયા વિના, હુરે ન સત્ ચિત્ સાર. સદગુરુ ભાષિત ધર્મ છે, સત્ય માર્ગ દાતાર; એ પ્રતીત વણ જીવને, ઊગે ન આત્મવિચાર.'૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૧-૪૪) Page #328 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૨ २०६३00 , 1100३५, h०५५५॥ 6५.२ Pratham M२-५३५. Page #329 -------------------------------------------------------------------------- ________________ Page #330 -------------------------------------------------------------------------- ________________ ગાયા ભૂમિકા ગાથા ૧૧માં કહ્યું કે અનાદિની આત્મત્ક્રાંતિને છેદવામાં પૂર્વે થઈ ગયેલા પરોક્ષ જિનેશ્વરોનાં વચનો કરતાં પ્રત્યક્ષ સદ્ગુરુ વધુ ઉપકારી છે. જે જીવ એમ ન માને તેને આત્માનો સમ્યક્ વિચાર ઉદ્ભવી શકે નહીં. આમ, પ્રત્યક્ષ સદ્ગુરુનું માહાત્મ્ય દર્શાવી, તેમનું વિશેષ ઉપકારીપણું કઈ રીતે છે તે બતાવતાં શ્રીમદ્ લખે છે ગાથા - ન ‘સદ્ગુરુના ઉપદેશ સમજાય વણ, જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમજ્યું જિનસ્વરૂપ.' (૧૨) - સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા અર્થ વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. (૧૨) સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે ૧૨ આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. તે સદ્ગુરુ જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. (૧૨)૧ ભાવાર્થ પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ ઉપકાર કેવી રીતે થવા પામે છે તે સમજાવતાં અહીં કહ્યું છે કે શ્રી સદ્ગુરુના ઉપદેશ વિના શ્રી જિનનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. શ્રી સદ્ગુરુની આત્મહિતકારી દેશના દ્વારા શ્રી જિનનું ભક્તિ કરવા યોગ્ય સહજાત્મસ્વરૂપ કેવું છે, શુદ્ધાત્મપરિણતિનો લોકોત્તર માર્ગ કેવો છે તે યથાતથ્ય સમજાય છે. શ્રી સદ્ગુરુ સમજાવે છે કે શ્રી જિન ભગવાનને સ્વભાવની સન્મુખતાથી નિર્મળ દશા પ્રગટી છે. તેમણે પોતાના આત્મસ્વભાવને પરિપૂર્ણ જાણીને, તે સ્વભાવના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૩૪ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન જ આશ્રય વડે રાગનો ક્ષય કર્યો છે. જે સ્વભાવસામર્થ્યના અવલંબન વડે તેમણે પરમ પદ પ્રાપ્ત કર્યું છે, તેવું જ સ્વભાવસામર્થ્ય સર્વ જીવમાં છે. તે સ્વભાવનું શ્રદ્ધાન-જ્ઞાન કરવાથી તથા તેમાં સ્થિરતા કરવાથી પૂર્ણસુખમય દશા પ્રગટે છે. શ્રી જિનનું યથાતથ્ય સ્વરૂપ શ્રી સદ્ગુરુ પરમ ઉપકાર કરી સમજાવે છે. તે સમજાતાં શ્રી જિનનું અલૌકિક માહાત્મ્ય પ્રગટે છે, તેમના પ્રત્યે નિર્મળ ભક્તિભાવ સ્ફુરે છે, તેમાં જ તલ્લીનતા થાય છે અને તેથી મિથ્યાત્વાદિ દોષો નાશ પામી, અનુક્રમે પૂર્ણ શુદ્ધ એવી જિનદશા પ્રાપ્ત થાય છે. આમ, સદ્ગુરુ દ્વારા શુદ્ધાત્મરૂપ એવા જિનનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. અહીં ‘સમજાય' એટલે શ્રી જિનનું સ્વરૂપ યથાતથ્ય જાણવું, તેમની અપૂર્વતા લક્ષમાં આવવી અને તેમના તરફ કલ્યાણકારી ભક્તિ પ્રગટવી. તેમનું સ્વરૂપ યથાર્થ રીતે સમજ્યા વિના, ફક્ત ઓઘસંજ્ઞાથી તેમની ઉપાસના કરવાથી પ્રયોજન સિદ્ધ થતું નથી. જિનનું અંતરંગ સ્વરૂપ સમજ્યા વિના યથાર્થ લાભ થતો નથી. સદ્ગુરુના ઉપદેશ વિના પોતાની મતિકલ્પનાએ જિનનું સ્વરૂપ ધારી લેવાથી નિજકાર્ય સધાતું નથી, માટે જેમણે શ્રી જિનના બોધનો આશ્રય લઈ, તેને પોતાને વિષે પરિણમાવ્યો છે એવા પ્રત્યક્ષ સદ્ગુરુ દ્વારા તે શુદ્ધ સ્વરૂપ યથાર્થપણે સમજવા યોગ્ય છે. શ્રી જિનનું સત્ય સ્વરૂપ સમજાયાથી નિજાત્માની પ્રીતિ-પ્રતીતિ પ્રગટે છે. જેમ જેમ સ્વરૂપસન્મુખતા સધાતી જાય છે, તેમ તેમ પરિણતિ નિર્મળ બનતી જાય છે અને અનુક્રમે સર્વ રાગાદિ વિકારો નાશ પામી આત્મા જિનસ્વરૂપ બને છે. આમ, જિનસ્વરૂપનો લક્ષ કરાવવારૂપ પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ ઉપકાર હૃદયમાં ભાસવાથી શ્રીમદે પ્રત્યક્ષ સદ્ગુરુનું અદ્ભુત માહાત્મ્ય ઠેર ઠેર ગાયું છે. સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરાવનારા રાગ, દ્વેષ, અજ્ઞાન વિશેષાર્થ આદિ અંતરંગ શત્રુઓને જીતીને જે આત્મા પરમ ઐશ્વર્યપદે યુક્ત થઈ, પરમાત્મપદે વિરાજમાન થાય છે તેઓ જિન છે.૧ તેમણે રાગાદિનો નિઃશેષ ક્ષય કરી, તે ક્ષય કરવામાં વિસ્મયજનક આત્મવીર્ય પ્રગટાવી, સહજ, સ્વાધીન, નિરાલંબી, અનંત, અવ્યાબાધ, સદાકાળ ટકે એવું, સર્વોત્તમ, અવર્ણનીય સુખ પ્રગટાવી ત્રિવિધ તાપનો લય કર્યો છે; તેથી તેઓ પરમસુખી છે, પરમસંતોષી છે, અનંત ઐશ્વર્યના ધણી એવા શુદ્ધચૈતન્યસ્વામી છે. એ શુદ્ધ ચિત્તૂપના એકેક પ્રદેશથી નિરંતર નિર્વહતી સુખામૃતની અખંડરસધારાનો તેઓ સમયે સમયે અનુભવ કરે છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘નિયમસાર'ની શ્રી પદ્મપ્રભમલધારિદેવકૃત ટીકા, જીવ અધિકાર, ગાથા ૧ 'अनेकजन्माटवीप्रापणहेतून् समस्तमोहरागद्वेषादीन् जयतीति जिनः ।' Page #332 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૨૮૫ જિનેશ્વર ભગવાનમાં વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમ હિતોપદેશકતા હોય છે. તેઓ જન્મ, જરા, તૃષા, સુધા, વિસ્મય, અરતિ, ખેદ, રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિંતા, સ્વેદ, રાગ, દ્વેષ અને મરણ એ અઢાર દૂષણરહિત વીતરાગ હોય છે. તેઓ કૃતકૃત્ય થયા છે, એટલે કે તેમને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. તેઓ ન તો કોઈને સુખી કરે છે, ન તો કોઈને દુઃખી કરે છે. તેઓ તો પોતાના સ્વરૂપમાં લીન રહે છે. અચિંત્ય સામર્થ્યયોગે મોહનીયાદિ ચાર ઘાતી કર્મોનો સંહાર કરી, પૂર્ણ જ્ઞાન જ્યોતિ પ્રગટાવી તેઓ પરમ જ્ઞાની થયા છે. લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાનથી તેઓ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણે છે. તેઓ એક સમયમાં એકસાથે અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, અનંત કાળ તથા અનંત ભાવોને હસ્તામલકવતું પ્રત્યક્ષ જાણે છે. જગતમાં જેટલા શેય પદાર્થો છે, તે સર્વના અનંતા ગુણો છે અને તે ગુણોની ત્રણે કાળની અનંત પર્યાયો છે; તે બધાંનું અનંત, અવિનશ્વર, અતીન્દ્રિય જ્ઞાન તેમને યુગપ (એકીસાથે) હોય છે. વળી, તેઓ કર્મચીખથી અકળાતાં પામર પ્રાણીઓને પરમ શાંતિ બક્ષવા મેઘધારાવાણીથી શુદ્ધાત્માનો બોધ આપે છે. આત્માનું હિત સાચા સુખની પ્રાપ્તિમાં છે અને સાચું નિરાકુળ સુખ આત્માની મુક્તિમાં છે, માટે તેમના ઉપદેશમાં મુક્તિના માર્ગનું કથન આવે છે. તેથી તેઓ હિતોપદેશી છે. આમ, જિનદેવમાં વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમ હિતોપદેશકપણું હોય છે. ૧ જિન પરમાત્મા જ્ઞાનાનંદથી પૂર્ણ છે, પવિત્ર છે, સર્વ કર્મની ઉપાધિથી મુક્ત છે. તેઓ અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આદિ અતીન્દ્રિય ગુણરત્નોના સમૂહનું નિવાસસ્થાન છે. તેમનું સ્વરૂપ પરમ શુદ્ધ, પવિત્ર, અકષાયી, નીરાગી, નિર્વિકારી અને સહજાનંદી છે. નિત્ય, નિરંજન, જ્ઞાનમય, પરમાનંદસ્વભાવવાળા, શાંત તથા શિવસ્વરૂપ એવા જિન ભગવાનનું શુદ્ધ, સહજ, પરમપદ જેવું જ સ્વરૂપ સર્વ જીવનું છે. મૂળ સ્વરૂપે જિન પરમાત્મા અને જીવમાં ભેદ નથી, પણ વર્તમાનમાં જિન ભગવાનનું આ પરમાત્મપદ વ્યક્ત છે - પ્રગટ છે, જ્યારે અન્ય સંસારી જીવનું તે પદ કર્મોથી આવરિત છે. તે કર્મકલંક ટાળી શકાય છે અને તે ટાળવાથી જીવ પોતાનું પરમાત્મપદ જિન ભગવાનની જેમ પ્રગટ, વ્યક્ત, પ્રકાશિત કરી શકે છે. જિનેશ્વર ભગવાનની અલૌકિક દશા તેમના સ્વભાવમાંથી પ્રગટેલી છે. નિજ જ્ઞાયકદ્રવ્યમાં શ્રદ્ધા અને સ્થિરતા કરી તેમણે કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. તેમના આવા અદ્ભુત સ્વરૂપની સમજણ જીવને શ્રી સદ્ગુરુના ઉપદેશ દ્વારા મળે છે. કરુણાપૂર્વક ૧- જુઓ : આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીકૃત, રત્નકરંડ શ્રાવકાચાર', શ્લોક ૫ 'आप्तेनोत्सन्नदोषेण सर्वज्ञेनागमेशिना । भवितव्यं नियोगेन नान्यथा ह्याप्तता भवेत् ।।' Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન શ્રી સદ્ગુરુ જીવને સમજાવે છે કે જેમણે શુદ્ધ આત્મસ્વરૂપને લક્ષમાં લીધું છે તેઓ કેવળજ્ઞાનને પામી ન્યાલ થઈ ગયા છે અને જેઓ શુદ્ધજ્ઞાયકભાવરૂપ આત્માને લક્ષમાં લેતા નથી, અનુભવતા નથી, તેઓ શુદ્ધ આત્માની સમજણના અભાવે સંસારમાં રખડે છે. જિન ભગવાન સિદ્ધ ભગવાન જેવો જ પૂર્ણ જ્ઞાન અને અખંડ આનંદરૂપ આત્મવૈભવ પ્રત્યેક જીવમાં છે. પ્રત્યેક જીવ કેવળજ્ઞાનની શક્તિવાળો છે. જિનમાં તે કેવળજ્ઞાન વ્યક્તિરૂપે રહેલું છે અને સંસારી જીવોમાં તે શક્તિરૂપે રહેલું છે. વિહરમાન જિન ભગવાનનાં જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ સર્વથા નાશ પામ્યાં હોવાથી અને સિદ્ધદશાને પામેલા જિન ભગવાનનાં સર્વ કર્મો નાશ પામ્યાં હોવાથી તેમનામાં અનંત ગુણ પ્રગટ્યા છે, જ્યારે સંસારમાં રહેલા સર્વ છદ્મસ્થ આત્માઓમાં તે ગુણો મોહનીયાદિ કર્મોના કારણે અપ્રગટરૂપે છે; જો કે તેમનામાં તે ગુણો પ્રગટ કરવાની શક્તિ તો છે જ. તેથી જિનમાં અને જીવમાં વ્યક્તિ-શક્તિ અપેક્ષાએ ભેદ છે, પણ મૂળ સ્વરૂપની અપેક્ષાએ કોઈ ભેદ નથી. જીવનું સ્વરૂપ જિનના સ્વરૂપ કરતાં જરા પણ ઊતરતું નથી, જરા પણ ન્યૂન નથી. પર્યાયમાં રાગ-દ્વેષ અને ન્યૂન જ્ઞાન જોઈને અજ્ઞાની પોતાને હીન માને છે, પરંતુ તેના આત્મામાં પણ તે અનંત ગુણનાં નિધાન પરિપૂર્ણ છે. શ્રીમદ્ લખે છે - ‘જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે.’૧ જિન ભગવાનની વર્તમાન અવસ્થામાં અને જીવની વર્તમાન અવસ્થામાં ભિન્નતા હોવા છતાં આત્માના મૂળ સ્વભાવની અભિન્નતાનું શ્રી સદ્ગુરુ ભાન કરાવે છે અને જીવને અંતર્મુખ થઈને નિજાત્માના વૈભવને જોવા માટે પ્રેરણા આપે છે. આત્માના ત્રિકાળી જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર દૃષ્ટિનું ત્રાટક કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે. સંસારી અવસ્થામાં પણ આત્મામાં જિન થવાની શક્તિ વિદ્યમાન છે અને તેને ઓળખીને સ્વભાવસન્મુખ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૧ (આંક-૭૫૩, ૧) સરખાવો : આચાર્યશ્રી યોગીન્દ્વદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૧૯૭ 'जो जिणु केवल - णाणमउ परमाणंद-सहाउ I सो परमप्पउ परम-परु सो जिय अप्प - सहाउ ।।' Page #334 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૨૮૭ થવાથી કૈવલ્યદશા પ્રગટે છે. તેથી સદ્ગુરુ જીવને ઉપદેશ છે કે “હે જીવ, જિનસ્વરૂપને સમજી નિસર્વજ્ઞપદ વારંવાર વિચાર કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. એ મહત્કાર્ય હવે તું ત્વરાથી કરી લે. હે જીવ, તું અપ્રમત્ત થા. નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા.' સગુરુના ઉપદેશ દ્વારા જિનસ્વરૂપ સમજાતાં જીવનું લક્ષ બદલાઈ જાય છે. તેનાં પરિણામમાં સદ્વિચાર ઘૂંટાવા લાગે છે. જિન કેવા છે? તેમનો આત્મા કેવો છે? તેમના ગુણોનું સામર્થ્ય કેવું છે? તેમની કેવળજ્ઞાન આદિ પર્યાયનું સ્વરૂપ કેવું છે? એવા પ્રકારના તત્ત્વવિચાર ઊગવા લાગે છે. પરની પ્રીતિનો રસ મંદ થઈ જાય છે અને જિનદેવનું બહુમાન થવા લાગે છે. અત્યાર સુધી તેને જિનદેવનો મહિમા લાગ્યો હતો પણ તે ઉપલક હતો, તેમના અંતરંગ સ્વરૂપનો ન હતો, પરંતુ હવે સદગુરુનાં વચનના અવલંબને જિનદેવનું ખરું સ્વરૂપ તેને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશનું શ્રવણ કરીને હવે તે જિનસ્વરૂપનું વારંવાર ચિંતન કરે છે. જેમ જેમ ચિંતનનું ઊંડાણ વધતું જાય છે, તેમ તેમ તેમના શુદ્ધ આંતર સ્વરૂપનો પરિચય થતો જાય છે. જિનના શુદ્ધ ગુણો તેને આશ્ચર્યચકિત કરી દે છે. જિનેશ્વર ભગવાનનાં દ્રવ્ય-ગુણ-પર્યાયની અતિશય નિર્મળતાનાં દર્શન કરીને, તેમની અદ્ભુતતા જોઈને તે અતિ પ્રસન્નતા અનુભવે છે. તેમનું આત્મદ્રવ્ય અત્યંત શુદ્ધ છે. જેવું દ્રવ્ય છે, ગુણો પણ તેવા જ શુદ્ધ છે. ગુણો અને ગુણીની એકતા છે અને તે ગુણોની શક્તિ નિર્મળ પર્યાય દ્વારા વ્યક્ત થતી હોવાથી તેને તેમાં નિજસ્વરૂપનું દર્શન થાય છે. જેમ એક ફાનસનો કાચ સાફ હોવાથી અંદરની જ્યોતિ દેખાય છે અને બીજા ફાનસનો કાચ કાળો પડી ગયો હોવાથી અંદરની જ્યોતિ પહેલા ફાનસ જેવી દેખાતી નથી, પણ છે તો ખરી; તેમ જિનેશ્વરના ગુણો નિર્મળ પર્યાય દ્વારા વ્યક્ત છે, જ્યારે અજ્ઞાની જીવના ગુણો આવરિત હોવાથી પર્યાયમાં વ્યક્ત નથી; તે છતાં સ્વભાવે તો તે શુદ્ધ જ છે. પોતાનું સ્વરૂપ જિનેશ્વર જેવું જ છે એ જાણકારી થતાં તે આલાદ અનુભવે છે. પોતાના સ્વરૂપ પ્રત્યે નજર જતાં તેને સાનંદાશ્ચર્ય થાય છે. મૂળ સ્વરૂપમાં કોઈ પણ ભેદ નથી, કર્મના કારણે ભેદ દેખાય છે. પોતાનું વાસ્તવિક સ્વરૂપ પણ તેવું જ પરિપૂર્ણ છે એવું સમજાતાં જ તેની દૃષ્ટિ પલટાઈ જાય છે. તે પરમાત્મસ્વરૂપ - જિનસ્વરૂપ પોતાની અવસ્થામાં પ્રગટ કરવાની રુચિ તથા ભાવના દઢ થાય છે. પોતામાં જિન બનવાની શક્તિ છે અને સદ્ગુરુએ બતાવેલા માર્ગે ચાલીને પુરુષાર્થથી તેને પ્રગટ કરી શકાય છે એવી અવિચળ શ્રદ્ધા તેને પ્રગટે છે. આમ, જિનસ્વરૂપની ઓળખાણથી જીવને પોતાની પ્રભુતાનું ભાન થાય છે અને તેને પ્રગટાવવાની અભિલાષા જાગે છે. જિનસ્વરૂપના વિચારથી તે નિજસ્વરૂપનો વિચાર Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કરતો થાય છે. જેમને દિવ્ય કેવળજ્ઞાન અને સંપૂર્ણ અતીન્દ્રિય સુખ પ્રગટ્યું એવા જિન ભગવાનદર્પણ સમાન છે. દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે છે, તેમ જિનેશ્વરરૂપ દર્પણમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે. દૃષ્ટિને સ્વ તરફ દોરે તે દર્પણ. જેમ દર્પણમાં ચહેરો જોનારને પોતાના વિષે વિચાર આવવાના શરૂ થઈ જાય છે, તેમ જીવને જિન ભગવાનરૂપ દર્પણમાં પોતાના સ્વરૂપનું દર્શન થાય છે અને સ્વરૂપવિચાર આવવા લાગે છે. જિનસ્વરૂપની ઓળખાણથી પોતાના આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ ઓળખાય છે. જિન ભગવાનને જે કેવળજ્ઞાનાદિ પ્રગટ્યાં છે, તે પ્રગટાવવાનું સામર્થ્ય પોતાના આત્મામાં છે એમ પ્રતીતિ થતાં વિકારી ભાવોથી ભેદજ્ઞાન થાય છે અને આત્માવલંબની બની સ્વસ્વરૂપમાં એકતા સધાય છે.૧ - જિન ભગવાનનો આત્મા સર્વતઃ વિશુદ્ધ છે, અર્થાત્ તેમનો આત્મા દ્રવ્ય-ગુણપર્યાય ત્રણે પ્રકારે શુદ્ધ છે; જ્યારે નિજાત્માનાં દ્રવ્ય-ગુણ તો સદા શુદ્ધ જ છે, પણ પર્યાયની શુદ્ધતા નથી તેમ લક્ષમાં આવતાં પર્યાયને શુદ્ધ કરવાનો પુરુષાર્થ જીવ ઉપાડે છે. જિન ભગવાનનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને લક્ષમાં લેનાર જ્ઞાનમાં એવું સામર્થ્ય હોય છે કે તે જીવ પોતાના આત્મામાંથી વિકારનો અને અપૂર્ણતાનો નિષેધ કરીને પોતાના શુદ્ધ સ્વભાવને સ્વીકારે છે, જેથી પર્યાય શુદ્ધ થવા માંડે છે. આમ, જે પોતાના આત્માને રાગ-દ્વેષરહિત પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવવાળો સ્વીકારે છે, તે જીવ સમ્યગ્દર્શનના આંગણે આવે છે. આ ભૂમિકામાં મનના અવલંબન દ્વારા સ્વભાવ નક્કી કરવામાં આવે છે, તેથી તેને આંગણું કહ્યું છે. મનનું અવલંબન છૂટી સ્વભાવનો અનુભવ થાય તે સાક્ષાત્ સમ્યગ્દર્શન છે. જિનેશ્વરને જે દશા પ્રગટી છે તેવું જ મારું સ્વરૂપ છે અને તેમને જે રાગ, દ્વેષ અને મોહ ટળી ગયા છે તે અત્યારે મારામાં હોવા છતાં મારું સ્વરૂપ નથી’ આટલું સમજતાં જીવ સમ્યગ્દર્શનને પાત્ર થાય છે. પછી તે નિર્ણય તથા નિશ્ચયની ભૂમિકાને વટાવીને, અંતરસ્વભાવમાં વળીને સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે. જેમ મોતીનો હાર ખરીદનાર પહેલાં તો હાર, તેનાં મોતી અને તેની ધવલતા એ ત્રણેનું સ્વરૂપ વિચારે છે, પણ હાર પહેરે ત્યારે તે સંબંધી કોઈ વિચાર તેને રહેતો નથી, માત્ર હાર સંબંધી સંતોષને જ વેદે છે; તેમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા ઇચ્છનાર જીવ પ્રથમ જિન સમાન પોતાના આત્માનાં દ્રવ્ય, ગુણ અને પર્યાયને જાણે ૧- જુઓ : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, શ્રી અભિનંદન ભગવાનનું સ્તવન, કડી ૭, ૮ ‘જિમ જિનવર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત; તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત. સ્વસ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત; રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત.' રમે ભોગવે આતમા, Page #336 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૨૮૯ છે, પણ જ્યાં સુધી એ ત્રણે ઉપર લક્ષ રહે છે, ત્યાં સુધી તે સંબંધી વિકલ્પો રહે છે અને તેથી આત્માનો અનુભવ થતો નથી. દ્રવ્યને અભેદપણે લક્ષમાં લેતાં આત્માનો અનુભવ થતો હોવાથી તે જ્યારે દ્રવ્યને લક્ષમાં લઈને અંતર્મુખ થાય છે ત્યારે અભેદ ચૈતન્યદ્રવ્ય તરફ જ્ઞાન ઢળતાં ગુણભેદ અને પર્યાયભેદનું લક્ષ એકસાથે છૂટી જાય છે. અભેદસ્વભાવ તરફ વળેલા જ્ઞાનમાંથી ભેદનો વિકલ્પ છૂટી જાય છે અને નિર્વિકલ્પ થઈને અભેદ ચૈતન્યનો અનુભવ થતાં શુદ્ધ સમ્યકત્વ પ્રગટ થાય છે. આમ, સદ્દગુરુના ઉપદેશ દ્વારા પ્રથમ જિનેશ્વરના સ્વરૂપનો અને તે દ્વારા પોતાના આત્મસ્વરૂપનો નિર્ણય થતાં જીવ અંતર્મુખી પુરુષાર્થ દ્વારા સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. આ પ્રક્રિયામાં પહેલાં ભેદભક્તિ હોય છે. જિનેશ્વરના સ્વરૂપનો વિચાર કરવો તે ભેદભક્તિ છે. તે દ્વારા પોતાના આત્માને પરિપૂર્ણ નિર્મળ સ્વરૂપે ઓળખીને, તે સ્વરૂપની શ્રદ્ધા તેમજ જ્ઞાન સહિત તેમાં જ લીન થવું તે અભેદભક્તિ છે. અભેદ ભક્તિમાં ચિત્ત જોડાવાથી શરીરાદિ પરમાંથી એકત્વબુદ્ધિ છૂટે છે અને આત્માની અનુભૂતિ થાય છે. આમ, જિન સમાન પોતાના સ્વરૂપની ઓળખાણ સહિત ભક્તિ કરતાં કર્મના આવરણનો ક્ષય થાય છે. જિનસ્વરૂપ ઓળખવાનું આવું મહતુ ફળ છે, પણ તે ઓળખાણ માત્ર પોતાની શક્તિથી થતી નથી, તેને માટે સદ્દગુરુના ઉપદેશની આવશ્યકતા છે. ફક્ત જિનનું બાહ્ય સ્વરૂપ સમજાયાથી કોઈ વિશેષ લાભ થતો નથી. સદ્ગુરુ જિનેશ્વરના અંતરંગ સ્વરૂપની ઓળખાણ કરાવે છે. પવિત્ર વીતરાગદશારૂપ શ્રી જિનનું યથાર્થ સ્વરૂપ મુમુક્ષુ જીવને ગુરુગમથી સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ દ્વારા શ્રી જિનનું સ્વરૂપ સમજી નિજસ્વરૂપ તરફ વળવાથી આત્મલાભ થાય છે. શ્રી જિનનું યથાર્થ સ્વરૂપ સમજાવી, સદ્ગુરુ આત્મનિધાન પામવાનો માર્ગ ખુલ્લો કરે છે અને એ જ તેમનો મહદ્ ઉપકાર છે. આ તથ્યને આ ગાથાના સંદર્ભમાં સમજાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ‘અત્રે સૂત્રમાં સગુરુના ઉપદેશ વણ' - વિના “સમજાય ન જિનરૂપ” - જિનનું રૂપ - સ્વરૂપ ન સમજાય એમ કહ્યું, તેમાં “વિના' શબ્દપ્રયોગથી ભારપૂર્વક સૂચવ્યું છે કે સગુરુઉપદેશ થકી જ જિનનું સ્વરૂપ સમજાય, - સદ્દગુરુગમ થકી જ શુદ્ધ આત્મસ્વરૂપ જિનના સ્વરૂપની ગમ-સમજણ પડે અર્થાત્ અન્વય-વ્યતિરેક બન્ને અત્ર શમાય છે - સદ્દગુરુનો ઉપદેશ હોય તો જ જિનનું સ્વરૂપ સમજાય, સદ્ગુરુનો ઉપદેશ ન હોય તો જિનનું સ્વરૂપ ન સમજાય.' જિનનું સાચું સ્વરૂપ ઓળખ્યા વિના યથાર્થપણે તેમની ઉપાસના કરી શકાતી નથી. જિનસ્વરૂપ સંબંધી ઉપલક માહિતી મેળવી લે, પણ જ્યાં સુધી જિનસ્વરૂપનું સાચું ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.પર Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાન ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણ થઈ શકતું નથી. જેમ કોઈ પુરુષ સંગીતશાસ્ત્ર દ્વારા સ્વર, રાગ અને તાલતાનના ભેદો શીખે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ન ઓળખે તો તેને સંગીતશાસ્ત્રમાં પ્રવીણતા ન આવે; તેમ કોઈ જીવ જિનનાં નામ, લાંછન, વ્યાખ્યા આદિ શીખી લે, પરંતુ તેમના સ્વરૂપને ઓળખે નહીં તો તેને સમ્યકત્વ થતું નથી. તેમનું સાચું સ્વરૂપ નહીં સમજાવાના કારણે ઉપાસનામાં અનેક વિકૃતિઓ આવવાનો સંભવ રહે છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે – “અરહંતાદિના નામ-પૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ તથા ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માની, રોગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે વા પૂજનાદિ કરે છે. પણ ઇષ્ટ-અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા નથી, અરહંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વપાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે ત્યાં અનિષ્ટનાશ અને ઇષ્ટપ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિની ભક્તિ કહીએ છીએ; પણ જે જીવ પહેલાંથી જ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો, કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વ પાપનું સંક્રમણાદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિ.' કેટલાક લૌકિક સુખની આકાંક્ષાથી જિનની ઉપાસના કરે છે. તેઓ તો પોતાની કલ્પના અનુસાર શ્રી જિન ભગવાનમાં પણ ભેદભાવ કરી દે છે. તેમના મત પ્રમાણે શ્રી પાર્શ્વનાથ ભગવાન રક્ષા કરે છે, શ્રી શાંતિનાથ ભગવાન શાંતિ આપે છે, શ્રી શીતળનાથ ભગવાન શીતળાને મટાડવાવાળા છે અને શ્રી સિદ્ધ ભગવાન કુષ્ઠરોગ દૂર કરે છે. આવું માનીને અમુક દિવસે, અમુક સમયે, અમુક ભગવાનની પૂજા કરે છે, પરંતુ સર્વ ભગવાન એકસરખી શક્તિ અને અનંત વીર્યના સ્વામી છે અને તેઓ તેમની વીતરાગતાસર્વજ્ઞતાના કારણે પૂજ્ય છે એવું તેમને ભાન પણ હોતું નથી. તેથી લૌકિક આશયથી કરેલી શ્રી જિન ભગવાનની બાહ્ય ઓળખાણ આત્મકલ્યાણમાં ઉપકારી થતી નથી. આમ, જિનેશ્વરની બાહ્ય ઓળખાણથી આત્મલાભ થતો નથી, પરંતુ ગુણ-લક્ષણો દ્વારા થયેલી તેમની ઓળખાણથી આત્મહિત સાધી શકાય છે. સગુરુના ઉપદેશ દ્વારા જિનેશ્વરના અદ્ભુત ગુણોને ઓળખી, તેમની ઉપાસના કરવાથી અલૌકિક ફળની પ્રાપ્તિ થાય છે. ઊંડાણ અને ભાવપૂર્વકના ચિંતનથી જિનેશ્વરના ગુણોનું યથાર્થ માહાસ્ય સમજાય છે, તેમના પ્રતિ ખરો અહોભાવ જાગે છે અને તેમની ભક્તિમાં સુલભતાથી લીનતા આવે છે. જેનું ચિંતન કરવામાં આવે તેનું પોતાનામાં આવિર્ભાવપણું થતું ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર છે, પૃ.૨૧૭ Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૨૯૧ જાય - તે ન્યાયથી જિનેશ્વરના ગુણોના ચિંતનથી તે તે ગુણો મુમુક્ષુ જીવમાં અંશે અંશે પ્રગટતા જાય છે, વર્ધમાન થતા જાય છે. આમ, તે સદ્ગુરુના ઉપદેશ દ્વારા જિનનું યથાર્થ સ્વરૂપ સમજે છે અને સાચી ઉપાસના દ્વારા સ્વરૂપદશાને પામે છે. શ્રીમદ્ લખે છે – સદ્દગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય." સદ્ગુરુના ઉપદેશ દ્વારા જીવ જિનસ્વરૂપને જાણે છે અને જિનસ્વરૂપને જાણતાં તે પોતાનું સ્વરૂપ જાણે છે, કારણ કે શુદ્ધાત્મપણું તે જિનનું ખરું સ્વરૂપ છે અને તે શુદ્ધાત્મપદ તો સત્તાએ સર્વ જીવનું છે. સદ્દગુરુના બોધ દ્વારા હું જિનસ્વરૂપ છું' એમ દઢ નિર્ણય થાય છે. તેને નિઃશંકતા આવે છે કે “જેમ જિન ભગવાન પુરુષાર્થ વડે વિભાવનો ક્ષય કરી મોક્ષને પામ્યા છે, તેમ હું પણ પુરુષાર્થ કરીને તે દશા પામી શકીશ.’ ‘હું ત્રિકાળી, મુક્તસ્વભાવી છું' એવું તેને લક્ષ રહે છે. પોતાના જ્ઞાયકસ્વરૂપની સ્મૃતિ રહે છે. ‘આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે' એવું જ્યારે દઢતાપૂર્વક માને છે અને ત્યારે તે જીવ સમ્યકત્વસમ્મુખ થાય છે. તેનું સમગ્ર પરિણમન બદલાઈ જાય છે. તેને અંતરમાં એવી લગની લાગે છે કે હું ચિદાનંદ પરમાત્મા છું.” અંતરમાં એવા દઢ સંસ્કાર પડે છે કે જે કદી ફરે નહીં અને તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય જ છે. આમ, સ્વભાવનાં શ્રદ્ધા-જ્ઞાન કરવાથી તેને સમ્યગ્દર્શન પ્રગટે છે અને તે સ્વભાવમાં સ્થિરતા કરતાં તેને કેવળજ્ઞાનમય તથા પૂર્ણસુખમય દશા પ્રગટે છે. તેને આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ સંસારના સમસ્ત તાપ, ચિંતા, ફિકર, પીડા આદિ ઉતાપ મટી જાય છે અને સાદિ-અનંત કાળ માટે પરમ શાંતિ અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. જિનભાવનાથી ભાવિત એવો જિનભક્ત સિદ્ધના ઉત્તમ સુખને પામે છે. તે સિદ્ધસુખ કલ્યાણરૂપ છે, નિરુપદ્રવ છે, અજરામર લિંગવાળું છે, અનુપમ છે; તેને સાંસારિક સુખની ઉપમા આપી શકાય નહીં; તે સર્વોત્તમ છે, પરમોત્કૃષ્ટ છે, મહાર્ણ - મહાન અર્થ છે, પૂજ્ય છે, પ્રશંસા યોગ્ય છે; કર્મમળ તથા રાગાદિ મળથી રહિત વિમલ અને અતુલ છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૩૪ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘ભાવપાહુડ', ગાથા ૧૬૨ 'सिवमजरामरलिंगमणोवममत्तमपरमविमलमतुलं । पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ।।' Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘સદ્દગુરુના ઉપદેશ વણ, હું તે કોણ ને કેમ; ક્યારે ઉત્પત્તિ માહરી, સમજાય ન કંઈ જેમ. તેમજ સદ્ગુરુ વાણી વિણ, સમજાય ન જિનરૂપ; પ્રત્યક્ષ સદ્ગુરુ અનુભવી, તે ટાળે ભવકૂપ. કૃત્યાકૃત્ય યથાર્થ જે, આત્મ હિતાહિત અર્થ; સમજ્યા વણ ઉપકાર શો? જન્મ સમજ વિણ વ્યર્થ. માટે આ કળિકાળમાં, સદ્ગુરુ વાણી અનુપ; શુદ્ધ દશા એ નિજ દશા, સમયે જિનસ્વરૂપ.'' ૧ ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૫-૧૬ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૫-૪૮) Page #340 -------------------------------------------------------------------------- ________________ गाथा - १3 आत्माही आरत्ani, लेए नि३५॥२३ प्रत्यक्ष बेद्‌नु ३ योगनात, त्यां कार्य शु५८२. Page #341 -------------------------------------------------------------------------- ________________ Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૩ અથી ગાથા ૧૨માં કહ્યું કે શ્રીગુરુના ઉપદેશ વિના શ્રી જિનેશ્વરદેવનું અંતરંગ ભૂમિકા સ્વરૂપ સમજાતું નથી અને સ્વરૂપ સમજાયા વિના તાત્ત્વિક લાભ થતો નથી. જીવ જો સગુરુના બોધથી શ્રી જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિન જેવી દશાને પામે. આમ, આત્મસ્વરૂપ પામવા માટે પ્રત્યક્ષ સદ્ગુરુ એ સર્વોત્તમ સાધન છે એમ ગાથા ૧૧ તથા ૧૨માં શ્રીમદે સ્પષ્ટપણે બતાવ્યું. હવે આ ગાથામાં તથારૂપ લક્ષણયુક્ત, અનન્ય ઉપકારી એવા પ્રત્યક્ષ સગુરુનો યોગ ન હોય ત્યારે સુપાત્ર જીવે શું કરવું જોઈએ, તેનું માર્ગદર્શન આપતાં શ્રીમદ્ કહે છે – “આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; ગાથા પ્રત્યક્ષ સદ્દગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.” (૧૩) - જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. (૧૩) મુમુક્ષુ યોગ્ય લક્ષણ ધરાવનારા સુપાત્ર જીવે પોતાની સાધના માટે જોઈતું ભાવાર્થ માર્ગદર્શન પ્રત્યક્ષ સત્પરુષ પાસેથી, અર્થાત્ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર પામી ચૂકેલા મહાત્મા પાસેથી લેવું જોઈએ; પરંતુ એવા આત્મનિષ્ઠ પુરુષનો યોગ સુલભ નથી હોતો. તેથી પરમ અવલંબનરૂપ એવા સાચા સદ્ગુરુનો યોગ પ્રાપ્ત ન થયો હોય ત્યારે મુમુક્ષુ જીવે શું કરવું જોઈએ? એ માટે અત્રે કહ્યું છે કે જો પ્રત્યક્ષ સદ્દગુરુનો યોગ ન હોય તો પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીનાં સમર્થ વચનરૂપ શાસ્ત્રનો આશ્રય મુમુક્ષુ જીવને અવલંબનરૂપ છે, અર્થાત્ પ્રત્યક્ષ સદ્દગુરુનો સંયોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુમુક્ષુ માટે પોતાને જરૂરી પ્રેરણા અને પથદર્શન પ્રાપ્ત કરવા તત્ત્વજ્ઞ અનુભવીઓનાં વચનરૂપ શાસ્ત્રોનો આધાર કર્તવ્યરૂપ છે. ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ અને પદાર્થનો યથાર્થ નિર્ણય થાય એવા “આત્માદિ અસ્તિત્વ'નાં નિરૂપક શાસ્ત્રોનું શ્રવણ-વાંચન-પરિશીલન મુમુક્ષુ જીવને પરમાર્થમાર્ગમાં સ્થિર રહેવામાં સહાયભૂત નીવડે છે. “આત્માદિ', અર્થાત્ આત્મા કહેતાં ચેતન અને Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી - વિવેચન આદિ કહેતાં જડ એમ જીવ અને અજીવ એવાં મૂળભૂત તત્ત્વોનું નિરૂપણ જેમાં હોય તે સતુશાસ્ત્ર ગણાય છે. આત્માનો સ્વભાવ કેવો છે? તેનો કર્મ સાથેનો અનાદિનો સંબંધ કેવો છે? તે સંબંધ કઈ રીતે દૂર થાય? નવાં કર્મો આવતાં કઈ રીતે રોકાય? લાગેલાં કર્મોનો ભોગવટો કઈ રીતે થાય? કર્મબંધ અને કષાયનો સંબંધ કેવા પ્રકારનો છે? મનોવિકારો એમાં કેવો ભાગ ભજવે છે? વગેરે પ્રશ્નોનું સમાધાન કરનાર, તેમજ કર્મ ભોગવવાનાં સ્થાનકો, આત્માનું અમરત્વ, આત્માની અપ્રગટ શક્તિ, તે શક્તિને વ્યક્ત કરવામાં સહાયભૂત સાધનો, અર્થાત્ આત્માનો મોક્ષ થવાનાં સાધનો વગેરે દર્શાવતાં શાસ્ત્રો તે સતુશાસ્ત્રો છે. આત્માને મુખ્ય કરતાં એવાં અધ્યાત્મશાસ્ત્રો સુપાત્ર જીવને સદ્ગુરુનો વિયોગ હોય ત્યારે આધારરૂપ છે. આવાં શાસ્ત્રોનાં વાંચન-પરિશીલન દ્વારા જીવનને ઊર્ધ્વગામી બનાવવાનું માર્ગદર્શન મળે છે અને દેહાત્મબુદ્ધિની ભ્રાંતિમાંથી મુક્ત થઈ સ્વરૂપને પ્રાપ્ત કરવાની તેમાંથી પ્રેરણા મળતી હોવાથી પરમાર્થમાર્ગે ટકવામાં જીવને તે સહાયભૂત નીવડે છે. પ્રત્યક્ષ સગુરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને શાસ્ત્ર અવશ્ય આધારરૂપ છે, પરંતુ તે શાસ્ત્ર જીવને સદ્ગુરુ જેટલાં ભાંતિનાં છેદક થતાં નથી. પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન સર્વોત્કૃષ્ટ જ છે, તેની તોલે આવે એવું અન્ય કોઈ સાધન નથી એમ સુપાત્ર જીવ અવશ્ય જાણે છે. સ્વરૂપપ્રાપ્તિની ભૂમિકાએ પહોંચતાં પહેલાં જીવે સ્વરૂપનો નિર્ણય કરી, સ્વરૂપજાગૃતિ કેળવવાની આવશ્યકતા રહે છે. આ પારમાર્થિક સ્વરૂપનિર્ણય માત્ર બુદ્ધિબળ કે તર્કબળની જ અપેક્ષા નથી રાખતો, પરંતુ વૈરાગ્ય, ઉપશમ આદિ ગુણોથી યુક્ત સુપાત્રતાની પણ અપેક્ષા રાખે છે. સુપાત્ર જીવને આત્માર્થનો લક્ષ બંધાયો હોવાથી સંસાર પ્રત્યેની તેની ભાવના મોળી પડતી જાય છે. તે સત્પરુષના ચરણને ઇચ્છનાર, સૂક્ષ્મ બોધનો સદૈવ અભિલાષી, ગુણ ઉપર પ્રશસ્ત ભાવ રાખનાર, બ્રહ્મચર્યની ચાહનાવાળો, પોતાના દોષને અપક્ષપાતપણે જોઈ દોષને ટાળવાનો દૃષ્ટિકોણ રાખનાર, ઉપયોગના સતત લક્ષવાળો, એકાંતપ્રિય, તીર્થાદિ પ્રવાસનો ઉત્સાહી, આહારવિહાર-નિહારનો નિયમી અને પોતાની મહત્તા ગોપવનાર હોય છે. આવી સુપાત્રદશાયુક્ત જીવ આત્મસ્વરૂપનું જ્ઞાન સંપાદન કરવા માટે પોતાના બધા પ્રયાસોને જોડે છે. આત્મજ્ઞાન અને આત્મશાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય? એની જ વિચારણા અને મંથન ઘોળાતાં હોય છે અને તે અર્થે તે સદ્ગુરુનું માર્ગદર્શન ઝંખતો હોય છે, કારણ કે આત્મસ્વરૂપ પામવા માટે પ્રત્યક્ષ સદ્ગુરુ એ જ ઉત્તમોત્તમ સાધન છે એમ તે અંતરથી સ્વીકારતો હોય છે. જો કે તથારૂપ પ્રત્યક્ષ સગુરુનો યોગ આ દુષમ કળિકાળમાં પ્રાપ્ત થવો ઘણો જ દુર્લભ છે. શ્રીમદ્ લખે છે વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરુણાશીળા વિશેષાર્થ) Page #344 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ ૨૯૭ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. મહભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી..... એવા મહાત્માપુરુષનો યોગ બહુ બહુ દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે; તો આવા દુઃખમુખ્ય કાળમાં તેમ હોય એમાં કંઈ કહેવું રહેતું નથી.” આ ચોર્યાસી લાખ યોનિરૂપ ચતુર્ગતિપરિભામણમાં પ્રથમ તો મનુષ્યભવની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેમાં વળી આત્મજ્ઞાનની જિજ્ઞાસા અને રુચિ ઉત્પન્ન થવી કઠણ છે. રુચિ ઉત્પન્ન થાય તો પણ તેને ટકાવવા અર્થે આત્મસ્વરૂપના પ્રતિપાદક સતુશાસ્ત્રોની પ્રાપ્તિ દુર્લભ છે. મહતું પુણ્યોદયે તે મળી જાય તો તેનું રહસ્ય સમજાવનારા આત્મજ્ઞાની સદ્ગુરુનો ભેટો થવો મહાદુર્લભ છે. દુર્બર તપશ્ચર્યા કરનાર તપસ્વીઓ મળે, શાસ્ત્રપારંગત પંડિતો મળી આવે, પરંતુ સ્વાનુભૂતિમંડિત પ્રત્યક્ષ સગુરુનો યોગ થવો અત્યંત અત્યંત દુર્લભ છે. પ્રત્યક્ષ સગુરુનો આવો મહાદુર્લભ યોગ ન થયો હોય તો સુપાત્ર જીવે આત્માદિ અસ્તિત્વની વાત જેમાં હોય તેવાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ એમ પ્રસ્તુત ગાથામાં ભલામણ કરી છે. શ્રીમદ્ અન્યત્ર પણ લખે છે – પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટા પુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયોગમાં સલ્ફાસ્ત્રનો યથામતિ પરિચય રાખી સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે.”૨ શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સન્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે.”૩ શાસ્તા પુરુષનાં એટલે કે પ્રબુદ્ધ પુરુષનાં વચનોના સંગ્રહને શાસ્ત્ર કહેવામાં આવે છે. નિષ્પક્ષ ભાવથી, પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણને બાધા કર્યા વગર, જગતના જીવોનાં કલ્યાણના એકમાત્ર આશયથી જે સબોધનું અવતરણ થયું હોય તેવા ઉપકારી વચનસંગ્રહને સતુશાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્ર શબ્દમાં ‘શાસ્’ અને ‘સૈ' એવા બે શબ્દ છે. “શાસ્' ધાતુ અનુશાસનના અર્થમાં વપરાય છે અને 2' ધાતુ પાલનના અથવા રક્ષણના અર્થમાં વપરાય છે. એવો નિર્ણય પંડિતોએ કરેલો છે. શાસ્ત્ર આજ્ઞા કરીને પ્રાણીઓનું પાલન તથા રક્ષણ કરે છે. રાગ-દ્વેષથી જેમનાં મન ઉદ્ધત થયેલાં છે એવાં પ્રાણીઓને અનુશાસન દ્વારા સદ્ધર્મમાં લાવી, દુઃખથી તેમને બચાવે-છોડાવે છે, ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૭-૫૭૮ (પત્રાંક-૭૫૫) ૨- એજન, પૃ.૬૧૦ (પત્રાંક-૭૯૫). ૩- એજન, પૃ.૬૧૪ (પત્રાંક-૮૧૨) Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માટે તેને ‘શાસ્ત્ર' કહેવામાં આવે છે.' સત્શાસ્ત્ર એ ભવ-અરણ્યમાં ભૂલા પડેલા જીવપથિકને ઉત્તમ માર્ગદર્શક છે, ભોમિયો છે. મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુને દિશાદર્શન કરાવનારો પરમ સહાયક સોબતી છે. સત્શાસ્ત્રના અવલંબને આત્માના શુદ્ધ સ્વરૂપમાં રુચિ ટકી રહે છે, દિન-પ્રતિદિન વધે છે અને આરાધનામાં યથાશક્તિ પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા પણ મળે છે. સતુશાસ્ત્રના અભ્યાસમાં નિષ્ઠાવંત રહેતાં વિકારો શમવા લાગે છે, અનાદિનો મેલ ધોવાતો જાય છે અને ચિત્ત નિર્મળ થતું જાય છે. તેથી સદ્ગુરુના યોગના અભાવમાં મોક્ષના અભિલાષી જીવોએ સતુશાસ્ત્ર ભણવાનો અને તેમાં દર્શાવેલ આજ્ઞા પ્રમાણે ચાલવાનો પ્રયત્ન અવશ્ય કરવા યોગ્ય છે. અહીં ‘સતુશાસ્ત્ર' એમ જે કહ્યું છે તે અસતુશાસ્ત્રનો વ્યવચ્છેદ કરવા માટે છે, કારણ કે સત્શાસ્ત્ર જ જીવને ઉપકારી થાય છે; જ્યારે અસતુશાસ્ત્ર તો ઉપકારી નહીં પણ મહા અપકારી થાય છે. રાગ-દ્વેષની વૃદ્ધિ કરનારા એવા અસતુશાસ્ત્રનું આત્માર્થી જીવને કોઈ પ્રયોજન હોતું નથી. તે તો અનાદિના ભવરોગનો નાશ જેનાથી થાય એવા સતુશાસ્ત્રોને જ ઇચ્છે છે. પરમ શાંત રસ જેનું મૂળ છે એવા સત્શાસ્ત્રની શક્તિ તો અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂચ્છિતને જીવાડે છે, તેમ અમૃત સમા સતુશાસ્ત્ર જીવને સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે અને ક્ષણ ક્ષણના ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવતુ મોક્ષફળ પ્રાપ્ત કરાવે છે. માટે ભવરોગનું નિવારણ ઇચ્છનારે પરમશાંતરસમૂળ સત્શાસ્ત્રનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે – જે શાસ્ત્ર મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ શાસ્ત્ર વાંચવા-સાંભળવા યોગ્ય છે, કારણ કે સંસારમાં જીવ નાના પ્રકારનાં દુઃખોથી પીડિત છે. જે શાસ્ત્રરૂપી દીપક વડે તે મોક્ષમાર્ગને પામે તો તે મોક્ષમાર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ-દ્વેષ-મોહ ભાવોનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવાસાંભળવા યોગ્ય છે, પણ જે શાસ્ત્રોમાં શૃંગાર-ભોગ-કુતૂહલાદિ પોષી રાગભાવનું તથા હિંસા યુદ્ધાદિક પોષી દ્વેષભાવનું વા અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ', શ્લોક ૧૮૬,૧૮૭ 'शास्विति वाग्विधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्ट्यर्थः । त्रेङिति च पालनार्थे विनिश्चितः सर्वशब्दविदाम् ।। यस्माद्रागद्वेषोद्धतचित्तान समनशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते तस्मात् ।।' Page #346 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ ૨૯૯ પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ કે રાગ-દ્વેષ-મોહ ભાવ વડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શિખવાડે પણ હતી જ અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલું થવાની તેમણે શું શિક્ષા આપી? માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો. એટલા માટે એવાં શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય નથી.”૧ શાસ્ત્રો ઘણાં છે. કોઈ એક વિષયના જ શાસ્ત્રોનું અધ્યયન જીવનભર કરતા રહેવામાં આવે તોપણ પાર ન આવે એટલાં શાસ્ત્રો છે. માટે ધ્યેય વિષે નિશ્ચિત દષ્ટિ કેળવી, બુદ્ધિ અને સમયની મર્યાદાઓને ખ્યાલમાં રાખી, શાસ્ત્રોની વિવેકપૂર્વક પસંદગી કરવામાં આવે તો વિશેષ લાભ થાય. નિત નિત, નવું નવું વાંચવા કરતાં થોડાં શાસ્ત્રોનું વારંવાર અધ્યયન વિશેષ ઊંડાણમાં લઈ જતું હોવાથી તે વિશેષ લાભદાયી થાય છે. વિવેક અને પસંદગી વિના જિંદગીભર શાસ્ત્રો ભણવાથી આત્મોન્નતિની દૃષ્ટિએ યથાર્થ લાભ થતો નથી. પરંતુ જો ચિત્તને ઇન્દ્રિયોના વિષયો અને ઔદયિક ભાવોમાંથી પાછું વાળી લઈ, સંકલ્પ-વિકલ્પોથી મુક્ત કરી, આત્મામાં લીન કરવાનું ધ્યેય દૃષ્ટિ સમક્ષ હોય તો સાધનામાર્ગમાં શાસ્ત્રનું સ્થાન પણ સમજાય છે અને કેવા પ્રકારનું શ્રુત વાંચવું આવશ્યક છે તે પણ સમજાય છે, માટે જે શાસ્ત્રો દ્વારા ચેતન-જડની સમજણ મળે તથા વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય, આરાધનામાં મદદરૂપ થાય તેવાં શાસ્ત્રોને સત્પાત્ર જીવ ગ્રહણ કરે છે. ૩ આત્મજ્ઞાની સદ્ગુરુનો યોગ ન હોય તેવા સંજોગોમાં સુપાત્ર જીવ જાગૃતિપૂર્વક શાસ્ત્રોને પારખીને ગ્રહણ કરે છે. વાસનાઓ, વિકારો, ક્ષુદ્ર તૃષ્ણાઓને પોષણ અને ઉત્તેજન આપનારાં તથા સ્વમત-પંથ-સંપ્રદાય સિવાયના અન્ય મત-પંથો પ્રત્યે દ્વેષ, વૃણા કે તિરસ્કારની લાગણી બહેકાવનારાં એવાં કહેવાતાં શાસ્ત્રોને તે ગ્રહણ નથી કરતો. ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૧, પૃ.૧૪-૧૫ ૨- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૧, શ્લોક ૧૨૭ 'अल्पायुषामल्पधियामिदानीं कुतःसमस्तश्रुतपाठशक्तिः । तदत्र मुक्ति प्रति बीजमात्रमभ्यस्यतामात्महितं प्रयत्नात् ।।' ૩- જુઓ : (૧) શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૯ (પત્રાંક-૧૨૧) “પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો.' (૨) એજન, પૃ.૬૧૮ (પત્રાંક-૮૨૫) ‘શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સદ્ભૂતનો પરિચય છે.” Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તેને જ્યોતિષ, નાટ્ય, સામુદ્રિક, વૈદ્યક આદિ ભૌતિક શાસ્ત્રોમાં રસ નથી હોતો. જેમાં સંસારની અસારતા અને અશરણતાનું વર્ણન હોય, ચતુર્ગતિનાં દુઃખોનું વર્ણન હોય, કર્મની અનેક વિચિત્રતાઓનું નિરૂપણ હોય, ભૂતકાળમાં થઈ ગયેલા અનેક મહાપુરુષોના પવિત્ર અને પ્રેરણાદાયી જીવનપ્રસંગોનું આલેખન કર્યું હોય, જીવમાત્ર પ્રત્યે પ્રેમ અને આત્મીયતાભર્યો વ્યવહાર કરવાની પ્રેરણા આપી હોય, ભૌતિક તૃષ્ણા કે વાસનાની પુષ્ટિ ન કરી હોય પરંતુ તૃષ્ણા અને વાસના-વિકારોથી ઉપર ઊઠવાનું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હોય, મતમતાંતરનો આગ્રહ છોડાવનાર અને વાદવિવાદમાંથી મુક્ત કરાવે એવો બોધ હોય, સંસારી જીવોને દીર્ઘ કાળથી કોઠે પડી ગયેલા એવા સ્વચ્છેદ અને પ્રમાદનો નિષેધ કરી આત્મજાગૃતિની પ્રેરણા આપી હોય, જીવમાં રહેલાં અનેકવિધ દોષોનું નિરૂપણ કરી તે દોષોનું સ્પષ્ટપણે દર્શન કરાવ્યું હોય, શાંત રસમાં રુચિ ઉત્પન્ન કરાવી ચિત્તની ચંચળતામાં કારણભૂત એવા આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવા માટેની આજ્ઞા આપી હોય, વીતરાગતાનું માહાભ્ય વર્ણવ્યું હોય, વસ્તુસ્વરૂપને યથાર્થપણે દર્શાવી સંશયાદિ અનેક દોષોને ટાળી જ્ઞાનને નિર્મળ કરનારાં અને મોક્ષમાર્ગમાં જીવને સ્થિરતા ઊપજે તેવાં સાધનોનો સ્પષ્ટ નિર્દેશ કર્યો હોય, જીવાદિ તત્ત્વોનું યથાર્થ નિરૂપણ કર્યું હોય એવાં શાસ્ત્રોની પસંદગી સુપાત્ર જીવ પોતાની ઉન્નતિ અર્થે કરે છે. સતુશાસ્ત્ર દ્વારા જીવને આત્મસ્વરૂપની સમજણ મળે છે. જીવે આજ સુધી આત્મસ્વરૂપનું જ્ઞાન નથી કર્યું, તેથી તે પોતાના આત્મવૈભવથી અજાણ રહ્યો છે. અનાદિથી પોતાની વસ્તુને ઓળખી નથી, તેને જાણવાની હોંશ લાવ્યો નથી, તેની પ્રસિદ્ધિ કરી નથી અને તેથી તે અનંત દુઃખનું ભાન બન્યો છે. સતુશાસ્ત્ર આત્મસ્વરૂપનો બોધ આપે છે કે આત્મા સત્ છે, ત્રિકાળી છે, પરિપૂર્ણ છે. તેનું સ્વરૂપ ઊણું, અધૂરું કે હીણું નથી. તેથી તેનામાં બહારથી પૂર્તિ કરવા જેવું રહેતું નથી. પરિપૂર્ણ સ્વભાવને કોઈની મદદ, પ્રેરણા કે આધારની જરૂર નથી. તે નિત્ય છે, ધ્રુવ છે, સ્વાધીન છે, શુદ્ધ છે. જળપાત્રમાં તેલનું બિંદુ ઉપર તર્યા કરે છે, તેવી રીતે વર્તમાનમાં અખંડ આત્મદ્રવ્ય ઉપર રાગ-દ્વેષની મલિનતા તરે છે, પણ તે ગૌણ કરવા યોગ્ય છે. જેમ તળાવ ઉપર પથરાઈ ગયેલી લીલને બાજુ ઉપર ખસેડવાથી અંદરના સ્વચ્છ જળથી તૃષા છિપાવી શકાય છે, તેમ દ્રવ્યદૃષ્ટિ કરવાથી વિભાવભાવની નીચે જે ત્રિકાળ સહજાનંદી, સ્વરૂપાનંદી, પરમાનંદી, પૂર્ણાનંદી, જ્ઞાનાનંદી, અખંડાનંદી, સચ્ચિદાનંદી, નિત્યાનંદી, ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકત, ‘અધ્યાત્મકલ્પદ્રમ', અધિકાર ૮, શ્લોક ૪ 'मोदन्ते बहतर्कतर्कणचणाः केचिज्जयाद्वादिनां, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिम्भरीनेव तान् ।।' Page #348 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ ૩૦૧ નિર્મળાનંદી, સત્યાનંદી આત્મસ્વભાવનો પરિચય થાય છે અને તેને ઓળખવાથી અનાદિ કાળની અંધાપારૂપ જૂઠી દૃષ્ટિ ટાળી શકાય છે. આ રીતે પણ આત્માદિનું અસ્તિત્વ નિરૂપનારાં શાસ્ત્રનાં અવલંબને જીવ પોતાના સ્વરૂપની સાચી સમજણ કરી આત્મકલ્યાણ સાધી શકે છે. સુપાત્ર જીવ જે શાસ્ત્રો દ્વારા આત્મહિતનું પ્રયોજન સધાતું હોય તે શાસ્ત્રો ભૂમિકાનુસાર અપનાવે છે. તે સર્વ પ્રથમ તો ઉપદેશબોધને આત્મામાં પરિણમાવે છે, પછી સિદ્ધાંતબોધનો અભ્યાસ કરે છે, કારણ કે સિદ્ધાંતબોધની યોગ્યતા પામવા અર્થે ઉપદેશબોધનો અભ્યાસ અનિવાર્ય છે. ઉપદેશબોધનું બળ વધવાથી જીવના ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે અને સરળતાથી સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. પોતાના અંતરમાં વૈરાગ્ય-ઉપશમને દઢ કરી, આત્મસ્વરૂપનો નિર્ણય કરતાં જીવને સમજાય છે કે વિશ્વની કોઈ પણ વસ્તુ, જગતનો કોઈ પણ પદાર્થ મારે માટે હિતકારી નથી, મારા હિતરૂપ તો મારું આત્મતત્ત્વ છે. હું જ્ઞાનમાત્ર છું, કેવળ જ્ઞાનસ્વરૂપ છું, માત્ર જ્ઞાનજ્યોતિસ્વરૂપ છું. હું મારામાં પૂર્ણ છું. કલ્પનાઓ વડે થતી રચનાથી દુ:ખ ઊભું થાય છે, અન્યથા મારામાં દુઃખ નથી. સ્વરૂપથી તો હું પૂર્ણ આનંદસ્વરૂપ જ છું.’ આમ, પોતાના સ્વરૂપનું ભાન થતાં અવિદ્યાના સંસ્કારોની પકડ જીવ ઉપરથી ઢીલી પડતી જાય છે અને પરસમ્મુખતા ટળી સ્વરૂપસન્મુખતા થતી જાય છે. આમ, સતુશાસ્ત્ર જીવના વિકાસમાં ખૂબ ઉપકારક નીવડે છે. જે જે તત્ત્વ બુદ્ધિગમ્ય છે, તર્ક વડે સમજી શકાય છે, અનુમાન વડે પ્રમાણિત થઈ શકે છે અને અભ્યાસ વડે સિદ્ધ થઈ શકે છે; તે તે તત્ત્વો બતાવીને તો શાસ્ત્રો ઉપકાર કરે જ છે; તેમજ દૂરકાળવત, દૂરક્ષેત્રવર્તી પદાર્થો, સ્વર્ગ, નરક અને અતિ સૂક્ષ્મ એવા એકેન્દ્રિય જીવો વગેરેનું દિગ્દર્શન કરાવી ત્રીજું નેત્ર પણ પૂરું પાડે છે. પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓનાં રચેલાં શાસ્ત્રોના પ્રભાવથી સુપાત્ર જીવ પોતાના સાચા સ્વરૂપનું, મોક્ષમાર્ગનું, અદષ્ટ અને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને સાધનામાર્ગે પ્રગતિ કરી શકે છે. શાસ્ત્રોમાં જ્ઞાનીઓનાં ચિંતન, અનુભવ, પરીક્ષણ અને નિચોડનાં તત્ત્વ નિરૂપાયેલાં હોય છે. પુરુષો જ્ઞાનદશાને સંપ્રાપ્ત કર્યા પહેલાં મુમુક્ષુતામાં યથાર્થપણે પ્રવર્તીને, અનેક વિપરીત ઉદયો સામે લડતાં લડતાં તે ભૂમિકાથી આગળ વધીને અનુભૂતિ પર્યત પહોંચ્યા હોય છે. તે વખતે જે જે પ્રકારે તેઓ પ્રવર્યા હતા, તેનું અનુભવપૂર્વકનું વર્ણન તે તે મહાત્માઓએ વિશદ, ભાવવાહી શૈલીમાં કર્યું છે. આ રીતે જ્ઞાનદશા તથા સાધનદશા અંગે માર્ગદર્શન આપી તેમણે મુમુક્ષુ જીવો ઉપર પરમ ઉપકાર કર્યો છે. તેમાંથી સુપાત્ર જીવને સાધના માટે જરૂરી સ્કૂર્તિ, પ્રોત્સાહન, માનસિક બળ પ્રાપ્ત થાય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સુપાત્ર જીવ સત્શાસ્ત્રનું શ્રવણ-વાંચન-ચિંતન કરે છે ત્યારે તેને પોતાના ચિત્તમાં રહેલાં વિકારો, વાસનાઓ દેખાય છે અને તે ટાળવાનો ઉપાય પણ પ્રાપ્ત થાય છે. તેની વિષયભૂખ મોળી પડતી જાય છે. સ્વાર્થવૃત્તિના સ્થાને પરાર્થવૃત્તિ વિકસતી જાય છે અને આર્ત્ત-રૌદ્રધ્યાનની પકડમાંથી તે બહાર આવે છે. તેના મનમાંથી ઈર્ષ્યા, માત્સર્ય, વ્યાકુળતા, સંતાપ, ખેદ વગેરે વૃત્તિઓ વિદાય લે છે અને સમજ, સહાનુભૂતિ, ઔદાર્ય, વાત્સલ્ય, પ્રસન્નતા વગેરે ગુણો તેનું સ્થાન લે છે. શાસ્ત્રાભ્યાસમાં રત રહેવાથી જગત સંબંધી વિકલ્પો અતિ મંદ પડી જાય છે અને રાગ-દ્વેષ ઘટતાં મન સ્વચ્છ થાય છે. આચાર્યશ્રી અમિતગતિજી કહે છે કે જે પ્રકારે મેલું કપડું પાણીથી સ્વચ્છ થાય છે, તે પ્રકારે રાગાદિ દોષોથી મેલું થયેલું મન શાસ્ત્રથી સ્વચ્છ (દોષરહિત) થાય છે.૧ ૩૦૨ શાસ્ત્રસ્વાધ્યાયમાં અલ્પ અથવા નહીંવત્ કષ્ટ છે અને સાધક તેમાં સહેલાઈથી જોડાઈ શકે છે. એક બાજુ સ્વાધ્યાયતપ અલ્પ કષ્ટસાધ્ય છે, જ્યારે બીજી બાજુ તેનાં અનેક ઉત્તમોત્તમ ફળ છે. સ્વાધ્યાયથી તત્ત્વનો નિર્ણય થાય છે, ભાવોની શુદ્ધિ થાય છે, જ્ઞાની ભગવંતોનો અત્યંત મહિમા આવે છે, લીધેલ વ્રતોમાં દોષ લાગતાં નથી, સંશયનો નાશ થાય છે, મોક્ષરૂપી પુરુષાર્થ સિવાયની અન્ય ઇચ્છાઓ ઘટી જાય છે, મુમુક્ષુતા વૃદ્ધિ પામે છે, સંકલ્પ-વિકલ્પોનું મંદપણું થાય છે અને ચિત્તવૃત્તિ અંતર તરફ વળવાથી ધ્યાનનો અભ્યાસ સરળતાથી અને સફ્ળતાપૂર્વક થઈ શકે છે. આ પ્રકારે સાધનામાર્ગે શાસ્ત્ર દીવા સમાન છે. મોક્ષમાર્ગે પ્રવૃત્તિના પ્રારંભથી માંડીને જીવ પૂર્ણતા ન પામે ત્યાં સુધી શાસ્ત્ર તેને ઉપકારક થાય છે. અપુનર્બંધકથી માંડીને માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ભિન્ન ભિન્ન ભૂમિકાએ રહેલ સાધકોને આગળ વધવામાં શાસ્ત્ર ખૂબ લાભદાયી નીવડે છે. પરંતુ અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે શાસ્ત્ર એ સાધન છે, સાધ્ય નથી. શ્રુત તો અનુભવીઓના જ્ઞાનનો બુદ્ધિમાં પડતો પડછાયો છે. પડછાયો કેટલું કાર્ય કરી શકે? એને જ બાથ ભીડીને ઊભા રહેવામાં જીવનની કૃતાર્થતા નથી. જેમ કલાસર્જન કરવા માટે ચિત્રકારના હાથમાં પીંછી અને રંગો મૂકવામાં આવે છે, જેમ પોતાની કલ્પનાની મૂર્તિ પથ્થરમાં કંડારી શકે એ માટે શિલ્પીના હાથમાં ટાંકણું અને આરસપહાણ મૂકવામાં આવે છે; તેમ પોતાનું લક્ષ સાધી શકે તે માટે જીવના હાથમાં સત્ત્શાસ્ત્ર મૂકવામાં આવે છે. ૧- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીકૃત, ‘યોગસાર’, અધિકાર ૮, શ્લોક ૭૫ 'यथोदकेन वस्त्रस्य मलिनस्य विशोधनम् । રાગતિ-રોષ-લુદસ્ય શાસ્ત્રળ મનસસ્તથા ।।’ ૨- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, ‘કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૪૬૧ 'परतत्तीणिरवेक्खो दुट्टवियप्पाण णासणसमत्थो । तच्चविणिच्छयहेदू सज्झाओ झाणसिद्धियरो ।। ' Page #350 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ ૩૦૩ સતુશાસ્ત્ર એ આત્મકલાકારની સાધનસામગ્રી છે, પરંતુ સાધનામાર્ગે તેની મર્યાદા પણ લક્ષમાં રાખવા યોગ્ય છે. શાસ્ત્ર આત્મપ્રાપ્તિરૂપી મહત્ત્વનું કામ કરવા માટે સાધન છે. તેનું ફક્ત પઠન કરી કે મુખપાઠ કરી અટકી જવાનું નથી. તેના સ્વાધ્યાય દ્વારા જીવનધ્યેય મૂર્ત કરવાનું છે. હિમાલય પર્વતથી નીકળી, બંગાળના ઉપસાગરમાં ઠલવાતી સેંકડો માઈલ લાંબી ગંગા નદીની લંબાઈ-પહોળાઈ આંખો વડે જોઈ શકાતી નથી, તેથી તેની લંબાઈ, પહોળાઈ અને વહેણના વળાંકો જાણવા માટે નકશાની સહાય લેવી પડે છે. પરંતુ જે ગંગા નકશામાં છે તે વાસ્તવિક નથી, એનાથી તો માત્ર ગંગા વિષે માહિતી મળે છે. એનાથી કોઈ યાત્રિકની તૃષા છિપાતી નથી. તરસ છિપાવવા માટે તેણે ગંગાને કિનારે જવું જ પડે છે. તે જ પ્રમાણે શાસ્ત્ર આત્મતત્ત્વનું પરોક્ષ જ્ઞાન અને તેની પ્રાપ્તિનાં સાધનો બતાવી અટકી જાય છે. પછીનો પંથ સાધકે પોતે કાપવાનો છે. કેવળ દર્શનસિદ્ધાંત કે તત્ત્વ સંબંધી માહિતીથી કાર્ય સિદ્ધ થતું નથી. એ દ્વારા લક્ષ્ય જ્ઞાત થાય છે પણ પ્રાપ્ત થતું નથી. કોઈ વસ્તુ વાંચવા કે કહેવા માત્રથી તે પ્રાપ્ત થતી નથી. તેની પ્રાપ્તિ માટે તો ઘણો પ્રયાસ કરવો પડે છે. ભોજન શબ્દ વાંચવા કે કહેવામાત્રથી ઉદરપૂર્તિ થઈ જતી નથી. અનાજ પ્રાપ્ત કરવા માટે તથા તેને પકાવવા માટે મહેનત કરવી પડે છે. કોઈ મહેલની અગાસી વિષે વાંચવા કે કહેવામાત્રથી તેના ઉપર પહોંચી જવાતું નથી. એક પછી એક પગથિયાં ચડવામાં આવે તો અગાસી ઉપર પહોંચી શકાય છે. કોઈ ક્ષેત્રે પહોંચવા કે કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે કેવળ વાંચવું કે બોલવું પર્યાપ્ત નથી. પૂરા પ્રયત્ન વડે વારંવાર કર્તવ્યશીલ રહી, શ્રદ્ધાના સથવારે ઉત્સાહથી આગળ ચાલી, ધીરજપૂર્વક પગથિયાં ચડી, જ્યાં સુધી ગંતવ્ય સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક પ્રયત્નવાન રહેવા યોગ્ય છે. વાણીવિલાસને સાધનાક્ષેત્રમાં સ્થાન નથી. જે વાંચ્યું છે તે જીવનમાં ઉતારી આત્મા અનુભવવો રહ્યો. શ્રત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી, ધ્યેય નક્કી કરવું જોઈએ અને ધ્યેયની પ્રાપ્તિ અર્થે પોતાનાં પ્રકૃતિ, સંયોગો અને સામર્થ્યને અનુરૂપ પ્રક્રિયા શોધી, તે પ્રમાણે આચરણ કરતાં આત્માનુભૂતિ થાય છે. આમ, સતુશાસ્ત્ર સુપાત્ર જીવને મોક્ષમાર્ગમાં આધારભૂત બને છે. ભૌતિક સુખનાં સાધનોની ઝાકઝમાળ અને અસત્સંગ તથા અસત્વસંગની પ્રબળતા વચ્ચે જીવ સાવચેત ન રહે તો તે માર્ગથી ચુત થઈ જાય છે, પરંતુ તે સત્શાસ્ત્રનો આધાર લે તો તે મોક્ષમાર્ગે ટકી રહે છે. જીવના આદર્શો સ્પષ્ટ છે, પણ મોળા છે; એમાં જો તેને શાસ્ત્રોનો સાથ મળે તો એ વિચારોને ટેકો મળે છે અને એ અમલમાં મૂકવાની શક્તિ મળે છે. તેના સિદ્ધાંતો ચોક્કસ છે, પણ ઢીલા છે; એમાં જો તેને શાસ્ત્રોની હૂંફ મળે તો એ સિદ્ધાંતો પ્રમાણે જીવવાનું શક્ય બને છે. તેનાં જીવનમૂલ્યો ઊંચાં છે, પણ કાચાં છે; એમાં જો શાસ્ત્રોનો સહકાર મળે તો તે મૂલ્યો સાચવવા અને જીવનમાં ઉતારવા Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માટે જરૂરી ઉત્સાહ અને સામર્થ્ય મળે છે. શાસ્ત્રો તેના આદર્શો સાચવે છે, સિદ્ધાંતોને પોષે છે, ધ્યેયને દેઢ કરે છે, તેથી જીવે સતુશાસ્ત્રનો લાભ લઈ જ્ઞાનીપુરુષોએ દર્શાવેલા વસ્તુસ્વરૂપનો વિચાર કરવા યોગ્ય છે. આમ, આત્મવિકાસમાં સતુશાસ્ત્રો આધારરૂપ નીવડે છે. સતુશાસ્ત્રનો સત્પાત્ર જીવ ઉપર આવો મહાન ઉપકાર હોવા છતાં પણ પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપકારની તોલે તે આવી શકતો નથી. સતુશાસ્ત્રનો અભ્યાસ કરતાં પણ મુખ્યતા તો સદૈવ સગુરુની જ રહેવી જોઈએ, કારણ કે સતુશાસ્ત્ર સગુરુની સમાન ભ્રાંતિના છેદક નથી. શાસ્ત્રમાં અપેક્ષાભેદે થયેલાં વિરોધી કથનોથી જીવ મૂંઝાઈ જાય છે અને અર્થઘટન વિપરીત થવાથી નુકસાન પણ કરી બેસે છે. તે પોતાની ભૂમિકાનુસાર વ્યક્તિગત સાધનાનું સ્વરૂપ પકડી શકતો નથી. શું કરવું જોઈએ તે સમજાય છે, પણ કેવી રીતે કરવું જોઈએ તેની તેને ખબર પડતી નથી. તેને માર્ગનું સામાન્ય સ્વરૂપ સમજાય છે, પણ માર્ગનો મર્મ સમજાતો નથી. આ મર્મ સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ લખે છે – શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.”૧ સદ્ગુરુ શાસ્ત્રનો સાચો આશય સમજાવે છે. સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દ્વારા તે મર્મ પ્રાપ્ત થતાં જીવ ઊર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત કરે છે. સદ્ગુરુના આશ્રયે સુપાત્ર જીવ સરળતાથી અને સુગમતાથી મોક્ષમાર્ગે પ્રગતિ કરે છે. જો કે સદ્દગુરુના સમાગમના અભાવે જીવ આત્માદિ અસ્તિત્વનું નિરૂપણ કરનાર શાસ્ત્રોનો આધાર લે છે, પરંતુ કોઈ પણ પ્રકારે સગુરુની શોધ કરી, જે આત્મતત્ત્વ તેમણે જાણ્યું છે તે તેમની પાસેથી જાણીને તથા સર્વસમર્પણબુદ્ધિએ તેમની આજ્ઞાનું પાલન કરીને, તેમના પરમ કૃપાપાત્ર બની, તેમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના તે અંતરમાં રાખે છે. શ્રી કાનજીસ્વામી કહે છે - “આત્માર્થી લાયક જીવ પુરુષના વિરહમાં એમ ચિંતવે કે પ્રત્યક્ષ સપુરુષનો જોગ ક્યારે મળે? એ અપૂર્વ અવસરની ભાવના ભાવતો વર્તમાનમાં સર્વજ્ઞ કથિત શાસ્ત્રોને સદ્દગુરુની હયાતી ન હોય, ત્યારે આજ્ઞા સમજી વિવેક સહિત સાચા સુખનો કામી અવિરોધપણે તત્ત્વસાધન કરે છે. સુપાત્ર જીવને સતશાસ્ત્રનો આધાર એ માટે કહ્યો કે તેના નિમિત્તે જીવ પુરુષાર્થ સાધે છે...... આત્મા અને જડ આદિના અસ્તિત્વનું જેમાં અવિરોધ કથન હોય તેવાં શાસ્ત્રોનો આધાર સદગુરની ગેરહાજરીમાં લેવાય છે; છતાં પ્રત્યક્ષ સદગુરુ આગળ શાસ્ત્રોની તુલના નથી, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૮૪ (પત્રાંક-૫૮) Page #352 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની અધિકાઈ નથી.' '૧ ગાથા-૧૩ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘આત્માદિ અસ્તિત્વનાં, જેથી હિત એકાંત; શૈલી શ્રી મહાવીરની, અવિરોધી અનેકાંત. પરમારથ રસ પ્રાપ્તિના, જેહ નિરૂપક શાસ્ત્ર; યથાવિધિ આરાધવા, મુક્ત થવાને માત્ર. સમ્યગ્ ધર્મ પ્રરૂપણા, જેથી આત્મ આરોગ્ય; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં સાધન જે યોગ્ય. સેવે આત્માર્થી થઈ, મન વાણી ને ગાત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ નવિ મળ્યા, ત્યાં આધાર સુપાત્ર.' ૨ * * * ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૧૦૭,૧૦૬ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૯-૫૨) ૩૦૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ Page #354 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૪ જ ૧૮ છે તે નિ એ કહ, એ ત્રાટકે વાં, કરી માન્ય Page #355 -------------------------------------------------------------------------- ________________ Page #356 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ગાથા ૧૩માં કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ ન હોય ત્યારે સુપાત્ર જીવે આત્માદિનાં અસ્તિત્વને સિદ્ધ કરતાં હોય એવાં શાસ્ત્રોનું અવલંબન લેવું ઘટે છે. પ્રત્યક્ષ સદ્ગુરુના યોગના અભાવમાં આત્માર્થી જીવે આત્મજાગૃતિ અર્થે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું છે. સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત થયો હોય, પરંતુ તેમનો સત્સમાગમ નિરંતર ન રહેતો હોય તેવા પ્રસંગે શું કરવું તેનું માર્ગદર્શન આપતાં હવે આ ગાથામાં શ્રીમદ્ કહે છે. ગાથા ગાથા - ૧૪ ‘અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી. મતાંતર ત્યાજ.' (૧૪)૧ અર્થ અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. (૧૪) શ્રી સદ્ગુરુનો યોગ થયો હોય, પણ તેમનો સમાગમ સતત મળી શકે એમ ભાવાર્થ ન હોય, ત્યારે તેઓશ્રીએ જે જે શાસ્ત્રોની આજ્ઞા કરી હોય તેનું નિત્ય, નિયમિતપણે, મતમતાંતર તજી અવગાહન કરવા યોગ્ય છે. શ્રીમદે ગાથામાં ‘અવગાહન' શબ્દના પ્રયોગ દ્વારા સત્શાસ્ત્રોની ઊંડી વિચારણા કરવાનું સૂચવ્યું છે. પ્રથમ તો ગ્રંથને વાંચવો જોઈએ, પછી તેનો અર્થ, ભાવાર્થ ઇત્યાદિ સમજીને તેની વિચારણા કરવી જોઈએ અને સ્વાધ્યાય પછી શું ગમ્યું? શા માટે ગમ્યું? શું સમજાયું? એનો વિચાર કરવો જોઈએ. આમ, ખૂબ જ ઉત્સાહથી અને ગંભીરતાથી ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ. વાંચીને માત્ર દલીલ કે દૃષ્ટાંતને યાદ રાખવામાં અટકી ન રહેતાં આત્માની હિતકારી વાતને વારંવાર વાગોળવી જોઈએ અને ઊઠેલી આશંકાઓ કંઈ પણ ગોપવ્યા વગર ગુરુ આગળ વિનયપૂર્વક રજૂ કરી સમાધાન મેળવવું જોઈએ. આમ, વાંચ્યા પછી વિચારવું અને વિચાર્યા પછી વાગોળવું અને પછી તેને દૃઢ કરવું, તેને અવગાહન કહેવાય છે. સદ્ગુરુએ આજ્ઞા કરેલ સત્શાસ્ત્રનું નિયમિતપણે અને નિયમપૂર્વક શ્રવણ, વાંચન, ૧- પાઠાંતર : ‘અથવા સદ્ગુરુએ કહ્યાં, જો અવગાહન કાજ; તો તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ’ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન મનન, સ્મરણ અને અનુપ્રેક્ષણ આદિ પરમાર્થમાર્ગે ત્યારે જ કલ્યાણકારી થઈ શકે કે જ્યારે જીવ સર્વ પ્રકારના કુળધર્મ તથા સાંપ્રદાયિક આગ્રહનો પરિત્યાગ કરી, મધ્યસ્થ બુદ્ધિએ સ્વહિત અર્થે અભ્યાસ કરે. “મારું માનેલું જ સાચું છે' ઇત્યાદિ આગ્રહવાળી માન્યતાઓ છોડીને શાસ્ત્રો વાંચવા-વિચારવાથી જ સત્ય સમજાય છે. તેથી સુપાત્ર જીવ શાસ્ત્રાધ્યયનમાં સ્વચ્છંદાદિ દોષોનો ત્યાગ કરી, અપેક્ષામૂલક વિશાળ દૃષ્ટિ રાખી, જ્યાં જ્યાં, જે જે બોધની પ્રાપ્તિ થાય; ત્યાં ત્યાં, તે તે બોધને તે તે દૃષ્ટિકોણથી ગ્રહણ કરે છે; પણ એકાંતપક્ષને ગ્રહણ કરી લઈ હઠાગ્રહી થતો નથી. જ્યારે સાધક મતમતાંતરનો ત્યાગ કરી, ગુણગ્રાહક થઈ, આત્માની શુદ્ધિ અર્થે સદ્ગુરુની આજ્ઞાએ શાસ્ત્રને સેવે છે ત્યારે સત્ય વિવેકની પ્રાપ્તિ થવાથી તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ, ગાથાના પ્રારંભમાં ‘અથવા' શબ્દથી પ્રકારાંતરે, સદ્ગુરુના સાક્ષાત્ સમાગમના વિરહમાં પણ, શાસ્ત્રવિચારણાની ભલામણ શ્રીમદે કરી છે. આત્માર્થી જીવને પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ આ જગતમાં મહાશરણરૂપ લાગે વિશેષાર્થ છે. તેમના સત્સમાગમમાં તેને અપાર સુખ, શાંતિ અને સલામતી પ્રાપ્ત થાય છે. અત્યંત ઝૂરણા અને ઉત્કંઠાથી તે ભવકાનનમાંથી નીકળવાનો ઉપાય પૂછે છે. જીવે શું શું ભૂલો કરી, એ ક્યાં ક્યાં ચૂક્યો કે જેથી એની આવી સ્થિતિ થઈ અને હવે એણે શું કરવાનું છે, કઈ રીતે આગળ વધવાનું છે તે સર્વ ખૂબ ધીરજથી અને વાત્સલ્યથી સદ્ગુરુ તેને સમજાવે છે. તેમના શબ્દે શબ્દમાંથી કરુણા અને વીતરાગતા ટપકે છે. સદ્ગુરુની મધુરી વાણી અને અમી ભરેલી નજર તેના ઉપર વરસતાં તેનો આત્મા આહ્લાદિત થઈ જાય છે અને તેને સદ્ગુરુ પ્રત્યે જન્માંતરનો પ્રેમ ઊમટી આવે છે. તે મોક્ષમાર્ગે તીવ્ર સંવેગથી આગળ વધે છે. આમ, સદ્ગુરુના મહાકલ્યાણકારક સાન્નિધ્યમાં આત્માર્થનું પોષણ થાય છે. તેમની શાંત દશા જોતાં, તેમની વીતરાગવાણી સાંભળતાં જગતની સર્વ જંજાળ ભૂલી જવાય છે અને ઉત્સાહથી મોક્ષમાર્ગે પુરુષાર્થ થાય છે. પરંતુ પ્રત્યક્ષ સદ્ગુરુની આવી શીતળ છાયાનો યોગ થવો વિરલ છે અને ક્વચિત્ પ્રાપ્ત થાય તોપણ તેમનો સમાગમ નિરંતર રહેવો તો મહાદુર્લભ છે. સદ્ગુરુનો સતત સત્સંગ ન મળતો હોય તેવા સંજોગોમાં સુપાત્ર જીવે પોતાનું આત્મબળ ટકાવી રાખવા શું કરવું જોઈએ? પ્રસ્તુત ગાથામાં તેનું સમાધાન કરતાં કહ્યું છે કે સદ્ગુરુના સાક્ષાત્ સમાગમના વિયોગમાં તેમણે આજ્ઞા કરેલ સત્શાસ્ત્રનું અવલંબન લેવું જોઈએ. શ્રીમદે એક સ્થળે લખ્યું છે ‘તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તોપણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદેશ સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે; જોકે તેવા મહાત્માપુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે.'૧ ગાથા-૧૪ સદ્ગુરુએ કરુણાભાવથી પ્રેરાઈને શિષ્યના હિતાર્થે જે જે શાસ્ત્ર અવગાહવાની આજ્ઞા આપી હોય તેને વિચારવાં-ચિંતવવાં જોઈએ, જેથી કલ્યાણનો હેતુ સિદ્ધ થઈ શકે. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થયા પછી તેમના સત્સંગનો વિયોગ હોય ત્યારે તેમણે આજ્ઞા કરેલ શાસ્ત્રો જ વિચારવાં ઘટે છે, પોતાની મતિકલ્પનાએ શાસ્ત્રો વાંચવાથી કાર્યસિદ્ધિ થતી નથી. સદ્ગુરુ પ્રત્યેક શિષ્યની રુચિ, પાત્રતા, પ્રકૃતિ, પરિસ્થિતિ વગેરે ધ્યાનમાં રાખી તેને જે શાસ્ત્રથી લાભ થાય તે શાસ્ત્ર વાંચવાની આજ્ઞા કરે છે અને તે શિષ્યને તે જ શાસ્ત્ર અધિક ઉપકારી નીવડે છે, તેમજ તેનાથી જ કાર્યસિદ્ધિ થાય છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘ભવવ્યાધિના ભિષર વૈદ્યરાજ જેવા સદ્ગુરુ ભગવાન તે તે જીવની પ્રકૃતિ ઓળખી, તેને માફક આવે, અનુકૂળ પડે, ગુણ કરે, એવી સત્શાસ્ત્રરૂપ દેશના ઔષધિ આપે છે. વ્યવહારમાં પણ કુશળ વૈદ્યરાજ હોય તે રોગીની પ્રકૃતિ ઓળખી, રોગનું નિદાન પારખી, બરાબર ચિકિત્સા કરી, તેને યોગ્ય અનુપાનયુક્ત ઔષધાદિ આપે છે. તેમાં પિત્ત પ્રકૃતિવાળાને જે ઔષધ માફક આવે, તે કફવાળાને ન આવે; કફવાળાને સદે, તે પિત્ત પ્રકૃતિને ન ફાવે; વાત પ્રકૃતિને ગુણ કરે, તે કફપ્રકૃતિને અવગુણ કરે; ઇત્યાદિ અપેક્ષા લક્ષમાં રાખી તે ઔષધપ્રયોગ કરે છે. તેમ આ ભવરોગના વૈદ્યરાજ મહાત્મા સદ્ગુરુ પણ તેવા તેવા પ્રકારે જીવની પ્રકૃતિ પ્રમાણે વિવેક કરીને તેવી તેવી ભિન્ન ભિન્ન સત્શાસ્ત્રરૂપ દેશના ઔષધિના પ્રયોગ કરે છે. કારણ કે આવા પરમ વિવેકી, પરમ કૃપાળુ, પરમ કૃપાનિધાન આ ભાવ-વૈદ્યરાજનો એકાંત હેતુ ગમે તેમ કરીને શિષ્યનું કલ્યાણ કરવાનો છે.’૨ - શિષ્યની પ્રકૃતિ પારખી, તેના એકાંત હિતહેતુએ નિષ્કારણ કરુણાથી સદ્ગુરુ તેને સત્શાસ્ત્ર અવગાહવાની આજ્ઞા આપે છે. અવગાહન એટલે શાસ્ત્રમાં જે પરમાર્થ કહ્યો છે તેમાં ઊંડા ઊતરીને તેને હૃદયમાં ઉતારવો. ‘અવ' એટલે નીચે અને ‘ગાહન' એટલે નિમજ્જન. જેમ સમુદ્રનું નિમજ્જન કરતાં તેનાં ઊંડાણ અને ગહનતાનો ખ્યાલ આવે છે, તેમ શાસ્ત્રરૂપી સમુદ્રમાં નિમગ્ન થઈ, વિચારણા કરતાં તેનાં તત્ત્વનાં ઊંડાણનો તેની ગહનતાનો તાગ પમાય છે. ગંભીર ચિંતન દ્વારા અંતરમાં ડૂબકી મારવામાં આવે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૮ (આંક-૭૫૫) ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, રાજ્યોતિ મહાભાષ્ય', પૃ.૬૫-૬૬ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તો અમૂલ્ય આત્મતત્ત્વરૂપી રત્ન પ્રાપ્ત કરી શકાય છે. તેથી અત્રે શાસ્ત્રના અવગાહનનો બોધ કરવામાં આવ્યો છે. શાસ્ત્રનાં વચનોનો માત્ર સંગ્રહ કરવાથી કામ નથી સરતું. સત્પરુષોનાં વચનો દીવાસળીના ટોપચામાં રહેલ અગ્નિની જેમ સુપ્ત છે. જેમ દીવાસળી હાથમાં લેવાથી આપમેળે અગ્નિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ દીવાસળીને ઘસવાથી અગ્નિ પ્રગટે છે; તેમ સત્પરુષના હૃદયમાં રહેલો આશય માત્ર સત્પરુષનાં વચનોનું વાંચન-શ્રવણ કરવાથી પ્રાપ્ત નથી થતો, તે માટે મનન અને નિદિધ્યાસન આવશ્યક છે. મનન અને નિદિધ્યાસન વિના વાંચન-શ્રવણ લાભપ્રદ થતાં નથી. તેથી આત્માર્થીએ વાંચન-શ્રવણથી સંતોષ ન માનતાં ચિંતન પણ કરવું જોઈએ. વળી, ચિંતનમાં અટકી ન રહેતાં નિદિધ્યાસન કરવું જોઈએ. સતત જાગૃતિ કેળવવી જોઈએ. શ્રીમદ્ પ્રકાશે છે – ‘શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે.” સત્સંગના વિયોગમાં સુપાત્ર જીવ સદ્ગુરુની આજ્ઞાનુસાર સતુશાસ્ત્રનું અવગાહન, અર્થાત્ તેનું વાંચન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે છે. તે જાણે છે કે વાંચનશ્રવણથી પ્રાપ્ત થયેલ જ્ઞાનનું ચિંતન કરીને જો તે જ્ઞાનને સુદઢ ભાવનાથી ભાવનાત્મક જ્ઞાન ન બનાવ્યું તો પોતાને વિશેષ લાભ નહીં થાય. ખૂબ વાંચન-શ્રવણ કરવામાં આવે પણ જો તેના ઉપર વિચાર, ચિંતન વગેરે કરવામાં ન આવે તો તેની અસર માત્ર ચિત્તના ઉપલા સ્તર સુધી જ રહે છે. તેના દ્વારા અંતરંગ પરિવર્તન થતું નથી, અર્થાત્ અંતરશુદ્ધિ થતી નથી. જો અંતઃકરણ નિર્મળ ન થાય તો શાસ્ત્રનું વાંચન-શ્રવણ નિષ્ફળ જાય છે. તેથી સુપાત્ર જીવ શાસ્ત્રનું વાંચન-શ્રવણ વારંવાર કરીને તેના ઉપર ચિંતનમનન કરે છે. ચિંતન-મનનથી નવો અર્થપ્રકાશ થતો જાય છે, ઉન્નત ભાવો સ્ફરતા જાય છે અને બોધ દઢ થતો જાય છે. પરંતુ વાંચન-વિચાર કરવા છતાં પણ પ્રસંગ આવે ત્યારે ક્યારેક પ્રલોભનને વશ થઈ જવાથી ચિંતનાત્મક જ્ઞાન વિસ્મૃત થઈ જાય છે અને ઉદયપ્રસંગને વશ થઈ જવાય છે. જ્ઞાનને ભાવના વડે સુદઢ કરવામાં આવે તો તે જ્ઞાન ઉદયપ્રસંગે જાગૃત રહે છે અને તેમાં વૃત્તિને રોકવાનું સામર્થ્ય પણ આવે છે. ચિંતવેલા જ્ઞાનનું નિદિધ્યાસન થાય તો જ્ઞાન ભાવનાત્મક બને છે. વારંવાર એકનો એક વિચાર કરવાથી વિચારની સ્થિરતા થતાં તે વિચાર ભાવનાનું સ્વરૂપ પકડે છે અને તે ભાવનાત્મક જ્ઞાન ઉદયપ્રસંગે પ્રલોભનને વશ ન થતાં અડગ રહી વિજયી બને છે. પ્રલોભનકારી નિમિત્તો મળતાં જ ચિત્તવૃત્તિ પ્રબળતાપૂર્વક અંતર્મુખ થવા લાગે છે, અર્થાત્ ચિત્તવૃત્તિ નિમિત્તને આધીન થતી નથી. દઢ તત્ત્વનિર્ણયના બળે મુમુક્ષુ જીવ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૮૪ (વ્યાખ્યાનસાર-૨, ૩૦-૧૦, ૧૧). Page #360 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪ ૩૧૩ સુખ-દુઃખની પરિસ્થિતિ પ્રત્યે અને અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો પ્રત્યે ઉદાસીન થતો જાય છે, અન્ય સંકલ્પ-વિકલ્પ ઘટતા જાય છે અને તેની વૃત્તિ આત્મમય રહે છે. પરિણામે તેને અનુભવાત્મક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે વાંચન-શ્રવણ, ચિંતન અને ભાવનાના ક્રમે સુપાત્ર જીવનું જ્ઞાન આગળ વધતાં વધતાં સ્વાનુભવ સુધી પહોંચે છે અને અંતે એ જ્ઞાન સહજ દશામાં પરિણમે છે. સદ્ગુરુની આજ્ઞાનુસાર સત્શાસ્ત્રના આધારે, આત્મતત્ત્વના પરોક્ષ જ્ઞાનમાંથી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાનો આ ક્રમ છે. આમ, પરોક્ષ જ્ઞાન એક વાર વાંચવાથી કે સાંભળવાથી પ્રત્યક્ષ જ્ઞાનમાં પરિણમતું નથી. પરોક્ષ જ્ઞાનને પરિપક્વ કરવા માટે તેનું રટણ નિત્ય કરવું જરૂરી છે. પરોક્ષ જ્ઞાનના અભ્યાસ વિના પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી. પરોક્ષ જ્ઞાનના અભ્યાસવાળો જીવ ચિત્તને આત્મસન્મુખ કરવા માટે આત્મવિચારનો નિરંતર અભ્યાસ કરે છે. જો નિરંતરતા ન રહે તો ફક્ત મનની ઉપર ઉપરની ગંદકી જ સાફ થાય છે, નિર્મળતા ઊંડાણ સુધી વ્યાપી શકતી નથી. જેટલું સાતત્ય તેટલું વધુ ઊંડાણ, તેટલી વધુ નિર્વિકારતા અને તેટલી વધુ શાંતિ. માટે મોક્ષમાર્ગમાં અભ્યાસનું સાતત્ય એ જ સફળતાની ચાવી છે. વારંવાર વિચારણાના અભ્યાસ પછી જ એ જ્ઞાન ફળે છે. નિરંતર આત્મભાવના ભાવતાં દર્શનમોહનો અનુભાગ (રસ) મંદ પડતો જાય છે અને આત્મભાવનામાં એકાગ્રતાસ્થિરતા સધાતી જાય છે. આત્માની ધૂન લાગતાં વિકલ્પાત્મક ધ્યાનની પ્રાપ્તિ થાય છે અને કોઈક ધન્ય પળે આત્માના વિકલ્પોને પણ ઓળંગી જઈ, નિર્વિકલ્પ સમાધિ પ્રગટતાં સુપાત્ર જીવને આત્માનું સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. ચિત્તવૃત્તિપ્રવાહ ચૈતન્યસત્તામાં સ્થિર થતાં અપૂર્વ આનંદની પ્રાપ્તિ થાય છે. આમ, સગુરુએ આજ્ઞા કરેલ શાસ્ત્રો અવગાહવાથી, નિત્ય વિચારવાથી આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન સંપ્રાપ્ત થતું હોવાથી, સપુરુષો વિચારશક્તિનો સદુપયોગ કરવાની ભલામણ કરે છે. શ્રીમદ્ પ્રકાશે છે – સપુરુષનાં વચન વગર વિચાર આવતો નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહીં; વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી પુરુષનાં વચનો વારંવાર વિચારવાં.” સુપાત્ર જીવે પોતાના મનને સત્શાસ્ત્રનાં વાંચન, વિચાર, ચિંતન, મનન તથા નિદિધ્યાસનમાં જ નિરંતર રોકી રાખવું યોગ્ય છે. અનાદિની ટેવના કારણે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જતો હોવાથી તેણે પોતાના મનને શુદ્ધાત્મસ્વરૂપ પ્રત્યે વારંવાર વાળવું જરૂરી છે. જ્ઞાનીપુરુષનાં વચનોની વિચારણા કરવાથી આ કાર્ય સિદ્ધ થાય છે. અનાદિ કાળથી દેહમાં દઢ થઈ ગયેલો આત્મબુદ્ધિરૂપ સંસ્કાર બદલાતા સમય લાગે છે, તેથી આત્મામાં હુંપણું દઢ કરવા અર્થે નિત્ય અભ્યાસની ખૂબ જરૂર રહે છે. વચનોનું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૫ (ઉપદેશછાયા-૧૧) Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વારંવાર સ્મરણ અને મનન કરવાથી વચનની પ્રતીતિ થાય છે, સમ્યક પ્રતીતિથી સન્દુરુષાર્થ ઊપડે છે. વારંવાર શાસ્ત્રોનું ઘોલન કરવાથી હું સંયોગો ફેરવી શકું એવી માન્યતા ટળતી જાય છે અને હું તેને જાણી શકું પણ કંઈ કરી શકું નહીં' એવી માન્યતા સુદઢ થતી જાય છે. વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય થતાં તેનાં પરિણામનું વલણ બદલાય છે. ઊંધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે રાગ-દ્વેષ થતા હતા તે ટળતા જાય છે. આ રીતે પરિણામ પરસન્ખતા છોડી સ્વભાવસન્મુખ થતાં જાય છે. જ્ઞાન પોતા તરફ વળતાં પરિણામ સ્વરૂપાકાર થાય છે. સતુશાસ્ત્રોની આરાધનાથી આવું મહતું ફળ પ્રાપ્ત થતું હોવાથી નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને ઉત્સાહ સાથે નિત્ય - નિયમિત રીતે સત્શાસ્ત્રોનું સેવન કરવું આવશ્યક છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરવો, વારંવાર વિચાર કરવો, તેમાં કહેલાં અર્થોનું અનુષ્ઠાન કરવું અને કોઈ પણ યોગ્ય પ્રાણીને તેનો અર્થ શીખવવો. આમ, જ્ઞાનની આરાધનામાં સદા પ્રવૃત રહેવું." સુપાત્ર જીવ સ્વકાર્યમાં ઉદ્યમવંત હોવાથી અપ્રયોજનભૂત વૃત્તિ-પ્રવૃત્તિમાં વખત બગાડવાનું તેને પાલવતું નથી. તે નિરંતર સ્વાધ્યાય, સુવિચારણા, અંતરમંથન આદિમાં સમયનો સદુપયોગ કરતો રહે છે. અહીં એટલું ધ્યાન રાખવું ઘટે છે કે શાસ્ત્રવાંચન, શ્રવણ, વિચારણા, ચિંતવન, સ્મરણ વગેરે મતમતાંતરાદિનો ત્યાગ કરીને આત્મલક્ષપૂર્વક થવાં જોઈએ. આત્મપરિણતિ સુધારવાના લક્ષે જ અભ્યાસ થવો ઘટે. જે કાંઈ જાણવું તે આત્મા માટે જાણવાનું છે. બધું જાણીને, વાંચીને, ભણીને આત્માનું જ્ઞાન કરવાનું છે. શાસ્ત્રો વિચાર્યા પછી જો તે પોતાના સ્વરૂપ ભણી ન વળે તો બધો પુરુષાર્થ અલેખે જાય છે. આત્માર્થના લક્ષ વિનાના શાસ્ત્રાધ્યયનથી તો કેવળ બાહ્ય ક્રિયા જ થાય છે. તેનું પરમાર્થે કાંઈ સફળપણું નથી. શ્રીમદ્ લખે છે – ‘જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જ તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે.’ સતુશાસ્ત્રના અભ્યાસકાળે આત્માર્થનો લક્ષ હોય તો જ આત્માની રુચિ વૃદ્ધિગત થાય છે, પરંતુ જો આત્મલક્ષે સ્વાધ્યાય ન થાય તો શબ્દોનો, વચનશૈલીનો, નવા નવા ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૧, શ્લોક ૨૪ અદ્વૈતવ્ય તથ્યાત્મશાસ્ત્ર માર્ચે પુનઃ પુનઃ | अनुष्ठेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૩૧ (પત્રાંક-૩૭૫) Page #362 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪ ૩૧૫ ન્યાયોનો, દૃષ્ટાંતોનો જ રસ રહે છે. આત્મરસ ન હોવાથી તેમાં રોકાઈ જવાય છે અને સમય વેડફાઈ જાય છે. માટે સુપાત્ર જીવે સ્વરૂપાસ સિવાય અન્ય કોઈ પણ રસ ન કેળવાઈ જાય તેની જાગૃતિ રાખવી ઘટે છે. વાંચન-ચિંતન-મનનમાં સ્વભાવનો લક્ષ હોય તો જ તે સર્વ યથાર્થ છે. આત્મહિતના લક્ષે શાસ્ત્રોનો અભ્યાસ કરી, તે દ્વારા પ્રાપ્ત થયેલ સમજણને પ્રયોગમાં મૂકે તો કાર્યસિદ્ધિ થાય. સમજણના બે પ્રકાર છે - યથાર્થ અને અયથાર્થ. આગમવિરુદ્ધ અથવા સિદ્ધાંતવિરુદ્ધ સમજણ તે સાચી સમજણ નથી. કેટલીક વાર પોતાની સમજણ આગમ અનુસાર હોય તેવું લાગે છે, પણ તેમાં આત્મહિતનો લક્ષ ન હોવાથી, અભિપ્રાય જુદો હોવાથી તેમાં યથાર્થતા હોતી નથી. તેમાં લોકરંજનાદિનો જ આશય હોય છે. શાસ્ત્રનો અભ્યાસ કરી વિદ્વત્તા દેખાડવાની, એટલે કે પાંડિત્યપ્રદર્શનની વૃત્તિ હોય તો તેથી આત્મલાભ થતો નથી. શાસ્ત્રોનું ભણતર કરવા છતાં જીવમાં યથાર્થ આત્માર્થીપણું આવતું નથી. તેના પરિણમનમાં વિપરીતતાનો વેગ હોય છે. જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હોવા છતાં તેનો ઉપયોગ સ્થૂળ હોય છે. તેના જ્ઞાનનો ક્ષયોપશમ જો કે શાસ્ત્રાનુસાર અર્થઘટન કરવા સમર્થ હોવા છતાં યથાર્થ આત્માર્થીપણાના અભાવના કારણે શુષ્કતા હોય છે. સમજણમાં યથાર્થતા ન આવે તો જીવ શુષ્કજ્ઞાની થઈ જાય છે. સુપાત્રતા વિના વાંચનવિચારાદિની પદ્ધતિ કાર્યકારી થતી નથી. સતુશાસ્ત્રોનો સ્વાધ્યાય કરવા છતાં પણ જે સ્વભાવનો પુરુષાર્થ કરતો નથી તે અધ્યાત્મજ્ઞાનથી દૂર રહે છે. તેના જીવનમાં શુષ્કતા આવી જાય છે. અતિવાચાળપણું, ઉન્મત્તતા, અહંકારાદિ દોષો તેનામાં ઉત્પન્ન થાય છે. આ દોષોથી બચવા માટે જીવે મુમુક્ષુતા, વૈરાગ્યાદિ ગુણો કેળવવા ઘટે છે.' સત્શાસ્ત્રોથી લાભાન્વિત થવું હોય તો જીવે મતમતાંતરના આગ્રહનો ત્યાગ કરવો જોઈએ. સરળતા, મધ્યસ્થતા અને વિશાળ દૃષ્ટિથી શાસ્ત્રાવલોકન કરવામાં આવે તો જ તે ઉપકારી બને છે. શાસ્ત્રમાંથી મનફાવતું વચન, મનફાવતી રીતે ઊંચકીને જ્ઞાનીપુરુષના મતને ઇરાદાપૂર્વક એકાંતથી દૂષિત કરવું એ ઘોર પાપ છે. પૂર્વાપર વિરોધરહિત સર્વજ્ઞા વીતરાગનાં વચનોમાં રહેલું રહસ્ય તે સમજતો નથી અને માત્ર એક પડખાની વાત પકડે છે, તેથી તે આગ્રહ, વિપર્યાસ આદિ અનેક દોષોમાં ફસાય છે. જ્ઞાનીનાં વચનો પણ તે પોતાના મત અનુસાર વાંચે છે, વિચારે છે અને કહે છે. શાસ્ત્રાભ્યાસથી તેના વિચારો ધર્મની પરિભાષામાં ઊતરે છે, પણ તેની પાછળ પીઠબળ કોનું છે, મતાહનું કે નિર્મળ બુદ્ધિનું - તેનો ભેદ તે કરી શકતો નથી. ધાર્મિક શબ્દોના વાઘા પહેરીને ૧- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, “કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૪૬૨ 'पूयादिसु णिरवेक्खो जिणसत्थं जो पढेइ भत्तीए । कम्ममलसोहणटुं सुयलाहो सुहयरो तस्स ।।' Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવેલ કુવિકલ્પોને તે ધર્મદઢતાનું નામ આપી દે છે. તે પોતાના મતને યથાર્થ ઠેરવવા જાતજાતનાં કારણો રજૂ કરે છે અને પોતાના કુળધર્માદિના મતને સિદ્ધ કરવાના આશયથી જ્ઞાનીનાં વચનોનો ઉપયોગ કરે છે, જ્ઞાનીનાં વચનોની સાક્ષી આપે છે અને એમ કરવા જતાં તે અનંત સંસાર વધારી બેસે છે. તેથી મતાંતર, દષ્ટિ-દ્વેષ, કદાહ છોડીને; મતભેદાતીત મધ્યસ્થ દૃષ્ટિથી, સત્ જેમ પમાય તેમ, આત્માર્થે નિત્યપ્રતિ શાસ્ત્રો વિચારવા ઘટે છે. સાંપ્રદાયિક પક્ષપાતની ખોટી ગ્રંથિ હોવી ન ઘટે. મતાગ્રહ હોય ત્યાં મધ્યસ્થ ભાવ ન હોવાથી કુતર્કનું પ્રધાનપણું થઈ જાય છે. કુતર્કો અતિભમ ઉપજાવી જીવને અવળે માર્ગે લઈ જાય છે. ગુરુએ આજ્ઞા કરેલ શાસ્ત્રોનું, મતમતાંતરના ભાવને છોડીને વાંચવાથી જ સમ્યક્ અર્થઘટન થઈ શકે છે. મતાગ્રહના કારણે જીવ ધર્મભાવને બદલે ધર્માધતા તરફ ધકેલાઈ જાય છે. આ ધર્માધપણાના કારણે બુદ્ધિ સાર-અસારનો વિવેક કરી શકતી નથી. ધર્માધપણાથી પરાધીન થઈ જનારને સત્ય કે અસત્ય જોવાની વૃત્તિ રહેતી નથી. દિગંબર, શ્વેતાંબર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, ત્રિસ્તુતિક વગેરે જેમાં પોતે જન્મ્યો હોય તે સંપ્રદાયની માન્યતાનો આગ્રહ કરે છે અને અન્ય મતનો સ્વીકાર તો દૂર રહ્યો પણ તેનો નિષેધ કરે છે. તે પોતાના કુળધર્મનો જ આગ્રહ રાખે છે અને તેની સર્વોપરીતા સિદ્ધ કરવા મિથ્યા પ્રયાસો કરે છે. શ્રીમદ્ પ્રકાશે છે કે - “જીવ જે જે કુળમાં ઊપજે છે તેનો તેનો આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધો હોત તો તેનો આગ્રહ થઈ જાત; જો તપામાં હોય તો તપાનો આગ્રહ થઈ જાય. જીવનું સ્વરૂપ ટુંઢિયા નથી, તપ નથી, કુલ નથી, જાતિ નથી, વર્ણ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવો એ કેવું અજ્ઞાન છે!” વિચાર તેમજ આચારવિષયક મતભેદોના કારણે અનેક ફિરકાઓ, સંપ્રદાયો, ગચ્છો અસ્તિત્વમાં આવ્યા છે. પરિપક્વ મુમુક્ષુ તો આ ભિન્ન ભિન્ન મત-પંથના ગ્રંથો અને વિભિન્ન પરિભાષામાંથી પણ સાધનાને ઉપયોગી પ્રેરણા અને પથદર્શન ગ્રહણ કરી લે છે, જ્યારે આગ્રહી જીવ નિજમતનાં શાસ્ત્રો તે પોતાનાં અને અન્ય મતનાં શાસ્ત્રો તે પરાયાં એવો ભેદ પાડે છે. તે પોતાનાં શાસ્ત્રો સ્વમતનું ખંડન કરવા માટે અને પરાયાં શાસ્ત્રો પરમતનું ખંડન કરવા માટે વાંચે છે. તેને માટે શાસ્ત્રની સત્યતાનો માપદંડ એટલો જ છે કે તે શાસ્ત્ર પોતાના મત-પંથ-સંપ્રદાયની કૃતિ છે કે નહીં. સ્વમતાગ્રહી હોવાથી તે જીવની વૃત્તિ લેશિત ભાવમાં જોડાઈ જાય છે અને તેથી વિખવાદ થાય છે. જાતિ, કુળ, ગચ્છ આદિના આગ્રહથી જરા પણ લાભ થતો ન હોવાથી જ સુપાત્ર જીવે મતાંતરનો ત્યાગ કરવો જોઈએ એમ અહીં સ્પષ્ટ કહ્યું છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૫ (ઉપદેશછાયા-૧૪) Page #364 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪ ૩૧૭ આમ, શાસ્ત્રનું રહસ્ય પામેલા આત્મજ્ઞાની સદ્ગુરુનો પ્રત્યક્ષ સમાગમ નિરંતર ન રહેતો હોય ત્યારે તેમણે અવગાહન અર્થે સૂચવેલાં શાસ્ત્રની વિચારણા કરી, સુપાત્ર જીવ મતમતાંતરાદિ ભુલભુલામણીમાં અટવાયા વિના, સાધનામાર્ગમાં ઉત્તરોત્તર વિકાસ સાધી શીવ્ર ઇષ્ટ ધ્યેય સુધી પહોંચે છે. સદ્દગુરુની આજ્ઞા અનુસાર શાસ્ત્રોનાં વાંચન, પૃચ્છા, અનુપ્રેક્ષા, આમ્નાય તથા ધર્મકથારૂપ સ્વાધ્યાયના પાંચ પ્રકારોનું સેવન કરતાં દૃષ્ટિ બાહ્ય સંયોગો ઉપરથી ખસી અંતરમાં જ્ઞાયક પ્રતિ વળે છે. કર્મના ઉદયમાં ઉપયોગને તણાતો અટકાવવામાં સ્વાધ્યાય ખૂબ ઉપકારી છે. વિષમ સંજોગોમાં સ્વાધ્યાયથી સમતાપૂર્વક રહી શકાય છે. આમ, શાસ્ત્રસ્વાધ્યાયથી પુષ્કળ લાભ છે. જેમની જિજ્ઞાસાનો દોર આત્મા તરફ વળ્યો છે એવા ભવ્ય જીવોનાં હિતને માટે વીતરાગી સંતોએ શાસ્ત્રો રચ્યાં છે. સત્પરુષોએ ભવને છેદતાં છેદતાં અને મોક્ષને સાધતાં સાધતાં જે શાસ્ત્ર રચ્યાં તે શાસ્ત્રો ભવના છેદક છે અને મોક્ષના ઉત્પાદક છે. આત્મકલ્યાણનો અચળ નિર્ધાર કરી, સદ્ગુરુના દઢ આશ્રયે જે સુપાત્ર જીવ સતુશાસ્ત્રના અભ્યાસનો ઉદ્યમ કરે છે, તેને તે અવશ્ય લાભનું કારણ બને છે. ગુરુગમથી અગમ અગોચર એવાં આગમ સુગમ બને છે. મોક્ષાર્થી જીવ તે વાણી ઝીલી, આત્મા તરફ વળીને પરમ આનંદ પામે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘અથવા સદગુરુએ કહ્યાં, જે અધિકારી વિશેષ; જાણી હિત આત્મા તણું, જેથી ભાવ અકલેશ. આપ્તવચન શાસ્ત્રો કહ્યાં, જે અવગાહન કાજ; તે સમ્યગુ દષ્ટિ વડે, સત્સંગ શુભ સાંજ. સદ્દગુરુ ભાષિત શાસ્ત્ર છે, જે જે છે સત્યાર્થ; તે તે નિત્ય વિચારવાં, જેમ જ્યાં જડે પરમાર્થ. માટે સન્શાસ્ત્રો કહ્યાં, શ્રીમદ્ સદ્ગુરુ રાજ; તે આત્માર્થે જાણવાં, કરી મતાંતર ત્યાજ.૨ * * * ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૯, સૂત્ર ૨૫ “વચના-પૃચ્છના-નક્ષT-SSનાથ-ઘોંપશી: I' ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૩-૫૬) Page #365 -------------------------------------------------------------------------- ________________ Page #366 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૫ છે કે અક જ છંદ છે, કે અવમ કે, રમા એમ ૧છે. જનું કિ . Page #367 -------------------------------------------------------------------------- ________________ Page #368 -------------------------------------------------------------------------- ________________ ગાથા ગાથા ૧૪માં કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગુરુનો નિરંતર સમાગમ ન મળતો હોય ભૂમિકા ત્યારે આત્માર્થી જીવે, શ્રી સદ્ગુરુએ જે શાસ્ત્રો વાંચવા-વિચારવાની આજ્ઞા કરી હોય તે શાસ્ત્રો સર્વ પ્રકારના મતમતાંતર છોડી દઈ, માત્ર સ્વરૂપપ્રાપ્તિના લક્ષે નિત્ય વિચારવાં ઘટે. ગાથા આમ, ગાથા ૧૪મી સુધી શ્રીમદે સ્પષ્ટપણે દર્શાવ્યું કે મોક્ષમાર્ગ પ્રત્યક્ષ સદ્ગુરુને આધીન છે, અર્થાત્ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તવામાં જ જીવનું કલ્યાણ છે. ભક્તિપ્રધાનદશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષો સુગમપણે વિલય પામે છે એવો જ્ઞાનીપુરુષોનો પ્રધાન આશય શ્રીમદ્ હવે પછીની ચાર ગાથામાં દર્શાવે છે. . સ્વચ્છંદવર્તનામાં કલ્યાણ નથી અને સ્વચ્છંદરોધથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ બતાવતાં શ્રીમદ્ પ્રકાશે છે ૧૫ રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.' (૧૫) અર્થ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ ‘સ્વચ્છંદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. (૧૫) વીતરાગમાર્ગની પ્રાપ્તિને રોકનાર સૌથી વધુ પ્રતિબંધક એવો જીવનો ભાવાર્થ ‘સ્વચ્છંદ' નામનો મહાદોષ છે. આ દોષ જીવને અનેક પ્રકારે અનુચિત પ્રવૃત્તિમાં રોકી રાખતો હોવાથી તે સંસારપરિભ્રમણનું કારણ બને છે. જેણે સંસારના પ્રતિપક્ષરૂપ મોક્ષ પામવો હોય તેણે સ્વચ્છંદ રોકવો જોઈએ. જે આ સ્વચ્છંદ નામના દોષને રોકે છે, તે અવશ્ય મોક્ષને પામે છે. સ્વચ્છંદ એટલે પોતાની ઇચ્છાએ વર્તવાની ટેવ, પોતાના ડહાપણે ચાલવાની વૃત્તિ, પોતાને ગમતું હોય એ પ્રમાણે વર્તવાની ઇચ્છા. મનમાન્યું કરવું જીવને એટલું બધું વહાલું લાગે છે કે તે રોકવા માટે તેણે ઘણું બળ વાપરવું પડે છે. જીવનો સ્વચ્છંદ અનાદિ કાળથી પ્રવાહરૂપે ચાલ્યો આવતો હોવાથી તે એટલો બધો બળવાન થઈ ગયો છે કે તેને રોકવો અત્યંત દુષ્કર છે. તેના સદ્ભાવમાં થતી કોઈ પણ ધર્મપ્રવૃત્તિ મોક્ષનું કારણ બની શકતી નથી. સ્વચ્છંદી Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યક્તિ પરમાર્થના નામે જપ, તપ, શાસ્ત્રવાંચન આદિ અનેક સાધનો પોતાની મતિકલ્પનાએ કરે છે અને તેમ કરવાથી પરમાર્થ સધાય છે એમ માને છે, પરંતુ તેનું એક પણ સાધન યથાર્થ પરિણમતું નથી. તે પરમાર્થથી અજાણ હોવા છતાં, ‘હું જ સાચો', મારું જ સાચું', “માનું છું તેમ જ પરમાર્થમાર્ગ છે' ઇત્યાદિ સ્વછંદવૃત્તિના કારણે કાં તો ક્રિયાજડત્વમાં, કાં તો શુષ્કજ્ઞાનીપણામાં તે રોકાઈ જાય છે. આત્મકલ્યાણરોધક એવા આ સ્વછંદને જીવ જો પોતાના પુરુષાર્થના બળથી રોકે તો નિઃસંદેહ તેનો મોક્ષ થાય એમ સૂચવવા “તો' અને “અવશ્ય' જેવા વજનદાર શબ્દોનો પ્રયોગ શ્રીમદે આ ગાથામાં કર્યો છે. આમ, ગાથાની પ્રથમ પંક્તિમાં સ્વચ્છેદરૂપી દુષ્કર દોષને રોકવાથી મોક્ષપ્રાપ્તિની નિશ્ચિતતા બતાવી છે. અનેક જન્મોના સંસ્કારોથી જીવમાં પોષાયેલ કુળધર્માદિનો અભિનિવેશ, આપડહાપણે ફાવે તેમ વર્તવાની ટેવ, નિરંકુશપણે વર્તવાની વૃત્તિ ઇત્યાદિ સર્વ સ્વચ્છેદ છે અને જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ હોય છે, ત્યાં સુધી સસ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ તેને દૃષ્ટિગોચર થતો નથી. સ્વચ્છેદરૂપી અંધત્વ ટળવાથી મુમુક્ષુદશા પ્રગટે છે અને મોક્ષમાર્ગ ખુલ્લો થાય છે. જે જીવ સ્વછંદ રોકે છે તે અનુક્રમે મોક્ષને, અર્થાત્ પૂર્ણ શુદ્ધ દશાને અવશ્ય પામે છે. સ્વચ્છંદ રોકી અનંત જીવો મોક્ષને પામ્યા છે અને પામશે એમ જેમનામાં રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રિદોષમાંથી એક પણ દોષ નથી એવા પરમ નિર્દોષ, પરમ પ્રમાણભૂત જિનેશ્વરદેવે પ્રકાણ્યું છે, જે દરેક જીવે લક્ષગત કરવા યોગ્ય છે. = અનાદિ કાળથી પ્રવાહરૂપે ચાલ્યા આવતા સ્વછંદ નામના મહાદોષના વિશેષાર્થ શષાથ| કારણે જીવને સત્ની પ્રાપ્તિ થઈ નથી. જો કે તેણે જપ, તપાદિ સાધનો કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, પરંતુ તે સર્વ સ્વચ્છેદે કર્યું હોવાથી તેનું કરેલું બધું જ વ્યર્થ ગયું છે. તેથી આ ભયંકર દોષનું સ્વરૂપ જાણી, તેને છેદવાનો ઉપાય અત્યંત આવશ્યક બને છે. સ્વચ્છંદ એટલે સ્વ (પોતે) + છંદ (ટેવ) = પોતાની મતિ અને ઇચ્છાએ વર્તવાની ટેવ. અનાદિ કાળથી જીવ ઇચ્છાનુસાર વર્યો છે. તેણે પોતાની ઇચ્છાને જ આગળ કરી છે અને પોતે જે કરે છે તે જ યોગ્ય છે એવું માનતો આવ્યો છે. આપડહાપણે નિરંકુશપણે વર્તવાનું તેને સારું અને સારું લાગે છે અને તેથી તે પોતાની હઠ છોડવા તૈયાર થતો નથી. પોતાની કલ્પનાએ વર્તવું જ તેણે રૂડું જાણ્યું છે. પોતાની મતિકલ્પનાએ ધાર્મિક ક્રિયાઓ તથા શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં “મને બધું ખબર છે', મને બધું આવડે છે' એવો તેને પોતાના વિષે અભિપ્રાય બંધાય છે. હું જાણું છું', “હું જાણું છું તે જ યથાર્થ છે', ‘હું કહું તેમ જ કરવા યોગ્ય છે' એવાં અભિમાન અને Page #370 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫ ૩૨૩ આગ્રહનાં પરિણામોના સર્ભાવમાં સ્વચ્છેદની ઉત્પત્તિ થાય છે, જે મહા અનર્થકારી નીવડે છે. સ્વછંદવૃત્તિના કારણે બીજા અનેક દોષ પાંગરે છે. સ્વચ્છંદની ઉપસ્થિતિમાં નિજ દોષનું અવલોકન થઈ શકતું નથી. કદાચિત્ જીવ નિજ દોષ શોધવાનો પ્રયત્ન કરવા જાય તોપણ સ્વચ્છંદનો આધાર હોવાથી નિજદોષસુરક્ષાના ભાવ વધુ પ્રબળ રહે છે. સ્વચ્છંદના સર્ભાવમાં જીવને દોષનો નિષેધ થવાને બદલે ઊલટો પક્ષ થાય છે અને જાણે-અજાણે તે દોષનું અનુમોદન થઈ જાય છે. ક્યારેક તો દોષોનો બચાવ કરવા માટે તે શાસ્ત્રવચનનો પણ ઉપયોગ કરે છે. પોતાની નબળાઈનું સમર્થન મેળવવા શાસ્ત્રનું વિપરીત અર્થઘટન કરે છે તથા શાસ્ત્રમાંથી પોતાને અનુકૂળ અર્થો તારવીને તે પોતાના વિપરીત પ્રવર્તનને પોષે છે. માત્ર એક સ્વચ્છંદના કારણે બીજા અનેક દોષોનો બચાવ થાય છે, જેથી અન્ય સર્વ દોષ અડીખમ રહે છે અને પ્રસંગોપાત્ત તેનાં મૂળ વધુ ને વધુ ઊંડાં ઊતરતાં જાય છે. આમ, સ્વચ્છંદના કારણે પોતાના દોષ અપક્ષપાતપણે જોવારૂપ મુમુક્ષુતા' પ્રગટતી નથી અને મુમુક્ષુતાનો અભાવ એ તો મોક્ષમાર્ગનું સૌથી બળવાન પ્રતિબંધક કારણ છે. વળી, શાસ્ત્રાભ્યાસના કારણે હું સમજું છું' એવો ભાવ રહેતો હોવાથી તેને સદ્દગુરુની આવશ્યકતા અને મહિમા ભાસતાં નથી. તે માને છે કે શાસ્ત્રમાં આત્મા, મોક્ષ, મોક્ષમાર્ગ વગેરે પ્રયોજનભૂત તત્ત્વ સંબંધી સર્વ વર્ણન છે, તેથી શાસ્ત્રના અભ્યાસથી આત્મપ્રાપ્તિ થઈ શકે છે. તેનો ઝુકાવ શાસ્ત્રની ધારણા કરવા પ્રત્યે હોય છે. આ ઝુકાવના કારણે તેને પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ પ્રત્યે ઉપેક્ષાભાવ રહે છે. તે એમ માને છે કે શાસ્ત્રમાં બધું જ છે, સત્પરુષ શાસ્ત્રથી વિશેષ શું કહેવાના છે? તે તેમના સત્સમાગમની સરખામણી સ્વયંના શાસ્ત્ર-અધ્યયન સાથે કરે છે. શાસ્ત્રને ઉચ્ચગુણસ્થાનસ્થિત પુરુષોનાં વચન ગણી તે તેના ઉપર વધુ ભાર આપે છે. તેને શાસ્ત્રોની જાણકારીની મહત્તા વધુ ભાસવાથી સત્પરુષના સમાગમની વૃત્તિ ગૌણ થાય છે અને પોતે શાસ્ત્ર દ્વારા જે જાણ્ય-રહ્યું તેનો જ આગ્રહ રાખે છે. ખરેખર તો મતિકલ્પનાએ અધ્યયન કરવાથી શાસ્ત્રના મર્મથી તે અજાણ રહે છે, તેનો પરમાર્થ પણ અન્યથા સમજી લે છે અને તેથી તેનું મિથ્યાત્વ છૂટતું નથી. ઉપદેશને યથાવત્ સમજ્યા વિના, તેને વિપરીતપણે કે એકાંતે પકડી તેનો આગ્રહ કરે છે. પોતાનું જાણેલું સાચું - એવું અભિમાન કરીને તે પોતાના વિપરીત અભિપ્રાયની ગાંઠને દઢ કરે છે અને તેથી તેની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ જાય છે. આચાર્યશ્રી શુભચંદ્રજી કહે છે કે જ્યાં સુધી મનમાં મતની ગાંઠ અતિશય દઢ છે, ત્યાં સુધી પ્રાપ્ત થયેલું વિવેકરૂપી રત્ન પણ જતું રહે છે, કારણ કે માન કષાયની સાથે હેય-ઉપાદેયનું જ્ઞાન રહેતું Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન નથી.૧ વળી, પોતાને શાસ્ત્રજ્ઞાનના સંબંધમાં અભિમાન વર્તતું હોવાથી તેને પ્રત્યક્ષ સત્પુરુષના આશ્રયનો મહિમા ભાસતો નથી. સત્પુરુષ પાસે જવાથી પોતાની સ્વચ્છંદપ્રવર્તના છોડવી પડશે એમ જાણતો હોવાથી તે પ્રત્યક્ષ સત્પુરુષથી વિમુખ વર્તે છે. - કદાપિ પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયે જીવને જ્ઞાનીપુરુષનો સમાગમયોગ થાય છે તોપણ તેને તેમના પ્રત્યે માહાત્મ્યબુદ્ધિ થતી નથી. સ્વચ્છંદરૂપી અંધત્વના કારણે તેને સત્પુરુષની વાણીનું પ્રત્યક્ષ શ્રવણ થાય તોપણ તેમાં અહોભાવનો અભાવ વર્તે છે. જેમ મગસેલિયા પથ્થર ઉપર ગમે તેટલું પાણી પડે તોપણ તે પલળે નહીં અને કોરડું મગને ગમે તેટલા પાણીમાં બાફો તોપણ તે બફાય નહીં, તેમ જે જીવને સત્પુરુષનું માહાત્મ્ય નથી, તેના ઉપર સત્પુરુષની અમૃતવાણીનો વરસાદ ગમે તેટલો વ૨સે તોપણ તે જીવ પલળતો નથી, અર્થાત્ તેનામાં તેમનાં વચનોનું પરિણમન થતું નથી. જ્ઞાની પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું વિનયાન્વિત થવાતું નથી અને તેથી તેને સત્પુરુષની યથાર્થ ઓળખાણ થતી નથી. શ્રીમ ્ લખે છે ‘જ્ઞાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો ‘હું જાણું છું', ‘હું સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક ‘સ્વચ્છંદ' નામનો મહા દોષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.’૨ પરમ વિનયના અભાવે સ્વચ્છંદી વ્યક્તિને સત્પુરુષનાં વચનોમાં ભૂલ દેખાય છે. જ્ઞાનીની વાણીમાં રહેવા પામેલ વ્યાકરણદોષની તેને મુખ્યતા વર્તે છે. પ્રત્યક્ષ સત્પુરુષનાં વચનોને સમ્મત કરવા માટે તેની બુદ્ધિ શાસ્ત્રનો આધાર શોધવા જાય છે. સત્પુરુષનાં વચનોની સમીચીનતા વિષે તેને શંકા રહે છે. તેમનાં વચનો પૂર્વાચાર્યોનાં શાસ્ત્ર સાથે ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ’, સર્ગ ૧૯, શ્લોક ૪૯ 'मानग्रन्थिर्मनस्युच्चैर्यावदास्ते तावद्विवेकमाणिक्यं ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૫૭ (પત્રાંક-૪૧૬) दृढस्तदा । પ્રાપ્તમવ્યસર્પતિ ।।' Page #372 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫ ૩૨૫ મેળ ખાતાં નથી એવા વિકલ્પો તેને વારંવાર થયા કરે છે. જ્ઞાનીનાં વચનોનું તોલન તે પોતાની મતિકલ્પનાએ કરે છે. તે પ્રત્યક્ષ સત્પરુષનાં વચનોની પ્રામાણિકતા પ્રત્યે શંકા-કુશંકા કરે છે. તેમનાં વચનોમાં તેને અતિશયોક્તિ, ભાવાવેશ, મતિકલ્પના આદિ દોષો દેખાય છે. સ્વચ્છંદના કારણે તે તેમનાં વચનોનો સર્વાગી સ્વીકાર કરી શકતો નથી. તેમનાં વચનોમાંથી તે પોતાને ગમતું જ ગ્રહણ કરે છે. સ્થૂળ વાતોમાં સમ્મત થાય છે, પણ જેવી પોતાને અણગમતી કોઈ વાત આવે ત્યારે ‘આ વાત સાચી નથી' એમ કહી તેનો અસ્વીકાર કરે છે, જે સપુરુષ પ્રત્યેની શ્રદ્ધાનો અભાવ અને વિરોધનાં પરિણામ સૂચવે છે. વળી, સ્વચ્છંદના સદ્ભાવમાં તેને જ્ઞાની પુરુષના આચરણ પ્રત્યે દોષદષ્ટિ રહે છે. સ્વચ્છંદના માર્ગે ચડેલો જીવ સત્પરુષની સાચી ઓળખાણ કરી શકતો નથી. કૂવાનું પાણી માપવા કૂવામાં ઊંડે ઊતરવું પડે છે, તેમ પુરુષને ઓળખવા માટે સત્પરુષના અંતરના ઊંડાણમાં ઊતરવું પડે છે. સ્વચ્છંદી જીવની બાહ્ય દષ્ટિ હોવાથી તે તેમના અંતરનો તાગ પામી શકતો નથી. શ્રીમદ્ લખે છે – ‘અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જગતદષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે; દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી.”૧ સપુરુષની બાહ્ય દશામાં કિંચિત્ ચારિત્રમોહજન્ય દોષ દેખાય ત્યારે સ્વચ્છંદી જીવ તેની મુખ્યતા કરી બેસે છે. ચારિત્રમોહના અલ્પ દોષ ઉપર વજન જવાથી મિથ્યાત્વ જેવા સર્વોપરી દોષના અભાવરૂપ મહાન સમ્યકત્વદશા ગૌણ થઈ જાય છે, પરિણામે સપુરુષનો યથાર્થ મહિમા આવતો નથી. યથાર્થ ઓળખાણ અને મહિમાના અભાવમાં તે તેમની પવિત્ર અંતર્દશાની વિરાધના - આશાતનાનો મોટો દોષ કરે છે અને તેથી તેનો સંસાર અનંત કાળ માટે વધી જાય છે. પુરુષની અંતરંગ દશા - સમ્યકત્વરૂપ દશાની જેને ખરી ઓળખાણ થઈ છે, તેને તો તે સત્પરુષનું દરેક આચરણ યથાર્થ ભાસે છે, એટલું જ નહીં પણ તેને તો ચારિત્રમોહજનિત ઝંઝાવાત પ્રસંગે પણ તેમની ભિન્નતાનાં અને તેમની અડગતાનાં જ દર્શન થાય છે અને તેથી તેને તેમના પ્રત્યે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૪ (પત્રાંક-૬૭૪) Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિશેષ ભક્તિભાવ ઊપજે છે. પણ સ્વચ્છંદી જીવને તો તે દોષોની જ મુખ્યતા રહે છે. વળી, તે તો પોતાની દોષદષ્ટિને પરીક્ષક બુદ્ધિ ગણે છે. તે કહે છે કે હું તેમના સપુરુષપણાની ચકાસણી કરું છું. જેમ બજારમાંથી માટલું ખરીદતી વખતે એના ઉપર બરાબર ટકોરા મારીને જોવામાં દોષ નથી, તેમ સત્પરુષને ગુરુપદે સ્થાપતાં પહેલાં તેમની અંતરંગ દશાની કસોટી અવશ્ય કરવી જોઈએ.' પરંતુ કસોટી કરવા પાછળ સ્વચ્છંદી જીવનો આશય તેવો હોતો નથી. તેને સત્પરુષ ધર્મ પામ્યા છે કે નહીં તેની ચોકસાઈ કરીને તેમની પાસેથી ધર્મ નથી ઇચ્છવો, પરંતુ પુરુષમાં પણ દોષ કાઢીને પોતાને મોટા પરીક્ષક કે મહાત્મા ગણાવવું છે. આચાર્યશ્રી ગુણભદ્રજી કહે છે કે સમસ્ત ગુણોના આધારભૂત મહાત્માને જો દુર્ભાગ્યવશે કંઈક ચારિત્ર આદિ સંબંધી દોષ ઉત્પન થઈ જાય તો ચંદ્રના લાંછનની માફક તેને જોવા અંધ પણ સમર્થ થાય છે. પણ તે દોષ જોવામાત્રથી તે દોષ જોનાર જીવ મહાત્મા થઈ જતો નથી. જેમ પોતાની પ્રભાથી જ પ્રગટ જણાતા ચંદ્રના કલંકને સમસ્ત જગત દેખે છે, પણ શું કોઈ કદી પણ તે ચંદ્રની પદવીને પામે છે? અર્થાત્ કોઈ કદી ચંદ્રની તુલ્ય થતા નથી.' સ્વચ્છંદી જીવ સત્પરુષના ઔદયિક ભાવને અનુલક્ષીને તેમના બાહ્યાચરણના દોષ શોધવામાં તથા તેમના વ્યવહાર પ્રત્યે શંકા-કુશંકા કરવામાં પ્રવૃત્ત રહે છે. સ્વચ્છેદના સદ્ભાવમાં તેને ક્વચિત્ અભક્તિનાં પરિણામ પણ થઈ જાય છે. ક્ષયોપશમજ્ઞાનની અધિકતામાં મીઠાશનાં પરિણામ રહેતાં હોવાથી સત્પરુષ પ્રત્યે પરમ વિનયનાં પરિણામ પ્રગટવાને બદલે સત્પરુષ વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. તે પુરુષની પોતા સાથે તુલના કરે છે. તે સત્પરુષની બાહ્ય ક્રિયાની નકલ કરે છે. સત્પરુષોને અતીન્દ્રિય સ્વભાવનાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે ધર્મ થાય છે અને શુભ રાગ વખતે તેઓ પૂજા, ભક્તિ, સ્વાધ્યાયાદિમાં પણ પ્રવર્તે છે. સ્વચ્છંદી જીવ સત્પરુષની આત્મદશાને લક્ષમાં નથી લેતો અને માત્ર બાહ્ય શુભ ક્રિયાથી સત્પરુષને ધર્મ થાય છે એમ માનીને પોતે પણ ભક્તિ-સ્વાધ્યાય આદિમાં પ્રવર્તે છે, પરંતુ તેનું વલણ આત્મસન્મુખ ન હોવાના કારણે તે ગમે ત્યાં હોય - વનમાં કે મંદિરમાં - તોપણ તેને ધર્મ થતો નથી. મિથ્યા શ્રદ્ધાનના કારણે તે ગમે તેટલું શ્રવણ-વાંચન, જપ-તપ કરે તો પણ તેની અંતરંગ દશામાં કોઈ પરિવર્તન નથી આવતું અને સર્વ સાધન નિષ્ફળ જાય છે. સમજ્યા વગર તે પુરુષની માત્ર બાહ્ય ક્રિયાની નકલ કરે છે અને વળી પાછું તેનું અભિમાન કરે ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૨૫૦ 'दोषः सर्वगुणाकरस्य महतो देवानुरोधात्क्वचिज्जातो यद्यपि चन्द्रलाञ्छनसमस्तं द्रष्टुमन्धोऽप्यलम् । द्रष्टान्पोति न तावतास्य पदवीमिन्दोः कलई जगद विश्वं पश्यति तत्प्रभाप्रकटितं किं कोऽप्यगात्तत्पदम् ।।' Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫ ૩૨૭ છે. તે માને છે કે હું પણ ઘણો ધર્મ કરું છું. સત્પરુષ જે કરે છે તે બધું જ હું કરું છું, હું પુરુષ જેવો જ પુરુષાર્થી છું. તે જાણે છે તેટલું બધું હું જાણું છું, તેથી હું સપુરુષ જેવો જ જ્ઞાની છું.' આવા ભાવ પ્રવર્તતાં હોવાથી તે સત્પરુષની અવગણના કરે છે અને ક્યારેક તો તેમની નિંદા પણ કરે છે. તે સત્પરુષનો વિરોધ કરવામાં કે અવર્ણવાદ બોલવામાં પણ પાછી પાની કરતો નથી. આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજી કહે છે કે ગર્વથી ભરેલા અભિપ્રાયવાળો જીવ મદથી અન્ય ધર્માત્મા પુરુષોનો તિરસ્કાર કરે છે ત્યારે તે જિનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો તિરસ્કાર કરે છે, કારણ કે ધર્મ ધર્મી વિના - રત્નત્રયનું આચરણ કરનાર વિના હોતો નથી અને ધર્મનો અનાદર કરનાર મોક્ષપદ પામી શકતો નથી. આમ, સત્પરુષની આશાતના કરીને તે પોતાનું સંસારપરિભ્રમણ વધારી બેસે છે. શ્રીમદ્ લખે છે – જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે. વળી, આત્મજ્ઞાન થયા પહેલાં ત્યાગીપણાના કે વિદ્વત્તાના કારણે ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો ત્યાં તેને અભિમાન થાય છે. વ્યાખ્યાન અથવા લેખનની કુશળતાથી પોતાની મહત્તા દર્શાવવાની ઇચ્છા રહ્યા કરે છે. આચાર્યપ્રણીત ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ન્યાય દર્શાવતી વખતે પણ પોતાની મહત્તા બતાવવાનો હેતુ જ મુખ્ય રહે છે. આવાં પરિણામોના સર્ભાવમાં સ્વચ્છંદી જીવને સત્પરુષના શરણે જવાની આવશ્યકતા જ નથી લાગતી. તેને શાસ્ત્રના ભણતરથી અથવા બાહ્ય ત્યાગથી મોટાઈ અને માન વધારવાની ઇચ્છા રહેતી હોવાથી ઉપદેશ ગ્રહણ કરવાની નમતાને બદલે ઉપદેશ આપવાની જ વૃત્તિ રહે છે. પુરુષ કરતાં પોતે વિશેષ ત્યાગી અથવા વિદ્વાન છે તેવું દર્શાવવાના પ્રયત્નમાં જ તે હંમેશાં લાગેલો રહે છે. પોતાના અનુયાયીઓની સંખ્યા કેવી રીતે વધારી શકાય, પોતાનું માનપાન કેવી રીતે વધે આદિમાં જ તેનો લક્ષ રહે છે અને તેથી તે સપુરુષથી વિમુખ જ વર્યા કરે છે. આ રીતે સ્વચ્છેદસેવનથી તે સંસારપરિભ્રમણનાં કારણો જ સેવે છે! આમ, જે જીવને ભવભ્રમણનો ભય નથી, તે જીવ સ્વચ્છેદે વર્તે છે અને પોતાનું ૧- જુઓ : આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીકૃત, “રત્નકરંડ શ્રાવકાચાર', શ્લોક ૨૬ ‘स्मयेन योऽन्यानत्येति धर्मस्थान् गर्विताशयः । सोऽत्येति धर्ममात्मीयं न धर्मो धार्मिकैर्विना ।।' ૨- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૪૩ (પત્રાંક-૩૯૭) Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન મહા અનર્થ કરે છે. જો જીવ સ્વચ્છેદરૂપી મહાદોષને રોકે, સ્વચ્છંદના પ્રતિપક્ષી ભાવે વર્તે તો તે અવશ્ય મોક્ષ પામે છે. જે જીવ પોતાના જ્ઞાનનો ક્ષયોપશમ શાસ્ત્ર અનુસાર હોવા છતાં પણ જ્યાં સુધી પોતાને અપૂર્વ દશા પ્રગટી નથી, ત્યાં સુધી તે દશાની જિજ્ઞાસા સહિત સભાનપણે વર્તે છે; સન્દુરુષની અંતરંગ દશાને ઓળખીને પરમ દીનતા કેળવી, પરમ વિનયવંત બની, લઘુત્વભાવે વર્તે છે; અત્યંત મહિમાપૂર્વક અને અત્યંત જિજ્ઞાસા સહિત જ્ઞાની પુરુષની વાણીનું શ્રવણ કરે છે, જેથી તે વાણી તેના અંતરને સ્પર્શી શકે; સન્દુરુષનાં વચનમાં નિઃશંકપણે પરમ પ્રીતિ કરે છે, તેને અલૌકિક અર્થમાં ઘટાવે છે, તેમાં રહેલા પરમાર્થને સમજવાનો દૃષ્ટિકોણ રાખે છે, અર્થાત્ તેમાં દર્શાવેલ માર્ગની વિધિના ગંભીર રહસ્યને ગહન ચિતવનથી શોધે છે; પોતાના દોષ સ્વીકારવામાં મધ્યસ્થ બુદ્ધિ રાખે છે; પુરુષના અલૌકિક ચરિત્રને લક્ષમાં રાખીને પોતાનો પુરુષાર્થ ઉપાડે છે; સન્દુરુષને પ્રગટ મૂર્તિમાન સત્ જાણીને અટલ શ્રદ્ધા, દૃઢ આશ્રય અને અતુલ ભક્તિ કરે છે; કંઈ પણ છુપાવવાના ભાવરહિત પુરુષના ઉપકારને પ્રસિદ્ધ કરે છે અને તેને સર્વોત્કૃષ્ટ ગણી તેનો મહિમા ગાય છે; પુરુષની મહાનતા અને પોતાની ક્ષુદ્રતા જાણી-સમજી તુલના કરવાનો ભાવ વિસર્જન કરે છે; તેમને પરમ હિતનું કારણ જાણી એકનિષ્ઠાએ ગુણાનુવાદમાં પ્રવર્તે છે; આત્મજ્ઞાન થયા પહેલાં ઉપદેશકાર્ય કરવાનું આવે તો શાસ્ત્રવાંચન, લેખન આદિ પ્રવૃત્તિમાં સત્પરુષના ઉપકારને પ્રદર્શિત કરે છે; આધ્યાત્મિક ન્યાયોનું સ્વલક્ષે તથા નમપણે નિરૂપણ કરે છે; સપુરુષની સાથે ચડસાચડસી કરવાને બદલે તેમના શરણે જવાની ભાવના રાખે છે અને તેથી તે જીવ અવશ્ય મોક્ષને પામે છે. સપુરુષનો અનન્ય આશ્રય અંગીકાર કરી તેમનું માર્ગદર્શન અનુસરતાં જીવ અંતર્મુખ થાય છે અને તેને સ્વાનુભૂતિ થાય છે. તે પોતાના જ્ઞાન-શ્રદ્ધાને સમ્યફ કરી, તેનાં બળ વડે પોતાનું વાસ્તવિક સુખ, મોક્ષદશા સાધવા અપ્રમત્ત થાય છે. પુરુષની ઉપાસનાથી તે સમસ્ત કર્મોનો નાશ કરી પરમ સુખદ મુક્તિધામમાં સદાને માટે જઈ વસે છે અને અનંત સુખને પામીને પરમ કૃતાર્થ થઈ જાય છે. આમ, સ્વછંદને રોકવાથી જીવ મોક્ષને પામે છે અને એવી રીતે અનંતા જીવો મોક્ષે ગયા છે એમ દોષરહિત જિનેશ્વર ભગવાને કહ્યું છે. આ પ્રમાણે સ્વચ્છંદત્યાગથી આત્મહિતની શરૂઆત થાય છે, તેથી જીવે સ્વચ્છંદત્યાગનું કાર્ય ઉદ્યમપૂર્વક અવશ્ય કરવા યોગ્ય છે એવો અમૂલ્ય બોધ આપીને શ્રીમદે આત્મહિતેચ્છુઓ પ્રત્યે અમાપ ઉપકાર કર્યો છે. આ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ખરેખર! સ્વચ્છેદરૂપી અંધત્વના વિષમ ખડક પર જીવનું નાવડું ભાંગીને ભૂક્કો ન થઈ જાય એ અર્થે શ્રીમદ્ જેવા પરમ ગુરુના આ આત્માનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ Page #376 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫ ૩૨૯ અમૃત વચનો આ ભયંકર ભવસાગરમાં સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને દીવાદાંડી સમા અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવા છે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘રોકે જીવ સ્વચ્છેદ તો, વિનય ભાવ શુભ થાય; સદ્ગુરુ સેવા તો કરે, જેથી શ્રુત સમજાય. આજ્ઞા પાળી અનુક્રમે, પામે અવશ્ય મોક્ષ; જે પદ સર્વોત્કૃષ્ટ છે, પ્રગટે તે અપરોક્ષ. સદ્ગુરુ આજ્ઞા આરાધને, શ્રી સહજાત્મ સ્વરૂપ; પામ્યા એમ અનંત છે, અનંત ચતુષ્ટયવંત. અહો પરમ સત્પરુષની, કૃપા સુધારસ કોષ; પામી અનંત સુખી થયા, ભાખ્યું જિન નિર્દોષ.' ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૭૨ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા પ૭-૬૦) Page #377 -------------------------------------------------------------------------- ________________ Page #378 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૬ - ૧૬ , અન્ય ઉમે જિ. ૧ છેદ છે પે મ કે, પ. Page #379 -------------------------------------------------------------------------- ________________ Page #380 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૬ ભૂમિકા | ગાથા) ગાથા ૧૫માં કહ્યું કે જીવ જો સ્વચ્છંદને રોકે તો તે અવશ્ય મોક્ષને પામે અને આમ કરીને જ ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે એમ જિનેશ્વર ભગવાને ભાખ્યું છે. એક સ્વચ્છંદના કારણે જીવને સત્ની પ્રાપ્તિ થઈ નથી, થતી નથી અને થશે નહીં એમ કહી શ્રીમદે સ્વછંદ કેટલો દુઃખદાયી છે અને તેને રોકવો કેટલો આવશ્યક છે તે બતાવ્યું. આ મહાબંધનરૂપ સ્વચ્છંદની નિવૃત્તિ કઈ રીતે થઈ શકે એ જાણવું કલ્યાણકારી હોવાથી હવે ૧૬મી ગાથામાં શ્રીમદ્ સ્વચ્છંદ ટાળવાનો ઉપાય બતાવતાં કહે છે – “પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વચ્છેદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.” (૧૬) પ્રત્યક્ષ સરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ અર્થ) બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. (૧૬) 2 સ્વચ્છેદનિરોધનો અમોઘ ઉપાય બતાવતાં શ્રીમદ્ અત્રે કહે છે કે જીવ ભાવાર્થ | જો પ્રત્યક્ષ સગુરુના આશ્રયે વર્તે તો, અર્થાત્ તેમની આજ્ઞાએ વર્તે તો તેનો સ્વચ્છેદરૂપ મહાદોષ સુગમતાથી વિલય પામે છે. બાકી પોતાની મતિકલ્પનાથી જીવ બીજા અનેક ઉપાયો અજમાવી જુએ તોપણ સ્વચ્છંદનો નાશ થઈ શકતો નથી અને ક્યારેક તો બમણો પણ થાય છે, અર્થાત્ જે સ્વચ્છંદ હતો તે વધુ દૃઢ થાય છે; અને તે એટલો મજબૂત થાય છે કે નીકળવો અત્યંત દુષ્કર થઈ પડે છે. સગુરુના આશ્રય વિના ગમે તેટલા ઉપાય કરે તો પણ જીવનો સ્વછંદ ટળતો નથી, પણ પ્રાયઃ બમણો થાય છે. જીવ સ્વચ્છંદને ટાળવાનો ઉપાય પણ પોતાની ઇચ્છા અનુસાર નક્કી કરે છે. ક્રિયાજડ ક્રિયા મૂકી જ્ઞાનની વાતોમાં પોતાને જોડી દે છે અને શુષ્કજ્ઞાની જ્ઞાનચિંતન મૂકી ક્રિયામાં લાગી જાય છે અને સ્વચ્છંદ તો જેવો હતો તેવો જ રહે છે. તેથી જ અહીં કહ્યું છે કે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ હોય તો જ સ્વચ્છંદ ટળે, અર્થાત્ સજીવનમૂર્તિ એવા સદ્દગુરુની આજ્ઞાએ વર્તતાં સ્વચ્છંદ રોકાય છે અને તે રોકાતાં જીવ અવશ્ય મોક્ષ પામે છે. તેથી જેને સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા હોય તેણે પોતાના Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વ અભિપ્રાયો છોડીને, પોતાની સર્વ શક્તિનો ઉપયોગ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞા ઉપાસવામાં કરવો જોઈએ; કારણ કે અનંત કાળ પર્યંત નિજછંદે પરિશ્રમ કરે તોપણ જીવ જ્ઞાન પામી શકે નહીં, પરંતુ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાનો આરાધક સહજમાત્રમાં અંતર્મુહૂર્તમાં જ મોક્ષગામી બને છે. સદ્ગુરુનું આવું અદ્ભુત માહાત્મ્ય હોવાથી વિચારવાન જીવોએ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાને અનન્ય ભક્તિ સહિત આરાધી મોક્ષપ્રાપ્તિ કરી છે. સ્વચ્છંદરૂપી મહાદોષને સર્વ દોષનું મૂળ જાણી, સૌથી પ્રથમ સર્વ પ્રયત્ન વિશેષાર્થ વડે તેને ટાળવાનો મહાપુરુષો બોધ કરે છે. સ્વચ્છંદના કારણે અનેક સાધનો કરવા છતાં પણ જીવને મોક્ષમાર્ગનું યથાર્થ દર્શન થતું નથી અને મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી. સોયમાં દોરો પરોવી દરજી સીવણકામ શરૂ કરે ત્યારે જો તે ગાંઠ મારવાનું ભૂલી જાય તો તેની બધી મહેનત નિષ્ફળ જાય છે, એમ જીવ અનેક પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરે પણ સ્વચ્છંદત્યાગપૂર્વકના આજ્ઞા-આરાધનની ગાંઠ જો ન વાળે તો તેનો સર્વ પુરુષાર્થ નિષ્ફળ નીવડે છે અને તેથી જીવ પરિભ્રમણ છેદવાનો અવસર ચૂકી જાય છે. વળી, પોતામાં સ્વચ્છંદ છે એવું જીવને ભાન પણ થતું નથી. તેથી આ દોષનું આવું ભયંકર સ્વરૂપ જાણી તેને છેદવાનો ઉપાય અવશ્ય કરવા યોગ્ય છે. તે દોષને ટાળવાનો અચૂક ઉપાય છે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ, તેમની યથાર્થ ઓળખાણ અને તેમની આજ્ઞાનું સર્વાર્પણપણે આરાધન. જીવને સ્વચ્છંદમાં પડતો રોકનાર સદ્ગુરુનું શરણ લીધું હોય તો જ સન્માર્ગે ચડી શકાય છે. જીવને આ પ્રકારનો લક્ષ થાય તો જ તેને માર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ લખે છે કે ‘જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે : હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ ૩૩૫ સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે :એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. ગુરુને આધીન થઈ વર્તતા એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. आणा धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ (આચારાંગ સૂત્ર)’૧ સમસ્ત દ્વાદશાંગી આજ્ઞાધર્મના વિવરણરૂપ છે, તેથી જીવે સદ્ગુરુની આજ્ઞાનું આરાધન અખંડપણે અને એકનિષ્ઠાથી કરવું એ જ કર્તવ્ય છે. અધ્યાત્મયાત્રામાં જીવને સૌ પ્રથમ એ નિશ્ચય થવો ઘટે કે આત્મકલ્યાણ માટે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગ જેવું કોઈ બળવાન અને અમોઘ કારણ નથી. તેથી અન્ય સર્વ સાધનને ગૌણ જાણી, કલ્યાણના મુખ્ય હેતુ એવા પ્રત્યક્ષ સદ્ગુરુના સત્સમાગમને સર્વાર્પણપણે ઉપાસવો ઘટે છે. સ્વચ્છંદનો પરિત્યાગ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી થાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ આત્માર્થી જીવ માટે અમૂલ્ય અને અતિ ઉપકારી પ્રસંગ છે. સદ્ગુરુ નિષ્કારણ કરુણાથી જીવના અંતરંગ દોષો જણાવે છે, તે દોષોથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે અને એ ઉપાયને અમલમાં મૂકવાનું બળ પણ આપે છે; તેથી પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ આત્મવિકાસનું અનિવાર્ય અંગ છે. તેમના આશ્રયથી જીવ આત્મશુદ્ધિની અનેક શ્રેણીઓ પ્રાપ્ત કરીને સર્વોત્તમ ભૂમિકાને સ્પર્શે છે. તપ. અહીં એ ધ્યાન રાખવું ઘટે કે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી સ્વચ્છંદ રોકાય છે એમ કહ્યું ત્યાં એમ ન સમજવું કે માત્ર સદ્ગુરુના સંગમાં રહેવાથી સ્વચ્છંદ નિવૃત્ત થઈ જાય છે. સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો છે એમ ત્યારે જ કહી શકાય કે જ્યારે સદ્ગુરુની ઓળખાણ થઈ હોય અને તેમની આજ્ઞાભક્તિમાં જોડાયો હોય. તેમની આગળ-પાછળ ફર્યા કરે, પરંતુ જો અંતરમાં તેમનો સાચો મહિમા પ્રગટાવે નહીં તો કંઈ જ ફ્ળ ન મળે. સદ્ગુરુનો સંગ મળવાથી કાર્ય થઈ જતું નથી. જો આજ્ઞાશ્રિતપણું ન હોય તો યોગ અયોગરૂપ થઈ પડે છે. સદ્ગુરુ પ્રત્યે ભક્તિ ન હોય તો તેમના સંગમાં રહેવા છતાં, અનેક ધર્મક્રિયાઓ કરવા છતાં પણ તે સર્વ નિષ્ફળ જાય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે કે જેમ પ્રધાન(રાજા)થી વિહીન રાજ્ય, સ્વામીથી વિહીન દેશ, ગામ, રાષ્ટ્ર અને સેના; તેમ ગુરુભક્તિથી વિહીન શિષ્યોનાં સમસ્ત અનુષ્ઠાન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૫૯-૨૬૦ (પત્રાંક-૧૯૪) Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નષ્ટ થઈ જાય છે. ૧ સદ્ગુરુ પાસે મોક્ષમાર્ગની જિજ્ઞાસાનું નામ લઈ અનેક માણસો જાય છે, પરંતુ બધા નિર્દોષ અને પવિત્ર થવાના લક્ષે નથી જતા. બધાને સદ્ગુરુનો ઉપદેશ સર્વાગે માન્ય નથી હોતો. તેમને બધાને આત્મકલ્યાણમાં રસ નથી હોતો, પરંતુ તેમાંથી ઘણા દેખાદેખીથી, કોઈના કહેવાથી, કોઈના દબાણથી. અનેક બાહ્ય કારણોથી આકર્ષિત થઈ. સંસારની પ્રતિકૂળતાથી ઉત્પન્ન થયેલા ક્ષણિક કંટાળા આદિથી સદ્ગુરુ પાસે જાય છે. તેમને પોતાના દોષો કબૂલવા નથી, તેની ગંભીરતા સમજવી નથી, તો પછી દોષોને નાબૂદ કરવાની તો વાત જ ક્યાં રહી? તેઓ પોતાના અભિપ્રાયમાં ફેરફાર કર્યા વિના ગમે તેટલાં બાહ્ય ત્યાગ, તપ, નિયમ કરે તો પણ તે મોક્ષાર્થે વ્યર્થ ઠરે છે. તેમનાં અંતરમાં તો સંસારનાં રસ-રુચિ જ પડેલાં છે અને વધુ દયનીય તો એ છે કે તેમને આમાં કંઈ ખોટું લાગતું નથી. તેઓ પોતાની ઇચ્છા મુજબ સદ્ગુરુની આજ્ઞામાં પણ બાંધછોડ કરે છે. તેમને ધર્મ કરવો છે, પરંતુ હિતચિંતક અને અનુભવી એવા સદ્ગુરુ કહે તેમ નહીં, પણ પોતાના આગ્રહ અને સ્વચ્છેદ અનુસાર કરવો છે. પોતાની ઇચ્છા પ્રમાણે સદ્ગુરુ ન કરે તો સદ્ગુરુમાં સંદેહ કરે છે. સદ્ગુરુનો બાહ્ય વ્યવહાર જોઈને સદ્ગુરુને પણ રાગ-દ્વેષનાં પરિણામ વર્તે છે એમ તેમને લાગે છે. આવા જીવો સદ્ગુરુના સંગમાં રહીને પણ તેમની આશાતના જ કરે છે. પરંતુ જે તરવાના કામી છે, મુમુક્ષુ છે, તેઓ તો સગુરુને જોતાં જ અનન્ય પ્રેમ અનુભવે છે, સગુરુની આજ્ઞા મળતાં જ તે આજ્ઞાના આરાધનમાં અખૂટ શ્રદ્ધાથી ઝંપલાવી દે છે. બીજી કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના આવા ખપી જીવો સઘળેથી પ્રીતિ સંકેલી તેને સદ્ગુરુના ચરણોમાં અર્પિત કરી દે છે. તેમની વૃત્તિ એક ક્ષણ પણ બીજે ન ભટકતાં એક સદ્ગુરુમાં જ તન્મય બને છે. તેઓ તન-મન-ધન તથા પોતાની સર્વ શક્તિ અને ભક્તિ સગુરુની આજ્ઞાના આરાધનમાં જોડે છે. આવા રૂડા જીવો જ સદ્ગુરુની કૃપાદૃષ્ટિથી પોતાના ધ્યેયમાં સફળ થાય છે. ગુરુના સત્સમાગમના પારસસ્પર્શથી તેઓ કથીરમાંથી કંચન બની જાય છે. સદ્ગુરુના યોગનો યથાર્થ લાભ લઈ શકાય તે માટે જીવમાં મુમુક્ષુતા પ્રગટવી જોઈએ. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ બતાવતાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે – ..... “મુમુક્ષુતા' વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘યણસાર', ગાથા ૭૯ 'रज्जं पहाणहीणं, पदिहीणं देसगामरठवलं । गुरुभत्तिहीण सिरसाणुट्टाणं णरसदे सव्वं ।।' Page #384 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬, ૩૩૭ સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે.” મુમુક્ષુતા એ મોક્ષ તરફનું પ્રથમ પગથિયું છે. કોઈ ને કોઈ ધર્મમતમાં રહેવું, કોઈ ને કોઈ ધાર્મિક ક્રિયા કરવી એ મુમુક્ષુતા નથી, પરંતુ મોહાસક્તિનાં પરિણામથી મૂંઝાઈને એકમાત્ર મોક્ષ માટે પ્રયત્ન કરવો એ મુમુક્ષુતા છે. મોહાસક્તિનાં પરિણામને જાણવાં-પકડવાં, એટલું જ નહીં પણ તેનાથી મૂંઝાઈને છૂટવાની તીવ્ર અભિલાષા જાગવી તે મુમુક્ષુતા છે. આવી મુમુક્ષુતા પ્રગટે નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં અને આત્મજ્ઞાન વિના મોક્ષ પમાય નહીં, અર્થાત્ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવા માટે મુમુક્ષુતા એક અનિવાર્ય ધર્મ છે. જીવને મુમુક્ષુતા પ્રગટી છે કે નહીં તે જાણવા માટેનું સચોટ લક્ષણ છે પોતાના દોષ જોવા પ્રત્યે અપક્ષપાતતા. મુમુક્ષતા પ્રગટ્યા પછી જીવ નિષ્પક્ષપણે પોતાના દોષનું અવલોકન કરતો હોવાથી સ્વચ્છેદરૂપી મહાદોષનો હ્રાસ થાય છે. દોષ જોવા પ્રત્યે અપક્ષપાતતાની અનુપસ્થિતિમાં મોક્ષ માટે કરેલી સર્વ પ્રવૃત્તિ અને સર્વ ઉપદેશાદિ વ્યર્થ નીવડે છે. પોતાના દોષ પ્રત્યે પક્ષપાત હોય તો ત્યાં ગમે તેવાં વ્રત-તપાદિ અને વિપુલ શાસ્ત્રાભ્યાસ પણ નિરર્થક છે, કારણ કે ધર્મની શરૂઆત જ થઈ નથી. જો જીવ પોતાના દોષનું અપક્ષપાતપણે અવલોકન કરીને તેનો નિષેધ ન કરે તો તેનાથી પોતાના દોષનો જાયે-અજાણે બચાવ થઈ જાય છે અને તે રીતે પોતાના દોષનું ગુપ્ત અનુમોદન કરે છે અને તેમ થતાં દોષનો અભાવ થઈ શકતો નથી. તેને કોઈ તેના દોષનું દર્શન કરાવે તોપણ તે પોતાના અપરાધનો સ્વીકાર જ કરતો નથી, કદાચિત્ સ્વીકાર કરે તો પણ એ માટે બહાનું કાઢી, બચાવનામું આપીને પોતાને નિરપરાધી ઠેરવે છે અથવા તો પોતાનો અપરાધ બતાવનારના દોષ બતાવવા માંડે છે. દોષ જોવામાં નિષ્પક્ષપાતતાના અભાવના કારણે દોષ કરવા છતાં પોતામાં કોઈ ક્ષતિ હોય એવું તેને લાગતું જ નથી અને તેથી તેનો શ્રેયમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. પરંતુ જીવ જો અપક્ષપાતપણે પોતાના દોષને જુએ તો તેથી પોતાના દોષનું ગુપ્ત અનુમોદન થતું અટકે છે અને દોષનો રસ ઘટતાં દોષ નાશ પામે છે. મુમુક્ષુ જીવ મંદકષાયી, મોક્ષાભિલાષી, સરળપરિણામી હોવાથી તે જેમ જેમ સદ્ગુરુના સાનિધ્યમાં રહીને આરાધના કરે છે, તેમ તેમ નિજમતિકલ્પના છોડી જ્ઞાનીના માર્ગનો આરાધક બને છે. જેમ જેમ સન્માર્ગની આરાધના કરતો જાય છે, તેમ તેમ પોતાના દોષો વધુ ત્વરાથી અને અપક્ષપાતપણે જોવા માંડે છે, તેથી સ્વચ્છેદ ઘટતો જાય છે અને મુમુક્ષુતા વૃદ્ધિ પામતી જાય છે. જ્યાં મુમુક્ષતા પ્રગટે છે ત્યાં સ્વછંદ ટકી શકતો નથી. જેમ જેમ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૮૮ (પત્રાંક-૨૫૪). Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન મુમુક્ષુતા વૃદ્ધિ પામે છે, તેમ તેમ પરિણામની સરળતાના કારણે એક વિશિષ્ટ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થાય છે, જેથી જીવ સત્પરુષની આજ્ઞાનો આશય ગ્રહણ કરવાને પાત્ર થાય છે અને તેમની આજ્ઞાનું યથાર્થપણે પાલન કરી શકે છે. અનેક શાસ્ત્રોનું અધ્યયન અને બાહ્ય ક્રિયાથી જે લાભ થતો નથી તે લાભ જ્ઞાનીના માર્ગે ચાલવાના દઢ નિશ્ચયથી થાય છે. સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં સહજપણે અનેકવિધ કલ્યાણ થાય છે અને આત્મપ્રાપ્તિ માટેની ભૂમિકા તૈયાર થાય છે. કોઈ પણ સારું બીજ વાવવા માટે તે બીજને અનુકૂળ હોય એવી ભૂમિ તૈયાર કરવી ઘટે છે. આત્મજ્ઞાનનું બીજ વવાય એવી ભૂમિકા, સ્વચ્છંદની હાનિ થાય ત્યારે તૈયાર થાય છે. સદ્દગુરુની આશ્રયભક્તિથી બોધબીજયોગ્યભૂમિકા તૈયાર થાય છે. સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે માહાભ્ય અને રુચિ પ્રગટવાં અત્યંત જરૂરી છે. આજ્ઞા આપવા પાછળ સગુરુના અંતરમાં અનેક આશય હોય છે. જેને પોતાના દોષ દેખાતા હોય, તેને એ દોષ ટળે એવી આજ્ઞા આપે. જેને ન દેખાતા હોય, તેને એ પકડાય એવી આજ્ઞા આપે. દોષસભર છતાં દોષસ્વીકારવિહીન જીવને દોષ દેખાડવા માટે તેઓ જાતજાતનો બોધ અને વિવિધ પ્રક્રિયા વાપરે છે અને છતાં જ્યારે જીવ સ્વદોષ જોઈ ન શકે ત્યારે વિશિષ્ટ યુક્તિ-પ્રયુક્તિથી તેને તેના દોષનું દર્શન કરાવે છે. ક્યારેક દોષ પ્રત્યે લક્ષ કરાવવા એ દોષને પોષવા દે અને પછી એવો કડક પ્રહાર કરે કે જેથી એ દોષ સમૂળગો નાશ પામે. આવા સમયે જીવને કદાચિત્ શંકા કે અવિશ્વાસ આવી જાય તો પણ તેણે સગુરુનો આશય સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને શ્રદ્ધાપૂર્વક માનવું જોઈએ કે સદ્ગુરુ કહે છે તે જ સત્ય છે. પોતે સમજી શકતો નથી તે પોતાની સમજણનો દોષ છે. પોતે માર્ગને જાણતો નથી અને જેણે જાણ્યો છે તેનું માનવાને બદલે તેમના વચન ઉપર શંકા કરે તો એક ડગલું પણ આગળ ભરી શકાય નહીં. આમ, શ્રદ્ધા રાખવાથી સદ્ગુરુના વચનમાં રહેલો પરમાર્થ સમજાય છે અને પોતાનો સ્વછંદ નિર્મૂળ થતો દેખાય છે. પોતાનો સ્વછંદ પોતે તો જાણી શકતો નથી, પણ સદ્ગુરુનું શરણ લેતાં દોષોનું સ્પષ્ટીકરણ થાય છે, દોષ નીકળે છે અને ગુણો પ્રગટ થાય છે. તેથી આત્માર્થી જીવ દઢતાપૂર્વક સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કરે છે. સદ્દગુરુ જે સાધન કે આજ્ઞા આપે તેમાં તે વિકલ્પ કરતો નથી, કારણ કે તેને વિશ્વાસ હોય છે કે સદ્ગુરુની સર્વ આજ્ઞા સ્વરૂપ પ્રત્યે લઈ જનારી જ હોય છે અને તેમની આજ્ઞાએ ન વર્તાય ત્યાં સુધી સ્વરૂપસ્થિતિ સંભવતી નથી. તેથી તે લૌકિક પ્રયોજન ખાતર અથવા માનથી કે ભયથી પણ તે આજ્ઞાને છોડતો નથી. તે સગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી આજ્ઞાનો પ્રાણ જાય તોપણ ભંગ કરતો નથી અને ક્વચિત્ ભંગ થઈ જાય તો અત્યંત ખેદ અને લજ્જા અનુભવે છે. તેને પોતાના અલ્પ દોષ માટે પણ અત્યંત ક્લેશ થાય છે અને દોષના વિલયના પુરુષાર્થમાં અત્યંત વીર્ય ફુરે છે. સદ્ગુરુની Page #386 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ ૩૩૯ આજ્ઞાની બહાર પોતાના શ્વાસોચ્છ્વાસ સિવાય બીજું કંઈ ન ચાલે એવી તેની ભાવના હોય છે. આવી જેની તૈયારી હોય છે તેનો સ્વચ્છંદ સત્વરે વિલીન થઈ જાય છે. શ્રીમદ્ પ્રકાશે છે ‘જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે ‘આ સત્પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ', અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે.'૧ આવા મહિમાવાન સદ્ગુરુના યોગનો આશ્રય મળતાં જીવ પોતાની સ્વચ્છંદી વૃત્તિઓનો જય કરે છે. જીવને સદ્ગુરુની યથાર્થ ઓળખાણ થતાં તેમના પ્રત્યે આશ્રયભક્તિ પ્રગટ થાય છે જે આજ્ઞા આરાધન કરવામાં સહાયરૂપ નીવડે છે. જેમ જેમ સદ્ગુરુ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધાનો વિકાસ થાય છે, તેમ તેમ અર્પણતાનું બળ વધતું જાય છે અને પોતાની ઇચ્છાએ વર્તવાના પરિણામનો ત્યાગ થાય છે. પોતે સદ્ગુરુને સર્વ પ્રકારે રાજી રાખી શકે અને પોતાના સર્વ ભાવ તેમને અર્પણ કરી શકે તેવી ભાવના સહિત તેનું આચરણ હોવાથી સદ્ગુરુને પોતાની સર્વ ઇચ્છાની સોંપણી કરે છે. સદ્ગુરુ પ્રત્યે યથાર્થ ભક્તિ પ્રગટ થવાથી તેમની આત્મચેષ્ટામાં જ તેની વૃત્તિ રહે છે, તેમના આંતર પુરુષાર્થનું નિરંતર બહુમાન રહ્યા કરે છે, તે જ નજરાયા કરે છે. તેમના અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થતાં અને તેમની આજ્ઞાનું પાલન કરતાં સ્વચ્છંદ મટે છે અને સહેજે આત્મબોધ પ્રગટે છે. આમ, પ્રત્યક્ષ સદ્ગુરુના યોગમાં સ્વચ્છંદ રોકાય છે. પરંતુ જે જીવ પ્રત્યક્ષ સદ્ગુરુની આવશ્યકતા સ્વીકારતો નથી અને પોતાની મતિકલ્પનાએ સ્વચ્છંદ રોકવાનો ઉપાય કરે છે, તેનો સ્વચ્છંદ ઘટવાને બદલે પ્રાયઃ વધે છે. તે પોતાના સ્વચ્છંદને પોષવા શાસ્ત્રનાં કથનોનો દુરુપયોગ પણ કરે છે. આત્મા જ આત્માનો ગુરુ છે.'૨ આદિ શાસ્ત્રોનાં કથનોની અપેક્ષા સમજ્યા વગર તેવાં કથનોનું અવલંબન લઈને તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૬ (ઉપદેશછાયા-૫) ૨- જુઓ : (૧) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇષ્ટોપદેશ', શ્લોક ૩૪ 'स्वस्मिन् सदभिलाषित्वादभीष्टज्ञापकत्वतः I स्वयं हितप्रयोक्तृत्वादात्मैव ગુરુનઃ ।।' (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૮૦ તેહ “કહે ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબન્દે કીજે રે? દર્શન-જ્ઞાન-ચરિત આદરિયે, આપે આપ તરીજે રે.”ક Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સદ્ગુરુની આવશ્યકતાનો નિષેધ કરે છે. તે એમ માને છે કે મોક્ષમાર્ગ સ્વાશ્રિત છે અને સદ્ગુરુ તો પરદ્રવ્ય છે, માટે તેમનો આશ્રય જીવને પરાશ્રિત કરે છે. પરંતુ તે સમજતો નથી કે પૂર્વના પ્રબળ કુસંસ્કારોના કારણે જીવનો ઉપયોગ પુનઃ પુનઃ પરપદાર્થો પ્રત્યે દોડી જાય છે. ઉપયોગ અંતરમાં ન રહે ત્યારે તે પોતે ખૂબ દૂર ચાલી ન જાય તે માટે કોઈ અવલંબન આવશ્યક છે. આ અવલંબન વીતરાગતાના આદર્શને અનુરૂપ હોવું જોઈએ, જેથી તેની ઉપાસના દ્વારા વિકલ્પ ઊઠે તોપણ તે વિકલ્પો વીતરાગતાના હોય. વીતરાગતાના લક્ષ્યની સિદ્ધિ માટે તથા પરતત્ત્વોનો આશ્રય છોડવા માટે સદ્ગુરુરૂપ પારમાર્થિક આશ્રય ગ્રહણ કરવો અનિવાર્ય છે. તેમના આશ્રયમાં ઉત્પન્ન થતી ભાવનાઓ વીતરાગતાની સ્મૃતિ આપે છે, નિશાંતિનાં દર્શન કરાવે છે, તેથી એ ‘પરનો આશ્રય પણ “સ્વ'ના આશ્રય માટે મદદરૂપ જ છે. તેમના આધારે અધિકાધિક સ્વ પ્રત્યે ઝૂકતા જવાય છે. આમ, છમસ્થદશામાં સગુરુનો આશ્રય તથા પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા સહિતની તેમની ઉપાસના અત્યંત અનિવાર્ય અને ફળપ્રદ છે. પરંતુ સ્વચ્છંદી જીવ એમ માને છે કે સદ્ગુરુ વિના પણ આત્મા પોતે, પોતાની શક્તિથી જ, પોતાનો ગુરુ બની પોતાનો ઉદ્ધાર કરશે. તે એમ નથી સમજતો કે અનંત કાળથી પોતાની જાતે ઘોર તપશ્ચર્યાદિ અનેક કારણો સેવવા છતાં, સદ્ગુરુ વિના આત્મસન્મુખ નહીં થવાથી જ આજ સુધી પોતે રખડ્યો છે અને હજી સદ્ગુરુના શરણને સ્વીકારી તેમની ઉપાસનામાં તત્પર નહીં થાય અને પોતાના આત્માને પોતાના ગુરુ તરીકે માની, પરમાર્થપ્રાપ્તિ માટે પ્રયત્ન કરશે તો એ વિટંબના ઊભી જ રહેશે. આવા સ્વચ્છંદી જીવને માર્ગપ્રાપ્તિ થતી નથી. શ્રીમદ્ લખે છે કે – “જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે.” મોક્ષાર્થી જીવે સદ્ગુરુને નિરંતર ઉપાસવા જોઈએ. સદ્ગુરુના શરણ વિના, સદ્ગુરુની આજ્ઞા વિના, સદ્ગુરુરૂપી સાક્ષાત્ જ્ઞાનસૂર્યના ઉજ્વળ પ્રકાશ વિના પોતાના સ્વરૂપની સમજણ, શ્રદ્ધા, રમણતારૂપ મોક્ષમાર્ગ સમજી શકાતો નથી. સ્વભાવનું ગ્રહણ એ જ સારરૂપ ઉપાદેય છે અને પરભાવનું ગ્રહણ એ દુઃખરૂપ અસાર હોવાથી હેય છે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૮૨ (પત્રાંક-૪૬૬) ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૨, શ્લોક ૧૬ પતિ સહસ્ત્રકિરણ: ખાશો નિતનિમિમનસ્ય | तद्वद् गुरुरत्र भवेद्, अज्ञानध्वान्तपतितस्य ।।' Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ ૩૪૧ ઇત્યાદિ પ્રકારે સાર-અસાર, હિત-અહિત, કર્તવ્ય-અકર્તવ્યનું ભાન થતું નથી અને તેથી તેના અંતરનું અજ્ઞાનતિમિર ટળતું નથી, સંસારભ્રમણનો અંત આવતો નથી. પરંતુ જો સદ્ગુરુની શુદ્ધ આત્મદશાનું માહાભ્ય ભાસે, તેઓશ્રી પ્રત્યે અનન્ય પ્રેમ-પ્રીતિ-પ્રતીતિરુચિ-ભક્તિ-ભાવ-ઉલ્લાસ પ્રગટે, તેમના શરણમાં સર્વાર્પણપણે સ્થિતિ થાય, તે સિવાય બીજું કાંઈ કર્તવ્ય ન મનાય, તેમની આજ્ઞા આરાધવામાં એકનિષ્ઠાએ અપ્રમત્ત પુરુષાર્થ જાગૃત રહે, દઢ અને નિશ્ચળ નિર્ધારપૂર્વક એક આત્મકલ્યાણ માટે જ સગુરુના શરણમાં ભવ ગળાય તો સ્વચ્છંદ નાશ પામે અને માર્ગપ્રાપ્તિ થાય. જીવ સદ્ગુરુના અવલંબન વિના સ્વચ્છેદે અનેક સાધનો કરે તો સ્વચ્છંદપ્રવર્તનથી તેનું કલ્યાણ તો થતું નથી, પણ ઊલટું નુકસાન થાય છે. સદ્ગુરુ વિના જ્ઞાનમાર્ગે શાસ્ત્રાધ્યયનથી આત્મહિત સાધવાની કોશિશ કરે તો તેને જ્ઞાનમાર્ગ એકાંતે પકડાઈ જાય છે તથા તે ક્રિયાની અવગણના કરવા લાગે છે અને શાસ્ત્રાધ્યયનમાં પણ તેને અવરોધો આવવા લાગે છે. શાસ્ત્રમાં નિરૂપણ કરેલાં અનેક ભેદ-પ્રભેદ અને નયઅપેક્ષાઓ સમજવાનો પ્રયાસ કરતાં વિકલ્પ વધે છે અને તેમાં જ રોકાઈ જવાય છે. શાસ્ત્રજ્ઞાનરૂપ વિશાળ સમુદ્રના તરંગો ઉપર તરવાને બદલે તે તરંગોમાં ડૂબી જવા જેવી સ્થિતિ થાય છે. જો તે સદ્દગુરુનો આશ્રય રહે તો તેને સર્વ શાસ્ત્રોનું પ્રયોજન સમજાય અને પરમાર્થમાર્ગે આગળ વધી શકે. સદ્ગુરુના માર્ગદર્શન વિના જ્ઞાનમાર્ગ આરાધતો જીવ પોતાના જ્ઞાનનો ક્ષયોપશમ વધારવાની પ્રવૃત્તિને જ સાધના સમજી લે છે. પરંતુ તેનું અધ્યયન પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિરૂપ હોવાથી તે પરમાર્થ ચૂકી જાય છે. પ્રયોજનભૂત વિષય ઉપર તેનો લક્ષ નથી જતો અને અપ્રયોજનભૂત વિષયોમાં તે વ્યર્થ રોકાઈ જાય છે. વળી, તેને જ્ઞાનીનાં વચનોમાં અનેક શંકા-કુશંકા થાય છે, તેથી તે ઊર્ધ્વ ભૂમિકાને પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ જો તે સગુરુનો આશ્રય રહે તો તેની સર્વ શંકાઓનું સમાધાન થાય અને તે સંદિગ્ધ અવસ્થામાંથી મુક્ત થાય. ગુરુગમ વિના શાસ્ત્રાધ્યયન કરવાથી તેને મિથ્યા અહંકાર ઉદ્ભવે છે. હું જાણું છું, હું સમજું છું, મને બધું આવડે છે, હું સારું સમજાવી શકું છું, આમ વર્તવાથી મને બાધ નહીં થાય' એવું અભિમાન તેને થાય છે. વિદ્વત્તાના કારણે તેને મળતા આદર-સત્કારમાં તે એવો ફસાઈ જાય છે કે તેની દષ્ટિ વધુ ને વધુ માન મેળવવા તરફ જ લાગેલી રહે છે. વ્યાખ્યાનની કુશળતા અને જાણપણું દર્શાવવાની તેને ઇચ્છા થયા કરે છે. પોતાની ભૂમિકાનું તટસ્થતાથી મૂલ્યાંકન કરવાના બદલે તે પોતામાં ન હોય એ ગુણ ધરાવવાનો ડોળ કરવા લાગે છે. આમ, આત્મશુદ્ધિનો માર્ગ ભૂલી તે માનાર્થે પ્રવૃત્તિ કરવા લાગે છે, પરંતુ જો તે સગુરુનો આશ્રય રહે તો લઘુતા સહિત Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમર્પણભાવ આવતાં તેનું અભિમાન નિવૃત્ત થઈ શકે. શાસ્ત્રાભ્યાસ, ધારણા, બૌદ્ધિક ચર્ચા વગેરે બાહ્ય આવડતને સાચા જ્ઞાનની પ્રાપ્તિ માનીને પોતાને આત્મજ્ઞાન પ્રગટ થયું છે એવા ભમમાં તે વર્તે છે. આથી શુષ્કજ્ઞાનીપણું ઉત્પન્ન થાય છે અને જિજ્ઞાસાનો અભાવ થઈ જાય છે. અનાદિનાં અજ્ઞાન અને વિપરીત સંસ્કારોનું બળ ઘટવાનું કાર્ય તથા સત્યનું ભાન થાય તેવાં પરિણામોનો અવકાશ પરમાર્થતત્ત્વની જિજ્ઞાસાના કાળમાં થાય છે, પરંતુ જિજ્ઞાસાનો અભાવ થવાના કારણે તેને આવાં પરિણામો ન થતાં મોટું નુકસાન થાય છે. જિજ્ઞાસારહિત સ્થિતિના કારણે તેને આત્મભાવની ઓળખાણ થતી નથી. વળી, તે શાસ્ત્રજ્ઞાનની ધારણા વડે અપેક્ષાઓનો વિપરીત ઉપયોગ કરી પોતાના દોષોનો બચાવ કરવા લાગે છે. પરંતુ જો તે સગુરુનો આશ્રય ગ્રહણ કરે તો તેનામાં સરળતા આવતાં સદ્ગુરુના માર્ગદર્શન વડે દોષક્ષય કરીને તે આગળ વધી શકે. આમ, જ્ઞાન-આરાધનામાં સદ્ગુરુના આશ્રયની તથા સતત જાગૃતિ રાખવાની આવશ્યકતા રહે છે, નહીં તો અટકી જવાય છે અથવા જીવ પોતાને નુકસાન કરી બેસે છે. જ્ઞાન-આરાધનાની વિકટતા ઉપરાંત બુદ્ધિની અલ્પતા અને મલિનતાના કારણે શાસ્ત્રનો મર્મ પામવો અતિ અતિ દુષ્કર બને છે. સગુરુના અવલંબન વિના અલ્પ મતિથી તથા સ્વછંદ શાસ્ત્રાભ્યાસ કરવાથી શુષ્કજ્ઞાનીપણું, ઉદ્ધતાઈ, એકાંતનું પ્રતિપાદન આદિ દોષો ઉત્પન્ન થાય છે. આવી દશામાં તો આત્મજ્ઞાન પામવાની ભૂમિકા પણ સંભવતી નથી, તો પછી સાક્ષાત્ તેની પ્રાપ્તિ તો કેવી રીતે સંભવી શકે? સગુરુના આશ્રયે શાસ્ત્રનું વાંચન-શ્રવણ કરતાં તે દોષોથી બચી શકાય છે, પણ સ્વચ્છંદી જીવ સદ્ગુરુનો આશ્રય લેતો નથી. વળી, સદ્ગુરુ વિના આહારજય, આસનજય, નિદ્રાજય, ઇન્દ્રિયનિગ્રહ, કાયાસંયમ આદિના અભ્યાસ વડે આત્મહિત સાધવાની કોશિશ કરે તો તેમાં પણ તેને એકાંત પકડાઈ જાય છે. આત્મસ્વરૂપનો લક્ષ તે વીસરી જાય છે. વ્રત-તપની બાહ્ય ક્રિયા ઉપર જ તેની દૃષ્ટિ હોવાના કારણે તે સર્વત્ર બાહ્ય ક્રિયાના આધારે જ ધાર્મિકતાનું માપ કાઢે છે. પોતાની મહત્તા અને બીજાની હીનતાનું માપ તેની દૃષ્ટિમાં ઊભું થાય છે. તે બાહ્ય ક્રિયાની ગણતરી અને તેના આગ્રહમાં જ રોકાયેલો રહે છે. બાહ્ય ક્રિયા જ મોક્ષમાર્ગની પ્રગતિ માટેનો તેનો માપદંડ હોવાથી, અજ્ઞાનીનો બાહ્ય ત્યાગ જોઈને તેને તે અનુમોદવા અને અનુસરવા લાગે છે તથા અવિરતિ સમ્યગ્દષ્ટિની અવહેલના કરે છે. આમ કરીને તે પોતાનું મિથ્યાત્વ દઢ કરે છે. જો તે સદ્ગુરુનો આશ્રય રહે તો ગણતરી અને આગ્રહના ભાવમાંથી છૂટી શકે અને તેને અંતર્લક્ષ થાય. Page #390 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬, ૩૪૩ સ્વચ્છંદી જીવનો પરપદાર્થનો બાહ્ય ત્યાગ અજ્ઞાન સહિત અને સ્વરૂપલક્ષરહિત હોવાના કારણે તે ત્યાગ અભિમાનને ઉત્પન્ન કર્યા વિના રહેતો નથી. પરમાં પોતાપણાના અધ્યાસનો ત્યાગ થયા પહેલાં તેણે પરપદાર્થનો ત્યાગ કર્યો હોવાથી બાહ્ય ત્યાગરૂપ અવસ્થામાં પોતે ત્યાગી છે તેવી અસત્કલ્પના થાય છે. લક્ષની જાગૃતિના અભાવમાં વર્તમાન ત્યાગીપણાના કારણે મળતાં લૌકિક માનમાં તે ફસાઈ જાય છે. તપ-ત્યાગ વડે મળતાં તેનાં ફળનો એટલે કે રિદ્ધિ, સિદ્ધિ અને સંયોગોની અનુકૂળતાનો તેને મોહ ઉત્પન્ન થાય છે. બાહ્ય ક્રિયાઓમાં રોકાવાના કારણે તેને અંતરશુદ્ધિનો ઉપાય સૂઝતો નથી. જો તે સદ્દગુરુનો આશ્રય રહે તો આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનો લક્ષ થતાં તેના અભિમાનનો ભાવ તૂટી જાય છે. - સદ્ગુરુ વિના ક્રિયાઓનું સેવન કરતાં દેહની બાહ્ય ક્રિયામાં તેને પોતાપણારૂપ દેહાત્મબુદ્ધિ દઢ થાય છે. પરમાર્થમાર્ગ તો દેહાદિ પરપદાર્થની ભિન્નતા કરવા દ્વારા પ્રારંભ થાય છે. તે ચૂકીને તે ધર્મના બહાને ભેદજ્ઞાનરહિત બાહ્ય દૃષ્ટિપૂર્વક ત્યાગની દૈહિક ક્રિયામાં રહેલી આત્મનિષ્ઠાને દઢ કરે છે અને તેથી આત્મામાં આત્મબુદ્ધિરૂપ આત્મનિષ્ઠા ઉત્પન્ન થતી નથી. જો તે સગુરુનો આશ્રય કરે તો ભેદજ્ઞાનનો લક્ષ થતાં તેની દેહાત્મબુદ્ધિ સહેલાઈથી વિલય પામે અને તેની સાધના નિર્વિને આગળ વધે. આમ, સગુરુના અવલંબન વિના સ્વચ્છેદ ક્રિયાઓ કરતાં કઈ ક્રિયા કરવી, કેટલી કરવી આદિ નિર્ણય જાતે કરવા પડે છે, માર્ગની પ્રાપ્તિ કે પ્રગતિના મૂલ્યાંકનનો શ્રમ જાતે ઉઠાવવો પડે છે. અનેક દોષોની ઉત્પત્તિના કારણે માર્ગમાં વિઘ્નો ઊભાં થતાં હોવાથી માર્ગ દુર્ગમ બને છે. દીક્ષા લીધી હોય કે ઘોર તપશ્ચર્યા કરતો હોય, પણ જો સ્વચ્છેદે પ્રવર્તન હોય તો મિથ્યાત્વ જ દઢ થાય છે. સદ્ગુરુની ઉપાસના વિના સ્વચ્છેદે ધર્મનું રહસ્ય પ્રાપ્ત નથી થતું. આમ, પ્રત્યક્ષ સદ્ગુરુના યોગ વિના સ્વચ્છંદની નિવૃત્તિ માટે જે કોઈ ઉપાય કરવામાં આવે છે તે બુદ્ધિના વિપર્યાસ દ્વારા પ્રેરિત હોવાથી પ્રાયઃ સ્વચ્છેદવૃદ્ધિનું જ કારણ બને છે. તે સદ્ગુરુ-આજ્ઞાની ઉપેક્ષા કરતો હોવાથી તેના ધર્માચરણ પાછળ પણ અભક્તિ અને અનાદરના જ અધ્યવસાય હોય છે. આ અનાદરના અધ્યવસાયથી અસઆગ્રહ દૃઢ થાય છે. તે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે કરીને એમ માને છે કે પોતે ધર્મ કરે છે, પણ ત્યાં વાસના તો સંસારની હોય છે, તેથી વૃદ્ધિ સંસારની જ થાય છે. સદ્ગુરુના ચરણમાં સર્વાર્પણભાવે શરણતા સ્વીકારી, તેમનો આશ્રય ગ્રહણ કર્યા વિના અનેક સાધનો કરવામાં આવે તોપણ સંસારરૂપી દરિયાનો પાર આવતો નથી. ‘આત્મહિત શું છે? તે કેવી રીતે સાધી શકાય?' તેની યથાર્થ સમજણ વિના તે સાધનો તેને માટે સંસારપરિભ્રમણવૃદ્ધિનાં કારણ થઈ પડે છે. સદ્દગુરુની આજ્ઞા વિના તે બધાં Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાધનો સંસારમાંથી તેને મુક્ત કરવાને બદલે બંધન વધારનારાં નીવડે છે.૧ આજ્ઞાપાલનથી જ મોક્ષપ્રાપ્તિ થાય છે, કારણ કે આજ્ઞામાં જ ધર્મ છે અને આજ્ઞાનો ભંગ ક૨વાથી ધર્મનો નાશ થાય છે.૨ પરંતુ જે જીવ દુર્લભ મનુષ્યદેહ મળવા છતાં સદ્ગુરુની આજ્ઞા પાળવાની દરકાર નથી કરતો અને અન્ય ઉપાયોમાં રોકાઈ જાય છે, તેનો સ્વચ્છંદ પ્રાયઃ બમણો થઈ જાય છે, તેનો કલ્યાણનો કાળ વ્યર્થ ચાલ્યો જાય છે અને તે સંસારમાં ભમે છે. - વિવેચન આમ, સ્વચ્છંદ રોકવાનો એકમાત્ર ઉપાય પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ છે, કારણ કે સદ્ગુરુ સમયે સમયે શિષ્યની ભ્રાંતિ દૂર કરતા રહે છે તથા તેનો સ્વચ્છંદ રોકતા રહે છે. જેમ દવાખાનામાં હજારો દવાઓ છે અને લાખો દર્દીઓ છે. કયા રોગ ઉપર કઈ દવા હિતકારી થશે એ વાત દર્દી પોતાની મેળે જાણી શકતો નથી, પણ અનુભવી વૈદ્ય જ તે રોગીના રોગને અને દવાના ઉપચારને જાણી શકે છે. રોગી પોતાની મેળે દવાનું સેવન કરવા જાય તો હિતને બદલે નુકસાન કરે છે અને કુશળ વૈદ્યના ફરમાન મુજબ સેવન કરે તો રોગથી મુક્ત થઈને નિરોગી બને છે. તેમ સદ્ગુરુની આજ્ઞા વિના જો સ્વચ્છંદે સત્તાધનોનું સેવન કરવામાં આવે તો તે સાધન પણ જીવને સ્વચ્છંદવૃદ્ધિનું કારણ બને છે. સાધનો અનેક હોવાથી કયા જીવને કયા સાધનનું કેવી રીતે સેવન કરવાથી શ્રેયની પ્રાપ્તિ થાય છે એ વાત માત્ર સદ્ગુરુ જ જાણી શકે છે. જીવ ક્યાં અટક્યો છે? એના કલ્યાણ આડે શું નડી રહ્યું છે? વગેરે જાણી તદનુસાર તે તે દોષના મારણરૂપ આજ્ઞા શ્રી સદ્ગુરુ આપે છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ આ વિષે લખે છે ‘જ્ઞાની પુરુષ જીવના સૂક્ષ્મ દોષોને ઓળખી કાઢે છે અને પછી જીવના કલ્યાણ અર્થે તેને યુક્તિથી સમજાવે છે. જેમ કોઈ જીવ એકાંત ક્રિયા જડત્વમાં રોકાયો હોય, ૧- જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૬ (આંક-૨૬૪, કડી ૧૬,૧૭) ‘સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય?' ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ', ગાથા ૬૭૯ની ટીકા અંતર્ગત ગાથા ૧ 'आणाए च्चिय चरणं तब्भंगे जाण किं न भग्गति | आणं च अइक्कतो कस्साएसा कुणइ सेसं ? ।। ' ૩- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ પ, કડી ૭૯ ‘ગીતારથ વિણ ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને રે; પ્રાયે ગંઠી લગે નવિ આવ્યા, તે ખૂતા અજ્ઞાને રે.' Page #392 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ ૩૪૫ તેમાં જ મોક્ષમાર્ગ કલ્યો હોય અને આત્માનું લક્ષ ચૂકી ગયો હોય, તેને આત્માના શુદ્ધ અવિકારી વીતરાગ સ્વભાવનું ભાન કરાવી, અક્રિય, જ્ઞાનભાવમાત્ર એવા ચૈતન્ય સ્વરૂપની દૃઢ શ્રદ્ધા કરાવી વ્યવહારાભાસ છોડાવે છે. વળી કોઈ જીવને એકાંત નિશ્ચયનો આગ્રહ થયો હોય, કથનમાત્ર જ્ઞાનની વાત કરતો હોય, પરંતુ અંતરંગમાં મોહ કષાયભાવો વર્તતા હોય, તેને ત્યાગ-વૈરાગ્યભાવની ઉપયોગિતા જણાવે છે. આમ સર્વ જીવોને સદ્ગુરુની આજ્ઞા સ્વચ્છંદ ટાળવામાં નિમિત્તકારણ થાય છે અને પરિણામે હિતનું કારણ બને છે.'૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, અનેક અવગુણ જાય; યોગ્ય જીવને થાય. સહજે પ્રાપ્તિ તેહની, તેમાં મુખ્ય આ જીવને, તેથી સાચા વિનયનું, સ્વચ્છંદ તે રોકાય; સ્વરૂપ ઠીક સમજાય. માટે સદ્ગુરુ આશ્રયે, સ્વચ્છંદતા મટી જાય; અન્ય ઉપાય કર્યા થકી, કદી ન માન મરાય. તપ જપ, વ્રત સ્વાધ્યાય ને, પ્રભુભજન ગુણ ગાય; સ્વચ્છંદે સ્વચ્છંદ તે, પ્રાયે બમણો થાય.’૨ * * * ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૮૧-૮૨ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૬-૨૧૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૬૧-૬૪) Page #393 -------------------------------------------------------------------------- ________________ Page #394 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૭ ૧૬, ભત આ વર્લ્ડ, બન્ને તરત તેને જાઉં, ઘા ર૧ થી ધ લ, Page #395 -------------------------------------------------------------------------- ________________ Page #396 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૭ ગાથા ભૂમિકા . ગાથા ૧૬માં કહ્યું કે પ્રત્યક્ષ સગુરુયોગ એ જ સ્વચ્છંદરોધનો એકમાત્ર "] ઉપાય છે, તે સિવાયના ઉપાય પ્રાય: સ્વચ્છેદવૃદ્ધિનાં કારણે થઈ પડે એવી સંભાવના છે. પ્રત્યક્ષ સગુરુના આશ્રયે સર્વ દોષોનું અધિષ્ઠાન એવા સ્વચ્છેદરૂપી મહાદોષને ત્યજીને સદ્ગુરુના અભિપ્રાય અનુસાર વર્તતાં કેવી આત્મદશા થાય છે તે જણાવતાં શ્રીમદ્ પ્રકાશે છે – “સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” (૧૭) સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને અર્થ પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમકિત' કહ્યું છે. (૧૭) પોતાની મતિકલ્પના પ્રમાણે વર્તવારૂપ સ્વચ્છંદના કારણે જીવને જ્ઞાની પ્રત્યે | ભાવાર્થ | ૧] યથાયોગ્ય વિનયાન્વિતપણું પ્રગટ થતું નથી અને પરિણામે જીવ જ્ઞાનીથી અને જ્ઞાનીના માર્ગથી વિમુખ રહે છે. વળી, પોતાના કુળધર્મના - સંપ્રદાયના મમત્વના કારણે અથવા પોતાના મતાહના કારણે અનેકાંતિક માર્ગની તેને યથાર્થ સમજણ થતી નથી, તત્ત્વશ્રદ્ધાન થતું નથી, ચિત્તની શાંતિનો ભંગ થાય છે અને તીવ્ર અભિનિવેશના આવેગમાં તણાઈ જઈ તે પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરે છે. આત્માર્થી જીવ સ્વચ્છેદ અને મતાહનાં અહિતકારી પરિણામ જાણતો હોવાથી તે સદ્ગુરુના લક્ષે, અર્થાત્ તેમની આજ્ઞાએ જ વર્તે છે. તેનામાં સદ્ગુરુ પ્રત્યે નિર્મળ પ્રેમ તથા અચળ શ્રદ્ધા અને આજ્ઞારાધનની અપૂર્વ રુચિ હોય છે. તેના અંતરમાં એવા ભાવો સ્થિરતા પામે છે કે તેમનું કહેલું સર્વ માન્ય રાખવું, પોતાની બુદ્ધિના ઉપયોગને માત્ર સગુરુની આજ્ઞાના આરાધનમાં જ પ્રેરવો, કોઈ વાત ન સમજાય તો સદ્ગુરુ પાસેથી સમાધાન મેળવવું, પણ સ્વચ્છંદ સેવીને સદ્ગુરુથી વિમુખ તો ન જ પ્રવર્તવું. સદ્દગુરુએ જે માર્ગ ચીંધ્યો છે તે માર્ગે ચાલવામાં જ પોતાનું કલ્યાણ છે એમ આત્માર્થી જીવનો નિર્ધાર હોય છે. સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને સમકિત હોય એમ શ્રી વીતરાગે કહ્યું છે. સદ્ગુરુદેવની તથા તેમના દ્વારા શુદ્ધાત્માની શ્રદ્ધા થવી તેને વ્યવહાર સમકિત Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કહેવામાં આવે છે અને વિકલ્પોનો અભાવ થઈ પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ થવી તેને નિશ્ચય સમકિત કહેવામાં આવે છે. નિશ્ચય સમકિત પ્રગટ થવાની પૂર્વે વ્યવહાર સમકિત અવશ્ય હાજર હોવાથી તેને નિશ્ચય સમકિતનું કારણ ગણવામાં આવે છે. પ્રસ્તુત ગાથામાં આ અપેક્ષાએ જ સદ્ગુરુના લક્ષે થતી વર્તનાને સમકિત કહ્યું છે. સદ્ગુરુ પ્રત્યેનાં શ્રદ્ધા-અર્પણતારૂપ પરિણામ જો કે પરમાર્થ સમકિત નથી, વ્યવહાર સમકિત છે, તોપણ આ સમકિત પરમાર્થ અનુભવરૂપ નિશ્ચય સમકિતનું પ્રત્યક્ષ કારણ થાય છે, માટે કારણમાં કાર્યના ઉપચારથી કેવળસંપન્ન શ્રી વીતરાગ ભગવાને તેને સમકિત કહ્યું છે. - સંસારમાં મનુષ્યપણું મળવું દુર્લભ છે. મનુષ્યભવ અનંત કાળમાં ક્યારેક વિશેષાર્થ જ પ્રાપ્ત થાય છે, પરંતુ સમ્યગ્દર્શન તો એનાથી પણ અનંતગણું દુર્લભ છે. જો કે જીવને મનુષ્યપણું અનંત વાર મળ્યું છે, પણ સમ્યગ્દર્શન તો પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના માનવભવનું સાર્થકપણું નથી. સમ્યગ્દર્શન એ મોક્ષમાર્ગનું પ્રથમ પગથિયું છે. તે મોક્ષમાર્ગનું સર્વતોમુખી અંગ છે. તેના સિવાય જ્ઞાન કે ચારિત્ર અકાર્યકારી છે. માટે મનુષ્યભવ કરતાં પણ અનંતગણા દુર્લભ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે પુરુષાર્થ કરવો એ જ આ દુર્લભ મનુષ્યભવનું મહાકર્તવ્ય છે. મનુષ્યપણું પામીને પણ જીવ ફરી સંસારમાં રખડે છે, પણ જો તે એક વાર સમ્યગ્દર્શન પામે તો તેનો મોક્ષ અવશ્ય થાય છે. શ્રીમદ્ કહે છે ‘સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિસાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે.'૨ શુદ્ધાત્માની અનુભવ સહિતની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. તે પ્રાપ્ત કરવાનાં નિમિત્તોમાં અંતરંગ નિમિત્ત મિથ્યાત્વાદિ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ ક્ષય છે અને બાહ્ય નિમિત્તોમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ, સત્ત્શાસ્ત્રનું વાંચન-શ્રવણ આદિ છે. આવાં નિમિત્તો મળતાં જો જીવ પોતાનાં પરિણામને આત્માની સન્મુખ કરે તો તેને શુદ્ધાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન થાય છે. સર્વ બાહ્ય નિમિત્તોમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ એ પ્રધાન નિમિત્ત છે. સમ્યક્ત્વપણે પરિણમીને જેમણે દર્શનમોહનો ક્ષય કર્યો છે એવા ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘દર્શનપાહુડ', ગાથા ૨૧ ' एवं जिणपण्णत्तं दंसणरयणं धरेह भावेण 1 सारं गुणरयणत्तय सोवाणं पढम मोक्खस्स ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૪૨ (વ્યાખ્યાનસાર-૧, ૬૦) Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ ૩૫૧ સદ્ગુરુ સમ્યકત્વપ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ નિમિત્ત છે. સ્વકલ્યાણની વિધિનું ભાન અને સ્વસ્વરૂપનું પ્રમાણજ્ઞાન પ્રત્યક્ષ સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. જીવની દષ્ટિ ભીતરમાં વળતાં પુરુષાર્થ ખીલી ઊઠે છે. શુદ્ધ સ્વરૂપમાં કેલિ કરનાર બાહ્યભાવનિરપેક્ષ એવા સદ્ગુરુનાં ગુણાતિશયપણાથી, સમ્યક આચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી જીવની વૃત્તિઓ પરાવર્તિત થઈ સ્વરૂપ પ્રત્યે વળે છે અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્માની સાધનાના પંથનો પ્રારંભ સદ્ગુરુના ચરણોમાં થાય છે. સ્વચ્છંદ અને મતાગ્રહ ટાળી જે જીવ સદ્દગુરુદેવના ઉપદેશને ચરિતાર્થ કરે છે, તે સફળતાને અવશ્ય વરે છે. દીર્ઘ કાળ પર્યત જપ, તપ, શાસ્ત્ર-વાંચનાદિ કરીને પણ જીવ જે ધ્યેયની પ્રાપ્તિ કરી નથી શકતો, તે પ્રત્યક્ષ સગુરુના એકાદ મહિમાવંત સમાગમથી કરી શકે છે. શ્રીમદ્ લખે છે – ‘પ્રત્યક્ષ સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સપુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે." પ્રત્યક્ષ સદ્દગુરુનો આવો સર્વોત્કૃષ્ટ મહિમા, સમ્યગ્દર્શનરૂપી સૂર્ય ઊગ્યા પહેલાં તેમની સન્મુખ થયેલા આત્માર્થી જીવને અંતરમાં ભાસ્યમાન થયો હોય છે. તેને સદગુરુ પ્રત્યે અત્યંત બહુમાન હોય છે. અનંત કાળના ભવભ્રમણથી તે થાક્યો હોય છે. તેને સંસાર અને તેના કારણરૂપ પરભાવથી નિવૃત્ત થવાની તથા માત્ર મોક્ષસુખ પ્રાપ્ત કરવાની જ ઇચ્છા હોય છે. તે અર્થે સ્વછંદ અને આગ્રહ તજી સદ્ગુરુના લક્ષે વર્તવાનો માર્ગ જ સાચો છે અને તે માર્ગની આરાધના વિના બીજા કોઈ પણ માર્ગે મોક્ષ સંભવી શકતો નથી એમ તેના અંતરમાં નિર્ણય થયો હોય છે. પૂર્વકાળમાં સ્વચ્છેદ અને મિથ્યાગ્રહના કારણે જે પરિભ્રમણ થયું છે અને તેનું પરિણામ કેવું દુઃખદાયક આવ્યું છે તેની જાણકારી થવાથી તે હવે સજાગ રહે છે. સ્વચ્છંદી જીવને સત્સંગનું અપૂર્વ માહાભ્ય લાગતું નથી. તે પોતાની માન્યતા સત્સંગમાં પણ સાથે લઈને જતો હોવાના કારણે સદગુરુના સાનિધ્યમાં પણ, હું કંઈ મેળવવા માટે જાઉં છું' એવા નમ્ર ભાવને બદલે હું જાણું છું, મને બધું આવડે છે' એવું અભિમાન રાખે છે. તે પોતાના દોષ અપક્ષપાતપણે જોઈ શકતો નથી. સદ્ગુરુની આજ્ઞા અનુસરતી વખતે આ સ્વછંદ આડો આવે છે. સદ્ગુરુની આજ્ઞામાં રહે તો જીવ બચેલો રહે, પરંતુ સ્વચ્છંદના કારણે આજ્ઞા ચૂકી જવાથી વૃત્તિઓ છેતરી જાય છે અને ૧- શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૧૮ (પત્રાંક-૮૨૫) Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કુમતિ જીતી જાય છે. આમ, જીવ સંસારમાં તો વિપરીતતા આચરે જ છે, પણ ધર્મના ક્ષેત્રે પણ પોતાનો સ્વછંદ મૂકતો નથી અને તેથી ધર્માનુષ્ઠાનો કરીને પણ મહાભયંકર મિથ્યાત્વને જ પોષે છે. વળી, સત્સંગનું અપૂર્વ માહાસ્ય નહીં હોવાથી તે પોતાના કુળધર્મના મતનો આગ્રહ કરે છે. તેનામાં વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અને સરળતા નથી હોતાં. કૂવામાંનો દેડકો જેમ દુનિયાને કૂવા જેટલી જ માને છે, તેમ મતાગ્રહી જીવ પોતાના મતને જ સાચો માને છે. અન્ય પક્ષે પણ સત્ય હોઈ શકે એવું સ્વીકારવા જેટલી તેનામાં નિષ્પક્ષપાતતા હોતી નથી. વળી, પોતાનાં વિચાર અને કથન ખોટાં હોઈ શકે એવું સ્વીકારવા જેટલી સરળતા પણ નથી હોતી. પોતે જે માને છે તેને જ તે પૂર્ણ સત્ય માને છે. તે અપેક્ષિત સત્ય હોઈ શકે એવું તે નથી સમજતો. સત્સંગમાં બીજી અપેક્ષાઓનું જ્ઞાન થતાં પોતે અપેક્ષા ચૂકી ગયો છે એવું સ્વીકારવાને બદલે તે પોતાની અપેક્ષાનો જ આગ્રહ રાખે છે. દોરીમાં વચ્ચે ગાંઠ પડી હોય તો સોય ત્યાં જ અટકી જાય, તેમ પોતાના પૂર્વગૃહીત અભિપ્રાયની ગાંઠના કારણે તે અટકી જાય છે. તે પોતાના મતની સિદ્ધિ કરવા માટે વિવિધ દૃષ્ટાંતો, યુક્તિઓ, તર્કોનો ઉપયોગ કરે છે અને સામી વ્યક્તિને નિરુત્તર બનાવવાનો પ્રયાસ કરે છે. તે યેનકેન પ્રકારે પોતાને મનફાવતો અર્થ બંધ બેસાડીને પોતાનું સાચું અને અન્ય વ્યક્તિનું ખોટું એમ સિદ્ધ કરવાના પ્રયત્નમાં રત રહે છે, પછી તે અન્ય વ્યક્તિ સદ્ગુરુ હોય તો પણ તે દરકાર કરતો નથી. તેનો આગ્રહ તેને કુટિલ આવેશરૂપ પકડમાં રહી રાખે છે, જકડી રાખે છે અને મિથ્યાત્વ પોષી તેને ઉન્માર્ગે લઈ જાય છે. આમ, સ્વચ્છંદ અને મતાગ્રહના કારણે જીવ પોતાનાં કલ્યાણ-અકલ્યાણનો ભેદ કરી શકતો નથી. અનંત સુખની પ્રાપ્તિનો માર્ગ તેની સમજણમાં આવતો નથી. તે શ્રેય-અશ્રેય, સાર-અસાર ઓળખવાની શક્તિ ગુમાવી બેસે છે. જે છોડવાનું છે તેને તે સત્ય માને છે, સારું માને છે, હિતકારી માને છે; તેથી તે છૂટી શકતો નથી. સ્વચ્છેદે ચાલી, શ્રેયથી દૂર જવાય એવી પ્રવૃત્તિ કરી તે પોતાનું અશ્રેય કરે છે. જો તે સ્વચ્છેદ આદિ છોડીને સદ્ગુરુની ઉપાસના કરે તો તેને વિવેકશક્તિ પ્રગટી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ દ્વારા પ્રબોધાયેલ સમ્યક્ માર્ગની આરાધના કરતાં તે તત્ત્વપ્રતીતિ અને વિવેકપ્રજ્ઞા પ્રાપ્ત કરે છે. સાર-અસાર, ઉપાદેય-હેયના વિવેક દ્વારા ઉપાદેય તત્ત્વનો અભ્યાસ કરીને તે શુદ્ધાત્મસ્વરૂપની સિદ્ધિ કરે છે. તેથી જીવે પોતાના સ્વચ્છંદ, મતાહ આદિ છોડી દઈ સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવું આવશ્યક છે. આત્માર્થી જીવ સ્વછંદ અને મતાગ્રહનું અનર્થકારક સ્વરૂપ જાણીને તેને તજવાનો નિશ્ચય કરે છે. તેને તો આત્માનું હિત સાધવું હોવાથી તે ભવભ્રમણ ભાંગવાનો Page #400 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ ૩૫૩ અવસર તથા મોક્ષ સાધવાનું ટાણું, સ્વછંદ અને મતાગ્રહમાં પ્રવૃત્ત થઈ ગુમાવી દેવા ઇચ્છતો નથી. સદ્દગુરુના લક્ષે વર્તવામાં જ તેને કલ્યાણ લાગે છે. અનંત કાળથી માન અને મતમાં સુખ માનીને તેણે તેમાં પોતાનો આત્મા હોમી દીધો હતો અને દુઃખી થયો હતો. હવે તે સદ્ગુરુની આજ્ઞાનું શ્રદ્ધા અને પ્રેમથી પાલન કરવા ઇચ્છે છે કે જેથી ચૈતન્યસુખના સ્વાદમાં લીન થઈ તે મોક્ષને પામે. તે સ્વચ્છંદ અને મતના આગ્રહના સકંજામાં સપડાઈ જવા ઇચ્છતો નથી અને તેથી તેનાથી તે દૂર જ રહે છે. આત્માર્થી મતના આગ્રહનો બિલકુલ આશ્રય કરતો નથી. તે સદ્ગુરુની આજ્ઞાના પાલનનો દૃઢ આગ્રહ રાખે છે. કદાહ, મતામહ તો સર્વથા અનિષ્ટ હોવાથી સર્વત્ર વર્ય જ, ત્યાગવા યોગ્ય જ છે. આજ્ઞાનો આગ્રહ કરવો, એટલે કે આજ્ઞાનું દઢ ભક્તિથી આરાધન કરવું, સૂક્ષ્મ વિચાર દ્વારા તેના આશયને પકડવો અને આજ્ઞાને દઢપણે વળગી રહી તેને અખંડપણે સેવવી. આ પ્રમાણે પ્રશસ્ત અર્થમાં આજ્ઞાપાલનનો આગ્રહ કરવો આત્માર્થીને સર્વથા અભિપ્રેત છે, કારણ કે તે તેના ઇષ્ટ પ્રયોજનની સિદ્ધિનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે અને તેથી આજ્ઞાપાલનની દઢ લગનીરૂપ આરાધના કરવા, તેની જ રઢ લગાડીને તેની પાછળ મંડી પડવા તે ઇચ્છે છે. તે પોતાની ઇચ્છાનો ત્યાગ કરી અત્યંત તન્મયપણે આજ્ઞાધીન રહે છે. શ્રીમદ્ કહે છે – જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.” ગુરુ-આજ્ઞાને એકચિત્તે અને એકનિષ્ઠાએ આરાધી સ્વરૂપ પ્રાપ્ત કરવાની આત્માર્થી જીવને તીખી તમન્ના જાગે છે. સદ્દગુરુના દિવ્ય સ્વરૂપનો વિચાર કરતાં તેને પ્રેમભક્તિ પ્રગટે છે. તે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી સદ્ગુરુને પ્રેમાર્પણ કરે છે અને મોક્ષનો જે સદુપાય તેઓ દર્શાવે તેને પ્રયોગમાં મૂકે છે. સદ્દગુરુનું પવિત્ર જીવન અને તેમની સંસારનાશિની દેશના તે સતત પોતાની દૃષ્ટિ સમક્ષ રાખે છે. સદ્ગુરુએ ઉચ્ચારેલાં સુધામય વચનોને વારંવાર વાગોળ્યા હોવાથી તે તેના હૃદયમાં કોતરાઈ ગયાં હોય છે. તે વચનોનો ભાવાશય તેના આત્માને સ્પર્શી ગયો હોવાથી તેનામાં પ્રેમની માત્રા સહેજે વધે છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં તેને પોતાના પ્રિય ગુરુનું જ સ્મરણ રહ્યા કરે છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૨ (પત્રાંક-૧૦૦) Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેનું ધ્યાન સદ્ગુરુમાં જ કેન્દ્રિત રહે છે. તેમની સ્મૃતિ વિના તેનું ચિત્ત કશે પણ સ્થિરતા પામતું નથી. તે સદ્ગુરુના ગુણોના ચિંતનમાં જ લીન રહે છે. આમ, તેના હૃદયની સોંપણી સહજ રીતે થાય છે અને તેને સદ્ગુરુ પ્રત્યે બહુમાન અને ભક્તિના તીવ્ર ભાવ વર્તે છે. સદ્ગુરુ પ્રત્યે આવો પ્રેમ અને ભક્તિ એ પણ રાગદશાનું જ લક્ષણ છે, પ્રશસ્ત રાગ જ છે. પરંતુ તે રાગ જીવને લાભનું કારણ થાય છે, કેમ કે તેનું અંતિમ પરિણામ ઇષ્ટ આવે છે. કાંટાથી કાંટો નીકળે, તેમ સંસાર તરફનો અપ્રશસ્ત રાગ ઉખેડી નાખવા સદગુરુ તરફનો પ્રશસ્ત રાગ ઉપકારક નીવડે છે. જેમ જેમ પ્રશસ્ત રાગ વધતો જાય છે, તેમ તેમ અપ્રશસ્ત રાગ છૂટતો જાય છે અને પછી સદ્ગુરુ પ્રત્યે થયેલ પ્રશસ્ત રાગને સ્થાને તત્ત્વવિચાર ગોઠવાઈ જાય છે અને તે રાગ અલ્પ પ્રયાસે વીતરાગતામાં પરિણમે છે. સંસાર સંબંધી - સ્ત્રી, પુત્ર, શરીર, વેપાર વગેરે તરફના ભાવમાં તો પાપનું જ પોષણ થાય છે. તેની દિશા બદલીને સદ્ગુરુ તરફનો ભાવ કરવામાં આવતાં રાગની મંદતા થાય છે અને સદ્ગુરુ પ્રત્યેના પ્રેમ દ્વારા સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ વધે છે. આમ, સદ્ગુરુમાં અનુરાગ અને સંસારમાં અનુરાગ, અનુરાગપણે સમાનતા હોવા છતાં પણ બનેમાં મહાન અંતર છે - એક ઊર્ધ્વગમનનું કારણ છે, બીજું અધોગમનનું કારણ છે. પ્રભાત સમયે સૂર્ય જેમ રતાશને ધારણ કરે છે, તેવી જ રીતે અસ્ત સમયે પણ લાલિમાને ધારણ કરે છે; પરંતુ પ્રભાતની લાલિમા પછી તેનો અભ્યદય થાય છે, જ્યારે સાંજની લાલિમા પછી તેનું અધઃપતન થાય છે. સગુરુ પ્રત્યેનો રાગ પ્રભાતની લાલિમા સમાન છે, જેના પછી વીતરાગતાનો ઝગમગતો સૂર્ય ઊગે છે. દેહ-સ્ત્રીપુત્રાદિનો રાગ સંધ્યાની લાલિમા સમાન છે, જેની પાછળ અંધકાર છે, એટલે કે સંસારભ્રમણ છે. અહીં એટલું ધ્યાન રાખવા યોગ્ય છે કે સગુરુનો રાગ એટલે તેમના પાર્થિવ દેહ પ્રત્યે નહીં પણ તેમની આત્મચેષ્ટા પ્રત્યેનો રાગ. સંગુરુના ગુણો પ્રત્યેના રાગથી જીવ આત્મલક્ષી બને છે અને તે રાગ તેના સંસારનાશનું કારણ થાય છે. સદ્દગુરુએ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે માટે તેઓ પૂજ્ય છે અને તેથી તેમનો મહિમા ત્યારે જ આવ્યો કહેવાય જ્યારે આત્મસ્વરૂપનો મહિમા આવે. જો તેમ ન થાય તો સમજવું કે તેમના પ્રત્યે ભક્તિ જાગી નથી, પરંતુ શુભ ઋણાનુબંધ હોવાથી તેઓ ગમે છે. સદ્ગુરુના માધ્યમથી જે જીવ પોતાના જીવનને વીતરાગતા તરફ ઢાળે તેની જ ભક્તિ સાચી છે. જો વીતરાગતા તરફ ન જવાય તો સદ્ગુરુનો યોગ પણ અયોગરૂપ સાબિત થાય છે. આત્મસન્મુખ થાય તો જ આ યોગ સફળ ઠરે છે. જેમ જેમ જીવનો સદ્ગુરુપ્રત્યયી પ્રેમ વધતો જાય છે, તેમ તેમ તેની અસવાસનાઓ સહજપણે વિલીન થતી જાય છે. પ્રેમની વેદી ઉપર દેહ, ભોગ અને સંસાર Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ ૩૫૫ સંબંધી ઇચ્છાઓની આહુતિ અર્પાય છે. ગુરુ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા પ્રગટતાં તેમની કલ્યાણકારી આજ્ઞા ઉપાસવાનાં પરિણામ જાગે છે. જેમ વહાણનો કપ્તાન લંગર નાખવા માટે જ્યારે તેને ઉઠાવે છે ત્યારે વહાણને પહોંચવાનું બંદર નજીક આવી ગયું હોય છે. કિનારો દેખાય કે ન દેખાય, પણ લંગર ઉઠાવે ત્યારે સમજવું કે હવે કિનારો આવવાનો છે. તેમ “મારે સદ્ગુરુની આજ્ઞા અનુસાર જ જીવવું છે, જે કંઈ મારે કરવું છે તે મારા • આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે' એવો નિશ્ચય થાય તેનો મોક્ષ દૂર નથી. સદ્દગુરુ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધાનાં પરિણામ જાગતાં, પૂર્વે સ્વચ્છેદથી પોતાની મતિકલ્પનાએ જે વિપરીત અભિનિવેશી રહ્યા હતા અને પોતાના મતના આગ્રહો બાંધ્યા હતા, તે સઘળા હવે આત્માર્થી જીવ છોડી દે છે અને નિર્મળ ભાવે સદ્ગુરુના ચરણને વિષે મનનું સ્થાપન કરે છે. તે મન-વચન-કાયાથી અર્પણતા કરે છે. તેને ઉપદેશની રુચિ અને તેને અનુસરવાનો ભાવ જાગે છે. સદ્ગુરુ પ્રત્યે દઢ શ્રદ્ધા હોવાથી તેમનાં કહેલાં વચનો સર્વથા સત્ય લાગે છે અને આજ્ઞાનું પાલન સહજ બની જાય છે. જે આવી અટલ શ્રદ્ધા ધરાવે છે તેને સદ્ગુરુની શ્રદ્ધા-ભક્તિરૂપ સમકિતની પ્રાપ્તિ થઈ ચૂકી છે. શ્રીમદ્ કહે છે – ‘ભગવત તીર્થકરના નિર્ચથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે. જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે.” અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે સમકિતની પ્રાપ્તિ થઈ ગણાય છે, તો પછી સગુરુની શ્રદ્ધા-ભક્તિને સમકિત કેમ કહેવામાં આવ્યું છે? તેનો ઉત્તર એમ છે કે સદ્દગુરુની શ્રદ્ધા એ આત્માનુભવનું પ્રત્યક્ષ કારણ હોવાથી તેને પણ સમકિત કહેવામાં આવ્યું છે. તેથી જ શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મની, છ દ્રવ્યની - નવ તત્ત્વાદિની શ્રદ્ધાને પણ સમકિત કહ્યું છે.' ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૫૯૯ (પત્રાંક-૭૭૧) ૨- જુઓ : (૧) શ્રી કાર્તિકેયસ્વામીકૃત, કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૩૧૭ ‘णिज्जियदोसं देवं सवजिवाणं दयावरं धम्म । वज्जियगंथं च गुरूं जो मण्णदि सो हु सद्दिट्टी ।।' (૨) આચાર્યશ્રી વીરસેનજીકૃત, “ધવલા', પુસ્તક ૧, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૧, ગાથા ૯૬, પૃ.૧૫૩ ઇ--વ-વિદા સસ્થાનું નિવરવડદટાઈ | आणाए अहिगमेण व सहहणं होड सम्मत्तं ।।' Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સદ્ગુરુએ સમ્મત કરેલું સર્વ સત્યરૂપે જ હોય એમ સમજી તે માન્ય કરવાથી તથા તેમાંથી બોધ ગ્રહણ કરતાં ચિત્ત નિર્મળ થાય છે, ઉપશમ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે અને જીવ સ્વરૂપસન્મુખ થતો જાય છે. સદ્દગુરુનો આશ્રય અને આજ્ઞાનો નિશ્ચય થતાં તેને આત્મસ્વરૂપનો મહિમા જાગે છે, જે સ્વાનુભૂતિના અભ્યાસનું કારણ બને છે. આત્મસ્વરૂપની તીવ્ર રુચિ જાગૃત થતાં એને પ્રાપ્ત કરવાની તીવ્રતમ લગની લાગે છે અને હર્ષ-શોક, સુખ-દુ:ખ, રાગ-દ્વેષ તથા વિકલ્પમાત્રથી પર એવાં નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાન અને આનંદ એ જ પોતાનું અસલી સ્વરૂપ છે એ બૌદ્ધિક ભાન, અંતર્મુખ સાધના દ્વારા જ્યારે અનુભૂતિમાં પરિણમે છે ત્યારે તેને નિશ્ચય સમકિત લાધે છે. આ પ્રકારે આત્મવિકાસની તળેટીએ રહેલ આત્મા પણ સદ્ગુરુની શ્રદ્ધાના સહારે ઉત્તરોત્તર અધિક ને અધિક આત્મવિકાસ સાધી, સ્વાનુભૂતિરૂપ નિશ્ચય સમકિત પામી શકે છે. તેથી કારણમાં કાર્યનો આરોપ કરીને સદ્ગુરુની શ્રદ્ધાને પણ સમકિત તરીકે ઓળખાવવામાં આવે છે, જેને વ્યવહાર સમકિત કહેવાય છે. આત્માનુભવરૂપ કાર્યમાં સદ્ગુરુનું શ્રદ્ધાન અને તેમની આજ્ઞાનું આરાધન કારણભૂત છે અને તે કાર્ય-કારણની અનિવાર્ય શૃંખલા હોવાથી તેને પણ સમકિત કહ્યું છે. આ કારણ સમકિત વિના કાર્ય સમકિતની પ્રાપ્તિ સંભવતી નથી; અર્થાત્ વ્યવહાર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટતું નથી. આત્મકલ્યાણની પ્રાપ્તિમાં તેનું યથાયોગ્ય સ્થાન દર્શાવતાં શ્રીમદ્ એક પત્રમાં પ્રકાશે છે – ‘(૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમક્તિનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે.” આમ, શુદ્ધાત્માના અનુભવ સહિતની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે અને સદ્ગુરુમાં તથા તેમનાં વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી, આત્મવિશુદ્ધિ અર્થે સ્વછંદ અને મતાહના નિરોધપણે તેમની આજ્ઞાનું આરાધન કરવાની નિષ્ઠા એ વ્યવહાર સમકિત છે, જે નિશ્ચય સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ છે. વ્યવહાર સમકિતની પ્રાપ્તિ થયા પછી પુરુષાર્થ ઉપાડી સ્વભાવનું લક્ષ કરતાં નિશ્ચય સમકિત પ્રગટે છે. વ્યવહાર સમકિત તે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૦ (પત્રાંક-૭૫૧) Page #404 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ ૩૫૭ સાધન છે અને નિશ્ચય સમકિત તે સાધ્ય છે.૧ એક ઉદાહરણ વડે આ વાત સ્પષ્ટ થશે એક વૃક્ષને પચ્ચીસ ડાળીઓ છે. તે વૃક્ષની પહેલી ડાળી ઉપર વાંદરો બેઠો છે અને તેને પચ્ચીસમી ડાળીએ પહોંચવાની ઇચ્છા છે. પહેલી ડાળથી બીજી ડાળ ઉપર અને બીજીથી ત્રીજી ઉપર, એમ પહેલાંની ડાળીઓને છોડતો છોડતો, વચ્ચેની ડાળીઓ ઉપર પક્કડ જમાવીને કૂદતો કૂદતો તે છેવટની ડાળી ઉપર પહોંચી જાય છે. આ પ્રક્રિયા જોઈને એમ કહી શકાય કે સર્વ ડાળીઓ મૂકીને એ ઇષ્ટ સ્થાને પહોંચ્યો અને એમ પણ કહી શકાય કે વાંદરાને નિજસ્થાને પહોંચવામાં આગલી ડાળીઓ સાધનભૂત બની. આ જ રીતે વ્યવહાર સમકિતની ડાળી ઉપર આવ્યા પછી પુરુષાર્થ પ્રગટાવી નિશ્ચય સમકિતની પ્રાપ્તિ કરે તો વ્યવહાર સમકિતરૂપી ડાળને સાધન કહેવાય. વ્યવહાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ જીવને સદ્ગુરુ વારંવાર બોધદાન કરી, પ્રેરણા વડે ઉત્સાહ અને ખુમારી વધારી, તત્ત્વશ્રદ્ધાન કરાવી, સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે એવી ચિંતનધારામાં તેના ચિત્તપ્રવાહને પુનઃ પુનઃ જોડી નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે છે. શ્રી કાનજીસ્વામી કહે છે જીવ " વર્તમાન પુરુષાર્થવાળા સદ્ગુરુ શું કહે છે તેનો આશય સમજી લે અને તે જ અર્થનું ગ્રહણ કરે તો તેને પ્રત્યક્ષ કારણરૂપે સમકિત કહ્યું છે. અખંડ જ્ઞાનસ્વરૂપ સદ્ગુરુ તે પ્રત્યક્ષ કારણ છે, તેમની યથાર્થ પ્રતીતિ થતાં લાયક જીવને પરમાર્થે સ્વતત્ત્વનું લક્ષ થાય છે. આત્મા આનંદમય સહજ સુખસ્વરૂપી છે એવું ભાન થોડા વખતમાં પ્રગટ કરશે. એવી લાયકાતવાળાને અહીં સમકિત કહ્યું છે. આ સ્થૂલ વ્યવહારસમકિત છે, એટલે કે બોધબીજની અપૂર્વ રુચિ કરશે જ તેના કારણરૂપ સમકિત છે.’૨ વ્યવહાર સમકિતની પ્રાપ્તિ પછી જીવે નિશ્ચય સમકિત તરફ આગળ વધવું ઘટે. સદ્ગુરુની શ્રદ્ધારૂપ વ્યવહાર સમકિત તે ચૈતન્યમહેલનો દ્વારપાળ છે. તેની સહાયથી ચૈતન્યમહેલમાં પ્રવેશ પામી અતીન્દ્રિય સુખનો ભોગવટો થાય છે. જો જીવે પોતે ગ્રહણ કરેલા માર્ગમાં આ દ્વારપાળનો ભેટો ન થાય તો તેણે ચોક્કસ માનવું કે એ માર્ગ ચૈતન્યમહેલ તરફ લઈ જતો મોક્ષમાર્ગ નથી. વળી, દ્વારપાળ પાસે અટકી જાય છે તે મહેલના સુખથી વંચિત રહી જાય છે, તેથી આત્મસુખના અર્થીએ સદ્ગુરુની શ્રદ્ધા કરી, સ્વ-પરનું શ્રદ્ધાન કરવું અને નિરંતર અભ્યાસ દ્વારા ઉપયોગને અંતરમાં વાળી નિશ્ચય સમકિત પ્રગટાવવું. ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૪૧ની ટીકા ' अत्र व्यवहारसम्यक्त्वमध्ये निश्चयसम्यक्त्वं किमर्थं व्याख्यातमिति चेत् ? व्यवहारसम्यक्त्वेन निश्चयसम्यक्त्वं साध्यत इति साध्यसाधकभावज्ञापनार्थमिति ।' ૨- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૧૭ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સદ્ગુરુ આત્માર્થપોષક બોધ દ્વારા શુદ્ધાત્માનો અપાર મહિમા બતાવી, તેની પ્રાપ્તિ માટે સુશિષ્યને ઉત્સાહિત કરે છે. તેઓ સ્વને જાણવાનું રહસ્ય સમજાવતાં કહે છે કે ‘સ્વ-પરના ભેદને યથાર્થપણે જાણીને, પરથી પોતાને ભિન્ન જાણતાં શુદ્ધાત્માની સિદ્ધિ થાય છે. સ્વને તન્મયપણે જાણવાનું છે અને પરને ભિન્નપણે જાણવાનું છે. દેહ સાથે તારી એકતા નથી પણ ભિન્નતા છે. તારા ચૈતન્યનો વિલાસ દેહથી જુદો છે, માટે તારા ઉપયોગને પરમાંથી છોડીને અંતરમાં વાળ. તારા ઉપયોગસ્વરૂપ આત્માને પરના કારણે ક્યારે પણ પ્રતિકૂળતા નથી, તેથી આત્મસાધન કરવામાં વચ્ચે કંઈ પણ પ્રતિકૂળતા આવે તો તારા પ્રયત્ન છોડી ન દઈશ, પણ આત્માનો તાગ લેજે, અનુભવ કરજે. ઉપયોગને પલટાવીને આત્મામાં વાળ તો તને પરથી ભિન્ન એવું તારું ચૈતન્યતત્ત્વ આનંદના વિલાસ સહિત અનુભવમાં આવશે. ‘તારું ચૈતન્યતત્ત્વ તો અતીન્દ્રિય આનંદનો કંદ, અતીન્દ્રિય જ્ઞાનનું દળ, અતીન્દ્રિય શાંતિનો સાગર, અનંત શક્તિનું સંગ્રહાલય, અનંત સ્વભાવનો સમુદ્ર છે. તીર્થકર પરમાત્માની દિવ્ય વાણીમાં પણ જેનો મહિમા પૂરો દર્શાવી નથી શકાતો એવો ચૈતન્યહીરલો તું છે. તારા એકેક પાસામાં, એકેક ગુણમાં અનંત તાકાત ઝળકે છે. એવાં અનંત પાસાંથી ઝળકતી પ્રભુતા તારામાં છે. અનંત શક્તિના વૈભવથી ભરેલ આનંદનું ધામ એવો ભગવાન તું પોતે છે, પરંતુ તારી નજરની આળસે તું તને જોઈ શકતો નથી. પોતાના ભાન વિના તે અનંત કાળ ગાળ્યો છે. હવે તો જાગ! જાગી જો! અંતરમાં નજર કરતાં જ તને તારી પ્રભુતા દેખાશે. અંતરમાં જતાં અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. અંતરમાં એવો આનંદ આવશે કે બહાર આવવું જ નહીં ગમે. જેમ માણસને થાક લાગે તો પલંગ ઉપર સૂતાં આરામ મળે છે, તેમ આત્મામાં દષ્ટિ થતાં અનંત કાળનો વિસામો મળે છે. અતીન્દ્રિય આનંદ અને નિરાકુળ શાંતિ આવે છે તથા ચારે ગતિનાં દુ:ખોનો અંત આવે છે. પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્ય મહેલ એ જ સુખધામ છે, વિશ્રામસ્થળ છે. તેથી હે જીવ! જો તને સંપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મદશા પ્રાપ્ત કરવી હોય, મુક્તિ જોઈતી હોય, વિભાવનો વ્યય અને પરમાનંદરૂપ મોક્ષદશાનો ઉત્પાદ કરવો હોય તો નિર્વિકાર અને નિર્વિકલ્પ એવા નિજચૈતન્યના અભેદ ધ્રુવ સ્વરૂપને ગ્રહણ કર. જે અંતરમાં જ્ઞાયકપણે એકરૂપ પડ્યો છે, જે જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોની એકતાસ્વરૂપ અભેદ પદાર્થ છે, તેવા આત્માને ગ્રહણ કર. તેના ઉપર દષ્ટિ લગાવી, તેને ધ્યેય બનાવી તેનો અંતરથી આદર કર, આશ્રય કર; તો તારી અનાદિ વિભાવદશા - દુઃખદશા છૂટશે અને મુક્તિદશા પ્રાપ્ત થશે.' સદ્ગુરુના ઉપદેશથી જીવને પોતાની પ્રભુતાનું ભાન થાય છે. તે સદ્ગુરુનો અજ્ઞાનહારી ઉપદેશ ઝીલી શીધ્ર તેને પ્રયોગમાં મૂકે છે. નિજ શુદ્ધ, ધ્રુવ, અભેદ, Page #406 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ ૩પ૯ જ્ઞાયકતત્ત્વનો નિર્ણય કરી તેનો જ આશ્રય કરે છે, તેનું જ અવલંબન લે છે. તેના ઉપર દૃષ્ટિ સ્થિર કરવા પ્રયત્ન કરે છે. તેને સ્વરૂપનો મહિમા આવ્યો હોવાથી જગતનું મહત્ત્વ છૂટી જાય છે અને જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે થાકતો નથી, પુરુષાર્થરત રહે છે. અંતરખોજનો પ્રયત્ન છૂટતો જ નથી. અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, તેની ખટક, ખરી લગની અને પૂરેપૂરી ધગશના કારણે તેના ઉપયોગમાં સ્વભાવને પકડવાની ક્ષમતા, સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા આવે છે. ચૈતન્યસ્વભાવના વારંવાર પરિચયના કારણે તે સંસારથી દૂર જતો જાય છે અને આત્મામાં ઊંડે ઊંડે ઊતરતો જાય છે. જ્ઞાયકસ્વભાવી આત્માને દૃષ્ટિમાં લઈને તેનું સ્મરણ-રટણ કરવાથી, તેમાં મગ્નતા કરવાથી, આત્માની ભાવના ઘૂંટી ઘૂંટીને ઉપયોગને અંતર્મુખ કરવાનો અભ્યાસ કરવાથી કોઈક ધન્ય પળે તેને આત્માનો અનુભવ થાય છે, નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. તેનાં પરિણામ સંસારથી હટીને ચૈતન્યની શાંતિમાં પ્રવેશી જાય છે અને તેમાં પ્રવેશીને પોતાના અદ્ભુત ચૈતન્યનિધાન જોતાં તેને અપૂર્વ આત્મિક આનંદ, શાંતિ અને તૃપ્તિ વેદાય છે. આમ, જે જીવ સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા તથા સત્સમાગમનું અવલંબન લઈ, તેમની આજ્ઞાનું સર્વાણિપણે આરાધના કરી, જ્યારે પોતાનાં પરિણામને સ્વ તરફ વાળે છે; તેને પોતાના ધ્રુવ, ત્રિકાળી, જ્ઞાયકતંભ સાથે બાંધે છે; વિભાવમાં લિપ્ત થતી પરિણતિને જાગૃતિપૂર્વક સપુરુષાર્થ દ્વારા ત્યાંથી અળગી કરી સ્વભાવમાં એકાકાર કરે છે; ત્યારે સર્વ સંયોગ અને વિભાવથી ભિન્ન એવા નિજાત્માનો અનુભવ થાય છે. વ્યવહાર સમકિત જીવને નિશ્ચય સમતિ સુધી લઈ જાય છે. સદ્ગુરુની આજ્ઞા અનુસાર સ્વરૂપલક્ષે પુરુષાર્થ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને સ્વરૂપમાં અખંડપણે સ્થિર થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે ઉત્તમ ગીતાર્થ ગુરુ ભગવંતોને માર્ગ પૂછીને જે કોઈ આત્માર્થી આત્માઓ ઉન્માદ છાંડીને તેમણે કહેલાં વિધિ-નિષેધ મુજબ પ્રવર્તન કરે છે, તેવા આત્માઓ પોતાનાં આત્મતત્ત્વને નિર્મળ બનાવીને ઉત્તમ જશ(મોક્ષ)ને પ્રાપ્ત કરવાવાળા થાય છે.' જેમ કલાત્મક હાથપંખાના બે પાંખિયા જુદા પાડીને, તેને ઉઘાડતાં તેમાં મોરની કળા ઝળકી ઊઠે છે; તેમ આત્મા ચૈતન્યની કેવળજ્ઞાનકળાનો ભંડાર છે. તેની શ્રદ્ધા અને તેમાં સ્થિરતા થતાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણ કળા ખીલી ઊઠે છે. જે જીવ સ્વછંદ અને મતના આગ્રહમાં અટકી જાય છે, તેની જ્ઞાનકળા ખીલતી નથી પરંતુ બિડાયેલી રહે છે. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, “સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૯૯ “ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે; પાલે કિરિયા તે તુજ ભક્તિ, પામે જગ જશવાદો રે.” Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જે જીવ સદ્ગુરુ વિષે પરમ પ્રેમાર્પણ કરી તેમની આજ્ઞાનું આરાધન કરે છે, તે સદ્દગુરુ અનુગ્રહ વડે પોતાની બિડાયેલી શક્તિ પ્રગટ કરે છે અને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘સ્વચ્છેદ મત આગ્રહ તજી, નમ ભાવ ધરી ચિત્ત; સત્ય તણા શોધક જુએ, કરવા સત્ય સ્વહિત. પુણ્ય સદ્ગુરુ ઓળખી, વર્તે સદ્દગુરુલક્ષ; ચૂકે નહીં નિજ ભાન ને, કરે ન કુમતિ પક્ષ. સદ્દગુરુને આધીન થઈ, રહે અવંચક યોગ; સમકિત તેને ભાખિયું, જેમ ટળે ભવ રોગ. સદ્ગુરુને બહુમાનથી, સેવે સજ્જન દક્ષ; સમ્યક શ્રદ્ધા તે કહી, કારણ ગણી પ્રત્યક્ષ.'' * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૬૫-૬૮) Page #408 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૮ ૧૬ શબૂ ર, નિ- ડે ૧૧ જાન ર ર % કમ સે બ. Page #409 -------------------------------------------------------------------------- ________________ Page #410 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ગાથા ૧૭માં કહ્યું કે સ્વચ્છંદ તથા પોતાની મતિકલ્પનાએ બંધાયેલા મતનો આગ્રહ ત્યજીને જે સદ્ગુરુની આજ્ઞાએ ચાલે, તેને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું હોવાથી, આજ્ઞાધીનપણે વર્તવાને સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ ગણીને શ્રી જિનદેવે સમકિત કહ્યું છે. આ સમિતને અવરોધનારા એવા માનાદિ શત્રુઓના નાશનો સુલભ અને અમોઘ ઉપાય બતાવતાં હવે શ્રીમદ્ કહે છે ગાથા અર્થ ગાથા - ૧૮ જાય. (૧૮) માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.' (૧૮) માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જે કષાયપરિણામથી અનંત સંસારનો સંબંધ થાય છે તે કષાયપરિણામને ભાવાર્થ અનંતાનુબંધી કહે છે. અનંતાનુબંધી માનાદિ કષાયો સમ્યગ્દર્શનને રોકનારા હોવાથી તે મહાશત્રુ છે. મહાશત્રુ સમાન આ અનંતાનુબંધી ચતુષ્કમાં પણ માન સૌથી બળવાન શત્રુ હોવાથી તેની પ્રધાનતા બતાવવાં 'માનાદિક' એમ અત્રે કહ્યું. સ્વચ્છંદ એ માન કષાયનો પ્રકાર છે અને મનુષ્ય ગતિમાં તેનું બળવાનપણું હોય છે. મનુષ્ય જેટલી સહેલાઈથી અન્ય કષાયને છોડી શકે છે, તેટલી સહેલાઈથી માનને છોડી શકતો નથી. પરિણામે માન કષાયના કારણે માર્ગપ્રાપ્તિની યોગ્યતા અવરોધાય છે. ‘હું કંઈક છું', “મને બધી ખબર છે', “મારું જ સાચું છે' આવા ભાવો જીવમાં માન કષાયના કારણે આવે છે અને આ અભિપ્રાય પોતાની મેળે જ, પોતાની રીતે નક્કી કર્યો હોય તો તેને સ્વચ્છંદનો બળવાન સાથ મળ્યો છે એમ કહી શકાય. જીવમાં અહંકાર અને સ્વચ્છંદ એકઠા થાય છે ત્યારે તેની અસવૃત્તિઓ અને અસત્પ્રવૃત્તિઓ માઝા મૂકી દે છે. જીવ ત્યારે મદોન્મત્ત બની દોષોની પરંપરા ઊભી કરે છે અને તેથી જ માન કષાયને અહીં મુખ્ય અને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ અહંકાર તેમજ પૂજા-પ્રતિષ્ઠા-માન-સન્માન મેળવવાનો લોભ, મોટા દેખાવાની મનોવૃત્તિ આદિ મહાદોષોથી મુક્તિ પોતાની બુદ્ધિએ ચાલવાથી મળતી નથી, પરંતુ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પ્રત્યક્ષ સદ્ગુરુના આશ્રયે ચાલવાથી સહજમાત્રમાં તે દોષોથી મુક્ત થવાય છે. જેમ જંગલી હાથીને માથે અંકુશ ન હોવાથી કાબૂમાં લઈ શકાતો નથી, તેમ પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવામાં આવે તો માનાદિ શત્રુઓને કાબૂમાં લઈ શકાતા નથી. સદ્ગુરુના શરણમાં જતાં તેમણે કરાવેલા દૃષ્ટિ-ઉઘાડથી તે દોષો અલ્પ સમયમાં વિલય પામે છે. સદ્ગુરુના શરણમાં વિનમ્ર ભાવે રહેતાં, સર્વ દોષો મટવામાં અને આત્માના સર્વ ગુણો પ્રગટ થવામાં નડતરરૂપ દરેક અવરોધો દૂર થાય છે. જ્ઞાનીએ બતાવેલા માર્ગે આગળ વધવાથી આત્મ-ઉપાસનાનો માર્ગ સરળ અને નિષ્કંટક બની જાય છે. જ્ઞાની પ્રત્યે પરમ આદરભાવ જાગતાં મુમુક્ષુનો દર્શનમોહ મંદ થાય છે અને તેથી તેનામાં જ્ઞાનીનો બોધ ગ્રહણ કરવાની યોગ્યતા આવે છે. અગમ અગોચર એવો મોક્ષમાર્ગ પોતાની મેળે, જ્ઞાનીના આશ્રય વિના મળવો અશક્ય છે. જીવને દોષ કરતાં રોકનાર અને ટોકનાર સદ્ગુરુ હોય તો જ જીવ સન્માર્ગે ચડી તેમાં સ્થિર રહી શકે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા આત્મજ્ઞાની સદ્ગુરુના આશ્રયથી અને તેમના બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી માનાદિ મહાશત્રુઓ અલ્પ પુરુષાર્થે નાશ પામે છે. 1 વિશેષાર્થ ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાય સંસારમાં પરિભ્રમણ કરાવનાર હોવાથી જીવના શત્રુ છે. તેમાં પણ જે કષાય અનંતાનુબંધીની જાતના છે તે મહાશત્રુ છે, કારણ કે તે અનંત સંસાર રખડાવનાર છે. અનંત ભવોનું પરિભ્રમણ એ જ અનંતાનુબંધી કષાયનો સ્વભાવ છે. અનંત સંસારનું કારણ હોવાથી મિથ્યાદર્શન અનંત કહેવાય છે તથા જે કષાય એના અનુબંધી છે તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. જે કષાયમાં તન્મયપણે, અપ્રશસ્ત ભાવે, તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધી કષાયનો સંભવ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે, તેના બતાવનાર પ્રત્યે અને માર્ગપ્રાપ્તિને યોગ્ય વિધિ-નિષેધાત્મક સશિક્ષા પ્રત્યે અનાદર એ અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે; તેમણે બતાવેલા માર્ગે અને તેમની દોરવણી પ્રમાણે ન વર્તવું અને પોતાના મતનો આગ્રહ રાખવો તે અનંતાનુબંધી માન છે; પોતાના દોષોને છુપાવવાની વૃત્તિ તે અનંતાનુબંધી માયા છે; સંસારી વસ્તુઓ અને પ્રસંગોમાં તીવ્ર આસક્તિ તે અનંતાનુબંધી લોભ છે. આમ, સદેવ-સદ્ગુરુ-સદ્ધર્મ પ્રત્યે વિમુખભાવ હોય તથા ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ હોય, તેને કોઈ પણ પ્રસંગે અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ એક કષાયનો ઉદય થવો સંભવે છે અને જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી તે જીવ અવશ્ય પરમાર્થમાર્ગે હોય નહીં. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ટીકા, સર્વાર્થસિદ્ધિ’, અધ્યાય ૮, સૂત્ર ૯ની ટીકા ‘अनन्तसंसारकारणत्वान्मिथ्यादर्शनमनन्तम् । तदनुबन्धिनोऽनन्तानुबन्धिनः क्रोधमानमायालोभाः ।' Page #412 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૩૬૫ આ અનંતાનુબંધી કષાય જીવના સમ્યક્ત્વને રોકે છે, જેના કારણે જીવ આ અપાર સંસારમાં જન્મ, જરા, વ્યાધિ, મરણ, ઇત્યાદિ દુ:ખ ભોગવતો ચારે ગતિમાં અને ચોરાસી લાખ યોનિમાં અનંત વાર પરિભ્રમણ કર્યા જ કરે છે. તન, ધન, સ્વજનાદિ પરમાં મારાપણાની માન્યતા અને તીવ્ર આસક્તિ હોવાથી તેને પોતાના શાશ્વત, સુખમય અને અચળ સ્વરૂપમાં પ્રીતિ થતી નથી. તેથી તે સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મનું શરણ સ્વીકારતો નથી અને વિશેષમાં તેમનો દ્રોહ કરે છે, તેમની અવજ્ઞા કરે છે. અનંતાનુબંધી કષાયના કારણે જીવની પ્રવૃત્તિ નિસ પરિણામવાળી હોય છે અને જ્યાં નિર્ધ્વસ પરિણામ હોય ત્યાં ભવભય હોતો નથી. તેથી તેવા ભવભયરહિતપણે થતાં ભોગાદિ પરિણામથી તેનામાં સામાન્ય મુમુક્ષુતા પણ પ્રગટતી નથી, આત્મકલ્યાણની ભાવના જ ઊગતી નથી અને આત્મપ્રત્યયી પરિણામોનું વલણ જ થતું નથી. જો કે ક્યારેક તીવ્ર પ્રતિકૂળતાના સમયે સંસારની આસક્તિનું નીરસપણું થાય છે, તથાપિ તેમ થવાનું કારણ પ્રતિકૂળ સંયોગ છે, આત્મહિતની ઇચ્છા નહીં. તેવા સમયે ચારિત્રમોહ થોડો મંદ થાય છે, પરંતુ દર્શનમોહ તો તે વખતે પણ બળવાન હોવાથી તેવું નીરસપણું માત્ર સ્મશાનવૈરાગ્યવત્ નીવડે છે અને તેથી તેની સંસા૨વાસનાનો પરિચ્છેદ થતો નથી. અનંતાનુબંધી કષાયનું પ્રાબલ્ય જ એવું છે કે જીવને પોતાની પ્રવૃત્તિથી કેવાં કેવાં કર્મબંધ થઈ રહ્યાં છે અને પોતાને કેવી હાનિ થઈ રહી છે તેનો વિચાર સરખો પણ આવતો નથી. આમ, ચારે અનંતાનુબંધી કષાય જીવને અનંત દુઃખરૂપ સંસારવૃદ્ધિનાં કારણ થાય છે અને તે શુદ્ધ નિર્મળ આત્મદશાને અટકાવનાર મહાશત્રુ છે. આ ક્રોધ, માન, માયા, લોભમાં પણ માનની પ્રધાનતા છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘આત્માના હિતને જે હણે-રોકે-હાનિ કરે-નુકસાન પહોંચાડે, આત્માનું જે અહિત કરે, આત્માની પ્રગતિમાં જે અંતરાયભૂત થઈ આડે આવે, આત્માની ને આત્મસંપત્તિની જે ઘાત કરે, આત્માને જે હણે-મારે, ટૂંકામાં કોઈ પણ પ્રકારે આત્માનું જે બૂરું-ભૂંડું કરે તે આત્માનો ‘શત્રુ' છે. અને આત્માનું મોટામાં મોટું બૂરુંભૂંડું કરનાર, આત્માના હિતનો રોધ કરનાર અને અહિતનો યોગ કરનાર, આત્માની પ્રગતિમાં આડે આવનાર, આત્માની-આત્મગુણની ઘાત કરનાર, આત્માને હણી નાંખનાર એવો આત્માનો મોટામાં મોટો શત્રુ જો કોઈ હો તો તે માન છે; માન એ આત્માના શત્રુઓનો અગ્રેસર છે. માન એ આત્માની પ્રગતિને અવરોધનાર મોટામાં મોટો પ્રતિબંધ છે. અહંકારના કારણે જીવને ‘હું કેમ વખણાઉં, કેમ સારો દેખાઉં' એ જ લક્ષ રહે છે. તેને પૂજાસત્કારમાં જ સુખબુદ્ધિ રહી હોવાથી બાહ્ય દૃષ્ટિ રહ્યા કરે છે. તેના કારણે ઘોષણાનો ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૮૨ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભાવ, દંભ, માયા, કપટ આદિ અનેક દોષ ઉત્પન્ન થાય છે અને જો જીવ થોડો પણ આગળ વધ્યો હોય તો પાછો પડે છે. વળી, ‘હું કંઈક છું, મોટો છું, વિદ્વાન છું, સમજું છું' એવો અહં તેનામાં સદ્ગુરુ પ્રત્યે અંતરંગ ભક્તિ ઉત્પન્ન થવા નથી દેતો. દુર્લભ એવો સદ્ગુરુનો યોગ મળવા છતાં પોતાનો અહં આડે આવતો હોવાથી તેને તેમના પ્રત્યે પ્રેમ કે આદરભાવ ઊપજતો નથી. તે સંસારમાં માન મેળવવા લોકરંજનાદિ કરી અનેક લોકોની ગુલામી કરે છે, પણ માર્ગને બતાવનાર સદ્ગુરુની ઉપાસના કરતો નથી, દોષનો ઉપાય બતાવનાર સગુરુના ચરણમાં ઝૂકતો નથી. આત્મશ્રેય માટે ‘તેઓ જ એક આશ્રયરૂપ છે' એવા ભાવ સાથે પોતાનું સર્વસ્વ તેમના ચરણમાં તે અર્પણ કરતો નથી. તેથી તે આશ્રયનો યોગ મળવા છતાં મન, વચન અને કાયાથી અપ્રમત્ત પુરુષાર્થ વડે તે યોગને આરાધી શકતો નથી. સદ્ગુરુ વિષે સામાન્યપણું ધારી લેતો હોવાથી પણ તે આત્મસમર્પણ કરી શકતો નથી. માનના કારણે તેને સદ્ગુરુ પ્રત્યે પરમ પ્રેમ અને ભક્તિભાવ પ્રગટતા નથી. ભવભયહારિણી અને શિવસુખકારિણી એવી અપાર માહાત્મવાળી આજ્ઞા પ્રાપ્ત થવા છતાં તેને આજ્ઞાનું તથારૂપ માહાભ્ય લક્ષગત થતું નથી અને તેથી સદ્ગુરુના સંગમાં આવ્યો હોય તો પણ તેમના સંગનો રંગ લાગતો નથી. તેમના પરિચયમાં આવવા છતાં તેને તેમની ઓળખાણ થતી નથી. તેમની અચિત્ય, અનુપમ, અલૌકિક દશા નહીં સમજાતાં તેમના પ્રત્યે ઉલ્લાસભાવ નથી આવતો, આનંદની ઊર્મિઓ નથી ઊછળતી, એકતાર સ્નેહ નથી ઊભરાતો. ખરેખર તો તેને જન્મ-મરણથી છૂટવાની જરૂરિયાત જ લાગી નથી, મુક્ત થવાની રુચિ જ જાગી નથી, સદ્ગુરુની આવશ્યકતા જ લાગી નથી. તેને તો માનપુષ્ટિમાં જ રસ છે. તેને બંધનનો છેદ ઉડાડવા ભણી દષ્ટિ જ નથી થતી, તેથી તે લોકરંજનમાં જ વ્યસ્ત રહે છે. તે ક્યારેક સગુરુના યોગમાં હોય તોપણ માનાદિની કામનાના કારણે સગુરુથી વિમુખ જ રહે છે. તેને માનમાં એટલો બધો રસ હોય છે કે તે અર્થે તે સદ્ગુરુ માટે વિકલ્પ કરવામાં, શંકા કરવામાં, તેમની આજ્ઞાની અવગણના કરવામાં, ક્યારેક તો અવર્ણવાદ બોલવામાં અને અપમાન કરવામાં પણ પ્રવૃત્ત થઈ જાય છે. પોતાનો અહં ન સચવાતો હોય તો તે સદ્દગુરુને છોડવા પણ તૈયાર થઈ જાય છે. માનથી ઉન્મત્ત થયેલો પુરુષ થોડી બાહ્ય ક્રિયા કરીને કે થોડું શાસ્ત્રજ્ઞાન મેળવીને પોતાને જ શ્રેષ્ઠ સમજવા લાગે છે અને જગતને મૂર્ખ સમજે છે. તે પોતાના માનને ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૪, શ્લોક ૮ 'केचित् किंचित्परिज्ञाय कुतश्चिद्रर्विताशयाः । जगन्मन्दं प्रपश्यन्तो नाश्रयन्ति मनीषिणः ।।' Page #414 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૩૬૭ પોષવા સ્વચ્છંદાચારી બને છે અને કોઈનો પણ આશ્રય લેવાનો અસ્વીકાર કરે છે. તે સદ્ગુરુના વચનથી નિરપેક્ષપણે, એટલે કે તેમને અવગણીને પ્રવૃત્તિ કરે છે. તેને પોતાના પ્રયત્ન શુભ અને હિતકારક લાગે છે, પણ વાસ્તવમાં તે માનપ્રેરિત હોવાથી તેને તે અશુભ અને અહિતકર્તા નીવડે છે. જેમ ઝાંઝવાનાં નીરમાં જળની ભ્રમણા થવાથી તે પીવા માટે થતી પ્રવૃત્તિ નિષ્ફળ છે, તેમ આજ્ઞાનિરપેક્ષપણે થતી પ્રવૃત્તિ મોહસ્વરૂપ તેમજ ભમમૂલક હોવાથી નિષ્ફળ છે અને તેથી તેની તે સર્વ આચરણા વ્યર્થ જાય છે. ૨ અભિમાની પુરુષ માને છે કે “હું જ મારી જાતે મોક્ષમાર્ગ સાધવા સમર્થ છું. તે એમ નથી સમજતો કે નિજઈદે કોઈ કાળે સભ્યત્વ પ્રાપ્ત નથી થતું, ઊલટું સદ્ગુરુથી વિમુખ વર્તવાથી પોતાના અનંતાનુબંધી કષાયોની જ પુષ્ટિ થાય છે. તે એટલો બધો છકી ગયો હોય છે કે તે સદ્દગુરુની નિંદા કરીને અનંતાનુબંધી ક્રોધ, સગુરુ પાસે પોતાનો અહં આગળ કરીને અનંતાનુબંધી માન, સદ્દગુરુ આગળ વંચનાબુદ્ધિથી વર્તીને અનંતાનુબંધી માયા અને સદ્ગુરુ કરતાં પૂજા-સત્કારાદિના લોભને પ્રાધાન્ય આપીને અનંતાનુબંધી લોભ દઢ કરે છે. જે આ દોષોને ગુરુની સહાય લીધા વગર દૂર કરવાની અભિલાષા રાખે છે, તે ભયંકર મગરમચ્છાદિ જલચરોથી ભરપૂર એવા સમુદ્રને પોતાની ભુજાએ જ તરવાની ઇચ્છા રાખે છે. બંધાયેલો જેમ પોતાની મેળે પોતાને બંધનથી મુક્ત કરી શકતો નથી, પણ બંધનરહિત વ્યક્તિની સહાયથી તે મુક્ત થઈ શકે છે; તેમ માનના પાશમાં જકડાયેલી વ્યક્તિ નિજઈદે છૂટી શકતી નથી, પરંતુ અપ્રતિબદ્ધ, મુક્ત એવા સદ્ગુરુના શરણના અવલંબનથી અલ્પ પ્રયાસે મુક્ત થઈ જાય છે. પોતાના અહંરૂપ રોગને દૂર કરવા પ્રત્યક્ષ સદ્ગુરુના શરણ જેવું કોઈ ઔષધ નથી. માનાદિ શત્રુઓની નિવૃત્તિ અને નમતાદિ ગુણોની રક્ષા તથા વૃદ્ધિ માટે સદ્દગુરુ ભવારણ્યમાં સાર્થવાહ સમાન છે. ગમે તેટલું બળ વાપરીએ, પથ્થરથી પ્રહાર કરીએ તોપણ તાળું ન ખૂલે, પણ ચાવીનો ઉપયોગ કરતાં અલ્પ પ્રયાસે તાળું ખૂલી જાય છે; તેમ જીવ નિજછંદે ચાલી ગમે તેટલા ઉપાય કરે તોપણ દોષ જાય નહીં, પણ સગુરુનું શરણ ગ્રહે તો અલ્પ પ્રયાસે અને અલ્પ સમયમાં માનાદિ મહાશત્રુઓનો સંહાર થાય છે. અનન્ય ઉપકારી અવલંબનરૂપ એવા શ્રી સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ કૃપાપ્રસાદીરૂપ ગુરુગમથી તે દોષો સુગમપણે વિલય થાય છે. અનંતાનુબંધી મહાશત્રુઓને ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ચ ૧૯, શ્લોક ૫૩ “રોચતીનાનિયાવારજનક | विराध्याराध्यसन्तानं स्वेच्छाचारेण वर्तते ।।' ૨- જઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૯, કડી ૧૬૭ આચરણ તેહની નવી, કેતી કહિયે દેવ? નિત્ય તૂટે છે સાંધતાં, ગુરુ વિણ તેહની ટેવ.” Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છેદી અનુભવભંડાર ખોલવા માટે ગુરુગમરૂપ ચાવી એ જ સર્વોપરી સાધન છે. સદ્ગુરુ સિવાય તે પરમાર્થરિપુઓથી બચાવનાર બીજું કોઈ નથી. સદ્ગુરુનું શરણ એ જ સાચું શરણ છે અને તેમનો આધાર એ જ સાચો આધાર છે, માટે અનન્ય પ્રેમે તેમને જ ઉપાસવા યોગ્ય છે. સદ્ગુરુના કલ્યાણકારી બોધના પ્રભાવે તેમની આજ્ઞામાં જીવની વૃત્તિ એકતાન થાય છે ત્યારે માનાદિ મહાશત્રુઓનો સંહાર શરૂ થાય છે. જીવ સદ્ગુરુની આજ્ઞાના અંકુશમાં રહે તો માનાદિથી બચે છે અને તેનાથી નિવર્તે છે. તેથી માનાદિ મહાશત્રુઓને હણવા માટે સદ્ગુરુની આત્માર્થપ્રેરક આજ્ઞા આરાધી સત્પુરુષાર્થ આદરવા યોગ્ય છે. શત્રુને તો કોઈ મૂર્ખ કે મૂઢ મનુષ્ય પણ ક્ષણભર પાસે રાખવા ઇચ્છતો નથી, તો પછી જે જીવ આત્માર્થી છે તે તો પોતાના આત્માની પ્રગતિને રોધનારા એવા માનાદિ મહાશત્રુઓનો નાશ જ ઇચ્છે અને તેના નાશના ઉપાયને જ ચિંતવે એ તો સ્વાભાવિક છે. આત્માર્થી જીવને આત્મકલ્યાણની દાઝ હોય છે. તેને પોતાની વર્તમાન દશામાં બગાડ દેખાતો હોવાથી અસંતોષ હોય છે, તેથી પોતાની દશામાં સુધારો થાય એવી તેની વૃત્તિ હોય છે. તેનામાં એવી કોમળતા પ્રગટે છે કે તે માનાદિનાં પરિણામમાં મૂંઝાય છે અને તેનાથી છૂટવાનો યત્ન આદરે છે. મોક્ષનું ધ્યેય બંધાયું હોવાથી મારે હવે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, માનનો એક અંશ પણ મારા માટે કલંકરૂપ છે' એમ જાણીને, માનાદિથી નિવૃત્ત થવા માટે સદ્ગુરુનો બોધ ગ્રહણ કરી તેમની આજ્ઞાના આરાધનનો પુરુષાર્થ કરે છે. સઘળેથી આસક્તિ ઓછી કરી, આજ્ઞાના આરાધનમાં ઉલ્લાસ સહિત તે તન્મય બને છે. સદ્ગુરુની આજ્ઞા મળતાં સંસારરૂપી વન પાર કરવા ધોરી રસ્તો મળ્યા જેટલો આનંદ તેને થાય છે. સદ્ગુરુ પ્રત્યેની તેની શ્રદ્ધાના કારણે માનાદિ અંતરંગ શત્રુઓ સામે લડવાનું વીર્ય સ્ફુરે છે. તે અંતરમાં નક્કી કરે છે કે “આત્માનું હિત સાધવા માટે મારા આ અવતારનો ઉપયોગ કરું. માનાદિમાં તો અનંત અવતાર વીતાવ્યા, પરંતુ મને કશે પણ શાંતિ ન મળી. અનાદિ કાળથી આ પ્રબળ માનાદિને પલ્લે પડવાથી અકલ્યાણ થયું છતાં પણ ક્ષણભર માટે હિતબુદ્ધિ ન સૂઝી. આજ પર્યંત હું તેને આધીન રહ્યો, હવે તેમ નહીં થવા દઉં. માનાદિને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવા તે જ મારું સર્વપ્રથમ અને સર્વપ્રધાન કર્તવ્ય છે. માનાદિ શત્રુઓએ હવે મારો દેશ છોડવો જ પડશે. તેની સામે યુદ્ધ કરવા તથા તેના પ્રહારથી બચવા માટે ગુરુચરણ જ એકમાત્ર શરણ છે, જે મને આ ભવમાં પ્રાપ્ત થયું છે અને તેમના દ્વારા મને બળ અને ઉત્સાહ પણ મળ્યાં છે, તો હવે હું આ આધ્યાત્મિક યુદ્ધથી ગભરાઈશ નહીં, પરંતુ માનાદિ શત્રુઓના વિનાશ માટે હિમ્મતપૂર્વક અને સાવધાનીપૂર્વક યુદ્ધ ખેડીશ. સદ્ગુરુના બોધ દ્વારા મને સમજણ મળી છે, ભવદુઃખથી Page #416 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૩૬૯ છૂટવાની ભાવના જાગી છે. હવે જો માનાદિ શત્રુઓને નહીં પડકારું, તેની સામે પરાક્રમ નહીં બતાવું તો પછી ક્યારે કરીશ? જ્યાં સદ્ગુરુનું શરણ નહીં મળે એવી કોઈ ગતિમાં ચાલ્યો જઈશ તો તે માનાદિના પ્રકોપનો ભોગ બનીને તીવ્ર દુઃખમાં ફસાઈ જઈશ. માટે આ અવતારમાં સદ્ગુરુના શરણમાં રહીને એવું કાર્ય કરું કે આ માનાદિનો વિનાશ થાય અને ભવદુઃખ સદા માટે ટળે. સદ્ગુરુનો અનુગ્રહ તો વરસી જ રહ્યો છે. તેમની કૃપાદૃષ્ટિથી અંતરમાં જે પ્રકાશ થયો છે તેના કારણે તે માનાદિ શત્રુઓને પણ સંદેહ ઉત્પન્ન થાય છે કે કદાચ છોડવાનો વખત આવે! અલબત્ત તેની પાસે મહાબળવાન સૈન્ય હોવાથી તે સહેલાઈથી નીકળવા તૈયાર થતો નથી, પરંતુ હું મારી શિથિલતા છોડી, સદ્ગુરુના શરણનું વિશેષ વિશેષ અનુસંધાન કરીશ તો સદ્ગુરુની કૃપાથી આ કાર્ય અવશ્ય થશે જ. તેથી આજે, અત્યારે જ, હું તેની સામે યુદ્ધનો પ્રારંભ કરું છું અને તેને પૂર્ણ પરાજિત કરી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ હું અવશ્ય કરીશ.' આમ, પોતે સદ્દગુરુના શરણે હોવાથી માનાદિ શત્રુઓનો નાશ થશે જ એવો આત્માર્થી જીવને વિશ્વાસ આવે છે. ચૈતન્યપદને પ્રાપ્ત કરાવનારો સદ્ગુરુનો પરમ હિતોપદેશ પામીને માનાદિની નિવૃત્તિ કરી, આત્માને ઊંચે ને ઊંચે લઈ જવો એ જ હવે તેને કર્તવ્યરૂપ લાગે છે. ‘સદ્દગુરુએ જે વિચાર્યું છે, જે કર્યું છે અને જે કહ્યું છે તે જ ખરું છે' એમ માની તેમને અનુસરીને જ વર્તે છે. જે જે પ્રકારે માનાદિનો નાશ થાય, તે તે પ્રકારે પ્રવર્તવાની સદ્ગુરુની આજ્ઞા તે માથે ચડાવે છે. સદ્દગુરુના આશ્રયે તે મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવે છે. તેમની આજ્ઞાને જ સર્વસ્વ માની પ્રત્યેક પળે આજ્ઞારાધનનું જ લક્ષ રાખે છે અને તેને જ દૃઢપણે અંતરમાં ધારણ કરે છે. માનાદિ શત્રુઓના નાશ માટે આત્માર્થી જીવ સદ્ગુરુના શરણે રહી, સદ્ગુરુના માર્ગદર્શન અનુસાર પોતાના દોષ ઓળખી, તેને દૂર કરવા કમર કસે છે. સદ્ગુરુ દ્વારા તેને પોતાના દોષો પકડાય છે અને તે દોષો કાઢવાનો અચૂક ઉપાય પણ પ્રાપ્ત થાય છે. સદ્ગુરુ પાસે અનેક ચમત્કારી તરકીબો હોય છે કે જેથી શિષ્યને તેના દોષનું ભાન થાય અને અલ્પ પ્રયાસે તેમાંથી મુક્ત થઈ શકે. તેઓ તેને દોષ ટાળવાની પ્રેરણા અને શક્તિ આપે છે. ક્યારેક તો તેને ઉપાલંભ પણ આપે છે. સુશિષ્ય તો તે ટકોરને પોતાના અપૂર્વ હિતનું કારણ સમજી તે દોષને કાઢવાના પ્રયત્નમાં જોડાય છે. જેમ સૂર્યનાં કઠોર કિરણો પણ કમળની કળીને પ્રફુલ્લિત કરી દે છે, તેમ સદ્ગુરુનાં કઠોર વચનો પણ તેના મનને પ્રફુલ્લિત - આનંદિત કરે છે. ૧ ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૧૪૨ 'विकाशयन्ति भव्यस्य मनोमुकुलमंशवः । रवेरिवारविन्दस्य कठोराश्च गुरूक्तयः ।।' Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન જે શિષ્ય આત્મહિતથી વિમુખ છે, તેને ગુરુનાં હિતકારક વચન પણ કઠોર લાગે છે; પરંતુ જે શિષ્યને આત્મહિતની અભિલાષા છે, તેને તો કઠોર લાગતાં વચનો પણ ઉલ્લસિત કરે છે, દુઃખ કે ક્લેશ કરાવતાં નથી. વળી, જેઓ શિષ્યના દોષ કઢાવી ઉત્તમોત્તમ ગુણોથી વિભૂષિત કરે છે, તેઓ જ વાસ્તવમાં ગુરુ છે. શિષ્યના દોષ જોવા છતાં પણ તે દોષોનું નિવારણ ન કરે તે ગુરુ જ નથી. આચાર્યશ્રી શિવકોટિજી કહે છે કે જે જેનું હિત કરવા ઇચ્છે છે તે એને હિતના કાર્યમાં બલાત્કારથી પ્રવૃત્ત કરે છે, જેમ હિત કરવાવાળી માતા પોતાના રડી રહેલા બાળકનું મોઢું ફાડીને પણ તેને ઘી પીવડાવે છે. જે શિષ્યોના દોષ જોઈને પણ તે દોષોનું નિવારણ નથી કરતા એ ભલે જિહ્વાથી મધુર બોલે છે, તોપણ એ ભદ્ર નથી, અર્થાત્ ઉત્તમ ગુરુ નથી. શિષ્યને લાત મારતા હોય તોપણ શિષ્યને દોષોથી અલિપ્ત રાખે છે તે જ ગુરુ હિત કરવાવાળા સમજવા જોઈએ.૧ આમ, ગુરુ તો દોષ કઢાવવા માટે શિષ્યને પ્રતિકૂળ લાગે એવી કઠોરતા પણ આચરે છે અને તેમ કરવાથી શિષ્યનું કલ્યાણ જ થાય છે. પરંતુ જો ગુરુ શિષ્યના દોષ જોવા છતાં, ‘શિષ્યના દોષ કઢાવવા કંઈ કહીશ તો તે ક્રોધિત થશે અથવા સંઘ છોડી જશે તો સંધ કેમ ચાલશે?' એમ વિચારી જો દોષ ન બતાવે તો તે ગુરુ ગુરુપદને યોગ્ય નથી. વળી, સાચો શિષ્ય તો એમ જ ઇચ્છે કે ‘ગુરુ નિરંતર મારા ક્ષુદ્રમાં ક્ષુદ્ર દોષ પણ સૂક્ષ્મતાથી જોઈને મને સ્પષ્ટપણે કહે.' તે એમ ન ઇચ્છે કે ‘ગુરુ મારા દોષ પ્રગટ ન કરે તો સારું અથવા માફ કરે તો સારું.' જેને દોષ જણાવવા પણ હોય અને લોકનિંદાથી બચવા માટે છુપાવવા પણ હોય, પ્રાયશ્ચિત પણ લેવું હોય અને કડક સજામાંથી પણ બચવું હોય; તેનામાં પોતાના દોષોનાં સ્વીકાર, તિરસ્કાર અને આલોચન માટે જે મુમુક્ષુસહજ ગંભીરતા હોવી ઘટે તેનો અભાવ વર્તે છે. તે દંભાદિનો આશરો લઈ દોષોના સંસ્કાર વધુ ગાઢ બનાવે છે. તે ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા પોતાના દોષને ઢાંકવાનો પ્રયાસ કરે છે, જેથી મૂળ દોષ નાબૂદ થવાની વાત તો દૂર રહી, પણ અન્ય દોષની પુષ્ટિ થાય છે. આવો જીવ અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ વર્ષો પર્યંત કરતો રહે તોપણ તેના અંતરમાં ધર્મની કોઈ અસર ઊપસી શકતી નથી. સાચો સાધક તો પોતાના દોષનો બચાવ કર્યા વિના સરળ ચિત્તે તેનો સ્વીકાર કરી, તેની અત્યંત નિંદા કરી, કડક પ્રાયશ્ચિત લે છે, જેથી તે દોષને ફરી માથું ઊંચકવાનો અવસર ન મળે. શ્રીમદ્ પ્રકાશે છે ૧- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકૃત, ‘ભગવતી આરાધના’, ગાથા ૪૭૯,૪૮૧ 'पिल्लेदूण रडंत पि जहा बालस्स मुहं विदारित्ता 1 पज्जेइ घदं माया तस्सेव हिद વિચિંતંતી ।। जिन्भाए वि लिहतो ण भद्दओ जत्थ सारणा णत्थि । पाएण वि ताडिंतो स भद्दओ जत्थ सारणा अत्थि ।। ' ૩૭૦ - Page #418 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૩૭૧ ‘પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણું વિચારે, તો પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય." જેને પોતાના દોષો ખૂબ નિંદાજનક, દુઃખરૂપ, ત્રાસદાયક નથી લાગતા, તેને આત્મહિતની સાચી રુચિ જ નથી. તેના અભિપ્રાયમાં તો તે દોષોનું સ્વાગત છે, ઊંડે ઊંડે તે દોષોને લાભદાયી અને હિતકારી માને છે અને તેથી તે પોતાના દોષોનો વિલય કરવામાં અસમર્થ જ રહે છે. સાધકને દોષોની અનુમોદના નથી, દોષોને ગુણરૂપે ખતવવાની ભાંતિ નથી, તે પ્રત્યે અભિપ્રાયમાં તેને અત્યંત ત્રાસ અને ધિક્કાર વર્તે છે. સદ્ગુરુની દોષ દર્શાવનારી શીખ મળતાં જ તે સત્વરે પુરુષાર્થ ઉપાડે છે, કારણ કે મહગુણ પ્રગટાવવાનો અવસર મળ્યો છે એવી અપૂર્વતા તેના દિલમાં વસી હોય છે. તેને પોતાના દોષ પકડાતાં તે દૂર કરવાની તીવ્ર તાલાવેલી લાગે છે. પોતાના અલ્પ દોષ માટે પણ તે અત્યંત પશ્ચાત્તાપ કરે છે અને કોઈ પણ દોષને પ્રાયશ્ચિત સિવાય જવા દેતો નથી. તે પોતાના દોષ પ્રત્યે એટલો સભાન હોય છે કે અલ્પાંશે પણ કુવૃત્તિ ઊઠે કે તરત જ પોતાના હાથમાં આત્મનિંદા-ગ-તિરસ્કારની તલવાર લઈને તે વૃત્તિ ઉપર આક્રમણ કરે છે, તેના ઉપર શૌર્યપૂર્વક તૂટી પડે છે અને તરત જ પ્રાયશ્ચિતરૂપી બ્રહ્માસ્ત્ર વડે તે શત્રુઓને વશમાં કરી લે છે. તે પોતાના દોષ માટે કડકમાં કડક, તનમન કાંપી ઊઠે એવું પ્રાયશ્ચિત લે છે, જેથી બીજી વખત તેવો દોષ પુનરાવર્તન ન પામી શકે. જેમ પગમાં કાંટો ખૂંપી ગયો હોય તો બધું કામ પડતું મૂકીને પણ પહેલાં કાંટો કાઢવામાં આવે છે, તેમ સાચો સાધક સૌ પ્રથમ પોતાના અંતરનું શલ્ય નિર્મૂળ કરવા પ્રત્યે જ પોતાની સર્વ બુદ્ધિ-શક્તિ કેન્દ્રિત કરે છે. આવા બડભાગીના દોષો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળમાં દૂર થાય છે. સગુરુના આશ્રયે દોષો ઉપર વિજય મેળવી તે શીધ્ર શિવગામી બને છે. આમ, સદ્ગુરુના શરણનું અવલંબન લઈ આત્માર્થી જીવ પોતાના દોષો દૂર કરે છે. તેમની અનુભવવાણી આત્માનુભવની ઝંખના જગાડે છે, દોષો દૂર કરવાનો રાહ ચીંધે છે, તે માટે પુરુષાર્થ કરવાનું બળ આપે છે. તેમના ઉપદેશથી અનાદિ કાળની અશુભ વૃત્તિઓ શાંત થાય છે. તેમનાં વચનો એવાં બળવાન હોય છે કે વર્ષો સુધી શાસ્ત્રાભ્યાસ કરતાં જે ઉપાય ન સમજાય તે ઉપાય તેમના યોગથી થોડા વખતમાં સહેજે સમજાઈ જાય છે. શ્રીમદ્ કહે છે – ‘તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૦ (ઉપદેશછાયા-૬) Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન છે; તે અપૂર્વ છે.”૧ સદ્ગુરુ જીવને કયા પ્રસંગે કેમ વર્તવું તેનું સચોટ માર્ગદર્શન આપે છે. તેમની કુપા, માર્ગદર્શન, આશીર્વાદ, ઉત્સાહબળ હંમેશાં શિષ્યની સંગાથે રહે છે. તેથી શ્રેય સાધવા માટે તેમનું સામર્થ્ય અચિંત્ય, અલૌકિક, અદ્ભુત પુરવાર થાય છે. તેમનો મહિમા એવો છે કે તેઓ બોલે નહીં છતાં માત્ર તેમની હાજરી પણ મહાન બોધરૂપ બને છે. બરફનો ટુકડો આજુબાજુ ઠંડીનો પ્રસાર કરે છે, તેમ પરમ સૌમ્ય, સ્વસંવેદનસ્વરૂપ સદ્દગુરુની હાજરીથી જીવના અનેક પ્રકારના દોષો વિલય થતાં શાંતિ અને આનંદ પ્રસરે છે. જેમ વૃક્ષતળે જનારને વૃક્ષ પાસે છાયાની માંગણી કરવી પડતી નથી, તેને આપોઆપ જ વૃક્ષની છાયાનો, શીતળતાનો અનુભવ થાય છે; તેમ સદ્ગુરુના શરણમાં જનાર આત્માથી જીવે કોઈ માંગણી કરવી પડતી નથી, તેને આપોઆપ જ સદ્દગુરુની અપાર શાંતિનો, તેમના અસીમ વાત્સલ્યનો, તેમની નિઃસ્પૃહ કરુણાનો અનુભવ થાય જ છે. સદ્ગુરુના સાનિધ્યનું નિષ્ઠાપૂર્વક આરાધન કરતાં તેમના વિશુદ્ધ વ્યક્તિત્વની છાપ આત્માર્થી શિષ્ય ઉપર પડ્યા વિના રહેતી નથી. તેમના સગુણોનો સંચાર તેના જીવનમાં સહેજે થવા લાગે છે. પોતાના માનાદિ મહાદોષો આંખમાં પડેલી કાંકરીની જેમ ખૂંચતા હોવાથી અને તે દોષો ત્વરાથી અને સંપૂર્ણપણે કાઢવામાં જ પોતાનું કલ્યાણ છે એમ અંતરમાં ભાસ્યું હોવાથી, સદ્ગુરુના શરણના અવલંબનથી અલ્પ પ્રયાસે તેના દોષો ઘટવા લાગે છે. ગુણપ્રાગટ્યની આ પ્રક્રિયા તેના જીવનમાં ત્વરાથી થવા લાગે છે. સગુરુની આજ્ઞા મન-વચન-કાયાની એકતા વડે ઉપાસવાથી અનેક ગુણો ઉપાસક જીવમાં પ્રગટે છે. સદ્ગુરુની ભક્તિપૂર્વકના સત્સંગથી કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થાય છે અને તેથી જ તે કલ્યાણનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. - સદ્ગુરુના શરણનો અદ્ભુત મહિમા સુપાત્ર જીવને હૃદયગત થયો હોવાથી તે તેને ઉપાસવા તત્પર થાય છે. તન, મન, ધન આદિ સર્વ સમર્પ માત્ર આજ્ઞારાધનમાં તે સતત ઉદ્યમી બને છે. જ્યારે આજ્ઞાનો મહિમા તેના અંતરમાં વસે છે અને તેના જ આરાધનમાં નિરંતર ચિત્ત એકાગ્ર થાય છે ત્યારે તેના અંતરમાં સદ્ગુરુનો બોધ પરિણમે છે. ઉત્કૃષ્ટ પ્રેમપૂર્વક અને અત્યંત ઉલ્લસિત ભાવ-ભક્તિ વડે આજ્ઞાના અખંડ આરાધનથી સ્વાનુભવરૂપ અમૃતરસ રેલાય છે. સ્વાનુભવરૂપ અમૃતરસના અપાર સાગર સમાન સદ્દગુરુના અચિંત્ય સહજાત્મસ્વરૂપનું યથાર્થ માહાભ્ય લક્ષગત થતાં તેની દૃષ્ટિ નિજસ્વરૂપ ઉપર જાય છે. આત્માનો ઉપયોગ અંતર્મુખ થાય છે, પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે છે અને પરિણામની શુદ્ધિ થતાં કોઈક ધન્ય પળે સદ્ગુરુની કૃપાદૃષ્ટિના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૯ (ઉપદેશછાયા-૧૦) Page #420 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૩૭૩ યોગે, ગુરુગમના પ્રતાપે દર્શનમોહનીય તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભરૂપ મહાશત્રુઓનો સંહાર કરી, સ્વાનુભવરૂપ અમૃતરસનો આસ્વાદ પ્રાપ્ત કરી. સમકિતની પ્રાપ્તિ કરી તે વિજયી નીવડે છે. જેમ અનુકૂળ સંયોગની પ્રાપ્તિ થતાં બીજનો વિકાસ થઈ તેમાંથી વૃક્ષ થાય છે, તેમ સમ્યગ્દર્શન થતાં જીવનો વિકાસ થઈ, તેનાં જન્મ-મરણ ટળી જઈ શાશ્વત મોક્ષની સંપ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ લખે છે - “જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અા કાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છે.” આમ, નિર્માલ્ય જીવને સદ્ગુરુ તાલીમ આપીને કુશળ લડવૈયો બનાવે છે. તે જીવ કેસરિયાં કરી માનાદિ મહાશત્રુઓ સામે રણશિંગું ફૂકે છે અને તે માનાદિ મહા શત્રુઓનો પરાભવ કરી સંગ્રામમાં જ્વલંત વિજય પ્રાપ્ત કરે છે. સાચા સગુરુનું શરણ મળતાં, તેમનાં આજ્ઞા અને બોધ પ્રત્યે અપૂર્વ પ્રેમ લાવી, બળિયો થઈને તેને આરાધતાં તે જીવ સમકિત પામે છે. તેને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. આમ, સદગુરુનો આશ્રય એ સમ્યકત્વપ્રતિબંધક માનાદિ મહાશત્રુઓને જીતવાનો સુગમ અને સચોટ ઉપાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘માનાદિક શત્રુ મહા, ભવ દુઃખ વૃદ્ધિ મૂળ; જે હોવાથી ધર્મ તે, બધો અને પ્રતિકૂળ. દોષો જે અતિ આકરા, નિજ છંદે ન મરાય; પ્રયત્ન નિષ્ફળ નીવડે, કરે કષ્ટ સમુદાય. કોટિ ઉપાયે દોષ જે, કદી ન કાઢી શકાય; જાતાં સદ્દગુરુ શરણમાં, સહેજે દૂર પલાય. કર્મ કલંક અનાદિનું, આત્માને દુઃખદાય; સદ્દગુરુ સેવે ભક્તિથી, અલ્પ પ્રયાસે જાય.' ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૪૧ (પત્રાંક-પ૪૮). ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ' , ગાથા ૬૯-૭૨) Page #421 -------------------------------------------------------------------------- ________________ Page #422 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૯ જ રહ છ રવિનમ રે ભગવાન Page #423 -------------------------------------------------------------------------- ________________ Page #424 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૯ ભૂમિકા ગાથા - ગાથા ૧૮માં કહ્યું કે સમકિતપ્રાપ્તિમાં અવરોધક એવા માનાદિ મહાશત્રુઓ 1 પોતાની બુદ્ધિએ ચાલવાથી નાશ પામતા નથી, પણ સદ્ગુરુના આશ્રયે જતાં તે સર્વનો અલ્પ પ્રયાસે નાશ કરી શકાય છે. આમ, ગાથા ૧૫ થી ૧૮ સુધી સ્વચ્છેદાદિ દોષોની નિવૃત્તિ સદ્ગુરુના અવલંબન દ્વારા થાય છે એમ બતાવી, શ્રીમદે પરમ ઉપકારી શ્રી સદ્ગુરુના આશ્રયનું માહાભ્ય દર્શાવ્યું છે. સદ્ગુરુનો મહિમા આવો અલૌકિક હોવાથી સુશિષ્યને સદ્દગુરુ પ્રત્યે કેવો વિનયભાવ હોય છે તે બતાવતાં શ્રીમદ્ હવે કહે છે – “જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.' (૧૯) – જે સદગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્દગુરુ હજુ છદ્મસ્થ [૧] રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છઘસ્થ એવા પોતાના ગુરુની વૈયાવચ્ચ કરે. (૧૯) કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીનો માર્ગ શ્રી સદ્ગુરુના ઉપદેશથી ખુલ્લો થાય છે, [નાલાલતેથી જીવે શ્રી સદ્ગુરુ પ્રત્યે સર્વતોમુખી ભક્તિભાવ સહિત પ્રવર્તવામાં જ તેનું શ્રેય છે. શ્રી સદ્ગુરુનાં સ્તવન-કીર્તન-પૂજનમાં આદર, સત્કાર, બહુમાન આદિ વિવિધ ભાવો સહિત વર્તવાથી શિષ્યને પાત્રતાની વૃદ્ધિથી માંડીને અનેકવિધ કલ્યાણપરંપરાની પ્રાપ્તિ થઈ, યાવતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુના સન્માર્ગદર્શક દિવ્ય ઉપદેશથી જ્ઞાનજ્યોતિ પ્રગટતી હોવાથી તેમની આજ્ઞા અનુસાર પ્રવર્તવાનો પરમ ઉપકારી વિનયમાર્ગ જ્ઞાનીપુરુષોએ બોધ્યો છે. આ ગાથામાં વિનયમાર્ગની પરાકાષ્ઠા બતાવતાં શ્રીમદ્ કહે છે કે શ્રી સદ્દગુરુના ઉપદેશ દ્વારા કોઈ જીવ કેવળજ્ઞાન પામ્યો હોય અને તે ઉપદેશ આપનાર સદ્ગુરુ હજી છબસ્થ (છ= આવરણ; 0 = સ્થિત) હોય, તો પણ કેવળજ્ઞાન જેવી ઉચ્ચ દશાને પામી ચૂકેલા તે કેવળી ભગવાન (શિષ્ય), કેવળજ્ઞાન નહીં પામેલા એવા છદ્મસ્થદશામાં વર્તતા પોતાના સદ્ગુરુનો વિનય કરવાનું ચાલુ રાખે છે. શ્રી કેવળી ભગવાને પોતાના છદ્મસ્થ ગુરુની વૈયાવચ્ચ કરી હોય એવા અનેક પ્રસંગો જિનાગમોમાં મળી આવે છે, જે વિનયમાર્ગનું માહાત્મ ઘોષિત કરી તેનું અનુસરણ કરવાની પ્રેરણા આપે છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ 3७८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે સદ્ગુરુના આત્માર્થબોધક ઉપદેશમાં, અનાદિ કાળથી મોહનિદ્રામાં સૂતેલા વિશેષાર્થ જીવને જાગૃત કરવાની શક્તિ છે. પોતાના દુર્ગુણોની નિવૃત્તિ કરવા અને સદ્ગુણોની ઉત્પત્તિ તથા વૃદ્ધિ કરવા સદ્ગુરુનો પ્રત્યક્ષ બોધ અને તેમનું માર્ગદર્શન અત્યંત ઉપકારી છે. વળી, મોક્ષમાર્ગમાં ઉદ્ભવતા અનેક જટિલ પ્રશ્નોનું સમાધાન તથા તત્ત્વનો સૂમ બોધ સદ્દગુરુ જ કરી શકે છે. કઈ ભૂમિકાએ કયાં સાધનોને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં અંગીકાર કરવો કે જેથી આત્મશુદ્ધિની વૃદ્ધિ થતી રહે તે અંગેનું સર્વ માર્ગદર્શન સદ્ગુરુના ઉપદેશ દ્વારા મળે છે. આ ઉપદેશરૂપ પ્રસાદ આપવા પાછળ તેમનો કિંચિત્માત્ર પણ સ્વાર્થ નથી, માત્ર નિષ્કારણ કરુણા છે. માત્ર જીવોના કલ્યાણને માટે જ તેમની જગતજીવહિતકર અમૃતવાણીરૂપ ગંગા, તેમના પરમ અલૌકિક દિવ્ય વ્યક્તિત્વરૂપ હિમગિરિમાંથી સહજપણે પ્રવહે છે. જે જીવ તે ઉપદેશને યથાર્થપણે અનુસરે છે તેની મોક્ષમાર્ગની આરાધના અવશ્ય સફળ બને છે અને સહજ શુદ્ધ ચૈતન્યઘન આત્મસ્વરૂપનો અનુભવ થતાં તેને નિર્વિકલ્પ સમાધિસુખ પ્રગટે છે. તત્ત્વજિજ્ઞાસાથી પ્રારંભ કરીને અખંડ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં સદ્ગુરુ જ પરમ ઉપકારભૂત થાય છે. તેમની ભક્તિથી ઉત્તરોત્તર ઊંચી ને ઊંચી અધ્યાત્મદશા પ્રગટે છે અને અંતે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, શાશ્વત, અતીન્દ્રિય આનંદરસનો ભોક્તા બની તે કૃતકૃત્ય થાય છે. શ્રીમદે લખ્યું છે કે – ‘કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સપુરુષનાં વચનનું અવલંબના વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમાં ક્ષીણમોહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન' ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સંપુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિ:સંદેહ સત્ય છે.૧ શિલ્પી જેમ ટાંકણા વડે ટાંચી ટાંચીને શિલામાંથી ભગવાનની પ્રતિમા બનાવે છે, તેમ સગુરુરૂપી શિલ્પી અનુપમ બોધના ટાંકણા વડે દિવ્ય પ્રેરણા આપી શિષ્યને પરમાત્મા બનાવે છે. તેઓ નિઃસ્વાર્થ કરુણાથી શિષ્યને ઉપદેશ છે - “હે વત્સ! અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ અનંત સમૃદ્ધિથી ભરેલા નિજચૈતન્યમહેલને તે અનાદિ કાળથી તાળાં મારી દીધાં છે. તું અજ્ઞાનવશ સુખ, શાંતિ અને સલામતી બાહ્યમાં શોધી રહ્યો છે. મૂઢ થઈ અનંત અનંત વિભૂતિઓથી ભરેલા તારા સ્વરૂપમહેલમાં ન જતાં, પરમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરી તું બહાર રખડી રહ્યો છે. સ્વભાવે તો તું પરિપૂર્ણ, સિદ્ધ સમાન શુદ્ધ જ છે. તારામાં બધું પડ્યું છે. તે અનંત સંપત્તિવાળો પ્રભુ છે એ ભૂલી તું બહાર ભીખ માંગે છે. હવે અનંત ગુણના પિંડ એવા ભગવાન આત્માની ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૦ (પત્રાંક-૭૫૧) Page #426 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ ૩૭૯ સન્મુખ થા, તેમાં જ એકાગ્ર થા, તો અનાદિ કાળથી રહેલી પરદ્રવ્ય તથા પરભાવ પ્રત્યેની આસક્તિ લય પામશે અને સ્વભાવની એકતા થશે. અનાદિથી લાગેલાં તાળાં ખૂલી જતાં, પૂર્વે અનંત કાળના પ્રવાહમાં નહીં અનુભવાયેલાં એવાં સ્વાધીન શાંતિ, આનંદાદિ તને વેદાશે. તું સ્વયંથી સ્વયંમાં પરિતૃપ્ત થશે. જે પરમાત્મસ્વરૂપ દ્રવ્યદળમાં છે તે પર્યાયમાં જરૂર પ્રગટ થશે.' સુશિષ્ય સદ્ગુરુની વાણી પ્રત્યે અહોભાવ ધરાવતો હોવાથી, સદ્ગુરુ તો મારા કલ્યાણની વાત કરે છે, મારા હિતની વાત કરે છે એવી ઉત્તમ શ્રદ્ધા કરી, સદ્ગુરુની અપૂર્વ વાણીને ભાવથી સાંભળે છે. સદ્ગુરુનો ઉપદેશ સાંભળી તેને અત્યંત ઉલ્લાસ આવે છે કે “અહા! સદ્ગુરુ મારા આત્માની વાત કહે છે. મારાથી ગુપ્ત રહેલા મારા જ અનંતગુણસ્વરૂપ ચૈતન્યપદને ઓળખાવે છે. મારા જ ઘરની વાત કરે છે. તેને પોતાના ચૈતન્યનિધાનનો એવો અપૂર્વ મહિમા જાગે છે કે તેના આત્માના અસંખ્યાત પ્રદેશોમાં આનંદના તરંગ ઊછળે છે, રોમ રોમ પુલકિત બની જાય છે, અંગે અંગમાં આત્મસ્વરૂપનો રંગ લાગે છે, અંતરમાંથી વિષયોમાં રહેલી મીઠાશ ઓસરવા માંડે છે. સ્વરૂપનો રસ પ્રગટતાં અન્ય રસમાં ફીકાશ આવી જાય છે. બિલાડીની કેડ જો ભાંગી જાય તો તેની ચાલમાં મોળાશ આવી જાય છે, તેમ સદ્ગુરુના ઉપદેશથી પર સાથેની એકત્વબુદ્ધિરૂપ કેડ ભાંગી ગયા પછી રાગાદિમાં મોળાશ આવી જાય છે. ભણવા જતા નાના છોકરાની ચાલ ધીમી હોય, અભ્યાસમાં તેને ઉત્સાહ ન હોય અને મનમાં ત્યાંથી છૂટવા અંગેના જ વિચાર હોય; તેમ સંસારપ્રત્યયી કાર્યોમાં સુશિષ્યને તત્પરતા અને ઉત્સાહ હોતાં નથી અને તેનાથી છૂટવાના જ વિચાર હોય છે. બહિર્મુખ જ્ઞાનોપયોગને અંતરમાં વાળતાં, પર્યાયને સ્વસમ્મુખ કરી નિજજ્ઞાયકમાં પ્રવેશ કરાવતાં અનંત અનંત ગુણરત્નની ખાણ એવા જ્ઞાયકસ્વરૂપની અનુભૂતિ થાય છે. દેહ અને રાગથી ભિન્ન એવા નિજજ્ઞાયકદ્રવ્ય ઉપર જોર આવતાં, નિજ શુદ્ધ દ્રવ્યની જ અધિકતા ભાસતાં, જીવ અંતરમાં બધાથી ન્યારો થઈ જાય છે. તેનો સંસારનો રસ અત્યંત ઘટી જાય છે. સ્વરૂપની પ્રતીતિ થતાં સંસારનાં કાર્યોની રૂચિ રહેતી નથી અને કાર્ય કરવા પણ પડે તો જળકમળવત્ રહીને કરે છે. આમ, પરિણતિની દિશા પલટાતાં આખી દશા જ ફરી જાય છે. વિભાવ તરફનું લક્ષ સ્વભાવ તરફ વળે છે. દ્રવ્ય ઉપર જોર આવતાં પર્યાય નિર્મળ થવા લાગે છે. શુદ્ધાત્મસ્વભાવની દૃષ્ટિ અને અનુભૂતિ થાય ત્યારથી તેની એક ક્ષણ પણ પુરુષાર્થ વિનાની હોતી નથી. રાગથી ખસીને ત્રિકાળ, શુદ્ધ, ધ્રુવ જ્ઞાયકસ્વરૂપમાં તેની દૃષ્ટિ થંભતાં તેને જે નિર્મળ અને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે, તેના બળ વડે સઘળા વિકારોનો ક્રમશઃ ક્ષય કરી તે કેવળજ્ઞાન પામે છે. આમ, સદ્ગુરુનો દિવ્ય ઉપદેશ સંસારતારક છે, જીવનો સર્વતોમુખી અભ્યદય Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરાવી તેને પોતાના સહજાનંદસ્વરૂપમાં સ્થિર કરાવનારો છે. જેમ કૂવાના તળિયામાં રહેલી સરવાણી કૂવાના પાણીમાં વૃદ્ધિ કરે છે, તેમ સદ્ગુરુના ઉપદેશથી આત્માની ભાવશ્રેણીમાં વૃદ્ધિ થાય છે. આ રીતે પરિણામધારાની શુદ્ધિ કરવામાં સદ્ગુરુ પુષ્ટાવલંબન છે. સદ્ગુરુના ઉપદેશના વારંવારના અભ્યાસથી જે પોતાને, પોતાના આત્મસ્વરૂપને સ્વ રૂપે અને ભિન્ન એવાં શરીરાદિને પરરૂપે જાણે છે, જુએ છે; તે મોક્ષસુખને નિરંતર, વિચ્છેદરહિત, અખંડપણે અનુભવે છે, આસ્વાદે છે. ૧ વિશ્વનાં સર્વ પ્રકારનાં દાનોમાં સદ્ગુરુનું બોધદાન ખરેખર સર્વોત્કૃષ્ટ છે, અલૌકિક છે! કોઈ ક્ષુધાતુરને આહારદાન મળે તો પ-૬ કલાક પૂરતું જ એનું દુઃખ શમે છે, ધનના અર્થીને લક્ષ્મીદાન મળતાં થોડા દિવસ માટે એનું દુ:ખ શમે છે, દુનિયાનું રાજ મળે તોપણ આ ભવ પૂરતું જ દુઃખ શમે છે, જ્યારે સદ્દગુરુના બોધદાન દ્વારા જીવ ભવોભવનાં દારુણ દુઃખમાંથી મુક્તિ મેળવે છે. અનંત કાળ પર્યત ટકનાર સ્વાધીન સુખની પ્રાપ્તિ થાય એવાં જ્ઞાનનેત્ર તેઓ આપે છે, તેથી સદ્ગુરુની ભક્તિ તે મોક્ષસાધનાનું એક અનિવાર્ય અને અનુપમ અંગ છે. માટીમાંથી ઘડો થવામાં કુંભાર પ્રબળ ઉત્તમ નિમિત્ત છે, કુંભારનું નિમિત્ત ન હોય તો અનંત કાળે પણ માટીમાંથી ઘડો થાય નહીં; તેમ જીવને જો સગુરુનું પ્રબળ અને ઉત્તમ ઉપકારી નિમિત્ત ન હોય તો અનંત કાળે પણ જીવ શિવરૂપ થાય નહીં. શ્રીમદ્ પ્રકાશે છે – “સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.” માટીને ઘડારૂપ થવામાં નિમિત્તરૂપ કુંભાર જેમ વારંવાર પાણી નાખી માટીને મસળી મસળીને પોચી કરે છે; તેમ જીવને શિવરૂપ થવામાં પરમોપકારી સદ્ગુરુ જીવને ઉપદેશનું દાન કરે છે, તેની અનુપકારી વૃત્તિઓ મંદ કરે છે તથા તેને સંતુજિજ્ઞાસુ બનાવે છે. કુંભાર માટીને જેમ જેમ ખૂંદતો જાય છે, તેમ તેમ માટી વધુ પોચી, લીસી, મુલાયમ બનતી જાય છે, તેને જેમ વાળવી હોય તેમ વાળી શકાય છે, જે ઘાટ આપવો હોય તે આપી શકાય છે; તેમ વારંવાર મળતા સત્સંગની અસરથી જીવમાં વધારે ને વધારે ગુણોની વૃદ્ધિ થતી જાય છે. પોચી થયેલી માટી જેમ ચાકડા ઉપર ચડે છે; તેમ સત્પાત્રતા પામેલો જીવ સાધનામાર્ગે ચડે છે. જેમ કુંભાર દંડથી ચાકડો ફેરવે ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇબ્દોપદેશ', શ્લોક ૩૩ 'गुरूपदेशादभ्यासात् संवित्तेः स्वपरान्तरम् । जानाति यः स जानाति, मोक्षसौख्यं निरन्तरम् ।। ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૩ (ઉપદેશછાયા-૬) Page #428 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ ૩૮૧ છે; તેમ સદ્ગુરુ આજ્ઞારૂપી દંડથી સાધનાચક્ર ફેરવે છે. જેમ કુંભારના નિમિત્તથી નરમ, મુલાયમ, ચીકણી માટી આકારો બદલતી બદલતી, ધીમે ધીમે ઘડાના ઇષ્ટ આકારે થતી જાય છે; તેમ સદ્ગુરુના નિમિત્તથી જીવ દોષોને ટાળતો ટાળતો, આત્મભાવને વધારતો વધારતો, વધુ ને વધુ ઉત્સાહિત થઈ શિવપ્રાપ્તિના ઇષ્ટ ધ્યેય તરફ જતો જાય છે. જેમ કુંભાર કાચા ઘડાનું પવન આદિથી રક્ષણ કરે છે અને સૂર્યના તાપમાં સુકાવા મૂકે છે; તેમ સદ્ગુરુ જીવનું અશુભ નિમિત્તોથી રક્ષણ કરે છે તથા આજ્ઞારૂપી સૂર્યતાપથી તેના કુસંસ્કારોને સૂકવે છે. અંતે કુંભાર જેમ ઘડાને નિભાડામાં પકવે છે અને ત્યાં વિશિષ્ટ પ્રકારનો પ્રબળ અગ્નિ પ્રજ્વલિત થતાં ઘડામાં રહેલ શેષ કચાશ અલ્પ કાળમાં નાશ પામી કાચો ઘડો પાકો થાય છે; તેમ પ્રબળ ધ્યાનરૂપી અગ્નિથી મોહ ભસ્મ થતાં જીવ કેવળજ્ઞાન પામે છે. આ પ્રકારે સદ્ગુરુના ઉપદેશના પાલનથી જીવ શિવરૂપ થાય છે. આમ, અનંત સુખની પ્રાપ્તિમાં શ્રી સદ્ગુરુનું અવલંબન પરમ ઉપકારભૂત છે. તેથી સદ્ગુરુને શોધી, તેમના ચરણકમળમાં સર્વ ભાવ વિનયપૂર્વક અર્પ, તેમની આજ્ઞાનુસાર વર્તવું આવશ્યક છે. શ્રીગુરુની આજ્ઞામાં એકલક્ષપણે, એકધ્યાનપણે, એકલયપણે રમમાણ રહેતાં યથાર્થ તત્ત્વનિર્ણય થાય છે, પરિણામે ઉપયોગ પરથી પાછો વળીને સ્વમાં સ્થિત થાય છે. આમ, સગુરુએ આંજેલ ભેદજ્ઞાનરૂપી અંજનથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ થાય છે. સદ્ગુરુની વિનયોપાસનાથી જીવ નિજસ્વરૂપના અનંત આનંદના અમૃતનો આસ્વાદ અનુભવે છે. આ આમ, સદ્ગુરુના ઉપદેશ દ્વારા જીવ કેવળજ્ઞાન જેવી પરમ સિદ્ધિ સંપ્રાપ્ત કરે છે. ક્વચિત્ એવું પણ બને કે શિષ્ય સદ્ગુરુના ઉપદેશથી અદ્ભુત સામર્થ્ય ફોરવી કેવળજ્ઞાન પામે અને સદ્ગુરુ હજી છબસ્થદશામાં જ હોય. એવો કોઈ નિયમ નથી કે પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. પ્રશ્ન થાય છે કે જો શિષ્યને ગુરુ પહેલાં કેવળજ્ઞાન પ્રગટ થાય તો તે ગુરુ પ્રત્યેનો વિનય ચાલુ રાખે કે છોડી દે? ગુરુને જ્યારે ખબર પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે ત્યારે તો ગુરુ જ કેવળી થયેલા શિષ્યનો વિનય કરે, પરંતુ જ્યાં સુધી ગુરુને અણસાર ન આવે ત્યાં સુધી કેવળી શિષ્ય વિનય કરે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર એમ છે કે કેવળી ભગવાન પોતાના કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા સદ્ગુરુનો, છબસ્થ અવસ્થામાં હોવા છતાં પણ વિનય કરે છે. તેઓ સદ્દગુરુનો વિનય મૂકતા નથી, અર્થાત્ જે પ્રકારે ગુરુસેવા કે વિનયાદિમાં પ્રવર્તતા હોય તે ચાલુ રાખે છે. આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી કહે છે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા છતાં પૂર્વે જે ગુરુના વિનયમાં પ્રવર્તતા હોય, તે ગુરુને જ્યાં સુધી શિષ્યના કેવળજ્ઞાનની પ્રાપ્તિની જાણ ન થાય ત્યાં સુધી કેવળી ભગવાન વિનયનું ઉલ્લંઘન કરતા નથી. કેવળી થવા છતાં પણ છદ્મસ્થનો વિનય જાળવે છે અને ક્રમ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રમાણે ગુરુ માટે અશનાદિ વહોરી લાવી આપે છે.' શ્રીમદે આ ગાથામાં વિનયની આ પરાકાષ્ઠા બતાવી વિનયનું બહુમાન કર્યું છે. શ્વેતાંબર પરંપરામાં પુષ્પચૂલા, ચંડરુદ્રાચાર્ય, મૃગાવતી વગેરેનાં દૃષ્ટાંતો ઉપલબ્ધ છે કે જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના છદ્મસ્થ ગુરુનો વિનય સાચવ્યો હતો. વિવિધ શ્વેતાંબર ગ્રંથોમાં આ દૃષ્ટાંતોની વિગતોમાં કિંચિત્ ફરક જોવા મળે છે, પરંતુ તે સર્વેમાં ‘કેવળજ્ઞાની ભગવાન છમસ્થ ગુરુનો વિનય કરે’ એ પ્રયોજન સમાનભાવે સિદ્ધ થયેલું છે. આ દષ્ટાંતો જોઈએ (૧) આચાર્યશ્રી અનિકાપુત્રજીએ દુષ્કાળ સમયમાં સર્વ શિષ્ય પરિવારને પુષ્પાંત નગરમાંથી અન્યત્ર વિહાર કરી જવા ફરમાવ્યું. તેઓ વયોવૃદ્ધ હતા એટલે વિહાર કરી શકે તેમ ન હતા, તેથી તેઓ તેમની શિષ્યા પુષ્પચૂલા સાથે ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વી પોતાના વયોવૃદ્ધ ગુરુદેવની અપૂર્વ વૈયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરતાં હતાં. દુષ્કાળ હોવાથી અપવાદ તરીકે તેઓ રાજાના ભવનમાંથી આહાર-પાણી વહોરી લાવતાં હતાં. તેમનાં શ્રદ્ધા-જ્ઞાન આદિ પક્વ થતાં, શુદ્ધતમ પરિણામની ધારા વધતાં પુષ્પચૂલા સાધ્વી કેવળજ્ઞાન પામ્યાં, છતાં ગુરુ માટે ગોચરી લાવવાનો ક્રમ તો ચાલુ જ રાખ્યો. પૂર્વે જેના વિનયમાં પ્રવર્તતા હોય, તેના જાણવામાં ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાની તેમનો વિનય કરે છે, અર્થાત્ કેવળી થવા છતાં પણ છદ્મસ્થ ગુરુનો વિનય જાળવે છે. એક વાર ગુરુને કફની વ્યાધિના કારણે અમુક પ્રકારના ભોજનની વાંછા થઈ. ઉચિત સમયે તેમની મનોગત ઇચ્છાનુસાર પુષ્પચૂલાએ ભોજન હાજર કર્યું. વિસ્મય પામેલા આચાર્યશ્રી અનિકાપુત્રજીએ પૂછ્યું કે “હે આર્યો! આ મારા મનનો અભિપ્રાય તે કેવી રીતે જાણ્યો કે જેથી આવું અતિ દુર્લભ ભોજન પણ વગર વિલંબે લાવી આપ્યું?' ત્યારે તેમણે કહ્યું, આપના પસાથે કેવળજ્ઞાનથી.' આ સાંભળી આચાર્યશ્રી અનિકાપુત્રજી ગદ્ગદિત થઈ ગયા અને શોક કરવા લાગ્યા કે “મેં કેવળીની આશાતના કરી. તેમણે પુષ્પચૂલા સાધ્વીને ખમાવ્યાં. સાધ્વીજીએ તેમને કહ્યું કે “હે આચાર્ય ભગવંત! આપ શોક ન કરો. જો કેવળીને સામાએ ન જાણ્યા હોય તો કેવળી પણ પહેલાંનાં મર્યાદા-વિનય-વૈયાવચ્ચ વગેરે છોડતાં નથી.' એમ કહી શોક ટાળ્યો. (૨) શ્રી ચંડરુદ્રાચાર્ય નામે એક આચાર્ય હતા. તેમનું મૂળ નામ તો રુદ્રાચાર્ય ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ'ની આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીકૃત વિવૃત્તિ, ‘સુખસમ્બોધની', મૂળ ગાથા ૧૩૧, વિવૃત્તિ ગાથા ૨૧ "पुवपवत्तं विणयं च केवली अमुणिओ न लंघेइ" । इइ सा पुवकमेणं गुरुणो असणाइ उवणेइ ।।' ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકત, ‘ઉપદેશપદ' તથા તેની આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીકૃત વિવૃત્તિ, ‘સુખસમ્બોધની', ગાથા ૧૩૧ Page #430 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ ૩૮૩ હતું, પણ તેઓ શીધ્ર ઉગ્ન થઈ જતા હોવાથી ચંડરુદ્રાચાર્ય નામે પ્રસિદ્ધ થયા. એક વાર તેઓ પોતાના શિષ્યો સાથે અવંતી નગરીમાં પધાર્યા. ત્યાં તેઓ ધ્યાન માટે એકાંત સ્થાનમાં બેઠા હતા ત્યારે અવંતીનો જ રહેવાસી, તરતનો પરણેલો શ્રેષ્ઠીપુત્ર પોતાના મિત્રો સાથે ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. સાથીઓએ આચાર્ય મહારાજને મસ્તીમાં કહ્યું કે આ અમારા મિત્રને સંસાર કડવો ઝેર જેવો લાગે છે, અતિ વૈરાગ્ય પામ્યો હોવાથી એ અત્યારે જ આપની પાસે દીક્ષા લેવા ઇચ્છે છે. વારંવાર એકની એક વાત સાંભળી ખીજાયેલા આચાર્યશ્રીએ તે શ્રેષ્ઠીપુત્રનો ઝપાટાબંધ લોચ કરવા માંડ્યો. બધા સાથીઓ ગભરાઈ ગયા, પણ તે દીક્ષિત થયેલા યુવાને તો મિત્રોને કહ્યું કે હવે તમે જઈ શકો છો. મને હવે કોઈનું પ્રયોજન નથી રહ્યું.’ એટલે તેઓ ગામ તરફ ગયા. નવદીક્ષિત મુનિએ ગુરુજીને કહ્યું કે “મારા પૂર્વ સાથીઓ નગરમાં ગયા છે. મારા સ્વજનોને આ સમાચાર મળતાં તેઓ અહીં આવશે અને મને તેમજ આપને પણ ઉપદ્રવ થશે. માટે અત્યારે અહીંથી વિહાર કરવો ઠીક છે.” ગુરુ મહારાજે કહ્યું, વત્સ! તારી વાત તો સાચી છે, પણ હવે રાત પડવા આવી છે અને હું રાતે જોઈ શકતો નથી.' તેથી શિષ્ય ગુરુને ખભા ઉપર બેસાડ્યા અને બને ત્યાંથી ચાલી નીકળ્યા. અંધારું વધતું ગયું અને રસ્તો પણ બગડતો ગયો. ઊંચા-નીચા, વાંકાચૂકા રસ્તા ઉપર પગલે પગલે ઠોકર લાગતી હોવાથી આચાર્યશ્રી ક્રોધે ભરાયા. તેઓ આક્રોશ કરી બોલ્યા, ‘રે દુષ્ટ! આ કેવો રસ્તો શોધ્યો?' અને વધારે ખીજાતાં તેમણે નૂતન મુનિના લોચ કરેલા મસ્તક ઉપર ડંડો ફટકારી દીધો. પરંતુ શિષ્યના મનમાં ગુરુના દોષ ન વસ્યા. ઊલટું તેને તો એમ લાગ્યું કે હું જ કેવો નિભંગી કે મેં પ્રથમ દિવસે જ ગુરુને દુભવ્યા અને તેમની આશાતના કરી.' તેથી માર્ગમાં ઠોકર ન વાગે તે રીતે વધુ સંભાળપૂર્વક ચાલવા લાગ્યો. આમ, યત્નાપૂર્વક આગળ ચાલતાં તે નૂતન મુનિ વિચારે છે કે “આ સંસારમાં ગુરુ મહારાજનો મારા ઉપર મોટો ઉપકાર છે. અનાદિ કાળથી નહીં મળેલો મોક્ષમાર્ગ આમના પસાયે મને મળ્યો.' આમ, ધ્યાનમાં મગ્ન થઈ, ક્ષપકશ્રેણીએ આરૂઢ થઈ, તેઓ અદ્ભુત સામર્થ્ય વડે મોહરાજાની સેનાનો પરાજય કરી કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાન થયા પછી તે મુનિ, જ્ઞાનબળના કારણે બધું જોતા-જાણતા હોવાથી, વિષમ માર્ગ છોડી સારા માર્ગે ગુરુ મહારાજને લઈ જવા લાગ્યા. પ્રાતઃકાળ થતાં આચાર્યદેવે નૂતન શિષ્યને પૂછ્યું, ‘ભદ્ર! મને એ વાત ઘણું આશ્ચર્ય ઉપજાવે છે કે પહેલાં તો તું માર્ગમાં વારંવાર ઠોકર ખાઈ જતો હતો. પછી અંધારું હોવા છતાં પણ તું મને જરા પણ પીડા ન થાય તેમ સારી રીતે ચાલતો હતો. આ અચરજ મનમાં સમાતું નથી.' શિષ્ય કહ્યું, ‘દેવગુરુના વિનયથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ શ્રુતજ્ઞાન બીજાં જ્ઞાન મેળવી આપે છે અને જ્ઞાનથી શું અજાણ્યું છે?' આવી જ્ઞાનગર્ભિત વાત સાંભળી આચાર્યશ્રીએ પૂછ્યું, કયા જ્ઞાનથી માર્ગાદિ જાણ્યા?' તેમણે કહ્યું, ‘આપના પસાયે અપ્રતિપાતિ જ્ઞાનથી.' આ Page #431 -------------------------------------------------------------------------- ________________ उ८४ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સાંભળતાં જ આચાર્ય તે કેવળી શિષ્ય પ્રત્યેના પોતાના વ્યવહારની તથા પોતાના ક્રોધની નિંદા કરવા લાગ્યા, તે ત્યાં સુધી કે તેઓ કેવળી શિષ્યના ચરણમાં પડી ક્ષમાદિ માંગવા લાગ્યા અને પશ્ચાત્તાપ કરતાં કરતાં તેઓ પણ ત્યાં જ કેવળી થયા. | (૩) સાધ્વી શ્રી ચંદનબાળા અને સાધ્વી શ્રી મૃગાવતીનું દૃષ્ટાંત પણ આ સંદર્ભમાં ખૂબ પ્રસિદ્ધ છે. મૃગાવતી સાધ્વીજી ચંદનબાળા સાધ્વીજીનાં શિષ્યા હતાં. એક વાર શ્રી મહાવીર ભગવાન કૌશાંબીમાં પધાર્યા હતા. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ પ્રભુની દેશના શ્રવણ કરવામાં નિમગ્ન હતાં. સૂર્ય અને ચંદ્ર વિમાનના સ્વામીઓ પોતાના મૂળ વિમાન સાથે ભગવંતને વંદન કરવા આવ્યા હતા, તેથી સૂર્યાસ્તનો સમય થવા છતાં સૂર્યની હાજરીથી અંધારું ન થયું. રાત્રિનો સમય થઈ ગયો હોવાથી આચારસંહિતાનું ધ્યાન રાખીને - ઊઠવાનો સમય થઈ ગયો જાણીને - ચંદનબાળાજી સાધ્વીસમુદાયની સાથે અંધારું થાય તે પહેલાં જ ઉપાશ્રયમાં જતાં રહ્યાં, પરંતુ મૃગાવતીજી પ્રભુનો ઉપદેશ તન્મયતાથી સાંભળતાં રહ્યાં. તેમણે સૂર્યની હાજરીના કારણે રાત્રિ થયેલી જાણી નહીં. પરંતુ સૂર્ય-ચંદ્ર પાછા ચાલ્યા જતાં મૃગાવતીજી રાત્રિ પડી ગઈ છે એમ જાણી, કાળાતિક્રમના ભયથી ચકિત થઈ ઉપાશ્રયે ગયાં. ત્યાં ચંદનબાળાજીએ તેમને કહ્યું, “મૃગાવતી, તમારા જેવી કુલીન સ્ત્રીને રાત્રે એકલા બહાર રહેવું શોભતું નથી.' મૃગાવતીજી પોતાના અપરાધનો સ્વીકાર કરી, વારંવાર અંતઃકરણપૂર્વક ખમાવવા લાગ્યાં. તેઓ પોતાના દોષ માટે પોતાની જાતને વારંવાર નિંદવા લાગ્યાં. ચંદનબાળાજી વગેરે સાધ્વીજીઓ સૂઈ ગયાં, પણ મૃગાવતી સાધ્વીજીને ઊંઘ ન આવી. તેઓ વિચારવા લાગ્યાં કે ‘મેં નિયમોનું ઉલ્લંઘન કર્યું, તેથી મારાં ગુરુણીને સંતાપ થયો.” આમ, નિજત્રુટિ ઉપર પશ્ચાત્તાપપૂર્વક વિચાર કરતાં કરતાં શુભ ભાવ ઉદિત થયો અને આત્મચિંતનની ધારા ચાલવા લાગી. ધારા આગળ વધતાં તેઓ શુક્લધ્યાનમાં આરૂઢ થયાં. ઘાતી કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રગટ્યું. તે વખતે રાત્રિના અંધકારમાં એક સાપ ચંદનબાળાજીના સંથારાની પડખેથી જતો હતો. કેવળજ્ઞાનની દિવ્ય દૃષ્ટિથી મૃગાવતીજીએ ગહન અંધકારમાં પણ તેને જોયો, એટલે તેમણે ચંદનબાળાજીનો હાથ ઊંચો કર્યો. ચંદનબાળાજી સ્પર્શથી જાગૃત થયાં અને પૂછ્યું, “મારો હાથ કેમ ઊંચો કર્યો?' મૃગાવતીજીએ કહ્યું, “અહીંથી સર્પ જતો હતો.' ચંદનબાળાજીએ પૂછ્યું, “આવા ગાઢ અંધકારમાં તમે સર્પ જોયો શી રીતે?' ત્યારે મૃગાવતીજીએ ઉત્તર આપ્યો કે ‘આપની કૃપાથી થયેલા કેવળજ્ઞાનથી મેં તેને જોયો.' આ સાંભળતાં જ ચંદનબાળાજીને દુઃખ થયું કે પોતે કેવળીની આશાતના કરી. તેઓ પોતાના આત્માની નિંદા કરવા લાગ્યાં. તેમના અંતઃકરણમાં પણ ભાવનાઓનો પ્રાદુર્ભાવ થયો અને તેઓ ક્ષપકશ્રેણી ઉપર ચડી, ઘાતી કર્મોનો ક્ષય કરી નિરાવરણ કેવળજ્ઞાન પામ્યા. ૧- જુઓ : આચાર્યશ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજીવિરચિત, ‘ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ', ભાગ ૪, વિષય ર૫૮ ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર', પર્વ ૧૦, સર્ગ ૮ Page #432 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ ૩૮૫ આમ, કેવળજ્ઞાન પ્રગટ્યા પછી પણ કેવળી છમ0 ગુરુનો વિનય કરે એવાં અનેક દૃષ્ટાંતો પ્રથમાનુયોગના ગ્રંથોમાં મળી આવે છે. વિનયની મહત્તાનો તેથી વધુ સબળ પુરાવો શું હોઈ શકે? સ્વયં તીર્થકર ભગવાન પણ સમવસરણમાં દેશના દેતાં પહેલાં ‘નમો નિત્યમ્સ' કહીને તીર્થને નમસ્કાર કરીને વિનયના મહિમાનું પ્રતિષ્ઠાપન કરે છે. ભગવાન દેવનિર્મિત સુવર્ણકમળો ઉપર ચરણ સ્થાપન કરતાં કરતાં સમવસરણમાં પ્રવેશ કરે છે અને પછી અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી પૂર્વ દિશા તરફ આવી ‘નમો તિર્થીમ્સ' કહીને એટલે કે તીર્થને નમસ્કાર કરી, રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ, સિંહાસન ઉપર વિરાજમાન થાય છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. લોકને પૂજનીય વસ્તુની પૂજાનો આદર્શ આપવા માટે, એટલે કે તીર્થ - સંઘ પૂજનીય છે એ બતાવવા માટે, ભગવાન કૃતકૃત્ય હોવા છતાં સ્વયં સંઘને નમસ્કાર કરે છે. ભગવાન તીર્થને પૂજે તો લોકો પણ આદરપૂર્વક તીર્થની પૂજા કરે, એ માટે પણ ભગવાન તીર્થને નમસ્કાર કરે છે. આમ, પોતાના હૃદયમાં રહેલા પૂજ્યભાવ નમસ્કારરૂપ વિનય દ્વારા વ્યક્ત કરી, લોકોને વિનયનો બોધ આપવા ભગવાન નમસ્કાર કરે છે. સ્વયં વિનય કરી, ભગવાન વિનય ગુણનું ગૌરવ વધારે છે. કેવળી ભગવાન વિનય કરે” તે સંબંધી એક મત એવો પણ છે કે જ્યાં સુધી પ્રમત્તભાવ છે - છઠ્ઠ ગુણસ્થાનક છે, ત્યાં સુધી વંદ્ય-વંદક ભાવનો વિકલ્પ હોય છે. સાતમાથી ઉપરના ગુણસ્થાનકે વંદ્ય-વંદક ભાવ હોતો નથી, તેથી કેવળજ્ઞાનની ભૂમિકામાં પૂજ્ય-પૂજક ભાવના વ્યવહારની કલ્પના કરવી અયોગ્ય છે. આ મતાનુસાર પૂર્વ અવસ્થામાં પોતે કરેલો સદ્ગુરુનો વિનય કેવળજ્ઞાની ભગવાનના અનંત જ્ઞાનમાં જેમ છે તેમ જણાય છે અને તે તેમની વાણીમાં આવે છે. તેમણે અતીત કાળમાં જે વિનય કર્યો હતો તે વિનયને વર્તમાનમાં કહે છે અને એ જ તેમનો વિનય છે. આ સંબંધી શ્રી કાનજીસ્વામી કહે છે - ‘જ્ઞાનને પામેલો શિષ્ય સદ્ગુરુનો વિનય ન ચૂકે. તેનો આશય એમ છે કે નિર્વિકલ્પ દશામાં સ્થિત કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પૂર્વે છઘWદશામાં પોતે જે વિનય કર્યો હતો તે અવસ્થાનું જ્ઞાન પણ ખસે નહિ અને દિવ્યધ્વનિ છૂટે ત્યારે પૂર્વ અવસ્થાની વાત પણ આવે. કોઈ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ ભગવાન કેવળજ્ઞાનીને પૂછે તો અમે અમારા ગુરુનો પ્રથમ આમ વિનય-વિવેક કરતા હતા, એમ પણ વાણીયોગમાં આવે. ગયા કાળમાં જે વિનય કર્યો હતો તેનો નિષેધ ન કર્યો તે પણ વિનય છે. ..... અહીં ૧- આ કથન પણ શ્વેતાંબર આમ્નાયના ગ્રંથો અનુસાર છે. જુઓ : (૧) આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજીરચિત, કુવલયમાલા', કંડિકા ૧૭૮ (૨) કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકત, 'ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર', પર્વ ૧, સર્ગ ૬ (૩) ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીકૃત, ‘લોકપ્રકાશ', સર્ગ ૩૦ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન શ્રીમન્ને જે કહેવું છે તેનો આશય એવો લેવો કે જે જીવોને વિનયનું માહાભ્ય ન હોય તેવા જીવોને ઊભા રાખીને પણ કોઈ અપેક્ષાએ વિનયનું માહાભ્ય કહ્યું છે.” આમ, આ ગાથાના ચોથા ચરણ વિનય કરે ભગવાનનું શ્રી કાનજીસ્વામીએ કરેલ ઉપરોક્ત અર્થઘટન, શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થ(“કેવળી ભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે')થી જુદું પડે છે. કેવળી ભગવંતો વિનયવૈયાવચ્ચ કરે કે નહીં તે વિષે ભલે ભિન્ન ભિન્ન મત હોય, પણ એટલું તો સ્પષ્ટ છે કે વિનયના માહાભ્ય વિષે કોઈ મતભેદ નથી. સર્વ દેશ-કાળના મહાપુરુષોએ વિનયનો અલૌકિક મહિમા એકી સૂરે ગાયો છે. | ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે કે કોઈ મૂળ વિનાનું વૃક્ષ વાવવા જાય કે પાયા સિવાય ઘર બાંધવા જાય, તો તે વૃક્ષનાં ફળ ખાઈ શકતો નથી કે ઘર બાંધી શકતો નથી. તે જ પ્રમાણે જે સાધક વિનયરૂપ મૂળનું યથાર્થ સેવન કર્યા વિના ધર્મવૃક્ષ વાવે છે, તે સાધક મુક્તિમાર્ગમાં ક્યારે પણ સફળતા પામી શકતો નથી. આચાર્યશ્રી શિવકોટિજી ભગવતી આરાધના'માં કહે છે કે વિનય મોક્ષનું દ્વાર છે, વિનયથી સંયમ, તપ અને જ્ઞાન થાય છે અને વિનયથી આચાર્ય તેમજ સર્વ સંઘની સેવા થાય છે.? આચાર્યશ્રી અકલંકદેવ તત્ત્વાર્થવાર્તિકમ્'માં કહે છે કે જ્ઞાનલાભ, આચારવિશુદ્ધિ અને સમ્યક્ આરાધના આદિની સિદ્ધિ વિનયથી થાય છે અને અંતમાં મોક્ષસુખ પણ એનાથી મળે છે, એટલે વિનયભાવ અવશ્ય રાખવો જ જોઈએ. આમ, વિનયથી યથાર્થ બોધની પ્રાપ્તિ થાય છે અને સમ્યકત્વ પ્રગટ થાય છે. સમ્યકત્વથી ચારિત્ર અને ચારિત્રથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે મોક્ષાર્થીએ ગુરુવિનયમાં તત્પર રહેવું જોઈએ. જ્યાં સુધી વિનયમાર્ગની આરાધના સંપન્ન નથી થતી, ત્યાં સુધી મોક્ષમાર્ગની સાધના શરૂ પણ થતી નથી. વિનય એ આત્મોન્નતિ સાધક, પોષક અને વર્ધક સાધન ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૨૨ ૨- જુઓ : “શ્રી દશવૈકાલિક સૂત્ર', અધ્યાય ૯, ઉદ્દેશ ૨, ગાથા ૨ ‘एवं धम्मस्य विणओ, मूलं परमो से मुक्खो । जेण कित्तिं सुयं सिग्धं, निसेसं चाभिगच्छ्इ ।।' ૩- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકૃત, ‘ભગવતી આરાધના', ગાથા ૧૨૯ 'विणओ मोक्खद्दारं विणयादो संजमो तवो णाणं । विणएणाराहिज्जइ आयरिओ सबसंघो य ।।' ૪- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૯, સૂત્ર ૨૩-૭ 'ज्ञानलाभाचारविशुद्धिसम्यगाराधनाद्यर्थं विनयभावनम् । ..... ततश्च निवृत्तिसुखमिति विनयभावनं क्रियते ।' Page #434 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ ૩૮૭ છે. તે વિના જીવન અણઘડ, અશિષ્ટ અને અંધકારમય છે. વિનય વિના જ્ઞાન અને ભક્તિની જાળવણી થતી નથી. વિનયના અભાવમાં ગમે તેવી તીક્ષ્ણ બુદ્ધિ પણ પ્રજ્ઞારૂપે પરિણમતી નથી અને ગમે તેવી ભાવના છતાં જીવ માયામાં સપડાઈ જાય છે. જેના જીવનમાં વિનય ન હોય તે આત્મતત્ત્વને ગ્રહણ કરી શકતો નથી. જીવને સદ્ગુરુ પ્રત્યે વિનય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે અને તેના પરિણામમાં અવરોધ આવે છે, તેથી મોક્ષમાર્ગે આગળ વધી શકાતું નથી. માટે જે જીવ વિનયની ઉપેક્ષા કરે છે, તે નિજ ઉત્કર્ષના દરવાજા જાતે જ બંધ કરે છે અને જેનામાં સદ્ગુરુ પ્રત્યે પરમ વિનય પ્રગટે છે, તેને માર્ગપ્રાપ્તિ અત્યંત નિકટ છે. જેમ જેમ જીવનો સદ્ગુરુ પ્રત્યે વિનય વધતો જાય છે તથા તેમના પ્રત્યેનો પ્રેમ ઊર્ધ્વ ગતિને પામતો જાય છે, તેમ તેમ તેના હૃદયમાં અનાદિથી સ્થિત થયેલ સંસારગત વહાલપ ઘટતી જાય છે. સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ તે તેમના નિર્મળ વીતરાગસ્વરૂપ પ્રત્યેનો પ્રેમ છે અને તે પરમાર્થે નિજાત્મા પ્રત્યેનો પ્રેમ છે. તે પ્રેમ વર્ધમાન થતાં તેનું સુખદ પરિણામ એ આવે છે કે સંસારભાવ ન્યૂન ન્યૂન થતો જઈ આત્મભાવ વૃદ્ધિ પામતો જાય છે. આત્મભાવ વધવાથી, આત્માનો ઉપયોગ સ્વસ્વરૂપ પ્રતિ વારંવાર વળવાથી ઉપયોગ શુદ્ધતાની કેડી ઉપર આગળ વધે છે અને પુરુષાર્થ તથા સંયમના બળે તે જીવને આત્માની અપૂર્વ દશા સંપ્રાપ્ત થાય છે. આમ, જે જીવ વિનયપૂર્વક સદ્ગુરુના પરમ સત્સંગના આશ્રયે મોક્ષમાર્ગે વળે છે તે પરમપદને અવશ્ય પ્રાપ્ત કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘જે સદગુરુ ઉપદેશથી, શિષ્ય થયા સદ્ભાવ; આજ્ઞા આરાધક ભલો, ગુણમાં થઈ ગરકાવ. શિક્ષા સહીને આકરી, પામ્યો કેવળજ્ઞાન; અહો! અહો! સદ્ગુરુ તણા, પ્રભાવ પુણ્ય નિધાન. અહો! પરિણામ વિચિત્રતા, ન્યૂન યોગ સમ થાય; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, જુઓ વિનય સચવાય. યોગ ક્રિયા સમભાવથી, લોભ રહિત નિર્માન; સહજપણે તે ગુરુ તણો, વિનય કરે ભગવાન.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૭૩-૭૬) Page #435 -------------------------------------------------------------------------- ________________ Page #436 -------------------------------------------------------------------------- ________________ 19 - 20 ๆ เรงใด ๆ 1 โรงเรน รุต 2 ที่ ทเวโดน, รา5% โข 3ๆเL. Page #437 -------------------------------------------------------------------------- ________________ Page #438 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૦ ગાથા અર્થી A ગાથા ૧૯માં કહ્યું કે સદ્ગુરુના ઉપકારથી કોઈ જીવને તેના પ્રબળ પુરુષાર્થ ભૂમિકા દ્વારા ગુરુ કરતાં પહેલાં કેવળજ્ઞાન થઈ જાય, તોપણ તે કેવળી ભગવાન પોતાના છબસ્થ ગુરુની વૈયાવચ્ચ કરે. આવો વિનયનો માર્ગ શ્રી વીતરાગ ભગવાને ઉપદેશ્યો છે. - વિનયમાર્ગ સંબંધી વિશેષ પ્રકાશ પાડતાં શ્રીમદ્ કહે છે - “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.' (૨૦) એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે • તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. (૨૦). - વિનયમાર્ગનું માહાભ્ય ગાતાં શ્રીમદ્ અહીં કહે છે કે “એવો' અર્થાત્ ભાવાર્થ - આગળની ગાથામાં બતાવ્યો તેવો વિનયમાર્ગ, રાગ-દ્વેષાદિ સર્વ વિભાવ જેમણે ક્ષીણ કર્યા છે એવા વીતરાગ ભગવાને ઉપદેશ્યો છે. સર્વ ગુણોમાં વિનય મુખ્ય છે. તેમાં પણ સદ્દગુરુનો વિનય તો મોક્ષમાર્ગનું પ્રધાનતર કારણ છે. સદ્દગુરુનું અત્યંત માહાસ્ય અંતરમાં વસ્યું હોવાથી મુમુક્ષુ જીવ સદ્ગુરુને ભગવાન સમાન ગણે છે અને પોતાનાં તન-મનાદિ સર્વ તેમના ચરણે ધરીને, તેમની આજ્ઞાની યાચના કરીને, મળેલ આજ્ઞાનું સમજણપૂર્વક, પોતાની શક્તિ ગોપવ્યા વિના આરાધન કરે છે. વિનયાન્વિતપણે સદ્ગુરુની સેવા કરવાથી સ્વચ્છેદાદિ દોષો વિલય પામે છે અને સમકિતની પ્રાપ્તિ થાય છે. સમકિતથી ચારિત્ર, ચારિત્રથી કેવળજ્ઞાન અને કેવળજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, એક વિનય ગુણની ઉપલબ્ધિથી અનુક્રમે ઉત્તરોત્તર ઉત્તમોત્તમ ગુણો પ્રગટતાં, અંતે મોક્ષના અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. તેથી મુમુક્ષુ જીવે પરમ આદરથી પરમોપકારી વિનયમાર્ગની આરાધના કરવી યોગ્ય છે. વિનય ગુણ પ્રગટવાથી કાર્યની સિદ્ધિ અવશ્ય થતી હોવાથી વીતરાગ ભગવંતે વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. જૈન આગમ ગ્રંથોમાં વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના પ્રથમ અધ્યયનની ૪૮ ગાથામાં, ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'ના નવમા અધ્યયનના ‘વિનય સમાધિ' નામના ઉદ્દેશકમાં તથા અન્ય શાસ્ત્રોમાં Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિનયમાર્ગનું બહુમાનપૂર્વક સમર્થન કરવામાં આવ્યું છે. આ વિનયમાર્ગનો મૂળ હેતુ આરાધક જીવને જ સમજાય છે. આ માર્ગનું આત્મોપકારકપણું કોઈ ભાગ્યવંત “સુભાગ્ય' જીવ જ સમજી શકે છે. તે જાણે છે કે સ્વચ્છંદ ટળે તો જ આત્મપ્રાપ્તિ થાય અને સ્વછંદ પોતાની મેળે ટળતો નથી. પોતાની બુદ્ધિ પ્રમાણે વર્તવાથી તો તે વધતો જાય છે. સ્વચ્છંદ ટાળવા માટે વિનય એક મહાન અદ્ભુત સાધન છે. વિનયમાર્ગનો મૂળ હેતુ જીવનો સ્વછંદ ટાળવાનો છે. આ વિનયમાર્ગનો પાયો છે આજ્ઞાશ્રિતપણું. સદ્દગુરુના ચરણે સર્વાર્પણ કરવું તે દોષમુક્તિનો, ગુણવૃદ્ધિનો, લક્ષ્ય પ્રાપ્તિનો મહામૂલો અને સરળતમ ઉપાય છે એમ જે જીવને સમજાય છે તે જીવ મહાભાગ્યશાળી છે, સુભાગ્યવંત છે. તેવો જીવ સુલભબોધિ પણ કહેવાય છે, કારણ કે આવા જીવને રત્નત્રયીનો લાભ પ્રાપ્ત થવો સુલભ છે. 4 જીવમાં રહેલો સ્વચ્છંદ નામનો દોષ બીજા ઘણા દોષોને આશ્રય આપીને વિશેષાર્થ 1 તગડો થતો જાય છે. સ્વચ્છંદની લીલા પણ એવી ભ્રામક હોય છે કે તે જીવને પોતે સ્વચ્છંદી છે એમ જણાવા દેતી નથી. તેને પોતાના દોષ દેખાતા નથી. પોતાની સ્વતંત્ર વિચારશ્રેણી હોવી જોઈએ એમ માની ઘણા જીવો સ્વછંદને જ પોષતા હોય છે. સદ્ગુરુ પ્રત્યેની અર્પણતા એ પરતંત્રતા છે એમ માની, સદ્ગુરુના આલંબનનો અસ્વીકાર કરીને જીવ પોતાના અંતરને કલુષિત કરે છે. હું જાણું છું', “મોટો છું', ‘હું પ્રમુખ આદિ અગ્રસ્થાને છું', “ધર્મની મને ખબર છે' એવું અભિમાન તેને સદ્ગુરુ પાસે જવામાં વિજ્ઞભૂત થાય છે. ભૂંડ જેમ સુંદર અનાજના કૂંડાને છોડીને કીચડને પસંદ કરે છે, તેમ સ્વચ્છંદી જીવ સદ્દગુરુનો આશ્રય છોડી સ્વચ્છેદે વિચારવામાં જ આનંદ માને છે. પોતાનું જ ધાર્યું કરવાની, મનમાન્યું કરવાની સ્વચ્છંદતાના કારણે વર્ષો સુધી ધર્માનુષ્ઠાનો કરવા છતાં કર્મભાર તો ઓછો થતો નથી, પરંતુ તેની તે ધર્મક્રિયાઓ પણ ભારરૂપ બને છે. તે જીવ પરમાર્થમાર્ગથી ચુત થાય છે અને અનંત દુઃખને નિમંત્રે છે. આ સ્વચ્છેદરૂપી મહાદોષનો ત્યાગ કરવા સદગુરુનો આશ્રય આવશ્યક છે. પરંતુ સદ્દગુરુનો યોગ પણ ત્યારે જ સાર્થક થાય છે, જ્યારે જીવ વિનય સહિત તેમની ઉપાસના કરે. જો જીવમાં વિનય ન હોય તો સદ્ગુરુની ઉપાસનામાં તેને આદર, પ્રેમ, ઉલ્લાસ આદિ જાગૃત થતાં નથી. તેથી તેણે સૌ પ્રથમ વિનયમાર્ગમાં પોતાના મનને સ્થાપવું ઘટે છે, સર્વાર્પણપણે સગુરુના ચરણની ઉપાસના કરવી ઘટે છે. આજ સુધી પોતે કરેલાં સર્વ સાધન નિષ્ફળ ગયાં છે તથા આજ સુધી પોતે જાણેલું સર્વ અજ્ઞાન છે અને સાચું જ્ઞાન તો સદ્ગુરુ પાસે છે એમ નિર્ધારી, પોતાનાં સ્વચ્છેદ-અભિમાન મૂકી, વિનયપૂર્વક સદ્દગુરુની આરાધના કર્તવ્યરૂપ છે. શ્રીમદ્ પ્રકાશે છે – Page #440 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૩૯૩ માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે.” આમ, પ્રથમ ભૂમિકાથી જ વિનયભક્તિ અનિવાર્ય છે. વિનયમાર્ગની આરાધના અર્થે પૂજ્ય પુરુષો પ્રત્યે તથા મોક્ષપ્રાપ્તિનાં સાધનો પ્રત્યે આદરભાવ રાખવો આવશ્યક છે. જે વિનય જન્મતાં જ જીવ સાચી દિશામાં પગલાં માંડે છે. વિનય સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિ + નય. વિ = વિશિષ્ટ, વિશિષ્ટપણે. નય = દોરી જવું. જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય. (વિશેષેણ નયતીતિ વિનય: !) જેના દ્વારા કર્મોનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય. જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે, અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય. વિનયના મુખ્ય બે ભેદ છે - તાત્ત્વિક વિનય અને ઉપચાર વિનય, મોક્ષમાર્ગની આરાધના કરવી તે તાત્ત્વિક વિનય અને જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અન્ય આરાધકનો યથાયોગ્ય વિનય કરવો તે ઉપચારવિનય છે. તાત્ત્વિક વિનયના જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ પ્રકાર તથા ઉપચારવિનય; એમ વિનયના ચાર પ્રકાર છે? - (૧) જ્ઞાનવિનય – મતિ આદિ પાંચ પ્રકારનાં જ્ઞાનમાં તથા જ્ઞાનનાં ઉપકરણ શાસ્ત્ર આદિમાં આદર સહિત નિત્ય અનુકૂળ આચરણ કરવું તે જ્ઞાનવિનય છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો લખાયેલા હોય એવાં ઉપકરણો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવાં, થુંક લગાડવું, એના ઉપર માથું મૂકીને સૂઈ જવું, ફાડી નાખવું ઇત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું જ નહીં, એ ઉપકરણો પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ. વિધિપૂર્વક નવું જ્ઞાન ગ્રહણ કરવું, ગ્રહણ કરેલ જ્ઞાનનું પરિશીલન કરવું, તેનું સ્મરણ કરવું, બીજાને શીખવવું, જ્ઞાનનો પ્રચાર કરવો, જીવાજીવતત્ત્વોનું ચિંતન કરવું, વારંવાર બહુશ્રુતભક્તિ અને પ્રવચનભક્તિમાં જોડાવું આદિ જ્ઞાનવિનય છે. (૨) દર્શનવિનય – જિનેન્દ્ર ભગવાને દ્રવ્યો તથા તેની સ્થૂળ-સૂક્ષ્મ પર્યાયોનો જે પ્રકારે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૫૬ (વ્યાખ્યાસાર-૧, ૧૮૦) ૨- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૬, સૂત્ર ૨૪-૨ 'सम्यग्ज्ञानादिषु मोक्षसाधनेषु तत्साधनेषु गुर्वादिषु च स्वयोग्यवृत्त्या सत्कार आदरः कषायनिवृत्तिर्वा विनयसम्पन्नता ।' ૩- જઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૯, સૂત્ર ૨૩ “જ્ઞાન-જર્શન-રિત્રોપરાઃ ” Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપદેશ કર્યો છે, તે જ પ્રકારે તેનું નિઃશંકતાથી શ્રદ્ધાન કરવું તે દર્શનવિનય છે. આમ આદિ લક્ષણોથી આત્માને વાસિત કરવો, દેવ-ગુરુની આશાતનાથી પરિહરવું, દેવમૂઢતા આદિ ત્રણ મૂઢતાથી રહિત થવું, ઉપગૂહન આદિ સમ્યકત્વનાં અષ્ટાંગોનું પાલન કરવું, સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો, સમ્યગ્દર્શનના માહાત્મનો પ્રચાર કરવો - આ સર્વ દર્શનવિનય છે. (૩) ચારિત્રવિનય – સામાયિકાદિ પાંચ પ્રકારનાં ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, છ આવશ્યકોમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્ત રહેવું, સમિતિ-ગુપ્તિનું પાલન કરવું, ઇન્દ્રિયવિષયોનો અને કષાયોનાં પરિણામોનો ત્યાગ કરવો, અન્યને ચારિત્રનો ઉપદેશ આપવો વગેરે ચારિત્રવિનય છે. (૪) ઉપચારવિનય – રત્નત્રયધારક ગુરુ આદિનો ત્રણે યોગથી વિનય કરવો તે ઉપચારવિનય છે. ઉપચારવિનય પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનો છે. સમ્યગ્દર્શન આદિ ગુણોથી વિભૂષિત ગુવદિ આવે ત્યારે ઊભા થવું, તેમની સન્મુખ જવું, બે હાથ જોડી અંજલિ કરવી, આસન આપવું, પ્રણામ કરવા, પગે પડવું, તેમનું સન્માન કરવું, તેમને પુસ્તકાદિ ઉપકરણ આપવાં, તેમને રહેવાની વ્યવસ્થા કરી આપવી, તેમનો સંથારો કરવો, તેમનાથી નીચા આસને બેસવું, નીચા આસને સૂવું, તેમના શરીરની સેવા કરવી, તેમનાં ઉપકરણો સંભાળવાં, તેઓ જાય ત્યારે વળાવવા જવું, તેઓ ચાલે ત્યારે તેમની પાછળ પાછળ ચાલવું આદિ કાયિક વિનય છે. પૂજ્યનાં વચનોનું બોલવું, આગમ અનુસાર બોલવું, હિતરૂપ બોલવું, થોડું બોલવું, મિષ્ટ બોલવું, કઠોરતારહિત બોલવું આદિ વાચિક વિનય છે. પાપગ્રાહક ચિત્તને રોકવું અને ધર્મમાં મનને પ્રવર્તાવવું આદિ માનસિક વિનય છે. આ ત્રણે પ્રત્યક્ષ ઉપચારવિનય છે. ગુવદિની ઉપસ્થિતિ ન હોય ત્યારે પણ મન-વચન-કાયાથી તેમને હાથ જોડવા, વંદન કરવું, તેમના ગુણોની સ્તુતિ કરવી, તેમનું સ્મરણ કરવું આદિ પરોક્ષ ઉપચારવિનય છે. | વિનયના આ ચાર પ્રકારમાં રત્નત્રયની પ્રાપ્તિ એ જ તાત્ત્વિક વિનય છે, પરંતુ ઉપચારવિનય તે રત્નત્રયની પ્રાપ્તિમાં સહાયભૂત હોવાથી તેને પણ વિનયમાં સ્થાન આપવામાં આવ્યું છે. રત્નત્રયધારક સદ્ગુરુ આદિના બહુમાનથી રત્નત્રયનું બહુમાન થાય છે. તેથી જ સદ્ગુરુનાં વિનય-વૈયાવચ્ચ કરવા ઉપર શાસ્ત્રોમાં ઠેર ઠેર ભાર મૂકવામાં આવ્યો છે. જે જીવ સદ્ગુરુનાં વિનય-વૈયાવચ્ચ આદિ નથી કરતો તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુનો અવિનય કરીને ધાર્મિક ક્રિયા કે વાંચન કરે તો તે ધર્મ સાધી શકતો નથી. ગમે તેટલી ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય તો પણ જેને ગુરુ પ્રત્યે વિનય નથી, તેનાં જ્ઞાન-દર્શન તો વિપરીત જ રહે છે. તેથી સદ્ગુરુનો વિનય કરવો, તેમની વૈયાવચ્ચ કરવી, તેમને સર્વ પ્રકારે અનુકૂળતા કરી આપવી એ પણ મોક્ષાર્થી Page #442 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૩૯૫ જીવનું કર્તવ્ય છે. જૈન દર્શનમાં ગુરુવંદન ભાષ્ય', 'ગુરુતત્ત્વવિનિશ્ચય' વગેરે ગ્રંથોમાં સદ્ગુરુનાં વિનય-વૈયાવચ્ચની વિચારણા બહુ સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. સદ્ગુરુને અનુકૂળ વાતાવરણ કરી આપવું, તેમની ચાકરી કરવી, તેમના પગ પખાળવા, તેઓ થાકેલા હોય ત્યારે હાથ, પગ કે શરીરના અન્ય અંગ દાબી આપવાં; તેઓ ઉપસર્ગથી, વૃદ્ધાવસ્થાથી, રોગાદિથી પીડિત હોય તો ઔષધ આદિથી કે પોતાના શરીરથી તેમની તેમને અનુકૂળ હોય તેવાં આહાર, પાણી, ઔષધાદિ આદર-ભક્તિપૂર્વક આપવાં; તેમને જ્ઞાનયોગાદિના અભ્યાસ માટે અનુકૂળ સગવડ કરી આપવી; તેમનાં શયનસ્થાન, બેસવાનાં સ્થાન આદિ સ્વચ્છ કરવાં; તેમનાં ઉપકરણો સાચવવાં ઇત્યાદિનો સમાવેશ વૈયાવજ્યમાં થાય છે. સદ્ગુરુ પ્રત્યે શિષ્ટ આચાર જાળવવો પણ આવશ્યક છે, કારણ કે એના ભંગથી તેમના વિનયનો ભંગ થાય છે. ગુરુને વંદન કરવાં, પ્રેમાદર સહિત તેમની શાતા પૂછવી, તેમની એકદમ પાસે બેસી પગ સાથે પગ ન અડાડવા; તેમની પાસે પગ ઉપર પગ ચડાવી ન બેસવું કે પગના ઘૂંટણ છાતી પાસે રાખી હાથ બાંધી ન બેસવું; પગ ફેલાવીને ન બેસવું; તેમનાં આસન, શય્યા, ભોજન સંબંધી પાત્રોનો, વસ્ત્રોનો ભોગ-ઉપભોગ ન કરવો; શૌચાલયમાં, શરીર મલિન હોય ત્યારે, અયોગ્ય સ્થાને કે અયોગ્ય સમયે તેમના નામનો ઉચ્ચાર ન કરવો; વાણી કે કર્મથી, ગુપ્ત રીતે કે પ્રગટરૂપે ગુરુ સાથે વૈર ન રાખવું; ગુરુના અવર્ણવાદ ન બોલવાં; તેમના દોષો ન બતાવવા; તેમજ કોઈ તેમની નિંદા કરતું હોય તો તે ન સાંભળવું આદિ શિષ્ટ આચારનું પાલન સદ્ગુરુના વિનયપાલન માટે ખૂબ આવશ્યક છે. વળી, સદ્ગુરુનો યથાયોગ્ય વિનય કરવા અર્થે તેઓ પ્રત્યેની ૩૩ આશાતનાઓનો ત્યાગ કરવો પણ આવશ્યક છે. તે ૩૩ આશાતનાઓ આ પ્રમાણે છે – (૧) ગુરુની આગળ નિષ્કારણ ચાલવું તે પુરોગમન' આશાતના. માર્ગ બતાવવા કે કોઈ વૃદ્ધ, અંધ વગેરેને સહાય કરવા માટે આગળ ચાલવામાં દોષ નથી. (૨) ગુરુની સાથે જ બાજુએ, જમણા કે ડાબા પડખે નજીકમાં ચાલવું તે પક્ષગમન' આશાતના. નજીકમાં ચાલતી વખતે શ્વાસ, ખાંસી, છીંક ઇત્યાદિના કારણે ગુરુ ઉપર ગ્લેખ વગેરે ઊડવાથી આશાતના થાય છે. (૩) ગુરુની પાછળ લગોલગ ચાલવું તે ‘આસનગમન-પૃષ્ઠગમન' આશાતના. (૪) ગુરુની આગળ ઊભા રહેવું તે પુર:' આશાતના. (૫) ગુરુની પડખે નજીકમાં ઊભા રહેવું તે ‘પક્ષી' આશાતના. ૧- જુઓ : આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીકૃત, ‘ગુરુવંદન ભાષ્ય', સૂત્ર ૩૫-૩૭ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન (૬) ગુરુની પાછળ પણ બહુ લગોલગમાં ઊભા રહેવું તે આસનસ્થ-પૃષ્ઠસ્થ’ આશાતના. (૭) ગુરુની આગળ બેસવું તે પુરોનિષદન' આશાતના. (૮) ગુરુની પડખે નજીકમાં બેસવું તે ‘પક્ષ નિષદન' આશાતના. (૯) ગુરુની પાછળ પણ બહુ લગોલગમાં બેસવું તે ‘આસનનિષીદન-પૃષ્ઠનિષીદન' આશાતના. (૧૦) ગુરુની સાથે ઉચ્ચારભૂમિએ (વડીનીતિ માટે) ગયા હોય અને શિષ્ય ગુરુની પહેલાં આચમન (હાથ-પગની શુદ્ધિ) કરે, આહારાદિ વખતે પણ પહેલી મુખાદિ શુદ્ધિ કરે તે ‘આચમન' આશાતના. (૧૧) બહારથી ઉપાશ્રય સુધી ગુરુની સાથે આવવા છતાં ગુરુની પહેલાં ગમનાગમન આલોચે, તે આલોચન' આશાતના. (૧૨) રાત્રે ગુરુ પૂછે કે તે આર્યો. કોણ જાગે છે? કોણ ઊંઘે છે? એ સાંભળવા છતાં અને જાગવા છતાં સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે તે ‘અપ્રતિશ્રવણ' આશાતના. (૧૩) કોઈ ગૃહસ્થાદિ આવ્યા હોય તેમને ગુરુએ બોલાવ્યા પહેલાં પોતે બોલાવે તે ‘પૂર્વાલાપ' આશાતના. (૧૪) ગોચરી લાવીને પહેલાં બીજા કોઈક સાધુ પાસે તે ગોચરી આલોચે અને પછી ગુરુ આગળ આલોચે તે પૂર્વાલોચન' આશાતના. (૧૫) ગોચરી લાવીને ગુરુને દેખાડ્યા પહેલાં જો બીજા કોઈ સાધુને દેખાડે તો તે ‘પૂર્વોપદર્શન' આશાતના. (૧૬) ગોચરી લાવીને પહેલાં કોઈ સાધુને નિમંત્રણ કરે (બોલાવે) અને પછી ગુરુને નિમંત્રણ કરે તે પૂર્વનિમંત્રણ આશાતના. (૧૭) ગોચરી લાવીને ગુરુની આજ્ઞા વગર પોતે જ બીજા સાધુઓને જેમ ઘટે તેમ મધુર સ્નિગ્ધ ખાદ્ય આહાર વહેંચી આપે તે ‘પદ્ધ દાન' આશાતના. (૧૮) આહાર લાવીને ગુરુને કંઈક થોડો આપીને ઉત્તમ દ્રવ્યોનો બનેલો સ્નિગ્ધ અને મધુર આહાર પોતે જ વાપરવો તે ‘ખદ્ધાદન' આશાતના. (૧૯) દિવસે કે બીજા સમયે ગુરુ બોલાવે ત્યારે ન બોલવું તે અપ્રતિશ્રવણ' આશાતના. (૨૦) ગુરુ સાથે કઠોર-કર્કશ વચનો મોટા અવાજથી બોલવાં તે ખદ્ધ ભાષણ' આશાતના. (૨૧) ગુરુ બોલાવે છતાં જ્યાં બેઠા કે સૂતા હોય ત્યાંથી જ ઉત્તર આપે, અર્થાત્ ગુરુ Page #444 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૩૯૭ બોલાવે ત્યારે તરત આસન કે શય્યા ઉપરથી ઊઠીને પાસે જઈને નમતાથી ‘સત્યUT વંતાનિ' એમ કહીને તેઓ કહે તે ધ્યાનથી સાંભળવું જોઈએ. એમ ન કરે તે ‘તત્રગત ભાષણ' આશાતના. (૨૨) ગુરુ બોલાવે ત્યારે શીધ્ર “મસ્થUT વૈતાનિ' કહી ‘આજ્ઞા ફરમાવો' ઇત્યાદિ નમ વચનો બોલવાને બદલે કેમ?', “શું છે?', “શું કહો છો?' ઇત્યાદિ બોલવું તે ‘કિં ભાષણ' આશાતના. (૨૩) ગુરુને ‘ભગવંત, શ્રી, પૂજ્ય, આપ ઇત્યાદિ મોટા માનવાળા, બહુવચનવાળા શબ્દોથી બોલાવવા જોઈએ. તેને બદલે “તું, તને, તારા ઇત્યાદિ તોછડાઈવાળા - એકવચનવાળા શબ્દોથી બોલાવે તે “તું ભાષણ આશાતના. (૨૪) ગુરુ શિષ્યને કહે કે “તું ગ્લાન (માંદા) સાધુની વૈયાવચ્ચ કેમ કરતો નથી? તું બહુ આળસુ થઈ ગયો છે.' ત્યારે શિષ્ય કહે કે ‘તમે પોતે જ કેમ વૈયાવચ્ચ કરતા નથી? તમે પોતે જ આળસુ થઈ ગયા છો.” ઈત્યાદિ રીતે ગુરુ જે શિખામણનું વચન કહે તે જ વચન પ્રમાણે ગુરુને સામો જવાબ આપે તે ‘તજ્જાત ભાષણ' આશાતના. (તજ્જત એટલે તે જ જાતિનાં, સરખાં વચનો.) (૨૫) ગુરુ ધર્મકથા સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે મનમાં પૂજ્યભાવ ન હોવાથી શિષ્યના ચિત્તમાં પ્રસન્નતા થાય નહીં, ગુરુના વચનની તે અનુમોદના કરે નહીં, ‘આપે સુંદર સમજાવ્યું એમ પ્રશંસા કે હર્ષભાવ દર્શાવે નહીં, પરંતુ મનમાં “એમની વ્યાખ્યાન કળા શું મારાથી પણ અધિક છે?' એમ ઈર્ષાથી દુભાતો હોય તેમ વર્તે તે નોસુમન' આશાતના. (નોસુમન એટલે કથાદિ પ્રસંગે ગુરુ પ્રત્યે શિષ્યનું સારું મન નહીં.) (૨૬) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, ‘આ અર્થ તમને યાદ નથી, આ અર્થ સંભવતો નથી' ઇત્યાદિ કહેવું તે નોસ્મરણ' આશાતના. (૨૭) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, “એ કથા હું તમને (સભાજનોને) પછીથી સારી રીતે સમજાવીશ' ઇત્યાદિ કહીને અથવા તે કથા પુનઃ સમજાવીને ચાલતી કથામાં વ્યાઘાત - ભંગ કરે તે “કથાછેદ' આશાતના. (૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, “અત્યારે તો ભિક્ષાનો સમય થયો છે', ‘સૂત્ર ભણવાનો કે ભોજનનો વખત થયો છે' ઇત્યાદિ કહી પરિષદનો ભંગ કરે કે જેથી સભાજનો પણ ઊઠી ઊઠીને ચાલવા માંડે તે ‘પરિષદ્ ભેદ' આશાતના. (૨૯) ગુરુ ધર્મોપદેશ કરી રહ્યા પછી સભા હજી ઊઠી ન હોય, તેટલામાં પોતાની ચતુરાઈ બતાવવા ગુરુએ વ્યાખ્યાનમાં કહેલી કથાનો અથવા અર્થનો વિશેષ વિસ્તાર કહી Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બતાવે તે “અનુત્થિત કથા' આશાતના. (૩૦) ગુરુની શય્યા અને સંથારા વગેરેને પગ લગાડવો કે તેમની રજા વગર હાથ લગાડવાથી અને એ પ્રકારે કરવા છતાં દોષ ખમાવે નહીં તે ‘સંથારપારઘટ્ટન' આશાતના. ગુરુની જેમ ગુરુના ઉપકરણ પણ પૂજ્ય છે, તેથી શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુના ઉપકરણને પગ લગાડવો નહીં અને આજ્ઞા વિના સ્પર્શ કરવો નહીં; અને જો સ્પર્શ થઈ જાય તો શિષ્ય “મારા અપરાધને ક્ષમા કરો અને ફરી આવી ભૂલ નહીં કરું? એમ ક્ષમા માગવી જોઈએ. (૩૧) ગુરુની શયા, સંથારા, આસન વગેરે ઉપર ઊભા રહેવું, બેસવું કે શયન કરવું અને ઉપલક્ષણથી તેમની વસ્ત્ર, પાત્રાદિ કોઈ વસ્તુ પોતે વાપરવી તે ‘સંથારાવસ્થાન' આશાતના. (૩૨) ગુરુની આગળ તેમના કરતાં ઊંચા આસન ઉપર બેસવું તે ‘ઉચ્ચાસન' આશાતના. (૩૩) ગુરુ આગળ સરખા આસને બેસવું તે સમાસન' આશાતના. આ ૩૩ આશાતના મુખ્યપણે સાધુને લક્ષમાં રાખીને જણાવવામાં આવી છે, છતાં ગૃહસ્થને પણ તે આશાતનાઓ થવાનો સંભવ રહે છે અને તેથી તેણે પણ તે આશાતના ન થાય તે માટે જાગૃત રહેવા યોગ્ય છે. આ આશાતનાઓથી નિવર્તવાથી સદ્ગુરુનો વિનય સચવાય છે. વિનયમાર્ગમાં ગુરુની વૈયાવચ્ચ કરવી, આશાતના ન કરવી આદિનું સ્થાન છે જ, પણ મુખ્ય વિનય તો સદ્ગુરુની આજ્ઞાનું આરાધન છે. વળી, તે વિનય-વૈયાવૃત્યુ પણ માન-પૂજાની ઇચ્છા વગર આત્માર્થે થવાં જોઈએ. જો જીવ આશાતના ન થાય એનું ધ્યાન રાખે, પણ સદગુરુના વચનને અપ્રધાન કરે તો તે જીવ વિનયમાર્ગનો મૂળ હેતુ સમજ્યો નથી. ગુરુને પગ લગાડવો વગેરે જઘન્ય આશાતના છે, પરંતુ તેમની આજ્ઞા ન માનવી, આજ્ઞાથી વિપરીત વર્તવું તે મોટી આશાતના છે. શ્રીમદ્ કહે છે - ‘જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરનો સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તો વિશેષ દોષ લાગે છે તેનું તો ભાન નથી. માટે જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તો તે કલ્યાણનો મુખ્ય માર્ગ છે.' વિનયનો અર્થ માત્ર સગુરુની શારીરિક સેવા સુધી સીમિત નથી. વિનયનો મૂળ અર્થ તો અર્પણતા, આજ્ઞાંકિતપણું છે. પોતાનું અભિમાન ઓગાળી આજ્ઞાપાલન કર્યા વિના સાચી સેવા થતી નથી. સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી, શ્રદ્ધાસહ સમર્પણ કરવું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૮ (ઉપદેશછાયા-૫) Page #446 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૩૯૯ તે વિનય છે. જે કાર્યોમાં સદ્ગુરુની સંમતિ ન હોય તે કાર્યોનો ત્યાગ કરવો અને જે કાર્યોમાં તેમની અનુમોદના હોય તે અવશ્ય આદરવાં તે તેમનો વિનય છે. આવા વિનય વિના પરમાર્થની પ્રાપ્તિ શક્ય નથી. અહંકારનો નાશ થયા વિના આત્મશોધન થઈ શકતું નથી અને આત્મશોધન વિના શાંતિ કે સુખ પ્રાપ્ત થતાં નથી. તેથી અહંકારનો લય કરવો અત્યંત આવશ્યક છે, જે અર્પણતા દ્વારા થઈ શકે છે. તેમનાં વચનો પ્રત્યે બહુમાન થાય, વિશ્વાસ આવે કે મારું હિત તેમની આજ્ઞા આરાધવામાં જ છે, ત્યારે જ સાચા વિનયની પ્રાપ્તિ થાય છે. પોતાનાં સર્વ પ્રકારનાં સ્વચ્છંદ, મત, આગ્રહ, વિષયાસક્તિ, પ્રમાદ તજીને જે સગુરુ-આજ્ઞાનું શીધ્ર પાલન કરે છે તે વિનીત શિષ્ય છે. વિનયવાન શિષ્ય સદ્ગુરુ પોતાથી પ્રસન્ન રહે એવું વર્તન સદૈવ રાખે છે. જ્યારે સદ્ગુરુ ટકોર કરે ત્યારે અવિનીત શિષ્ય તેને ચાબખા, આક્રોશ માને છે, પરંતુ વિનીત શિષ્ય તો તેને મલયાચલના આહલાદક પવન સમાન ગણે છે. અવિનીત શિષ્યને હિતવાક્ય પણ દ્વેષનું નિમિત્ત બને છે, જ્યારે વિનીત શિષ્યને તો કઠોર શિક્ષા પણ આત્મોન્નતિનું ઉત્તમ નિમિત્ત બને છે. તે તો પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે સદ્ગુરુના ઠપકાથી તે ખોટે માર્ગે જતાં રોકાયો અને આત્માનું અહિત કરતાં અટક્યો. તે કોઈ પણ જાતના વાંધા કે તકરાર વગર આજ્ઞાને અનુસરે છે. આવી નમતા અને બહુમાન પ્રગટે ત્યારે જ વિનયમાર્ગની પ્રાપ્તિ થઈ કહેવાય છે. આમ, વિનય એ સર્વ કલ્યાણનું ભાજન છે, જેમાં બીજા ગુણો પણ ઝીલી શકાય છે. વિનય દ્વારા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને તપ આદિની સિદ્ધિ થાય છે, તેથી જ તે મોક્ષનું દ્વાર કહેવાય છે. આત્મહિત સાધી લેવાની આ ચાવી છે. જેને મોક્ષમાર્ગે પ્રગતિ સાધવી હોય અને સંસારરોગ મટાડવો હોય, તેણે ગુરુની આજ્ઞાના આરાધનમાં તત્પર થવું. જે તત્પર થશે તે પોતાનું પરમ હિત સાધી મોક્ષે જશે. જે આ વિનયરૂપ ચાવીનો યોગ્ય ઉપયોગ કરશે તે જરૂરી પોતાનું શ્રેય સાધશે. પરંતુ વિનયમાર્ગનું ખરું રહસ્ય, તેનો મૂળ હેતુ તો કોઈ સુભાગ્ય જીવ જ જાણી શકે છે, બાકીના તો આજ્ઞાનું આરાધન એ જ ખરો વિનય છે એમ સમજ્યા વગર કેવળ બાહ્ય વિનયમાં જ રોકાઈ જાય છે. સુભાગ્ય, ભાગ્યશાળી, સુલભબોધિ જીવ જ વીતરાગપ્રણીત વિનયમાર્ગનો પરમાર્થ સમજી શકે છે. આત્મહિતકારી એવા આ વિનયમાર્ગનો મૂળ હેતુ માત્ર તર્કથી સમજાય તેવો ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૬, શ્લોક ૩૦ 'दर्शनज्ञानचारित्रतपः प्रभृति सिध्यति । विनयेनेति तं तेन मोक्षद्वारं प्रचक्षते ।।' Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. તે સમજવા વિશિષ્ટ પ્રકારની પાત્રતા અપેક્ષિત છે. જેને પરિભ્રમણનો ખરેખરો થાક લાગ્યો હોય, પરિભ્રમણનાં કારણોથી જેને છૂટવું હોય, એવા જીવને પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય બંધાય છે. હવે મારે આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, પણ એક મારો આત્મા જ જોઈએ છે' એવી દઢ વૃત્તિથી જ અંત:કરણની શુદ્ધિ થાય છે, અભિપ્રાયમાં પલટો આવે છે અને મોક્ષને વિષે જ પ્રયાસ શરૂ થાય છે. જેને કેવળ આનંદમય પારિણામિક ભાવરૂપ સહજ દશાની અભિલાષા વર્તે છે અને સર્વ કર્મથી મુક્ત થવાનો પુરુષાર્થ ઉપાડવાનો નિર્ણય વર્તે છે તેવા મુમુક્ષુ જીવને શ્રી વીતરાગપ્રણીત વિનયમાર્ગની રુચિ થયા વિના રહેતી નથી. પોતાની અધૂરી, અશુદ્ધ દશાનું જેને ભાન થયું છે અને જે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરવા તૈયાર થયો છે એવા જીવને, જેમને વિષે પ્રગટ પુરુષાર્થ વર્તે છે એવા સદ્દગુરુ તથા સત્ના નિમિત્તરૂપ એવાં ધર્મસ્થાનો આદિ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેતું નથી. આવા સુલભબોધિ, આત્માર્થી જીવ જ સ્વછંદનિરોધપણે આજ્ઞાપાલનરૂપ વિનયમાર્ગને સમજે છે. દુર્લભબોધિ, મતાથ, સ્વચ્છંદી જીવને વિનયની મહત્તા લક્ષમાં આવતી નથી. વિનયમાર્ગના રહસ્યથી અજાણ હોવાથી તે આત્મલાભથી વંચિત રહી જાય છે. જ્યાં સુધી સ્વચ્છેદ રહે છે, ત્યાં સુધી સત્પરુષનાં વચનો પ્રત્યે પ્રેમ પ્રગટતો નથી, તેમજ તે વચનોની નિઃશંક પ્રતીતિ પણ થતી નથી. સત્પરુષનાં વચનોને પરમ આદરથી અવધારવાને બદલે જીવ હું સમજું છું' તેવા ભમથી તે વચનોને ગૌણ કરે છે અથવા તે વચનોની યથાર્થતા વિષે તેને શંકા રહે છે. તેથી સમાગમમાં અપૂર્વ વિનયથી રહેવાને બદલે તેને સપુરુષને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે અને તે કલ્પનાના કારણે સત્પરુષના બતાવેલા માર્ગનું તેને દર્શન થતું નથી. સુલભબોધિ “સુભાગ્ય' જીવ વિનયમાર્ગનો પરમાર્થ જાણતો હોવાથી તે વિનય ગુણની વૃદ્ધિ અર્થે સદ્ગુરુની નિશ્રામાં રહે છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. સદ્ગુરુ પણ તેને યોગ્ય પાત્ર જાણી, શાસ્ત્રનાં ગંભીર રહસ્યોને સમજાવી આત્મલક્ષ કરાવે છે. સદ્ગુરુનો સર્વ બોધ અને તેમની તમામ આજ્ઞા એ જ પરમાર્થને પ્રતિબોધવા અનુલક્ષિત હોય છે કે જીવ અનાદિથી અપ્રાપ્ત એવું નિજ નિર્મળ ચિદાનંદઘન સહજ આત્મસ્વરૂપ ભજે અને અન્ય સર્વ પરદ્રવ્ય તથા પરભાવરૂપ માયાના આવરણને તજે, જેથી તે પરમાત્મપદરૂપ અનંત સુખમાં વિરાજિત થઈ પરમ કૃતાર્થ થાય. સદ્ગુરુનાં બોધ અને આજ્ઞા વિનયાન્વિત સુભાગ્ય જીવના અંતરમાં યથાર્થપણે પરિણમે છે. આત્માનો લક્ષ કરાવનાર અને આત્માને સર્વ દુઃખથી મુક્ત કરવાનો ઉપાય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૮૫ ‘વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલો રે; દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, શુભ રાગે અનુકૂલો રે.” Page #448 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૪૦૧ બતાવનાર સદ્ગુરુ પ્રત્યે તેને અનન્ય ભક્તિ, બહુમાન જાગે છે. સદ્દગુરુની આજ્ઞામાં નિરંતર ઉત્કૃષ્ટ ભાવોલ્લાસથી વૃત્તિ એકતાન થતાં, સગુરુનું અંતરંગ ઐશ્વર્યયુક્ત અલૌકિક સ્વરૂપ ઓળખાતાં તે અંતર્મુખ થાય છે. અનાદિની મોહાંધ દૃષ્ટિ ટળી જઈ અંતરંગ દષ્ટિ ખૂલી જાય છે અને ઉપયોગની સ્થિરતાથી તેને અનુભવના અમૃતનો આસ્વાદ પ્રાપ્ત થાય છે. પછી તે ભવ્યાત્મા પુરુષાર્થ વડે ચારિત્રદશાને પ્રાપ્ત કરી, શુક્લધ્યાનમાં આરૂઢ થઈ, સર્વ કર્મો ક્ષય કરી, સર્વોત્કૃષ્ટ સચ્ચિદાનંદમય સિદ્ધદશા પામે છે. આ પ્રમાણે સદ્ગુરુના વિનયથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. આમ, સંસારસાગર તરવા માટે આ વિનયમાર્ગ જેવો બીજો કોઈ માર્ગ નથી. ભૂતકાળ, વર્તમાન કાળે, ભવિષ્ય કાળે આ એક જ માર્ગ છે કે સદ્ગુરુને ઓળખી, તેમના ગુણોને ઓળખી, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિરૂપ પરમ વિનય ધારણ કરી તેમના બતાવેલા માર્ગે ચાલવું. વિનય ગુણની આરાધનાથી ઉત્તરોત્તર વધતી ભૂમિકા પ્રાપ્ત થાય છે અને આઠે કર્મોનો ક્ષય થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી વિનય સર્વ ઉન્નતિનું મૂળ છે. આચાર્યશ્રી ઉમાસ્વાતિજી કહે છે કે વિનયનું ફળ ગુરુસેવા, ગુરુની સેવાનું ફળ જ્ઞાનપ્રાપ્તિ, જ્ઞાનનું ફળ વિરતિ (ત્યાગભાવ) અને વિરતિનું ફળ આવતાં કર્મોનો અટકાવ, સંવરનું ફળ તપબળ અને તપનું ફળ નિર્જરા છે એમ અનુભવ્યું છે; નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે અને ક્રિયાનિવૃત્તિપણાથી અયોગીપણું થાય છે. યોગનિરોધથી સંસારનો મૂળથી ક્ષય થાય છે અને આખા સંસારનો મૂળથી ક્ષય થવાથી મોક્ષ થાય છે. એટલા માટે સર્વ કલ્યાણનો આધાર વિનય છે. જેને પરમાર્થપ્રાપ્તિની રુચિ પ્રગટી છે એવા સુલભબોધિ, આત્માર્થી, “સુભાગ્ય' જીવને શ્રી વીતરાગ ભગવંતે ભાખેલા વિનયમાર્ગની રુચિ થયા વિના રહેતી નથી. શ્રીમદે આ ગાથામાં પ્રયોજેલ “સુભાગ્ય’ શબ્દમાં ગર્ભિતપણે તેમના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈનો ઉલ્લેખ પણ આવી જાય છે કે જેમની વિનંતીથી આ અવનિના અમૃત સમી ‘શ્રી આત્મસિદ્ધિ' ની રચના થઈ હતી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – અત્રે “સુભાગ્ય' - સૌભાગ્ય શબ્દથી શ્રીમદે પોતાના અનન્ય પરમાર્થસખા - ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ', શ્લોક ૭૨-૭૪ 'विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चावनिरोधः ।। संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ।। योगनिरोधाद्भवसंततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः ।।' Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનન્ય સશિષ્ય સૌભાગ્યને ગર્ભિતપણે મૃત કરી અમૃત (Immortal) કર્યો છે. કારણ કે આ પરમ આત્મઉપકારભૂત વિનય માર્ગના આ મૂળ હેતુને આ કાળમાં પરમ આજ્ઞાધીન આજ્ઞાંકિતપણે વર્તનમાં મૂકનારો આ પરમ વિનયાન્વિત વિનયમૂર્તિ પરમ શિષ્ય આ સૌભાગ્ય છે. આવા પરમ ઉદાહરણરૂપ શ્રી સૌભાગ્ય જેવો કોઈ વિરલો સૌભાગ્ય - “સુભાગ્ય' આ અદ્ભુત વિનયમાર્ગના મૂળ હેતુને સમજે, હૃદયમાં દેઢ નિશ્ચયથી ધારણ કરે અને પરમ આદરથી આચરે. આમ - અત્રે “સુભાગ્ય' પદના સૂચક પ્રયોગથી શ્રીમદે પોતાના પરમાર્થસખા - પરમાર્થશિષ્ય સૌભાગ્યને અમર કરેલ છે. અને આ આત્મસિદ્ધિ અમૃતશાસ્ત્રના સમુભવ - નિમિત્તરૂપ આ શ્રી સૌભાગ્યભાઈ જ હતા, એટલે આ સશિષ્યને અત્રિ ઋત કરી શ્રીમદ્દ શાસ્ત્રકારે અમૃત કર્યો હોય એ સમુચિત જ છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘એવો માર્ગ વિનય તણો, શ્રી જિનશાસન સાર; ગુણ અનંતનું મૂળ એ, સમ્યગૂ ધર્મ આધાર. ભવ્ય આત્મહિત કારણે, ભાખ્યો શ્રી વીતરાગ; પરમ વિનય સભાવથી, સેવે તે મહાભાગ્ય. માન મહા મદ મારવા, વિનયની શક્તિ અનંત; મૂળ હેતુ એ માર્ગનો, જાણે વિરલા સંત. પરમ ધર્મનો મર્મ એ, સર્વ સંગ પરિત્યાગ; સહજ થાય એ માર્ગને, સમજે કોઈ સુભાગ્ય.’ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૯૦ ર- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૭-૨૧૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૭૦-૮૦) Page #450 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૧ १३१४३ दिनो, am at a jiv niñan qrar og} muon hile. Page #451 -------------------------------------------------------------------------- ________________ Page #452 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૧ ભૂમિકા - ગાથા ૨૦માં શ્રીમદે વીતરાગપ્રણીત પરમોપકારી વિનયમાર્ગનું માહાત્મ દર્શાવી કહ્યું કે આ વિનયમાર્ગનો મૂળ હેતુ, અર્થાત્ તે આત્માને કેટલો ઉપકારી છે તે માત્ર કોઈ સુલભબોધિ આત્માર્થી જીવ જ સમજે છે. આમ, શ્રીમદે પૂર્વોક્ત ગાથાઓમાં પરમ કલ્યાણકારી એવા વિનયમાર્ગનો મહિમા સ્પષ્ટપણે બતાવી, આ વિનયમાર્ગ કોઈ આત્મજ્ઞાનાદિ લક્ષણોથી સંપન્ન એવા સદ્દગુરુને અવલંબીને આદરવાનો તેમણે ઉપદેશ કર્યો છે. યોગ્યતા વિના બની બેઠેલા ગુરુઓ - અસદ્દગુરુઓ અજ્ઞાનથી યુક્ત અને પૂજા-સત્કારાદિની કામનાવાળા હોવાથી તેઓ જીવનું કલ્યાણ કરી શકતા નથી. એવા અસદ્ગુરુઓ, જિજ્ઞાસુ જીવના કલ્યાણ અર્થે નિરૂપાયેલા વિનયમાર્ગનો જો કંઈ પણ ગેરલાભ ઉઠાવે તો તેઓ કેવી દશા પામે તે જણાવતાં શ્રીમદ્ કહે છે - અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; ગાથા મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.' (૨૧) અર્થ) 7 આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્દગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. (૨૧) ત અબુધ જીવો અજ્ઞાનતાના કારણે અજ્ઞાનીનાં બાહ્ય ત્યાગ, પ્રભાવકપણું | ભાવાર્થ 11 વિદ્વત્તા, વક્તાપણું વગેરે બાહ્ય લક્ષણોથી ભરમાઈને અસગુરુને સદ્ગુરુ માની, તેમના પ્રત્યે તન-મન-ધન સમર્પ, પૂર્ણ શ્રદ્ધાથી તેમની સેવા-વૈયાવચ્ચ કરવામાં તત્પર રહે છે, કારણ કે સગુરુની ભક્તિનો મહિમા શાસ્ત્રોમાં ઠેર ઠેર ગાવામાં આવ્યો છે. અંતરંગ નિઃસ્પૃહતાધારી એવા સદ્ગુરુને માન, પૂજા, સત્કારાદિની કામના હોતી નથી, તેથી કોઈ વિનયભક્તિ કરે તો તેમાં તેમને મીઠાશ લાગતી નથી અને કોઈ વિનય ન કરે તો તેમને ક્ષોભ થતો નથી, અર્થાત્ તેમને માન-અપમાન બધું સમાન છે; પરંતુ જે અસદ્ગુરુ છે, અર્થાત્ આત્મજ્ઞાન, સમદર્શિતા, ઉદયાધીન વર્તવાપણું, અપૂર્વ વાણી તથા પરમશ્રુતપણારૂપ યથોક્ત સદ્ગુરુલક્ષણોનો જેમનામાં અભાવ છે તથા જેમને પૂજાવાનો ભાવ હોય છે, કોઈ સત્કાર કરે તો તેમાં મીઠાશ અનુભવે છે એવા આત્મજ્ઞાનરહિત અસગુરુ પોતાની પ્રતિષ્ઠા વધે એવી લાલસાથી શિષ્યાદિ પાસે વિનય કરાવવાની ઇચ્છા રાખે છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આત્માનુભવ નહીં હોવા છતાં વિદ્વત્તાદિ કારણોથી જે પોતાને સદ્ગુરુ તરીકે મનાવી, શિષ્યાદિ પાસે વિનય કરાવે તે જીવ મહામોહનીય કર્મ ઉપાર્જન કરી, અનંત ભવ વધારી સંસારસમુદ્રમાં ડૂબે છે. અબુધ જીવો પાસે ગુરુપણું સ્થપાવી, તેમની પાસે પૂજા-સત્કારાદિ કરાવનારને ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિનું મોહનીય કર્મ બંધાઈ, નિગોદમાં અનંત કાળ સુધી રખડવાનું જોખમ રહે છે. શ્રી સદ્ગુરુએ આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ માણ્યો હોવાથી તેઓ વિશેષાર્થ ૧) સ્વરૂપતૃપ્ત હોય છે. તેમને સંસારનાં કોઈ પદાર્થ કે પરિસ્થિતિની ઇચ્છા નથી હોતી. તેઓ નિઃસ્પૃહ, નિરીહ, નિષ્કામ હોય છે. તેઓ નિષ્કારણ કરુણાથી શિષ્યોનું કલ્યાણ કરે છે અને વળતરની કોઈ અપેક્ષા તેમને હોતી નથી. તેમનો વિનય કરવાથી શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. પરંતુ તેમને એવી ઇચ્છા હોતી નથી કે શિષ્ય પોતાનો વિનય કરે, પોતાને આધીન વર્તે. કોઈ શિષ્ય તેમને દરેક જાતની અનુકૂળતા પૂરી પાડે, કહ્યા વગર પણ અનેક સગવડ હાજર કરે, તોપણ તેવા શિષ્ય પ્રત્યે તેમને રાગ હોતો નથી. તેમને પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે રાગ હોતો નથી અને પરમ વૈષથી ઉપસર્ગ કરનાર પ્રત્યે દ્વેષ હોતો નથી. તેમને તો અદ્ભુત સમદર્શિતા જ વર્તતી હોય છે. | વિનયમાર્ગથી લાભાન્વિત થવા ઇચ્છનાર જીવે સદ્ગુરુનાં આવાં સમદર્શિતા આદિ લક્ષણોથી તેમને ઓળખી, તેમની ઉપાસના કરવી ઘટે. આત્મજ્ઞાની ગુરુને સમર્પિત રહી, તેમના માર્ગદર્શન મુજબ આરાધના કરનારો જીવ મુક્તિસાધનાના માર્ગે અથડાયાઅટવાયા વિના નિર્વિને આગળ વધી શકે છે. પરંતુ ગુરુનાં લક્ષણોને ઓળખી શકવાની ક્ષમતાના અભાવે અથવા તો સદ્ગુરુની અંતરંગ ગુણસંપત્તિનો મહિમા ન હોવાથી, માત્ર બાહ્ય વેષાદિના કારણે કોઈ અસદ્ગુરુને સદ્ગુરુ માનીને તેમની ભક્તિ કરનાર જીવ માર્ગથી વિમુખ થઈ જાય છે. અસદ્દગુરુને તો શિષ્ય દ્વારા થતી પોતાની ભક્તિ, વિનય આદિમાં સુખ લાગતું હોવાથી, પોતામાં સદ્દગુરુ તરીકેની યોગ્યતા ન હોવા છતાં તેઓ તે માન-સન્માનનો લાભ લે છે, પરંતુ આશ્રય લેનારાઓને તેઓ ધર્મારાધનમાં સહાય કરી શકતા નથી. જ્યાં પોતાને જ શુદ્ધ માર્ગનું ભાન નથી, ત્યાં અન્યને શુદ્ધ માર્ગ ક્યાંથી બતાવે? અશ્રુઓ ત્યાગીનો વેશ ધારણ કરી, શાસ્ત્રોનો અભ્યાસ કરી, પદવીઓ મેળવી, પોતાના વાચાળપણાથી ભોળા લોકોને પ્રભાવિત કરે છે. તેમનાથી અંજાઈ ગયેલા લોકો તેમને ગુરુપદે સ્થાપે છે અને તેમને ગુણવાન સમજીને તેમને વાંછિત વસ્તુઓ આપે છે, તેમજ તેમને દરેક પ્રકારની સગવડ કરી આપે છે. તેમને વસ્ત્ર, પાત્ર, આહાર આપવામાં પોતાનું કલ્યાણ સમજે છે અને તેમને પૂજે છે, નમે છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧ ૪૦૭ અને માન આપે છે. સદ્ગુરુનાં લક્ષણો તેમનામાં વિદ્યમાન ન હોવા છતાં, વિનયસત્કારાદિ ઉપર તેમનો કોઈ અધિકાર ન હોવા છતાં, તેનો અનુચિત લાભ લે છે. વૈરાગ્ય ન હોવાથી શિષ્યો પાસેથી ઇચ્છિત વસ્તુઓ મેળવી તેઓ પરિગ્રહ વધારે છે. લોકો પાસે સુખ-સગવડની ઇચ્છા રાખે છે અને તેમના તરફથી મળતાં માન-પૂજાથી પોતાનું અભિમાન પુષ્ટ કરે છે. અધર્મ આચરનારા આવા જીવો ખરેખર અસગુરુ છે, કુગુરુ છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે – જે જીવ વિષય-કષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્માયોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે, કિંચિત્ ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કહેવડાવે છે, તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રય વડે પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા.* સદ્દગુરુ શિષ્ય પાસેથી વંદન, નમસ્કાર કે કોઈ પણ વસ્તુ મેળવવાની વાંછા નથી કરતા, પરંતુ અસદ્દગુરુ - કુગુરુ લોકો પાસે પૂજાની અપેક્ષા રાખે છે અને પોતામાં વિશ્વાસ કરનારા શિષ્યાદિ પાસે ઉપકરણોની ઇચ્છા રાખે છે. તેઓ શિષ્યોના ભક્તિભાવનો લાભ લઈ, ધાર્મિક ઉપકરણોના નામે અનેક વસ્તુઓ ગ્રહણ કરે છે અને તેમાં મોહ કરે છે. ઉપકરણ એ તો સંયમગુણની વૃદ્ધિ માટે યોજાયેલ સાધન છે, પરંતુ તેઓ તો તેને મોહે પોપવાનું સાધન બનાવી દે છે. તેઓ તેને ધર્મોપકરણ કહે કે ગમે તે કહે, પરંતુ તેમને તેમાં મોહ હોવાના કારણે હાનિ જ થાય છે. જેમ ઝેરી પિાકને ‘ફળ' કહી નામાંતર કરીએ તોપણ તેનું દારુણ પરિણામ મળ્યા વિના રહેતું નથી, તેમ પરિગ્રહને ધર્મોપકરણ આદિ નામ આપવામાં આવે તો પણ તેનું વિપરીત પરિણામ મળ્યા વિના રહેતું નથી. જેમ સોનું પણ વહાણમાં ખૂબ ભરવામાં આવે તો તેના ભારથી વહાણ ડૂબે છે, તેમ ધર્મોપકરણોના અતિ ભારથી અસદ્દગુરુ ડૂબે છે. વળી, અસદ્ગુરુ માન મેળવવા માટે શાસ્ત્રાભ્યાસ કરે છે અને પંડિતપદ વગેરે મેળવી પ્રસિદ્ધિ મેળવે છે, પરંતુ સિદ્ધાંતોનું હાર્દ જાણવાની તેઓ તસ્દી પણ લેતા નથી. શુદ્ધ તાત્પર્ય જાણવાની તેમને કોઈ જિજ્ઞાસા હોતી નથી. જે કાંઈ જાણ્યું તેને અમલમાં મૂકવામાં તેમને કોઈ રસ નથી. તેઓ શાસ્ત્રોનો પોપટપાઠ કરે છે અને પોતાને શાસ્ત્રવિશારદ કહેવરાવે છે. બાહ્યાડંબરથી તેઓ લોકોમાં વધારે ને વધારે માન્ય, માનનીય, આદરણીય બનતા જાય છે અને વધુ ને વધુ માન-સન્માન મેળવતા જાય છે. તેમનામાં દષ્ટિરાગ ધરાવનાર અને તેમના ચરણે જીવન સમર્પણ કરી બેસનાર અનેકાનેક શિષ્યોથી ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૬, પૃ.૧૬૯ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમનો પરિવાર વધતો જાય છે અને સાથે સાથે તેઓ સિદ્ધાંતવિરોધી બનતા જાય છે. ૧ સિદ્ધાંતવિરોધી કહેવાનું કારણ એ છે કે તેઓ જે કાંઈ ભણે છે તે માત્ર લોકરંજન કરવાની કળામાં કુશળ થવાના હેતુથી ભણે છે અને અનેક શિષ્યોનો પરિવાર હોવાથી તેઓ બીજાની આંખમાં સહેલાઈથી ધૂળ નાંખી શકે છે. પાંચ માણસ તેમનું સારું બોલે તેમાં તેઓ ફુલાઈ જાય છે. લોકો કઈ રીતે પોતાના વખાણ કરે એની જ સંકલના તેઓ અંતરમાં કર્યા કરે છે. તેમની ધર્મક્રિયાઓમાં પણ સાંસારિક ભાવોની પુષ્ટિ થતી હોય છે. તેઓ સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરી શકતા નથી અને વળી અહંકાર કરે છે કે ‘આટલા બધા લોકો મને માને છે, મારો ઉપદેશ સાંભળે છે.” વળી, લોકો આગળ પોતાની મહત્તા બતાવવા તેઓ પારકાના ગુણને પણ અવગુણરૂપે પ્રગટ કરે છે. તેઓ પોતાને સૌથી મહાન માની, જ્ઞાની પુરુષોને પણ અજ્ઞાનીમાં ખપાવે છે. પરમ જ્ઞાની મહાત્માની પ્રશંસા સાંભળીને તેઓ ઈર્ષ્યાથી બળીને ખાક થઈ જાય છે અને તેમની નિંદા કરે છે. વળી, કેટલાક અસદ્ગુરુઓ તો પોતાના નિયત આચાર પણ પાળતા નથી અને વિનય કરનારા ભક્તો, અનુયાયીઓ પાસેથી પરિગ્રહ રહણ કરે છે. ક્યારેક તો તેમનાં અણછાજતાં વર્તન પણ જોવા મળે છે. તેઓ ધર્મના નામે શ્રદ્ધાળુ ભક્તો પાસેથી ધન પડાવે છે. તેઓ ભક્તોને એમ કહીને ભોળવે છે કે ‘તમે અમુક ધનનો ખર્ચ કરો તો ધર્મ થાય.' ધર્માધ ધનાઢ્ય ભક્તોને પોતાની ચાલાકીની જાળમાં ફસાવી, દેવ-ગુરુધર્મનાં કાર્યોના નામે ધન પડાવી, ધર્મની અવહેલના કરે છે અને ધર્મને વટાવી ખાય છે. આમ, તેઓ અનેક પ્રકારનાં દુશરિત્રો આચરે છે, વિષયોમાં આસક્ત રહે છે, નજીવા કારણથી કષાય કરે છે અને સમ્યક્ પુરુષાર્થમાં આળસ કરે છે. પોતાને જોઈતાં પુસ્તક, કપડાં આદિ અનેક વસ્તુઓ પાછળ પૈસા વાપરવાની પ્રેરણા કરે છે અને પૈસા ખરચનારનું અનુમોદન કરે છે. સ્વાર્થ પોષવા ઉપદેશ પણ એવો જ આપે છે. આમ, પરિગ્રહની અભિલાષાથી ઉત્સુત્ર ભાષણ કરે છે. અસદ્દગુરુ શુદ્ધ પ્રરૂપણા કરતા નથી, પણ જે રીતે પોતાનો સ્વાર્થ સધાય અને જે રીતે લોકો પોતાના તરફ આકર્ષાય તેવો રુચિકર, રાગપોષક ઉપદેશ આપે છે. તેઓ અસત્યવૃત્તિ આચરી શકે તે અર્થે જૈન સિદ્ધાંતોને પણ ઉવેખે છે અથવા લોકોમાં સત્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ઉપદેશરહસ્ય', ગાથા ૧૫૩ 'जह जह बहुस्सुओ संमओ अ सीसगणसंपरिखुडो अ । अविणिच्छिओ अ समए तह तह सिद्धंतपडिणीओ ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘જ્ઞાનસાર', પરિહારક, શ્લોક ૨ 'परिग्रहग्रहावेशाद् दुर्भाषितरजःकिराम् । श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि ।।' Page #456 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧ ૪૦૯ સિદ્ધાંતો પ્રત્યે વિપર્યાસભાવ જાગૃત કરે છે. મિથ્યા ઉપદેશ આપી ધર્મના ગ્રંથોને ઓળવે છે. વળી, અમુક સ્થાને જે પ્રતિષ્ઠાલેખ કોતરાશે તેમાં પોતાનું નામ રહેશે. લોકોમાં પ્રસિદ્ધિ થશે આદિ યશ-કીર્તિ મેળવવાની બુદ્ધિથી તેઓ વિવિધ પ્રકારના મહોત્સવો, વરઘોડાઓ, સ્વામીવાત્સલ્ય, સામૈયાઓ આદિ કરવા-કરાવવાનો ઉપદેશ આપે છે. ધર્મના નામે તેઓ અપ્રશસ્ત આચરણ કરે છે. ઉપદેશ પણ શિષ્યસમુદાય વધારવાના અને માન મેળવવાના આશયપૂર્વક આપતા હોય છે. તેમને શિષ્યના હિતની દરકાર હોતી નથી. તેઓ તો ‘મને વિશુદ્ધ પ્રેમથી, અડગ શ્રદ્ધાભાવે પૂજવાથી તમારું કલ્યાણ છે' આદિ ઉપદેશ કરી શિષ્યોને પોતાનો વિનય કરવાની પ્રેરણા કરે છે. વળી, ‘આ શિષ્ય મારો ભક્ત છે અને બીજો કોઈ અન્ય ગુરુનો ભક્ત છે' એવી ક્ષુદ્ર બુદ્ધિ રાખી બન્ને વચ્ચે ભેદભાવભર્યું વર્તન રાખે છે. પોતાને માન ન આપનારા માટે દ્વેષ રાખે છે. પોતાના શિષ્યોને શાસ્ત્રવચનોના ઊલટા અર્થો સમજાવી પોતાના દૃષ્ટિરાગી બનાવે છે. ક્યારેક તો પોતાના શિષ્યોને પ્રભાવિત કરવા જ્યોતિષાદિ વિદ્યા કે મંત્ર-તંત્રનો આશ્રય કરી મુનિધર્મને દૂષિત કરે છે. વળી, સદ્ગુરુ વિષે વિપરીત વાતો કરી પોતાના શિષ્યોને સદ્ગુરુ પાસે જવા દેતા નથી. શ્રીમદ્ પ્રકાશે છે - ‘અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે' એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુઆશ્રિત જીવ બોધશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સઅસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.” આ રીતે અસદ્દગુરુ પોતાનો દંભ જાળવી રાખવા અનેક ખટપટો કરે છે, અસત્ય બોલે છે, ખુશામત કરે છે અને છતાં પણ પોતે ખુલ્લા ન પડી જાય એવા ભયમાં સતત રહે છે. સામાન્ય મનુષ્ય પણ જે અસત્ય બોલતાં અચકાય છે, તે અસત્ય તેઓ ઠંડે કલેજે બોલે છે. તેઓ વસ્ત્ર, પુસ્તક કે શિષ્યાદિ સંબંધી તુચ્છ પ્રસંગોમાં પણ વારંવાર જૂઠું બોલતાં ખચકાતા નથી, મનમાં અરેરાટ લાવતા નથી, સૂત્રોના મનફાવતા અર્થ કરી શિષ્યાદિને ભરમાવે છે અને વિનયાદિનો લાભ લેવા પોતાની વર્તમાને શાસ્ત્રાજ્ઞાનુસારી ગણાવી જૂઠું બોલે છે. આત્મશુદ્ધિની સાધનાના માર્ગથી ભ્રષ્ટ થયા ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘રયણસાર', ગાથા ૧૦૩ ‘નોટ્સ-વેજ્ઞા-મતીનીવ વાયવર્સ વવારે || धणधण्णपरिग्गहणं समणाणं दूसणं होदि ।।' ૨- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૫ (ઉપદેશછાયા-૨) Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોવા છતાં તેઓ જિનાજ્ઞા વિરુદ્ધ આલંબનો આપી, ભક્તોને પોતાની માયાજાળમાં વધુ ને વધુ ફસાવતા રહે છે.૧ શાસ્ત્રોમાં નિરૂપણ કરેલો માર્ગ પોતે સાધી ન શકવાના કારણે તેઓ ઇચ્છાનુસાર પ્રવર્તે છે અને વિવિધ નામ-વેષ ધારણ કરે છે, કારણ કે ઉચ્ચ નામ-વેષ વિના લોકો તેમને ગુરુ માને નહીં. તેઓ ગુરુપણું મનાવવા ઉચ્ચ પદનું નામ ધરાવે છે, પણ તેમની પ્રવર્તના યથાયોગ્ય હોતી નથી. નીચા પદનું નામ ધરાવી થોડું ધર્મસાધન કરનારને દોષ નથી, પરંતુ ઉચ્ચ ધર્માત્માનું નામ ધરાવી તથારૂપ વર્તન ન રાખે તો તેમનું ખૂબ અહિત થાય છે. તેઓ ગુરુપદ ધરાવીને રાજી થઈ જાય છે, પરંતુ તેમને એ ભાન નથી રહેતું કે ભલે તેઓ અનેક લોકોને માન્ય હોય, અનેક લોકોને પ્રભાવિત કરતા હોય, અનેક લોકો તેમનાથી આકર્ષાઈને તેમની નિશ્રામાં તેમની આજ્ઞા મુજબ પ્રવર્તતા હોય; પણ તેઓ માન-પૂજાને આધીન થઈ, લોકોના વિનયનો લાભ લેતા હોવાથી પોતાનું ધોર અનર્થ કરે છે. વિનયમાર્ગનો આવો દુરુપયોગ કરનાર સામે દીવાદાંડી મૂકતાં શ્રીમદ્ કહે છે ‘યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકરગોત્ર બંધાય છે અસ તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે.’૨ આમ, સદ્ગુરુપદ માટે અનધિકારી હોવા છતાં જેઓ શિષ્યોને છેતરે છે અને શિષ્યોના વિનયનો લાભ લે છે, તેઓ મહામોહનીય કર્મનો બંધ કરી ભવજળમાં ડૂબે છે. મુખ્યત્વે દર્શનમોહ, કષાય અને નોકષાયનું સંયુક્ત નામ મહાર્મોહ છે, પરંતુ ઘણી વખત દર્શનમોહનું બળ બતાવવા અથવા તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની હોવાથી મોહનીય કર્મનો ભયંકર ત્રાસ જીવને સમજાય તે અર્થે દર્શનમોહને પણ ‘મહામોહનીય ’એવું નામ અપાય છે. ૭૦ કોડાકોડી સાગરોપમની ગણતરી સંખ્યામાં થઈ શકે એવી નથી. શાસ્ત્રોમાં તેનો અંદાજ આ રીતે આપવામાં આવે છે સાત દિવસના તરતના જન્મેલા યુગલિક બાળકના સુકોમળ વાળને ભેગા કરી, તે વાળના ફરી કટકા ન થાય તેટલા ઝીણા કટકા કરી એક યોજન લાંબો, પહોળો અને ઊંડો કૂવો ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૩ ‘આલંબન કૂડાં દેખાડી, મુગધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાલું, થાપે આપ નિલાડે રે.' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૭૧ (વ્યાખ્યાનસાર-૨, ૧૮-૧૫,૧૬) Page #458 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧ ૪૧૧ એવો ઠાંસી ઠાંસીને ભરવો કે એ વાળથી ભરેલા કૂવા ઉપરથી જો ચક્રવર્તીની ચતુરંગી સેના પસાર થાય તો પણ માર્ગમાં વાળથી ભરેલો કૂવો હતો તેનો લેશ પણ ખ્યાલ તેમને ન આવે. આ રીતે ભરેલા એ કૂવામાંથી દર ૧૦૦ વર્ષે વાળનો એક એક ટુકડો કાઢતાં, જેટલા વર્ષે એ કૂવો સંપૂર્ણ ખાલી થાય તેટલા વર્ષનું એક પલ્યોપમ કહેવાય. આવા દસ કોડાકોડી (કરોડ ગુણ્યા કરોડ) પલ્યોપમનું એક સાગરોપમ થાય. આવા ૭૦ કોડાકોડી સાગરોપમની મહામોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને તે ઉપરથી જ તેનું હાનિકારક સ્વરૂપ સહજ રીતે સમજી શકાય છે. મહામોહનીય કર્મના કારણે જીવ પોતે જ પોતાની અબોધિ(રત્નત્રયરૂપ ધર્મની અપ્રાપ્તિ)નું કારણ બને છે અને દુર્ગતિઓમાં જઈ સંસારમાં ખૂબ પરિભ્રમણ કરે છે. શુભ કર્મના ઉદયે વર્તમાનમાં સગવડો, પૂજા, સત્કાર આદિ મળે છે, પણ બંધ તો તીવ મોહનો થાય છે, જેના કારણે હલકી ગતિઓમાં ભમે છે. શ્રી સમવાયાંગ સૂત્ર' આદિ શાસ્ત્રોમાં મહામહનીય કર્મના બંધનાં ત્રીસ સ્થાનકો વર્ણવવામાં આવ્યા છે. ૧ ૧- ‘શ્રી સમવાયાંગ સૂત્ર', સૂત્ર ૩૦માં મહામોહનીયનાં ત્રીસ સ્થાનકો આ પ્રમાણે બતાવવામાં આવ્યાં છે – (૧) ત્રસ જીવોને પાણીમાં નાખી, પગથી કચરી મારી નાખે. (૨) કોઈના માથાને ચામડાથી વીંટી મારી નાખે. (૩) કોઈને મોઢે ડૂચો દઈ મારી નાખે. (૪) બંધ ઘરમાં ખૂબ અગ્નિ સળગાવી તેના ધૂમાડાથી જીવોની હત્યા કરે. (૫) સંક્લિષ્ટ ચિત્તથી કોઈના માથાને ધડથી કાપી નાખી પછી ધડને પણ વિદારે. (૬) કોઈને ઠગીને (વિષયુક્ત) ફળથી અથવા લાકડીથી હત્યા કરતાં કરતાં પણ તેની પાછી મજાક કરે. (૭) પોતાના કપટ વડે બીજા કપટને ઢાંકી દે (ગૂઢાચારી), પોતાના દોષનો અપલાપ કરે તથા અસત્ય બોલે. (૮) પોતાના અપકૃત્યનો ભાર બીજાને માથે નાખી દે અથવા બીજાની સામે કોઈના દોષો ઉઘાડા પાડી દે અને તેને કહે કે “તેં આ કર્યું છે' વગેરે. (૯) અસત્ય જાણવા છતાં પરિષદમાં સાચું-જૂઠું (જેમાં સત્યાંશ ઓછો હોય અને અસત્યાંશ વધારે હોય) બોલ્યા કરે અને કલહ કરાવે. (૧૦) રાજાનો મંત્રી હોવા છતાં પ્રજામાં વિદ્રોહ જગવી રાજ્યની આવકના માર્ગો બંધ કરે અથવા રાણીને મારી નંખાવે અને રાજાને રાજ્યની બહાર કઢાવી મૂકે. (૧૧) કોઈ દીન વાણીથી દયાની માંગણી કરતો હોય છતાં તેનો જવાબ તિરસ્કારભરી વાણીમાં આપે અને તેના ભોગોનો નાશ કરે. (૧૨) સ્ત્રીમાં લોલુપ હોય અને પોતે બાલબ્રહ્મચારી ન હોવા છતાં બાલબ્રહ્મચારી છે એવું કહ્યા કરે. પોતે અબહ્મચારી છતાં બહ્મચારી છે તેમ કહ્યા કરે. (૧૩) આ તો અમુક રાજાનો આશ્રિત છે એવી પ્રસિદ્ધિ થવાથી લોકોમાં ધન વગેરે મળે છે એમ ધારી રાજ્યાશ્રય સ્વીકારે Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અસદ્દગુરુ તેમાંનાં કેટલાંક સ્થાનકોનાં સેવન વડે મહામોહનીય કર્મનો બંધ કરે છે, જેમ કે શુદ્ધ ધર્મમાર્ગમાં પ્રવૃત્ત પુરુષને ભ્રષ્ટ કરવો, જિનેશ્વર અને જિનેશ્વર પ્રરૂપિત ધર્મની નિંદા કરવી, આચાર્ય-ઉપાધ્યાયની નિંદા કરવી, જ્ઞાનીઓની વૈયાવચ્ચાદિ ન કરવી, મંત્રતંત્ર આદિ અધાર્મિક પ્રયોગની સાધના કરવી, તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહેવું, પોતે બહુશ્રુત જ્ઞાની નહીં હોવા છતાં શાસ્ત્રપારંગત હોવાનો દંભ કરવો, જ્ઞાની હોવાની આત્મશ્લાઘા કરવી, કંઈ પ્રત્યક્ષ ન હોય તો પણ હું જ્ઞાનમાં દેવતાદિને પ્રત્યક્ષ દેખું છું' એમ કપટથી કહેવું, કપટથી પોતાના દુષ્ટ આચાર ગોપવવા, માયાથી કોઈને પોતાની જાળમાં ફસાવવા, સૂત્રના શુદ્ધ અર્થને છુપાવવા - બદલી નાખવા, ચતુર્વિધ સંઘની અંદર ફાટફૂટ પડાવવી, ઉપકારીના ઉપકારને ભૂલી તેના દ્વેષી થવું ઇત્યાદિ. આવા (૧૪) સાવ દરિદ્ર હોય પણ ગામનો રાજા કે ગામ મળીને તે દરિદ્રને રાજા બનાવે અને તેથી તેને બહુ જ ધન મળે; પછી ઈર્ષ્યાળુ થઈ, સંક્લિષ્ટ ચિત્તવાળો થઈ, તે બીજાની આજીવિકાનો નાશ કરે. (૧૫) જેમ નાગણ પોતાનાં બચ્ચાંને જ મારી નાખે છે, તેમ કોઈ પોતાના માલિક, સેનાપતિ કે શાસ્તાને મારી નાખે. (૧૬) રાષ્ટ્રના નાયકને, નગરના નેતાને કે યશસ્વી શેઠને મારી નાખે. (૧૭) દરિયામાં આવેલા બેટની જેમ, અનેક જીવોના નેતાને અને પ્રાણીઓને શરણ આપનારને મારી નાખે. (૧૮) જે સંયમ માટે તત્પર હોય, સંયમી હોય કે તપસ્વી હોય તેવાને ધર્મથી ભ્રષ્ટ કરે. (૧૯) અનંતજ્ઞાની અને શ્રેષ્ઠ દર્શનવાળા પુરુષની નિંદા કરે. (૨૦) ન્યાયમાર્ગનો હેપી થઈ, તેની નિંદા કરી અપકાર કરે. (૨૧) આચાર્ય-ઉપાધ્યાય પાસેથી મૃત શીખીને તેમની જ નિંદા કરવા મંડી જાય. (૨૨) જેમની પાસેથી શ્રત લીધું હોય તેનો અહંભાવથી પ્રત્યુપકાર ન કરે, અર્થાતુ સમ્યક પ્રકારે તેમની સેવા, પૂજા, આદર ન કરે. (૨૩) બહુશ્રુત ન હોય પણ બહુશ્રુત હોવાનો ઢોંગ કરી યશ કમાય અને પોતે વિશુદ્ધ સ્વાધ્યાય કરે છે એવું બીજાને ઠસાવે. (૨૪) તપસ્વી ન હોય છતાં તપસ્વી હોવાનો આડંબર કરે. (૨૫) “આ તે મારું શું ભલું કરવાનો હતો’ એવા ભાવથી, સાધારણ મદદ માગનાર કોઈ ગ્લાનને, સમર્થ હોવા છતાં મદદ ન કરે. આવો મનુષ્ય શઠ છે, માયાવી છે. અને ક્લિષ્ટ ચિત્તવાળો છે તથા પોતાની બોધિને તે પોતે જ દુર્લભ બનાવે છે. (૨૬) સર્વધર્મતીર્થનો નાશ કરવાની કથા કરે અને કલહ કરે. (૨૭) પ્રશંસા માટે વશીકરણાદિ અધાર્મિક યોગોનું આચરણ કરે. (૨૮) આ લોક કે પરલોકના કામભોગોને વિષે અતૃપ્ત રહી, વારંવાર તેની અભિલાષા કરે. (૨૯) દેવોની ઋદ્ધિ, ઘુતિ (કાંતિ), યશ, વર્ણ (શોભા), બળ, વીર્ય આદિની નિંદા કરે. માની પૂજે એવી યશની આકાંક્ષા રાખી પોતે દેવ, યક્ષ, વ્યંતરને ન દેખતો હોય, અજ્ઞાની હોય, છતાં કહે કે હું તો તે બધાને જોઉં છું.’ Page #460 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧ ૪૧૩ નિર્ધ્વસપણાથી, મહામૃષાવાદથી, મહામાયાથી, કપટયુક્ત દાંભિકપણાથી, કૃતજ્ઞપણાથી, મતભેદથી, કલહાદિ ઉપજાવવારૂપ તીર્થભેદથી તેઓ એવું ઘોર કર્મ બાંધે છે કે નરકનિગોદાદિનાં દુ:ખો ભોગવતાં ભોગવતાં પણ તેમનો પાર નથી આવતો. ૧ દર્શનમોહનીયના આવા વિપુલ કર્મબંધના કારણે તેમણે ખૂબ પરિભ્રમણ કરવું પડે છે. આમ, અસદ્દગુરુ શાસ્ત્રનિરપેક્ષ વિચાર-વાણી-વર્તનને અનુસરી, વિવિધ પ્રલોભનોમાં ફસાઈને, પોતાની મતિકલ્પનાથી અયોગ્ય આચરણ કરી નિશ્ચયે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. પોતે તો માન ખાતર મહાલાભ ચૂકી જાય છે અને શિષ્યોને પણ સન્માર્ગનો ઉપદેશ આપતા નથી. પોતામાં તથારૂપ ગુણ અને યોગ્યતા ન હોવા છતાં લોકો તેમને નમે કે વિનય આદિ કરે તો તેને તેઓ ગ્રહણ કરે છે, તેથી તેમની સ્થિતિ ઠગ જેવી થાય છે. તેઓ તો બેવડા દેવામાં ડૂબતા જાય છે. એક તો ગુરુપદ ધારી સ્વયંના કલ્યાણનો પુરુષાર્થ કરતા નથી અને બીજું યોગ્યતા વિના શિષ્યના વિનયનો લાભ લે છે. તેમની કપટજાળમાં ફસાયેલા લોકો તેમનો વિનય કરે તો તેઓ રાજી થાય છે, તેમને વંદનનમસ્કાર મીઠાં લાગે છે, સારાં લાગે છે; પણ પરિણામે તે રખડાવનારાં છે એવો તેમને લક્ષ થતો નથી. માત્ર ખ્યાતિ પામવાથી, માન આદિ મેળવવાથી કોઈ ગુણવાન થતું નથી. ગુણવાન થવા માટે ગુણ કેળવવા પડે છે અને ગુણ વગર સંસારક્ષય થતો નથી એવું તેમને ભાન પણ થતું નથી. તેઓ શિષ્યાદિના વિનયનો લાભ લે છે એટલે સંસારસમુદ્રમાં તેમનો પાત તો નક્કી જ છે અને વળી પાછા તેઓ જ્ઞાનીઓના અવર્ણવાદ બોલી પોતાના ગળે મોટી શિલા બાંધે છે, જેથી તેઓ ઉપર આવી શકતા નથી અને સંસારસમુદ્રના તળિયે સબડ્યા કરે છે. જેઓ લોકોને ધર્મનો ઉપદેશ આપતા હોય અને દુનિયાની નજરમાં પોતાને જ્ઞાની ગણાવતા હોય, પરંતુ વિષયથી અંધ અને ઇન્દ્રિયને વશ હોય તો તેવા દંભી અનંત દુઃખસમુદ્રમાં ડૂબે તેમાં કોઈ નવાઈ નથી. જેમને ગુરુના વેષમાં વિષયકષાય જ પોષવા હોય અને પોતાનો બાહ્ય દેખાવ જાળવી રાખવા અનેક યુક્તિપ્રયુક્તિઓ જ રચવી હોય તો તેમણે નરકાદિના ભયંકર દુ:ખ માટે તૈયાર થઈ જવું જોઈએ. તેમણે ભલે શિષ્યોનો મોટો પરિવાર એકઠો કર્યો હશે કે અનેક લોકો તેમને નમન કરતા હશે; પરંતુ દુર્ગતિએ જતી વખતે એમાંથી કોઈ તેમની સાથે જશે નહીં, ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ગ ૪, શ્લોક ૫૭ 'निस्त्रपाः कर्म कुर्वन्ति यतित्वेऽप्यतिनिन्दितम् । ततो विराध्य सन्मार्ग विशन्ति नरकोदरे ।।' ૨- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકૃત, ‘ભગવતી આરાધના', ગાથા ૧૩૧૪ 'इंदियकसायवसिया केई ठाणाणि ताणि सव्वाणि । पाविज्जते दोसेहिं तेहिं सव्वेहिं संसत्ता ।।' Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કોઈ તેમને મદદ કરશે નહીં, કોઈ તેમને આધાર આપવા શક્તિમાન થશે નહીં. તેઓ ધર્મનો દુરુપયોગ કરી, તરવાના સાધનને જ ડુબાડવાના સાધનમાં ફેરવી નાખે છે. આ પ્રકારે અહંકાર આદિથી પ્રેરાઈને અસદ્ગુરુ અનેક અયોગ્ય આચરણો કરી બેસે છે, જેના કારણે તેઓ મહામોહનીય કર્મથી ભવસમુદ્રમાં ડૂબે છે અને સમકિતની પ્રાપ્તિ તેમના માટે ખૂબ ખૂબ દુર્લભ બની જાય છે. શ્રીમદ્ કહે છે – ‘(૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ શ્રી “ઠાણાંગસૂત્રમાં કહ્યું છે.' અસદ્ગુરુમાં આત્મગુણ ન હોવાથી તેઓ પોતાની સાથે પોતાના આશ્રિતોને પણ ડુબાડે છે. આત્મજ્ઞાનાદિ લક્ષણ વિના જેઓ માત્ર ઓઘદૃષ્ટિ, ગચ્છમતની કદાપ્રહવૃત્તિ, માન-પૂજાની લાલસા કે શિષ્યાદિની મૂર્છાના કારણે ધર્મગુરુનું બિરુદ ધારણ કરે છે તેવા આત્મગુણહીન પોતે જ ભવસમુદ્ર તરી શકતા નથી તો બીજાને તારે કેવી રીતે? પોતે દરિદ્ર હોય તે બીજાને શ્રીમંત કેવી રીતે બનાવી શકે? તેઓ તો લક્ષ વિનાની બાહ્ય ક્રિયાઓમાં કે શાસ્ત્રભણતરમાં જ ધર્મ મનાવીને, ધર્મ અને કલ્યાણનાં બહાનાં નીચે શિષ્યોની સંખ્યા વધારવાના વ્યામોહમાં મુગ્ધ બનીને, પોતાના સ્વાર્થ માટે પ્રપંચજાળ પાથરીને પોતાના શિષ્યોને મનફાવે એમ દોરે છે અને તેમના વિનયનો અનુચિત લાભ લે છે. અસદ્દગુરુની વાજાળમાં સપડાયેલા શિષ્યો પણ દૃષ્ટિમોહથી ઉન્માર્ગને સત્ય માગે સમજી પ્રવર્તે છે. અસદ્ગુરુના ફરમાનથી ધાર્મિક ગણાતાં ગમે તેટલાં ચરણો કર્યા હોય, પણ તેથી તેમનું મિથ્યાત્વ નષ્ટ થતું ન હોવાથી તે આચરણોનું કાંઈ પારમાર્થિક ફળ આવતું નથી. સદ્ગુરુના નામના અંચળા હેઠળ દુશ્ચરિત્ર સેવનારા અને કુમાર્ગ પ્રવર્તાવનારા મહાસંસારરસિક અસદ્દગુરુ પોતાના શિષ્યોને આત્મહિતકારી માર્ગદર્શન આપવાને બદલે સંસારમાં રખડાવે છે. કોટવાળ જ લૂંટારા થઈ પડે તેમ ધર્મગુરુના નામે અસદ્ગુરુ શિષ્યાદિનો મનુષ્યભવ લૂંટી લે છે. આમ, અસદ્ગુરુના કારણે પારાવાર અકલ્યાણ થાય છે. સર્પ વડે તો એક જ વખત મરણ થાય છે, પણ અસગુરુ અનંત મરણ આપે છે, અર્થાત્ અસદ્દગુરુ અનંત વાર જન્મ-મરણ કરાવે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૭૮ (ઉપદેશનોંધ-૩૬) ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૨, શ્લોક ૧૦ _ 'परिग्रहारम्भमग्नास्तारयेयुः कथं परान्? । स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ।।' ૩- જુઓ : શ્રી નેમિચંદ્ર ભંડારીરચિત, ‘ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા', ગાથા ૩૭ 'सप्पो इक्कं मरणं, कुगुरु अणंताई देइ मरणाई । तो वर सप्पं गहिअं, मा कुरु कुगुरु सेवणं भद्द ।।' Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ જે જીવોએ કલ્યાણનું મુખ પણ જોયું નથી તેમને તેઓ પોતાના મિથ્યા ઉપદેશથી રંગી સંસારસમુદ્રમાં ડુબાડે છે. શ્રીમદ્ કહે છે ‘અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છંદે કલ્પના કરી, જીવોને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી બાળાભોળા જીવો અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના બાંધેલા તે બન્ને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આવો કુટારો જૈનમતોમાં વિશેષ થયો છે. ગાથા-૨૧ સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.’૧ આમ, અસદ્ગુરુ વિનયમાર્ગનો લાભ લેવા જાય તો તીવ્ર મોહનીય કર્મ બંધાવાથી તેમના આત્માને મહાહાનિ થાય છે. અનેક સરળ જીવોને અવળે માર્ગે ચડાવવાથી તેઓ દુર્લભબોધિ બની ભવસાગરમાં બૂડે છે. જ્યાં પોતે જ સંસારસમુદ્ર તરવામાં સમર્થ નથી, ત્યાં અન્યને પોતાના આશ્રિત જનોને તરવામાં તેઓ કેવી રીતે સહાયક થઈ શકે? તેથી જ આ ગાથામાં શ્રીમદે પ્રગટપણે અસદ્ગુરુઓને તેમનાં આત્મકલ્યાણ અર્થે ચેતવણી આપી છે તથા ભવસાગરમાં બૂડનાર-બુડાવનારા અસદ્ગુરુનો આશ્રય ન કરવા માટે આત્માર્થી જીવોને પણ ગર્ભિતપણે ચેતવણી આપી છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે - ‘આત્માર્થી માટે બીજી ગર્ભિત ચેતવણી એ છે કે જ્યાં ધર્મના બતાવનાર ગુરુ જ્ઞાની નથી, ત્યાં તેના આશ્રયે અવિધિએ ધર્મ કરવાથી જીવને આત્મલાભ થઈ શકતો નથી. રસાયણ ખવડાવનાર વૈદ્ય મૂર્ખ હોય, તો તે ખાવાથી વ્યાધિગ્રસ્ત જીવ નીરોગી થઈ શકતો નથી. કહ્યું પણ છે કે ‘અજ્ઞાનીના વચનથી અમૃત પણ ન પીવું, જ્યારે જ્ઞાનીના વચનથી હળાહળ ઝેર હોય તે પણ પી જવું'. ટૂંકામાં જ્ઞાનીને આશ્રયે જીવનું કલ્યાણ થાય છે, જ્યારે અજ્ઞાની પોતે ડૂબે અને બીજાને પણ ડુબાડે છે; આથી જેની પાસેથી ધર્મ પામવો હોય, તે પામ્યાની પૂરી ચોકસાઈ કરવી, સદ્ગુરુ અને અસદ્ગુરુનો ભેદ સમજવો, કારણ કે જ્ઞાની અજ્ઞાની વચ્ચે પૃથ્વી આકાશ જેટલું અંતર છે.'૨ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૨ (ઉપદેશછાયા-૧૧) ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૯૩-૯૪ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ‘અસથુરુ એ વિનયનો, લોભ ધરે થઈ ભાત; ભાવિ દુઃખ દેખે તિહાં, સ્વાન કીટક દષ્ટાંત. ધીઠો થઈ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; વિનય તણો તો તેહના, દુ:ખનો પાર ન ક્યાંહી. દુર્ગતિમાં અથડાઈને, બાંધે નવ નવ કર્મ; મહામોહનીય કર્મથી, સમજે નહીં સ્વધર્મ. પાપાનુબંધી મહા, પાપે ડરે ન ક્યાંહી; અશરણ જન્મ મરણ વડે, બૂડે ભવજળ માંહી.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૮૧-૮૪) ભાગ ૨ , ૧૦ (ત્ર મા Page #464 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૨ હોમ 1 જ , ૨૧મળે ને ચિ૨, લેખ. ૧ લાખ છે, અને બે વર્ષ ૨ Page #465 -------------------------------------------------------------------------- ________________ Page #466 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૨ ગાથા ૨૧માં કહ્યું કે માન-પૂજાદિ ભાવથી પ્રેરાઈને કોઈ અસદ્દગુરુ વિનયભૂમિકા માર્ગનો લાભ લે, અર્થાત્ શિષ્યાદિ પાસે વિનયાદિ કરાવવાની ઇચ્છાથી કોઈ પણ અસગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તેઓ મહામોહનીય કર્મ ઉપાર્જન કરી સંસારસમુદ્રમાં ડૂબે છે. આમ, ગાથા ૨૧માં પ્રગટપણે અસદ્ગુરુને અને અપ્રગટપણે શિષ્યને ચેતવણી આપી છે કે અજ્ઞાની હોવા છતાં પોતાનાં સગુરુપણું સ્થાપે એવા અસદ્દગુરુ પાસેથી કોઈ જીવ માર્ગ પામવાની આશા રાખે તો તે મતાથની ગણનામાં આવે છે. આ જ વાત સ્પષ્ટ કરતાં શ્રીમદ્ હવે આ ગાથા ૨૨માં કહે છે – ગાથા ‘હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર.' (૨૨) - જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે અર્થ મતાથી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્દગુરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. (૨૨) - પૂર્વોક્ત ગાથાઓમાં બતાવેલા વિનયમાર્ગનો મૂળ હેતુ કોણ યથાર્થપણે ભાવાર્થ સમજે અને કોણ ઊંધો સમજે એ વાત આ ગાળામાં સ્પષ્ટ કરવામાં આવી છે. શ્રીમદે અહીં મુખ્ય ચાર મુદાઓ આ પ્રમાણે ગૂંથેલા હોવાનું જણાય છે – મુમુક્ષુ જીવ (૧) વિનયમાર્ગનું અલૌકિક માહાભ્ય અંતરમાં સમજતો હોવાથી મુમુક્ષુ જીવ પરીક્ષાપ્રધાની થઈ, સદ્ગુરુ અને નામગુરુના ભેદપૂર્વક વિનયમાર્ગની આરાધનામાં આગળ વધે છે. અસગુરુઓના આદેશ-ઉપદેશને ‘તત્તવાણી' કહી, તેમનાં વિનય-વૈયાવચ્ચ કરવામાં આત્માર્થ સધાતો નથી - આ તથ્ય મુમુક્ષુને લક્ષગત હોવાથી તે અસદ્દગુરુને તજીને, તેમની મોહાવેશયુક્ત વૃત્તિ-પ્રવૃત્તિને પોતા તરફથી પોષણ-સમર્થન ન મળી જાય એની તકેદારી રાખીને, તે આત્મજ્ઞાની સગુરુની વિનયભક્તિમાં પ્રવર્તે છે. (૨) કોઈ જીવે અજ્ઞાનાવસ્થામાં સાધુવેષ લીધો હોય અને તે પછી તેને કોઈ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સપુરુષના સમાગમથી એમ સમજાય કે “મને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી અને સમ્યજ્ઞાન વિના સાધુપણું વાસ્તવ્ય રીતે આવી શકે નહીં, માટે હું સાધુ નથી, પણ સન્માર્ગનો શોધક છું, આત્માર્થી છું.' આ સત્ય તે સન્માર્ગના જિજ્ઞાસુને સમજાયું હોવાથી ઉપદેશ આપવાનું કે લોકપરિચયમાં આવવાનું થાય ત્યારે જરા પણ ભય કે સંકોચ રાખ્યા વિના હું સાધુ નથી, પણ સન્માર્ગનો ઉપાસક છું, આત્માર્થી છું' એમ સ્પષ્ટપણે લોકોને કહે છે, અર્થાત્ પોતે જેવી સ્થિતિમાં હોય તે જ પ્રમાણે જાહેર કરે છે. માનની લાલસાથી પોતાને જરા પણ મોટો માનતો-મનાવતો નથી. મતાર્થી જીવ (૩) જ્યાં આત્માર્થી મુનિ માનને સંકોચીને નમ્ર ભાવે વર્તે છે; ત્યાં મતાર્થી-માનાર્થી જીવ સાધુપણું લઈ સાધુદશાની પ્રાપ્તિ થઈ ન હોવા છતાં, બાહ્ય વેષ અને બાહ્ય ક્રિયામાં રક્ત બનીને હું સાધુ છું' એવા આત્મઘાતી અહંકારથી ભરપૂર બનીને, શિષ્યાદિ આગળ પોતાને સદ્ગુરુ તરીકે સ્થાપિત કરી વિનયાદિની ઇચ્છા રાખે છે અને ‘અમારો વિનય કરવાથી કલ્યાણ થાય છે' એમ કહી વિનયમાર્ગનો દુરુપયોગ કરી અનંતસંસારી બને છે. (૪) મતાર્થી જીવની અવળી સમજણ હોવાથી તે અસદ્ગુરુ વિષે સદ્ગુરુની ભાંતિ રાખે છે, અર્થાત્ ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના કહેવાતા ગુરુ કે જે પોતે અજ્ઞાનમાં અથડાતા હોય અને બહિરાત્મભાવમાં ડૂબેલા હોય, છતાં તેમની વાકપટુતા, તર્કશક્તિ, વિદ્વત્તા, વિપુલ શાસ્ત્રાભ્યાસ, વિશાળ શિષ્યવૃંદ આદિથી પ્રભાવિત થઈ, તેમને સદ્દગુરુ તરીકે માની તેમના વિનયમાં પ્રવર્તે છે. આમ, તે અસદ્દગુરુને ગુરુપદે દેઢતાપૂર્વક માને છે અને સાથે સાથે પોતાનાં મિથ્યાત્વ, સ્વચ્છંદ, માનાદિને વધાર્યા કરે છે. ભવબંધનથી છૂટવાની અંતરંગ કામનાવાળો મુમુક્ષુ જીવ શ્રી જિનેશ્વર ભગવાને પ્રતિપાદિત કરેલા વિનયમાર્ગનું પરમાર્થરહસ્ય યથાર્થપણે સમજે છે. તદનુસાર સદ્ગુરુની યથાર્થ ઓળખાણ દ્વારા એમની પર્યાપાસના કરી, અર્થાત્ આજ્ઞાધીનપણે વર્તી, સ્વચ્છેદાદિ દોષો ટાળી પોતાનું કલ્યાણ કરે છે. મહાગ્રહ, સ્વછંદ અને અભિનિવેશમાં અટકનારો જડક્રિયાપ્રધાન કે શુષ્કજ્ઞાનપ્રધાન મતાર્થી જીવ તે વિનયમાર્ગનો પરમાર્થ નહીં સમજતો હોવાથી ઊલટો નિર્ધાર કરી, તે ઊંધા નિર્ણયથી દોરવાઈને વિપરીત પ્રવર્તન કરી પોતાના આત્માનું અહિત કરે છે. ત જીવ જ્યાં સુધી મતાથ હોય છે, ત્યાં સુધી તે સ્વચ્છંદ અને મિથ્યાગ્રહનું વિશેષાર્થ બજાજ સેવન કરે છે. તેની માન્યતામાં એકાંત દષ્ટિબિંદુ હોય છે અને માનાદિ જાળવવાનો હેતુ હોય છે, પરંતુ જ્યારે તેનામાં યથાર્થ આત્મહિતની ભાવનાનો ઉદય Page #468 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૨ ૪૨૧ થાય છે ત્યારે તેનું વલણ મોક્ષસન્મુખ થાય છે, અર્થાત્ તેનામાં મુમુક્ષુતા પ્રગટે છે. તે આત્મવિકાસના માર્ગ ઉપર આવે છે. તેનામાં અનેકાંતદષ્ટિ ખીલતી જાય છે. તેના કદાહ ટળતા જતા હોવાથી તેને ઋજુ પરિણામની પ્રાપ્તિ થતી જાય છે. એ પરિણામ મોક્ષના હેતુભૂત એવા વિશુદ્ધ વિનય તરફ આત્માને દોરી જાય છે. મિથ્યાત્વની કડવાશનું પ્રમાણ ઓછું થયું હોવાથી તેને માર્ગનું સ્વરૂપ સમજાય છે. પરંતુ આ પ્રકારની મુમુક્ષુતા પ્રગટતી નથી ત્યાં સુધી જીવને માર્ગનું સ્વરૂપ સમજાતું નથી અને તેથી તે અવળો નિર્ધાર કરે છે. મુમુક્ષુ અને મતાથી જીવની વિનયમાર્ગ સંબંધી સમજણ તથા પ્રવર્તનની હવે વિસ્તારથી વિચારણા કરીએ. (૧) મુમુક્ષુ જીવ સ્વચ્છેદરૂપી મહાદોષથી થતો અનર્થ, તે ટાળવાના અમોઘ ઉપાયરૂપ સદ્દગુરુની આવશ્યકતા તથા વીતરાગભાષિત વિનયમાર્ગનું માહાભ્ય અંતરમાં સમજે છે. તે જાણે છે કે સદ્ગુરુના વિનય વિના ક્યારે પણ આત્મકલ્યાણ થતું નથી, તેથી તે સ્વ-મતિકલ્પનાનો ત્યાગ કરી, પરમ વિનયાન્વિત થઈ, સદ્ગુરુના શરણમાં મોક્ષમાર્ગનું આરાધન કરે છે. તે સદ્ગુરુને પૂર્ણપણે સમર્પિત થઈ તેમની આજ્ઞા મુજબ પ્રવર્તન કરે છે. તે શ્રદ્ધા-ભક્તિપૂર્વક તેમની સેવા કરે છે. તે સદ્ગુરુને પરમ આદરથી આહાર-પાણી-ઔષધ આદિનું દાન કરે છે. તેમને રોગ આદિ આવે તો તેમની સેવાશુશ્રુષા-વૈયાવચ્ચ કરે છે. તેઓ નિરાકુલપણે ધર્મારાધના કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવા સદા તત્પર રહે છે. તે જાણે છે કે સદ્ગુરુ તો પોતાના દેહ પ્રત્યે નિઃસ્પૃહ છે, મમતારહિત છે, નિજાનંદમાં નિમગ્ન છે, વિનય-સેવાદિની તેમને કોઈ ઇચ્છા નથી; પરંતુ તેમની સેવા કરવી એ મુમુક્ષુનો ધર્મ છે, જીવનનો અપૂર્વ લ્હાવો છે. તેમના ચરણે જે કંઈ પણ અર્પણ કરવામાં આવે તે ઓછું છે, કારણ કે તેમના અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળી શકાય એમ નથી. આમ જાણતો હોવાથી તે નિષ્કામભાવે તેમની સેવા કરે છે. મુમુક્ષુ જીવ જ્યારે પોતાની લઘુતાનો સ્વીકાર કરી, સદ્ગુરુના વિનયમાં પ્રવર્તે છે ત્યારે તેના માનાદિ મહાશત્રુઓનો નાશ થવાની શરૂઆત થાય છે. જેમ જેમ તે વિશેષ પુરુષાર્થ કરીને વિનય ગુણની ઉગ્ર આરાધનામાં જોડાય છે, તેમ તેમ તેનો માનભાવ ઓગળતો જાય છે અને સ્વચ્છંદ નષ્ટપ્રાયઃ થતો જાય છે. પરમ વિનયપણાને પ્રાપ્ત થતાં તેનામાં ઉત્તમ પાત્રતા પ્રગટ થાય છે. ગુરુના શરણમાં રહી તેમના જેવી આત્મિક ઋદ્ધિ મેળવવાની ભાવના બળવાન થતી જાય છે. તેને સદ્ગુરુનું અદ્ભુત, અલૌકિક માહાત્મ અંતરમાં યથાર્થ સમજાય છે અને સદ્ગુરુ પ્રત્યે અતિ ઉલ્લાસભાવે અત્યંત ભક્તિ પ્રગટે છે. ભક્તિની પરિપક્વતા થતાં અને તેમની એકનિષ્ઠાએ સેવા કરતાં તેની વૃત્તિનો પ્રવાહ શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વળે છે. તેમની આજ્ઞાના આરાધનથી તેમના જેવી જ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન આત્મિક સમૃદ્ધિ ક્રમે કરીને તેને પણ પ્રગટે છે. જેમ ઉદય પામતો સૂર્ય ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રકાશિત થતો જાય છે, તેમ સદ્ગુરુ પ્રત્યેના વિનય વડે મુમુક્ષુના ગુણો ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ ખીલતા જાય છે. વિનયમાર્ગનો આવો અલૌકિક મહિમા મુમુક્ષુને હૃદયગત થયો હોય છે. તે જાણે છે કે આ વિનય સદ્ગુરુ પ્રત્યે કરવામાં આવે તો જ સાર્થક છે, કારણ કે અસદ્ગુરુ પ્રત્યેનો વિનય પારમાર્થિક ફ્ળ આપી શકતો નથી. મુમુક્ષુને સદ્ગુરુ-અસદ્ગુરુનો વિવેક હોય છે. તેને દૃષ્ટિરાગ હોતો નથી, પરંતુ ગુણો પ્રત્યે રાગ હોય છે. તે જાણે છે કે અસદ્ગુરુને સદ્ગુરુબુદ્ધિએ સેવવા અને તેમના પ્રત્યે વિનયાદિ કરવા એ તો ‘ગુરુમૂઢતા’ છે. તેથી તે તો આત્મજ્ઞાનાદિ લક્ષણસંપન્ન સદ્ગુરુને જ અનુસરે છે. જેમણે ધર્મથી ઉન્મુખ બનીને બહુમતી આદિના જોર ઉ૫૨ યથેચ્છ પ્રવૃત્તિઓ કરવા માંડી હોય તેવા અસદ્ગુરુની નિશ્રામાં તે ધર્મ કરતો નથી, કારણ કે તે જાણે છે કે જાત અને જીવનનો ભોગ આપીને તેમને અનુસરવા જતાં આત્માના કલ્યાણને બદલે મહા અકલ્યાણ જ થાય છે. અસદ્ગુરુ પ્રત્યે વિનય કરવો તે મિથ્યા માર્ગને ઉત્તેજન આપવા સમાન જાણી તે તેને ત્યજે છે. ‘શ્રી ગચ્છાચાર પયન્ના'માં કહ્યું છે કે અગીતાર્થ કુશીલના સંગને હું ત્રિવિધે છોડું છું. માર્ગમાં મળતા ચોરની જેમ મોક્ષમાર્ગમાં એ સંગ મને વિઘ્નરૂપ છે. તેમના સમાગમ અંગેના વિચારો કરવા તે માનસિક સંગ છે, તેમની સાથે આલાપસંલાપ આદિ કરવો તે વાચિક સંગ છે અને તેમની સામે જવું, આવે ત્યારે ઊભા થવું, પ્રણામ વગેરે કરવા એ કાયિક સંગ છે. આ ત્રિવિધ સંગ સર્વથા વર્જવા જોઈએ. શ્રીમદ્ કહે છે પોતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદ્ગુરુને અસત્ જાણ્યા તો પછી તે તરત જ અસદ્ગુરુ વર્જીને સદ્ગુરુના ચરણમાં પડે; અર્થાત્ પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ.' જીવે ઝેરના સંસર્ગથી જેટલા દૂર રહેવાની જરૂર છે, તેના કરતાં પણ વધારે અસદ્ગુરુથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે ઝેરનો સંસર્ગ જીવન હરી લે છે, જ્યારે ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક ૫૯૫ 'अदेवे देवबुद्धिः स्यादधर्मे धर्मधीरिह । अगुरौ गुरुबुद्धिर्या ख्याता देवादिमूढता । । ' ૨- જુઓ : ‘શ્રી ગચ્છાચાર પયત્ના', ગાથા ૪૮ ‘ગીયત્વસીòહિં, સંગતિવિદેળ વોર્િ। मुक्खमग्गरिसमे विग्धे, पहंमी तेणगे जहा ।।' ૩- શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૪ (ઉપદેશછાયા-૪) Page #470 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨ ૪૨૩ અસદ્દગુરુનો સંગ તો આત્મહિત હરી ભવભ્રમણ વધારી મૂકે છે. ‘શ્રી મહાનિશીથ સૂત્ર'માં તો કહ્યું છે કે લાખ વર્ષ સુધી સૂળીમાં વિંધાઈને રહેવું સારું, પરંતુ અર્ધી ક્ષણ માટે પણ અગીતાર્થની સાથે રહેવું નહીં. જે જીવ સંસારપરિભ્રમણથી ડરતો હોય તેણે તો લોકો તરફથી થતી નિંદા-પ્રશંસાના વિચારથી શિથિલ થયા વગર અસગુરુના સેવનરૂપ મિથ્યાત્વનો ત્યાગ કરવો ઘટે છે. અસદ્ગુરુનો વિનય કરવાથી કર્મબંધ થાય છે અને મિથ્યાત્વને પોષણ મળે છે. જે સુખને વશ થઈને પોતાના આચારોમાં શિથિલ થઈ ગયા છે, તેમનું આગમન થતાં અભ્યત્થાન (માનાર્થે ઊભા થવું) કરવાથી કર્મબંધ થાય છે, કારણ કે તે પ્રમાદની સ્થાપનાનું અને તેની વૃદ્ધિનું કારણ છે. જે તેમને નમવાથી તેમના દોષોને અનુમોદન મળતું હોવાથી તે દોષોનું પોષણ થાય છે. જે માર્ગની આરાધનાથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થાય છે તેવા લોકોત્તર માર્ગમાં સદ્ગુરુનો વેષ ધારણ કરેલા અસગુરુને અસગુરુરૂપે જાણવા છતાં નમસ્કાર કરવા, વિનયાદિ કરવા તે નિતાંત અયોગ્ય છે. શ્રીમદ્ કહે છે – પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોધ થાય છે.' અહીં કોઈ પ્રશ્ન કરે કે જેમને વંદન કરવામાં આવે છે તેમના ગુણ-દોષોને વિચારવા નિરર્થક છે, કારણ કે નમસ્કાર કરનારને જે લાભ થાય છે તે વંદ્ય વ્યક્તિના ગુણોને આશ્રીને નથી થતો, પરંતુ પોતાના ભાવોની શુદ્ધિથી થાય છે. તો તેનું સમાધાન એ છે કે નિર્જરા અને પુણ્યબંધમાં ભાવશુદ્ધિ કારણભૂત છે એ વાત બરાબર છે, પરંતુ તે ભાવશુદ્ધિ સગુરુરૂપ શુભ નિમિત્તના અવલંબનથી થાય છે, અસગુરુના નિમિત્તથી નથી થતી. વળી, અસદ્દગુરુને વંદન કરવાથી તેમની શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધની પ્રવૃત્તિઓની અનુમોદના થાય છે તથા તેના પોષણનું મહાપાપ લાગે છે. વળી, તેમના સંગમાં રહેવાથી પોતાનામાં પણ શિથિલતા આવે છે અને તેમની મિથ્યા આજ્ઞાઓ પણ પાળવી પડે છે. તેથી મુમુક્ષુ તો તેવા આત્મ-અહિતકર અસગુરુનો ત્યાગ કરે છે. શાસ્ત્રોમાં અનેક સ્થળે પાર્થસ્થ આદિ પાંચ પ્રકારના સાધુઓથી મુમુક્ષુઓને દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે અને તેમને વંદન-નમસ્કાર કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે તેથી સંસારવૃદ્ધિ થાય છે અને મુમુક્ષુતાથી ભ્રષ્ટ થવાય ૧- જુઓ : ‘શ્રી મહાનિશીથ સૂત્ર', અધ્યયન ૬, ગાથા ૧૪૮ 'वासलक्खंपि सूलीए, संभिन्नो अच्छिया सुहं । अगीयत्थेण सम एक्कं, खणपि न संवसे ।।' ૨- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકત, ‘ભગવતી આરાધના', ગાથા ૧૧૬ની ટીકા 'सुखशीलजनेऽभ्युत्थानं कर्मबंधनिमित्तं प्रमादस्थापनोपबृंहणकारणात् ।' ૩- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૭ (ઉપદેશનોંધ-૧૧) Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન છે. તે પાંચ પ્રકારના સાધુઓ આ પ્રમાણે છે – (i) પાર્થસ્થ – પાર્થસ્થ મુનિ ઇન્દ્રિયવિષયોથી પરાજિત થઈને ચારિત્રને તૃણ સમાન સમજે છે. (ii) કુશીલ – કુશીલ મુનિ ઇન્દ્રિયચોરોથી પીડિત થાય છે અને કષાયરૂપ શિકારી પ્રાણી દ્વારા ગ્રહણ થાય છે, ત્યારે તેઓ સાધુમાર્ગનો ત્યાગ કરી ઉન્માર્ગમાં પલાયન થાય છે. (iii) સંસક્ત – સંસક્ત સાધુઓ કોઈ અશુભ નિમિત્ત કે દુરાચારીનો યોગ મળતાં પોતે જ તેવા દુષ્ટ ભાવવાળા થઈ જાય તેવા શિથિલાચારી હોય છે. (iv) અવસગ્ન – જે સાધુ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે, અસંયત જનોની સેવા કરે છે, સુખશીલની પ્રવૃત્તિ કરે છે તે અવસન સાધુ છે. (v) મૃગચારિત્ર – જે મુનિ સ્વતંત્ર થઈને, સ્વેચ્છાચારી બનીને આગમવિરુદ્ધ અને પૂર્વાચાર્ય-અકથિત આચારોની કલ્પના કરે છે તે મૃગચારિત્ર (સ્વચ્છંદી) મુનિ છે. ઉપર્યુક્ત પાંચ પ્રકારના સાધુઓ ભ્રષ્ટ સાધુઓ છે અને પોતાને સગુરુ તરીકે મનાવી અન્યથા પ્રવર્તતા હોવાથી તેઓ પોતે જ દંડને યોગ્ય છે, તો તેઓ વંદનાદિને યોગ્ય તો કેવી રીતે હોઈ શકે? અસદ્ગુરુઓનો વિનય ન કરવાથી તેમનો અનાદર થતો નથી. અસદ્ગુરુનો વિનય ન કરવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. હેય, શેય અને ઉપાદેય તત્ત્વો પ્રથમ બરાબર સમજીને હેયને છાંડી, ઉપાદેયને આચરવું એ તો મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે. મુમુક્ષુ અસદ્દગુરુનો ત્યાગ કરે છે, પરંતુ તેને તેમના પ્રત્યે તિરસ્કારભાવ હોતો નથી. તે તેમની નિંદા કરતો નથી. તેમને દુર્ગતિમાં પતન કરાવનાર મોહનીય વગેરે અશુભ કર્મોનો ઉદય વર્તી રહ્યો છે એમ વિચારી એવા નિર્ગુણી પ્રત્યે તે કરુણાભાવના રાખે છે. તે પોતાની મુમુક્ષુતા જળવાઈ રહે તે અર્થે તેમના સંસર્ગથી દૂર રહે છે, પણ દ્વેષ-ભાવ નથી રાખતો. આમ, મુમુક્ષુ જીવ સદ્ગુરુનો વિનય કરે છે અને અસગુરુનો ત્યાગ કરે છે. અનંત કાળનાં જન્મ-મરણના પરિભ્રમણથી થાક લાગ્યો છે એવો વિવેકી, વિચારવાન ૧- જુઓ : (૧) આચાર્યશ્રી વટ્ટકેરજીકૃત, મૂલાચાર', ગાથા પ૯૫ 'पासत्थो य कुसीलो संसत्तोसण्ण मिगचरित्तो य । दंसणणाणचरित्ते अणिउत्ता मंदसवेगा ।।' (૨) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, પંચવસ્તુ', શ્લોક ૭૩૦ 'वज्जिज्ज य संसग्गं पासत्थाईहिं पावमित्तेहिं । कुज्जा य अप्पमत्तो सुद्धचरित्तेहिं धीरेहिं ।।' Page #472 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨ મુમુક્ષુ જીવ આત્મકલ્યાણ અર્થે વિનયમાર્ગનો મૂળ હેતુ સમજી સદ્ગુરુની વિનયભક્તિમાં જોડાય છે, તેમની આજ્ઞાને બહુમાનપૂર્વક શિરસાવંદ્ય ગણે છે અને સ્વચ્છંદનિરોધપણે તેને આરાધે છે. સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં સહજપણે તેનું અનેકવિધ કલ્યાણ થાય છે, સ્વચ્છંદાદિ દોષો ટળતાં તેનો આત્મા પવિત્ર બને છે અને એ રીતે તેની યોગ્યતા વધતાં સદ્ગુરુ તેને આત્મબોધનું દાન દે છે. એ આત્મબોધનું વારંવાર ભાવન કરવાથી તત્ત્વવિચારની શ્રેણીએ ચઢવાનું તેને બળ મળે છે, જેના ફ્ળસ્વરૂપે આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. ૪૨૫ (૨) કોઈ જીવને મુમુક્ષુની ભૂમિકામાં એટલે કે આત્મજ્ઞાન થાય તે પહેલાં, તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરવાનો પ્રસંગ આવે છે. આવા પ્રસંગે જો તે જીવ જાગૃત ન રહે તો તે સંસારપરિભ્રમણના કારણને સેવે એમ બને, કારણ કે આત્માનુભવના અભાવમાં જીવ નિજસ્વરૂપના જ્ઞાનના વિષયમાં નિઃશંક હોતો નથી. આત્મજ્ઞાન થયા પહેલાં, સાધુપર્યાયમાં હોવાના કારણે તે મુમુક્ષુ જીવ ગુરુપદે હોય તો તે શિષ્યોના વિનયાદિનો લાભ લેવાનો પ્રયત્ન કરતો નથી. તે માનની મીઠાશમાં ફસાઈ જતો નથી અને માન ન આપનાર પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, નિંદા કરતો નથી. તે પોતાનો સદ્ગુરુરૂપે પ્રચાર કરી માન મેળવવા પ્રયાસ નથી કરતો, પરંતુ પોતે સદ્ગુરુ યોગ્ય લક્ષણો ધરાવતો નથી એમ જણાવે છે. ઉપદેશકપણું વર્તતું હોવાથી અન્ય જીવો માર્ગસન્મુખ થાય એવો ઉપદેશ કરે છે, પરંતુ તેને લોકો પાસે વંદન કરાવવાની ઇચ્છા નથી હોતી. ઊલટું તે જ્ઞાની મહાત્માઓને અત્યંત ભાવથી વંદન કરે છે અને તેમની અનન્ય ભક્તિભાવે ઉપાસના કરી પોતાના આત્માને વિશુદ્ધ કરે છે. તે પોતાથી મોટા કે નાના, ગમે તે ઉંમરના હોય, છતાં જો આત્મજ્ઞાની હોય, પરમાર્થસ્વરૂપને પ્રાપ્ત થયેલા હોય તો તે ભક્તિ અને શ્રદ્ધાથી તેમને વંદન કરે છે. તે મહાત્માઓના સદ્ગુણોમાં અતિ પ્રીતિવાન હોય છે અને સદ્ગુણોની પ્રશંસા કરવામાં ઉત્સાહિત હોય છે. વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણોથી યુક્ત જે કોઈ મહાત્મા દેખાય તેમના પ્રત્યે તે ઈર્ષ્યા નથી કરતો, પરંતુ તેમના ગુણો જોઈ તે પ્રસન્ન થાય છે, રાજી થાય છે, પ્રમોદભાવ રાખે છે. તે પરના રાઈમાત્ર ગુણને પણ પર્વત જેવો ગણી પ્રફુલ્લિત થાય છે. વળી, તે ક્ષણે ક્ષણે પોતાના દોષોની નિંદા કરીને તે દોષોથી મુક્ત થવા માટે પ્રબળ પ્રયત્નશીલ હોય છે. તે અહંકારથી ફુલાતો નથી, પોતાની લઘુતા બતાવે છે અને પોતાના જીવનમાં જે ખામીઓ છે, પોતામાં જે અવગુણો છે તેને જરા પણ સંકોચ રાખ્યા વિના, નિર્ભયપણે પ્રગટ કરે છે. પોતાની હીનતા પોતાના મુખે બોલવી એ કાંઈ નાની વાત નથી. તેમ છતાં તે સત્યપ્રિય મુમુક્ષુ પોતાના મુખે પોતાની હીનતા બોલે છે તથા બીજાના ગુણ ગાય છે. ગુણાનુરાગી બનવાથી પોતે ગુણી થાય છે અને પોતાના આત્માનું શ્રેય કરે છે. તે ક્યારે પણ ખોટાં આલંબનોનો આશ્રય કરી પોતાના દોષોનો Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બચાવ નથી કરતો. મતાર્થી દુષ્ટ આલંબનોનો આશ્રય કરે છે, પરંતુ મુમુક્ષુનાં પરિણામ સ્થિર હોય છે, તેની વૈરાગ્યધારા અખંડિત હોય છે, તેથી તે દુષ્ટ આલંબનોનો આશ્રય લેતો નથી. વિશ્વમાં દુષ્ટ અને પુષ્ટ એમ બન્ને પ્રકારનાં આલંબનો હોય છે, પરંતુ મુમુક્ષુને તો, “આ આલંબન દુષ્ટ છે કે પુષ્ટ?'ના વિવેકપૂર્વક કરેલા નિર્ણયના આધારે કરેલો દુષ્ટ આલંબનનો ત્યાગ અને પુષ્ટ આલંબનનો આશ્રય ઉપકારક નીવડે છે. તેથી મુમુક્ષુ પોતાની નબળાઈને ખંખેરી, સિદ્ધિનાં સોપાન સર કરવા ઉપલબ્ધ પ્રત્યેક આલંબનને આત્મસાધનામાં સહાયક બનાવવા પ્રયત્ન કરે છે. કોઈ પણ આલંબનનો આશ્રય લઈને આત્મા નબળો ન બને અને સાધનાના માર્ગમાં વિક્ષેપ ન પડે તેની તે પૂરેપૂરી કાળજી રાખે છે. આવા આત્મહિતકારી પુરુષાર્થથી મુમુક્ષુ જીવ પોતાનાં કર્મોને ખપાવે છે અને સમ્યકત્વ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. (૩) આમ, જે જીવ મુમુક્ષુ છે તે વિનયમાર્ગનો વિચાર સમજી શકે છે, પરંતુ જે જીવ મતાર્થી છે તેને વિનયમાર્ગનો સત્ય ઉપદેશ મળવા છતાં તે અવળો નિર્ધાર કરે છે. તેને માનની એટલી બધી ભૂખ હોય છે કે તે વિનયમાર્ગનો દુરુપયોગ કરવા તરફ જ ઘસડાય છે. ગુરુ તરીકેની ગુણસંપત્તિથી રહિત હોવા છતાં અને અજ્ઞાનમાં અથડાતો હોવા છતાં વેષ અને વિદ્વત્તાના કારણે મળતા વિનયનો તે લાભ લે છે. તે પોતાનું જીવન શાસ્ત્રથી નિરપેક્ષ થઈને જીવે છે અને પોતાના અહં-મમને પોષે છે. પોતાના શાસ્ત્રવિરુદ્ધ જીવનનો બચાવ કરવા શાસ્ત્રના ખોટા અર્થો સમજાવી વિપરીત પ્રરૂપણા કરે છે. પોતાની શાસ્ત્રવિરુદ્ધ આચરણા હોવા છતાં પોતે ખૂબ મોટો ધર્મી છે તેવો દેખાવ કરવા તે જ્ઞાની પુરુષો સાથે સ્પર્ધામાં ઊતરે છે. તેમનું નીચું દેખાડવા અને પોતાનું સારું દેખાડવા તે જગત સમક્ષ સગુણીને નિર્ગુણી તરીકે અને પોતે નિર્ગુણી હોવા છતાં પોતાને સગુણી તરીકે દર્શાવે છે. તે સગુણીના ગુણને પણ દોષરૂપે જુએ છે. મિથ્યાત્વથી તેની મતિ હણાઈ ગઈ હોવાથી તેને જ્ઞાનીપુરુષો ઉપર ઉગ દ્વેષ-તિરસ્કાર થાય છે. લોકોને જ્ઞાની પુરુષોની દિશામાંથી પાછા વાળી પોતાના તરફ આકર્ષવા માટે તે પોતાની પ્રશંસા કરે છે અને જિનાજ્ઞાનું પાલન કરનારા મહાત્માઓની નિંદા કરે છે. તે સ્વપક્ષના સ્થાપન માટે શબ્દ અને અર્થના છળ-કપટવાળા વાદથી લોકોને વિટંબણા પમાડે છે. લોકોમાં પણ પ્રાયઃ સૂક્ષ્મ વિવેકબુદ્ધિનો અભાવ હોવાથી તેની તરફ ખેંચાઈ જાય છે. આ રીતે મતાર્થી જીવ ભોળા લોકોને અંધ કરી ભુલાવામાં પાડી દે છે. વળી, મતાર્થી જીવ વક્ર હોવાથી પોતાનાં દુષ્ટ આચરણોનો બચાવ કરે છે. તે પોતાના વિષયો અને કષાયોને છૂટો દોર આપે છે. તેને કોઈ સત્ય શિખામણ આપે કે આવું આચરણ કરતાં સંયમમાં બાધા આવે, માટે આત્મકલ્યાણ કરવા તમારું આચરણ Page #474 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨ ૪૨૭ સુધારો. તો તે કહે છે કે “અમે જે સ્વીકાર્યું છે તે દેશ-કાળને અનુસરીને ઠીક જ છે.' આમ, પોતાના શિથિલાચારને પોષવા તે ખોટા આલંબનનો આશ્રય લે છે. તે શાસ્ત્રોનાં દૃષ્ટાંતો આપી, “અમે પણ તે જ ન્યાયે ધર્મારાધન કરી-કરાવી રહ્યા છીએ, આથી અમારા સંબંધી કોઈએ પણ સંદેહ કરવો નહીં' એમ કહે છે. જેમ કે – (i) પોતે લાવેલ ગોચરીમાં તૃપ્તિ નહીં અનુભવતા હોવાથી અને ગોચરી લાવવાના કાર્યથી થાકેલા હોવાથી, સાધુઓ સાધ્વીએ લાવેલ ગોચરીમાં ગૃદ્ધ બને છે અને તેઓ સ્વબચાવમાં કહે છે કે અમે શ્રી અનિકાપુત્રના માર્ગને જ અનુસરીએ છીએ. તેઓ શ્રી અનિકાપુત્ર આચાર્યનું એકદેશીય દષ્ટાંત બતાવીને પોતાના પાખંડને પોષે છે અને ‘મહીનનો ચેન તિ: સ પન્ચા:' - એવો ન્યાય બતાવી પોતાને જિનાજ્ઞાના આરાધક બતાવે છે અને વળી તે પ્રવૃત્તિ દ્વારા તેઓ વિનય કરનારનું - ગોચરી લાવી આપનારનું હિત કરે છે એમ ગૌરવ અનુભવે છે. પરંતુ શ્રી અનિકાપુત્ર આચાર્યને નામે ‘સાધ્વીનો લાવેલ પિંડ વાપરવામાં વાંધો નથી' એવું કહેનારા એ નથી જાણતા કે તે આચાર્ય તો વયોવૃદ્ધ હતા, તેમનું શારીરિક બળ ક્ષીણ થઈ ગયું હતું, દુષ્કાળના કારણે શિષ્યવર્ગ તેમની પાસે ન હતો, આથી ગુણોથી યુક્ત અને પરિચિત સાધ્વી દ્વારા લેવાયેલ ગોચરીને તેમણે વિધિપૂર્વક લીધી હતી. આવા મહાન આત્માઓના વર્તનનો દાખલો લઈ તેનું અનુકરણ કરવું અને તેને માર્ગરૂપે સ્થાપવો તે જિનાજ્ઞાનો ભંગ કરવા બરાબર છે. (ii) રસગારવ, રિદ્ધિગારવ અને શાતાગારમાં વૃદ્ધ બનેલા કેટલાક મતાર્થીઓ પોતાની રસવૃત્તિને પોષવા અણાહારી પદની આરાધનાનો ઢોંગ કરી વિગઇઓનું સેવન કરે છે અને તેમ કરવામાં કાંઈ વાંધો નથી એમ સાબિત કરવાનો પ્રયત્ન કરતા રહે છે. પોતાની આહારની લોલુપતા છતી ન થઈ જાય તે માટે શાસ્ત્રોનાં હિતવચનોની પૂર્ણપણે ઉપેક્ષા કરે છે, એટલું જ નહીં પણ શાસ્ત્રના સૂરોથી જુદો જ સૂર કાઢી શાસ્ત્રના સૂરોને બેસૂરા કરવાનો પ્રયાસ કરતાં પણ તેઓ અચકાતા નથી. તેમને માટે જિનાજ્ઞાનો ભંગ કરવો એ રમતની વાત છે. તેઓ ‘અનિવાર્ય કારણ આવી પડે ત્યારે જ વિગઈ લેવી અને તે પણ ગુર્નાદિની આજ્ઞા મેળવીને; તથા ગુરુ જે વિગઇને જેટલા પ્રમાણમાં, જેટલા દિવસ સુધી લેવાની રજા આપે તે વિગઈને તેટલા પ્રમાણમાં, તેટલા દિવસ સુધી જ લેવી' એવી આત્મહિતકર મર્યાદાઓનું ઉલ્લંઘન કરી, આહારની આસક્તિના ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી પર,૫૩ આર્ય અગ્નિઅપુર અજ્જા, લાભથી લાગા; કહે નિજલાલે અતૃપ્તા, ગોચરી ભાગા. ન જાણે ગતશિષ્ય અવમે, થિવિર બળહીણો; સુગુણપરિચિતસંયતિકૃત, પિંડવિધિ લીણો.” Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અંધકારમાં ગરકાવ બની તેઓ કહે છે કે ‘વિગઈ રોજ લેવામાં કાંઈ વાંધો નથી' અને શ્રી ઉદાયન રાજર્ષિનું ઉદાહરણ આગળ કરી પોતાનો બચાવ કરે છે. તેઓ કહે છે કે ‘શ્રી ઉદાયન રાજર્ષિ વારંવાર વિગઇનું સેવન કરતા હતા અને તેઓ ભગવાનની આજ્ઞા વિરુદ્ધની પ્રવૃત્તિ કરે નહીં અને તેથી વિગઈ લેવી નિર્દોષ છે.' પરંતુ તેઓ સમજતા નથી કે શ્રી ઉદાયન રાજર્ષિએ નિષ્કારણ વિગઇનું સેવન કર્યું ન હતું. તેમણે વિગઇનું સેવન રસગારવને આધીન થઈને કે દેહની પુષ્ટિ માટે કર્યું ન હતું. તેમનું શરીર ઠંડા કે લુખ્ખા પદાર્થોને સહન કરી શકતું ન હતું, તેથી તેઓ ગોકુળમાં જઈ દહીંનું સેવન કરતા હતા. તેમનું વિગઇલેવન સંયમયાત્રાની સાધના માટે જ હતું. જ્યારે દેહની અવસ્થા સંયમસાધનામાં અંતરાયરૂપ બની ત્યારે તે અંતરાયનો નાશ કરવા પૂરતો જ તેમણે વિગઇનો ઉપયોગ કર્યો હતો. પરંતુ મતાથ તેમનું દૃષ્ટાંત આગળ કરીને રોજ વિગઈ વાપરવામાં જિનાજ્ઞાભંગનો કોઈ દોષ નથી લાગતો એમ અજ્ઞાની-મૂઢ-ભોળા ભક્તજનોને જણાવે છે અને તે પ્રવૃત્તિનો તેમને રંજ પણ થતો નથી. તે પ્રવૃત્તિ તેમના હૃદયને જરા પણ ક્ષોભ પમાડતી નથી. પરિણામે પોતાની શિથિલતાનો શિથિલતારૂપે સ્વીકાર ન કરતાં એને જ માર્ગરૂપે, સત્યરૂપે પ્રતિપાદિત કરી પોતાનું તો અહિત કરે જ છે, પણ સાથે સાથે અનેક અજ્ઞાની જીવોનું પણ અહિત કરે છે. તે અનેક આત્માઓને ઉન્માર્ગમાં સન્માર્ગની સંજ્ઞા કરાવી, સન્માર્ગસન્મુખ થતાં અટકાવે છે; અધર્મને ધર્મરૂપે સમજાવી ધર્મની આરાધના કરવામાં બાધા પહોંચાડે છે; અનાચારને આચારમાં ખપાવી, આચારની ઉપેક્ષા કરવા પ્રેરે છે. જે મુમુક્ષુ હોય તે તો જિનાજ્ઞાને વફાદાર રહી ઉત્સર્ગ માર્ગે ચાલવાની રુચિવાળો જ હોય છે. અપવાદનું નિરર્થક સેવન કરવા માટે એનું હૃદય તૈયાર જ થતું નથી. અપવાદનું સેવન કરવા એ ત્યારે જ તૈયાર થાય કે જ્યારે જિનાજ્ઞાનુસાર અપવાદાચરણ કરવું પડે એવા અનિવાર્ય સંયોગો ઉપસ્થિત થયા હોય અને એવા સંયોગોમાં પણ એ જે અપવાદાચરણ કરે તે જિનાજ્ઞાને અનુસરીને જ કરે. તેથી તેનું અપવાદાચરણ ચારિત્રનો ઘાત કરનારું નથી થતું, ઊલટું તે અપવાદાચરણ સંયમજીવનની પુષ્ટિ કરનારું બને છે. પરંતુ મતાર્થી તો આત્મહિતની - આત્મરક્ષાની ઉપેક્ષા કરી, ક્ષણિક લાભની લાલસામાં તણાઈ જઈને મર્યાદાઓનો ભંગ કરે છે અને મોહથી મૂઢ પરિણામવાળો બનીને એ અકર્તવ્યને કર્તવ્યરૂપે પ્રતિપાદિત કરે છે. મતાર્થી પોતાના શિથિલાચારનો સ્વીકાર નથી કરતો. તે સરળતાથી સત્ય નથી ૧- જુઓ : આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી આવશ્યકનિર્યુક્તિ', વંદન અધ્યયન, ગાથા ૧૧૯૯ 'भत्तं वा पाणं वा भुत्तूणं लावलवियमविसुद्धं । तो अवज्जपडिच्छन्ना उदायणरिसिं ववइसति ।।' Page #476 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨ ૪૨૯ કહેતો કે “આ મારી ભૂલ છે, હું ગુણહીન છું, મારામાં ભગવાને બતાવેલું જીવન જીવવાની શક્તિ નથી, હું પ્રમાદને આધીન થઈ ગયો છું, મને વિષય-કપાય પીડી રહ્યા છે, એથી મારાથી વિધિ મુજબનું જીવન જિવાતું નથી, માર્ગ તો ભગવાને કહ્યો છે તે જ છે, હું જીવું છું તેમ નથી.' આમ, જો તે પોતાના દોષને પ્રગટ કરે તો તેના આત્માની અધોગતિ ન થાય અને સમાજ પણ ગેરમાર્ગે ન દોરવાય. પરંતુ મતાથી તો ખોટાં ખોટાં કારણો આપી પોતાના દોષોને છુપાવે છે અને પાપની જ વૃદ્ધિ કરે છે. તેને આત્મકલ્યાણકારક પ્રવૃત્તિઓ કષ્ટરૂપ, બોજારૂપ, બંધનરૂપ, ઉપાધિરૂપ અને આપત્તિરૂપ લાગે છે. આથી તેવી આત્મકલ્યાણકારક પ્રવૃત્તિથી છૂટવા માટે તે કોઈ ને કોઈ ઉપાય શોધ્યા જ કરે છે. મતાથી પોતાના બચાવ માટે, પોતાની નિર્બળતા છુપાવવા માટે કહે છે કે “કાળ વિષમ છે', ‘આ કાળમાં આવું બને જ નહીં', ‘ભગવાને પણ કહ્યું છે કે દુષમ કાળમાં ચારિત્ર પાળવું દુષ્કર છે’, ‘આજે આવું કોણ કરે છે?', ‘લોકોનું માનસ પણ જોવું જોઈએ’, ‘મારું શરીર કામ આપતું નથી', “અત્યારે તો મારાથી ત્યાગ અને વૈયાવચ્ચ થઈ શકે તેમ નથી, કારણ કે આ ઉંમર અભ્યાસની છે. શાસ્ત્રાધ્યયનનો કાળ છે, તો આ વયમાં - આ સમયમાં વૈયાવચ્ચ અને તપ-ત્યાગમાં પડી જઈએ તો અભ્યાસ કેવી રીતે થાય?’, ‘વિહાર જ કર્યા કરીએ તો અભ્યાસ ક્યારે થાય?', “શું આખો દિવસ ક્રિયા જ કર્યા કરીએ?', ‘આગળના મહાત્માઓ પણ ભણવા માટે, શરીર માટે અનેક અપવાદો સેવતા હતા', ‘તપ વિના પણ કેવળજ્ઞાન થઈ શકે છે. કુરગડુ મુનિએ ક્યાં તપ કર્યું હતું?', “શરીર તો સાચવવું જ પડેને? એને સાચવ્યા વિના ધર્મ નથી થતો. તેથી શરીરની ઉપેક્ષા થોડી કરાય?', “સંઘયણ પણ નબળું છે', આવું તો દરેક કાળમાં ચાલે જ છે', “બધાથી કાંઈ બધું થતું હશે?', “બહુ ભણીને શું કામ છે?', “માષતુષ મુનિ ક્યાં બહુ ભણેલા હતા', “માત્ર વૈયાવચ્ચથી પણ તરી જઈશું. નંદિષેણ મુનિ વૈયાવચ્ચથી જ તરી ગયા હતાને!' શિયાળામાં કહે કે “હમણાં તો ઠંડી પડે છે. આ દિવસોમાં કોઈ ક્રિયાઓ બરાબર ન થાય, રાત ઘણી મોટી હોય છે. શરીર લુખ્ખું થઈ ગયું છે, તેથી તપ થઈ શકે એમ નથી. આવી ઠંડીમાં જાગીને સ્વાધ્યાય શી રીતે કરવો? સવારના પહોરમાં કાંઈક ગરમાગરમ મળે તો જ શરીર ચાલે, કામ થાય અને ભણાય-ગણાય.' ઉનાળામાં કહે કે ‘આવી ગરમીમાં તપ કેવી રીતે થાય? ઠંડક માટે કાંઈક તો જોઈએને? વિહારમાં પણ બહુ તાપ થઈ જાય છે! મેલાં કપડાં આ ઋતુમાં ન પાલવે. પરસેવો કેટલો વળે, કપડાં પણ ચામડાં જેવાં થઈ જાય છે. આવી સ્થિતિમાં સ્વાધ્યાયમાં જોઈએ તેવી મઝા પણ કેવી રીતે આવે?' ચોમાસું હોય તો કહે કે “હવા ભેજવાળી છે, વાતાવરણ બધું Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સુસ્ત છે. પેટમાં વાયુ રહે છે, શરીર તૂટે છે. તાજગીનો તો અનુભવ જ નથી થતો, પછી સ્વાધ્યાય, વૈયાવચ્ચ અને તપ કેવી રીતે કરવાં?' આવા અનેક પ્રકારના ઉદ્ગારો મતાથ(અસદ્દગુરુ)ના મુખે સાંભળવા મળે છે. પોતાની શિથિલતા છુપાવવા મતાર્થી જીવ આવી રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિનું અવલંબન લે છે અને તેના કારણે તે સંસારસાગરમાં ડૂબી મરે છે. મિથ્યા આલંબનનો આશ્રય કરવાથી તે ધર્મથી પતિત થઈ દુઃખમય સંસારમાં ભટક્યા કરે છે. મુમુક્ષુ જીવ કળિકાળ આદિને દોષ ન આપતાં પૂર્ણ પુરુષાર્થ વડે પોતાનું કાર્ય સાધી લેવાનો પ્રયત્ન કરે છે. તેની વિચારધારા પુરુષાર્થપ્રેરક હોય છે. જો આ કાળમાં ધર્મ ન થતો હોત તો ભગવાનનું શાસન જ શી રીતે ચાલત? ભગવાનનો ધર્મ પાંચમા આરાના અંત સુધી રહેવાનો છે. એનો અર્થ જ એ છે કે આ કાળમાં પણ ધર્મ થઈ શકે છે. જો પ્રમાદનો ત્યાગ કરીને ઉદ્યમવંત બનીએ તો પાંચમા આરામાં પણ આત્મહિત સધાય છે.' જે જે સંયોગો મળે, જે જે સામગ્રી મળે, જે જે સ્થિતિ સર્જાય, તે તે વખતે તેની દૃષ્ટિ ઉચ્ચ આલંબનો પ્રત્યે જ જોડાયેલી હોય છે. તે વિચારે છે કે ‘પૂર્વના મહાપુરુષો વિપરીત સંયોગોમાં પણ ઉત્સર્ગ માર્ગથી ચલિત ન થયા અને માર્ગમાં સ્થિર રહેવાનો કેવો અદ્ભુત પુરુષાર્થ કર્યો! કેવી કેવી પીડાઓ વેઠીને માર્ગ અનુસાર જીવન જીવ્યા અને માર્ગને યથાર્થ સ્વરૂપમાં જ વહેતો રાખ્યો! જો આવેલી આપત્તિને હું સહન કરી લઉં અને નીચા આલંબનનો આશ્રય ન લઉં તો મને શું નુકસાન થવાનું છે? દેહની પીડા એ મારી પીડા નથી, દેહનું નુકસાન એ મારું નુકસાન નથી, કારણ કે દેહ જ મારો નથી. મહાપુરુષોએ કેવી રીતે દેહનો નાશ વહોરીને પણ આત્મસાધના કરી છે!' ઇત્યાદિ પ્રકારે આસક્તિને અશક્ત કરે છે અને પ્રમાદને પાંગળો કરે છે. આમ, દરેક પ્રસંગ એની ઉન્નતિનું કારણ બને છે. પરંતુ મતાર્થી જીવ પોતાના દોષ ઢાંકી, શિથિલાચારી બની પોતાની અધોગતિ નોતરે છે. મતાર્થી ખોટાં બહાનાં કાઢી ભોળા-અજ્ઞાની જીવોની આંખમાં ધૂળ નાખે છે. તેઓ ગુરુ તરીકેનાં માન-કીર્તિ મેળવવા માટે પોતાના આત્મહિતનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ કહે છે કે જે કોઈ ઐહિક લાભ કે કીર્તિના કારણે શિવસંગ છોડી દે છે તે મુનિઓ લોઢાના ખીલાને મેળવવા માટે દેવાલય તથા દેવને બાળે છે.૧ વિનયાદિના અધિકારી ન હોવા છતાં તેઓ શિષ્યો પાસે વિનયાદિ કરાવવા ઇચ્છે છે અને પોતાનું ઘોર અનર્થ કરે છે. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કહે છે કે ગુણ વિનાનો હોવા છતાં પણ લોકો તરફથી મળતાં વંદન, સ્તુતિ, આહાર-પાણી વગેરેથી ખુશ થઈને તે મેળવવા ઇચ્છા ૧- જુઓ : આચાર્યશ્રી યોગીદેવકુત, ‘પરમાત્મપ્રકાશ'. અધિકાર ૨. ગાથા ૯૨ 'लाहहँ कित्तिहि कारणिण जे सिव-संगु चयति । खीला-लग्गिवि ते वि मुणि देउलु देउ डहति ।।' Page #478 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨ ૪૩૧ રાખનાર પાડા, ગાય, ઘોડા, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વગર તે દેવામાંથી છૂટો થઈ શકશે નહીં.' (૪) મતાથ ગુરુઓને પોષવાવાળા મતાર્થી શિષ્યો પણ ઘણા હોય છે. મતાર્થી ગુરુ તેને માન આપે છે અને તે મતાર્થી ગુરુનો વિનય કરે છે. આમ, બન્ને એકબીજાનો અહંકાર પોષે છે. મતાર્થીને આત્મકલ્યાણનો રસ ન હોવાથી તે પોતાની અનેક જાતની લાલસા પૂરી કરનારને ગુરુ માને છે. ઉજ્વલ ચારિત્રવાન તથા સત્ય ઉપદેશ આપનારા ગુરુ પાસેથી પોતાની સંસાર વધારનારી માનાદિ લાલસાઓ પૂરી થતી ન હોવાથી તે સદ્દગુરુનો વિનય નથી કરતો, પણ તેમની સાથે ગેરવર્તણૂક કરે છે, તેમની સાથે કલહમાં ઊતરે છે, તેમનું વચન માન્ય નથી રાખતો; પરિણામે ગુરુદ્રોહી બનીને પતિત થાય છે. તે સદ્ગુરુ પાસે તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણવાનો ઉદ્યમ કરતો નથી અને અસદ્દગુરુનાં વિષય-કષાયપોષક વચનો સાંભળીને ઉત્સાહિત થઈ જાય છે અને તેમની સેવા-વૈયાવચ્ચમાં પ્રવૃત્ત થાય છે. અસદ્દગુરુને સદ્ગુરુ માનનાર મતાર્થીને તેમના મારફત પોતાનું માન પોષાતું હોવાથી તેમનો વિનય કરે છે. તે એમ માનતો હોય છે કે વિશાળ શિષ્યવૃંદવાળા પ્રતિષ્ઠિત ગુરુને સેવીએ તો જ આપણને સન્માન મળે, લોકોને આપણા ઉપર સભાવ રહે. આપણે જો મોટા પુરુષને અનુસરીએ તો જ લોકો પણ આપણો આદર-સત્કાર કરે, પાંચ માણસો આપણને પૂછવા આવે, આપણને મોટા ભક્ત તરીકે બિરદાવે અને અનેક લોકો તરફથી આદર-સત્કાર-સન્માન વગેરે મળે. તેથી પ્રતિષ્ઠિત ગુરુનો વિનય કરવો તે જ બરાબર છે, ભલે તેઓ સદ્ગુરુના ગુણો ધરાવતા ન હોય.' મતાર્થી જીવની આવી અવળી વિચારણા હોવાથી તેનું કલ્યાણ થતું નથી. તેને સંસારરોગ તો છે જ, તેમાં પાછું મતાથ ગુરુના સંગથી તે અયોગ્ય આચરણરૂપ કુપથ્ય ભોજન પણ કરે છે અને અસદ્દગુરુના અયોગ્ય આચરણને પુષ્ટિ પણ આપતો જાય છે, તેથી તેને અસદ્ગુરુની અસ–વૃત્તિઓનું અનુમોદન કરવાનું મહાપાપ લાગે છે; એટલે તેનો સંસારરોગ વધતો જાય છે. અસદ્ગુરુના બતાવેલ માર્ગથી મોક્ષપ્રાપ્તિને બદલે સંસારવૃદ્ધિ થાય છે. જે વહાણમાં બેસવામાં આવે તે વહાણનો કપ્તાન જ જ્યારે વહાણને ગાબડું પાડે તો કોણ ઉગારી શકે? વહાણના વિનાશની સાથે સાથે વહાણમાં બેસનારાઓનો પણ વિનાશ થાય છે; તેમ અસદ્દગુરુ અને તેમના શિષ્યો બન્નેનો વિનાશ થાય છે. અવળો નિર્ધાર કરનાર મતાથ ગુરુ અને મતાથ શિષ્ય બને ઉન્માર્ગનું સેવન ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૧૩, શ્લોક ૧૯ 'गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिग्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिर्विना ततस्ते भविता न निष्क्रयः ।।' Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરી દુર્ગતિમાં પડે છે અને ગાઢ કર્મબંધ કરી પોતાનો સંસાર વધારી મૂકે છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે કે જે પોતે તો સમ્યકત્વથી ભ્રષ્ટ છે, છતાં બીજાને પોતાના પગે પડાવવા ઇચ્છે છે; તે લૂલા, મૂંગા થઈ જાય છે, અર્થાત્ એ કેન્દ્રિય સ્થાવર થઈ નિગોદ યોનિમાં જન્મ પામે છે તથા તેને બોધિની પ્રાપ્તિ મહાદુર્લભ થઈ જાય છે. વળી, જે પુરુષ દર્શનભષ્ટ એવા મિથ્યાદષ્ટિને જાણવા છતાં લજ્જા, ગારવ અને ભયથી તેના પગે પડે છે, તેને પણ બોધિની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તે મિથ્યાત્વરૂપી પાપનું અનુમોદન કરે છે.' આમ, માન અને મતનો કામી એવો મતાથ જીવ અવળી વિચારણા કરી ભવભ્રમણ વધારે છે અને મુમુક્ષુ જીવ સવળી વિચારણા કરી આત્મકલ્યાણ કરે છે. શ્રી કાનજીસ્વામી કહે છે કે – જેમ કૂવામાં પાણી મીઠું અને એક જ જાતનું છે; પણ તે કૂવાના એક થાળામાં કાળીજીરીની પોટલી નાખી હોય તો તે થાળામાંથી નીકળતું બધું પાણી કડવું જ આવે અને બીજા થાળામાં સાકરની પોટલી નાખી હોય તો બધુંય પાણી ગળ્યું – સાકરના સ્વાદવાળું આવે; એમ આત્મારૂપી કૂવામાં મીઠું પાણી ભર્યું છે, પણ જેના હૃદયરૂપી થાળામાં મિથ્યાત્વરૂપી કડવાશ, મતાર્થ, માનાર્થ અને સ્વચ્છંદ ભર્યા છે તે જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ આત્માની નિરાકુળ શાંતિ, અકષાયપણું, સહજ આનંદ - તેનો અંશ પણ તેને ન આવે. તેનું કારણ એ છે કે તેની શ્રદ્ધા અને વર્તન વિપરીતપણે પરિણમે છે.”૨ જે આત્માઓ મોક્ષાભિલાષી છે, અર્થાત્ જે પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છે છે, તેમને વિનયમાર્ગનું રહસ્ય સમજાય છે; પરંતુ જે પોતાના મતના જ આરહી છે, તેઓ “સાચું તે મારું' એ નીતિને બદલે પોતાનું માનેલું જે છે તેને જ સાચું માનવાનો અને મનાવવાનો આગ્રહ રાખે છે. આવા મતાર્થીઓ વિનયમાર્ગનો ઊંધો અર્થ તારવી, ઉન્માર્ગના સેવનથી ગાઢ કર્મબંધ કરી, પોતાનો સંસાર વધારી મૂકે છે એમ આ ગાથાનો આશય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘દર્શનપાહુડી, ગાથા ૧૨,૧૩ 'जे दंसणेसु भट्टा पाए पाडंति दसणधराणं । ते होंति लल्लमूआ बोहि पुण दुल्लहा तेसिं ।। जे वि पडंति च तेसिं जाणंता लज्जागारवभयेण । तेसिं पि णत्थि बोहि पावं अणमोयमाणाणं ।।' ૨- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૨૮ Page #480 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ ૨ ૪૩૩ ‘હોય મુમુક્ષુ જીવ છે, મોહ શક્તિ રહિત; દુઃખરૂપ આ સંસારને, જાણે અથિર ખચિત. વિવેકથી ગુણવાન તે, સમજે એહ વિચાર; જેને તત્ત્વરુચિ વડે, થયો સત્ય નિર્ધાર. એથી અન્ય અજ્ઞાનથી, જેની મતિ વિપરીત; હોય મતાથ જીવ તે, અવળાને અવિનિત. દુર્વિદગ્ધ દોષે ભર્યા, મિથ્યા મન અહંકાર; જ્ઞાની કથિત સત્યાર્થનો, અવળો લે નિર્ધાર.'૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૮૫-૮૮) Page #481 -------------------------------------------------------------------------- ________________ Page #482 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૩ hาเดะจ, น.ฯ , 119A(ใน คิง หาเจ ott, nc รูป ดังนี้ Page #483 -------------------------------------------------------------------------- ________________ Page #484 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૩ | ગાથા| (અર્થ) A ગાથા ૨૨માં કહ્યું કે જે મુમુક્ષુ જીવ હોય તે વિનયમાર્ગાદિનો મૂળ હેતુ ભૂમિકા "] સમજે છે અને જે મતાથ હોય તે તેનો ઊંધો નિર્ધાર કરે છે. આમ, મતાર્થી જીવ વિનયમાર્ગનો પરમાર્થ સમજતો નહીં હોવાથી તે ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ તે ક્યારે પણ આત્માની સહજસ્વભાવદશા પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે મૂળમાં જ ભૂલ રહી જવા પામી છે. આવા મતાથપણાનું ફળ જણાવતાં શ્રીમદ્ કહે છે કે – “હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણો, અહીં કહાં નિર્પક્ષ.” (૨૩) જે મતાથી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. (૨૩) - આત્માર્થી જીવને માત્ર આત્માનું પ્રયોજન હોવાથી તેને સત્નો આદર પ્રગટે LA] છે, આત્માનો લક્ષ થાય છે અને તેની સર્વ પ્રવૃત્તિઓ સ્વરૂપજાગૃતિપૂર્વક થાય છે. પરંતુ જે જીવોને સત્ય કરતાં પોતાનો પક્ષ જ વધારે વહાલો છે અને જે પોતાના પક્ષના અતિશય આગ્રહી છે એવા મોહાધીન જીવોને આત્માનું લક્ષ કદાપિ થતું નથી. જ્યાં મત હોય છે ત્યાં સતું હોતું નથી અને જ્યાં સત્ એવા આત્માનો લક્ષ જ ન હોય ત્યાં આત્મપ્રાપ્તિ કઈ રીતે સંભવે? અને આત્મપ્રાપ્તિ વિના મોક્ષ કઈ રીતે સધાય? જીવમાં મુમુક્ષતાનો ઉદય થતાં આત્મલક્ષ બંધાય છે. આ ભૂમિકામાં પ્રવેશ થયા પહેલાં જીવ વાસ્તવિક ધર્મારાધના કરી શકતો નથી. આરહ-માન-અજ્ઞાનની પકડમાંથી જીવ કંઈક અંશે બહાર આવે પછી જ તેને આત્મલક્ષ બંધાય છે. તે પહેલાં કદાચ ધર્મનું બાહ્ય ખોળિયું તે ભલે ઓઢી લે, પણ તેનો ભાવ તો અશુદ્ધ જ રહે છે. તે ધર્મપ્રવૃત્તિ કરે તો પણ તેમાં તેનો આશય તો જાયે-અજાણ્યે સાંસારિક સુખો તથા માનાદિ મેળવવાનો જ રહે છે. તેની પ્રવૃત્તિના બાહ્ય આકાર-પ્રકાર ધર્મના હોવા છતાં, મલિન ભાવો ની મુખ્યતા હોવાથી સંસાર જ પુષ્ટ થાય છે. જે ધર્મપ્રવૃત્તિ વડે મુમુક્ષુ મુક્તિ પામે છે તે જ ધર્મપ્રવૃત્તિ વડે મતાર્થી સંસારવૃદ્ધિ કરે છે. સરળતા, મધ્યસ્થતા, વિનય આદિ ગુણોથી રહિત એવો મતાર્થી જીવ ધર્મપ્રવૃત્તિ દ્વારા પણ મોક્ષસાધક માધુર્યને બદલે શેરડીના ખેતરના શેઢે ઊગેલા લીમડાની જેમ સંસારવર્ધક કટુતાનો જ સંચય કરતો રહે છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, મતાર્થી જીવ ધર્મપ્રવૃત્તિ કરીને પણ સંસારવૃદ્ધિ કરતો હોવાથી તેવા જીવોને ચેતવવા આ ગાથાની બીજી પંક્તિમાં શ્રીમદ્ મતાથનાં લક્ષણો ભાખવાનો નિર્દેશ કરે છે. આ મહાદુર્ભાગી મતાર્થી જીવનાં લક્ષણો નિંદાદિના ઉદ્દેશ વિના, પક્ષપાતરહિતપણે અને આત્મહિતાર્થે કહેવાશે, જેથી જીવ પોતામાં રહેલા તે દોષ ઓળખી શકે અને તેને કાઢી શકે. આત્માર્થી જીવ હોય તો તેને આત્મલક્ષ દઢ થાય અને મતાર્થી જીવ હોય તો તેને મતાહથી છૂટવા નિમિત્ત મળે તે અર્થે “અહીં કહાં નિપેક્ષ' એમ કહી, ઉપોદ્ઘાતનો વિભાગ સમાપ્ત કરી, “મનાથનાં લક્ષણો'ના વિભાગની ભૂમિકા બાંધી છે. 7 મતાર્થી એટલે પોતાના મતનો અર્થી. મતાહ એ તેનું મુખ્ય લક્ષણ છે. વિશેષાર્થ ] મતાર્થીને આત્મકલ્યાણમાં રસ નથી હોતો, પરંતુ તેને તેનાં મત અને માનની જાળવણીમાં રસ હોય છે. તે કુટિલ અભિનિવેશની પકડમાં આવી ગયો હોય છે. તેને આત્મલક્ષ નથી હોતો. પોતાનું સાચું અને અન્યનું ખોટું એ સિદ્ધ કરવામાં જ એ વ્યસ્ત હોય છે. તેની વિપરીત મતિના કારણે તે સલૂને અસતું જાણે છે, અસતુને સતું જાણે છે; તત્ત્વને અતત્ત્વ જાણે છે, અ ને તત્ત્વ જાણે છે; ધર્મને અધર્મ જાણે છે, અધર્મને ધર્મ જાણે છે; હેયને આદેય જાણે છે, આદેયને હેય જાણે છે. આમ, અનેક પ્રકારે તેને વસ્તુસ્થિતિથી વિપરીત માન્યતા હોય છે. આવી ઊલટી મતિના કારણે તેને હિત-અહિતનું ભાન હોતું નથી. તે હિત છોડી અહિતમાં પ્રવૃત્તિ કરી દુઃખી થાય છે. જે માર્ગે આત્મહિત સધાય, તેનાથી વિમુખ થઈ તે અવળે માર્ગે ગતિ કરે છે. તે પોતાનો મત સિદ્ધ થાય તેવી પ્રવૃત્તિમાં જ રચ્યોપચ્યો રહે છે. માન અને મતના તુચ્છ સુખમાં આસક્ત રહી તે દુર્ગતિમાં પડે છે, પરંતુ તેનું તેને ભાન પણ હોતું નથી. તે તો પોતાના મતાહમાં જ મસ્ત હોય છે. મતાર્થીને પોતાની બુદ્ધિનું, પોતાની તર્કશક્તિનું અભિમાન હોય છે. તે પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતાનો મત સ્થાપન કરવા માટે કરે છે અને અન્યને હરાવ્યાનું મિથ્યાભિમાન રાખે છે. મતાહથી છૂટવું તેને ખૂબ વિકટ થઈ પડે છે, કારણ કે અસત્સંગ અને સ્વચ્છેદથી તેના મતાગ્રહની પકડ વધુ ને વધુ મજબૂત બનતી જાય છે. તેનામાં હિત-અહિતનો વિવેક ન હોવાથી તે નિજકલ્યાણ સાધી શકતો નથી. તેનો આત્મા મોહનિદ્રામાં હોવાથી તેની સર્વ પ્રવૃત્તિ તેને ભવભ્રમણ તરફ લઈ જાય છે. આવો મલિન-આશયી, હીનસત્ત્વી અને ભારે કર્મી મતાર્થી જીવ ભવાભિનંદી હોય છે. તે ભલે ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય, પરંતુ અંતરમાં તો તેને સંસાર જ ભલો અને રૂડો લાગતો હોવાથી તેને ભવનું જ બહુમાન હોય છે અને તેથી તે ભવાભિનંદી છે. ભવાભિનંદી જીવ એટલે ભવને - સંસારને અભિનંદનારો, સંસારને પ્રશંસનારો, Page #486 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩ ૪૩૯ સંસારને વખાણનારો, સંસારમાં રાચનારો, સંસારમાં રચ્યોપચ્યો રહેનારો, સંસારને મીઠો માનનારો જીવ. મોહના અતિશય પ્રબળપણાના કારણે તે ભવરોગનું નિવારણ ઇચ્છતો નથી, સંસારથી ઉદ્વેગ પામતો નથી, તેનાથી થાકતો નથી; તેથી ભવભ્રમણનો અંત લાવવાની તેને ઇચ્છા પણ થતી નથી. ઊલટું જે દ્વારા સંસારનો અંત થઈ શકે તે ધર્મ આચરીને પણ વિષયસુખ, માન-પૂજા આદિ સાંસારિક પ્રયોજનને સિદ્ધ કરવા તે મથે છે. આત્મા સુખસ્વરૂપ હોવા છતાં તે સુખનો આરોપ પરમાં કરે છે. દેહાત્મબુદ્ધિ તેને એટલી દઢ હોય છે કે હું કોણ છું?' “મારું સ્વરૂપ કેવું છે?' હું અહીં કેમ આવ્યો છું?' “મારી આ પ્રવૃત્તિનું ફળ કેવું મળશે?' આદિ હિતાહિતની વિચારણાનો અવકાશ પણ તેને રહેતો નથી. તેથી ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોવા છતાં તે મોક્ષમાર્ગ પામી શકતો નથી. ભવબંધનથી છૂટવા માંગતો હોય તે જ ભવબંધનથી છૂટે, પણ જે બંધાવા જ માગતો હોય તે કઈ રીતે છૂટી શકે? એટલે ખરેખર છૂટવા જ ન માગતા હોય તેવા આ ભવાભિનંદી મતાર્થી જીવો મોક્ષમાર્ગના અનધિકારી છે. મુમુક્ષુ જીવ ધાર્મિક પ્રવૃત્તિ આત્મલક્ષપૂર્વક કરે છે, તેથી તે સાર્થક થાય છે. પરંતુ ભવાભિનંદી એવો મતાર્થી જીવ લોકરંજન આદિ હેતુએ ધર્મ કરતો હોવાથી તેની આત્મપ્રગતિ થતી નથી. તે દાન આપે, વિનય કરે, સ્વાધ્યાય કરે; પણ તે સર્વ તે લૌકિક ભાવે કરે છે. તેની ક્રિયા માન-પૂજા, રિદ્ધિ-સિદ્ધિ આદિ લક્ષે થતી હોવાથી સંસારવૃદ્ધિનું કારણ બને છે. આમ, મતાર્થીની ધાર્મિક ક્રિયા નિષ્ફળ જાય છે, કારણ કે ફળપ્રાપ્તિનો આધાર માત્ર બાહ્ય ક્રિયા કે અનુષ્ઠાન ઉપર હોતો નથી, પરંતુ અંતરના આશય ઉપર હોય છે. બાહ્ય દષ્ટિએ એકસરખું જ અનુષ્ઠાન હોય, પરંતુ કર્તાના લક્ષ અનુસાર ફળપ્રાપ્તિ થાય છે. જેમ કે એક જ પ્રકારનું મિષ્ટાન રોગીને દુઃખકર થાય છે અને નીરોગીને શરીરની પુષ્ટિ કરનાર થાય છે. શાસ્ત્રોમાં કર્તાના અધ્યવસાયની અપેક્ષાએ અનુષ્ઠાનના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે – (૧) વિષ અનુષ્ઠાન – પૈસો, પદ, પ્રતિષ્ઠા, સ્ત્રી, સંતતિ, સિદ્ધિ, કીર્તિ આદિ ઐહિક - ઈહલોક સંબંધી ફળની ઇચ્છાથી કરાતું અનુષ્ઠાન, વિષથી થતાં અહિતની માફક જીવનું અહિત કરનાર હોવાથી વિષ અનુષ્ઠાન છે. દ્રવ્યવિષ તો એક ભવમાં મરણનું કારણ થાય છે, પરંતુ પોતાને ધાર્મિક કહેવરાવવા આદિની આકાંક્ષાથી થતું ભાવવિષરૂપ અનુષ્ઠાન અનેક જન્મ-મરણનો હેતુ થાય છે. જેમ દ્રવ્યવિષ પ્રાણોને હણે છે, તેમ આ વિષ અનુષ્ઠાન આત્મહિતને હણે છે. જે અનુષ્ઠાન દ્વારા આત્મપ્રાપ્તિ થઈ શકે, તે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કૃત, યોગબિન્દુ', શ્લોક ૧૫૩ 'एकमेव ह्यनुष्ठानं, कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन, भोजनादि गतं यथा ।।' Page #487 -------------------------------------------------------------------------- ________________ ४४० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અનુષ્ઠાન જો બાહ્ય સુખ, કીર્તિ, લોકપૂજાદિની પ્રાપ્તિ અર્થે થાય તો તેમાં મલિન ભાવોની પુષ્ટિ થતી હોવાથી વિષની જેમ આવું અનુષ્ઠાન ત્યાજ્ય છે. (૨) ગર (ગરલ) અનુષ્ઠાન – જે અનુષ્ઠાનમાં ઈહલોક સંબંધી અપેક્ષા ન હોય, પરંતુ જે અનુષ્ઠાન ઇન્દ્રાદિની પદવી કે વિદ્યાધર, ચક્રવર્તી, વાસુદેવ આદિનાં પદ, દેવોનાં સુખ, અપ્સરાઓના ઉપભોગ આદિ પરલોકનાં સુખની અભિલાષાથી કરવામાં આવે તે ગરલ અનુષ્ઠાન છે. ભોજન આદિમાં ભેળવેલું વિષ મિશ્ર ભાવે હોવાથી તેને “ગર' કહેવાય છે. જેમ ગર ગ્રહણ કરવાથી પ્રાણી ધીમે ધીમે ભાન ગુમાવે છે, તેમ ગર અનુષ્ઠાનો ધીમે ધીમે આત્મભાન ભુલાવનારાં હોય છે. આમ, તેનાથી જીવનું અહિત થતું હોવાથી તે ત્યાજ્ય છે. (૩) અનનુષ્ઠાન – પ્રયોજન કે લક્ષ્ય વિના, વિચાર વિના, ગતાનુગતિકતાથી, મૂઢતાપૂર્વક, રૂઢિવશ, બેધ્યાનપણે થતું અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે. ગાડરિયા પ્રવાહની જેમ અનુષ્ઠાન થાય છે, પરંતુ તેમાં ચિત્ત પરોવાયેલું હોતું નથી. અનુષ્ઠાન સમયે વચન અને કાયા તો તેમાં જોડાયેલાં રહે છે, પણ મન બીજે જ ફરતું હોય છે. તેથી તે અનુષ્ઠાનો શુભ હોવા છતાં ઉપયોગની જાગૃતિ વિનાનાં હોવાથી તેને અનુષ્ઠાન ગણ્યાં નથી. (૪) તદ્ધતુ અનુષ્ઠાન - મોક્ષપ્રાપ્તિના હેતુને નજર સામે રાખીને કરવામાં આવતું જે અનુષ્ઠાન, તે તદ્ધતુ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનો પૂર્ણ શુદ્ધ નથી હોતાં, છતાં પણ તેમાં મોક્ષપ્રાપ્તિની ભાવના હોવાથી પરંપરાએ મોક્ષના હેતુ થાય છે અને તેથી તે પ્રશસ્ય ગણવામાં આવે છે. તે અનુષ્ઠાનો મોક્ષને દષ્ટિસન્મુખ રાખીને કરવામાં આવતાં હોવાથી તે આદરણીય ગણાય છે. (૫) અમૃત અનુષ્ઠાન – આ અનુષ્ઠાન સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે. આ અનુષ્ઠાન મન-વચનકાયાની એકાગ્રતાપૂર્વક, ઉપયોગની સાવધાનીથી કરવામાં આવે છે, તેથી તે મોક્ષને આપનાર થાય છે. તે અવશ્ય ભવપાર ઉતારે છે, અમરતાને અર્પે છે, તેથી તેને અમૃત અનુષ્ઠાન કહ્યું છે. આ અનુષ્ઠાન તત્ત્વબોધપૂર્વક શ્રદ્ધા સહિત કરવામાં આવે છે. તેમાં વસ્તુબોધ યથાસ્થિત હોવાથી, તેમજ શુદ્ધ તત્ત્વની ઓળખાણ થયેલી હોવાથી તેમાં સંવેગનો રંગ હોય છે. આ અનુષ્ઠાન ભાગ્યવંત સમ્યગ્દષ્ટિ જીવોને જ હોય છે. આ પ્રકારે અનુષ્ઠાનના પાંચ ભેદ છે. તેમાં વિષ અને ગરલ અનુષ્ઠાનમાં તો ઇહલોક કે પરલોકના સુખની ઇચ્છા હોવાથી તે અનુષ્ઠાનોને ભવાભિવંગ કહેવાય છે. આ અનુષ્ઠાન જીવની ભવ સંબંધી આસક્તિ સહિત થતાં હોવાથી તે ભવને વધારનારાં જ થાય છે, તેથી તેને ભવાભિધ્વંગ નામ આપવામાં આવ્યું છે. આ અનુષ્ઠાન કરનારનું Page #488 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩ ૪૪૧ ચિત્ત તૃષ્ણાથી ખરડાયેલું હોવાથી ધર્મપ્રવૃત્તિ હોવા છતાં તે પરમાર્થે નિષ્ફળ જાય છે. વળી, અનનુષ્ઠાનમાં મનનો ઉપયોગ અર્થાત્ આભોગ નથી હોતો, તેથી અનાભોગ કહેવાય છે. આમ, પ્રથમ ત્રણ પ્રકારના અનુષ્ઠાનો ધર્મનો માત્ર આભાસ જ જન્માવે છે, માટે તે વર્જ્ય ગણ્યાં છે અને તેને મોક્ષસાધન તરીકે સ્વીકારવામાં નથી આવ્યાં. તદ્વેતુ અને અમૃત અનુષ્ઠાન મોક્ષ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક થતાં હોવાથી તે મોક્ષસાધક છે. આહિતની ભાવના સહિત થતાં હોવાથી તે અનુષ્ઠાનો સાર્થક બને છે. આમ, અનુષ્ઠાન કરવામાત્રથી જ પરિપૂર્ણતા સધાતી નથી, પરંતુ આત્માર્થે કરવામાં આવે તો જ તે સાર્થક બને છે. પરંતુ મતાર્થી જીવને આત્મલક્ષ ન હોવાથી તે તો વિષ, ગરલ કે અનનુષ્ઠાનમાં જ રચ્યોપચ્યો રહે છે, તેવાં અનુષ્ઠાનોનો આગ્રહ કરે છે અને વળી પોતાને મોટો ધર્માત્મા માને-મનાવે છે. મતાર્થી જીવનો આશય તો માન-પૂજા, ઐશ્વર્યાદિ મેળવવાનો હોય છે. માત્ર બાહ્ય ક્રિયા કે કોરા શાસ્ત્રવાંચનથી ધર્મ થઈ જશે એમ માની તે ચીલાચાલુ ઘરેડમાં ઘૂમ્યા કરે છે. તેને તો સંસાર લીલોછમ રાખવો હોય છે. તેને ભવદુઃખ લાગ્યું જ નથી. તેને સ્વરૂપપ્રાપ્તિની તમન્ના જાગી જ નથી. તેને આત્માની સાચી રુચિ જ પ્રગટી નહીં હોવાથી તેની ધર્મપ્રવૃત્તિથી તેના સંસારભ્રમણનો છેદ થતો નથી. તે જપ, તપ, જ્ઞાન, ધ્યાન વગેરે ક્રિયા કરે છે, પણ તેના મનમાં સંસારવાસના હોય છે. તે માનાદિની જાળમાં એવો ગૂંથાયેલો રહે છે કે તેને આત્મલક્ષ થતો જ નથી. જો તે સ્વરૂપલક્ષે ધર્મપ્રવૃત્તિ કરે તો તેનું સંસારભ્રમણ અવશ્ય તૂટે, પણ તેને સ્વરૂપની રુચિ જ નથી હોતી. શ્રીમદ્ પ્રકાશે છે ‘સૂત્રો, ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધનો, જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તો સફળ છે; નહીં તો નિષ્ફળ છે; જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહીં.'ર મતા જીવ ભાવાવેશમાં આવીને, કોઈ પ્રસંગથી દોરવાઈને, સાધુઓના સ્થૂળ પરિચયથી પ્રેરાઈને કે દેખાદેખીમાં ધર્મપ્રવૃત્તિ આદરે છે, પણ તે ધર્મપ્રવૃત્તિનું લક્ષ શું છે? તે ધર્મપ્રવૃત્તિ કેવી રીતે કરવામાં આવે તો ફળદાયી થાય? ધર્મ શું છે? ધર્મનું ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સૂત્રપાહુડ', ગાથા ૧૫ 'अह पुण अप्पा णिच्छदि धम्माई करेइ णिरव सेसाई । तह वि ण पावदि सिद्धिं संसारत्थो મળિયો ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૬ (ઉપદેશછાયા-૧૦) Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્વરૂપ શું છે? સ્વરૂપજાગૃતિ કેવી રીતે રખાય? મોક્ષપ્રાપ્તિ માટે કેવો પુરુષાર્થ કરવો જોઈએ? કયાં કયાં કારણોથી મને કર્મબંધ થાય છે? હું તે કર્મબંધને કેવી રીતે અટકાવી શકું? આ ધર્મપ્રવૃત્તિથી મારા આત્માની નિર્મળતા કેટલી થઈ? આદિનો વિચાર પણ તેને આવતો નથી, તેને તે જરૂરી પણ નથી લાગતો. તે માત્ર બાહ્ય ધર્મપ્રવૃત્તિથી કૃતકૃત્યતા માની લે છે, તેથી તેની સર્વ ધર્મપ્રવૃત્તિ નિરર્થક બને છે, એટલું જ નહીં, કર્મમલ વધારનારી પણ બને છે. તેની સર્વ ક્રિયાઓ સ્વરૂપજાગૃતિરહિત હોય છે. તે આકરા અભિગ્રહો પાળે છે, ઉપસર્ગ સહન કરે છે, સંસાર ત્યાગે છે, દીક્ષા લે છે; છતાં ભેદજ્ઞાનના અભાવે સંસારમાં જ રખડે છે. તે આત્માને ઉપકારી થાય એવું કાંઈ કરતો નથી. ધર્માનુષ્ઠાન લોકરંજન આદિ માટે જ કરાતાં હોવાથી, તે કહેવાપૂરતું દેશવિરતિપણું કે સર્વવિરતિપણું ધરાવતો હોય તોપણ વસ્તુતઃ તે મોક્ષમાર્ગમાં ન હોવાથી તેનામાં સમ્યકુચારિત્રનો અભાવ છે. લોકોને પ્રિય થવા અર્થે જ કરાતી ધર્મક્રિયાઓમાં આત્માર્થીપણાનો અભાવ હોવાથી તે નિષ્ફળ જાય છે. જ્યાં સુધી તેની પરિણતિ પરભાવમાં જ રાચે છે, જ્યાં સુધી તે પોતાની અનાદિ અસવાસના છોડતો નથી, જ્યાં સુધી તે સ્વ-પરનો ભેદ જાણવારૂપ ભેદજ્ઞાન કરતો નથી, ત્યાં સુધી તેની સમસ્ત ક્રિયાઓ નિરર્થક છે. તેને સ્વરૂપજાગૃતિનો લક્ષ નથી, માત્ર બાહ્ય ક્રિયાઓ કરીને ધર્મ કહેવડાવવું છે અને તેથી પોતાની માન્યતા સિદ્ધ કરવા તે કહે છે કે અમે તો જિનેશ્વર ભગવાને બતાવેલી ક્રિયાઓ કરીએ છીએ. એ નિરર્થક કેમ બને? અમે તેનાથી જ તરી જઈશું.' એમ કહીને તે શરીરની ક્રિયા કરવાને જ ધર્મક્રિયા માને-મનાવે છે અને ચૈતન્યની ક્રિયા ઉપર લક્ષ આપતો નથી, આત્મલક્ષની મુખ્યતા કરતો નથી. ક્રિયાઓનો લક્ષ સમજ્યા વિના તે દેહદમન આદિ અનેક કષ્ટ આપનારી ક્રિયાઓ કરે છે અને તેને જ મોક્ષમાર્ગ માનેમનાવે છે, પરંતુ મોક્ષમાર્ગ તો તે કહેવાય કે જેના વડે આત્મશુદ્ધિ થાય; અને જો તેવા લક્ષે ક્રિયાઓ ન થાય તો ગમે તેટલાં કષ્ટો સહન કરે તો પણ તે નિરર્થક જ નીવડે છે. આત્મશુદ્ધિરૂપ મોક્ષમાર્ગ માટે આત્મલક્ષની આવશ્યકતા રહે જ છે. આત્મલક્ષ વિના ભોગવેલું કષ્ટ માત્ર જનમનનું રંજન કરી શકે, પરંતુ આત્મરંજન તો ન જ કરી શકે. માત્ર બાહ્ય કષ્ટ ભોગવવાથી જગતની દષ્ટિએ ધર્મી બની શકાય, પરંતુ જ્ઞાનીની દૃષ્ટિએ ધર્મી બની શકાતું નથી. વળી, તે શાસ્ત્રાભ્યાસ કરે તો પણ તેની સમજ બૌદ્ધિક સ્તર સુધી જ રહે છે. તે આત્મા સંબંધી વાંચે છે, મોટી મોટી વાતો પણ કરે છે, પણ તેને આત્મલક્ષ જાગતો નથી. તેને સ્વને અનુભવવાની તાલાવેલી હોતી નથી. તેનો શાસ્ત્રાભ્યાસ પરલક્ષી હોય છે. પર પ્રત્યેનો તેનો તીવ્ર રસ સ્વરૂપરુચિને જાગૃત થવા દેતો નથી. સ્વરૂપની Page #490 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩ ४४३ રુચિપૂર્વક શ્રવણ-વાંચન કરતો નહીં હોવાથી સ્વપુરુષાર્થમાં તેનું વીર્ય સ્ફરતું નથી. સ્વરૂપની વાત સાંભળતાં, વાંચતાં, ચિતવતાં, ભાવતાં તેને અંતરંગ ઉમંગ આવતો નથી. ત્રિકાળી સ્વભાવ તરફ તેને રુચિ જ થતી નથી. ઉપર ઉપરથી અનેક શાસ્ત્રો વાંચી, શાસ્ત્રોના પરમાર્થ સુધી પહોંચ્યા વિના જ તે પોતાને મહાન માની શાસ્ત્રપ્રરૂપણ કરવા બેસી જાય છે. પરંતુ મિથ્યાત્વનો અભાવ હોવાથી તેનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ રહે છે. જેમ વિષથી દૂષિત થયેલું સુંદર ભોજન પણ ભક્ષણ કરવા યોગ્ય રહેતું નથી, તેમ મતાથનું શાસ્ત્રજ્ઞાન પણ તેના અસત્પરિણામથી દૂષિત હોવાથી અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઈ જાય છે. પરમ અમૃતરૂપ શાસ્ત્રબોધ પણ તે અસત્પરિણામવંત અનધિકારી મતાથી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષરૂપ પરિણમે છે. તેથી તે ગમે તેટલો મોટો પંડિત હોય, ગમે તેવો આગમવેત્તા - આગમધર - શાસ્ત્રવિશારદ કહેવાતો હોય, વાકપટુ હોય; તોપણ તેનાં પરિણામ મલિન હોવાથી તે અજ્ઞાની જ છે. તેનો સર્વ બોધ અબોધરૂપ જ છે. આત્મજ્ઞાન શબ્દાડંબર કે બુદ્ધિવિલાસથી પ્રાપ્ત થતું નથી, તેને માટે સ્વરૂપજાગૃતિ જોઈએ. માત્ર શાસ્ત્રાભ્યાસથી જડ અને ચેતન વચ્ચેનો ભેદ સ્પષ્ટ થતો નથી, તે માટે નિરંતર ભેદજ્ઞાનના અભ્યાસની આવશ્યકતા રહે છે. સમસ્ત પરપદાર્થો ઉપરથી દષ્ટિ હટાવી લઈ, અંતર્મુખ બનીને પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્મામાં તન્મય થવાથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તેથી ક્ષયોપશમનો કેટલો ઉઘાડ છે તે મહત્ત્વનું નથી, પરંતુ પ્રગટેલી જ્ઞાનશક્તિને આત્મકેન્દ્રિત કરવાનો કેટલો પ્રયત્ન કરવામાં આવે છે તે મહત્ત્વનું છે. આમ, આત્મલક્ષ વિના મતાથ ક્રિયા કરે કે શાસ્ત્ર-અભ્યાસ કરે, તોપણ તે સર્વ નિષ્ફળ છે. તપ કરો, સંયમ પાળો, સકળ શાસ્ત્રો વાંચો, પરંતુ જ્યાં સુધી આત્માનું ધ્યાવન થતું નથી ત્યાં સુધી મોક્ષ નથી થતો. કોઈ પણ કાર્યની સફળતા તેના લક્ષ્ય ઉપર આધારિત હોય છે. લક્ષ્યબિંદુ અનુસાર જ સિદ્ધિ મળે છે. પુરુષાર્થની યથાર્થતા માટે લક્ષ્યની સ્પષ્ટતા તથા તેનો નિર્ધાર થવો અત્યંત આવશ્યક છે. લક્ષ્યબિંદુના કારણે કાર્યપ્રણાલીમાં તથા કાર્યફળમાં આમૂલ પરિવર્તન આવે છે. મતાર્થીનું લક્ષ જ ખોટું હોવાથી તે આગળ વધી શકતો નથી, અટકી જાય છે. જ્યાં સુધી લક્ષ ખોટું હોય ત્યાં સુધી સત્ય માર્ગ ક્યાંથી સૂઝે? શુદ્ધાત્મસ્વરૂપ જ્યાં સુધી લક્ષગત ન થાય ત્યાં સુધી ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૭૭ 'इत्यसत्परिणामानुविद्धो बोधो न सुंदरः । तत्संगादेव नियमाद्विषसंपृक्तकान्नवत् ।।' ૨- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકૃત, ‘આરાધનાસાર', ગાથા ૧૧૧ 'अइ कुणउ तवं पालेउ संजमं पढउ सयलसत्थाई । जाम ण झावइ अप्पा ताम ण मोक्खो जिणो भणइ ।।' Page #491 -------------------------------------------------------------------------- ________________ ४४४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હિતનો ઉપાય ક્યાંથી સૂઝે? નિજસ્વરૂપની રુચિ વિના અને પોતાની ભૂલની ખબર પડ્યા વિના તે ગમે તેટલી ક્રિયા કરે, ગમે તેટલાં શાસ્ત્ર ભણે; પણ તેની ભૂલ ભાંગતી નથી અને તેનું કલ્યાણ થતું નથી. ધર્મની વાતો કરે કે શુભ પ્રવૃત્તિ કરે, પણ તેના અંતરમાં ભોગલાલસા અને માનાદિની તૃષ્ણા હોવાથી તેને ક્યારે પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરનો આશ્રય છોડી સ્વભાવનો આશ્રય કરવો તે ધર્મ છે, પરંતુ મતાર્થી શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતો નથી અને માનાદિમાં અટવાઈ જાય છે, તેથી તેનો પુરુષાર્થ નિષ્ફળ જાય છે. જો જીવ યથાર્થ કારણ આપે તો કાર્ય થાય જ. સ્વભાવ તરફનો પ્રયત્ન કરે અને આત્માનું કાર્ય ન થાય એમ બને નહીં. પ્રયત્ન સંસારનો કરે તો મોક્ષનું કાર્ય કેવી રીતે થાય? જ્ઞાન અને રુચિનો અંતર્મુખી ઉત્સાહ મોક્ષનું સાધન છે. તેના બળે મિથ્યાત્વાદિ ક્ષણે ક્ષણે તૂટતા જાય છે. અંતરની રુચિપૂર્વક ભેદજ્ઞાનનો અભ્યાસ કરે તો સ્વરૂપ પ્રાપ્તિ થયા વિના રહે નહીં. આત્માનો નિર્ણય કરી, ઉપયોગને અંતર્મુખ કરતાં કાર્ય સિદ્ધ થાય છે. જે જીવ મોક્ષનો કામી છે - મુમુક્ષુ છે, તેનું લક્ષ તો આત્મશુદ્ધિ તરફ હોય છે. તેની પ્રવૃત્તિ આત્મલક્ષપૂર્વકની હોય છે. ધાર્મિક પ્રવૃત્તિથી પોતાનાં ગુણો પ્રગટે છે કે નહીં, દોષ નિવૃત્ત થાય છે કે નહીં તેનું નિરીક્ષણ તે કરે છે. તે જાણે છે કે આત્મસ્વરૂપના લક્ષના અભાવના કારણે તેનો અનાદિ કાળનો પુરુષાર્થ નિષ્ફળ ગયો છે. સર્વ ક્રિયાઓ અને શાસ્ત્રો એક આત્માની ઓળખાણ અર્થે છે. આત્માની ઓળખાણ કરવી એ જ દુર્લભ મનુષ્યભવની સાર્થકતા છે. તેથી મુમુક્ષુ જીવ સ્વલક્ષે સત્સાધનની આરાધનામાં રત રહે છે અને ધ્યેયપ્રાપ્તિના માર્ગમાં થતી પોતાની પ્રવૃત્તિ અને પ્રગતિ હંમેશાં અપક્ષપાતપણે ચકાસતો રહે છે. તે સત્પરુષાર્થમાં પાછી પાની કરતો નથી અને પરિણામના સૂક્ષ્મ અવલોકન દ્વારા સ્વભાવની સન્મુખ થતો જાય છે. મુમુક્ષુ પોતાના આત્માની ભાવના સતત ભાવે છે. પનિહારી વાતો કરવા છતાં પાણીના બેડાં ઉપરથી પોતાનું લક્ષ ચૂકતી નથી, ભરબજારમાં લોકોના કોલાહલ વચ્ચે નટ વાંસ લઈને દોર ઉપર ચડે છે ત્યારે તેનું લક્ષ દોર ઉપર ચાલવામાં જ હોય છે, તેમ સર્વ પ્રવૃત્તિ કરતાં મુમુક્ષુનું લક્ષ પોતાના આત્મા પ્રત્યે જ હોય છે. પોતાનાં દેહની અને મનની પ્રવૃત્તિઓ અને વિશેષતાઓથી ગ્લાનિ કે ગૌરવ ન પામતાં મુમુક્ષુ જીવ ‘હું અખંડ, આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું; મન, વાણી અને કાયા એ હું નથી; મન, વાણી અને કાયાથી થતાં કાર્યો એ મારાં નથી' એમ કાયાદિ સાથે પોતાનું તાદાભ્ય ન અનુભવતાં શુદ્ધ જ્ઞાયકભાવ સાથે જ પોતાનું તાદાભ્ય સ્થાપે છે. તે જ્ઞાયકસ્વભાવી આત્માની ભાવનાનું જ ઘોળણ કરે છે, તેમાં જ મગ્ન થાય છે. આ રીતે આત્મલક્ષપૂર્વક પ્રવર્તવાથી, આત્મા ઉપર દૃષ્ટિ કરીને તેમાં સ્થિરતા કરવાથી તેને પૂર્ણ Page #492 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩ ૪૪૫ પરમાત્મપદ પ્રગટે છે. આમ, જે ભવ્ય જીવ સ્વભાવને જાણીને ભાવે છે, તે જરામરણનો વિનાશ કરી પ્રગટ નિર્વાણને પામે છે." આમ, જેને નિજાત્માની સહજ શાંત દશાની અભિલાષા છે એવા આત્માર્થી જીવને આત્મલક્ષ બંધાયો હોવાથી તેને આત્માની વાતમાં ઉમંગ આવે છે, તેનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે; પરંતુ જે આત્માથી નથી તેવા જીવન પરની વાત આવે ત્યાં ઉત્સાહ રહે છે, પરંતુ સ્વની વાતમાં કંટાળો આવે છે. ક્વચિત્ કંટાળો ન આવે તોપણ જ્ઞાનીના બોધમાં, સ્વરૂપની વાતમાં તેને અપૂર્વતા લાગતી નથી. આત્માર્થિતાના અભાવમાં નિજાક્ષાદિનો આગ્રહ અને પ્રમાદવાળી વૃત્તિના કારણે જ્ઞાનીની વાત સાંભળવા છતાં પ્રયોગાત્મક અભ્યાસમાં તેને ઉત્સાહ વર્તતો નથી. આત્મસ્વરૂપની વાતમાં મારી વાત, મારા સુખની વાત, મારી સમૃદ્ધિની વાત' એમ ભાસતું ન હોવાથી મતાથને યથાર્થ પુરુષાર્થ ઊપડતો નથી. તેને તો ગમે તે પ્રકારે પોતે માની લીધેલો મત જ સિદ્ધ કરવાનું પ્રયોજન હોવાથી આત્મલક્ષ થતો નથી અને તેથી કાર્યસિદ્ધિ થતી નથી. તેને પોતાના મતનો જ અભિનિવેશ - આગ્રહ હોય છે. તેનામાં વિશાળ અને કાંતદષ્ટિનો અભાવ હોય છે અને સાંકડી એકાંતદષ્ટિનો સ્વીકાર હોય છે. તે મત અને માનનો જ ગ્રાહક હોય છે. તેને આત્મકલ્યાણની રુચિ, આત્મહિતની દરકાર જ ન હોવાથી આત્મલક્ષ થતો નથી. આવા મતાર્થી જીવનાં લક્ષણો અપક્ષપાતપણે કહેવાનું શ્રીમદ્ પ્રસ્તુત ગાથામાં નિર્દેશન કરે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં શ્રીમદે જણાવ્યું છે કે ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાનીપણું જ્યાં સુધી હોય છે, ત્યાં સુધી જીવને આત્માનું લક્ષ થતું નથી. પૂર્વની ગાથાઓમાં ગર્ભિતપણે મતાથનાં લક્ષણો બતાવી હવે શ્રીમદ્ પ્રગટપણે અને નિષ્પક્ષપાતપણે મતાર્થીનાં લક્ષણો કહેશે. આ લક્ષણો બતાવવાનો હેતુ સ્પષ્ટ કરતાં ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે - ‘આ બતાવવાનો હેતુ એ છે કે જીવ પોતે પોતાના ભાવોને તપાસી વિરાધનાના માર્ગે હોય તો તેનાં માઠાં પરિણામોને વિચારી આરાધનાના માર્ગે વળે. પાપાચાર છોડી, સદાચારનો રાહ અપનાવે. જ્ઞાની પુરુષો વિરાધક જીવોનું વર્ણન કરી તેમની નિંદા કરવા નથી માગતા, વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માગે છે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘ભાવપાહુડ', ગાથા ૬૧ 'जो जीवो भावंतो जीवसहाव सुभावसंजुत्तो । सो जरमरणविणासं कुणइ फुडं लहइ णिव्वाणं ।।' ૨- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૧, પૃ.૧૯૮ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘હોય મતાર્થી તેહને, અસદાગ્રહનું જોર; તત્ત્વ તણી દરકાર નહીં, ભાવ અંધારું ઘોર. એવા ભારે કમને, થાય ન આતમલક્ષ; નિજ કુળ મતનો એ કદી, છોડી ન શકે પક્ષ. દેહ અને દેહાર્થના, મમત્વનો નહીં પાર; તેહ મતાથ લક્ષણો, જાણી તજો અસાર. જાણ્યા વિણ ભૂલા પડે, હોય કદાપિ દક્ષ; માટે લક્ષણ જાણવા, અહીં કહ્યાં નિર્પક્ષ.” ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૮૯-૯૨) Page #494 -------------------------------------------------------------------------- ________________ ખંડ - પ્રકરણ - ૨ મતાર્થીલક્ષણ (ગાથા ૨૪ - ૩૩) Page #495 -------------------------------------------------------------------------- ________________ Page #496 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૪ 4 'น (จ.เ เ รุแจง18, 8 ตุเจ ริ ทน4เคานหา, ใบใหis heet. Page #497 -------------------------------------------------------------------------- ________________ Page #498 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૪ ... અનાદિ કાળથી ઘોર મિથ્યાત્વવશ કરેલ સંસારપરિભ્રમણ દરમ્યાન જીવ ભૂમિકા "] અનંત દુઃખ પામતો રહ્યો છે. ચતુર્ગતિના નિબિડ અંધકારમાં ધર્મના યથાર્થ સ્વરૂપ વિષે તે અજાણ જ રહ્યો છે. પુણ્યોદયના કારણે ક્યારેક તેને ધર્મ વિષે કંઈક જાણવા મળ્યું, તોપણ અનાદિના કુસંસ્કારના કારણે તેને સાચા આત્મધર્મનું માહાભ્ય સમજાયું નહીં. એ હતભાગી જીવે - ચંદ્રને બદલે, ચંદ્રનો નિર્દેશ કરનાર આંગળીને જોયા કરનારની જેમ - અત્યંતર ધર્મના કારણરૂપ એવા બાહ્ય ધર્મને જ સર્વસ્વ માની રહી લીધો. કાં તો આત્મસ્વરૂપમાં સ્થિતિ થવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીપુરુષોએ જે બાહ્ય સાધનોનો આશ્રય દર્શાવ્યો છે, તેને જ પૂર્ણ મોક્ષમાર્ગ સમજી તે જીવ ક્રિયાજડ બની બેઠો; કાં તો આત્મસ્વરૂપને સમજાવનારાં શાસ્ત્રોની જાણકારીને આત્મજ્ઞાન માની લઈ તે જીવ શુષ્કજ્ઞાની થઈ ગયો. આમ, ધર્મના સ્વરૂપ વિષે કંઈક જાણવા મળ્યું છતાં મોક્ષના ઉપાય અંગેની વિપરીતતાના કારણે તેના ભવચક્રનો એક પણ આંટો ટળ્યો નહીં. આત્મકલ્યાણનો ઉપાય યોજતાં યોજતાં દિશાવિહીન થઈ, માર્ગશ્રુત થઈ જનારા આવા અભાગી જીવનાં લક્ષણો શ્રીમદ્ હવે વર્ણવે છે. પ્રથમ ૨૩ ગાથામાં મંગલાચરણ, ગ્રંથરચનાનો હેતુ, ક્રિયાજડ તથા શુષ્કજ્ઞાની જીવોનાં સામાન્ય લક્ષણો, સદ્ગુરુનાં લક્ષણો, તેમની આવશ્યકતા, તેમનું માહાત્મ અને ઉપકાર, તેમની વિનયોપાસના વગેરેની સમજણ આપ્યા પછી ગાથા ૨૩માં કરેલ નિર્દેશ અનુસાર શ્રીમદ્ ગાથા ૨૪ થી ૩૩ સુધીની દસ ગાથાઓમાં નિષ્પક્ષપણે મતાર્થી જીવનાં લક્ષણો બતાવે છે. બાહ્ય દૃષ્ટિથી જોવામાં આવે તો મતાર્થી અને આત્માર્થી બને ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોવાથી બન્ને સરખા લાગે છે, પરંતુ બન્નેનાં લક્ષણો દ્વારા તેમની ભિન્નતાનો બોધ થતાં તેઓ બન્ને સ્પષ્ટપણે જુદા જણાય છે. અત્રે શ્રીમદે પ્રથમ મતાર્થીનાં લક્ષણોનું નિરૂપણ કર્યું છે. લક્ષ્યને ઓળખાવે તેનું નામ લક્ષણ. જાણવા યોગ્ય તે લક્ષ્ય, તેને ઓળખાવનાર એ તેનું લક્ષણ. અત્રે જાણવા યોગ્ય મતાથ છે અને તેને ઓળખાવનાર તે મતાર્થીનું લક્ષણ છે. જે માત્ર મતાથમાં હોય, વળી સર્વ પ્રકારના મતાર્થીઓમાં હોય તથા તેની સર્વ અવસ્થાઓમાં વિદ્યમાન હોય, તે વિશિષ્ટ લક્ષણથી જ મતાથ લક્ષિત હોય છે. આરહ એ મતાથને ઓળખાવનાર લક્ષણ છે. આગ્રહ માત્ર મતાથમાં જ વિદ્યમાન હોય છે. આત્માર્થી જીવોમાં તેનો સર્વ કાળે સર્વથા અભાવ હોય છે. ક્રિયાજડ કે શુષ્કજ્ઞાની - સર્વ મતાર્થીઓમાં અને તેમની સર્વ અવસ્થાઓમાં Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આગ્રહ વિદ્યમાન હોય છે, તેથી આગ્રહ લક્ષણથી, લક્ષ્ય એવો મતાથ લક્ષિત થઈ શકે છે. પોતાના માનેલા મતનો જે અર્થી છે, અર્થાત્ આગ્રહી છે તે મતાથ છે. મતાથ જીવની વૃત્તિ માન-મોટાઈને સાચવવામાં અને પોતાના મતના આગ્રહમાં રોકાયેલી રહે છે, તેથી તેને સાચું સમજવાનો અવકાશ રહેતો નથી અને પરિણામે તે આત્મહિત ચૂકી જાય છે. તે સત્વનું ગ્રહણ કરવાને બદલે અસતુનું ગ્રહણ કરે છે, એટલું જ નહીં પણ તેનો એકાંતે જકારરૂપ આગ્રહ પણ કરે છે. આ જ તેનું મતાર્થીપણું છે. સમ્યક્ તત્ત્વવ્યવસ્થાનું તેને ભાન નથી અને તેથી તે એકાંતે કોઈ એક પક્ષનું ગ્રહણ કરી ‘તે આમ જ છે' એમ દુરાગ્રહ કરે છે અને તે જ મતાથનું મુખ્ય અને સર્વવ્યાપક લક્ષણ છે. આમ, જેનામાં પોતાના આત્માનું કલ્યાણ કરવાની યથાર્થ વૃત્તિનો અભાવ હોય છે, અર્થાત્ અનેકવિધ ધર્મકરણી કરવા છતાં પણ જેનું વલણ મોક્ષાભિમુખ થયું હોતું નથી, મોક્ષમાર્ગના ઉપાયો યોજતાં જે ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની બની જાય છે, તેવા મતાર્થી જીવનાં લક્ષણો આ દસ ગાથાઓમાં બતાવ્યાં છે. ગાથા ૪-૫માં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જીવોનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યું હતું, તેનો જ હવે આ પ્રકરણમાં વિસ્તાર કર્યો છે. બન્ને પ્રકારના મતાર્થી જીવોની વૃત્તિ-પ્રવૃત્તિની વિસ્તૃત સમજણ દ્વારા જીવ પોતામાં તેવા દોષ હોય તો તેને શોધીને તે દૂર કરવા પ્રયત્ન કરે એવા પવિત્ર હેતુએ શ્રીમદે આ લક્ષણો બતાવ્યાં છે એમ આ પ્રકરણની છેલ્લી ગાથા(૩૩)માં દર્શાવ્યું છે. આ લક્ષણોને વિચારી, આંતર નિરીક્ષણ કરી, તેવાં લક્ષણ પોતામાં છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવી અને હોય તો તે દૂર કરવા પ્રયત્ન કરવો કે જેથી સર્વ ધર્મપ્રવૃત્તિ સફળ નીવડે. આ હેતુને પાર પાડવા શ્રીમદે મતાથનાં લક્ષણો દર્શાવતી આ દસ ગાથાઓમાંની પાંચ (૨૪-૨૮) ગાથાઓમાં ક્રિયાજડ મતાથનું સ્વરૂપ દર્શાવ્યું છે, પછીની ત્રણ (૨૯-૩૧) ગાથાઓમાં શુષ્કજ્ઞાની મતાર્થીના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે અને અંતિમ બે (૩૨-૩૩) ગાથાઓમાં બન્ને પ્રકારના મતાર્થીનાં સામાન્ય લક્ષણો દર્શાવી ઉપસંહાર કર્યો છે. ક્રિયાજડ વ્યવહારાભાસી મતાર્થીનાં લક્ષણ દર્શાવતી પાંચ ગાથાઓમાં શ્રીમદે તે મતાથમાં દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ પરમ અવલંબનભૂત આત્મહિતકારી તત્ત્વ સંબંધી કેવી મિથ્યા માન્યતા અને મતાગ્રહ પ્રવર્તે છે તેનું વિવરણ કર્યું છે. પ્રથમ ગાથામાં ગુરુતત્ત્વ સંબંધી મતાર્થીની મિથ્યા માન્યતારૂપ મતાર્થનું દર્શન કરાવતાં શ્રીમદ્ કહે છે – ‘બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ.' (૨૪) ગાથા Page #500 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪ ૪૫૩ આથી જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. (૨૪) 2 મનુષ્યભવની સફળતા સદ્ગુરુના યોગ ઉપર નિર્ભર છે, કારણ કે મોક્ષમાર્ગ ભાવાર્થ 1 સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. તેમના લક્ષ લક્ષ કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે, તેથી આત્મપ્રાપ્તિનો ઇચ્છુક જીવ આત્મજ્ઞાની ગુરુની શોધ કરી, તેમની આજ્ઞાએ વર્તા, પરમાર્થને પ્રાપ્ત કરવાનો ભાવ રાખે છે. આ વર્તમાન દુષમ કાળમાં પરમાર્થની વિશેષ હાનિ થઈ હોવાથી સાચા ગુરુ કેવા હોવા જોઈએ, સાચા માર્ગદર્શકનું સ્વરૂપ કેવું હોવું ઘટે તે સંબંધી મિથ્યા માન્યતા પ્રવર્તે છે અને કોઈક તો વળી તેનો દુરાગ્રહ કરી પરમાર્થમાર્ગના અનધિકારી બની જાય છે. સાંપ્રત કાળમાં ગુરુતત્ત્વ સંબંધી માન્યતામાં બે પ્રકારનું મતાર્થીપણું જોવા મળે છે – (૧) જે વ્યક્તિમાં બાહ્યથી - દેખીતી રીતે વિષયભોગોનો ત્યાગ હોય, પણ આત્મસ્વરૂપની પકડ નહીં હોવાના કારણે જેમનું ચિત્ત વિષયોમાં ભટકતું હોય; અર્થાત્ અંતરંગ વિરક્તિનો અભાવ હોય તેવી વ્યક્તિને, માત્ર બાહ્ય ત્યાગ હોવાથી ગુરુપદે સ્થાપિત કરવા એ મતાર્થીનું લક્ષણ છે. બાહ્યદૃષ્ટિવાળા જીવને સ્વરૂપમહિમાના અભાવે આત્મજ્ઞાનનું માહાભ્ય હોતું નથી, તેથી તે બાહ્ય ત્યાગથી પ્રભાવિત થઈ જાય છે. પોતે ખાવા-પીવાનો, વસ્ત્ર, ધન આદિનો ત્યાગ કરી શકતો નથી, તેથી બીજા કોઈનો વસ્ત્ર, ધન વગેરેનો બાહ્ય ત્યાગ જોઈને ‘તેમણે ઘણું કર્યું અને તેઓ મારા કરતાં ઊંચા છે, મહાન છે, જ્ઞાની છે, ગુરુવર્ય છે' એમ માને છે અને નમસ્કાર આદિ દ્વારા તેમનો વિનય કરે છે. જેમને બાહ્ય ત્યાગ હોય તે વ્યક્તિ તેને ધર્મિષ્ઠ લાગે છે, તેમણે ઘણો આત્મવિકાસ સાધેલ છે એમ લાગે છે; પરંતુ તે સમજતો નથી કે જો તે બાહ્યત્યાગી જીવ આત્મજ્ઞાનરહિત હોય તો તેઓ અજ્ઞાન સેવી રહ્યા હોવાથી તેઓ પણ તેની પોતાની જાતના જ છે. અનાદિ કાળથી શ્રદ્ધાની શુદ્ધિ કર્યા વિના તેણે પોતે પણ બાહ્ય ત્યાગનો આગ્રહ રાખ્યો છે, પણ મિથ્યાત્વના ત્યાગ વિના તે બંધનરૂપ નીવડ્યા છે એ તેને સમજાતું નથી. આત્મજ્ઞાન વિના જેમણે માત્ર બાહ્ય ત્યાગ રહણ કર્યો છે એવા અંતર્લાગ વિનાના પોતાના માની લીધેલા ગુરુ વિષે માહાભ્યબુદ્ધિ હોવી તે એક પ્રકારનો મહાગ્રહ જ છે. (૨) પોતાના બાપદાદાએ માનેલ ધર્મ(સંપ્રદાય)ના ગુરુમાં મમત્વ રાખવું, ભલે તેઓ ગમે તેવા અજ્ઞાન અને શિથિલ આચારથી ભરપૂર હોય, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તતા હોય, સ્વચ્છંદી હોય, કદાઝહી હોય; છતાં પણ દષ્ટિરાગથી તેમને સાચા ગુરુ માની, તેમને ગુરુપદે સ્થાપિત કરવા એ પણ મતાથનું લક્ષણ છે. અહીં કુળગુરુને Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તજવાની વાત કરી નથી, પરંતુ તે કુળગુરુમાં સદ્ગુરુનાં લક્ષણો છે કે નહીં, અર્થાત્ તેઓ આત્માનુભૂતિ પામ્યા છે કે નહીં એની પરીક્ષા કરીને પછી જ તેમનામાં શ્રદ્ધા સ્થાપવા યોગ્ય છે. કુળગુરુમાં પૂજ્યભાવ સ્થાપવાનો નિષેધ કર્યો નથી, પણ માત્ર પોતાના ગચ્છ કે સંપ્રદાયના હોવાથી સગરલક્ષણસંપન્નતાની ખાતરી કર્યા વિના તેમનામાં પૂજ્યભાવ રાખવાથી તેઓ આત્માને કોઈ પણ પ્રકારે ઉપકારી થઈ શકે નહીં; અને ઉપકાર ન કરી શકે તોપણ તેમનામાં મમત્વ કે આગ્રહ રાખવો તે મતાર્થિતા છે એમ અહીં સૂચવ્યું છે. આમ, અહીં સુગુરુ-કુગુરુનો નિર્ણય કરી, કુગુરુને છોડી સુગુરુની શ્રદ્ધા કરવાની ગર્ભિતપણે ભલામણ કરી છે. ત શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ અર્થે જીવે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય વિશેષાર્થ : 1 છે. સર્વજ્ઞદેવ તથા નિગ્રંથ ગુરુ આ વીતરાગ સન્માર્ગની પ્રરૂપણા કરે છે. તેઓ આ સન્માર્ગના પ્રણેતા તથા આધારસ્તંભ છે. આ કાળમાં વીતરાગદેવ તેમજ વીતરાગધર્મનું યથાર્થ સ્વરૂપ સદ્ગુરુ દ્વારા ઓળખી શકાતું હોવાથી ગુરુતત્ત્વમાં દેવતત્ત્વ તથા ધર્મતત્ત્વ સમાવિષ્ટ થાય છે. આમ, દેવ, ગુરુ અને ધર્મ એ તત્ત્વત્રયીમાં ગુરુ કેન્દ્રમાં છે. સદ્દગુરુ જગતમાં સૌથી મોટા દાતાર છે, સિદ્ધપદ દેનાર છે. તેઓ કેવળજ્ઞાન અને પરમાનંદનું દાન આપી જીવનું અનાદિનું ભિખારીપણું ટાળે છે. સદગુરુ વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ વડે તેની વૃત્તિનું ઉત્થાન કરાવે છે અને તેને મોક્ષ પ્રતિ વાળે છે. તેઓ તેને ચૈતન્યની અનંત શક્તિઓનું ભાન કરાવે છે અને અત્યંત કરુણાથી તેને ચૈતન્યનિધાન બતાવી, તેની પ્રાપ્તિની પ્રબળ ઝંખના જગાડે છે. તેઓ અનંત વર્ષોથી દ્રવ્યદળમાં રહેલા આત્મસમૃદ્ધિના ખજાનાને શોધવાનો માર્ગ બતાવે છે અને જીવ જ્યારે તે ખજાનો કાઢતો હોય ત્યારે તેની પડખે રહી, પ્રેરણા તથા હિંમત આપે છે. તેને મોક્ષમાર્ગ પ્રત્યે નિરુત્સાહી થઈને ડગતો જુએ તો તરત તેના પ્રત્યે વાત્સલ્ય બતાવીને તેનામાં માર્ગ પ્રત્યેનો ઉત્સાહ જગાડે છે અને તેને મોક્ષમાર્ગમાં સ્થિર કરે છે. આમ, સદ્ગુરુ તેને રાગ-દ્વેષના ચક્રમાંથી ઉગારે છે અને સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે. આત્મકલ્યાણના અર્થીએ આવા મહદ્ ઉપકારી સદ્ગુરુની ઓળખાણ કરીને તેમની ઉપાસના કરવી આવશ્યક છે. જો ખોટા ગુરુ મળી ગયા તો તેમના આદેશ-ઉપદેશ પ્રમાણે થતી સર્વ ધર્મારાધના ખોટી રીતે થાય છે, તેથી સદ્ગુરુનાં લક્ષણોથી રહિત વ્યક્તિને ગુરુસ્થાને સ્વીકારી લેનારની ધર્મારાધનાનો ભારે ઉદ્યમ પણ વ્યર્થ જાય છે. એવા જીવોની સ્થિતિ ઊંટવૈદ્યની સારવાર લઈ રહેલ રોગી જેવી છે. જો ઇલાજ કરનાર વૈદ્ય પોતે જ મૂર્ખ હોય તો તેની આપેલી દવા ખાવાથી વ્યાધિગ્રસ્ત માણસ નીરોગી Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ થઈ શકતો નથી. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કહે છે કે સર્વ તત્ત્વોમાં ગુરુ મુખ્ય છે, કારણ કે આત્મહિત માટે જે જે ધર્મો કરવાના છે, તે તે તેમના કહેવાથી સાધી શકાય છે. તેથી તેમની પરીક્ષા કર્યા વગર જો તેમનો આશ્રય કરવામાં આવે તો ધર્મ સંબંધી કરાતા પ્રયાસો નકામા જાય. જ્યાં ધર્મના બતાવનાર ગુરુ શુદ્ધ ન હોય, ત્યાં અવિધિએ ધર્મ ક૨વાથી જીવ મોક્ષે જઈ શકતો નથી. જો રસાયણ ખવડાવનાર વૈદ્ય મૂર્ખ હોય તો તે ખાવાથી વ્યાધિગ્રસ્ત જીવ નીરોગી થઈ શકતો નથી. તેથી મોક્ષમાર્ગે નિશ્ચિત પ્રગતિ ઇચ્છતા મુમુક્ષુને સદ્ગુરુનો યોગ થવો અત્યંત આવશ્યક છે.૧ ગાથા-૨૪ જેમને આત્મજ્ઞાન છે, આત્માની સહજ આનંદદશાનો જેમને અનુભવ છે, સ્વ અને પરની ભિન્નતા જેમને સ્પષ્ટ ભાસી છે અને જેમની પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં છે તે જ સાચા સદ્ગુરુ છે. તેમને શોધી, તેમના આશ્રયે જવું એ આત્માર્થાનું કર્તવ્ય છે. જેઓ આત્મજ્ઞાનરહિત છે, જેમને આત્માના ગુણોનું અંશે પણ વેદન થયું નથી તેમને માત્ર બાહ્ય ત્યાગ હોવાથી કે કુળગુરુ હોવાથી સદ્ગુરુ માનવા તે માત્ર ભ્રમ જ છે અને તેવી ભ્રામક માન્યતાનો આગ્રહ કરવો તે મતાર્થીનું વ્યાપક લક્ષણ છે. આ બે પ્રકારના મતાર્થને હવે વિસ્તારથી જોઈએ (I) ‘બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય' જેને આત્મજ્ઞાન નથી, એટલે કે જેનું મિથ્યાત્વ હજી ટળ્યું નથી, જેને આત્મભ્રાંતિરૂપ દર્શનમોહ ગયો નથી, પરમાં સુખબુદ્ધિ હોવાથી અંતરંગ વૈરાગ્ય પ્રગટ્યો નથી અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાયો પ્રવર્તે છે, તેવો અજ્ઞાની જીવ બાહ્યત્યાગી હોય તોપણ ગુરુ થવા માટે અપાત્ર છે. જેમની મિથ્યાત્વગ્રંથિ છેદાઈ નથી, તેમનો માત્ર બાહ્ય ત્યાગ જોઈને, તેમને નિગ્રંથ માની ગુરુપદે સ્થાપનાર મતાર્થી જીવને ભ્રાંતિરૂપ આવરણ વર્તે છે. આત્મજ્ઞાનરહિત બાહ્યત્યાગી રાજ્યાદિ છોડી સાધુ થાય, ઉગ્ન અનશનાદિ તપ કરે, ક્ષુધાદિ બાવીસ પરિષહો સહન કરે, વ્રતભંગનાં અનેક કારણ મળે તોપણ દંઢ રહે - એવા જીવને પણ તત્ત્વોનું સાચું શ્રદ્ધાન-જ્ઞાન ન હોવાથી જ્ઞાનીઓએ મિથ્યાદ્રષ્ટિ અસંયમી કહ્યો છે. તે જે પણ પરિષહાદિ સહન કરે છે, કષાયના અભિપ્રાયરૂપ વિચારથી સહન કરે છે. ઇષ્ટ-અનિષ્ટ સામગ્રી મળતાં સુખી-દુ:ખી ન થવું તથા જ્ઞાતા ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ’, અધિકાર ૧૨, શ્લોક ૧,૨ ‘તત્ત્વેષુ સર્વેષુ ગુરુ: પ્રધાન, હિતાર્થધમાં હિતવુંવિતસાધ્યા । श्रयंस्तमेवेत्यपरीक्ष्य મૂ! धर्मप्रयासान् कुरु वृथैव ।। भवी न धर्मैरविधिप्रयुक्तैर्गमी शिवं येषु गुरुर्न शुद्धः I रोगी हि कल्यो न रसायनैस्तैर्येषां प्रयोक्ता भिषगेव मूढः ।।' - Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દ્રષ્ટા રહી પ્રવર્તવું એ જ સાચો પરિષહજય છે. પરંતુ મેં પરવશપણે નરકાદિ ગતિમાં ઘણાં દુ:ખ સહ્યાં છે. આ પરિષહાદિનું દુઃખ તો થોડું છે, તેને જો સ્વવશપણે સહન કરીશ તો સ્વર્ગસુખની પ્રાપ્તિ થશે. જો તેને સહન નહીં કરું અને વિષયસુખ સેવીશ તો નરકાદિની પ્રાપ્તિ થવાથી ઘણું દુઃખ થશે.' ઇત્યાદિ વિચારોથી તેને પરિષહ પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ રહે છે. તે ક્ષુધાદિથી દુઃખ તથા આહારાદિ મળતાં સુખ થાય છે એમ માને છે. તે માત્ર નરકાદિના દુઃખ અને ભયથી કે દેવાદિનાં સુખના લોભથી પરિષહને સહન કરે છે, તેથી આ બધો કષાયભાવ જ છે. કોઈક તો પોતાની પરભવ સંબંધી ભોગોની આકાંક્ષાને એવું સ્વરૂપ આપે છે કે “પરભવમાં ધર્મની અનુકૂળતા મળે તે માટે આ ભાવના ભાવું છું.' તે વર્તમાન ભવમાં અનુકૂળતાઓની પ્રાપ્તિ હોવા છતાં યથાર્થ ધર્મપંથે આગળ વધવા પ્રયત્ન કરતો નથી અને પરભવમાં ધર્મારાધના થઈ શકે તે માટે ગોઠવણી કરે છે. પરંતુ અધર્મ હોય ત્યાં ધર્મફળ સંબંધી શબ્દો વાપરવાથી કંઈ ભાવ બદલાઈ જતા નથી કે કર્મબંધ ભૂલ ખાતો નથી. વળી, તે વિચારે છે કે જે કર્મ બાંધ્યાં છે તે ભોગવ્યા વિના છૂટતાં નથી, માટે મારે આ પરિષહ સહન કરવા જ પડશે.' આમ, કર્મના ઉદયમાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવાને બદલે તે તેનો કર્તા-ભોક્તા બને છે. અજ્ઞાની જીવ નરકાદિના ભયથી કે સ્વર્ગાદિના પ્રલોભનથી વિષયસેવનનો ત્યાગ તો કરે છે, પરંતુ જ્યાં સુધી તેને અંતરમાં વિષયસેવન રુચે છે ત્યાં સુધી તેનો ત્યાગ પણ યથાર્થ ત્યાગ નથી. ખરેખર તો તે પરિષહ સહેવાથી દુ:ખ માને છે તથા વિષયાદિ સેવનથી સુખ માને છે અને ફળાદિની અપેક્ષાએ પરિષહ સહેવાને તે સુખનાં કારણ જાણે છે અને વિષયાદિ સેવનને દુ:ખનાં કારણ જાણે છે. જેને તે સુખ-દુ:ખનાં કારણ માને છે, તેમાં તેને ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ થતી હોવાથી રાગ-દ્વેષરૂપ અભિપ્રાયનો અભાવ થઈ શકતો નથી. તે અશુભ ભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય તેને ખરાબ જાણે છે અને શુભ ભાવ વડે દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને સારો જાણે છે. તે અશુભ કર્મોનાં ફળમાં ફેષ કરે છે અને શુભ કર્મોનાં ફળમાં રાગ કરે છે; અને જ્યાં દુઃખસામગ્રીમાં દ્વેષ અને સુખસામગ્રીમાં રાગ હોય છે ત્યાં ચારિત્ર હોય નહીં. આમ, આત્મજ્ઞાન વિનાના બાહ્યત્યાગી - સાધુવેષધારી વિષયસેવન છોડી, તપશ્ચર્યાસેવનાદિ કરે તોપણ તેઓ અસંયમી જ છે. ‘પ્રવચનસાર'માં બાહ્યત્યાગી મુનિ સંસારતત્ત્વ છે એમ કહ્યું છે – જે અજ્ઞાનીમુનિ મિથ્થાબુદ્ધિથી પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી પણ અન્યની અન્ય પ્રકારરૂપ કલ્પના કરે છે, તે મહામોહમલ્લ વડે નિરંતર ચિત્તની મલિનતાથી અવિવેકી છે. જો કે તે દ્રવ્યલિંગ ધારણ કરી રહ્યો છે, મુનિ જેવો દેખાય છે, તોપણ તે Page #504 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪ ૪૫૭ પરમાર્થ મુનિપણાને પ્રાપ્ત થયો નથી. તેવા મુનિ અનંત કાળ સુધી અનંત પરાવર્તન વડે ભયાનક કર્મફળને ભોગવતાં ભોગવતાં ભટક્યા કરે છે, તેથી એવા શ્રમણાભાસ મુનિને સંસારતત્ત્વ જ જાણવું. અન્ય કોઈ સંસાર નથી. જે જીવ મિથ્થાબુદ્ધિ સહિત છે તે જીવ પોતે જ સંસાર છે.'' સ્વરૂપની ઓળખાણ વિના બાહ્ય ભાવે બાહ્ય ત્યાગાદિમાં પ્રવર્તતા જીવને ધર્મની યથાર્થ આરાધના થતી નથી. શુભ અને અશુભ બને ભાવ વાસ્તવમાં સંસારનું કારણ હોવાથી હાનિકારક છે અને મોક્ષ તો શુભાશુભ ભાવના નાશથી જ થાય છે એવું યથાર્થ શ્રદ્ધાન તેને હોતું નથી. તે શુભ કે અશુભ ભાવમાં રમે છે, પરંતુ બંધરહિત એવા જ્ઞાયક આત્માને ઓળખતો નથી. જ્યાં સુધી બંધભાવની દૃષ્ટિ છોડીને જીવ અબંધ આત્મસ્વભાવને ઓળખતો નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મારાધન થતું નથી. જે આત્માની પવિત્ર દશા સમજતો નથી, તે માત્ર જડના સંયોગ-વિયોગ ઉપરથી ધાર્મિકતાનું માપ કાઢે છે. પરંતુ બાહ્ય સ્થિતિ એ ધાર્મિકતાનું માપદંડ નથી. ધાર્મિકતા-અધાર્મિકતાનું માપ તો અંતર-અભિપ્રાય ઉપર આધાર રાખે છે. બહારમાં ત્યાગ કરે, પણ જો અભિપ્રાયમાં ભોગને ઇષ્ટ માનતો હોય તો તે અપરાધી છે, મિથ્યાત્વી છે, અધર્મી છે. દોષનું મૂળ મિથ્યા અભિપ્રાય છે અને પ્રવૃત્તિ તો તેની શાખાઓ છે. તેથી અભિપ્રાયની સુધારણા કરવી એ સૌ પ્રથમ અને અત્યંત આવશ્યક પગલું છે. મૂળ ઉપર ઘા કરવો તે બુદ્ધિમાનોનું કાર્ય છે, જ્યારે કેવળ શાખાઓનો નાશ કરવો એ મૂર્ખાઈ છે. છતાં અજ્ઞાની જીવ અભિપ્રાય બદલ્યા વગર બાહ્ય પ્રવૃત્તિના દોષો દૂર કરવા ઇચ્છે છે. દ્રવ્યલિંગી મુનિ મિથ્યા અભિપ્રાયનો નાશ કરવાની દરકાર નથી કરતા અને બાહ્ય ક્રિયા કરવાનો અથવા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય કરે છે, પણ એમ કરવાથી તેમનું મિથ્યાત્વ મટતું નથી. તેમના અભિપ્રાયમાં ત્યાગ થયેલ વસ્તુનો મહિમા રહી જતો હોવાથી તેઓ સાચા માર્ગથી વિમુખ જ રહે છે. તેમના અંતરમાં તો એમ જ હોય છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોની અનુકૂળતા વગરનું જીવન દુઃખમય જ હોય, વૈભવવિલાસવાળા જ સુખી હોય. તેથી હિંસા તથા વિષયોમાં મન-વચન-કાયાનું પ્રવર્તન રોકવા છતાં સાધનામાર્ગે તેમની કોઈ પ્રગતિ થતી નથી. આમ, અંતરંગ અભિપ્રાયની સુધારણા કર્યા વગર સાચો ત્યાગ થઈ શકતો નથી. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘તત્ત્વ પ્રદીપિકા', અધ્યાય ૩, ગાથા ૭૧ ___ 'ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यानित्यमेव तत्त्वमिति निश्चयमारचयन्तः सततं समुपचीयमानमहामोहमलमलीमसमानसतया नित्यमज्ञानिनो भवन्ति, ते खलु समये स्थिता अप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकरमनन्तकालमनन्तभावान्तरपरावर्तरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम् ।' Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અહીં બાહ્ય ત્યાગનો નિષેધ કરવાનો આશય કદાપિ નથી, પણ અંતર્યાગની ઉપેક્ષા કરીને, બાહ્ય ત્યાગને જ સર્વસ્વ માનીને તેનો એકાંત આગ્રહ કરવાનો તથા અંતર્યાગ પ્રત્યે દુર્લક્ષ સેવવારૂપ વૃત્તિ-પ્રવૃત્તિનો નિષેધ કરવામાં આવ્યો છે. જે જીવ બાહ્ય ત્યાગને નિરર્થક માનીને તેને છોડી દે છે, તે તો મોક્ષમાર્ગનો અનાદર કરનાર મિથ્યાદષ્ટિ છે. ઉપદેશનું અવળું અર્થઘટન કરી જીવ નીચે પડે તો તે જીવનો જ દોષ છે. જો ધર્મબુદ્ધિથી બાહ્ય ત્યાગ કરતો હોય તો જેટલો રાગ છૂટે છે તેટલો સાચો ત્યાગ થાય છે એમ જાણી, માત્ર બાહ્ય ત્યાગથી સંતુષ્ટ થવા યોગ્ય નથી એમ કહેવાનો આશય છે. કેવળ બાહ્ય ત્યાગથી કલ્યાણ નથી' એમ જણાવી બાહ્ય ત્યાગને છોડી દેવા કહ્યું નથી, પણ અંતર્યાગ તરફ રુચિ તથા પુરુષાર્થ જાગૃત કરાવવા અર્થે કહેવામાં આવ્યું છે. બાહ્ય ત્યાગ કરવાનો ઉદ્દેશ અંતર્ભાગને અર્થે છે. બાહ્ય ત્યાગ કરીને અંતર્યાગ સુધી પહોંચવાનો જાગૃતિપૂર્વકનો પ્રયત્ન ન થાય તો તે બાહ્ય ત્યાગ કલ્યાણકારી થઈ શકે નહીં. મન અનેકવિધ વિષયોના ભોગોમાં રત હોય તો તે બાહ્ય ત્યાગ કઈ રીતે સાર્થક થાય? અંતર્યાગ કરવામાં બાહ્ય ત્યાગ સહાયકારી છે, પણ મહત્ત્વ તો અંતર્યાગનું છે. અંતર્યાગ જ મુખ્ય છે, બાહ્ય ત્યાગ ગૌણ છે. આત્મજ્ઞાન સહિતનો બાહ્ય ત્યાગ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થેનો બાહ્ય ત્યાગ, અર્થાત્ સ્વરૂપજાગૃતિપૂર્વકની વિરતિ જ યોગ્ય છે એમ સર્વ દેશ-કાળના જ્ઞાનીઓએ સ્વીકાર્યું છે. અંતર્યાગની પૂર્વે, સાથે કે પછી - એમ બાહ્ય ત્યાગના ત્રણ પ્રકારોને જ્ઞાનીઓએ સાપેક્ષપણે, કક્ષાભેદે મોક્ષમાર્ગમાં યથાયોગ્ય સ્થાન આપ્યું છે, પણ તેમાં અંતર્યાગની જ મુખ્યતા છે અને તેથી જીવે પોતાનાં પરિણામોની સતત જાગૃતિ રાખવી આવશ્યક છે. બાહ્ય ત્યાગ વખતે અંતરમાં જો શુભ પરિણામ હોય તો તે પુણ્ય છે અને જો તે વખતે માન વગેરે સંબંધી અશુભ વિચાર હોય તો તે પાપ છે. પુણ્ય-પાપ બને વિકાર છે અને વિકારથી ધર્મ થતો નથી, પણ જો તે વખતે વિકારી ભાવોનો ત્યાગ થાય તો ધર્મ થાય છે, તેથી જીવે બાહ્ય ત્યાગમાં અટકી ન રહેતાં અંતર્યાગ તરફ ઢળવું કર્તવ્યરૂપ છે. જ્ઞાનીઓએ દ્રવ્યસંયમ અને ભાવસંયમ એમ બન્ને પ્રકારના સંયમનો ઉપદેશ કર્યો છે, પણ તેમાં ભાવસંયમનું જ પ્રાધાન્ય રહ્યું છે. ભાવસંયમની પ્રાપ્તિ અર્થે દ્રવ્યસંયમ સહાયકારી હોવાથી તેને ઉપકારી કહ્યો છે. જીવનો બહિર્મુખ ઉપયોગ પુદ્ગલનો રસ લેવા દોડે છે. તેને અંતર્મુખ કરવા, તે વિકારી પરિણતિનો ત્યાગ કરવા માટે દ્રવ્યસંયમનું પાલન કરવું ઘટે છે. દ્રવ્યસંયમમાં જેના વિકલ્પોથી અશાંતિ થવાની સંભાવના છે, અર્થાત્ જે દ્વારા વ્યાકુળતાની જનનીરૂપ અભિલાષાઓની વૃદ્ધિ થવાની સંભાવના છે, તે ક્રિયાઓનો તથા તે વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. તે તે ક્રિયાઓ તથા વસ્તુઓનો ત્યાગ કરી, શાંત તથા એકાગ્ર ચિત્તે, સ્વરૂપની અનંતી રુચિપૂર્વક અંતર્ભાગના અભ્યાસનો સમ્યક્ પુરુષાર્થ થતાં જીવને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે અને તે Page #506 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪ ૪૫૯ ચૈતન્યરસનો આસ્વાદ માણે છે. બાહ્ય ત્યાગનું યથાયોગ્ય માહાભ્ય સમજી સપુરુષની આજ્ઞાએ સ્વરૂપજાગૃતિપૂર્વક તેની આરાધના કરતાં તે ત્યાગ સફળ થાય છે, પરંતુ જે જીવ અંતર્યાગરૂપ કાર્યના કારણ એવા બાહ્ય ત્યાગને જ સર્વસ્વ માને છે અને અંતર્યાગની ઉપેક્ષા કરી માત્ર બાહ્ય ત્યાગ ઉપર જ લક્ષ રાખે છે અને તેનો જ આગ્રહ કરે છે, તે જીવ ક્રિયાજડ મતાર્થી જીવમાં ગણના પામે છે. આવી મિથ્યા માન્યતાવાળો જીવ કદાપિ સંસારત્યાગ કરીને સાધુવેષ ધારણ કરે તો પોતે ઘણું કર્યું છે એવું અભિમાન તેને વર્તે છે. તે બાહ્ય ત્યાગમાં જ અટકી જઈ, પૂજા-સત્કાર આદિ કામનાને વશ થઈ પોતાને મહાન મનાવવાની ઇચ્છા કરે છે અને લોકો તેને સદ્ગુરુ તરીકે ઓળખે-માને એવી અંતરમાં કામના રાખે છે. આવો જીવ પોતાના મતાર્થને દઢ કરી અને વળી તેવો જ ઉપદેશ આપી, અન્યના મતાર્થને પોષીને મહા અનર્થને નોતરે છે. આવા મતાર્થી ગુરુઓ સાધુનો વેષ ધારણ કરી, લોકોપદેશના બહાને લોકરંજન માટે અનેક પ્રકારની બાહ્ય ક્રિયાઓ કરે છે, પણ જ્ઞાન-ધ્યાનમાં જરા પણ પ્રવૃત્ત થતા નથી. તેઓ એકાંતે પોતાની માન્યતા પકડી રાખે છે. કોઈ અન્ય મહાત્મામાં બાહ્ય ક્રિયાની કાંઈ અલ્પતા દેખે તો તે સાધુ નથી' એવું બોલતાં તેઓ જરા પણ ખચકાતા નથી. પોતાના અવગુણોનું તેમને ભાન નથી અને પારકી પંચાતમાંથી તેઓ ઊંચા આવતા નથી. આવા માયા-કપટથી ભરેલા જીવો વેષધારી હોવા છતાં તેમનું સ્થાન જિનશાસનમાં નથી. તેમની અવળી રુચિના કારણે તેમનાથી થતી અવળી પ્રવૃત્તિ અંગે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે – વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે." ગૃહસ્થો તો વિષયરસમાં પ્રવૃત્ત છે અને કુગુરુઓ પણ જૈનશાસનની શોભા અને પ્રભાવનાને બહાને પોતાનાં સામૈયાં કરાવવાં, સંઘપૂજનો અને મહોત્સવો કરાવવાં ઇત્યાદિ પ્રકારની શોરબકોરવાળી બાહ્ય પ્રવૃત્તિઓ પોતાની કીર્તિને પ્રાધાન્ય આપવાના લક્ષે આગળ ચલાવી રહ્યા છે. આમાં જ્ઞાનમાર્ગનો સંપૂર્ણ અભાવ હોવાથી ધર્મ પાછળ રહી જાય છે, દૂર થતો જાય છે. અનેક પૂર્વાચાર્યોએ અસંદિગ્ધ ભાષામાં એ સાવધાની ઉચ્ચારી છે કે માત્ર બાહ્ય ત્યાગ, કાયક્લેશ કે ધર્માનુષ્ઠાનોથી જીવનો વિસ્તાર નથી, પરમપદની પ્રાપ્તિને અર્થે જ્ઞાનયોગની પણ આવશ્યકતા છે. પરંતુ જ્યાં પરમાર્થવૃત્તિ અત્યંત ક્ષીણપણાને પામી છે ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૭ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન એવા આ વર્તમાન કાળમાં જ્ઞાનયોગ અભરાઈએ મુકાઈ ગયો છે, જ્ઞાનની આરાધના માત્ર શાસ્ત્રાધ્યયન પૂરતી જ સીમિત રહી ગઈ છે અને તેમાં પણ નિશ્ચયદૃષ્ટિ તો લગભગ વિસ્તૃત જ થઈ ગઈ છે. એ તથ્ય ભુલાઈ ગયું છે કે અનુભવજ્ઞાનની ઉપલબ્ધિ વડે જ મનુષ્યભવની કૃતાર્થતા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે ‘જિહાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું.૧ જ્યાં સુધી જીવે આત્મદ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું નથી, ત્યાં સુધી તે આત્માનું ગુણઠાણું પહેલું જ રહે છે; પછી ભલે તે મુનિ હોય, આચાર્ય હોય કે ગચ્છાધિપતિ હોય. આત્મજ્ઞાન ન હોય, પણ માત્ર બાહ્ય ત્યાગ, ઉગ્ર તપસ્યા, વિપુલ શાસ્ત્રાભ્યાસ આદિ કરવાથી અને વિશાળ શિષ્યવૃંદના નાયક બનવાથી છઠ્ઠું ગુણસ્થાનક પ્રાપ્ત થઈ ચૂક્યું છે એમ માનનાર અને મનાવનાર બન્ને મતાર્થી છે. - અબુધ તત્ત્વમૂઢ મતાર્થી જીવો તો ઉપર્યુક્ત ધામધૂમને જિનશાસનની પ્રભાવના તરીકે નવાજે છે, પરંતુ જ્ઞાનીપુરુષની વેધક નજર તો એમાં રહેલી ‘પરભાવના' પારખી, એવા ‘પ્રભાવક’ને જિનશાસનના વૈરી તરીકે જુએ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે ‘જિમ જિમ બહુશ્રુત ને બહુ જન સંમત, બહુલ શિષ્યનો શેઠો; તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે.૨ કોઈ મુનિ કે આચાર્ય વિપુલ શાસ્ત્રજ્ઞાન ધરાવતા હોય, સમાજમાં માનનીય હોય, વિશાળ શિષ્યવૃંદના ગુરુપદે કે ગચ્છનાયકના પદે બેઠા હોય, પરંતુ એટલામાત્રથી જ તેમને સુગુરુ માની લેવાની ઉતાવળ કરવી નહીં. જો તેવા કોઈ મુનિ કે આચાર્ય આત્મજ્ઞાની હોય તો જ તેમનો ઉપદેશ આદરવા યોગ્ય છે, બાકી તે મોટા સમુદાયને ચલાવવાવાળા હોય, પણ જો આત્મજ્ઞાની ન હોય તો તે મહંત નથી. કોઈ વ્યક્તિએ શાસ્ત્રાધ્યયન ગમે તેટલું કર્યું હોય અગિયાર અંગ અને નવ પૂર્વ જેટલું શાસ્ત્રજ્ઞાન મેળવ્યું હોય, તોપણ જો તેને સ્વરૂપાનુભવ ન હોય તો જ્ઞાનીપુરુષોએ તેની ગણતરી અજ્ઞાની તરીકે જ કરી છે, કારણ કે આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન એટલે આત્મજ્ઞાન. શાસ્ત્રમાં ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૨૨ ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાલરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૩, કડી ૯ સરખાવો : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, વિહરમાન જિન સ્તવન', શ્રી ચંદ્રાનન ભગવાનનું સ્તવન, કડી ૪ = ‘તત્ત્વાગમ જાણંગ તજી રે, બહુજન સંમત જેહ; મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે.' Page #508 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪ ૪૬૧ કરેલા નિર્દેશ અનુસાર પુરુષાર્થ કરીને સ્વરૂપનો અનુભવ લાધે ત્યારે તેને જ્ઞાન લાધ્યું ગણાય. શાસ્ત્રપાઠરૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન તો હોય, પણ જો તે ભાવશ્રુતજ્ઞાનરૂપ આત્મજ્ઞાનમાં પરિણમ્યું ન હોય, અંતરંગ વિરક્તિ પ્રગટી ન હોય તો તે અજ્ઞાન જ છે. શ્રીમદે પ્રકાશ્ય છે - જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન “અજ્ઞાન' કહેવા યોગ્ય છે અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.”૧ આત્મતત્ત્વ સંબંધી તમામ માહિતી એકઠી કરવી, તત્સંબંધી વાંચવું, સાંભળવું, સમજવું, યાદ રાખવું, વિચારવું ઇત્યાદિ સર્વ જ્યાં સુધી નિજ શુદ્ધાત્મસ્વરૂપની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સમ્યજ્ઞાનની સંજ્ઞા પામતું નથી. જ્ઞાયકને ધ્યેય બનાવી વિચારમાં તેનું નિરંતર રહણ કરે, નિજ જ્ઞાયકસ્વભાવની ઊર્ધ્વતા રાખે, તેના જ ભાસનનો સતત અભ્યાસ કરે ત્યારે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. અંતર્મુખ પુરુષાર્થ વડે, સ્વભાવના ઉગ્ર આશ્રય વડે પ્રવર્તતાં પરપણે વેદાનું જ્ઞાન સ્વપણે વેદાય છે અને સહજાત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે. સ્વાનુભવરૂપ સંવેદનમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ ઝળકે છે. ચૈતન્યસમ્રાટ પોતાના આનંદ, શાંતિ, જ્ઞાનાદિ અનંત ગુણોની સ્વાભાવિક અભુત પર્યાયોમાં પ્રગટ થાય છે. પોતાના જે નિધાનથી અત્યાર સુધી તે અજાણ હતો, તે નિધાન પ્રગટે છે. પોતાની પ્રતિષ્ઠા પોતામાં થાય છે. નિજ શુદ્ધાત્મપદમાં નિવાસ કરનાર જ્ઞાનીને જ્ઞાન-વૈરાગ્યની એવી અદ્ભુત દશા પ્રગટે છે કે તેમને ઇન્દ્રિયવિષયો ભોગવવા યોગ્ય ભાસતા નથી. તેમને તેમાં ભોગ્યબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ, સુખબુદ્ધિ થતી નથી. જ્યાં સુધી નિજપદની પ્રતીતિ ન હતી, ત્યાં સુધી સુખ પરમાં છે એમ મનાતું હતું, પરંતુ હવે દષ્ટિ પલટાઈ જતાં સુખ, શાંતિ અને સલામતી પરના આધારે છે એવી મિથ્યા બુદ્ધિનો નાશ થાય છે. હવે ગમે તે સ્થળે, ગમે તે સંયોગોમાં પોતાનાં સુખનિધાન પોતાની સાથે જ રહે છે, અળગાં થતાં નથી એવી શ્રદ્ધા ખસતી નથી. કર્મોદયવશ અનુકૂળ-પ્રતિકૂળ મનાતા સંગ-પ્રસંગમાં તેઓ મુકાય, છતાં પણ તેમાં તેમને પ્રગટેલી સમ્યક્ પ્રતીતિના કારણે તેઓ નિરંતર તે સંગપ્રસંગથી જુદા જ રહે છે. અનુકૂળ ભોગો જ્ઞાનીને લલચાવી શકતા નથી, તેમ પ્રતિકૂળતાના ગંજ આવી પડે તો તે તેમને દુઃખી કરી શકતા નથી. જાગૃત અવસ્થામાં તો જ્ઞાયક નિરાળો રહે જ છે, પરંતુ સ્વપ્નમાં પણ ચેતન અને જડ, સ્વભાવ અને વિભાવ એકરૂપ નથી લાગતાં, સ્પષ્ટ જુદાં જ ભાસે છે. વિભાવ ઊઠે કે તરત જ્ઞાન અને રાગની સંધિ ઉપર તેઓ પ્રજ્ઞાછીણી પટકાવે છે અને બન્નેને જુદા કરે છે. તેઓ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૭ (પત્રાંક-૯૧૮) Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્તા-ભોક્તા મટી જ્ઞાતા-દ્રષ્ટા થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી આવી અદ્ભુત દશા શક્ય બને છે, સહજ બને છે. તેથી એમ ફલિત થાય છે કે બાહ્યાભ્યતર ત્યાગી, અર્થાત્ જેઓ દ્રવ્યથી અને ભાવથી નિર્ગથ હોય અથવા જેઓ અંતર્યાગી હોય એવા આત્મજ્ઞાનીને જ સદ્ગુરુપદે સ્થાપિત કરવાથી પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે છે. માત્ર બાહ્ય ત્યાગ હોય, પણ આત્મજ્ઞાનનો અભાવ જેને છે એવા અજ્ઞાનીને ગુરુ માનવા યોગ્ય નથી. તેથી જ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જેમનામાં આત્મિક ગુણસંપત્તિ છે એવા ભાવ-આચાર્ય, ભાવસાધુ આદિ વંદનના અધિકારી છે. 'ભાવ' શબ્દ ઉપર મુકાયેલો ભાર એમ સૂચવે છે કે જેમનામાં આચાર્ય કે સાધુના હોવા યોગ્ય ભાવગુણ વર્તે છે તેઓ જ વંદનના અધિકારી છે, નહીં કે દ્રવ્યલિંગ ધારણ કરનારા વેષધારી એવા દ્રવ્ય-આચાર્ય અથવા દ્રવ્યસાધુ. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે પ્રથમ યોગદષ્ટિમાં આવેલ આત્માઓ પાસેથી આ વાત અપેક્ષિત છે કે તેઓ દ્રવ્યાચાર્યોથી કે દ્રવ્યસાધુથી દૂર રહે, અર્થાત્ ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના આત્મજ્ઞાનરહિત આચાર્ય કે સાધુ, જેઓ પોતે જ અજ્ઞાનમાં અથડાતા હોય તથા બહિરાત્મભાવમાં ડૂબેલા હોય એવા ગુરુઓથી તે દૂર રહે; અને અંતરસંયમી હોય તથા નિરીહ એટલે કંચન, કામિની, કીર્તિ આદિની સ્પૃહારહિત હોય એવા આત્મજ્ઞાની સંતોની તે ઉપાસના કરે. જે વ્યક્તિ આટલો પણ વિવેક ન કરી શકે તેને પહેલી યોગદષ્ટિની પણ પ્રાપ્તિ થઈ નથી એમ સમજવું.૧ બાહ્યદૃષ્ટિવાળો જીવ બાહ્ય ત્યાગ, વેષ આદિથી પ્રભાવિત થઈને જ્ઞાનરહિત એવા દ્રવ્યલિંગીને ગુરુ તરીકે આરાધે છે અને તેનો આશ્રય છોડતો નથી, એ જ તેનું પ્રત્યક્ષ મતાથપણું છે. (II) “અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ' પોતાના કુળના ગુરુ કે પોતાના ધર્મના ગુરુ ગમે તેવા અજ્ઞાની હોય અથવા શિથિલાચારી હોય તો પણ તેમનામાં જ મમત્વ રાખવું, તેમનામાં જ પૂજ્યભાવ સ્થાપી મિથ્યા માન્યતારૂપ મતને પકડી રાખવો અને તેના આગ્રહી થવું તે મતાર્થીનો બીજો પ્રકાર છે. સદ્ગુરુમાં હોવા યોગ્ય આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ લક્ષણો પોતાના કુળધર્મના ગુરુમાં છે કે નહીં તેની પરીક્ષા કર્યા વિના, કુળ-સંપ્રદાયના આગ્રહથી અને કુળધર્મના મમત્વજન્ય રાગથી કુળગુરુને સદ્ગુરુપદે સ્થાપવા તે દષ્ટિરાગ છે. મતાર્થી જીવ ઉપર પોતાના કુળધર્મનો અભિપ્રાય સવાર થઈને બેઠેલો હોવાથી, તેના બાપ-દાદા જે માને કે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૨૬ 'आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ।।' Page #510 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪ ૪૬૩ કહે તેનાથી પ્રભાવિત થઈ, તે પણ તેમ જ માનતો થઈ જાય છે. પરંતુ મોક્ષમાર્ગ સાંપ્રદાયિક નથી, વૈજ્ઞાનિક છે. ‘શું’ અને ‘શા માટે’ના યોગ્ય જવાબ વિના સ્વીકારી લીધેલી વાત કાર્યકારી થતી નથી. ખાતરી કર્યા વિના ‘આમ જ છે' એ શ્રદ્ધા કેવળ આગ્રહમાત્ર છે. વિવેકપૂર્વક કરેલી શ્રદ્ધા જ મોક્ષમાર્ગે મદદરૂપ બને છે. વિવેકપૂર્વકની શ્રદ્ધા કરવાને બદલે મતાર્થી જીવ કોઈ પણ જાતના જાત-અનુભવ કે પૂર્વવિચારણા વગર કુળધર્મના મત પ્રમાણે દોરવાઈ જાય છે અને કુળધર્મના ગુરુને સદ્ગુરુ તરીકે સ્વીકારી લે છે. શ્રીમદ્ લખે છે આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવો જોઈએ; તેમ જ આપણા ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત્ છે.’૧ મતાર્થી જીવ પોતાના કુળધર્મ પ્રત્યે આવા આંધળા રાગના કારણે અમુક વ્યક્તિ જ સાચી છે અને બીજા ખોટા છે એમ માનતો થઈ જાય છે, જ્યારે આત્માર્થીપણામાં તો સદ્ગુરુનું સમ્યક્ સ્વરૂપ સમજી તેમનું તથારૂપ માન્યપણું હોય છે. આમ, આત્માર્થીપણામાં ગુણ ઉપર રાગ હોવાથી ગુણીની શ્રદ્ધા થાય છે, જ્યારે દૃષ્ટિરાગમાં તો કુળ-સંપ્રદાય તરફના મમત્વનું મહત્ત્વ હોય છે. દૃષ્ટિરાગી ‘મારું તે સાચું’ માને છે, જ્યારે આત્મા ‘સાચું તે મારું’નો સિદ્ધાંત સ્વીકારે છે. આમ, દૃષ્ટિરાગમાં મતનું માન્યપણું છે, જ્યારે સમ્યગ્દષ્ટિમાં સત્ત્નું માન્યપણું છે. આ દૃષ્ટિરાગ છોડવો ઘણો મુશ્કેલ હોવાથી ‘વીતરાગસ્તવ'માં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે ‘કામરાગ અને સ્નેહરાગ અલ્પ પ્રયાસથી નિવારી શકાય છે, પરંતુ પાપી દૃષ્ટિરાગ તો સજ્જનોને પણ દુચ્છેદ છે, અર્થાત્ મહામુશ્કેલીથી ઘટાડી શકાય છે.'૨ કામરાગ અને સ્નેહરાગ એ બન્ને સામાન્ય કારણ મળવાથી નાશ પામે છે. જેમ કે કામીને વ્યવહારનાં કાર્યોમાં મૂકવાથી કામરાગ ઘટી જાય છે, તેમજ દેશાવર જવાથી અથવા ઘણા કાળનો વિરહ થવાથી સ્નેહરાગ પણ ઘટી જાય છે. પરંતુ દૃષ્ટિરાગ તો એવો છે કે તે બહુ મુશ્કેલીથી જાય છે. સમજુ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૨ (આંક-૪૦) ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીરચિત, ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૬, શ્લોક ૧૦ 'कामरागस्नेहरागावीषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि ।। ' Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગણાતા માણસો પણ એ બાબતમાં ચૂકી જાય છે. દષ્ટિરાગના કારણે અંધ બનીને જીવ મારાપણાના આગ્રહથી પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુમાં, અર્થાત્ કુગુરુમાં સદ્ગુરુની દૃઢ માન્યતા કરે છે અને એ જ તેનું મતાર્થપણું છે. “અધ્યાત્મકલ્પદ્રુમ'માં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કહે છે કે “સંસારયાત્રામાં કુગુરુના ઉપદેશથી ધર્મને માટે કરેલા મોટા પ્રયાસ પણ નિષ્ફળ નીવડે છે. એટલા માટે હે ભાઈ! જો તું હિતની ઇચ્છા રાખતો હોય તો દૃષ્ટિરાગ પડતો મૂકીને અત્યંત શુદ્ધ ગુરુને જ ભજ. જેમ સારી રીતે સીંચેલો લીમડો કદી કેરી આપતો નથી, જેમ રસવાળી કે ઔષધયુક્ત વાનગીઓ ખવરાવીને પુષ્ટ કરેલી વંધ્યા ગાય દૂધ આપતી નથી, જેમ ખરાબ સંજોગોમાં મુકાયેલા રાજાની સારી રીતે સેવા કરી હોય તોપણ તે લક્ષ્મી આપી ન્યાલ કરતો નથી; તેવી જ રીતે કુગુરુ ક્યારે પણ શુદ્ધ ધર્મ અને મોક્ષ આપી શકતા નથી.' જ્યારે જીવ પ્રથમ યોગદૃષ્ટિમાં આવે છે ત્યારે તે ગુણસંપત્તિ વિનાના વેષધારી કુળગુરુઓને તથા આત્મજ્ઞ સંતોને આંતર સૂઝથી ઓળખી શકે છે, તેથી તે અજ્ઞાની કુળગુરુઓથી દૂર રહે છે અને સાચા સંતોનાં વિનય-બહુમાન આદિ કરે છે. બાહ્ય વેષ-સંપ્રદાયથી નિરપેક્ષપણે સાચા સંતને ઓળખવાની આંતર સૂઝનો અભાવ એ વાત પ્રગટ કરે છે કે હજી તે જીવની દૃષ્ટિ ઉપરથી મોહનું - દૃષ્ટિરાગનું પડલ ખસ્યું નથી, તેમજ તેનો ભાવમલ પણ ઘટ્યો નથી અને તેથી પારમાર્થિક માર્ગમાં પ્રવેશ અર્થે જરૂરી એવી ચિત્તશુદ્ધિ તેને થઈ નથી. મતાર્થી જીવ દષ્ટિરાગના ઘેનમાં વર્તતો હોવાથી તેને પોતાના સંપ્રદાયના ગુરુઓ જ સાચા લાગે છે અને અન્ય સંપ્રદાયમાં રહેલા સાચા સંતનું હીર તે પારખી શકતો નથી. તે પોતાના પક્ષના સંસારત્યાગીઓને સુગુરુ માની ભજે છે અને અન્ય સંપ્રદાયના આત્મજ્ઞાનીઓને કુગુરુ કહી તેમની ઉપેક્ષા કરે છે. આમ, પોતાના કુળધર્મના આત્મજ્ઞાનવિહીન ગુરુને દૃષ્ટિરાગથી સાચા માનવા એ મતાર્થનો બીજો પ્રકાર છે. ગુરુતત્ત્વ સંબંધી ભૂલ કરનારા અને વળી તેનો મિથ્યા આગ્રહ કરનારા જીવોને શ્રીમદે મતાર્થી તરીકે બે પ્રકારે દર્શાવ્યા છે. આવા જીવો સંબંધીનું વર્ણન “મોક્ષમાર્ગ ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૧૨, શ્લોક ૫/૮ 'फलाद् वृथा स्युः कुगुरुपदेशतः, कृता हि धर्मार्थमपीह सूद्यमाः । तद् दृष्टिरागं परिमुच्य भद्र हे! गुरुं विशुद्धं भज चेद्धितार्थ्यसि ।। नानं सुसिक्तोऽपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं, धर्मं शिवं वा कुगुरुर्न संश्रितः ।।' સરખાવો : સંતકવિ પ્રીતમદાસજી રચિત, પદ ૩૯ (‘પરિચિત પદસંગ્રહ', આઠમી આવૃત્તિ, પૃ.૨૫૦) જ્ઞાનહીણા ગુરુ નવ કીજિયે, વાંઝ ગાય સેન્ચે શું થાય? કહે પ્રીતમ બ્રહ્મવિદ્દ ભેટતાં, ભવરોગ સમૂળો જાય.” Page #512 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪ ૪૬૫ પ્રકાશક'માં પણ જોવા મળે છે – કેટલાક જીવ આજ્ઞાનુસારી છે. તેઓ તો “આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી' - એમ વિચારી તેમની ભક્તિ કરે છે; તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે છે તો ત્યાં “આ મુનિ દયા પાળે છે, શીલ પાળે છે, ધનાદિ રાખતા નથી, ઉપવાસાદિ તપ કરે છે, સુધાદિ પરિષહ સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને ધર્મમાં લગાવે છે,' - ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિભાવ કરે છે, પણ એવા ગુણો તો પરમહંસાદિ અન્યમતીઓમાં તથા જૈનીમિથ્યાદષ્ટિઓમાં પણ હોય છે, માટે એમાં અતિવ્યાતિપણું છે, એ વડે સાચી પરીક્ષા થાય નહિ.' આ બન્ને પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર સેવાતાં આત્માર્થ ચૂકી જવાય છે, તેથી એવા કોઈ પણ પ્રકારમાં મમત્વ અને દુરાગ્રહ ન રાખતાં, જેઓ આત્મજ્ઞાન પામ્યા છે અને જેમને અંતરમાં વૈરાગ્યાદિ પરિણમ્યાં છે તેવા સંતોમાં શ્રદ્ધાન રાખવું તે શ્રેયરૂપ છે. તે સંતોનો અનુભવ, તેમનું જ્ઞાન, તેમનો વૈરાગ્ય, તેમનું સમગ્ર જીવન જિજ્ઞાસુને માટે એક પવિત્ર આદર્શરૂપ હોય છે. તેઓ સાક્ષાત્ ધર્મરૂપ થયેલા હોય છે, તેથી તેમની ઓળખાણથી ધર્મની ઓળખાણ થાય છે, તેમનામાં વૃત્તિ જોડતાં ધર્મમાં વૃત્તિ જોડાય છે. સ્વયં ધર્મરૂપે પરિણમેલા એવા જ્ઞાની ભગવંતના જીવનને વાસ્તવિક રીતે ઓળખનાર જીવ જરૂર ધર્મ પામે છે. જ્ઞાની પુરુષની ઓળખાણપૂર્વક ભક્તિ કરવાથી આત્મસ્વભાવની નિર્વિકલ્પ અનુભૂતિ અવશ્ય થાય છે. જ્ઞાનીના સ્વરૂપની ઓળખાણ કરીને પોતાના સ્વરૂપનો નિર્ણય કરી, તેનાં ભાવન-ઘોલન-મહિમા દ્વારા જીવ સ્વભાવના આંગણે આવે છે અને પછી અંદર ઊતરીને સ્વભાવનો અનુભવ કરે છે. આમ, આત્મ-અનુભૂતિ કરવા માટે પહેલાં સગુરુની ઓળખાણ કરવી આવશ્યક છે. પરંતુ મતાર્થી જીવ માત્ર વેષ કે કુળધર્મ જોઈને જ સદ્ગુરુ-અસદ્દગુરુનો અભિપ્રાય બાંધી બેસે છે. તે સમજતો નથી કે બાહ્ય ચિહ્નોથી સદ્ગુરુની પરખ થઈ શકતી નથી. સારા વેબ કે કુળવાળી વ્યક્તિના મનમાં પણ ભારોભાર પાપ હોઈ શકે, તેથી તેમના અંતરની ચકાસણી કરવી જોઈએ. તે બાહ્ય ચિહ્નોની શ્રદ્ધા રાખી તથા અંતરંગ દશા પ્રત્યે પ્રાયઃ દુર્લક્ષ કરી, જ્ઞાન વિનાના બાહ્યત્યાગી કે કુળગુરુને સેવે છે, જેથી તેનો સર્વ પુરુષાર્થ નિષ્ફળ જાય છે. તેની ધર્મક્રિયાઓ બાહ્યથી બરાબર હોવા છતાં તેને સદ્ગુરુની ઓળખાણ ન હોવાના કારણે હિતને બદલે અહિત જ થાય છે. જો તે સદ્ગુરુની ઓળખાણ કરે તો તેના સર્વ પ્રયત્નો સાર્થક થાય. તેથી જેના અભાવમાં ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭, પૃ.૨૧૭-૨ ૧૮ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવ અનંત દુઃખ પામે છે તે સદ્ગુરુની ઓળખાણ પ્રથમ જ કરવી ઘટે છે. તે માટે સદ્ગુરુની ઓળખાણમાં ઉપયોગી એવી સર્વ હકીકતોનું સ્વરૂપ જાણવું કર્તવ્યરૂપ છે. આગમ, યુક્તિ તથા અનુભવ - આ ત્રણ પ્રકારે પરીક્ષા કરીને સદગુરુની ઓળખાણ કરવાનું સૂચવ્યું છે. માત્ર બાહ્ય ચિહ્નોની ઓળખાણથી કાર્યસિદ્ધિ થતી નથી. ગુરુતત્ત્વ સંબંધી મિથ્યા અને સત્ય માન્યતાઓનો સાર આપતાં શ્રી કાનજીસ્વામી કહે છે – ત્રણ પ્રકારના પરીક્ષક કહ્યા છે :(૧) અજ્ઞાનીઓ પ્રથમ વેશ નીરખે છે કે આપણા સંપ્રદાયનો વેશ છે ને! પોતાના કુળધર્મનો વેશ દેખીને રાજી થાય. (૨) તેનાથી કાંઈ વધુ ડાહ્યા હોય તે દેહના ચારિત્રને - ક્રિયાને ઓળખે છે. પોતાની માનેલી બાહ્ય ચારિત્રની ક્રિયા હોય તો વખાણે. (૩) જે બાહ્ય ત્યાગ કે બાહ્ય વેશ ઉપર વજન નહિ આપતાં અંતરંગ તત્ત્વ - સમ્યસ્વરૂપને યથાર્થ જાણે છે તેની જ પરીક્ષા કરીને સત્નો આદર કરે છે અને ખોટાને ખોટું સમજે છે, તે જ આત્માર્થી છે.” સદ્ગુરુની યથાર્થ પરીક્ષા કરવા માટે જ્ઞાની પુરુષો જીવને સમજાવે છે, “હે વત્સ! આ મનુષ્યજીવનના અલ્પ કાળમાં જો તું આત્મશાંતિ ઇચ્છે છે, આત્મસુખ ઇચ્છે છે, આત્મશ્રેય ઇચ્છે છે તો પ્રથમ સદ્ગુરુની ઓળખાણ કર. સદ્ગુરુની ઓળખાણના અભાવે તું સંસારમાં રહીને, નરક-તિર્યંચાદિની ચતુર્વિધ ગતિઓમાં ભ્રમણ કરીને અનંત કાળથી અનંત દુ:ખ પામતો રહ્યો છે. તે સગુરુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નહીં અને મિથ્યા બુદ્ધિથી બાહ્ય ત્યાગ અથવા કુળધર્મને ગુરુપણાનો માપદંડ ગણ્યો. અનાદિથી અજ્ઞાનવશ, જ્ઞાનરહિત બાહ્યત્યાગીમાં અથવા કુળધર્મના ગુરુમાં સદ્ગુરુબુદ્ધિ કરતો રહ્યો, જેથી સર્વ દુઃખના ક્ષયનો ઉપાય તારાથી દૂર જ રહ્યો. અસદ્ગુરુમાં સદ્ગુરુબુદ્ધિરૂપ તારી આ વિપરીત માન્યતા તને બંધનકર્તા થઈ છે અને છતાં આશ્ચર્ય તો એ છે કે તું તેમને સેવવામાં તત્પર રહે છે. આ મિથ્થા ચેષ્ટાથી હે જીવ! હવે તું થોભી જા. અસદ્ગુરુને આધીન થઈ તારા આત્માને કલંક ન લગાડ. સદગુરુ-અસદ્ગુરુનાં સ્વરૂપનો નિશ્ચય કરી, અસદ્દગુરુને હેય જાણી, તેમના ઉપરથી લક્ષ્ય હટાવી સદ્ગુરુ પ્રત્યે લક્ષ કર. જ્ઞાનરહિત બાહ્યત્યાગીમાં તથા કુળગુરુમાં સેવાઈ રહેલી સદ્ગુરુબુદ્ધિનો ત્યાગ કર. તેમનામાં રહેલી ઉપાદેયબુદ્ધિ છોડી દે. બાહ્ય ઓળખાણના આધારે સદ્ગુરુપણું સ્થાપવાના બદલે અંતરંગ દશાના આધારે સદ્ગુરુપણું સ્થાપ. એક સદ્ગુરુની ઓળખાણનું જ કામ ઉપાડ. વર્તમાન પર્યાયમાં પ્રાપ્ત થયેલ સમસ્ત જ્ઞાન અને વીર્યને સદ્ગુરુની ઓળખાણ કરવામાં લગાડી ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૩૧ Page #514 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪ ૪૬૭ દે તો જ તને મળેલ આ દુર્લભ મનુષ્યદેહ સાર્થક થશે. જ્ઞાનરહિત બાહ્યત્યાગી તથા કુળગુરુના આશ્રમમાં તારું જ્ઞાન અને વીર્ય વેડફાઈ જાય છે, પરંતુ જો તે સગુરુના આશ્રયમાં વળશે તો સ્વભાવમાં રહેલી નિર્મળતાનું પર્યાયમાં સર્જન થશે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, ભૂલેલા નિજ ભાન; પરપુગલના ભાવને, જાણે નિજ અજ્ઞાન. પરપરિણતિ રામ્યા કરે, તે માને ગુરુ સત્ય; દૃષ્ટિરાગના દોષથી, મૂકે નહિ મમત્વ. કાયા કષ્ટથી મોહી તે, પૂજ્ય ભાવથી તે જોઈ; અથવા નિજકુળધર્મના, હીનાચારી હોય. અંધ પરંપર આવીયા, ન લહે તત્ત્વાતત્ત્વ; છતાં અનાદિ કુમતિથી, તે ગુરુમાં જ મમત્વ.'' * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૯ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૯૩-૯૬) Page #515 -------------------------------------------------------------------------- ________________ Page #516 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૨૫ જે ળિ કળાને, કલાસિરિ - કન્વિનું, જે ૨૯ Page #517 -------------------------------------------------------------------------- ________________ Page #518 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૫ ભૂમિકા ગાથા ૨૪માં ગુરુતત્ત્વ સંબંધી મિથ્યા માન્યતારૂપ મતાર્થના બે પ્રકાર દર્શાવતાં કહ્યું કે મતાર્થી જીવ જ્ઞાનરહિત એવા બાહ્યત્યાગીને ગુરુ માને છે અથવા પોતાના કુળગુરુને દૃષ્ટિરાગથી ગુરુ માને છે. આમ, મતાર્થી જીવ આત્મજ્ઞાન આદિ ગુરુપદને યોગ્ય ગુણસંપત્તિ વિનાના બાહ્યત્યાગી કે કુળગુરુને સદ્ગુરુપદે સ્થાપિત કરે છે તે જ તેનું પ્રગટ મતાર્થપણું બતાવે છે. મતાથ જીવ જેમ સદ્ગુરુને ઓળખવામાં ભૂલ કરે છે, તેમ સતુદેવને ઓળખવામાં પણ કઈ રીતે ભૂલ કરે છે તે હવે પ્રસ્તુત ગાથામાં દર્શાવે છે. અહીં વિશેષતા એ છે કે અસતુદેવ સંબંધી વાત નહીં કરતાં સતુદેવ સંબંધી જે મિથ્યા માન્યતા પ્રવર્તે છે તેનું સૂચન કર્યું છે. સાચા દેવની પ્રાપ્તિ થયા છતાં તેનું યથાર્થ સ્વરૂપ નહીં સમજવાના કારણે તેમના વિષે પ્રવર્તી રહેલ મિથ્યા માન્યતારૂપ મતાર્થનું દર્શન કરાવતાં શ્રીમદ્ કહે છે - જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; | ગાથા | વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ.” (૨૫) - જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર અર્થ| - પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાભ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. (૨૫). ૧- આ ગાથામાં જૈનમતાનુયાયી મિથ્યાષ્ટિઓનાં સ્વરૂપનું વર્ણન કર્યું છે. જેઓ જૈન કુળમાં જન્મા છે, પણ જિનેશ્વરદેવના યથાર્થ સ્વરૂપની ખબર નથી એવા જૈનોની ગણના પણ મિથ્યાદષ્ટિમાં થાય છે. કારણ કે જિનેશ્વરદેવનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતી નથી અને તેથી જીવનું મિથ્યાત્વ ટળતું નથી. કોઈ કહે કે “અમે તો જૈન છીએ અને જિનેશ્વરદેવને પૂજીએ છીએ, માટે અમારું ગૃહીત મિથ્યાત્વ તો છૂટી ગયું છે', તો તેવા જીવોને ગૃહીત મિથ્યાત્વ શું છે તેની ખબર જ નથી. અન્ય દેવોને દેવરૂપે માનવા એટલું જ ગૃહીત મિથ્યાત્વનું સ્વરૂપ નથી, પણ સાચા દેવનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના તેમને ઓઘદૃષ્ટિએ માનવા તે પણ ગૃહીત મિથ્યાત્વ છે. દેવ સંબંધી ભ્રાંત માન્યતાના આગ્રહી થવું તે મતાર્થીપણું છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જૈનશાસ્ત્રો, આગમો તથા પુરાણોમાં શ્રી જિનેશ્વર ભગવાનના જીવનનાં ભાવાર્થ * વૃત્તાંતો વર્ણવવામાં આવ્યાં છે. તેમાં જિનેશ્વરદેવના દેહાદિનું વર્ણન છે, અર્થાત્ તેમના દેહનાં ઉત્કૃષ્ટ લક્ષણો, પ્રમાણ, વર્ણ આદિનું વર્ણન છે તથા કેવળજ્ઞાનના પ્રાગટ્ય પછીની જિનેશ્વર ભગવાનની સમવસરણ આદિ સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ પ્રભુની પાર્થિવ કાયાનાં રૂપ, લાવણ્ય, બળ કે પ્રભુના અતિશયો નથી. પૂર્ણ વીતરાગ થઈ તેમણે પોતાનું જે શુદ્ધ, નિર્મળ, સહજાનંદમય આત્મપદ પ્રાપ્ત કર્યું છે તે તેમનું વાસ્તવિક સ્વરૂપ છે. જિનેશ્વર પ્રભુની બાહ્ય વિભૂતિ, અતિશયો, આકાર, સમવસરણ આદિ સિદ્ધિઓનું વર્ણન તેમનું બાહ્ય માહાસ્ય દર્શાવવા અર્થે કરવામાં આવ્યું છે. પરંતુ જો બાહ્ય ઓળખમાં જ અટકી જાય અને શ્રી જિનની આત્મિક ગુણસમૃદ્ધિ પ્રત્યે દૃષ્ટિ જાય જ નહીં તો માત્ર એવી બાહ્ય ઓળખથી જિનસ્વરૂપની સાચી ઓળખ થઈ શકે નહીં. શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ થતાં મનઃચક્ષુ સમક્ષ તેમની વીતરાગતા, અર્થાત્ ગમાઅણગમાથી તેમનું મુક્તપણું, ઇચ્છા-તૃષ્ણાથી તેમનું અસ્પષ્ટપણું, નિજના નિરુપાધિક આનંદમાં તેમનું રહેવાપણું, દ્રષ્ટાભાવે વિશ્વનાટકનું તેમનું નિહાળવાપણું ઇત્યાદિ ભાવોનું સ્મરણ થાય તો જ તે પરમાર્થથી જિનની ઉપાસના છે. પ્રભુની નિઃસ્પૃહતા, નિર્મમતા, નિર્લોભતા, અક્ષોભતા વગેરે ગુણો પ્રત્યે પ્રમોદભાવ ઉત્પન્ન થતાં પ્રભુનો અચિંત્ય મહિમા ધ્યાનમાં આવે છે અને તે ગુણોના ભાવોનું ગ્રહણ થાય છે, અર્થાત્ તેના સંસ્કાર ચિત્તમાં અંકિત થાય છે. અંકિત થયેલી છાપ અંદર ને અંદર ગુપ્તપણે વિકસિત થઈ ઇચ્છિત ફળને આપવા સમર્થ થાય છે. મતાર્થી જીવ જિનેશ્વરદેવનાં દેહ, લાંછન, કુળ, આયુષ્ય, પંચ કલ્યાણકની તિથિઓ વગેરેને પ્રભુનું વર્ણન સમજે છે તથા તેને સમવસરણ, અષ્ટ પ્રાતિહાર્ય' આદિ સિદ્ધિઓનાં વર્ણનનો મહિમા વર્તે છે; અર્થાત્ દેહાશ્રિત અને કર્માશ્રિત વ્યક્તિત્વના વર્ણનમાં જ તે પોતાની બુદ્ધિને રોકી રાખે છે અને તેમની અંતરંગ વીતરાગદશાનો લક્ષ પણ કરતો નથી, તો તેને વીતરાગતાની ઝંખના કઈ રીતે થાય? વીતરાગતાની ઉત્કટ ઝંખના થયા વિના તે તરફનો પુરુષાર્થ કઈ રીતે થાય? અને વીતરાગી પુરુષાર્થ કર્યા વિના પૂર્ણ વીતરાગપદમાં સ્થિતિ કઈ રીતે થાય? આમ, આ ગાથામાંથી એમ ફલિત થાય છે કે જિનેશ્વરદેવનું અવલંબન લેવું એટલે વીતરાગતાનું અવલંબન લેવું - વીતરાગતાને જીવનનું લક્ષ બનાવવું, નહીં કે જિનેશ્વરદેવની ફક્ત બાહ્ય દેહાકૃતિ કે તેમના સમવસરણાદિ અતિશયોનાં વર્ણનનાં ૧- દેવેન્દ્ર નિયુક્ત કરેલા જે દેવતાઓ પ્રતિહાર - સેવકનું કામ કરે છે, તેમને ભગવંતના પ્રતિહાર કહેવામાં આવે છે. તેઓ દ્વારા ભગવંતની ભક્તિ નિમિત્તે નિર્મિત કરાયેલ અશોકવૃક્ષ વગેરેને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. તેવાં આઠ પ્રાતિહાર્ય છે - (૧) અશોકવૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) ત્રણ છત્ર. Page #520 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ૪૭૩ મહિમા અને ગુણગાન કરતાં રહીને કૃતકૃત્ય થવાના ભ્રમમાં જીવનભર રાચવું. = સાચા દેવનાં લક્ષણો છે. વીતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશીપણું. એ વિશેષાર્થ ત્રણ લક્ષણ જેનામાં ન હોય તે અદેવ છે - કુદેવ છે. તે કોઈ પણ રીતે હિતકર્તા નથી, છતાં તેને ભમથી હિતકર્તા માની તેનું સેવન કરવું તે મિથ્યાત્વ છે. સામાન્ય જનસમૂહ ભૌતિક સુખની ઇચ્છાથી કુદેવની પૂજા-ઉપાસનાદિ કરે છે, પણ તે દેવ સ્વયં કર્મબદ્ધ હોવાથી, પગલિક ભાવોથી ઘેરાયેલો હોવાથી કોઈ પણ પ્રકારે હિતકર્તા નથી. તૃષ્ણાની આગથી તે સ્વયં દાઝેલો છે. તે લૌકિક દેવ હોવાથી તેની પૂજાથી ભક્ત બંધનમુક્ત તો થતો નથી, પરંતુ ભક્તનાં બંધન વધુ ગાઢ બને છે; અર્થાત્ આ પ્રકારની ભક્તિ ભવભ્રમણવર્ધક અને સંસારસર્જક બને છે. સર્વ પ્રકારના પૌગલિક ભાવોથી જે મુક્ત છે, વિભાવથી છૂટી જે સ્વભાવમાં સ્થિત છે અને જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ મકરંદને જે નિરંતર અનુભવી રહ્યા છે તે લોકોત્તર દેવ છે. તેમની ભક્તિ કરતાં શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. તેઓ સ્વયં ભક્તિને ઇચ્છતા નથી, પરંતુ દાસત્વ ભાવે તેમની ભક્તિ કરનાર ભક્તની પ્રભુતા પ્રગટે છે, કારણ કે પ્રભુની શુદ્ધ ચેતના પ્રજ્વલિત દીપક સમાન છે અને જે કોઈ તેમની સાથે અનુસંધાન કરે છે તેનો દીપક પણ પ્રજ્વલિત થાય છે. આવા રાગ, દ્વેષ અને અજ્ઞાનરહિત લોકોત્તર અરિહંતદેવની પ્રાપ્તિ થયા પછી પણ જો જીવ તેમનું સાચું સ્વરૂપ સમજ્યા વિના જ તેમની ઉપાસના કરે તો ઉપર્યુક્ત ફળની પ્રાપ્તિ તેને થતી નથી. અજ્ઞાની જીવ જિનેશ્વર ભગવાનનું શરીરસૌષ્ઠવ, અર્થાત્ દેહની લંબાઈ, ત્વચાનો રંગ, શરીરની કાંતિને જ પરમાત્માનું સ્વરૂપ સમજે છે તથા સમવસરણ, દેવદુંદુભિ, છત્ર, ચામર, સિંહાસન, કોડાકોડી દેવોનું આગમન ઇત્યાદિ બાહ્ય વૈભવને જ પરમાત્માનું વર્ણન સમજી તેમાં જ બુદ્ધિને રોકી રાખે છે; પરંતુ પરમાત્માનું અંતરંગ સ્વરૂપ - તેમની વીતરાગી આત્મદશા પ્રત્યે તે લક્ષ આપતો નથી. ભગવાનનાં દેહાદિ પ્રમાણ તથા સમવસરણાદિ સિદ્ધિ તો તેમનું ઔપાધિક સ્વરૂપ છે, પુણ્યપ્રકૃતિનું ફળ છે. તેમનું સત્ય સ્વરૂપ તો તેમની અંતરંગ આત્મદશા છે. પરમાર્થહેતુરૂપ એવું જિનનું અંતરંગ સ્વરૂપ જ પ્રયોજનભૂત છે. રાગાદિ શત્રુઓનો જય કરી, શુદ્ધ આત્મા પ્રગટ કર્યો છે એવા જિનેશ્વરદેવની વીતરાગદશાને નહીં જાણનાર તથા તેને જાણવાનો પ્રયત્ન પણ નહીં કરનાર જીવ માત્ર બાહ્ય પૌગલિક વિભૂતિને જ જિનનું સ્વરૂપ માની, પોતાની મતિને ત્યાં જ રોકી રાખે છે. આવા જીવને મતાથ કહ્યો છે. આ વિષે શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે -- જે કોઈ જીવને આ પુણ્યકર્મપ્રકૃતિના અનુપમ અને ચમત્કારિક ફળનું જ માહાસ્ય લક્ષમાં આવે, બાહ્ય સંયોગોની મહત્તા જણાય અને તેમાં જ નિજબુદ્ધિ રોકી Page #521 -------------------------------------------------------------------------- ________________ ४७४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાખે, તેને પરનું માહાભ્ય હોય છે, પરંતુ જિનેશ્વર પ્રભુનું જે વાસ્તવિક સ્વરૂપ છે, તે ન સમજે, જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણે જ્યારે અભેદ સ્વરૂપે આત્મભાવે પરિણમે, તે જ જિનેશ્વરનું સ્વરૂપ છે તે ન જાણે, તેની અપૂર્વતા લક્ષમાં ન આવે અને પર પદાર્થને જિનનું સ્વરૂપ માને તેવા જીવને પણ મતાથ જાણવો એમ અહીં કહ્યું છે.' લૌકિક માર્ગમાં પુણ્યથી મોટો તે મોટો કહેવાય, પણ મોક્ષમાર્ગમાં તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર ગુણો જેમનામાં હોય તેઓ જ મોટા અને પૂજ્ય છે. પુણ્યના ઠાઠ કાંઈ જીવના મોક્ષનું કારણ થતાં નથી. મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે; તેથી તે ગુણના ધારક જ વંદન કરવા યોગ્ય છે. તીર્થકરોને ચામર, છત્ર વગેરે બાહ્ય વિભૂતિ હોય છે, પરંતુ તે વિભૂતિના કારણે કાંઈ તીર્થકર વંદનીય નથી. ભગવાન તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણોના વૈભવ વડે જ વંદનીય છે. ઇન્દ્રોને ભગવાનનો અત્યંત મહિમા કરવાનું મન થતું હોવાથી સમવસરણાદિની રચના કરે છે, પણ તે વિભૂતિના કારણે ભગવાનની મહત્તા નથી. દેવતાઓ જે રચના કરે છે તેમાં ભગવાનને કિંચિતું પણ રાગ હોતો નથી, એટલે તે વિભૂતિના કારણે ભગવાનની સર્વજ્ઞતાને કે વીતરાગતા વગેરે ગુણોને કાંઈ બાધા આવતી નથી, તેથી જ અનંત ચતુષ્ટયના ધારક તીર્થકર ભગવંતો વંદનીય છે. આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજી ‘દેવાગમ સ્તોત્ર'માં કહે છે, 'હે ભગવાન! આપ અમારી દૃષ્ટિમાં માત્ર એટલા માટે મહાન નથી કે આપના દર્શનાર્થે દેવગણ આવે છે, આપનું ગમન આકાશમાં થાય છે અને આપ ચામર, છત્ર આદિ વિભૂતિઓ વડે વિભૂષિત છો; કારણ કે આ બધું તો માયાવીઓમાં પણ જોવામાં આવે છે. એ જ પ્રમાણે શરીરાદિ સંબંધી અંતરંગ અને બહિરંગ અતિશયો (વિશેષતાઓ) જો કે માયાવીઓમાં હોતા નથી, તેમ છતાં રાગાદિ ભાવોથી યુક્ત દેવતાઓમાં હોય છે, તેથી આ કારણે પણ આપ અમારી દષ્ટિમાં મહાન હોઈ શકો નહીં. ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૦૩ ૨- તાર્કિક ચક્રચૂડામણિ આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજી વિક્રમની બીજી શતાબ્દીમાં મહાન આચાર્ય થઈ ગયા છે. તેમણે રચેલ ‘દેવાગમ સ્તોત્ર' (આપ્તમીમાંસા) એ “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ના મંગલાચરણના સંદર્ભમાં લખવામાં આવેલ ‘ગંધહસ્તિ મહાભાષ્ય' નું મંગલાચરણ છે. આ સ્તોત્ર ઉપર આચાર્યશ્રી વિદ્યાનન્દિજીની આઠ હજાર શ્લોકપ્રમાણ ‘અષ્ટસહસી' ટીકા છે. ‘દેવાગમ સ્તોત્ર'ની શૈલીની સ્પષ્ટતા કરતાં આચાર્યશ્રી વિદ્યાનન્દિજીએ લખ્યું છે કે જાણે કે સાક્ષાત્ ભગવાને (આપ્ત) આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીને પૂછ્યું કે “હે સમતભદ્ર! આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ મહાશાસ્ત્ર ‘શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર'નો પ્રારંભમાં મારું સ્તવન અતિશયરહિત ગુણો વડે જ કેમ કર્યું, જ્યારે કે મારામાં અનેક સાતિશય ગુણ વિદ્યમાન છે.” એના ઉત્તરમાં જાણે આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીએ આ ‘દેવાગમ સ્તોત્ર' લખ્યું છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ૪૭૫ હે ભગવાન! આપની મહાનતા તો વીતરાગતા અને સર્વજ્ઞતાના કારણે જ છે. વીતરાગતા અને સર્વજ્ઞતા કંઈ અસંભવિત નથી. મોહ, રાગ, દ્વેષ આદિ દોષ તેમજ જ્ઞાનાવરણીયાદિ આવરણોનો સંપૂર્ણ અભાવ સંભવિત છે, કેમ કે તેની હાનિ ક્રમશઃ થતી જોવામાં આવે છે. જેવી રીતે અશુદ્ધ સુવર્ણપાષાણાદિમાં અગ્નિતાપાદિ વડે અંતર્બાહ્ય મેલ(અશુદ્ધિ)નો અભાવ થઈને સુવર્ણની શુદ્ધતા પ્રગટતી જોવામાં આવે છે, તેવી જ રીતે શુદ્ધોપયોગરૂપ ધ્યાનાગ્નિના તાપથી કોઈ આત્માના દોષ તથા આવરણની હાનિ થઈને વીતરાગતા અને સર્વજ્ઞતાનું પ્રગટ થવું સંભવિત છે.' આવા પરમાર્થપ્રયોજનભૂત વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કર્યા વિના માત્ર બાહ્ય ઓળખાણથી જિનેશ્વરદેવની ભક્તિ કરનાર જીવનું મિથ્યાત્વ ટળતું નથી. આ તથ્યને સમજાવતાં પંડિત શ્રી ટોડરમલજી “મોક્ષમાર્ગ પ્રકાશક' ગ્રંથમાં “જૈનમતાનુયાયી મિથ્યાદૃષ્ટિઓનું સ્વરૂપ' નામક સપ્તમ અધિકારમાં કહે છે – અહંતદેવ છે, ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, સુધાદિ દોષરહિત છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે; સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્ય ધ્વનિ વડે ઉપદેશ આપે છે, કેવલજ્ઞાન વડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામક્રોધાદિ નાશ કર્યા છે - ઇત્યાદિ વિશેષણ કહે છે; તેમાં કેટલાંક વિશેષણ તો પુદગલાશ્રિત છે તથા કેટલાંક વિશેષણ જીવાશ્રિત છે, તેને ભિન્ન-ભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન જાણી મિથ્યાદષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાના જાતીય અરહંતપર્યાયમાં જીવ-પુગલનાં વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદષ્ટિપણું ધારણ કરે છે, વળી જે બાહ્ય વિશેષણો છે તેને તો જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું વિશેષ માને છે, અને જે જીવનાં વિશેષણો છે તેને યથાવત ન જાણતાં એ વડે અરહંતદેવનું મહાનપણું આજ્ઞાનુસાર માને છે, અથવા અન્યથા માને છે. જો જીવનાં યથાવત વિશેષણો જાણે તો મિથ્યાદષ્ટિ ૧- જુઓ : આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીકૃત, દેવાગમ સ્તોત્ર', શ્લોક ૧, ૨,૪ 'देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यते नातस्त्वमसि नो महान् ।। अध्यात्म बहिरप्येष विग्रहादिमहोदयः । दिव्यः सत्यो दिवौकष्वप्यस्ति रागादिमत्सु सः ।। दोषावरणयोर्हानिनिःशेषास्त्यतिशायनात् । क्वचिद्यथा खहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।।' નોંધ : શ્રીમદે શ્રી મનસુખભાઈ કિરતચંદભાઈ સાથેના વાર્તાલાપમાં આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીરચિત “દેવાગમ સ્તોત્ર'ના મંગલાચરણરૂપ પ્રથમ શ્લોકનું વિવેચન કર્યું છે. તે માટે જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૭૨ (ઉપદેશનોંધ-૨૬) Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન રહે નહિ.” અરિહંતદેવના પુદ્ગલાશ્રિત બાહ્ય વિશેષણો અને જીવાશ્રિત આંતરિક વિશેષણોનો ભેદ સમજ્યા વિના અરિહંતદેવની સાચી ઓળખાણ-ભક્તિ-ઉપાસના સંભવિત નથી. તેથી તે યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. જગતના સર્વ જીવોને જિનશાસનરસી બનાવી આત્મધર્મ પમાડું' એવી વિશ્વવ્યાપક સહજસ્તુરિત લોકોત્તર કરુણાભાવનાના બળથી તીર્થકર નામ કર્મનું ઉપાર્જન થાય છે. આ શુભ નામ કર્મની પ્રકૃતિના ઉદયથી શ્રી તીર્થંકર પ્રભુને અતિશયોની પ્રાપ્તિ થાય છે. જે ગુણો વડે શ્રી તીર્થકર ભગવંતો સમસ્ત જગતમાં અતિશાયી - ચડિયાતા હોય છે તેવા ગુણોને અતિશય કહે છે. તીર્થંકર પરમાત્માના ૩૪ અતિશય હોય છે. આ અતિશયોમાંથી કેટલાક જન્મથી જ હોય છે અને બાકીના ઘાતી કર્મનો ક્ષય થયા પછી - કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રગટનારા અતિશયોમાંથી કેટલાક દેવકૃત હોય છે. આ ૩૪ અતિશયો નીચે પ્રમાણે છે – ચાર સહજ અતિશય અથવા મૂલાતિશય (જન્મથી જ હોય) (૧) અભુત રૂપ અને સુગંધવાળું શરીર, ૨) કમલગંધ સમાન સુગંધી શ્વાસોચ્છવાસ, (૩) ગાયના દૂધની ધારા સમાન ધવલ અને દુર્ગધ વિનાનાં માંસ અને રુધિર, (૪) આહાર અને નિહારની ચર્મચક્ષુથી ન દેખાય એવી ક્રિયા. ઘાતી કર્મોનો ક્ષય થતાં પ્રગટતા અગિયાર અતિશય (૧) માત્ર એક યોજન જેટલી ભૂમિમાં મનુષ્યો, દેવો અને તિર્યંચોની કોડાકોડી સંખ્યાનો સમવસરણમાં સુખરૂપ અને બાધારહિત સમાવેશ, (૨) વાણી - દેશના ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭, પૃ.૨૧૬ ૨- અતિશય સંબંધીના વર્ણન માટે જુઓ : (૧) 'શ્રી સમવાયાંગ સૂત્ર', સૂત્ર ૩૪ (૨) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીરચિત, ‘અભિધાનચિન્તામણિ', કાંડ ૧, શ્લોક પ૭ થી ૬૪ (૩) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી રચિત, ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૨, ૩, ૪, ૫ (૪) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૧, આર્યા ૨૪ થી ૪૭ (૫) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી કત, ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર', પર્વ ૧, સર્ગ ૬ (૬) આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિરચિત, પ્રવચનસારોદ્ધાર', ગાથા ૪૪૦ થી ૪૫૦ (૭) ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીકૃત, ‘લોકપ્રકાશ', સર્ગ ૩૦ વગેરે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ४७७ અર્ધમાગધીમાં આપે, પરંતુ મનુષ્યો, તિર્યંચો અને દેવોને પોતપોતાની ભાષામાં તે સમજાય. એમની વાણી યોજનગામિની – એક યોજન સુધી સર્વ દિશાઓમાં પ્રસરે તેવી હોય, (૩) ભામંડલ - મસ્તક પાછળ સૂર્યસમાન તેજવર્તુળ, (૪) તેઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં ભૂમિમાં કોઈ પણ જાતનો રોગ ન હોય, (૫) લોકોમાં એકબીજા પ્રત્યે વૈર કે વિરોધ ન હોય, (૬) ઈતિ એટલે કે ધાન્ય વગેરેને હાનિ કરનાર ઉંદર, તીડ વગેરે જીવોનો ઉપદ્રવ ન હોય, (૭) મરકી ન હોય, અકાલ મૃત્યુ ન હોય, (૮) અતિવૃષ્ટિ ન હોય, (૯) અવૃષ્ટિ - વરસાદનો અભાવ ન હોય, (૧૦) દુર્મિક્ષ એટલે દુકાળ ન હોય, (૧૧) સ્વરાષ્ટ્રથી કે પરરાષ્ટ્રથી ભય ન હોય. દેવકૃત ઓગણીસ અતિશય (૧) આકાશમાં ધર્મચક્ર, (૨) આકાશમાં ચામરો, (૩) આકાશમાં પાદપીઠસહિત સિંહાસન, (૪) આકાશમાં ત્રણ છત્ર, (૫) આકાશમાં રત્નજડિત ધ્વજ, (૬) પગ મૂકવા માટે સોનાનાં કમળ, (૭) સમવસરણમાં ત્રણ ગઢ - રત્નનો, સુવર્ણનો અને રજતનો, (૮) સમવસરણમાં ચતુર્મુખાંગતા - ચાર મુખે દેશના, (૯) અશોકવૃક્ષની રચના, (૧૦) કાંટાઓની અણી નીચી થઈ જવી, (૧૧) વૃક્ષો નમન કરે, (૧૨) ઉપરથી દુંદુભિનાદ, (૧૩) અનુકૂળ વાયુ, (૧૪) પક્ષીઓ પ્રદક્ષિણા કરે, (૧૫) સુગંધી જલની વૃષ્ટિ, (૧૬) પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ, (૧૭) દીક્ષા સમયથી નિર્વાણ પર્યત કેશ, રોમ, દાઢી અને નખ વધે નહીં, (૧૮) ઓછામાં ઓછા કરોડ દેવો સેવામાં હાજર હોય, (૧૯) સર્વ ઋતુઓ અને ઇન્દ્રિયવિષયો અનુકૂળ, સુખકારક થાય. ઉપર્યુક્ત વર્ણન શ્વેતાંબર શાસ્ત્ર અનુસાર છે. દિગંબર શાસ્ત્રોમાં કિંચિત્ ફરક સાથે ચોત્રીસ અતિશય જોવા મળે છે, તે આ પ્રમાણે – જન્મથી દસ સહજ અતિશય અથવા મૂલાતિશય (૧) પરસેવારહિત શરીર, (૨) મળ-મૂત્ર, કફાદિ રહિત નિર્મળ કાયા, (૩) દૂધના રંગ જેવું લોહી, (૪) વજ-ઋષભનારા સંતનન, (૫) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૬) અદ્ભુત અનુપમ રૂપ, (૭) મહાસુગંધી શરીર, (૮) એક હજાર આઠ લક્ષણ, (૯) અપાર બળ, (૧૦) પ્રિય, હિતકર, મધુર વચન. કેવળજ્ઞાન થતાં પ્રગટતા અગિયાર અતિશય (૧) ચારે તરફ સો યોજન સુધીમાં દુકાળ ન પડે તે સુભિક્ષતા, (૨) જમીનનો સ્પર્શ કરે નહીં અને આકાશમાં ગમન કરે, (૩) સર્વ જીવોમાં હિંસાનાં પરિણામનો અભાવ, (૪) ભોજનનો અભાવ, (૫) ઉપસર્ગનો અભાવ, (૬) ચારે દિશામાં મુખ સહિત દેખાવું, (૭) છાયારહિતપણું, (૮) આંખ પલકારો પણ મારે નહીં, (૯) સર્વ Page #525 -------------------------------------------------------------------------- ________________ ४७८ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિદ્યાઓના સ્વામી, (૧૦) નખ અને કેશ વધે નહીં, (૧૧) અઢાર મહાભાષા તથા સાતસો ક્ષુદ્રભાષા યુક્ત દિવ્ય ધ્વનિ તીર્થંકર પ્રકૃતિના પ્રભાવથી દેવકૃત તેર અતિશય (૧) સર્વ ઋતુનાં ફળ, ફૂલ, પત્ર સહિત વૃક્ષ હોય છે, (૨) તૃણ, કાંટા અને ધૂળ દૂર કરતો સુખદાયક પવન વાય છે, (૩) સર્વ જનસમુહમાં મૈત્રીભાવ, (૪) એટલી પૃથ્વી દર્પણસમ સ્વચ્છ અને રત્નમય બને છે, (૫) સુગંધી જળની વૃષ્ટિ, (૬) વિક્રિયાથી ફળોના ભારથી નમી પડેલાં શાલી આદિ વૃક્ષોની રચના, (૭) સર્વ જીવોને આનંદ પ્રગટે છે, (૮) શીતલ, મંદ, સુગંધી પવન વાય છે, (૯) કૂવા અને તળાવ નિર્મળ જળથી ભરાઈ જાય છે, (૧૦) આકાશ અને દિશા નિર્મળ હોય છે, (૧૧) સર્વ જીવોને રોગ આદિ બાધાઓ નથી હોતી, (૧૨) એક હજાર આશાવાળું - કિરણોવાળું, પોતાના પ્રકાશથી સૂર્યમંડળને પણ ઝાંખું પાડતું ધર્મચક્ર આગળ ચાલે છે, (૧૩) તીર્થકરની ચારે બાજુ છપ્પન સુવર્ણ કમળ, એક પાદપીઠ તથા વિવિધ પ્રકારનાં પૂજનદ્રવ્ય હોય છે. આમ, ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના ઉદયના કારણે જન્મકાળથી શ્રી તીર્થંકર પ્રભુનો દેહ ૧૦૦૮ ઉત્તમ લક્ષણોથી સુંદર અને સુશોભિત હોય છે. શ્રી તીર્થકર ભગવંતના શરીરનું રૂપ લોકોત્તર હોય છે, એટલે કે શ્રી તીર્થકર ભગવંતનું રૂપ લોકમાં કશે પણ જોવા ન મળે તેવું અલૌકિક હોય છે. ભગવંત જેવું રૂપ સંપૂર્ણ જગતમાં બીજા કોઈનું પણ હોતું નથી. દેવતાઓની રૂપ વિકર્વવાની અદ્દભુત શક્તિ હોય છે. તેઓ ધારે તે રૂપ વિકુવી શકતા હોવા છતાં ભગવંત સમાન રૂપ તેઓ કદાપિ વિકુર્તી શકતા નથી. પોતાની અદ્દભુત શક્તિથી સર્વ દેવતાઓ મળીને એક અંગુષ્ઠપ્રમાણ રૂપ વિદુર્વે અને તે રૂપને ભગવંતના અંગૂઠાની તુલનામાં મૂકવામાં આવે તોપણ દેવનિર્મિત અંગૂઠાની તેવી સ્થિતિ થાય કે જેવી સૂર્યની સામે અંગારાની! વળી, સંપૂર્ણ વિશ્વમાં ભગવંત જેવું પ્રથમ સંઘયણ બીજા જીવોનું હોતું નથી; એવી જ રીતે ભગવંત જેવું સમચતુરસ્ત્ર સંસ્થાન બીજા જીવોનું હોતું નથી; ભગવંતના શરીર જેવો શ્વેત આદિ વર્ણ બીજા જીવોનાં શરીરનો કદાપિ હોતો નથી; ભગવંત જેવી ગતિ, ભગવંત જેવું સત્ત્વ, ભગવંત જેવું બળ વગેરે બીજા જીવોમાં કદાપિ હોતાં નથી. શ્રેષ્ઠ પુણ્યતિશયના પ્રભાવથી ભગવંતમાં અતુલ બળ, વીર્ય, ઐશ્વર્ય, સત્ત્વ, પરાક્રમ વગેરે હોય છે. સર્વ સુંદર મનુષ્યો, દેવતાઓ, અસુરો અને તેમની સુંદરીઓના રૂપ, લાવણ્ય, કાંતિ, સૌંદર્ય, સૌભાગ્ય, દીપ્તિ વગેરેને એકત્રિત કરી, એક મહાન ૧- જુઓ : ‘શ્રી ઔપપાતિક સૂત્ર', સૂત્ર ૧૦ ૨- જુઓ : આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી આવશ્યકનિર્યુક્તિ'ની ‘હરિભદ્રી ટીકા', ગાથા પ૬૯ Page #526 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ४७८ રાશિ બનાવીને તે રાશિને એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવંતના પગના અંગૂઠાના અગ્રભાગનો કરોડમો ભાગ મૂકવામાં આવે તો રાખનો ઢગલો જેમ કંચનગિરિની બાજુમાં શોભા ન પામે તેમ તે રાશિ પણ શોભા ન પામે. તેથી જ ‘શ્રી ભક્તામર સ્તોત્ર'માં પ્રભુના રૂપના વર્ણનમાં કહ્યું છે કે ત્રણે ભુવનના અદ્ભુત તિલકરૂપ હે ભગવંત! શાંત રસની શોભાવાળા જે પરમાણુઓ વડે આપ નિર્માણ કરાયા છો, તે પરમાણુઓ વિશ્વમાં ખરેખર તેટલાં જ છે, કારણ કે આપના જેવું રૂપ જગતમાં બીજું નથી જ.૨ ભગવંતના દેહની ગંધના વિષયમાં પણ એટલી જ વિશેષતાઓ છે. જેવું રૂપ અભુત તેવી જ સુગંધ પણ અભુત. જગતના સર્વ સુગંધી પદાર્થોના સુગંધના તત્ત્વ કરતાં પણ અનંતગુણી અધિક સુગંધ ભગવંતના શરીરની હોય છે. તેના માટે બધી ઉપમાઓ નિરર્થક ઠરે છે. કલ્પવૃક્ષોનાં પુષ્પોની માળાની સુગંધ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચંપક પુષ્પોની સુગંધ ભગવંતના દેહની નિત્ય સુગંધ આગળ તે કોઈ વિસાતમાં નથી. બીજાઓનાં શરીરને સુગંધી બનાવવા માટે કસ્તૂરી, ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી વારંવાર વાસિત કરવા પડે છે, છતાં તે સુગંધ ઊડી જતાં વાર નથી લાગતી; જ્યારે ભગવંતના શરીરને કોઈ સુગંધી દ્રવ્યથી વાસિત કર્યા વિના જ તે સદા સુગંધી રહે છે. તે શરીરનો સ્વભાવ જ સુગંધમય છે. વળી, ભગવંતનું શરીર સંપૂર્ણ નિરામય હોય છે. શ્રી અરિહંત ભગવંતનાં અંગો સર્વ પ્રકારના રોગો તેમજ વિકલતા(ખોડખાંપણ)થી રહિત જ હોય છે. ભગવંતના શરીરમાં કોઈ પણ રોગ ક્યારે પણ ઉત્પન્ન થતો નથી, તેથી ભગવંત સંપૂર્ણ આરોગ્યવાળા હોય છે. વળી, ભગવંતનું શરીર સ્વેદ અને મલથી રહિત હોય છે. સામાન્ય રીતે ગરમીના દિવસોમાં શરીર સ્વેદથી - પરસેવાથી ભીંજાઈ જાય છે, જ્યારે ભગવંતનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે ગમે તેવી ગરમીમાં પણ ભગવંતના શરીરે પરસેવો થાય નહીં. સામાન્ય લોકોનાં શરીરની ચામડીને વારંવાર સાફ ન કરવામાં આવે તો તેના ઉપર મેલના થર બાઝી જાય છે. ભગવંતનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે શરીરના આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાં રહેલાં રજકણ આદિ કોઈ પણ કારણે થતા મેલથી ભગવંતનું શરીર તદ્દન નિર્લેપ હોય છે. વળી, ભગવંતના શ્વાસોચ્છુવાસ કમલ સમાન સુગંધી હોય છે. જગતમાં ઉત્તમમાં ૧- જુઓ : ‘શ્રી મહાનિશીથ સૂત્ર', નમસ્કાર સ્વાધ્યાય, પ્રાકૃત વિભાગ ૨- જુઓ : આચાર્યશ્રી માનતુંગસૂરિજીરચિત, ‘શ્રી ભક્તામરસ્તોત્ર', શ્લોક ૧૨ ૩- જુઓ : ‘શ્રી સમવાયાંગ સૂત્ર', સૂત્ર ૩૪ Page #527 -------------------------------------------------------------------------- ________________ ४८० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉત્તમ સુગંધી કોઈ વસ્તુ હોય તો તે ભગવંતના શ્વાસોચ્છવાસ છે. જ્યારે ભગવંત વિહાર કરતા હોય છે ત્યારે સુગંધના સાચા રસિક એવા ભમરાઓ, જે પુષ્પો ઉપર લીન થઈને બેઠેલા હોય છે, તે પુષ્પોને તત્ક્ષણ તજીને ભગવંતના શ્વાસોચ્છવાસને અનુસરે છે. ૧ તીર્થંકર ભગવંતના શરીરનાં માંસ અને રક્ત (લોહી) ગાયના દૂધની ધારા જેવાં સફેદ અને દુર્ગધ વિનાનાં હોય છે. તાત્પર્ય કે રક્ત-માંસની સંપૂર્ણ ધવલતા અને અદુર્ગધતા ફક્ત તીર્થકર ભગવંતના શરીરમાં જ હોય છે. તે રક્ત અને માંસ કેવળ અદુર્ગધી જ હોય છે, એટલું જ નહીં, પરમ પરિમલથી - સુવાસથી સમૃદ્ધ પણ હોય છે. બીજાઓનાં રક્ત-માંસ તો જોવાં પણ ન ગમે તેવાં હોય છે, જ્યારે ભગવંતનાં રક્ત-માંસ અજુગુપ્સનીય, ચીતરી ન ચડે તેવાં હોય છે; એટલું જ નહીં, જોવાં ગમે તેવાં તેમજ આશ્ચર્ય પમાડે તેવાં હોય છે. શરીરની ધાતુઓમાં જેની ગણના થાય છે એવાં રક્ત-માંસ પણ જો વિલક્ષણ હોય, તો પછી ભગવંતની બધી જ વસ્તુઓ સર્વ જીવોની વસ્તુઓ કરતાં વિલક્ષણ અને શ્રેષ્ઠ હોય એમાં શું આશ્ચર્ય છે! આવાં અનેકાનેક ઉત્તમ લક્ષણોયુક્ત શરીરના ધારક ભગવાન કુમારકાળ પૂરો કરી સંસાર, દેહ અને ભોગ પ્રત્યે વૈરાગ્ય ઊપજતાં દીક્ષા ગ્રહણ કરે છે અને કેટલોક કાળ ગયા પછી શુક્લધ્યાનના બળ વડે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ, ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે; અને ત્યારે તીર્થંકર નામ કર્મના ઉદયથી તેમને અનેક સિદ્ધિઓ પ્રગટે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જ્યારે જિનેશ્વરો ઉપદેશની ધારા વહાવે છે ત્યારે પર્ષદાને બેસવા માટે દેવો સમવસરણની રચના કરે છે. સમવસરણ એટલે પ્રભુ જ્યાં દેશના આપે એવું દેવનિર્મિત એક વિશિષ્ટ સ્થાન. કોઈ પણ તીર્થંકરના જીવને કેવળજ્ઞાન થાય ત્યારે ઇન્દ્રોનાં આસન કંપાયમાન થાય છે. કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવવા માટે ૬૪ ઇન્દ્રો પૃથ્વી ઉપર આવે છે. વાયુકુમાર દેવ એક યોજન ભૂમિ સાફ કરે છે. મેઘકુમાર દેવ સુગંધી જળની વૃષ્ટિ કરે છે. વ્યંતર દેવો સુવર્ણ માણેક-રત્નોથી ભૂમિતલ બાંધે છે. વૈમાનિક દેવો સમવસરણના ઉપરના ભાગમાં કાંગરા સહિત રત્નમય ગઢ બનાવે છે. જ્યોતિષી દેવો સુવર્ણમય બીજો ગઢ અને તેના ઉપર રત્નના કાંગરા બનાવે છે અને ભવનપતિ દેવો બાહ્ય ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીરચિત, ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૨, શ્લોક ૭. ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી રચિત, ‘અભિધાનચિન્તામણિ', કાંડ ૧, શ્લોક ૫૭ ૩- સમવસરણનું વર્ણન અનેક ગ્રંથોમાં જોવા મળે છે. જેમ કે – (૧) આચાર્યશ્રી ઉદ્યોતનસુરિજીરચિત, ‘કુવલયમાલા', કંડિકા ૧૭૮ (૨) આચાર્યશ્રી સીલાંકજીરચિત, ‘ચઉપૂનમહાપુરિસચરિયું', અધિકાર ૫૪, ‘વદ્ધમાણસામિચરિયું' (૩) મુનિશ્રી અમૃતવિજયજી કૃત, સમોસરણનાં ઢાળિયા', ઇત્યાદિ. Page #528 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ૪૮૧ ભાગમાં ત્રીજો રૂપાનો ગઢ અને સોનાના કાંગરા બનાવે છે. તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હોય છે. ચારે દ્વારે દેવો દ્વારપાળ બને છે. બીજા ગઢના ઈશાનકોણમાં પ્રભુના વિશ્રામ અર્થે એક દેવછંદ બનાવે છે. સમવસરણની મધ્યમાં વ્યંતરો તીર્થકરોથી ૧૨ ગણું ઊંચું એક ચૈત્યવૃક્ષ - અશોકવૃક્ષ બનાવે છે. ઇન્દ્રનાં ઉદ્યાનોનાં સુંદર વૃક્ષો કરતાં પણ આ અશોકવૃક્ષ અનંતગણું સુંદર હોય છે. તેની શાખાઓ વિસ્તીર્ણ અને છાયા નીરંધ્ર - ગાઢ હોય છે. એક યોજન પ્રમાણ વિસ્તારવાળું અશોકવૃક્ષ અત્યંત નજીક નજીક રહેલા, પવનથી અવિરત હાલતા, નવીન, કોમળ અને રક્ત વર્ણના પલ્લવોના સમૂહથી શોભે છે. તેના ઉપર સર્વ ઋતુઓનાં સુવિકસિત સર્વોત્તમ પુષ્પો હોય છે. અશોકવૃક્ષના મૂળ ભાગમાં ચાર દિશામાં રત્નમય પાદપીઠથી સહિત ચાર સિંહાસન હોય છે. તે સિંહાસનો સુવર્ણમય અને પ્રકાશમાન રત્નોની પંક્તિઓથી સુશોભિત હોય છે. તે રત્નોમાંથી અનેક રંગોનાં કિરણો નીકળતાં હોય છે. આવા સુંદર સિંહાસન ઉપર દેવતાઓ ત્રણ છત્ર નિર્મિત કરે છે. ૧ શરદ ઋતુનો ચંદ્રમા, કુંદ અને કુમુદ જેવાં અત્યંત શુભ મોતીઓની લટકતી માળાઓની પંક્તિઓના કારણે અત્યંત મનોરમ અને પવિત્ર એવા ત્રણ છત્ર જિનેશ્વરના મસ્તક ઉપર શોભે છે. સિંહાસનની બાજુમાં યક્ષો ચામર વીંઝતા ઊભા રહે છે. તે ચામરોમાં રહેલા વાળ એટલા બધા શ્વેત અને તેજસ્વી હોય છે કે તેમાંથી ચારે બાજુ પ્રકાશનાં કિરણો નીકળતાં હોય છે. તે ચામરોને ઉત્તમ રત્નોથી જડિત એવા સોનાના દંડ (હાથા) હોય છે, તેમાંથી પણ રંગબેરંગી તેજસ્વી કિરણો નીકળતાં હોય છે. જે દેવતાઓના હાથમાં તે ચામરો હોય છે, તે દેવતાઓ અને તેમનાં આભૂષણો પણ તેજસ્વી હોય છે. તે આભૂષણોમાંથી પણ પ્રકાશ વહેતો હોય છે અને તે ચામરોની ચારે બાજુએ તેજસ્વી કિરણો નૃત્ય કરતાં હોય એવો ભાસ થાય છે. પ્રભુ ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, તીર્થને નમસ્કાર કરી, પૂર્વાભિમુખ થઈ, સિહાસન ઉપર આરૂઢ થાય છે ત્યારે વ્યંતર દેવો બીજી ત્રણ દિશામાં સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબો રચે છે. તે શરીરોમાં ભગવંતના રૂપ જેવું જ રૂપ ભગવંતના અચિત્ય પ્રભાવથી થાય છે. સમવસરણમાં ભગવંત ચતુર્મુખ હોવા છતાં દરેક જીવને ભગવંતનું એક જ મુખ દેખાય છે અને ભગવંત સૌને સદા અભિમુખ જ હોય છે. દેવો પ્રભુના દરેક મસ્તક પાછળ ભામંડલ રચે છે. ભામંડલ એટલે પ્રકાશના પંજનો ઉદ્યોત. તે બાર સૂર્યોની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનોહર હોય છે. દેવો દસે ૧- જુઓ : આચાર્યશ્રી માનતુંગસૂરિજીરચિત, ‘શ્રી ભક્તામર સ્તોત્ર', શ્લોક ૩૧ ૨- જુઓ : આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિજીરચિત, ‘પ્રવચનસારોદ્વાર', ગાથા ૪૪૦ની વૃત્તિ ૩- જુઓ : ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીકૃત, લોકપ્રકાશ', સર્ગ ૩૦ ૪- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીરચિત, ‘વીતરાગસ્તવ'ની અવચૂર્ણિ, પ્રકાશ ૩. શ્લોક ૧ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન દિશાઓને પૂરિત કરનાર અને ત્રણે લોકના લોકોને શુભ સમાગમની ઘોષણા કરનાર, ઊંચા અને ગંભીર ધ્વનિથી દુદુભિ વગાડે છે. આ પ્રકારના દેવનિર્મિત અદ્ભુત સ્થાનમાં બાર પ્રકારની પરિષદને બેસવાનાં ભિન્ન ભિન્ન સ્થાન હોય છે. તેમાં સહુ યથાસ્થાને બેસે છે અને પ્રભુ જ્યારે પોતાની દિવ્ય દેશનાને પ્રવાહિત કરે છે ત્યારે પ્રભુની દેશનાનો દિવ્ય ધ્વનિ એક યોજનમાં વિસ્તાર પામે છે. દેવો પાંચ વર્ણવાળાં અચેત પુષ્પોની વૃષ્ટિ કરે છે. નીચાં ડીંટવાળાં, ઉપ૨ વિકસિત દલોવાળાં, પાંચ રંગનાં, પ્રબળ સુગંધી, મનોહર દેવકુર્વિત પુષ્પોની વૃષ્ટિ ચોતરફ થાય છે.૧ આ પ્રકારે અતિશયસંપન્ન સમવસરણ હોય છે. પ્રભુની અતિશયતા પ્રગટ કરવા જ દેવો સમવસરણની અને આઠ પ્રાતિહાર્યની રચના કરે છે. આવા દેવનિર્મિત સુશોભિત સમવસરણમાં બાર પ્રકારની પરિષદ (ભવનપતિ દેવ-દેવી, વાણવ્યંતર દેવ-દેવી, જ્યોતિષી દેવ-દેવી, વૈમાનિક દેવ-દેવી, તિર્યંચ નરમાદા, મનુષ્ય નર-નારી) એકસાથે બેસીને ઉપદેશ સાંભળે છે. પ્રભુની દિવ્ય વાણી વિસંવાદથી રહિત અને સર્વ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી હોય છે. યોજનપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપતી ભગવંતની વાણી એક જ સ્વરૂપવાળી હોવા છતાં, જેમ વાદળાંઓમાંથી પડેલ પાણી જે જે પાત્રમાં પડે તે તે પાત્રને અનુરૂપ આકારને ધારણ કરે છે, તેમ જેના જેના કાને તે વાણી પડે છે, તે તે જીવની પોતાની ભાષારૂપે તે પરિણમે છે. પ્રભુના મુખમાંથી સુંદર અને મધુર રણકારથી નીકળતો દિવ્ય ધ્વનિ, પર્ષદામાં હાજર રહેનાર સર્વ જીવોના વિવિધ પ્રશ્નોનું એકસાથે સમાધાન કરે છે. જિનેશ્વરદેવની દિવ્ય ધ્વનિરૂપ વાણી પર્વતના શિખર ઉપરથી પ્રવહતી નિર્મળ મીઠા પાણીની સરવાણીની જેમ જેને જેને સ્પર્શે છે, તેને તેને યોગ્યતાનુસાર મીઠું ફળ આપનારી અને ઉત્તરોત્તર ઉચ્ચ દશાના અધિકારી બનાવનારી થાય છે. ભવદુઃખહારક અને શિવસુખકારક એવી પ્રભુની દિવ્ય વાણી પાંત્રીસ ગુણોથી સંપન્ન છે, જે ગુણો આ પ્રમાણે છે તીર્થંકર ભગવાનની વાણીના પાંત્રીસ ગુણો આ પ્રમાણે છે (૧) સંસ્કારત્વ સભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કારોથી યુક્ત, (૨) ઔદાત્ત્વ ઉચ્ચ સ્વરે બોલાતાં વચનો, (૩) ઉપચારપરીતતા અગ્રામ્ય અને વિશદતાયુક્ત, (૪) મેઘગંભીર ૧- જુઓ : આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, શ્રી આવશ્યકનિર્યુક્તિ’ની ‘મલયગિરિવૃત્તિ’, ગાથા ૫૪૬ ૨- જુઓ : આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિજીરચિત, ‘પ્રવચનસારોદ્વાર', ગાથા ૪૪૩ ૩- તીર્થંકર ભગવાનની વાણીના પાંત્રીસ ગુણ માટે જુઓ : (૧) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીરચિત, અભિધાનચિન્તામણિ', કાંડ ૧, શ્લોક ૬૫ થી ૭૧ (૨) ‘શ્રી સમવાયાંગ સૂત્ર', સૂત્ર ૩૫ Page #530 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ૪૮૩ ઘોષ7 - મેઘની જેમ ગંભીર શબ્દોવાળા, (૫) પ્રતિનાદવિધાયિતા - મધુર, કર્ણપ્રિય પ્રતિધ્વનિ જેવાં વચનો, (૬) દક્ષિણત્વ - સરલતાયુક્ત, (૭) ઉપનીતરાગત્વ - માલકૌંશ વગેરે રોગોથી યુક્ત, (૮) મહાર્થતા - વ્યાપક અને ગંભીર અર્થવાળાં વચનો, (૯) અવ્યાહતત્વ - પૂર્વે કહેલ અને પછી કહેલ વાક્યો અને અર્થો પરસ્પર વિરોધ વિનાનાં, (૧૦) શિષ્ટત્વ - અર્થને કહેનાર અભિમત સિદ્ધાંતના, (૧૧) સંશયરહિત - સંદેહ વિનાનાં, (૧૨) નિરાકૃતાન્યોત્તરત્વ - કોઈ પણ પ્રકારનાં દૂષણ વિનાનાં વચનો, (૧૩) હૃદયંગમતા - હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર, (૧૪) મિથઃસાકાંક્ષતા - પદો અને વાક્યોની પરસ્પર સાપેક્ષતા, (૧૫) પ્રસ્તાવૌચિત્ય - દેશ અને કાળને ઉચિત, (૧૬) તત્ત્વનિષ્ઠા - તત્ત્વને અનુરૂપ, (૧૭) અપ્રકીર્ણપ્રસુતત્ત્વ - સુસંબદ્ધ અને વિષયાંતર રહિત, (૧૮) અસ્વશ્લાઘા નિન્દતા - સ્વપ્રશંસાથી અને પરનિંદાથી રહિત, (૧૯) આભિજાત્ય - પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરનાર, (૨૦) અતિસ્નિગ્ધમધુરત્વ - અત્યંત સ્નેહના કારણે મધુર, (૨૧) પ્રશસ્યતા - ગુણોની વિશેષતાના કારણે પ્રશંસાપાત્ર, (૨૨) અમર્મવેધતા - અન્યના હૃદયને દુઃખ ન ઉપજાવે તેવા વચનો, (૨૩) ઔદાર્ય - ઉદાર, અતુચ્છ અર્થને કહેનાર, (૨૪) ધર્માર્થપ્રતિબદ્ધતા - ધર્માર્ચયુક્ત, (૨૫) કારકાદિ અવિપર્ધાસ - કારક, કાલ, વચન, લિંગ વગેરેને લગતા વ્યાકરણના દોષોથી રહિત, (૨૬) વિભમાદિનિયુક્તતા - વિભમ, વિક્ષેપ વગેરે મનના દોષોથી રહિત, (૨૭) ચિત્રકૃત્વ - શ્રોતાઓમાં કુતૂહલ ઉત્પન્ન કરે, (૨૮) અભુત - સાંભળનારને આશ્ચર્યમુગ્ધ કરે, (૨૯) અનતિવિલંબિતા - બે શબ્દો, પદો, વાક્યો વગેરેની વચ્ચે વિલંબ વગરનાં, (૩૦) અનેકજાતિ વૈચિત્ર્ય - વર્ણ વસ્તુની વિવિધતા, વિચિત્રતા, સુંદરતા વ્યક્ત કરતાં, (૩૧) આરોપિત વિશેષતા - બીજાં વચનોની અપેક્ષાએ વિશિષ્ટ, (૩૨) સત્ત્વપ્રધાનતા - સત્ત્વ અર્થાત્ સાહસપ્રધાન, (૩૩) વર્ણ-પદ-વાક્યવિવિક્તતા - વર્ણ, પદ, વાક્યના ઉચ્ચારની વચ્ચે યોગ્ય અંતરવાળાં, (૩૪) અવ્યચ્છિતિ - અખંડ ધારાબદ્ધ તથા વિવક્ષિત અર્થ સહિત પરિપૂર્ણ, (૩૫) અખેદિત્ય - ખેદ, શ્રમ કે આયાસરહિત, સુખપૂર્વક કહેવાતાં વચનો; સાંભળનારને પણ ખેદ, શ્રમ ન પહોંચાડનાર વચનો. આમ, ઉત્તમોત્તમ લક્ષણોથી યુક્ત એવા જિનેશ્વર ભગવાનના દેહનું વર્ણન તથા સમવસરણાદિ સિદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે તે બધો જિનેશ્વરદેવની પુણ્યપ્રકૃતિના ફળનો વિસ્તાર છે. આવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિ અને તેનું ફળ તે કંઈ જિનનું વાસ્તવિક સ્વરૂપ નથી. આ તો બધા પરસંયોગો છે. સર્વ ઘાતી કર્મોનો ક્ષય કરી, આત્માનાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ કરી, પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા - આ જિનેશ્વરનું સાચું સ્વરૂપ છે. જિનના આવા અંતરંગ સ્વરૂપનો જેને મહિમા નથી અને ભગવાનની પાર્થિવ કાયાનાં રૂપ, Page #531 -------------------------------------------------------------------------- ________________ ४८४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લાવણ્ય, બળ કે ભગવાનના અન્ય વિશિષ્ટ પુણ્યના, અતિશયોના, સમવસરણ આદિ ઐશ્વર્યના ગુણગાન કરવામાં જ જે અટકી રહે છે તે જીવ આત્માનો અર્થી નથી, પણ મતાથ છે. જેને જન્મ-મરણનાં દુઃખનો થાક લાગ્યો હોય અને આત્માના અનુભવની ધગશ જાગી હોય, તે ગરજવાન બની જિનના અંતરંગ સ્વરૂપને સમજીને આત્મહિત સાધે છે, પરંતુ મતાર્થી જીવ જિનની બાહ્ય ઓળખાણમાં રોકાઈ જાય છે. જિનનો સ્વભાવ જ્ઞાનદર્શનમય તેમજ અમૂર્તિક છે અને પુદ્ગલથી બનેલ જિનનો દેહ - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો હોવાથી મૂર્તિક છે. મતાર્થી જીવને આ ભેદ ભાસતો નથી અને શરીરની પરિણતિને જિનની પરિણતિ માની લે છે. જિનની વીતરાગદશા ભૂલી જઈને તે તેમનાં શરીરાદિની ઓળખાણમાં જ સાર્થકતા માનીને ત્યાં જ પોતાનો પુરુષાર્થ સીમિત કરી લે છે. તેને બાહ્ય ઓળખાણમાં એવી તૃપ્તિ વર્તે છે કે તેમાંથી આગળ વધીને જિનેશ્વરનું અંતરંગ સ્વરૂપ સમજવાની જરૂર જ લાગતી નથી અને તેથી તે માટેના પ્રયત્ન પણ તે કરતો નથી. યથાર્થ ઓળખાણના અભાવમાં તે જિન ભગવાનની સાચી સ્તુતિ-ઉપાસના કરી શકતો નથી. જિનેશ્વરદેવનાં શરીર, રૂ૫, લાવણ્ય, છત્ર અને ધ્વજ વગેરેનું વર્ણન કરવાથી વાસ્તવિક પ્રશંસા થતી નથી; અર્થાત્ પારમાર્થિક પ્રશંસા થતી નથી. તે સર્વના ગુણગ્રામ કરવા તે વ્યવહાર સ્તુતિ છે અને વીતરાગ આત્માને વિષે વર્તતા એવા જ્ઞાનાદિ ગુણોની પ્રશંસા કરવી તે નિશ્ચય સ્તુતિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે શરીર આદિના વર્ણનરૂપ પ્રશંસાની વ્યવહાર સ્તુતિ (ઉપચાર સ્તુતિ)માં ગણના થાય છે અને જેના રાગાદિ દૂર થયા છે એવા આત્માને વિષે વર્તતા કેવળજ્ઞાનાદિ ગુણોની પ્રશંસા કરવી તેની નિશ્ચય સ્તુતિ(વાસ્તવિક સ્તુતિ)માં ગણના થાય છે. આ તથ્ય ઉપર પ્રકાશ નાખતાં આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર'માં લખે છે કે જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે, તેમ આત્મા અને શરીરને પરસ્પર એક ક્ષેત્રમાં રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર થાય છે. આમ, વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું જેનો સ્વભાવ છે એવાં ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૨૪,૧૨૫ 'शरीररूपलावण्यवप्रच्छत्रध्वजादिभिः । वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ।। व्यवहारस्तुतिः सेयं वीतरागात्मवर्तिनाम् । ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ।।' Page #532 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ૪૮૫ સુવર્ણ અને સફેદપણું જેનો સ્વભાવ છે એવાં ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી તે બન્ને વચ્ચે એકપદાર્થપણાની અસિદ્ધિ છે, તેથી અનેકપણું જ છે. તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ અનુક્રમે જેનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીર અત્યંત ભિન્ન હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી, પણ ત્યાં અનેકપણું જ છે. જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું ‘શ્વેત સુવર્ણ' એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે પરમાર્થથી શુક્લરક્તપણું તીર્થંકરનો સ્વભાવ નહીં હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુક્લરક્તપણું વગે૨ે, તેના સ્તવનથી તીર્થંકરની ‘શુક્લરક્ત તીર્થંકર' એવાં શબ્દો વડે સ્તુતિ કરવામાં આવે છે. આ સ્તવના વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે, પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન થતું જ નથી. જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે, માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે, તેના નામથી જ સુવર્ણ નામ થાય છે; તેવી રીતે શરીરના ગુણો જે શુક્લરક્તપણું વગેરે, તેનો તીર્થંકરમાં અભાવ છે, માટે નિશ્ચયથી શરીરના શુક્લરક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકરનું સ્તવન નથી થતું, તીર્થંકરના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકરનું સ્તવન થાય છે.૧ ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે યથાર્થ જ કહ્યું છે ‘સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિ ધામે ર જે આત્મા અરિહંત પરમાત્માના ગુણોને ઓળખી તેમની સેવા કરે છે, તે આત્મા જ શુદ્ધ સમ્યગ્દર્શન પામે છે અને જ્ઞાન (યથાર્થ અવબોધ), ચારિત્ર (સ્વરૂપરમણતા), ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૨૭-૨૯ 'ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु इक्को । ण दु णिच्छयस्स जीवो देहो य कदावि एकट्ठो ।। इणमण्णं जीवादो देहं पुग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संथुदो बंदिदो मए केवली મવું || तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणो थुणदि जो सो तच्चं केवलिं थुणदि ।। ' ૨- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, શ્રી મહાવીર ભગવાનનું સ્તવન, કડી પ Page #533 -------------------------------------------------------------------------- ________________ ४८६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તપ (તત્ત્વએકાગ્રતા), વીર્ય (આત્મશક્તિ) ગુણના ઉલ્લાસ વડે અનુક્રમે સર્વ કર્મોને જીતી મોક્ષમાં જઈ વસે છે. આમ, શ્રી જિનેશ્વર ભગવાનની આત્મિક ગુણસમૃદ્ધિ પ્રત્યે દૃષ્ટિ જાય એ જ સાચી ઉપાસના છે. જિનેશ્વરદેવ નિજના નિરુપાધિક આનંદમાં મગ્ન રહી નિર્લેપ નેત્રે વિશ્વને નિહાળે છે. તેમના આ આંતરિક ગુણ પ્રત્યે લક્ષ જતાં જિનના અનુયાયી તરીકે પોતાનું શું કર્તવ્ય છે તેનું સ્વયં ભાન થાય છે. તેને સમજાય છે કે આત્માનાં નિર્મળ જ્ઞાન અને નિરુપાધિક આનંદ સિવાયની બીજી કોઈ પણ વસ્તુ મેળવવાની દોડ અથવા તો પ્રાપ્ત વસ્તુ સ્થાયી બનાવવાની ઇચ્છા તે જ દુઃખનું બીજ છે. પરિણામે કંઈક મેળવવું છે કે કંઈક થવું છે' એવી ઇચ્છાઓમાંથી મુક્ત રહી, વર્તમાન ક્ષણે જે બને છે તેને આતુરતા કે આસક્તિ વિના સાક્ષીભાવે નીરખવાના અભ્યાસ તરફ તે વળે છે. આમ, જિનેશ્વરની વીતરાગતા પ્રત્યે લક્ષ કરતાં તેનામાં વીતરાગી પુરુષાર્થ ઊપડે છે. પરપરિણતિમાં ઉદાસીન બની આત્મપરિણતિ ભણી વળી તે પરમાત્મસ્વરૂપની સાધના કરે છે અને પરમ સિદ્ધિને વરે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આત્મસિદ્ધિરૂપ કાર્યની સિદ્ધિ થવા માટે જિનેશ્વરના અંતરંગ સ્વરૂપની ઓળખાણ કેટલી અગત્યની છે. જે અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને પણ જાણે છે અને તેથી તેનો મોહ અવશ્ય નાશ પામે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંત ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરતાં આત્મસ્વભાવ પ્રતીતમાં આવે છે. અરિહંત ભગવાનને પૂર્ણ નિર્મળ દશા પ્રગટી તે ક્યાંથી પ્રગટી? જ્યાં સામર્થ્ય હતું ત્યાંથી પ્રગટી. સ્વભાવમાં રહેલા પૂર્ણ સામર્થ્યની સન્મુખતાથી તે દશા પ્રગટી. મારો સ્વભાવ પણ અરિહંત ભગવાન જેવો પરિપૂર્ણ છે. સ્વભાવ-સામર્થ્યમાં કાંઈ ફરક નથી. સ્વભાવસામર્થ્યની પ્રતીતિ કરતાં જ મોહ ટળે છે અને સમ્યકત્વ પ્રગટ થાય છે. અરિહંત ભગવાનનું આત્મદ્રવ્ય શુદ્ધ ચેતનમય, તેમના ગુણો પણ શુદ્ધ ચૈતન્યરૂપ અને તેમની પર્યાય પણ શુદ્ધ ચેતનારૂપ; એમાં કશે પણ રાગ નથી, જેવો તે આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેવો જ પરમાર્થે આ આત્મા શુદ્ધસ્વભાવી છે - એમ ઓળખાણ કરવાથી રાગાદિ પરભાવો સાથેની એ–બુદ્ધિ છૂટીને પરિણતિ અંતરસ્વભાવમાં વળે છે, શુદ્ધ સ્વભાવ સાથે પર્યાયની એકતા થતાં મોહનો અભાવ થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, 'પ્રવચનસાર', ગાથા ૮૦ (ગુર્જરાનુવાદ સહિત) 'जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।।' “જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે; તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.' Page #534 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ४८७ અરિહંતદેવનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદપૂર્વક જાણી, તેની શુદ્ધતા વિચારી, પછી જીવ પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદપૂર્વક જાણી-વિચારી જ્યારે ભેદનો વિકલ્પ પણ છોડી દે અને સ્વસ્વરૂપમાં સ્થિર થાય, નિર્વિકલ્પ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે. તેથી અરિહંતાદિના આત્માશ્રિત ગુણોને જે જાણે છે તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન જાણે છે. પરમ ઔદારિક શરીર, સમવસરણ, દિવ્ય ધ્વનિ તે કાંઈ ખરેખર અરિહંત ભગવાનનું સ્વરૂપ નથી, એ બધું તો તેમના આત્માથી જુદું છે. ચૈતન્યસ્વરૂપ આત્મા તે દ્રવ્ય, જ્ઞાન-દર્શન આદિ તેના ગુણો અને કેવળજ્ઞાન, અતીન્દ્રિય આનંદ વગેરે તેની પર્યાય - આવાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખે તો અરિહંતને ઓળખ્યા કહેવાય. આમ, અનંત જ્ઞાનાદિના ધારક જિનેશ્વર ભગવાનની પ્રગટ આત્મદશા નીરખી નીરખીને વિચારતાં, તેમના વ્યક્ત ગુણોનું ભાવપૂર્વક સ્મરણ કરતાં બીજા વિચારો અટકી જાય છે અને જેની પ્રાપ્તિ કરવી છે તેના વિચારનું પ્રાધાન્ય થઈ જાય છે. તેમના ગુણોની વારંવાર રટણા થતી હોવાથી તે ગુણોને ગ્રહણ કરવાનો બોધ જીવને દેઢ થાય છે. મારું સ્વરૂપ પણ જિનેશ્વર જેવું છે, તેમનું સ્વરૂપ વ્યક્ત થયેલું છે, મારું શક્તિરૂપે છે' એમ ચિંતન કરતાં સ્વરૂપનું અનુસંધાન થતું જાય છે. આત્માના ગુણોનું ઘોલન થતાં આત્મશુદ્ધિ વધતી જાય છે. આ રીતે જિનેશ્વર ભગવાનની દશાનું અવલોકન થતાં તે દશાનું, અર્થાત્ શુદ્ધાત્મસ્વરૂપનું અચિંત્ય માહાસ્ય પ્રગટે છે, જેથી સ્વરૂપસન્મુખતા અને પ્રાંતે સ્વરૂપમન્નતા સંપ્રાપ્ત થાય છે. તેથી જિનેશ્વર ભગવાનના અંતરંગ સ્વરૂપની ઓળખાણ કરવી ઘટે છે. ગુજરાતના જંગલમાં એક બોધપ્રસંગે શ્રીમદે પ્રકાશ્ય છે – સમોવસરણાદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્ય હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ...... ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં.” અહીં કોઈને પ્રશ્ન થાય કે જો જિનેશ્વર ભગવાનના દેહ અને સમવસરણના વર્ણનથી સ્વરૂપનું ભાન પ્રગટે નહીં, તો પછી શાસ્ત્રોમાં તેનું વર્ણન શા માટે કરવામાં આવ્યું છે? તો તેનો ઉત્તર એ છે કે જિનેશ્વર ભગવાનનું બાહ્ય સ્વરૂપ કેવું અદ્ભુત હોય છે તેનું વર્ણન, બાલ - અજ્ઞાની જીવોને ભગવાન પ્રત્યે સાત્ત્વિક પ્રેમ ઉત્પન કરાવવાના હેતુએ કરવામાં આવ્યું છે. અરિહંત ભગવાનના દેહસૌંદર્યનું અને તેમની બાહ્ય વિભૂતિનું વર્ણન બહિર્દષ્ટિ જીવને આકર્ષે છે. અલ્પ બુદ્ધિમાન જીવ સૂમ નિરૂપણ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૨ (ઉપદેશછાયા-૧૧) Page #535 -------------------------------------------------------------------------- ________________ ४८८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સમજી શકતો નથી, પરંતુ સંસારમાં રહેલી રુચિના કારણે બાહ્ય વૈભવનો તેને મહિમા વર્તે છે અને તેમાં તેને રસ પણ પડે છે. સમવસરણાદિ બાહ્ય વૈભવનું નિરૂપણ તેને બરાબર સમજાય છે. જ્ઞાની પુરુષોનું પ્રયોજન તો રાગી જીવોને ભગવાન તરફ આકર્ષિત કરવાનું હોય છે. આવા આકર્ષણથી ખેંચાઈને તે જીવો ભગવાન તરફ વળતાં, તેમને પ્રભુનાં પવિત્ર વચનોનો યોગ થાય અને સત્ય સ્વરૂપ સમજાતાં પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે એવા ઉત્તમ આશયથી જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં સમવસરણાદિનું વર્ણન કર્યું છે. તીર્થંકરનાં દેહ, સમવસરણ આદિની સ્તુતિ કરવાથી ઉલ્લાસભાવ આવતાં તેમના ગુણો પ્રત્યે પણ ઉલ્લાસ આવે છે અને ભક્તિથી ભાવ સ્થિર થતાં પોતાના આત્માનો અનુભવ થાય છે. વાચકશ્રી માનવિજયજી મહારાજ શ્રી ચંદ્રપ્રભ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે – રૂપ નિહાળી પરિચય કીનો, રૂપમાંહી નહિ આવ્યો; પ્રાતિહારજ અતિશય અહિનાણે, શાસ્ત્રમાં બુદ્ધ ન લખાયો. જે જે પૂજા તે તે અંગે, તું તો અંગથી દૂરે; તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાન ને પૂરે. હે પ્રભુ! પ્રશમ રસમાં નિમગ્ન તારી મુખાકૃતિ જોઈ હું તારી તરફ આકર્ષાયો. પણ તારી નિકટ આવીને તારો પરિચય વધાર્યો ત્યારે ખબર પડી કે તું તો રૂપથી પર છો, રૂપ દ્વારા તારી સાચી ઓળખાણ કરવી કે પૂજા કરવી શક્ય નથી; નવાંગે પૂજન એ તો માત્ર ઔપચારિકતા છે, ધ્યાનમાં લીન બનતાં આવી ઔપચારિકતા નિભાવવી શક્ય નથી. આમ, જિનેશ્વર ભગવાનનું ભક્તિ કરવા યોગ્ય સહાત્મસ્વરૂપ સમજ્યા વિના તેની અપૂર્વતા લક્ષમાં આવે નહીં અને ભગવાનના ગુણોની અપૂર્વતા લક્ષમાં આવ્યા વિના સાચી ભક્તિ પ્રગટે નહીં; અને સાચી ભક્તિ પ્રગટ્યા વિના કલ્યાણ થાય નહીં. પ્રારંભ ભલે બાહ્ય દેહાકૃતિનાં તથા સમવસરણાદિ અતિશયોનાં વર્ણન અને ગુણગ્રામથી થાય, પરંતુ જિનેશ્વર ભગવાનના અંતરંગ સ્વરૂપના લક્ષ વિના સાચી ભક્તિ સંભવિત નથી. જેમ નગર, મહેલ, અલંકાર અને બાગબગીચા વગેરેનું વર્ણન કરવાથી ઉપચાર વડે રાજાની સ્તુતિ થઈ કહેવાય છે અને શૂરવીરપણું, ગંભીરપણું વગેરે ગુણોનું વર્ણન કરવાથી રાજાની વાસ્તવિક સ્તુતિ થઈ કહેવાય છે, તે જ રીતે તીર્થંકર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ બાહ્ય વિભૂતિનું સ્તવન કરવાથી ઉપચાર વડે જિનેશ્વરની સ્તુતિ થઈ કહેવાય છે અને શુદ્ધ સહજાત્મસ્વરૂપનું વર્ણન કરવાથી પરમાર્થપણે જિનેશ્વરની ૧- વાચકશ્રી માનવિજયજીરચિત, શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું સ્તવન, કડી ૨,૭ (સ્તવન મંજુષા, પૃ.૨૭૯-૨૮૦) Page #536 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ ४८८ સ્તુતિ થઈ કહેવાય છે અને તે જ મુખ્ય છે.' આવા જિનના મુખ્ય સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ કરી અને ગૌણ એવા દેહાશ્રિત સ્વરૂપને અથવા પૌગલિક સમવસરણ આદિ બાહ્ય વિભૂતિને જિનનું સ્વરૂપ સમજી, મતાર્થી જીવ પોતાની બુદ્ધિને ત્યાં રોકી રાખી, તેમના તત્ત્વસ્વરૂપના વિચાર પ્રત્યે બુદ્ધિને આગળ દેતો નથી અને આ રીતે તે વ્યવહારનયના એકાંત આરહ૩પ મતાર્થને સેવે છે. જિનેશ્વરનાં મુખ્ય-ગૌણ સ્વરૂપનો ભેદ પાડ્યા વિના જે તેમને ઉપાસે છે, તેમના વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મુખ્ય તથા ઉપચારના ધર્મોનો વિવેક કર્યા વિના કરેલી સ્તુતિ ખરાબ કવિની કવિતાની જેમ ચિત્તને પ્રસન્ન કરતી નથી. જેમ પ્રમાદથી એટલે કે અસાવધાનીથી હાથમાં ધારણ કરેલી તલવારની અત્યંત તીક્ષ્ણ ધાર વિનાશ કરે છે, તેમ મુખ્ય તથા ઔપચારિક ધર્મનો ભેદ કર્યા વિના અભિનિવેશ વડે કેવળ પોતાના મતનું રક્ષણ કરવાના અભિમાનથી કદાહ સહિત જો ઉપચાર સ્તુતિમાં મુખ્યતાની દૃષ્ટિ રાખવામાં આવે તો તે ઊલટી અનર્થ કરે છે, એટલે કે આત્મામાં અશુદ્ધિ ઉત્પન્ન કરીને આત્મહિતનો નાશ કરે છે.' મતાર્થી જીવ જિનસ્વરૂપનું ચિંતન ચૂકીને જિનદેહ તથા સમવસરણાદિ પૌગલિક પદાર્થોનું ચિંતન કરીને ઉપચાર સ્તુતિની મુખ્યતા કરે છે અને તેથી તે નિરાકુળ શાંતિના માર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. દેવતત્ત્વ સંબંધી તેની ભૂલ દૂર ન થાય ત્યાં સુધી તેને તાત્ત્વિક સુખની પ્રાપ્તિ થતી નથી, માટે જિનસ્તુતિ જિનેશ્વરના અંતરંગ સ્વરૂપની ઓળખાણપૂર્વક થવી ઘટે. જિનેશ્વરની અંતરંગ દશાની યથાર્થ ઓળખાણના અવલંબન દ્વારા નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર આત્માર્થી જીવ પોતાનું આત્મભાન ભૂલતો નથી અને પોતાનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરીને જ રહે છે. આમ, જિનેશ્વરની યથાર્થ ઓળખાણથી આત્મપ્રાપ્તિ સુગમતાથી થઈ શકે છે, છતાં મતાર્થી જીવનું તે તરફ લક્ષ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, “અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૨૬ 'पुरादिवर्णनाद्राजा स्तुतः स्यादुपचारतः । तत्त्वतः शौर्यगांभीर्यधैर्यादिगुणवर्णनात् ।।' । સરખાવો : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૨૫ 'प्राकारकवलिताबरमुपवनराजीनिगीर्णभूमितलम् । पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम् ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૨૭, ૧૨૮ 'मुख्योपचारधर्माणामविभागेन या स्तुतिः । न सा चित्तप्रसादाय कवित्वं कुकवेरिव ।। अन्यथाभिनिवेशेन प्रत्युतानर्थकारिणी । सुतीक्ष्णा खङ्गधारेव प्रमादेन करे धृता ।।' Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પણ જતું નથી. જિનેશ્વરનું અવલંબન લેવા છતાં દેવતત્ત્વ સંબંધી તેનું શ્રદ્ધાન અયથાર્થ જ રહે છે. તેથી શ્રીમદે તેવા જીવને બાહ્ય ઓળખાણથી આગળ વધી, અંતરંગ સ્વરૂપની ઓળખાણ કરી, મતાથપણાને પરિહરવાની પ્રેરણા કરી છે. જ્ઞાનીઓ પ્રેરણા કરે છે કે “હે જીવ! દુર્લભ સંયોગો મળવા છતાં જિનેશ્વરની વાસ્તવિક ઓળખાણ નહીં કરે તો તું આત્મહિતનો અવસર ખોઈ બેસશે. માત્ર જિનદેહ અને સમવસરણાદિ સિદ્ધિના મહિનામાં બુદ્ધિને રોકશે તો મનુષ્યપણામાં મળેલી બુદ્ધિ સાર્થક નહીં થાય. હે ભવ્ય! જિનેશ્વર ભગવાનનાં શરીરનાં માપ અને ધર્મસભા વગેરે પુણ્યોદયને ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ ન માન. તારી મિથ્યા માન્યતાને પોષણ આપવાનું બંધ કર અને નક્કી કર કે મારે જિનેશ્વરના અંતરંગ સ્વરૂપનો આશ્રય કરવો છે. તેમની અંતરંગ વીતરાગી દશા સમજવા તારી બુદ્ધિનો ઉપયોગ કર. તું ખૂબ જાગૃતિ રાખ અને સત્ય સમજણના બળથી જિનેશ્વરના અંતરંગ સ્વરૂપની સન્મુખ થઈ આત્માર્થને સાધ. જિનભક્તિની પુનિત યાત્રામાં બાહ્ય ઓળખાણમાં અટકી ન રહેતાં, તાત્ત્વિક ભક્તિની નિષ્પત્તિ અર્થે નિરંતર ઉદ્યમી રહેશે તો તારું અવશ્ય કલ્યાણ થશે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – “જે જિનદેહ પ્રમાણ ને, લંછન વર્ણ આકાર; લિંગ જાતિ ઉત્કૃષ્ટતા, એ એકાંત વિચાર. ત્રણ ગઢ વ્યાપી સહિત જે, સમવસરણાદિ સિદ્ધિ; છત્ર ત્રણ જ્યાં શોભતાં, પ્રાતિહાર્યની રિદ્ધિ. અશોક તરુ ને દુંદુભિ, ભામંડળ સુપ્રકાશ; વર્ણન સમજે જિનનું, બાહ્ય લક્ષણો ભાસ. માયિક પણ ઈદ્રજાળથી, વિસ્તારે બહુ રિદ્ધિ, સાચું માને મૂર્ખ પણ, રોકી રહે નિજ બુદ્ધિ. ૧ * * * ૧- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૯૭-૧૦૦) Page #538 -------------------------------------------------------------------------- ________________ गाथा - २६ .५ २.६३ प 2011११३८ रि ६५ . comr..५ Page #539 -------------------------------------------------------------------------- ________________ Page #540 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૬ 'અથા - ગાથા ૨૫માં કહ્યું કે મતાથ જીવ જિનેશ્વર ભગવાનના શરીરનાં વર્ણનાદિને ભૂમિકા = તથા સમવસરણાદિ સિદ્ધિને જ જિનનું સ્વરૂપ માને છે અને જિનના વાસ્તવિક સ્વરૂપથી અજાણ રહે છે. જે વસ્તુ પામવા યોગ્ય છે તે જિનનું અંતરંગ સ્વરૂપ છે અને આ વાત દૃષ્ટિસન્મુખ ન રાખવી તેને મતાર્થ ગણ્યો છે. આમ, ગાથા ૨૫માં દેવતત્ત્વ સંબંધી મિથ્યા માન્યતારૂપ મતાર્થનું સ્વરૂપ બતાવ્યું. હવે ગુરુતત્ત્વ સંબંધી મતાર્થનું સ્વરૂપ ફરીથી દર્શાવવામાં આવે છે.૧ ગાથા ૨૪માં અજ્ઞાનના કારણે અસદ્ગુરુને સગુરુ માની લઈ પ્રવર્તતા મતાર્થનું કથન કર્યું. હવે આ ૨૬મી ગાથામાં સગુરુને સગુરુ તરીકે અને અસદ્દગુરુને અસદ્ગુરુ તરીકે જાણવા છતાં મતાર્થી જીવ કઈ રીતે પ્રવર્તે છે તે દર્શાવતાં શ્રીમદ્ કહે છે – “પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દષ્ટિ વિમુખ; ગાથા | અસદ્દગુરુને દટ કરે, નિજ માનાર્થે મુખ્ય.' (૨૬) - પ્રત્યક્ષ સદ્દગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દઢપણું જણાવે. (૨૬) ત જે વાસ્તવમાં આત્માનો અર્થી નથી, પણ માનનો અર્થી છે અને જેનામાં આત્માર્થી ગણાવવાની કામના વર્તે છે એવા મતાથની પ્રકૃતિ દર્શાવતાં શ્રીમદ્ આ ગાથામાં કહે છે કે ક્યારેક મહત્પષ્યના યોગે મતાર્થી જીવને સદ્ગુરુનો ૧- અહીં એ પ્રશ્ન થવો સંભવિત છે કે ગાથા ૨૪માં ગુરુતત્ત્વ સંબંધી મતાથની ભૂલ બતાવ્યા પછી તરત ગુરુતત્ત્વ સંબંધી થતી ભૂલનો બીજો પ્રકાર દર્શાવતી આ ગાથા ન લેતાં દેવતત્ત્વ સંબંધી થતી ભૂલની ગાથા ૨૫ શા માટે લીધી હશે? તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય કે મતાથ એટલે અવળી મતિ અને આત્માર્થી તે સવળી મતિ. મતાર્થીની વિપરીત માન્યતા તથા પ્રવર્તનનું કારણ એવી (૧) તત્ત્વમૂઢતા તથા (૨) વિપરીત રુચિના કારણે સંસારાભિમુખતા અને માનાદિ પોષવારૂપ મલિન ભાવોની પ્રધાનતા છે. આ તથ્ય લક્ષમાં રાખતાં એમ અનુમાન કરી શકાય છે કે ગાથા ૨૪ તથા ૨૫માં સદ્ગુરુ તથા સતુદેવનાં સ્વરૂપ સંબંધી મૂઢતાના કારણે થતી વિપરીત માન્યતા-પ્રવર્તના દર્શાવી છે, જ્યારે ગાથા ૨૬માં મોક્ષાભિમુખ વલણના અભાવે તેની સર્વ પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને રહેલી માનાદિ કામનાના કારણે થતી વિપરીત પ્રવર્તના દર્શાવી છે. ભાવાર્થ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રત્યક્ષ યોગ મળે, તોપણ આત્મકલ્યાણની યથાર્થ રુચિના અભાવે તે તેમનાથી પરાભુખ જ વર્તે છે. પોતાના સ્વચ્છેદ આદિ દોષોના કારણે તે સદ્ગુરુના ચરણને વિષે મનનું સ્થાપન કરી શકતો નથી. તેથી તે સદ્દગુરુની આત્મહિતકારી અને દુરાગ્રહાદિ છેદનારી વાણીનો સ્વીકાર કરતો નથી અને ઊલટું કુતર્ક, શંકા આદિ કરીને તેમનાથી વિમુખ વર્તે છે; પરિણામે સદ્ગુરુથી પરમાર્થલાભ તો મેળવતો નથી અને ઉપરથી ગેરલાભ કરે છે. જેમ વરસતા વરસાદમાં ઘડાને ઊંધો મૂક્યો હોય તો પાણીનું ગ્રહણ થતું નથી, તેમ મહત્પષ્યના યોગે સજીવનમૂર્તિનો પ્રત્યક્ષ યોગ થવા છતાં મતાર્થી જીવ વિમુખ વર્તતો હોવાથી ઉપદેશનું ગ્રહણ પણ થતું નથી, તો પછી પરિણમનનો તો અવકાશ જ ક્યાંથી હોય? પોતાના મતનો મિથ્યા આગ્રહ હોવાથી મતાર્થી જીવ સદ્ગુરુની ઉપેક્ષા કરે છે. જ્યાં પોતાનાં ગમતાં લક્ષણોની વિશેષતા જણાય, જ્યાં પોતાનો મત પોષાય અને તેને માન મળે એવા અસદ્ગુરુને તે દઢ કરે છે. અસદ્દગુરુનો યોગ મળવો એ જુદી વાત છે અને અસદ્ગુરુને દઢ કરવા એ જુદી વાત છે. અસદ્દગુરુનો યોગ પ્રારબ્ધના કારણે થાય છે અને તેમાં દઢત્વ પોતાના વર્તમાન પ્રયત્નથી થાય છે. મતાર્થી પોતાના માનનાં રક્ષણ અને પોષણ અર્થે સદ્ગુરુની આત્મહિતકારી વાણી પ્રત્યે દુર્લક્ષ સેવે છે, તેમનાથી વિમુખ વર્તે છે અને જ્યાં જવાથી લોકોમાં માન પોષાતું હોય ત્યાં જાય છે અથવા અસદ્ગુરુ જેઓ તેને વિશેષ માન આપતા હોય, તેમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ વધારે છે. આમ, તે સદ્દગુરુથી વિમુખ અને અસદ્દગુરુની સન્મુખ વર્તી, પોતાનો મતાર્થ દઢ કરી પોતાનું જ ઘોર અહિત કરે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે આત્માનુભવ કરીને જેઓ રત્નત્રયરૂપ પરિણમ્યા વિશેષાર્થ છે એવા સદ્ગુરુદેવ ભવથી તરવા માટે ઉત્તમ અને પવિત્ર તીર્થ છે. સાક્ષાત્ સપુરુષનો યોગ મુમુક્ષુ જીવને અત્યંત આત્મહિતકારી નીવડે છે, કારણ કે સપુરુષના કાયા અને વચનના યોગમાં પ્રગટ શુદ્ધાત્મા વ્યાપેલો હોય છે અને તેમાંથી શુદ્ધતાનાં સ્પંદનો એવી તીવ્રતાથી સ્કુરાયમાન થતાં હોય છે કે તે મુમુક્ષુને હૃદયસોંસરાં ઊતરી જાય છે. પ્રત્યક્ષ સત્પરુષના સત્સંગનું આવું અલૌકિક માહાભ્ય હોવાથી અને આત્મકલ્યાણનું તે સર્વશ્રેષ્ઠ સાધન હોવાથી સર્વ દેશ-કાળના અને મત-પંથના સંતોએ એકસૂરે તેનો મહિમા ગાયો છે. અનંત કાળના પરિભ્રમણમાં આત્મહિતકારી અને દુર્લભ એવો સદગુરુનો યોગ ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘યોગસાર', ગાથા ૮૩ 'रयणत्तय-सजुत्त जिउ उत्तिमु तित्थु पवित्तु । मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।।' Page #542 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૬ ૪૯૫ પણ જીવને પૂર્વે અનેક વાર મળી ચૂક્યો છે, છતાં તે ફળવાન થયો નથી. આ નિષ્ફળતાનાં કારણો દર્શાવતાં શ્રીમદ્ લખે છે – “તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે ..... તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો!' જીવને સાક્ષાત્ સત્પરુષનો યોગ ઘણી વાર થયો હોવા છતાં દૃષ્ટિની મલિનતાના કારણે તેવી સતુમૂર્તિ પ્રત્યે બાહ્ય લક્ષ રહે છે. આત્માભિમુખ વલણના અભાવે લૌકિક ભાવે સત્સમાગમ કરવાથી તેમના પ્રત્યે તેને અલૌકિક માહાભ્ય જાગતું નથી અને પરિણામે જે પરમ પ્રેમે સત્સંગની ઉપાસના થવી જોઈએ તે થતી નથી. વળી, દૃષ્ટિની મલિનતાના કારણે સદ્ગુરુના પ્રત્યક્ષ યોગમાં પણ તે જીવ સદગુરુના આશયથી વિમુખપણે વર્તે છે. તેના મૂળમાં તેનું મતાગ્રહપણું, સ્વચ્છંદપણું, માનાદિની કામના આદિ હોય છે. આ દોષોની વિદ્યમાનતાએ તે સજીવનમૂર્તિ પ્રત્યે તેને સમર્પણબુદ્ધિ થતી નથી. પરિણામે જેમનું આરાધન કરવું ઘટે છે એવા સત્પરુષ પ્રત્યે કાં તો અવિશ્વાસપણું વર્તે છે, કાં તો વિમુખપણું હોય છે. સમર્પણબુદ્ધિના અભાવે તેને સત્પરુષનાં વચનમાં ભૂલ જોવાનાં-શોધવાનાં પરિણામ વર્તે છે. તે તેમનાં વચનમાં કુશંકા કરે છે, તેમના બાહ્ય આચરણમાં દોષ જુએ છે અથવા તો તેમને પોતાના જેવા કહ્યું છે. વળી, યથાર્થ ઓળખાણના અભાવે ઊંડે ઊંડે સત્પરુષનાં મન-વચન-કાયાનાં ઉદયપરિણામ પ્રત્યે અથવા તેમની કોઈ ને કોઈ બાબતમાં સંદેહ રહ્યા કરે છે. આમ, અધૂરો નિશ્ચય, અપરિપક્વ વિચારદશા, શંકાશીલતા વગેરેના કારણે કુતર્ક ઊપજે છે અને તેના ભાવમાં ડામાડોળપણું રહે છે. વળી, જીવના કલ્યાણ અર્થે સત્પરુષ તેના દોષો માટે ટકોર કરે ત્યારે પણ તે જીવનું વલણ આત્મહિતથી વિમુખ હોવાથી તેને તે વચનો હિતકારી લાગતાં નથી, પણ કઠોર અને અપ્રિય લાગે છે. પોતામાં રહેલા અહંના કારણે તે સપુરુષનાં વચનોનો સમ્યકપણે વિચાર કરી, દોષોનો સ્વીકાર કરવાને બદલે સદ્ગુરુમાં જ દોષ જુએ છે. આવા દુરાગ્રહી જીવો સગુરુ દ્વારા પરમાર્થલાભ પામી શકતા નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે ગુરુ પ્રસન્ન થઈને ઉપદેશ આપે તોપણ કદાહી પુરુષ તે ઉપદેશને ગ્રહતો નથી, જેમ મીઠી દ્રાક્ષ ઊંટ આગળ મૂકીએ તોપણ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૬૯ (પત્રાંક-૬૦૯) Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે તજીને ઊંટ કાંટાને ખાય છે.' સદ્ગુરુની દુરાગ્રહાદિ છેદનારી વાણી સાંભળી પોતાનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન છેદવાને બદલે મતાર્થી જીવ સદ્ગુરુથી વિમુખ દૃષ્ટિએ વર્તે છે અને આત્મહિતને પામતો નથી. તે સદ્ગુરુના યોગમાં રહેવા છતાં તેમના આશય સાથે સર્વસમ્મત થતો નથી. કદાપિ તે વચન અને કાયાથી તેમની આજ્ઞાનું આરાધન કરતો હોય તો પણ મનથી તો તે વિમુખ જ રહે છે. દુરાગ્રહરૂપ પોતાના મતને પકડી રાખવો તે જ જીવનું મતાર્થપણું છે. સત્પરુષ કલ્યાણનો લોકોત્તર માર્ગ બતાવનાર છે એમ જાણવા છતાં મતાર્થી જીવ પોતાના માનની રક્ષા અર્થે, પરમાર્થમાં જોડનારી અવિરોધ વાણી પ્રતિ દુર્લક્ષ સેવી, વિપરીત દૃષ્ટિના આરાધક થઈ અસદ્ગુરુના યોગમાં સંતોષ માને છે અને પોતાના મતાર્થને પોષણ આપે છે. પોતાનાં મતની અને માનની રક્ષા કરવારૂપ મતાર્થના કારણે તે અસદ્ગુરુનો આશ્રય ગ્રહણ કરે છે અને તેમનામાં પોતાનો વિશ્વાસ દઢ કરે છે. અસદ્ગુરુ પાસે પોતાના અહંનું પોષણ થતું હોવાથી તેને તે સંગ વિશેષ રુચિકર લાગે છે. શ્રીમદ્ લખે છે – અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે; જે સંસાર ફળનું કારણ છે. તે રુચિકર, રાગપોષક ને સંસાર ફળ દેનાર હોવાથી લોકોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધારે ચાલે છે.” આત્મજ્ઞાનરહિત, અહં-મમની સોડ તાણીને મોહનિદ્રામાં પડ્યા રહેતા બહિર્મુખ અસરુના આદેશ-ઉપદેશને તહત્તવાણી' કરતા રહીને તેમના પગ પખાળતા રહેવામાં તે પોતાના જીવનનું સાર્થક્ય માને છે. અસગુરુના સંગમાં મળતા માન-સન્માનથી આકર્ષાઈને તે સદ્દગુરુથી વિમુખ થાય છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – ..... મતાર્થથી એક એવી પ્રકૃતિ પડી જાય છે કે ક્યારેક મહત્વ પુણ્યના યોગે કોઈ સદગુરુનો પ્રત્યક્ષ યોગ મળે, તો પણ પ્રથમ તો તેનું ઓળખાણ થતું નથી. કદાચ તે પુરુષમાં કંઈ વિશેષતા હોવાનું લક્ષમાં આવે, તો પણ તેની ન્યાયયુક્ત ઉપકારક અવિરોધ વાણીનો સ્વીકાર કરવાનું તેને સૂઝતું નથી, કારણ પોતાના સંપ્રદાયમાં પોતાને કંઈ માનનો યોગ મળતો હોય તે માનના લાભની જાળવણી અને રક્ષા ત્યારે જ થઈ શકે કે જો તે સંપ્રદાય પર અંકુશ ધરાવતા એવા ગુરુ પ્રત્યે, પછી ભલે તે ગુરુ જ્ઞાનરહિત બાહ્ય ત્યાગી હોય, તો પણ તેમના પ્રત્યે પોતાની મુમુક્ષુતા દૃઢ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૫૭ 'गुरुप्रसादीक्रियमाणमर्थं गृह्णाति नासद्हवांस्ततः किम् । द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कंटकभुङ्न भुंक्ते ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૭ (ઉપદેશછાયા-૭) Page #544 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૬ ४८७ છે, એમ બતાવી શકે. આ પ્રમાણે નિજ માનના રક્ષણ અર્થે ખરેખર સાચા જ્ઞાની મહાત્માનો પ્રત્યક્ષ યોગ હોય, તો પણ તેમનાથી વિમુખ રહી અસદ્દગુરુનો આશ્રય કરે તે મતાર્થી જીવનું લક્ષણ છે.” આમ, મતાર્થી જીવમાં મુમુક્ષુતાનો અભાવ હોવાથી માનાદિના કારણે તે સતુને સતું જાણવા છતાં સત્ રહણ નથી કરતો અને અસતુને અસતું જાણવા છતાં અસતું મૂકતો નથી. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય તેવી વાત છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી અને એ જ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ છે. સદ્ગુરુનો અનાદર કરવો અને અસદ્ગુરુનો આદર કરવો તે પ્રગટ અનંતાનુબંધીનું સ્વરૂપ છે, અર્થાત્ પ્રત્યક્ષ સત્પરુષથી વિમુખ વર્તવું અથવા તેઓ પ્રત્યે ઉપેક્ષિત ભાવે વર્તવું તે સમ્યક્ત્વરોધક અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ છે. સુદેવ, સુગુરુ અને સુધર્મની જે પ્રકારે અવજ્ઞા થાય કે વિમુખ ભાવ થાય; તેમજ અસદુદેવ, અસદ્ગુરુ તથા અસદ્ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય; તે સર્વ અનંતાનુબંધી કષાય છે. જે આત્મજ્ઞાનરહિત છે, અધર્મરૂપ વિષયકષાયાદિનું જેમનામાં પરિણમન છે અને માનાદિથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્મા યોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે એવા અસગુરુનો તુચ્છ માનને અર્થે આદર કરવો અને સન્દુરુષની ઉપેક્ષા કરવી તે અનંત સંસાર વધારનારું કૃત્ય છે. શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કહ્યું છે કે શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવોએ ભય, આશા, સ્નેહ અને લોભથી પણ કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુઓને પ્રણામ તથા તેમનો વિનય ન કરવા જોઈએ. અસદ્દગુરૂના સેવનથી જે મિથ્યા ભાવ થાય છે, તે હિંસાદિ પાપોથી પણ મહાન પાપ છે, કારણ કે તેના ફળમાં નિગોદ-નરકાદિ પ્રાપ્ત થાય છે અને ત્યાં જીવ ઘણા કાળ સુધી મહાસંકટ પામે છે તથા તેને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય છે. લોકલાજથી કે માનાદિ કામનાથી પણ અસગુરુનું સેવન નહીં કરવાની ભલામણ જ્ઞાનીઓએ કરી છે, કારણ કે તેનાથી ઘણા કાળ સુધી મહાદુઃખ સહન કરવું પડે છે. આ સંદર્ભમાં કોઈને પ્રશ્ન થાય કે “મારા અંતરંગમાં તો સત્ય શ્રદ્ધાન છે, પરંતુ બાહ્ય લાદિ વડે અસદ્ગુરુ પ્રતિ શિષ્ટાચાર કરું તો તેમાં કોઈ દોષ છે?' તેનું સમાધાન એમ છે કે કોઈ બલાત્કારથી મસ્તક નમાવીને હાથ જોડાવે ત્યારે એમ સંભવે છે કે ‘મારું એમાં અંતરંગ ન હતું, પણ પોતે જ જ્યાં માનાદિ વડે કે લજ્જાદિ કારણે નમસ્કારાદિ કરે ત્યાં અંતરંગમાં સત્ય શ્રદ્ધાન કઈ રીતે સંભવે? જેમ કોઈ પોતાના ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૦૫-૧૦૬ ૨- જુઓ : આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીકૃત, ‘રત્નકાંડ શ્રાવકાચાર', શ્લોક ૩૦ 'भयाशास्नेहलोभाच्च कुदेवागमलिंगिनाम् । प्रणाम विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः ।।' Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અંતરંગમાં માંસને ખરાબ જાણે છે, પણ રાજાદિને સારું લગાડવા અર્થે માંસભક્ષણ કરે તો તેને વતી કઈ રીતે કહેવાય? તેમ કોઈ પોતાના અંતરંગમાં તો અસગુરુને હેય જાણે, પણ તેમને અથવા લોકોને સારું લગાડવા અર્થે તેમનું સેવન કરે તો તેને સાચો શ્રદ્ધાવાન કેવી રીતે મનાય? તેથી આત્માર્થી કોઈ પણ પ્રકારે અસદ્ગુરુનો વિનય કરે નહીં. રાજાદિનો બાહ્ય વ્યવહાર વડે શિષ્ટાચાર કરવામાં આવે છે તેવો શિષ્ટાચાર પણ અસદ્ગુરુનો કરવા યોગ્ય નથી, કારણ કે રાજાદિ કાંઈ ધર્મપદ્ધતિમાં નથી અને ગુરુસેવન તો ધર્મપદ્ધતિમાં છે. રાજાદિનું સેવન તો ભય-લોભાદિથી થાય છે, એટલે ત્યાં તો ચારિત્રમોહ જ સંભવે છે; પણ સદ્ગુરુને ઠેકાણે અસગુરુને સેવવાથી તો દર્શનમોહનીય જ સંભવે છે, કારણ કે સદ્ગુરુના વિનય-નમસ્કાર આદિ તે તત્ત્વશ્રદ્ધાનરૂપ કાર્યનું કારણ છે. લજ્જાદિથી પણ જ્યાં અસદ્ગુરુનો વિનય થાય છે, ત્યાં કારણમાં વિપરીતતા ઊપજવાથી તત્ત્વશ્રદ્ધાનરૂ ર્વિમાં દઢતા થતી નથી. આ સંદર્ભમાં પંડિત શ્રી ટોડરમલજી કહે છે – ‘જેમ શીલવતી સ્ત્રી પોતાના ભર્તારની માફક પરપુરુષની સાથે રમણક્રિયા સર્વથા કરે નહિ, તેમ તત્ત્વશ્રદ્ધાની પુરુષ સુગુરુની માફક કુગુરુને નમસ્કારાદિ ક્રિયા સર્વથા કરે નહિ. કારણ કે - તે જીવાદિ તત્ત્વોનો શ્રદ્ધાની થયો છે, તેથી ત્યાં રાગાદિકનો નિષેધ કરનારી શ્રદ્ધા કરે છે, વીતરાગભાવને શ્રેષ્ઠ માને છે, તેથી જેનામાં વીતરાગતા હોય, એવા ગુરુને જ ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે, પણ જેનામાં રાગાદિક હોય, તેને નિષેધ જાણી નમસ્કાર કદી પણ કરે નહિ.” આમ, જ્યાં અસગુરુને નમસ્કારાદિ કરવાનો પણ નિષેધ છે, ત્યાં મતાર્થી જીવ તો પોતાને ઉત્તમ મુમુક્ષુ કહેવડાવવાની માનની કામનાના કારણે અસદ્ગુરુને દઢ કરે છે. અસદ્ગુરુ તેનાં માન, મોભા અને મોટાઈને પોષતા હોવાથી પોતાનાં માન-બહુમાનના લોભે અસદ્દગુરુ કહે તે બધું જ માને. વળી, તેવા અસગુરુને પણ ગુરુ કહેવડાવવાની લોકેષણા વર્તતી હોય છે. આમ, “અહો રૂપ! અહો ધ્વનિ!'ના ન્યાયે પરસ્પર એકબીજાનાં માનની પુષ્ટિ કરતા હોવાથી લોભી ગુરુ અને લાલચુ શિષ્યનું ગાડું અધોગતિ તરફ સરકતું જાય છે. મતાર્થી જીવને તેનો સ્વાર્થ જ પ્રિય હોય છે. તેને કોઈ ગુણવાન પ્રિય લાગતો નથી. તે એવા જ પુરુષોની મૈત્રી કરે છે કે જેમનાથી તેનો સ્વાર્થ સધાય, માનાદિ પ્રાપ્ત થાય. અસગુરુ તેને દેઢ મુમુક્ષુ તરીકે માન આપતા હોવાથી તેમનો શિષ્યસમાજ પણ તેને વિશેષ ગુણવાન ગણી માન આપે છે અને તેના વખાણ કરે છે. તેઓ તેની ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૬, પૃ. ૧૮૬ Page #546 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૬ ૪૯૯ વિધવિધ પ્રકારે સેવા પણ કરે છે. યાત્રા-પ્રતિષ્ઠાદિ પ્રસંગે સ્વાદિષ્ટ ભોજન, નયનરમ્ય આવાસ, શારીરિક સેવા, આદર-સત્કાર વગેરે સુખકારીનાં સાધનો તેની તહેનાતમાં હાજર રહે છે. દઢ મુમુક્ષુના બિરુદથી આવાં માનપાન મળતાં હોવાથી તે એવું બિરુદ આપનાર અસગુરુના જ સંગમાં રહેવા ઇચ્છે છે. તેને લૌકિક પ્રતિષ્ઠાની કામના એટલી પ્રબળ વર્તે છે કે તે લોકેષણાની દુષ્ટ વાસનાથી પ્રેરાઈને અચિંત્ય ચિંતામણિ એવા સગુરુનો યોગ પણ ત્યજી દે છે અને અસગુરુના સંગમાં કલ્યાણ થશે એવા ભ્રમમાં રાચે છે. આવા જીવોને ચેતવણી આપતાં શ્રીમદ્ લખે છે – ‘અસદ્દગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું તે તો તીર્થકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસગુરુમાં કંઈ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ ન્યૂનાધિકપણું ઠર્યું જ નહીં.” ચક્ષુહીન માણસ અજ્ઞાત પ્રદેશમાં અન્ય અજાણ્યાનો માર્ગદર્શક થઈ શકે જ નહીં, તેમ અજ્ઞાની ગુરુ (અસદ્દગુરુ) અજ્ઞાનથી મુક્ત થયા વિના, સમ્યકત્વને પામ્યા વિના, ભવસમુદ્રથી તર્યા વિના બીજાને તારી શકે જ નહીં. સદ્ગુરુ લાકડાની નાવ સમાન છે, પોતે તરે છે અને બીજાને તારે છે; જ્યારે અસદ્ગુરુ પથ્થરની નાવ સમાન છે, પોતે ડૂબે છે અને બીજાને ડુબાડે છે. જેમ ગાઢ અંધકારમાંથી પ્રકાશ ઉદ્ભવી શકે નહીં, હળાહળ ઝેરમાંથી અમૃતનું બિંદુ નીપજી શકે નહીં, અગ્નિની પ્રચંડ જ્વાળામાંથી શીતળતાનું સર્જન થઈ શકે જ નહીં; તેમ અસદ્ગુરુ દ્વારા સમકિતની પ્રાપ્તિ થઈ શકે જ નહીં. અસગુરુથી પણ તરાય એમ કહેનાર કે માનનાર જીવ અનંત જ્ઞાનીઓની આશાતના કરે છે અને પરમ કલ્યાણકારી પરમાર્થમાર્ગનો વિરાધક બનીને અનંત ભવની વૃદ્ધિ કરે છે. અસદ્દગુરુનો આશ્રય કરવાથી કલ્યાણને બદલે પારાવાર અકલ્યાણ થતું હોવાથી મુમુક્ષુઓએ આત્મશુદ્ધિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોથી વંચિત હોય એવા, કેવળ “અંધોઅંધ પલાય'ના ન્યાયે ધર્મપ્રવર્તન કરતા-કરાવતા હોય એવા અસદ્ગુરુનો ત્યાગ કરવો જોઈએ અને શુદ્ધ ગુરુની ઉપાસનામાં પ્રવર્તવું જોઈએ. શુદ્ધ ગુરુને મિથ્યાત્વનો ક્ષય થયો હોવાથી અને અહંભાવ મટી ગયો હોવાથી તેમનાં વચનો આત્માર્થ ભણી જ દોરે છે. તેમની વાણી ઉન્નત માર્ગે જવાની પ્રેરણા આપે છે. તે વચનો અનુસાર પોતાની વૃત્તિ-પ્રવૃત્તિને ઢાળતાં આત્મવીર્ય પ્રબળ બને છે અને સાધના વેગ પકડે છે. સદ્ગુરુના બોધને અનુસરનારના અંતરમાં તે બોધ પરિણામ પામવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી સદ્ગુરુએ કહેલું કેવળ સત્ય જ છે, નિઃશંકપણે ઉપાદેયરૂપ - આરાધ્યરૂપ છે એવી અંતરમાં શ્રદ્ધા કરી, તે વચનોનું ભાવપૂર્વક મનન કરવું ઘટે છે. પરંતુ મતાથ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૯ (ગાથા ૯ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫OO ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવ સદ્ગુરુનાં વચનો તથા તે વચનોના આશયને સમજવામાં બુદ્ધિને પ્રેરવાને બદલે માન કઈ રીતે મેળવવું, સાચવવું, વધારવું તેની યોજનામાં જ મશગૂલ રહે છે. માનમાં રચ્યાપચ્યા રહેલા મતાર્થી જીવને જ્ઞાનનો ઉપદેશ કોઈ અસર કરતો નથી. બહેરાને કરેલો ઉપદેશ અરણ્યરુદન જેવો છે, તેમ મતાર્થી જીવને કરેલો ઉપદેશ નિરર્થક નીવડે છે. ભૂખ ન હોય તેને માટે પકવાન-મેવા વગેરેનાં ભોજન નકામાં છે, તેમ મતાર્થી જીવ રુચિ વિના, ગરજ વિના, ઇચ્છા વિના ઉપદેશ સાંભળતો હોવાથી તેને કોઈ લાભ થતો નથી. જેને જાગવું જ ન હોય, તેની પાસે ઢોલ વગાડવામાં આવે તોપણ શું વળે? જેને પોતાના માનાદિ દોષો દૂર કરવાની લગન લાગી હોય તેને જ્ઞાનીની વાણી અવશ્ય કાર્યકારી થાય, પણ જો આત્મકલ્યાણની તૃષા ન જાગે તો તેના હૈયામાં તે બોધની અસર ન થાય. મતાથને ભવભ્રમણનો ભય જ નથી લાગતો અને તેથી તે માનને નિર્મૂળ કરવાની દરકાર નથી કરતો અને સદ્ગુરુના ઉપદેશની અવગણના કરી પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ વ્યર્થ ગુમાવી દે છે. આમ, મતાર્થી જીવ તુચ્છ માનને ખાતર મોક્ષની રૂડી આરાધનાથી વંચિત રહે છે. જેમ કોઈ મૂરખ થોડી રાખને માટે ચંદનના વૃક્ષને બાળી નાખે, જેમ છાસને માટે કોઈ રત્નને વેચી દે, જેમ ખીલી મેળવવા માટે વહાણને તોડી નાખે, જેમ નાનકડા દોરાના કટકાને માટે મોતીની કંઠી તોડી નાખે; તેમ માન અને મોટાઈની મીઠાશ માણવા માટે મતાર્થી જીવ સદ્ગુરુની દુરાગ્રહછેદક વીતરાગવાણીની ઉપેક્ષા કરીને અસદ્દગુરુનો આશ્રય દેઢ કરે છે. મતાર્થી જીવની ઊંધી દષ્ટિના કારણે સાચા ગુરુનો યોગ મળવા છતાં તે યોગ તેને મોક્ષનું કારણ થતું નથી અને કુગુરુના યોગમાં તેના માનને પુષ્ટિ મળ્યા કરે છે અને સંસારવૃદ્ધિ થાય છે. આવા જીવોને શિખામણ આપતાં જ્ઞાનીઓ કહે છે કે “જે સદ્ગુરુનો મહિમા સર્વલબ્ધિધારી, સાતિશય વચનયોગધારક સર્વજ્ઞ ભગવાન પણ પૂરેપૂરો કહી શકે એમ નથી, તેવા સદ્ગુરુથી તુચ્છ માન માટે વિમુખ થઈ તું અસદ્દગુરુને શા માટે સેવે છે? ભવભ્રમણનો અભાવ કરવા ઉત્તમ માનવદેહ મળ્યો છે, તેને મહાદુઃખદાયી અકલ્યાણકારી માનમાં વેડફી દેવો યોગ્ય નથી. મહાપુણ્યના ઉદયે મહાદુર્લભ મનુષ્યભવમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉત્તમોત્તમ યોગ તથા આત્મહિતકારી ઉપદેશ પામ્યો છે, એમાં જો માન ટાળવાનો ઉપાય નહીં કરે તો ફરી આવો અવસર નહીં મળે. સર્વ દુર્લભ અવસર તને સુલભ બની ચૂક્યા છે, માટે જાગૃત થઈ ત્વરાથી આત્મકલ્યાણ કરી લે. આ યોગ લાંબો સમય નહીં રહે. લાખેણી ક્ષણ જઈ રહી છે. તું માન નહીં છોડે તો મળેલું બધું એળે જશે. સદ્દગુરુથી વિમુખ વર્તીને તું ગંભીર ભૂલ કરી રહ્યો છે. ખોટાં બહાનાં કે જૂઠી દલીલો તને નહીં બચાવી શકે. તેથી હવે તું પડખું ફેરવ. જુગ જુગના Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ અંધારામાંથી જરા બહાર આવ. વીજળીના ઝબકારે મોતી ઝટ પરોવી લે. પરમાર્થને અનુકૂળ સંયોગો અને સામગ્રી મળ્યાં છે, તેનો સદુપયોગ કરી લે. આ અવસરને વૃથા ન ગુમાવ. ઉદ્યમપૂર્વક માનનો ત્યાગ કર. તેમાં જ તારું શ્રેય છે. સદ્ગુરુસન્મુખતા તે સર્વ મનોરથની સિદ્ધિનો ઉપાય છે અને તેનો આ અવસર છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ગાથા-૨૬ ‘પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, મહા કાઠીયો નડે અનેક પ્રકારથી, એથી સત્નો વર્તે જૂઠું પ્રગટ સદ્ગુરુ છે છતાં, રખે ત્યજાવે. એમ કહી, મહાભય પામી વેગળો, સદ્ગુરુથી જઈ દૂર; અસદ્ગુરુને દૃઢ કરે, અવિવેક ભરપૂર. હૃદય શૂન્ય નવિ પારખે, સદ્ અસદ્ ને સુખદુઃખ; પડે કુગુરુના પાસમાં, નિજ માનાર્થે મુખ્ય.’૧ *** મોહ; દ્રોહ. ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૯ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૦૧-૧૦૪) દૃષ્ટિ વિમુખ; વિષયનું સુખ. Page #549 -------------------------------------------------------------------------- ________________ Page #550 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૭ देश ही गतिलंगमा के समळे कुत्रीान, माने विक्मत देषको, भगाए मुझी विठण Page #551 -------------------------------------------------------------------------- ________________ Page #552 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ર૭. ' અથ) - ગાથા ૨૬માં કહ્યું કે મતાથી જીવને ક્યારેક સગુરુનો યોગ થઈ જાય ભૂમિકા 1 તોપણ તે તેમના ઉપદેશથી વિરુદ્ધ ચાલે છે. પોતે માનેલા ગુરુ અસગુરુ હોવા છતાં, તેમના પ્રત્યે મમત્વ દઢ કરી તે તેમને સેવે છે અને પોતાને ખરેખરો દેઢ મુમુક્ષુ માને છે. આમ, ગાથા ૨૪, ૨૫, ૨૬માં ગુરુતત્ત્વ તથા દેવતત્ત્વ સંબંધી પ્રવર્તતા મતાર્થના પ્રકાર દર્શાવી, હવે ગાથા ૨૭ તથા ગાથા ૨૮માં ધર્મતત્ત્વ સંબંધી પ્રવર્તી રહેલા મતાર્થના પ્રકારનું દર્શન કરાવે છે. પ્રસ્તુત ગાથામાં શાસ્ત્ર (શ્રત), મત, વેષ સંબંધી કેવી મિથ્યા માન્યતા પ્રવર્તી રહી છે તે દર્શાવતાં શ્રીમદ્ કહે છે – ‘દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; ગાથા માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન.' (૨૭) દેવ-નારકાદિ ગતિના “ભાંગા આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી * કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. (૨૭) ત ક્રિયાજડ મતાર્થીના ધર્મતત્ત્વ સંબંધી મિથ્યા માન્યતારૂપ મતાર્થના બે પ્રકાર ભાવાથી આ ગાથામાં દર્શાવ્યા છે - (૧) દેવાદિ ગતિના પ્રકારોમાં જ શ્રુતજ્ઞાન સમાયું છે એમ સમજવું તે; તથા (૨) પોતાના મતનો તથા વેષનો આગ્રહ રાખવામાં મુક્તિનો હેતુ માનવો તે. (૧) મતાર્થી જીવને સતુશ્રુતનો યોગ થયો હોવા છતાં, તે કથનોનો પરમાર્થહેતુ સમજાયા વિના તે કલ્યાણકારી થઈ શકતાં નથી. જેમ કે ‘કર્મગ્રંથ', ‘લોકપ્રકાશ', ‘પખંડાગમ', ‘ગોમટસાર' આદિ ગ્રંથોમાં દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય એ ચાર ગતિઓના ભાંગાનાં સ્વરૂપનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ચાર ગતિઓના પ્રકાર, તેના પેટભેદો, તે પ્રત્યેક ભાંગાઓનું સ્વરૂપ - સંખ્યા, સ્થાન, સંસ્થાન, સ્થિતિ, પ્રમાણ આદિ સૂમ ભેદોનું પુષ્કળ વર્ણન આપ્યું છે. આ દેવાદિ ગતિના ભાંગાઓનું સૂક્ષ્મ વિવેચન કરવાનું પ્રયોજન જીવને પરસંયોગથી થતી કર્મકૃત દુર્દશાનું ભાન કરાવી, સંસારથી વૈરાગ્ય પમાડી, તેના કારણરૂપ વિભાવભાવોથી પાછા વાળી આત્મકલ્યાણ કરાવવાનું છે. જ્ઞાનીઓના આવા પરમાર્થહેતુને સમજ્યા વિના, તેનું રહસ્ય પામ્યા વિના Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ભાંગાના વર્ણનને માત્ર ગોખી, તેને યાદ રાખવામાં અને તેની ચર્ચા કરવામાં જ શ્રુતની આરાધના માનવી; તેટલું જ કરવામાં શ્રુતજ્ઞાનની ઇતિકર્તવ્યતા થઈ ગઈ એમ સમજી બેસવું તે મતાર્થનો જ એક પ્રકાર છે. આવા મતાર્થના ફળસ્વરૂપે શ્રુત દ્વારા જે સ્વરૂપસન્મુખતા સધાવી જોઈએ તે સધાઈ શકતી નથી. શ્રુતના રહસ્યનું ચિંતન-મનન કરી, જગતના વિષયોનો રસ ઘટાડી, જ્ઞાનનો ઝુકાવ શુદ્ધાત્મા તરફ કરવાને બદલે મતાર્થી જીવ ભેદ-પ્રકારોની ભંગજાળમાં જ રોકાયેલો રહે છે અને તેની ગણતરી તથા વર્ણનને કંઠસ્થ કરવામાં જ કૃતકૃત્યતા માને છે અને તેથી પરમાર્થની સાચી આરાધનાથી તે વંચિત રહે છે. (૨) મતાર્થનો અન્ય પ્રકાર ગાથાના ઉત્તરાર્ધમાં બતાવતાં શ્રીમદ્દે કહ્યું કે પોતે સ્વચ્છંદે માનેલા અથવા કુળધર્મના કારણે માની લીધેલા મતનો તથા પોતાના વેષનો આગ્રહ કરવામાં મુક્તિનો હેતુ માનવો તે મતાર્થીનું પ્રગટ લક્ષણ છે. જેમ કે દિગંબર, શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી સર્વ કોઈ એક વાતમાં સમ્મત છે કે સમ્યગ્દર્શન મોક્ષનું કારણ છે અને તે પ્રાપ્ત કરવું અત્યંત અનિવાર્ય છે. પણ જ્યાં સમ્યગ્દર્શનના સ્વરૂપની વાત આવે છે ત્યાં દરેક પોતાના સમુદાય, ફિરકા કે સંપ્રદાયની માન્યતા સાથે જ સમ્યગ્દર્શનને જોડે છે અને મારો મત જ સાચો' એવો આગ્રહ કરે છે તથા અન્ય મત, સમુદાય, ફિરકા, સંપ્રદાય કે જૂથ પ્રત્યે અસહિષ્ણુતા, અસહકાર, અસ્વીકાર, દ્વેષ, ઇર્ષ્યા, ઘૃણા દાખવવામાં સમિકતની દૃઢતા માને-મનાવે છે. વળી, જેમ તેઓ પોતાના દૃષ્ટિરાગને સમ્યગ્દષ્ટિ અને મતાગ્રહને ધર્મદઢતા માને છે તથા તેને મોક્ષનું કારણ ગણે છે, તેમ પોતાના મતનો વેષ હોય તો જ મુક્તિ મળે એમ માની તેનો પણ આગ્રહ કરે છે. બાહ્ય વેષમાં જ, અર્થાત્ દ્રવ્યલિંગમાં જ સમ્યક્ચારિત્રની કલ્પના જીવની અજ્ઞાનતા સૂચવે છે, કારણ કે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે, જ્યારે વેષ તો દેહાશ્રિત છે. તેથી વેષનો જેને આગ્રહ છે તેને મોક્ષમાર્ગની યથાર્થ સમજણ કે પ્રતીતિ નથી અને તેનો આગ્રહ કરનાર આત્માર્થ નહીં પણ મતા છે એમ સિદ્ધ થાય છે. જે શ્રુતસ્કંધરૂપ વૃક્ષ અનેક ધર્માત્મક પદાર્થરૂપ ફૂલ તથા ફળોના ભારથી વિશેષાર્થ અત્યંત નમ્ર છે, વચનોરૂપી પાનથી વ્યાપ્ત છે, વિસ્તૃત નયોરૂપી અનેક શાખાઓથી યુક્ત છે, ઉન્નત છે તથા સમ્યક્ અને વિસ્તૃત એવા મતિજ્ઞાનરૂપી મૂળથી સ્થિર છે, નિશ્ચળ છે; તે શ્રુતસ્કંધરૂપ વૃક્ષ ઉપર બુદ્ધિમાન સાધકે પોતાના મનરૂપી મર્કટને નિરંતર રમાડવા યોગ્ય છે, અર્થાત્ સાધકે પોતાના મનને શ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનીનાં વચનનાં વિચાર, ચિંતન, મનન, નિદિધ્યાસન આદિમાં જ નિરંતર રોકાયેલું રાખવા યોગ્ય છે, જેથી સંકલ્પ-વિકલ્પરૂપ અહિત થાય નહીં અને આત્મદશાને ઉન્નત કરી Page #554 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭ ૫૦૭ શકાય. મનને બાહ્ય વિષયોમાં જતું રોકીને જ્ઞાનીનાં વચનોમાં લીન કરવાથી રાગ-દ્વેષ ક્રમશઃ નષ્ટ થતા જાય છે અને કર્મની સંવરપૂર્વક નિર્જરા થઈ આત્મશાંતિ અને મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ લખે છે – જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે.' શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્ર અથવા ગુર્નાદિનાં વચનથી પ્રાપ્ત થતું જ્ઞાન. શ્રુતમાં અનુભવીઓના અનુભવનો નિચોડ સંઘરાયેલો છે. પોતે સાધના કરી તેમાં સફળતા મેળવી, કેવળ કરુણાથી પ્રેરાઈને જગતના જીવોને એ માર્ગ દર્શાવવા જ્ઞાનીઓએ જે કહ્યું તેના નોંધસ્વરૂપે શાસ્ત્રો (સત્કૃત) છે. જગતનાં જડ-ચેતનદ્રવ્યો તથા પરિસ્થિતિઓ સંબંધી જાણકારી અને જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલા સાધનામાર્ગના અનુભવનો નિચોડ શ્રત દ્વારા મેળવી શકાય છે. સાધનામાર્ગમાં સાધક-બાધક તત્ત્વો કયાં છે? બાધક તત્ત્વોને પોતાના જીવનમાંથી દૂર કઈ રીતે રાખવાં? સાધક તત્ત્વોને કઈ રીતે અંગીકાર કરવાં? વગેરે બાબતના અનુભવસિદ્ધ માર્ગદર્શનથી શાસ્ત્રો સમૃદ્ધ હોવાથી આધ્યાત્મિક પથના પ્રવાસીઓને તે માર્ગદર્શક નકશાની ગરજ સારે છે. શ્રુતનું પુનઃ પુનઃ અવલંબન વૃત્તિને સતત અંતર્મુખ રાખવામાં સહાયભૂત થાય છે, સંવેગ અને વૈરાગ્યને સતેજ રાખે છે અને ચિત્તને આર્ત-રૌદ્રધ્યાનની પકડમાંથી મુક્ત કરી ધર્મ-શુક્લધ્યાનમાં પ્રવૃત્ત કરે છે. આમ, શ્રુતજ્ઞાનરૂપ અગ્નિમાં પ્રવિષ્ટ થયેલો ભવ્ય જીવ, સુવર્ણ સમાન વિશુદ્ધ બનીને મુક્તિને પ્રાપ્ત કરી સ્વરૂપમાં વિરાજે છે. અગ્નિ જેમ વસ્તુને પ્રકાશિત કરે છે અને ઇધંનને બાળી ભસ્મ કરે છે, તેવી રીતે શાસ્ત્ર પણ વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરે છે અને કર્મરૂપ ઈધનને બાળી નાખે છે. આમ, પ્રકાશકપણું અને દાહકપણું એ બે સમાન ધર્મો જોઈને શાસ્ત્રને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. શ્રુતનો અભ્યાસ કરવાથી વસ્તુનું સ્વરૂપ યથાતથ્ય પ્રકાશિત થાય છે અને વિષય-કષાયના આવેગો ઉપશાંતપણાને પામે છે. ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૧૭૦ ‘अनेकान्तात्मार्थप्रसवफलभारातिविनते वचःपर्णाकोणे विपुलनयशाखाशतयुते । समुत्तुङ्ग सम्यक्प्रततमतिमूले प्रतिदिनं श्रुतस्कन्धे धीमान् रमयतु मनोमर्कटममुम् ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૫ (પત્રાંક-પ૭૫) Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શાસ્ત્રોને વિષય તેમજ પ્રયોજનની અપેક્ષાએ ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે - ધર્મકથાનુયોગ (પ્રથમાનુયોગ), ગણિતાનુયોગ (કરણાનુયોગ), ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. જેમાં મહાપુરુષોનાં ચરિત્રનું નિરૂપણ કરવામાં આવે છે તેને ધર્મકથાનુયોગ કહેવાય છે. ધર્મકથાનુયોગમાં સંસારની વિચિત્રતા, પુણ્ય-પાપનાં ફળ, મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિનાં નિરૂપણથી જીવોને ધર્મપંથે વળવાની પ્રેરણા આપવામાં આવે છે. જેમાં ગુણસ્થાન, કર્મોની વિશેષતા, ત્રિલોકાદિની રચના આદિનું નિરૂપણ હોય તેને ગણિતાનુયોગ કહેવાય છે. જે ધર્મમાં ઉપયોગ લગાવવા ઇચ્છે છે તે ગણિતાનુયોગ દ્વારા જીવોનાં ગુણસ્થાનાદિ ભેદ તથા કર્મોમાં કારણ-અવસ્થા-ફળ કોને કોને, કઈ કઈ રીતે હોય છે ઇત્યાદિ ભેદ તથા ત્રણ લોકમાં નરક-સ્વર્ગાદિ સ્થાનક ઓળખી, પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. જેમાં ગૃહસ્થ તથા મુનિનાં ધર્મ-આચરણ, શીલ અંગેનું નિરૂપણ હોય તે ચરણાનુયોગ કહેવાય છે. ગૃહસ્થ ધર્મ તથા મુનિધર્મનાં વિધાનથી જીવ ભૂમિકાનુસાર ધર્મસાધનમાં પ્રવૃત્ત થાય છે. છ દ્રવ્ય, નવ તત્ત્વાદિ અને સ્વ-પરનાં ભેદવિજ્ઞાનાદિનું જેમાં નિરૂપણ હોય તેને દ્રવ્યાનુયોગ કહેવાય છે. દ્રવ્યાનુયોગમાં દૃષ્ટાંતયુક્તિ દ્વારા અને પ્રમાણ-નયાદિ વડે દ્રવ્યોનું - તત્ત્વોનું સ્વરૂપ બતાવવામાં આવે છે કે જેથી જીવનું અનાદિનું અજ્ઞાન દૂર થાય. આ રીતે શાસ્ત્રોમાં વિવિધ પ્રકારે મોક્ષપ્રાપ્તિ માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવ્યાં છે. શાસ્ત્રની વિચારણા કરવાથી જીવનમાં વૈરાગ્ય અને શ્રદ્ધા દઢ થાય છે, તેને સ્વકલ્યાણની દિશા મળે છે, મોક્ષમાર્ગની સ્પષ્ટ સમજણ મળે છે, એ માર્ગે સહાયભૂત તત્ત્વોની જાણકારી મળે છે, તે તત્ત્વોને જીવનમાં અપનાવવા માટે ઉત્સાહ પ્રાપ્ત થાય છે, વિગ્નભૂત તત્ત્વોને પોતાના માર્ગમાંથી દૂર રાખવાના ઉપાયરૂપી ચાવીઓ મળે છે. જે જીવની ચિત્તશુદ્ધિ ક્ષાયિકભાવની ન થઈ હોય ત્યાં સુધી તેનું ચિત્ત નિમિત્ત મળતાં પૂર્વસંસ્કારવશ ઔદયિક ભાવમાં તણાઈ જાય એવી સંભાવના રહે છે, તેને ત્યાંથી પાછું વાળવા શાસ્ત્રનું અવલંબન ખૂબ સહાયકારી નીવડે છે. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે માત્ર શાસ્ત્રની જાણકારી મેળવવાથી જ જીવની વિકારસ્ત દશા સુધરી શકતી નથી, ભવરોગ નાબુદ કરવા માટે તો શાસ્ત્રમાં દર્શાવેલ સાધનાનું આરાધન કરવું ઘટે છે. જીવ સમજપૂર્વક શાસ્ત્રના બોધને પ્રયોગમાં મૂકે ત્યારે જ સંસારપરિભ્રમણમાંથી તેને મુક્તિ સાંપડે છે. પ્રાપ્ત થયેલ બોધ દ્વારા ત્રિકાળ શુદ્ધ આનંદકંદ જ્ઞાયકસ્વભાવી આત્માનો દઢ નિર્ણય કરી, તેની પ્રાપ્તિ માટે ઇન્દ્રિય અને મન દ્વારા બાહ્ય વિષયોમાં પ્રવર્તતા જ્ઞાનોપયોગને અંતરમાં વાળીને તેને આત્મસન્મુખ કરતાં ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે. આમ, શાસ્ત્રના અભ્યાસ દ્વારા મનની અશુદ્ધિ, ચિત્તની ચંચળતા, ક્લેશિત Page #556 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭ ૫૦૯ પરિણામો, શંકાઓ ઇત્યાદિ અવરોધો શમી જતાં સાધકનું ચિત્ત નિર્મળ થાય છે અને તે સાધનામાં એકાગ્ર થાય છે. શાસ્ત્રના બોધના આધારે સુવિચારશ્રેણીમાં આત્મસ્વરૂપનો નિર્ણય તેમજ એ નિર્ણયનું ઘોલન થાય છે; આત્મભાવનાના અવિરત પુરુષાર્થથી ભાવભાસન થાય છે અને કોઈ ધન્ય પળે ચિત્તનો લય થતાં સહજાત્મસ્વરૂપનું સ્પર્શન - વેદન થઈ આત્માનંદ પ્રગટે છે. શ્રુતના નિર્દેશ મુજબ પ્રગતિ કરીને સ્વરૂપનો અનુભવ કરવો એ શ્રુતાભ્યાસનું ધ્યેય છે. એ ધ્યેયની દિશામાં પગ ઉપાડ્યા વિના માત્ર લોકરંજન અર્થે કે માનસિક સંતોષ અર્થે શાસ્ત્રોના શબ્દો રટ્યા કરવામાં, ખંડન-મંડનના બૌદ્ધિક આટાપાટા ખેલતા રહેવામાં કે ભેદ-પ્રભેદ અને ભાંગા ગણતા રહેવામાં જ જીવન પૂરું કરવું ન ઘટે. આર્ત-રૌદ્રધ્યાનથી મુક્ત થઈ સ્વરૂપસ્થિરતા સધાય એ જ શ્રુતાભ્યાસનું લક્ષ્ય હોવું ઘટે. શ્રુતાભ્યાસ પાછળનો મૂળ આશય ભુલાઈ જવાથી જીવ કલ્યાણના હેતુ એવા પરમાર્થબોધને રહી શકતો નથી. કર્મસંયોગથી જીવની કેવી કેવી અવસ્થા થઈ છે, ચતુર્ગતિરૂપ સંસારમાં કેવું કેવું ભવભ્રમણ કર્યું છે તેનું અને તેનાં કારણોનું શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. સ્વસ્વરૂપની સમજણ વિના ચારે ગતિમાં ભ્રમણ કરવું પડે છે એ વાત મુખ્ય રાખી, ગૌણપણે દેવાદિ ચતુર્ગતિનું સ્વરૂપ વર્ણવ્યું છે. શુદ્ધ સ્વરૂપને ભૂલીને કર્મકૃત ભાવોમાં તણાઈ જવારૂપ વિભાવભાવે પરિણમવાથી જે જે કર્મકૃત અવસ્થાઓ ઉત્પન થઈ છે તેનું વર્ણન કરવાનો પ્રધાન હેતુ તો શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવાનો તથા તેના વિસ્મરણનું ફળ જણાવવાનો છે. ચારે ગતિઓનાં સ્વરૂપનું વર્ણન તથા પરિભ્રમણની પીડા દર્શાવવાનું પ્રયોજન સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ભાવના કરાવવાનું જ છે. મતાર્થી જીવ જ્ઞાનીઓના એવા ઈષ્ટ ઉદ્દેશને ગ્રહણ કરવાને બદલે દેવાદિ ગતિનાં વર્ણન તથા ત્યાં પ્રાપ્ત થતાં સુખ-દુઃખ સંબંધી ઝીણામાં ઝીણી વાતોને કંઠસ્થ કરવામાં, તસંબંધી ચર્ચા કરવામાં જીવન વ્યતીત કરે છે અને પ્રયોજનભૂત પરમાર્થ આશય પ્રત્યે લક્ષ કરતો નથી. શ્રી કાનજીસ્વામી કહે છે કે – શાસ્ત્રમાં ચાર ગતિના ભંગ આવે છે તે યથાર્થ છે. તેમાં દેવનું તથા નારકીનું આયુષ્ય નાનામાં નાનું દસ હજાર વર્ષ ને વધુમાં વધુ ૩૩ સાગરોપમનું હોય છે. વળી દેવલોકમાં આટલાં વિમાન છે, નરકમાં આમ છે વગેરે અનેક વર્ણન શાસ્ત્રમાં છે, તે ત્રિકાળ સર્વજ્ઞના જ્ઞાનમાં દેખાયેલું છે, તે સાક્ષાત્ જ્ઞાનથી જાણેલ લોકનું વર્ણન, ૧- જુઓ : શ્રી ચિદાનંદજીરચિત, પદ ૬, કડી ૨ (‘પદ્યાવલી', પૃ.૧૪) નય અરુ ભંગ નિખેપ વિચારત, પૂરવધર થાકે ગુણહેરી; વિકલ્પ કરત થાગ નવિ પામે, નિર્વિકલ્પનેં હોત ભયેરી.' Page #557 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ગતાગતિના બોલ વગેરે પલાખાં-થોકડા શીખ્યો હોય તેને શ્રુતજ્ઞાન સમજે, એને જ જ્ઞાની માની કહે કે આ જ ધર્મ છે અને એવું જેને ન આવડે તેને કહે કે તું કાંઈ જાણતો નથી. એ પ્રશ્ન કરે કે ત્રીજા દેવલોકના દેવની સ્થિતિ શું હોય છે? પેલો કહે કે મને ખબર નથી, તો કહી દે કે આનામાં જ્ઞાન નથી. એમ શબ્દજ્ઞાનના વિકલ્પની ગોખણીની સાથે બેહદ જ્ઞાનસામર્થ્યવાળાને સરખાવે છે.’૧ ૫૧૦ મતાર્થી જીવ દેવાદિ ગતિના ભાંગા ન જાણનારને અજ્ઞાની કહીને ઉતારી પાડે છે, પરંતુ તે એમ જાણતો નથી કે જેમ કોઈ સંગીતશાસ્ત્ર ભણ્યો હોય અથવા ન ભણ્યો હોય, પણ જો તે સ્વરાદિનાં સ્વરૂપને ઓળખે છે તો તે પ્રવીણ સંગીતજ્ઞ જ છે; તેમ કોઈ દેવાદિ ગતિના ભાંગા ભણ્યો હોય અથવા ન ભણ્યો હોય, પણ જો તે આત્મસ્વરૂપને ઓળખે છે તો તે સમ્યગ્દષ્ટિ જ છે. આથી વિપરીત, ૧૧ અંગનો પાઠી દેવાદિ ગતિના ભેદો જાણે, પરંતુ તેનો પરમાર્થ ન જાણે તો તે મિથ્યાદષ્ટિ જ રહે છે. મતાર્થી જીવ ૫૦૦-૭૦૦ ગાથાઓ કે શ્લોકો કંઠસ્થ કરી લે છે, નાની નાની વાતોનું વિશ્લેષણ કરે છે તથા કયા જીવોમાં કેટલાં દંડક, કેટલી અવગાહના, કેટલાં શરીર વગેરે વિગતોનું પુનરાવર્તન કર્યા કરવામાં પોતાની જાતને શ્રેષ્ઠ શ્રુતજ્ઞાની માને છે; પણ શાસ્ત્રમાં તે વર્ણન શા માટે કરવામાં આવ્યું છે, તેનો પરમાર્થ આશય શું છે તે સંબંધી તે જાણતો નથી અને તેથી તે શાસ્ત્રાભ્યાસનાં મીઠાં ફળ ચાખી શકતો નથી. પરમાર્થપ્રાપ્તિના હેતુએ શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તો સંસારની સર્વ ગતિઓમાં કેટલાં અને કેવાં પ્રકારનાં દુ:ખો છે તે સમજાય છે અને સુખ મેળવવા માટે ચતુર્ગતિના ક્લેશોથી છુટાય તેવું કાર્ય કરવા યોગ્ય છે એમ સમજાય છે, પરંતુ તે દુઃખોનું વર્ણન વાંચવા છતાં તેનો ક્ષય કરવા પ્રત્યે મતાર્થી જીવનું વલણ થતું નથી. માત્ર ભાંગાઓ તથા વર્ણનોને જાણવામાં, યાદ રાખવામાં, ચર્ચા કરવામાં તે ઉત્સાહી રહે છે. આ ભંગજાળને જ શ્રુતજ્ઞાન માની તે આત્મસિદ્ધિરૂપ પ્રયોજન પ્રત્યે દુર્લક્ષ સેવે છે. તે શાસ્ત્રમાં મળેલ બોધને પરિણમાવવાનો પુરુષાર્થ નથી કરતો અને મિથ્યા સંતોષમાં રાચે છે. આમ, આત્મલક્ષપૂર્વક શાસ્ત્રાભ્યાસની પ્રવૃત્તિ થતી ન હોવાથી મતાર્થી જીવ દેવાદિ ગતિના ભાંગામાં અટકી જાય છે, પણ દુ:ખક્ષય માટે તે કોઈ પ્રયત્ન કરતો નથી. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કહે છે કે અતિશય ભય આપનાર ચાર ગતિનાં દુ:ખોની રાશિઓને કેવળી ભગવંતે કહેલા સિદ્ધાંતથી હૃદયમાં વિચારીને, હે વિદ્વાન એવું કર કે જેથી તને તે પીડાઓ ફરી થાય નહીં. હે આત્મા! તું તો જબરો સાહસિક છે, કારણ કે ભવિષ્ય કાળમાં લાંબા વખત સુધી થનાર ચાર ગતિઓનાં દુઃખોને તું જ્ઞાનચક્ષુથી ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૫૨ પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૪૦-૧૪૧ Page #558 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭ ૫૧ ૧ જુએ છે તો પણ તેનાથી બીતો નથી અને વળી ઊલટો વિપરીત આચરણ કરી તે દુઃખોના નાશ માટે જરા પણ પ્રયાસ કરતો નથી.' જે ગ્રંથોમાં જીવોના ભેદ-પ્રભેદો વગેરે દર્શાવવામાં આવ્યા છે, તેનો ઉદ્દેશ એક આત્મસિદ્ધિ જ છે. આત્માર્થી જીવ જ્ઞાનીઓના આ પરમાર્થહેતુને લક્ષમાં રાખીને તેનું પરિશીલન કરતો હોવાથી તેને આ ગ્રંથો આત્મ-ઉપકારક થાય છે. મતાર્થી જીવના લક્ષમાં આ હેતુ ન હોવાના કારણે તે ભાંગાઓની જાળમાં જ રોકાઈ જાય છે. આ તથ્યને સ્પષ્ટપણે સમજવા માટે થોડાં ઉદાહરણ જોઈએ. ૧) “જીવવિચાર' ગ્રંથમાં ચાર ગતિઓના ભેદ-પ્રભેદો બતાવ્યા છે - દેવના ૧૯૮ ભેદ, મનુષ્યના ૩૦૩ ભેદ. તિર્યંચના ૪૮ ભેદ, નારકીના ૧૪ ભેદ; એમ જીવના પ૬૩ ભેદ છે. વળી, તેમનાં શરીર, આયુષ્ય, સ્વકાયસ્થિતિ, પ્રાણો અને યોનિઓનું પ્રમાણ આપ્યું છે. કેવળ આ ભેદ-પ્રભેદોને યાદ કરવામાં ગ્રંથના અધ્યયનની સાર્થકતા નથી, પણ તે દ્વારા એમ સમજવાનું છે કે આત્મસ્વરૂપને ઓળખ્યા વિના થતા ભવભ્રમણ માટે કેટલું વિશાળ ક્ષેત્ર છે, કેટલી યોનિઓ છે, એકેન્દ્રિય આદિમાં કાયસ્થિતિ કેટલી દીર્ઘ છે અને તેણે પોતે પણ એ બધી અવસ્થાઓમાં અનંત કાળ પસાર કર્યો છે. આ પ્રમાણે વિચારણા કરતાં તેનામાં પાપભીરુતા જન્મ અને સર્વ જીવો પ્રત્યે આત્મીયતાનો ભાવ જાગે, નાના કીટ-પતંગ પ્રત્યે પણ તુચ્છકાર, ધૃણા કે તિરસ્કારની લાગણી ન જન્મે, પણ તેમાં રહેલા ચૈતન્ય પ્રત્યે પ્રેમ જાગે. આમ, સર્વ જીવ પ્રત્યે આત્મતુલ્ય દષ્ટિ જાગે, સર્વાત્મમાં સમદષ્ટિ રહે એ જ આ ગ્રંથનું પરમાર્થપ્રયોજન છે. ૨) લોકપ્રકાશ’, ‘ક્ષેત્રસમાસ', 'બૃહત્સંગહણી' (રૈલોક્યદીપિકા) ગ્રંથોમાં લોકાદિનું તેનાં પ્રમાણાદિ સહિત વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેના અધ્યયનથી વિશ્વના સ્વરૂપ સંબંધી સહજ જિજ્ઞાસા સંતોષાય તથા જીવને પોતાની લઘુતા સમજાય; ફલતઃ તેનામાં નમતા પ્રગટે એ આ ગ્રંથોનો પરમાર્થ આશય છે. આ વિરાટ વિશ્વમાં પોતાનું સ્થાન દરિયાકાંઠાની રેતીના એક કણથી પણ અલ્પ છે એવો અનુભવ થાય તો જ સુખ-દુઃખના ક્ષણિક અને અલ્પ અનુભવો તેને અભિમાન કે ગ્લાનિ જન્માવી શકે નહીં અને પોતાની સિદ્ધિઓને કે નિષ્ફળતાને મહત્ત્વ આપતાં તે અટકે. જો આવા પ્રકારના ભાવો પ્રગટે નહીં તો જેમ ભૂગોળ ભણનાર વિદ્યાર્થી વર્તમાનમાં દષ્ટ પૃથ્વીનાં ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૮, શ્લોક ૧૫,૧૬ 'इति चतुर्गतिदुःखततीः कृतित्रतिभयास्त्वमनन्तमनेहसम् । हृदि विभाव्य जिनोक्तकृतान्ततः, कुरु तथा न यथा स्युरिमास्तव ।। आत्मन्! परस्त्वमसि साहसिकः श्रुताक्षर्यद्भाविनं चिरचतुर्गतिदुःखराशिम् । पश्यन्नपीह न बिभेषि ततो न तस्य, विच्छित्तये च यतसे विपरीतकारी ।।' Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પર્વતો, નદીઓ, શહેરો વગેરે ગણાવી શકે છે; તેમ આ ગ્રંથોનો અભ્યાસી અદષ્ટ સૃષ્ટિનાં પર્વતો, નદીઓ, શહેરો વગેરે ગણાવવાની આવડત મેળવે છે. એ બન્નેમાં કોઈ ફરક નથી. પોતાની જીવનદૃષ્ટિમાં શુભ પરિવર્તન લાવવું એ જ આ ગ્રંથોનું પ્રયોજન હોય છે, પરંતુ જે જીવ તેના માપ આદિ યાદ રાખવામાં જ રોકાઈ જાય છે તે મતાર્થી છે. શ્રીમદ્ પ્રકાશે છે – “મેરુ આદિનું વર્ણન જાણી તેની કલ્પના, ફિકર કરે, જાણે મેરુનો કંટ્રાકટ ના લેવો હોય ? જાણવાનું તો મમતા મૂકવા માટે છે. જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય! તે તો અજાણપણું જ કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાનો ઉપાય કરે તે જાણપણું.” ૩) કર્મગ્રંથમાં જીવ અને કર્મનો સંબંધ, કર્મની મૂળ પ્રકૃતિઓ, ઉત્તર પ્રવૃતિઓ તથા તેનાં બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વગેરેનું વિસ્તૃત વર્ણન છે. આ કર્મવિષયક સાહિત્યના જ્ઞાનથી પોતાને પ્રાપ્ત પરિસ્થિતિમાં ગર્વ કે દીનતા ન થતાં તેને પ્રસન્નતાથી વધાવી લેવાનું બૈર્ય મળે તથા બીજાના દોષો પ્રત્યે સહાનુભૂતિભરી દષ્ટિ જાગે તો જ ગ્રંથઅભ્યાસનું સફળપણું છે. જીવને પોતાનાં કાર્યો અનુસાર ફળ મળે જ છે, એટલું જ નહીં પણ પોતાના સારા કે ખરાબ વિચારોનું પરિણામ પણ પોતે ભોગવવું પડે છે એ વિશ્વાસ દૃઢ થતાં તે પોતાની પાપવૃત્તિઓને છૂટો દોર આપતો નથી તથા અન્યને પોતાનાં સુકૃત્યોની જાણ કરવાની ઉત્સુકતા પણ તેને રહેતી નથી. પોતાને પ્રાપ્ત સામગ્રી, ઐશ્વર્ય, શક્તિ, રૂપ, પ્રજ્ઞા, સુખ, દુઃખ સર્વ પોતાનાં કર્મ અનુસાર મળ્યાં છે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૪,૭૩૫ (ઉપદેશછાયા-૧૪) આ સંદર્ભમાં શ્રીમદ્દનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે : એક જિજ્ઞાસુએ શ્રીમન્ને પ્રશ્ન કર્યો : “પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલના શોધકો ગોળ કહે છે. તેમાં ખરું શું?' શ્રીમદે પૂછ્યું : “તમને સપાટ હોય તો ફાયદો કે ગોળ હોય તો ફાયદો?' જિજ્ઞાસુએ કહ્યું : “હું તો જાણવા માગું છું.' શ્રીમદે પૂછ્યું : “તમે તીર્થકર ભગવાનમાં શક્તિ વધારે માનો છો કે હાલના શોધકોમાં?' જિજ્ઞાસુએ જણાવ્યું: “તીર્થકર ભગવાનમાં.' શ્રીમદે કહ્યું : “ત્યારે તમે તીર્થકર ભગવાન પર શ્રદ્ધા રાખો અને શંકા કાઢી નાખો. આત્માનું કલ્યાણ કરશો તો તમને પૃથ્વી સપાટ કે ગોળ જેવી હશે તેવી કાંઈ હરકત કરશે નહીં.” – બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા', આઠમી આવૃત્તિ, પૃ.૧૦૮-૧૦૯ Page #560 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭ ૫૧૩ અને પોતાને ભોગવવાં પડતાં દુઃખમાં બીજા તો નિમિત્તમાત્ર છે એ સમજણ દઢ થવાથી કષાયની ઉપશાંતતા સહજ બને છે. સારી સામગ્રી માટે ગર્વ ન થાય કે નરસી સામગ્રી માટે બીજાનો દોષ કાઢવાની વૃત્તિ ઊઠે નહીં અને પોતે સમત્વભાવમાં રહે તો જ ગ્રંથનું પારમાર્થિક રહસ્ય સમજાયું કહેવાય. આવા પરમાર્થબોધ પ્રત્યે જેનું લક્ષ ન હોય, પણ ગણતરી આદિમાં જ જેની રુચિ હોય અને વળી તેનો જ આગ્રહ કરે તો તેનાથી તે જીવનું મતાર્થપણું પ્રગટ થાય છે. ઉપર્યુક્ત ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે મતાથી જીવને આત્મહિતનું વલણ નહીં હોવાથી શ્રુતાભ્યાસનો મુખ્ય આશય તે ચૂકી જાય છે. શાસ્ત્રોમાં આપેલી વસ્તુવ્યવસ્થા સંબંધી જાણકારીના વર્ણનમાં પોતાની બુદ્ધિને રોકી રાખે છે અને પ્રયોજનભૂત પરમાર્થ આશય પ્રત્યે લક્ષ દેતો નથી; પરિણામે સતુશ્રુતનો યોગ તેને માટે કલ્યાણકારી નીવડતો નથી. સતુશ્રુત અને સદ્ગુરુનો યોગ થયો હોવા છતાં આત્માર્થના અભાવે જીવનાં રસ અને રુચિ કેવા પ્રકારનાં હોય છે તે દર્શાવતાં શ્રીમદ્ કહે છે – “ગુરુ પાસે રોજ જઈ એકેંદ્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી પૂક્યા કરે; રોજ જાય અને એ ને એ જ પૂછે, ..... પણ કોઈ દિવસ એમ પૂછતો નથી કે એકેંદ્રિયથી માંડી પંચંદ્રિયને જાણવાનો પરમાર્થ શો ? એકેંદ્રિયાદિ જીવો સંબંધી કલ્પનાઓથી કાંઈ મિથ્યાત્વગ્રંથિ છેદાય નહીં. ..... વાસ્તવિક રીતે તો સમકિત પ્રાપ્ત કરવાનું છે.’ આમ, મતાર્થી જીવને કેવળ દેવાદિ ગતિના ભાંગામાં જ રુચિ હોય છે, પરંતુ ચિત્તવૃત્તિને આત્મતત્ત્વ તરફ વાળવામાં રસ હોતો નથી. આત્મસ્વરૂપમાં તાદાભ્ય સાધવું એ જ સર્વ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન છે, પરંતુ આવી પરિપક્વ સમજણ અને ઊંડી રુચિનો મતાર્થીમાં અભાવ હોય છે. તે અધ્યાત્મપ્રધાન રહેવાને બદલે માત્ર રૂઢિગત શાસ્ત્રવાંચન ઉપર જ ભાર મૂકે છે અને આત્મનિરીક્ષણ, સ્વરૂપાનુસંધાન કે ભેદવિજ્ઞાન ઉપર લક્ષ આપતો નથી. આ પ્રમાણે ગાથાની પ્રથમ પંક્તિમાં ધર્મતત્ત્વ અંગેના શ્રુતજ્ઞાન સંબંધી મતાર્થનો પ્રકાર દર્શાવ્યો છે. હવે ગાથાના ઉત્તરાર્ધમાં પોતાના મત અને વેષના આગ્રહને મોક્ષનું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૪ (ઉપદેશછાયા-૪) આ સંદર્ભમાં શ્રીમનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે : શ્રીમદ્, કોઈ ભાઈ સાથે એક વખત તળાવ પાસે ફરવા ગયા હતા. તળાવમાં લીલ જોઈને તે ભાઈએ શ્રીમને પ્રશ્ન કર્યો કે, “સાહેબજી, લીલના આ જથ્થામાં કેટલા જીવ હશે?” શ્રીમદે લાગલો જ ઉત્તર આપ્યો કે, “કેમ? એ બધાને જમવા નોતરવાનો તમારો વિચાર છે?”' - ડૉ. સરયુબેન મહેતા, ‘શ્રીમની જીવનસિદ્ધિ', ચોથી આવૃત્તિ, પૃ.૯૬ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કારણ માનવારૂપ મતાર્થનું જે સૂચન કર્યું છે તે જોઈએ. (૧) મતાર્થી જીવને સલૂનું ભાન ન હોવાથી પોતાના માનેલા મતનો પ્રબળ આગ્રહ હોય છે અને તે આગ્રહને મુક્તિનું કારણ માની તેમાં ઉપાદેયબુદ્ધિ ધરાવે છે. પોતાનો મત જ સાચો છે એવો દુરાગ્રહ બંધાઈ જતાં સત્યશોધકબુદ્ધિના સ્થાને પોતે રહેલી હકીકતને દલીલો અને કુતર્કોથી સિદ્ધ કરવાની વૃત્તિ તેને થઈ આવે છે. વળી, તેમાં ઉપાદેયબુદ્ધિ હોવાથી તેને આગ્રહપૂર્વક પકડી રાખવામાં તે ગૌરવ માને છે. પરિણામે તેને એકાંત પકડાઈ જાય છે અને જ્યાં એકાંતદષ્ટિ હોય ત્યાં સ્વપક્ષનું મંડાણ કરવાના મોહના કારણે જીવ જાણ્યે-અજાણ્યે સત્નો દ્રોહ કરે છે. દષ્ટિરાગ આધારિત ભાંત ધારણાઓથી ધર્માધતા પાંગરે છે. ધર્માધતાનો આધાર છે સાર-અસારના વિવેક વિનાની અમુક મત, પંથ, સંપ્રદાય કે વ્યક્તિ પ્રત્યેની અંધ ભક્તિ. આવા આંધળા મમત્વના કારણે પર્વતિથિનો ક્ષય, ચૌદસ-પાખી પ્રતિક્રમણનો સમય, રજોહરણની લંબાઈ જેવી કોઈ નજીવી બાબતમાં પોતાથી ભિન્ન માન્યતા ધરાવનારાઓ પ્રત્યે આત્મીયતાનો વ્યવહાર તે કરી શકતો નથી અને પોતાના પક્ષની સરસાઈ દેખાડવા હુંસાતુંસીમાં પડી જઈ, ધર્મપ્રવૃત્તિ દ્વારા પણ અહ-મમને પુષ્ટ કરતો રહે છે. અન્ય મત-પંથના અનુયાયીઓની વાત તો દૂર રહી, પણ જૈન દર્શન અંતર્ગત પોતાથી ભિન્ન ફિરકા, ગચ્છ કે સંપ્રદાયની વ્યક્તિને અથવા એકાદ બાબતમાં પોતાથી જુદી માન્યતા ધરાવનાર પોતાના સમુદાયની વ્યક્તિને ‘મિથ્યાત્વી’ કહી તેના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર કે ધૃણા દર્શાવવામાં આવતી હોય છે. આવો જીવ બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોવા છતાં તેની ગણના જ્ઞાનીઓએ મતાથમાં કરી છે. શ્રીમદ્ કહે છે – સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાની પુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમનો ભંગ કરશે એમ ધારી બીજી તિથિ કહે તો તે આજ્ઞા પાળવા માટે કહે. બાકી તિથિબિથિનો ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે.” ‘હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં; પણ લીલોતરીના રક્ષણ અર્થે તિથિ પાળવી. લીલોતરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે આઠમાદિ તિથિનો ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૩-૭૦૪ (ઉપદેશછાયા-૬) Page #562 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭ ૫૧ ૫ કદાગ્રહ મટાડવો.’ આ વિવેકના પ્રકાશમાં મધ્યસ્થ અને તત્ત્વગ્રાહી જીવને સ્પષ્ટ જણાઈ આવશે કે ‘અમુક જ અનુષ્ઠાન અને તે પણ અમુક જ રીતે અથવા અમુક જ દિવસે થાય તો જ મુક્તિ મળે, અન્યથા નહીં' એવો આગ્રહ મુક્તિમાર્ગમાં અસ્થાને છે. ભાવુકતા, કુળપરંપરા, સાંપ્રદાયિકતા કે બાહ્ય પરિબળોના કારણે ઊપજેલી શ્રદ્ધાને જ્ઞાની પુરુષો મોક્ષમાર્ગનો પાયો ગણતા નથી. એ માન્યતામાં વ્યક્તિના ધર્મપ્રેમ કરતાં તેનો દૃષ્ટિરાગ વધુ ખુલ્લો થાય છે. દષ્ટિરાગથી મોક્ષમાર્ગ પખાતો નથી, તે માટે તો પુખ્ત વિચારણા પ્રગટાવવી ઘટે. સાંવત્સરિક પ્રતિક્રમણની આરાધનામાં મહત્ત્વની વસ્તુ છે દોષો માટે પશ્ચાત્તાપ, ક્ષમા ઇત્યાદિ. દિવસ અથવા તો તિથિના આગ્રહને વળગી રહેવામાં ખરેખર ભગવાનની આજ્ઞાની પ્રધાનતા નહીં પણ અહ-મમને વળગી રહેવાની આસક્તિ છે. તિથિના આગ્રહ કરવા કરતાં ઉપશમભાવની પ્રાપ્તિ, પુષ્ટિ અને વૃદ્ધિના આગ્રહમાં જ ભગવાનની આજ્ઞાની આરાધના છે. તેથી બાહ્ય અનુષ્ઠાનો જુદાં હોય, જુદા દિવસે કે જુદી રીતે થતાં હોય તે મહત્ત્વનું નથી, પણ અંતરશુદ્ધિ મહત્ત્વની છે. આ તથ્ય મતાથના લક્ષમાં આવતું નથી. આવા મતાર્થી જીવ વિષે ‘સમયસારનાટક'માં પંડિત શ્રી બનારસીદાસજી લખે છે – _ 'धरम न जानत बखानत भरम रूप, ठौर ठौर ठानत लराई पक्षपात की । भूल्यौ अभिमान में न पाउं धरे धरनी में, हिरदे में करनी विचारे उतपात की ।। फिरे डाँवाडौल सौ करमके कलोलिनिमें, है रही अवस्था सु बघूले कैसे पातकी । जाकी छाती ताती कारी कुटिल कुवाती भारी, ऐसौ ब्रह्मघाती है मिथ्याती महापातकी ।।२ ધર્મના સ્વરૂપને જાણે નહીં અને (પોતાના) ભમને જ ધર્મ માની તેની પ્રશંસા કરે, જ્યાં ત્યાં પોતાના મતનો પક્ષપાત કરી બડાઈ કરે, અભિમાનથી ઉન્મત્ત બની ધરતી ઉપર પગ ન મૂકે, ઉત્પાત મચાવવાના ઉધામા કરે એવા મિથ્યાત્વી જીવની દશા કર્મરૂપ નદીમાં ભયંકર રીતે ડોલતી નાવ જેવી હોય છે. એવો પાપી જીવ સુબોધને કઈ રીતે પામી શકે? જેના અંતરમાં કલુષિતતા તથા કુતર્કોની કુટિલતા ભરી છે એવો નિજસ્વરૂપની ઘાત કરનારો મિથ્યાત્વી મહાપાપી છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૨ (ઉપદેશછાયા-૬) ૨- પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', ઉત્થાનિકા, સેવૈયા ૯ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૨) વળી, પોતાના સંપ્રદાયના વેષના આગ્રહને મોક્ષનું કારણ માનનાર જીવ પણ મતાર્થી છે. અમુક જ પ્રકારના વેષ દ્વારા મોક્ષ પ્રાપ્ત થઈ શકે એવો દઢાગ્રહ સેવનાર મતાથ, પોતાના સંપ્રદાય દ્વારા પ્રતિપાદિત બાહ્ય લિંગ ન ધરાવનાર ધાર્મિક જનની ઠેકડી ઉડાડે છે, એને ધૃણાની નજરથી જુએ છે અને એનો તિરસ્કાર પણ કરે છે. તે બાહ્ય વેષમાં જ - દ્રવ્યલિંગમાં જ મોક્ષમાર્ગની કલ્પના કરતો હોય છે અને લિંગકૃત આગ્રહ સેવવામાં જ મોક્ષની આરાધના માને છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે – “કોઈ કહે “અમે લિંગ તરશું, જૈનલિંગ છે વારુ”; તે મિથ્યા નવિ ગુણ વિણ તરિયે, ભુજ વિણ ન તરે તારૂ રે." કેટલાક અજ્ઞાનીઓ કહે છે કે અમે સાધુના વેષમાત્રથી તરી જઈશું, કારણ કે જૈન સાધુવેષ ભવથી તારનારો છે. પણ આ વાત અજ્ઞાનથી ભરેલી છે, કારણ કે જેમ ભુજા વિના તરવૈયો તરી શકતો નથી, તેમ ગુણ વિના કદી પણ ભવસમુદ્ર તરી શકાતા નથી; અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ગુણ ભવથી તારનાર છે, નહીં કે માત્ર બાહ્ય વેષ. મોક્ષની પ્રાપ્તિ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધનાથી થાય છે અને આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે, દેહાશ્રિત નહીં; કારણ કે નિજાત્માની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, પરવસ્તુથી આત્માની ભિન્નતાનો બોધ તે સમ્યજ્ઞાન છે અને પરદ્રવ્યનું અવલંબન છોડીને સ્વરૂપમાં એકાગ્ર થવું તે સમ્યફચારિત્ર છે. આ પ્રકારે મોક્ષનો ઉપાય આત્માશ્રિત છે, દેહાશ્રિત નથી અને વેષનો સંબંધ તો દેહ સાથે છે, તેથી વેષનો આગ્રહ કાર્યકારી નથી. આત્મામાં એવી શક્તિ છે કે પોતે જ સાધકતમ થઈને પોતાનાં સમ્યગ્દર્શન આદિનું સાધન થાય છે. કોઈ પણ સંયોગમાં એવી તાકાત નથી કે તે જીવના કાર્યનું સાધન થાય. જીવના કાર્યનું સાધન થવાની તાકાત જીવમાં જ છે. જેમ દરિયો પોતામાં ને પોતામાં ઘૂઘવે, તેમ પોતામાં ને પોતામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે જ બધી રમત છે, એનાથી બહાર નથી. પરમ શુદ્ધ આત્મસ્વભાવમાં લીનતા તે જ પરમ સુખનું સાધન છે. અખંડ આત્માને ધ્યેયરૂપ બનાવવો એ જ મોક્ષનો ઉપાય છે. તેથી મોક્ષનું સાધન જીવમાં જ છે, બહાર નથી. આમ, જ્યાં અંતરંગ સાધન જ મોક્ષનું કારણ છે તો પછી અમુક પ્રકારના બાહ્ય વેષથી જ મોક્ષ થશે એવો આગ્રહ કેવી રીતે રાખી શકાય? અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે બાહ્ય વેષ અને મોક્ષને કારણ-કાર્ય સંબંધ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૧૮ ૨- આ વિષયને પ્રસ્તુત ગ્રંથની ગાથા ૧૦૭માં વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭ ૫૧૭ નથી, પરંતુ બાહ્ય વેષ રાગાદિ ભાવ ઘટાડવામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધે ઉપકારી છે, તેથી બાહ્ય વેષનો નિષેધ કરવા યોગ્ય નથી. બાહ્ય વેષના આગ્રહના ત્યાગનો ઉપદેશ જીવને બાહ્ય વેષ છોડાવવા માટે નહીં, પરંતુ તેને પરિણામલક્ષી બનાવવા માટે આપવામાં આવે છે. બાહ્ય વેષાદિ વ્યવહારનો નિષેધ હોઈ જ ન શકે. મતાર્થ શરીરલક્ષી છે, માત્ર વેષ ગ્રહણ કરી લેવામાં ઇતિશ્રી માને છે. તે તેનાથી ઉપર ઊઠી આત્મનિરીક્ષણ કરે, પરિણામોની જાગૃતિ રાખે અને સ્વસન્મુખ થાય તે અર્થે તેને આગ્રહત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે. આ ' સાચી સમજણ ગ્રહણ કરવાથી લાભ જ થાય છે, નુકસાન નથી થતું. જેમ અગ્નિથી દાઝી જવાય એવું સમજાયા પછી લાભ જ થાય, નુકસાન થઈ જ ન શકે; તેમ સાચી સમજણથી જીવનાં પરિણામ સ્વલક્ષી બને છે, બાહ્ય વેષમાં કૃતકૃત્યતા માનવાનું બંધ થાય છે. આત્મલક્ષવિહોણા મતાર્થીને બાહ્ય વેષનો અહંકાર હોય છે, પરંતુ સાચી સમજણથી પરિણામ સવળાં થતાં અહંકાર નિર્મૂળ કરવા પ્રત્યે જાગૃતિ આવે છે. તેને સમજાય છે કે ભાવલિંગ એ જ મોક્ષનું કારણ છે અને દ્રવ્યલિંગ તો અપ્રધાન - ગૌણ સાધન છે, તેથી દ્રવ્યલિંગનો આગ્રહ તજવા યોગ્ય છે. આમ, લિંગકૃત આગ્રહથી નિરપેક્ષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષનું કારણ છે. જે આત્મા પરમાર્થથી યથોક્ત મોક્ષમાર્ગને સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મોક્ષને પામે છે. બાહ્ય વેષ-વ્યવહાર દેહના આધારે છે, તેથી વેષમાં આગ્રહ કરનારને દેહભાવના રહ્યા કરે છે, માટે દેહાશ્રિત એવા બાહ્ય વેષનો આગ્રહ કાર્યકારી નથી. આત્માભિમુખ વલણના અભાવે મતાર્થી જીવ આ તથ્યને સમજતો નહીં હોવાથી તે સ્વપક્ષના બાહ્ય વેષને જ મુક્તિનું કારણ માને છે અને આ મિથ્યા માન્યતાનો આગ્રહ રાખવો એ મતાર્થીનું પ્રગટ લક્ષણ છે. શ્રીમદે આ ગાથામાં દર્શાવેલા મતાર્થીપણાના બન્ને પ્રકારો ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાધનાના પંથ ઉપર માત્ર દેવાદિ ગતિના ભાંગાઓ મુખપાઠ કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ તેનાં રહસ્યને જીવનમાં આત્મસાત્ કરવાથી જ લાભ થાય છે. તેવી જ રીતે મતનો કે વેષનો આગ્રહ કરવાથી પણ કાર્યસિદ્ધિ થતી નથી. જ્ઞાનીઓ મતાર્થી જીવને આ બન્ને પ્રકારો તજવાની પ્રેરણા આપતાં કહે છે કે ‘હે જીવ! તારા હૃદયમાં મતાર્થીપણાનું શલ્ય હોવાથી તું દેવાદિ ગતિના ભાંગાની જાણકારીમાં, મતના તથા વેષના આગ્રહમાં અટકી જાય છે અને તેથી તું આત્માને સાધવા માટેનો ઉદ્યમ કરી શકતો નથી. તું આ દેવાદિ ગતિના ભાંગાને શ્રુતજ્ઞાન માની ન અટક અને મત તથા વેષના આગ્રહનો સત્વરે ત્યાગ કર. ‘એક આત્માનો આનંદ જ મારે જોઈએ છે' એમ ખરેખરી અભિલાષા પ્રગટાવી, તારો ઉદ્યમ આત્મા તરફ વાળ તો કોઈ ધન્ય પળે તને આત્માનો અનુભવ થશે.' Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે જ્ઞાન ‘દેવાદિ ગતિ ભંગમાં, સંહનન ને સંસ્થાન; વર્ણન નરકને સ્વર્ગનું, જે પ્રકરણ સામાન્ય. તણા સાધન વિષે, જે સમજે શ્રુતજ્ઞાન; કારણને સમજ્યા વગર, કલ્પે કાર્ય અજાણ. સંપ્રદાય મોહે કરી, મિથ્યાગર્વ સમેત; માને નિજ મત વેષનો, અસદાગ્રહ શિવ હેતુ. ધર્મોપગરણને વિષે, વિચિત્ર મતિ વિણ ભાન; હઠથી છોડે નહિ કદી, આગ્રહ મુક્તિનિદાન.’૧ * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૯-૨૨૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૦૫-૧૦૮) Page #566 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૮ १४ २-५३५१ शि, & Hariha, int aci .२॥पन, ले लो . Page #567 -------------------------------------------------------------------------- ________________ Page #568 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૭માં કહ્યું દેવ, નરક આદિ ચતુર્ગતિના ભાંગાના વર્ણનનો ભૂમિકા વિશેષ પરમાર્થહેતુ સમજ્યા વિના, તે વર્ણનમાં જ બધું શ્રુતજ્ઞાન સમાઈ ગયું છે એવું મતાર્થી માને છે તથા એવો કદાગ્રહ ધરાવે છે કે પોતે ધારણ કરેલ મત તથા વેષથી જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. ગાથા આમ, ધર્મતત્ત્વ અંતર્ગત શાસ્ત્રો, મત તથા વેષ પરત્વેની મિથ્યા માન્યતાનો પ્રકાર દર્શાવી, હવે ધર્મના અંગભૂત એવાં વ્રત (ઉપલક્ષણથી તપ) વિષે કેવો મતાર્થ પ્રવર્તે છે તેનું દર્શન કરાવતાં શ્રીમદ્ કહે છે ગાથા ‘લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું ગ્રહે નહીં પરમાર્થને, લેવા ભાવાર્થ ૨૮ વ્રત અભિમાન; લૌકિક માન.' (૨૮) અર્થ વૃત્તિનું સ્વરૂપ શું? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. (૨૮) ધર્માચરણના અંગભૂત એવાં વ્રત-તપનું પારમાર્થિક સ્વરૂપ સમજાવતાં જ્ઞાની પુરુષો કહે છે કે સ્વરૂપમાં વર્તવું તે વ્રત અને સ્વરૂપમાં પ્રતપવું તે તપ. વ્રત-તપનો આ પરમાર્થ સમજીને, તે પરમાર્થના લક્ષે કરાતાં બાહ્ય વ્રત-તપ શુદ્ધોપયોગની પ્રાપ્તિ તથા વૃદ્ધિ અર્થે સહાયકારી નીવડે છે. આમ, વ્યવહાર સંયમ (વ્રત-તપ) પણ પરમાર્થ સંયમને (વ્રત-તપ) ઉપકારી હોવાથી કોઈ પણ જ્ઞાનીએ બાહ્ય વ્રત-તપનો કદી પણ નિષેધ કર્યો નથી, પણ તેને સમ્યક્ રીતે આચરવાનું વિધાન કર્યું છે. વ્રત-તપનું પા૨માર્થિક સ્વરૂપ સમજ્યા વિના, વ્રત-તપ પાછળનો જ્ઞાનીઓનો આશય સમજ્યા વિના, તેની જાગૃતિ રાખ્યા વિના, માત્ર બાહ્ય વ્રત-તપનું આચરણ કરે અને વળી તેનું અભિમાન કરે તે જીવની ગણના મતાર્થીમાં થાય છે. વ્રત-તપ આદિ ધર્મપ્રવૃત્તિ કરીને પોતાની વૃત્તિની શુદ્ધિ થઈ રહી છે કે નહીં એ માટે તે આંતર નિરીક્ષણ કરતો નથી. વૃત્તિ ક્યાં છે? કેવી છે? કેવી હોવી જોઈએ? એ સમજણ વિના, એ તરફનાં રુચિ અને વલણ વિના, માત્ર બાહ્ય વ્રત-તપ આદિ કરવામાં મતાર્થી જીવ કૃતકૃત્યતા માને છે. વાસ્તવમાં આત્મવિકાસનો સંબંધ ચિત્તશુદ્ધિ સાથે છે, તેથી વ્રતતપ આદિ દ્વારા વૃત્તિની સુધારણા થવી જોઈએ. ચિત્તમાં ઊઠતાં સ્વાર્થમય વિચાર, Page #569 -------------------------------------------------------------------------- ________________ પર ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વૃત્તિ, સંકલ્પ, ઇન્દ્રિયજન્ય સુખોની કામના, અહં-મમની સ્થૂળ-સૂક્ષ્મ વાસના આદિનાં અવલોકન, પૃથક્કરણ અને વિસર્જનપૂર્વક જો વ્રત-તપ આદિ થાય તો જ તે સાર્થક છે. પરંતુ મતાથ જીવની વૃત્તિ તો માત્ર બાહ્ય વ્રત-તપનું પાલન કરવામાં રહે છે અને વળી તે તેનું અભિમાન કરવામાં રોકાઈ જાય છે, તેથી વ્રત-તપ દ્વારા પરમાર્થને ગ્રહણ કરવાનો પુરુષાર્થ પણ થતો નથી. આમ, લૌકિક માન-પૂજા મેળવવા અર્થે વ્રતોરૂપી બાહ્ય આચાર પાળે અને તેમાં જો અભિમાન કરે તો તે જીવ પરમાર્થને ગ્રહણ કરી શકતો નથી. વ્રતના અભિમાનથી પ્રહાયેલા મતાર્થીને પરમાર્થનું, અર્થાત્ સાચી વાતનું ભાન તો થતું નથી અને ક્યારેક પુણ્યોદયે જ્ઞાની પુરુષનો યોગ બને અને તેમનાં લોકોત્તર વચનોના શ્રવણનો યોગ બની આવે તોપણ લોકમાં પોતાની વ્રતધારી તરીકેની જે પ્રતિષ્ઠા છે અને તેના દ્વારા જે માનપાન પ્રાપ્ત થઈ રહ્યાં છે, તે આ લોકોત્તર વચનાનુસાર વર્તન કરવાથી ચાલ્યાં જશે અથવા તો પોતાને માનાદિ પામવાની આકાંક્ષા છે તે આ સાચી વાતને ગ્રહણ કરવાથી પૂર્ણ નહીં થઈ શકે એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરતો નથી. - પરિપૂર્ણ શુદ્ધદશારૂપ મોક્ષની પ્રાપ્તિ અર્થે મુમુક્ષુ જીવે એક શુદ્ધોપયોગરૂપ ધરાવવીતરાગભાવનો અભ્યાસ કર્તવ્ય છે. આ શુદ્ધોપયોગની પ્રાપ્તિ અને વૃદ્ધિ અર્થે પૂર્વાચાર્યોએ ભિન્ન ભિન્ન બાહ્ય સાધનો બતાવ્યાં છે. આ સાધનોનું યથાર્થ સેવન કરવાથી સાધક ક્રમે કરીને યોગ્યતાની વૃદ્ધિ કરી શકે છે, તેથી સાધકે યથાશક્તિ તે સાધનોનું પુનઃ પુનઃ અવલંબન લેવું ઘટે છે. આમ, નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે અને બાહ્ય સાધનોનું યથાર્થ પાલન કરવાથી સ્વરૂપાનુસંધાનમાં વૃદ્ધિ થતાં સ્વરૂપમગ્નતાની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થતી હોવાથી બાહ્ય સાધનોના સેવનને વ્યવહારધર્મ કહ્યો છે. શુદ્ધોપયોગરૂપ પરમાર્થના લક્ષ વિનાનાં બાહ્ય સાધનો મોક્ષાર્થે સાર્થક નીવડતાં નથી અને તેથી તેની વાસ્તવિક ધર્મરૂપે ગણના થતી નથી. આમ, ધર્મની વ્યાખ્યા ત્રણ પ્રકારે થઈ શકે છે - નિશ્ચયધર્મ, વ્યવહારધર્મ અને નામધર્મ અથવા આભાસરૂપ ધર્મ. આ તથ્યને વ્રત-તપના સંદર્ભમાં વિચારીએ. વ્રત – રાગાદિ પરભાવથી વિરામ પામવાને સર્વવિરતિભાવ (વ્રતપરિણામ) કહે છે. સર્વ પ્રાણાતિપાતથી, સર્વ મૃષાવાદથી, સર્વ અદત્તાદાનથી, સર્વ મૈથુનથી અને સર્વ પરિગ્રહથી મન-વચન-કાયા વડે ત્રિવિધ વિરમણ તે સર્વવિરતિ કહેવાય છે અને તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત' નામે પ્રસિદ્ધ છે. પરભાવપણે પરિણમવું તે હિંસા છે, પરભાવને પોતાના કહેવા તે અસત્ય છે, પરભાવનું ગ્રહણ કરવું તે ચોરી છે, પરભાવમાં રમણતા કરવી તે મૈથુન છે અને પરભાવોને પોતાના માનવા તે પરિગ્રહ છે. સ્વભાવમાં સ્થિર થતાં અહિંસા, સત્ય, Page #570 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮ ૫૨૩ અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સ્વતઃ પાલન થાય છે. સમસ્ત પરભાવથી વિરામ પામી સાધક જ્યારે શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરે છે ત્યારે રાગાદિ વિભાવ વડે આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવપ્રાણની - શુદ્ધ આત્મપરિણામની હિંસા થતી નથી, એક સ્વાત્મા સિવાય કોઈ પણ પરવસ્તુ કે પરભાવને સ્વ કહેવાનાં પરિણામ થતાં નથી, વળી, નિજ શુદ્ધ આત્મા સિવાય કોઈ પણ પરવસ્તુ કે પરભાવનું ગ્રહણ થતું નથી, અનાત્મરૂપ પરવસ્તુમાં કે પરભાવમાં રમણતા થતી નથી અને શુદ્ધાત્મા સિવાયની પરમાણુમાત્ર જેટલી પરવસ્તુ કે મિથ્યાત્વ, કષાય, નોકષાયરૂપ પરભાવ પ્રત્યે પણ મૂર્છા-મમત્વ થતાં નથી. તે સ્થિતિનું નામ જ પરમ અહિંસા છે, તેનું જ નામ પરમ સત્ય છે, તેનું જ નામ પરમ અસ્તેય છે, તેનું જ નામ પરમ બ્રહ્મચર્ય છે અને તેનું જ નામ પરમ અપરિગ્રહ છે. પંચ મહાવ્રતની આ ઉચ્ચતમ વ્યાખ્યા છે અને તેને નિશ્ચય વ્રત કહેવાય છે. નિશ્ચય વ્રતનું આવું સ્વરૂપ સમજી તેની પ્રાપ્તિ અર્થે કરાતાં બાહ્ય વ્રત વ્યવહાર વ્રતની સંજ્ઞા પામે છે. નિર્વિકલ્પ સ્થિરતાના અભાવમાં શુદ્ધોપયોગ સાધવા માટે સાધક જે બાહ્ય વ્રતનું પાલન કરે છે તેને વ્યવહાર વ્રત કહેવાય છે. સર્વ જીવોને આત્મબંધુ સમાન જાણી, સ્થાવર કે ત્રસ કોઈ પણ જીવને મનથી, વચનથી કે કાયાથી હણવો નહીં, હણાવવો નહીં કે હણતાં પ્રત્યે અનુમોદવો નહીં તે વ્યવહાર અહિંસા મહાવ્રત છે. સ્થૂળ અને સૂક્ષ્મ મૃષાવાદથી વિરમી, જે વાત જે પ્રમાણે હોય તે પ્રમાણે જ બોલવી તે વ્યવહાર સત્ય મહાવ્રત છે. તૃણમાત્ર પણ પારકી વસ્તુ અણદીધી ન લેવી તે વ્યવહાર અસ્તેય (અદત્તાદાનવિરમણ) મહાવ્રત છે. મનથી, વચનથી, કાયાથી અબહ્મચર્યનું વર્જન તે વ્યવહાર બહ્મચર્ય મહાવત છે. ધન, ધાન્ય, ગૃહ, પુત્ર આદિ સર્વ સચિતઅચિત પરિગ્રહથી વિરામ પામવું, કોઈ પણ વસ્તુ પોતાની માલિકીની ન હોય એવું અકિંચનપણું ધારવું તે વ્યવહાર અપરિગ્રહ મહાવ્રત છે. વ્યવહાર વ્રતના યથાર્થ પાલનથી વૃત્તિઓ કાબૂમાં આવે છે, કષાયો મોળા પડે છે, દોષો નિર્મૂળ થવા લાગે છે અને ચિત્તની સ્થિરતા ઊપજે છે. પરમાર્થનો લક્ષ હોવાથી જગતની વિચારણા ઘટે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની વિચારણા વિશેષ રહે છે. સ્વરૂપસન્મુખતા સધાતાં આત્મસ્થિતિ વધે છે અને ક્રમે કરીને સ્વરૂપસ્થિરતા પ્રગટતાં નિશ્ચય વતની પ્રાપ્તિ થાય છે. આમ, વ્યવહાર વ્રત એ નિશ્ચય વ્રતનું કારણ થાય છે.' બાહ્ય વતનું આવું ઉપકારીપણું છે, પરંતુ ‘સ્વરૂપમાં વર્તવું તે વત' - એવું ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, નિયમસાર’ની શ્રી પદ્મપ્રભમલધારિદેવકૃત ટીકા, વ્યવહારચારિત્ર અધિકાર, મૂળ ગાથા ૭૬, ટીકાશ્લોક ૧૦૭ ‘शीलमपवर्गयोषिदनंगसखस्यापि मलमाचार्याः । प्राहुर्व्यवहारात्मकवृत्तमपि तस्य परंपरा हेतुः ।।' Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્રતનું પારમાર્થિક સ્વરૂપ સમજ્યા વિના અને તેના લક્ષ વિના બાહ્ય સ્થૂળ વત કરવામાં આવે તો તે નામવ્રત કહેવાય છે. બાહ્ય વ્રત જો સામાજિક બંધનથી થાય, લોકલાજથી થાય, જાહેરાતની વૃત્તિથી થાય, સાંસારિક કામનાથી થાય કે અન્યના અનુકરણની વૃત્તિથી થાય તો તેની ગણના વ્યવહાર વ્રતમાં થતી નથી. બાહ્ય વ્રત નિશ્ચયષ્ટિપૂર્વક હોય તો જ તે વ્યવહાર વ્રત કહેવાય છે. તથારૂપ ભાવ વિનાના વ્રત નામવતની સંજ્ઞા પામે છે. ભગવાને વ્રતોનું પ્રતિપાદન કર્યું છે, તેથી તેના પાલનથી મોક્ષ મળશે એમ માની, આત્મલક્ષ વિના માત્ર રૂઢિગતપણે વ્રતોનું પાલન કરવાથી ધર્મ થતો નથી અને તેથી તેવાં વ્રતો નિશ્ચય વતનું કારણ બની શકતાં નથી. તપ – તપની વ્યાખ્યા કરતાં જ્ઞાનીઓ કહે છે કે સ્વસ્વરૂપમાં પ્રતપન કરવું, અર્થાત્ આત્મલીનતા દ્વારા વિકારો ઉપર વિજય પ્રાપ્ત કરવો તે તપ છે. જેના વડે આત્મા સ્વરૂપમાં પ્રતાપે, નિજસ્વરૂપતેજ ઝળહળે તે તપ છે. વળી, અન્ય સ્થળે તપની વ્યાખ્યા કરતાં જ્ઞાનીઓએ ઇચ્છાના નિરોધને તપ કર્યું છે. આ બન્ને નિશ્ચય તપની વ્યાખ્યાઓ છે. અસ્તિથી આત્મસ્વરૂપમાં લીનતા અને નાસ્તિથી ઇચ્છાઓનો અભાવ એ નિશ્ચય તપ છે. આમ, ચૈતન્યનું પ્રતપન અને ઇચ્છાનિરોધ તે જ નિશ્ચય તપ છે. નિશ્ચય તપ વખતે જીવને શુદ્ધોપયોગ વર્તે છે અને શુદ્ધ પરિણામ કર્મની નિર્જરાનું કારણ હોવાથી નિશ્ચય તપથી જીવને નિર્જરા થાય છે. શુદ્ધોપયોગમાં સ્થિર રહી શકે તે અર્થે સાધક શુદ્ધોપયોગના લક્ષપૂર્વક વ્યવહાર તપ કરે છે. વ્યવહાર તપનું અવલંબન લેવાથી તેના ભાવ અશુભમાં જતા નથી. તેનો પુરુષાર્થ રાગ-દ્વેષ તોડવા તરફ વળે છે અને ક્રમે કરીને તે શુદ્ધ ભાવમાં નિર્વિકલ્પપણે સ્થિર થાય છે. શાસ્ત્રમાં બાર પ્રકારના વ્યવહાર તપ બતાવ્યાં છે. તેમાંથી છ બહિરંગ તપ છે અને છ અત્યંતર તપ છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સંલીનતા અને કાયક્લેશ એ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એ અત્યંતર તપ છે. અનશન આદિ બાહ્ય તપ સ્વાધ્યાય આદિ અત્યંતર તપને સહાયકારી થાય છે, તેથી તે અવશ્ય કરવા યોગ્ય છે. જેમ કે ઉપવાસ આદિ હોય ત્યારે આહારની પંચાત મટી જાય છે, મન સ્વચ્છ રહે છે અને સ્વાધ્યાય આદિમાં પ્રવર્તવાની અનુકૂળતા અને અવકાશ મળે છે. આ રીતે બાહ્ય તપ અત્યંતર તપને પુષ્ટિ આપે છે, તેથી જો બાહ્ય તપ યથાશક્તિ સમજણપૂર્વક કરવામાં આવે તો તે કલ્યાણકારી નીવડે છે. બાહ્ય અને અત્યંતર તપ બન્ને આત્મસાધનામાં ઉપયોગી છે. આ બાર પ્રકારના તપ ભલે તે બાહ્ય તપ હોય કે અત્યંતર - તેમાં એક શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવની જ પ્રધાનતા છે. પ્રત્યેક તપમાં વીતરાગભાવની વૃદ્ધિ થાય તો જ તે મોક્ષાર્થે સાર્થક નીવડે છે, અન્યથા નહીં. પંડિત શ્રી ટોડરમલજી “મોક્ષમાર્ગ પ્રકાશક' માં Page #572 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮ ૫૨૫ લખે છે કે - જેમ ધન વા અન્નને પ્રાણ કહ્યા છે તેનું કારણ, ધનથી અન્ન લાવી તેનું ભક્ષણ કરી પ્રાણોનું પોષણ કરવામાં આવે છે તેથી ઉપચારથી ધન અને અન્નને પ્રાણ કહ્યા છે. કોઈ ઇંદ્રિયાદિક પ્રાણોને ન જાણે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ પામે, તેમ અનશનાદિક વા પ્રાયશ્ચિત્તાદિકને તપ કહ્યાં છે, કારણ કે અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિત્તાહિરૂપ પ્રવર્તન કરીને વીતરાગભાવરૂપ સત્યતાનું પોષણ કરવામાં આવે છે, તેથી એ અનશનાદિને વા પ્રાયશ્ચિત્તાદિકને ઉપચારથી તપ કહ્યાં છે; પણ કોઈ વીતરાગભાવરૂપ તપને તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે. ઘણું શું કહીએ! આટલું જ સમજી લેવું કે - નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, તથા અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી. આના ઉપરથી ફલિત થાય છે કે ઉપવાસ આદિ બાહ્ય તપ તથા સ્વાધ્યાય આદિ અત્યંતર તપ બન્ને વ્યવહાર તપ છે અને તેના પરિણામે પ્રગટેલી વીતરાગભાવરૂપ વિશુદ્ધતા તે નિશ્ચય તપ છે. તપના આ યથાર્થ સ્વરૂપની સમજ વગર માત્ર દેહાદિની ક્રિયા કરી તપ માનવું તે નામતપ છે. ઇચ્છાઓનો નિરોધ થઈ વીતરાગભાવની વૃદ્ધિ થવી એ તપનું મૂળ પ્રયોજન છે. કોઈ પણ તપ આ પ્રયોજનની સિદ્ધિ કરે તો જ તે વ્યવહાર તપ છે, અન્યથા તે નામતપ છે. ઉપવાસના ઉદાહરણથી વિચારીએ તો ઉપવાસ એટલે આત્માની નિકટ જવું, આત્મામાં વાસ કરવો એમ સમજવાને બદલે માત્ર શરીરને આહારથી વંચિત રાખવું એને ઉપવાસ સમજવામાં આવે તો તે નામત૫ છે. ઉપવાસના મૂળ અર્થ અને હેતુ સુધી પહોંચવું જોઈએ. ઉપવાસ એટલે “આત્માની પાસે રહેવું'. આવી ભાવનાથી કરેલા ઉપવાસથી જ આત્મસન્મુખતાની વૃદ્ધિ થાય છે, પરંતુ આત્માના ભાન વિના માત્ર ભૂખ્યા-તરસ્યા રહેવાથી ધર્મ થતો નથી. જો આત્માર્થ સિવાય અન્ય હેતુએ ઉપવાસાદિ કરે તો તેનાથી કદી નિર્જરા થતી નથી. ઉપવાસાદિ કરવામાં આવે ત્યારે ઉપયોગ અશુભ, શુભ કે શુદ્ધ એમ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે પરિણમી શકે અને તે અનુસાર બંધ કે નિર્જરા થાય છે. શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ છે અને શુભાશુભ પરિણામ બંધનાં કારણ છે. વ્યવહાર તપ દ્વારા જે વીતરાગભાવરૂપ વિશુદ્ધતા થાય છે તે નિર્જરાનું કારણ બને છે, પરંતુ નામતપથી નિર્જરા થતી નથી. જીવના અંતરંગ પરિણામ અનુસાર ફળ મળતું હોવાથી યથાર્થ સમજણ વિના કે અશુદ્ધ લક્ષપૂર્વક કરાયેલા ઉપવાસાદિ તપ'નું નામ ધરાવતા હોવા છતાં તેનાથી કાર્યસિદ્ધિ થતી ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭, પૃ.૨૨૬ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. આમ, ઉપવાસાદિથી નિશ્ચય તપ સધાતું હોય તો જ તેને વ્યવહાર તપ કહેવાય છે. પણ નિશ્ચય તપના લક્ષ વિના ઉપવાસાદિ કરવામાં આવે તો તે નામતપની સંજ્ઞા પામે છે. આમ, વ્યવહાર વ્રત-તપ નિશ્ચય વ્રત-તપનાં સાધન છે, આત્માને શુદ્ધોપયોગની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે સહાયકારી છે અને તેથી અવશ્ય કર્તવ્યરૂપ છે. આત્માર્થી જીવ પોતાના આત્મવિકાસ અર્થે વ્રત-તપનો પરમાર્થહેતુ લક્ષમાં રાખીને વ્યવહાર વ્રત-તપનું સેવન કરે છે, પરંતુ મતાર્થી જીવ વ્રત-તપનું પારમાર્થિક સ્વરૂપ સમજતો નહીં હોવાથી બાહ્ય વ્રત-તપના પાલનમાં સંતોષાઈ જઈ તેમાં જ કૃતકૃત્યતા માને છે. વ્રત-તપની સાર્થક્તા ત્યારે જ થઈ ગણાય કે જ્યારે આંતરિક વૃત્તિઓમાં પરિવર્તન આવે. વૃત્તિ મલિન હોય ત્યાં સુધી અંતર્મુખતા સાધી શકાતી નથી અને અંતરમાં ડૂબકી માર્યા વિના શુદ્ધ ચૈતન્યનો સ્પર્શ થતો નથી. તેથી મનની ક્ષુબ્ધ, મલિન, ચંચળ વૃત્તિઓને નાશ કરવી અત્યંત આવશ્યક બને છે. મતાર્થી જીવમાં આત્માર્થિતાનો અભાવ હોવાથી તે વ્રત-તપ કરીને આત્મવિકાસ સધાઈ રહ્યો છે કે નહીં તેનું આંતર નિરીક્ષણ કરતો નથી. વ્રત-તપનું લક્ષ્ય તો મલિન વૃત્તિઓનો નાશ અને નિર્મળ વૃત્તિઓની વૃદ્ધિ છે. આ કાર્ય માત્ર બાહ્ય વ્રત કે બાહ્ય તપ કરવાથી થઈ જતું નથી. તે માટે તો સાધકે જાગૃત રહેવું જોઈએ. તેણે વ્રત-તપ કરીને પોતાની વૃત્તિ કઈ બાજુ રહે છે, વિકારી વૃત્તિમાં ફેરફાર થાય છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. વ્રત-તપની આરાધના કર્યા પહેલાંની સ્થિતિ અને તે કર્યા પછીની સ્થિતિમાં ફરક પડ્યો હોય, સુધારો થયો હોય, અશુભ નિમિત્તો આવે છતાં વૃત્તિ વિભાવરૂપે પરિણત ન થતી હોય અથવા ઓછી થતી હોય તો સમજવું કે વ્રત-તપ સાર્થક નીવડ્યાં છે અને જો સ્થિતિ પહેલાં હતી તેવી જ રહે તો તે સંબંધી ગંભીરતાથી વિચારણા કરી યથાયોગ્ય પગલાં લેવાં ઘટે છે. આંતર નિરીક્ષણથી પોતાના દોષો પ્રત્યે સભાનતા આવે છે. વૃત્તિની નોંધ રાખવાથી સાધક આંતર શુદ્ધિમાં આડે આવતા અવરોધોને જાણી શકે છે, તે દૂર કરવામાં શું નબળાઈ છે તે પકડી શકે છે અને તે ટાળવાનો સંનિષ્ઠ પુરુષાર્થ કરી શકે છે. આમ, વૃત્તિના સ્વરૂપનું નિરીક્ષણ કરવું તે દોષોને ઓળખી તેને દૂર કરવાની અને આત્માને સદ્ગુણોથી સમૃદ્ધ કરવાની એક અત્યંત મહત્ત્વની અને આવશ્યક પ્રક્રિયા છે. વૃત્તિઓના નિરીક્ષણપૂર્વકનાં વ્રત-તપ દ્વારા ચેતનાપ્રવાહ રૂપાંતરણ પામી અંતર્મુખ થાય છે અને શુદ્ધોપયોગ પ્રગટ થવાનું સત્ત્વ ક્રમે કરીને પ્રાપ્ત થાય છે. આત્મકલ્યાણનો ઈચ્છક એવો આત્માથી જીવ વ્રત-તપનો પારમાર્થિક હેતુ સમજતો હોવાથી તે દ્વારા યથાર્થ પુરુષાર્થ કરી આત્મલાભ પામે છે, પરંતુ મતાથ જીવ વ્રત-તપનો પરમાર્થહેતુ નહીં સમજતો હોવાથી તેને વિભાવના પોષણનું કારણ બનાવે છે. જેના અવલંબને Page #574 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮ ૫૨૭ કષાય મંદ કરવા ઘટે છે તે અવલંબનથી જ તે કષાયની વૃદ્ધિ કરે છે. જે વ્રત-તપ કરીને અહંકાર ઘટાડવાનો છે, તે વ્રત-તપનું અભિમાન કરીને વ્રત-તપના પારમાર્થિક ફળથી તે વંચિત રહે છે. વિભાવપરિણતિને તોડવા સમર્થ એવા વ્રત-તપને અભિમાન પોષવા માટે ધારણ કરી તે પોતાનું જ મહ અનર્થ કરે છે. ધર્મારાધનના અમૃતને ઝેરમાં પલટાવતી આ અહંવૃત્તિ સામે ચેતવણી ઉચ્ચારતાં આચાર્યશ્રી ઉમાસ્વાતિજી બુલંદ સ્વરે કહે છે કે શ્રત, તપ કે સંયમાદિ અહંની પુષ્ટિ અર્થે કરાતાં હોય તો તેમાં પરમાર્થથી કોઈ ગુણ નથી; તેમાં છે કેવળ પોતાના અંતરમાં રહેલ ઉન્માદનું પ્રદર્શન અને એનું પરિણામ છે સંસારવૃદ્ધિ.૧ આત્મસ્વરૂપ સાથેનું એકત્વ ચૂકીને પરલક્ષમાં અને માનમાં અટકવું તે અધર્મ છે, સંસાર છે, મોક્ષનું ઘાતક છે, સુખને ટાળનાર છે અને દુ:ખનું દાતાર છે. માનાદિની પ્રાપ્તિ અર્થે વ્રત-તપ કરાય તો નિઃકાંક્ષિત ગુણનો અભાવ થાય છે, નિદાનબંધ નામનું આર્તધ્યાન થાય છે તથા અંતરમાં પાપનું પ્રયોજન હોવાથી પાપનો બંધ થાય છે. આ સંજોગોમાં મતાર્થી જીવનાં વ્રત-તપ ભલે પૂર્વવત્ ચાલુ રહ્યાં હોય, પણ તેની લૌકિક માન સંબંધી વૃત્તિ અડીખમ રહી હોવાથી વ્રતાદિની દિશા બદલાઈ જાય છે. બાહ્ય વ્રતતપની ગણતરી, સરખામણી, હરિફાઈ અને બાહ્ય વ્રત-તપ ન કરનારની નિંદા આદિ મલિન ભાવોમાં અટકી રહેવાથી પરમાર્થમાર્ગથી દૂર થઈ જવાય છે. જો વૃત્તિનું સ્વરૂપ યથાર્થપણે જાણી માનાદિ છોડવામાં ન આવે તો વ્રત-તપની આરાધનામાં ગળાડૂબ રહ્યા હોવા છતાં સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. લોકો તો બાહ્ય વ્રત-તપને જાણે છે, જુએ છે અને પૂજે છે. તેઓ બાહ્ય વ્રતતપને જ ધર્મનું માપદંડ ગણે છે. કોણ કેટલાં વ્રત-તપ કરે છે તેના ઉપરથી તેઓ તેની ધાર્મિકતાનું માપ કાઢે છે. વ્રત-તપ પાછળ તેનો લક્ષ શું છે? વ્રત-તપ વખતે તેની વૃત્તિ કેવી છે? તેના ભાન વિના તેઓ બાહ્ય વ્રત-તપમાત્રથી અંજાઈ જાય છે. સાધક જીવ અંતરંગ શુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકે છે, જ્યારે સામાન્ય લોકો પ્રતાદિના કરનારની અંતરંગ શુદ્ધિની ચકાસણી કર્યા વિના જ તેના ધારકને માન આપવા લાગે છે. આમ, પ્રતાદિના પાલનથી લૌકિક માન-મહત્તા વધે છે. મતાર્થી જીવોનું વલણ આત્માભિમુખ નહીં હોવાથી તેઓ આવા લૌકિક માનાદિ પ્રાપ્ત કરવા અર્થે ધર્મપ્રવૃત્તિ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ', શ્લોક ૯૭ "एतेषु मदस्थानेषु निश्चये न च गुणोऽस्ति कश्चिदपि । केवलमुन्मादः स्वहृदयस्य संसारवृद्धिश्च ।।' ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૭૯ 'चत्ता पावारंभं समुट्टिदो वा सहम्मि चरियम्मि । ण जहदि जदि मोहादी ण लहदि सो अप्पगं सुद्धं ।।' Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કરે છે. ધર્મપ્રચાર અને શાસનપ્રભાવનાનાં મોહક મોહરાં પહેરીને તેઓ લોકહિતાર્થે થતાં કાર્યો દ્વારા પણ અહંની જ પુષ્ટિ કરે છે. પ્રભાવનાના પવિત્ર નામે સામૈયાઓ, સન્માન-સમારંભો, પૂજનો, મહોત્સવો, પ્રતિષ્ઠાઓ વગેરે દ્વારા પોતાનો અહં જ પોષતા હોય છે. નિર્ગથરૂપે દીક્ષિત તથા તપથી સંયુક્ત સાધુ પણ જો માનપુષ્ટિ અર્થે આવાં કાર્યો કરે તો તેનું આચરણ લૌકિક માર્ગે જ થયું ગણાય. સાચા સાધુ વંદન, પૂજન, અર્ચન, સત્કાર, સન્માનાદિને બિલકુલ ઇચ્છતા નથી. તેઓ એટલા આત્મનિર્ભર હોય છે કે બીજા તરફથી મળતા માનથી તેઓ હર્ષિત થતા નથી અને અન્ય તરફથી મળતી અવહેલનાથી તેઓ ચલિત થતા નથી. પરંતુ જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેષધારી હોય તોપણ સંસારી છે. મતાર્થી જીવ સન્માન મેળવવા ઝૂરે છે અને અવહેલનાથી ડરે છે. તે સત્કાર આદિની પ્રાપ્તિનો લોભી હોય છે. તે સાધુવેષ ગ્રહણ કરીને સાધુદશાની પ્રાપ્તિ ન થઈ હોવા છતાં બાહ્ય વેષ અને વ્રત-તપમાં રક્ત બનીને હું સાધુ છું' એવા આત્મઘાતી અહંકારમાં રાચે છે. આમ, માનાર્થી-મતાર્થી જીવને લૌકિક માનમાં વહાલપ વર્તતી હોય છે અને તેથી તેને વ્રત-તપનું પરમાર્થસ્વરૂપ ભાસતું નથી. તેને ક્યારેક પરમાર્થના ઉપદેશનો જોગ બની આવે તોપણ બાહ્ય વ્રતાદિથી પોતાને પ્રાપ્ત થતાં સન્માન-સત્કાર આદિ લૌકિક માન ચાલ્યા જવાના ભયથી તે પરમાર્થને રાહતો નથી. તેને લૌકિક પ્રતિષ્ઠાની કામના હોવાથી પરમાર્થ રુચતો જ નથી. આત્માર્થ સધાય એવો ઉપદેશ મળી જાય તો પણ તેના અંતરમાં તે ઊતરતો નથી. લૌકિક માનની ઇચ્છા તેને જ્ઞાનીની સન્મુખ થવા દેતી નથી. જ્ઞાની પાસે જતાં તેને અહંકાર આડે આવે છે. પોતાનો અહં મૂકવાની તૈયારી નહીં હોવાથી તે કાં તો જ્ઞાની પાસે જતો જ નથી અને જાય તો પણ તેમના પરમાર્થ-ઉપદેશનું ગ્રહણ કરતો નથી. ક્યારેક એવું બને કે પોતે દીક્ષા લીધી હોય, વિશાળ શિષ્યસમાજ હોય અને તેને ગૃહસ્થ જ્ઞાનીનો યોગ થાય. તે વખતે ખબર પડે કે પોતે જે કરે છે તે મિથ્યા છે, છતાં ‘તેઓ જ્ઞાની હોય તો પણ તેમણે દીક્ષા નથી લીધી. હું તો મહાવ્રતધારી છું, હું તેમનો વિનય કરું તો મારો વેષ લાજે, કોઈ મને માન નહીં આપે' એમ વિચારી લૌકિક માન ટકાવવા તે સત્ય પરમાર્થને ગ્રહણ કરતો નથી. આમ, લોકેષણા ખાતર મતાર્થી જીવ અમૂલ્ય પરમાર્થલાભ ગુમાવી બેસે છે. તે સત્ય પારમાર્થિક ધર્મને અહણ કરતો નથી અને લોકો પોતાને આધીન થાય તેવો અપારમાર્થિક આશય મનમાં રાખે છે. લોકો તરફથી પોતાના વખાણ થાય, લોકો તેની સેવા-ચાકરી કરે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેવા મેલા આશયપૂર્વક તે તપ કરે છે, વાતો રહણ કરે છે. લૌકિક માનમાં તેને સુખ લાગતું હોવાથી તે માન મેળવવા ભમતો રહે Page #576 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮ ૫૨૯ છે. લોકમાં આધારબુદ્ધિ રાખી હોવાથી તેનાં જ્ઞાન-વીર્ય તેમાં જ રોકાયેલાં રહે છે. લોકો પોતાથી પ્રભાવિત થઈ જાય અને પોતાને અનુકૂળ આચરણ કરવા લાગે એ માટે પોતાનું આખું જીવન મથતો રહે છે. લોકો પોતાને મહાત્મા, મહામુનિ, મહર્ષિ માની પૂજા-સત્કાર કરે અને બીજા મહાન મુનિઓ કરતાં પોતાને મોટો ગણે એવી હીન બુદ્ધિથી મતાથ જીવ પોતાના નામની આગળ-પાછળ જાતજાતના ખિતાબો લગાવે છે. તે માનપ્રદ વિશેષણોના મોહમાં પડી જાય છે. તેને એવા ઇલકાબ આપનારા પણ મળી રહે છે. વળી, તે લોકોને ખુશ કરવા મોટા આડંબરપૂર્વક તેમને ગમતી ક્રિયાઓ કરે છે. લોકપૂજાના મલિન અધ્યવસાયથી કરાતાં આવાં વ્રત-તપને જ્ઞાનીઓએ લોકપંક્તિ - લોકરંજન કહ્યાં છે. ૧ મતાથ જીવ લોકેષણાનો ભૂખ્યો હોવાથી લોકપંક્તિમાં, અર્થાત્ લોકોની પંગતમાં બેસનારો હોય છે આ રીતે લોકો પાસેથી માન મેળવવામાં જ મતાર્થી પોતાનું બધું બળ લગાડે છે. પરંતુ લોકમાં પોતાનાં યશકીર્તિ ફેલાય તે અર્થે કરાતાં વ્રત-તપ, અત્યંત દુઃખના કારણભૂત દુષ્ટ અધ્યવસાયયુક્ત હોવાથી મતાર્થી જીવ મહા અનર્થને પ્રાપ્ત કરે છે. આત્માર્થે કરવા યોગ્ય વ્રત-તપાદિનો, લોકોને સારું દેખાડવા અને લોકોમાં ધર્મી તરીકે પ્રતિષ્ઠા-સત્કાર પામવા ઉપયોગ કરી તે અનંત દુઃખમય એવી નરક-તિર્યંચ ગતિના ખાડામાં પડે છે. તેથી લોકોને ખુશ કરવાની ઇચ્છાનો ત્યાગ કરી, આત્મલક્ષયુક્ત થઈ, યથાશક્તિ પૂજ્ય આપ્ત પુરુષના દર્શાવ્યા પ્રમાણે વ્રત-તપ કરવાં જોઈએ. માત્ર ધાર્મિક દેખાવા પૂરતો વ્રત-તપનો ઉપયોગ થાય ત્યારે તે એક પ્રકારનો દંભ બની જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જો દંભનો ત્યાગ ન કર્યો હોય તો વ્રત અથવા તપસ્યાનું પણ કોઈ ફળ નથી. જો દૃષ્ટિની અંધતાનો નાશ થયો ન હોય તો દર્પણ અથવા દીવાનું પણ શું ફળ? ધાર્મિક દેખાવું તે બીજાની નજરમાં સારા ગણાવા માટે છે, જ્યારે ધાર્મિક બનવું તે ખરેખર સારા બનવા માટે છે, પોતાના આધ્યાત્મિક વિકાસ માટે છે. ધાર્મિક થવું તે સાધના છે અને ધાર્મિક દેખાવું તે દંભ છે. શ્રીમદ્ કહે છે – ‘દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઇચ્છા અને લોકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કોઈ પણ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૮૮ “ટોરધનદેતો, મન્નેિનાન્તરાત્મના | ક્રિય સચિા સત્ર, સોપવિતરુદ્રાદિતા !' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૧, શ્લોક ૫૭ 'किं व्रतेन तपोभिर्वा दंभश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ।।' Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે લોકો જે વ્રત, પચ્ચખાણ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દોષો હોય છે. આપણે તો તે દોષોથી રહિત અને આત્મવિચારને અર્થે કરવો છે.” લૌકિક માનની કામના અને લોકોત્તર પરમાર્થ બન્નેનો મેળ હોઈ શકતો નથી. પરમાર્થપ્રાપ્તિ અર્થે લોકને ભૂલીને વ્રત-તપ સાધવા ઘટે છે. જેને આત્મા પ્રાપ્ત કરવાની ખુમારી હોય છે તે દુનિયા શું કહેશે એ જોવા રોકાતો નથી. તેને આત્માથી અધિક જગતમાં કાંઈ વહાલું હોતું નથી. તે માનનું વિસર્જન કરે છે. જેટલા પ્રમાણમાં માન ઓગળે એટલા પ્રમાણમાં તે મોક્ષની નજીક જાય છે. આમ, જો આત્માર્થ જોઈતો હોય તો માનાર્થ છોડવો ઘટે છે અને જો માનાર્થ જોઈતો હોય તો આત્માર્થ જતો કરવો પડે છે. આત્માર્થી જીવ લોકેષણાને છોડી પરમાર્થને રહે છે, જ્યારે મતાર્થી જીવ લૌકિક માનને લેવા પરમાર્થને ગ્રહતો નથી. આ ગાથાનો ફલિતાર્થ દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ‘સાચું “લહું' નહિ ને ખોટું “ગ્રહ્યું' એમ અદ્દભુત શબ્દ - અર્થ ચમત્કૃતિથી ભગવાન શાસ્ત્રકારે દર્શાવ્યું, અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય એવું જે સાચું સ્વરૂપ ગ્રહણ કર્યું નહિ, અને નહિ ગ્રહણ કરવાયોગ્ય એવું જે દુષ્ટ અભિમાન તે ગ્રહણ કર્યું, એ જ મતાગ્રહી આત્માને લાગુ પડેલ ગ્રહણરૂપ દુર્ગહ, અને એ જ એકાંત વ્યવહારાભાસી મતાગ્રહરૂપ મતાર્થીપણું.” આમ, મતાર્થી જીવ વૃત્તિઓનું સ્વરૂપ જાણતો નથી અને ધારણ કરેલ વ્રતોનું અભિમાન કરે છે તથા લૌકિક માન-સન્માન લેવા માટે સાચા પરમાર્થને પકડતો નથી. તે વૃત્તિનિરીક્ષણનો તથા પરમાર્થગ્રહણનો ઉદ્યમ કરતો નથી, તેથી તેને વ્રત-તારૂપ સત્સાધનનું સેવન કરવા છતાં શિવલાભ પ્રાપ્ત થતો નથી; જ્યારે આત્માર્થી જીવ વૃત્તિનિરીક્ષણ કરી, પરમાર્થ રહી, વ્રત-તપ દ્વારા શીઘ આત્મકલ્યાણ સાધી લે છે. વ્રત-તપ દ્વારા પોતાનું આત્મહિત સાધી શકે તે અર્થે જ્ઞાની મતાર્થી જીવને કહે છે કે “હે જીવ! અત્યારે તારું હિત સાધવાનો અવસર છે. તેં આજ સુધી વ્રત-તપના નામે ઘણા પ્રયત્નો કર્યા છે, પણ વ્રત-તપની આરાધનાનું યથાર્થ સ્વરૂપ નિર્ધાર્યું નથી. આત્મનિરીક્ષણના અભાવમાં વ્રત-તપ કરીને પણ સ્વસમ્મુખ થવાને બદલે તું અહંકાર જ વધારતો રહ્યો છે. પરિણામે તારાં સર્વ વ્રત-તપ માત્ર નિષ્ફળ જ નહીં, બલ્ક બંધનરૂપ નીવડ્યાં છે. લોકરંજનથી તારું કંઈ હિત થયું નહીં. લૌકિક માનની વાસનાના કારણે તારો આત્મવિકાસ રૂંધાઈ ગયો છે. તેથી હે જીવ! તું સમજ કે માનમાં કાંઈ લાભ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૬ (ઉપદેશછાયા-૩) ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૧૮ Page #578 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૮ ૫૩૧ નથી, માત્ર હાનિ જ છે. હવે તું માનાભિલાષાને તજ અને પરમાર્થને ગ્રહણ કર કે જેથી યથાર્થ પુરુષાર્થ થાય અને સર્વ વ્રત-તપ સાર્થક થાય.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, જે વેશ્યા સમ ધૂર્ત; આત્માનું ધન સંહરે, મર્મ ઘાત કરે ગુપ્ત. તે જાણ્યા વિણ જીવડે, ગ્રહું વ્રત અભિમાન; પાપ તણી પુષ્ટિ કરે, સેવી વિષય નિદાન. જ્યાં જ્યાં ભટકે ચપળ થઈ, બાહ્યાડંબર યુક્ત; ગ્રહે નહીં પરમાર્થને, તે કેમ થાયે મુક્ત. ધર્મી ન છતાં ધર્મીમાં, ખપવા મથે અભાન; અસદ્દગુરુ છોડે નહિ, લેવા લૌકિક માન.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૦૯-૧૧૨) Page #579 -------------------------------------------------------------------------- ________________ Page #580 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૯ - બ. નિષ પહે, શબનમાં ૨૬ બ૮૮ ૨૧. ર૧૨૧ ૧૧. Page #581 -------------------------------------------------------------------------- ________________ Page #582 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૯ - ગાથા ૨૮માં ધર્મના અંગભૂત એવાં વ્રત-તપાદિનું સેવન કરવામાં કેવું La] મતાર્થપણું પ્રવેશી જાય છે તેનું દર્શન કરાવતાં કહ્યું કે મતાથ જીવ વ્રતાદિનો હેતુ જાણ્યા વિના વ્રતો રહણ કરે છે, પોતાની વૃત્તિનું સ્વરૂપ કેવું છે તેની તપાસ કરતો નથી, પોતાને ‘વ્રતધારી' ગણાવી અહંકારની પુષ્ટિ કરે છે અને ક્વચિત્ સાચો ઉપદેશ સાંભળવા મળે તો પણ લોકો તરફથી મળતાં માન અને સત્કાર આદિના લોભથી સાચા ઉપદેશને ગ્રહણ કરતો નથી. તેનાં વ્રતાદિનું લક્ષ આત્માર્થ નહીં પણ લોકોમાં સારા ગણાવવાનું, ધર્મિષ્ઠ કે જ્ઞાની કહેવડાવવાનું રહે છે. આમ, ગાથા ૨૪થી શરૂ કરીને ગાથા ૨૮ પર્યત શ્રીમદે ક્રિયાજડ મતાર્થીનાં લક્ષણ સમજાવ્યાં. હવે ગાથા ૨૯ થી ૩૧ સુધી મતાર્થીના બીજા પ્રકારનું - શુષ્કજ્ઞાની મતાર્થીનું વર્ણન શ્રીમદે કર્યું છે. પ્રસ્તુત ગાથામાં શુષ્કજ્ઞાની મતાર્થીનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્ કહે છે – અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; ગાથા લોએ સવ્યવહારને, સાધન રહિત થાય.” (૨૯) 3 અથવા “સમયસાર' કે “યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચય નયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સત્શાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. (૨૯) પૂર્વોક્ત પાંચ ગાથાઓમાં એકાંત વ્યવહારનયના આગ્રહી એવા વ્યવહારોભાવાર્થ A] ભાસી જીવોએ ગુરુ-દેવ-ધર્મ સંબંધી સહી લીધેલા મતાગ્રહોનું દર્શન કરાવી શ્રીમદે વ્યવહારાભાસી મતાર્થીનાં લક્ષણ સમજાવ્યાં છે. હવે મતાર્થી જીવનો બીજો પ્રકાર કહેવામાં આવે છે એમ પ્રકારાંતરસૂચક “અથવા' શબ્દથી સૂચવી, વ્યવહારનયની ઉપેક્ષા કરનાર અને એકાંતે નિશ્ચયને ગ્રહણ કરનાર નિશ્ચયાભાસી મતાર્થી જીવનું વર્ણન શ્રીમદ્ પ્રસ્તુત ગાથામાં કરે છે. એકાંત નિશ્ચયવાદી શુષ્કજ્ઞાની મતાર્થી જીવ જે ગ્રંથોમાં મુખ્યત્વે નિશ્ચયનયથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવા “સમયસાર', યોગવાસિષ્ઠ' આદિ ગ્રંથો વાંચી, આત્મા અબંધ, અસંગ, અકર્તા, પરમ શુદ્ધ છે એમ એકાંતે ગ્રહણ કરે છે અને તે અથી Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પણ અંતરમાં તથારૂપ ગુણની સ્પર્શના વિના માત્ર શબ્દોમાં જ, અર્થાત્ વાચામાં જ નિશ્ચયનયની વાતો આવે છે, પણ આત્મપરિણતિરૂપે તેનું ગ્રહણ થતું નથી. આત્મા સંબંધી ચર્ચા કરતો હોવા છતાં પણ ‘હું ત્રિકાળી શુદ્ધ પૂર્ણાનંદી આત્મા છું' એવું તેને ભાવભાસન થતું નથી. નિશ્ચયનયનાં કથનોનો નિરંતર સંનિષ્ઠ અભ્યાસ કરવાથી દ્રવ્યની ભિન્નતા તથા સ્વતંત્રતાનો બોધ દૃઢ થતાં જીવ ગમે તેવા વિષમ કર્મોદયના પ્રસંગે સમતા રાખી શકે છે, પરંતુ નિશ્ચયનયનાં કથનોના શુષ્ક જાણપણાથી જીવની માત્ર ભાષા જ બદલાય છે, ભાવ નથી બદલાતો. તે આત્મસ્વરૂપની ઊંચી ઊંચી વાતો કરતો ફરે છે, પરંતુ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગો આવી પડે ત્યારે મોહાવેશમાં પ્રવર્તતાં તે અચકાતો નથી. જો તે નિશ્ચયનયનાં કથનોને બૌદ્ધિક સ્તરે યોગ્ય રીતે સમજીને સર્વ્યવહાર દ્વારા જીવનમાં ઉતારે તો તે અવશ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે; પરંતુ નિશ્ચયદ્રષ્ટિપૂર્વક સત્સાધનને સેવવાને બદલે નિશ્ચયનયનો એકાંત પક્ષ પકડી, મોક્ષસાધક એવાં સદ્ગુરુ, સત્ત્શાસ્ત્ર, વૈરાગ્ય, વિનય આદિ વ્યવહારધર્મનો નિષેધ કરીને તે સાધનરહિત દશામાં પ્રવર્તે છે. આમ, નિશ્ચયને સાધનાર એવા સર્વ્યવહારનો લોપ કરી તે સંસાર-અટવીમાં ભટક્યા કરે છે. - આત્મતત્ત્વનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. પ્રમાણ વિશેષાર્થ અને નય બન્ને જ્ઞાનસ્વરૂપ છે. પ્રમાણ વસ્તુને સર્વાંગે ગ્રહણ કરે છે, જ્યારે નય વસ્તુના એક અંશને ગ્રહણ કરે છે. આત્મતત્ત્વના પ્રતિપાદનમાં નયનો ઉપયોગ એ જૈન દર્શનની વિશેષતા છે. જિનાગમનો મર્મ સમજવા માટે નયનું સ્વરૂપ સમજવું અત્યંત અનિવાર્ય છે, કારણ કે સમસ્ત જિનાગમ નયની ભાષામાં નિબદ્ધ થયેલા છે. નયવાદને સમજ્યા વિના જિનાગમના મર્મો સમજી શકાતા નથી. નયજ્ઞાનના અભાવમાં જીવને વસ્તુસ્વરૂપનું સત્ય જ્ઞાન થઈ શકતું નથી અને વસ્તુનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે ન જાણવાથી સમ્યક્ પુરુષાર્થ ઊપડતો નથી. અનાદિ કાળની મિથ્યાત્વની ગ્રંથિનું છેદન આત્માનુભૂતિ વિના સંભવિત નથી અને આત્માનુભૂતિ આત્મસ્વરૂપના જ્ઞાન વિના સંભવિત નથી. આમ, મિથ્યાત્વના છેદન માટે નયજ્ઞાન અત્યંત આવશ્યક છે. જિનાગમોમાં ભિન્ન ભિન્ન અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નયોના ભેદ-પ્રભેદોનું વર્ગીકરણ થયું છે. નયોમાં નિશ્ચય અને વ્યવહાર એમ મૂળ બે ભેદ છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ કરવાનું કાર્ય નિશ્ચયનયનું છે અને પરદ્રવ્યને મેળવીને વસ્તુનું નિરૂપણ કરવાનું કાર્ય વ્યવહારનયનું છે. નિશ્ચયનય વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરે છે, જ્યારે વ્યવહારનય પ૨સંયોગને ભેળવીને વસ્તુનું વ્યાવહારિક સ્વરૂપ બતાવે છે. નિશ્ચયનય અનુસાર આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સર્વાભાસરહિત, નિર્મળ વસ્તુ Page #584 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ પ૩૭ છે. તે દ્રવ્ય કર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન છે; અર્થાત્ પરદ્રવ્ય અને પરભાવથી રહિત એવું તે શુદ્ધ ચિદાનંદતત્ત્વ છે. આત્માનું આવું શુદ્ધ સ્વરૂપ પ્રરૂપવું તે નિશ્ચયનયનો વિષય છે. સંસારી આત્મા રાગાદિ વિકારોથી યુક્ત છે, કર્મોનો સંગ હોવાથી મલિન છે. તેણે કોઈ ને કોઈ દેહાકૃતિ ધારણ કરી છે અને તેથી તે મનુષ્ય આદિ રૂપથી ઓળખાય છે. આ પ્રકારે આત્માની સાંયોગિક અશુદ્ધ અવસ્થા પ્રરૂપવી તે વ્યવહારનયનો વિષય છે. આમ, વ્યવહારનય પરના આધારે સ્વની ઓળખાણ આપે છે અને નિશ્ચયનય સ્વભાવના આધારે સ્વની ઓળખાણ આપે છે. મેલા વસ્ત્રના દૃષ્ટાંત વડે આ વાત સ્પષ્ટપણે સમજાશે. મેલના સંબંધથી વસ્ત્ર મલિન છે. ‘મેલું વસ્ત્ર’ એમ જે કહેવુંમાનવું છે તે વ્યવહારથી છે, કારણ કે એમ કહેવામાં જ ‘વસ્ત્ર’ અને ‘મલિનતા'ની ભિન્નતા જણાઈ આવે છે. વસ્ત્રથી મલિનતા જુદી કરવી હોય તો તે થઈ શકે છે. તેને જુદાં કરવાની વિધિ જે જાણે છે તેના આશ્રયે તે વિધિ જાણવી જોઈએ અને તે વિધિ પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ તે વિધિનું સેવન કરવામાં આવે તેમ તેમ વસ્ત્રના શુદ્ધ સ્વભાવ પ્રત્યે અધિક અધિક નજીક જવાય. જેમ જેમ નજીક જવાય તેમ તેમ તે રૂપે થવાય. તે જ પ્રમાણે આત્મા કર્મના સંયોગથી અશુદ્ધ છે. “અશુદ્ધ આત્મા' એમ જે કહેવું માનવું છે તે વ્યવહારથી છે, કારણ કે એમ કહેવામાં જ ‘આત્મા’ અને ‘અશુદ્ધિ' ની ભિન્નતા જણાઈ આવે છે. આત્માથી અશુદ્ધિ જુદી કરવી હોય તો તે થઈ શકે છે. તેને જુદાં કરવાની વિધિ જે જાણે છે (જેણે તે જુદાં કર્યા છે), તેમના આશ્રયે તે વિધિ જાણી તેનું સેવન કરવું જોઈએ. જેમ જેમ તે વિધિનું સેવન કરવામાં આવે છે, તેમ તેમ આત્માના સ્વભાવની અધિક ને અધિક નજીક જઈ ‘તે'રૂપ થવાય છે. આમ, નિશ્ચયનયથી આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અબંધ, અસંગ અને સિદ્ધ સમાન છે તે લક્ષમાં રાખી, તેની સન્મુખ દૃષ્ટિ કરી, સત્સાધનો દ્વારા તેને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થી થઈ, આત્મા જેવો છે તેવો પ્રગટ કરવા યોગ્ય છે. નિશ્ચયનય દ્વારા દેહથી અને કર્મથી રહિત આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, સ્વરૂપની જાગૃતિ આવે છે અને તેની પ્રાપ્તિ માટેની સાચી ભાવના ઉદયમાં આવે છે. વ્યવહારનય દ્વારા આત્માની અશુદ્ધ દશાનું ભાન થાય છે અને તે ટાળવાની અભિલાષા જાગે છે. નિશ્ચયનયથી મૂળ સ્વભાવ કેવો છે તે જાણી, વ્યવહારનયથી જણાયેલી અશુદ્ધતા સત્સાધન દ્વારા દૂર કરી, તે મૂળ સ્વભાવ પ્રગટાવવો ઘટે છે. આ રીતે બને નયનું અવલંબન જરૂરી છે, તેથી જ્ઞાનીઓએ બન્ને પ્રકારના નયને અવલંબતો અનેકાંતિક ઉપદેશ જીવોનાં કલ્યાણાર્થે પ્રકાશ્યો છે. જો જીવ માત્ર આત્માના શુદ્ધ સ્વભાવને રહી એકાંત નિશ્ચય Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન તરફ ઢળી જતો હોય તો વ્યવહારનય તેને વર્તમાન વિભાવયુક્ત પર્યાયનું દર્શન કરાવે છે અને શુદ્ધ સ્વભાવદશા પ્રગટાવવા માટે તથા અશુદ્ધ દશા ટાળવા માટે સાવધાન કરી જીવને સમતોલ કરે છે; અને જો જીવ માત્ર વર્તમાન વિભાવયુક્ત પર્યાયને ગ્રહી, એકાંત વ્યવહાર તરફ ઢળી જતો હોય તો નિશ્ચયનય તેને આત્માના શુદ્ધ સ્વભાવનું દર્શન કરાવે છે અને અશુદ્ધ દશા ટાળી, શુદ્ધ સ્વભાવદશા પ્રગટાવવા જાગૃત કરી જીવને સમતોલ કરે છે. આમ, યથાસ્થાને બન્ને નયની દૃષ્ટિ ઉપકારી છે. બન્ને નયમાંથી એકની પણ ઉપેક્ષા કરનાર જીવ એકાંતવાદી - મિથ્યાદષ્ટિ છે. નિશ્ચયનયની ઉપેક્ષા નહીં કરતાં તેની અપેક્ષા રાખી કથન કરનાર વ્યવહા૨ાભાસી નથી, પણ સમ્યક્ વ્યવહારી છે તથા વ્યવહારનયની ઉપેક્ષા નહીં કરતાં તેની અપેક્ષા રાખી કથન કરનાર નિશ્ચયાભાસી નથી, પણ સમ્યક્ નિશ્ચયી છે. આમ, પરસ્પર સાપેક્ષપણે ઉભય નયગ્રહણ કરનાર સમ્યગ્દષ્ટિ છે અને તેવો ઉપદેશ તે સમ્યક્ ઉપદેશ છે. આ પ્રકારે જ્ઞાની ભગવંતોએ આત્માનું સ્વરૂપ નિશ્ચય તેમજ વ્યવહારથી બતાવીને પરમ અદ્ભુત રહસ્ય જાહેર કર્યું છે. આત્મતત્ત્વનું પરિજ્ઞાન યથાર્થપણે કરવામાં ન આવે તો સમ્યગ્દર્શન પ્રગટતું નથી. અવસ્થાના જ્ઞાન વિના દ્રવ્યનું યથાર્થ જ્ઞાન થતું નથી અને સ્વભાવના લક્ષ વિના અવસ્થા નિર્મળ થતી નથી, તેથી આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો ઘટે છે. પોતાની બુદ્ધિથી એક અપેક્ષાએ જ વસ્તુસ્વરૂપને પકડતાં તેનું ખરું રહસ્ય સમજાતું નથી. યથાર્થ પરિજ્ઞાન વિના એકાંત ગ્રહણ થવાની તથા શિથિલાચારમાં સરવાની સંભાવના રહે છે, તેથી સૌ પહેલાં યથાર્થ પરિજ્ઞાન કરવું ખૂબ અગત્યનું છે. જેમ પ્રથમ બે આંખ વડે બધું બરાબર જાણીને પછી લક્ષિત પદાર્થ તરફ એકાગ્રતા કરવામાં આવે છે, તેમ નિશ્ચય અને વ્યવહા૨ એમ બન્ને નય દ્વારા આત્મસ્વરૂપને જાણીને, અનાદિ કાળથી જેના તરફ લક્ષ નહીં અપાયાથી ભવભ્રમણ થયું છે, તે તરફ એકાગ્રતા કરવી આવશ્યક છે. નિશ્ચયપ્રધાન ‘સમયસાર' આદિ શાસ્ત્રોમાં મુખ્યત્વે નિશ્ચયનયનું કથન છે અને વ્યવહારનયનું કથન ગૌણતાએ છે. વ્યવહારને ઉડાવી દેવા અર્થે આ રીતે નિરૂપણ હોય નહીં, કારણ કે કોઈ પણ શાસ્ત્ર એકાંતિક કથન કરે તો તે મિથ્યાત્વરૂપ બની જાય અને તેવા પ્રકારનું કથન તો જ્ઞાનીપુરુષ કરે નહીં. તેથી આવા પ્રકારનાં શાસ્ત્રોનું સાપેક્ષપણું સમજવું જોઈએ. નિશ્ચયનય વસ્તુના શુદ્ધ સ્વરૂપને પ્રકાશે છે, તેથી જ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્ય એવા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે મુમુક્ષુ જીવનું લક્ષ કેન્દ્રિત કરાવવા માટે તથા સ્વરૂપાનુસંધાનને વિષે પરમ ઉપકારભૂત થવા અર્થે શુદ્ધ નયનું કથન છે એમ સમજવા યોગ્ય છે. ‘સમયસાર' આદિ શાસ્ત્રોમાં જે નિશ્ચયનયપ્રધાન કથનો છે તે વ્યવહારનયનું ઉત્થાપન કરતાં નથી, પણ આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે વ્યવહારપ્રધાન (ક્રિયાપ્રધાન) Page #586 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૫૩૯ જીવોની દષ્ટિ કેન્દ્રિત કરાવી શુદ્ધ આત્મા પ્રગટાવવાનું આહ્વાન કરે છે. નિશ્ચયનયના મર્મને સત્ય સ્વરૂપે સમજીને, તેને હૃદયમાં ધરીને, તેના ભાનપૂર્વકના સદ્વ્યવહારથી જીવ પોતાનામાં રહેલી સત્તાગત શુદ્ધતાનો આવિર્ભાવ કરી પરમ સિદ્ધપદને પામે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે – તુરંગ ચડી જિમ પામીએજી, વેગે પુરનો પંથ; માર્ગ તિમ શિવનો લહેજી, વ્યવહાર નિગ્રંથ. મહેલ ચઢતાં જિમ નહીંજી, તેહ તુરંગનું કાજ; સફળ નહીં નિશ્ચય લહેજી, તેમ તનુકિરિયા સાજ.” અહીં જણાવ્યા પ્રમાણે જેમ કોઈ માણસને દૂરના ગામે જવું હોય તો ઘોડો (વાહન) તેને દૂરના ગામે પહોંચવામાં સહાયક - ઉપકારક થાય છે; તેમ પરમાર્થના ધ્યેયપૂર્વક સવ્યવહારનું સેવન કરવાથી નિર્ગથ મોક્ષમાર્ગને પામી શકાય છે. વળી, ઘોડાની સહાય વડે નગરમાં સુગમતાથી પ્રવેશ કર્યા પછી મહેલ ઉપર ચઢતાં જેમ ઘોડાની જરૂર રહેતી નથી, તેમ સવ્યવહારના સેવનથી કાર્યસિદ્ધિ થયા પછી સત્સાધનની જરૂર રહેતી નથી. પરંતુ જેમ વિકટ જંગલમાંથી પસાર થતો ઘોડેસવાર નગર આવતાં પહેલાં જ જો ઘોડાનો ત્યાગ કરી દે તો ગાઢ જંગલમાં રખડીને હેરાન થઈ જાય, શિકારી પશુઓના સપાટામાં આવી જઈ મરણને શરણે થાય અને પોતાના ગંતવ્ય નગરે પહોંચે નહીં, તેમ સંસારરૂપી ઘોર જંગલને પસાર કરી મોક્ષમહેલ પહોંચવા માટે સદ્વ્યવહારરૂપી ઘોડાનું અવલંબન લેવું જોઈએ. મોક્ષમહેલને પ્રાપ્ત કરતાં પહેલાં જો સદ્વ્યવહારરૂપ ઘોડાનો ત્યાગ કરવામાં આવે તો મિથ્યાત્વાદિ શિકારી પશુઓના સપાટામાં આવી જીવ પોતાનો ઘાતક થાય અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે નહીં. આમ, જે જીવ સદ્વ્યવહારનો સ્વીકાર કરતો નથી તેનો ઉદ્ધાર કદાપિ શક્ય નથી. નિશ્ચયપ્રધાન ગ્રંથોનો પવિત્ર આશય સમજ્યા વિના મતાર્થી જીવ એકાંત નિશ્ચયનયનો જ આગ્રહ કરે છે અને પોતાને અનુકૂળ આવતી વાતો પકડી રાખી, સગવડિયો પંથ ગ્રહણ કરી સ્વચ્છેદે વર્તે છે. તે નિશ્ચય કથનોના ઓઠા હેઠળ પોતાની શિથિલતા પોષે છે. હું જડ દેહ નથી, પણ ચૈતન્ય આત્મા છું' એવાં વાક્યોને તે વાણીમાં રહણ કરી લે છે, પરંતુ એ વાક્યોનાં પરિણમનનો પુરુષાર્થ નથી કરતો અને તેથી તે પૂર્વવતું આ દેહ તે હું એમ માનીને જ જીવે છે. “સુખ સ્વમાં છે, સ્વથી છે' આદિ પારાયણ કરતો રહે છે, પણ સુખ માટે ઝાંપા મારે છે પરમાં, ઇન્દ્રિયવિષયોમાં જ. પરિણામે ઇચ્છા, અપેક્ષા, આસક્તિ, તૃષ્ણા તેનો કેડો મૂકતાં નથી અને તે ઉદય-પ્રસંગોની ગુલામીમાંથી મુક્ત થઈ શકતો નથી. ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી પ૬,૫૭ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૪) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે નિશ્ચયનાં કથનોનો પરમાર્થ સમજ્યા વિના હું શુદ્ધ છું, હું નિર્લેપ છું' એમ એકાંતે માની, કર્મબંધને રોકવા માટેની સંવરની પ્રરૂપણાને સ્વીકારતો નથી. તે સમજતો નથી કે શુદ્ધ સ્વભાવના સ્વીકાર સાથે જો અશુદ્ધ પર્યાયનો અસ્વીકાર કરવામાં આવે તો સમ્યજ્ઞાન કદાપિ સંભવતું નથી. સાધનામાં દ્રવ્યની પૂર્ણતા અને શુદ્ધતાનું અવલંબન લેવા સાથે પર્યાયની અપૂર્ણતા અને અશુદ્ધતાનું ભાન કરી તે ટાળવાનો પુરુષાર્થ પણ અભિપ્રેત છે. એ સત્ય છે કે દ્રવ્યદષ્ટિના અવલંબન દ્વારા જ પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે, પરંતુ પર્યાયમાં અત્યંત અશુદ્ધતાના સર્ભાવમાં દ્રવ્યદૃષ્ટિની ક્ષમતા પ્રગટતી નથી એ પણ એટલું જ નિર્વિવાદ સત્ય છે. તેથી ફક્ત દ્રવ્યની શુદ્ધતાથી સંતોષ માની લેવાથી કલ્યાણ થતું નથી, પરંતુ પર્યાયમાં જે પામરતા છે તેને અનંત કાળની એઠ સમાન જાણીને તત્પણ ઓકી નાખવી જરૂરી છે. દ્રવ્યનો ખરો મહિમા નિર્મળ પર્યાયથી જ લક્ષમાં આવે છે. દ્રવ્યની શુદ્ધતા તો સિદ્ધ ભગવાનને અને નિગોદના જીવને બન્નેને છે, પરંતુ નિગોદના જીવને અત્યંત આકુળતા અને દુઃખનું વેદન છે, જ્યારે સિદ્ધને પ્રચુર નિરાકુળતાનું, કેવળ આનંદનું જ વેદન છે, અર્થાત્ પર્યાયમાં પ્રગટેલી શુદ્ધતા જ જીવ ભોગવી શકે છે. દ્રવ્ય-ગુણની શુદ્ધતા શક્તિપણે અપ્રગટ રહી હોવાથી તેનું વેદન થઈ શકતું નથી. તેથી સતત જાગૃતિપૂર્વક પર્યાયની અશુદ્ધતાનો નાશ કરી જીવે શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું ઘટે છે. પરંતુ શુષ્કજ્ઞાની મતાથી જીવ તો વ્રત-તપ, વિનય, સદ્ગુરુભક્તિ આદિ સદ્વ્યવહારની આવશ્યકતા સમજતો ન હોવાથી, તે સદ્વ્યવહારનું સેવન કરીને નિશ્ચયનયે બતાવેલા આત્માના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવાને બદલે સવ્યવહારને જ છોડી દે છે. નિશ્ચયનયનો મર્મ સમજ્યા વિના તેને પાણીમાં ગ્રહણ કરી, પોતાની સ્વછંદવૃત્તિને પોષી તે વિપરીત પ્રવર્તન કરે છે. સદ્વ્યવહારનો લોપ કરી તે સાધન-રહિત થાય છે. નિશ્ચયપ્રધાન ગ્રંથોનો અભ્યાસ કરી કોઈ નાસ્તિકપણે વર્તે તો તેમાં શાસ્ત્રોનો કે શાસ્ત્રકારોનો દોષ નથી, પરંતુ તે જીવની મિથ્યા સમજણનો જ દોષ છે. નિષ્કારણ કરુણાશીલ જ્ઞાનીઓના ઉપદેશમાં જનકલ્યાણ સિવાય કોઈ સ્પૃહા હોતી નથી. તેમનો ઉપદેશ રહીને જીવે પોતાના દોષોનો, પોતાની વિપરીત પ્રવર્તનનો ત્યાગ કરી ઉપર ઊઠવું ઘટે છે. તે પ્રમાણે ન કરતાં જો તે જ્ઞાનીઓના ઉપદેશનો વિપરીત અર્થ ગ્રહણ કરે તો તેમાં ઉપદેશકનો શો દોષ? કોઈ જીવ ક્રિયાઓમાં કૃતકૃત્યતા માની તેમાં અટકી ગયો હોય તો જ્ઞાનીએ તેને અભિપ્રાય બદલવાનો ઉપદેશ આપ્યો હોય, પરંતુ તેવા ઉપદેશને એકાંતે ગ્રહી, શુષ્કજ્ઞાની ક્રિયાને જ છોડી દેવાની વાત કરે છે અને તેમ કરવાથી તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનીઓ જીવને અશુભ કાર્યોમાં ધકેલી દેવા માટે શુભ ક્રિયાઓની મર્યાદા નથી બતાવતા, પરંતુ ધર્મના યથાર્થ સ્વીકાર માટે તેમ બતાવે છે. પરંતુ શુષ્કજ્ઞાની મતાથ જીવ પોતાની સ્વચ્છેદવૃત્તિ અને વિપરીત મતિના કારણે તે Page #588 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૫૪૧ વચનોનો પરમાર્થ સમજ્યા વિના તેને એકાંતે ગ્રહણ કરી, મુખપાઠ કરી, અંતર્વેદન વિના વાણીમાં ભાખે છે અને સદ્વ્યવહારનો લોપ કરી, પુરુષાર્થહીન થઈ પ્રવર્તે છે. નિશ્ચયની કોરી ચર્ચાઓ મુક્તિસાધક બની શકતી નથી. નિશ્ચયનું જ્ઞાન માત્ર શબ્દમાં નહીં, પરંતુ સમગ્ર જીવનમાં અભિવ્યક્ત થવું જોઈએ. જો જ્ઞાનને સત્ક્રિયારૂપ સવ્યવહાર દ્વારા જીવનમાં વણી લેવામાં આવે નહીં તો તે માત્ર બોજારૂપ બને છે. અધ્યાત્મરસપરિણતિ વિનાનું શાસ્ત્રજ્ઞાન ભારરૂપ જ છે. ગધેડો સાકરનો ભાર ઉપાડે છે, પણ તેની મીઠાશને ભોગવી શકતો નથી; તેમ શુષ્કજ્ઞાની મતાર્થી જીવ શાસ્ત્રનો ભાર વહે છે, પણ તેમાં રહેલો અધ્યાત્મરસ ચાખી શકતો નથી. ગધેડામાં અને તેનામાં ફરકમાત્ર એટલો છે કે ગધેડો પોતાના શરીર ઉપર બોજો ઉઠાવે છે અને શુષ્કજ્ઞાની જીવ પોતાના મન ઉપર બોજો ઉઠાવે છે! પણ બન્નેનું ભારવહનપણું તો સરખું જ છે. આમ, અનેક જ્ઞાનીઓએ જે કહ્યું છે તે શ્રીમદે પણ એક પત્રમાં જણાવ્યું છે – ‘એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજા જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે.”૨ શુષ્ક અધ્યાત્મી મતાર્થી જીવ માત્ર શબ્દજ્ઞાનને સમ્યજ્ઞાન માની, સ્વસંવેદનના લક્ષ વિના તેમાં અટકી રહી અંતરંગ પરિણમન કરતો નથી અને જે સદ્વ્યવહાર દ્વારા તે અંતરંગ પરિણમન થઈ શકે તેનો, પોતાની વિપરીત મતિના કારણે નિષેધ કરે છે. મતાર્થી જીવને આત્માનું લક્ષ નહીં હોવાથી શાસ્ત્રોનાં વચનોનું પરિણમન તેને યથાર્થપણે થતું નથી. તેનો પરમાર્થ સમજ્યા વિના તે વિપરીત માન્યતા, પ્રવર્તના તથા પ્રરૂપણા કરીને અનર્થ કરે છે. જેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે શુભ ભાવ અને અશુભ ભાવ બન્ને આત્માની વિકારી અંતવૃત્તિઓ છે, બન્ને કર્મબંધનાં કારણ છે અને તેને ઉપાદેય માનવા તે મિથ્યાષ્ટિ છે. દેવપૂજા, ગુરુ-ઉપાસના, દયા, દાન વગેરે શુભ ભાવ ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૮, શ્લોક ૯ 'अधीतिमात्रेण फलन्ति नागमाः, समीहितैर्जीव! सुखैर्भवान्तरे । स्वनुष्ठितै किं तु तदीरितैः खरो, न यत्सिताया बहनश्रमात्सुखी ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૨૭ (પત્રાંક-૧૩૯) ૩- એકાંત નિશ્ચયનયવાદી - નિશ્ચયાભાસી જીવ સqક્રિયારૂપ સદ્વ્યવહારનો નિષેધ કઈ રીતે કરે છે તે સંબંધી તર્કયુક્ત દલીલો તથા તેના નિરાકરણ માટે જુઓ ગાથા ૧૩૧નું વિવેચન. અહીં માત્ર એક ઉદાહરણ વડે તેની માન્યતા અને માન્યતામાં રહેલી ભૂલને સંક્ષેપમાં સમજાવી છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે અને હિંસા, જૂઠ, ચોરી વગેરે અશુભ ભાવ છે. શુભ ભાવ પુણ્યબંધનું કારણ છે અને અશુભ ભાવ પાપબંધનું કારણ છે. પુણ્ય અને પાપ બન્ને સંસારનાં જ કારણ છે. સંસારમાં પ્રવેશ કરાવવાવાળાં પુણ્ય-પાપ ઉપાદેય કઈ રીતે હોઈ શકે?૧ જેમ કોઈ સ્થળે નિયત સમયે પહોંચવામાં મોડું થયું હોય અને રસ્તામાં શત્રુ મળે, તેની સાથે ઝગડો કરવામાં વિલંબ થાય તો નુકસાન જ છે, શત્રુના સ્થાને જો કોઈ મિત્ર મળી જાય તો પણ તેની સાથેનું મિલન સ્નેહસભર હોવા છતાં તેના કારણે ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબ તો થાય જ છે, અર્થાત્ તે પણ બાધારૂપ જ છે, તેમ પુણ્ય-પાપ મિત્ર-શત્રુ સમાન છે, બન્ને સંયોગી ભાવ છે; અને મોક્ષે જવામાં બાધારૂપ છે. પુણ્યપાપ બંધરૂપ છે અને આત્માનું હિત અબંધ (મોક્ષ) દશા પ્રાપ્ત કરવામાં છે. પુણ્યથી જીવને સ્વર્ગ મળે છે અને પાપથી નરક. જે આ બન્નેને છોડીને શુદ્ધ ભાવમાં સ્થિર રહે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. શુભ ભાવથી પુણ્યબંધ અને અશુભ ભાવથી પાપબંધ થાય છે, તેથી શુભ ભાવ અને અશુભ ભાવ વસ્તુતઃ કર્મબંધના જ પ્રકાર હોવાથી, શુભ પ્રવૃત્તિને પણ અશુભ પ્રવૃત્તિની જેમ એકાંતે હેય માનીને શુષ્કજ્ઞાની મતાર્થી જીવ શુભ ક્રિયારૂપ સવ્યવહાર છોડી દે છે. ‘શુભ ક્રિયાથી પુણ્ય બંધાય છે અને તેથી સંસારમાં રખડવું પડે છે. મોક્ષ તો પુણ્ય તથા પાપ બન્નેના બંધથી નિવૃત્ત થાય ત્યારે જ મળે છે.' એમ કહીને તે સદ્વ્યવહારનો લોપ કરી, સાધનરહિત થઈ સ્વચ્છેદે પ્રવર્તે છે. આવા જીવને જ્ઞાની કહે છે કે જે જીવ શુભ ઉપયોગને મોક્ષનું કારણ માની ઉપાદેય માને છે તથા શુદ્ધ ઉપયોગને ઓળખતો નથી, તેને અશુદ્ધતાની અપેક્ષાએ અથવા બંધકારણની અપેક્ષાએ શુભ-અશુભ બને સમાન બતાવ્યા છે; પરંતુ શુભ-અશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભ ભાવોમાં કષાય મંદ થાય છે, તેથી બંધ અલ્પ થાય છે તથા અશુભ ભાવોમાં કષાય તીવ્ર થાય છે અને તેથી બંધ વિશેષ થાય છે. રોગ ઓછો હોય કે વધુ હોય, તે ખરાબ જ છે; પરંતુ વધારે રોગની અપેક્ષાએ ઓછો રોગ સરખામણીમાં ઓછો નુકસાનકારક કહેવાય છે. એ પ્રમાણે અશુભની અપેક્ષાએ શુભને સારો કહેવામાં આવે છે. શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભને છોડી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને છોડી અશુભમાં પ્રવર્તવું યોગ્ય નથી. શ્રી કાનજીસ્વામી કહે છે – ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૧૪૫ 'कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ।।' ૨- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્રદેવકૃત, યોગસાર', ગાથા ૩૨ 'पुर्णिण पावइ सग्ग जीउ पावएं णरय-णिवासु । वे छंडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।।' Page #590 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૫૪૩ શુષ્કજ્ઞાની શાસ્ત્ર વાંચે અને પ્રશ્ન કરે કે રાગ કરવો તે ધર્મ નથી; માટે દેવગુરુ-શાસ્ત્ર આદિ તો પર છે. તેનો વિનય-ભક્તિ કરવાની જરૂર નથી; પણ હજી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં તેને રાગ ભર્યો છે, અશુભ રાગ તો તેને કરવો છે; અને પ્રશસ્ત રાગમાં રહેવું નથી, એ જશે ક્યાં?૧ શુષ્કજ્ઞાની શુભોપયોગને બંધનું કારણ જાણી, તેને હેય માની ત્યાગે છે, પરંતુ બીજી બાજુ તે શુદ્ધોપયોગરૂપે પરિણમી શકતો નથી, તેથી અશુભ પ્રવૃત્તિ કરી કર્મ બાંધી સંસારમાં ભટકે છે. તે જીવ જાણતો નથી કે અરાગીપણાના લક્ષે કરાતો દેવગુરુ-ધર્મ પ્રત્યેનો રાગ તે અભ્યદયનું કારણ થાય છે. જેમ જેમ પાધિક પ્રીતિને જાત્યાંતર કરીને તેને નિરૂપાધિક બનાવવામાં આવે છે, તેમ તેમ પાપપ્રવૃત્તિ ઘટતી જાય છે, કામ-ક્રોધાદિ ભાવોનો ઉપશમ થતો જાય છે, ચિત્તપ્રસન્નતા વધતી જાય છે અને સદાચારાદિ સુદઢ થતાં જાય છે. પરિણામોની નિર્મળતા થતાં સ્વપરભેદવિજ્ઞાન પ્રગટ થાય છે અને તે દ્વારા પ્રાપ્ત થયેલ સ્વરૂપસન્મુખતા સ્વરૂપસ્થિરતામાં પરિણમે છે. આમ, દેવ-ગુરુ-ધર્મનો અનુરાગ વીતરાગી ભક્તિમાં પરિણમી મોક્ષનું કારણ થાય છે, જ્યારે વિષયમાં અનુરાગ નરક-નિગોદાદિ ગતિનું કારણ થાય છે. આ પ્રમાણે ધર્મમાં અનુરાગ અને વિષયમાં અનુરાગ - બને અનુરાગ હોવા છતાં પણ તે બને અનુરાગમાં ઘણું મોટું અંતર છે. એક ઊર્ધ્વગમનનું કારણ છે, બીજું પતનનું કારણ છે. શુભ ઉપયોગથી કષાય મંદ થાય છે, ત્યારે અશુભ ઉપયોગથી તીવ્ર થાય છે. મંદ કષાયનાં કાર્યો છોડી તીવ્ર કષાયનાં કાર્યો કરવાં એ તો કડવી વસ્તુ છોડી વિષ ખાવા જેવું છે, અર્થાત્ શુદ્ધ ઉપયોગના અભાવ વખતે શુભ યોગમાં રહેવું, પણ શુભ યોગને છોડી પાપમાં પ્રવર્તવું યોગ્ય નથી. આ સંદર્ભમાં પંડિત શ્રી ટોડરમલજીનું કથન દૃષ્ટવ્ય છે – જેમ કોઈ પુરુષ કિંચિત્માત્ર પણ પોતાનું ધન આપવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણું ધન જતું જાણે, ત્યાં પોતાની ઇચ્છાથી અલ્પ ધન આપવાનો ઉપાય કરે છે; તેમ જ્ઞાની કિંચિત્માત્ર પણ કષાયરૂપ કાર્ય કરવા ઇચ્છતા નથી, પરંતુ જ્યાં ઘણા કષાયરૂપ અશુભ કાર્ય થતું જાણે, ત્યાં ઇચ્છા કરીને અલા કષાયરૂપ શુભ કાર્ય કરવાનો ઉદ્યમ કરે છે. એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કે - જ્યાં શુદ્ધોપયોગ થતો જાણે ત્યાં તો શુભ કાર્યનો નિષેધ જ છે, અને જ્યાં અશુભોપયોગ થતો જાણે, ત્યાં શુભ કાર્ય ઉપાય વડે અંગીકાર કરવા યોગ્ય છે.* કોઈને દંડ થતો હોય ત્યારે તે દંડ ઓછો આપવો પડે તે માટે ઉપાય કરે છે ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૪૮ ૨- પંડિત શ્રી ટોડરમલજીકત, ‘મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭, પૃ. ૨૦૨ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તથા ઓછો દંડ આપીને હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવાને અનિષ્ટ જ માને છે; તેમ સમ્યગ્દષ્ટિ પાપરૂપ તીવ્ર કષાય થતો હોય ત્યારે પુણ્યરૂપ મંદ કષાય કરવાનો ઉપાય કરે છે તથા મંદ કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હેય જ માને છે. સમ્યગ્દષ્ટિ જીવને સંપૂર્ણ વીતરાગતા પ્રગટી ન હોવાથી તેમનો પુરુષાર્થ અશુભ ભાવ ટાળી શુભ ભાવ તરફ વળે છે, પરંતુ તેમના અંતરમાં ભાવ તો એવો જ હોય છે કે નિરંતર શુદ્ધોપયોગમાં રહી શકતો નથી, તેથી શુભ ભાવ કરું છું, પણ મારે તો આને પણ છોડીને આગળ વધવાનું છે.' તેમને નિરંતર લક્ષની જાગૃતિ રહેતી હોવાથી શુભ ભાવને તેઓ ક્યારે પણ સાચો ધર્મ નથી માનતા, વીતરાગભાવને જ સાચો ધર્મ માને છે. આમ, અન્ય જીવને પીડા, હિંસાદિ દ્વારા દુ:ખી કરવાના અપ્રશસ્ત પરિણામથી જેમ પાપનો બંધ થાય છે; તેમ અન્ય જીવને રક્ષા, અહિંસાદિ દ્વારા સુખી કરવાના પ્રશસ્ત પરિણામથી પુણ્યનો બંધ થાય છે; તેથી તે બન્ને હેય છે. જ્યાં જીવ વીતરાગ થઈ જ્ઞાતા-દ્રષ્ટારૂપે પ્રવર્તે છે ત્યાં નિબંધતા છે અને તે જ દશા ઉપાદેય છે. પરંતુ એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ સદ્વ્યવહારમાં પ્રવર્તવા યોગ્ય છે. જો કે ત્યાં શ્રદ્ધાન તો એવું જ રાખવું યોગ્ય છે કે આ પણ બંધનું કારણ છે, તેથી હેય છે. જો શ્રદ્ધાનમાં તે હેય ન હોય તો આસવતત્ત્વની વિપરીત શ્રદ્ધાના કારણે તે જીવ મિથ્યાદષ્ટિ ઠરે છે. જો કે એટલું અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે કે અશુભ ભાવ કરતાં શુભ ભાવ ઓછા દોષવાળો છે, તેથી પાપની અપેક્ષાએ તેનો નિષેધ નથી; પણ તે વડે સંસારનું દુઃખચક્ર ટળતું નથી, તેથી પૂર્ણ પવિત્રતાની અપેક્ષાએ તેનો નિષેધ છે. શુભ ભાવ છોડી અશુભ ભાવ કરવો એવો જ્ઞાનીઓનો ઉપદેશ હોઈ શકે નહીં. શુષ્કજ્ઞાની મતાથી જીવ માત્ર શાસ્ત્રોના શબ્દનું ગ્રહણ કરે છે, પણ તેનું હાર્દ પામી શકતો નથી, તેથી તે સદ્વ્યવહારને છોડી, સાધનરહિત થઈ ભમમાં ભટકે છે. તે સવ્યવહારને ઉત્થાપી સ્વચ્છંદે પાપપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. શાસ્ત્રનો પરમાર્થ સમજ્યા વિના શુદ્ધ વ્યવહારક્રિયાના ઉત્થાપકોનો મતિકલ્પનાદોષ બતાવતાં એક પત્રમાં શ્રીમદ્ વ્યવહારના બે સ્પષ્ટ ભાગ પાડી સમજાવે છે કે વ્યવહાર બે પ્રકારના છે - પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને વ્યવહારરૂપ વ્યવહાર. પરમાર્થ પ્રત્યે લઈ જતો એવો જે વ્યવહાર તેને શાસ્ત્રોએ નિષેધ્યો નથી, પરંતુ વ્યવહાર અર્થે કરાતાં વ્યવહારનો, અર્થાત્ પરમાર્થહેતુ વગરના વ્યવહારનો નિષેધ કર્યો છે. શ્રીમદ્ લખે છે – ‘જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને Page #592 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૫૪૫ વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યા છે; અને પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સગુરુ, સન્શાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય આવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્કઅધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભબોધીપણું કરે છે.” જ્ઞાનીઓ જ્યારે પુણ્યક્રિયાઓનો નિષેધ કરે ત્યારે તેમનો આશય ક્યારે પણ પુણ્યક્રિયાઓ છોડીને પાપક્રિયાઓની પ્રવૃત્તિ કરવા માટેનો નથી હોતો. પુણ્યની અનિષ્ટતા બતાવવાનું પ્રયોજન એ છે કે તેને જ જીવનનો સાર માનીને, અંતિમ લક્ષ્ય માનીને તેમાં રોકાઈ ન જવાય. સાધકદશામાં અશુભ રાગને છોડવા માટે શુભ રાગનો આશ્રય કથંચિત ઇષ્ટ છે. છતાં શુભ રાગથી પણ ધીરે ધીરે દૂર થઈને સ્વરૂપમાં નિમગ્ન થવાનો અધિકાધિક પ્રયત્ન કરવો જોઈએ. શુભ ક્રિયાઓ jumping boardની ગરજ સારે છે. Swimming poolમાં કૂદકો મારવો હોય તો jumping board ઉપર ચઢવું પડે છે, પરંતુ તેના ઉપર ચઢીને જો છલાંગ મારવામાં ન આવે તો કાર્યસિદ્ધિ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૦-૩૬૧ (પત્રાંક-૪૨૨) ક્રિયાના નિષેધમાં ન પ્રવર્તવા સંબંધી શ્રીમદે અન્ય એક પત્રમાં પણ સચોટ માર્ગદર્શન આપતાં લખ્યું છે કે – અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્ય જવી. ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેધ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સશાસ્ત્રઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.' - શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫ર-૬૫૩ (પત્રાંક-૯૩૭) Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થતી નથી. તેથી વર્તમાનની અલ્પ બળવાળી પ્રારંભિક સાધકસ્થિતિમાં જીવે પોતાના પ્રયોજનની સિદ્ધિને અર્થે શુભ ધાર્મિક ક્રિયાઓનો હેયબુદ્ધિપૂર્વક આશ્રય લેવો જરૂરી છે. આમ, જે વ્યવહારથી પરમાર્થની પ્રાપ્તિ થાય એવો વ્યવહાર અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે, પરંતુ મિથ્યા મતિકલ્પનાથી શુષ્કજ્ઞાની મતાર્થી જીવ શાસ્ત્રોનો પરમાર્થ સમજ્યા વિના, પરમાર્થસાધક પરમ ઉપકારી એવા સવ્યવહારનું ઉત્થાપન કરી, સાધનરહિત થઈ, ભવિષ્યમાં બોધિ પામવાનું દુર્લભ થઈ પડે એવું આચરણ કરે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ ફરમાવ્યું છે – કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ; નવિ જાણે તે ઊપજેજી, કારણ વિણ નવિ કાજ. નિશ્ચયનય અવલંબતાજી, નવિ જાણે તસ મર્મ; છોડે જે વ્યવહારનેજી, લોપે તે જિન ધર્મ.૧ શુષ્કજ્ઞાની મતાર્થી સત્ક્રિયારૂપ સદ્વ્યવહારને ઉત્થાપી પોતાનું નિર્લજ્જપણું પ્રગટ કરે છે. તે જાણતો નથી કે કારણ વિના કાર્ય થાય નહીં. પરમાર્થમૂળ વ્યવહાર એ નિશ્ચયનું કારણ છે, તો પછી જ્યાં સવ્યવહાર નથી ત્યાં નિશ્ચય ક્યાંથી આવશે? જેઓ વ્યવહારનો ત્યાગ કરી ફક્ત નિશ્ચયનયનું જ અવલંબન ગ્રહણ કરે છે, તેઓ સાચી રીતે નિશ્ચયનયના મર્મને સમજ્યા જ નથી. જે સવ્યવહારનો ત્યાગ કરે છે તે જિનધર્મનો લોપ કરે છે, જિનેન્દ્રની આજ્ઞાનો ભંગ કરે છે. આમ, કારણ-કાર્યની સંકલનાને સમજ્યા વિના માત્ર મોઢેથી જ નિશ્ચયનયનું અવલંબન લેનાર કાર્યની પ્રાપ્તિ થયા પહેલાં જ કારણને છોડી દે છે અને પરિણામે તે સન્માર્ગથી વિમુખ થાય છે. શાસ્ત્રોનાં રહસ્યને જાણ્યા વિના સદ્વ્યવહારનો ત્યાગ કરનાર પોતાના આત્મસ્વરૂપનો ઘાતક બને છે. સામાયિક, પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયાઓ છે તે દષ્ટ વ્યવહાર છે. માર્ગાનુસારીથી સમ્યકત્વની પ્રાપ્તિ સુધીમાં વત, નિયમ, સંયમ, તપ, જપાદિ દષ્ટ વ્યવહારનું પ્રાધાન્યપણું હોય છે. જેમ જેમ આત્માની દશા ઊંચી ચઢતી જાય છે, તેમ તેમ દષ્ટ વ્યવહાર ગૌણ થતા જાય છે અને ચિંતન, ધ્યાન આદિ અદૃષ્ટ (અંતરગત) વ્યવહારનું પ્રાધાન્યપણું વધતું જાય છે; તેથી જગતના બહિરાત્મભાવમાં રહેલા શુષ્કજ્ઞાની મતાર્થી જીવોને આ ભૂમિકાએ સ્થિત આત્માનું જીવન સાધન કે વ્યવહાર વિનાનું લાગતું હોવાથી સદ્વ્યવહારની આવશ્યકતા સમજાતી નથી. ખરી રીતે તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી એક સમય માટે પણ જીવ સાધન અથવા વ્યવહાર વિનાનો હોઈ શકે નહીં. ફક્ત કેવળજ્ઞાની જ સાધનથી - વ્યવહારથી સંપૂર્ણપણે પર થયેલા કલ્પાતીત, અક્રિય પુરુષ છે. તેથી છબસ્થ દશામાં સ્થિત એવા જ્ઞાની પુરુષો પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી પ૩,૫૪ Page #594 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૫૪૭ પર્યત અંતરગત અંદષ્ટ વ્યવહારરૂપ સાધન સેવે છે. જ્ઞાનદશાને પામેલા છે એવા છબસ્થ જ્ઞાની પુરુષો સામર્થ્યવાન હોવાથી, તેવી ઉચ્ચ દશામાં તેમને બહિરંગ દષ્ટ સાધનની અપેક્ષા રહેતી નથી. પણ તેવી બહિરંગસાધનનિરપેક્ષ' ઊંચી જ્ઞાનદશા પામવા માટે બહિરંગ દૃષ્ટ સાધનની અપેક્ષા અવશ્ય રહે છે. જીવનને નિર્મળ બનાવવા માટે કટિબદ્ધ થયા વિના મોક્ષમાર્ગે પ્રગતિ શક્ય નથી, તેથી સાધકે પ્રથમ તો પવિત્ર જીવન ગાળવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ. જે વ્યક્તિની આવી તૈયારી ન હોય તે મોક્ષમાર્ગે પ્રયાણ કરી શકતી નથી. નિર્મળ જીવન પ્રત્યેની અંતરની રુચિ વિના આત્મવિકાસ શક્ય નથી. નિશ્ચયનયના સિદ્ધાંતોને ગોખી રાખવાથી કે તે વાતોના કેવળ પોપટપાઠથી આત્મકલ્યાણ થવું સંભવિત નથી. પ્રારંભિક કક્ષામાં નીતિમય જીવન તથા દાનાદિનો અભ્યાસ અને પછીથી એની સાથે ઉમેરાતાં વ્રત-નિયમ અને ધાર્મિક અનુષ્ઠાનો વ્યક્તિના જીવનમાંથી વિચાર-વર્તનની ધૂળ અશુદ્ધિઓને દૂર કરીને તેના ચિત્તને નિર્મળ બનાવે છે. મનશુદ્ધિ દ્વારા ચિત્તની ચંચળતા શમે છે અને ચિત્ત શાંત, સ્થિર અને ધ્યાનને યોગ્ય બને છે. આ રીતે ધ્યાનસુલભ મનોભૂમિકા ઘડાય છે. ધ્યાન દરમ્યાન મન આમ તેમ, યથેચ્છ ભાગતું નથી અને ક્રમશઃ વિકલ્પો અટકી જતાં નિર્વિકલ્પતા તથા શાંતિનું વદન થાય છે. આ પ્રકારે શુભેચ્છાદિ પ્રાથમિક ભૂમિકાએ સ્થિત સાધક સીધો અંતરંગ પુરુષાર્થ પ્રગટાવી શકતો ન હોવાથી જ્ઞાનીઓ તેને ધાર્મિક ક્રિયાઓનું અવલંબન લેવાની ભલામણ કરે છે, પરંતુ એ સાથે જ તેઓ આત્મસ્વરૂપનું લક્ષ સ્પષ્ટ કરાવી ચિત્તને સંકલ્પવિકલ્પથી મુક્ત કરવાના પુરુષાર્થમાં કઈ રીતે આગળ વધવું તે પણ સમજાવે છે. પ્રારંભિક ભૂમિકાની સાધનામાં કાયયોગ અને વચનયોગની મુખ્યતા રહે છે અને સાથે મનના સ્તરે પણ પ્રયત્ન શરૂ થાય છે. સાધનાપથ ઉપર સ્થિર થવા તે સત્સાધનોનું અવલંબન રહે છે. પછીના તબક્કામાં વચન અને કાયાનો કાર્યકલાપ ઘટે છે, અર્થાત્ કાયયોગ અને વચનયોગ ગૌણતાએ રહે છે અને મનોયોગ મુખ્ય બને છે. આ ભૂમિકાએ અનુપ્રેક્ષા અને તત્ત્વચિંતનની પ્રધાનતા રહેતી હોવાથી બાહ્ય સત્સાધન કે શુભાનુષ્ઠાનરૂપ ધર્મક્રિયાનું અવલંબન ગૌણ બને છે અને લક્ષ સાધનાની ક્રિયા ઉપરથી ખસીને સાધ્ય ઉપર કેન્દ્રિત થાય છે. અંતર્મુખતાના અંતરંગ પુરુષાર્થનો ધન્ય પ્રારંભ થાય છે. આનાથી પછીના તબક્કામાં મનોયોગથી પણ મુક્ત થવાના પ્રયત્ન શરૂ થાય છે. સંકલ્પ-વિકલ્પથી મુક્ત થઈ, પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવા પોતાના સ્વરૂપને પામવા ધ્યાનનો ઉગ આશ્રય લેવામાં આવે છે. સૌથી જીવંત, રસબસતી અને પ્રધાન સાધના આ કક્ષાના સાધકની હોય છે અને તે તેના જીવનની પળે પળમાં વણાયેલી હોય છે. આમ, સર્વ બાહ્ય સાધનોનું લક્ષ્ય, ધ્યાનમાં પ્રવૃત્તિ અને પ્રગતિ દ્વારા આત્મજ્ઞાનની Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પ્રાપ્તિ અને સ્વરૂપરમણતા છે. આત્મજ્ઞાન અર્થે ધ્યાન આવશ્યક છે અને ધ્યાનની પૂર્વતૈયારીરૂપે વ્રત, નિયમ, તપ, સંયમ, ભાવના, સ્વાધ્યાય, જપ વગેરે હોય છે. શ્રી સિદ્ધર્ષિગણિજીએ ‘ઉપમિતિ ભવપ્રપંચા કથામાં ધ્યાનયોગને દ્વાદશાંગી(અર્થાતુ સમસ્ત શાસ્ત્રો)નો સાર કહ્યો છે અને ક્રિયાકાંડ તથા વિધિ-નિષેધના પ્રયોજન વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે શ્રાવકના અને સાધુના જે મૂલ ગુણો અને ઉત્તર ગુણો બતાવ્યા છે તે સર્વે અને જે કાંઈ બાહ્ય ક્રિયાઓ છે તે બધી જ ધ્યાનયોગની સિદ્ધિ અર્થે કહેલ છે. આમ, યમ-નિયમાદિ બહિરંગ સાધનોનું સેવન કરી, ચિંતન-ધ્યાનાદિ અંતરંગ સાધનોનો અભ્યાસ કરી જીવે આત્મજ્ઞાનની ઉપલબ્ધિ કરવી ઘટે છે. આત્માર્થી જીવ આત્મસ્વરૂપની સમજણ કરે છે અને શુદ્ધાત્મપ્રાપ્તિના ઉપાયરૂપ સદ્વ્યવહારને નિરંતર સેવે છે. સવ્યવહારના યથાર્થ આરાધનથી વર્ધમાન થયેલ સત્પાત્રતાના બળ વડે તે શુદ્ધ આત્માને પામીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. તેથી મોક્ષપ્રાપ્તિ માટે સત્ક્રિયારૂપ સવ્યવહાર સેવવો અત્યંત આવશ્યક છે. જેમ કોઈ મકાનની દિવાલો સુદઢ અને સરસ હોય, રંગરોગાન પણ સુંદર હોય, પરંતુ જો મકાનની ઉપર છાપરું ન હોય તો તે શોભતું નથી અને રહેઠાણને યોગ્ય ગણાતું નથી, તેમ સમજણની દિવાલો ભલે મનોરમ હોય, પરંતુ જો સત્ક્રિયારૂપ છાપરું ન હોય તો તે આત્માની દશા શોભા પામતી નથી અને તે જીવ મોક્ષમાર્ગને યોગ્ય ગણાતો નથી. તેની બૌદ્ધિક સમજણ પણ શુષ્કજ્ઞાનરૂપે પરિણમે છે અને તેનું ક્રિયા વિનાનું આ એકલું જ્ઞાન નિરર્થક ઠરે છે. માર્ગનો જાણનાર પણ પાદવિહાર સિવાય ઇચ્છિત નગરે પહોંચતો નથી. તેથી જ જ્ઞાનીઓ જીવને સદુવ્યવહારનું સેવન કરવા, પુરુષાથી થવા આહવાન કરતાં કહે છે “હે જીવ! તારી ચૈતન્યભૂમિ રસાળ છે, ફળદ્રુપ છે. અનંત ગુણરૂપી રસકસથી ભરપૂર એવી તારી ચૈતન્યભૂમિ આનંદ, શાંતિ અને વીતરાગતાને ઉપજાવનારી છે. સત્સંગ, ભક્તિ, ઉપશમ, ત્યાગ, વૈરાગ્ય આદિ સવ્યવહારરૂપ પાણી વડે નિરંતર સિંચન કરતા રહેવાથી તારી રસાળ ચૈતન્યભૂમિમાંથી કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, યોગશાસ્ત્ર', પ્રકાશ ૪, શ્લોક ૧૧૩ “મોક્ષ: નૈક્ષયાદેવ, સ યાત્મજ્ઞાનતો ભવેત્ | ध्यानसाध्यं मतं तच्च, तद् ध्यानं हितमात्मनः ।।' ૨- જુઓ : શ્રી સિદ્ધર્ષિગણિજીકૃત, ઉપમિતિ ભવપ્રપંચા કથા’, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૬ મૈનેત્તરાળા: સર્વે, સ યં વટિયા | मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिता ।।' ૩- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘જ્ઞાનસાર', ક્રિયાષ્ટક, શ્લોક ૨ 'क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् । गतिं विना पथज्ञोऽपि नाप्नोति परमीप्सितम ।।' Page #596 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯ ૫૪૯ સુખ, અનંત વીર્ય આદિ સ્વાભાવિક અનંત વિશેષતાઓ પાકશે. તારી શુદ્ધ સ્વભાવરૂપ ફળદ્રુપ ભૂમિમાં સદ્વ્યવહારના બળે એકાગ્રતા કરવાથી પર્યાયમાં વીતરાગતા અને આનંદનાં ઝરણાં ફૂટશે. માટે સદ્વ્યવહારના અવલંબને જ્ઞાનોપયોગને બાહ્ય વિષયોમાંથી ખેંચી સ્વ તરફ અવિરતપણે વાળ. નિશ્ચયદૃષ્ટિપૂર્વકના સદ્વ્યવહારથી તારાં સર્વ કર્મો ક્ષય પામશે. તેથી હે જીવ! તું સવ્યવહારના ઉત્થાપનથી નિવર્ત. નિશ્ચયનયપ્રધાન વાક્યોને પામીને પણ જો તું પરિણમનનો પુરુષાર્થ નહીં કરે, સત્સાધનની રુચિ નહીં કરે તો તારું હિત કેવી રીતે થશે? હમણાં બધી જોગવાઈ પ્રાપ્ત થઈ છે, તો જાગૃત થઈ સત્સાધનમાં પ્રવર્તમાન થા. સદ્વ્યવહારના બળ વડે સ્વભાવમાં ઠરવાનો પુરુષાર્થ કર અને શાશ્વત સુખના ધામ એવા મોક્ષને પામ. આ માર્ગે ભૂતકાળમાં અનંત જીવ સિદ્ધપદને પામ્યા છે. વર્તમાનમાં પામી રહ્યા છે અને ભવિષ્યમાં પામશે. મોક્ષનો આ ઉન્નત માર્ગ અનંત જ્ઞાનીઓએ પ્રરૂપ્યો છે. આ માર્ગે જ તારું કલ્યાણ રહેલું છે. તેથી શીધ્ર આ માર્ગને અંગીકાર કર અને ત્રિકાળી સ્વભાવમાં સ્થિર થા.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘અથવા નિશ્ચય નય ગ્રહે, અહં બ્રહ્માસ્મિ જેમ; ક્રિયા કર્મનો હેતુ છે, માટે કરીએ કેમ. શુદ્ધ આત્મનિજરૂપ છું, માત્ર શબ્દની માંય; સિદ્ધસ્વરૂપે સિદ્ધમાં, તેવો શરીર માંહી. ગણે ઉદયને વિષયભોગ, સેવે થઈ નિર્લજ્જ; લોપે સવ્યવહારને, કરે અઘટિત અકજ્જ. માર્ગ પમાડે તેવી, ક્રિયા અનાદર જ્યાંહિ; પ્રમાદમાં ખેંચી રહે, સાધન રહિત થાય.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૧૩-૧૧૬) Page #597 -------------------------------------------------------------------------- ________________ Page #598 -------------------------------------------------------------------------- ________________ [18 - 30 รุ( ** ใน 3 น , เช่า 144 2 -3 ตฯht (. Page #599 -------------------------------------------------------------------------- ________________ Page #600 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૩૦ ભૂમિકા, અર્થ - ગાથા ૨૯માં શુષ્કજ્ઞાની મતાર્થી જીવનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે શુષ્કજ્ઞાની "2"| સ્વચ્છેદે અધ્યાત્મગ્રંથોનું અધ્યયન કરી, નિશ્ચયનયાત્મક બોલો શીખી, તેનો પરમાર્થ સમજ્યા વિના એકાંત પક્ષ પકડી સવ્યવહારનું ઉત્થાપન કરે છે. કલ્યાણમાં નિમિત્તભૂત સાધનોનો ત્યાગ કરી, સાધનરહિત વર્તતો હોવાથી તેના આત્માનું કલ્યાણ થતું નથી. હવે પછીની બે ગાથાઓમાં આ જ વાતનો વિસ્તાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ગાથામાં આવા અજ્ઞાની તેમજ સાધનહીન જીવના સંગમાં આવનાર જીવોની કેવી દશા થાય છે તે સ્પષ્ટપણે દર્શાવતાં શ્રીમદ્ કહે છે - “જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; ગાથા પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.” (૩૦) તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. (૩૦) પૂર્વોક્ત ગાથામાં કહ્યું તેમ શુષ્કજ્ઞાની નિશ્ચયાભાસી મતાર્થી જીવ નિશ્ચય| ભાવાર્થી નયને માત્ર શબ્દમાં જ રહેતો હોવાથી તેને તથારૂપ અનુભવની સ્પર્શના થતી નથી તથા શુદ્ધ આત્માના ગુણોનું વેદન પણ નથી, તેથી તે સમ્યજ્ઞાની નહીં પણ શબ્દજ્ઞાની બને છે; અર્થાત્ તે યથાર્થ જ્ઞાનદશા પ્રાપ્ત કરતો નથી. નિશ્ચયનયનો હેતુ તો તથારૂપ આત્મપરિણતિ દ્વારા તથારૂપ શુદ્ધ આત્માનુભૂતિમય જ્ઞાનદશા પ્રગટાવવાનો છે, પરંતુ શુષ્કજ્ઞાની નિશ્ચયનયના વિચારોની માત્ર બૌદ્ધિક સમજથી સંતોષાઈ જઈ સ્વરૂપસન્મુખતાનો અંતરંગ પુરુષાર્થ કરતો નથી અને તેથી શુદ્ધ ઉપયોગમય જ્ઞાનદશાને તે પામી શકતો નથી. વળી, નિશ્ચયનયની અધૂરી અથવા વિપરીત સમજણના કારણે તે સવ્યવહારનો લોપ કરીને સાધનરહિત થતો હોવાથી જ્ઞાનદશારૂપ સાધ્યને પ્રાપ્ત કરાવનાર સાધનદશા પણ પામતો નથી, અર્થાત્ સત્સંગ, વૈરાગ્ય આદિ યથાયોગ્ય બહિરંગ તેમજ અંતરંગ સાધનોનો આશ્રય લઈને તે પુરુષાર્થ ઉપાડતો નથી. આમ, જેને સહજ જ્ઞાનદશા નથી અને જ્ઞાનદશાની પ્રાપ્તિ અર્થેના પુરુષાર્થરૂપ સાધનદશા પણ નથી, તે જીવ વિષય-કષાય આદિ અશુભ ભાવમાં પ્રવતી ભવસાગરમાં ડૂબે છે. મતાર્થી જીવ નિશ્ચયનયપ્રધાન ગ્રંથો ભણીને, સંથકારની સાપેક્ષદષ્ટિ સમજ્યા Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વગર, એકાંત નિશ્ચયના વિચારોની પુષ્ટિ કરીને શબ્દજાળથી પોતાને જ્ઞાની માની લે છે; પરંતુ જેને સાચી જ્ઞાનદશા પ્રગટી નથી તથા જ્ઞાનદશા પ્રગટાવવામાં કારણભૂત એવા સત્સાધનના સેવનરૂપ સાધનદશા પણ નથી, એવા ઉભયભ્રષ્ટ ગુરુઓ કે કહેવાતા સાધકોનો સંગ કરનાર પણ ભવસાગરમાં ડૂબે છે. કોઈ અંધ વ્યક્તિ જો અન્ય અંધ વ્યક્તિને દોરી જાય તો તે વિવક્ષિત માર્ગે કઈ રીતે લઈ જઈ શકે? જેને તરતાં આવડતું નથી તથા જે તરવાનાં સાધનોથી પણ વંચિત છે, તે બીજાને કેમ બચાવી શકે? આવા જીવ પોતે પણ ભવસાગરમાં ડૂબે છે અને બીજાને પણ ડૂબવાનું નિમિત્ત બને છે. શુદ્ધાત્મા વિષે જાણવું અને શુદ્ધાત્માને જાણવો એ બન્ને કાર્યો વચ્ચે ભિન્નતા વિશેષાર્થ Lજાવાછે. પહેલું કાર્ય સતુશાસ્ત્રની સહાયથી થઈ શકે, જ્યારે બીજું કાર્ય તો જીવે પોતે જ કરવું પડે. એક માણસને એક નકશો મળ્યો, જેમાં એક સ્થળે ખજાનાને દાટ્યાનું વિવરણ હતું. તે નકશાનો બરાબર અભ્યાસ કરી પૂરેપૂરો સમજી લે, પણ તેટલામાત્રથી તેને તે ધનની પ્રાપ્તિ થાય નહીં. ધનપ્રાપ્તિ તો ત્યારે થાય કે જ્યારે તે નકશામાં સંકેત કરેલ જગ્યા ઉપર જઈને ખોદવાનું શરૂ કરે અને ધન ન મળે ત્યાં સુધી ખોદ્યા કરે. તે પ્રમાણે આત્માર્થી જીવ શાસ્ત્રરૂપી નકશા દ્વારા આત્મતત્ત્વને સમજી, પોતાના અંતરમાં જ્યાં તે તત્ત્વ પડ્યું છે ત્યાં ખોજ કરે અને તે તત્ત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખોજ કરતો રહે તો શુદ્ધાત્મા પ્રગટ થાય. શાસ્ત્રો દ્વારા મેળવેલ માહિતીને જો આત્માનુભવનું સાધન ન બનાવાય તો તે માહિતી ફક્ત પુસ્તકિયું જ્ઞાન રહે છે. અનુભવજન્ય જ્ઞાન મેળવવું હોય તો પ્રથમ સત્શાસ્ત્ર દ્વારા શુદ્ધાત્મા વિષે જાણવું અને ત્યારપછી વૃત્તિ અંતર્મુખ કરી શુદ્ધાત્માને જાણવો જોઈએ. શુદ્ધાત્માને જાણવાથી જ જ્ઞાનદશા પ્રાપ્ત થાય છે. આત્માને પ્રત્યક્ષ કર્યા વગર શાસ્ત્રની જાણકારી જીવે અનંત વાર કરી છે અને તેમાં સંતોષ માની લીધો છે, પણ આત્મા પ્રત્યક્ષ થયા વગરનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. માત્ર શાસ્ત્રની જાણકારીમાં જેને મહત્તા ભાસે છે, તે જીવ નિજસ્વભાવને જાણવાનો પુરુષાર્થ કેળવી શકતો નથી. વધારે શાસ્ત્રો જાણવાથી વધારે જ્ઞાન અને આનંદ મળે એવું તેનું વલણ હોય છે. વર્ષોથી શાસ્ત્રવાંચન કરતો હોય, બોધ શ્રવણ કરતો હોય, પણ સત્સાધન દ્વારા ઉપયોગને અંતર્મુખ કરે નહીં તો તે જીવ જ્ઞાનાનંદ-દશા પ્રાપ્ત કરી શકે નહીં. ઉપયોગને પરવિષયથી ભિન્ન કરીને સ્વવિષયમાં જોડે ત્યારે માર્ગની સાચી આરાધના થાય છે. જે જ્ઞાન પોતાના સ્વભાવને અવલંબીને પરિણમે છે તે જ જ્ઞાન મોક્ષને સાધનારું બને છે. આત્મતત્ત્વનું મંથન કરતાં કરતાં ચૈતન્યરસમાં તન્મય થયેલો ઉપયોગ ઇન્દ્રિયોનું અવલંબન છોડી અંતરમાં ઊતરે છે. આ પહેલાં જ્ઞાન ઇન્દ્રિયોના અવલંબનમાં બંધાયેલું Page #602 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ ૫૫૫ હતું, એટલે તે અંતર્મુખ થઈ શકતું ન હતું. હવે પુરુષાર્થ વધતાં ઇન્દ્રિયોનું અવલંબન છૂટવાથી જ્ઞાન અતીન્દ્રિય થઈ સ્વરૂપમાં ઊતરે છે. અતીન્દ્રિય થયા વગર જ્ઞાન સ્વભાવ તરફ જઈ શકતું નથી. જ્યારે તે અતીન્દ્રિય થઈ સ્વભાવને પકડે છે ત્યારે આત્મામાં માત્ર ચૈતન્યની શાંત પરિણતિ નિર્વિકલ્પ પરિણતિ અભેદ પરિણિત અનુભવાય છે. - - તેનો આત્મા નિર્મળ પર્યાયરૂપે પરિણમે છે. તેની શ્રદ્ધાનું જોર સ્વદ્રવ્ય તરફ વળી જાય છે, તેનું જ્ઞાન શુદ્ઘ દ્રવ્યને સ્વજ્ઞેય કરે છે, તેનો પુરુષાર્થ સ્વદ્રવ્ય તરફ ઝૂકી જાય છે. તેને કષાયરસનું વ્યાકુળ વેદન છૂટીને આત્માના સ્વભાવરસનું શાંત વેદન થાય છે. અનાદિ કાળથી પર્યાયમાં વિકારની પ્રસિદ્ધિ હતી તેને બદલે અપૂર્વ નિર્મળ પર્યાયોમાં આત્મા પ્રસિદ્ધ થાય છે. જેમણે ચૈતન્યધામને ઓળખી લીધું છે તેઓ સ્વરૂપમાં એવા સમાઈ જાય છે કે તેમને બહાર આવવું ગમતું નથી. કર્મકૃત અવસ્થામાં જેમની તાદાત્મ્યબુદ્ધિ તૂટી જાય છે અને જેમણે ધ્રુવ જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ કરી લીધી છે, તેઓ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આ જે ચૈતન્યધામ છે તે જ હું છું' એમ અતીન્દ્રિય આનંદસ્વરૂપની દૃષ્ટિ અને તેના જ્ઞાન વડે તે આનંદસ્વરૂપમાં જ રહેવાની, ઠરવાની તેમની પરિણતિ હોય છે. જેમ ચક્રવર્તી રાજા પોતાના મહેલમાં સુખેથી રહેતા હોવાથી તેમને બહાર આવવું ગમતું નથી, તેમ ચૈતન્યમહેલમાં જ્ઞાની સુખપૂર્વક બિરાજી રહ્યા હોવાથી તેમને બહાર આવવું ગમતું જ નથી. ધ્રુવ ચૈતન્યધામનો જેમને અનુભવ થયો છે, તેમને એ અતીન્દ્રિય આનંદના સાગરમાં ડૂબી રહેવું ગમે છે, તેમાંથી બહાર આવવું તેમને કઠણ પડે છે. જેમણે પોતાના ધ્રુવ ધામમાં ડૂબકી મારી છે, અતીન્દ્રિય આનંદ જ ધ્રુવપણે ધારી રાખ્યો છે, તેમને તેની કિંમત સમજાઈ જાય છે; તેમને બહા૨નો બધો આનંદ નીરસ લાગે છે, બહાર આવવું અકારું થઈ પડે છે. જ્યાં સુધી સંપૂર્ણ વીતરાગ થયા નથી ત્યાં સુધી સ્વભાવમાંથી બહાર આવવું પડે છે, પણ ચીજ ઉપર લોખંડનો મોટો ગોળો મૂક્યો હોય તેવો બહાર આવવું આંખ પાસે રેતી ઉપાડવા જેવું આકરું આસક્ત થાય છે તેમની બહારની આસક્તિ તૂટી જાય છે. કોઈ રૂપિયા, બે રૂપિયાની મજૂરી કરતો હોય અને તેને પાંચ કરોડની લોટરીનું ઇનામ લાગે તો તેને મજૂરી ક૨વામાં રસ રહેતો નથી, તેના ભાવમાં અને વિચારમાં પરિવર્તન આવી જાય છે; તેમ સ્વરૂપમાં સમાઈ ગયેલા એવા જ્ઞાનીપુરુષ સ્વરૂપની મસ્તીમાં જ રહે છે, તેમને સંસારમાં રસ રહેતો નથી. બોજારૂપ લાગે છે; જાણે હળવી બોજો લાગે છે. આનંદધામમાંથી થઈ પડે છે. સ્વરૂપમાં જ જેઓ સંસારની આસક્તિઓથી જ્ઞાની ઉદાસીન જ રહે છે. તેથી તેમના માટે કહેવામાં આવે છે કે સ્વરૂપ જ તેમનું આસન છે, સ્વરૂપ જ તેમનો આહાર છે, સ્વરૂપ જ Page #603 -------------------------------------------------------------------------- ________________ પપ૬, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તેમની નિદ્રા છે, સ્વરૂપમાં જ તેઓ મહાલે છે, સ્વરૂપમાં જ તેઓ વિચારે છે. અંતરના પૂર્ણાનંદ પ્રભુમાં જ હવે તેઓ સ્થિર છે, ત્યાં જ તેઓ વિશ્રામ કરે છે, ત્યાં જ તેઓ કેલિ કરે છે. શ્રીમદ્ લખે છે – “ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર [!] છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે.” જ્ઞાની ભલે રાજ્ય કરતાં, ભોગ ભોગવતાં, વેપાર કરતાં કે યુદ્ધ લડતાં દેખાય, પણ અંતરમાં તેમનો પુરુષાર્થ આનંદનિધાન ધ્રુવ દ્રવ્યસ્વભાવ તરફ ઢળેલો હોય છે. તેને હઠપૂર્વક પરાણે સ્વભાવ તરફ વાળવો પડતો નથી. પોતાના ધ્રુવ સ્વભાવનો મહિમા ભાસવાથી તેમનું જ્ઞાન સહજપણે અંતરમાં વળે છે. તેમનું પરિણમન સહજ પુરુષાર્થમય બની ગયું હોય છે. સ્વભાવના આશ્રયે થયેલું જ્ઞાન કાર્ય કર્યા વિના એમ ને એમ પડ્યું રહેતું નથી, પણ જ્ઞાતૃધારાના સહજપુરુષાર્થરૂપે કાયમ કામ કરી રહ્યું હોય છે. રાગાદિ વિભાવોથી ભિન્ન પડીને અંતરમાં નિરંતર ભેદજ્ઞાન પ્રવર્તી રહ્યું હોવાથી જ્ઞાનીને જ્ઞાતૃધારાનું પ્રગટ વેદન હોય છે. જ્ઞાતા-દ્રષ્ટાપણાની સહજ ધારા સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થથી ટકી રહે છે. જ્ઞાનીને જ્ઞાયકભાવમય સુખસ્વરૂપનું સંવેદન નિરંતર વર્તે છે, તેથી કર્મજનિત શુભ પ્રકૃતિના ઉદયરૂપ સુખની તેમને ઇચ્છા થતી નથી. તેમને પૌગલિક પદાર્થો સુખથી રહિત ભાસતા હોવાથી હવે તે સુખરહિત પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની તેમને ઇચ્છા રહેતી નથી. જ્ઞાનીને સદા જ્ઞાયકભાવમય પરિણતિ જ વર્તે છે. દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મરહિત નિજસ્વરૂપની નિઃશંક પ્રતીતિ હોવાના કારણે તેઓ જ્ઞાનાનંદરસનું નિરંતર પાન કર્યા કરે છે અને અંતરમાં ચૈતન્યના અમૃતરસને પીતાં પીતાં મોક્ષમાર્ગને અવિરત સાધતા રહે છે. પોતાના શાશ્વત અવ્યાબાધ સ્વરૂપની પ્રતીતિ વર્તતી હોવાથી જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. ગમે તેવા ઉપસર્ગ-પરિષદમાં પણ તેમને ફરિયાદ કે ફેરફાર કરવાની વૃત્તિ ઉત્પન્ન થતી નથી. ત્રણ લોક ખળભળી ઊઠે તોપણ તેઓ કદી ભયભીત થઈને સ્વરૂપ વિષે શંકિત થતા નથી, સમકિતથી ડગતા નથી. ભેદજ્ઞાનરૂપી ભાલા વડે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૩ (પત્રાંક-૧૩૦) Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૫૭ તેઓ ભયને વીંધી નાખે છે. તેમને સદૈવ અલૌકિક ચિત્તપ્રસન્નતા જ વર્તે છે. અજ્ઞાનીનું જીવન સંયોગ આધારિત હોવાથી તેને સંયોગોની ચિંતા સતત રહ્યા કરે છે, જ્યારે જ્ઞાનીનું જીવન સ્વરૂપ આધારિત હોવાથી તેમને ભવિષ્યની ચિંતા થતી નથી. તેઓ નિશ્ચિંત બની સદા નિજાનંદમાં મગ્ન રહે છે. સ્વરૂપની ભાવના સતત રહેતી હોવાથી જ્ઞાનીને સંયોગો પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટની કલ્પના થતી નથી. તેમને અંતરમાં નિઃશંક પ્રતીતિ વર્તે છે કે ‘અનુકૂળ-પ્રતિકૂળ સંયોગો મારા સ્વભાવને સ્પર્શી શકતા નથી. પરથી મને લાભ-નુકસાન થાય એવું મારું સ્વરૂપ છે જ નહીં.' તેમને અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ સંયોગ એક જ જાતિના જણાય છે. તેઓ પોતાના જ્ઞાયકસ્વભાવનો પક્ષ ગ્રહણ કરતા હોવાથી અન્ય સર્વ ‘પર’ પ્રતિપક્ષમાં જાય છે, તેથી તેમને પુણ્ય-પાપ શુભાશુભનાં સારાં-નરસાં ફળમાં ભેદભાવ રહેતો નથી. પાણી ૧૫ ફૂટ ઊંડું હોય કે ૧૦૦૦ ફૂટ ઊંડું, તરનારને તેથી કોઈ ફરક પડતો નથી; તેમ જ્ઞાનીને બાહ્ય અનુકૂળતા કે પ્રતિકૂળતાથી કોઈ ફરક પડતો નથી. વિશ્વના પદાર્થોના સ્વતંત્રપરિણમનપ્રવાહથી પ્રભાવિત થયા વિના પ્રત્યેક ક્ષણે ભેદજ્ઞાનની જાગૃતિ રાખવી એ જ તેમનું લક્ષ્ય હોય છે. આમ, તેઓ પરથી સર્વથા ભિન્ન, જ્ઞાનમય, સ્વરૂપરૂપ, નિજાનુભવમય, અવિચ્છિન્નરૂપે રહે છે અને એ જ જ્ઞાનીની મુખ્ય અંતર-પરિણતિ છે, જ્ઞાનદશા છે. તેમના અંતરમાં ઊગેલા સમ્યક્ત્વસૂર્યનો પ્રતાપ આઠે કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. તેઓ અલ્પ કાળમાં જ સર્વ કર્મનો ક્ષય કરીને પરમ સિદ્ધ-પદને પામે છે એ તેમની જ્ઞાનદશાનો પ્રતાપ છે. આવી જ્ઞાનીની અપૂર્વ દશા છે. ગાથા-૩૦ જેને વિપુલ શાસ્ત્રજ્ઞાન હોય, પરંતુ શુદ્ધાત્માનુભૂતિમય જ્ઞાનદશા પ્રગટી નથી અને તેનો લક્ષ પણ નથી, તે જીવ શબ્દજ્ઞાની (શુષ્કજ્ઞાની) મતાર્થી છે. તેણે શાસ્ત્રજ્ઞાન માત્ર શબ્દમાં ફક્ત જાણવા પૂરતું મેળવી, કેવળ પાંડિત્ય પ્રાપ્ત કર્યું હોવાથી તેના આચાર-વિચારમાં ઇન્દ્રિયવિષયના ઉપભોગનું મહત્ત્વ વિશેષ રહે છે. જ્ઞાની ભોગ ભોગવતા દેખાય. પણ તેમાં તેમને રુચિ નથી હોતી, જ્યારે શુષ્કજ્ઞાનીને ભોગસામગ્રીમાં સુખબુદ્ધિ હોય છે. જ્ઞાની અને શુષ્કજ્ઞાની બન્ને ભોગ ભોગવતા હોવા છતાં તેમના અભિપ્રાયમાં પૂર્વ-પશ્ચિમના જેટલો ફરક હોય છે. પોતાના શુદ્ધ સ્વભાવની અનુભવ સહિતની શ્રદ્ધા હોવાથી જ્ઞાનીને ભોગપ્રવૃત્તિમાં સુખ ન લાગતાં, તે વખતે મારી શાંતિ લૂંટાઈ રહી છે, મારું વીર્ય આમાં ખર્ચાઈ જાય છે' તેવી જાગૃતિ વર્તે છે; જ્યારે શુષ્કજ્ઞાનીને આત્મસ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો ન હોવાથી તેના અભિપ્રાયમાં જગતના પદાર્થો અને પ્રસંગોમાં જ સુખબુદ્ધિ હોય છે. - આત્મામાં સુખ લાગે તો પરમાંથી સુખબુદ્ધિ અવશ્ય નીકળે. આત્મામાં પણ સુખબુદ્ધિ હોય અને પરપદાર્થ-પ્રસંગમાં પણ હોય એમ ક્યારે પણ બની શકે નહીં. બે Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય કદી પણ એકસાથે રહી શકે નહીં. શુષ્કજ્ઞાનીને આત્મામાં સુખ છે એવો નિઃશંક નિર્ણય થયો ન હોવાથી તેને બાહ્ય વસ્તુઓનું માહાત્મ છૂટતું નથી. “આત્મામાં પરમ સુખ છે. સુખ માટે અન્યત્ર જવાની જરૂર નથી. જડ પુદ્ગલમાં સુખ ગુણ નથી, તેથી પુદ્ગલની કોઈ પણ પ્રકારની અવસ્થામાં હંમેશાં સુખરહિતપણું, સુખનું અભાવપણું જ છે.' એવાં કથનો બોલવા છતાં તે પુદ્ગલમાંથી, પુદ્ગલની અવસ્થામાંથી જ સુખ શોધે છે. આ જ વાત દર્શાવે છે કે તેને ન તો આત્માનું સાચું સ્વરૂપ સમજાયું છે કે ન જડનું. સવળો અભિપ્રાય ઉત્પન્ન થયો ન હોવાથી તેને અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી જ સુખ મેળવવાની ઇચ્છા રહે છે. તેને પરપદાર્થોમાં સુખબુદ્ધિ રહેતી હોવાથી તેમાં જ આધારબુદ્ધિ રહે છે અને તેથી તે મેળવવાની કે ટકાવવાની તૃષ્ણા કરી કરીને તે દુઃખી થતો રહે છે. આમ, સ્વરૂપ સંબંધી નિઃશંકતાના અભાવે શુષ્કજ્ઞાની પરંપદાર્થોમાં સુખ-શાંતિસલામતી માની પ્રવર્તે છે. સુખ, શાંતિ અને સલામતી માટે પરમાં ફેરફાર કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તે નિરંતર કરતો રહે છે. જગતના પદાર્થો તો તેના પર્યાયધર્મ પ્રમાણે બદલાયા જ કરે છે, પરંતુ ધ્રુવ જ્ઞાનસ્વભાવના અનુભવના અભાવે શુષ્કજ્ઞાની ક્ષણિક સંયોગ-વિયોગમાં એકત્વબુદ્ધિ કરી રાગ-દ્વેષ, હર્ષ-શોક કરે છે. સંયોગોથી સલામતી માનતો હોવાથી ઇષ્ટ વિયોગ તથા અનિષ્ટ સંયોગ સંબંધીના ભયથી નિરંતર સિત રહે છે. મિથ્યા માન્યતાના કારણે ભયની પરંપરા ચાલ્યા કરે છે. ભયનાં આ દુઃખદાયક અને વ્યાકુળતાજનક પરિણામ તેને ચંચળ બનાવે છે, અસ્થિર રાખે છે. તે પોતાના ભવિષ્યની સુરક્ષા માટે ચિંતા કરતો રહે છે. તે માટે તે જાતજાતનાં શરણ શોધે છે, પરંતુ સ્વરૂપનો આશ્રય લેતો નહીં હોવાથી તે ભવિષ્ય પ્રત્યે નિઃશંક, નિશ્ચિંત અને નિર્ભય બની શકતો નથી. સમસ્યા વખતે બાહ્ય તત્ત્વ ઉપર લક્ષ્ય જતાં તે સામર્થ્યહીન, પરાવલંબી, કાયર અને નિર્માલ્ય બને છે. તે સદુપદેશનું શ્રવણ કરે છે, સતુશાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ પ્રતિકૂળ સંયોગમાં કે વિષમ કર્મોદય વખતે પ્રાપ્ત થયેલ સમજને જાગૃત નથી કરતો. યથાર્થ ભેદજ્ઞાનના અભાવે તે કર્મના ઉદયમાં તણાઈ જાય છે અને પરિણામે મોહાવેશમાં પ્રવર્તે છે. અનેક શાસ્ત્રોનો અભ્યાસ અને બૌદ્ધિક સમજ હોવા છતાં જ્ઞાનીઓએ જીવની આવી દશાને અજ્ઞાનદશા જ કહી છે. જ્ઞાનદશા અને અજ્ઞાનદશાનો ભેદ બતાવતાં શ્રીમદ્ લખે છે – અજ્ઞાનદશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાનદશા જીવે ભ્રમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવાં બીજાં કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઇચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. સાચી જ્ઞાનદશા હોય તો તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી, Page #606 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩) ૫૫૯ અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી.” જ્ઞાનદશા તો શુદ્ધાત્માનુભૂતિમય છે, પણ નિશ્ચયનયની માત્ર વાતો કરનાર જીવને આવી શુદ્ધાત્માનુભૂતિમય જ્ઞાનદશાનો અભ્યદય થયો નથી હોતો. તે માત્ર પોકળ વાતો જ કરે છે તથા નિશ્ચયનયને એકાંતે ગ્રહણ કરી તે સ્વચ્છેદે પ્રવર્તે છે. શુદ્ધાત્માનુભૂતિરૂપ જ્ઞાનદશાને અનુકૂળ એવી યોગ્યતા પ્રાપ્ત કરાવનાર સદ્વ્યવહારની ઉપયોગિતા પ્રત્યે દુર્લક્ષ સેવી તે સદ્વ્યવહારને લોપે છે અને સાધનરહિત થાય છે, અર્થાત્ તે સાધનદશા પામતો નથી. જ્ઞાનદશાની પ્રાપ્તિ માટે સાધનદશા પ્રગટાવવી આવશ્યક છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, તપ, નિયમ, લબ્ધિ અને ઐશ્વર્ય જેમાં સહેજે સમાય છે એવો નિરપેક્ષ આત્મોપયોગ એ સ્વસંવેદન છે. આવું નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રગટાવવા ચિત્તને સંકલ્પ-વિકલ્પથી રહિત કરવું ઘટે અને તે અર્થે મનનો, વચનનો, કાયાનો, ઇન્દ્રિયોનો, આહારનો, નિદ્રાનો જય કરી અંતર્મુખ વૃત્તિ કરવી ઘટે. અભ્યાસની પ્રારંભિક ભૂમિકામાં ઉપયોગને પરથી મુક્ત કરવા માટે બાહ્ય સાધનોનો આશ્રય સૂચવવામાં આવે છે; પરંતુ તેની સાથે અંતરંગ પુરુષાર્થ જોડાય ત્યારે જ તે સાધનદશામાં ગણના પામે છે, તે પહેલાં નહીં. તેથી સાધકે સૌ પ્રથમ સાધનદશાની પ્રાપ્તિ માટે ઉદ્યમી થવા યોગ્ય છે. તે માટે સાધકે સદાચાર, દાન-દયાદિ સત્કાર્યો, નિર્દોષ પ્રેમ, ઉદારતા આદિ ગુણો પ્રગટાવવા અગત્યના છે. એ ગુણો વડે મનની શુદ્ધિ થાય છે. તપ, સંયમ જેવાં અનુષ્ઠાનોથી વિશેષ શુદ્ધિ થતાં સાધનામાર્ગમાં ઘણો ત્વરિત વિકાસ થાય છે. સાધનદશા દ્વારા સાધકના જીવનમાં અનેક આંતરિક તથા બાહ્ય ફેરફારો થતાં તેની આત્મોન્નતિની પરિણામશ્રેણી શરૂ થાય છે. આ પરિણામ શ્રેણીની વિશેષતા એ છે કે પરિણામોની પ્રત્યેક ભૂમિકામાં દર્શનમોહ અધિક ને અધિક મંદ થતાં જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે, સંયોગાધીન વૃત્તિ ઘટતી જાય છે અને બહિર્મુખતા લય પામતી જાય છે; જેથી અંતર્મુખતાનો અભ્યાસ સઘન બને છે. શરીરાદિ સમસ્ત પરદ્રવ્યથી અને રાગાદિ સઘળા વિભાવોથી આત્માના ભિન્નપણાનું યથાર્થ ભાવભાજન થાય છે અને ક્રમે કરીને જીવ અવિકારી સ્વભાવમાં સ્થિર થાય છે. આમ, સાધનદશાના અભ્યાસ દ્વારા મનની મલિન વાસનાઓ દૂર થતાં, અહં-મમયુક્ત આવેશોથી મુક્ત થઈ મન શાંત બનતાં જીવ નિર્વિકલ્પ દશામાં સ્વસ્વરૂપને વેદે છે અને જ્ઞાનદશા પ્રગટે છે. સાધનદશાનું આવું ઉપકારીપણું હોવાથી સાધક સત્સાધનનું અવલંબન લઈ પૂર્વસંસ્કારોની નાગચૂડમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. જે જે વાતો સત્સાધન વખતે જાણી હોય, વિચારી હોય અને ધારણ કરી હોય; તે તે વાતો પ્રારંભિક ભૂમિકામાં તેના વ્યસ્ત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૮૩ (પત્રાંક-૪૬૮) Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવનના કારણે તેની સ્મૃતિમાં રહેતી ન હોવાથી તે એવો પ્રયત્ન કરે છે કે તે તે વાતો ફુરસદના સમયમાં તેના ઉપયોગમાં આવ્યા કરે. તે ફુરસદના સમયમાં સાંસારિક વિચારો કરવાને બદલે પારમાર્થિક વિચારો કરે છે. શરૂઆતમાં ફુરસદનો સઘળો સમય સદુપયોગમાં લેવા તે સમર્થ થતો નથી, છતાં પ્રયત્ન કરતા રહેવાથી સફળતા અવશ્ય મળે છે. એવા સફળ અવસરોમાં પ્રાપ્ત થતી શાંતિ તેના ઉત્સાહને પુષ્ટ કરે છે. તે અધિક ને અધિક પુરુષાર્થી થઈને શેષ અન્ય અવસરોમાં પણ પારમાર્થિક વિચારોમાં પોતાના ઉપયોગને લગાવવાનો પુનઃ પુનઃ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે ફુરસદના સર્વ અવસરોને ઉપયોગી બનાવવામાં તેને સફળતા પ્રાપ્ત થાય છે. ઉત્પન્ન થયેલી શાંતિથી પ્રેરિત થઈને તેનો પુરુષાર્થ એ દિશામાં યોગ્ય રીતે આગળ ધપે છે અને ધીરે ધીરે એ અવસરોમાં તેના પુરુષાર્થની વૃદ્ધિ થતી રહે છે. હવે આવશ્યક કાર્ય કરતી વખતે પણ તેનો ઉપયોગ સુસંસ્કારોથી નજરાયા કરે છે. જેમ જેમ તેનો વિકાસ થતો જાય છે, તેમ તેમ ફુરસદના અવસરો ઉપરાંત અન્ય સમયમાં પણ પુરુષાર્થની સતત વૃદ્ધિ થતી રહે છે. અંતમાં એક સમય એવો આવે છે કે રાતદિવસ વિચારધારાનો પ્રવાહ અંતરમાં વહેતો રહે છે. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં, ખાતાં-પીતાં, જાતાં-ધોતાં, ઊંઘતાં-જાગતાં દરેક સમયે ઉપયોગ અંતરમાં ડૂબકી મારી અંતરની મધુરતાને માણે છે. બાહ્યમાં સાંસારિક પ્રવૃત્તિ થતી રહે છે અને અંતરમાં આનંદની સહજ ઉપલબ્ધિ થયા કરે છે. જીવન નિર્બોજ થતું જાય છે, નિર્દોષ થતું જાય છે. ગમે તે વાતાવરણમાં ઉપયોગમાં પહેલાંની જેમ ક્ષતિ થવા પામતી નથી. દેઢ અભ્યાસ પાડ્યા પછી એ દિશામાં હવે બુદ્ધિપૂર્વકનો કોઈ વિશેષ પુરુષાર્થ કરવો પડતો નથી. થોડો પ્રયત્ન કરવાથી તે કાર્ય સ્વયં થયા કરે છે. બુદ્ધિપૂર્વક ઘણો પરિશ્રમ કરીને બાળક એક વાર ચાલવાનું શીખી લેતાં તે આપોઆપ દોડવા માંડે છે, તે માટે તેને બુદ્ધિપૂર્વકનો કોઈ વિશેષ પરિશ્રમ કરવો પડતો નથી, નિરંતર અભ્યાસના કારણે સૂચનમાત્રથી તે કાર્ય સહજતાથી થયા કરે છે. એ જ પ્રમાણે સત્સાધનના નિરંતર અભ્યાસના બળથી અન્ય કાર્ય વખતે પણ સ્વરૂપજાગૃતિ સહજતાથી રહે છે. અભ્યાસના સાતત્ય અને સહજતાથી અનાદિના અવિદ્યાના સંસ્કાર નાશ પામે છે અને અપૂર્વ એવી જ્ઞાનદશા પ્રગટે છે. જ્ઞાનદશા પ્રગટી હોવાથી જ્ઞાની કેવળ જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં સ્થિર રહે છે, કર્તા-ભોક્તા થઈને કર્મધારામાં ખેંચાઈ જતા નથી. તેમની પ્રજ્ઞા જાગૃત હોવાથી પર સાથે તેમના ઉપયોગની સંધિ થતી નથી. તેમનો જ્ઞાનોપયોગ પરપદાર્થોને જાણતો હોવા છતાં તેમાં તન્મય થતો નથી. તેઓ મોહ-ક્ષોભવિહીન નિતરંગ સમતામાં વિશ્રામ કરે છે. જ્ઞાનીને આવી સહજ દશા પ્રગટી હોવાથી તેમને સ્થૂળ અવલંબનોની આવશ્યકતા Page #608 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ ૫૬૧ રહેતી નથી. જેમ બાળક પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવે છે ત્યારે પહેલા ધોરણનાં પુસ્તકો મૂકીને બીજા ધોરણનાં પુસ્તકોનો અભ્યાસ કરે છે. તે જેમ જેમ આગળના ધોરણોમાં જતો જાય છે, તેમ તેમ પાછળનાં ધોરણોનાં પુસ્તકોનો ત્યાગ કરતો જાય છે; પરંતુ પાછલા ધોરણમાં જે શીખ્યો હોય છે તેનું વિસ્મરણ કરતો નથી. જેમ કે ૧ થી ૧૦ના આંક, ક થી માંડીને પૂરી બારાખડી વગેરેનું સ્મરણ રાખે છે, કારણ કે તે આંક અને શબ્દો તો તે મોટો વિદ્વાન થાય ત્યારે પણ તે જ રહેવાનાં છે. તેવી જ રીતે જેમ જેમ દશા વધતી જાય છે, તેમ તેમ જ્ઞાની પૂળ અવલંબનો તજતા જાય છે, પણ મૂળ વસ્તુને તો દઢતાપૂર્વક રહી રાખે છે. પરંતુ જ્ઞાનીનું આંધળું અનુકરણ કરીને જ્ઞાનદશા પ્રગટ્યા પહેલાં સસાધનોને છોડી દેવાથી પારાવાર અહિત થાય છે, તેથી ભૂમિકા પ્રમાણે સસાધનનું સેવન આવશ્યક છે. જો જીવ સ્વરૂપનો સીધો આશ્રય કરી શકે એમ હોય તો તેને બાહ્ય આલંબનની જરૂર રહેતી નથી. પરંતુ અનાદિ અધ્યાસના કારણે જીવને શાંત સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું છે અને વિકલ્પોના કારણે તે નિરંતર અશાંત રહે છે, તેથી આ વિકલ્પોની હારમાળાને બંધ કરવા, વિકલ્પોને દૂર કરવા ધીરજપૂર્વક સત્સાધનનો અભ્યાસ કરવો ઘટે કે જેથી સાધનામાં પ્રગતિ થઈ અંતે સિદ્ધિ પમાય. આમ, સત્સાધનની આરાધનાથી જ પાત્રતા આવે છે. સ્વરૂપની યાત્રાનો આરંભ થાય છે અને ચૈતન્યધામે સલામતીપૂર્વક પહોંચાય છે. જેમ જીવન ટકાવવા માટે પ્રાણવાયુ આવશ્યક છે, તેમ પ્રારંભિક ભૂમિકામાં મોક્ષમાર્ગમાં ટકવા માટે સત્સાધનનું અવલંબન આવશ્યક છે. જો જીવ સત્સાધનનું ગ્રહણ કરે, સસાધનમાં પોતાની વૃત્તિ-પ્રવૃત્તિ ઢાળે, સત્સાધનની સહાયથી ઉદયપ્રસંગોમાં અટકે નહીં તો તે સંસારસાગર પાર કરી શકે છે; પરંતુ શુષ્કજ્ઞાની જીવ સત્સાધનનો લોપ કરી સંસારસાગરમાં ડૂબી જાય છે. કેવળનિશ્ચયાવલંબી અજ્ઞાની જીવોના પ્રવર્તનની આલોચના કરતાં ‘પંચાસ્તિકાય? ગ્રંથની ૧૭૨મી ગાથા ઉપરની ટીકામાં આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ લખે છે કે – ‘જે જીવો કેવળ નિશ્ચયનયના અવલંબી છે, સવ્યવહારરૂપ ક્રિયાકાંડને આડંબર ગણી વ્રતાદિની અવગણના કરે છે, તેઓ બેધ્યાનપણે સ્વમતિકલ્પનાથી પોતાને જેમ સુખ ઊપજે તેવી વૃત્તિ કેળવે છે. સાધ્યસાધનભાવરૂપ વ્યવહારને તેઓ સ્વીકારતા નથી અને પોતે તો નિશ્ચયરૂપ સાધ્ય-સાધનમાં વૃત્તિ કેળવી પ્રવૃત્ત રહે છે તેવું અભિમાન કરે છે; પરિણામે તે મૂળ વસ્તુતત્ત્વને જ તેઓ પામતા નથી. આવા જીવો ન તો નિશ્ચયપદને પ્રાપ્ત કરે છે કે ન તો વ્યવહારપદને. આવા જીવો તો અતીભ્રષ્ટ - તતભ્રષ્ટ બની પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી અધવચમાં જ મૂચ્છિત થાય છે. જેમ વધારે પડતાં ઘી, સાકર, દૂધ ઇત્યાદિ ગરિષ્ટ (ભારે) ભોજનથી વ્યક્તિ આળસુ બની જાય છે, તેમ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવા મતાર્થી જીવ, આવા મહાભયાનક ભાવથી મોહિત - વિક્ષિપ્ત થાય છે. પુણ્યબંધના ભયથી તેઓ મુનિપદ પ્રાપ્ત કરનારી કર્મચેતનાનું અવલંબન લેતા નથી કે નથી અંગીકાર કરતા પરમ નિષ્કર્મદશારૂપ જ્ઞાનચેતનાનો, તેથી તેઓ અતિશય ચંચળ બની પ્રગટ અને અપ્રગટ પ્રમાદને આધીન થાય છે. આવા જીવો મહા અશુદ્ધ ઉપયોગથી, કર્મફળચેતનાથી પ્રભાવિત થઈ, વનસ્પતિ સમાન જડ બની કેવળ પાપ જ બાંધે છે. જાણે ચૈતન્યભાવથી રહિત એવી વનસ્પતિ જ જોઈ લો!' આમ, કેવળ નિશ્ચયનયને ગ્રહણ કરીને નિરંતર સ્વચ્છેદે વર્તનારા મતાથી જીવો પ્રમાદી થઈ જાય છે અને વિષયાદિમાં રક્ત હોવાથી ભવસાગરમાં ડૂબે છે. નિશ્ચયનયનાં કથનોનો પરમાર્થ સમજતા નહીં હોવાથી તેઓ પ્રમાદી - નિરુદ્યમી થાય છે અને વળી અશુભ ભાવમાં રમે છે, પરંતુ પોતાનો ઉપયોગ નિર્મળ કરવા માટે તેઓ સત્સાધનોનો આશ્રય કરતા નથી; અર્થાત્ સત્સંગ, તપશ્ચરણ, ભક્તિ આદિ કાર્યમાં પ્રવર્તતા નથી. તેઓ શૂન્ય જેવા થવાને શુદ્ધ ઉપયોગ ઠરાવી, આળસુ બની પડ્યા રહેવામાં આનંદ માને છે. આમ, તેઓ પોતાની મૂઢતાને નિર્વિકલ્પ દશામાં ખપાવે છે. જેમ સ્વપ્નમાં કોઈ પોતાને રાજા માની સુખી થાય છે, તેમ તેઓ પોતાને એકાંતે સિદ્ધ માની, શુદ્ધ માની, તથારૂપ દશા થયા વિના આનંદિત થાય છે; અથવા કોઈ વસ્તુમાં કે કોઈ વિચારમાં રતિ માની સુખ અનુભવે છે અને તેને અનુભવજનિત આનંદ સમજે છે. વળી, કોઈ વેળા વ્યાપારાદિ કે પુત્રાદિને ખેદનું કારણ જાણી ઉદાસ રહે છે અને તેને વૈરાગ્ય માને છે; પરંતુ ખરેખર તો આ રુંધાયેલો કષાય હોય છે. સાચી ઉદાસીન દશામાં તો નિરાકુળતા હોય છે. વળી, કોઈ વેળા ઇચ્છાનુસાર ભોજનાદિની પ્રાપ્તિ થતાં સુખ અનુભવે છે અને પોતાને કષાયરહિત માને છે; પરંતુ તે પ્રકારે આનંદરૂપ થતાં તો રૌદ્રધ્યાન છે, કારણ કે જ્યાં સુખસામગ્રી કે દુઃખસામગ્રીના સંયોગ-વિયોગથી રાગ-દ્વેષ ઊપજે નહીં ત્યાં નિષ્કષાયભાવ હોય છે. આ રીતે તે પોતાના અવગુણોને ગુણ માની બેસે છે, તેથી તે ક્યારે પણ તજ્જન્ય દોષોથી છૂટી શકતો નથી, બલ્ક ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાય'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘સમય વ્યાખ્યા', ગાથા ૧૭૨ 'येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्तबद्धयोऽर्धमीलितविलोचनपटाः किमपि स्वबुद्ध्यावलोक्य यथासुखमासते, ते खल्ववधीरितभिन्नसाध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल एव प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादितसौहित्या इव, समुल्बणबलसअनितजाड्या इव, दारूणमनोभ्रंशविहित मोहा इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतना पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरूपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्तप्रमादतन्त्रा अरमागतकर्मफलचेतनाप्रधानवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति ।' Page #610 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ પ૬૩ તેના પ્રયત્નો દ્વારા દોષોની વૃદ્ધિ જ થતી રહે છે અને પરિણામે ભવસાગરમાં ડૂબે છે. આમ, કેવળનિશ્ચયાભાસી, અજ્ઞાની, સાધનહીન મતાર્થી જીવની પ્રવૃત્તિ ભમરૂપ હોય છે. તે શુદ્ધ અનુભવરૂપ જ્ઞાનદશા તો પામ્યો નથી અને સક્રિયારૂપ સદ્વ્યવહારમાં પ્રમાદી બનીને અશુભમાં પ્રવર્તતો હોવાથી હલકી ગતિઓમાં પરિભ્રમણ કરે છે. તેથી, જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે – નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવિ વ્યવહાર; પુણ્યરહિત જે એહવાજી, તેહને કવણ આધાર. આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ; મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ કિરિયાઘાટ." જે પુણ્યહીન જીવાત્મા સદ્વ્યવહારનું પાલન કરતા નથી તેઓ નિશ્ચયને પામી શકતા નથી અને તેથી શબ્દમાત્રથી નિશ્ચયનું અવલંબન લેનાર, ઉભયભ્રષ્ટ થવાથી સંસારમાં ભટક્યા કરે છે. જેમ ખાડા-ખાબોચિયા અને ટેકરાવાળા વિષમ રસ્તા ઉપર ચાલતા માણસને જો કાંઈ પણ આલંબન – આધાર ન હોય તો તે અવશ્ય કોઈ ખાડાખાબોચિયામાં પડી જાય છે, તેમ ક્રિયારૂપી આધાર લીધો ન હોવાથી અજ્ઞાની જીવો ભવકૂપમાં પડે છે. જે જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનદશા પણ જેને પ્રાપ્ત થઈ નથી એવો નિશ્ચયાભાસી, શુષ્કજ્ઞાની મતાર્થી જીવ પોતે તો ભવસમુદ્રમાં ડૂબે છે અને તેનો સંગ કરનારો પણ ડૂબે છે. શુષ્કજ્ઞાની પોતાને જ્ઞાની માનતો અને મનાવતો હોવાથી તેના સંગમાં આવનાર જીવ તેને જ્ઞાની માનવા લાગે છે. તે જીવ શુષ્કજ્ઞાનીના મનની ચેષ્ટા પારખી શકતો નથી અને તેથી તેને જ્ઞાની તરીકેનું માન આપે છે. શુષ્કજ્ઞાની તેને શાસ્ત્રવાક્યોનાં વિપરીત અર્થઘટન, કુતર્કો આદિ વડે સત્સાધનોમાં હેયબુદ્ધિ કરાવે છે. સત્સાધનોની કોઈ જરૂર નથી એવું તેના મગજમાં ઠસાવી દે છે અને તેથી તે પણ સત્સાધનનું ખંડન કરવા લાગે છે. સત્સાધનનું ખંડન કરી તે અનંતાનુબંધી કર્મોપાર્જન કરે છે. તેથી તેની યોગ્યતા રોકાઈ જાય છે, જે માર્ગપ્રાપ્તિમાં તેને બાધક બને છે. આમ, ઉભયભ્રષ્ટ થયેલો શુષ્કજ્ઞાની જીવ ક્રિયાજડ કરતાં પણ વધારે ભયંકર છે, કારણ કે ક્રિયાજડને તો નિશ્ચય કથનોની સમજ હોતી નથી, પરંતુ શુષ્કજ્ઞાની તો નિશ્ચય કથનોનો અવળો ઉપયોગ કરી, સત્સાધનોનું ખંડન કરી પોતે ડૂબે છે અને તેના સંગમાં આવનારને પણ સત્સાધનમાર્ગેથી યુત કરાવી, ભવસાગરમાં ડુબાડે છે. આમ, આ ગાથા ઉપરથી ફલિત થાય છે કે સંસારસાગર તરવો હોય તેણે કાં ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૫૮,૬૦ Page #611 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તો સ્વયં તરવા માટે સમર્થ જ્ઞાનદશા પ્રાપ્ત કરવી જોઈએ, કાં તો આલંબનસાધનથી તરી શકાય એવી સાધનદશા સાધવી જોઈએ. જ્ઞાનીઓએ તો જ્ઞાનદશાને પ્રાપ્ત કરીને સંસારસમુદ્ર તરવા જેટલું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે અને તેથી તેવી ઉચ્ચ દશામાં બહિરંગ સાધનની અપેક્ષા રહેતી નથી, પણ આવી સાધનનિરપેક્ષ ઊંચી જ્ઞાનદશા પામવા માટે સાધન-દશા તો અવશ્ય જોઈએ જ. જ્ઞાનદશા કે સાધનદશા બન્નેમાંથી એકે ન હોય તે તો અવશ્ય ડૂબે છે, અર્થાત્ જેને તરતાં ન આવડતું હોય અને જે તરવા માટેના સાધનથી સંપન્ન ન હોય તે જીવ ડૂબે છે. વળી, આવાના સંગમાં કે નિશ્રામાં રહેનાર જીવ પણ કઈ રીતે કરી શકે? અર્થાત્ તે પણ અવશ્ય ડૂબે છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે કે જે શ્રદ્ધાનમાં ભ્રષ્ટ છે, જ્ઞાનમાં ભ્રષ્ટ છે તથા ચારિત્રમાં પણ ભષ્ટ છે તે ભ્રષ્ટ જીવોમાં પણ ભ્રષ્ટ છે. અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે તેવા જીવોનો પણ તે વિનાશ કરે છે, અર્થાત્ તેમનું પણ અહિત કરે છે. આ ગાથાનું હાર્દ જણાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – આ ગાથામાં ભારપૂર્વક જણાવ્યું છે કે આવા મતાર્થી જીવો પોતે ડૂબે છે અને તેના સંગમાં જે જે જીવો આવે છે, તેઓ પણ ડૂબે છે, કારણ કે પોતે આત્માને, આત્માના શુદ્ધ ચિદાનંદ સ્વરૂપને તો ઓળખતો નથી, જેને ઓળખવાનો પુરુષાર્થ પણ ઉપાડ્યો નથી, સતને પારખવાની વૃત્તિ નથી અને સંસારના તુચ્છ વિષયોમાં આકુળવ્યાકુળ થતો હોય છે, તેવો અજ્ઞાની શુષ્ક અધ્યાત્મી, જ્ઞાન દશા કેવી હોય તેના ભાન વગરનો અન્ય જીવને ઉપકારી કેવી રીતે થઈ શકે? જેણે પોતે હજુ રાગની દિશા તો બદલાવી નથી અને તેથી અરાગી તત્ત્વનો લક્ષ પણ નથી, તે અન્યને તારવામાં કેમ નિમિત્તભૂત થાય?” જ્ઞાનીઓ આવા જીવોને ઉપદેશ છે કે હે જીવ! અનાદિના કુસંસ્કારથી હજુ તને કેમ ધિક્કાર છૂટતો નથી? તું સિદ્ધ ભગવાન જેવો ચૈતન્યમૂર્તિ આત્મા અને તારે આવા અવતાર લેવા પડે એ કેવું શરમજનક છે! તારો અતીન્દ્રિય આનંદ તારામાં છે અને તું પરપદાર્થમાં સુખબુદ્ધિ કરી ભવોભવ ભટકે એ કેવું શરમજનક છે! હવે આવા અવતાર લેવાનું બસ કર! તારા ચૈતન્યનિધાનને ખોલીને આ શરમજનક જન્મોનો અંત લાવ. મનુષ્ય ગતિમાં તને પાંચ ઇન્દ્રિયો મળી છે, જ્ઞાનનો ઉઘાડ છે, ચિંતનશક્તિ વિકસિત છે; તો સત્સાધન દ્વારા સ્વસમ્મુખ પુરુષાર્થ પ્રગટાવી, વિભાવ ટાળી, નિજ અનંત જ્ઞાનઐશ્વર્યની પ્રાપ્તિ સત્વરે કર. અનંત કાળથી કર્મના સંયોગે રહેલું છતાં તેનાથી જે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘દર્શનપાહુડ', ગાથા ૮ 'जो दंसणेसु भट्टा णाणे भट्रा चरित्त भट्टा य । एदे भट्ट वि भट्टा सेसं पि जणं विणासंति ।।' ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૧૬ Page #612 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ ૫૬૫ અલિપ્ત રહ્યું છે એવું તારું શુદ્ધ સ્વરૂપ તારી પ્રતીક્ષા કરે છે. તેથી તું સત્સાધનના ખંડનથી નિવર્ત અને સાધનદશા કેળવી જ્ઞાનદશા પ્રગટાવ. જો આ પ્રમાણે અભ્યાસ કરશે તો તું તારા લક્ષ તરફની યાત્રામાં દઢતાપૂર્વક ત્વરાથી પ્રગતિ કરી તારું ઇષ્ટ ધ્યેય પાર પાડી શકશે. માટે હે ભવ્ય! સત્સાધનમાં પ્રવર્તમાન થઈ જ્ઞાનદશાને સાધ અને એવા જ જીવોનો સંગ કર કે જેમને જ્ઞાનદશા પ્રગટી હોય કે જેઓ સાધનદશાનું અવલંબન લઈ જ્ઞાનદશા પ્રગટાવવાનો પુરુષાર્થ કરી રહ્યા હોય.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘જ્ઞાનદશા પામે નહીં, અસત્સંગને જોર; હૃદય શુષ્ક છે જેહનું, મિથ્યાતમ મહા ઘોર. ઉપશમ ને વૈરાગ્ય એ, સાધનદશા ન કાંઈ; જેથી નિજગુણ નવ લહે, સુવિચારે ઘટમાંહિ. ઉદ્ધતાઇ આદિ ઘણા, દોષ મૂછિત ચિત્ત; પામે તેનો સંગ જે, સુખી ન થાયે ખચીત. અનેકાંત સમજે નહીં, એકાંતિક પણ નહિ; એવા સોબતીઓ સહિત, તે બૂડે ભવ માંહીં.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૧૭-૧૨૦) Page #613 -------------------------------------------------------------------------- ________________ Page #614 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૧ +44 10เi, eh, เคร% 4 เนศ, ทา ทรงโห.” Page #615 -------------------------------------------------------------------------- ________________ Page #616 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૧ | ગાથા આથી ગાથા ૩૦માં કહ્યું હતું કે જેઓ જ્ઞાનદશા કે સાધનદશા પામ્યા નથી એવા ભૂમિકા શુષ્ક-અધ્યાત્મી ગુરુ કે કહેવાતા સાધકોનો સંગ ભવસાગરમાં ડુબાડનાર છે. શુષ્કજ્ઞાની - નિશ્ચયાભાસી જીવ આત્માર્થ પામી શકતા નથી. આવા જીવોની ગણતરી પણ શ્રીમદે મતાર્થીમાં કરી છે. તેનું પ્રયોજન દર્શાવતાં શ્રીમદ્ કહે છે – એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; (ગાથા) પામે નહિ પરમાર્થને, અન્-અધિકારીમાં જ.” (૩૧) 2 એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળ ધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. (૩૧) તે શુષ્કજ્ઞાની જીવ પણ મતાર્થમાં જ પ્રવર્તે છે, અર્થાત્ તે પોતાના મતને ભાવાર્થ સાચવવામાં રોકાઈ જવાથી આત્માર્થ ચૂકી જાય છે અને પરમાર્થને પામી શકતો નથી. પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં “પણ” શબ્દ દ્વારા શ્રીમદે એમ સૂચન કર્યું છે કે જેમ પૂર્વની ગાથાઓમાં (૨૪-૨૮) વર્ણવેલ વ્યવહારાભાસી - ક્રિયાજડ જીવની ગણના મતાથમાં થાય છે, તેમ નિશ્ચયાભાસી - શુષ્કજ્ઞાનીની ગણના પણ મતાથમાં જ થાય છે. જેમ ક્રિયાજડ જીવો દષ્ટિરાગથી પોતાના કુળગુરુ, કુળધર્મ આદિના આગ્રહી હોય છે, પોતાના મત-વેષના આગ્રહી હોય છે, તેથી મતાર્થમાં વર્તે છે; તેમ શુષ્કજ્ઞાની જીવો પણ સ્વચ્છેદે અધ્યાત્મગ્રંથોનું અધ્યયન કરી, નિશ્ચયનયાત્મક બોલો શીખી, તે શબ્દોના ભાવનો અંતરમાં સ્પર્શ થવા દીધા વિના તેનો આગ્રહ કરે છે તથા લોકમાં પોતાનાં માન-મોટાઈ આદિ સુરક્ષિત રાખવા માટે પોતાના મતને મૂકતા નથી અને મતાર્થમાં જ વર્યા કરે છે. આ બન્ને પ્રકારના મતાથ જીવો પોતાને સાચા પરમાર્થી માને-મનાવે છે, પરંતુ જ્યાં મતાર્થ હોય ત્યાં સત્યાર્થ નહીં હોવાના કારણે તેઓ પરમાર્થને પામી શકતા નથી. આમ, તેઓ ધર્મ માટે અપાત્ર ઠરે છે. મતાર્થી જીવોનું લક્ષ માત્ર લૌકિક હોવાથી તેઓ નિશ્ચય-વ્યવહાર તથા સાધ્યસાધનનો યથાયોગ્ય સમન્વય કરવામાં અસમર્થ નીવડે છે, તેથી એકાંત પક્ષને રહી તેઓ માર્ગભષ્ટ થાય છે. વળી, પોતાના માન માટે તેઓ ધર્મના નામે આગ્રહ કરી, Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોતાનો પક્ષ એવો દૃઢ કરે છે કે તેમને સાચું સમજવાનો અવકાશ જ રહેતો નથી અને પરિણામે તેઓ આત્મપરિણામરૂપ પરમાર્થને પામી શકતા નથી. ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની એ બન્ને પ્રકારના મતાર્થી જીવો પરમાર્થરૂપ રાજમાર્ગને ચૂકી પોતાના મતના વર્તુળમાં એવા સપડાઈ જાય છે કે તેઓ માર્ગ પામવાને અધિકારી અયોગ્ય બની જાય છે. આમ, શ્રીમદે આ ગાથામાં ગર્ભિતપણે સૂચવ્યું છે કે પરમાર્થ પામવાનો અધિકારી માત્ર આત્માર્થા મુમુક્ષુ જીવ જ છે. અપાત્ર મતાર્થી જીવને આત્માનો લક્ષ નહીં હોવાથી તથા માનની કામના રહેતી વિશેષાર્થ હોવાથી, લોકમાં પોતાનાં માન-મોટાઈ આદિ સુરક્ષિત રહે એવી ઇચ્છાથી તે પોતાના મતનો આગ્રહ મૂકતો નથી, માટે તેને પરમાર્થમાર્ગની સાચી સૂઝ પડતી નથી અને તેનાં બધાં સાધનો મોક્ષાર્થે નિષ્ફળ નીવડે છે. તેની માન્યતા અને પ્રવૃત્તિ એવી હોય છે કે જેથી તે જ્ઞાન પામવાને અધિકારી થતો નથી. બરાબર તાકીને લક્ષ્ય પ્રત્યે બાણ છોડવામાં આવે તો તે લક્ષ્ય અવશ્ય વીંધાય છે, પણ જો લક્ષ્યનું અનુસંધાન કર્યા વિના બાણ છોડવામાં આવે તો નિશાન ચૂકી જવાય છે; તેમ પરમાર્થલક્ષે સત્સાધન કરે તો તેનો ઉપયોગ અંતર્મુખ થાય અને સ્વરૂપમાં સ્થિર થવાય, પરંતુ ૫રમાર્થલક્ષના અનુસંધાન વિના થયેલા મતાર્થી જીવના સર્વ પ્રયત્નો પરમાર્થે નિષ્ફળ જાય છે. તેની સર્વ ધાર્મિક ક્રિયાઓની પાછળ માન અને મત સાચવવાની જ વૃત્તિ હોય છે. તે દાન આપે તોપણ પોતાની પ્રશંસા માટે આપે છે અને તે માટે પાત્ર-અપાત્રનો વિચાર પણ કરતો નથી; તપ કરે તોપણ માનપાન વધે તેવા હેતુપૂર્વક કરે છે, પણ તે પોતાનાં પરિણામોની તપાસ કરતો નથી; તે પૂજા-પ્રભાવનાદિ કરે તોપણ સમાજમાં પોતાના વખાણ થાય એ માટે કરે છે, પરંતુ તેનાં પરમાર્થપ્રયોજન પ્રત્યે લક્ષ કરતો નથી; ગુર્વાદિને વંદન, સ્તુતિ આદિ કરે તોપણ સમાજમાં પ્રતિષ્ઠા પામવાનો તેનો હેતુ હોય છે, પણ તેમનો આશ્રય ગ્રહી પોતાનું આત્મકલ્યાણ કરતો નથી; શાસ્ત્રાભ્યાસ કરે તોપણ બીજાઓને સંભળાવી પ્રશંસા મેળવવાની કામના હોય છે, પણ તે શાસ્ત્રોના પરમાર્થને અંતરમાં અવધારતો નથી. આમ, તેના સર્વ પ્રયત્નો અવળી દિશામાં વળે છે. તે જે કાંઈ કરે છે તે માનાદિ પોષવા અર્થે કરે છે, ઘટાડવા માટે નહીં. તેની સર્વ ધાર્મિક પ્રવૃત્તિનાં મૂળમાં મોટાઈનો ભાવ હોવાથી અને વિભાવથી છૂટવારૂપ તથા સ્વભાવમાં સ્થિતિ થવારૂપ પરમાર્થપ્રાપ્તિનો ભાવ નહીં હોવાથી તેના તે સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે. તેથી જ ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે કહ્યું છે - દ્રવ્યક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાચી રે; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે.૧ ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, 'વિહરમાન જિન સ્તવન', શ્રી સુબાહુ ભગવાનનું સ્તવન, કડી ૬ Page #618 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૫૭૧ જેની પરિણતિ વિભાવમાં રાચે છે, તેને વંદન-પૂજન આદિ દ્રવ્યક્રિયાઓ, યમનિયમાદિ સાધનો, વિધિ-વિધાનો તથા આગમો (શાસ્ત્રો)નું વાંચન આદિ નિષ્ફળ થયાં છે, અવંચક થયાં નથી. આ સાધનો વડે પરિણતિ સ્વભાવમાં વળે તો જ સર્વ પુરુષાર્થ સફળ થાય છે. પ્રસ્તુત ગાથામાં શુષ્કજ્ઞાની મતાર્થી જીવની બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ પાછળ રહેલી અંતરંગ વૃત્તિ બતાવી છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનીઓએ શાસ્ત્રાભ્યાસનો બોધ કર્યો છે. શાસ્ત્રના અવલંબને આત્મસ્વરૂપની યથાર્થ વિચારણા થાય છે, તત્ત્વનો નિઃશંક નિર્ણય થાય છે અને સ્વભાવનો અત્યંત મહિમા આવે છે. આત્મવિકાસના પંથે આગળ વધતાં શુદ્ધ આત્મસ્વરૂપની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. સાક્ષાત્ મોક્ષમાર્ગ ઉપર પદાર્પણ થતાં જ્ઞાનીદશા પ્રગટે છે. આમ, શાસ્ત્રાભ્યાસ નિજજ્ઞાનની પ્રાપ્તિમાં ઉપયોગી નીવડે છે. પરંતુ મતાથી જીવ શાસ્ત્રાભ્યાસ દ્વારા પોતાનું આત્મકલ્યાણ કરવાનો મૂળ હેતુ ચૂકી જાય છે. તે શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે અને શીખવું, શીખવવું, યાદ કરવું, ભણવું, વાંચવું ઇત્યાદિ ક્રિયાઓમાં ઉપયોગને રમાડે છે; પરંતુ તે સર્વના પરમાર્થપ્રયોજન ઉપર તેની દૃષ્ટિ જતી નથી. “આ ઉપદેશમાં મને આત્માર્થે શું લાભકારી છે' તે તરફ તેનું લક્ષ જતું નથી, પણ શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાની ઇચ્છા રાખે છે અને જો બીજા જીવો તેની પ્રશંસા કરે તો કૃતકૃત્યતા અનુભવે છે. કેટલાક જીવો તો વ્યાકરણ, ન્યાય, કાવ્યાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરતા નથી. આવા શાસ્ત્રાભ્યાસના મૂળમાં પરમાર્થપ્રયોજનનો અભાવ અને લૌકિક ભાવનો સદ્ભાવ હોય છે. તે યુક્તિપૂર્વક શબ્દનો અર્થ કરવા માટે વ્યાકરણ અવગાહે છે, વાદવિવાદ વડે મહંત થવા માટે ન્યાય અવગાહે છે તથા ચતુરાઈ બતાવવા માટે કાવ્ય અવગાહે છે. તેના અભિપ્રાયમાં વિપરીતતા હોવાથી તેની આ સર્વ કળાઓ તેને કુમાર્ગે લઈ જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે અહો! કદાહને વિષે રહેલા પુરુષમાં ગુણોની કેવી વિપરીત સૃષ્ટિ છે? કે જેથી તેની ચતુરાઈ દંભને માટે થાય છે, શાસ્ત્ર પાપને માટે થાય છે, બુદ્ધિની કુશળતા પ્રતારણને માટે થાય છે અને ધીરપણું ગર્વને માટે થાય છે.' વળી, કેટલાક જીવોનો અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ પણ પરલક્ષી હોવાથી તે તેમના માટે મોક્ષસાધક નીવડતો નથી. વીતરાગધ્રુતનો અભ્યાસ કરતી વખતે પોતાનાં પરિણામોનું અવલોકન થવું જોઈએ, કારણ કે અવલોકન વિના પરિણામમાં ઉત્પન્ન થતા ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૬૫ 'दंभाय चातुर्यमघाय शास्त्र प्रतारणाय प्रतिभापटुत्वम् । गर्वाय धीरत्वमहो गुणानामसद्हस्थे विपरीतसृष्टिः ।।' Page #619 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રસને જીવ પોતે સમજી શકતો નથી અને તેથી તેનો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ માત્ર ધારણારૂપે અને પરલક્ષી થઈ જાય છે. આવો પરલક્ષી અભ્યાસ વિપરીત શ્રદ્ધાને સમ્યક બનાવવા સમર્થ હોતો નથી. સ્વલક્ષી અભ્યાસ જ સમ્યક્ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે. સ્વલક્ષી જ્ઞાન ભાવના ઊંડાણમાં જાય છે, જેથી સ્વભાવ-વિભાવની પરખ કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે; પરંતુ પરલક્ષી જ્ઞાન તો સ્થૂળપણે ઉપર ઉપર પ્રવર્તીને માત્ર ધારણા કરે છે. સ્વલક્ષી જ્ઞાનમાં થયેલો આત્મસ્વરૂપનો નિર્ણય સ્વરૂપની અનન્ય રુચિ, સ્વરૂપનો અચિંત્ય મહિમા અને અંતર્મુખી પુરુષાર્થનું જોર ઉત્પન્ન કરે છે; જ્યારે પરલક્ષી જ્ઞાનમાં થયેલો સ્વરૂપનો નિર્ણય રુચિ, મહિમા કે પુરુષાર્થ જાગૃત કરી શકતો નથી. આમ, સ્વલક્ષી જ્ઞાન જ સ્વરૂપસ્થિરતાનું કારણ થઈ શકે છે. નિજહિતની તીવ્ર ભાવનાના કારણે આત્માર્થી જીવ જ્યારે અવલોકનની ભૂમિકામાં આવે છે ત્યારે પોતાનામાં ચાલતાં પરિણામોને સમજવાનો અભ્યાસ ચાલે છે. વારંવાર અવલોકન કરતાં તેને પોતાનામાં અનેક પ્રકારના અવગુણો દેખાય છે. અવગુણ ટાળવાના લક્ષવાળા જીવને અનેક પ્રકારના વિભાવભાવોમાં આકુળતાનો અનુભવ થાય છે, તે તે ભાવોની અરુચિ જન્મે છે અને ત્યાંથી ખસવાની સહજ વૃત્તિ ઉદ્દ્ભવે છે; પણ જેના લક્ષમાં આત્મકલ્યાણની ભાવના નહીં પણ માનાદિની જ કામના છે એવા શબ્દજ્ઞાની - શુષ્કજ્ઞાનીને વિભાવનો કંટાળો હોતો નથી. તે માન મેળવવાના પ્રયત્નમાં જ પોતાનો કાળ વિતાવે છે. બહિર્મુખતાના કારણે તેનો સર્વ અભ્યાસ પરમાર્થપ્રાપ્તિ અર્થે નહીં પણ લોકરંજન અર્થે હોય છે. આ સંદર્ભમાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – “કોઈ કેવળ નિશ્ચયનયાવલંબી શુષ્કજ્ઞાનીને મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કંઈ વિશેષ વર્તતો હોવાથી, તેનામાં બુદ્ધિ ચાતુર્ય, તર્કશક્તિ અને સમજાવવાની આકર્ષક શૈલી, શુભ વાચાર્ગણાના યોગથી શબ્દનો ધોધ અને આનંબર અને શુભ નામકર્મના ઉદયથી આકર્ષક દેહ, મધુર કંઠ એ આદિની ઉપલબ્ધિ હોય છે. બાહ્ય દષ્ટિએ જોનાર મનુષ્યો આથી તેમની તર્કશક્તિ (જે દૂષિત છે) અને વાણીના પ્રવાહમાં તણાઈ જાય છે અને તેના અનન્ય ભક્ત બને છે. અજ્ઞાની ભોળા જીવ આ શુષ્ક અધ્યાત્મીની વાણીમાં અપૂર્વતા જુએ છે, તેથી વાણીને અપૂર્વ વાણી કહે છે, (દોષિત) શુષ્ક જ્ઞાનનો પ્રચાર કરતાં હોવા છતાં તેને અધ્યાત્મયોગી કહે છે.” ભાવરસની આદ્રતા વિનાના શુષ્કજ્ઞાનીઓ જ્યારે તર્ક કે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરીને પોતાનું બુદ્ધિબળ બતાવવા મંડી પડે છે, ત્યારે સત્યશોધનની નિષ્ઠાને બદલે પોતાનું કહેલું જ ખરું છે એવું સિદ્ધ કરવાની લાલચમાં પડી જાય છે. પછી તો ભ્રામક ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૧૯ Page #620 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૫૭૩ દલીલો, મરડી-મચડીને કરાતા શાસ્ત્રોના અર્થો અને પોતાના અભિપ્રાયને સાચો ઠરાવવા માટે લેવાતા કુતર્કના આશ્રયના કારણે સત્યશોધન એક બાજુ ઉપર રહી જાય છે. અહીં તર્કશાસ્ત્ર ઉપર આક્ષેપ કરવાનું લક્ષ નથી, પરંતુ જ્ઞાની કહેવડાવવાની મીઠાશના કારણે મતાર્થી જે રીતે તેનો ઉપયોગ કરે છે, તે રીતે તે તત્ત્વને પામી શકતો નથી. ઊલટું તેના દ્વારા દુરાગ્રહનાબૂદી અને સલ્શોધનવૃત્તિના સ્થાને વાડાભેદ, ખેંચતાણ વગેરે દ્વારા પોતાના અભિપ્રાયને સાચો ઠરાવવાની અહંવૃત્તિને પોષણ જ મળે છે. આમ, મતાર્થીના આચરણાદિમાં સત્યશોધનના સ્થાને ઠેકાણે ઠેકાણે વિદ્વત્તાનું પ્રદર્શન અને મતાહ હોય છે. આ વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે – કેઈ નિજદોષને ગોપવા, રોપવા કેઈ મતકંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાસે નહીં મંદ રે.૧ કેટલાક શાસ્ત્રાભ્યાસી શુષ્કજ્ઞાની જીવો પોતાના દોષને છુપાવવા માટે, પોતાના મતરૂપી કંદને રોપવા માટે, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે, લોકો પોતાને માને-પૂજે તે માટે ભોળા જીવોને પોતાના પક્ષમાં ભેળવવાના હેતુપૂર્વક ધર્મની મૂળ દેશનાને પોતાના શબ્દજ્ઞાનથી મચડી નાખે છે. આમ, મોક્ષમાર્ગના હેતુભૂત સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ પરમાર્થમાર્ગનો ઉચ્છેદ કરી, લોકરંજન માર્ગ તેઓ સ્થાપતા હોય છે. શુષ્કજ્ઞાની મતાર્થીને જ્ઞાની કહેવડાવવાની ઇચ્છા તેમજ માન, પૂજા, પ્રતિષ્ઠા, સત્કાર આદિની કામના એટલી પ્રબળ હોય છે કે તે પોતાની એકાંત મૂઢ માન્યતાને સત્ય સિદ્ધ કરવા અર્થે શાસ્ત્રોનું અવલંબન લઈ, અમુક શાસ્ત્રવચનોનું ખંડન કરે છે અને અમુક શાસ્ત્રવચનોનું વિપરીત અર્થઘટન કરે છે. તે શાસ્ત્રોમાંથી અવનવા પ્રમાણો શોધી કાઢી પોતાના મતનું સમર્થન કરે છે. જિનમાર્ગથી વિપરીત કરેલી પોતાની પ્રરૂપણામાં કોઈ ભૂલ બતાવે તોપણ પરમાર્થલક્ષનો અભાવ હોવાથી તેને તે સ્વીકારતો નથી. તેને પરમાર્થપ્રાપ્તિનો પંથ બતાવવામાં આવે તો પણ તે માનને વશ થઈને તે પ્રત્યે દુર્લક્ષ સેવે છે અને પરિણામે માનની ગાઢ અસર હેઠળ તે પરમાર્થ પામી શકતો નથી. લોકોમાં પોતાનાં માન-મોટાઈ સુરક્ષિત રાખવા અર્થે તે સશિક્ષાની ઉપેક્ષા કરી પોતાના મતનો જ આગ્રહ દઢ કરે છે. જ્યાં સંપ્રદાય કે ગચ્છનો કદાહ જાગે છે ત્યાં અનેકાંતવાદિતા ભુલાઈ જાય છે. પોતાના અભિપ્રાયનો આગ્રહ એવો દઢ થઈ ગયો હોય છે કે તેને પોતાની માન્યતાવાળી વાત જ સાચી લાગે છે અને તે સિવાય અન્યથા કે અન્યત્ર સત્ય હોઈ શકે એવો ખ્યાલ પણ તેને આવી શકતો નથી. આમ, વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતાના અભાવે તેનો મતાગ્રહ એવો દૃઢ થઈ જાય છે કે તે એકાંતવાદી બને છે. તેના દૂષિત જ્ઞાનના યોગે એવો દુરાગ્રહ બંધાઈ જાય છે કે આ પોતાનો ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, “સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૯ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દુરાગ્રહ છે એટલું સમજી શકવાની યોગ્યતા પણ તે ખોઈ બેસે છે અને પરમાર્થપ્રાપ્તિ માટે આવશ્યક અધિકારીપણું પણ તે પ્રગટાવી શકતો નથી. આ સર્વ કારણોને લીધે શુષ્કજ્ઞાનીને પરમાર્થ માટે અનધિકારી કહ્યો છે. અધિકારીપણું એ એક વિશેષ પ્રકારનું આંતરિક પરિણમન છે. જે જીવ અધિકારી છે તે તો માનાદિથી છૂટવાના જ પ્રયાસ કરે છે. તેને માનાદિમાં કદી પણ મીઠાશ લાગતી નથી, પણ ખેદ થાય છે. તે તેમાં રાજી થતો નથી, પરંતુ તેનાથી છુટાય એવા પ્રયત્નો આદરે છે. તે શાસ્ત્રના બોધને પોતાના અભિપ્રાયમાં સ્થિર કરી પરમાર્થપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. શાસ્ત્રની સમજને ઉદયપ્રસંગે જાગૃત કરી, નિજાવલોકન, ભેદજ્ઞાન અને સ્વરૂપસન્મુખતાના પ્રયત્નો કરે છે. આત્મહિતની નિષ્ઠા અને ઉત્કંઠાના કારણે તે યથાર્થ પ્રયોગશીલતા દ્વારા પરમાર્થપ્રાપ્તિ તરફ આગળ વધે છે. અધિકારી જીવના જીવનમાં પરમાર્થપ્રાપ્તિનો સપુરુષાર્થ જ અગ્રિમતા પામે છે. પરંતુ જેને પરમાર્થપ્રાપ્તિનો નિર્ણય થયો ન હોય, પુરુષાર્થ ઉલ્લભ્યો ન હોય, માનાદિનાં કારણોમાં અને પરિણામોમાં હજી મીઠાશ વર્તતી હોવાથી તેનાથી રહિત થવાની લગની લાગી ન હોય તે જીવ પરમાર્થ પ્રાપ્ત કરવા માટે અનધિકારી છે. અનધિકારી જીવ પરમાર્થનિર્ભર રહેવાને બદલે માનાદિ ઉપર નિર્ભર હોય છે. પોતે બાંધેલી કલ્પના અનુસાર તે માનાદિ પ્રાપ્ત કરવા-સાચવવામાં પ્રવૃત્ત રહે છે. તેને માનાદિ મળે તો એમાં રસ આવે છે, મીઠાશ લાગે છે, એમાં તે તન્મય થઈ જાય છે. તેની વૃત્તિ માનમાં ઘોળાયા કરતી હોવાથી તેને પરમાર્થપ્રાપ્તિનો ઉત્સાહ અને દરકાર હોતાં નથી. તેનું વીર્ય માનાદિની પ્રાપ્તિ તરફ વળે છે, પરંતુ પરમાર્થ તરફ વળતું નથી. સહજ જ્ઞાન અને સહજ આનંદ આદિ અનંત ગુણોથી ભરપૂર નિજચૈતન્યના - ત્રિકાળી શુદ્ધ ધ્રુવ જ્ઞાયક આત્માના યથાર્થ માહામ્ય વિના તેની દૃષ્ટિ ત્યાં જામતી નથી. અનધિકારી જીવને નિજ ઉત્તમ પદ માટે ઝૂરણા થતી નથી. એક પરમાર્થપ્રાપ્તિનું જ કાર્ય કરવાનું છે એમ તેને અંતરમાં ભાસતું નથી. પરમાર્થપ્રાપ્તિના લક્ષ વિના તેનો સઘળો શાસ્ત્રાભ્યાસ નિરર્થક નીવડે છે. તે પોતાના શુદ્ધ આત્મસ્વભાવની વાત વાંચસાંભળે છે, પરંતુ તેને પ્રયોગાત્મક અભ્યાસ કરવામાં ઉમળકો આવતો નથી. તે આત્મા સુખાદિ અનંત ગુણસંપન્ન છે' એમ કહે છે, પરંતુ અંતરમાં તો એમ જ માને છે કે માનાદિમાં સુખ છે. હું પૂર્ણ પ્રભુ છું' એમ બોલવા છતાં તેને આત્માની મહત્તા નથી આવતી, પરંતુ પોતાની મહત્તા સ્થાપવા બાહ્યમાં ભમે છે. “માનાદિ મેળવું તો હું કંઈક કહેવાઉં' એમ માની તે માનેચ્છાની પૂર્તિના પ્રયત્ન કરે છે. માનાદિના બંધનમાં રસ્ત હોવાથી તે પરમાર્થનું મુખ્ય કામ કરતો નથી અને વિપરીત પુરુષાર્થના કારણે ભવાટવીમાં ઘોર રઝળપાટ કરે છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૫૭૫ જેનું ચિત્ત ચાર ગતિનાં પરિભ્રમણરૂપ દુઃખથી ખેદ પામ્યું હોય અને માનાદિ વિભાવનો ખરેખરો થાક લાગ્યો હોય, તે જીવ પરમાર્થપ્રાપ્તિનો અધિકારી છે. પરંતુ જેને ભવભ્રમણનો ભય લાગતો ન હોય, માનમાં હજી મજા આવતી હોય, મોટામાં સુખ લાગતું હોય; તેને પરમાર્થપ્રાપ્તિનું અધિકારીપણું નથી, તેનામાં પાત્રતા જ પ્રગટી નથી. પરમાર્થપ્રાપ્તિનો અનુત્સાહ અને માનના ઉત્સાહથી શુદ્ધ સ્વરૂપમાં ઢળવાનો નકાર અને બંધન તરફ ઢળવાનું જોર આવે છે અને એ જ તેના મિથ્યાત્વનું પ્રબળપણું દર્શાવે છે. તે જ્ઞાની હોવાનો ડોળ કરે છે અને તેના અંતર-આશયમાં તીવ્ર માન ભર્યું છે, તેથી તેને અનંત સંસારની વૃદ્ધિ થાય છે. પોતાને જ્ઞાની ગણાવવાની ઇચ્છાથી પોતાના શુષ્ક મતનો આગ્રહ નહીં છોડનાર શુષ્કજ્ઞાની મતાર્થમાં પ્રવર્તન કરી આત્માર્થ ચૂકી જાય છે અને તેથી પોતે તો ભવસમુદ્રમાં બૂડે જ છે, પણ પોતાના સંગમાં આવનાર પોતાના આશ્રિત જનોનો, પોતાનો ઉપદેશ સાંભળીને તદનુસાર વર્તન કરનારા ભોળા જીવોનાં અકલ્યાણમાં પણ પોતે નિમિત્ત બને છે. ‘શ્રી સુયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે એક અંધ માણસ અન્ય આંધળાને દોરી જાય તો વિવક્ષિત માર્ગથી જુદા જ માર્ગે લઈ જાય છે. દોરવણી આપનાર અને દોરવણી લેનાર બન્ને અંધ હોય ત્યાં ધારેલ સ્થાનકે પહોંચવાનો સંભવ જ નથી. ૧ લૌકિક વલણના કારણે શુષ્કજ્ઞાની જીવ સ્વ-પરનાં અહિતનું નિમિત્ત થાય છે. તે પરમાર્થને પામતો તો નથી અને પામી શકે એવી તેની યોગ્યતાનો પણ નાશ થઈ ગયો હોય છે. અનધિકારીપણાના કારણે તેની વૃત્તિ નિજસ્વરૂપની સાધનામાં કાં તો પ્રવૃત્ત જ થતી નથી અથવા એટલી મંદપણે પ્રવૃત્ત થાય છે કે જેથી થોડા વખતમાં તે વૃત્તિ નિષ્ક્રિય થઈ સ્વયં સમાપ્ત થઈ જાય છે. તથારૂપ યોગ્યતાના અભાવના કારણે આવો જીવ સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. જો તે સર્વ શક્તિથી પરમાર્થનો લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશનો ત્યાગ કરીને, માનાદિ કામના છોડી, નિજ આત્મકલ્યાણની વિચારણામાં પ્રવર્તે તો તેને અવશ્ય શુદ્ધાત્મપરિણતિરૂપ પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે. જ્ઞાનીઓ પ્રેરણા આપતાં કહે છે કે – હે જીવ! માનાદિથી હટી અંતર્મુખ થા. તારી અંદર તારી પ્રભુતાનો પરિચય કર. તું તો પૂર્ણાનંદનો નાથ છે. તારામાં શું અપૂર્ણતા છે કે તારે મહાન થવા લોકાદરની સહાય લેવી પડે? તું તો સુખ-શાંતિનો ભંડાર છે. કોઈએ તારો વૈભવ છીનવી નથી લીધો. માનાદિને સુખ-શાંતિનું કારણ માનીને તું નાહકની તેની ગુલામી ૧- જુઓ : ‘શ્રી સુયગડાંગ સૂત્ર', શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧, ઉદ્દેશ ૨, ગાથા ૧૯ 'अंधे अंधं पहं णेति दूरमद्धाण गच्छती । आवज्जे उप्पधं जंतो अदुवा पंथाणुगामिते ।।' Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કરી રહ્યો છે. માનાદિ પ્રત્યેના વલણમાં અને તે સંબંધીના વિકલ્પોમાં તો ક્લેશ અને વ્યાકુળતા છે. જેમ પાણીનું બુંદ રેતીમાં પડે તો ચુસાઈ જાય છે અને કમળના ફૂલ ઉપર પડતાં તે મોતીની જેમ શોભી ઊઠે છે, તેમ તું તારા જ્ઞાનોપયોગને માનાદિમાં વેડશે તો ચુસાઈ જશે, તારી અમૂલ્ય સંપત્તિ વ્યર્થ જશે; પરંતુ જો તું તેને પરમાર્થપ્રાપ્તિના માર્ગે વાળશે તો તે મોતીની જેમ શોભી ઊઠશે. માટે હે વત્સ! તું માનાદિનો ત્યાગ કર અને પરમાર્થપ્રાપ્તિનો ઉદ્યમ કર, જેથી તારા ભવનો છેદ થાય. આવો મનુષ્યઅવતાર મળ્યો છે તો ભવનો છેદ કરી તેને સાર્થક કર. ચાર ગતિના ભવભ્રમણનો અભાવ ક૨વા માટે જ આ અવતાર મળ્યો છે. આત્મહિતનું મહાન કાર્ય તારે સાધવાનું છે. માનાદિના પ્રસંગોમાં આત્માને રોકી રાખશે તો પરમાર્થપ્રાપ્તિના મહાન કાર્યને તું ક્યારે સાધી શકશે? તેથી પરમાર્થની પ્રાપ્તિનો પિપાસુ થઈને તું માનાદિને છેદવાનો ઉપાય કર. માનાદિથી પરાભવ ન પામતાં તેની સામે પૂરજોશથી બળ વાપર૨. માનાદિને હટાવી દેવાના ઉત્સાહપૂર્વકના પુરુષાર્થથી તારા અંતરમાં કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થશે. આ બળ અનેક બળને મેળવશે અને ટૂંકા વખતમાં પ્રબળ પુરુષાર્થ ઊપડશે. જો તું માનાદિની સ્પૃહા છોડી, જ્ઞાનીના પરમાર્થમાર્ગનો આશ્રય ગ્રહણ કરશે, પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહેશે તો તું તથારૂપ સામર્થ્ય વિસ્તારી નિજપદને પામશે, અનંત સુખાદિ ગુણોનાં નિધાન પ્રગટશે, શુદ્ધ પૂર્ણ અનંત ગુણોનો ભોગવટો સાદિ અનંત કાળ પર્યંત તને થતો રહેશે. માટે હે જીવ! માનાદિથી તું અત્યંત ઉપેક્ષિત થા અને તારી સર્વ શક્તિને પરમાર્થપ્રાપ્તિની સાધનામાં જોડ.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે - ‘એ પણ જીવ મતાર્થમાં, હું જગ થાઉં પ્રસિદ્ધ; તે માટે તન ધન દઈ, કામ નામનું કીધ. એમ અનેક પ્રકારથી નિજમાનાદિ કાજ; કરે ઘણું પણ વ્યર્થ તે, ભવ વૃદ્ધિનો સાજ. પુદ્ગલ અભિલાષા વડે, તપ જય કરે અનેક; પામે નહિ પરમાર્થને, ખોટી રાખે ટેક. ભવાભિનંદી લક્ષણો, જેમાં ઘણાં ભર્યાં જ; તે ન લહે જિન માર્ગને, અન્-અધિકારીમાં જ.' , ૧ * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૦-૨૨૧ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૨૧-૧૨૪) Page #624 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૨ છે કે “ ઉ તા , નીર ત વેરા છે, Page #625 -------------------------------------------------------------------------- ________________ Page #626 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૨ - ગાથા ૩૧માં કહ્યું કે ઉપર કહ્યા તે જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કારણ 1 કે તેને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ હોય છે. આવો જીવ પણ પરમાર્થને પામતો નથી અને અનધિકારી જીવમાં ગણના પામે છે. શ્રીમદે ગાથા ૨૪ થી ૩૧ સુધીમાં મતાથ જીવોનાં, ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાનની અપેક્ષાએ પૃથક પૃથક લક્ષણ જણાવ્યાં. ક્રિયાજડ મતાર્થી જીવનું સ્વરૂપ દર્શાવતાં તેમણે કહ્યું કે આત્મજ્ઞાનરહિત બાહ્યત્યાગીમાં સદ્ગુરુની માન્યતા, કુળગુરુનું મમત્વ, સદ્ગુરુના યોગમાં વિમુખતા, જિનેશ્વરના બાહ્ય રૂપમાં તેમના સ્વરૂપની કલ્પના, દેવાદિ ગતિના ભાંગાઓમાં શ્રુતજ્ઞાનની માન્યતા, પોતાના માનેલ મત-વેષથી જ મુક્તિ છે તેવો આગ્રહ, વૃત્તિનું સ્વરૂપ જાણ્યા વિના માત્ર બાહ્ય વ્રત-તપનો અહંકાર ઇત્યાદિ કારણે તેવા જીવો આત્મજ્ઞાનના અનધિકારી છે; તથા શુષ્કજ્ઞાની મતાર્થી જીવનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે નિશ્ચયનયનું માત્ર વાણીમાં ગ્રહણ, સદ્વ્યવહારનું ઉત્થાપન, સ્વચ્છંદપ્રવર્તન, પોતાનાં માન અને મતને સાચવવાની જ વૃત્તિ અને પ્રવૃત્તિ વગેરે કારણે તેવા જીવો આત્મજ્ઞાનના અધિકારી છે. આમ, બન્ને પ્રકારના મતાર્થી જીવોનાં લક્ષણો બતાવીને તેમને પરમાર્થપ્રાપ્તિ માટે અપાત્ર જણાવ્યા. હવે આ ગાથામાં શ્રીમદ્ મતાર્થી જીવનાં સમુચ્ચય લક્ષણ દર્શાવે છે, અર્થાત્ બન્ને પ્રકારના મતાથી જીવોને લાગુ પડે એવાં સામાન્ય લક્ષણ જણાવે છે - “નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; | ગાથા સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થ દુર્ભાગ્ય.' (૩૨) CT જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અર્થ) * અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતદષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. (૩૨) મતાર્થી જીવને લાગુ પડતાં ગુણ-અભાવરૂપ લક્ષણ પ્રકાશતાં શ્રીમદ્ કહે છે કે જેને કષાયની ઉપશાંતતા નથી, અંતરંગ વૈરાગ્ય ઉત્પન થયો નથી, સરળતા તથા મધ્યસ્થતાના ગુણ જેના અંતરમાં આવિર્ભાવ પામ્યા નથી તે મતાર્થી જીવ દુર્ભાગી છે, કારણ કે તે જન્મ-જરા-મરણછેદક પરમાર્થમાર્ગ પામી શકે તેમ નથી. | ભાવાર્થ Page #627 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન સદ્ભાગ્યવંત જીવ જ પરમાર્થમાર્ગને પામી શકે છે, પરંતુ ઉપર્યુક્ત દોષોની વિદ્યમાનતા જે જીવમાં હોય છે, તે જીવને જન્મ-જરા-મરણને છેદવા જેટલું વીર્ય પ્રગટતું નથી અને તેથી પોતાના હીન પુરુષાર્થના કારણે તે પરમાર્થને પામી શકતો નથી, માટે તેને ભાગ્યહીન દુર્ભાગી કહ્યો છે. ૫૮૦ (૧) મતાર્થી જીવે કષાયોને પાતળા પાડ્યા નથી, અર્થાત્ તેના ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો શાંત થયા નથી. પરિણામમાં કષાયનું ઉગ્રપણું હોવાથી ચિત્ત અશાંત, ચંચળ અને મલિન રહે છે અને તેથી તે આત્માર્થ સાધવા માટે અસમર્થ છે. આત્મકલ્યાણ માટે શાંત, ગંભીર પરિણામની આવશ્યકતા રહે છે. જેનું ચિત્ત નજીવા સારા-માઠા પ્રસંગમાં કાં તો હરખના હિલોળે ચડી જાય, કાં તો શોકની ગર્તામાં ઊતરી જાય, તેવો જીવ અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ આદરી શકતો નથી. (૨) મતાર્થી જીવને અંતરંગ વૈરાગ્ય ન હોવાથી બહારના વિષયમાં તેની વૃત્તિ ઉછાળા માર્યા કરે છે. ભ્રાંતિના કારણે સુખરૂપ ભાસતા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં તેને વહાલપ વર્તે છે. આત્મકલ્યાણ સાધવા માટે વિષયોની લોલુપતાથી અને તેના કુતૂહલથી વિરક્ત પરિણામ હોવાં ઘટે છે, પરંતુ જેને હજી સંસારના ભોગોમાં મીઠાશ વર્તે છે, તે જીવ અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ આદરી શકતો નથી. (૩) મતાર્થી જીવનાં પરિણામોમાં સરળતા નથી, અર્થાત્ તેનામાં ગુણગ્રહણ કરવારૂપ અને દોષસ્વીકાર કરવારૂપ કોમળપણું હોતું નથી. આત્મકલ્યાણ સાધવા માટે ગુણને ઓળખવારૂપ અને તેને ગ્રહણ કરવારૂપ રુચિપૂર્વકની વૃત્તિ આવશ્યક છે. જેને દોષસ્વીકાર કરવારૂપ સરળપણું વર્તતું નથી, તે જીવ અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ આદરી શકતો નથી. (૪) મતાર્થી જીવને સાચા-ખોટાની તુલના કરવાની નિષ્પક્ષપાતર્દષ્ટિ હોતી નથી. આત્માર્થ સાધવા માટે જીવે દુરાગ્રહ, મતાગ્રહ આદિ મિથ્યાગ્રહથી મુક્ત એવી અપક્ષપાતષ્ટિ કેળવવી ઘટે છે. પરંતુ મતાર્થી જીવ દૃષ્ટિરાગના કારણે પોતાની આંધળી માન્યતાઓના હઠાગ્રહને દઢતાનું નામ આપે છે. જે જીવે સત્યાસત્યને યથાર્થપણે જાણવાવાળી, પક્ષપાત વિનાની તટસ્થદૃષ્ટિ કેળવી નથી, તે જીવ અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ આદરી શકતો નથી. આમ, અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરવા છતાં મોક્ષમાર્ગ પામવા યોગ્ય ગુણોનો અભાવ હોવાથી મતા જીવ અપાત્ર અનધિકારી છે; અર્થાત્ જ્યાં સુધી આ ગુણોનો ઉદય તેના અંતરમાં થતો નથી, ત્યાં સુધી તે આત્માર્થ સાધવાને અસમર્થ રહે છે. - Page #628 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૫૮૧ સિંહણનું દૂધ જેમ માટીના વાસણમાં ટકે નહીં, તે માટે તો સુવર્ણનું વિશેષાર્થ 1 પાત્ર જ જોઈએ; તેમ આત્મજ્ઞાન પ્રગટી શકે અને ટકી શકે એવી પાત્રતા માટે જીવમાં તદ્યોગ્ય ગુણસંપત્તિની આવશ્યકતા રહે છે. પાત્રતા એટલે કષાય તરફના વલણનું ટળવું અને ઉપશમ તરફના વલણનું વધવું, વિષયાદિની રુચિ મંદ થવી અને વૈરાગ્યની રુચિની વૃદ્ધિ થવી, દોષ સ્વીકારવાની તૈયારી હોવી અને ગુણપ્રાપ્તિની ગરજ હોવી તથા આગ્રહનો અભાવ હોવો અને સતુનું બહુમાન હોવું. જો આ ગુણસંપત્તિનો અભાવ હોય તો જીવ અનેકવિધ ધર્મકરણી કરતો દેખાય છતાં પણ તે ધર્મથી દૂર હોય છે અને તેનું અંતર સંસાર તરફ ઢળેલું રહે છે. યથાર્થ પાત્રતા વિના પરમાર્થપ્રાપ્તિ માટેના સર્વ પ્રયત્નો નિષ્ફળ નીવડે છે, તેથી સાધનામાર્ગમાં જતાં પહેલાં પાત્રતા તૈયાર કરવી જોઈએ. કોઈ જીવ માત્ર બાહ્ય ક્રિયા કે કેવળ શાસ્ત્રાભ્યાસથી માર્ગ પામી શકતો નથી, પાત્રતાથી જ પામી શકે છે, તેથી વિચારવાન જીવે સર્વ પ્રથમ આ મહત્ત્વના વિષય ઉપર ગંભીરતાથી વિચાર કરીને પાત્રતા વધારવા ઉદ્યમ કરવો જોઈએ. આ પાત્રતાના માપનું ધોરણ છે મુમુક્ષુતા'. મુમુક્ષુતા કોઈ ક્રિયા કે વિધિનું નામ નથી, પણ તે મોક્ષ તરફનું આત્માનું વલણ છે. અનેક પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોવા છતાં કેટલાક જીવની આત્મશુદ્ધિ થવાને બદલે સંસારવૃદ્ધિ થાય છે, કારણ કે તેમનું આંતરિક વલણ યોગાભિમુખ ન રહેતાં ભોગાભિમુખ હોય છે. તેનું મૂળ કારણ છે તથારૂપ પાત્રતાનો અભાવ. અનંત કાળમાં દુર્લભ એવો સન્દુરુષનો યોગ થયો હોય તોપણ પોતાની તદ્યોગ્ય ભૂમિકા અને પાત્રતા નહીં હોવાના કારણે તે યોગ નિષ્ફળ જાય છે. શ્રીમદ્ તેમના અંતિમ સંદેશામાં આત્મપ્રાપ્તિ માટેના અધિકારીની પ્રથમ ભૂમિકાનું દિગ્દર્શન કરાવતાં કહે છે – મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.'૧ જેની વિષયાસક્તિ ઘટી છે, જેની મન-વચન-કાયાની પ્રવૃત્તિ માયારહિત છે, જે જ્ઞાની ગુરુની આજ્ઞાની ઉપાસનામાં એકતાન થઈ આત્મવિચારમાં પ્રવર્તે છે, જેને દયા, મૃદુતાદિ ગુણોના કારણે આત્માનાં પરિણામોમાં કોમળતા આવી છે, તેવો અલ્પારંભી જીવ પ્રથમ ભૂમિકામાં ગણવા યોગ્ય છે. તેવો જીવ જ આત્મપ્રાપ્તિ માટે અધિકારી છે. મતાર્થી જીવમાં યથાયોગ્ય ગુણોનો અભાવ હોવાથી, તે અપાત્ર જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. તેનાં જે ગુણ-અભાવરૂપ લક્ષણો પ્રસ્તુત ગાથામાં કહ્યાં છે તેને અનુક્રમે વિચારીએ. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૯ (પત્રાંક-૯૫૪, કડી ૯). Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૧) “નહિ કષાય ઉપશાંતતા” મતાર્થી જીવને કષાયની ઉપશાંતતા હોતી નથી. કષ એટલે ઝેર અને આય એટલે લાભ. જેનાથી ઝેરનો અર્થાત્ સંસારપરિભ્રમણનો લાભ થાય તેને કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર કષાયથી સંસાર વધે છે. તેથી જે જીવ મુક્તિને ઇચ્છે છે અથવા સંસાર વધારવા ઇચ્છતો નથી, તે જીવ અવશ્ય કષાયને ઘટાડવાનો પ્રયત્ન કરે છે. જીવ તત્ત્વજાગૃતિ ચૂકી જાય છે ત્યારે તે પ્રાપ્ત સંયોગોમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી કષાયની ઉત્પત્તિ કરી બેસે છે. ચિત્તમાં કષાય જાગતાં જીવ વ્યાકુળ બને છે. કષાયના કારણે મનમાં વિકલ્પો અને વિચારોનો કોલાહલ મચે છે. કષાયોના કારણે ચંચળતા ઉત્પન્ન થતાં ચિત્ત શાંત, નિર્મળ, એકાગ્ર થઈ શકતું નથી. કષાયનાં વમળો તેની શાંતિ તેમજ સ્થિરતાને સતત હણતાં રહે છે. કષાયગ્રસ્ત ચિત્તવાળો પોતે તો દુઃખી થાય છે, સાથે અન્યને પણ દુઃખી કરે છે. ચિત્ત કપાયરહિત બનતાં આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. કષાયરહિત ચિત્તથી અનુભવાતી શાંતિ સ્વ-પર બન્નેને અનેક રીતે સુખ આપી જાય છે, તેથી કષાયનાં વમળોથી મુક્ત થવું એ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ માટે અનિવાર્ય બની રહે છે. પોતાના ચિત્તને કપાયરહિત બનાવી સુખ-શાંતિનો અનુભવ કરવો અને અન્યનાં સુખ-શાંતિનું નિમિત્ત બનવું એ જ ધર્મનો ધોરી પંથ છે. આત્માર્થી જીવને કષાયના પરિણામે ઉભવતી દુ:ખસંતતિનું ભાન હોવાથી તે કષાયના પ્રસંગોને ઊભા જ થવા દેતો નથી અને નિરંતર ઉપશમભાવમાં રહેવાનો અભ્યાસ કરે છે. કયાં કારણોથી કષાયો ઉત્પન્ન થાય છે અને તેને શાંત કરવાના ઉપાય કયા છે તે સંબંધી વિચાર કરીને, મન-વચન-કાયાથી તેને ઉત્પન્ન કરનાર હતુઓનો ત્યાગ કરે છે અને તેને ઉપશમાવવાના હેતુઓને સેવે છે. આત્માર્થીનું એક જ ધ્યેય હોય છે કે પોતાના આત્માને કષાયાદિ પરભાવથી મુક્ત કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું, તેથી તે કષાય પ્રત્યે સજાગ રહે છે. પૂર્વસંસ્કારવશ જો કષાય થઈ જાય તો તે ત્વરાથી જાગૃત થઈ ઉપશમભાવ પુષ્ટ કરે છે. અનાદિની વિપરીતતા છેદી, જૂની અવળી આદતો સુધારવા તે દઢ સંનિષ્ઠ અભ્યાસ કરે છે. કોઈ પણ બનાવમાં કષાય કરવાને બદલે તે બનાવને દ્રષ્ટાભાવે જોવાનો અભ્યાસ કરે છે, જેથી કષાય મંદ થતો જાય છે. આંધળી પ્રતિક્રિયાને બદલે ઉપશમ ભાવમાં રહેવાની ક્રિયા થાય છે. જો પ્રસંગ વખતે ઉપરછલ્લી શાંતિ રાખવામાં આવે પણ અંતરમાં ઉપશાંતતા ન થઈ હોય ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ', શ્લોક ૧૬૬ 'संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतुं च । त्रिकरणशुद्धमपि तयोः परिहारासेवने कार्ये ।।' Page #630 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૫૮૩ તો અંતરમાં દબાયેલો કષાય ભવિષ્યમાં તીવ્રતાથી ઊછળે છે. આત્માર્થીની કષાયની ઉપશાંતતા સાચી સમજણથી યુક્ત હોવાના કારણે યથાર્થ હોય છે અને તેથી તે સાચા પંથે આગળ વધે છે. મતાર્થી જીવનું વલણ મોક્ષાભિમુખ નહીં હોવાના કારણે તેને કષાયની મંદતા હોતી નથી. સમ્યકત્વને આવરણ કરનાર, અનંત સંસારનો અનુબંધ કરનાર એવા અનંતાનુબંધી પ્રકારના તીવ્ર કષાયનું સ્વરૂપ મતાર્થી જીવમાં પ્રગટ હોય છે. તેની મૂચ્છ એટલી સઘન હોય છે કે સમ્યકપણે જોવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે. દૃષ્ટિમાં ભ્રમ છવાયેલો રહે છે. મિથ્યાત્વને અનુસરીને થતાં આ અનંતાનુબંધી કષાય અનંત સંસારની વૃદ્ધિ કરે છે. અનંતાનુબંધી કષાય અનંત અનુબંધ, અર્થાત્ સાંકળરૂપ બંધન ઉત્પન્ન કરે છે. અનુબંધના કારણે પૂર્વે જે ઉત્પન્ન થયું હતું, તેના ઉદય વખતે નવું ઉત્પન્ન થયા જ કરે છે, અર્થાત્ આ ગાઢ કષાયના પરિણામે વર્તમાનમાં જે કર્મ બંધાય છે, તેના ઉદયકાળે વૃત્તિ પુનઃ તે રીતે પ્રભાવિત થાય છે, જેથી કષાય-કર્મબંધ-કષાયનું વિષચક્ર અવિરતપણે ચાલુ રહે છે. આમ, જે કષાયમાં ઉત્પત્તિની નિરંતરતા હોય છે અથવા જેમાં નવું ઉત્પન્ન કરવાની અતૂટ ક્ષમતા હોય છે તે અનંતાનુબંધી હોય છે. અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ સમજાવતાં શ્રીમદ્ લખે છે – જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં “અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં “અનંતાનુબંધી'નો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયનો વિશેષ સંભવ છે. સતદેવ, સદ્ગુરુ અને સતધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસતદેવ, અસતગુરુ તથા અસતધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં અનંતાનુબંધી કષાય' સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ અનંતાનુબંધી' હોવા યોગ્ય છે.” અનંત સંસારની વૃદ્ધિ જે કષાયથી થાય તેને અનંતાનુબંધી કષાય કહ્યો છે. ભોગાદિને વિષે મંદ પરિણતબુદ્ધિથી પ્રવૃત્તિ થાય ત્યાં સુધી અનંતાનુબંધીનો બંધ થતો નથી. પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર રાગાદિ ભાવ સહિત તન્મયપણે પ્રવૃત્તિ થાય, નિર્ભયપણે - નિર્ધ્વસ પરિણામે ભોગપ્રવૃત્તિ થાય ત્યાં અનંતાનુબંધી સંભવે છે. વળી, વીતરાગદેવ-ગુરુ-ધર્મનું ખંડન કરવાનો અથવા તો તેમના પ્રત્યે તીવ્ર કે મંદ ક્રોધાદિ ભાવ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૭૧-૪૭૨ (પત્રાંક-૬૧૩) Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન થાય ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. સાચા ધર્મ પ્રત્યે અને તે ધર્મના બતાવનાર પ્રત્યે અભાવ તે અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ છે. જ્ઞાનીપુરુષ કંઈ દોષ બતાવે ત્યારે તેમના પ્રત્યે દ્વેષ થવો તે અનંતાનુબંધી ક્રોધ છે. 'જ્ઞાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો', તેવા ભાવ થવાને બદલે હું જાણું છું' એમ થાય તે અનંતાનુબંધી માન છે. જ્ઞાનીપુરુષ આગળ ઉપર ઉપરથી સારું દેખાડે અને પોતાના દોષો છુપાવે તે અનંતાનુબંધી માયા છે. ધર્મ કરી મોક્ષ ન ઇચ્છતાં પુત્ર, ધન-સંપત્તિ, દેવલોક આદિની ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. આ અનંતાનુબંધી કષાયનો પ્રકાર જ્યાં સુધી ઉપશાંત ન થાય ત્યાં સુધી સર્વિચારને અવકાશ નહીં મળવાથી જીવ આત્માર્થ સાધવા અસમર્થ રહે છે. મતાર્થી જીવ આવા અત્યંત અહિતકારી અનંતાનુબંધી કષાયો પાતળા પાડતો નથી અને ઊલટો પોતાનો મત સાચવવામાં તે કષાયોને જાયે-અજાણ્યે વધુ ને વધુ પુષ્ટ કરે છે. અનંતાનુબંધી કષાયના કારણે તેનું ચિંતન-મનન વિકૃત બની જાય છે. સત્યને સત્યરૂપમાં સ્વીકારવાની તેની તૈયારી હોતી નથી. તે સત્યને જોવા પ્રયત્ન જ નથી કરતો. તેનું જીવન મૂચ્છમય બની જાય છે. જેમ નશામાં માણસ બરાબર જોઈ શકતો નથી, તેને પોતાનો કે આસપાસના સ્થળાદિનો યથાર્થ ખ્યાલ આવતો નથી; તેમ અનંતાનુબંધી કષાયના સદ્ભાવમાં જીવના રાગ-દ્વેષ એટલા બધા તીવ્ર હોય છે કે તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, જાત અને જગત સંબંધી તેનું દર્શન મિથ્યા રહે છે, તેને તત્ત્વનો વિપર્યય વર્તે છે. આમ, મતાર્થી જીવ કષાયોની ઉપશાંતતા કરતો નથી અને તેથી તેનો આત્મવિકાસ થઈ શકતો નથી. તેને ધર્મનો સ્પર્શ થતો નથી. કષાયોને ઉપશમાવ્યા વિના મોક્ષમાર્ગે ગતિ થઈ શકતી નથી. આત્મકલ્યાણ માટે માત્ર બાહ્ય સાધના પૂરતી નથી, પરંતુ જીવે જાગૃત થઈ કષાયોની તીવ્રતા ઓછી કરવી ઘટે છે કે જેથી તે સાધનાપથ ઉપર આરૂઢ થઈ શકે. મતાર્થી જીવને કષાયની ઉપશાંતતાનું લક્ષ જ નથી હોતું તો તેનો પ્રયાસ તો ક્યાંથી થાય? તે તો બહિરંગ ધાર્મિક પ્રવૃત્તિમાં સંતોષાઈ જાય છે. વસ્તુતઃ કષાયો ઉપશાંત કર્યા વિના, તે ભલે બાહ્યથી ગમે તેટલાં સાધનોનું સેવન કરે કે આત્મા સંબંધી વાતોનું રટણ કરે, પણ તેને મોક્ષમાર્ગની ઉપલબ્ધિ થતી નથી. વ્યવહારાહી મતાર્થી અસદ્ગુર્નાદિને સદ્ગુર્નાદિ માની, અસત્નો આદર કરી, સત્નો અનાદર કરી અનંતાનુબંધી કષાયને પુષ્ટ કરે છે અને નિશ્ચયાઝહી મતાથ સદ્દગુરુ આદિ સવ્યવહારનો જ લોપ કરી, સત્નો સર્વથા અનાદર કરી અનંતાનુબંધી કષાયને પુષ્ટ કરે છે. આમ, બન્ને પ્રકારના મતાથમાં કષાયને ઉપશમાવવારૂપ, કષાયને પાતળા પાડવારૂપ કષાયની ઉપશાંતતા હોતી નથી. Page #632 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૫૮૫ (૨) “નહિ અંતર વૈરાગ્ય' મતાર્થી જીવને અંતરવૈરાગ્ય હોતો નથી. વૈરાગ્ય એટલે ગૃહ-કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ. સંસાર, દેહ અને ભોગની અનિત્યતા, અસારતા અને અશરણતા ભાસવાથી પંચ ઇન્દ્રિયના વિષયોમાંથી વિરક્તિ થવી તેને વૈરાગ્ય કહેવાય છે. ગમે તેટલો બાહ્ય ત્યાગ કરવામાં આવે કે આત્મા સંબંધી શ્રવણ-ચર્ચા કરવામાં આવે, પણ ઉદયપ્રસંગે વિષયોનો રસ મંદ ન થાય તો આત્મહિત સધાતું નથી. વિષયથી વિરક્ત થયેલું ચિત્ત જ આત્માર્થ સાધવાને સમર્થ બને છે, કારણ કે વૈરાગ્યથી ચિત્ત શાંત અને નિર્મળ થાય છે. સંકલ્પ-વિકલ્પ મંદ થાય તો જ સ્વરૂપનો અભ્યાસ થઈ શકે છે. તીવ્ર વિષયાસક્તિ હોય ત્યાં ઉપયોગ એકદમ સ્થૂળ હોય છે. વિષયાસક્તિ મંદતાને ન પામે ત્યાં સુધી ઉપયોગ એવો સૂક્ષ્મ બનતો નથી કે સ્વરૂપમાં પ્રવેશી શકે. જ્યાં સુધી પરપદાર્થમાં સુખબુદ્ધિ હોય ત્યાં સુધી તેની પ્રાપ્તિ અને તેના ઉપભોગ સંબંધીના વિકલ્પો સતત રહેવાથી આત્મવિચારણા અર્થે ચિત્ત અવકાશ પામતું નથી. વૈરાગ્ય પ્રગટતાં તે વિકલ્પો દૂર થાય છે અને ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે. નિરંતર વૈરાગ્યભાવનાના બળ વડે આત્મતત્ત્વનો મહિમા વધતાં ઉપયોગમાં સાતિશયતા પ્રગટે છે, સૂક્ષ્મતા વધતી જાય છે અને અંતે કોઈ ધન્ય પળે ઉગ્ર અંતર્મુખ પુરુષાર્થ દ્વારા વિકલ્પ વિરામ પામતાં, નિર્વિકલ્પ થવાથી ઉપયોગ સ્વરૂપમાં સ્થિત થાય છે અને આત્મસાક્ષાત્કાર થાય છે. વૈરાગ્યનો આવો મહિમા હોવાથી જીવે તેનું સેવન કરવું ઘટે છે. આત્માર્થી જીવોને વૈરાગ્ય સહજ જાગી ઊઠે છે. તેમને સંસારની અસારતા સમજાવવા માટે ઉપદેશકે ઉપદેશની ઝડીઓ વરસાવવી પડતી નથી. રોજિંદા જીવનની નાની-મોટી ઘટનાથી, જીવનની કોઈ વિષમતાના દર્શનથી અથવા જ્ઞાનીપુરુષનું એકાદું વચન સાંભળીને પણ તેનું અંતર જાગૃત થઈ જાય છે અને સંસારની નિઃસારતા તેના ચિત્તમાં વસી જાય છે. આત્મસ્વભાવનું અચિંત્ય સામર્થ્ય, પરની અતિશય પૃથકતા અને વિષયવિકારના હીનપણાનું ભાન થયું હોવાથી તેનો ઉપયોગ વિષયો તરફ વળતો નથી. તુચ્છ વિષયોના રાગમાં કે પરના મહિનામાં તેનો ઉપયોગ અટકતો નથી. તત્ત્વનિર્ણય થયો હોવાથી તેનું જ્ઞાન બહાર ભટકતું નથી. આત્મસ્વરૂપનું સામર્થ્ય સમજાયું હોવાથી તેને પંચ ઇન્દ્રિયના વિષયોમાં તીવ્ર આસક્તિ થતી નથી. આત્માનું માહાભ્ય જાગતાં વિષયોનો રસ મંદ પડી જાય છે. જેમ જેમ આત્માનો મહિમા વધતો જાય છે, તેમ તેમ પરમાં રહેલી સુખબુદ્ધિ ઘટતી જાય છે. તેને વિષયપ્રવૃત્તિ કરવી પડે તોપણ કંપતા ચિત્તે સભાનતાપૂર્વક કરે છે. આમ, આત્માર્થીને આત્મામાં પ્રીતિ થઈ હોવાથી વિષયોમાં તીવ્ર પ્રીતિ રહેતી નથી. મતાર્થી જીવને આત્માની રુચિ થઈ ન હોવાથી સંસાર પ્રત્યે સાચો ઉદ્વેગ, Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અંતરવૈરાગ્ય ઊપજતો નથી. ઇન્દ્રિયવિષયોનાં સાધનોને ઇષ્ટ માની, તેનાથી સુખ મળશે એમ માની તે મિથ્યાત્વને પોષે છે. વસ્તુતઃ બાહ્ય કોઈ પણ વસ્તુથી સુખ ઊપજતું નથી, પરંતુ અજ્ઞાનના કારણે તે પરદ્રવ્યમાં સુખની કલ્પના કરે છે. પોતાના સ્વરૂપમાં જ સુખનો સાગર ભરેલો છે એનું ભાન ન હોવાથી બાહ્ય વિષયમાંથી સુખ પ્રાપ્ત થાય છે એવું સમજી સર્વત્ર દોડ લગાવે છે અને અહીંથી સુખ મળશે, ત્યાંથી સુખ મળશે એમ ફાંફાં મારે છે, પરંતુ તેને સુખને બદલે દુઃખ મળે છે. બાહ્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં સુખની કલ્પના કરવી, ઇચ્છા રાખવી તે જ આકુળતા છે, દુઃખ છે. વૈરાગ્યનો અભાવ હોવાથી તે શાતા-અશાતાના ઉદયમાં સ્થિર રહી શકતો નથી અને હર્ષ-શોકના હિલોળે ઝૂલી અનેક દોષોમાં તણાઈ જાય છે. વૈરાગ્ય માટે શ્રીમદે ગાથામાં પ્રયોજેલ “અંતર' શબ્દ મહત્ત્વનો છે. અંતરંગ વૈરાગ્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ગમે તેટલા બાહ્ય ત્યાગ-વૈરાગ્ય હોય તોપણ તે કાર્યકારી થઈ શકતો નથી. જો વૈરાગ્ય માત્ર ઉપલક હોય તો ફક્ત શરીર અને વાણીના સ્તરે દુષ્કર્મોના ઘટવારૂપ લાભ જ મળે છે, અંતરમાં તો વિવિધ વિકારોની ઘટમાળ ચાલુ જ રહે છે અને રાગ-દ્વેષની પ્રતિક્રિયા ઉદ્ભવતી જ રહે છે; તેથી વૈરાગ્ય જો માત્ર દેહ અને વાણી સુધી જ સીમિત હોય તો કલ્યાણકારી થઈ શકતો નથી. બાહ્ય ત્યાગ-વૈરાગ્ય કર્તવ્યરૂપ છે, પરંતુ અંતરવૈરાગ્યનું પ્રયોજન ન સધાય તો તે સાર્થક થતો નથી. જો અંતરમનના ઊંડાણમાં ચાલતી વિકારી પ્રક્રિયા અટકે નહીં તો વિકારનું સંવર્ધન ચાલુ રહે છે, માટે વૈરાગ્ય અંતરમનના ઊંડાણ સુધી વ્યાપવો જોઈએ. સમગ્ર માનસ વૈરાગ્યમય બનવું જોઈએ. મતાર્થી જીવમાં અંતરંગ વૈરાગ્યનો અભાવ હોય છે જે તેનું દુર્ભાગ્ય છે. મતાર્થી જીવને ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, રોગ, આપત્તિ વગેરે દુઃખનાં કારણોથી દુઃખગર્ભિત વૈરાગ્ય ઊપજે છે, પણ આ દુ:ખજન્ય ક્ષણિક વિરક્તિ તે ખરેખર વૈરાગ્ય નથી, પરંતુ આર્તધ્યાન છે. દુઃખમય સંસારનું યથાતથ્ય સ્વરૂપ વિચારીને વિષયોથી વિરક્ત થવું તે જ ખરો વૈરાગ્ય છે. સમજણપૂર્વકની યથાર્થ વિરક્તિ નહીં હોવાથી દુઃખદ પરિસ્થિતિનો અભાવ થતાં જ તે વૈરાગ્ય શમી જાય છે. જેમ તપાવેલા લોઢા ઉપર પડેલું જળબિંદુ તરત જ ઊડી જાય છે, તેમ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્ય ટકી શકતો નથી. અનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં તે વિલય પામે છે. જેમ દુઃખગર્ભિત વૈરાગ્ય વાસ્તવિક વૈરાગ્ય નથી, પણ દ્વેષનો જ પ્રકાર છે; તેમ મોહગર્ભિત વૈરાગ્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૨, શ્લોક ૩૮ 'अत्रांगमनसोः खेदो ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ।।' Page #634 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૫૮૭ પણ વાસ્તવિક વૈરાગ્ય નથી, પરંતુ તે રાગનો ઘાતક છે. મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવતાં શ્રીમદ્ કહે છે – દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તો સાધારણ ખેડૂતો કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તો તેની પેરે સહજ થઈ રહેશે; પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.” આવી ભાવનાથી દીક્ષા લેવાનો જે વૈરાગ્ય થાય તે “મોહગર્ભિત વૈરાગ્ય'.” આમ, વૈરાગ્યનું સ્વરૂપ સમજ્યા વિના મોહગર્ભિત કે દુઃખગર્ભિત વૈરાગ્યથી લીધેલા બાહ્ય ત્યાગથી વિષય-કષાયનો ઘટાડો થઈ શકતો નથી. આ બન્ને પ્રકારના વૈરાગ્ય તે આર્તધ્યાન છે અને તેનું મોક્ષમાર્ગમાં કોઈ સ્થાન નથી. સ્વરૂપલક્ષ વિનાનો વૈરાગ્ય તે યથાર્થ વિરક્તિ છે જ નહીં, પણ રૂંધાયેલો કષાય જ છે. જેમ અગ્નિના નિમિત્તે દૂધનો ઉભરો આવે, પણ તે ઉભરામાં પોલાણ હોય છે; અર્થાત્ દૂધ વધ્યું હોય એમ લાગે છે, પણ ત્યાં ખરેખર દૂધ વધતું નથી; તેમ આત્માના સાચા લક્ષ વિનાનો વૈરાગ્ય તે પોલો વૈરાગ્ય છે, દબાયેલો કષાય જ છે, ત્યાં કંઈ ગુણવૃદ્ધિ થતી નથી. એકમાત્ર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ યથાર્થ વૈરાગ્ય છે. મતાર્થી જીવને મોક્ષાભિમુખ વલણ નહીં હોવાથી અંતરંગ વૈરાગ્ય હોતો નથી અને જ્યાં સુધી ચિત્તમાં વૈરાગ્ય ન જાગ્યો હોય ત્યાં સુધી જીવમાં જ્ઞાન પામવાની યોગ્યતા પણ આવતી નથી. શ્રીમદે દર્શાવેલાં લક્ષણો ઉપરથી સ્પષ્ટ થાય છે કે બને પ્રકારના મતાથ જીવોમાં અંતરંગ વૈરાગ્યનો અભાવ હોય છે. નિશ્ચયાભાસી જીવને અંતરવિરક્તિ હોતી નથી અને તેમાં કારણભૂત એવાં ત્યાગ-વૈરાગ્યાદિ સાધનોનો પણ લોપ કર્યો હોવાથી અંતરંગ વૈરાગ્યાદિને અવકાશ રહેતો નથી; જ્યારે વ્યવહારાભાસી મતાર્થી બાહ્ય ત્યાગ-વૈરાગ્ય કરે છે, તોપણ અંતર્લક્ષ નહીં હોવાથી તે વૃત્તિને શુદ્ધ કરતો નથી અને વ્રતોનું અભિમાન કરે છે અને તે જ તેનામાં આંતર વિરક્તિનો અભાવ હોવાનું સૂચન કરે છે. આમ, બન્ને પ્રકારના મતાર્થીઓને અંતરંગ વૈરાગ્યનો અભાવ હોય છે. (૩) “સરળપણું ન' મતાર્થી જીવમાં સરળપણું હોતું નથી. સરળતા એટલે દોષ સ્વીકાર કરવારૂપ તથા ગુણ ગ્રહણ કરવારૂપ કોમળતા. મુમુક્ષુની ભૂમિકામાં સર્વ પ્રકારના દોષનો નાશ કરવા તથા ગુણો ખીલવવા માટે સરળતા અત્યંત આવશ્યક છે. સરળતા એ દોષોને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૫ (ઉપદેશછાયા-૪) Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઓળખવા અને દૂર કરવા માટેનો તથા ગુણોને જાણવા અને તેને સમૃદ્ધ કરવા માટેનો એક સચોટ અને ઉત્તમ ઉપાય છે. જ્યાં સરળતા હોય ત્યાં સત્ય વાતનો સ્વીકાર સહજતાથી થઈ શકે છે. જીવમાં સરળતા હોય તો જ પોતાના દોષોનું નિરીક્ષણ તટસ્થપણે થઈ શકે છે. સરળતાના અભાવમાં મન મલિન વૃત્તિઓથી યુક્ત હોય છે. જીવની પરિણતિમાં માનાદિ ભાવો વિદ્યમાન હોય ત્યારે દોષોનો સ્વીકાર થવાને બદલે સ્વબચાવની પ્રતિક્રિયા થાય છે. જે જીવ પોતાના દોષોનું અપક્ષપાતપણે અવલોકન કરીને તે દોષોનો નિષેધ કરતો નથી, તે જીવને પોતાના દોષોના બચાવ દ્વારા તે દોષોનું અનુમોદન વર્તતું હોવાથી તે દોષોનો અભાવ થઈ શકતો નથી. પરંતુ જે જીવ અપક્ષપાતપૂર્વક પોતાના દોષો જોઈ શકે છે, તેને પોતાના દોષોના અનુમોદનનો અભાવ હોય છે; પરિણામે તે દોષો નિરાધાર, રસહીન અને શક્તિહીન થઈ નબળા પડે છે, નિર્મુળ થઈ જાય છે અને ગુણ ગ્રહણ થાય છે. આમ, દોષની સાચા સ્વરૂપમાં ઓળખ થવી એ ગુણના આગમનની પૂર્વતૈયારી છે. જે દોષને દોષરૂપે જાણે તે અવશ્ય તે દોષમાંથી મુક્ત થાય છે અને તેનામાં ગુણ ખીલે છે. જેને એકમાત્ર આત્મશુદ્ધિનું લક્ષ છે તેવા આત્માર્થી જીવના મન-વચન-કાયાના યોગ અવક્ર હોય છે. તેનામાં પોતાના દોષને અપક્ષપાતપણે જોવાની દૃષ્ટિ હોય છે અને પોતાના દોષ ટાળવા તે સદા તત્પર હોય છે. તે સરળપરિણામી હોવાથી પોતાના દોષનો સ્વીકાર સ્વયમેવ કરે છે. તેને આત્મોદ્ધાર કરવાની, સ્વસુધારણા કરવાની ઇચ્છા હોવાથી તેને દોષ ઢાંકવાની વૃત્તિ થતી નથી. તેને દોષ પ્રત્યે સ્વબચાવનો ભાવ ઉત્પન્ન થતો નથી. તે જાણે છે કે પોતાના દોષનો સ્વીકાર એ સ્વમાં પરિવર્તન લાવવાનું પ્રથમ પગથિયું છે. તેથી જ્યારે પણ કોઈ દોષનો પ્રસંગ ઉદ્ભવે ત્યારે તે તરત એ શોધવાનો પ્રયત્ન કરે છે કે હું ક્યાં ચૂક્યો અને પરિસ્થિતિ બગાડવામાં હું કેટલો જવાબદાર છું?' તે આત્મનિરીક્ષણ દ્વારા પોતાના દોષનું બધાં પડખેથી ચિંતન કરે છે. પ્રામાણિકતાપૂર્વક કરેલા આત્મનિરીક્ષણથી તેને પોતાની વર્તમાન દશા જેવી છે તેવી જણાય છે, પોતે ક્યાં અટકી રહ્યો છે તેનું તેને ભાન થાય છે અને તેને એમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ મળી આવે છે. તેને દોષ પ્રત્યે નિષેધભાવ રહેતો હોવાથી દોષની વૃદ્ધિ થતી નથી અને ક્રમશઃ દોષનો અભાવ થતાં તેની દશા ઊર્ધ્વ થતી જાય છે. જેનામાં મુમુક્ષતા પ્રગટી નથી એવા મતાથી જીવને દોષોથી મુક્ત થવાનું લક્ષ જ નથી હોતું, તો પછી તથારૂપ જાગૃતિ તો ક્યાંથી હોય? તેને રૂડા બનવા કરતાં રૂડા દેખાવાની વૃત્તિ હોય છે. પોતે જેવો નથી તેવો દેખાય અથવા જેવો છે તે કરતાં વધુ સારો દેખાય એવી કુટિલતા અને કપટભાવ તેનામાં હોય છે. તે સદા પોતાનો દોષ Page #636 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૫૮૯ છાવરવાની કોશિશમાં જ રહે છે, તો એ દોષનો સ્વીકાર તો તે કરવાનો જ ક્યાંથી? તે તો પોતાને બચાવવા અદાલત ખડી કરી દે છે - ફરિયાદ, આરોપ. સોગંદનામું. ઊલટતપાસ, જુબાની, બચાવ; છતાં જ્યારે તેનો અપરાધ પકડાઈ જાય છે ત્યારે ગમે તે રીતે તે પોતાના દોષનો ટોપલો અન્ય ઉપર ઢોળે છે. દોષારોપણની આ બાલિશ ચેષ્ટા તેની નિર્બળતા, કાયરતા, અપરિપક્વતા છતી કરે છે. પોતાના દોષના સ્વીકારના અભાવના કારણે તે દોષનિવૃત્તિ અને સદ્ગુણપ્રાપ્તિથી વંચિત રહે છે અને આત્માર્થ સાધવામાં અસમર્થ નીવડે છે. જો તે પ્રવર્તમાન દોષને હેયબુદ્ધિએ જાણે તો દોષભાવનો રસ તૂટે અને તેથી દોષનું બળ પણ ક્ષીણ થાય, સાથે સાથે નિર્દોષ સ્વભાવ પ્રત્યે રસવૃદ્ધિ થવાથી નિર્દોષતા પ્રગટવાનો અવકાશ પણ સહેજે બને છે. જેમ જેમ દોષોનું અવલોકન થતું જાય છે, તેમ તેમ તેના પ્રતિપક્ષી ગુણો કેળવવાની જિજ્ઞાસા વધતી જાય છે. જીવનસુધારણાથી માંડીને આત્મપ્રાપ્તિમાં જેની અનિવાર્યતા ગણાય છે તેવા ગુણોને પ્રગટાવવા તે ઉત્સાહી અને પ્રયત્નશીલ બને છે. ગુણજિજ્ઞાસુ સરળપરિણામી જીવ જ્યારે જ્યારે પોતાના કરતાં વધારે બળવાળો ધર્મરંગ નીરખે છે, પોતાના કરતાં વધારે ઉલ્લાસવાળી ભક્તિ જુએ છે, પોતાના કરતાં વધારે વીર્ય-ઉલ્લાસવાળાં તપ, સ્વાધ્યાય વગેરે સંતુક્રિયાઓ નિહાળે છે, પોતાના કરતાં અધિક આત્મપરિણતિ પામેલાને જુએ છે; ત્યારે ત્યારે તેને સાનંદાશ્ચર્યપૂર્વક તે તરફ આદર અને અહોભાવ થાય છે અને તેવી દશા પ્રાપ્ત કરવાની તેની ઇચ્છા પ્રબળ બને છે. જેમ કોઈ સુભટ અન્ય સુભટની વીરતાની કથા સાંભળી સુભટતામાં અતિ ઉત્સાહવાન થાય છે, તેમ ગુણવાનના ગુણો જોઈ ગુણજિજ્ઞાસુ જીવ ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. તેને ગુણીજન પ્રત્યે પ્રમોદનાં પરિણામ રહે છે. ગુણીજનના ગુણ જોઈ તેમના પ્રત્યે અહોભાવ પ્રગટ્યો હોવાથી તે તેમની સેવા આદિમાં તત્પર રહે છે. પરંતુ જેને આત્મશુદ્ધિનો લક્ષ નથી તેવા મતાર્થી જીવે પોતાની અનાદિ દોષદષ્ટિને પોતા પ્રત્યે વાળવાને બદલે અન્ય પ્રત્યે વાળી હોવાથી, તે અન્યના ગુણ પ્રત્યે દુર્લક્ષ સેવી અન્યના દોષને જ મુખ્ય કરે છે. ગુણવાનને જોઈને પણ તેને માત્સર્યપરિણામ થાય છે અને નિંદા આદિ પ્રવૃત્તિમાં પ્રવર્તવાનું બને છે. જેમ કોઈ માંદો માણસ અપથ્ય ભોજન કરતો હોય તો પછી ગમે તેટલું રસાયણ ખાય તોપણ સાજો થતો નથી, તેમ અન્યના સારા ગુણો તરફ મત્સર કરનાર જીવ તપશ્ચર્યા, આવશ્યક ક્રિયા, દાન અને પૂજા કરે તો પણ તે મોક્ષે જતો નથી. સરળપરિણામી જીવમાં એવા પ્રકારની ઋજુતા વર્તતી હોય છે કે તે સ્વદોષનો અને પરગુણનો આંટીઘૂંટી વિના સરળતાથી સ્વીકાર કરી શકે છે. પોતાના ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૧૧, શ્લોક ૧૧ ‘તા:ચિવશ્યાનપૂગને , શિવ ન આજ્ઞા મિત્રી નનઃ | अपथ्यभोजी न निरामयो भवेद्रसायनैरप्यतुलैर्यदातुरः ।।' Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દોષ સ્વીકાર કરવામાં તેને લૌકિક માન-મોટાઈ નડતાં નથી, તેમજ ગુણ ગ્રહણ કરવામાં તે સદા તત્પર રહે છે. શ્રીમદ્ પ્રકાશે છે – કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા! બન્નેનો એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહીં. આજના ટુંઢિયા અને તપાને તેમ જ દરેક જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તો તેમ બને નહીં. તેમાં કેટલોક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં.' સરળપરિણામી જીવ સત્યનો સ્વીકાર કરવા હંમેશાં તત્પર રહે છે. તે એટલો ઋજુ હોય છે કે સુવર્ણની જેમ તેને જેવી રીતે વાળવો હોય તેવી રીતે વાળી શકાય છે. સરળ ચિત્તવાળો જીવ ઉદ્ધતાઈ, વક્રતા, અહંકાર, કદાહ, અવિનય રાખ્યા વિના ગુણાનુરાગી થઈને વિનય અને શ્રદ્ધાથી આત્માની ઉન્નતિ સાધવા પ્રયત્નશીલ રહે છે. સરળ એવા મોક્ષમાર્ગમાં સરળ જીવો જ પ્રવેશ પામી શકે છે. સરળ ગુણનો જેનામાં અભાવ છે તે મતાર્થી જીવ સન્માર્ગનો આરાધક બની શકવા સમર્થ નથી. જેમ લાકડી સીધી હોય તો ધ્વજ સહિત મંદિર ઉપર ચડે છે, પણ જો તે વાંકી હોય તો તે ચૂલામાં નાંખવામાં આવે છે; તેમ જેનામાં સરળતા છે તેવો જીવ આત્મવિકાસની ઉત્કૃષ્ટ દશાએ પહોંચે છે, પણ માયાવી જીવ સંસારમાં ભટકે છે. તેવો જીવ પરમાર્થને પામી શકતો નથી. ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્ને માનમાં મસ્ત હોવાથી તેઓ પોતાના દોષોને સ્વીકારવા તૈયાર થતા નથી અને ઊલટું પોતાને મહાગુણવાન માને છે. સરળપણાના અભાવના કારણે તેઓ સગુણોની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. (૪) “ન મધ્યસ્થતા મતાર્થી જીવને મધ્યસ્થતા હોતી નથી. મધ્યસ્થતા એટલે પક્ષપાતરહિતતા. મધ્યસ્થતા મુમુક્ષુમાત્રનો અંગભૂત ગુણ છે. મધ્યસ્થતા વિના સામાન્ય મુમુક્ષુતા પણ સંભવતી નથી. જે મધ્યસ્થ નથી તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ નથી, તો તેને આગળની ભૂમિકાઓની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? પાત્રતા પ્રગટાવવા માટે મધ્યસ્થતા સંપાદન કરવી અત્યંત જરૂરી છે. જે અનેક પ્રકારે સાધનામાં ઉપયોગી છે તેવો મધ્યસ્થતાનો ગુણ, જીવે ગમે તે ઉપાયે પણ જીવનમાં ખીલવવો અનિવાર્ય છે. જેમ ત્રાજવાનો મેરુ બરાબર વચ્ચે હોય તો માપતોલ બરાબર થાય છે, તેમ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૨ (ઉપદેશછાયા-૬) શ્રી ગૌતમસ્વામીની સરળતા વિષે આનંદશ્રાવકનો પ્રસંગ પણ પ્રસિદ્ધ છે. જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૨ (ઉપદેશછાયા-૪) Page #638 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૫૯૧ જીવ પક્ષપાતરહિત મધ્યસ્થ હોય તો જ તે તત્ત્વનું માપતોલ બરાબર કરી શકે છે, અર્થાત્ તત્ત્વની યથાતથ્ય પરીક્ષા કરી શકે છે. વીતરાગમાર્ગમાં દષ્ટિરાગને અવકાશ જ નથી. કોઈ સ્વીકાર કરે કે ન કરે, પોતાના મિથ્યા આગ્રહોનો ત્યાગ કરે કે ન કરે, સત્ય તો સત્ય જ રહે છે. સત્યના આધારે જીવે પોતાની ધારણાઓ બદલવી ઘટે છે. જો જીવની ધારણાઓ સત્ય હોત તો જીવ દુઃખી ન હોત અને તેને વીતરાગમાર્ગની પ્રાપ્તિ થઈ હોત. પરંતુ વાસ્તવિક સિદ્ધાંતથી અપરિચિત સર્વ ધારણાઓ મૂળથી જ અસત્યના આધાર ઉપર બંધાયેલી હોવાથી તે ધારણાઓ વીતરાગમાર્ગની પ્રાપ્તિમાં અવરોધરૂપ બને છે. મધ્યસ્થતાના પ્રકાશથી સર્વ મિથ્યા આગ્રહોનું અંધારું દૂર થાય છે. - આત્માર્થી જીવ પોતાના સર્વ આરહોનો ત્યાગ કરી મધ્યસ્થપણે વસ્તુસ્વરૂપનું દર્શન કરે છે. તે વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવા પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે છે. પોતાનો અભિપ્રાય આપતી વેળા ‘આ મારો મત છે', ‘મારું આમ માનવું છે', “હું આમ સમજું છું' - એ રીતે બોલવાની જાગૃતિ ચૂકતો નથી. પોતાની મતિ અલ્પ અને અશુદ્ધ છે એમ જાણતો-માનતો હોવાથી તે પોતાને જેમ લાગે છે તેમ જ વસ્તુસ્થિતિ છે એવો દાવો કરતો નથી. પોતાની ભૂલ પકડાય તો તે તરત સત્યનો સ્વીકાર કરી ભૂલને ટાળી દે છે. એકાંતિક માન્યતાની પકડમાં ફસાઈ ન જાય એ માટે તે હંમેશાં પોતાની વૃત્તિની ચકાસણી કરતો રહે છે. મતાર્થી જીવમાં મધ્યસ્થતા ન હોવાથી તે કોઈ પણ એક પક્ષ પ્રત્યે ઢળી જાય છે અને સત્યાસત્યની સાચી તુલના કરી શકતો નથી. તે પોતાના મત-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલ વ્યક્તિ કે માન્યતાના ગુણ-દોષ જોયા-જાણ્યા વિના, કેવળ સાંપ્રદાયિક મમત્વથી દોરવાઈ જઈ, તેની પ્રત્યે આંધળો અનુરાગ રાખી, તેના ગુણગાન કરવામાં તત્પર રહે છે અને પોતાના મત-પંથ-સંપ્રદાયની બહારની વ્યક્તિ કે માન્યતા પ્રત્યે દ્વેષ, અરુચિ, અનાદર કે અસહિષ્ણુતા દાખવે છે. આ દૃષ્ટિરાગનું લક્ષણ છે. આ પોતાનો પક્ષ છે એમ જાણી તે તેના પ્રત્યે રાગ કરે છે અથવા આ તો પારકો પક્ષ છે એમ જાણી તેના પ્રત્યે દ્વેષ કરે છે, તેથી તે સત્ય વસ્તુને ગ્રહણ કરી શકતો નથી. જો તે સ્વ કે પર પક્ષ પ્રત્યે ઢળ્યા વિના મધ્યસ્થ રહીને સત્ય-અસત્યની તુલના કરે તો જ તે તત્ત્વને પામી શકે છે. તે પોતાના સિદ્ધાંતનો વિચારરહિત કેવળ રાગથી સ્વીકાર કરતો નથી અને પરસિદ્ધાંતનો વિચારરહિત કેવળ દ્વેષથી ત્યાગ કરતો નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાંતનો આદર અથવા પરસિદ્ધાંતનો ત્યાગ કરે છે. ૧ આચાર્યશ્રી ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘જ્ઞાનસાર, માધ્યસ્થાષ્ટક, શ્લોક ૭ 'स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।।' Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હરિભદ્રસૂરિજી લખે છે કે વીર પ્રત્યે મને પક્ષપાત નથી કે કપિલ આદિ પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિમત્ હોય તેનો પરિગ્રહ (સ્વીકાર) કરવા યોગ્ય છે.' આમ, જેણે મધ્યસ્થ દૃષ્ટિ કેળવી હોય તે જ સત્ય તત્ત્વ પામવાને અધિકારી બને છે. સ્વમતના આગ્રહના કારણે મતાર્થી જીવ વસ્તુના સત્ય સ્વરૂપનું દર્શન કરી શકતો નથી. આગહના પડળ તેની દષ્ટિને ઢાંકી દેતા હોવાથી તે વસ્તુને યથાર્થપણે જોઈ શકતો નથી. તે કોઈ એક જ ધ્યેયથી અથવા તો કોઈ એક જ દષ્ટિબિંદુથી પદાર્થને જોતો હોવાથી તેનું દર્શન એકાંતિક જ રહેવા પામે છે. આવું દર્શન કદાપિ સમ્યક હોતું નથી, કારણ કે એકાંત દૃષ્ટિએ જ્યારે વસ્તુ તરફ જોવામાં આવે ત્યારે મનમાં પ્રથમથી ધારી રાખેલા પરિણામનો જ આગ્રહ રહેતો હોવાથી, તેવા પ્રસંગે પોતાના મનમાં ધારી રાખેલા પરિણામથી જુદી વાત આવે તો તે તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. જ્યાં આગ્રહ હોય ત્યાં આવું બનવું સ્વાભાવિક છે. | ક્રિયાજડ મતાર્થી ક્રિયાનો એકાંતે આગ્રહ કરી જ્ઞાનનો નિષેધ કરે છે, જ્યારે શુષ્કજ્ઞાની મતાથ જ્ઞાનનો એકાંતે આગ્રહ કરી ક્રિયાનો લોપ કરે છે. આમ, બન્ને પ્રકારના જીવો મધ્યસ્થ ગુણના અભાવે મતાગ્રહી બની આત્માર્થને ચૂકી જાય છે. મતાથ જીવનું અંતર નિર્મળ નહીં હોવાથી, આત્મતત્ત્વની કે મોક્ષમાર્ગ સંબંધી પોતાની સમજ અધૂરી અને આહવાળી હોવાથી અન્યના સત્યને તે ન્યાય આપી શકતો નથી. પોતે સ્વીકારેલ પાસાથી જુદાં પડતાં અન્યનાં પાસાંને તે જૂઠાં કહી ઉવેખી કાઢે છે અને પોતે સ્વીકારેલ પાસું, જે એક નયથી જ સાચું હોવાથી આંશિક સત્ય છે, તેને પૂર્ણ સત્ય માની-મનાવી અન્ય બધું ખોટું છે એવો કદાહ સેવે છે. શ્રીમદ્ લખે છે – “માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો “નય'નો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મચ્યો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.' જ્યાં કષાયની ઉપશાંતતા, અંતરંગ વૈરાગ્ય, સરળતા તથા મધ્યસ્થતા છે ત્યાં ક્ષેત્રવિશુદ્ધિ છે. જો ક્ષેત્રવિશુદ્ધિ હોય અને તત્ત્વબોધરૂપી બીજ રોપવામાં આવે તો અંકુર ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, લોકતત્ત્વનિર્ણય', શ્લોક ૩૮ “પાપનો ને મે વીરે, ન વેષઃ પારિy | युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।' ર- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૭ (પત્રાંક-૨૦૧૮) Page #640 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૨ ૫૯૩ જરૂર ફૂટે છે, અર્થાત્ બોધ પરિણમે છે અને કાર્યસિદ્ધિ થાય છે. મોક્ષ પામવા યોગ્ય એવા અધિકારી જીવોમાં કષાયની ઉપશાંતતા, અંતરવૈરાગ્ય, સરળતા અને મધ્યસ્થતાનો આવિર્ભાવ થયો હોય છે, પણ જેની વૃત્તિ અને પ્રવૃત્તિ માન, મોટાઈ તથા મતાહમાં રોકાયેલી હોય છે એવા મતાર્થી જીવમાં આ ચાર ગુણોના અભાવરૂપ અનુપશમ, અવૈરાગ્ય, અસરળતા અને અમધ્યસ્થતારૂપ ચાર દોષો હોવાના કારણે તે અનેક ધર્મકરણી કરતો હોવા છતાં, અંતરંગ મલિનતાના કારણે તે પરમાર્થલાભથી વંચિત રહે છે, માટે તેને દુર્ભાગી કહ્યો. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – આમ અસતમાં સતબુદ્ધિ ને સમાં અસત્ બુદ્ધિરૂપ તીવ્ર કષાયની ઉપશાંતતા ન હોય ત્યાં લગી મતને મૂકી સત્નો વિચાર પણ કેમ સૂઝે? અંતરંગ વૈરાગ્ય ન હોય ત્યાં લગી હારે તો ગમે તેમ કરી છૂટવું છે એવી ભવબંધનથી છૂટવાની - સાચી સત્ય - તત્ત્વજિજ્ઞાસા કેમ ઊગે? નિષ્પક્ષપાતબુદ્ધિની મધ્યસ્થતા ન હોય ત્યાં લગી સત્યાસત્ય તુલના સાચી તત્ત્વપરીક્ષા કેમ કરે? અને સરલતા - સત્ય તત્ત્વગ્રહણ કરવાની યોગ્યતા ન હોય ત્યાં લગી સત્ય ગ્રહણ કેમ કરે? આમ સત્ય તત્ત્વ પામવા માટે યોગ્યતારૂપ ચાર ગુણનો અભાવ છે, અથવા અનુપશમ - અવૈરાગ્ય - અસરલતા - અમધ્યસ્થતા એ ચાર દોષના હોવાપણારૂપ અયોગ્યતા છે, એટલે આવા આ મતાર્થી દુર્ભાગ્ય છે - દુર્ભાગી છે, તત્ત્વ પામવા ભાગ્યશાળી નહિ એવો છે, તત્ત્વ પામવાનો આ અમૂલ્ય અવસર આવ્યો છે તે ચૂકી જાય છે ને આત્મલાભથી વંચિત રહે છે માટે તે ભાગ્યહીન “દુર્ભાગ્ય' છે.” દુર્ભાગી મતાર્થી જીવને તેના દોષોની નિવૃત્તિ કરવા માટે જ્ઞાનીઓ ઉપદેશે છે કે “હે જીવ! આત્મકલ્યાણનું કાર્ય સાધ્યા વિના તારા અનંત અવતાર એળે ગયા. ચાર ગતિ અને ૮૪ લાખ યોનિના પરિભ્રમણમાં આજ પર્યત તેં ઘણો કાળ ગુમાવ્યો. પ્રથમ નિગોદમાં અનંત કાળ વીતાવ્યો. તેમાંથી બહાર નીકળીને તું ત્રસપણું પામ્યો. પ્રગતિ કરતાં કરતાં સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્યો, તો નરક અને તિર્યંચમાં કેટલો કાળ અટવાયો! હવે આ દુર્લભ મનુષ્યભવ તું પામ્યો છે. પડવાનાં અને અટકવાનાં કેટકેટલાં સ્થાનોને ઓળંગી તું અહીં સુધી આવ્યો છે. અજ્ઞાનના કારણે આ દુર્લભતા તને સમજાતી નથી ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૧ (પત્રાંક-૪૦) ‘વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે.' ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૪૧ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને તેથી અનુપશમ, અવૈરાગ્ય, અસરળતા અને અમધ્યસ્થતામાં તારી વૃત્તિને રોકી રાખે છે. વારંવાર દોષ કરવા છતાં પણ તું ચેતતો નથી. એક પછી એક લાખેણી ક્ષણ તારા હાથમાંથી જઈ રહી છે તેનું તને ભાન નથી. તારો મનુષ્યદેહરૂપી પત્તાનો મહેલ કાળની એક ટૂંકમાં વેરવિખેર થઈ જશે. તેથી હવે તો જાગૃત થા. તારા ઉદ્ધારનો આ અવસર આવ્યો છે. તારા આત્માની દયા લાવ અને દોષોની નિવૃત્તિનો સંકલ્પ કર. તારા અનાદિ દોષોના કારણે તું બહુ રઝળ્યો છે, અનંતા દુઃખ પામ્યો છે, એમાંથી તારા આત્માને છોડાવવા હવે પ્રયત્ન કર. વિપરીત સંસ્કાર કાઢવા માટે ધીરજપૂર્વક અભ્યાસ કર. સાચો પુરુષાર્થ કરશે તો અવશ્ય સિદ્ધિ મળશે. માટે હવે અનુપશમ, અવૈરાગ્ય, અસરળતા અને અમધ્યસ્થતાને ટાળી; કષાયની ઉપશાંતતા, અંતરવૈરાગ્ય, સરળતા અને મધ્યસ્થતા પ્રગટાવ કે જેથી મોક્ષમાર્ગને પામવા તું સદ્ભાગી બની શકે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – 'નહિ કષાય ઉપશાંતતા, સહેજે કલુષિત થાય; કટુક રસ કરી સ્વપરને, દુ:ખનો હેતુ ગણાય. બાહ્ય ધર્મનું પૂતળું, નહિ અંતર વૈરાગ્ય; જાળ પાથરે કુમતિની, કુશ્રુત તેમ અથાગ. કપટ ધર્મ સેવી ઠગે, જગ જનને મનમાંહિ; સરળપણું ન મધ્યસ્થતા, શુદ્ધભાવ નહિ ક્યાંહિ. પક્ષપાત દેહાદિનો, રમા રમણીનો રાગ; અતિશય ભૂલ્યો ભવ વને, એ મતાથ દુર્ભાગ્ય.'૧ * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૧ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૨૫-૧૨૮) Page #642 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૩ ต้นเ : ทดเจน, ตุง” ฯ, $t. 44 34 เหG, เหตุ ว4216. Page #643 -------------------------------------------------------------------------- ________________ Page #644 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૩ - ગાથા ૩૨માં કહ્યું કે કષાયો જેના પાતળા પડ્યા નથી, અંતરંગ વૈરાગ્ય [25] જેને ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને ભૂમિકા પ્રાપ્ત થયું નથી, સત્યાસત્ય તુલના કરવાની અપક્ષપાતદષ્ટિ જેની પાસે નથી, તે મતાર્થી જીવ દુર્ભાગી છે. આમ, આત્મકલ્યાણનો ઉપાય યોજતાં યોજતાં જે દુર્ભાગી જીવો માર્ગભ્રષ્ટ થઈ જાય છે, તેમનાં લક્ષણો નવ ગાથાઓ (૨૪-૩૨)માં વિસ્તારપૂર્વક કહી દેખાડ્યાં. હવે આ વિષયનો ઉપસંહાર કરતાં, આ ૩૩મી ગાથામાં શ્રીમદ્ મતાથનાં લક્ષણ દર્શાવવાનું પોતાનું પ્રયોજન બતાવી, આત્માર્થીનાં લક્ષણ દર્શાવવાનો નિર્દેશ કરતાં કહે છે – “લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ; | ગાથા હવે કહું આભાર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ.” (૩૩) એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો (અર્થ) * તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ :- લક્ષણ કેવાં છે? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. (૩૩) તે પવિત્ર એવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આત્માર્થીનાં લક્ષણો દર્શાવવામાં ભાવાર્થ આવે તે સ્વાભાવિક છે, પરંતુ મતાર્થીનાં લક્ષણો અને તે પણ આટલી સૂકમતાથી શા માટે દર્શાવાયાં હશે એવો પ્રશ્ન જો કોઈને ઊઠે તો તેનું નિરાકરણ કરતાં શ્રીમદ્ કહે છે કે મતાર્થી જીવનાં લક્ષણ સવિસ્તર બતાવવાનો એકમાત્ર હેતુ એ છે કે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો વાચક પોતાનામાં એવું કોઈ પણ હોય તો તે દૂર કરવાનો પ્રયત્ન કરે. મતાર્થિતાના સદ્દભાવમાં એવી મૂઢતા આવી જાય છે કે જીવ પોતાના દોષ જોઈ શકતો નથી. પોતાનામાં મતાર્થીપણું હોવા છતાં ન દેખાતું હોય તો તે દૃઢતાના નામે જડતા અને ધર્મના નામે અધર્મ સેવે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં મતાર્થીપણું ઓળખવાની નિશાનીઓ એટલી સ્પષ્ટ અને સચોટપણે દર્શાવી છે કે તેને મધ્યસ્થતાથી વિચારવામાં આવે તો પોતામાં રહેલું મતાર્થીપણું નજરમાં આવ્યા વિના રહે નહીં. આ લક્ષણો વાંચવા-વિચારવાથી મતાર્થી જીવ પોતામાં રહેલા દોષો ઓળખી શકે અને તેનો ત્યાગ કરી શકે એ જ હેતુએ વિસ્તારથી તેનું વર્ણન કર્યું છે. આમ, મતાર્થીનાં લક્ષણો દર્શાવવા પાછળ શ્રીમન્નો એકમાત્ર પરમાર્થ આશય છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મતાથી જીવો તેવા દોષો દૂર કરી પોતાના આત્માનું ઉત્થાન કરે. પરમાર્થના જિજ્ઞાસુ જીવો મોક્ષમાર્ગથી દૂર લઈ જતાં આવા વિપરીત વલણથી સાવધ રહે એવા પવિત્ર આશયથી જ મતાથ જીવોની વૃત્તિ-પ્રવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્રિયાજડત્વ કે શુષ્કજ્ઞાનના પ્રવાહમાં જિજ્ઞાસુને તણાઈ જતો બચાવવા મતાર્થીનાં લક્ષણોનું આ વર્ણન દીવાદાંડીની ગરજ સારે છે. દુઃખકારી એવો મતાર્થ દૂર કરવા માટે મતાર્થીનાં લક્ષણ બતાવીને હવે સુખકારી એવાં આત્માર્થીનાં લક્ષણ દર્શાવવાનો શ્રીમદ્ નિર્દેશ કરે છે. હવે નવ ગાથા દ્વારા શ્રીમદ્ મોક્ષસુખમાં કારણભૂત એવાં આત્માર્થીનાં લક્ષણો બતાવશે. - પોતાના મતનો જે અર્થી છે, આરહી છે તે જીવ મતાર્થી કહેવાય છે. 1 અસતમાં સત્બુદ્ધિ અને સમાં અસતુબુદ્ધિ ધરી તેનો કદાગ્રહ કરવો, એકાંતે કોઈ એક પક્ષનું ગ્રહણ કરી તેનો દુરાગ્રહ સેવવો તે મતાર્થનું મુખ્ય અને વ્યાપક લક્ષણ છે. આત્મહિતકારી પરમ અવલંબનભૂત એવા સતદેવ-સત્વગુરુ-સતુધર્મનો યોગ થવા છતાં સ્વચ્છંદ, મતા હાદિની પકડમાં ફસાઈ જઈ તે દુર્ભાગી જીવ મહા અનર્થ કરી બેસે છે. પોતાનાં માન-મોટાઈને સાચવવાની વૃત્તિવાળા મતાઝહી મિથ્યાદૃષ્ટિ મતાર્થી જીવ અનેકવિધ ધર્મપ્રવૃત્તિ કરવા છતાં મોક્ષમાર્ગથી ટ્યુત થઈ જાય છે અને અન્ય જીવોને પણ દુરાગ્રહવર્ધક તથા કષાયપોષક પ્રવૃત્તિઓમાં ધર્મ મનાવીને ગેરમાર્ગે દોરે છે અને તેથી મહા અનર્થ કરે છે. મતાર્થી જીવ અનેક ધર્મકરણી - ક્રિયાકાંડો કે શાસ્ત્રાભ્યાસ કરતો દેખાય છે, પરંતુ તેનું આંતરિક વલણ મોક્ષાભિમુખ હોતું નથી. ધાર્મિક પ્રવૃત્તિ કરવા છતાં પણ તેની મતિ તો અવળી જ રહે છે. આત્માર્થી અને મતાર્થી વચ્ચે કહો તો માત્ર એક પાતળો પડદો છે અને કહો તો અમાપ મહાસાગર ઘૂઘવી રહ્યો છે. જ્ઞાનીના બોધના આધારે જ્યારે બન્નેનાં વિભિન્ન લક્ષણોની સમજ પ્રાપ્ત થાય છે ત્યારે મતાર્થત્યાગ અને આત્માર્થગ્રહણ કરવાની પ્રક્રિયાનો શુભારંભ થાય છે. મતાહનો સદ્ભાવ અને આત્મલક્ષનો અભાવ મતાર્થીને આત્માર્થીથી જુદો પાડે છે. કુળપરંપરાના આધાર ઉપર, સાંપ્રદાયિકતાના આધાર ઉપર, વિદ્વત્તાવશ કે લોકપ્રતિષ્ઠાવશ ઉત્પન્ન થયેલા આગ્રહના કારણે મતાર્થી જીવ મોક્ષમાર્ગનું યથાર્થ દર્શન કરી શકતો નથી. તેની ધાર્મિક પ્રવૃત્તિ આત્મલક્ષવિહોણી હોવાથી સાધનારૂપ ન થતાં આડંબરરૂપ બને છે. જે ધાર્મિક પ્રવૃત્તિ આત્મલક્ષ સહિત હોય તે જ ધાર્મિક પ્રવૃત્તિ સાધનામાં ગણના પામે છે. પરંતુ મતાર્થીને સ્વસ્વરૂપનો મહિમા નથી હોતો. તેને માનનો જ મહિમા વર્તતો હોય છે. તેનાં જ્ઞાન અને વીર્ય સ્વસ્વરૂપ તરફ વળવાને બદલે માન પ્રત્યે જ વહેતાં હોય છે. પરમાર્થની અવગણના કરીને તે માન માટે વલખા મારે છે. તે લોકો પાસેથી માન-સત્કારાદિ મેળવવાના પ્રયત્ન કરે છે અને તેને રક્ષવાની, વધારવાની ચિંતામાં જ રહે છે. તેનું Page #646 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩ ૫૯૯ આવું માનાર્થપણું - મતાર્થપણું જ તેનાં દુઃખ, અશાંતિ, અધર્મ અને દુર્ગતિનું કારણ બને છે. આ લક્ષણો વિચારીને કોઈ પણ જીવનો મતાર્થ દૂર થાય એવા હેતુથી શ્રીમદે મતાર્થપણું ઓળખાય એવાં લક્ષણો ઉપર્યુક્ત નવ ગાથામાં સ્પષ્ટપણે નિર્દેશ્યાં છે. દુઃખકારી એવા મતાર્થનો ત્યાગ થઈ શકે તે અર્થે શ્રીમદે બતાવેલ મતાર્થી લક્ષણોનું વિહંગાવલોકન કરીએ - મોક્ષમાર્ગનો મંગળ પ્રારંભ સદ્ગુરુની શોધ કરવાથી થાય છે. જીવ આ પ્રથમ પગલામાં જો કોઈ પણ કારણે ચૂકી જાય તો કાર્યસિદ્ધિ થતી નથી અને ક્વચિત્ તેનું સંસારભ્રમણ અનેકગણું વધી પણ જાય છે. માટે જેમની પાસેથી ધર્મ પામવો હોય તેઓ ધર્મ પામ્યા છે કે નહીં તેની ચોકસાઈ કરવી જોઈએ. પોતે જેને ગુરુ બનાવવા ઇચ્છે છે તે આત્મજ્ઞાની છે કે નહીં, તેમને અંતરંગ ત્યાગ છે કે નહીં, તેની યથાર્થ ચકાસણી કરે નહીં અને ફક્ત બાહ્ય ત્યાગ જોઈ સદ્ગુરુ માની લે અથવા પોતાનાં કુળમાં જે પરંપરા આદિથી સ્થાપિત હોય તેમને જ ગુરુ માની લે તો તેની આ મહાભયંકર ભૂલના કારણે તે પ્રગતિ કરી શકતો નથી, કારણ કે અસદ્દગુરુ આત્મજ્ઞાનને અને આત્મજ્ઞાનનાં સાધનને જાણતા નહીં હોવાથી તેને યથાર્થ માર્ગદર્શન આપી શકતા નથી. જીવ અસદ્દગુરુના કારણે અનાદિ કાળથી રખડ્યો છે. વળી, ગુરુતત્ત્વની અવળી સમાજના કારણે દેવતત્ત્વ તથા ધર્મતત્ત્વની સમજણમાં પણ ભૂલોની પરંપરા સર્જાય છે. શ્રી જિનેશ્વરની સમવસરણ આદિ બાહ્ય વિભૂતિ, જે તીર્થકર નામ કર્મ વગેરે પુણ્યપ્રકૃતિના સહજફળરૂપે છે, તેનો તે મહિમા ગાય છે, પણ અનંતા પુરુષાર્થથી પ્રાપ્ત થયેલ અનંતા આત્મગુણની મહત્તાને તે ઓળખતો નથી! મખમલની દાબડીમાં રહેલા કરોડોના હીરાને અવગણી, મખમલની દાબડીને વહાલી ગણનાર તે મૂઢ મતાથી સમજી શકતો નથી કે વાસ્તવમાં તો જિનેશ્વરનું અંતરંગ પારમાર્થિક સ્વરૂપ જ પામવા યોગ્ય વસ્તુ છે. અસદ્ગુરુના સંગથી કુળધર્મ, લોકસંજ્ઞા, મતાદિના આગ્રહ દેઢ થાય છે. દષ્ટિરાગનું એવું પ્રબળ રાજ્ય પ્રવર્તે છે કે જેથી તેને સદ્ગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી અથવા તેવો યોગ મળવા છતાં પણ સ્વપક્ષની દઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી. સદુપદેશનો દુર્લભ યોગ આત્મભાંતિને છેદવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે, છતાં મતાર્થી પોતાનાં માનાદિની રક્ષા કાજે તે પ્રતિ દુર્લક્ષ સેવી અસદ્દગુરુના યોગમાં સંતોષ માની લે છે, જે અત્યંત ખેદજનક છે. નિજસ્વરૂપની ઓળખાણ નહીં થવાથી જીવે ક્યાં ક્યાં રઝળવું પડે છે એ બતાવવા પૂર્વાચાર્યોએ દેવાદિ ગતિઓનું વર્ણન કર્યું છે. એ વાંચી વૈરાગ્ય કે આત્મવિચારણા પ્રગટાવવાને બદલે એની ગણતરી, ચર્ચા આદિમાં ઇતિશ્રી માની લઈ સ્વરૂપસન્મુખ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થવાનો પ્રયત્ન મતાર્થી જીવ કરતો નથી અને અમૂલ્ય કૌસ્તુભ સમ આ માનવભવ તે હારી બેસે છે. જાતિ અને વેષ પરાશ્રિત છે. પરમાર્થમાર્ગમાં તે સાધક કે બાધક હોઈ શકે નહીં, છતાં મતાર્થી પોતાનાં મત, વેષાદિથી જ મુક્તિ માની-મનાવી આ પરમ રહસ્યને ભૂલી જાય છે કે મોક્ષનું કારણ એકમાત્ર આત્માશ્રિત ભાવ છે. “સાચું તે જ મારું એમ હવાને બદલે “મારું તે જ સાચું' એવા મિથ્યા આગ્રહનો આશ્રય કરી સત્ય માર્ગથી તે દૂર ફંગોળાઈ જાય છે. આ દુષમ કાળમાં આવી હતપુણ્યશાળી લોકોની જ પ્રધાનતા જોવા મળે છે. - જિનાગમમાં ઉપદેશેલ બાહ્ય વ્રત-તપ કષાયની મંદતા અર્થે છે. કષાયનો ત્યાગ, ઇષ્ટ-અનિષ્ટ સંયોગમાં સમતા અને પરિણામની વિશુદ્ધતામાં સાચું વ્રત સમાયેલું છે. આ લક્ષ સધાઈ રહ્યું છે કે કેમ? એ માટે નિવૃત્તિ ઉપર કડક નજર રાખવાને બદલે દેહાશ્રિત તપ-ત્યાગનાં અભિમાનમાં કે લૌકિક પ્રસિદ્ધિ, સત્કાર, પૂજાદિની વાંછામાં જ મતાથી જીવ રાચે છે. જો મિથ્યાત્વ અને અહંકાર ન જાય તો રાજપાટ છોડે કે ઝાડના ટૂંઠાની માફક સુકાઈ જાય, પણ મોક્ષ થાય નહીં. એક મિથ્યાત્વ જાય તો સર્વ સાધન સફળ થાય. અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ નહીં પણ એકમાત્ર આત્માર્થે સર્વ ક્રિયા કરવામાં આવે અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવનું ચિત્ત હોય, તો જ તે ક્રિયાથી આત્મકલ્યાણનો સંભવ રહ્યો છે, અન્યથા નહીં. માટે જીવે પોતાનું અહિત કરનારાં એવાં સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ અને લોકચેષ્ટાને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. સ્વપરભેદવિજ્ઞાન પ્રગટ્યું નથી, નિજસામર્થ્યને સ્વીકાર્યું નથી; એટલું જ નહીં પણ એ સર્વને ગૌણ ગણી, ક્રિયાજડ જીવ માત્ર બાહ્ય ક્રિયાથી જ મોક્ષ મળશે એમ દેઢાગ્રહપણે માને છે. જેમ નિશ્ચયષ્ટિ વિનાની આવી શુભ ક્રિયાઓનું મોક્ષાર્થે કોઈ મૂલ્ય નથી, તેમ નિશ્ચયનયની કોરી વાતો હોય અને સદ્વ્યવહારનાં ઠેકાણાં ન હોય એવું શુષ્કજ્ઞાનીપણું પણ મોક્ષાર્થે નિષ્ફળ જાય છે. તેથી શ્રીમદે ક્રિયાજડ મતાથનાં લક્ષણો દર્શાવ્યા પછી બીજા પ્રકારના મતાર્થીનું - શુષ્કજ્ઞાનીનું વર્ણન કર્યું છે, જેથી તેવા જીવોને સદ્વ્યવહારની સત્યાર્થતા સમજાય. એક તરફ શુદ્ધાત્માની વાતો કહે, અધ્યાત્મની સૂક્ષ્મ ચર્ચાઓ કરે અને અન્યને ઉપદેશાદિ પણ આપે; અને બીજી તરફ સ્વદશાની સુધારણા પ્રત્યે પોતે દુર્લક્ષ સેવતો હોવાથી કષાયનું સામ્રાજ્ય જેના અંતરમાં પ્રવર્તે છે એવો શુષ્કજ્ઞાની મતાર્થી જીવ ભૂલી જાય છે કે કલ્યાણ સહજાત્મસ્વરૂપની અનુભૂતિમાં છે. અંતરંગ સ્વાનુભવ વિના સ્વચ્છેદે નિશ્ચયલક્ષી વાક્યો બોલી જવાથી આત્મહિત સધાય નહીં. આત્મસ્વરૂપની માત્ર વાતો Page #648 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩ ૬૦૧ કરવાથી યશાદિ મળી શકે, પરંતુ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય. શાસ્ત્રની સમજણને ઉદયપ્રસંગે જાગૃત રાખવામાં આવે તો જીવ ઉદયપ્રસંગે ભિન્ન રહી શકે છે, અન્યથા તે ઉદયમાં તણાઈ જાય છે. સત્શાસ્ત્રનું પ્રયોજન તથા રહસ્ય જાણીને એનો અભ્યાસ કરવામાં આવે તો જ એ અભ્યાસ કલ્યાણકારી થાય છે, નહીં તો જીવ શુષ્કજ્ઞાની બની જાય છે. ત્યાગ, વૈરાગ્ય, વિવેક, મધ્યસ્થતા આદિને પુણ્યબંધનાં કારણ સમજી તે મતાથ જીવ સદ્વ્યવહારનો નિષેધ કરે છે; પરંતુ અશુભ ભાવોનું સેવન હજી અટક્યું નહીં હોવાથી કેવળ પાપકર્મના વિપુલ બંધ દ્વારા સંસારસમુદ્રને તે અભાગિયો જીવ ઓળંગી ન શકાય એવો અસીમ બનાવી દે છે. હજી તેને નથી સ્વાનુભવ થયો કે નથી નિજ ગુણની પ્રતીતિ થઈ. વળી, તેની પ્રાપ્તિ અર્થેનાં નિમિત્તકારણોનો આશ્રય લઈને તેણે સપુરુષાર્થ પણ ઉપાડ્યો નથી. આમ, જ્ઞાનદશા અને સાધનદશા બન્નેથી ભ્રષ્ટ થયેલ જીવ અન્યને કઈ રીતે ઉપકારી થઈ શકે? ભવજંગલમાં જે પોતે જ રાહ ભૂલ્યો છે, તે બીજા ભૂલેલા પથિકને માર્ગ કઈ રીતે દર્શાવી શકે? અને કોઈ તેના ચીંધેલા માર્ગે ચાલે તો એનું ભવભ્રમણ પણ નિશ્ચિત જ છે એ સરળતાથી સમજી શકાય એવું નિર્વિવાદ તથ્ય છે. તે મતાર્થી જીવને કોઈ પોતાને જ્ઞાની માને એ ગમે છે. શુદ્ધાત્મસ્વરૂપની સત્ય વાતો બુદ્ધિ અને વાણીમાં રહી હોવા છતાં આત્મલક્ષ ચૂકી જવાથી માનાદિની જાણતાંઅજાણતાં તૃષ્ણા જાગે છે, અજાગૃતિથી એ પોષાય છે; પરિણામે તે પરમાર્થને તો સાધી શકતો નથી, બલ્ક દીર્ઘ કાળ પર્યત ટકનારી અપાત્રતાનું જ ઉપાર્જન કરે છે. આમ, બાહ્યમાં ધર્મપ્રવૃત્તિ કરતો હોવા છતાં મતાર્થી જીવના કષાય પાતળા પડતા નથી; સંસાર, શરીર અને ભોગ પ્રત્યેની આસક્તિ ઘટતી નથી; સ્વદોષદર્શન કરવારૂપ તથા અન્યના ગુણ પ્રત્યેના પ્રમોદ દ્વારા સ્વગુણને પ્રગટાવવા અથવા વર્ધમાન કરવારૂપ સરળતા પ્રગટી નથી તથા સત્ય-અસત્યની પરખ કરવા જેટલી નિષ્પક્ષ, નિરાગ્રહ દષ્ટિરૂપ મધ્યસ્થતા વિકસી નથી. આ સર્વની સાથે સાથે અન્ય પણ અનેક દુર્ગુણો તેનામાં આવી વસે છે. આવા અંધ જીવના હાથમાં “જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગપુરુષનો મૂળમાર્ગ' આવવા છતાં એ માર્ગનો લાભ તે ઉઠાવી શકતો નથી. શ્રીમદે નિષ્કારણ કરુણાબુદ્ધિથી માર્ગભષ્ટ થયેલા જીવોને માર્ગસન્મુખ કરવા, તેમનો એકાંત આગ્રહ ટાળવાના તથા તેમની ભાંત માન્યતાઓ દૂર કરવાના પવિત્ર આશયથી મતાર્થીનાં લક્ષણો ઉપર વેધક પ્રકાશ પાડી યથાર્થ માર્ગદર્શન કરાવ્યું છે. તેમાં કોઈ જીવને ઉતારી પાડવાનો કે નિંદા કરવાનો હેતુ નથી. શ્રીમદ્ કહે છે – Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ શ્રી આત્મસિદ્ધિ, શાસ્ત્ર' - વિવેચન જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે; માટે તેવાં વચનોનું સ્મરણ કરી જે તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તો સહેજે આત્મા ઉજ્વલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનોનો વિચાર ન કરે, તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં.” જો જીવ પોતામાં રહેલા મતાર્થપણાને ન ઓળખે, તેને પરિભ્રમણના કારણરૂપ ન જાણે તો તેનો અભાવ શી રીતે કરે? તથા તેનો અભાવ ન કરે તો પરિભ્રમણ કઈ રીતે અટકે? મતાર્થીલક્ષણોથી મુક્ત થવાનો ઉપાય કરતો ન હોવાના કારણે તે પરિભ્રમણની પીડા સહન કરતો રહે છે. બાહ્યમાં ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોવાથી તે એમ માને છે કે પોતે મોક્ષપુરુષાર્થ કરે છે, પરંતુ ખરેખર તે ધર્મનો સાચો મર્મ સમજતો જ નથી અને ઊલટું ધર્મના નામે મતાર્થ જ પોષે છે. જો જીવને મતાર્થીપણાની ઓળખાણ થાય તો તેને સત્ય શું છે તે સમજમાં આવે, પોતાની વર્તમાન અશુદ્ધ દશાનું વાસ્તવિક ભાન થતાં મિથ્યા માન્યતાના કોચલામાંથી બહાર નીકળવાનું સાહસ થાય અને જીવ સાચા આત્મધર્મના માર્ગમાં આવે. તેથી શ્રીમદે કરુણાબુદ્ધિથી પ્રેરાઈને બન્ને પ્રકારના ભાન ભૂલેલા જીવોની ભૂલ દર્શાવી, તેઓ માર્ગસન્મુખ થાય તે અર્થે મતાર્થીનાં લક્ષણો દર્શાવ્યાં છે. મતાથનાં લક્ષણો વિચારી, આત્મનિરીક્ષણ કરી, સાધક જીવ પોતામાં તેવું કોઈ લક્ષણ છે કે નહીં તેની તપાસ કરે અને હોય તો તેને દૂર કરવા પ્રયત્ન કરે તે અર્થે આ લક્ષણો કહ્યાં છે. શ્રીમદે દર્શાવેલાં મતાર્થીનાં લક્ષણો દર્પણ સમાન છે. જેવી રીતે મનુષ્ય દર્પણમાં પડતા પોતાના પ્રતિબિંબને જોઈ પોતાનો ચહેરો, વાળ, દેખાવ વગેરે નીરખે છે અને જે ઊણપ પકડાય તે દૂર કરે છે; તેવી જ રીતે શ્રીમદે દર્શાવેલાં મતાર્થીનાં લક્ષણોનું અધ્યયન કરવાથી વિચારવાન જીવ પોતાની માન્યતાઓ, વૃત્તિઓ, પ્રવૃત્તિઓ તપાસતો થઈ જાય છે અને તેમાં રહેલા દોષોને સમજતો થાય છે તથા તે ટાળવામાં પ્રયત્નવાન બને છે. તે ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવક કે મુમુક્ષુ કહેવાતો હોય કે સંસાર ત્યાગી સાધુ બની ગયો હોય, પણ જો તે ખોટે રસ્તે ચઢી ગયો હોય તો તેણે પોતાની સ્થિતિ સમજવી જરૂરી છે. વિચારવાન જીવ મતાર્થનો વિપરિણામી સ્વભાવ વિચારી તે મતાર્થનો નાશ કરવા પ્રવર્તે છે કે જેથી પોતાની ધાર્મિક પ્રવૃત્તિ સફળ થાય. જ્યારે નિજદોષની સ્વીકૃતિ થાય છે ત્યારે જીવને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. નિજદોષનું અપક્ષપાતપણે અવલોકન કરવાથી દોષના રસની તીવ્રતા ઓછી થાય છે, દોષો મોળા પડે છે અને તેને ટાળવાનો પુરુષાર્થ ઊપડે છે. તે દોષો ત્વરાથી અને સંપૂર્ણપણે કાઢવામાં જ પોતાનું કલ્યાણ છે એમ અંતરમાં ભાસતું હોવાથી, તે દોષો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૦ (ઉપદેશછાયા-૯) Page #650 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩ ૬૦૩ આંખમાં પડેલી કાંકરી કે પગમાં ઘૂસેલા કાંટાની જેમ ખૂંચતા હોવાથી તેને દૂર કરવાનો યથાર્થ પ્રયત્ન થાય છે. નિરંતર અભ્યાસથી જાગૃતિ વધે છે, ઉપયોગ સૂમ બને છે અને મતાર્થિતા મંદ થતી જઈ અંતે નાશ પામે છે. આમ, જીવમાં રહેલું મતાર્થપણું ત્યાગવા શ્રીમદે દર્શાવેલાં આ લક્ષણો અત્યંત સહાયકારી છે. જે ભાગ્યશાળી જીવ પોતાનું હિત સમજી, પોતામાં રહેલું મતાર્થપણું ત્યાગે છે તે જીવ મતાર્થી મટી આત્માર્થી થાય છે. આત્માર્થિતા એ તો મોક્ષમાર્ગની પ્રાથમિક દશા છે, મોક્ષ તરફનું પ્રથમ મંગળાચરણ છે, મોક્ષમહેલનું મંગળ મુહૂર્ત છે, સિદ્ધપદનું સુભગ શિલાન્યાસ છે. સાદિ-અનંત કાળ પર્યત પરમાનંદમય દશામાં, કેવળજ્ઞાનની પરિપૂર્ણ શુદ્ધ દશામાં રહેવાનો પાયો છે. માત્ર શાસ્ત્ર વાંચી લેવાથી, દયા-દાન-તપશ્ચર્યા કરી લેવાથી આત્માર્થિતા આવી જતી નથી. મતાર્થનાં પરિણામથી મૂંઝાઈને પૂર્ણ શુદ્ધિના લક્ષે તેનાથી છૂટવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે યથાર્થ આત્માર્થિતા આવે છે. ચિત્તની દરેક ગતિ-વિધિ ઉપર જાગૃતિપૂર્ણ દૃષ્ટિ રાખી, મતાર્થને પકડી, તેને ટાળવાનો અને આત્માર્થિતા કેળવતા જવાનો મહાવરો પાડવાથી, આંતર ચક્ષુ સમક્ષ છવાયેલું મતાર્થનું ધુમ્મસ વિખરાઈને આત્માર્થનો પ્રકાશ પ્રગટે છે. આત્માર્થી જીવને આત્માની ખટક, લગની, રુચિ, ધગશ રહ્યાં કરે છે. “મારે આત્માનું કાર્ય કરવું છે. મારે આત્માને ઓળખવો છે' એમ આત્મા તરફ વારંવાર લક્ષ વળ્યા કરે છે. જો કે આત્માના વિચાર સતત ન ચાલે તોપણ અંતરમાં આત્માને ગ્રહણ કરવાની ખટક, આત્મા તરફના વલણની ઊંડી ભાવના, લગની, રુચિ અને ધગશ નિરંતર રહ્યાં કરે છે. તેને નિજ શુદ્ધાત્માના મહિમાની ખુમારી રહ્યા કરે છે. આત્મલક્ષ જેને થયો છે અને જેના મતાગ્રહ છૂટી ગયા છે એવો સત્યસન્મુખ થયેલો આ આત્માર્થી જીવ કયાં કયાં સુલક્ષણોથી સુશોભિત હોય છે એ આગળ ઉપર દર્શાવવાનો શ્રીમદ્ પ્રસ્તુત ગાથામાં નિર્દેશ કરે છે. મોક્ષમાર્ગમાં આત્માર્થિતાનું ખૂબ મહત્ત્વ છે. આત્માર્થીનું સ્વરૂપ ન જાણે તો જીવ આત્માર્થમાં પ્રવર્તે નહીં અને મતાર્થ ટળી શકે નહીં. જો મતાર્થ ટળે નહીં તો જીવ દુ:ખ જ પામે. આત્માર્થ એ જ સુખનો એકમાત્ર ઉપાય છે, માટે આત્માર્થીલક્ષણો જાણવાં આવશ્યક છે. હવે પછીની નવ ગાથા(૩૪ થી ૪૨)માં શ્રીમદ્ અવિનાશી, અખંડ, અવ્યાબાધ સુખના હેતુરૂપ એવા આત્માર્થી જીવનાં લક્ષણો જણાવશે. આત્માનો સ્વભાવ સુખશક્તિથી છલોછલ ભરેલો છે. આત્માના અસંખ્યાત પ્રદેશો છે. આત્માના એક એક પ્રદેશ અનંત અનંત સુખ રહેલું છે. તેનામાં દુ:ખનો એક કણ પણ નથી. સુખાદિ અનંત સમૃદ્ધિથી ભરપૂર નિધાનોને અનાદિ અજ્ઞાનનાં તાળાં લાગ્યાં છે. આત્માર્થિતાના અભ્યાસરૂપ ચાવી દ્વારા ભાંતિરૂપ તાળું ખોલી નાખતાં અનંત સુખરૂપ ચૈતન્યનિધાન પ્રાપ્ત થાય છે. જે જીવ આત્માર્થિતાની પ્રાપ્તિ માટેના અભ્યાસમાં Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન નિષ્ઠાપૂર્વક રત રહે છે; ચૌદ રાજલોકમાં નિજાત્મપ્રભુ જ પરમ પદાર્થ છે, સર્વોત્કૃષ્ટ સુખરૂપ છે એવું આત્માનું માહાત્મ્ય સદ્ગુરુમુખે વારંવાર સાંભળી, તેની જ ભાવના કરતાં રહી ચૈતન્યતત્ત્વના દેઢ સંસ્કાર ગ્રહણ કરે છે; આનંદસાગર ચૈતન્યપ્રભુના લક્ષે ઉપયોગને સૂક્ષ્મ કરે છે તે જીવ સમ્યક્ત્વસન્મુખ થાય છે અને ક્રમે કરી તેને સમ્યગ્દર્શન પ્રગટે છે, નિજાત્માની અનુભૂતિ થાય છે, આત્મસુખની પ્રાપ્તિ થાય છે. આ સ્વાનુભૂતિના કાળે આત્મા અતીન્દ્રિય આનંદરૂપે વેદનમાં આવે છે. સ્વભાવના અવલંબને પ્રગટેલી એ દશા અત્યંત અદ્ભુત છે. તે દશા વચનથી કહી શકાય એવી નથી કે વિકલ્પથી સમજી શકાય તેવી નથી. અનાદિ કાળથી દૃષ્ટિ મતાર્થ તરફ હતી, દિશા ઊલટી હતી, તેથી દશામાં દુઃખ હતું. દૃષ્ટિ આત્માર્થ ભણી વળતાં તે સ્વદેશમાં ઢળે છે અને દિશા સવળી થતાં દશા આનંદમય બને છે. ત્રિકાળ શુદ્ધ જ્ઞાયકસ્વભાવને જાણી, તેનો વિશ્વાસ લાવી, તેમાં જામી જતાં અનંત સુખ પ્રગટે છે. આમ, આત્માર્થાનાં લક્ષણ પ્રગટતાં ક્રમે કરીને પરમ સુખધામ એવા આત્મપદાર્થની પ્રાપ્તિ થતી હોવાથી આ લક્ષણોને સુખસાજ કહ્યાં છે. આ લક્ષણોને વિચારીને, અનુમોદીને, અભ્યાસીને, આરાધીને આત્મસાત્ કરવાથી અલૌકિક આત્મવિકાસની શ્રેણી શીઘ્રતાએ પમાય છે. તેથી જ જ્ઞાનીઓ ઉપદેશે છે કે ‘હે જીવ! આ મતાર્થરૂપી પરદેશ છોડીને આત્માર્થરૂપી ઉત્તમ સ્વદેશમાં તારે જવાનું છે તો તેમાં ઝડપથી પહોંચાય, આત્મહિત ત્વરાથી સધાય, તે માટે તું ઉદ્યમી થા. આ શરીર તો ઘાસના ઝૂંપડા જેવું છે. કાળરૂપી અગ્નિ વડે ભસ્મ થઈ જતાં એને જરા પણ વાર નહીં લાગે. માટે હે ભવ્ય! તું જલદીથી જાગૃત થઈ જા અને અનાદિનું અટકેલું આત્મસિદ્ધિરૂપ કાર્ય શ્રીગુરુકૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ કરી લે. શ્રીગુરુની અમીમય બોધધારાના આધારે મતાર્થનો ત્યાગ કર. આત્માર્થમાં તારા ઉપયોગને જોડ. એ રીતે આત્મસ્વરૂપનો મહિમા વધશે તો વૃત્તિ અંતર્મુખ થઈ સ્વરૂપમાં એકાગ્ર થશે અને તારો અનાદિનો ભવરોગ ટળશે. આ ઉત્તમ સુયોગ મળ્યો છે તો હવે તેનો લાભ લઈ અવ્યાબાધ સુખનિધાનને પ્રગટાવી લે.' જ્ઞાનીપુરુષોનાં પવિત્ર વચનોથી જીવની વૃત્તિ સ્થિર થાય છે. તેમના બોધ ઉપર ચિંતન-મનન કરતાં નિશ્ચય થાય છે કે મતાર્થ દુઃખરૂપ છે અને તેથી એ મતાર્થ મારે ટાળવો છે. આત્માર્થીલક્ષણો આત્મામાં પરિણામ પામે તે માટે પુરુષાર્થ કરવાનો ઉલ્લાસ જાગે છે. અંતર્મુખ પ્રયત્નથી વ્યાકુળતા તૂટે છે અને નિર્વિકલ્પ નિરાકુળતા અનુભવાય છે. અતીન્દ્રિય આનંદના પિંડ એવા શુદ્ધાત્મામાં દૃષ્ટિ થતાં અનાદિનું દુઃખ ટળે છે. આમ, શ્રીમદે અત્યંત કરુણાથી પરોપકારબુદ્ધિએ મતાર્થીનાં લક્ષણો સ્પષ્ટપણે દર્શાવ્યાં છે. તેમની કૃપા ખરેખર અપરંપાર છે. મતાર્થીલક્ષણોનો ઉપદેશ આપી તેમણે અજ્ઞાનથી અંધ બનેલા મતાર્થી જીવને આંખો પ્રદાન કરી છે. તેમણે વાત્સલ્ય અને Page #652 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩ ૬૦૫ કરુણાથી જીવોને તેમના દોષો સમજાવી, આત્માર્થનો માર્ગ દર્શાવ્યો છે કે જે માર્ગે વિકાસ સાધીને જીવ ઉન્નત ભૂમિકા ઉપર પગ મૂકવાને યોગ્ય થાય છે. શ્રીમદે દર્શાવેલા મતાર્થી જીવનાં લક્ષણો વિષે પંડિત સુખલાલજીએ યોગ્ય જ લખ્યું છે કે – ‘આવા મતાર્થીનાં અનેક લક્ષણો તેમણે સ્કુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે..... શ્રીમદ્ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘લક્ષણ કહ્યાં મતાર્થીનાં, જાણી રહેવા દૂર; રખે વળગતું પાપ એ, સાચી સમજણ ઉર. હવે સદુદ્યમ સદ્ય આ, મતાર્થ જાવા કાજ; પ્રતિદિન સત્સંગે રહું, આત્મ અર્થ વરવા જ. તેથી તત્ત્વ સ્વરૂપ નિજ, યથાર્થ તો સમજાય; હવે કહું આત્માર્થીનાં, લક્ષણ જેમ પમાય. સાર એ જ સંસારમાં, શ્રીમદ્ સદ્ગુરુ રાજ; હિત શિક્ષાએ ચાલવું, આત્મ-અર્થ સુખસાજ.'૨ ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૯૮ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૧ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૨૯-૧૩૨) Page #653 -------------------------------------------------------------------------- ________________ Page #654 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ર પ્રકરણ - ૩ આત્માર્થીલક્ષણ (ગાથા ૩૪ - ૨) Page #655 -------------------------------------------------------------------------- ________________ Page #656 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૪ * શ૧ માં રુધિ , ૧ ર , બિક કુળ ૨૨ બળા, હરિ ને. Page #657 -------------------------------------------------------------------------- ________________ Page #658 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૪ ગાથા ૨૪ થી ૩૩ સુધી શ્રીમદ્દે મતાર્થી જીવનાં મુખ્ય લક્ષણો દર્શાવ્યાં છે. ભૂમિકા મતનો અર્થ તે મતાર્થી અથવા મત એ જ પ્રયોજન છે જેનું તે મતાર્થી અને તેવો મતાર્થી જેના વડે ઓળખાય તે મતાર્થીનું લક્ષણ. ગાથા ૨૪ થી ૨૮ સુધી ક્રિયાજડ મતાર્થીના ગુરુ-દેવ-ધર્મ સંબંધીના મતાર્થનું સ્વરૂપ નિરૂપણ કર્યા પછી શ્રીમદે ગાથા ૨૯ થી ૩૧માં શુષ્કજ્ઞાની મતાર્થીનું સ્વરૂપ દર્શાવ્યું; અને પછી ૩૨મી ગાથામાં બન્ને પ્રકારના મતાર્થીનાં સમુચ્ચય લક્ષણો જણાવી શ્રીમદે એવી તો સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ પ્રકારનો મતાર્થ પોતામાં હોય તો જીવ તેને સુગમતાથી ઓળખી, સહેલાઈથી દૂર કરી શકે. - આમ, મતાર્થીપણું ટાળવા મતાર્થીનાં લક્ષણો દર્શાવ્યાં પછી હવે આત્માના અખંડ અવ્યાબાધ સુખના હેતુરૂપ એવું આત્માર્થીપણું પ્રાપ્ત કરવા આત્માર્થી જીવનાં લક્ષણો ગાથા ૩૪ થી ૪૨માં બતાવ્યાં છે. આત્માનો અર્થ તે આત્માર્થી અથવા આત્મા એ જ પ્રયોજન છે જેનું તે આત્માર્થી. આત્માર્થા જીવમાં એવાં કયાં લક્ષણો હોય જે મતાર્થ જીવમાં ન હોય, તેનું શ્રીમદે કરેલું નિરૂપણ વિચારતાં ભાવવિભોર બની જવાય છે. શ્રીમદે વર્ણવેલાં આ લક્ષણો દ્વારા તેમની ખૂબ ઊંડી અને વિશાળ વિચારધારા વ્યક્ત થાય છે. મતાર્થીનાં લક્ષણો જે જીવમાં ન હોય તે આત્માર્થ છે એમ ન કહેતાં, આ વિભાગમાં શ્રીમદે સાચા સુખની અભિલાષા સેવનાર આત્માર્થીની સદ્વિચારશ્રેણી કેવા પ્રકારની હોય તે સચોટપણે બતાવ્યું છે. આત્માર્થીનાં લક્ષણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ અર્થે સાધકને વધુ ઉત્સાહી બનાવવામાં આ અસ્તિરૂપ વર્ણન બહુ ઉપયોગી બને છે. આમ, ધાર્મિક પ્રવૃત્તિ કરનારાઓના પરિપક્વ અને અપરિપક્વ એવા બે ભેદ પડે છે. આત્માર્થ જેને મુખ્ય છે એવા આત્માર્થી જીવને સત્યનું ગ્રહણ કરતાં ‘મત'નો આગ્રહ થતો નથી. આત્માર્થિતાના કારણે તે ભૂલ કરતાં અટકી જાય છે. પરંતુ જ્યાં આત્માર્થની ન્યૂનતા છે ત્યાં ‘સત્યના આગ્રહ'ના અંચળા હેઠળ ‘મત'નું જોર વધી જવાથી તે અનેક પ્રકારે નુકસાનનું કારણ બની જાય છે. મતાર્થ ઉત્પન્ન થવાથી આત્માર્થની હાનિ થાય છે, તેમજ અસત્ત્ને સમ્મત કરવાથી, અનુમોદન કરવાથી ગૃહીત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. અનાદિથી સંસારમાં રઝળતા જીવમાં આત્માર્થિતા પ્રગટતાં તેને પરિભ્રમણ અને પરિભ્રમણનાં કારણોના નાશના ઉપાયની વિચારણા શરૂ થાય છે અને તે ચિંતના ઉગ્ર Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થઈને ઝૂરણા ઉત્પન્ન કરે છે, તેથી પરિભ્રમણથી મુક્ત થવાની જિજ્ઞાસા વેદનાપૂર્વક ઉત્પન્ન થાય છે. આ વેદનાના કારણે ખાવા-પીવાથી માંડીને સમસ્ત સાંસારિક કાર્યોમાં નીરસપણું આવી જાય છે. પંચેન્દ્રિયના વિષયોમાં રહેલાં રસનાં પરિણામ ફિક્કા પડતાં જાય છે. સંસારની ઉપાસનાનો અભિપ્રાય શિથિલ થઈ જાય છે. આત્માનુભૂતિ એ જ તેનું પરમ લક્ષ્ય બની જાય છે. તે જગતની વિસ્મૃતિ કરી સતુના ચરણમાં રહેવા ઇચ્છે છે. આત્મોન્નતિના માર્ગમાં આ પ્રમાણે આગળ વધવાથી તેનો અનાદિ કાળનો સ્વછંદ પણ ઢીલો પડતો જાય છે અને વિવેક વધતો જાય છે, તેથી તેને આત્મકલ્યાણની દિશામાં ઝડપથી આગળ વધવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્માનો રસ વધતો જવાથી તેમાં તે ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. આ રીતે સતુનું શરણ, નિષ્ઠામય જીવન અને સવળી મતિ પ્રાપ્ત થવાથી તે શિવપદને શીધ્રપણે સાધી શકે છે. અસદ્દગુરુના આશ્રયે રહેલી દેવ, ધર્મ, શ્રુતાભ્યાસ, વ્રત, તપ આદિની સર્વ સમજ અવળી હોય છે, પરંતુ સદ્ગુરુના સંગમાં સઘળું સવળું જ હોય છે. તેથી આત્માનાં લક્ષણોના વિષયમાં સૌ પ્રથમ ‘સાચા ગુરુ' નો મુદ્દો પ્રકાશી, સર્વ જીવોની અવ્યાબાધ સુખની અભિલાષા નિર્વિદને પૂર્ણ કરવા શ્રીમદે સરળ કેડી કંડારી આપી છે. આમ, સૌથી મુખ્ય અને મૂળભૂત એવા સદ્ગુરુતત્ત્વ સંબંધી આત્માર્થીની માન્યતા શ્રીમદ્ પ્રથમ દર્શાવે છે – આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; (ગાથા) બાકી કુળગુરુ કલાના, આત્માર્થી નહિ જોય.” (૩૪) તે જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. “ગં સંમતિ પાસદ તે મોતિ પાસર' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરુને સદ્દગુરુ માનવા એ માત્ર કલાના છે; તેથી કંઈ વિચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. (૩૪) - આત્માર્થી જીવની ગુરુવિષયક માન્યતા બતાવતાં આ ગાથામાં શ્રીમદ્ કહે ભાવાર્થ | L ૧ ] છે કે જેમને આત્માની સહજ આનંદમય દશાનો અનુભવ હોય, જેમને સ્વ-પરની ભિન્નતા સ્પષ્ટ ભાસતી હોય અને જેમની પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં હોય તે જ સાચા ગુરુ કહેવાય એમ આત્માર્થી સ્વીકારે છે. શાસ્ત્રનું જ્ઞાન ધરાવતા હોય, ઉપદેશવ્યાખ્યાનાદિ કરતા હોય, બાહ્યમાં ઉત્કૃષ્ટ ત્યાગ ધરાવતા હોય, ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરતા હોય કે પોતાના કુળ કે સંપ્રદાયના ગુરુ હોય; પણ જો તેઓ આત્મજ્ઞાનવિહીન હોય તો Page #660 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૬૧૩ આત્માર્થી જીવ તેમને સદ્ગુરુ તરીકે સ્વીકારતો નથી, કારણ કે આત્મજ્ઞાન વિનાના ગુરુના આશ્રયે ભવનાશ ન થઈ શકે એમ તે નિશ્ચયપૂર્વક માને છે. તે જાણતો હોય છે કે માત્ર બાહ્ય વેષ કે બાહ્ય વ્રત મુનિપણું બક્ષતું નથી, પણ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન, સદા ઉપયોગવંત અને અવિનાશી એવા શુદ્ધાત્માની અનુભૂતિરૂ૫ આત્મજ્ઞાન જ્યાં હોય ત્યાં જ સાચી મુનિદશા હોય અને તે જ સાચા ગુરુ હોઈ શકે. જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં ત્રણે કાળમાં મુનિપણું હોય નહીં અને એવા આત્મજ્ઞાનવિહીન વ્યક્તિમાં ગુરુપણાની માન્યતા કરવી તે માત્ર કલ્પના છે. મતાથ જીવ, જેમને માત્ર બાહ્ય ત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી એમને અથવા આત્મજ્ઞાન વિનાના પોતાના બાપ-દાદાના કુળમાં જે ગુરુ તરીકે પૂજાતા હોય એમને સદ્દગુરુ માને છે, જ્યારે આત્માથી જીવ બાહ્ય ત્યાગ કે કુળને મહત્ત્વ આપવાને બદલે આત્મજ્ઞાન ઉપર ભાર મૂકી, આત્મજ્ઞાનીને જ સદ્ગુરુ માને છે. આમ, ૨૪મી ગાથા સામે ૩૪મી ગાથા કહી છે. સાચા ગુરુનું સ્વરૂપ કેવું હોય તેના યથાર્થ જાણપણાને અહીં આત્માર્થીનું મુખ્ય લક્ષણ કહ્યું છે. સશુરુને ઓળખવાની જવાબદારી આત્માથી ઉપર મૂકી શ્રીમદે આત્માર્થીની આધ્યાત્મિક જાગૃતિનું ઉચ્ચતર પાસું ખુલ્લું કર્યું છે. યથાર્થ વિવેકદૃષ્ટિ અને પરિપક્વ પરીક્ષક બુદ્ધિ વિના સગુરુની ઓળખ શક્ય નથી. સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક આત્મપ્રાપ્તિ વિષે જ યત્ન કરવાનો ઇચ્છુક એવો આત્માર્થી જીવ સદ્દગુરુને ઓળખી, તેમનો આશ્રય ગ્રહણ કરી ભવસંતતિનો છેદ કરે છે. - સર્વ પ્રકારનાં દુઃખોના આત્યંતિક વિયોગ અર્થે નિજસ્વરૂપનું યથાર્થ જ્ઞાન R] પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી જીવને પોતાના સાચા સ્વરૂપનું ભાન થતું નથી ત્યાં સુધી તેને રાગ-દ્વેષ થયા કરે છે અને પરિણામે તેનાં દુઃખનો અંત આવતો નથી. સ્વરૂપભ્રાંતિના કારણે, અનાદિથી સ્વસ્વરૂપને નહીં જાણવા-માનવાના કારણે અને પરને પોતાના જાણવા-માનવાના કારણે પરમાં કર્તાપણાના અને ભોક્તાપણાના જૂઠા ભાવો તે સેવતો રહે છે. અજ્ઞાનતાના કારણે તેને પરપદાર્થોમાં સુખ અને સલામતી લાગે છે અને તેથી તે ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ કર્યા કરે છે. અનુકૂળ સામગ્રીમાં તે રાગ કરે છે અને પ્રતિકૂળ સામગ્રીમાં તે દ્વેષ કરે છે. આમ, શરીરમાં થતી અહંબુદ્ધિ અને શરીરાશ્રિત વસ્તુઓમાં થતી મમબુદ્ધિ તેનામાં અનેક પ્રકારની આકુળતા ઉત્પન્ન કરે છે અને તે સતત ફ્લેશમય રહે છે. સાચું અને શાશ્વત સુખ નિજાત્મામાં છે. જ્યાં સુધી તેની યથાર્થ ઓળખાણ અને શ્રદ્ધા ન થાય ત્યાં સુધી તે તરફનો પુરુષાર્થ જીવ ફોરવી શકતો નથી. જગતના અનેકવિધ પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની માથાકૂટમાં મશગુલ રહીને જીવ આધિ-વ્યાધિ Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપાધિ અને જન્મ-જરા-મરણનાં વિવિધ દુ:ખોને પામીને અત્યંત ખેદખિન્ન રહ્યા કરે છે. પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા અણગમતા પદાર્થથી તે દુ:ખી થાય છે અને પોતાને સુખરૂપ લાગતા હોય તેવા પ્રસંગો કે પદાર્થોનો વિયોગ થવાથી તેને અંતરમાં આકુળતા રહે છે. ચૈતન્યની ઓળખાણ વિના ક્લેશ અને દુઃખ ટળતાં નથી અને તે ટળ્યા વિના સાચું સુખ કદી પણ પાપ્ત થતું નથી. આમ, જીવની વ્યાધિ એક જ છે આત્મસ્વરૂપનું અજ્ઞાન અને તે વ્યાધિની ઔષધિ પણ એક જ છે આત્મજ્ઞાન. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. આત્માર્થી જીવ આ તથ્યને યથાર્થ સ્વરૂપે સમજતો હોવાથી તેના અંતરમાં આત્માના અપરોક્ષાનુભવની ઉત્કટ અભીપ્સા જાગે છે. આત્મજ્ઞાન પામવાનું જ તેને એકમાત્ર ધ્યેય હોય છે. અહીં આત્મજ્ઞાન એટલે આત્મા સંબંધી માત્ર બૌદ્ધિક જાણકારી નહીં પણ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન. આત્માર્થી જીવને સમજાય છે કે આત્માના પ્રત્યક્ષ અનુભવરૂપ કાર્યની સિદ્ધિ કોઈ સત્પુરુષના સહારા વગર થવી કઠણ છે. સત્પુરુષ તે જ કે જે આત્મજ્ઞાની છે, માર્ગને પામેલા છે અને માર્ગના મર્મથી સુવિદિત છે; તેઓ જ આ માર્ગ પમાડી શકે એવી તેના હૃદયમાં ખાતરી થાય છે અને તેથી તેવા સુયોગને તે આતુરતાપૂર્વક ઝંખે છે. શ્રીમદે પ્રકાશ્યું છે ‘પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય.' આત્મસિદ્ધિ થવા માટે પ્રથમ જ્ઞાનમય વિચાર કર્તવ્ય છે, અર્થાત્ સદ્બોધ દ્વારા સદ્વિચારદશા આવવી જરૂરી છે. સદ્બોધ અને સદ્વિચારદશા આવવા માટે જેમને આત્માનો અનુભવ થયો છે, જેમને પ્રગટ આત્મદર્શન થયું છે એવા જ્ઞાની ગુરુની શ્રદ્ધા થવી જરૂરી છે. એવા જ્ઞાની ગુરુના સમાગમથી, એમની સેવાથી, એમની આજ્ઞાના આરાધનથી વિચારદશા અને જ્ઞાનદશા પ્રગટાવનાર એવો સદ્બોધ તેના અંતરમાં પ્રકાશી ઊઠતાં તેને આત્માનો અનુભવ થાય છે. ત્યારે પ્રશ્ન થાય કે અનુભવી ગુરુ કોને કહેવા? જેમનામાંથી ક્ષણે ક્ષણે થતી વૃત્તિની અસ્થિરતા ગઈ છે, તેમજ જેમનામાંથી મિથ્યાત્વાદિ વિભાવરૂપ મોહનો ક્ષય થયો છે, જેમને નિશદિન આત્માનો ઉપયોગ વર્તે છે, તેવી આત્માનુભવી વ્યક્તિ ગુરુ ગણાવા યોગ્ય છે. આવા સદ્ગુરુના આશ્રય વિના જીવને માર્ગની પ્રાપ્તિ થવી અત્યંત દુષ્કર છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૬ (આંક-૭૯, કડી ૩,૪) Page #662 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૬૧૫ જે આત્માર્થી જીવ સદગુરુનાં અપૂર્વ ભક્તિપ્રેરક વચનામૃત, મુદ્રા અને સત્સમાગમથી આકર્ષાય છે, પોતાના અવળા અભિપ્રાયોનો ત્યાગ કરે છે, તેમની યથાર્થ ઓળખાણપૂર્વક ભક્તિ કરે છે તે અવશ્ય નિજપદને સાધે છે. તેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ્ઞાની ગુરુનું પડખું સેવવું અત્યંત જરૂરી છે. અત્રે જ્ઞાની એટલે આત્મજ્ઞાની - ભાવશ્રુતજ્ઞાની સમજવાનું છે. શાસ્ત્રપાઠરૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન હોય પણ જો ભાવશ્રુતજ્ઞાનરૂપ આત્મજ્ઞાન ન હોય તો તેઓ દ્વારા શિષ્ય-ઉપકારરૂપ પ્રયોજન સરી શકે નહીં. આત્મજ્ઞાન વિનાનું જ્ઞાન એ જ્ઞાન જ નથી. શ્રીમદ્ પ્રકાશે છે - ‘શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે.” શાસ્ત્ર તો જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તો માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય.' સામાન્યપણે સમાજમાં એમ મનાય છે કે જ્ઞાનનો આધાર શાસ્ત્રાભ્યાસ છે. શાસ્ત્રજ્ઞાનની હીનાધિકતાથી વ્યક્તિની જ્ઞાનદશા મૂલવવામાં આવે છે. પરંતુ દ્રવ્યશ્રુત એ પારકું જ્ઞાન છે. ચિંતન વડે એ બૌદ્ધિક સ્તરે પ્રહાય છે, પણ ખરેખર તો એ જ્ઞાનનો પડછાયો છે - અનુભવીઓના જ્ઞાનનો જીવની બુદ્ધિમાં પડતો પડછાયો. શ્રુતના નિર્દેશ મુજબ ગતિ કરીને સ્વરૂપનો અનુભવ થાય, અર્થાત્ પ્રત્યક્ષ દર્શન લાધે ત્યારે જ્ઞાન લાધ્યું ગણાય અને ત્યારે જ એ જ્ઞાન પોતીકું બને છે. શાસ્ત્રની સમજણના આશ્રયે આત્મસ્વભાવમાં ઉપાદેયબુદ્ધિ કરી, ભેદજ્ઞાનની પ્રક્રિયા અપનાવતાં નિજસ્વરૂપનું ભાવભાસન થાય છે. અંતર્મુખ પુરુષાર્થ વડે સ્વભાવના ઉગ આશ્રયે પ્રવર્તવાથી પર્યાય રાગાદિ બંધભાવો સાથે ન મળતાં અંતરસ્વભાવ તરફ ઢળીને ચૈતન્ય સાથે એકમેક થાય છે અને શુદ્ધ ચૈતન્યનું વેદના થાય છે. આ નિર્મળ પર્યાય તે જ આત્મજ્ઞાન છે. આ રીતે દ્રવ્યશ્રુત ભાવશ્રુતની પ્રાપ્તિમાં પરમ અવલંબનભૂત છે, પરંતુ જો તે ભાવશ્રુતની પ્રાપ્તિનો ઈષ્ટ ઉદેશ દ્રવ્યશ્રુતના અવલંબને સાધવામાં ન આવે તો તે દ્રવ્યશ્રુત અફળ છે. અનંત ગુણોથી સંપન્ન એવા આત્મસ્વભાવનું અવલંબન લેવામાં ન આવે તો બધું જ્ઞાન વ્યર્થ છે. શાસ્ત્રનું પરિજ્ઞાન કેવળ એક શુદ્ધાત્માની પ્રાપ્તિના લક્ષે જ કાર્યકારી છે. તાત્પર્ય એ કે દ્રવ્યશ્રુત જો ભાવશ્રુત સહિત હોય અથવા ભાવશ્રુતનું કારણ થાય તો જ તેનું સફળપણું છે. આમ, પ્રધાનતા આત્મજ્ઞાનની જ છે અને તેથી આત્મજ્ઞાની જ ગુરુ થવાને પાત્ર છે. બહોળું શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જો આત્મજ્ઞાન - આત્માનુભૂતિ ન હોય તો તે વ્યક્તિ ગુરુ થવા માટે અપાત્ર છે. શુદ્ધાત્માનો અનુભવ હોય ત્યાં સર્વ જ્ઞાન સ્વ-પરની ભિન્નતાને યથાર્થપણે સાધતું સમ્યકરૂપે પરિણમે છે, એટલે જ્ઞાનીનું સર્વ જ્ઞાન સમ્યજ્ઞાન જ હોય છે. કદાચિતું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૯ (પત્રાંક-૨૭૦) ૨- એજન, પૃ.૭૩૩ (ઉપદેશછાયા-૧૪) Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ક્ષયોપશમાદિ દોષથી કોઈ ઘટ-પટાદિ પદાર્થો અયથાર્થ જણાય તો પણ તેના કારણે મોક્ષમાર્ગરૂપ પ્રયોજન સાધવામાં તેમને કોઈ વિપરીત પરિણામ થતાં નથી, કારણ કે પ્રયોજનભૂત મૂળ વસ્તુ જાણવામાં તેમને તે વિપરીતતા ક્યારે પણ નડતી નથી. પ્રયોજનભૂત તત્ત્વોમાં જ્ઞાનીને કદી વિપરીતતા થતી નહીં હોવાથી તેઓ રાગાદિ વિકારને કદી જ્ઞાનરૂપ કે સ્વ રૂપ જાણતા નથી. પ્રયોજનભૂત તત્ત્વો, સ્વ-પરની ભિન્નતા વગેરેને તો તેમનું જ્ઞાન યથાર્થપણે જ જાણે છે. તેમનું સર્વ જ્ઞાન સમ્યજ્ઞાન જ છે, જ્યારે અજ્ઞાની કદાચ દોરીને દોરી, સર્પને સર્પ વગેરે અપ્રયોજનભૂત તત્ત્વોને સાચી રીતે જાણી પણ લે, તો પણ તેનું જ્ઞાન પ્રયોજનભૂત સ્વને જાણતું નહીં હોવાથી તેની વ્યાવહારિક રીતે ગણાતી સર્વ સાચી જાણકારી પણ મિથ્યા છે, કારણ કે સ્વ-પરનો ભેદ સમજવામાં તો તે ભૂલ જ કરતો હોય છે. મોક્ષમાર્ગને સાધવામાં જે જ્ઞાન કામ આવે અથવા જે જ્ઞાનમાં વિપરીતતા ન હોય તે જ્ઞાન જ સમ્યજ્ઞાન છે. વ્યાવહારિક જ્ઞાન ભલે ગમે તેટલું હોય પણ મોક્ષમાર્ગ સાધવામાં જે જ્ઞાન કામ ન આવે તે જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. જગતમાં સૌથી પ્રયોજનભૂત મુખ્ય અને મૂળ વસ્તુ નિજ શુદ્ધાત્મા છે અને તેનું જ્ઞાન થયા પછી જીવનું સર્વ જ્ઞાન સમ્યજ્ઞાન જ ઠરે છે. જ્ઞાની કદાચિત્ દોરીને સર્પ સમજે, અપ્રયોજનરૂપ પદાર્થને અન્યથા જાણે, તોપણ તેમનું જ્ઞાન સમ્યજ્ઞાન જ છે; કારણ કે એ પ્રક્રિયામાં આત્માના સ્વરૂપની સમજણમાં કોઈ ભૂલ થતી નથી, એ તો માત્ર બહારના ક્ષયોપશમ જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનાવરણના ઉદયજન્ય ભાવ જે બારમા ગુણઠાણા સુધી હોય છે, તેને અપેક્ષાએ ‘અજ્ઞાન' કહેવાય; પરંતુ મોક્ષમાર્ગ સાધવા માટે અથવા તો આત્માનું સાચું સ્વરૂપ જાણવા માટે જ્ઞાનીને જે જ્ઞાન છે તે તો સમ્યક્ જ છે. દોરડીને દોરડી ન જાણતાં કદાચ તેઓ તેને સર્પ જાણે તોપણ તેમના જ્ઞાનમાં કોઈ સ્વ-પર-એકત્વબુદ્ધિ પ્રગટતી નથી કે રાગાદિ પરભાવમાં તન્મયબુદ્ધિ થતી નથી, એટલે કે આત્મા વિષેનું તેમનું જ્ઞાન જેમ છે તેમ જ રહે છે, મિથ્યા થતું નથી. તે વખતે પણ તેમનું ભેદજ્ઞાન તો યથાર્થપણે જ વર્તી રહ્યું હોવાથી તેમનું સર્વ જ્ઞાન સમ્યજ્ઞાન જ છે. સ્વભાવને અને પરભાવને અલગ કરવાનું અપૂર્વ કાર્ય જ્ઞાનીના જ્ઞાનમાં પ્રતિક્ષણે થઈ જ રહ્યું હોવાથી એ જ્ઞાન રાગથી જુદું પડીને આત્મસ્વભાવનું થઈ જાય છે. - એક જીવ ઘણાં શાસ્ત્રો ભણેલો હોય અને હજારો જીવો તેની પૂજા કરતા હોય; પણ જો તેને શુદ્ધાત્માના અનુભવપૂર્વકનું શ્રદ્ધાન નથી તો તેનું બધું જ્ઞાન મિથ્યા છે. બીજો એક જીવ નાનું દેડકું હોય, માછલું હોય, સર્પ હોય, સિંહ હોય કે બાળકદશામાં હોય, તેને શાસ્ત્ર વાંચતાં ન આવડતું હોય કે આત્મા વિષે બોલતાં પણ ન આવડતું હોય, છતાં જો તેને શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે તો તેનું બધું જ જ્ઞાન સમ્યક Page #664 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૬૧૭ છે અને તે મોક્ષના પંથે છે. બધાં જ શાસ્ત્રોના રહસ્યરૂપ આત્માના સ્વભાવની અને પરભાવની ભિન્નતા તેણે સ્વાનુભવથી જાણી લીધી છે. તે જાણે છે કે “જે શુભાશુભ ભાવ થાય છે તે હું નથી, તેમાંથી મને શાંતિ મળતી નથી, હું તો જ્ઞાનાનંદ છું અને એના જ વેદનમાં હું શાંતિ અનુભવું છું.' આમ, જ્ઞાનીને શુદ્ધાત્માની અનુભવ સહિતની પ્રતીતિ વર્તે છે. શુદ્ધાત્મસ્વભાવથી વિરુદ્ધ ભાવમાં તેમને આત્મબુદ્ધિ થતી નથી. જ્યારથી સમ્યગ્દર્શન થાય છે, ત્યારથી જ્ઞાન આ રીતે રાગથી જુદું કામ કરતું હોવાથી સમ્યગ્દર્શન સહિત જે કાંઈ જણાય છે તે બધું સમ્યજ્ઞાન જ છે. આત્મજ્ઞાન થાય એટલે આખા જગતનું જ્ઞાન થઈ જાય એવો કોઈ નિયમ નથી. જેવો અને જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ હોય તેવું અને તેટલું જ્ઞાન થાય. જ્ઞાનનો સંપૂર્ણ ઉઘાડ ન હોવાના કારણે કદાચિત્ દોરીને સર્પ જાણે તોપણ ‘દોરી કે સર્પ બન્નેથી જુદો એવો હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું' એવું સ્વ-પરની ભિન્નતાનું જ્ઞાન તો તેમને યથાર્થ પ્રકારે રહે જ છે, તે કશે પણ જતું નથી. દોરીને દોરી જાણી હોય કે દોરીને સર્પ જાણ્યો હોય, તોપણ તેનાથી આત્મા જુદો છે એમ તેઓ જાણે છે; એટલે સ્વપરની ભિન્નતા જાણવારૂપ સમ્યપણામાં તો કાંઈ ફરક પડતો નથી. જ્યાં શુદ્ધાત્માનું શ્રદ્ધાન છે ત્યાં સમ્યજ્ઞાન છે અને જ્યાં શુદ્ધાત્માનું શ્રદ્ધાન નથી ત્યાં મિથ્યાજ્ઞાન છે: એટલે બાહ્ય જાણકારી ઓછી હોય તો એનો જ્ઞાનીને ખેદ નથી હોતો અને બાહ્ય જાણકારી વિશેષ હોય તો એનો જ્ઞાનીને મહિમા પણ નથી હોતો. મહિમાવંત તો પોતાનો આત્મા છે એમ જાણતા હોવાથી માત્ર તેના જ્ઞાનનો જ તેમને મહિમા હોય છે. જગતથી જુદા એવા પોતાના આત્માને અનુભવી લઈને જ્ઞાનનું પ્રયોજન તેમણે સાધી લીધું છે. તેઓ નિજાત્મજ્ઞાનથી સંતુષ્ટ છે, તૃપ્ત છે. આ સંદર્ભમાં શ્રી કાનજીસ્વામી કહે છે – ‘અહીં આત્મજ્ઞાન પ્રધાન કહ્યું છે. જગતની સમજણ ઝાઝી હોય કે ન હોય, ભલે શ્રુતજ્ઞાન થોડું હોય, પણ જેને આત્મજ્ઞાન હોય અને આત્માની સહજ આનંદદશા - સ્વરૂપસ્થિતિ જેને હોય તે જ્ઞાની છે; ત્યાં મુનિપણું હોય છે. જેને સાચા માર્ગનું ભાન નથી તે બીજાને માર્ગદાતા થાય તેમ બને નહીં. પ્રથમ કહ્યું હતું કે લક્ષણો નિષ્પક્ષપાતપણે કહીશ, તેથી જેમ છે તેમ અહીં કહેવાયું છે. આમ લૂગડાં રાખે તો મુનિપણું, આમ ક્રિયા કરે તો મુનિપણું વગેરે. એમ બાહ્ય લક્ષણને મુનિપણું નથી કહ્યું, પણ ડાંડી પીટીને જાહેર કર્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું છે.” આત્મજ્ઞાન (સમ્યજ્ઞાન) એ કેવળજ્ઞાનનો અંશ છે. તે મોક્ષસુખનો સ્વાદ ચખાડતું ચખાડતું સિદ્ધપદને આપે છે. અંતરમાં નજર કરતાં ભાસે છે કે જે કંઈ જોઈએ તે ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૫૪ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બધું જ ત્યાં છે. જ્ઞાન, આનંદ, શાંતિ, નિર્મળતા વગેરે અનંત ગુણો દ્રવ્યસ્વભાવમાં પરિપૂર્ણ પડ્યા છે. તે નિધાનના આસ્વાદથી કોઈ અદ્ભુત, અલૌકિક તૃપ્તિ થાય છે. તે અનુપમ વેદન પાસે પરદ્રવ્ય અને પરભાવનું અવલંબન અત્યંત તુચ્છ અને દુઃખરૂપ લાગે છે. જ્યાં આવું આત્મજ્ઞાન છે ત્યાં જ મુનિપણું છે. મુનિપણાનો સંબંધ કેવળ પરંપરાગત ક્રિયાકાંડ કે બાહ્ય આચારો સાથે નથી, પરંતુ આત્મજ્ઞાન, અંતર્મુખવૃત્તિ અને અસંગપણા સાથે છે. ક્રિયાકાંડ અને બાહ્ય આચાર એ મુનિધર્મનું બાહ્ય સ્વરૂપ છે, જ્યારે આત્મજ્ઞાનપૂર્વકની મનોગુપ્તિ અને આંતર જાગૃતિ એ તેના પ્રાણ છે. મુનિએ શુદ્ધાત્માનો અનુભવ કર્યો હોવાથી તેમને આત્મા સદા સમીપ જ વર્તે છે. તેઓ વારંવાર આનંદસ્વરૂપ નિજજ્ઞાયકની નિર્વિકલ્પ અનુભૂતિનો આસ્વાદ માણે છે. નિર્વિકલ્પ આનંદમાંથી બહાર આવે ન આવે અને પાછા સ્વરૂપમાં જામી જાય છે, સ્વરૂપગુપ્ત થઈ જાય છે. તેમનો તો નિવાસ જ ચૈતન્યદેશમાં છે. ઉપયોગ સૂક્ષ્મ થઈને ઊંડે ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. તેઓ જ્ઞાનમાં પ્રવીણ હોય છે, દર્શનમાં પ્રબળ હોય છે, સમાધિમાં કુશળ હોય છે, અંતરમાં તૃપ્ત હોય છે. તેમને શાંતિનો સાગર પ્રગટ્યો હોય છે. તેમને શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો હોય છે. તેઓ અંતરમાં વીતરાગતાની મૂર્તિરૂપે પરિણમી ગયા હોય છે અને બાહ્યમાં દેહ નિશ્ચેષ્ટ થઈ ગયો હોવાથી પ્રતિમા સમાન લાગે છે. તેઓ પોતાના શાંત ચૈતન્યચંદ્રના અવલોકનથી, અનુભવથી થાકતા જ નથી. તેઓ અંતરનો આનંદ વારંવાર લેતાં અતીન્દ્રિય શક્તિઓથી ભરપૂર પોતાના ચૈતન્યચંદ્રને નીરખતાં ધરાતા જ નથી. જેમ કુદરતનો નિયમ છે કે પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના યોગે સમુદ્રમાં પૂરી ભરતી આવે છે, તેમ પૂર્ણ જ્ઞાયકચંદ્રના એકાગ્ર અવલોકનથી તેના ઉગ્ર આશ્રયથી તેમના આત્મસમુદ્રમાં આનંદ વગેરેની ભરતી આવે છે, પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. - મુનિને આનંદનું આવું અનુપમ સ્વસંવેદન હોવા છતાં તે અખંડ રહેતું નથી. દૃષ્ટિ સતત ચૈતન્યતળ ઉપર હોવા છતાં ઉપયોગ અંદર ને બહાર થયા કરે છે. સ્વસંવેદન વખતે તેઓ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના નિર્વિકલ્પ આનંદમાં લીન હોય છે તથા વિકલ્પના કાળે છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ શુભમાં તેમનો ઉપયોગ જોડાય છે અને ફરી શુદ્ધોપયોગ સાધવાનો પુરુષાર્થ કરી, પાછા અંદર સરી જઈ સ્વરૂપમગ્ન થઈ જાય છે. તેઓ વિકલ્પાત્મક દશામાં હોય ત્યારે સર્વજ્ઞ ભગવાને પ્રણીત કરેલ શ્રુતાદિના ચિંતવનમાં હોય દેવ-ગુરુની ભક્તિમાં હોય, તે વખતે પણ તેમને તો ધ્રુવ જ્ઞાયકતત્ત્વની જ મુખ્યતા રહે છે. શુભ ભાવ વખતે પણ નિજ ધ્રુવ જ્ઞાયકતત્ત્વનું આલંબન સતત રહેતું હોવાથી તે શુભ ભાવના તેઓ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે, કર્તા-ભોક્તા Page #666 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૬૧૯ બનતા નથી. વિકલ્પ આવે અને યથોચિત સહજ યોગ હોય તો ઉપદેશાદિની પ્રવૃત્તિ કરી પાછા સ્વરૂપમાં સમાઈ જાય છે. મુનિને પ્રચુર સ્વસંવેદન હોવા છતાં પણ તે અમૃતરસ કેવળજ્ઞાની પરમાત્માની અપેક્ષાએ ખૂબ અલ્પ છે. કેવળી ભગવાન ચૈતન્યઘડાનો પૂરેપૂરો અમૃતરસ એકસાથે પીએ છે, જ્યારે મુનિ તો તેને પાતળી ધારે પીએ છે. મુનિને તે ધારાથી સંતોષ નથી થતો. તેમને તો પૂરો ઘડો જોઈતો હોય છે. પ્રત્યેક સમયે પૂરેપૂરું અમૃત પિવાય એવી પૂર્ણ દશાની તેમને અભિલાષા હોય છે. તેમને બહારના વિકલ્પોમાં આવવું ગોઠતું નથી. તેમને સતત એવી ભાવના વર્તે છે કે ક્યારે એ ધન્ય દિવસ અને ધન્ય પળ આવશે કે જ્યારે ઉપયોગ સદાને માટે અંદર થીજી જશે. એવી દશા ક્યારે પ્રાપ્ત થશે કે કદી પણ ફરી બહાર આવવું જ ન પડે!' આવી ભાવનાના બળ વડે ઉત્કૃષ્ટ કોટિની અંતર્મુખતા પ્રગટે છે. મુનિદશાનો દીવડો પ્રગટાવી, સિદ્ધદશા તરફ પગલાં માંડી સ્વભાવમાં પૂર્ણપણે ઠરી જવા ઉગ્ર પુરુષાર્થ કરનાર ભવ્યાત્માઓ ખરેખર ધન્ય છે! આમ, જ્યાં આત્મજ્ઞાન હોય છે ત્યાં જ યથાર્થ મુનિપણું પ્રગટે છે. તેથી મુનિપણાનો આધાર પોતાના નિર્મળ સ્વરૂપનો અનુભવ છે, નહીં કે બાહ્ય વેષ. ચોક્કસ પ્રકારની બાહ્ય ક્રિયા કરવા માત્રથી મુનિપણું આવી જાય છે એવું માનનાર અને મનાવનારે મુનિપણા વિષે જ્ઞાનીઓએ આપેલી નીચે મુજબની વ્યાખ્યાને નિરંતર પોતાની સમક્ષ રાખવી જરૂરી છે – જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતો રે. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સૂધા તે આતમાં, શું મુંડે શું લોચે રે.૧ મુનિ ઉપયોગને જાગૃત રાખી આત્મસ્થિરતાનો પુરુષાર્થ સતત કરી રહ્યા હોય છે. ‘જ્ઞાનાનંદસ્વરૂપ અમૃતસ્વભાવ સ્વાધીન અને અમર્યાદિત છે તથા શુભાશુભ ભાવ તો પરાધીન અને મર્યાદિત છે' એવી પકડ શ્રદ્ધા-જ્ઞાનમાં કરીને તેઓ ચૈતન્યલોકની ગહનતામાં ઊંડે ઊંડે વિચરતા હોય છે. તેમને આત્માના સ્વાધીન સ્વરૂપનું ભાન સતત વર્તતું હોવાથી પ્રત્યેક કર્મોદયમાં તેઓ સમપરિણામે રહે છે. કર્મકત સંગ-પ્રસંગમાં તેમને ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થતી નથી. નિરંતર આત્મજાગૃતિ રહેતી હોવાથી સર્વ પ્રસંગોમાંથી તેઓ અનાસક્ત ભાવે પસાર થઈ જાય છે. ‘હું જ્ઞાનાનંદસ્વરૂપી છું. મારું કામ માત્ર જ્ઞાતા-દ્રષ્ટાભાવે જોવાનું છે' એવી પ્રતીતિના જોરે તેઓ પ્રાપ્ત સંયોગોથી ઉપર ઊઠીને પરદ્રવ્ય-પરભાવના માત્ર જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે. મોહવશ ચિત્તમાં ઉભરાતાં ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાળરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૨, કડી ૯,૬ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રહેતાં ભાવિનાં સપનાંમાં કે ભૂતકાળની સુખદ અને દુ:ખદ સ્મૃતિઓમાં રમમાણ ન રહેતાં, હર્ષ-શોકના ઝૂલે ચડ્યા વિના, શુદ્ધ દ્રષ્ટાભાવમાં સ્થિર રહી તેઓ પોતાના દેહાદિની વર્તમાન પર્યાયને જ્ઞાયકભાવે વેચે છે. જ્ઞાયકની નિકટ જઈ તીવ્ર આલાદથી નિજાનંદનું ઐશ્વર્ય અનુભવે છે. જેમની આવી દશા હોય છે તેઓ જ સાચા ‘મુનિ'ની સંજ્ઞા પામે છે. મુનિપણાની આ પરમાર્થવ્યાખ્યાને નહીં સમજનારા બહિર્દષ્ટિ જીવોને આત્મજ્ઞાનનું માહાભ્ય ન હોવાથી તેઓ માત્ર બાહ્ય વેષ - દેખાવમાત્રથી મુનિને ઓળખે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે કે મસ્તકમુંડનથી સાધુ થવાતું નથી, ૐકાર ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યવાસથી મુનિ થવાતું નથી, વલ્કલ કે સૂકા ઘાસનાં વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી; પણ સમભાવથી સાધુ થવાય છે, બહ્મચર્યપાલનથી બાહ્મણ થવાય છે, જ્ઞાન દ્વારા મુનિ થવાય છે તથા તપ દ્વારા તાપસ થવાય છે. આ બાબતમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે બહિર્દષ્ટિ જીવ શરીર ઉપર લગાડેલી ભસ્મથી, કેશલોચથી કે શરીર ઉપર એકઠા થયેલા મેલ ઉપરથી મહંતપણું, સાધુપણું કે આચાર્યપણું પારખે છે. મહાત્માના સ્વરૂપથી અજાણ્યો હોવાથી તે આવાં બાહ્ય ચિહ્નોથી તેમને મહંત માને છે અને તેમને નમી પડે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિ જીવ જ્ઞાનની પ્રભુતાથી, રત્નત્રયીના પરિણામથી, શુદ્ધ અખંડ આનંદના સાધનની પ્રવૃત્તિથી, સ્વગુણના પ્રગટપણાથી મહાત્માને ઓળખે છે અને જાણે છે. આમ, કર્મનાં બંધન તોડવામાં ઉપયોગી એવા આત્મજ્ઞાનનો અભિલાષી જીવ આત્મજ્ઞાનના ધારકને જ મુનિ જાણે છે. તે આત્મજ્ઞાનવિહોણા બાહ્ય વેષ-વ્રતધારીની ગણના મુનિમાં કરતો નથી. આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘પ્રવચનસાર'માં લખે છે કે દ્રવ્યમુનિત્વનું પાલન કરવા છતાં જે જીવને સ્વ-પરના ભેદની શ્રદ્ધા નથી, તેનામાં નિશ્ચય સમ્યકત્વપૂર્વક પરમસામાયિકસંયમરૂપ મુનિત્વનો અભાવ હોવાથી તે વેષધારી હોવા છતાં મુનિ નથી. રેતી અને સુવર્ણકણનો જેને વિવેક નથી એવા ધૂળના ધોવાવાળાને, ગમે તેટલો પરિશ્રમ કરવા છતાં સુવર્ણની પ્રાપ્તિ થતી નથી; તેમ જેને સ્વ-પરનો વિવેક ૧- જુઓ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અધ્યયન ૨૫, ગાથા ૩૧,૩૨ 'न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । न मुणी रणवासेणं, कुसचीरेण न तावसो ।। समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ, तवेणं होइ तावसो ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘જ્ઞાનસાર', તત્ત્વદષ્ટિ અષ્ટક, શ્લોક ૭ 'भस्मना केशलोचेन वपुर्धतमलेन वा । महान्तं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।।' Page #668 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૬૨૧ નથી એવા દ્રવ્યમુનિને - દ્રવ્યમુનિત્વની ગમે તેટલી ક્રિયાઓનું કષ્ટ લેવા છતાં ધર્મની પ્રાપ્તિ થતી નથી. ૧ આવા આત્મજ્ઞાનરહિત દ્રવ્યલિંગી - વેષધારી સાધુઓ પોતાની ગણના મુનિપણામાં કરવા માટે જે દલીલ કરે છે તે બતાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તેમના ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન'માં લખે છે – કોઈ કહે “જે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધો રે; નાતિમાંહે નિરગુણ પણ ગણીયે, જસ નહીં નાતિ બાધો રે....૨ કેટલાક વેષધારી અજ્ઞાની સાધુઓ એમ કહે છે કે જેમ જ્ઞાતિની અંદર કોઈક બુદ્ધિમાન હોય તો કોઈક મંદ બુદ્ધિવાળું પણ હોય, કોઈ ધનવાન હોય તો કોઈ નિધન પણ હોય; છતાં પણ તે સૌ જ્ઞાતિના સભ્ય હોવાથી જ્ઞાતિમાં જ ગણાતા હોય છે અને જ્ઞાતિના ઉત્સવો તેમજ લહાણીના એકસરખા અધિકારી હોય છે; તેમ અમે પણ અજ્ઞાની હોવા છતાં સાધુઓની જેમ જ રહીએ છીએ, તેઓ કરે છે તેવી ક્રિયાઓ પણ કરીએ છીએ, તેઓ પાળે છે તેવા બધા આચારો પણ પાળીએ છીએ તો અમને પણ તે સૌની જેવા સાધુ ગણવા જોઈએ.' ખરેખર તો આમ કહીને તેઓ પોતાના દુર્ગુણોને બાહ્ય આચારોના ઓઠે છુપાવવા માંગતા હોવાથી તેમને મુનિ જાણવા મિથ્યા છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે તેમ, આત્મજ્ઞાની હોય તેમને જ મુનિપણું ઘટે છે – આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; આત્માના સ્વરૂપને જાણે તેમને જ સાચા શ્રમણ - મુનિ જાણવા, બીજા સર્વ તો વેષધારી, દ્રવ્યલિંગી અને બાહ્ય દેખાવમાં જ સાધુ છે. વેષને અને સાધુતાને પરમાર્થદષ્ટિએ કોઈ સંબંધ નથી. આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયા કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ સાથે સીધો સંબંધ ધરાવતી નથી. એનો સંબંધ મોહના વિલય સાથે છે. જેટલો મોહ પ્રબળ હોય છે, તેટલી જીવની મૂર્છા પ્રબળ હોય છે અને પ્રગાઢ મૂર્છા હોવાથી આચાર પણ વિકૃત હોય છે. જેણે પાંચ મહાવ્રતો અંગીકૃત કર્યા હોય તેને સર્વવિરતિની અવસ્થા પ્રાપ્ત થઈ એમ વ્યવહારથી કહેવાય છે, પરંતુ જ્યારે અધ્યાત્મદષ્ટિએ વિચારણા કરવામાં આવે ત્યારે અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનાવરણ કષાય અને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉપશમ કે ક્ષય ન થાય ત્યાં સુધી જીવ ગમે તેટલી વાર ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૯૧ _ 'सत्तासंबद्धेदे सविसेसे जो हि व सामण्णे । सद्दहदि ण सो समणो सत्तो धम्मो ण संभवदि ।।' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૨, કડી ૨૭ ૩- શ્રી આનંદઘનજીરચિત, શ્રી વાસુપૂજ્ય ભગવાનનું સ્તવન, કડી ૬ Page #669 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દીક્ષા લે તો પણ તે યથાર્થ મુનિ બની શકતો નથી.' મુનિપણાનું સ્વરૂપ સમજ્યા વિના દ્રવ્યલિંગી - બાહ્યત્યાગી ‘સાધુ છું, પંચ મહાવ્રત પાળું છું' એમ અભિમાન કરે છે, પણ તેની પરિણતિનું ઠેકાણું નથી હોતું. તેની પરિણતિ બહાર જ ભટક્યા કરે છે. તે કષાયોના નિયંત્રણનું લક્ષ રાખતો નથી અને ઊલટું બાહ્ય ત્યાગનો અહંકાર સેવે છે. ત્યાગનું પ્રયોજન અહંકારનું વર્જન છે, વર્ધન નથી; ત્યાગ અહંકારની ક્ષતિ માટે છે, તેના પોષણ માટે નથી. પરંતુ દ્રવ્યલિંગી બાહ્ય ત્યાગના અહંકારમાં તણાઈ જઈ અનધિકૃત ચેષ્ટા કરે છે અને પરિણામે તેને સંસારનાં અનંત દુઃખનું ભાજન બનવું પડે છે. વળી, દ્રવ્યલિંગી બાહ્ય ત્યાગના ફળરૂપે ભોગસંપદાને ઇચ્છે છે, જ્યારે મુનિ તો સ્વરૂપસ્થિરતા ઇચ્છે છે. વેષધારી ભોગસામગ્રીમાં લુબ્ધ થાય છે, પરંતુ મુનિ તો તેમાં ઉદાસીન રહે છે. બાહ્યત્યાગી પુણ્ય ઇચ્છે છે, જ્યારે મુનિને ન તો પુણ્યનો ગમો હોય છે, ન પુણ્યફળનો. બાહ્યત્યાગી દેવ ગતિમાં સુખ માને છે, જ્યારે મુનિ તેને અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં વિઘ્નરૂપ દીર્ઘ કાળની જેલ માને છે. બાહ્યત્યાગીનો અભિપ્રાય ભોગાભિલાષાયુક્ત હોય છે, જ્યારે મુનિનો અભિપ્રાય મોક્ષાભિલાષાયુક્ત હોય છે. જો બાહ્યત્યાગીનો અભિપ્રાય પરિવર્તિત થઈ, આત્મસન્મુખ થાય તો તેનો બાહ્ય ત્યાગ પણ સાર્થક થાય અને મોક્ષપંથમાં સહાયક નીવડે. આમ, બાહ્યત્યાગી અંતરમાં રહેલ અહંકાર, આસક્તિ આદિ ગ્રંથિઓના કારણે આત્મકલ્યાણથી વંચિત રહી જાય છે, જ્યારે પોતાના અંતરની શુદ્ધિ કરી જેઓ નિર્ગથ બન્યા છે તેઓ શીધ્ર ધ્યેયપ્રાપ્તિ કરે છે. બહારથી સમાન દેખાતો હોવા છતાં બન્નેના ત્યાગના ફળમાં અંતરંગ અભિપ્રાયની ભિન્નતાના કારણે આવું મહાન અંતર પડે છે. માત્ર બાહ્ય ત્યાગ કરી લેવાથી જીવ મુનિદશા પામી શકતો નથી. દેખાવમાં સાધુ હોય, પરંતુ અંતરમાં વિષય-કષાયની મંદતા ન હોય તો તે નામમાત્ર સાધુ છે. જ્યાં સુધી આત્મા-અનાત્મા વચ્ચેનો ભેદ જાણે નહીં, આત્માના ગુણોનું અંશે પણ વેદન થાય નહીં, ત્યાં સુધી બાહ્ય વેષ કે બાહ્ય વાતાદિ પરમાર્થે સફળ નથી અને તેથી તે બાહ્યલિંગી ખરેખરો સાધુ નથી. શ્રીમદ્ પ્રકાશે છે – ૧- આ સંદર્ભમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું વચન મનનીય છે, જેનો ઉલ્લેખ ગાથા ૨૪ના વિવેચનમાં કર્યો હોવા છતાં, પુનરુક્તિનો દોષ આચરીને પણ અત્રે વિચારણાર્થે પુનઃ ટાંકીએ છીએ. જુઓ : “સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૨૨ “જિહાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું.' અર્થાત્ સ્વાનુભવ ન લાધે ત્યાં સુધી એ આત્માનું ગુણઠાણું પહેલું જ રહે છે; પછી ભલે એ વ્રતધારી શ્રાવક હોય, મુનિ હોય, આચાર્ય હોય કે ગચ્છાધિપતિ હોય. તેથી ફલિત થાય છે કે માત્ર બાહ્ય ત્યાગ અને દ્રતાદિનાં પાલન કરવાથી કોઈ છછું ગુણસ્થાનક પ્રાપ્ત કરતું નથી. Page #670 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૬૨૩ ‘ત (દેહાત્મબુદ્ધિ) ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની.' આમ, જ્યાં આત્મજ્ઞાન નથી ત્યાં મુનિપણું સંભવતું નથી. બાહ્ય ત્યાગ હોય તોપણ આત્મજ્ઞાન નહીં હોવાથી ત્યાં અંતરંગ ત્યાગના અભાવે મુનિપણું નથી, અર્થાત્ દ્રવ્યલિંગ હોય તોપણ ભાવલિંગ ન હોય તો તે ખરેખર મુનિ નથી. આ તથ્યને અન્વયથી કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં જ સાચું મુનિપણું હોય, જેનું સૂચન ગાથાના પ્રથમ ચરણમાં કરવામાં આવ્યું છે. વળી, ગાથાર્થમાં આ સિદ્ધાંતને ‘શ્રી આચારાંગસૂત્ર'ના લોકસાર નામના પાંચમા અધ્યયનમાં ત્રીજા ઉદેશના એક વચનની સાક્ષી આપી આગમપ્રમાણથી પણ સિદ્ધ કર્યો છે – સંમંતિ પાસEી તં મોતિ પસંદ ૨ અર્થ - જ્યાં સમકિત (આત્મજ્ઞાન) છે ત્યાં મુનિપણું છે, અર્થાત્ મુનિપણું માત્ર બાહ્ય વેષથી કે બાહ્ય વ્રતથી કે લોકોના અભિપ્રાયથી પ્રાપ્ત થતું નથી, પણ સ્વાનુભવરૂપ સમ્યગ્દર્શનની પીઠિકા ઉપર તેનું મંડાણ છે. સમ્યકુચારિત્રરૂપ વૃક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે. જેમ મૂળ વિના વૃક્ષ ઊગે નહીં, તેમ જો આત્મજ્ઞાનરૂપ મૂળ ન હોય તો બાહ્યમાં સર્વવિરતિ હોવા છતાં અત્યંતર વિરતિ, અર્થાત્ સમ્યકુચારિત્રરૂપ વૃક્ષ ઊગે નહીં. સર્વ પરભાવની ઇચ્છાથી વિરામ પામવારૂપ પરમાર્થસંયમ આત્મજ્ઞાન વિના સંભવિત નથી અને તેથી જ કહ્યું કે જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. અહીં “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું' કહ્યું, તેનો વાક્યર્થ કરી ચોથા ગુણસ્થાનકવર્તી અવિરતિ સમ્યગ્દષ્ટિની વાત કરી છે એમ ન સમજવું, પરંતુ અહીં આત્મજ્ઞાનનું પ્રધાનપણું જણાવ્યું છે; અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું સંભવતું જ નથી, પછી ભલે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૨ (ઉપદેશછાયા-૧૪) સરખાવો : (૧) સંતકવિ અખાજી, ‘અખાની કાવ્યકૃતિ', ખંડ ૧, આત્મલક્ષ અંગ, છપ્પા ૩૪૦ આતમ સમજ્યો તે નર જાતિ, શું થયું ધોળાંભગુવા વતી ?' (૨) શ્રી ચિદાનંદજીરચિત, ‘અધ્યાત્મ બાવની', દોહો ૯ ચૈતનકું પરચ્યો નહિ, ક્યા હુવા વ્રત ધાર; શાળ-વિહણા ખેતમેં, વૃથા બનાઈ વાડ.” ર- ‘શ્રી આચારાંગ સૂત્ર, અધ્યયન ૫, ઉદ્દેશ ૩, ગાથા ૧૫૬ આ સૂત્રની સાક્ષી આપતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સવાસો ગાથાનું સ્તવન'ની ત્રીજી ઢાળની ૨૬મી કડીમાં કહે છે કે - લોકસારઅધ્યયનમાં, સમકિત મુનિભાવે, મુનિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધસ્વભાવે.” Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બાહ્યમાં મુનિવેષ હોય તથા મુનિ જેવું બાહ્ય આચરણ હોય. અહીં છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિની વાત કરી છે. તેવા મુનિ જ સાચા ગુરુ છે એમ આત્માર્થી જીવ માને છે. ચોથા ગણસ્થાનકે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. ત્યાં અનંતાનુબંધી કષાયનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થયો હોવાથી આંશિક સ્વરૂપાચરણરૂપ સમ્મચારિત્ર - અત્યંતર વિરતિ તો હોય જ છે, પરંતુ સંયમાચરણનો અભાવ હોવાથી તેને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ભૂમિકામાં વિશેષ વિશેષ કાળના અંતરે કોઈક કોઈક વાર નિર્વિકલ્પ સ્થિતિ થાય છે. પાંચમા ગુણસ્થાનકે ચોથા ગુણસ્થાનક કરતાં અલ્પ અલ્પ કાળને આંતરે નિર્વિકલ્પ અનુભવ થાય છે અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તીને તો વારંવાર, અંતર્મુહૂર્તમાં જ, નિયમથી વિકલ્પ તૂટીને સ્વાનુભવ થયા કરે છે. ચોથા, પાંચમા તથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી સાધકના આત્મજ્ઞાનમાં - આત્મપ્રતીતિમાં કોઈ ભેદ નથી, પરંતુ આત્મસ્થિરતામાં ભેદ છે. આત્મજ્ઞાનપૂર્વક આત્મસ્થિરતા જ્યાં વિશેષપણે છે એવા છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકવર્તી મુનિ સદ્દગુરુપદને યોગ્ય છે એમ આત્માથી જીવ માને છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના જે પંચમહાવ્રતધારી હોય તેને દ્રવ્યલિંગી એટલે કે વેષધારી જ કહેવાય છે. જે આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા હોય, જે વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય, જે સત્પરુષોના સનાતન સંપ્રદાયને અનુસરનારા હોય, જે સારભૂત એવી સંવરક્રિયાના આચરનારા હોય; તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ છે, તે જ સદ્દગુરુપદને શોભાવનારા છે. આત્માર્થી જીવ બાહ્ય લિગ - વેષથી નિરપેક્ષપણે સાચા ભાવલિંગી સાધુને ઓળખી તેમની ભક્તિ કરે છે. ગમે તે મત, પંથ, વેષમાં રહેલ આત્મજ્ઞ પુરુષોને સપુરુષ તરીકે ઓળખી તેમનો આદર કરે છે. તે નથી જોવા બેસતો કે તેમણે સફેદ કપડાં પહેર્યા છે કે પીળાં, લંગોટી પહેરી છે કે નગ્ન છે, કારણ કે તે યથાર્થપણે સમજે છે. કે ધર્મ કાંઈ કપડાંમાં સમાયો નથી; અને તેથી જ્યાં ભાવસાધુપણું દેખે છે ત્યાં નમે છે અને તેવા ભાવસાધુને જ સદ્ગુરુપદે સ્થાપી આત્મકલ્યાણ સાધે છે. આમ, આત્માર્થી યથાર્થ પરીક્ષા કરીને, એટલે કે આત્મજ્ઞાનની વિદ્યમાનતાની ચકાસણી કરીને સદ્ગુરુને સ્વીકારે છે, કારણ કે આત્મદ્રષ્ટા આત્માનુભવી જ્ઞાની પુરુષ જ સન્માર્ગે લઈ જનાર સદ્ગુરુ છે. જેમ દીવાથી દીવો પ્રગટે છે, તેમ જેમણે આત્મા સાક્ષાત્ અનુભવ્યો છે એવા આત્મદ્રષ્ટા સગુરુ જ આત્મસિદ્ધિ કરાવી શકે છે. જેમને આત્મજ્ઞાન નથી એવા પોતાના કુળના ગુરુને આત્માર્થી જીવ સદગુરુ માનતો નથી. શ્રીમદ્ કહે છે - ‘લૌકિક દષ્ટિ ભૂલી જવી. લોકો તો જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે Page #672 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૬૨૫ ને ત્યાં જાય છે પણ તે તો નામમાત્ર ધર્મ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં.” આત્માર્થી આત્મજ્ઞાનની પ્રાપ્તિની રુચિવાળો હોવાથી તેમને જ સદ્ગુરુ માને છે કે જેઓ આત્મજ્ઞાનસંપન હોય, કારણ કે પરમાર્થનો માર્ગ તેઓ જ દેખાડી શકે છે. પોતાના કુળના ગુરુને ગુરુ માનવા, અર્થાત્ બાપ-દાદા કુળપરંપરાની રૂઢિથી જેમને ગુરુ માનતા હોય એવા અજ્ઞાની વેષધારીને સદ્ગુરુ માનવા તે તૈયાર થતો નથી. આત્માર્થી પોતાના કુળધર્મવાળા જેમને ગુરુ માનતા હોય તેમનો આંધળો વિશ્વાસ કરી, તેમને ગુરુ માનવા નથી લાગતો. તે પરખ કર્યા વિના કોઈને ગુરુ તરીકે સ્વીકારી લેતો નથી. પોતાના કુળગુરુ જો આત્મજ્ઞાનસંપન્ન હોય તો તેમની યથાર્થ પરીક્ષા કરી તે અવશ્ય તેમને સદ્ગુરુ માને છે, પરંતુ આત્મજ્ઞાનરહિત એવા કુળગુરુ ભવછેદ કરવાને અસમર્થ હોવાથી તેવા કલ્પિત ગુરુઓ પ્રત્યે તે દૃષ્ટિ પણ કરતો નથી. આત્માર્થી જીવ જાણે છે કે અસદ્ગુરુનો આશ્રય નરક, નિગોદાદિ દુર્ગતિ આપનાર છે અને તેથી તે તેમનો ત્યાગ કરી પોતાની દૃષ્ટિ સદ્ગુરુસન્મુખ કરે છે. સદ્ગુરુના આશ્રમમાં અનંત કાળનું પરિભ્રમણ સમાપ્ત થાય એવું સામર્થ્ય રહ્યું હોવાથી મોક્ષમાર્ગમાં સદ્ગુરુની ઓળખાણ અત્યંત અગત્યની છે એમ આત્માર્થી સમજે છે. તેથી તે સદ્ગુરુની ઓળખાણ અર્થે પોતાને પ્રાપ્ત થયેલ સર્વ મતિ, શક્તિ અને વિવેકનો ઉપયોગ કરે છે અને સદ્ગુરુનો આશ્રય કરી, ત્રિકાળી શુદ્ધાત્મસ્વરૂપને પ્રગટાવી સ્વાધીન સુખની પ્રાપ્તિ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, એ સિદ્ધાંત પ્રમાણ; સ્વ પર પ્રકાશક જ્ઞાન છે, સમજે તેહ સુજાણ. અંતરથી નિઃસ્પૃહ સદા, તે સાચા ગુરુ હોય; સત્ય સ્વ પર હિત જે કરે, એમાં સંશય હોય. આત્માર્થે આત્માર્થી તે, સેવે સદ્ગુરુ રાજ; બાકી કુળગુરુ કલ્પના, કરવાનું નહિ કાજ. ગચ્છ મત આગ્રહથી કદી, અસગુરુ જો હોય; લોક પ્રવાહ માન્યતા, આત્માર્થી નહિ જોય.' ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૮ (ઉપદેશછાયા-૧૦) ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૧ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૩૩-૧૩૬) Page #673 -------------------------------------------------------------------------- ________________ Page #674 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૫ પ્રત્યક્ષ છે કે કારને, પરમ ઉપકાર, , , તા . Page #675 -------------------------------------------------------------------------- ________________ Page #676 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૫ અથી ગાથા ૩૪માં આત્માર્થીની ગુરુ સંબંધી માન્યતા બતાવતાં કહ્યું કે આત્મજ્ઞાની [21] જ સાચા ગુરુ છે અને તે જ માન્ય કરવા યોગ્ય છે. બાહ્યત્યાગી હોય કે ભૂમિકા જમા પોતાના કુળધર્મના ગુરુ હોય, પણ જો તે આત્મજ્ઞાનરહિત હોય તો તે સગુરુપદ માટે અપાત્ર છે એવો આત્માર્થી જીવને દઢ નિશ્ચય હોય છે. આમ, કેવા પ્રકારના ગુરુ પ્રત્યે આત્માર્થીની ભક્તિ હોય છે તે બતાવી, પરમ સદ્ભાગ્યયોગે તથા પ્રકારના આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ થઈ હોય તો આત્માર્થીની તેમના પ્રત્યેની ભક્તિ કેવી હોય તે દર્શાવતાં શ્રીમદ્ આ ગાથામાં કહે છે – પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; | ગાથા ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.” (૩૫) પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદગુરયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. (૩૫) પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયથી સદ્ગુરુલક્ષણસંપન્ન એવા કોઈ પુરુષનો L a] યોગ થાય તો આત્માર્થી જીવ તેને પરમ ઉપકારભૂત ગણે છે, કારણ કે શાસ્ત્ર દ્વારા જે પ્રશ્ન, જિજ્ઞાસા, મૂંઝવણ આદિનું નિરાકરણ થતું નથી તે સર્વનું નિઃશંક સમાધાન તેને અહીં સાંપડે છે. આગમના અનેકવિધ હેતુ, અપેક્ષા, ન્યાય ઇત્યાદિ પ્રત્યક્ષ સદ્ગુરુ વિના સમજાતાં નથી, તેથી સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ પરમ ઉપકારક છે એમ આત્માર્થીના લક્ષમાં હોય છે. વળી, અનંત કાળમાં અનંત બાહ્ય સાધન આદર્યા પછી પણ જે તત્ત્વ ન પમાયું તે ગુરુગમે અલ્પ કાળમાં પમાય છે. સદ્ગુરુની પ્રત્યક્ષ આજ્ઞા આરાધતાં પોતાના દુર્દમ્ય દોષો અલ્પ પ્રયાસે ક્ષીણ થાય છે અને ક્ષમા, નમતા, સરળતા આદિ અનેક સદ્ગુણો સુગમપણે તથા ત્વરાથી વિકસે છે એવો તેને નિશ્ચય વર્તે છે. બીજા બધા કરતાં અધિક ચડિયાતા એવા પ્રત્યક્ષ સદ્ગુરુના પરમ ઉપકારનો અખંડ નિશ્ચય તેને નિરંતર વર્તે છે. પ્રત્યક્ષ સગુરુનો આશ્રય તે સ્વસુખપ્રાપ્તિનો સરળતમ અને શ્રેષ્ઠ ઉપાય છે એમ Page #677 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ ૬૩૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માર્થી જીવ દઢપણે માને છે. ‘ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી તેમની આજ્ઞા જો મન-વચન-કાયાની એકતાથી ઉપાસવામાં આવે તો તે યોગના સાફલ્યરૂપે સર્વ ગણો ઉપાસક શિષ્યમાં પ્રગટે છે. એવી દઢ શ્રદ્ધાના બળ વડે તે તથાપ્રકારનો પરષાર્થ ઉપાડે છે. વિનયભક્તિ સહિતના આજ્ઞા-આરાધન વિના શ્રીગુરુનો બોધ પરિણમતો નથી અને મનન તથા નિદિધ્યાસનનો હેતુ થતો નથી. સગુરુમાં જ પરમેશ્વરબુદ્ધિરૂપ પરમ ધર્મ પાળતો હોવાથી તે આત્માર્થી સાધક ત્રિયોગનો સન્માર્ગે ઉપયોગ કરે છે. અસ...સંગ અને અસત્સંગથી નિવૃત્તિ લઈ સ્મરણ, બહુમાન, પ્રભુભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન આદિમાં તે પોતાના મનને પ્રવૃત્ત રાખે છે. વિકથાથી વિમુક્ત થઈ, વિનયયુક્ત બોલવામાં તથા કીર્તન, ધર્મચર્ચા આદિ કરવામાં વચનને વ્યસ્ત રાખે છે. આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ પરિહરિ, કાયાને પણ સદ્દગુરુની સેવાભક્તિમાં તથા યથાઆજ્ઞા વ્રતતપ વગેરેમાં પ્રવર્તાવે છે. સ્વચ્છેદે વર્તતા ત્રણે યોગ બંધનું કારણ થાય છે એ સમજાયું હોવાથી સિદ્ધપદના સર્વશ્રેષ્ઠ ઉપાયરૂપ સદ્દગુરુની આજ્ઞામાં ત્રિયોગને જોડી અમૂલ્ય યોગને તે સાર્થક કરે છે. - અનાદિથી અપરિચિત એવો સન્માર્ગ દર્શાવનાર પ્રત્યક્ષ સત્પરુષ મોક્ષ માર્ગના જિજ્ઞાસુ માટે ખરેખર પરમાત્મતુલ્ય જ છે એવી આત્માથી જીવને દઢ પ્રતીતિ થઈ હોવાથી, પુણ્યોદયે કોઈ વિદ્યમાન સન્દુરુષનો યોગ થાય તો તેમના ચરણારવિંદને તે આત્માર્થી જીવ સર્વાર્પણબુદ્ધિથી સેવે છે, અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિથી નિરંતર તેમનો સમાગમ કરે છે. સત્પરુષનાં નિરંતર સમાગમ, દર્શન અને બોધ દ્વારા સ્વભાવનું ભાવભાસન થવાથી સ્વરૂપની યથાર્થ રુચિ થાય છે. તેમની શાંત મુખમુદ્રા, તેમનું આત્મામય વલણ, તેમની પરમ શીતળ, પરમ પ્રેરક, સ્વાનુભવમુદ્રિત આત્માર્થબોધક વાણીનો લાભ મળતાં તેને સ્વસ્વરૂપની રુચિ પ્રગટે છે. તેમના બોધથી ચૈતન્યરસ ઘૂંટાય છે અને તેમની પ્રસન્ન મુદ્રા દ્વારા સ્વરૂપનું માહાભ્ય વધે છે. નિશદિન જેમને આત્માનો ઉપયોગ છે અને અંતરંગ સ્પૃહા નથી એવી જેમની ગુપ્ત આચરણા છે એવા સત્પરુષમાં પ્રેમ વધતાં સંસારરસ મંદ થતો જાય છે. પુરુષને અતીન્દ્રિય આત્મિક સુખમાં નિમગ્ન જોતાં. હર્ષ-શોકના પ્રસંગમાં નિર્લેપ નિહાળતાં આત્મસ્વભાવની પ્રતીતિ થાય છે અને તેની પ્રાપ્તિની રુચિ પ્રગટે છે. જેમ જેમ સત્પરુષની આશ્ચર્યકારી આત્મદશા પ્રત્યેનો પ્રેમ વધે છે, તેમ તેમ આત્માર્થીનો દર્શનમોહ મંદ થતાં સ્વરૂપપ્રાપ્તિની યોગ્યતા વધે છે. આમ, આશ્રયભક્તિનાં પરિણામ દર્શનમોહનો રસ ઘટાડવાનો સરળ અને સુગમ ઉપાય છે. દર્શનમોહના વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે દર્શનમોહ મંદ થયા વિના સ્વરૂપનું ભાવભાસન થાય નહીં અને દર્શનમોહનો અભાવ થયા વિના આત્માનુભવ થાય નહીં, તેથી આત્માનુભવ માટે મહત્પરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ અત્યંત આવશ્યક છે. શ્રીમદ્ લખે છે – Page #678 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૬૩૧ કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે.” કોઈ પણ પ્રકારે જીવ પોતાની મતિકલ્પનાએ કરી સતુને પ્રાપ્ત કરી શકતો નથી. પોતાની કલ્પનાએ તથા ઇચ્છાએ ઉપાયો કરે તો સ્વછંદ વધે છે, પણ સત્ પ્રાપ્ત થતું નથી. તેથી સદ્ગુરુના ચરણે સર્વસમર્પિત થાય ત્યારે કાર્યની શરૂઆત થાય છે. એ થયા પછી પોતાને હિતકારી શું? અહિતકારી શું? પોતે શું કરવું? શું ન કરવું?' એ બધું સમજાતું જાય છે. જેને એકમાત્ર અખંડ, અકષાયી, જ્ઞાતા-દ્રષ્ટારૂપ પોતાના સહજાનંદી સ્વરૂપને પામવાની ઇચ્છા છે તેને, જેમણે પોતાનું કલ્યાણ કર્યું છે એવા જ્ઞાનીપુરુષની આવશ્યકતા તથા તેમનો મહિમા સમજાય છે. આત્માર્થી જીવને એ વાતનો નિર્ધાર હોય છે કે પૂર્ણ સુખનો પૂર્ણ માર્ગ આત્મજ્ઞાની પ્રત્યક્ષ સત્પરુષ જ બતાવી શકે તેમ છે અને તેમની આજ્ઞાનો આરાધક નિઃસંશય પરમાર્થને પામી શકે છે, અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ પામી શકે છે. સતુને પ્રાપ્ત કરનાર સદેહે વિદ્યમાન એવા પ્રત્યક્ષ સદ્ગુરુ દ્વારા સત્ની સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે એમ આત્માર્થી જીવને અખંડ નિશ્ચય થયો હોવાથી પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ દુર્લભ યોગ મને પ્રાપ્ત થાય તો તે મારા ભાગ્યનો પરમ મહોદય છે' એમ તે માને છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિયાદિ ગુણો પ્રગટ્યા છે જેને એવા આત્માર્થી જીવને કોઈક જ્ઞાનીપુરુષના પરમોપકારી સમાગમની તીવ્ર ઇચ્છા રહ્યા કરે છે. પૂર્વના પરમાર્થપુણ્યનો ઉદય સંપ્રાપ્ત થતાં કોઈક ધન્ય પળે પોતાના પૂર્વના શુભ ઋણાનુબંધી જ્ઞાનીપુરુષના સમાગમનો સુયોગ થાય છે ત્યારે તે જીવ જ્ઞાનીપુરુષને ગુણલક્ષણથી ઓળખી લે છે અને તેમના પવિત્ર ચરણકમળનો આશ્રય સ્વીકારે છે. પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો પરમ આનંદ તે વેદે છે. અહીં શ્રીમદે પ્રયોજેલ “પ્રાપ્તિ' શબ્દની અર્થગંભીરતા સમજવા યોગ્ય છે. “પ્રાપ્તિ' શબ્દ માત્ર સંયોગસૂચક નથી, પણ તે ‘ઓળખાણપૂર્વકનો યોગ' સૂચવે છે. સદ્ગુરુ આત્મજ્ઞાની છે કે નહીં એવી તેમની ઓળખાણ કર્યા વિના માત્ર ઋણાનુબંધ આદિ કારણોથી જીવ તેમની તરફ આકર્ષાય તો એટલામાત્રથી પ્રયોજનસિદ્ધિ થતી નથી. “આ પુરુષ આત્મજ્ઞાની છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે' એવી ઓળખાણપૂર્વકનો યોગ થાય તો જ પરમાર્થ અપેક્ષાએ સદ્ગુરુની પ્રાપ્તિ થઈ એમ કહેવાય. સદ્ગુરુના આત્મચારિત્રની પરખ દ્વારા તેમને યથાર્થપણે ઓળખી, તેમના અલૌકિક આત્મગુણોનો અહોભાવ લાવે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૧ (પત્રાંક-૧૯૮) Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને તેમના અદમ્ય આત્મપ્રભાવનું અચિંત્ય માહાત્મ ભાસે તેને જ જ્ઞાનીઓએ સાચી પ્રાતિ' કહી છે. આત્માર્થી જીવને સદ્ગુરુની પ્રાપ્તિ થતાં આનંદ અને ઉમળકો આવે છે, પ્રસન્નતા અને પવિત્રતા અનુભવાય છે, તેના અંતરમાં ન ભૂંસાય એવી અપૂર્વ છાપ પડે છે. આત્માર્થી જીવના અંતરમાં એક જ ઘોલન હોય છે કે કઈ રીતે હું મારા આત્માને સાધું? કઈ રીતે મારા આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રને પ્રગટ કરું?' આત્મામાં સતત આવી ધૂન વર્તતી હોવાથી, જેમ ધનનો અર્થી રાજાને જોતાં જ પ્રસન્ન થાય છે અને તેને વિશ્વાસ આવે છે કે હવે મને ધન મળશે ને મારી દરિદ્રતા ટળશે', તેમ આત્માર્થી જીવ આત્મકલ્યાણનો ઉપાય દર્શાવનાર સદ્ગુરુની પ્રાપ્તિ થતાં જ પ્રસન્ન થાય છે કે મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર સદ્ગુરુ મળ્યા છે, તેથી હવે સંસારદુઃખ ટળશે અને મોક્ષસુખ મળશે.' સદ્ગુરુની જ્વલંત મુખમુદ્રાનાં દર્શનથી તેનો આત્મા ઉલ્લસી જાય છે કે “અહા! કેવી અદ્ભુત આપની દશા! મને પણ આવી શાંતિ, આવી પ્રસન્નતા, આવી વીતરાગતા જોઈએ છે.' તેને પ્રમોદ થાય છે કે ‘સદ્ગુરુ ચૈતન્યને કેવા સાધી રહ્યા છે!' તેમની સિદ્ધિ જોતાં તેને પ્રેરણા મળે છે કે હું પણ આ રીતે ચૈતન્યને સાધું.' આમ, તેને આરાધનાનો ઉત્સાહ જાગે છે, પુરુષાર્થના ભાવ વર્ધમાન થાય છે, સ્વરૂપલક્ષ ભણી તે સહેજે વળે છે અને તેની પાત્રતાની વિશુદ્ધિ તેમજ વૃદ્ધિ થાય છે. આમ, સદ્ગુરુની પ્રાપ્તિથી આત્માર્થી ખૂબ ઉલ્લસિત થઈ જાય છે. જેમ શીખ ઋતુના તાપથી સંતપ્ત થયેલો જીવ જ્યારે સરોવર તરફ જાય છે, ત્યારે ઠંડી હવા આવતાં તેને ખાતરી થઈ જાય છે કે નક્કી પાણી હવે ક્યાંક નજીકમાં જ છે; તેમ સંસારભ્રમણનાં દુઃખથી સંતપ્ત થયેલા આત્માથી જીવને જ્યારે મોક્ષની પ્રત્યક્ષ મૂર્તિ સમાન સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે, ત્યારે તેને અંતરમાં હળવાશ અને શાંતિના ભણકારા વાગે છે. તેને અંતરમાં એવો નિશ્ચય પ્રગટે છે, એવું શ્રદ્ધાન પ્રગટે છે કે મારે જે જોઈએ છે તે મને અહીંથી મળશે જ.’ તેને દઢ નિશ્ચય થાય છે કે “મને મોક્ષ જોઈએ છે અને સદ્ગુરુના આશ્રયે જો હું સવળો પુરુષાર્થ કરું તો અવશ્ય મોક્ષને સાધી શકું એમ છું.' આ રીતે સદ્ગુરુની પ્રાપ્તિથી આત્માર્થીને મોક્ષની શીતળ હવા અનુભવમાં આવે છે અને મોક્ષ નિકટ જ છે એમ તેને નિઃસંદેહ ખાતરી થઈ જાય છે. પૂર્વે કદી નહીં અનુભવેલી એવી શાંતિ તેનાં પરિણામમાં વેદાય છે. સદ્દગુરુનો યોગ તેને પરમ ઉપકારી ભાસે છે. પ્રત્યક્ષ સગુરુની પ્રાપ્તિને આત્માર્થી મોટો ઉપકાર - બીજા બધા કરતાં અધિક ચડિયાતો એવો પરમ ઉપકાર ગણે છે. શાસ્ત્રાદિના સ્વાધ્યાયથી જે શંકાઓનું સમાધાન થઈ શકતું નથી, તે સમાધાન સદ્ગુરુના યોગથી સમજાય છે અને જે દોષો ઘણા Page #680 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૬૩૩ પ્રયત્નોથી પણ જતા ન હતા તે દોષો સગુરુના યોગથી અલ્પ પ્રયત્ન ટળે છે. માટે આત્માર્થી પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિને પરમ ઉપકાર માને છે. અહીં દર્શાવેલ આ બે મુખ્ય કારણોની વિસ્તારથી વિચારણા કરીએ – | (૧) આત્માર્થી જાણે છે કે સ્વમતિકલ્પનાએ શાસ્ત્રાદિનું અધ્યયન કરવાથી શંકાઓનું ટળવું તો ન થાય પણ ઊલટો સ્વચ્છંદ વધે એમ પણ બને, કારણ કે શાસ્ત્રો ઘણાં છે અને મતિ થોડી છે, આયુષ્ય અલ્પ છે અને શાસ્ત્રો અસંખ્ય છે. વનમાં ભૂલા પડેલા મુસાફરને જો માર્ગ ન જડે તો અહીંથી તહીં ભ્રમણ કરતાં કરતાં રાત્રિ પડી જાય, અંધારું થઈ જાય અને તે ગંતવ્ય સ્થાને પહોંચે નહીં, તેમ શાસ્ત્રોમાંથી જ્ઞાન પામવા ઇચ્છનાર, પોતાની મતિકલ્પનાએ સ્વાધ્યાય કરે તો શબ્દજાળમાં ગૂંચવાઈ જાય. અપેક્ષા, હેતુ, આશય વગેરે ન સમજાવાથી મતિ મૂંઝાઈ જાય અને તેને માર્ગ જડે નહીં. તેથી સતુશાસ્ત્રનો મર્મ બતાવનાર પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિ અત્યંત અનિવાર્ય છે. શ્રીમદ્ લખે છે - ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, પુરુષમાં વર્તે છે.'' જો કે સત્શાસ્ત્રમાં પણ પૂર્વે થયેલા જ્ઞાનીઓનો જ ઉપદેશ સંઘરાયેલો છે, છતાં આત્માથી સાધકને પ્રત્યક્ષ સદ્ગુરુના ચૈતન્યથી સભર વ્યક્તિત્વમાંથી જે સૂક્ષ્મ બોધ અને રહસ્યમય પ્રેરણા તથા અવર્ણનીય ઉલ્લાસ પ્રાપ્ત થાય છે તે આ જગતમાં ખરેખર અજોડ છે અને આ વાત માત્ર અનુભવગમ્ય છે, તર્કગમ્ય નથી. સમસ્ત શાસ્ત્રો બાહ્ય શૈલીથી લખાયેલાં હોય છે. તે શાસ્ત્રો જો કે મહા ઉપકારી છે અને જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે અધિકારીપણું આપે છે, પરંતુ તેમાં રહેલા મર્મ અપ્રગટ હોવાના કારણે તે દ્વારા સ્વરૂપસ્થિતિ થવી સંભવતી નથી. સદ્ગુરુ ગુપ્ત મર્મની સમજણ આપે છે અને તેના પરિણમન માટે યથાર્થ માર્ગદર્શન આપે છે, જેને અનુસરીને જીવ શીઘતાએ સ્વરૂપસ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદે એક સ્થળે પ્રકાશ્ય છે કે – શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.” સદ્ગુરુનાં વચનોમાં સ્વાનુભૂતિનો પ્રચંડ પ્રભાવ હોય છે. તેમનાં વચનો સર્વ અનુભવોના સરવાળારૂપ હોય છે. તેમને આત્મદશાની વર્ધમાનતાનાં ગુપ્ત રહસ્યોનું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૬ (પત્રાંક-૭૦૬) ૨- એજન, પૃ. ૨૬૩ (પત્રાંક-૨00). Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અભુત - આશ્ચર્યકારક જ્ઞાન હોય છે. જે માર્ગે આત્માર્થી જવા ઇચ્છે છે, તે જ માર્ગે તેઓ આગળ વધેલા હોવાથી તેઓ માર્ગના પ્રેરણાસ્થાન તથા ભયસ્થાન બન્નેથી વાકેફ હોય છે. આત્મભાવ વધતાં અને આત્માની પવિત્રતા તથા નિર્મળતા થતાં કેવા કેવા અનુભવો થાય છે, તથારૂપ અવસ્થાઓનાં પતનસ્થાનકો કેવાં હોય છે અને તેને કઈ રીતે પાર કરી શકાય, તેના ઉપાયો ક્યા છે વગેરે બધું સન્દુરુષના અંતરમાં રહ્યું હોય છે. તેઓ દ્વારા જીવ પોતાના પ્રત્યેક સંભવિત પતનની આગાહી પ્રાપ્ત કરી શકે છે અને પ્રવાસના ભાથારૂપે તેને ઉત્સાહ, માર્ગદર્શન સાંપડે છે. સદ્ગુરુનો ઉપદેશ શ્રવણ કરી, તેમની આજ્ઞાનુસાર આત્મોપયોગને સ્થિર કરવાનો પુરુષાર્થ ઉપાડનાર આત્માર્થીને અતીન્દ્રિય ચિદાનંદની અનુભૂતિ તરફ આગળ વધતાં સદ્ગુરુએ દર્શાવેલા ક્રમાનુસાર અભુત અનુભવો થાય છે, તે અનુભવોનો પરમાર્થ સમજાય છે તથા શાસ્ત્રમાં કહેલાં કથનોનો ગૂઢ અર્થ દષ્ટિગોચર થાય છે. આમ, સદ્ગુરુનાં અનુભવમૂલક વચનોમાં અનેક શાસ્ત્રોનું પારમાર્થિક રહસ્ય હોય છે. તે વચનોમાં ઉત્તમોત્તમ શાસ્ત્રોનો સાર હોય છે. આત્મ-અનુભવના નિચોડરૂપ તે વચનોને શાસ્ત્ર કહેવામાં આવે કે આગમ કહેવામાં આવે તે યથાર્થ જ છે. દેહ અને રાગથી ભિન્ન આત્માનો અનુભવ જેમને થયો તેમણે શાસ્ત્રોનો મર્મ જાણી લીધો છે. તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય કે ન કર્યો હોય, તોપણ તેઓ શાસ્ત્રજ્ઞ જ છે. આત્મજ્ઞ થવામાં બધું સમાઈ જાય છે. તેથી ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવા કરતાં પણ જ્ઞાનીની એકેક આજ્ઞા જો જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રોથી મળતું ફળ તેને સહજમાં પ્રાપ્ત થાય. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. પ્રત્યક્ષ સદ્ગુરુના આ પરમ ઉપકાર વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – વર્તમાનમાં પરોક્ષ જ્ઞાનીઓએ પ્રણીત કરેલાં પરોક્ષ શાસ્ત્રો કરતાં પણ પ્રત્યક્ષ સદ્દગુરુનો ઉપકાર ઘણો મોટો છે; કારણકે શાસ્ત્રનો વિષય પરોક્ષ હોઈ તે થકી વર્તમાનમાં જીવના સમાધાનાદિ થવા પામે નહિ, એટલે તે પરોક્ષ પરમ ઉપકારી સાધનથી વર્તમાનમાં સાક્ષાત્ સમાધાન કરવા સમર્થ પ્રત્યક્ષ સદ્ગુરુ સમાન બળવાન ઉપકાર થઈ શકે નહિ. આત્માદિ વસ્તુના નિરૂપક પરોક્ષ શાસ્ત્રાદિથી જે સુપાત્ર મુમુક્ષ આત્માર્થી જીવને ઘણા કાળે થોડો ઉપકાર થાય, તેના કરતાં થોડા કાળે ઘણો ઉપકાર - અરે! અંતર્મુહૂર્તમાં પણ સમર્થ ઉપકાર સાક્ષાત્ પ્રત્યક્ષ સગુરુના યોગે બની શકવો સંભવે છે." (૨) આત્માર્થી જીવ શાસ્ત્ર કરતાં સદ્ગુરુનો યોગ વિશેષ ઉપકારી સમજતો હોવાથી તેને જ્યારે પ્રત્યક્ષ સત્પરુષનો યોગ થાય છે ત્યારે તેને તેમના પ્રતિ અચળ પ્રેમ અને ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૫૪ Page #682 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૬૩૫ સમ્યક પ્રતીતિ આવે છે. શમ-સંવેગાદિ ગુણોથી તથા ચિત્તને રૂડા ભાવમાં રોકવાથી યોગ્યતા વધી હોવાના કારણે આત્માર્થી પોતાના ધ્યેયમાં વિદનરૂપ અનુપકારી એવા અસત્સંગથી નિવૃત્ત થતો જાય છે અને ઉપકારી તથા આત્મભાવને પોષણરૂપ રત્નચિંતામણિ તથા કલ્પવૃક્ષ સમાન અતિ કલ્યાણકારી એવા પ્રત્યક્ષ સગુરુના સત્સંગનો વિશેષ લાભ લેતો જાય છે. સત્સંગનો મહિમા અપરંપાર અને વચનાતીત છે તે તેને અનુભવથી સમજાય છે. સત્સંગમાં શાંતિ અને આનંદનું જે સ્કુરણ થાય છે તથા સદ્દગુરુ પ્રત્યે પ્રેમ તથા શ્રદ્ધા વધવાનો જે અનુભવ થાય છે, તે પૂર્વે કદી નહીં વેચેલા હોવાથી તે તેને અપૂર્વ લાગે છે. સદ્ગુરુના શીતળ અને સુખદાયક સંગમાં આત્માર્થી જીવ ઉપર તેમના જ્ઞાનના અતિશયપણાની તથા તેમના શાંતિ, સમતા, વીતરાગતા, ચારિત્ર ઇત્યાદિ ગુણોની છાપ પડે છે. જીવનચર્યામાં સદગુરુનું વલણ કેવું રહે છે તથા એ દ્વારા વ્યક્ત થતી તેમની અંતરંગ અવસ્થા કેટલી ઊંચી છે તે તેને સમજાય છે. સદ્ગુરુના ગુણોની છાપ ચિત્ત ઉપર અંકિત થયેલી હોવાથી તેમની દિવ્યતાવ્યાખ ચેષ્ટાઓ વારંવાર તેને સ્મરણમાં આવે છે. જેમ લોભીનું મન ધનમાં અને સતીનું મન ભરથારમાં રહે છે, તેમ આત્માર્થીનું મન પણ સગુરુના લોકોત્તર વ્યક્તિત્વની ઝાંખી કર્યા કરે છે. તેમનાં વિશિષ્ટ જ્ઞાન, નિર્મળ ધ્યાન, તીવ્ર વૈરાગ્ય, અંતર્મુખ દશા, અજોડ બહ્મનિષ્ઠા, સહજ સમદર્શિતા, અવિરત આત્મજાગૃતિ, અદ્ભુત શાંતિ, અખૂટ ધૈર્ય, અડોલ નિર્ભયતા, નિષ્કારણ કરુણા, અમૃતમય વાણી આદિ અનેક ગુણોની સ્મૃતિ તેને રહ્યા કરે છે. તેમના વિશિષ્ટ ગુણોને ચિતવતાં તેના અંતરમાં ઇચ્છાબળ અને નિશ્ચયબળ પ્રગટે છે. દિવસે દિવસે તેની વૃત્તિ ઊર્ધ્વ અને સ્થિર થતી જાય છે અને ગુણો ખીલવા લાગે છે. - આત્માર્થી કોમળપરિણામી બન્યો હોય છે અને પોતાના દોષ જેમ છે તેમ જોવાસ્વીકારવા તત્પર હોય છે, તેથી સદ્ગુરુના પરમોપકારી સમાગમમાં તેના દોષો સહેજે વિલય પામે છે. સદ્ગુરુ તેના દોષ બતાવે ત્યારે આત્માર્થી જીવ તુરંત પોતાના દોષનો સ્વીકાર કરી લે છે. તે સ્વબચાવ નથી કરતો. તેને સદ્ગુરુ પ્રત્યે વિરોધનાં પરિણામ નથી જાગતાં. તેને કોઈ તર્ક-વિતર્ક, સંકલ્પ-વિકલ્પ, શંકા-કુશંકા ઉદ્ભવતાં નથી. જેનામાં આત્માર્થિતા પ્રગટી નથી તે પોતાના દોષો સ્વીકારવાના બદલે સ્વબચાવ કરે છે. તે પોતાનો દોષ બીજાનાં માથે ઓઢાડે છે, દોષનો આરોપ બીજા ઉપર કરે છે અથવા તો એ જાતજાતના વિકલ્પો કરે છે કે હું એકલો જ ક્યાં દોષ કરું છું, બીજા પણ કરે જ છેને. બધા કરે છે અને હું પણ કરું છું, એમાં શું? પેલા કરતાં હું ઓછો કરું છું. એના કરતાં તો હું સારો છું.' આ રીતે એ સ્વદોષરક્ષા કરીને જાણે-અજાણે પોતાના દોષોનું અનુમોદન કરે છે. વળી, કેટલાક તો તેથી આગળ વધીને સદ્દગુરુ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દોષ દેખાડે તો સદ્દગુરુના દોષ કાઢવા માંડે છે, તેઓશ્રી પ્રત્યે દ્વેષનાં પરિણામ કરી ઘોર આશાતના કરે છે. આ રીતે દોષોનો પક્ષપાત કરવાથી ધર્મની ઉપેક્ષા થાય છે. પણ જેનામાં આત્માર્થીપણું ઉત્પન્ન થયું છે તેનામાં સરળતા, મધ્યસ્થતા, નમતા પ્રગટ્યાં હોય છે અને તેથી તે પોતાના દોષોનો પક્ષપાત કરવાના બદલે પશ્ચાત્તાપ કરે છે. તેને દોષ દર્શાવનાર સદ્ગુરુ પ્રત્યે જરા પણ અશુભ ભાવ ઉત્પન્ન થતો નથી. ઊલટું તેમના પ્રત્યે ઉપકારની ભાવના જાગે છે કે તેઓ અત્યંત ઉપકારી છે કે જે વાત મને સમજાતી ન હતી એ વાત તેમણે બતાવી આપી. સગુરુએ તેને સાવધાન કર્યો હોવાથી અને દોષો ઉપર તેનું ધ્યાન ખેંચ્યું હોવાથી તે તેમનો આભાર માને છે અને પોતાના દોષ કાઢવા તે તત્પર બને છે. તેના જીવનમાં સદગુરુએ દર્શાવેલા દોષનું ભાન, તે દોષ પ્રત્યે ધૃણા, દોષની નિંદા, દોષ પ્રત્યે સજાગતા તથા એને કાઢવાનો પુરુષાર્થ પ્રગટે છે. પોતાની શક્તિને ગોપવ્યા વિના તે દોષક્ષયની દિશામાં પૂરેપૂરો પ્રયત્ન કરે છે. વળી, આત્માર્થી આત્મનિરીક્ષણ કરતો હોવાથી તેને પણ પોતાના દોષો પકડાય છે અને તે દોષો ખૂબ ખૂંચે છે. તે પોતાના દોષોની હારમાળાને સહી શકતો નથી, તેથી તે અત્યંત આન્દ્ર બની સદ્ગુરુને દોષમુક્તિ અર્થે પ્રાર્થના કરતો રહે છે. તેના અંતરમાં કોઈ પણ પ્રકારનાં અસત્પરિણામ ઉત્પન્ન થતાં જ તે આત્મગ્લાનિપૂર્વક પોતાને ધિક્કારે છે અને સદ્ગુરુ પાસે જઈ પોતાના દોષનો એકરાર કરે છે. જેમ રોગમુક્તિ માટે વૈદ્યને પોતાની વ્યાધિની સર્વ વિગતો નિઃસંકોચ કહેવામાં આવે છે, તેમ આત્માર્થી સદ્ગુરુને પોતાના અપરાધની નાનામાં નાની વિગત, કશું પણ ગુપ્ત રાખ્યા વગર કહે છે. જેમ શારીરિક રોગોના નિદાન માટે કુશળ વૈદ્ય સમર્થ છે, તેમ આત્મિક રોગોના નિદાન માટે સદ્ગુરુ સમર્થ છે. જે પ્રકારે રોગજન્ય પીડા શમાવવા વૈદ્ય રોગ અનુસાર ઔષધિ આપે છે, તે પ્રમાણે દોષજન્ય તાપને ટાળવા સદ્ગુરુ ભૂમિકાનુસાર શિષ્યોને પ્રાયશ્ચિત આપે છે. જે પ્રકારે કડવી ઔષધિ પણ રોગીને રોગનિવારણ માટે અમૃત છે, તે પ્રકારે કઠણ પ્રાયશ્ચિત પણ આત્માથીને અંતરશુદ્ધિ માટે અમૃત છે. તેથી જેમ રોગી વૈદ્ય પાસે કડવી ઔષધિ સહર્ષ લે છે, તેમ આત્માર્થી પણ કઠણ પ્રાયશ્ચિત સદ્ગુરુ પાસે સહર્ષ ગ્રહણ કરે છે, કારણ કે તેમાં તે પોતાનું કલ્યાણ સમજે છે. આ રીતે સદ્ગુરુની સાક્ષીએ આત્મગ્લાનિપૂર્વક કરવામાં આવેલું દોષનું આલોચન અને પ્રાયશ્ચિતનું પાલન તે દોષોની શીધ્ર શુદ્ધિ કરવામાં સહાયક બને છે. તેનામાં નિષ્કપટતા, નિખાલસતા આદિ ગુણો પ્રગટવા માંડે છે. તેના અંતરંગ પરિણમનમાં ઘણો ફરક પડી જાય છે. આમ, સદ્ગુરુનો મહિમા શાસ્ત્ર કરતાં અધિક હોવાથી તથા તેમના આશ્રયથી જીવના દોષો સહેજે ટળતા હોવાથી આત્માર્થી તેમના યોગને પરમ ઉપકારી ગણે છે Page #684 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૬૩૭ અને તેમના પવિત્ર ચરણકમળનો આશ્રય કરી તેમની ભક્તિમાં જોડાય છે. આત્માર્થીને ગુરુ માટે યથાર્થ ઓળખાણપૂર્વકનો પ્રેમ થયો હોવાથી સમ્યક પ્રતીતિના ફળરૂપે તેને સદ્ગુરુ પ્રત્યે દઢ આશ્રયભક્તિ પ્રગટે છે. તેમની ચર્યાદિ સંબંધી શંકાદિ તેને ઉદ્ભવતાં નથી. આત્મદશાના લક્ષ્યપૂર્વક અસંસારગત વહાલપ થઈ હોવાના કારણે તેમના પ્રત્યે અપેક્ષા સેવાતી નથી. હૃદય અને બુદ્ધિની સોંપણી થઈ હોવાના કારણે વિનય, લઘુતા, સરળતા, નિખાલસતા, નિઃશંકતા આદિ ગુણો પ્રગટે છે. આથી સદ્ગુરુનાં વચનોનો સ્વીકાર કરવામાં તેને સુગમતા રહે છે. તેના અંતરમાં એવા ભાવ જાગે છે કે સદ્ગુરુનું કહેલું સર્વ માન્ય રાખવું, તેમનું કહેલું કેમ હોય તેમ જ અંગીકૃત કરવું, પોતાની અલ્પ મતિ ત્યાં જરા પણ ન ચલાવવી અને પોતાની બુદ્ધિના ઉપયોગને માત્ર સદ્ગુરુના બોધમાં જ પ્રેરવો, ન સમજાય ત્યાં સદ્ગુરુ પાસેથી સમાધાન મેળવવું, પણ સ્વચ્છંદને સેવી સદ્ગુરુથી વિમુખતાએ ન પ્રવર્તવું. તે પોતાની બુદ્ધિની મર્યાદા જાણતો હોવાથી સદ્ગુરુના વચનને નય, તર્ક, શાસ્ત્રવચનથી માપવાનું બંધ કરે છે અને તેથી સાચા માં પામવાનું શરૂ થાય છે. સદ્ગુરુના વચનને હૃદયપૂર્વક માન્ય રાખવાથી તેને પોતાની મર્યાદિત બુદ્ધિથી નુકસાન તો નથી થતું, પરંતુ તે બુદ્ધિ વચનના આશયને પકડવામાં લગાવેલી હોવાથી લાભ થતો જાય છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા સપુરુષના ચરણકમળમાં અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિ આવતાં તે આત્માર્થી જીવમાં બાહ્ય અને અત્યંતર પરિવર્તન થવા લાગે છે. સ્વસમ્મુખતાનો પુરુષાર્થ જાગૃત થાય છે અને પર સંબંધી ઇચ્છા ઘટતી જાય છે. ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ પરિણતિ સ્થિરતાને પામે એવી વૃત્તિ રહે છે. આત્મવિકાસ કરવાની રુચિ વધે છે અને ભૂમિકાનુસાર પ્રયત્ન થાય છે. સંસારના માઠા પ્રસંગોમાં હવે આત્મવીર્ય પ્રગટતું હોવાથી પૂર્વની અપેક્ષાએ તેમાં હવે વિશેષપણે શાંતિ વેદાય છે. શાંત સ્વીકારનો અભ્યાસ વધતો જાય છે અને પ્રતિક્રિયાની કુટેવ છૂટતી જાય છે. સમતા દેઢ બનતાં તેના અંતરમાં સ્નેહ, સહિષ્ણુતા, સદ્ભાવ, સહકાર, સમન્વય આદિ ભાવો સહજ રીતે જાગૃત થાય છે, જેના પરિણામે તેનો અન્ય જીવો સાથેનો વ્યવહાર પણ સુધરતો જાય છે. તે લેશોત્પાદક વાણી-વર્તનમાં પ્રવૃત્ત થતો નથી. અશુભ નિમિત્તોના યોગમાં પરદોષ જોવાની વૃત્તિ અટકી જાય છે અને આ તો માત્ર પૂર્વની પોતાની ભૂલનું પરિણામ છે એવી નિજદોષ તરફ દષ્ટિ રહે છે. કોઈના અશુભ વર્તન પ્રત્યે મૌન અને શાંતિ જાળવવા ઉપરાંત તેના માટે હિતની માંગણી પ્રભુ પાસે થાય છે. કોઈ મુમુક્ષુની વૃત્તિ સંસારના તીવ્ર દુઃખના પ્રસંગે ડોલાયમાન થતી જણાય ત્યારે તે મુમુક્ષુને ધર્મમાં સ્થિર કરવાનું કાર્ય તેને કર્તવ્યરૂપ લાગે છે અને તેમ તે કરે છે. ધર્મભાવની વૃદ્ધિ થાય તેવાં નિમિત્તો મેળવવામાં તે આનંદ માને છે અને તેવાં કારણોને તે સેવે છે. ટૂંકમાં આત્મોન્વળતા, આત્મનિર્મળતા અને આત્મશુદ્ધિ પ્રત્યે Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપયોગ પ્રેરાય છે અને સ્વપરકલ્યાણકારી જીવનનું નિર્માણ થાય છે. રાગ-દ્વેષની પરિણતિને સંયમમાં રાખવા માટે સદ્ગુરુદેવ પ્રત્યે સમર્પણભાવની અત્યંત આવશ્યકતા છે એમ તેને સમજાય છે અને તે માટે હૃદયપૂર્વકનો પુરુષાર્થ ઉપાડે છે. સદ્ગુરુ પ્રત્યે જેટલા અંશે સમર્પણભાવ, તેટલા અંશે અહંકાર-મમકારનો ત્યાગ. જેટલા પ્રમાણમાં અહંનો અભાવ, તેટલા પ્રમાણમાં આત્મશુદ્ધિનો આવિર્ભાવ. જેટલા અંશે આત્મશુદ્ધિનો પ્રગટ પ્રભાવ, તેટલા અંશે આત્મામાં નિર્મળત્વ, હળવાશ, પ્રસન્નતા અને આનંદનો ઉધાડ. પ્રેમ અને શ્રદ્ધા સાથે અર્પણતા અંશે અંશે વધી રહી હોવાથી તેના ભાવો અધિક ને અધિક દયામય, સમતામય, શાંતિમયઆનંદમય થતા જાય છે. ચિત્તમાં પવિત્રતા અને પ્રસન્નતાનું બળ વધે છે, ભૂલો અને દોષો અલ્પ પ્રયત્ન અટકતા જાય છે અને આત્માકાર વૃત્તિ થતી જાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુના સાનિધ્યમાં કોઈ બાહ્ય કારણ વિના થતો શાંતિનો અનુભવ, રાગ-દ્વેષની પરિણતિનો ઉપશમ, અંતરમાં શીતળતા, પ્રેમનું વહેતું નિર્મળ ઝરણ, શ્રદ્ધાનું વધતું નિર્વિકલ્પપણું, મુક્ત થવાશે જ એવા ભાવની સ્વયં ઉદ્ભવ પામતી પ્રતીતિ - આવાં કારણોથી તેના હર્ષનો કોઈ પાર રહેતો નથી, આનંદની કોઈ અવધિ રહેતી નથી, ઉલ્લાસ અને ઉમંગની કોઈ સીમા રહેતી નથી. તેના હૃદયના ઊંડાણમાં હવે એક જ ભાવ ગુંજે છે - આજ્ઞાનું આરાધન એ જ ધર્મ.' અનાદિના સંસ્કારના કારણે ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે, પરંતુ આજ્ઞામાં એકતાન થવાથી ઉપયોગ સ્થિર થતો જાય છે. ‘આજ્ઞામાં એકતાન થઈશ ત્યારે જ કલ્યાણ થશે' એવી અપૂર્વ રુચિ જાગે છે. આવો નિશ્ચય થવાથી આજ્ઞાનું માહાસ્ય જાગે છે, આજ્ઞાના આરાધનની રચિ જાગે છે. ‘ગમે તેટલી મુશ્કેલી પડે તોપણ હું આજ્ઞા ચૂકીશ નહીં' એવો દૃઢ નિશ્ચય થાય છે અને જ્યારે આજ્ઞાની પ્રાપ્તિ થાય છે ત્યારે સ્વચ્છેદ અને પ્રમાદ ત્યાગી, અગુપ્ત વીર્યથી, મન-વચન-કાયાના યોગના એકત્વથી તે આજ્ઞાને આરાધે છે. મતાર્થી જીવ આજ્ઞા મળે ત્યારે પ્રમાદથી ઢીલો પડી જાય છે, પણ આત્માર્થી જીવને સગુરુ તરફથી આજ્ઞા મળતાં જ મનોયોગની પ્રેરણાથી વચનયોગ ‘તહત્તિ રૂપે આજ્ઞા ઉઠાવવાના ઉલ્લાસમાં વર્તે છે અને ત—રિત કાયયોગની પ્રવૃત્તિ આજ્ઞાપાલનમાં પ્રવર્તે છે. આજ્ઞા મળે કે તરત જ તેનું પાલન કરવા મંડી પડે છે, કારણ કે તે જાણે છે કે આજ્ઞાનું સ્વછંદનિરોધપણે આરાધન એ જ મોક્ષમાર્ગ છે. શ્રીમદ્ લખે છે – ‘આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ..... ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.' સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૩૨ (ગાથા ૯ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #686 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૬૩૯ આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્રપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે.૧ સદ્ગુરુ આત્માર્થી શિષ્યની ભૂમિકા, તેનાં સંજોગો, વીર્ય વગેરેને લક્ષમાં લઈને તેને આજ્ઞા આપે છે. તેનાં પરિણામોની સ્થિતિ જોઈને મોક્ષમાર્ગમાં તેની રુચિ અને પ્રવૃત્તિ વધે તેવી આજ્ઞા આપે છે. કોઈ પણ પ્રકારે આત્માર્થ પોષાય તેવી જ આજ્ઞા શ્રીગુરુ આપે છે. સંસારભાવ પોષાય તેવી આશા સદ્ગુરુ આપે જ નહીં. સદ્ગુરુની આજ્ઞાનું એકમાત્ર પ્રયોજન વીતરાગતાનું પોષણ હોય છે. ક્યારેક તેઓ ઘણા રાગાદિ છોડાવવા માટે અલ્પ રાગાદિ થાય એવી આજ્ઞા આપે છે, તો ક્યારેક સર્વ રાગાદિ છૂટે એવી આજ્ઞા આપે છે, પરંતુ તેઓ ક્યારે પણ રાગાદિ વધે એવી આજ્ઞા આપતા નથી. આજ્ઞાનો આશય ન સમજાય ત્યારે મતાર્થી જીવને શંકા થાય છે કે ‘ગુરુ આ શું કહે છે? જ્યારે આત્માર્થી એમ વિચારે છે કે “ગુરુ તો સત્ય જ કહે છે, પણ હું તેમનો આશય સમજી શકતો નથી, એ મારી સમજણનો દોષ છે.' સદ્ગુરુની આજ્ઞા વીતરાગતાપોષક જ હોય એમ શ્રદ્ધા રાખી આત્માથી તેનો આશય સમજવાનો પ્રયત્ન કરે છે, પણ શંકા કરતો નથી. તેને દઢ નિશ્ચય વર્તે છે કે સદ્દગુરુ જે આજ્ઞા ફરમાવે છે તે શિષ્યના એકાંત આત્મહિતના હેતુએ જ છે. નિષ્કારણ કરૂણાશીલ સન્દુરુષની વિધિ-નિષેધરૂપ આજ્ઞા આત્મકલ્યાણની વૃદ્ધિ અર્થે જ હોય છે એમ તે માનતો હોવાથી અચળ શ્રદ્ધા અને પૂર્ણ ઉમંગથી આજ્ઞા-આરાધનમાં પ્રવર્તે છે. આત્માર્થી પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી, પોતાની સર્વ શક્તિએ આજ્ઞાને ઉપાસી સત્પથે આરૂઢ થાય છે. તેને એવી ભાવના થાય છે કે આજ્ઞા વિના કલ્યાણ નથી, આજ્ઞા વિના પરિભ્રમણનો અંત નથી, આજ્ઞા વિના મોક્ષ નથી. આજ સુધી આજ્ઞા વિના મેં જે કંઈ કર્યું તે બધું નકામું હતું, નિષ્ફળ હતું. હવે આજ પછી જે કાંઈ કરીશ તે સદ્ગુરુની આજ્ઞા અનુસાર જ કરીશ. અનંત કાળમાં જે આરાધના કરી તે ખોટી દિશામાં કરી, પરંતુ સગુરુના અલૌકિક સામર્થ્યની સહાયથી હવે હું જાગ્યો છું. મારા મન, વચન અને કાયાના યોગ હવે સદગુરુની આજ્ઞાનુસાર જ પ્રવર્તશે. આત્માથી જીવના હૈયામાં અફાટ શૂરાતન પ્રગટે છે કે ક્યારે મને સદ્ગુરુની આજ્ઞા પ્રાપ્ત થાય અને ક્યારે તે આજ્ઞારાધનમાં હું ઉત્કૃષ્ટ ભાવોથી મંડી પડું.' ત્રણે યોગની એકતાથી આજ્ઞાના આરાધનરૂપ ઉત્કૃષ્ટ ધર્મપંથે ચડેલ તે આત્માર્થી, સદ્ગુરુની અનન્ય કૃપાના ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૫૫૮ (પત્રાંક-૭૧૯) ૨- જુઓ : પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૮, પૃ.૨૯૩ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બળે સાધનાપથમાં આગળ ને આગળ વધતો જ જાય છે. ગાથામાં “ત્રણે યોગ એકત્વથી' કથન બહુ અર્થસૂચક છે. ક્યારેક એમ બને કે મનમાં હોય પણ પ્રમાદાદિ કારણોસર બાહ્યમાં પ્રગટ ન કરે અથવા બાહ્યમાં પરમ ઉપકાર ગણે પણ મનમાં ગ્રંથિ રાખી હોય, તો ક્યારેક વચનમાં ઉપકાર વદે પણ મનમાં ન હોય, મનમાં હોય પણ વચન અને ક્રિયામાં ન હોય. આ રીતે વર્તવાથી સ્વચ્છંદ, પ્રમાદ અને માયાચાર પોષાય છે એવું જાણતો હોવાથી આત્માર્થી “ત્રણે યોગ એકત્વથીથી એટલે જરા પણ માયાપરિણામ વિના, મિથ્યા આગ્રહ વિના, સ્વચ્છંદપરિણામ વિના, લોકભય-લોકલાજ વિના, દૈહિક શાતા-અશાતાના વિકલ્પ કર્યા વિના, દેહાધ્યાસનું પોષણ કર્યા વિના, મન-વચન-કાયાની શક્તિ ગોપવ્યા વિના સદ્ગુરુની આત્મકલ્યાણકારી આજ્ઞા શિરસાવંદ્ય ગણી તે પ્રમાણે વર્તવામાં તત્પર રહે છે. - આત્માર્થી જીવ સમજે છે કે જ્યાં સુધી ત્રણે યોગના એકત્વથી આજ્ઞા ન પળાય ત્યાં સુધી યથાર્થ આજ્ઞાપાલન સંભવતું નથી. જ્યાં સુધી કાયિક, વાચિક કે માનસિક પ્રવૃત્તિમાંથી એક પણ પ્રવૃત્તિ જો આજ્ઞા અનુસાર ન થઈ હોય તો ત્યાં સુધી આજ્ઞા યથાર્થપણે પળાઈ છે એમ કઈ રીતે કહેવાય? આજ્ઞાપાલનનું રહસ્ય ન જાણનાર જીવ માત્ર કાયાથી કે માત્ર વચનથી કે માત્ર મનથી આજ્ઞા પાળીને પોતે ધર્મ કરી રહ્યો છે એમ માને છે, પરંતુ તેવા આજ્ઞાપાલનનું મોક્ષમાર્ગમાં કોઈ મૂલ્ય નથી. કેવળ કાયાથી થતું આજ્ઞાપાલન અંતરંગ પ્રયોજનથી નિરપેક્ષ રહે છે, તેથી માત્ર કાયાથી આજ્ઞાપાલન કરીને સંતુષ્ટ થવું યોગ્ય નથી. આજ્ઞાપાલન બુદ્ધિપૂર્વક તથા જાગૃતિ સહિત થવું જોઈએ. ભાવની જાગૃતિ રાખીને આજ્ઞાને કાયા ઉપરાંત વચન તથા મનમાં પણ પ્રસ્થાપિત કરવી ઘટે છે. વળી, આજ્ઞાપાલન એટલે માત્ર મુખથી તહત્તિ’ કહી દેવું એમ નથી. ‘તહત્તિ' ઉચ્ચારવામાત્રથી યથાર્થ આજ્ઞાપાલન થતું નથી. માત્ર આ પાઠ ઉચ્ચારવાથી કાર્ય થઈ જતું નથી, પરંતુ આજ્ઞા અનુસાર યોગ્ય પરિણામ તથા યોગ્ય પ્રવર્તન પણ કર્તવ્ય છે. વળી, માત્ર માનસિક રીતે આજ્ઞા પાળવામાં આવે, પણ પ્રમાદાદિ કારણે વચન તથા કાયામાં આજ્ઞાનું આરાધન ન ઊતરે તો તે પણ યથાર્થ નથી. ભાવ અનુસાર વાણીનું તથા કાયાનું પ્રવર્તન પણ થવું ઘટે છે. જે આજ્ઞા મળી હોય તે અનુસાર કાયાની પ્રવૃત્તિ થવી જોઈએ, આવશ્યક શબ્દોનું જીભથી ઉચ્ચારણ થવું જોઈએ અને સહવર્તીભાવ માનસપટ ઉપર અંકિત થવો જોઈએ. આત્માથી જીવ સતત આત્મનિરીક્ષણ કરે છે કે ત્રણે યોગના એકત્વથી આજ્ઞારાધન થઈ રહ્યું છે કે નહીં અને તેથી તે મિથ્યા સંતોષથી બચેલો રહે છે. આમ, સગુરુએ નિષ્કારણ કરુણાથી આપેલી આજ્ઞાને આત્માર્થી જીવ અનન્ય ઉપકારી તથા અત્યંત કલ્યાણકારી જાણીને પોતાના મન, વચન અને કાયાના યોગ વડે તે આરાધે છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૬૪૧ પ્રત્યક્ષ સગુરુયોગમાં મતાથી જીવ સ્વછંદ અને પ્રમાદને વશ થઈ, આજ્ઞાને અવગણી સદ્દગુરુથી વિમુખ વર્તે છે, જ્યારે આત્માર્થી જીવ પ્રત્યક્ષ સદ્દગુરુના યોગમાં ત્રણે યોગની એકતાથી આજ્ઞાપાલન કરે છે. અલ્પ કાળમાં સંસારથી છૂટીને સિદ્ધદશા પ્રાપ્ત કરવા તેણે સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો દઢ સંકલ્પ કર્યો હોય છે. આજ્ઞાપાલન માટે તેનાં પરિણામ અત્યંત ઉલ્લસિત હોય છે. નગારા ઉપર દાંડી પડે અને ક્ષત્રિયને શૌર્ય ઊછળે એવો તેનો ઉત્સાહ હોય છે. મુક્ત થવાનો નાદ સાંભળી તે હર્ષથી ઊછળે છે. આજ્ઞાનો ઉમંગથી સ્વીકાર કરે છે, વિશ્વાસ કરે છે, મહિમા કરે છે, અપૂર્વતા લાવે છે. જેમ વીંછી, સર્પ કે આગ આંગણે આવી પડે તો તેને દૂર કરવાનો - કાઢવાનો તાબડતોબ પ્રયત્ન કરવામાં આવે છે, તેમ આત્માર્થી જીવ આજ્ઞાપાલનમાં વિજ્ઞરૂપ સ્વચ્છંદ, પ્રમાદ આદિ અંતરશત્રુઓથી સાવધાન રહે છે અને તેને તાબડતોબ કાઢીને જ જંપે છે. તેની ખુમારી તો એવી હોય છે કે “મહાકષ્ટ પણ હું આજ્ઞાની આરાધના કરવાનું ચૂકીશ નહીં, મરણાંતે પણ આજ્ઞા-આરાધન કરીશ.” આમ, તેને આજ્ઞાની પરમ મહત્તા હોય છે. પોતાના સર્વ પ્રયત્ન વડે તે આજ્ઞા-આરાધન તરફ વળે છે. સર્વ પ્રકારના ઉદ્યમ વડે ઉલ્લસિત ભાવે તે આજ્ઞામાં એકતાન થાય છે. શ્રીમદે કહ્યું જ છે કે – ‘આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.’ આજ્ઞામાં એકતાન થવાથી પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુલભતાથી થાય છે એ તથ્ય આત્માર્થી જીવ જાણતો હોવાથી તેને આજ્ઞાનો મહિમા હૃદયગત થયો હોય છે. આજ્ઞા આપનાર પુરુષ કેવા છે, તેઓશ્રીએ આપેલ આજ્ઞા દ્વારા તેને શું લાભ થશે, આજ્ઞા પાછળનો આશય શું છે, આજ્ઞા ન પાળવાથી કેટલી મોટી હાનિ થઈ શકે અને તે પાળવાથી કેવો જબરદસ્ત લાભ થશે ઇત્યાદિની યથાર્થ વિચારણા તેના ચિત્તમાં અત્યંત સ્પષ્ટ હોય છે. સદ્ગુરુની આજ્ઞાનું મન-વચન-કાયાના યોગના એકત્વથી અખંડ અને એકનિષ્ઠ આરાધન કરી, પ્રાપ્ત સુયોગને પોતે સાર્થક કરી શકે તે અર્થે તે એમ ભાવના ભાવે છે કે – ‘ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ, સતુની જિજ્ઞાસા, આ ભવાટવીના અનંત ભ્રમણથી છોડાવનાર સદ્ગુરુ, તેમનો અતિકલ્યાણકારી સમાગમ, તેમણે બોધેલા માર્ગની સમજ અને એ માર્ગે ચાલવાની રુચિ, જે ઉત્તરોત્તર દુર્લભ છે એ બધું મને પ્રાપ્ત થયું છે. પરમાર્થને અનુકૂળ એવા સમસ્ત યોગ સંપ્રાપ્ત થવા છતાં જો હું ચતું નહીં અને સદ્ગુરુની આજ્ઞામાં ત્રણે યોગથી એકતાન ન થાઉં તો, જેમાં સમુદ્રમાં ફેંકેલું મોતી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૩૦ (પત્રાંક-૧૪૭) Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ફરી હાથમાં આવવું અતિ દુર્લભ છે તેમ, આ ચતુર્ગતિપરિભ્રમણમાં ફરીથી મનુષ્ય થવું અને તેમાં પણ પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉત્તમ સુયોગ પામવો અતિ અતિ દુર્લભ છે. તેથી હવે હું સદ્ગુરુની આત્માર્થપ્રેરક આજ્ઞા આરાધી, આત્મપ્રભુની પ્રાપ્તિ માટે સત્પુરુષાર્થ આદરું છું. સિદ્ધપદના સર્વશ્રેષ્ઠ ઉપાય સમાન સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કોઈ પણ કારણે નહીં ચૂકું. સદ્ગુરુની આજ્ઞા કિંચિત્માત્ર પણ તૂટે નહીં એવો પુરુષાર્થ હું આદરીશ. સદ્ગુરુની આજ્ઞારૂપી નૌકા વડે શીઘ્રાતિશીઘ્ર ભવસાગર તરી જઈ ચતુર્ગતિના પરિભ્રમણનાં અનંત દુ:ખોમાંથી મુક્ત થઈશ અને અનંત અવ્યાબાધ અતીન્દ્રિય નિજ સુખની પ્રાપ્તિ કરીશ.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, મહાભાગ્ય સંયોગ; સમજે સર્વ પ્રદેશથી, આત્માર્થે ગત શોગ. શુદ્ધ મને ગુરુરાજનો, ગણે પરમ ઉપકાર; અવર ન એ સમજગતમાં, સાચું સુખ દેનાર. મન યુતઃ વચને ગુણસ્તવે, કરે સુશ્રુષા કાય; ત્રણે યોગ એકત્વથી, સેવે સદ્ગુરુ પાય. સદ્ગુરુ વચનામૃત તણો, આશય સમજે સાર; શિરસાવંદ્ય તે ત્રિવિધિથી, વર્તે આજ્ઞાધાર." * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૧-૨૨૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૩૭-૧૪૦) ૧ Page #690 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૩૬ જ પ ળ, ૨ નવે પંદ. દેશે. ૨૧ને, તે હ in. Page #691 -------------------------------------------------------------------------- ________________ Page #692 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૬ - ગાથા ૩૫માં કહ્યું કે આત્માર્થી જીવને સદ્ગુરુના પ્રત્યક્ષ યોગનું ખૂબ જ ભૂમિકા મહત્ત્વ હોય છે તથા તે યોગની પ્રાપ્તિને મોટો ઉપકાર સમજે છે અને તે મન, વચન, કાયાથી સદ્ગુરુની આજ્ઞાને માથે ચડાવે છે. આત્માર્થી જીવ પરમાર્થપ્રાપ્તિમાં પરમ અવલંબનભૂત, પરમ ઉપકારી એવા શ્રી સદ્ગુરુદેવને શિરસાવંદ્ય ગણે છે અને સ્વચ્છેદનિરોધપણે આજ્ઞાધીન રહી, મોક્ષમાર્ગને આરાધવા માટે સંનિષ્ઠ પુરુષાર્થ કરે છે. મોક્ષમાર્ગને આરાધવાની અભિલાષાના મૂળમાં આત્માર્થીના અંતરમાં તત્સંબંધી કેવો અભિપ્રાય વર્તે છે તે દર્શાવતાં શ્રીમદ્ કહે છે – એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; ગાથા પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” (૩૬) - ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. (૩૬) = પાત્રતાના વિકાસથી આત્માર્થી જીવના અંતરમાં મોક્ષમાર્ગ અંગેનાં સૂક્ષ્મ ભાવાર્થ ૧૨] રહસ્યો તથા નિર્ણયો આપોઆપ પ્રગટતાં જાય છે. મોક્ષમાર્ગનાં અનેક પાસાં અંગેનો સમ્યક્ અભિપ્રાય તેના ભીતરમાં આકાર લે છે. તેને અંતરમાં એવો નિશ્ચય વર્તે છે કે ત્રણે કાળમાં પરમાર્થ મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. પરપદાર્થોથી ત્રિકાળ જુદા એવા નિજાત્માની અટલ પ્રતીતિ તે સમ્યગ્દર્શન, તેને પરવસ્તુઓથી જુદો જાણવો તે સમ્યજ્ઞાન અને પરદ્રવ્યોનું આલંબન છોડીને સ્વાત્મામાં એકાગ્રતાપૂર્વક મગ્ન થવું તે સમ્યકચારિત્ર છે. આ ત્રણેનું એકત્વ પરિણમન તે જ મોક્ષમાર્ગ છે. જે જીવ આ રત્નત્રયની આરાધના કરે છે તે અનાદિ કાળથી અપ્રાપ્ત એવા અખંડ આનંદરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ પરમાર્થમાર્ગ અવિચ્છિન્ન છે, અર્થાત્ તે ત્રણે કાળમાં અને સર્વ ક્ષેત્રે એક જ હોય છે, તેમાં ભેદ છે જ નહીં. મહાવિદેહ ક્ષેત્રે એક પ્રકારે અને ભરત તથા ઐરાવત ક્ષેત્રે બીજા પ્રકારે મોક્ષપ્રાપ્તિ થાય છે એવું નથી. ક્યારેક કોઈક ક્ષેત્રે આરાધનાના યોગ વધારે-ઓછા હોય એમ બની શકે, પરંતુ ક્ષેત્રની વિભિન્નતાના કારણે પરમાર્થમાર્ગમાં વિભિન્નતા હોતી નથી. પરમાર્થમાર્ગ આત્માશ્રિત હોવાના કારણે સર્વ ક્ષેત્રે તે એક જ પ્રકારે છે. તેવી જ રીતે પરમાર્થપ્રાપ્તિ ચતુર્થ કાળમાં એક પ્રકારે અને પંચમ કાળમાં અન્ય પ્રકારે - એમ પણ માર્ગભેદ નથી. ત્રણે કાળમાં રત્નત્રયની Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આરાધના વડે જ પરમાર્થપ્રાપ્તિ થાય છે. આમ, દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ પરમાર્થમાર્ગ ત્રણે કાળમાં એક જ છે અને તે પરમાર્થમાર્ગની પ્રેરણા કરે એવાં સાધનો, અર્થાત્ પરમાર્થમાર્ગની પુષ્ટિ કરે એવો વ્યવહારમાર્ગ માન્ય કરવા યોગ્ય છે. પરમાર્થ સાધવાને માટે અનેક મત-દર્શનો ભિન્ન ભિન્ન ઉપાયો, ક્રિયાકાંડો, સાધનાપદ્ધતિઓ બતાવે છે. આત્માર્થી જીવ આ ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહારોથી મૂંઝાતો નથી, તેમજ પોતે આચરતો હોય તેવા વ્યવહારનો આગ્રહ પણ રાખતો નથી; પરંતુ પરમાર્થમાર્ગ પામવા માટે યોગ્ય એવા સર્વ સાધનવ્યવહારનો તે આદર કરે છે. તે જાણે છે કે જે વ્યવહારથી જેટલા પ્રમાણમાં શુદ્ધાત્માની સિદ્ધિ થાય તે વ્યવહાર તેટલા પ્રમાણમાં સાર્થક છે. જાતિ-વેષના ભેદ વિના કે મતદર્શનના આગ્રહ વિના, પરમાર્થને પ્રેરે તેવા વ્યવહારને જે કોઈ આરાધે છે તે પરમાર્થને પામે છે. આમ, પરમાર્થમાર્ગ એક અને અદ્વિતીય છે અને તેને સાધવામાં સહાયરૂપ થાય તેવો જ વ્યવહાર સમ્મત કરવા યોગ્ય છે એવી આત્માર્થીને અંતરમાં શ્રદ્ધા હોય છે. વિશેષાર્થ તે આત્માની શુદ્ધ સ્વભાવરૂપ અવસ્થા તે મોક્ષ છે અને તેનો ઉપાય - તેનું કારણ તે મોક્ષમાર્ગ છે. કોઈ પણ કાર્યનાં કારણે અનેક પ્રકારનાં હોય છે. કોઈક કારણ એવાં હોય છે કે જેના હોવાથી કાર્ય થાય, પણ તેના હોવાથી કાર્ય થાય જ એમ નથી; જેમ કે મુનિવેષ ધારણ કરવાથી મોક્ષરૂપી કાર્ય થાય, પરંતુ મુનિવેષ ધારણ કરવાથી મોક્ષ થાય જ એમ નથી. વળી, કેટલાંક કારણ એવાં છે કે તે હોય તો કાર્ય થાય છે, પરંતુ કોઈને તે ન હોય તોપણ કાર્યસિદ્ધિ થાય છે; જેમ કે અનશનાદિ બાહ્ય તપ કરતાં મોક્ષ થાય છે, પરંતુ ભરત આદિને બાહ્ય તપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. વળી, કેટલાંક કારણ એવાં છે કે જેના હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે અને જેના ન હોવાથી કાર્યસિદ્ધિ નથી જ થતી; જેમ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થતાં અવશ્ય મોક્ષ થાય છે અને એ થયા વિના ક્યારે પણ મોક્ષ નથી જ થતો. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્મચારિત્રમાંથી એક પણ કારણ ન હોય તો મોક્ષ થાય જ નહીં. જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એકતાને પામે છે, ત્યારે કર્મો જાણે કોપ પામ્યા હોય તેમ તેનાથી તત્કાળ જુદાં કોઈ પણ કામ માટે વિશ્વાસ, જ્ઞાન અને આચરણ આવશ્યક છે. વ્યાપારનું કાર્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૭૯ 'ज्ञानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा । कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ।।' Page #694 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬, ૬૪૭ હોય કે રોટલી બનાવવાનું કાર્ય હોય, કોઈ પણ કામ વિશ્વાસ, જ્ઞાન અને આચરણના મેળ વગર કરી શકાતું નથી. આ વ્યાપાર કરવાથી ધનપ્રાપ્તિ થશે એવો વિશ્વાસ હોય તથા તે વ્યાપાર સંબંધી જરૂરી જ્ઞાન હોય અને તથારૂપ આચરણ કરવામાં આવે તો વ્યાપાર થાય છે. લોટમાંથી રોટલી બને છે એમ વિશ્વાસ હોય, એ બનાવવાની વિધિની જાણકારી હોય અને તે પ્રમાણે આચરણ કરવામાં આવે તો રોટલી બને છે. તેવી જ રીતે મોક્ષ પ્રાપ્ત કરવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવશ્યક છે. આત્મસ્વરૂપની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, આત્મસ્વરૂપનું પરિજ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપમાં રમણતા તે સમ્યકુચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઐક્યભાવ તે મોક્ષમાર્ગ છે. શ્રીમદ્ તેમના મૂળમાર્ગ રહસ્ય'ના પદમાં લખે છે – તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ.” જ્યારે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે ગુણો અભેદપણે એક આત્મારૂપ પ્રવર્તે છે ત્યારે આત્મસ્વભાવ પ્રગટે છે અને તે જ પરમાર્થે જિનેન્દ્રોએ પ્રબોધેલો મોક્ષનો મૂળમાર્ગ છે અથવા તે જ અનંત સુખસ્વરૂપ નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ પરમાર્થની પ્રાપ્તિ છે. આ આત્મતત્ત્વના અનુભવરૂપ પરમાર્થ મોક્ષમાર્ગ છે અને આત્માર્થીએ સદા સેવવા યોગ્ય છે. પંડિત શ્રી બનારસીદાસજી પણ કહે છે કે અનુભવ ચિંતામણિ રત્ન સમાન છે, અમૃતરસનો કૂપ છે, મોક્ષનો માર્ગ છે, સ્વયં મોક્ષસ્વરૂપ છે. આમ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અવિરોધ એવી અભેદતા - એકતા આત્મામાં પરિણમાવવી એ જ પરમાર્થમાર્ગ છે. જે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મચારિત્રની અભેદતા - એકતાને સાધે, તે નિજસ્વરૂપને - મૂળમાર્ગને પામે. રત્નત્રયની આરાધનાથી આત્મા નિજપદમાં લીન થઈ, કર્મકાંકથી રહિત થઈ એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં - પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે અને થશે તે સર્વ આ મૂળ પરમાર્થમાર્ગે પ્રયાણ કરીને જ થાય છે. તીર્થકર ભગવાન તથા ચરમશરીરી મુનિ આ જ માર્ગે આરૂઢ થઈ સિદ્ધ થાય છે. સર્વ અચરમશરીરી મુમુક્ષુ પણ અલ્પ ભવમાં આ વિધિ પ્રમાણે પ્રવર્તીને જ સિદ્ધ થશે, ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૧ “સભ્યન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમઃ ” ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પર૩ (આંક-૭૧૫, કડી ૯) ૩- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, સમયસારનાટક', ઉત્થાનિકા, દોહા ૧૮ 'अनभो चिंतामनि रतन. अनभौ है रसकपः अनुभौ मारग मोक्ष को, अनुभौ मोक्ष सरूप.' Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ કોઈ બીજી વિધિથી નહીં.૧ જેમ લાખો વર્ષ પહેલાં પણ ગોળ, ઘી અને લોટના મિશ્રણથી જ સુખડી થતી હતી, આજે પણ તેમ જ થાય છે અને ભવિષ્યમાં પણ તેવી રીતે જ થશે; તેમ અનંત કાળમાં અનંત જ્ઞાની ભગવંતો થઈ ગયા, તેઓ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગની આરાધનાથી મોક્ષને પામ્યા છે, આજે પણ તેમ જ થાય છે અને ભવિષ્યમાં પણ તેવી જ રીતે જીવ મોક્ષને પામશે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આત્મસ્વરૂપની સમ્યક્ પ્રતીતિ, તેનો બોધ અને તેમાં લીનતા એ જ મોક્ષમાર્ગ હોવાથી મોક્ષમાર્ગ આત્માશ્રિત છે. નિજપરમાત્માના આશ્રયે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ પરાશ્રિત નથી. સ્વાભિમુખ સ્વાશ્રિત પરિણામ તે મોક્ષમાર્ગ છે. સ્વભાવસન્મુખ પરિણમન તે મોક્ષમાર્ગ છે. જે જીવ પરિણામને સ્વ તરફ વાળવાનો રાખવાનો પુરુષાર્થ કરતો હોય તે જ મોક્ષમાર્ગનો આરાધક છે. આત્મસ્વરૂપમાં ઉપયોગ જોડ્યા વિના જીવ ભવભ્રમણ વડે દુ:ખી થયો છે. પરલક્ષના કારણે થયેલી તેની અશુદ્ધતા શુદ્ધાત્મસ્વરૂપના લક્ષ વડે ટળતી જાય છે. શુદ્ધ આત્મસ્વભાવના આશ્રયે જ પરમાર્થમાર્ગ પ્રગટે છે, એના આશ્રયે જ તે માર્ગે આગળ વધાય છે અને એના આશ્રયે જ તેની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. પરમાર્થમાર્ગની શરૂઆતથી માંડીને તેની પૂર્ણતા સુધી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યનું જ અવલંબન છે. આ પ્રમાણે શુદ્ધાત્માની સિદ્ધિ થવી એ જ પરમાર્થનો પંથ છે અને તે ત્રણે કાળમાં એક જ છે. શુદ્ધ આત્માપણું પામવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એમ ત્રિકાળાબાધિત સ્થિતિ છે અને ગમે તે દેશ-કાળમાં એ જ એક, અખંડ અને અવિચ્છિન્ન પરમાર્થમાર્ગ છે. પરમાર્થનો પંથ ભૂત, વર્તમાન કે ભવિષ્ય કાળમાં એક જ પ્રકારનો છે અને તે અદ્વિતીય માર્ગ પામવા માટે જે જે સાધનો વ્યવહાર છે તે આદરવાં જોઈએ, અર્થાત્ તે વ્યવહારમાર્ગને માન્ય રાખવો જોઈએ. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે ‘આ ગાથામાં નિશ્ચય અને વ્યવહાર બન્નેની અગત્ય બતાવી છે. નિશ્ચય મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ દશામાં સ્થિરતારૂપ છે, ને તે માટે કરવામાં આવતો મન વચન ને કાયાનો પુરુષાર્થ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે.'૨ જ્યાં સુધી આત્માની યોગક્રિયા અટકી નથી, અર્થાત્ જ્યાં સુધી આત્મા યોગારંભી હોય છે ત્યાં સુધી કર્મબંધ છે. જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગની ક્રિયા ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર', ગાથા ૧૯૯ ' एवं जिणा जिनिंदा सिद्धा मग्गं समुट्टिदा समणा 1 जादा णमोत्थु तेसिं तस्स य णिव्वाणमग्गस्स ।। ' ૨- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૨૭ Page #696 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬ ६४८ અટકી નથી ત્યાં સુધી તે શુભ અથવા અશુભ માર્ગે અવશ્ય પ્રવર્તશે. ઉપયોગસ્વરૂપી આત્મા અનાદિ કાળથી પુદ્ગલની આસક્તિના કારણે મન, વચન અને કાયાના યોગ દ્વારા વિષયવિકારમાં જોડાઈને કર્મબંધ કરી રહ્યો છે. તે યોગને અશુભમાંથી મુક્ત કરી શુભ માર્ગે વાળવા સસાધનો ઉપયોગી છે. જે ક્રિયાઓથી નિજસ્વભાવની પરિણતિરૂપ આત્મિક ધર્મ નષ્ટ થતો હોય તે ક્રિયાઓ આત્માને અહિતકારી હોવાથી ત્યાગવા યોગ્ય છે અને જે ક્રિયાઓ આત્માને પોતાના સ્વરૂપ તરફ લઈ જવામાં સહાયક થતી હોય તેવી ક્રિયાઓ આત્માને હિતકારી હોવાથી આદરવા યોગ્ય છે, નિષેધવા યોગ્ય નથી. શ્રીમદ્ લખે છે – “પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્દગુરુ, સન્શાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય આવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે.” જે વ્યવહારથી સંસાર ક્ષીણ થતો જાય, તીવ્ર કષાયો મંદ થતા જાય અને પરમાર્થમાર્ગ ઉપર આગળ વધતું જાય; અર્થાત્ જે વ્યવહારથી સ્વરૂપસન્મુખતા સધાતી જાય તે સદ્વ્યવહારનું સેવન આત્માર્થી જીવે અવશ્ય કરવું જોઈએ. સ્વરૂપજાગૃતિપૂર્વક કરેલ દ્રવ્યક્રિયાથી - સદ્વ્યવહારના સેવનથી જીવ અનુક્રમે ગુણની શ્રેણીએ ચઢતો જાય છે. ભાવવિશુદ્ધિના લક્ષે થતી દ્રવ્યક્રિયાથી ગુણો પ્રગટે છે અને તે દ્રવ્યક્રિયાઓ આત્માને વિભાવદશામાંથી સ્વભાવસમ્મુખ કરવામાં સહાયક હોવાથી મોક્ષની આરાધનામાં તેની ઉપયોગિતા સિદ્ધ થાય છે. પરમાર્થરૂપ નિશ્ચયના લક્ષ્ય પ્રત્યે જીવનું લક્ષ કેન્દ્રિત કરાવવામાં સવ્યવહાર સહાયભૂત હોવાથી વ્યવહારમાર્ગ સ્વીકાર્ય છે. અહીં એ વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી. વ્યવહાર તો માત્ર સાધન છે. પરમાર્થરૂપ લક્ષ્યનો લક્ષ કરાવવા માટે જ વ્યવહારની ઉપયોગિતા છે. સમસ્ત વ્યવહારનું એકમાત્ર પ્રયોજન પરિણતિને આત્મસ્વરૂપમાં સ્થિત થવામાં સહાય કરવાનું છે. ભિન્ન ભિન્ન રુચિવાળા મનુષ્યોને જોઈને, તેમની પ્રકૃતિની વિવિધતા જાણીને, તેમની શક્તિ અને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૦-૩૬૧ (પત્રાંક-૪૩૨) ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, 'તત્વાર્થસાર', ઉપસંહાર, શ્લોક ૨ 'निश्चयव्यवहाराभ्यां मोक्षमार्गो द्विधा स्थितः । तत्राद्यः साध्यरूपः स्याद् द्वितीयस्तस्य साधनम् ।।' Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્થિતિ તપાસીને મોક્ષમાર્ગના અનુભવી જ્ઞાતાપુરુષોએ વિવિધ સાધનાપદ્ધતિઓ બતાવી છે, પરંતુ તે સર્વ સાધનો એક પરમાર્થસિદ્ધિ અર્થે જ છે. જ્ઞાનીઓએ નિરૂપેલાં સાધનો પાછળ સ્વરૂપના અભ્યાસ દ્વારા આત્મકલ્યાણની ઉચ્ચશ્રેણી પામવાનું જ પ્રયોજન છે. વ્યવહારમાર્ગ દ્વારા સ્વરૂપારોહણરૂપ પ્રથમ ભૂમિકા પ્રાપ્ત કરી, જીવ નિશ્ચય મોક્ષમાર્ગનો સાધક બની, ઉત્તરોત્તર ઉચ્ચ દશાને સ્પર્શતો સ્પર્શતો આગળ વધતો જાય છે અને આત્મશુદ્ધિની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે. આત્માર્થી જીવ ધાર્મિક જીવનમાં પદાર્પણ કરવા માટે સદ્યવહારની આવશ્યકતા સ્વીકારે છે. તે પોતાની પરિણતિને ઊર્ધ્વ કરવા માટે ધર્મક્રિયાઓનું આલંબન સ્વીકારે છે. તે સર્વ્યવહાર દ્વારા નિજપરિણામની સુધારણાને અગ્નિમતા આપે છે. તેને અંતરમાં સ્પષ્ટ સમજણ હોય છે કે ક્રિયાઓનો આરંભ કરતાં, ક્રિયાઓ કરતી વખતે અને તે ક્રિયાઓની પૂર્ણતા વખતે જો મૂળ લક્ષ્યની જાગૃતિ રહે, સ્વરૂપની નિકટતા સધાય તો જ તેને વાસ્તવિક ધર્મક્રિયા કહી શકાય, અન્યથા તે માત્ર જડ ક્રિયાનું જ નામ પામે છે. જો આત્મજાગૃતિ હોય તો જ તે અનુષ્ઠાનો ધર્મની સંજ્ઞા પામે છે. આત્મલક્ષવિહોણાં અનુષ્ઠાનો ધર્મની સંજ્ઞા પામી શકે નહીં. યથાર્થ સમજણ વગર અથવા અશુદ્ધ લક્ષપૂર્વક કરવામાં આવતી ક્રિયાઓની ધર્મમાં ગણના થતી નથી. જો જીવ ક્રિયાની જાળવણી કરે, પણ નિજપરિણતિને સાચવે નહીં તો તેનાથી આત્માને કોઈ લાભ થતો નથી. ક્વચિત્ અહંકાર, દેખાદેખી વગેરે કારણોથી કરવામાં આવેલી ક્રિયાથી તો અશુભ ભાવની જ પુષ્ટિ થાય છે. મંદ કષાયનાં પરિણામ સહિત ક્રિયા કરવામાં આવે, પણ જો સ્વરૂપલક્ષ ન હોય તો શુભ ભાવમાં જ અટકી રહેવાનું થાય છે. જો તેમાં સ્વરૂપલક્ષ ઉમેરાય તો જ તે ક્રિયા વડે ધર્મની યથાર્થ આરાધના થાય છે અને તેનું યથાર્થ ફળ નીપજે છે. તેથી આત્માર્થી જીવ પોતાની વૃત્તિ-પ્રવૃત્તિને યથાર્થપણે ધર્મમય બનાવીને, તે દ્વારા જીવન સાર્થક કરવા માટે તીવ્ર રુચિથી અને અત્યંત જાગૃતિપૂર્વક સર્વ્યવહારનો અભ્યાસ કરે છે. સર્વ્યવહારના અભ્યાસથી અંતરયાત્રા પ્રારંભાતાં ક્રમશઃ તેનો ઉપયોગ સૂક્ષ્મત્વને ધારણ કરે છે. સૂક્ષ્મ ઉપયોગ વડે સ્વ-૫૨નું ભેદજ્ઞાન સંભવિત બને છે. જેમ જેમ ઉપયોગની નિર્મળતા થતી જાય છે, તેમ તેમ શુદ્ધ ભાવમાં ઠરવાનું થતું જાય છે. શુભાશુભ પરિહરી શુદ્ધ ભાવની પ્રાપ્તિ તથા વૃદ્ધિ એ જ તેના સર્વ્યવહારનું લક્ષ્ય હોય છે. આમ, આત્મલક્ષપૂર્વકનો વ્યવહાર પરમાર્થને પ્રેરતો હોવાથી આત્માર્થી જીવ તેનો સાધનરૂપે સ્વીકાર કરે છે, તેને આદરવા યોગ્ય જાણે છે, પણ જે વ્યવહાર આત્મદશાની વૃદ્ધિમાં સહાયભૂત ન થાય તે વ્યવહારને તે સમ્મત કરતો નથી. આત્મતત્ત્વના મહિમા વિના, આત્માની ઓળખાણ વિના જે જપ-તપાદિ ક્રિયાઓ થાય તેને તે મોક્ષની Page #698 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬ ૬૫૧ આરાધનામાં સ્થાન આપતો નથી. તેને સ્વરૂપજાગૃતિ તથા આંતરિક પરિણમન વિનાનાં બાહ્ય શુભ અનુષ્ઠાનો કે શાસ્ત્રવાંચનનું કોઈ મૂલ્ય હોતું નથી. સર્વ વ્યવહારનો લક્ષ સ્વરૂપસન્મુખતા સાધવાનો છે. ભક્તિ, વાંચન, જપ, તપ, ધ્યાન વગેરે કરવાનું પ્રયોજન એ જ છે કે દેહમાંથી હુંપણું અને જગતના પદાર્થોમાંથી મમપણે નિવૃત્ત કરવું. જે ક્રિયાઓ એ પ્રયોજન ન સાધી શકે તેની કોઈ ઉપયોગિતા ન હોવાથી તેવા વ્યવહારને તે સમ્મત કરતો નથી. શુભ ક્રિયાઓનું પારમાર્થિક સ્વરૂપ સમજ્યા વિના, તે અંગેની જાગૃતિ રાખ્યા વગર, માત્ર બાહ્ય ભાવે બાહ્ય ક્રિયા કરવામાં આવે તો તેથી ધર્મની નિષ્પત્તિ થતી નથી. જે જીવ બાહ્ય ક્રિયા કરીને પણ પરમાર્થ સાધવાનો પુરુષાર્થ કરતો ન હોય તેને ખરાં સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, તપ વગેરે હોતાં નથી. પરમાર્થલક્ષ વિનાની તેની ક્રિયાઓ સંવર-નિર્જરાનું કાર્ય કરતી નથી, અર્થાત્ મોક્ષનું કારણ બનતી નથી. ઇન્દ્રિયોના વિષયો છોડવામાં આવે, અનશનાદિ કરવામાં આવે, સંયમ પાળવામાં આવે, પણ આત્મલક્ષ વિના તે સર્વ પરમાર્થે સાર્થક થતાં નથી. અનેક પ્રકારનાં વ્રતો, રાત્રિભોજનત્યાગ, એકાસણાં-ઉપવાસ વગેરે સમગ્ર જીવનભર કરવામાં આવે, પણ જો પરમાર્થલક્ષ ન હોય તો એ સર્વનું પ્રયોજન શું રહ્યું? પરમાર્થસન્મુખ પરિણામ ન હોય તો તે સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. જીવ પરમાર્થ ઉપર દૃષ્ટિ કરી તેની સન્મુખ થાય તો કાર્ય સિદ્ધ થાય છે. જે જીવ પરમાર્થને પીઠ કરે છે, તે જીવ સંસારની ચાર ગતિમાં રખડીને દુઃખી થાય છે અને જે જીવ પરમાર્થની સન્મુખ થાય છે, તે જીવ મોક્ષને પામી ન્યાલ થઈ જાય છે. માટે જીવે શુભ ક્રિયાઓના અવલંબન દ્વારા પોતાના ઉપયોગને નિર્મળ કરી, ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિનો યથાર્થ પુરુષાર્થ કરવો ઘટે છે. આમ, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવારૂપ લક્ષ્યની સિદ્ધિ અર્થે સુવિચારિત અને સુનિશ્ચિત એવા વિવિધ ઉપાયોને પોતાની ભૂમિકા મુજબ જીવનમાં યથાશક્તિ ઉતારવાનો પ્રયત્ન તે જ મોક્ષમાર્ગનો વ્યવહાર છે. તન-મનની ક્ષણિક અવસ્થાઓથી પર પોતાના ધ્રુવ, નિત્ય, શાશ્વત સ્વરૂપનું અનુસંધાન જેનાથી સધાતું હોય કે વધુ દઢ થતું હોય તેવી વૃત્તિ-પ્રવૃત્તિ એ મોક્ષમાર્ગનો વ્યવહાર છે. જે અનુષ્ઠાનથી કે વિચાર-વર્તનથી આત્મભાવનું પોષણ થતું હોય, જે પરમ અર્થને પ્રેરનાર હોય તે વ્યવહાર સમ્મત કરવા યોગ્ય છે. આના ઉપરથી ફલિત થાય છે કે પરમાર્થની પ્રાપ્તિ અમુક મત, પંથ કે સંપ્રદાય બતાવેલ ક્રિયાકાંડને વરેલી નથી. આત્માર્થી જીવને પોતાના મત-પંથના વ્યવહારનો આગ્રહ હોતો નથી, કારણ કે તેની તત્ત્વગ્રાહી બુદ્ધિમાં સ્પષ્ટ નિર્ણય થયો હોય છે કે જે વ્યવહાર પરમાર્થને પ્રેરે તે વ્યવહાર જ સાર્થક છે. તેનો લક્ષ તો ત્રણે કાળમાં અદ્વિતીય અને અખંડિત એવા પરમાર્થમાર્ગ પ્રત્યે જ હોય છે. આત્માર્થી જીવની Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માન્યતાનો પડઘો પાડતાં શ્રીમદ્ લખે છે – મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાત ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીંદ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક્રયોગ જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે.”૧ આત્માર્થી જીવને માત્ર પરમાર્થપ્રાપ્તિનું જ ધ્યેય હોવાથી વિભાવદશામાંથી ખસીને સ્વભાવદશામાં જવા માટે તે વ્યવહારનું અવલંબન લે છે. એ પ્રયોજન જે વ્યવહારથી ન સરે અથવા જે વ્યવહાર મુક્તિ તરફની ગતિમાં અવરોધક બને તેવા વ્યવહારને આત્માર્થી જીવ વળગી રહેતો નથી. પરમાર્થસાધકતા તે જ સવ્યવહારનો માપદંડ હોવાથી તેને પોતાના મત-પંથનિર્દિષ્ટ ક્રિયાકાંડનું આંધળું મમત્વ કે અન્ય મત-પંથનિર્દિષ્ટ ક્રિયાકાંડ પ્રત્યે જરા પણ તિરસ્કાર હોતો નથી અને એ જ તેની વિશાળતા, મધ્યસ્થતા, મુમુક્ષુતા, સરળતા વગેરેને પ્રગટ કરે છે. આત્માર્થી જીવ જાણે છે કે મત૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૧૮૨ (પત્રાંક-પ૪) Page #700 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬ ૬૫૩ સંપ્રદાયાદિની મિથ્યા કલ્પનાઓ અને વાડાબંધીના આગ્રહો આત્માને સર્વથા અહિતકારી છે. જીવ ભલે ધર્મસ્થાનકોમાં નિયમિતપણે જઈ, ધર્મગુરુ તથા ધર્મશાસ્ત્રોએ પ્રરૂપેલી અનેકવિધ ધર્મપ્રવૃત્તિઓ કરતો હોય, પણ જો તે આગ્રહાદિ વિપરીતતામાં તણાઈ જઈ, અન્ય ભાવમાં રાચતો હોય તો તે સદ્વ્યવહાર નથી, ધર્મ નથી. તેથી પોતે આગ્રહાદિમાં ન સપડાઈ જાય તે અર્થે તે પોતાનો ઉપયોગ સદૈવ જાગૃત રાખે છે. આથી વિપરીત, મતાર્થી જીવને પોતાના મતની ક્રિયા પ્રત્યે આંધળો રાગ અને અન્ય મતની ક્રિયા પ્રત્યે ભારોભાર દ્વેષ હોય છે. તે પોતાના મતની ક્રિયાને જ સાચી માને છે અને અન્ય મતની ક્રિયાને ધિક્કારે છે. આગ્રહ કરવામાં પોતાની પરિણતિ ક્લેશિત થઈ જાય છે - મૂળ કાર્ય જ ચુકાઈ જાય છે તેની તે ચિંતા નથી રાખતો. મતાર્થી અને આત્માર્થીના ભાવમાં આવી ભિન્નતા હોય છે. મતાથનું વલણ કદાહી હોય છે અને આત્માર્થીનું વલણ પરમાર્થ-ગાહી હોય છે. મતાર્થીને પોતાના મતનું જ પ્રયોજન હોય છે અને તેથી આગ્રહને પોષે છે, જ્યારે આત્માર્થીને સત્નું જ પ્રયોજન હોય છે અને તેથી પરમાર્થને પોષે છે. આત્માર્થી જીવના અંતરમાં સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર ભાવના વર્તતી હોવાથી તેને તત્ત્વ સમજવાની અપૂર્વ જિજ્ઞાસા હોય છે. અંતરમાં ઉત્પન્ન થયેલી આ જિજ્ઞાસાના ફળરૂપે મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ સમજવાની ક્ષમતા તેના જ્ઞાનમાં પ્રગટે છે. જન્મમરણથી મુક્ત થવાના ઉપાય સંબંધિત જિજ્ઞાસા અંદરથી જોર કરતી હોવાથી સત્ય સમજવાનો યોગ્ય અવકાશ મળે છે. ચિત્તનું નિર્મળપણું હોવાથી તે મોક્ષમાર્ગનો યથાયોગ્ય વિચાર કરી શકે છે. આત્મહિત જ તેનું એકમાત્ર પ્રયોજન હોવાથી પ્રયોજનભૂત વિષયમાં તે સૂક્ષ્મદષ્ટિપૂર્વક પ્રવર્તે છે. મતાર્થી જીવમાં આત્મકલ્યાણ માટે આવી તત્પરતા ન હોવાથી તે મોક્ષમાર્ગની સમજ અને તેના પરિણમનથી વંચિત રહે છે. તે એકાંત નિશ્ચયનો કે એકાંત વ્યવહારનો આગ્રહ કરે છે, જ્યારે આત્માર્થી નિશ્ચય-વ્યવહારનો યથાયોગ્ય સમન્વય કરી મોક્ષને સાધે છે. આત્માર્થી જીવ પરમાર્થપ્રાપ્તિની ભાવના ભાવે છે કે ‘ત્રિકાલાબાધિત પરમાર્થના પંથે ગમન કરી અનંત પુરુષો મોક્ષને પ્રાપ્ત થયા છે, થાય છે અને થશે. મારે પણ આ જીવન પરમાર્થની પ્રાપ્તિ અર્થે ગાળવું છે. પરમાર્થની પ્રાપ્તિ કરવા માટે આ ઉત્તમ અવસર મને મળ્યો છે. હવે હું પ્રમાદ નહીં કરું. પરમાર્થની પ્રાપ્તિ માટે વ્યવહારની ઉપાસના કરું અને તે સદ્વ્યવહાર પરમાર્થને પ્રેરી રહ્યો છે કે નહીં તેની સતત જાગૃતિ રાખું. જો હું શુભ ક્રિયાઓમાં આત્મલક્ષ ન જોડું તો મારી સમગ્ર ક્રિયાઓ નિષ્ફળ જશે અને ચોર્યાસી લાખ યોનિના અવતારોનો અંત નહીં આવે, પણ આત્મલક્ષપૂર્વક કરીશ તો તે બાહ્ય ક્રિયાઓ પણ શોભી ઊઠશે અને મને સ્વાનુભૂતિની શુદ્ધ પરિણતિ પ્રાપ્ત Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થશે. માટે હવે હું સર્વ્યવહારની યથાર્થ આરાધના દ્વારા વિકારને વમી નિર્વિકારી આનંદામૃતના ઘૂંટડા ભરું. સર્વ્યવહાર દ્વારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અવિરુદ્ધ એકતા પૂર્ણ અભેદતા સાધી મોક્ષ પ્રાપ્ત કરું.' આ પ્રમાણે આત્માર્થી જીવનું શ્રદ્ધાન તથા ભાવન હોવાથી તેનો સમસ્ત વ્યવહાર, પરમાર્થ સાધક બને છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘એક હોય ત્રણ કાળમાં, મુક્ત નગરની વાટ; સમ્યગ્ રત્નત્રયી તણી, અભેદરૂપ સુઘાટ. સત્પુરુષે ભાષિયો, પૂર્વાપર અવિરોધિ તે, શુદ્ધ આત્મ પરમાર્થ છે, પ્રેરે તે પરમાર્થને, સહજ પંથ; શ્રેયસ્કર નિગ્રંથ. પરમારથનો પૂર્ણાનંદ પ્રધાન; આત્મ બળવાન. જે કારણથી કાર્ય સિદ્ધિ, સેવે તે ધરી ખંત; ગુણસ્થાને વૃદ્ધિ કરે, તે વ્યવહાર સમંત.' * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૪૧-૧૪૪) Page #702 -------------------------------------------------------------------------- ________________ भोग दिया की भांत के, शोधे উम हे भरत्मार्थक, गाथा - 39 सद्‌गु३ योग सरले नारे मनो Page #703 -------------------------------------------------------------------------- ________________ Page #704 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૭ ગાથા ૩૬માં જણાવ્યું કે આત્માર્થી દઢતાપૂર્વક માને છે કે ત્રણે કાળમાં ભૂમિકા | 1 પરમાર્થનો માર્ગ એક જ પ્રકારનો છે અને તે એક અદ્વિતીય માર્ગ મેળવવા માટે જે જે વ્યવહાર આવશ્યક છે, તે તે વ્યવહાર આદરવા જોઈએ. જે વ્યવહારથી આત્માની વિભાવદશા છેદાય નહીં તેવા વ્યવહારનો આશ્રય ન કરતાં, સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રની તથા શમ-સંવેગાદિ સગુણોની યથાર્થ આરાધનારૂપ વ્યવહાર આદરી, અનુક્રમે યોગ્યતા પ્રાપ્ત કરી, “મારે હવે સ્વમાં જ સ્થિત થવું છે' એમ અંતરમાં દઢ નિર્ણય કરી, આત્માર્થી જીવ હવે શું કરે છે તે આ ગાથામાં શ્રીમદ્ દર્શાવે છે – (ગાથા) એમ વિચારી અંતરે, શોધે સરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ.” (૩૭) એમ અંતરમાં વિચારીને જે સદ્દગુરુના યોગનો શોધ કરે, માત્ર એક અર્થ આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં; - એ રોગ જેના મનમાં નથી. (૩૭) = પરમાર્થમાર્ગ ત્રણે કાળમાં એક જ છે અને તે પરમાર્થમાર્ગે ગમન કરવા Lજાવ! જે વ્યવહાર કરવા યોગ્ય હોય તે વ્યવહાર કરવો જોઈએ. તેવો વ્યવહાર સાચા ગુરુને આધીન હોવાથી સદ્ગુરુનો યોગ થવો અત્યંત આવશ્યક છે. “જો કોઈ આત્માનુભવી સદ્ગુરુની પ્રાપ્તિ થાય તો મારા દોષોનું નિવારણ થાય, આત્મદષ્ટિ પ્રગટે અને માર્ગે ચડાય; તેથી જો પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિ થાય તો પરમ ઉપકાર થાય' એમ વિચારી આત્મકલ્યાણનો અર્થ એવો આત્માર્થી જીવ પ્રત્યક્ષ સગુરુની શોધ કરે છે. કોઈ પ્રબળ પરમાર્થ પુણ્યના ઉદયથી જ્યારે આવા સત્પરુષ પ્રાપ્ત થાય છે અને તત્ત્વદૃષ્ટિથી તેમની ઓળખાણ થાય છે ત્યારે આત્માર્થી જીવને તેમના પ્રત્યે અલૌકિક ભક્તિભાવ ઊપજે છે. તેમનામાં પ્રગટેલાં અનેકવિધ ગુણો પ્રત્યે તેના મનમાં પરમ આદર જાગે છે અને પોતામાં તે ગુણો પ્રગટાવવાનો તેનો પુરુષાર્થ દિન-પ્રતિદિન જોર પકડે છે. સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કરતો એવો આત્માર્થી જીવ સ્વ ભણી વળે છે. સદ્ગુરુના આશ્રયે ભેદજ્ઞાનનો અભ્યાસ કરી જે જીવ આત્મસન્મુખ થાય છે, તેની મોહદષ્ટિ ક્રમે કરીને ટળે છે અને જ્ઞાનદષ્ટિ વિકાસ પામે છે. આત્માર્થી જીવને એવી અંતરપ્રતીતિ વર્તે છે કે તેનાં સુખ-શાંતિ-સલામતી તેના Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અંતરમાં જ છે અને તેથી તે સુખ તથા શાંતિ કોઈ પણ બાહ્ય પદાર્થોમાં શોધતો નથી, પરંતુ પોતાના અતીન્દ્રિય સ્વભાવનો આશ્રય કરી તે તેમાં જ સ્થિર રહેવા ઇચ્છે છે. પોતાના જ્ઞાનાનંદસ્વરૂપી આત્માનો નિશ્ચય થતાં જ તેની સત્ તરફની રુચિ વધતી જાય છે અને સંસાર તરફની રુચિ ઓછી થતી જાય છે. પરમાંથી સુખબુદ્ધિ ઓછી થતી જતી હોવાથી તે હવે આરંભ-પરિગ્રહથી છૂટવા ઇચ્છે છે. ધન, વૈભવ, સત્તા, પ્રતિષ્ઠા અને જડ પદાર્થોની પ્રાપ્તિની આકાંક્ષાથી તે હવે નિવૃત્ત થાય છે. આત્મસાધના સિવાય બીજા કોઈ કાર્યની તેને કામના રહેતી નથી. જ્ઞાનાનંદસ્વરૂપી આત્માની પ્રાપ્તિની એકમાત્ર ઝંખના તેને વર્તે છે. હવે તેનું મન માન, પૂજા, સત્કાર, લબ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ આદિની પ્રાપ્તિની ઇચ્છાથી ગ્રસિત થતું નથી; અર્થાત્ એવા કોઈ પણ પ્રકારનો ઇચ્છારોગ હવે તેના મનમાં રહેતો નથી. તેને એકમાત્ર આત્મકલ્યાણની જ અભિલાષા વર્તે છે. અનાદિ કાળથી ચાલ્યા આવતા જીવના પરિભ્રમણનો અંત આજ સુધી વિશેષાર્થ આવ્યો * આવ્યો નથી. આ તથ્ય એમ સૂચવે છે કે આ જીવથી એવી કોઈ ભૂલ વારંવાર થયા કરી છે કે જેના કારણે તેના સંસારનો ભોગવટો હજી સીમિત થયો નથી. વારંવાર પુનરાવર્તન પામતી એ ભૂલના કારણે તેની શાશ્વત સુખ મેળવવાની ઇચ્છા પૂર્ણ થવામાં વિદનોની પરંપરા નડ્યા કરે છે. જ્યાં સુધી આ વિશ્નોની પરંપરાનો ક્ષય કરવામાં ન આવે ત્યાં સુધી શાશ્વત સુખનો લાભ મળી શકે જ નહીં. તેથી ગમે તેમ કરીને ભૂલોની એ પરંપરાને અટકાવવી જોઈએ. આ જીવે સ્વચ્છેદે વર્તીને અનેક ભૂલોની હારમાળા સર્જી છે. તે નિજમતિકલ્પનાથી ધર્મારાધના કરતો હોવાથી તેનો વિપર્યાસ મટતો નથી. તે પોતાની મેળે સાર-અસારનો વિવેક પ્રગટાવી શકતો નથી અને હું જાણું છું', સમજું છું', “ધર્મની મને ખબર છે' એમ અહંકાર કરી પોતાનું પારાવાર નુકસાન કરે છે. આમ, સ્વરૂપની ઓળખાણ તથા પ્રાપ્તિથી તે વંચિત રહેતો હોવાથી તેના ભવનો અંત આવતો નથી. જીવનું આ અનાદિ પરિભ્રમણ, મોક્ષમાર્ગનાં ગહનતમ રહસ્યોના જ્ઞાતા એવા સદ્ગુરુ દ્વારા જ અટકી શકે છે. પ્રત્યક્ષ સદ્ગુરુનાં વીતરાગરસયુક્ત વચનામૃત, ગુણોથી સુશોભિત પવિત્ર મુખમુદ્રા તથા અપૂર્વતાને પ્રાપ્ત કરાવનાર પરમ ઉપકારી સત્સમાગમ આત્મદશાની ઊંચી શ્રેણીને પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠ નિમિત્તકારણ છે. પ્રત્યક્ષ સદ્ગુરુના આશ્રયથી જીવને સરળતાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ આત્મદશાના સ્વામી એવા પ્રત્યક્ષ સદ્ગુરુના અંતરમાં મોક્ષમાર્ગનો પૂરો નકશો હોય છે. તેઓ તેમની વિશુદ્ધ પ્રજ્ઞાથી શિષ્યને મોક્ષમાર્ગની સ્પષ્ટ સમજણ આપી, તેને તે માર્ગમાં આરૂઢ કરે છે. તેમના આશ્રયના બળે જીવને આત્મિક સુખની Page #706 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૬૫૯ પ્રાપ્તિના માર્ગમાં દઢ પ્રીતિ તથા પ્રતીતિ થાય છે. કર્મકૃત વ્યક્તિત્વથી ભિન્ન એવું પોતાનું સ્વાભાવિક શુદ્ધાત્મસ્વરૂપ તેને સમજાય છે. સગુરુએ બતાવેલ કૂંચીઓના આધારે તે પ્રેમથી, હર્ષથી, ઉલ્લાસથી, તત્પરતાથી મોક્ષમાર્ગમાં યથાર્થ પુરુષાર્થ આદરી શકે છે. કોઈ વિકટ ઉદયપ્રસંગમાં તે મૂંઝાઈ જાય ત્યારે સદગુરુ તેના ચિત્તનું સમાધાન કરે છે તથા તેનામાં ઉત્સાહ જગાડી આત્મવિશ્વાસનું વિશિષ્ટ બળ પ્રદાન કરે છે. સદ્ગુરુ તેના સાધનાપથમાં આવતાં પતનસ્થાનોથી બચવાનો તેને ઉકેલ આપે છે. તેઓ અવનવી તરકીબો વાપરી તેના દોષોનું ભાન કરાવે છે અને તે દોષો કઢાવે છે. તેઓ વિવિધ પ્રકારે તેને આત્મસાધનાના અમૂલ્ય પાઠ શીખવી આત્મસોપાન ઉપર આરોહણ કરાવે છે. તેમના ચરણકમળની ઉપાસનાથી પ્રગતિ સાધતાં સાધતાં શિષ્યને શુદ્ધાત્માના નિરંતર અભ્યાસ દ્વારા નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રગટે છે. સદ્દગુરુની આજ્ઞાએ વર્તી તે અજર, અમર નિજપદ પ્રાપ્ત કરી લે છે. આમ, સદ્ગુરુની આજ્ઞાને આધીન વર્તવાથી સ્વરૂપસન્મુખતા થાય છે, સ્વરૂપરમણતા થાય છે. મોક્ષમાર્ગ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ એવા સત્પરુષને આધીન હોવાથી શ્રીમદે સપુરુષની શોધનું મહત્ત્વ પ્રકાશમાં લખ્યું છે કે – “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.' જીવે સદ્ગુરુની શોધ અંગે અત્યંત સાવધાન રહેવું ઘટે છે. જો કોઈ જીવને સદ્ગુરુના બદલે અસદ્દગુરુનો ભેટો થઈ જાય તો તે તેનું મહાદુર્ભાગ્ય છે, કારણ કે અસદ્ગુરુના આશ્રયે તો જીવનો સંસાર ઘટવાને બદલે વધે છે. માન-મોહમાં આસક્ત બનેલા અસદ્ગુરુઓ યશ-કીર્તિ, આજ્ઞાંકિત સેવકો આદિ પામી હર્ષિત થાય છે અને વિશાળ શિષ્યસમુદાય આદિ એકઠાં કરવામાં પોતાનાં જીવનની સાર્થકતા માને છે. તેઓ આત્મજ્ઞાન, સમદર્શિતા વગેરે સદ્ગુરુને યોગ્ય એવાં લક્ષણોથી રહિત હોવા છતાં, બીજાને તારી શકવામાં અસમર્થ હોવા છતાં, શિષ્ય બનાવવાની લાલસાના કારણે ગુરુપદે રહી લોકોનો ગેરલાભ ઉઠાવે છે. આવા અસદ્ગુરુનો આશ્રય જીવને અત્યંત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૪-૧૯૫ (પત્રાંક-૭૬) Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અહિતકારી, અનુપકારી અને અસુખદાયી છે. તેમના સંગમાં જીવની આત્મહિતની રુચિ દબાઈ જાય છે, વૃત્તિની દિશા બદલાઈ જાય છે. વિપરીત માર્ગદર્શનના પરિણામે તેનું જીવન અવળા સિદ્ધાંત પ્રમાણે ચાલે છે, જ્ઞાન અને વીર્ય અવળી દિશામાં વેડફાઈ જાય છે. જેમ ગાડી હાંકનાર માર્ગનો અજાણ્યો હોય તો ગાડી ખોટે રસ્તે ચડી જાય છે, ગંતવ્ય સ્થાને પહોંચતી નથી; તેમ આત્મમાર્ગના અજાણ્યા એવા અસગુરુના આશ્રયથી જીવને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવાને બદલે સંસારચક્રના ફેરા ફરવા પડે છે. તેનું કલ્યાણ થવાને બદલે ભારે અકલ્યાણ થાય છે. તેથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ અર્થે સગુરુ અને અસગુરુ વચ્ચેની ભિન્નતા સમજવી ખૂબ આવશ્યક છે. સદગુરુ અને અસદ્ગુરુ બાહ્ય દૃષ્ટિએ સરખા લાગે, પરંતુ લક્ષણો દ્વારા તેમની પરીક્ષા કરવામાં આવે તો તેઓ બન્ને સ્પષ્ટ જુદા જણાય છે. સદ્ગુરુના બદલે અસગુરુ ભટકાઈ ન જાય તે અર્થે તકેદારી રાખીને, વિવેકદીપક સદા હાથમાં રાખી યથોક્ત સદ્ગુરુલક્ષણસંપન્ન એવા ગુરુનો જ આશ્રય કરવા યોગ્ય છે. જીવે આ તથ્યને અંતરમાં દઢપણે સમજી સાચા લક્ષણયુક્ત પ્રત્યક્ષ સદ્ગુરુની શોધ કરવી જોઈએ. અહીં “શોધ' શબ્દની અર્થગંભીરતા વિચારવા યોગ્ય છે. અહીં શોધ' શબ્દ દ્વારા એમ અભિપ્રેત છે કે તેવા યોગ્ય પુરુષની પરીક્ષા કર્યા પછી તેમનો આશ્રય લેવો. જેમની ભક્તિથી જીવને અપૂર્વ લાભ થાય છે તેવા સદ્ગુરુની યથાર્થ ઓળખાણ કરવામાં જ જીવનું શ્રેય સમાયેલું છે. આ ઓળખાણ માટે આત્માર્થીપણાની - મુમુક્ષુતાની આવશ્યકતા બતાવતાં શ્રીમદ્ લખે છે – ..... પણ જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મગુણ છે, અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તો દઢ મુમુક્ષતા પ્રગટ્ય, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્ય, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે.” મુમુક્ષુ જીવ જ્ઞાનીની આત્મચેષ્ટા પારખવા સક્ષમ હોય છે, પરંતુ મુમુક્ષુતા વિના જ્ઞાનીની આત્મદશા સમજવી અત્યંત દુર્ઘટ છે. મુમુક્ષુતા વિના જ્ઞાનીનાં માત્ર બાહ્ય રૂપાદિ તથા બાહ્ય પ્રવૃત્તિ નિહાળવામાં આવે છે અને પરિણામે તેમનો કર્મોદય દેખાય છે, પણ તેમની અંતરદશા પકડાતી નથી. સામાન્ય જીવો માત્ર દેહાદિ ક્રિયા જ પકડી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૪ (પત્રાંક-૬૭૪) Page #708 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૬૬૧ શકે છે. તેઓ જ્ઞાનીની અંતરંગ ભાવસ્થિતિ કેવી છે તે જાણી શકતા નથી. જ્ઞાનીના ત્રણે યોગની પ્રવૃત્તિના ગર્ભમાં સ્થિત આશ્ચર્યકારક રહસ્યો જાણવા-ઓળખવા માટે મુમુક્ષુતા પ્રાપ્ત કરવી અત્યંત આવશ્યક છે. | સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ, એક મોક્ષને વિષે જ પ્રયત્નશીલ મુમુક્ષુ જીવ સૌ પ્રથમ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ સત્પરુષને શોધે છે. પરિભ્રમણથી અને પરિભ્રમણમાં કારણભૂત એવા મિથ્યાત્વ તથા રાગાદિથી ત્રાસ પામેલા મુમુક્ષુ જીવને તે સર્વથી મુક્ત થવું હોય છે. તે અર્થે સદ્ગુરુનાં માર્ગદર્શન તથા પ્રેરણાની આવશ્યકતા સમજાતાં તે સગુરુની શોધ આદરે છે. મારા ગુરુમાં કયાં લક્ષણ હું શોધી રહ્યો છું, શા માટે એ લક્ષણો મને અભિપ્રેત છે અને એવા ઉમદા લક્ષણોથી યુક્ત સદ્ગુરુનો સુયોગ સાંપડતાં મારું વર્તન કેવું હોવું ઘટે' - આ સઘળાંનો યથાર્થ નિર્ણય તેની પુખ્ત વિચારણામાં ઘડાય છે. કોઈ મહદ્દભાગ્યે જ્યારે તેને પ્રત્યક્ષ સત્પરુષનો જોગ થાય છે ત્યારે સદ્ગુરુપ્રાપ્તિની તીવ્ર ઝંખનાના કારણે તેનાં નેત્રો તેઓશ્રીને ઓળખી લે છે. તેની દૃષ્ટિ તેમનાં આત્મજ્ઞાનાદિ લક્ષણો ઉપર પડે છે. તે તેમની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સૂમ નજરે જોઈ, કુશાગ્રબુદ્ધિ વડે તેની અંદર છુપાયેલા રહસ્યને પકડી પાડી તેની વિચારણા કરે છે. તેમની ચર્યાનું અવલોકન કરતાં તેને વિશ્વાસ બેસે છે કે તેઓ અંતરથી નિર્લેપ જ છે, સમત્વ ભાવમાં સ્થિત છે, સર્વ પ્રસંગોમાં તેમનો ઉપયોગ તો આત્મામાં જ રહે છે અને યોગની પ્રવૃત્તિ પૂર્વકર્માનુસાર થાય છે. આમ, સગુરુના યોગ-ઉપયોગની ભિન્નતાનું યથાર્થ ભાન થતાં તેને તેમની આત્મદશાનો સમ્યક્ અભિપ્રાય અને નિર્ણય બંધાય છે. તેના હૃદયમાં સદ્ગુરુ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ સહજપણે સ્કુરાયમાન થાય છે. આમ, મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. સદ્દગુરુને ઓળખવાની તીવ્ર અભિલાષા હોવાના કારણે તેને સદ્ગુરુની યથાર્થ ઓળખાણ થાય છે. જ્યાં સુધી ઓળખવાની તીવ્ર અભિલાષા ન હોય ત્યાં સુધી જીવ સત્સંગમાં પણ ઓઘે ઓથે જાય છે. ઓળખવાની તીવ્ર અભિલાષા ન હોય તો જ્ઞાનમાં યથાર્થ ઓળખાણનો અવકાશ પ્રાપ્ત થતો નથી. પરંતુ મુમુક્ષુ જીવને ઓળખાણની તીવ્ર અભિલાષા હોવાથી તે સદ્ગુરુના અંતરંગ સ્વરૂપને ઓળખી લે છે. તેમની ઓળખાણ થતાં તેનાં પરિણામમાં બહુ મોટો ફેરફાર થાય છે. તેના અનંતાનુબંધી કષાય મોળા પડે છે, મતાગ્રહદુરાગ્રહાદિ મોળા પડે છે, સ્વદોષ જોવા તરફ ચિત્ત વળે છે, વિકથાદિમાં નીરસપણું લાગે છે, બળવાન પરિણામથી પંચ વિષયાદિના વિષે અનિત્યાદિ ભાવ દૃઢ થાય છે, ત્યાગ-વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે ઇત્યાદિ પરિવર્તનોથી તેનો એક નવા તબક્કામાં પ્રવેશ થાય છે. પુરુષ સાથેના આવા ઓળખાણપૂર્વકના સમાગમને શાસ્ત્રીય પરિભાષામાં Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘યોગાવંચકપણું' કહે છે, જે મુક્તિપથનું પ્રવેશદ્વાર છે. તથારૂપ પુરુષનો યોગ અને તેમની ઓળખાણ થયા પછી આત્માર્થી જીવ જેમ જેમ તે પુરુષના પવિત્ર સમાગમમાં આવે છે, આનંદપ્રદ પરિચયનો લાભ લે છે, તેમ તેમ તેનો ભક્તિભાવ વિકસે છે અને શ્રદ્ધા દઢ થાય છે. શુભ ઋણાનુબંધના કારણે તેમના પ્રત્યે પ્રેમ ઊભરાય છે અને વારંવાર તેમની મુખમુદ્રાનાં દર્શનથી તથા સુખરૂપ મિલનથી તેનો પ્રેમ સ્થિર થતો જાય છે. મુમુક્ષુ તેમનાં વચનોમાંથી નીતરતી પ્રેમ અને કરુણાની અમીરસધારા અનુભવે છે. તેઓ વચનો પ્રકાશતા હોય તે વખતે તેને તેમની મુખમુદ્રા ઉપર પરમ ઉદાસીનતા અને ગંભીરતા દૃષ્ટિગોચર થાય છે અને તેથી તેનામાં પ્રેમ અને શ્રદ્ધા વિશેષ ખીલતાં જાય છે. પુરુષ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ પ્રગટતાં આત્માર્થી જીવ પોતાનાં તન, મન, ધનાદિ સર્વ તેમના ચરણે સમપ, પોતાની શક્તિ ગોપવ્યા વિના, સમજણપૂર્વક તેમની આજ્ઞાનું આરાધન કરવાનો દઢ નિશ્ચય કરે છે. શ્રીમદે પ્રકાશ્ય છે કે - ‘કોઈ પણ પ્રકારે સદ્દગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.” આત્માનો અપૂર્વ ધર્મ પ્રગટાવવા માટે ગુરુની આજ્ઞાની આરાધનાનો અપૂર્વ પુરુષાર્થ કરવો ઘટે છે. સદ્ગુરુએ આપેલ આજ્ઞારૂપ અફર શસ્ત્રથી જીવ બળવાન કુવૃત્તિઓ સામે યુદ્ધે ચડે છે. સદ્ગુરુની આજ્ઞામાં દઢ પ્રીતિ અને પ્રતીતિ કરવાથી તેને સરળતાથી આત્માની સાચી પ્રીતિ અને પ્રતીતિ પ્રગટે છે. જેમ જેમ આજ્ઞાનું યથાર્થ પાલન થાય છે, તેમ તેમ આત્મા વિશેષ વિશેષ રુચતો જાય છે. તેની વૃત્તિ સ્વની આસપાસ જ રોકાયેલી રહેતી હોવાથી વૃત્તિને પરમાં જવાનો અવકાશ જ નથી મળતો. સદ્ગુરુની આજ્ઞાના અવલંબને પર ઉપરથી દૃષ્ટિ હટી આત્મામાં સમ્યક પ્રકારે પરિણમી જાય છે. આજ્ઞાપાલનનું આવું મહતુ ફળ મળતું હોવાથી આત્માર્થી દઢ નિર્ણય કરે છે ૧- મોક્ષમાર્ગમાં નિશ્ચિત પ્રગતિ અર્થે, આત્માર્થીને સદ્ગુરુનો યોગ થવો એ પહેલી શરત છે. આત્મનિષ્ઠ સદ્ગુરુની ઓળખાણ થતાં યોગ, ક્રિયા અને ફળ એ ત્રિવિધ અવંચકયોગ ઉત્પન્ન થાય છે. સત્પરુષનો યોગ હોય અને તેમની સાચી ઓળખ હોય, એટલે ગુરુના આદર, સત્કાર, સેવારૂપ ક્રિયા તો થવાની જ અને એના પરિપાકરૂપે કાળક્રમે સમ્યગ્દર્શનની પ્રાપ્તિરૂપ ફળ પણ આવવાનું જ. બરાબર નિશાન લઈને છોડેલું તીર લક્ષ્યની દિશામાં જ આગળ વધતું રહી લક્ષ્યને અવશ્ય વધે છે, તેમ આત્મજ્ઞ સદ્ગુરુ સાથેના સંપર્કથી, સહવાસથી નિષ્ઠાવાન મુમુક્ષુની ધર્મસાધના સદા લક્ષ્યની દિશામાં જ પ્રવાહિત રહી તેને લક્ષ્યની પ્રાપ્તિ સુધી અવશ્ય દોરી જાય છે. (જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૩૩,૩૪) ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૪૬ (પત્રાંક-૧૬૬) Page #710 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૬૬૩ કે વૃત્તિને અહોરાત્ર સદ્ગુરુની આજ્ઞામાં જોડવી એ જ મારા કલ્યાણનો ઉપાય છે, આજ્ઞાપાલન એ જ મારું કર્તવ્ય છે. આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ અને મહિમા લવી તે પોતાના સમગ્ર જીવનને સદ્ગુરુની આજ્ઞાનુસાર ઢાળી દે છે. તેના જીવનની પળે પળને સદ્ગુરુના આશ્રયથી ભરી દે છે. આમ, આત્માર્થી જીવના અંતરમાં માત્ર સગુરુની આજ્ઞાનો જ મહિમા વસે છે. આજ્ઞા-આરાધન સિવાય તેના હૃદયમાં બીજો કોઈ લક્ષ હોતો નથી. આજ્ઞામાં જ એકતાન થવાની તેની વૃત્તિ થઈ હોવાથી તેને બસ એક જ કામ અને એક જ ધ્યેય હોય છે - આજ્ઞાપાલન કરીને આત્માને સાધું, પૂર્ણ દશાને પ્રગટાવું. તેને એકમાત્ર આત્માનું જ પ્રયોજન હોય છે, અન્ય કોઈ વસ્તુનું પ્રયોજન રહેતું નથી. પોતાના ચૈતન્યસ્વરૂપ સિવાય તેને કશાની અપેક્ષા હોતી નથી. “આત્માનો આનંદ અનુભવવો જ છે' એવી ખરેખરી તમન્નાથી તે આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના અને ધગશપૂર્વક તે નિરંતર પુરુષાર્થરત રહે છે. આત્માર્થના આ કાર્યમાં આત્માર્થીને માનાદિ અભિલાષારૂપ કોઈ મનરોગ હોતો નથી. મનરોગ આત્મહિતને પ્રતિબંધક છે. માનાદિની ઝંખનાના ખાડાઓ કદી પુરાતા નથી. આ ઝંખનાના કારણે જીવ બાહ્યમાં ફેરફાર કરવા ફાંફાં મારે છે અને હંમેશાં અસંતુષ્ટ, વ્યાકુળ, વ્યગ્ર રહે છે. માનાદિની તુચ્છ ઇચ્છાઓના કારણે તેની સર્વ ધાર્મિક પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે, તેથી આત્માર્થની સિદ્ધિ માટે મનરોગનો નિરોધ આવશ્યક છે. જો જાગૃતિપૂર્વક મનરોગનો નાશ કરવામાં ન આવે તો આત્મભાવમાં મોટું નુકસાન થાય છે. તેથી મનરોગને નુકસાનકર્તા જાણી તેનો નિષેધ કરવો ઘટે છે. આત્મવીર્ય ફોરવી તેનો બળપૂર્વક નાશ કરવો ઘટે છે. મનરોગ ક્ષય થતાં જીવને આત્માર્થના કાર્યમાં અવરોધ નથી નડતો. આત્માર્થીમાં આત્માર્થને અવરોધક આવા મનરોગનો અભાવ હોય છે. પોતાનું મહાન આત્મપ્રયોજન સાધવાની સંનિષ્ઠ તૈયારી હોવાથી તે એવી તુચ્છ બાબતોમાં પોતાને રોકી રાખતો નથી. જગતમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા, સંયોગ અને વિયોગ, માન અને અપમાન, પ્રશંસા અને નિંદા આદિના પરિવર્તનશીલ પ્રસંગો તો બન્યા જ કરે છે; પણ આત્માર્થી એવા નાના નાના પ્રસંગોમાં અટકતો નથી, બલ્ક તેવા પ્રસંગોમાં તે અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરે છે. તે પોતાની શક્તિને તેમાં જરા પણ વેડફતો નથી. તે પ્રસંગોને પોતાના આત્માર્થ સાથે કોઈ જ સંબંધ નથી એવા દૃઢ નિશ્ચયપૂર્વક જે રીતે આત્માની સિદ્ધિ થાય તે રીતે જ તે પ્રવર્તે છે. આત્માર્થી જીવ વૃત્તિને સ્વસમ્મુખ કરવાનો પુરુષાર્થ કરે છે, સંયોગોને ટકાવવાનો કે બદલવાનો પુરુષાર્થ નથી કરતો. તે આત્માનો અર્થ હોય છે, સંયોગોનો નહીં. તે પોતાને સંયોગોથી ભિન, મુક્ત માને છે. તે સંયોગોનું લક્ષ છોડી તત્ત્વનું ઘોલન કરે Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન છે કે બાહ્ય અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો તે હું નથી, તે મારું સ્વરૂપ નથી. તે સંયોગો મારાથી ભિન્ન છે. આત્મા પરનું કાંઈ પણ કરી શકતો નથી અને પરથી કદી આત્માને લાભ કે નુકસાન થઈ શકતાં નથી. બહારમાં ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવે પણ તે આત્માના સ્વતંત્ર સ્વભાવમાં કાંઈ કરી શકનાર નથી. સંયોગોના કારણે સુખ-દુ:ખ નથી, માટે બહારની અનુકૂળતા-પ્રતિકૂળતાનું લક્ષ કરવું ઘટતું નથી. બહારના કોઈ સંયોગથી આત્માનો ધર્મ થતો નથી કે અટકતો નથી. ગમે તેટલી બાહ્ય અનુકૂળતા જીવને આત્મસન્મુખ થવામાં મદદરૂપ નથી બનતી અને ગમે તેવી બાહ્ય પ્રતિકૂળતા પણ જીવને સ્વથી વિમુખ થવામાં કારણભૂત નથી બનતી. તેથી દોષ સંયોગનો નથી, પણ દોષ જીવની વિપરીત માન્યતાનો છે. પરસંયોગમાં થતી ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાના કારણે અનંત સંસારનું મૂળ પોષાય છે. સંયોગો સાથેનું આ જોડાણ સ્વરૂપ પ્રાપ્તિમાં નડતરરૂપ થાય છે. બાહ્ય નિમિત્તાધીન દૃષ્ટિથી પરમાં ઠીક-ઠીક માને છે તથા તે વડે રાગાદિમાં એકાગ્ર થાય છે, તેથી જ બંધન છે. બહારના સંયોગોના કારણે બંધન નથી.' આવો તત્ત્વનિર્ણય થતાં આત્માર્થીને એ જ ભાવના રહે છે કે હું સંયોગોનું જોડાણ તોડી સ્વભાવમાં સ્થિત થાઉં અને સમભાવમાં ઝૂલું. જો અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં રોકાઈ જઈશ તો સ્વરૂપનો અભ્યાસ થઈ શકશે નહીં, તેથી અનુકૂળતાપ્રતિકૂળતાની ઉપેક્ષા કરીને સ્વરૂપના અભ્યાસમાં લાગી જાઉં.' આમ, આત્માર્થીને સંયોગોની અપેક્ષા હોતી નથી. તેને અનુકૂળતાની હોંશ હોતી નથી. પુણ્યના ફળરૂપે સાનુકૂળ સંજોગો મળે તો પણ તે અનુકૂળતાને ઇષ્ટ માનતો નથી, પણ પોતાના નિર્મળ પવિત્ર સ્વભાવ તરફ ઢળવાનો પ્રયત્ન કરે છે. બાહ્ય સાધનો સારાં હોય તો જ ધર્મ થાય, શરીર સારું હોય તો જ ધર્મ થાય; સાધનો સારાં ન હોય તો ધર્મ ન થાય અને શરીર સારું ન હોય તો ધર્મ ન થાય એવી ભ્રાંતિ તેને હોતી નથી. અનુકૂળતા ન મળે અથવા પૂરતી ન મળે અથવા બીજાને મળે છે એટલી પોતાને ન મળે તો તે રડારોળ કરતો નથી. તેનું વલણ જ એવું હોય છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમભાવે રહેવું. સગવડની યાચના ન કરવી. અનુકૂળતા હોય કે ન હોય, તેના ઉત્સાહમાં કાંઈ ફરક આવતો નથી. જેમ આત્માર્થીને સંયોગોની અનુકૂળતાની ઇચ્છા હોતી નથી, તેમ તેને સંયોગોની પ્રતિકૂળતાની ફરિયાદ પણ હોતી નથી. પરમાર્થમાર્ગે આગળ વધતાં પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે, અસંયોગી ચૈતન્યતત્ત્વનો અનુભવ કરવાની જેને તાલાવેલી લાગી છે એવો આત્માર્થી જીવ પ્રતિકૂળતાની દરકાર છોડી ચૈતન્યસ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન કરે છે. આત્માર્થ સાધવાની કામના હોવાથી તે પ્રતિકૂળતાને ગણકારતો નથી. તે સંયોગોનો વાંક કાઢતો નથી કે સંયોગોની પ્રતિકૂળતાને સંભારતો નથી. તે સમસ્યાથી ગભરાતો Page #712 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૬૬૫ નથી કે પોતાના લક્ષ્યથી ટ્યુત થતો નથી. અણધારી રીતે આવી પડેલી આફતથી ડગ્યા વગર, અશુભ ઉદયમાં ફરિયાદ કર્યા વિના, આજ્ઞાનું દૃઢતાથી પાલન કરી તે પોતાના આત્માર્થનું કર્તવ્ય નિભાવે છે. ક્યારેક સમતા ચુકાઈ જાય તો સદ્ગુરુનાં સ્વરૂપ પ્રકાશક વચનોના અવલંબને પોતાની જાતને સાચવી લે છે. તલ્લણ જાગૃત થઈને તે આર્તધ્યાનના તીવ રસમાંથી બચી જાય છે. સદગુરના ગંભીર અને રહસ્યોથી ભરપૂર બોધથી પુષ્ટ થયેલ સમજણના આશ્રયે ચિંતાને બદલે ચિંતન પ્રગટાવી, ઉદયની અસર તે પોતા ઉપર થવા દેતો નથી. પ્રતિકૂળતા તરફનું લક્ષ છોડી તે પોતાના પૂર્ણાનંદસ્વભાવમાં સ્થિર થવાના પુરુષાર્થમાં પોતાને જોડી દે છે. આમ, આત્માર્થી પ્રતિકૂળતા આવે ત્યાં તેનાથી થાકીને પોતાના માર્ગમાં શિથિલ નથી બનતો, પણ પ્રયત્નમાં ઉગતા જ વધારતો જાય છે. અખૂટ ધૈર્યથી તે આત્માને સાધે છે. આત્માર્થના કાર્યમાં આત્માર્થી દુનિયાની દરકાર કરતો નથી. તેને જગતમાં મહાન ગણાતી વસ્તુઓ અને વાતોનો મહિમા હોતો નથી. તેને જગતની કીર્તિની કામના કે જગતના અપમાનનો ભય હોતાં નથી. પૂજા-સત્કાર, લોકલાજ આદિનું તેના અંતરમાં કોઈ સ્થાન હોતું નથી. તે આત્મપ્રગતિમાં પ્રતિબંધક એવાં માનેચ્છા, લોકસંજ્ઞા આદિ પરિણામોને પોતામાં ઉદ્ભવવા જ દેતો નથી. તેને જગત પાસેથી કંઈ લેવું નથી. આત્માની ખુમારીમાં રહેતો હોવાથી ‘દુનિયા કેમ રાજી થશે કે દુનિયા મારે માટે શું બોલશે' એ જોવા રોકાતો નથી. આત્માર્થ સાધવામાં લોકભય, લોકનિંદા આદિથી જરા પણ ડોલાયમાન થતો નથી. લોકસંજ્ઞાની ઉપેક્ષા કરી તે આત્માર્થની સાધનામાં પ્રબળ પુરુષાર્થ સહિત પ્રવર્તે છે. આ જગતમાં પોતાનું ચૈતન્યસ્વરૂપ જ સૌથી ઉત્તમ વસ્તુ હોવાથી અને ચૈતન્યલોકને જ પોતાનો લોક માનતો હોવાથી તે વિચારે છે કે “આ ચૈિતન્યલોકથી ભિન્ન બહારનો લોક મારો છે જ નહીં, તેની કોઈ ચીજ મારી છે જ નહીં, તો પછી તેમાં કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, તેથી મને શું?' આમ, આત્માર્થી જીવને પ્રશંસા કે નિંદાથી ફરક પડતો નથી. તેને લોક પાસેથી અપેક્ષા, પૂજા-સત્કાર આદિની ખેવના નહીં હોવાના કારણે લોકો તેના વિષે કાંઈ બોલે તો તેને હર્ષ કે શોક થતાં નથી. તે લોકોના અભિપ્રાય ઉપર આધાર રાખતો નથી. તે જાણે છે કે લોકો વખાણ કરે ત્યારે ફુલાવું અને નિંદા કરે ત્યારે નિરાશ થવું - એ બન્ને પ્રક્રિયા ખોટી છે. તે પોતાની પ્રશંસા સાંભળી સુખી થતો નથી અને પોતાની નિંદા સાંભળી દુઃખી થતો નથી, પરંતુ બન્ને પ્રસંગોમાં સ્થિર અને સમતોલપણે રહે છે. મોક્ષ સાધવાનું મહાન કાર્ય હાથમાં લીધું હોવાથી તે માનાદિ જેવા તુચ્છ ભાવોમાં અટકતો નથી. તે લોકોની પ્રશંસા મેળવવા, જગત પાસેથી માન મેળવવા પ્રયત્ન કરતો નથી, પણ તેના સર્વ પ્રયત્નો આત્મપ્રાપ્તિ અર્થે જ હોય છે. શ્રીમદ્ લખે છે – Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ ના આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.' આત્માર્થી જીવને આત્મસ્વરૂપ સમજવાની એટલી બધી ગરજ હોય છે કે બીજા લોકો તરફથી મળતાં માન-અપમાનને તે ગણકારતો નથી. મારે તો મારા આત્માને રીઝવવો છે, મારે જગતને નથી રીઝવવું.' જગત કરતાં તેને પોતાનો આત્મા વધારે વ્હાલો લાગે છે. આત્મા આગળ જગત તુચ્છ લાગે છે. “જગત ઇષ્ટ નહીં આત્મથી' - આત્માની આવી લગનીના કારણે જગતનાં માન-અપમાનની તેને દરકાર હોતી નથી. મારે કોઈ પણ સંયોગોમાં મારા આત્માનું હિત સાધવું છે' એવું જ એકમાત્ર લક્ષ હોય છે. તેના મનમાં માનાદિની કોઈ એષણા હોતી નથી. વળી, આત્માર્થી જીવ બહારની રિદ્ધિ-સિદ્ધિને વાંછતો નથી. તેને કોઈ રિદ્ધિસિદ્ધિની કાંક્ષા હોતી નથી. જેની પાસે ઇન્દ્રનો વૈભવ તો શું, ત્રણ લોકની વિભૂતિ પણ ભભૂતિ - રાખ સમાન છે એવી અચિંત્ય આત્મવિભૂતિની સમજણ થઈ હોય તે જીવ બહારની જડ વિભૂતિને કેમ વાંછે? મારા આત્માની રિદ્ધિ અને સિદ્ધિ સદા મારા ઘટમાં - અંતરમાં જ છે. નિજસ્વરૂપમાં જ સર્વ સંપદા ભરેલી છે' એમ અંતરની ચૈતન્યલક્ષ્મીનો લક્ષ થયો હોવાથી તેને બાહ્ય રિદ્ધિ-સિદ્ધિની મહત્તા રહેતી નથી. અંતરના ચૈતન્યવૈભવ સામે તેને બાહ્ય રિદ્ધિ-સિદ્ધિ ફક્કી લાગે છે. તેને માત્ર એક ચૈતન્યનો જ અનુભવ કરવાની ધૂન લાગી હોવાથી રિદ્ધિ-સિદ્ધિ પ્રગટાવવા ઉપર તેનું લક્ષ હોતું નથી. આમ, આત્માર્થીના મનમાં કોઈ પણ અસત્ આકાંક્ષાઓનો રોગ હોતો નથી. પરમાર્થની પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ્ય તેના અંતરમાં વ્યાપ્ત હોય છે અને તેથી તેની સર્વ વૃત્તિ-પ્રવૃત્તિમાં એ લક્ષ્યનું જ પ્રતિબિંબ પડે છે. આત્માર્થી જીવનું વલણ દર્શાવતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે – સંસારની તેને વાસના નથી. સતનો જિજ્ઞાસુ સત્ સમીપ જ ઊભો છે; સતને પડખે જે ભાવથી ઊભો છે તેને આત્માર્થ પ્રગટ થાય જ. તે જીવ આત્માર્થી છે, તે જાણે છે કે સત્સમાગમમાં બીજું કાંઈ કરવાનું ન થાય એટલે કે પુણ્ય, વેષ, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૬૯ (પત્રાંક-૩૭) Page #714 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૬૬૭ વાડો, લૂગડાં, બાહ્યત્યાગ એ ક્રિયામાર્ગશુષ્કજ્ઞાનીપણું, માનાર્થ કે મતાર્થ એવું કંઈ પણ પર પ્રયોજન ન આવ્યું. માત્ર આત્માર્થ, સમ્યક્રપરમાર્થ પામવાની તેને અંતરખોજ છે; તેમાં બીજી કલ્પના, ચમત્કાર, મંત્ર, તંત્ર, હઠયોગ, મનની ધારણા, પુણ્ય, યોગ આદિ જડભાવના અંશની પણ તેને ઇચ્છા હોતી નથી. જે છું તે પામું. પૂર્ણ શક્તિરૂપ શુદ્ધ અવિનાશી છું તેવો થાઉં. તેની જ શ્રદ્ધા - સમ્યકઅભિપ્રાય, રાગની રુચિ રહિત જ્ઞાન તે જ્ઞાનની સ્થિરતા - પૂર્ણ વીતરાગતાની જ તેને કામના છે. બીજો જડભાવનો - પૂજાવાનો માનાર્થ મતાર્થ આદિ કોઈ સંસારભાવનો રોગ મનમાં પણ તેને નથી.” આત્માર્થી જીવને સંસારપક્ષની દરકાર છૂટી જવાથી તેને ચૈતન્યની ધૂન લાગે છે. “મારો આત્મા જ જ્ઞાનાનંદસ્વરૂપ છે' એવી જેને ધૂન લાગી છે તેના પ્રયત્નનો ઝુકાવ સ્વસમ્મુખ હોય છે. તેનો ઝુકાવ રાગ તરફ હોતો નથી. રાગથી પાછી ખસીને તેની પરિણતિ અંતરમાં વળે છે. જેને આત્મા રુચ્યો છે તેવા આત્માર્થીને ત્વરાથી આત્માર્થ સાધવાની તાલાવેલી લાગે છે. તેના અંતરમાં આત્મપ્રાપ્તિનો પ્રયાસ સતત ચાલુ જ રહે છે. આત્માર્થ સાધવા અર્થે પોતાના ઉપયોગને અંતર્મુખ કરવા-રાખવા, જરૂરી એવો સંયમ તે અવશ્ય પાળે છે. જેમ નાવમાં ભરાયેલું પાણી ઉલેચવા માટે સુજ્ઞ પુરુષો બન્ને હાથે પ્રયત્ન કરે છે, તેમ સંગ-પ્રસંગ ઘટાડીને, આરંભ-પરિગ્રહ ઓછો કરી, વ્યાપારવ્યવહારથી ઝટ નિવૃત્તિ લઈ આત્માર્થી જીવ નિજકાર્યમાં તત્પર થાય છે. આત્મપ્રાપ્તિની તીખી જિજ્ઞાસા જાગી હોવાથી તેના અંતરમાં નિજ શુદ્ધાત્મસ્વભાવ સિવાય અન્યનો - શરીર, ઇન્દ્રિય, લક્ષ્મી, મકાન, સ્ત્રી, પુત્ર, ચક્રવર્તી-ઇન્દ્રાદિની રિદ્ધિ વગેરે પરપદાર્થોનો તેમજ શુભ-અશુભ પરભાવોનો મહિમા છૂટી ગયો હોય છે. તેને વિષય-કષાયની તુચ્છતા લાગતી હોય છે અને નિરંતર આત્માનો મહિમા વર્તતો હોય છે. તેને આત્માના બેહદ સ્વભાવનો વિશ્વાસ હોવાથી અને તે બેહદ સ્વભાવને સાધવા માટે બેહદ પુરુષાર્થ એવા સદ્ગુરુની નિશ્રા હોવાથી તેના પુરુષાર્થમાં પણ ઉત્સાહની બેહદતા હોય છે. તેની પાસે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે નીતરતું હૈયું હોય છે, રગે રગે ઊછળતી રુચિ હોય છે, છલોછલ પ્રેમ હોય છે, નિત્ય જાગૃત ઉપયોગ હોય છે, અંતરની ધગશ અને પ્રસન્નતા હોય છે. કોઈ પણ પ્રસંગમાં તે હારતો નથી, થાકતો નથી. તેણે નક્કી કર્યું હોય છે કે ‘પ્રયત્નમાં કોઈ પણ હદ બાંધ્યા વગર મારે મારા આત્માને સાધવો જ છે અને ન સધાય ત્યાં સુધી હું લેશમાત્ર થાકવાનો નથી, બલ્ક ઉત્સાહ વધારવાનો જ છું.' ધ્યેયપ્રાપ્તિ માટે તે ઉતાવળ નથી કરતો, પરંતુ પ્રમાદનો ત્યાગ કરી અખૂટ ધીરજપૂર્વક અભ્યાસ કરે છે. અનન્ય પ્રેમથી અને અદમ્ય પુરુષાર્થથી ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૬૬-૧૬૭ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે સદ્ગુરુએ ચીંધેલ સન્માર્ગનું સતત વૈર્યપૂર્વક અનુસરણ કરે છે. તે મક્કમ ચાલે ર્વક સ્વરૂપપ્રાપ્તિ તરફ આગળ વધે છે. આમ, કોઈ પણ પ્રકારે હું મારા આત્માર્થના કાર્યથી ડગીશ નહીં, તેમાં જરા પણ શિથિલ થઈશ નહીં, આત્મા પ્રત્યેના મારા ઉત્સાહમાં હું કદી ભંગ પડવા દઈશ નહીં. મારી શક્તિને, મારા જ્ઞાનને, મારા વૈરાગ્યને, મારી શ્રદ્ધાને, મારી ભક્તિને, મારા ઉત્સાહને ..... મારા સર્વસ્વને હું મારા આત્માર્થના કાર્યમાં જોડીને જરૂર સ્વને સાધીશ જ - એવા દઢ નિશ્ચય વડે તે આત્માર્થના મહાન કાર્યને સાધવા માટે તત્પર થાય છે. જેમ નદી અવશ્ય સાગર સુધી પહોંચી જાય છે, તેમ આત્માર્થીની સાધના અવશ્ય સફળતાને વરે છે. નદી પર્વતના શિખર ઉપર જન્મે છે અને તત્ક્ષણ સાગરને ભેટવા માટે વહેવા લાગે છે. તે સાગરને મળવાની આતુરતામાં પર્વતોમાંથી રસ્તો કાઢીને આગળ ધસે છે. પોતાના તરવરાટથી, બળથી અને પુરુષાર્થથી; પથ્થરો અને ખડકો, ખેતરો અને મેદાનોની વચ્ચેથી રસ્તો બનાવે છે. તે સતત, નિત્ય, અવિરત વહેતી જાય છે. એક ક્ષણ પણ અટકતી નથી. વળાંક ઉપર પણ થોભતી નથી. ગમે તેવા સંજોગો - અનુકૂળતા કે અંતરાય તેના માર્ગમાં આવે, તદનુસાર તે પોતાનું વહેણ બદલતી રહે છે અને આગળ વધતી રહે છે. આખરે એ સાગરને શોધી તેમાં ભળી જ જાય છે. તેવી જ રીતે આત્માથી પણ સાધનાનાં ઉચ્ચતર શિખરો તરફ સતત આગળ વધે છે. તેને અલ્પ કાળમાં અનંત ભવનો અભાવ કરવાની હોંશ ઊછળે છે. સદ્દગુરુની આજ્ઞાની અનન્ય રુચિથી તથા તેની એકનિષ્ઠ આરાધનાથી અનંત સુખમય સ્વરૂપમાં સમાઈ જવાનો પુરુષાર્થ કરે છે. આત્મસ્વભાવનું અપૂર્વ બહુમાન લાવી, ઉત્સાહથી તેની પ્રાપ્તિનો વારંવાર ઉદ્યમ કરે છે. આત્માર્થના કામમાં જરા પણ કંટાળતો નથી. સંસારમાં ગમે તે નિમિત્તની વચ્ચે રહીને પણ પોતાનું ધ્યેય ચૂકતો નથી. રુચિથી અને ધગશથી સર્વ પ્રતિબંધો અને પ્રતિકૂળતાઓ વચ્ચેથી માર્ગ કાઢીને સતત આગળ ને આગળ વધતો રહે છે. નિરંતર અંતર્મુખતાનો પુરુષાર્થ કરતો રહી, તે ઉત્તરોત્તર સોપાનોને સર કરી અંતે તે પરમ શિખરને પ્રાપ્ત કરી લે છે. આમ, આત્માર્થીને સ્વકાર્ય માટે તાલાવેલી હોય છે, કાર્યસિદ્ધિ અંગેની ગંભીરતા હોય છે તથા કાર્ય પાછળની લગની અને ધગશ હોય છે. તેની ભાવના એવી રહે છે કે “મારું આ મહાન ધ્યેય પ્રાપ્ત કરવામાં મારે હજી ઘણું કરવાનું બાકી છે. આયુષ્ય અલ્પ છે, તેથી મારું કાર્ય શીઘ્રતાથી પૂર્ણ થાય તે માટે ત્વરાથી, સમય વેડફયા વગર, બીજે કશે પણ રોકાયા વિના મારે મારું હિત સાધી લેવું જોઈએ.' તે પોતાનો પૂરો સમય આત્માર્થમાં જ વ્યતીત કરવા ઇચ્છે છે. આમ, પૂરી શક્તિથી, સમગ્ર જોસથી, અપૂર્વ ઉલ્લાસથી તે પુરુષાર્થ કરતો હોય છે અને સાચી દિશામાં કરેલા સપુરુષાર્થનું Page #716 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૬૬૯ પરમાર્થની પ્રાપ્તિરૂપ સુફળ તેને સંપ્રાપ્ત થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘એમ વિચારી અંતરે, વિવેક દીપ પ્રકાશ; સદ્ગુરુ લક્ષણ જાણીને, તે પછી કરે તપાસ. વિચરે તીર્થ સુક્ષેત્રમાં, શોધે સદ્ગુરુ યોગ; જિજ્ઞાસા શિવ પ્રાપ્તિની, મહાપુણ્ય સંયોગ. સહન કરે દુઃખ પરિષહો, ન ગણે દુષમ કાળ; કામ એક આત્માર્થનું, ઉપાદેય સુવિશાળ. કેમ તરું ભવ દુઃખ દધિ, તારક સદ્ગુરુયોગ; એક એ જ ઇચ્છા પ્રબળ, બીજો નહિ મનરોગ.'૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૨ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૪૫-૧૪૮) Page #717 -------------------------------------------------------------------------- ________________ Page #718 -------------------------------------------------------------------------- ________________ गाथा - ३८ 11 6200, ramani., 0 Cr, hinmen५०९:२१ Page #719 -------------------------------------------------------------------------- ________________ Page #720 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૮ ભૂમિકા (ગાથા) અર્થી – ગાથા ૩૭માં કહ્યું કે આત્માર્થી જીવ સદ્ગુરુની શોધ કરે છે અને તે યોગ પ્રાપ્ત થાય ત્યારે અંતરમાં સ્થિર થવા અર્થે વારંવાર તેમનો સમાગમ કરે છે. હવે તેને એકમાત્ર આત્માર્થ સાધવાની ઉત્કટ ઇચ્છા હોવાથી તે માન, પૂજા, સત્કાર આદિ ઇચ્છાઓથી ક્રમે ક્રમે નિવૃત્ત થતો જાય છે અને પોતાનું લક્ષ સાધવા માટે જે કંઈ કરવું ઘટે એ કરી છૂટવા તૈયાર થાય છે. આમ, આત્માર્થીને એકમાત્ર આત્માર્થનો જ લક્ષ હોય છે. તે આત્માર્થ કેવા પ્રકારના જીવમાં હોય છે તે દર્શાવવા આત્માર્થીનાં લક્ષણ હવે શ્રીમદ્ પ્રકાશે છે. જેમ મતાર્થીના વિભાગની ૩૨મી ગાથામાં મતાથી જીવનાં સમુચ્ચય લક્ષણ શ્રીમદે પ્રકાશ્યાં હતાં, તેમ આ ગાથામાં આત્માર્થીનાં તથારૂપ લક્ષણ બતાવતાં શ્રીમદ્ કહે છે – “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” (૩૮) જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની L] અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. (૩૮) = આત્મપ્રાપ્તિની ઝંખના વર્તતી હોય એવા જીવની અંતર્દશા આ ગાથામાં ભાવાર્થ. બતાવવામાં આવી છે. જે લક્ષણો આ ગાથામાં બતાવવામાં આવ્યાં છે તે લક્ષણોનો જ્યાં સુધી જીવમાં અભાવ હોય, ત્યાં સુધી જીવ પરમાર્થખોજક કહી શકાય નહીં અને ત્યાં સુધી પરમાર્થપ્રાપ્તિના લાભની આશા પણ રાખી શકાય નહીં. જેને આત્મકલ્યાણ કરવાની ભાવના હોય અને અનંત કાળના પરિભ્રમણનો અંત લાવી અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય, તેણે તે માટે અનિવાર્ય ગણાતાં લક્ષણો પ્રથમ પોતામાં પ્રગટ કરવાં જરૂરી છે. તે લક્ષણો નીચે પ્રમાણે છે – (૧) આત્માર્થી જીવે ક્રોધાદિ કષાયભાવ મોળા પાડ્યા હોય છે. કષાયભાવ આત્મગુણના ઘાતક છે, તેમજ ક્ષમા, નમતા, સરળતા, સંતોષ આદિ ગુણોને પ્રગટ થવા દેતા નથી એમ આત્માર્થી જીવ જાણતો હોવાથી, તે કષાયભાવને સ્વરૂપલક્ષે ઉપશાંત કરે છે. તીવ્ર ક્રોધાદિ ભાવથી ઉપર ઊઠવાથી તેનામાં ઉપશમભાવ ઉદિત થઈ, વર્ધમાન થતો જાય છે. જ્યાં કષાયભાવ મંદતાને પામ્યા નથી ત્યાં ચિત્તશુદ્ધિ ન હોવાથી આત્માર્થિતાનો Page #721 -------------------------------------------------------------------------- ________________ ६७४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અભાવ હોય છે. (૨) આત્માર્થીના અંતરમાં એવી ખાતરી થાય છે કે સંસારનું કહેવાતું સુખ ક્ષણિક, અનિત્ય, પરાધીન અને વિનાશી હોવાથી વાસ્તવિક નથી. તે યથાર્થપણે સમજે છે કે આ સુખ પછી પાછું દુઃખ મળતું હોવાથી આ શાશ્વત સુખ નથી. અખંડ, અવ્યાબાધ અને અવિનાશી સુખ કેવળ આત્મામાં જ રહ્યું છે. તેથી તેને આત્મિક સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા વર્તે છે, અર્થાત્ તે આત્માની શુદ્ધ દશાનો અભિલાષી હોય છે. આત્માની પૂર્ણ શુદ્ધ દશા તે જ મોક્ષ છે. જ્યાં મોક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ નથી ત્યાં સાંસારિક ઇચ્છાઓ હોવાથી આત્માર્થિતાનો અભાવ હોય છે. (૩) આત્મપ્રાપ્તિનો અધિકાર તેને જ છે કે જેને સંસારપરિભ્રમણથી નિવૃત્ત થવાનો અભિપ્રાય થયો હોય. આત્માર્થીને હવે અનંત કાળના પરિભ્રમણનો થાક વર્તે છે. સવિચારના બળથી એવી પ્રતીતિ થાય છે કે વાસ્તવિક સુખનો જ્યાં અભાવ છે એવા સંસારમાં કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે અને તેથી હવે તેને સંસારના આત્યંતિક વિયોગની ઇચ્છા થાય છે. સંસાર, ભોગ અને દેહ પ્રત્યેના તેના અભિગમમાં પલટો આવે છે. સંસાર અનિત્ય, અસાર અને અશરણરૂપ લાગે છે, ભોગ. રોગ સમાન સમજાય છે અને દેહ માત્ર સંયોગરૂપ ભાસે છે. તેને સમજાય છે કે માત્ર આત્મા જ પ્રાપ્ત કરવા યોગ્ય તત્ત્વ છે. આ વિવેકપૂર્વકના વિચારથી તેનામાં વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. જ્યાં ભવનો ખેદ નથી, અર્થાત્ સંસારસમુદ્ર તરવાની કામના જાગી નથી ત્યાં તીવ્ર સંસારસ હોવાથી આત્માર્થિતાનો અભાવ હોય છે. (૪) આત્માર્થીને એકમાત્ર સ્વસ્વરૂપ પ્રાપ્તિની ઝંખના હોવાથી તેને સાંસારિક બંધનથી છૂટવાની તીવ્ર કામના હોય છે. તેને જેમ પોતાના બંધનયુક્ત આત્માની દયા વર્તતી હોય છે, તેમ અન્ય બંધનગ્રસ્ત જીવો પ્રત્યે પણ તેને તેવી જ દયા વર્તતી હોય છે. જગતના સર્વ જીવો સુખી થાય, કોઈ દુઃખી ન થાય એવી મૈત્રીભાવના તે ભાવતો હોય છે. સર્વ જીવમાં તેને સ્વાત્મતુલ્ય બુદ્ધિ હોય છે. તેના અંતરમાંથી પ્રાણીમાત્ર પ્રત્યે દયા વહે છે. કોઈ પણ પ્રાણીને પોતાના કારણે દુઃખ ન પહોંચે એની સાવધાની રહે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય ભાવનાથી ભાવિત તેની વિચારણા સમ્યક, નિર્મળ, સૂક્ષ્મ અને ધારદાર બનતી જાય છે. જ્યાં દયાની ભાવના હોતી નથી ત્યાં પરિણામમાં કોમળતા ન હોવાથી આત્માર્થિતાનો અભાવ હોય છે. આ પ્રમાણે જેના ક્રોધાદિ કષાય પાતળા પડ્યા છે, માત્ર મોક્ષપદની જેને અભિલાષા છે, જેને સંસારના ભોગ પ્રત્યે વૈરાગ્ય વર્તે છે, તેમજ અંતરમાં સ્વપદયા વર્તે છે; તે જીવ મોક્ષમાર્ગનો કામી છે અને તે જ માર્ગ પામવાને પાત્ર પણ છે. આ લક્ષણો જેનામાં હોય તે જીવ સાચો આત્માર્થી જીવ છે, આત્મપ્રાપ્તિનો અધિકારી છે. Page #722 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ ઉપર્યુક્ત લક્ષણોના અભાવમાં આત્માર્થિતાનો પણ અભાવ હોય છે. અનંત કાળમાં અનંત પ્રકારનાં સાધનોનો આશ્રય કરવા છતાં શુદ્ધાત્મા વિશેષાર્થ પ્રગટ્યો નથી. તેના ઉઘાડ માટે સૌ પ્રથમ તેને અનુકૂળ ભૂમિકા તૈયાર કરવી જોઈએ, અર્થાત્ ચિત્તશુદ્ધિ કરવી જોઈએ. જ્યાં વિષય-કષાયાદિ તીવ્ર છે, ત્યાં પરની આધીનતા છૂટતી નથી અને સત્ની આધીનતા સ્વીકારાતી નથી. તે પરના જ વિકલ્પોમાં રાચે છે અને સત્ પ્રત્યે તેને પ્રેમ આવતો નથી, બહુમાન જાગતું નથી, હોંશ આવતી નથી, ઉમળકો આવતો નથી. આત્માર્થિતાના અભાવે જીવ અનંત ગુણના ભંડાર એવા નિજ શુદ્ધાત્મા પ્રત્યે દુર્લક્ષ કરે છે, તેની વિરાધના કરે છે, જેના ફળરૂપે તે અનંત કાળ પર્યંત નરક-નિગોદમાં રઝળપાટ કરે છે. તેથી જીવે સૌ પ્રથમ પોતામાં આત્મપ્રાપ્તિની યોગ્યતા પ્રગટાવવી ઘટે છે. જે જીવ પોતામાં આત્માર્થિતા પ્રગટાવે છે, તેને આત્મા પ્રાપ્ત કર્યા વિના ચેન પડતું નથી અને તે આત્મા પ્રાપ્ત કરીને જ જંપે છે. આત્માર્થિતા પ્રગટતાં આધ્યાત્મિક જીવનની ઇમારતનો પાયો મંડાય છે અને સમકિતની સ્પર્શનાથી આ ઇમારતનું ચણતર શરૂ થાય છે, જેના પરિણામે મુક્તિમહેલની પ્રાપ્તિ થાય છે. ૬૭૫ આત્માર્થિતાનું પ્રગટીકરણ તથારૂપ ગુણોને ધારણ કરવાથી થાય છે. જો જીવ તથારૂપ ગુણો ધારણ કરે તો આત્માર્થિતાનો તો સ્વભાવ જ એવો છે કે તે પોતાનું નિવાસસ્થાન તે જીવના અંતરમાં બનાવી દે. સમુદ્રની લાયકાત જોઈને જેમ નદી પોતાનું જળ તેમાં ભરી દે છે, તેમ જીવ જો તથારૂપ ગુણો ધારણ કરે તો આત્માર્થ તેનામાં નિવાસ કરે છે. તથારૂપ ગુણો પ્રગટતાં જીવ આત્માર્થી બને છે, માટે જીવે તેવા ગુણો કેળવવા ઘટે છે. તે ગુણો કેળવ્યા વિના ધર્મક્રિયાની વાસ્તવિક ફલશ્રુતિ નથી. આત્માર્થી જીવને કેવા ગુણો પ્રગટ્યા હોય છે, અર્થાત્ આત્માર્થી જીવનું સહજ પરિણમન કેવું હોય છે તે પ્રસ્તુત ગાથામાં બતાવેલાં લક્ષણોના આધારે સમજીએ. દરેક જીવે આ લક્ષણો ઇચ્છારૂપે, પ્રયોગરૂપે કે સ્થિરતારૂપે પોતાના વિષે છે કે નહીં તે વિચારવું ખૂબ અગત્યનું છે. (૧) ‘કષાયની ઉપશાંતતા' ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો પાતળા પડવા, ઉપશમ થવા, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી અથવા તેને વાળી લેવાય તેવી આત્મદશા થવી તે ‘કષાયની ઉપશાંતતા'રૂપ આત્માર્થાનું પ્રથમ લક્ષણ છે. ક્રોધ કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન ક્ષમાનો જીવની દશામાં અભાવ થઈ જાય છે. ક્રોધ ઉત્પન્ન થતાં વિવેક લુપ્ત થતો હોવાથી ક્રોધી વ્યક્તિ શાંત ન Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રહેતાં, ઉત્તેજિત થઈ પ્રતિકાર કરે છે. ક્રોધ કરવાથી માનસિક શાંતિ હણાય છે, તદુપરાંત વાતાવરણ પણ કલુષિત અને અશાંત થાય છે. ક્રોધી વ્યક્તિ ક્રોધથી એવો તો અંધ થઈ જાય છે કે તેની દૃષ્ટિ પરદોષ પ્રત્યે જ રહે છે, અન્યના ગુણ અને પોતાના દોષ પ્રત્યે તેની દૃષ્ટિ જતી જ નથી. પોતાનાં દુઃખનો કર્તા બીજાને માનવો એ જ ક્રોધની ઉત્પત્તિનું મૂળ કારણ છે. માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન માર્દવતા(નમતા)નો જીવની દશામાં અભાવ થઈ જાય છે, જેથી તેનામાં અકડાઈ ઉત્પન્ન થાય છે. માન કષાય ઊપજે છે ત્યારે તેને બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય છે અને એ માટે તે અનેક ઉપાયો વિચારે છે. તે અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે છે. અનેક પ્રકારે બીજાનો મહિમા ઘટાડી પોતાનો મહિમા કરવા લાગે છે. માન ખાતર તે છળકપટ કરે છે અને માનભંગ થતાં તે કોપાયમાન પણ થઈ જાય છે. આમ, માનના સદ્ભાવમાં સુવિચારને અવકાશ રહેતો નથી. માયા કષાયના કારણે આત્માની પરિણતિમાં સ્વભાવગત સરળતા ન રહેતાં કુટિલતા આવે છે. માયાચારીનો વ્યવહાર સહજ અને સરળ નથી હોતો. તે વિચારે છે કાંઈ, બોલે છે કાંઈ અને કરે છે કાંઈ. તેનાં મન-વચન-કાયાનાં પ્રવર્તનમાં એકરૂપતા નથી હોતી. તે પોતાના કાર્યની સિદ્ધિ છળ-કપટ વડે જ કરવા ઇચ્છે છે. પોતાનું કપટ ખુલ્લું ન પડી જાય તે વિષે તે હંમેશ ભયભીત રહે છે અને તેને છુપાવવાના પ્રયત્નોમાં તેનું ચિત્ત નિરંતર આકુળ-વ્યાકુળ રહે છે. અશાંત ચિત્તવાળી વ્યક્તિ ધર્મસાધના યથાર્થ રીતે કરી શકતી નથી. લોભ કષાયના કારણે આત્માની પરિણતિમાં સ્વભાવગત સંતોષ ન રહેતાં તૃષ્ણા, લાલસા, લાલચ, અભિલાષા ઉત્પન્ન થાય છે. લોભ કષાય ઊપજે છે ત્યારે જીવ ઇષ્ટ પદાર્થ મેળવવાની ઇચ્છાના કારણે અનેક ઉપાયો વિચારે છે. તત્સંબંધી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પોથી ગ્રસ્ત રહેતો હોવાથી તે સતત આર્તધ્યાનમાં ડૂબેલો રહે છે, તેથી તેને આત્માથે વિચારવાનો અવકાશ મળતો નથી. આત્માર્થી જીવ આત્માને અત્યંત અહિતકારી એવા આ કષાયોને ઉપશમાવે છે. તેને કષાય ન કરવાનો અભિપ્રાય વર્તતો હોવાથી તે કષાય ઉદ્ભવે જ નહીં તેવા પુરુષાર્થમાં લાગેલો રહે છે. તે કષાય થાય તેવા પ્રસંગોને આવવા દેતો નથી, આવતા હોય તો અટકાવવાનો પ્રયત્ન કરે છે અને તેમ છતાં પ્રસંગ આવી જાય તો કપાય ઉત્પન્ન થતાં જ તે શીધ્ર તેને શમાવી દે છે, રોકી લે છે. કષાય લાંબો સમય ટકે નહીં તે માટે તે સજાગ રહે છે. ઉદયપ્રસંગે તે પોતાને પ્રાપ્ત થયેલ બોધને જાગૃત કરે છે અને તે દ્વારા આત્માને ત્યાંથી પાછો વાળી લે છે. તે પોતાની ચિત્તવૃત્તિનું Page #724 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ ૬૭૭ નિરંતર અવલોકન કરે છે. થયેલા કષાય માટે તેને પસ્તાવો થાય છે, અસાવધાની માટે અંતરમાં નિંદા કરે છે અને તેને કષાયને કાઢવાની ખટક રહ્યા કરે છે. આ રીતે જાગૃતિપૂર્વક કષાયોને ઉપશાંત કરવાના અભ્યાસથી કષાયની શક્તિ અને કાળ ઘટતાં જાય છે. જો કષાયની શક્તિ અને કાળ વિશેષ પ્રમાણમાં હોય તો એ કષાય પોતાની પાછળ દઢ સંસ્કાર છોડતો જાય છે, પરંતુ ઉપશમ દ્વારા એની શક્તિ અને કાળા ઘટાડવામાં આવતાં આત્મામાં કષાયના જે સંસ્કાર પડે છે એ અલ્પજીવી અને અલ્પશક્તિશાળી હોય છે. તેથી ચિત્તની નિર્મળતા ઉત્તરોત્તર વધતી જાય છે, જેના પરિણામે સાચી શાંતિનો અનુભવ થાય છે. આમ, આત્માર્થી જીવ સુખ-શાંતિને અવરોધક અને કર્મબંધમાં કારણભૂત એવા કષાયોને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો અભ્યાસ નિરંતર કરતો હોય છે. આચાર્યશ્રી ગુણભદ્રજી કહે છે કે નિર્મળ અને અગાધ હૃદયરૂપ સરોવરમાં જ્યાં સુધી કષાયોરૂપી હિંસક જંતુઓનો સમૂહ નિવાસ કરીને રહે છે, ત્યાં સુધી નિશ્ચયથી ઉત્તમ ક્ષમાદિ ગુણોનો સમુદાય નિઃશંક થઈને તે હૃદયરૂપ સરોવરનો આશ્રય લેતો નથી. એટલા માટે હે ભવ્ય! યમરૂપ પાંચ વ્રતો સહિત તીવ્ર, મધ્યમ અને મંદ ઉપશમના ભેદો વડે કષાયોને જીતવાનો પ્રયત્ન કર. શ્રીમદ્ લખે છે – બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે.” આત્માર્થી જીવ આત્મગુણને અટકાવનાર કષાયોને અકષાયી સ્વભાવના આશ્રયે પાતળા પાડે છે, રોકે છે. આત્માના મૂળ સ્વભાવમાં ક્રોધાદિ ભાવો નથી. ક્રોધાદિ કષાયો આત્મામાં જ થાય છે, પરંતુ તે કષાયો જીવના સ્વભાવથી સર્વથા ભિન્ન છે. આત્માનો સ્વભાવ તો ત્રિકાળી શુદ્ધ જ છે અને તેની પર્યાયમાં એવી યોગ્યતા હોય છે કે કાં તો તે સ્વાભાવિક રીતે પરિણમે અથવા તો વૈભાવિક રીતે પરિણમે. જો સ્વનો ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૨૧૩ 'हृदयसरसि यावन्निर्मलेऽप्यत्यगाधे वसति खलु कषायग्राहचक्रं समन्तात् । श्रयति गुणगणोऽयं तन्न तावद्विशङ्क सयमशमविशेषैस्तान् विजेतुं यतस्व ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૧ (પત્રાંક-૫૧૦) Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આશ્રય કરે તો સ્વાભાવિક પરિણમન થાય છે અને પરનો આશ્રય કરે તો વૈભાવિક પરિણમન નીપજે છે. પર્યાયમાં તથારૂપ યોગ્યતાના કારણે વૈભાવિક પરિણમનથી જે કષાય થાય છે તે એક સમયની પર્યાય સુધી જ સીમિત રહે છે અને તે સ્વભાવની તો બહાર જ છે. જેમ પાણી ઉપર તેલનું ટીપું તરે પણ અંદર પેસી શકે નહીં, તેમ આત્માની અવસ્થામાં થતા કષાય અંતરના શુદ્ધ જ્ઞાનઘન સ્વભાવમાં પ્રવેશ પામી શકતા નથી. આ કષાય આત્માના અધિકારી સ્વભાવના લક્ષે થતા નથી, પરંતુ જીવ જ્યારે પરલક્ષ કરે છે ત્યારે તે વર્તમાન અવસ્થામાં ઉત્પન્ન થાય છે. પરનો આશ્રય કરવાથી જીવની અવસ્થામાં તે ઉત્પન્ન થતા હોવાથી તે ટાળી શકાય છે. વર્તમાન સંયોગી અવસ્થાનું લક્ષ છોડી, ત્રિકાળી અસંગ, જ્ઞાનાનંદરસપૂર્ણ સ્વભાવનો લક્ષ કરવામાં આવે તો તે કષાયનો નાશ થઈ શકે છે. પોતે અકષાયસ્વભાવી છે, જ્યારે કષાયભાવ તો વિકારી ભાવ છે, અપવિત્ર છે, નાશવાન છે, દુઃખરૂપ છે એવો નિર્ણય થયો હોવાથી આત્માર્થી જીવ કષાયોને ટાળવાનો ઉપાય કરે છે. આત્માથી જીવ પરસંયોગના કારણે પોતાને કષાય થાય છે એમ માનતો નથી, જ્યારે મિથ્યાદષ્ટિ જીવ પરસંયોગના કારણે પોતાને કષાય થાય છે એમ માને છે. તે એમ સમજે છે કે કષાય થવામાં પોતાનો દોષ નથી, તે તો બીજાના કારણે થાય છે. પરંતુ આત્માર્થી જીવ જાણે છે કે કષાયો પોતાની નબળાઈના કારણે જ થાય છે, એટલે કે કષાયો પોતાના કારણે જ, પોતાથી જ થાય છે અને પોતાનો પુરુષાર્થ વધારી કષાયોને અટકાવવા કે નાશ કરી શકવા પોતે સમર્થ છે. શુદ્ધ આત્મસ્વરૂપની જાગૃતિ ઉદયપ્રસંગે ભૂલી જવાથી પોતાની અસાવધાનીના કારણે પરના નિમિત્તે પોતે કષાય ઉત્પન્ન કરે છે. પરના નિમિત્તે કષાય થાય છે, પણ પર કાંઈ કષાય કરાવતું નથી. જો પરવસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જીવને કષાય કરાવતાં હોય તો એક જ પ્રકારના સંયોગના નિમિત્તે સર્વ જીવોનું પરિણમન સમાન જ થવું ઘટે, પરંતુ એવું તો જોવા મળતું નથી. એક જ પ્રકારના સંયોગમાં જુદા જુદા જીવોમાં જુદી જુદી પરિણતિ જોવા મળે છે. પ્રત્યેક જીવની પ્રત્યેક પર્યાય પોતાની યોગ્યતાનુસાર જ પરિણમે છે. જો જીવ પરાશ્રય કરે તો પર્યાયમાં જરૂર વિકાર ઉત્પન્ન થાય, પણ સ્વાશ્રય કરતાં વિકાર ઉદ્ભવી શકતા નથી. વળી, અજ્ઞાની જીવ ઊંધી કલ્પના કરી એમ બહાનાં આપે છે કે ‘કર્મ મને કષાય કરાવે છે, તેના ઉદયે મારે કષાય કરવો પડે છે', કર્મ નચાવે તેમ નાચવું પડે છે', ‘મારાં કર્મ ભારે છે', “આ તો મારાં મોહનીય કર્મનો દોષ છે', “જ્યાં સુધી કર્મ માર્ગ ન આપે ત્યાં સુધી હું શું કરું?', ‘હું પોતે તો કષાય કરવા માંગતો નથી, પણ કર્મો મારો કેડો મૂકતાં નથી'. આ પ્રકારે તે પોતાની ભૂલ સ્વીકારતો નથી અને તેથી Page #726 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ ૬૭૯ તે કષાયનો નાશ કરી શકતો નથી. આત્માર્થી જીવ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે, કષાયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે. તેને સ્પષ્ટ નિર્ણય થયો હોય છે કે ‘કષાય કરનાર હું પોતે જ છું. મારી ભૂલના કારણે જ કષાય થાય છે. કષાય કરવો કે ન કરવો તેની મને સંપૂર્ણ સ્વતંત્રતા છે. જો હું સ્વયં કષાય ન કરું તો કોઈ શક્તિ મને કષાય કરવા લાચાર કરી શકતી નથી. કર્મને આધીન થવું કે ન થવું તે મારા હાથની વાત છે. હું અનંત ચતુષ્ટયનો ધણી છું. કર્મ તો જડ છે. તે મારા સ્વભાવમાં પ્રવેશ પામ્યાં નથી, કારણ કે આત્મા સદા પોતાપણે છે, પ૨પણે નથી. જે સ્વરૂપમાં ન હોય તે ત્રણ કાળ, ત્રણ લોકમાં ક્યારે પણ નુકસાન કરી શકે નહીં.' આમ, પોતાના પૂર્ણ અને સ્વતંત્ર સ્વરૂપનો સ્વીકાર થયો હોવાથી તે કર્મના કારણે કષાય થાય છે એમ માનતો નથી. તે પોતાની મોટાઈ ભૂલી કર્મને મોટાઈ આપતો નથી. તે પોતાનો દોષ કર્મને માથે ઓઢાડવાનો પ્રયત્ન કરીને પોતે નિર્દોષ છે એવું સિદ્ધ કરવા માંગતો નથી, પણ કષાયની જવાબદારી પોતાની જ છે એમ સ્વીકારી, કષાયની મંદતા તથા તેના નાશ માટે પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લે છે. આમ, કર્મના ઉદય વખતે આત્મસ્વભાવ તરફ વળતાં કષાયો ઘટી જાય છે. આત્માર્થી જીવને દ્રવ્યસ્વતંત્રતાની પ્રતીતિનું બળ હોય છે, તેથી તેને કષાયની ઉપશાંતતાના અભ્યાસમાં સફળતા મળતી જાય છે. તે સમજણપૂર્વક યથાર્થ પુરુષાર્થ કરતો હોવાથી તેના કષાયભાવ શાંત થતા જાય છે. ઉપશમના અભ્યાસ વડે કષાયો અને આવેશોની ગતિ મંદ થાય છે, બહિર્મુખતા ટળતી જાય છે. આ ઉપશાંતતાનો અભ્યાસ સુદૃઢપણે તથા નિરંતર થઈ શકે તે અર્થે પોતાનું આત્મબળ વધારવા માટે એક બાજુ તે સદ્ગુરુનો સમાગમ સેવે છે અને બીજી બાજુ વ્રત-તપાદિમાં વિશેષપણે પ્રવૃત્ત થાય છે, જેથી કષાયપરિણામ મંદ થતાં જાય છે. આમ, આત્માર્થા જીવ કષાયની ઉપશાંતતાના નિષ્ઠાપૂર્વકના અભ્યાસ વડે જ્ઞાનપ્રાપ્તિને યોગ્ય ભૂમિકા બનાવતો જાય છે. શ્રીમદ્ લખે છે ‘ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય.’૧ (૨) ‘માત્ર મોક્ષ અભિલાષ' કેવળ એક મોક્ષ સિવાય જ્યાં બીજી કોઈ અભિલાષા નથી, અર્થાત્ ભવબંધનથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૬ (પત્રાંક-૭૦૬) Page #727 -------------------------------------------------------------------------- ________________ ६८० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન છૂટવારૂપ મોક્ષની ઇચ્છા સિવાય જ્યાં બીજી કોઈ સાંસારિક પદાર્થો મેળવવાની કામના નથી, મોક્ષ પ્રત્યે ગમન કરવાનો જ જ્યાં અદમ્ય ઉત્સાહ વર્તે છે એવું ‘માત્ર મોક્ષ અભિલાષ'રૂપ આત્માર્થીનું બીજું લક્ષણ છે. કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તો જણાશે કે કોઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તો તે કાર્ય માટેની અંતરંગ ઇચ્છા જાગવી જોઈએ. અંતરંગ ઇચ્છા હોય તો જ રસ્તો મળે છે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે જ્યાં આનાથી મને લાભ થશે', ‘આનાથી મને સુખ મળશે' એવી બુદ્ધિ ઊપજે; ત્યાં તેની પ્રાપ્તિ માટે અંતરંગ ઇચ્છા જાગે, તેનું ચિંતન-સ્મરણ રહ્યા કરે અને તેની પ્રાપ્તિ માટે પૂરા રસથી અને પૂરી તન્મયતાથી પ્રયત્ન થાય. રુચિ વિનાના ભોજનમાં જેમ મીઠાશ આવતી નથી, કોળિયો ગળે ઊતરતો નથી, પરાણે ઉતારવો પડે છે, મોળ આવે છે અને વમન કે અજીર્ણ થાય છે; તેમ અંતરંગ રુચિ વિનાના પરમાર્થરૂપ ભોજનમાં સાચી મીઠાશ આવતી નથી, સંવેગમાધુર્ય નીપજતું નથી, સત્ય તત્ત્વ ગળે ઊતરતું નથી, પરાણે ઉતારવું પડે છે, અણગમારૂપ મોળ આવે છે અને તે સત્ય તત્ત્વ પેટમાં ટકતું નથી, દેખાડો કરવારૂપ વમન થાય છે અથવા મિથ્યા આગ્રહ તેમજ અભિમાનરૂપ અજીર્ણ ઊપજે છે. જ્યારે રુચિપૂર્વક કરેલા ભોજનમાં મીઠાશ આવે છે, કોળિયો હોંશે હોંશે એની મેળે ગળે ઊતરે છે, પરાણે ઉતારવો પડતો નથી, પેટમાં ટકે છે, મોળ આવતી નથી અને વમન થતું નથી કે અજીર્ણ ઊપજતું નથી, પણ બરાબર પાચન થઈ એકરસ બની શરીરને પુષ્ટ કરે છે; તેમ સાચી રુચિથી કરેલા પરમાર્થરૂપ ભોજનમાં સાચી મીઠાશ આવે છે, સંવેગમાધુર્ય નીપજે છે, સત્ય તત્ત્વનો કોળિયો હોંશે હોંશે એની મેળે ગળે ઊતરે છે, પરાણે ઉતારવો પડતો નથી, સહેજે અંતરમાં ઠરે છે, અરુચિરૂપ મોળ આવતી નથી, દાંભિક ડોળઘાલુ દેખાવરૂપ તેનું વમન થતું નથી કે આગ્રહ તેમજ અભિમાનરૂપ અજીર્ણ થતું નથી; પણ અંતરાત્મપરિણામરૂપે બરાબર પરિણત થઈ પાચન થઈ, એક પરમ અમૃતરસરૂપ બની તે આત્માને પુષ્ટ કરે છે. સન્માર્ગપ્રવેશમાં રુચિનું કેટલું મહત્ત્વ છે તે આ દૃષ્ટાંત ઉપરથી સમજી શકાય છે. - અંતરંગ ભાવરૂપ ઇચ્છાથી જીવની વૃત્તિમાં અજબ પલટો આવી જાય છે, કારણ કે જેવી રુચિ ઊપજે છે તેવું તેને અનુસરતું આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે. સાચા દિલથી કોઈ પણ વસ્તુ રુચી ગયા પછી તે ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જરૂરી પ્રયત્ન થાય છે. મોક્ષની જેને સાચી અંતરેચ્છા ઊપજી છે, તે જીવ ઇષ્ટ સાધના માટે અવશ્ય પ્રયત્ન કરે છે અને તેની પ્રાપ્તિમાં ગમે તેટલાં વિઘ્ન નડે તોપણ તેનો પ્રયાસ છોડતો નથી. ધ્યેયસિદ્ધિમાં વચ્ચે ઉપસ્થિત થતાં વિઘ્નોથી અને અવરોધોથી વિચલિત થયા વિના Page #728 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ ૬૮૧ તે મોક્ષપંથને દૃઢતાપૂર્વક વળગી રહે છે. તે અંતરની ઊંડી શ્રદ્ધા, નિષ્ઠા અને ધૈર્ય સહિત સતત અભ્યાસ કરે છે. જેમ પાણી પાસે અગ્નિનું જોર ચાલતું નથી, તેમ તેની પાસે ગમે તેવા પ્રબળ વિદનનું જોર ચાલતું નથી. તે વિન્નોથી અટકતો નથી, પણ ઊલટો બમણા ઉત્સાહથી વિઘ્નોનો સામનો કરી વિનય કરીને આગળ ધપે છે. આત્માર્થીનો ઉત્સાહ કેવો હોય તે બતાવતાં શ્રીમદ્ લખે છે – ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી." આમ, અંતરથી મોક્ષની સાચી ઇચ્છા થવી એ પણ મોટી વાત છે. અંતરની સાચી ઇચ્છા એ સન્માર્ગપ્રવેશનું પ્રથમ વાર છે. એ અંતરંગ ઇચ્છા વિના કોઈનો પણ પરમાર્થમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. આવી અંતરંગ ઇચ્છા વિના જે માત્ર બાહ્યથી ધર્મપ્રવૃત્તિ કરતો હોય તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. જેને મુક્તિની સાચી અભિલાષા પ્રગટી છે, તે જ જીવ યથાર્થ સાધન આરાધી મુક્તિને વરે છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે મુક્તિની ઇચ્છા જેટલા અંશે થાય તેટલા અંશે તે ઇચ્છા પણ વખાણવા યોગ્ય છે, કારણ કે જે ઇચ્છા અજ્ઞાનરૂપ અંધકારને કાલાંતરે નાશ કરનારી છે, તે ઇચ્છા કલ્યાણકારી છે. ૨ આમ, જેણે મોક્ષમાં જ પરમ સુખ દીઠું છે, તે પ્રાપ્ત કરવાની જ જેને અભિલાષા વર્તે છે, તે માટેના પ્રયત્નમાં જેને અદમ્ય ઉલ્લાસ રહે છે અને તેનાથી વિપરીત એવા સંસારનાં કાર્યોમાં જેને રુચિ રહી નથી; તે જીવ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિના ક્રમે અવશ્ય મોક્ષસુખને પામે છે. મોક્ષની ઇચ્છાની સાથે જ બીજી પણ સાંસારિક કામનાઓ હૃદયમાં ઉલ્લસતી હોય, એટલે કે મોક્ષની ઇચ્છા કદાચ હોય પણ ખરી, પરંતુ ગૌણ ભાવે, ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી લોકસંજ્ઞા-ઓઘસંજ્ઞા ભાવે હોય, પણ મુખ્ય ભાવે ન હોય તો તે જીવ ખરેખરા અર્થમાં મુમુક્ષુ નથી. જેને આત્મપ્રાપ્તિ કરવી છે તેણે ભૌતિક સુખોની તથા સાંસારિક પદાર્થોને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૨ (પત્રાંક-૧૨૮) ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૨૧૬ 'मुक्ताविच्छापि यच्छूलाध्या, तमःक्षयकरी मता । તસ્યા: समन्तभद्रत्वा-दनिदर्शनमित्यदः ।।' Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન મેળવવાની અને ભોગવવાની લાલસા તોડતા રહેવું જરૂરી છે, કારણ કે એ લાલસા જીવને ધર્મ-આરાધનામાંથી ચ્યુત કરીને રાગ-દ્વેષયુક્ત પરિણતિમાં સપડાવે છે. આ લાલસા જો મૃતઃપ્રાય થઈ ગઈ હોય તો ધર્મ-આરાધના કરવા માટે જીવને પૂરતો અવકાશ રહે છે. આવી આંતરિક તૈયારી વિના જીવની ધર્મ-આરાધના સફળ થતી નથી. આત્માર્થી જીવને પ્રતીતિ થઈ હોય છે કે વાસ્તવિક સુખ અને નિર્દોષ આનંદ એકમાત્ર આત્મામાં જ છે. સાંસારિક સુખ ઇન્દ્રિયજન્ય હોવાથી પરાધીન, આકુળતાયુક્ત, અતૃપ્તિકારક, અસ્થિર અને નાશવંત છે; જ્યારે આત્મિક સુખ અતીન્દ્રિય હોવાથી સ્વાધીન, નિરાકુળ, તૃપ્તિપ્રદ, સ્થિર અને અવિનાશી છે. તેથી નિર્દોષ આત્મસુખને મેળવવા તેના કારણરૂપ આત્મજ્ઞાનને પ્રગટાવવું ઘટે કે જેથી અનંત શક્તિમાન એવો પોતાનો આત્મા કર્મનાં બંધનોથી મુક્ત થઈ મોક્ષસુખ પામે. આ તથ્યને તે જાણતો હોવાથી જીવનનિર્વાહ અર્થે આવશ્યક ન હોય એવાં ધન-સંપત્તિ, ઐશ્વર્ય કે વૈભવવિલાસ પાછળની આંધળી દોટ, તેમજ સમાજમાં પ્રતિષ્ઠા કે પદપ્રાપ્તિ અર્થેની લાલસા, કીર્તિ વિસ્તારવાની કામના કે જગતમાં પોતાનું નામ મૂકી જવાની ખેવના આદિ તૃષ્ણાઓ તે આત્માર્થી જીવના અંતરમાંથી ઓસરી ચૂકી હોય છે. તે જાણે છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા મોક્ષના પુરુષાર્થમાં શિથિલતા લાવે છે, તેથી સંસારને એકાંત દુઃખરૂપ જાણી માત્ર મોક્ષસુખ પામવા ઇચ્છે છે. - તે બળવાન સંકલ્પ કરે છે કે “મોક્ષ માટે જ આ દુર્લભ મનુષ્યભવ ગાળવો છે. આ ઉત્કૃષ્ટ ભવનો માત્ર મુક્તિ માટે જ ઉપયોગ કરવો છે. મારું હિત કોઈ પણ પરવસ્તુથી થઈ શકે એમ નથી. મને એક મોક્ષની જ અભિલાષા છે. મારા આ જીવનનો ઉદ્દેશ એકમાત્ર મોક્ષપ્રાપ્તિ છે અને તેના પુરુષાર્થમાં જ મારા જીવનની સફળતા છે.' આમ, કેવળ એક મોક્ષની જ અભિલાષા જેને વર્તે છે તે જ ખરેખરો મુમુક્ષુ છે અને તે જ મોક્ષનો સાચો અધિકારી છે. (૩) ‘ભવે ખેદ' અનાદિ કાળથી આ જીવ સ્વરૂપભ્રાંતિના કારણે જન્મ-મરણની ઘટમાળમાં ફસાઈને વંટોળિયામાં સપડાયેલાં સૂકાં પાંદડાંની જેમ ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણનો કંટાળો વર્તવો, થાક લાગવો, તેના પ્રત્યે વૈરાગ્ય જાગવો એવું ‘ભવે ખેદ'રૂપ આત્માર્થીનું ત્રીજું લક્ષણ છે. પોતાના આત્મસ્વરૂપને ભૂલી, પરમાં અહં-મમબુદ્ધિ કરી, તીવ્ર રાગ-દ્વેષ કરી જીવે અનેક પ્રકારનાં કર્મ બાંધ્યાં છે. તે કર્મના ઉદયવશ જે ગતિમાં જવું પડે તે ગતિમાં જઈને તેણે પરવશપણે સુખ-દુઃખરૂપે તે કર્મોને ભોગવ્યાં છે. અજ્ઞાનના કારણે અત્યાર સુધી તે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થયો છે, ગાઢ ભયંકર ભવાટવીમાં ભૂલો પડ્યો છે Page #730 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ ૬૮૩ અને તેથી સંસારવનમાં અથડાતો રહ્યો છે. જેમ લક્ષ વગરનું બાણ લક્ષ્યને વીંધી શકે નહીં, તેવી રીતે ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતી વખતે કોઈ નિશ્ચિત હેતુ કે લક્ષ મળ્યાં ન હોવાથી તે ચારેકોર રઝળતો રહ્યો છે. આ રીતે નિર્દેશ આથડવાના અને રઝળવાના પરિણામે તે અનંત સંસારની વિટંબનામાં અટવાતો રહ્યો છે. ગમતી વસ્તુને મેળવવા માટે કરવી પડતી જહેમત, અણગમતી વસ્તુને ટાળવા માટે સેવવી પડતી ઉપાધિ, હવે શું થશે એવી ચિંતા અને એ બધી પ્રવૃત્તિ કરવા - ન કરવારૂપ સ્થિતિમાંથી જન્મતી અપાર અશાંતિ તે ભોગવી રહ્યો છે. જો સમજણપૂર્વક આ રઝળપાટથી પાછા ન વળાય તો આ ચિંતા, ઉપાધિ, અશાંતિરૂપ વિટંબના અનંત કાળ સુધી ચાલુ જ રહે છે. શ્રીમદ્ લખે છે કે – ‘અંતજ્ઞનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.” જેનામાં મુમુક્ષુતા દૃઢ થઈ છે એ જીવ ચિતવે છે કે “આજ સુધી મેં અનંતા પુદ્ગલપરાવર્તનોમાં ચૌદ રાજલોકના અનંતા આંટા માર્યા છે. મેં આ ત્રણ લોકના સર્વ સ્થાનકમાં અનંતી વાર જન્મ-મરણ કર્યા છે. આ પરિભ્રમણથી હવે હું થાક્યો છું. મારે તેનાથી નિવર્તવું છે. હવે મારે પરિભ્રમણ નથી કરવું, ભવવૃદ્ધિના માર્ગ ઉપર હવે નથી રહેવું. ત્રણ લોકનું પરિભ્રમણ છોડી નિજચૈતન્યલોકમાં શાશ્વત નિવાસ કરવો છે.' આમ, પરિભ્રમણનો થાક લાગવાથી, તેનાથી વિરામ પામવાની ઇચ્છાના કારણે, હવે પરિભ્રમણથી કઈ રીતે છૂટાય એવો વિકલ્પ તેને પુનઃ પુનઃ રહ્યા કરે છે. તે સમસ્ત સંસારને દુઃખરૂપ માને છે, કારણ કે જન્મ, જરા, મરણ, રોગ, શોક વગેરે દુઃખોથી ભરેલો આ સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી નિરંતર બળી રહ્યો છે એમ તે પ્રત્યક્ષ દેખે છે. આખો સંસાર કેવળ દુઃખરૂપ જ છે. સંસારમાં જે સુખસાધન મનાય છે તે સર્વ પણ પરમાર્થથી તો સુખાભાસરૂપ હોવાથી દુઃખરૂપ જ છે એમ તેને નિશ્ચય વર્તે છે. તે વિચારે છે કે “આ ભયરૂપ સંસારમાં ચારે ગતિમાં ભ્રમણ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨ ૧ (પત્રાંક-૧૨૮) Page #731 -------------------------------------------------------------------------- ________________ ६८४ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કરતાં કરતાં હું અનંત દુઃખ પામ્યો છું. ભીષણ નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, અરે! દેવ ગતિમાં અને મનુષ્ય ગતિમાં પણ હું તીવ્ર દુઃખને પ્રાપ્ત થયો છું. દારુણ અસહ્ય દુ:ખ મેં ચિરકાળ સહ્યાં છે. શારીરિક અને માનસિક દુ:ખોને મેં વારંવાર અનુભવ્યાં છે. જન્મ-જન્માંતરમાં અનેક જનનીઓના અશુચિમય, મલમલિન ગર્ભમાં હું અનંત વાર વસ્યો છું. સમુદ્રના પાણી કરતાં પણ વધુ ધાવણ હું ધાવ્યો છું. મેરુપર્વત કરતાં પણ વધારે મોટો ઢગલો થાય તેટલા મારા કેશ-નખ વગેરે કપાયા છે. આ ત્રિભુવન મધ્યે મેં સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે. સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો મેં અનેક વાર ર્યા છે. ચૌદ રાજલોકમાં રહેલાં સર્વ પુદ્ગલો મેં ફરી ફરી રહ્યાં છે અને મૂક્યાં છે. સુધાથી પીડિત થઈને જગતની આ એઠ મેં વારંવાર હોંશે હોંશે ખાધી હોવા છતાં હું તૃપ્તિ પામ્યો નથી! તૃષાથી પીડિત થઈને મેં ત્રણે ભુવનનું પાણી પીધું છે, તોપણ મારી તૃષાનો છેદ હજુ થયો નથી!' આમ, ભવનિર્વેદ પામેલો તે મુમુક્ષુ પોતાને જાગૃત કરે છે કે હે જીવ! હવે તો તું વિરામ પામ! વિરામ પામ! વિશ્વની જે જે વસ્તુઓમાં તું વહાલપ કરે છે, તે સઘળી વસ્તુઓનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ બોધરૂપી પ્રકાશમાં નિહાળ. આ ભવમાં તને સગુરુના બોધનો સુયોગ સાંપડ્યો છે તો તેની શ્રદ્ધા કરીને નિજાત્મામાં અહંપણું સ્થાપ. તું જેમાં જેમાં અહં-મમબુદ્ધિ કરે છે તે સર્વ સંબંધ ક્ષણભંગુર છે, તો એમાં પ્રેમબંધનની સાંકળે શીદને બંધાઈ રહ્યો છે? શરીર, વૈભવ, લક્ષ્મી, પત્ની, પરિવારાદિ સર્વે ચપળ છે, વિનાશી છે; તું અખંડ છે, અવિનાશી છે, માટે સર્વ પરસંયોગના મોહને પરિહરી તારા નિત્ય શાશ્વત ધ્રુવ સ્વરૂપને અંગીકાર કર.' જેમ સૂર્યના તાપથી તપેલો કોઈ મૂઢ મનુષ્ય તે તાપ દૂર કરવા માટે અને શાંતિ લેવા માટે અગ્નિથી બળતા એવા ઊંચા વાંસની છાયામાં બેસી તે તાપ દૂર કરવા ઇચ્છે, તેમ અજ્ઞાની પ્રાણી વિષયતૃષ્ણાને વશ થઈ, અભીષ્ટ ભોગોપભોગની વસ્તુઓ મેળવીને સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જેમ વાંસનું ઝાડ ઊંચું હોવાથી તેની છાયા નહીંવત્ પડે છે, એટલે તે છાયા તેને સૂર્યતાપથી બચાવી શકતી નથી. પરંતુ એ વાંસ બળતો હોવાના કારણે તેનો આશ્રય લેવાથી તે દઝાડે છે. તેમ તૃષ્ણારૂપ તાપને શાંત કરવાની ઇચ્છાવાળો જીવ ઇષ્ટ સામગ્રીના સંચય માટે પ્રવૃત્ત થાય છે. વળી, તૃષ્ણાનો સ્વભાવ જ એવો છે કે જેમ જેમ જીવ તેને આધીન થાય છે, તેમ તેમ તે ઉત્તરોત્તર વધતી જ જાય છે, પરંતુ નથી તે નાશ થતી કે નથી તે ઓછી થતી. કદાચ એવું બને કે સમુદ્ર નદીઓથી સંતોષાઈ જાય, પરંતુ તૃષ્ણા કદાપિ ભોગ ભોગવવાથી તૃપ્ત થતી નથી. એક તૃષ્ણા શમે, ન શમે ત્યાં બીજી તૃષ્ણા જાગે છે. ઇચ્છાની તૃપ્તિ કદી થતી નથી અને તેથી વ્યાકુળતા અવિરતપણે વેદાતી રહે છે. તેથી એ નિશ્ચિત છે કે સુખનું કારણ અભીષ્ટ વિષયોની પ્રાપ્તિ નથી, પણ તેનો પરિત્યાગ જ છે. વિષયોની પ્રાપ્તિમાં Page #732 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ ૬૮૫ સાચું સુખ નથી, તે તો માત્ર ઝાંઝવાના જળ જેવું છે. ખરેખર તો તે દુઃખનું જ પર્યાયાંતર છે. અજ્ઞાનથી મોહાંધ જીવોને તે સુખ ભાસે છે, પણ તે તો માત્ર સુખાભાસ છે. સાચું સુખ તો આત્મિક સુખ છે, જે સ્વાધીન અને શાશ્વત છે. જીવે વિષયાદિમાં સુખબુદ્ધિ રાખીને પોતાનું ઘણું બગાડ્યું છે. તેણે ભવોભવ સર્વ વિષયસાધનોનો ભોગ કર્યો છે, પણ એના ફળમાં કેવળ દુ:ખ જ મળ્યું છે. તેણે અનંતી વાર વિષયભોગ ભોગવ્યા છતાં તે મોહમાં એવો મુગ્ધ બની જાય છે, ભોગની રુચિથી એવો લિપ્ત બની જાય છે કે તેને એમ લાગે છે કે આવા ભોગો તો મેં પૂર્વે ક્યારે પણ ભોગવ્યા જ નથી.' તે માને છે કે મેં ભોગને ભોગવ્યા', પરંતુ ખરેખર તો જીવ જ ભોગોથી ભોગવાઈ જાય છે. આત્માર્થી જીવને તો ચિદાનંદ આત્માની અનુભૂતિ કરી તેમાં જ કરવું છે. જ્યાં ચૈતન્યસ્વરૂપી નંદનવનમાં અનંત શક્તિની સુગંધ મઘમઘે છે ત્યાં આનંદરસનું ભોજન છે. તે નંદનવનમાં જવા ઇચ્છનાર આત્માર્થીને ઇન્દ્રિયવિષયરૂપ અરણ્યમાં નથી ગમતું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જેમ ગાઢ નંદનવનનાં ચંદન વૃક્ષોની ઇચ્છાવાળા મનુષ્યને પર્વતની ભૂમિને વિષે રહેલા અન્ય વૃક્ષો ઉપર પ્રીતિ થતી નથી, તેમ મોક્ષની અભિલાષાવાળાને ચારે ગતિમાં રહેલા વિષયો ઉપર પણ પ્રીતિ થતી નથી. તે ભોગોપભોગયોગ્ય પદાર્થોમાં ઇન્દ્રિયરૂપી ઊંટને યથેચ્છ ચરવા દેતો નથી, કારણ કે તે ઊંટ વિષયરૂપ સમસ્ત ચારો ચરી તેને સંસારરૂપી ભયાનક રણમાં ભટકાવે છે. જેમ મહાસાગર જેટલાં પાણીથી પણ જેની તૃષા ન છિપાઈ, તેની તૃષા એક બિંદુથી સંતોષાતી નથી; તેમ આ જીવે સ્વર્ગાદિ ભોગ અનંત વાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નથી, તો આ એક માનવદેહના ભોગથી કદાપિ તૃપ્તિ થવાની નથી. તેથી આત્માર્થી નિશ્ચય કરે છે કે હવે આ સંસારથી બસ થાઓ! હવે મારે આ સંસાર ન જોઈએ.' સંસારની રુચિ છોડીને આત્માને ઝંખતા જીવને આત્મસ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જેને સંસાર રાખવો હશે તેને આત્મા નહીં મળે. સંસારનો એક કણિયો પણ જેને ગમતો હશે - પુણ્યની કે સ્વર્ગની અલ્પ પણ જેને પ્રીતિ હશે, તે જીવ આત્મા તરફ નહીં વળી શકે. આનંદમૂર્તિ આત્મા મેળવવા માટે તો સંસારની રુચિ તોડવી ઘટે. ‘મારે હવે સ્વપ્નમાં પણ સંસાર નથી જોઈતો, એક સુખમય આત્મા સિવાય મારે કંઈ જોઈતું નથી' એવી ભાવનાવાળા આત્માર્થીને જ આત્માનું સુખ મળે છે. જેને ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૨, શ્લોક ૧૦૧ 'विषयेषु रतिः शिवार्थिनो न गतिष्वस्ति किलाखिलास्वपि । घननन्दनचन्दनार्थिनो fifભૂમિષ્યપરમેષ્યિવI’ Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનું સુખ જોઈતું હશે તેને સંસાર નહીં મળે અને જેને સંસાર રાખવો હશે તેને આત્માનું સુખ નહીં મળે, કેમ કે બન્નેની દિશા જ જુદી છે. આત્માર્થી જીવ જગતનાં પરાધીન, વિનાશી અને અસાર સુખની સ્પૃહા છોડી આત્માનાં અનંત સુખની પ્રાપ્તિના માર્ગનો આશ્રય રહે છે. તે આત્માના આનંદનો અનુભવ કરવા માટે આત્માની પરમ પ્રીતિ કરી, સંસારના અનંત વિષયોમાંથી વૃત્તિને સમેટી લઈ એક આત્મામાં જ કેન્દ્રિત કરે છે. આમ, આત્માર્થીને ભવનો થાક લાગે છે. તેને વૈરાગ્ય જાગે છે કે “મેં આજ પર્યત અનંત ભવ કર્યા. વિષયસેવન મારું અનંત જન્મોનું લક્ષ હતું અને એ લક્ષથી જ મારું જીવન વીતાવ્યું. ખૂબ મોજશોખ કર્યા, વિષયો સેવ્યા અને એને જ જીવનનો આનંદ માન્યો, પરંતુ વાસ્તવમાં હું તો ભિખારીનો ભિખારી જ રહ્યો. મારા અનંત ભવો મેં વિષયભોગોનાં સેવનમાં બગાડ્યા. હવે મારે આ વર્તમાન ભવ તેમાં બગાડવો નથી. આ જન્મ હવે પૂર્વના અનંત જન્મોની જેમ વ્યર્થ ગુમાવવો નથી. હું મારી જાતને બરબાદીથી બચાવી, આ ભવને આત્મકલ્યાણમાં ગાળું તો મારા અનંત ભવોનું સાટું વળી જશે.' (૪) “પ્રાણીદયા' પોતાના કે પરાયા એવા પક્ષપાત વિના જગતના જીવોનાં વિવિધ પ્રકારનાં દુ:ખો જોઈને હૃદય દ્રવી ઊઠતાં, તે દુઃખ દૂર કરવાની ઇચ્છા થવી તે “પ્રાણીદયા'રૂપ આત્માર્થીનું ચોથું લક્ષણ છે. આધિ, વ્યાધિ, ઉપાધિથી જે જીવો દુઃખી હોય, સંતપ્ત હોય, આકુળ-વ્યાકુળ હોય તેઓ પ્રત્યે આત્માર્થીને દયા - અનુકંપા હોય છે. તે દુઃખથી તે જીવોને જેવો કંપ થતો હોય તેવો કે તેને અનુસરતો કંપ પોતાના આત્મા વિષે થાય તેનું નામ અનુકંપા છે. તે દુ:ખ જાણે પોતાનું જ હોય એવી ભાવના ઊપજે તે અનુકંપા છે. જેમ શરીરના એક અંગમાં વેદના થતાં બીજાં અંગોમાં પણ વેદના ઊઠે છે, તેમ બીજાના દુ:ખે પોતે દુઃખી થવું તે અનુકંપા છે. પોતાનું દુઃખ દૂર કરવા માટે જેમ પોતે સદા તત્પર હોય છે, તેમ અન્ય જીવોનું દુઃખ દૂર કરવા પણ સદા તત્પર રહેવું તે જ ખરી અનુકંપા અથવા દયા છે. જીવનની મૂળભૂત આવશ્યકતાઓ અને સુખ-સગવડની સામગ્રી જેમને પ્રાપ્ત છે, પણ જેઓ ધર્મહીન છે - સાચી દૃષ્ટિથી વંચિત છે - તેમના પ્રત્યે કરુણાથી અંતર દ્રવી ઊઠે અને તેમને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય એવી સંભાવનાપૂર્વક, યથાશક્તિયથામતિ એ દિશામાં સાચા દિલનો જે પ્રયાસ કરવામાં આવે તે ભાવ અનુકંપા અને જીવનની મૂળભૂત જરૂરિયાતના અભાવે ટળવળતા આત્માઓને જોઈ અંતરમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટે અને તેમની આવશ્યકતાની પૂર્તિ કરવાના યથાશક્તિ પ્રયત્ન તે Page #734 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ ૬૮૭ દ્રવ્ય અનુકંપા.૧ આમ, જગતના દુ:ખાર્ત જીવોને દુઃખમાં રિબાતા જોઈ અંતરમાં તેમના પ્રત્યે અનુકંપા - દયાની લાગણી જે અનુભવતો હોય તે પરજીવને દુ:ખ કેમ આપી શકે? તેને પીડા કેમ ઉપજાવી શકે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ જે દૂભવવા ઇચ્છે નહીં તે નાના કે મોટા કોઈ પણ જીવને કેમ હણી શકે? તે તો હંમેશાં કોઈ પણ જીવની મનવચન-કાયાથી થતી હિંસાથી જેમ બને તેમ દૂર જ રહે છે, એટલું જ નહીં પણ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં પ્રવર્તે છે. જીવરક્ષાના પરિણામરૂપ દયા જીવમાત્ર પ્રત્યે કરુણા, સહાનુભૂતિ અને પ્રેમ તથા આત્મીયતાના ભાવમાંથી પ્રગટે છે, તે સ્વાર્થ કે ભયમાંથી ઉદ્ભવતી નથી. આ તથ્યને એક ઉદાહરણ વડે સમજીએ. રસ્તે ચાલતાં જીવજંતુ પગ નીચે કચડાઈ ન જાય તેની કાળજી રાખવાની પાછળ જો એવો વિચાર હોય કે “મારી જો સહેજ ગફલત થશે તો બિચારા કોઈ નિર્દોષ જીવજંતુના રામ રમી જશે કે એને પીડા થશે અને પીડા તો જેમ મને ઇષ્ટ નથી તેમ એને પણ ઇષ્ટ ન હોય'. જો આ ભાવ વ્યક્ત કે અવ્યક્તપણે અંતરમાં રહેતો હોય તો એ પ્રવૃત્તિને જ્ઞાનીઓ દયાધર્મમાં સ્થાન આપે છે, પણ જીવરક્ષાની આ સાવધાનીના મૂળમાં જો એ વિચાર હોય કે “કીડી મરી જશે તો મને કર્મબંધ થશે અને તેથી ભવિષ્યમાં હું દુઃખી થઈશ', તો જ્ઞાની અને મુક્તિસાધક ધર્મ તરીકે સ્વીકારતા નથી. જીવરક્ષાની આ કાળજી દયાધર્મ હોવાનો આભાસ જરૂર જન્માવે છે, પણ એ પરમાર્થથી ધર્મસ્વરૂપ નથી. જીવહિંસાનું પાપ કરવા બદલ આ ભવમાં કે બીજા ભવોમાં કેવાં કેવાં દુઃખ સહન કરવો પડશે એ બીકથી થતી જીવરક્ષા વાસ્તવિક દયા નથી. જીવરક્ષાની કાળજી અને ઠેકાણે સરખી હોવા છતાં જ્યાં તે કાળજી આત્મતુલ્ય દષ્ટિ કે કરુણાથી પ્રેરિત નથી, પણ કેવળ ભાવિ સ્વદુ:ખ ટાળવા માટે હોય છે, ત્યાં કાળજીના પાયામાં અનિષ્ટ યોગની ચિંતા મુખ્ય હોવાથી તેનો સમાવેશ આર્તધ્યાનમાં થાય છે. અહિંસાના પાલન પાછળ અનિષ્ટ વિષયનાં ત્યાગ, હાનિ, પરિવર્તન સંબંધી કે ઇષ્ટ વિષયનાં પ્રાપ્તિ, અભિવૃદ્ધિ કે સંરક્ષણ સંબંધી ચિંતા હોય તો તે આર્તધ્યાન છે, દયા નથી. સૂક્ષ્મ જીવોની અહિંસા જો આત્માર્થે ન હોય, પણ માત્ર ઓઘસંજ્ઞાથી, લોકસંજ્ઞાથી, ઈહલોકનાં સુખોની ઇચ્છાથી, સ્વર્ગાદિના પ્રલોભનથી, નરકાદિના ભયથી, સજા ટાળવા ખાતર, બીજાના દબાણથી, આગ્રહથી, ખાલી ઔપચારિકતાને ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, યોગશાસ્ત્ર', પ્રકાશ ૨, શ્લોક ૧૫ની ટીકા 'अनुकम्पा दुःखितेषु अपक्षपातेन दुःखप्रहाणेच्छा । पक्षपातेन तु करुणा स्वपुत्रादौ व्याघ्रादीनामप्यस्त्येव । सा चानुकम्पा द्रव्यतो भावतश्च भवति । द्रव्यतः सत्यां शक्तौ दुःखप्रतीकारेण । માવત સાર્દન ” Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ખાતર, ખુશામત કરવા ખાતર કે લાચારીથી પળાઈ હોય તો તેને જ્ઞાનીઓ દયા ગણતા નથી. અલબત્ત ઓઘસંજ્ઞાથી પણ કોઈ વ્યક્તિમાં જીવરક્ષાના સંસ્કાર પડતા હોય તો તેને અનિષ્ટ તો નહીં જ કહી શકાય. બાલજીવોને અહિંસાના માર્ગે ચડાવવા માટે એ જરૂરી પણ છે, પરંતુ એવી ઓળસંજ્ઞામાં ઇતિશ્રી માની લેવાય નહીં. બીજા જીવોમાં પોતાતુલ્ય આત્મા વિલસી રહ્યો છે એવા ભાનપૂર્વકની આત્મીયતા તથા વત્સલતા એ દયાનો મૂળ સોત હોવો ઘટે. સાચી દયાનું મૂળ ભય આદિમાં નહીં પણ પ્રેમમાં છે. પ્રેમ હોય ત્યાં પ્રેમપાત્રને લેશમાત્ર દુઃખ ન થાય એ રીતે જીવવાની કાળજી સ્વાભાવિક રહે છે. અન્યનાં હિત-સુખ અર્થે જાતે થોડી અગવડ વેઠી લેવાની વૃત્તિપૂર્વકનો જીવનવ્યવહાર એ દયાની સહજ ફળશ્રુતિ છે. આત્માર્થી જીવ કષ્ટ વેઠીને પણ અન્યનું હિત સાધવામાં પ્રવૃત્ત થાય છે. તે એવા કોમળ પરિણામવાળો હોય છે કે પોતાના નિમિત્તે કોઈ જીવને દુઃખ ન થાય તેની કાળજી રાખે છે અને અન્ય કોઈ કારણે કોઈ દુ:ખી થતું હોય તો તેનું દુઃખ દૂર કરવામાં પણ તે પ્રયત્નશીલ રહે છે. આના ઉપરથી ફલિત થાય છે કે ધર્મનો પ્રારંભ પરાર્થભાવના બીજમાંથી થાય છે. બીજાનાં સુખ-દુ:ખ પ્રત્યે સભાનતા રહે એવી કોમળતા તે મોક્ષમાર્ગે પ્રથમ પગથિયું છે. જેમ જેમ જીવ આધ્યાત્મિક માર્ગે આગળ વધતો જાય છે, તેમ તેમ તેની વૃત્તિપ્રવૃત્તિ, તેના વિચાર-પ્રવર્તન બીજાને પીડાકારક ન થતાં સુખકર બનતાં જાય છે. બીજાના સુખનો વિચાર જ્યાં ઊગ્યો ન હોય ત્યાં ધર્મનો પ્રારંભ જ થયો ક્યાંથી ગણાય? ચિત્ત પરાર્થવૃત્તિથી વાસિત હોય તો જ શુદ્ધિનો અવકાશ રહે છે. અન્ય જીવ પ્રત્યેની પરોપકારની ભાવના પણ અંતે સ્વ-ઉપકારમાં પરિણમે છે. ચિત્તની વિશુદ્ધિ ઉત્તરોત્તર વૃદ્ધિગત થઈ મુક્તિ પ્રત્યે દોરી જાય છે. આમ, ઉપર કહ્યાં તે ચાર લક્ષણો જ્યારે આત્મામાં પરિણામ પામ્યા હોય ત્યારે જ ત્યાં આત્માર્થ હોય છે. આવો લક્ષણસંપન જીવ આત્માર્થનું નિવાસસ્થાન છે, અર્થાત્ આ લક્ષણો હોય ત્યાં આત્માર્થીપણું પ્રગટે છે. જેને કષાયની ઉપશાંતતા થઈ છે, જેને માત્ર મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા વર્તતી નથી, જેને ભવ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ઊપજ્યો છે અને જેને સર્વ પ્રાણી પ્રત્યે અનુકંપા વર્તે છે એવો આત્માર્થી - મુમુક્ષુ જીવ જ મોક્ષમાર્ગનો સાચો અધિકારી છે. આ પ્રકારે શ્રીમદે પ્રસ્તુત ગાથામાં આત્માર્થીનાં ચાર લક્ષણો બતાવી તે પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે. શાસ્ત્રમાં સમ્યગ્દર્શનનાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એમ લક્ષણો બતાવાયાં છે. “અધ્યાત્મસાર'ના સમકિત અધિકારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપાએ કરીને શોભિત એવા આસ્તિક્યને નિરંતર ધારણ કરનારા ભવ્ય જીવોનું સમકિત સ્થિરતાને Page #736 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ ૬૮૯ પામે છે.૧ સમ્યગ્દર્શનનાં આ લક્ષણો શ્રીમદે પ્રસ્તુત ગાથામાં ગર્ભિતપણે બતાવ્યાં છે. ‘શમ’ એટલે ઉપશમભાવ. વિષય-કષાયની વૃત્તિઓ શાંત થઈ જવી એ જ કષાયની ઉપશાંતતા'. ‘સંવેગ' એટલે મોક્ષ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં અદમ્ય ઉત્સાહ. મોક્ષપદની સાધના સિવાય બીજી કોઈ પણ પ્રકારની સંસારની અભિલાષા ન હોવી એ જ માત્ર મોક્ષ અભિલાષ’. ‘નિર્વેદ' એટલે ક્લેશમય સંસારથી વિરામ પામવાના ભાવ. આ સંસારથી થાકી જવું, કંટાળવું તે જ ‘ભવે ખેદ’. ‘અનુકંપા' એટલે સર્વ જીવ પ્રત્યે અનુગ્રહબુદ્ધિરૂપ મૈત્રીભાવ અથવા દુઃખમય બંધનગ્રસ્ત આત્મા માટે કરુણાભાવ. સર્વ જીવ પ્રત્યે દયાભાવ તે જ ‘પ્રાણીદયા'. આમ, આ ચાર લક્ષણો શ્રીમદે પ્રસ્તુત ગાથામાં ગૂંથી લીધાં છે. આ ચાર લક્ષણો આત્મા જીવમાં અવશ્ય સંભવે છે. તે ગુણો વિના આત્માર્થીપણું હોવું સંભવે નહીં. સમ્યગ્દર્શનનાં લક્ષણો પૈકી છેલ્લો પાંચમો ગુણ‘આસ્થા' અથવા ‘આસ્તિક્ય' છે. તે ગુણ શ્રી સદ્ગુરુનો કલ્યાણકારી સમાગમ થતાં, તેમનો પવિત્ર પરિચય વધારતાં, તેમની અપૂર્વ વાણીનું શ્રવણ કરતાં તેમજ તેમનાં વચનોનો આશય વિચારતાં પ્રગટે છે અને ત્યારપછી જીવને આત્માની પ્રાપ્તિ થાય છે. આમ, આ ગાથામાં શ્રીમદે સમ્યગ્દર્શનનાં લક્ષણો ખૂબીપૂર્વક વણી લીધાં છે. આ ગાથામાં આપેલો બોધ શાસ્ત્ર અનુસાર છે. તેનાથી કાંઈ જુદું નથી, ન્યૂનાધિક નથી. શાસ્ત્રની ગહન વાત લોકભોગ્ય અને સરળ રીતે રજૂ કરવી એ જ શ્રીમદ્દ્ની વિશિષ્ટ શૈલી છે. શ્રીમદે દર્શાવેલાં આ લક્ષણોની મહત્તા દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘આ પંચ લક્ષણ પૈકીના પ્રથમના ચાર કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા' એ જ્યાં હોય ‘ત્યાં આત્માર્થ નિવાસ.' હોય છે, એ આત્માર્થની યોગ્યતા માટેના ચાર આત્માર્થી-લક્ષણ અત્રે સ્પષ્ટ ઉપદેશ્યાં છે; આ જ વસ્તુ મુમુક્ષુ માટે અતીવ ઉપયોગી હોવાથી અત્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં ડિંડિમનાદથી એકાંત ત્રણ વાર ઉદ્ઘોષી છે. ઉપરની ગાથામાં સર્વ સાધન એક આત્માના લક્ષે જ - આત્માર્થે જ સેવવાનો ઉત્તમોત્તમ ઉપદેશ શાસ્ત્રકારે પ્રકાશ્યો અને આ આત્માર્થ જેવી ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરવા કેવી ઉત્તમ યોગ્યતા - પાત્રતા પામવી જોઈએ તે અત્રે પ્રકાશ્યું છે. કારણકે ‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન' એ શ્રીમદ્ના જ અમર સુભાષિત પ્રમાણે આત્મજ્ઞાન પામવા માટે અને રહેવા માટે સત્પાત્રતા પ્રાપ્ત ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૫૮ ' शमसंवेगनिर्वेदानुकंपाभिः परिष्कृतम् । दधतामेतदच्छिन्नं सम्यक्त्वं स्थिरतां व्रजेत् ।। ' આ સંદર્ભમાં જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક ૧૩૫, ૧૪૩, ૩૮૦, ૬૫૨ - – Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ કરવી જોઈએ.'૧ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘કષાયની ઉપશાંતતા, વિષમ મળે સંયોગ; ઉપશમનો આદર કરે, શાંત કરી મનોયોગ. સુરનર પતિ પદ વિ રુચે, માત્ર મોક્ષ અભિલાષ; સ્ત્રીધન સુત પરિવાર તે, માને મોહનો પાસ. પર પ્રતિબંધ પળે પળે, બંધન દુઃખ સદૈવ; ભવે ખેદ, પ્રાણીદયા, વર્તે યથોચિત સેવ. સત્પુરુષોનાં વચનનો, સહજ સત્ય વિશ્વાસ; આત્મા વિષે જો હોય તો, ત્યાં આત્માર્થ નિવાસ.'૨ * * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૭૪ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૧૪૯-૧૫૨) Page #738 -------------------------------------------------------------------------- ________________ ગાથા ३८ हवेदा न लेवर क्यों बहुधा, कब सटे नाई कहि मोदी मार्ग सामेव, महेन अंतरदशे Page #739 -------------------------------------------------------------------------- ________________ Page #740 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૮માં આત્માર્થાનાં લક્ષણો દર્શાવતાં શ્રીમદે કહ્યું કે (૧) કષાય ભૂમિકા ઉપશાંત થયા હોય, અર્થાત્ કષાયો પાતળા પડ્યા હોય, (૨) મોક્ષ સિવાય અન્ય કોઈ અભિલાષા હોય નહીં, અર્થાત્ એક શુદ્ધાત્મા પ્રગટ કરવાની જ લગની હોય, (૩) ભવ પ્રત્યે ખેદ રહ્યા કરતો હોય, અર્થાત્ વિભાવનો થાક લાગ્યો હોવાથી સંસાર, દેહ તથા ભોગ પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો હોય અને (૪) સર્વ પ્રાણી પ્રત્યે દયા વર્તતી હોય, અર્થાત્ સર્વ જીવ પ્રત્યે પ્રેમ, કરુણા, વાત્સલ્યની લાગણી ઉત્પન્ન થાય એવી કોમળતા પ્રગટી હોય એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ હોય છે; આ જ સાચા મુમુક્ષુનાં લક્ષણો છે, સત્પાત્રદશાનાં ચિહ્નો છે. ગાથા આવી સત્પાત્રદશા જીવ પામે નહીં ત્યાં સુધી તે શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાને અધિકારી થાય નહીં, એવું વ્યતિરેકથી કથન કરતાં હવે શ્રીમદ્ કહે છે કે ગાથા અર્થ મટે. (૩૯) ૩૯ - ‘દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ.' (૩૯) જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન જ્યાં સુધી જીવ ઉપર દર્શાવેલી સત્પાત્રદશાને પામે નહીં ત્યાં સુધી તેનો ભાવાર્થ વિપરીતતાનો રોગ મટે નહીં. પુણ્યના પ્રતાપે સદ્ગુરુનો સમાગમ અને સંયોગોની અનુકૂળતા તો મળી શકે છે, પરંતુ સત્પાત્રતા આવ્યા વિના અંત૨રોગ એટલે કે મિથ્યાત્વ ટળતું નથી. જ્યારે સત્પુરુષનો યોગ થાય, તેમના પરમાર્થબોધનું શ્રવણ, ગ્રહણ અને ધારણ થઈ, તેનો યથાર્થ નિર્ણય અને પ્રયોગાત્મક અભ્યાસ થાય ત્યારે તે જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યાં સુધી સત્પાત્રતા પ્રાપ્ત થઈ નથી, અર્થાત્ ક્રોધાદિ ભાવો મંદ પડ્યા નથી, એકમાત્ર મોક્ષની અભિલાષા સિવાય સર્વ અન્ય અભિલાષા નિવૃત્ત થઈ નથી, સંસાર પ્રત્યે અંતરથી વૈરાગ્ય જાગ્યો નથી તથા પ્રાણીમાત્ર ઉપર દયા પ્રગટી નથી; ત્યાં સુધી જીવને બોધ પરિણમતો નથી. ચિત્તભૂમિ કઠણ હોય તો ત્યાં બોધ પ્રવેશી શકતો નથી અને તેથી મોક્ષમાર્ગ પામી શકાતો નથી. પાત્રતાની પૂર્વભૂમિકાનું નિર્માણ થયું નહીં હોવાથી શ્રવણ, શાસ્ત્રાધ્યયન, બાહ્ય ક્રિયાઓ, વ્રત, તપાદિ સર્વ નિષ્ફળ જાય છે. Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, તથારૂપ આત્માર્થીલક્ષણસંપન્ન દશા આવ્યા વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ ત્રણે કાળમાં સંભવતી નથી અને ત્યાં સુધી ભ્રાંતિરૂપ અંતરરોગ ટળી આત્મજ્ઞાનરૂપ આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, અર્થાત્ જ્યાં સુધી મુમુક્ષુદશાને અનુકૂળ એવી અંતરંગ પરિણતિ પ્રગટી ન હોય ત્યાં સુધી મિથ્યાત્વ ટળતું નથી. 2 જીવ અનેક પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિઓ કરતો હોવા છતાં આત્મશુદ્ધિ થવાને વિશેષાર્થ RJ બદલે સંસારવૃદ્ધિ શા માટે થાય છે? આ પ્રશ્નના સંદર્ભમાં વિચારતાં એમ સ્પષ્ટપણે જણાય છે કે ધર્મપ્રવૃત્તિ પણ યથાર્થ પ્રકારે કરવી ઘટે છે. અનંત કાળના પરિભ્રમણમાં અનંત વાર જપ, તપ આદિ કર્યા, પણ તે સ્વરૂપલક્ષે થયાં નહીં. ધર્મક્ષેત્રે આ મહત્ત્વના વિષય પ્રત્યે પ્રાય: અજાણપણું હોવાથી શાસ્ત્રજ્ઞાન મેળવીને, તેમજ તપત્યાગાદિ કરીને પણ સમ્યક્ માર્ગની પ્રાપ્તિ થઈ નહીં. આત્મલક્ષના અભાવે તે કાર્યકારી થયાં નહીં. માટીમાં જો ચુનાનો ભાગ આવી ગયો હોય તો તે માટીમાંથી બનાવેલાં વાસણને કુંભાર જ્યારે નીંભાડામાં નાખે (અગ્નિમાં પકવે) ત્યારે એક પણ વાસણ સાજું રહેતું નથી; તેમ ધર્મક્રિયાઓમાં જ્યાં સુધી સાંસારિક લક્ષ હોય, અર્થાત્ સ્વરૂપલક્ષે પુરુષાર્થ ન થાય ત્યાં સુધી પરમાર્થપ્રાપ્તિ અંગેનો એક પણ પ્રયત્ન સફળ નીવડતો નથી. આત્મલક્ષપૂર્વકના પ્રયત્નો જ સાર્થક નીવડે છે. ધર્મ કરવા ઇચ્છતા સર્વ કોઈ જીવે પ્રથમ પોતાનું અંતઃકરણ તપાસવું જરૂરી છે. જ્યાં સુધી આત્મલક્ષ બાંધવામાં ન આવે ત્યાં સુધી કરવામાં આવતી કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં યથાર્થતા આવતી નથી, પરિણામે તે નિષ્ફળ નીવડે છે. જે જીવને જન્મમરણના ચક્રથી છૂટવું છે, તેને જ આત્મલક્ષ બંધાય છે. મોહના પ્રસંગમાં જેને મીઠાશ લાગતી નથી, બલ્ક મૂંઝવણ થાય છે અને મોહાસક્તિથી મુક્ત થવાનો જેને અભિપ્રાય થયો છે તેને જ આત્મલક્ષ બંધાય છે. શ્રીમદ્ લખે છે – પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હોય, અથવા “મુમુક્ષુતા' જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષુતા' નથી. મુમુક્ષતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષ'ને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૮૮ (પત્રાંક-૨૫૪) Page #742 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ ૬૯૫ અહીં શ્રીમદે જીવના પ્રકૃતિગત અનેક પ્રકારના દોષોને ગૌણ કરીને તેના સૌથી મોટા દોષ પ્રત્યે ધ્યાન ખેંચ્યું છે. જીવ સાથે લાગેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો વિસ્તાર અનંત છે. કર્મ અનંત પ્રકારનાં છે અને તે કર્મને આધીન થઈને જીવન જીવી રહેલા મનુષ્યોમાં અનેક પ્રકારની ચિત્રવિચિત્રતાઓ દેખાય છે. કર્મના પ્રકાર અનંત હોવાથી જીવના દોષના પ્રકાર પણ અનંત ભાસે છે, જેમ કે કોઈ ક્રોધી, કોઈ કામી, કોઈ લોભી, કોઈ ભયભીત, કોઈ શોકમગ્ન, કોઈ નાસ્તિક વગેરે. જેમ અનંત પ્રકારનાં કર્મો છે, તેમ તે તે કર્મને વશ પડેલા જગતના જીવોના દોષો પણ અનંત છે. આ અનંત પ્રકારના દોષોમાં મુખ્ય દોષ બતાવતાં શ્રીમદ્ કહે છે કે મોટામાં મોટો દોષ એ છે કે તીવ્ર મુમુક્ષતા કે મુમુક્ષતા જ ઉત્પન્ન નથી થઈ. દેઢ મોક્ષેચ્છાનો અભાવ એ જ જીવનો સૌથી મોટો દોષ છે. ‘મારે સર્વ દોષથી રહિત થવું છે, સર્વ કર્મોથી છૂટી શાશ્વત જ્ઞાન અને આનંદ પામવાં છે' એવી મોક્ષેચ્છા જ જીવને થઈ નથી. જ્યાં સાધારણ મોક્ષેચ્છા પણ પ્રગટી નથી, ત્યાં ઉગ્ર મુમુક્ષુપણું તો ક્યાંથી સંભવે? મુમુક્ષતા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવનો સૌથી મોટો દોષ ઊભો છે અને જ્યાં સૌથી મોટો દોષ ઊભો છે ત્યાં નાના નાના દોષ થયા જ કરવાના. તે દોષો કાઢવાના પ્રયત્ન કરવા છતાં તે નીકળશે નહીં. સાચી મુમુક્ષુતા આવ્યા વગર કોઈનું પણ મોક્ષમાર્ગે પ્રયાણ થઈ શકતું નથી. મુમુક્ષતા ઉત્પન્ન કર્યા વિના જીવને જાત અને જગતનું, સ્વ અને પરનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી અને તેથી અનાદિ કાળથી તે નિજાત્મા પ્રત્યે બેદરકાર રહી, જન્મ-જરામરણ અને આધિ-વ્યાધિ-ઉપાધિનાં અનેક દુઃખો પામતો રહ્યો છે. સામાન્યતઃ જે સદાચાર પાળતો હોય, ધાર્મિક ક્રિયાઓ નિયમિતપણે કરતો હોય તેને મુમુક્ષુ કહેવાય છે, પરંતુ મોક્ષ તરફનું આંતરિક વલણ ન હોય તો તે જીવ સાચો મુમુક્ષુ કહેવડાવવાને લાયક નથી. આ દુનિયામાં અનેક ધર્મમતો પ્રવર્તે છે. મનુષ્યાત્મા ઘણું કરીને કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે. કોઈ પોતાને હિંદુ, કોઈ મુસલમાન, કોઈ ખિસ્તી, કોઈ જૈન વગેરે માને છે. જે માતા-પિતાને ત્યાં દેહ ધારણ કર્યો તે માતા-પિતાનાં કુળને, ધર્મને, રીતરિવાજને, માન્યતાને, ધર્મવ્યવસ્થાને, ધર્મસ્થાનકોને, પહેરવેશને, ક્રિયાઓને, આચાર આદિને મનુષ્ય પોતાનાં માને છે; અને એમ કરવાથી પોતે ધર્મી છે, આરાધક છે, મુમુક્ષુ છે એવી માન્યતામાં તે પ્રવર્તે છે. મંદિર, મસ્જિદ, ગિરજાઘર, દહેરાસર આદિમાં જવું; રૂઢિગત રીતે પૂજા, બંદગી, પ્રાર્થના, પ્રતિક્રમણ સૂત્રો બોલી જવાં; શરીરની બેસવાની, ઊઠવાની, નમવાની, સ્થિર થવાની કે બીજી ક્રિયાઓમાં પ્રવર્તવું; તેને ધર્મીપણું કે મુમુક્ષુપણું માને છે, પણ તેનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા કોઈ ક્રિયા કે વિધિનું નામ નથી, પરંતુ તે એક અંતરંગ પરિણમન છે. અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ ન રહે ત્યારે જીવમાં મુમુક્ષતા Page #743 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રગટે છે. તેને સંસારી પ્રસંગ અને પ્રકારમાં વહાલપ લાગતી નથી, પરંતુ મૂંઝવણ થાય છે, જેથી તે સર્વમાંથી છૂટવાની વૃત્તિ તેને સહજ જ થઈ આવે છે. તે મોહાસક્તિનાં પરિણામથી મૂઝાતો હોવાથી છૂટવાના તાત્કાલિક પ્રયત્ન કરે છે. તે એકમાત્ર મોક્ષને વિષે જ યત્ન કરે છે. જો મોક્ષપ્રયત્ન સાથે સંસારના પ્રયત્નો પણ ચાલ હોય તો તે મોક્ષપ્રયત્નો નિષ્ફળ જાય છે. સંસારનાં કાર્યો કરવાં પડે એ એક વાત છે અને એમાં ઉત્સાહ આવે એ રીતે કરવાં એ બીજી વાત છે. મુમુક્ષુ એ છે કે જેને સંસારનાં કાર્યો કરવાં નથી, પરંતુ કરવાં પડે તો તે ખેદ સહિત કરે છે. સંસારનાં કાર્યો કરતો હોવા છતાં તેને સંસારભાવમાં મીઠાશ નથી પ્રવર્તતી અને મોક્ષપ્રાપ્તિ એ જ એકમાત્ર લક્ષ અને ઇચ્છા હોય છે. સંસારનાં કાર્યો કરતાં જ્યાં જ્યાં સંસારરસ પકડાય, ત્યાં ત્યાં તે સંસારરસથી છૂટવાનો પુરુષાર્થ નિરંતર કરતો રહે છે. આમ, મુમુક્ષુ દરેક કાર્યમાં એક મોક્ષને વિષે જ યત્ન કરે છે. મુમુક્ષુતાથી આગળની દશા તીવ્ર મુમુક્ષુતા છે. તીવ્ર મુમુક્ષુતા એટલે નિરંતર મોક્ષના માર્ગમાં અનન્ય પ્રેમે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષુને એક ક્ષણ પણ નકામી ન જાય એવો ઉલ્લાસભાવ હોય છે. તેને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં અત્યંત રુચિ હોય છે. તે ધર્મપ્રવૃત્તિ પરાણે કરતો નથી, પણ અનંત આત્મલાભની કમાણી થાય છે એમ જાણી તેવાં કાર્ય કરવામાં ઉત્સાહી રહે છે. આવી મુમુક્ષુતા અત્યંત દુર્લભ છે. મોક્ષ તો દુર્લભ છે, પણ મુમુક્ષુતા પણ ખૂબ દુર્લભ છે. શ્રીમદે પ્રસ્તુત શાસ્ત્રમાં કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણીદયા - આ ગુણો વડે મુમુક્ષુતાનું નિરૂપણ કર્યું છે. જીવમાં આ ગુણો પ્રગટ્યા હોય તો જ તે મોક્ષમાર્ગ પામી શકે છે. કષાયનું મુક્તિપથમાં કોઈ સ્થાન નથી. જીવે પ્રયત્નપૂર્વક પોતાના ચિત્તને દુષ્ટ કષાયથી મુક્ત કરવું જોઈએ કે જેથી શાંતિ અને સમતાની સિદ્ધિ થાય. આત્માથી જીવ અશાંતિવર્ધક કષાયોને તિલાંજલિ આપીને ઉપશમનો અભ્યાસ કરે છે. તે ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાથી મુક્ત થઈ કપાયભાવનો હ્રાસ કરવાનો પ્રયત્ન કરે છે. તેને કપાયભાવમાં રહેવું ગમતું નથી, તેથી કષાયનાં નિમિત્તોથી દૂર રહેવાની કોશિશ કરે છે. કષાયનો ઉદ્રક થાય કે તરત વિચારપૂર્વક તેને શાંત કરે છે. તેને કષાયો થાય છે, પણ તે મંદ હોય છે. જાગૃતિના કારણે કષાયની તીવ્રતામાં અને કાળમાં ફરક પડી જાય છે. તેના ભાવે બહિર્મુખ થતાં અટકતા જાય છે, મનના મૂળ દૂષિત સંસ્કારોનું આમૂલ પરિવર્તન થતું જાય છે અને ચિત્તસ્થિરતા સધાય છે. પરંતુ જો કષાયોને ઉપશમાવવામાં ન આવે તો ચિત્ત ચંચળ રહે છે, આકુળતા ટળતી નથી અને જીવ અનેકવિધ સંકલ્પ-વિકલ્પની જાળમાં ફસાયેલો રહે છે. કષાયના દઢ સંસ્કારો દોષિત પ્રવૃત્તિઓને પ્રેરણા આપ્યા કરે છે. કષાયથી મલિન એવું મન પવિત્ર વસ્તુને સ્વીકારી શકતું નથી. તેથી જ્યાં સુધી Page #744 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ ૬૯૭ કષાયની શક્તિ ક્ષીણ થતી નથી, ત્યાં સુધી મુક્તિપથ ઉપર પ્રગતિ થતી નથી. જીવને માત્ર મોક્ષની અભિલાષા જાગે ત્યારે તેને આત્માની ધૂન લાગે છે. તેને માત્ર એક શુદ્ધ આત્મા જોઈએ છે. તેનું ધ્યાન બીજા કશામાં ચોંટતું નથી. તેને આત્મહિતના વિષયમાં તીવ્ર જાગૃતિ હોય છે અને અન્યમાં તેને રસ પડતો નથી. તેને આત્માની એવી લગની લાગે છે કે સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહીં. પોતામાં માત્ર મોક્ષની અભિલાષા પ્રગટી છે કે નહીં તેની જીવે ચોકસાઈ કરવી ઘટે છે. જો સાચી અભિલાષા હોય તો આત્માની વાત સાંભળીને ઉમળકો આવે છે, સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે પુરુષાર્થ ઊપડે છે, પ્રયોગાત્મક અભ્યાસમાં રસ પડે છે. પરંતુ જો માત્ર મોક્ષની અભિલાષા ન હોય તો આત્માની સાચી રુચિ જાગતી નથી અને જીવ આત્મશ્રેય સાધવામાં અસમર્થ નીવડે છે. જીવને ભવનો ખેદ જાગે ત્યારે તેને ભવ પરવડતા નથી. તેને ભવનો અભાવ થાય તેવા ભાવમાં જ રુચિ રહે છે. તેને ભવ વધે તેવા ભાવમાં રસ પડતો નથી અને તેનાથી છૂટવાની જ વૃત્તિ હોય છે. તેને વિભાવનો થાક લાગે છે, પરિભ્રમણથી અટકવું છે. “અરે જીવ! હવે બહુ થયું, હવે તો આ પરિભ્રમણથી થોભ' એમ નિર્વેદ ઉત્પન્ન થાય છે. શરીર, સંસાર અને ભોગની અસારતા તેને ભાસે છે, તે પ્રત્યે તેનું વલણ ઉદાસીનતાસભર હોય છે. પરંતુ જીવ ભવથી ખેદ પામ્યો ન હોય તો તેને સંસારની વાતોમાં રસ આવે છે. પરમાંથી સુખ આવતું ન હોવા છતાં અજ્ઞાનથી તે તેમાં સુખ કહ્યું છે અને તેને મેળવવાની ઇચ્છા કરે છે. સ્વભાવને ભૂલી પરમાં સુખની સ્થાપના કરી તે મિથ્યાત્વ પુષ્ટ કરે છે અને મિથ્યાત્વ સહિતની વિષયની પ્રવૃત્તિમાં તેને તીવ્ર રસનાં પરિણામ થાય છે. વિષયમાં થતી તન્મયતા બતાવે છે કે તેને એવી માન્યતા છે કે ‘સંયોગોમાં જ સુખ છે, સંયોગ વગર સુખ હોય નહીં.' જ્યાં ઇષ્ટ સંયોગ નથી ત્યાં સુખ નથી એવો તેનો મત હોવાથી તેણે પરસંયોગોના સર્વથા અભાવરૂપ મોક્ષને સ્વીકાર્યો જ નથી, મોક્ષતત્ત્વની શ્રદ્ધા જ તેને થઈ નથી. તે સુખને સંયોગાશ્રિત ગણતો હોવાથી તેને મોક્ષના વિષયનિરપેક્ષ સુખમાં શ્રદ્ધા થતી નથી. ભવનો ખેદ જાગે તો સંયોગનિરપેક્ષ, ઇન્દ્રિયાતીત સુખનો લક્ષ બંધાય અને તેની પ્રાપ્તિના અભ્યાસમાં દક્ષ થવાય, પરંતુ જ્યાં તેમ થયું નથી ત્યાં સાચો પુરુષાર્થ પ્રગટતો નથી. - જીવને પ્રાણીદયા જાગે ત્યારે તેને સર્વ જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ પ્રગટે છે. તેનાં પરિણામ કોમળ બને છે. કરુણા, દયા આદિ ગુણોનો વિકાસ થવાથી દયાની રક્ષા માટે વ્રતાદિ ગ્રહણ કરાય છે. કોઈ જીવને પોતાના કારણે દુઃખ ન પહોંચે અને સર્વ જીવોનું મંગળ સધાય એવી વૃત્તિ રહે છે. આવી ચિત્તવૃત્તિ વિના જીવ સાચો ધાર્મિક થઈ શકતો નથી. Page #745 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આમ, “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણીદયા જીવમાં સ્થિરતા પામે છે ત્યારે જ તેને આત્મલક્ષ બંધાય છે અને તે જીવ આત્મવિકાસની અલૌકિક શ્રેણી પામી શકે છે. મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય તો જ સાચી તત્ત્વજિજ્ઞાસા, ગવેષણા, વિચારણા થાય અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. જીવ આત્માર્થીપણારૂપ કારણ આપે તો જ મોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ કાર્ય થાય. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે જીવ કારણ આપે તો જ કાર્ય થાય. વિશ્વમાં સર્વત્ર કાર્ય-કારણની વ્યવસ્થા પ્રવર્તી રહી છે. જ્યાં જ્યાં કાર્ય થાય છે, ત્યાં ત્યાં કારણની એક ચોક્કસ વ્યવસ્થા હોય જ છે. જીવ જેવું કારણ આપે છે એવું જ કાર્ય થાય છે. જેમ દાળમાં મીઠું નાખવામાં આવે તો તેમાં ખારાશ આવે છે, તેમ જેવું કારણ આપો તેવું કાર્ય થાય છે. કારણ આપવામાં ન આવે અને કાર્ય થાય એવું સંભવ નથી. તે જ ન્યાયે જીવ આત્માર્થીપણારૂપ કારણ આપે તો મોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ કાર્ય થાય છે. જીવ જો આત્માર્થીપણું પ્રગટાવે નહીં તથા ધાર્મિક ક્રિયા, શાસ્ત્રવાંચન આદિ કરીને મિથ્યા સંતોષથી અટકી જાય અને તે એમ માને કે ધર્મ થઈ ગયો, તો તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. તેથી જીવે સાવધ રહેવું ઘટે છે કે બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિમાત્રથી તૃપ્ત થઈ અટકી જવાનું નથી, પરંતુ આત્માર્થીપણાની પ્રાપ્તિના કાર્યમાં આગળ વધતા રહેવાનું છે. જીવ જો પુરુષાર્થ કરીને કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણીદયા પ્રગટાવી આત્માર્થીપણું પ્રાપ્ત કરે તો તેને અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો તેનામાં આત્માર્થીપણું ન પ્રગટે તો તે મોક્ષમાર્ગને પામી શકે નહીં. શ્રી કાનજીસ્વામી કહે છે – જ્યાં લગી આગળ કહી તેવી સત્પાત્ર દશા પામે નહિ, ત્યાં લગી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અકષાયભાવને લાયક ન થાય. આગળ કહી તેવી પાત્રતાનું વીર્ય પણ જેનામાં નથી તેને નિર્મળ આત્માની વાત અંતરમાં પરિણામ પામે નહિ અને ત્યાં સુધી આત્મભ્રમણારૂપ અંતરરોગ ન મટે.” - સત્પાત્રદશા પ્રગટ્યા વિના જીવનો આત્મબ્રાંતિરૂપ અંતરરોગ મટતો નથી. આત્મભ્રાંતિ એ જીવનાં સર્વ દુઃખોનો આધાર છે. પોતાનું જ સ્વરૂપ છે એનું જ્ઞાન-ભાન ન હોવાથી જીવ સુખ, શાંતિ અને સલામતી માટે પરમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરે છે. તેને પરમાં અહં-મમબુદ્ધિ હોવાથી પોતાની ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાનુસાર તે ક્ષણે ક્ષણે પરમાં પરિવર્તન લાવવા માંગે છે. તે પરદ્રવ્યને પોતાને આધીન કરવાની ચેષ્ટા કરે છે, પરંતુ વાસ્તવમાં તે પરદ્રવ્યના પરિણમનનો કર્તા બની શકતો નથી. બન્ને દ્રવ્ય ત્રિકાળ જુદાં જ છે. દ્રવ્યસ્વભાવ જ એવો છે કે પરદ્રવ્યના પરિણમનપ્રવાહમાં જીવ કોઈ ફેરફાર ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૭૧ Page #746 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ ૬૯૯ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સમયે સમયે સ્વતંત્રપણે પરિણમન કરે છે. જીવનું અને પદ્રવ્યનું પરિણમન પોતપોતાના સ્વભાવથી છે, પરંતુ બન્નેનું પરિણમન યોગાનુયોગે સમકાળે થતાં મિથ્યાત્વીને ભમ થાય છે કે હું પરદ્રવ્યમાં ફેરફાર કરી શકું છું'. એક તરફ તેને ઇચ્છા ઉત્પન્ન થાય, તો બીજી તરફ તે જ કાળે પોતાની સ્વતંત્ર યોગ્યતાથી પરિણમતાં પરદ્રવ્યનું પરિણમન યોગાનુયોગે તે જીવના પરિણમનને અનુસરતું આવે, તેથી આ પ્રકારનું સમકાળે થતું પરિણમન તેનો ભ્રમ પુષ્ટ કરે છે કે “મારી ઇચ્છાનુસાર હું પરમાં ફેરફાર કરી શકું છું, મારી મરજી મુજબ પરપદાર્થો કાર્ય કરે છે.' નિમિત્તનૈમિત્તિક સંબંધથી થતાં કાર્યને તે કર્તા-કર્મ સંબંધમાં ખતવી દઈ પરાશ્રિત માન્યતા દેઢ કરે છે. આ રીતે મિથ્યાત્વના કારણે તે પદાર્થની સ્વતંત્રતાનો સ્વીકાર કરતો નથી અને પદ્રવ્યને પોતાને આધીન કરવા મથે છે. શરીરાદિને પોતાનું કરીને રાખવા માંગે છે, પરંતુ પરદ્રવ્ય તેને આધીન નહીં હોવાથી તે સમયે સમયે વ્યાકુળતા જ પામે છે. તે અનેક ચિંતાઓ તથા વિકલ્પો કરી અશાંત થાય છે, અશાંત રહે છે. વસ્તુસ્વભાવના નિયમને ફેરવી શકવા તે સમર્થ નથી. અનાદિથી પરદ્રવ્યનું પરિણમન પોતાને આધીન કરવાની મહેનત કરવા છતાં હજી સુધી એક પરમાણુ પણ જીવનું થયું નથી અને થવાનું પણ નથી. પરમાં ફેરફાર કરવાની મથામણમાં તે ક્લેશ, વ્યગ્રતા સિવાય કંઈ જ પામતો નથી. આમ, સંસારમાં જે કંઈ દુઃખ છે તે એક આ મિથ્યાત્વના કારણે છે. આ મિથ્યાત્વરૂપ અંતરરોગને નિર્મૂળ કરવાનો જેઓ પુરુષાર્થ નથી કરતા, તેઓ ધાર્મિક ક્રિયાઓ કરવા છતાં અશાંત જ રહે છે. જ્યાં સુધી તેઓ પરમાં સુખ-શાંતિસલામતી શોધે છે, ત્યાં સુધી તેઓ તૃષ્ણા આદિથી મુક્ત નથી થઈ શકતા. વિપરીત શ્રદ્ધા ટળે નહીં ત્યાં સુધી તેમની આત્મિક દશા સુધરતી નથી, તેથી મિથ્યાત્વનો છેદ કરવો અત્યંત જરૂરી છે. સત્પાત્રદશાવિહીન જીવ મિથ્યાત્વની નિવૃત્તિના પ્રયોજન ઉપર ધ્યાન આપતો નથી. ધાર્મિક પ્રવૃત્તિઓ કરતાં કરતાં તેના જીવનનો અંત આવી જાય છે, પણ અંતરરોગ મટાડવારૂપ મૂળ વસ્તુ ઉપર તેનું લક્ષ પણ જતું નથી. મિથ્યાત્વના સદ્ભાવમાં જીવ જો બાહ્યથી મહાવ્રત પાળે તોપણ તે વ્રતો આત્મલક્ષવિહીન હોવાથી આસવરૂપ નીવડે છે; સંવર-નિર્જરારૂપ થતાં નથી. સંવર-નિર્જરારૂપ ધર્મની શરૂઆત તો સમ્યગ્દર્શનથી થાય છે, અર્થાત્ સૌ પ્રથમ મિથ્યાત્વનો સંવર થતાં ધર્મ પ્રગટે છે. મિથ્યાત્વના સંવરરૂપ સમકિત પ્રગટ્યા પછી જ અનુક્રમે અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો સંવર થાય છે. આત્મવિકાસનો આ જ ક્રમ છે. તેથી સૌ પ્રથમ મિથ્યાત્વરૂપ અંતરરોગ મટાડવો અનિવાર્ય છે, પરંતુ આત્માર્થીપણું આવ્યા વિના આ અંતરરોગ મટી શકતો નથી. આત્માર્થીનું મિથ્યાત્વ મોળું પડ્યું હોય છે. અનાદિના મિથ્યાત્વનાં પરિણામ Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ચીકણાં હતાં તે હવે ફીક્કાં પડે છે. આત્માર્થીને મિથ્યાત્વથી છૂટવા સિવાય બીજી કોઈ રુચિ હોતી નથી. પોતાના આત્માને ભવભ્રમણથી છોડાવીને પોતાનું કલ્યાણ કરવાની તેને ઉત્કટ લગની હોય છે. તેને પોતાના આત્માના દિવ્ય દર્શનના સાચેસાચા ગ્રાહક થવું હોવાથી તે પોતાના ત્રિકાળી સ્વરૂપ ઉપર મીટ માંડી આત્મા તરફ પગલાં ભરે છે, સત્પુરુષાર્થમાં રચ્યોપચ્યો રહે છે. પરંતુ જે સ્વરૂપનો ગ્રાહક નથી, જેને સંસારની પ્રીતિ છે તે સાધના માટે સમય નથી' આદિ વિવિધ બહાનાં આપે છે. સાધના માટે સમય નથી એ દર્શાવે છે કે આત્માના કલ્યાણ માટે સમય નથી. જેને આત્મકલ્યાણની ખેવના છે તેવો આત્માર્થી જીવ સમયાદિનું કોઈ બહાનું કાઢતો નથી. તે તો પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી સાધના કરે છે, તેમાં જ લાગેલો રહે છે. તે જાણે છે કે જો આ દુર્લભ મનુષ્યપણું ધર્મની આરાધના વિના વ્યતીત થયું તો તે મનુષ્યભવને હારી જવા બરાબર છે. સંયોગોની ક્ષણભંગુરતાનું ભાન થયું હોવાથી તે સંસારની જંજાળમાંથી શીઘ્ર છૂટવાનો પ્રયત્ન કરે છે. તે બીજાં બધાં કાર્યોની પ્રીતિ છોડીને આત્માના હિતનો ઉદ્યમ કરે છે. આત્માર્થી જીવ ‘પહેલાં બીજું કરી લઉં, પછી આત્માનું કરીશ' એવી મુદ્દત વચ્ચે નથી નાંખતો. વળી, તેને એમ પણ નથી હોતું કે અમુક દિવસોની મર્યાદામાં જ આત્મા સમજાય તો સમજવો છે, મને ઝાઝો વખત નથી.' જ્યાં રુચિ હોય ત્યાં કાળમર્યાદા હોય જ નહીં. જેને આત્માની રુચિ હોય તે આત્માના પ્રયત્ન માટે કાળની મુદ્દત બાંધતો નથી. જેમ ધનની પ્રીતિ હોય છે તે એમ મુદ્દત નથી બાંધતો કે અમુક કાળ સુધી જ હું ધન મેળવવાનો પ્રયત્ન કરીશ, અમુક વખતમાં પૈસા મળે તો જ કમાવા.' ત્યાં તો કાળની દરકાર કર્યા વિના પૈસા કમાવવા માટે દિવસ-રાત પ્રયત્ન કર્યા જ કરે છે અને એમાં ને એમાં આખી જિંદગી વ્યતીત કરે છે. તેમ જેને આત્માની રુચિ જાગે છે તે એમ મુદ્દત નથી બાંધતો કે અમુક વખત સુધી જ આત્માની આરાધનાનો પ્રયત્ન હું કરીશ.' તેનો તો દૃઢ નિશ્ચય હોય છે કે મારે તો આત્મા જોઈએ જ છે. હું તો આત્મા પ્રાપ્ત કરીને જ જંપીશ.' તે કાળની દરકાર કર્યા વિના નિરંતર પ્રયત્ન કર્યા જ કરે છે અને તેના ફળરૂપે તે અવશ્ય આત્માનુભવ કરે જ છે. આત્માની રુચિના અભ્યાસમાં જે કાળ જાય છે તે સફળ જ છે. જે જીવ હજી પરમાં ફેરફાર કરવાના ભાવમાં રોકાય તે પોતાના આત્મહિતનો પ્રયત્ન ક્યાંથી કરે? પરનાં કાર્યો કરવાની બુદ્ધિ તે પર તરફની રુચિ સૂચવે છે અને જ્યાં પ૨ તરફની રુચિ હોય છે ત્યાં સ્વભાવ તરફની બેદરકારી હોય છે. જેને સ્વભાવની સાચી દરકાર જાગે તેને પર તરફની રુચિ હોય જ નહીં. ‘અરે! મારા આત્માની દરકાર વિના અનંત કાળ વીતી ગયો છતાં મારા ભવભ્રમણનો આરો ન આવ્યો, માટે હવે તો મારો આત્મા આ ભવભ્રમણથી છૂટે એવો ઉપાય કરું', આમ જેને અંતરથી આત્માર્થ Page #748 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ ૭૦૧ જાગે તે આત્મહિતના પ્રયત્ન સિવાય એક ક્ષણ પણ નકામી જવા ન દે. જ્યારે અંતરમાં આવો અપૂર્વ ભાવ ઊગે ત્યારે જ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. આત્માર્થીને તો સ્વભાવનો ઉદ્યમ કરીને પોતાનું હિત કરવું છે. સ્વભાવને ભૂલીને પર-ભાવના પ્રેમના કારણે અહિત થયું હોવાથી હવે તેને સ્વભાવને યથાર્થ સમજીને પોતાનું અપૂર્વ હિત કરવું છે. જ્ઞાનીઓ જીવને સત્પાત્રદશા પ્રગટાવવા માટે બોધે છે કે હે ભવ્ય! જગતની કોઈ રિદ્ધિ, સિદ્ધિ કે સમૃદ્ધિ જેની તોલે આવી શકે એમ નથી એવી તારી આત્મસમૃદ્ધિ અનંત છે, અનુપમ છે, વચનાતીત છે; છતાં તને આત્માની રુચિ કેમ જાગતી નથી? આત્માર્થીપણું પ્રગટાવવામાં તારું વીર્ય કેમ પ્રવર્તતું નથી? આ મનુષ્યભવમાં પુરુષાર્થ નહીં કરે તો મોક્ષમાર્ગ ક્યારે પામીશ? અત્યારે તું અલ્પ દુઃખ પણ સહન કરી શકતો નથી, તો પછી જેના ગર્ભમાં તેનાથી અનંતગણાં દુ:ખ પડ્યાં છે એવા આત્મબ્રાંતિરૂપ અંતરરોગને મટાડવાનો ઉદ્યમ તું શા માટે કરતો નથી? ભવભ્રમણનો અભાવ કરવા આ ઉત્તમ માનવદેહ મળ્યો છે, તેને પરિભ્રમણનું જે મૂળ કારણ એવા મિથ્યાત્વમાં વેડફી દેવો યોગ્ય નથી. માટે હે જીવ! આત્મકલ્યાણ સાધવું જ છે એવો નિશ્ચય કર. મોક્ષ ઉપર દૃષ્ટિ માંડીને અપૂર્વ લગનીથી મોક્ષને સાધવા માટે જાગૃત થા. હવે તો મોક્ષને સાથે જ છૂટકો છે એવી ખુમારી પ્રગટાવ. આત્માર્થીપણાની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપાડી મોક્ષમાર્ગને પામ અને અંતરરોગ મટાડ.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘દશા ન એવી જ્યાં સુધી, સત્સંગે કરી થાય; ત્યાં લગી સાચી યોગ્યતા, કેમ કરી પ્રગટાય. જ્યાં સુધી એવી યોગ્યતા, જીવ લહે નહિ જોગ; ત્યાં આગળ ન વધી શકે, હરવા ભવ દુઃખ રોગ. મૂળ રોગ મિથ્યાત્વથી, ગમે વિષયના ભોગ; મોક્ષમાર્ગ પામે નહીં, કરે અનેક પ્રયોગ. મોક્ષમાર્ગ વિણ જીવને, લેશ ઘટે નહિ શોક; દુઃખદ સ્થિતિ તે અનુભવે, મટે ન અંતર રોગ.'' * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૨-૨૨૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૫૩-૧૫૬) Page #749 -------------------------------------------------------------------------- ________________ Page #750 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૦ જે બે એવા ડર રહેલો છેક, છે કે વિમા યol, ત્ય કરે ને Page #751 -------------------------------------------------------------------------- ________________ Page #752 -------------------------------------------------------------------------- ________________ ગાથા ભૂમિકા ગાથા ૩૯માં કહ્યું કે જ્યાં સુધી આત્માર્થીપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, અર્થાત્ આત્માની પવિત્રતાનો માર્ગ પમાતો નથી અને તેથી તેનો અજ્ઞાનરૂપ અંતરરોગ મટતો નથી. અર્થ ગાથા - આમ, ગાથા ૩૯માં અપાત્ર જીવની દશા બતાવી, વ્યતિરેકથી પાત્રતાનું નિરૂપણ કર્યું. હવે આ ૪૦મી ગાથામાં અન્વયથી સુપાત્ર જીવની દશા દર્શાવે છે. આત્માર્થીની દશા પ્રાપ્ત થતાં શું થાય છે તે બતાવી, માર્ગપ્રાપ્તિના ક્રમનો મંગળ પ્રારંભ કરતાં શ્રીમદ્ કહે છે - ‘આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે ४० બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.' (૪૦) એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. (૪૦) ક્રોધાદિ કષાય ઉપશાંત થઈ પાતળા પડ્યા હોય, માત્ર મોક્ષની અભિલાષા ભાવાર્થ હોય, સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય અને પ્રાણી માત્ર ઉપર દયાની ભાવના હોય તો સદ્ગુરુના બોધનો આશય યથાર્થપણે સમજાય છે અને તે બોધ અંતરમાં પરિણામ પામે છે. તેથી જ પ્રસ્તુત ગાથામાં કહ્યું કે સત્પાત્રદશા આવ્યા પછી જ સદ્ગુરુનો બોધ ‘સુહાય', એટલે કે શોભે છે - પરિણમે છે. સત્પાત્ર જીવ સદ્ગુરુના બોધનું અતિશય ઉલ્લાસપૂર્વક, અંતરની પ્રીતિપૂર્વક, અપૂર્વ અહોભાવપૂર્વક શ્રવણ કરે છે. સદ્ગુરુની દેશનાનું અનન્ય રુચિ સહિત કરેલું આ શ્રવણ તેના આત્મામાં પરિણામ પામે છે. જેમ જેમ સદ્ગુરુનો બોધ આત્મામાં પરિણામ પામતો જાય છે, તેમ તેમ તેનો આત્મા નવપલ્લવિત થતો જાય છે અને મોક્ષસુખને આપનારી ઉત્તમ વિચારણાઓ તેના અંતરમાં પ્રગટે છે. જીવમાં ત્યાગ-વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધતાં તેને સદ્ગુરુનાં વચનની અપૂર્વતા ભાસે છે અને તેથી સુખદાયક એવી સુવિચારણા પ્રગટે છે. સુવિચારણા એટલે સમ્યક્ વિચારણા. સમ્યક્ વિચારણામાં એવી સર્વ વિચારધારાઓ સમ્મિલિત કરવી કે જે આત્મવિકાસ સાથે અબાધકપણે રહી શકે તથા એવી સર્વ ભાવનાઓ ગણી લેવી જે સાક્ષાત્પૂર્ણ કે પરંપરાએ આત્મશુદ્ધિની વૃદ્ધિનો હેતુ થાય. તેથી ‘સુવિચારણા'માં ચિંતન, મનન, નિદિધ્યાસન, સ્મરણ, અનુપ્રેક્ષણ, ભેદજ્ઞાનનો અભ્યાસ Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વગેરે સર્વને આવરી લેવાં, કારણ કે આ બધી પ્રક્રિયાઓ ઓછાવત્તા અંશે આત્મતત્ત્વનું અનુસંધાન કરવામાં મદદરૂપ છે. આત્માર્થા જીવ સદ્ગુરુ પાસે શુદ્ધાત્મસ્વરૂપના બોધનું શ્રવણ કરી, અંતર્તૃત્તિ સહિત તેનું અનુપ્રેક્ષણ અને પરિશીલન કરી નિશ્ચલપણે આત્મસ્વરૂપની પકડ કરે છે. દેહાદિથી ભિન્ન અને સર્વોત્કૃષ્ટ એવા શુદ્ધાત્માનો અનુભવ કરી, અતીન્દ્રિય અને સ્વાભાવિક એવા આત્મિક સુખમાં તે લીન થાય છે. આમ, સુવિચારની શ્રેણીએ ચઢવાથી જીવ અન્ય પરિચયથી પાછો વળે છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરે છે. વિશેષાર્થ અધ્યાત્મજીવનની પરમ પ્રકર્ષતા આત્માનુભૂતિ વિના ઉદ્ભવી શકતી નથી. આત્મસાક્ષાત્કાર એ અધ્યાત્મજીવનરૂપી મંદિરનો કળશ છે, તો આત્મવિચાર તે મંદિરનું શિખર છે. આત્મવિચાર વિના આત્માનુભૂતિ સંભવિત નથી. સુખદાયક ફળ આપનાર આત્મવિચારણાની યથાવિધિ સાધના કરવા માટે સાધકમાં તથારૂપ યોગ્યતા આવશ્યક છે. તથારૂપ યોગ્યતાના અભાવમાં જ્ઞાનીપુરુષના અત્યંત દુર્લભ બોધને શ્રવણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવા છતાં તેનું જીવને માહાત્મ્ય લાગતું નથી. પાત્રતા વિના જીવે અનેકવાર જ્ઞાનીપુરુષનાં વચનો શ્રવણ કર્યાં છે, તેને મુખપાઠ પણ કર્યાં છે, પણ તેનો વિચાર કર્યો નથી. અનેક વાર જ્ઞાનીપુરુષનો ઉપદેશ સાંભળ્યો છે, પણ આ જીવે તેને યથાયોગ્યપણે ગ્રહણ કર્યો નથી, તે પ્રત્યે લક્ષ જ કર્યું નથી. જ્ઞાનીના બોધ પ્રત્યે જીવનું લક્ષ નહીં થવાથી જ્ઞાનીનાં વચનો તેના હૃદયને સ્પર્ધાં નથી, અંતરમાં ઊતર્યાં નથી. વૈરાગ્ય-ઉપશમ વડે જ્યાં સુધી ચિત્ત આર્દ્ર ન થાય ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનોનું માહાત્મ્ય લાગતું નથી અને ત્યાં સુધી જ્ઞાનીપુરુષની અમૃતવાણી અંતઃપ્રવેશ પામતી નથી. વૈરાગ્ય અને ઉપશમયુક્ત ચિત્ત હોય તો જ સદ્ગુરુનો બોધ પરિણામ પામે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘સદ્ગુરુબોધની બોધામૃતધારા શિષ્યમાં ઉપદેશામૃતધારા જો બોધપરિણામરૂપ ફળ પામ્યા વિના નિષ્ફળ વહી જાય તો શોભે નહીં. બરડ ભૂમિ પરથી લાખો કરોડો ટન પાણી અંતઃપ્રવેશ વિના નિરર્થક નકામું વહી જાય તો શું કામનું? ભૂમિને આર્દ્ર કરી ભૂમિમાં અંતઃપ્રવેશ કરી વાવેલા બીજને અંકુરિત કરવાપણે પરિણમે તો જ કામનું; તેમ સદ્ગુરુબોધની અમૃતધારા નિષ્ફળ વહી જાય તો શું કામનું? ચિત્તભૂમિને આર્દ્ર કરી અંતઃપ્રવેશ કરી યોગબીજને અંકુરિત કરે તો જ કામનું. ઉક્ત ગુણસંપન્ન યથાયોગ્ય સત્પાત્ર ધર્મરુચિ જીવની ચિત્તભૂમિમાં સ્થિર રહી આત્મપરિણામી થાય તે જ યોગ્ય ને તે જ શોભે.’૧ ..... - જીવમાં આત્માર્થીના ગુણો પ્રગટ્યા હોય તો જ સદ્ગુરુના બોધનું પરિણમન થાય ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૯૫ Page #754 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦ ૭૦૭ છે. કષાયોથી થતું ભયંકર નુકસાન સમજાયું હોવાથી આત્માર્થી જીવના કષાયો પાતળા પડ્યા હોય છે. તેને માત્ર મોક્ષની અભિલાષા વર્તતી હોવાથી જે ભાવોથી મોક્ષપ્રાપ્તિ થાય તેવા ભાવમાં જ તેને રસ હોય છે. તે ભવથી થાક્યો હોવાથી તેની વિષયાસક્તિ મોળી પડી હોય છે. સર્વ પ્રાણી પ્રત્યે તેના હૃદયમાં કૂણા ભાવ હોવાથી અનુકંપા, કરુણા, કોમળતા આદિ ગુણો તેનામાં પ્રગટ્યા હોય છે. આત્માથી જીવમાં કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણીદયા એ ચાર ગુણો પ્રગટ્યા હોવાથી સદ્ગુરુનો બોધ પરિણમે એવી લાયકાત તેને પ્રાપ્ત થાય છે. શ્રીમદે દર્શાવેલા સત્પાત્રદશાના આ ચાર ગુણોને વૈરાગ્ય અને ઉપશમમાં ઘટાવી શકાય છે. વૈરાગ્ય હોય ત્યાં ભવનો ખેદ હોય છે અને ભવની પ્રતિપક્ષી એવી મોક્ષની અભિલાષા હોય છે તથા ઉપશમ હોય ત્યાં કષાયની ઉપશાંતતા હોય છે અને પરિણામની કોમળતાના કારણે પ્રાણીદયા હોય છે. આ રીતે ચાર લક્ષણોમાંથી માત્ર મોક્ષ અભિલાષ' અને ભવે ખેદ' એ બે લક્ષણો વૈરાગ્યનું સૂચન કરે છે તથા “કષાયની ઉપશાંતતા' અને પ્રાણીદયા' ઉપશમ અંતર્ગત આવે છે. આમ, શ્રીમદે દર્શાવેલા આત્માર્થીના આ ગુણો વૈરાગ્ય-ઉપશમ પ્રત્યે જ દોરી જાય છે. વૈરાગ્ય-ઉપશમ આત્મપરિણામી થાય તો જ જીવમાં સદ્ગુરુના બોધે આત્મવિચાર ઉદ્ભવે છે. શ્રીમદ્ લખે છે – ‘જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.’ આત્માર્થી જીવ સંસારના વિષયોથી વિરક્ત હોય છે. તેને વિષયો ક્ષણભંગુર અને સારહીન ભાસતા હોવાથી તેને તે પ્રત્યે અનાસક્ત ભાવ હોય છે. તે વિષયમાં લપેટાતો કે સાતો નથી. તે આરંભ-પરિગ્રહથી બને તેટલો છૂટવાનો તથા નિર્દોષ અને શુદ્ધ જીવન જીવવાનો અભિલાષી હોય છે. તે પાપરહિત અને ઉજ્વળ વીતરાગી જીવન જીવવાની ભાવના ભાવતો હોય છે. “આજે છોડું - હમણાં છોડું' એવી સંસારત્યાગની તીવ્ર ભાવનાપૂર્વક જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી રહે છે, પણ એ ઘરવાસને પારકી વેઠરૂપ માની, હૃદયના પ્રેમ વિના સાંસારિક જવાબદારી પૂરી કરે છે. તે જીવનનિર્વાહ માટે અનિવાર્ય હોય એટલો જ આરંભ કરે છે, પરંતુ તે પણ દુભાતા ચિત્તે અને શક્ય એટલો અલ્પ આરંભ કરે છે. તીવ્ર આરંભવાળાં કાર્યો તો તે સ્વપ્ન પણ ઇચ્છતો નથી. આરંભમુક્ત ત્યાગી જીવોની તે પ્રશંસા કરે છે અને પોતે આરંભપરિગ્રહને વહેલામાં વહેલી તકે તજવાની ભાવના રાખે છે. તેના અંતરમાં ચૈતન્ય પ્રત્યે અત્યંત પ્રેમ હોય છે. તેનું ચિત્ત બીજે કશે પણ ચોંટતું નથી. પ્રતિકૂળ સંજોગોમાં તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૬ (પત્રાંક-૭૦૬) Page #755 -------------------------------------------------------------------------- ________________ ७०८ ધર્મમાં દેઢતા રાખી પ્રાપ્ત અને વૈરાગ્યને વધારે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દુ:ખને ધૈર્યપૂર્વક વેદે છે, આર્ત્તધ્યાનથી ખિન્ન થતો નથી વળી, આત્માર્થી જીવ ઉપશમને ધર્મનો સાર સમજતો હોવાથી જ્યાં પણ કષાયવાળું વાતાવરણ હોય ત્યાંથી તે દૂર રહે છે. તે સમજે છે કે કષાયના પરિણામે થતી ચિત્તની થોડી પણ ચંચળ અને મલિન અવસ્થા તેની આધ્યાત્મિક પ્રગતિમાં આડખીલીરૂપ બને છે. જ્યાં સુધી ચિત્ત કષાયથી રંજિત હોય ત્યાં સુધી તત્ત્વનું અવગાહન થઈ શકતું નથી. કષાયની મંદતા થઈ હોય તો જ આત્મવિચારણા થઈ શકે છે. તેથી તે અનાદિ કાળની વૃત્તિઓના શમનનો નિરંતર અભ્યાસ કરે છે. તે અપક્ષપાતપણે પોતાના દોષો જુએ છે અને સરળપણે તેને સ્વીકારે છે. તેને સ્વદોષરક્ષણના ભાવ થતા નથી, પરંતુ પોતાના દોષો પ્રત્યે નિંદાના તથા ધિક્કારના ભાવ થાય છે. થયેલ કષાયો માટે તે પશ્ચાત્તાપ કરે છે અને ફરી ન થાય તે માટે તેનાં પ્રત્યાખ્યાન લે છે. કષાયો ઉત્પન્ન થવાના કારણોની વિચારણા કરે છે અને ફરી ન થાય તેની જાગૃતિ સેવે છે. આ રીતે તે કષાયને શાંત કરે છે. કષાય મંદ થવાથી તેનાં પરિણામ પ્રશસ્ત રહે છે અને તેથી તે દૃઢતાપૂર્વક ધર્મકાર્ય કરી શકે છે. તેનાં પરિણામ શાંત અને ઉદાર થયા હોવાથી તેને સર્વ જીવોને શાંતિ પ્રદાન કરવાની ભાવના થાય છે. તેને અન્ય જીવોને દુ:ખ કે પીડા આપવાની વૃત્તિ થતી નથી. બીજાનું દિલ દુભાય એવી કડવી કે કઠોર ભાષા તે બોલતો નથી. શાંતિથી, મધુરતાથી, કોમળતાથી તે સત્ય અને હિતની વાત કરે છે. તન-મનધન વડે અન્ય જીવો પ્રતિ તે ઉપકાર કરે છે. આમ, વૈરાગ્ય-ઉપશમના દૃઢ અભ્યાસથી આત્માર્થી જીવમાં જાગૃતિ વૃદ્ધિ પામે છે. વૈરાગ્ય સુખાભાસ છોડાવી સત્સુખનો માર્ગ પકડાવે છે અને ઉપશમ દુઃખનાં કારણોને દૂર કરે છે. આત્માર્થા જીવ આત્માનુભૂતિનું અમૃતપાન અતિશય દુર્લભ જાણી તેના પુરુષાર્થમાં સદા તત્પર રહે છે. તેને સ્વરૂપપ્રાપ્તિની અદમ્ય તાલાવેલી અને અથાગ ઉત્સાહ હોય છે. સ્વકાર્ય મુલતવી રાખવાનું તેની પ્રકૃતિમાં નથી હોતું, પરંતુ સ્વકાર્ય માટે તે હંમેશાં તત્પર હોય છે. સંસારના કોઈ પણ પદની પ્રાપ્તિની કામનાના અભાવપૂર્વક, પૂર્ણતાના સ્પષ્ટ લક્ષપૂર્વક, નિજપરમપદના અત્યંત મહિમાપૂર્વક તેને એકમાત્ર મુક્તિની ઇચ્છા અને તે માટેનો જ ઉદ્યમ હોય છે. તે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકીને આત્મપ્રાપ્તિ માટે ઝંપલાવે છે. સંસારની કડાકૂટ છોડી, મોહને તોડીને વિજેતા બનવા કટિબદ્ધ થાય છે. તે અતીન્દ્રિય આનંદનો તીવ્ર ચાહક બને છે. હવે તેને ચૈતન્ય સિવાય બીજે કશે પણ રસ આવતો નથી. તેને એકમાત્ર આત્મપ્રાપ્તિનું જ ધ્યેય રહે છે. આત્માના અનુભવ માટે તેના અંતરમાં તાલાવેલી જાગે છે. અનાદિથી જે વિષય-કષાયોમાં પોતે મગ્ન હતો તેમાં હવે તેને જરા પણ રસ રહેતો નથી. સંસારના ક્લેશ-કોલાહલથી કંટાળેલી અને Page #756 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦ ૭/૯ આત્માને તલસતી તેની પરિણતિ આત્મશાંતિ તરફ વેગપૂર્વક દોડે છે. આત્માર્થી જીવને આત્મપ્રાપ્તિની આવી ઝંખના હોવાથી તેને સદ્ગુરુના બોધથી પોરસ ચઢે છે. સદ્ગુરુનાં વચનો સાંભળતાં આખો આત્મા ઊછળી જાય એવું શૂરાતન ચઢે છે. તેની સત્પાત્રતારૂપ યોગ્ય ભૂમિકામાં સદ્ગુરુના બોધનું પરિણમન થાય છે અને આત્માના અખંડ અને અવ્યાબાધ સુખને ઉત્પન્ન કરનાર સુવિચારણા પ્રગટે છે. વૈરાગ્ય અને ઉપશમરૂપ સત્પાત્રદશા આવી હોવાથી સદ્ગુરુના બોધ વડે સુવિચારણા પરિપક્વ થાય છે અને તેની ક્ષિતિજો વિસ્તરે છે. પરંતુ આવી યથાર્થ પાત્રતાનો અભાવ હોય ત્યાં શ્રવણ નિષ્ફળ જાય છે, અથવા તો તેનો નહીંવત્ લાભ થાય છે. સાંભળવાનું કામ સરળ છે, પણ બોધને જીવનમાં ઉતારવાનું કામ કઠિન છે. અપાત્ર જીવને સમ્યક કાર્ય કરવાની ઇચ્છા થતી નથી અને તેથી સમ્યક ધર્મ તેનાથી હજારો ગાઉ દૂર રહે છે. તે સદ્ગુરુના બોધને પરિણમાવવાનો કોઈ પ્રયત્ન કરતો નથી અને વૃત્તિને બહાર જ ભટકાવ્યા કરે છે. ખરેખર તો આનો અર્થ એમ જ થાય છે કે તેણે સદ્ગુરુનો બોધ સાંભળ્યો જ નથી. જે દેશનાનું પરિણામ અંતરમાં ઊગી ન નીકળે તેનું શ્રવણ, શ્રવણ કહેવાય જ નહીં. માત્ર અવાજનાં મોજાં કાનના પડદાને અથડાયાં એટલું જ કાર્ય થયું ગણાય. તીવ્ર વિષય-કષાયની વૃત્તિઓનો રોધ કરી, આત્માર્થીના તથારૂપ ગુણોને પ્રાપ્ત કરવા પ્રત્યે જો જીવ જાગૃત રહે નહીં તો તેને સદ્ગુરુનો બોધ પરિણમતો નથી. જ્યારે સત્પાત્રદશા આવે છે ત્યારે આત્માર્થી જીવ પોતે કોણ છે? પોતાનું સ્વરૂપ કેવું છે?' વગેરે પ્રકારના વિચારો વિવેકપૂર્વક અને શાંત ભાવે કરે છે. સંસારથી ચિત્તને પાછું વાળીને તે દેવ-ગુરુની ભક્તિમાં લીન રહે છે. પોતાની વૃત્તિઓને આમ તેમ રખડતી રોકીને તેને આત્મવિચારમાં જોડવા મથે છે. અંતરનો માર્ગ શોધવા તે જ્ઞાની પાસે જઈ પોતાના દિલની વેદના ઠાલવે છે અને ચૈતન્યના હિતની રીત સમજવા અત્યંત આદ્રભાવે તે સદ્ગુરુને વિનંતી કરે છે કે હે પ્રભુ! હવે હું આ સંસારભ્રમણથી થાક્યો છું, હવે મને સંસારસુખ વહાલું નથી લાગતું; સંસારથી છૂટીને મારો આત્મા પરમ સુખને પામે એવો ઉપાય કૃપા કરીને મને બતાવો.' શિષ્યની આવી યાચનાથી પ્રેરાઈને તેમજ તેની યથાર્થ યોગ્યતા જોઈને સદ્ગુરુ તેને વારંવાર બોધદાન કરે છે. પ્રેરણા વડે ઉત્સાહ અને ખુમારી વધારી, તત્ત્વશ્રદ્ધાન કરાવી, પુનઃ પુનઃ સ્વ-પરનું ભિન્નપણે જેથી ભાસે એવી ચિંતનધારામાં તેના ચિત્તપ્રવાહને જોડી, સ્વમાં સ્વપણું સ્થાપવા અર્થે શિષ્યને પ્રેરિત કરે છે. સદ્ગુરુ શિષ્યને તેનો આનંદદાયક ચૈતન્યદરબાર દેખાડે છે. તેઓ બોધે છે કે હે જીવ! જ્ઞાનચક્ષુ ખોલીને અતિશય મહિમાવંત એવો ચૈતન્યનો દરબાર જો . ચૈતન્યના ભવ્ય દરબારમાં અનંત ગુણો પોતપોતાની શક્તિ સહિત બિરાજી રહ્યા છે. ત્યાં જીવત્વ, Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વજ્ઞતા, પ્રભુતા, વિભુતા, આનંદાદિ ગુણોના ભંડાર ભરેલા છે. અનંત શક્તિઓ તારા અંતરના ચૈતન્યદરબારમાં શોભી રહી છે. ત્યાં જ્ઞાન-દર્શનના દીવડા ઝગમગી રહ્યા છે, આનંદનાં તોરણ ઝૂલી રહ્યાં છે. અનંત શક્તિવાળા ચૈતન્યદરબારમાં પરભાવનો પ્રવેશ નથી. જેમાં કોઈ પરભાવ પ્રવેશી ન શકે એવા મજબૂત દરવાજા છે. જેમાં પગ જ પરમ શાંતિ અનુભવાય, જેના અવલોકનમાત્રથી આત્મા ન્યાલ થઈ જાય તેવા આ આનંદદાયક દરબારમાં સંતો અને સિદ્ધોનાં બેસણાં છે. આવા પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને ઓળખ, પામ. અંતરથી હકાર લાવ કે હું આનંદકંદ છું, હું પૂર્ણાનંદી છું, હું પરમાનંદી છું, હું નિત્યાનંદી છું, હું નિર્મળાનંદી છું, હું સ્વરૂપાનંદી છું, હું અખંડાનંદી છું, હું સહજાનંદી છું, હું સચ્ચિદાનંદી છું, હું સત્યાનંદી છું, હું તત્ત્વાનંદી છું, હું શ્રદ્ધાનંદી છું, હું જ્ઞાનાનંદી છું, હું ચારિત્રાનંદી છું. તારાં અનંત નિધાન તારા માટે અકબંધ પડ્યાં છે. ક્ષણિક ક્લેશિત પરિણામથી તે ઢંકાઈ ગયાં છે. અનાદિથી દેહાદિમાં સ્વાત્મબુદ્ધિ આદિ મિથ્યા માન્યતાના કારણે તારી પર્યાયમાં સદૈવ મલિનતા અને અપૂર્ણતા રહી છે. ત્યાં હવે શુદ્ધાત્માના આશ્રયે નિર્મળતાની અને પૂર્ણતાની રચના કર. તારું અનાદિનું નપુંસકપણું ટાળી સાચું પૌરુષ પ્રગટાવ. જે પળે પળે પર્યાયમાં વિભાવની જ રચના કરે છે, પોતાનું સ્વાધીન સામર્થ્ય વિસારી પરની આધીનતા સ્વીકારે છે એ તો નપુંસક છે. શુદ્ધ, પરિપૂર્ણ, ત્રિકાળી, ધ્રુવ જ્ઞાયકસ્વભાવના આશ્રય વડે જે સમયે સમયે નિજપર્યાયમાં આત્મપ્રભુની પ્રતિષ્ઠા કરે છે તે પુરુષાર્થનંત જ સાચો પુરુષ છે. હે ભવ્ય નિજપરમાત્માનું અવલંબન લઈ સાચો પુરુષ બન. અનાદિ કાળથી એક સમયની ઊંધાઈમાં તું અટક્યો છે. હવે શુદ્ધાત્માનો આશ્રય કર, તો તારું અનંત સુખ તારી પર્યાયમાં શીઘ્રતાથી ઊછળી આવશે.' આત્મકલ્યાણની ઉત્કટ ભાવના ભાવવાથી જેનો દર્શનમોહ મંદ થયો છે તેવા આત્માર્થી જીવને તેના મહત્પષ્યના યોગથી જ્યારે સજીવનમૂર્તિ સદ્ગુરુ દ્વારા શ્રુતસાગરના નિચોડરૂપ બોધ પ્રાપ્ત થાય છે, ત્યારે તે આસન્નભવ્ય જીવ તે બોધ પ્રત્યે એકલક્ષપણે, એકધ્યાનપણે, એકલયપણે વર્તે છે. જેમ મોરલીનો નાદ સાંભળતાં જ સાપ આનંદથી ડોલી ઊઠે છે, તેમ પોતાના આત્માના અનંત ગુણોનો મહિમા સાંભળીને આત્માર્થી જીવ આનંદથી નાચી ઊઠે છે. પોતે પૂર્ણ છે, શુદ્ધ છે, આનંદસ્વરૂપ છે એવો પોતાનો મહિમા તે હોંશથી સાંભળે છે. ગુરુના બોધનો વિશ્વાસ લાવી, અંતરમાં હકાર ઘૂંટીને કહે છે કે “એ પૂર્ણ સ્વભાવ સિવાય મને બીજું કંઈ જોઈતું નથી.” સદ્ગુરુના બોધથી તેને અપૂર્વ જાગૃતિ ઉત્પન્ન થતાં ઉત્તરોત્તર ચડતી ભાવશ્રેણીનો તે અનુભવ કરે છે. બોધથી પોતાને અનંત લાભ થયો છે એમ ભાસવાથી તેને બોધનો અપૂર્વ મહિમા પ્રગટે છે. આ વચનામૃત મારાં અનાદિનાં દારુણ દુ:ખનો અંત લાવવાને સમર્થ છે' એમ તે અપૂર્વ શ્રદ્ધાપૂર્વક માની, અન્ય સર્વ વૃત્તિમાંથી મનને ખેંચી લઈ એ Page #758 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦ ૭૧૧ બોધને વિષે જ પરમ પ્રેમે વર્તે છે. કિન્નર આદિ દેવોનાં ગાયનો સાંભળતાં ભોગીઓને જેટલી પ્રીતિ થાય છે, તેના કરતાં પણ અનંતગણી પ્રીતિ ઉપદેશ સાંભળતાં થાય છે, કારણ કે તેમાં રહેલા સામર્થ્યની તેને પ્રતીતિ હોય છે.૧ આવું થાય ત્યારે અને તો જ બોધ પરિણામ પામે છે, અન્યથા નહીં. પરમ પ્રેમ, અખંડ જાગૃતિ અને પ્રચંડ પુરુષાર્થથી તે જીવની અંતર્મુખતા વધતી જાય છે. આ રીતે આત્માર્થી જીવ સદ્ગુરુ પાસેથી આત્મસ્વરૂપનો બોધ અંતરની જિજ્ઞાસાપૂર્વક સાંભળે છે. પ્રત્યક્ષ સદ્ગુરુના સમાગમમાં યોગને સ્થિર કરી, તે તીવ્ર રુચિપૂર્વક પોતાના ઉપયોગને સદ્ગુરુના બોધમાં જોડે છે. સદ્ગુરુ પ્રત્યેનો તેનો પ્રેમ દૃઢ થાય છે. સ્વભાવનો અહોભાવ જાગે છે, સાધનાનો સંકલ્પ દૃઢ થાય છે અને જાગૃતિ વર્ધમાન થાય છે; જેની સુંદર અસર બોધશ્રવણ સિવાયના બાકીના સમયગાળા ઉપર પણ પડે છે. તે બોધનું માહાત્મ્ય તેના હૈયામાં એવું વસી જાય છે કે જીવનની પ્રત્યેક પળમાં, દરેક વૃત્તિ-પ્રવૃત્તિમાં એ વણાઈ જાય છે. યોગની પ્રવૃત્તિને ઉદયાનુસાર ચાલવા દઈ તે ઉપયોગને વારંવાર સદ્ગુરુના બોધમાં જોડે છે. બોધથી મળેલ જાગૃતિના બળ વડે આ અભ્યાસ સતત ચાલુ રહે છે. તે બોધને વારંવાર રુચિપૂર્વક વાગોળે છે અને તેથી જેમ જેમ તે વિચાર કરે છે, તેમ તેમ અદ્ભુત ચમત્કારિક ચૈતન્યતત્ત્વ તેને લક્ષગત થાય છે તથા તેમાં જ વધારે ઊંડો ઊતરીને તેનાં ચિંતન-મનનમાં જ તે મગ્ન રહે છે. સ્વ-૫૨નો અત્યંત ભેદ લક્ષમાં લઈ, રાગરહિત શુદ્ધ આત્મદ્રવ્ય કેવું હોય એ વિષે તે વિચારે છે. પહેલાં જે અશાંતિ અને આકુળતા હતી તે હવે આવી વિચારધારાથી કંઈક ઓછી થતાં તેના પુરુષાર્થને વેગ મળે છે. તે આકુળતા આપનાર શુભાશુભ ભાવોમાંથી ચિત્તને પાછું ખેંચીને ચૈતન્યમાં જોડવા મથે છે અને જેમ જેમ તે ચિત્તને ચૈતન્યમાં જોડવા મથે છે, તેમ તેમ તેની મૂંઝવણ ઘટતી જાય છે તથા આત્માનો ચિતાર તેને સ્પષ્ટ થતો જાય છે. સદ્ગુરુના બોધને સૂક્ષ્મપણે વિચારતાં આત્માર્થા દૃઢ નિર્ણય કરે છે કે જડ-ચેતન તમામ દ્રવ્યો લક્ષણભેદથી જુદાં છે. જડ અને ચેતન બન્ને સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે. મારું કાર્ય તો માત્ર જાણવાનું અને નિજપરિણામ કરવાનું છે. જગતના અન્ય પદાર્થો અને તે પદાર્થોનાં કાર્ય મારાં નથી, છતાં તેને મારાં માનું તો સ્વધર્મની મર્યાદા લોપાય અને મિથ્યાત્વરૂપી મહાપાપ થાય. અનાદિથી અજ્ઞાનવશ અન્ય પદાર્થો અને તેનાં પરિણમન પ્રત્યે અનેક પ્રકારના અભિપ્રાયો આપતો આવ્યો છું, એટલું જ નહીં ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૨૫૪ 'न किन्नरादिगेयादौ, शुश्रूषा भोगिनस्तथा । यथा जिनोक्तावस्येति हेतुसामर्थ्यभेदतः ।।' - Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરંતુ તેને નિજ અભિપ્રાય મુજબ ફેરવવાની બુદ્ધિથી અનંતા રાગ-દ્વેષ કરી કરીને હું દુ:ખી થયો છું. અજ્ઞાનભાવથી તો મેં અત્યાર સુધી દુ:ખ, દુ:ખ અને દુ:ખ જ વેદ્યું છે, પણ હવે સદ્ગુરુના પ્રતાપે એ દુઃખનો આરો આવ્યો છે. મહાભાગ્યે મને સદ્ગુરુબોધ મળ્યો છે. હવે મને સમજ પડી ગઈ છે કે હું તો માત્ર મારાં પરિણામોનો જ કર્તા છું. મારા આત્મામાં પ્રત્યેક સમયે પરિણમનરૂપ ક્રિયા થાય છે, જેનો કર્તા હું સ્વયં છું. પરિણામરૂપ કર્મને હું પોતે જ કરું છું, મારા વડે જ કરું છું. તે પરિણમન નિરંતર મારી જ શક્તિથી થયા કરે છે. પર સાથે મારે કોઈ સંબંધ નથી, તેથી તેમાં રાગ-દ્વેષ કરવા નિરર્થક છે. પ્રત્યેક દ્રવ્યની ક્રિયાનો કર્તા તે દ્રવ્ય સ્વયં છે, તો હું નાહકનો પરમાં કર્તા-ભોક્તાપણાનો ભ્રમ સેવું છું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે એમ હોય તો દ્રવ્યસ્વતંત્રતાનો નાશ થઈ જાય. દેહની અવસ્થાઓને હું યથેચ્છ પલટાવી શકું અથવા દેહની અનુકૂળ મનાતી પર્યાયોથી મને લાભ કે પ્રતિકૂળ લાગતી અવસ્થાઓથી મને નુકસાન થાય છે - આવું માનવું તે નરી મૂર્ખતા છે. માટે મારા અને પરના સ્વાધીનપણાની શ્રદ્ધા કરી, મારા કલ્યાણનો માર્ગ સરળ બનાવું. અજ્ઞાન અને અલ્પ પુરુષાર્થને છંદી હવે શીઘ્રમેવ જ્ઞાનરૂપ પરિણમનનો તીવ્ર પુરુષાર્થ સાધું.....' આમ, તત્ત્વવિચાર-પૂર્વક વર્તવાથી જગતમાં થતા અન્ય ફેરફારો પ્રત્યે હવે તેને કાંઈ પણ લેવાદેવાની વૃત્તિ સુખ-દુ:ખની વૃત્તિ રહેતી નથી, એટલે ક્લેશ-કષાયથી છૂટવાનું સહજ બની જાય છે. વળી, તે પોતાના ચૈતન્યસ્વરૂપનો અચિંત્ય મહિમા વિચારી પોતાના ઉપયોગને સ્વ-આત્મા તરફ વાળવાનો પુરુષાર્થ કરે છે અને બાહ્ય તરફ ઝૂકતી પરિણિતને પાછી વાળે છે. શાંતિ અનુભવવા માટે પોતાના શાંત સ્વરૂપમાં જ પોતાના ઉપયોગને દોરી જાય છે, કારણ કે નિજાત્મા સિવાય બહાર કશેથી પણ શાંતિ મળશે નહીં એની તેને ખાતરી થઈ છે. જેમાં શાંતિ નથી એવા જગતના તમામ પદાર્થો સાથે તેને કંઈ પ્રયોજન રહેતું નથી. તેને તો તેના આત્મા સાથે જ પ્રયોજન રહે છે. પરદ્રવ્યોમાંથી સુખ-શાંતિ મેળવવાની વિપરીત ચેષ્ટા ત્યાગી, તે પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરે છે. પૂર્વે કરેલી બાહ્ય ધર્મપ્રવૃત્તિથી તેની અંતરની પરિણતિમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું, પરંતુ હવે ચિંતનની દિશા બદલાતાં તેની દશામાં સ્થૂળ અને સૂક્ષ્મ ફેરફારો થાય છે. શુદ્ધાત્મપ્રાપ્તિની વિધિ યથાર્થપણે સમજાયા પછી અંતરની પરિણતિ માર્ગ બદલ્યા વિના રહે નહીં. પરિણતિનો સ્વભાવ છે કે જેનો મહિમા લાગે ત્યાં દોડી જાય. સદ્ગુરુએ આપેલ બોધના ચિંતન દ્વારા સ્વભાવ અને વિભાવનાં લક્ષણ નક્કી કરી, બન્નેને ભિન્ન જાણ્યા પછી અદ્ભુત, ગંભીર, શાંત સ્વતત્ત્વનો અચિંત્ય મહિમા સમજાતાં પરિણતિ સ્વયમેવ અંદર ઢળે છે. મારું સ્વરૂપ શુદ્ધ હોવાથી તેને અન્ય કોઈ વસ્તુ સાથે સંબંધ નથી; હું સદૈવ એક ચૈતન્યમાત્ર છું, અખંડ આનંદકંદ છું, સુખધામ અને Page #760 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪) ૭૧૩ જ્ઞાનસાગર છું, ચૈતન્યનો ફુવારો છું, સત્-ચિતુ-આનંદમય છું; પછી બીજાનું મારે શું કામ?' આવી રીતે નિજસ્વરૂપનો નિર્ણય કરીને પરિણતિ અન્ય વિકારી ભાવો તરફથી પાછી ફરી જાય છે - જુદી પડી જાય છે. આત્માર્થી પોતાના હૃદયમાં સ્વ-પરનું ભેદજ્ઞાન સતત ઘૂંટ્યા કરે છે. પ્રત્યેક કાર્ય વખતે તથા પ્રસંગ વખતે ચૈતન્યરસનો મહિમા અંદર ઘોળાયા કરતો હોવાથી તેની અસર બાહ્ય પ્રવૃત્તિમાં પણ જણાવા માંડે છે. વ્યવહાર પ્રસંગથી અલગ રહી, અંતરમાં જ્ઞાન અને રાગની ભિન્નતાને અનુભવવાનો તે વારંવાર પ્રયત્ન કરે છે. હર્ષ-શોકના બાહ્ય પ્રસંગોમાં પહેલાં તીવ્ર ગતિએ જોડાઈ જતી વૃત્તિઓ હવે શમવા માંડે છે. ચિંતનની દિશા વારંવાર ચૈતન્ય તરફ વળ્યા કરે છે, તેથી બાહ્ય પ્રવૃત્તિમાં તેનું ચિત્ત ઉદાસ બનતું જાય છે - જાણે ખોવાયેલું રહ્યા કરે છે. કશામાં તે રસપૂર્વક જોડાઈ શકતો નથી. આમ, પ્રાપ્ત થયેલ બોધનું સતત રટણ અને ઘોલન કરવાથી તેને સુખદાયક સુવિચારદશાની પ્રાપ્તિ થાય છે. પૂર્વે તેને અનેક વાર સનું શ્રવણ કરવાનો અવસર મળવા છતાં, તેનું માહામ્ય ન હોવાના કારણે અથવા તો અલ્પ કે નહીંવત્ પુરુષાર્થને કારણે તે અટકી ગયો હતો. પરની પરીક્ષામાં તથા પરની પ્રાપ્તિની કળાઓમાં પ્રવીણ બની, તેણે તેમાં જ પોતાનો સર્વ કાળ વેડફડ્યો હતો, પરંતુ સુવિચારણા કે જે દ્વારા શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ થાય તેવો પુરુષાર્થ કર્યો ન હતો. હવે બોધની સતત વિચારણા કરવાથી ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાની પ્રાપ્તિ થતી જાય છે. સુવિચારણા તેના અનાદિથી ચાલતા સર્વ દુઃખોના દાતા એવા ભવચક્રને સર્વ દુઃખોના છેદક એવા મોક્ષચક્રમાં પરિવર્તિત કરે છે. અગ્નિ જેમ ઘાસના મોટા ઢગલાને તુરંત બાળીને રાખ કરી દે છે, તેમ આત્મપ્રાપ્તિમાં વિશ્વરૂપ કર્મના ગંજને સુવિચારણારૂપી અગ્નિ અલ્પ કાળમાં બાળીને ભસ્મ કરી દે છે. માટે આત્મપ્રાપ્તિ અર્થે અખંડ ધારાએ સુવિચારણાનો અભ્યાસ કર્તવ્ય છે. શ્રીમદ્ લખે છે – ‘ફરી ફરી સત્સંગ, સશાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે.” સદ્ગુરુના બોધનો વિચાર, તેનું જ સ્મરણ, તે સ્મરણની નિરંતરતા અને તેથી અન્ય ભાવનું વિસ્મરણ થતાં આત્માર્થીની. વૃત્તિ ચૈતન્યસત્તામાં સ્થિર થાય છે. આત્માથી જીવ ભેદજ્ઞાનના અભ્યાસ વડે વારંવાર પોતાના નિર્ણયને ઘૂંટે છે. જેમ તેજાબ વડે કંચન અને કથીરને જુદાં કરવામાં આવે છે, તેમ આત્માર્થી જીવ ભેદજ્ઞાન વડે દેહ, કર્મ અને રાગાદિ ભાવોને સ્વસ્વરૂપથી જુદાં જાણે છે. આ ભેદજ્ઞાનની સહાયથી કર્મો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૩ (પત્રાંક-પ૭૦) Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આત્મપ્રદેશથી જુદાં થઈ ખરી પડે છે, વીખરાઈ જાય છે અને આત્મા નિર્મળ બનતો જાય છે. જેમ જેમ તેનો ભેદજ્ઞાનનો રસ વધતો જાય છે, તેમ તેમ બીજી વાતોમાં તેનો રસ ઓછો થતો જાય છે. આત્મામાં અનન્ય પ્રેમ જાગવાથી વિષયાસક્તિ ભસ્મ થઈ જાય છે. બીજી કંઈ પણ અપેક્ષા નહીં રાખતાં સઘળેથી પ્રીતિ સંકેલીને તે એક આત્મામાં જ તન્મય બને છે. તેને આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે એકતાર ભક્તિ જાગે છે. પહેલાં ઘડીમાં અહીં અને ઘડીમાં તહીં જતી વૃત્તિ હવે ક્ષણ પણ બીજે નહીં જતાં આત્મામાં વસે છે. બીજા સર્વે પ્રત્યે સ્વાભાવિકપણે વૈરાગ્ય આવે છે, આત્માથી વિશેષ પ્રીતિનું બીજું સ્થાન નથી રહેતું. આત્મામાં જ રુચિ અને રસ હોવાથી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં કેટલો વખત ગયો એનો લક્ષ પણ રહેતો નથી. સ્વરૂપનાં રસ અને રુચિ વડે સ્વભાવનો પુરુષાર્થ થવાથી સમય તરફ ધ્યાન પણ રહેતું નથી. રુચિ જ્યાં હોય ત્યાં પુરુષાર્થ સહજ વળ્યા કરે છે. અંતરમાં આત્માના હિતની જરૂરિયાત લાગી હોવાથી પુરુષાર્થ થયા વિના રહેતો નથી. તેની વૃત્તિ સ્વરૂપના અભ્યાસમાં જ લાગેલી રહે છે. અંતરમાં આત્મસ્વભાવની લગની, એને પ્રાપ્ત કરવાની ઊંડી ખટક, એનું ઊંડું ઘોલણ નિરંતર રહેતાં હોવાથી એના ઉલ્લેખમાત્રથી રોમેરોમમાં આનંદ ઉલ્લસે છે અને તે દિવસ-રાત એની પાછળ લાગી જાય છે. નિરંતર આત્મભાવના કરવાથી અધ્યાત્મરસ ઘટ્ટ થતો જતો હોવાથી આત્મજાગૃતિ સહજ અને સતત રહે છે. ચૈતન્યરસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને ઇન્દ્રિયાતીત આંતર સ્વભાવમાં અભેદરૂપ થાય છે, એટલે કે નિર્વિકલ્પ થાય છે. આવી નિર્વિકલ્પ દશામાં અપૂર્વ આનંદ અને અપાર શાંતિ વેદાય છે. જેમ વીજળી તાંબાના તારની અંદર ઊતરી જાય છે, તેમ સુખદાયક એવી સુવિચારણાના અભ્યાસથી પૂર્ણાનંદ પ્રભુ પર્યાયમાં ઊતરી આવે છે, અર્થાત્ સાક્ષાત્ અનુભવદશા પ્રાપ્ત થાય છે. આમ, આત્માર્થી જીવમાં આત્મપ્રાપ્તિની રુચિ, ખટક, ઝૂરણા હોય છે. તેનામાં પુરુષાર્થની ધગશ હોય છે. ઘડી ઘડીમાં તેની રૂચિની દિશા પલટાતી નથી. તેનો નિર્ણય પાકો હોય છે. નિશ્ચયની ખામી હોય ત્યાં પુરુષાર્થ ઊપડતો નથી અને તેથી જીવ નિષ્ફળતાને જ વરે છે. સાચો સાધક તો સિંહ જેવો હોય છે. વનનો રાજા સિંહ વારંવાર ઊઠ-બેસ કરતો નથી અને ઊઠે છે ત્યારે એવો ઊઠે છે કે કામ કરીને જ બેસે છે. તેવી જ રીતે આત્માથી જીવે ડામાડોળ વૃત્તિ તથા મંદ વીર્યને છોડી દઢ મનોબળ ધારણ કર્યું હોવાથી, ઉચ્ચ વીર્યના સથવારે પોતાનો નિશ્ચય પાર પાડીને જ તે જંપે છે. સાધક જ્યારે ઉત્સાહરૂપી શંખ ફૂંકી સ્વભાવને મેળવવા તથા અજ્ઞાનને છેદવા રણે ચડે છે, ત્યારે ત્યાં તેનો વિજય જ થાય છે. સ્વરૂપમાં જવાની હોંશ અને તાલાવેલી હોવાથી તેને આત્મપ્રાપ્તિ માટે ઝાઝી પ્રતીક્ષા કરવી પડતી નથી. તે સુવિચારણા દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરીને પર્યાયમાં પોતાની સમ્યગ્દર્શનરૂપ પ્રભુતા પ્રગટાવે છે અને Page #762 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪) ૭૧૫ ચૈતન્યના શાંત રસનો - આનંદરસનો અનુભવ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – આવે જ્યાં એવી દશા, શુદ્ધાશયથી સદ્ય; સદ્ગુરુ યોગે ભક્તિથી, વચનામૃત અનવદ્ય. આત્મશાંતિ કર સુખદ એ, સદ્ગુરુબોધ સુહાય; જેમ તાવ ઉતર્યા પછી, જમવાની રુચિ થાય. યથાવિધિ સદ્ગુરુ થકી, મળે બોધ હિતકાર; તે બોધ સુવિચારણા, સહેજે ચિત્ત મજાર. નિર્મળ નિઃસંશયપણું, નિર્ભયતા પણ થાય; અનુક્રમેથી અસંગતા, ત્યાં પ્રગટે સુખદાય.’ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૫૭-૧૬૦) Page #763 -------------------------------------------------------------------------- ________________ Page #764 -------------------------------------------------------------------------- ________________ गाथा - ४१ oint २३६५३, Mia 11, -शा १५ ev, ५ ५f. Page #765 -------------------------------------------------------------------------- ________________ Page #766 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૧ (અથો અમી ના નિકાલ - ગાથા ૪૦માં કહ્યું હતું કે જ્યારે આત્મામાં તથારૂપ યોગ્યતા આવે છે ત્યારે ભૂમિકા "] સદ્દગુરુબોધ શોભે છે, એટલે કે પરિણામ પામે છે અને તે બોધના આધારે સુખદાયક એવી સુવિચારણા પ્રગટે છે; અર્થાત્ જીવમાં પ્રથમ મુમુક્ષુતા ઉત્પન્ન થતાં સત્પાત્રતારૂપ ભૂમિકા તૈયાર થાય છે અને પછી તે સત્પાત્રતારૂપ ભૂમિકામાં સત્પરુષનાં પરમાર્થવચનોનું પરિણમન થતાં સુવિચારદશાનું પ્રગટવું થાય છે. આમ, ગાથા ૪૦માં આત્માર્થી જીવમાં સુવિચારદશા કેવી રીતે પ્રગટે છે તે દર્શાવી, શ્રીમદ્ હવે ગાથા ૪૧માં સુવિચારદશાનું ફળ શું હોય છે, અર્થાત્ સુવિચારણા પ્રગટ્યા પછી શું થાય છે તે દર્શાવતાં કહે છે – “જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; | ગાથા | - જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” (૪૧) જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. (૪૧) સદ્ગુરુના ઉપદેશની સતત વિચારણાથી આત્માર્થી જીવ સસ્વરૂપની યથાર્થ માન્યતા કરે છે. સસ્વરૂપની ખોજની અભીસા તીવ્ર થતાં દર્શનમોહનો રસ મંદ થાય છે અને અધ્યાત્મરસ અત્યંત વૃદ્ધિ પામે છે. આત્મપ્રાપ્તિની તીવ્ર રુચિના પ્રતાપે તે વિચારપૂર્વક ભેદજ્ઞાનનો પ્રયાસ ચાલુ કરે છે. વિભાવના નિષેધપૂર્વક તથા સ્વભાવનો આદર કરવારૂપ ભેદજ્ઞાનના અભ્યાસથી પરિણામના પ્રવાહની દિશા બદલાય છે. તેને આત્મતત્વનો અપૂર્વ મહિમા જાગે છે. વારંવાર પોતાના જ્ઞાનાનંદસ્વરૂપનો લક્ષ કરતાં સ્વરૂપનો રસ ઘૂંટાઈને ઘટ્ટ થતો જાય છે. આ સ્થિતિમાં સ્વભાવની અનન્ય રુચિ અપૂર્વ ભાવ સહિત પ્રગટ થાય છે અને દર્શનમોહનો ક્ષય થઈ નિજજ્ઞાન - આત્મજ્ઞાન પ્રગટે છે. આત્માર્થી જીવ આત્માનુભવી પુરુષનાં વચનના અવલંબને આત્મભાવનારૂપ આત્મલક્ષને એકાગ્રપણે નિરંતર આરાધીને પ્રત્યક્ષ આત્મદર્શન પામે છે. આમ, દર્શનમોહ વ્યતીત થવાથી આત્માર્થી જીવને આત્મજ્ઞાન થાય છે અને દેહથી ભિન્ન કેવળ ચૈતન્યસ્વરૂપ પોતાના આત્મામાં વૃત્તિની સ્થિરતાથી, રમણતાથી તે સ્વાનુભવના અમૃતરસનો આનંદ આસ્વાદે છે. તેની મધુરતા મનમાં એવી તો વસી જાય છે કે તે અનુભવરૂપ અમૃતરસનો આસ્વાદ નિરંતર અભંગપણે સતત ચાલુ રહે અને એ ભાવાર્થ Page #767 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ આત્મસ્થિરતાના અખંડ આનંદમાં નિરંતર રહેવાય એવી ભાવના રહે છે. કષાયનોકષાયરૂપ ચારિત્રમોહ આત્મજ્ઞાનના પ્રભાવે મંદ પડ્યો હોવા છતાં આત્મસ્થિરતામાં તે વિઘ્નરૂપ હોવાથી તેને ક્ષીણ કરવા અર્થે - તેને નિર્મૂળ કરવા અર્થે આત્મજ્ઞાની નિરંતર ઉદ્યમી રહે છે. નિજજ્ઞાનના પ્રતાપે હવે તેમને ચારિત્રમોહનીયના ઉદયથી ઊઠતાં પરિણામ પોતાનાં નહીં પણ પારકાં લાગે છે અને ભેદજ્ઞાનની પ્રક્રિયા સતત ચાલુ રહેવાથી તે પરિણામ ઘટતી જતી સ્થિતિવાળાં હોય છે. આત્મજ્ઞાનના બળે મોહ ક્રમશઃ ક્ષીણ થાય છે, ઉદાસીનતા વર્ધમાન થાય છે, અપ્રમત્ત સંયમવાળી દશા પ્રાપ્ત થાય છે, ક્ષપક શ્રેણીએ આરૂઢ થવાથી મોહનો સંપૂર્ણ ક્ષય થતાં અન્ય ત્રણ ઘાતી કર્મોનો - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો પણ નાશ થઈ કેવળજ્ઞાન પ્રગટે છે અને ત્યારપછી અઘાતી કર્મોનો નાશ થતાં નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે અને સાદિ-અનંત કાળ સુધી અનંત સમાધિસુખ વેદાય છે. - નિર્વાણની પ્રાપ્તિ માટે મોહનો ક્ષય અનિવાર્ય છે. તે મોહ દર્શનમોહ વિશેષાર્થ શકાય અને ચારિત્રમોહ એમ બે પ્રકારે છે. દર્શનમોહ ગયા પહેલાં ચારિત્રમોહ નિર્મૂળ થઈ શકતો નથી. વૃક્ષનાં પાન, ડાળી, થડ ઇત્યાદિ કાપવા છતાં જો તેને મૂળમાંથી ઉખેડી નાંખવામાં ન આવે તો વૃક્ષ ફરી ફૂટી નીકળે છે; તેવી રીતે પાન, ડાળી કાપવારૂપ યમ, નિયમ ઇત્યાદિ કરવા છતાં જો આત્મજ્ઞાન વડે દર્શનમોહરૂપી મૂળનો નાશ કરવામાં ન આવે તો જન્મ-મરણાદિરૂપી સંસારવૃક્ષ વધતું જ રહે છે. યમનિયમાદિ સાધનો તો અનંત કાળમાં અનંત વાર કર્યા છે, પરંતુ જીવે સદ્બોધના ઉત્તમ શસ્ત્ર વડે તે સંસારવૃક્ષનો મૂળમાંથી નાશ કરવા પ્રયત્ન કર્યો નથી. નિર્વાણપદની પ્રાપ્તિ અર્થે ઉપયોગશૂન્ય અને ભાવરહિત બાહ્ય ક્રિયાકાંડ અનંત વાર કર્યા છે, પરંતુ તેથી તેનાં જન્મ-મરણનો અંત આવ્યો નથી. દર્શનમોહનો ક્ષય કર્યા વગર જન્મ-મરણની સાંકળ તૂટી શકતી નથી અને પરિણામે ભવભ્રમણ ચાલુ રહે છે. સંસારવૃક્ષનો ક્ષય કરવા ઇચ્છનાર આત્માર્થી જીવને સમજાય છે કે દર્શનમોહને જીતનાર આત્મજ્ઞાન, આત્મજ્ઞાની એવા સગુરુના આશ્રયે પ્રગટ થાય છે. અનાદિના વિપરીત અભિપ્રાયને સવળો કરવા માટે સદ્ગુરુનું શરણ અત્યંત આવશ્યક છે. આત્મદર્શનપૂર્વક વિચરતા એવા અચિંત્ય ચિંતામણિ સમાન જ્ઞાનીપુરુષનાં દર્શન, સમાગમ અને સબોધનું અપૂર્વ પ્રેમે આરાધન એ જ મોહને ક્ષય કરવાનો સદુપાય છે. સત્ની જિજ્ઞાસા અત્યંત વર્ધમાન થતાં તેને સમજાય છે કે મહાબળવાન મોહ પોતાની મેળે જીતી શકાય તેમ નથી. જેમણે મોહનો પરાજય કરી નિજજ્ઞાન પ્રગટ કર્યું છે અને ત્રણ લોકમાં સારરૂપ આત્મસુખ જેઓ આસ્વાદી રહ્યા છે, તેવા પ્રત્યક્ષ સદ્દગુરુનું શરણ એ જ મોહક્ષય કરવા માટે ઉત્તમ બળવાન નિમિત્ત છે. વિવેકી પુરુષ ઉપરની નિર્ભરતા એ Page #768 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧ ૭૨૧ જ સ્વવિવેકના પ્રાગટ્યનો સરળતમ માર્ગ છે. શ્રી જિનવરપ્રણીત શાસ્ત્રો ઉપકારી છે, પરંતુ જે જીવમાં વિવેકની શૂન્યતા અથવા મંદતા છે, તેને શાસ્ત્ર યથાર્થપણે સમજાતાં નથી. તેમાં આવતાં વિરોધાભાસી કથનોથી તે મૂંઝાઈ જાય છે, તેથી તેમાંથી માર્ગ મળી શકતો નથી. જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુની એ મહત્તા અને પરમ ઉપકારિતા છે કે તેઓ પરમશ્રત છે, તેમની અપૂર્વ વાણીમાં કોઈ નય દુભાતો નથી, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ પરિજ્ઞાન કરી તેઓ જણાવે છે, તેથી તેમના બોધના દઢ આશ્રયે નિઃશંકપણે અને નિર્ભયપણે આત્મકલ્યાણના પંથે આગળ વધી શકાય છે. તેથી જ આત્માર્થી જીવ સદ્ગુરુના અમૃત સમાન શાંતરસપ્રધાન સબોધની વિચારણા અને આરાધના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો સન્દુરુષાર્થ કરે છે. સત્પાત્રદશાવાન આત્માર્થી જીવને જ્યારે આત્મસ્વરૂપનો બોધ સદ્ગુરુમુખેથી શ્રવણ કરવાનો સુઅવસર સાંપડે છે ત્યારે તેને અપૂર્વ ભાવ જાગે છે અને અંતરમાં ઉમળકો આવે છે. આત્મસ્વરૂપનું વર્ણન સાંભળતાં પોતાનામાં પણ તેવો જ સુખ, શાંતિ, આનંદ અને પ્રભુતાનો ચૈતન્યખજાનો ભર્યો છે એવી ખાતરી થતાં તે ઉલ્લસિત થઈ જાય છે અને પોતાના આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગે છે. કલ્યાણકારી બોધ વડે આત્મસ્વરૂપ સમજાવનાર સદ્દગુરુનો અનહદ ઉપકાર તેને લક્ષગત થાય છે. પોતાના આવા આત્મસ્વરૂપને અનુભવવાની તેને લગની લાગે છે. તેને આત્માનો અપાર મહિમા ભાસે છે અને આત્માનો અપૂર્વ આનંદ અનુભવવા તે ઉત્સુક થાય છે. આત્માના ખરા મહિમાપૂર્વક તે સુવિચારણાનો અભ્યાસ આદરે છે. ‘હું કોણ? પર કોણ? મારું હિત શું? મારું અહિત શું?' - આદિ વિષયો ઉપર તે ગૂઢ ચિંતન કરે છે. તેને આત્માનો રસ પીવાની એવી ધગશ લાગે છે કે આત્માર્થની સિદ્ધિમાં બાધક એવાં અહિતકારી પરિણામોને તે મક્કમતાપૂર્વક છોડે છે. ‘આત્માનું સ્વરૂપ શું? લક્ષણ શું? કાર્ય શું?’ તેનો વિચાર કરીને તે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે. સદ્ધોધની વિચારણાથી તેની વિપરીત માન્યતા દૂર થાય છે અને તેને સમજાય છે કે “જેવું શુદ્ધ ચિતૂપ સર્વજ્ઞ ભગવાને જોયું, જાણું, અનુભવ્યું, પ્રકાશ્ય; તેવું જ શુદ્ધ ચિતૂપ પરમકૃપાળુ સદ્ગુરુએ જોયું, જાણું, અનુભવ્યું, પ્રકાશ્ય છે અને મારું મૂળ સ્વરૂપ પણ તેવું જ છે. હું એક, અરૂપી, શુદ્ધ, શાશ્વત, અચિંત્ય, અનંત ગુણોથી ભરેલો, માત્ર જાણવાજોવાવાળો, પરથી ભિન્ન અને સ્વથી અભિન, સ્વતંત્ર, સ્વાધીન, સત્ એવો આત્મા છું. આ સિવાય મારું કંઈ નથી. અત્યારે દેહાકારે દેહરૂપી ઘરમાં છું, છતાં મારે અને દેહને કશી લેવા-દેવા નથી. તે જુદો અને હું જુદો. અમે બન્ને ત્રિકાળ વિજાતીય દ્રવ્યો છીએ. દેહ અનંત પરમાણુઓનો પિંડ, અનિત્ય સ્વભાવવાળો; જ્યારે હું એક સ્વતંત્ર સ્વાધીન ચૈતન્યમૂર્તિ નિત્ય સ્વભાવવાળો. ત્રણે કાળમાં ક્યારે પણ દેહ અનિત્ય મટી Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિત્ય નહીં થાય અને હું નિત્ય મટી અનિત્ય નહીં થાઉં. હું કર્તા-ભોક્તા મારા સ્વભાવનો, મારા ગુણોની ક્રિયાનો; પણ પરનો કે પરના ગુણોની ક્રિયાનો તો નહીં જ. તેવી જ રીતે પર પણ મારા સ્વભાવ કે ગુણોની ક્રિયાનો કર્તા કે ભોક્તા ન બની શકે. આ જ યથાર્થ છે. આ જ મારે માન્ય છે. તેનાથી વિપરીત કલ્પના, માન્યતા તે સર્વ ભ્રમ છે, મિથ્યા છે. જ્ઞાનાદિ સ્વગુણો સહિત અને અન્ય સર્વ પદાર્થોથી ભિન્ન, કર્મ-નોકર્મથી જુદો, રાગાદિ વિકારી ભાવોથી પણ જુદી જાતનો એવો શુદ્ધ ચૈતન્ય, આનંદકારી, અનંત ચૈતન્યલક્ષ્મીવાન હું છું' - એમ નિજસ્વરૂપની વિચારણામાં તે ઊંડો ઊતરતો જાય છે. નિશદિન એક ચિદાનંદ, વિજ્ઞાનઘન સ્વભાવનું ઘોલન જ તેનું ધ્યેય બની રહે છે. પોતાની ચૈતન્યવહુના ઊંડા ચિંતન દ્વારા નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો તે પ્રયત્ન કરે છે. આત્માર્થી જીવ જ્ઞાયકસ્વભાવના લક્ષે સુવિચારધારામાં, સ્વરૂપધ્યાનમાં સ્થિત રહેવા માટે ઉદ્યમી થાય છે. તે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી ભિન્ન એવા ચૈતન્યસ્વરૂપ આત્માને લક્ષમાં લઈને સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે. તે વિજ્ઞાનઘન સ્વભાવને લક્ષમાં લઈ; પોતાને જડ શરીર, બાહ્ય સંયોગો, સ્ત્રી, પુત્ર, મિલકત આદિ નો કર્મોથી ભિન્ન જાણી; તે સર્વમાંથી પોતાપણાની દૃષ્ટિ હટાવી લે છે. સંયોગોને હવે તે તુચ્છ સમજે છે અને તે સંયોગોથી પોતે ભિન્ન છે, સાચી શાંતિ પોતાના અંતરમાં જ છે - પોતાના આત્મામાં જ છે એમ તેને ભાસે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ દ્રવ્યકર્મોને હવે તે પોતાનાં માનતો નથી. હવે તેનું લક્ષ ત્યાંથી ખસીને ચેતનમૂર્તિ આત્મામાં જ ઠરે છે. ‘દ્રવ્યકર્મ તો જડ છે, તે મારાં કેમ હોઈ શકે? હું તો ચેતન છું' - એવો તેને નિર્ણય થાય છે. છેવટે ભાવકર્મ એટલે કે શુભાશુભ ભાવો, જેને અત્યાર સુધી અજ્ઞાનથી પોતાના માન્યા હતા તે પણ હવે તેને ચૈતન્યથી જુદા સમજાય છે અને વિકારરહિત એવા આત્મતત્ત્વને પકડવાની તેને ધૂન લાગે છે. જ્ઞાયકસ્વભાવી આત્માને લક્ષમાં લઈ તેનો અનુભવ કરવાનો તે પુરુષાર્થ કરે છે. હું તો શુદ્ધ ચૈતન્યઘન છું, સ્વપરપ્રકાશક છું' - એવા ભાવ અને એવી સમજ સાથે તે અંદર ને અંદર ઊતરતો જાય છે અને આત્માના જ વિચારોમાં તે લીન રહે છે. આ રીતે જેમ જેમ તે ઊંડો ઊતરતો જાય છે, તેમ તેમ તેને સાચા આનંદની ઝાંખી થતી જાય છે. અનાદિથી દેહાદિમાંથી અને રાગાદિમાંથી મળેલ “સુખના વિશ્વાસમાં તિરાડ પડે છે. અંતર પરિણમનના સૂક્ષ્મ અવલોકનથી તેને સમજાય છે કે એ “સુખ' કલ્પિત હતું. રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં બમણાથી તેને તેમાં સુખ લાગતું હતું. હવે અંતરંગ નિર્મળતા તથા અવલોકન ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૭૯ 'आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ।।' Page #770 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧ ૭૨૩ પદ્ધતિના કારણે તેને રાગમાં આકુળતા જણાય છે. તેને વિશ્વાસ આવે છે કે આનંદનો અગાધ સમુદ્ર પોતાનામાં જ ભર્યો છે. આમ ફરી ફરીને, મંથન કરી કરીને, પોતાના આત્મા સંબંધીના નિર્ણયને તે પાકો કરે છે. પહેલાં જીવ પ૨વસ્તુમાં અને રાગમાં અહંબુદ્ધિ કરતો હતો, તે હવે વિચાર દ્વારા પોતાના ચૈતન્યપુંજમાં અહંબુદ્ધિ કરતો થાય છે. ‘હું ચિદાનંદ છું, શુદ્ધ છું, બુદ્ધ છું' એવા નિર્મળ વિચારો કરે છે. તેની વિચારધારા ક્ષણે ક્ષણે આત્મસન્મુખ થતી જાય છે. શાસ્ત્રવાંચન, સદ્ગુરુબોધ તથા અંતરમાં પોતાના જ્ઞાનવિચારના ઉદ્યમ વડે તેને પોતાનું આત્મજ્ઞાનરૂપી કાર્ય કરવાનો હર્ષ અને ઉત્સાહ હોય છે. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી આત્મસ્વભાવના મહિમાપૂર્વક ઊંડા તત્ત્વવિચારનો ઉદ્યમ કર્યા જ કરે છે. સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસાસહ નીકળેલો આત્માર્થી જીવ સદ્ગુરુના બોધના આધારે યથાર્થ તત્ત્વનિર્ણય કરીને પોતાના ઉપયોગને શુદ્ધ સ્વભાવ તરફ વાળતો જાય છે. પોતાનાં જ્ઞાન, ઉત્સાહ, શક્તિ પોતાના સર્વસ્વ વડે આત્માર્થ સાધવા તત્પર થાય છે. જેમ જેમ તેને આત્માનો મહિમા ભાસતો જાય છે, તેમ તેમ જગતના પદાર્થો પ્રત્યે તે ઉદાસીન થતો જાય છે. તેની રહેણીકરણી તથા વિચારધારા એક આત્મવસ્તુ તરફ જ કેન્દ્રિત થતી જાય છે. તે પોતાના પરિણામને વારંવાર આત્મસન્મુખ વાળવા પ્રયત્ન કરે છે. તેને આત્મા સિવાય બીજે બધે નીરસતા લાગે છે. તે દર્શન-પૂજન, સ્વાધ્યાયચિંતન, ગુરુસેવા, દયા-દાન વગેરે કાર્યોમાં જ રત રહે છે અને તેમાં પણ પોતાને આત્મા કઈ રીતે સમજાય, તે જ મુખ્ય ધ્યેય હોય છે અને તેવી આત્મજાગૃતિપૂર્વક તે સતત પુરુષાર્થ કરે છે. આત્માના ચિંતનમાં તેને આનંદતરંગ ઊઠે છે અને તેના રોમે રોમ ઉલ્લસિત થાય છે. જો કે હજી સવિકલ્પદશા છે, છતાં તેને સ્વભાવના મહિમાનું લક્ષ વધતું જાય છે અને તે શુદ્ધ સ્વરૂપના લક્ષે અધિકાધિક સ્વભાવ તરફ આગળ ને આગળ વધતો જાય છે. આત્મસાધનાના પંથે તેનો પુરુષાર્થ વેગ પકડે છે. તે હવે સ્વભાવને પકડવા માટે એકાંતમાં શાંત ચિત્તે વારંવાર અંતર્મંથન કરે છે એક જ વિચારની ધૂનમાં રહે છે, ‘અહો! મારી ચૈતન્યવસ્તુનો કોઈ અચિંત્ય અને અપૂર્વ મહિમા છે. એની નિર્વિકલ્પ પ્રતીતિને રાગનું કોઈ આલંબન નથી. પૂર્વે અનંત વાર શુભ ભાવો કર્યા છતાં આ ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી. રાગથી ૫૨ એવી આ ચૈતન્યવસ્તુ એવી અદ્ભુત ચીજ છે કે જેની સન્મુખ થવાના વિચાર પણ અપૂર્વ શાંતિ આપે છે, તો તેનું સાક્ષાત્ વેદન કેવું હશે!' આમ, અત્યંત પ્રેમપૂર્વક નિજચૈતન્યવસ્તુને મેળવવા તે પુરુષાર્થ કરે છે અને પોતાના મનનાં બધાં પરિણામને શાંત કરીને તે આત્મભાવનામાં એકાગ્ર થાય છે. આ રીતે પોતાના જ્ઞાનસ્વભાવનો સર્વ પ્રકારે નિશ્ચય કરીને તે જગતના સર્વ પદાર્થોથી - Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોતાના આત્માનું ભેદજ્ઞાન કરે છે અને અંતર તરફ ઢળે છે. તત્ત્વનિર્ણય એ વિકલ્પાત્મક ભૂમિકા છે, પરંતુ એ ભૂમિકા પ્રાપ્ત થયા પછી આગળ વધવામાં વિકલ્પ સહાયકારી થઈ શકતા નથી. જો જીવ વિકલ્પમાં એકતા કરીને તેના જ વેદનમાં અટકી જાય, વિકલ્પથી જુદો પડીને સ્વભાવના વેદનમાં ન આવે તો સમ્યગ્દર્શન પ્રગટતું નથી. સમ્યગ્દર્શન શુદ્ધાત્માને આશ્રયે પ્રગટે છે, વિકલ્પના આશ્રયે નહીં. પ્રારંભની ભૂમિકામાં પ્રમાણાદિના કે પર્યાયાદિના કે ગુણ-ગુણીના વિકલ્પો વડે આત્માનો નિર્ણય કરવો અત્યંત આવશ્યક છે, કલ્યાણકારી પણ છે, પરંતુ ઉપયોગ વિકલ્પ સહિત સ્વરૂપમાં પ્રવેશી શકતો નથી. જેમ સૂર્યમાં અંધકારનો પ્રવેશ શક્ય નથી, તેમ વસ્તુસ્થિતિ જ એવી છે કે ચૈતન્યસ્વરૂપમાં વિકલ્પનો પ્રવેશ શક્ય નથી. જેમ સૂર્યનો સ્વભાવ જ અંધકારનો નાશ કરવાનો છે, તેમ ચૈતન્યસૂર્યનો સ્વભાવ જ વિકલ્પરૂપ અંધકારનો નાશ કરવાનો છે. માટે પ્રથમ ઉપલકપણે, એટલે કે વિકલ્પના સંગે અને પછી ઊંડાણથી, એટલે કે વિકલ્પને તોડીને સ્વરૂપનો અભ્યાસ કરવો યોગ્ય છે. તે સિવાય દુઃખમુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. પહેલાં ભલે હું શરીરાદિ પરદ્રવ્ય અને રાગાદિ વિભાવથી જુદો જ્ઞાયક છું' એમ ઉપલકપણે વિકલ્પની ભૂમિકામાં અભ્યાસ કરવામાં આવે, જ્ઞાયકને વિકલ્પ અને મનના સંબંધથી ભાવવામાં આવે; પરંતુ પછી તે વિકલ્પને પણ તોડીને નિજજ્ઞાયકતત્ત્વને ગ્રહણ કરવું ઘટે છે. જેમ મહેલનાં બારણાં સુધી પહોંચવા માટે ગાડી મદદરૂપ થાય છે, પણ મહેલની અંદર પ્રવેશ કરવો હોય તો ગાડી છોડવી પડે છે; તેમ વિકલ્પો જીવને સ્વરૂપના આંગણા સુધી લઈ જવા માટે મદદરૂપ બને છે, પરંતુ સ્વરૂપનો અનુભવ કરવા માટે તો તે વિકલ્પ પણ છોડવા પડે છે. વિકલ્પને સાથે રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકતો નથી. આત્માથી જીવ સ્વરૂપનો અભ્યાસ કરતો જાય છે. ઉપયોગ અંતર્મુખ થતાં તેને આત્માની એવી ધૂન ચડે છે કે ચૈતન્યની શાંતિ સિવાય બીજા કોઈ ભાવમાં તેને ચેન પડતું નથી. તેને વિકલ્પ વખતે પણ નિર્ણયમાં એમ હોય છે કે ‘આ વિકલ્પ તે મારું સ્વરૂપ નથી. હજી આ વિકલ્પથી આગળ જઈને મારે આત્મામાં ઊંડા ઊતરવાનું છે. મારાથી પ્રગટ ભિન્ન એવા પસંયોગોથી તો હું ભિન્ન છું જ, આ એકક્ષેત્રાવગાહી કાયા અને વાણીથી પણ હું ભિન્ન છું. વળી, આ મન અને તેના સમસ્ત વિકલ્પ-વ્યાપારથી પણ હું સર્વથા ભિન્ન છું અને તેથી આ સર્વને તથા શુદ્ધાત્મસ્વરૂપ સંબંધી વિકલ્પોને પણ ઓળંગી જઈ સર્વ પ્રકારે નયાતિક્રાંત - પક્ષાતિક્રાંત થઈશ ત્યારે જ હું નિજગૃહમાં પ્રવેશ કરી શકીશ.' આત્માર્થી જીવે વિકલ્પથી જુદા એવા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લીધો હોવાથી હવે તે વિકલ્પમાં અટક્યા વિના, વિકલ્પથી પણ પર એવા જ્ઞાનનો સ્વાદ લેવા માંગે છે. હું અબંધ છું, શુદ્ધ છું, ત્રિકાળી છું' એવા વિકલ્પોમાં પણ તેને હવે શાંતિ Page #772 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧ ૭૨૫ નથી મળતી. તે વિકલ્પો પણ તેને આકુળ કરે છે. હવે ચિંતન પણ તેને ખિન્ન કરે છે. એક વખતનું ઉપયોગી અને ગમતું ચિંતન પણ હવે તેને બાધારૂપ લાગે છે, વિકલ્પો ભારરૂપ લાગે છે અને ચેતનાને એ વિકલ્પોથી પણ જુદી કરીને તે અંદર લઈ જવા મથે છે. તેમાં જ તેને સુખ દેખાય છે. વિકલ્પ હોવા છતાં તેના ઉપર તેને વજન હોતું નથી. આત્માથી જીવના ઉપયોગનું વલણ અંતર્મુખ સ્વભાવ તરફ વળતાં વિકલ્પ તરફનું વલણ છૂટી જાય છે. અંદર ને અંદર જ્ઞાનસ્વભાવનું ઘોલન કરતાં કરતાં આત્મસ્વભાવના વિચારો પણ છૂટી જાય છે અને પોતાનું સ્વરૂપ કેવળ ચિન્માત્ર ભાસવા લાગે છે. હવે સર્વ પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્તે છે. નય-પ્રમાણ આદિના વિકલ્પો વિલય પામે છે અને અભેદ અખંડ ચૈતન્યરસમય નિજસ્વરૂપનું લક્ષ થાય છે. ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને ઇન્દ્રિયાતીત અંતરસ્વભાવ સાથે અભેદ થાય છે, એટલે કે નિર્વિકલ્પ થાય છે. હવે “આ હું એવો વિચાર પણ નથી હોતો, ફક્ત આત્માનું વેદન થાય છે. દ્રવ્યસ્વભાવ પોતારૂપે અનુભવાય છે. કોઈ પરમ શાંતિના વેદન સહિત તેને પોતાનો - સ્વરૂપનો અનુભવ થાય છે. જ્ઞાનસ્વભાવમાં તન્મય પરિણમન થતાં તેને આત્મા જ પરમાત્મારૂપે અનુભવાય છે તથા જ્ઞાન અને વિકલ્પની અત્યંત ભિન્નતા ભાસે છે. તત્ત્વવિચાર વડે આત્માના જ્ઞાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો હતો, તેના પ્રગટ ફળરૂપે નિજજ્ઞાન - આત્મજ્ઞાન પ્રગટે છે અને અપૂર્વ આનંદ અને અપાર શાંતિ વેદાય છે. આમ, ઉપયોગભૂમિમાં ઉત્પન્ન થતા વિકલ્પોને છોડી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયક આત્માની સન્મુખ ઉપયોગને જોડવાથી અને વારંવાર એવો અભ્યાસ કરવાથી જે સમયે સમસ્ત સંકલ્પ-વિકલ્પરૂપ ઉપાધિનો પરિહાર થાય છે, તે સમયે આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને નિજજ્ઞાન પ્રગટે છે. અનુભવ વખતે ધ્યાતા-ધ્યેયનો ભેદ પણ ન રહે એવી નિર્વિકલ્પ આનંદદશા હોય છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરનારું જ્ઞાન અંતર્મુખ થઈને, અતીન્દ્રિય થઈને આત્માને વિકલ્પથી જુદો, આનંદસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. આમ, જે જ્ઞાને નક્કી કર્યું હતું કે મારે મારો આત્મા પામવો જ છે, મારા આત્માની શાંતિ મારે પામવી જ છે એ જ્ઞાન અંતરમાં વળ્યું અને દર્શનમોહનીયનો ક્ષય થઈ આત્મજ્ઞાન પ્રગટ્યું. શ્રીમદ્ લખે છે - દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીર પુરુષ વીતરાગોએ ૧- જુઓ : “સમાધિવિચાર', દુહો ૮૨ “આત્મઅનુભવજ્ઞાનમાં, મગન ભયા અંતરંગ; વિકલ્પ સવિ દૂર ગયા, નિર્વિકલ્પ રસ રંગ.' Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. ૩૧ આત્મજ્ઞાન થતાં જ આત્માના સ્વરસની અપૂર્વ શાંતિ અનુભવાય છે, આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે, અનાદિનાં ભવદુઃખની ભયંકર અશાંતિ વિરામ પામે છે અને અપૂર્વ શાંતિમય ચૈતન્યજીવન શરૂ થાય છે. અંતરમાં આત્મા પોતાના સ્વરૂપની કોઈ પરમ તૃપ્તિનું સુખ વેઠે છે, ‘મારું સુખ મારા અંતરમાં ભર્યું છે' એમ તે ધન્ય આત્માને સુખના અનુભવ સહિતની પ્રતીતિ થાય છે. તેમને ચૈતન્યવૈભવનો એટલો અદ્ભુત અનુભવ થાય છે કે આશ્ચર્યથી પણ પર એવી કોઈ અલૌકિક ભૂમિકામાં તેમનો પ્રવેશ થાય છે. કલ્પનાથી પણ પર એવી શાંત દશામાં આત્મા પોતે ઠરી જાય છે. આવી અદ્ભુત દશા ચૈતન્યના સ્વસંવેદનરૂપ આત્મજ્ઞાનના પ્રતાપથી થાય છે. આત્મસાક્ષાત્કાર થાય છે ત્યારે તેમના જીવનમાં એક આમૂલ પરિવર્તન આવે છે. તેઓ જે કાંઈ કરે છે, જે કાંઈ જુએ છે, જે કાંઈ બોલે છે, જે કાંઈ વિચારે છે, જે કાંઈ સમજે છે, જે કાંઈ શ્રદ્ધે છે તે સર્વ દિવ્યતાથી વ્યાપેલું હોય છે. પરમાંથી તેમનાં અ ં-મમત્વનો નાશ થાય છે અને કર્તા-ભોક્તાપણાને વેદવાને બદલે હવે મુખ્યપણે તેઓ સાક્ષીરૂપે રહેવા લાગે છે. સર્વ દ્વન્દ્વોનું અને વિષમતાઓનું નિષ્ફળપણું તેમના આત્મામાં અપરોક્ષાનુભૂતિથી વિદિત થાય છે. સુખ-દુ:ખ, માન-અપમાન વગેરે સર્વ ભેદો તેમની દૃષ્ટિમાંથી ગળી જાય છે અને તેમના જીવનમાં સર્વત્ર એકરૂપ, અલૌકિક, સર્વોત્કૃષ્ટ આત્મદર્શનની જ મુખ્યતા થઈ જાય છે. તેમને જગતના સર્વ પદાર્થો જૂઠા, નીરસ, સત્ત્વહીન લાગે છે. તેમના હૃદયમાં શાંત રસનું અલૌકિક ઝરણું વહેવા લાગે છે, જેના કારણે પરમ તૃપ્તિ અનુભવાતી હોવાથી ધન-વૈભવ આદિ સંસારસુખનાં સાધનોને હવે તેઓ અંતરથી ઇચ્છતા નથી. તેમનું શ્રદ્ધાન હવે જગતના જીવોથી નિરાળું છે. તેમની અંતરંગ રુચિ અને પ્રીતિ હવે ચિદાનંદતત્ત્વમાં જ રહે છે. જેમ બાળકને સાકરનો સ્વાદ મીઠો લાગવાથી તેને ફરી ફરીને સાકર ખાવાની ઇચ્છા થાય છે, તેમ ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો અલૌકિક સ્વાદ ચાખ્યા પછી જ્ઞાનીને ફરી ફરીને તે આનંદ અનુભવવાનું મન થાય છે. તેઓ પોતાનો ઉપયોગ ફરી ફરીને શુદ્ધ સ્વભાવ તરફ વાળે છે. તેમનો ઉપયોગ રાગાદિના પરિચયથી દૂર રહે છે. સહજાનંદી જ્ઞાયક આત્માની રમણતામાં મસ્ત રહેવા સિવાય બીજી કોઈ આકાંક્ષા તેમને રહેતી નથી. જ્ઞાનસમુદ્રમાંથી આત્મજ્ઞાનનું અમૃત એક વાર પીવાથી તે અમૃત પીવા માટે વધુ ને વધુ પિપાસા જાગે છે. પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના ભણકારા તેમને સતત વાગ્યા કરે છે. કદાપિ ઉદયવશાત્ તેઓ ગૃહસ્થપણે હોય, પરિવાર સહિત હોય, વેપાર ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૩૨ (પત્રાંક-૮૬૫) Page #774 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧ ૭૨૭ કરતા હોય; છતાં તેમની ચેતના તો તે બધાથી જળકમળવત્ અલિપ્ત રહે છે. તેમના અભિપ્રાયમાં તો એમ જ વર્તે છે કે ક્યારે આ બધું છોડી, મુનિ થઈને સ્વરૂપમાં ગુપ્ત થઈ જાઉં. અભિપ્રાય સવળો રહેતો હોવાથી તેમને અલ્પ રાગ હોય છે, પરિણામે સંસાર પણ અલ્પ હોય છે. તેમને સંસારપ્રવૃત્તિ હોવા છતાં તેઓ છૂટતા જાય છે. સ્વરૂપની પ્રાપ્તિ પછી જ્ઞાનીનું બાહ્ય જીવન તરત જ બદલાઈ જાય એવો કોઈ નિયમ નથી, પરંતુ તેમનું અંતરંગ જીવન અવશ્ય પરિવર્તન પામે છે. તેમનું બાહ્ય જીવન કર્મ અનુસાર હોવા છતાં તેમનું અંતરંગ જીવન સ્વરૂપકેન્દ્રિત હોય છે. આત્મજ્ઞાનનું કોઈ અચિંત્ય માહાભ્ય છે. તેના આધારે તેઓ સંસારમાં રહેતા હોવા છતાં નિર્લેપ રહી શકે છે. તેમને ઉદય અનુસાર જે કાર્યો કરવાં પડે છે તેમાં તેઓ લેવાતા નથી. જ્ઞાની બહારથી તો સઘળું કરે છે, પણ અંતરથી વિરક્ત રહે છે. આ નિર્લેપ દશા પેઢીના મુનીમના દૃષ્ટાંતથી સારી રીતે સમજી શકાશે. મુનીમ રોજ પેઢીનું નામું લખે છે. હિસાબના ચોપડા બનાવે છે. ખૂબ ચોકસાઈથી સરવૈયું કાઢે છે. ગણતરીમાં ભૂલ નથી પડતી. ખૂબ શાંતિથી એ કામ કરે છે. સરવૈયાના અંતે જો નફો દેખાય તો તેને આનંદ નથી થતો અથવા નુકસાન નીકળે તો તે અફસોસ પણ નથી કરતો, કારણ કે મુનિમ પેઢીને પોતાની નથી માનતો. તેને તો માત્ર પગાર સાથે સંબંધ છે. તેને ફક્ત નામું લખવાનું છે, તેથી નફા-નુકસાનની તેને ચિંતા નથી થતી. નફા-નુકસાન બાબતમાં સ્થિતપ્રજ્ઞતા છે. પૂરું કામ અને પૂરી તટસ્થતા; પૂરી એકાગ્રતા અને પૂરી અલિપ્તતા; પૂરી ચોકસાઈ અને પૂરી ઉદાસીનતા; જાન લગાડીને કામ કરે અને તોપણ મન શાંત રહે; પૂરી બુદ્ધિ વાપરીને કામ કરે છતાં બુદ્ધિ તો સ્થિર જ રહે; કારણ કે કામ છે પણ કામના નથી! નફા-નુકસાનથી મને લાભ-નુકસાન થશે એવી માન્યતા નથી, તેથી નિર્લેપ રહે છે. તેવી જ રીતે જ્ઞાનીની બધા પ્રકારની બાહ્ય પ્રવૃત્તિ - બોલવું, ચાલવું ઇત્યાદિ આત્માના ઉપયોગપૂર્વક થતી હોય છે. પરમાં સ્વામીપણું નહીં હોવાથી તેમની મન-વચન-કાયાની પ્રવૃત્તિ બંધનકારક થતી નથી. ચૈતન્ય સાથેનું તેમનું અનુસંધાન રહેતું હોવાથી તેમની વર્તના અનાસક્ત ભાવે હોય છે. જ્ઞાની છ ખંડના ચક્રવર્તી રાજા હોય, હીરાના સિંહાસન ઉપર બેઠા હોય, અબજો રૂપિયાનો મુગટ પહેર્યો હોય, ૯૬,૦૦૦ રાણીઓ સાથે ભોગ ભોગવતા હોય; છતાં તેમાં તેમને રુચિ નથી, પ્રેમ નથી. તેઓ વિષયમાં સુખ છે એમ માનીને ભોગ ભોગવતા નથી. આત્માના આનંદ સિવાય કશે પણ તેમને ગોઠતું નથી. ભોગપ્રસંગે તેમની દૃષ્ટિ તે ઉદયપ્રસંગમાં લીન ન થતાં સદૈવ ચૈતન્ય તરફ જ રહે છે. ગમે તે સંજોગોમાં તેમની દૃષ્ટિ તો ધ્રુવ જ્ઞાયકતત્ત્વ ઉપર જ રહે છે. તેઓ પોતાના ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં જ રહે છે, શુભાશુભ ભાવમાં જોડાતા નથી. Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, જે આત્માર્થી જીવને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રગટે છે તેમને પછી તેનાથી વિપરીત સ્વભાવવાળા એવા ભાવોની રુચિ થતી નથી, તેવા ભાવો તેમને ચિત્તમાં રાખવા પણ ગમતા નથી અને તેવા ભાવોમાં તન્મયપણું પણ થતું નથી. ૧ આત્મજ્ઞાનીને જ્યારે અન્ય ભાવોમાં વર્તવાનું બને છે ત્યારે તેમને તેવા અન્ય ભાવો પ્રત્યે અંતરથી રુચિ થતી નથી અને તેવાં કાર્યો અવશપણે કરવાં પડે તો પણ તેમાં તન્મય થઈને તેઓ તે કાર્યો કરતા નથી. જ્ઞાનભાવનું અને રાગભાવનું ભિનપણું તેમને સ્વસંવેદનથી ભાસે છે. તેમના અંતરમાં પ્રજ્ઞાનો પ્રકાશ થતાં જગતના સમસ્ત પદાર્થો અને ભાવો પ્રત્યે તેમને ઉદાસીનતા પ્રગટે છે. તે ઉદાસીનતા ક્રમશઃ વિકાસ પામતી પામતી નિર્વાણપદની પ્રાપ્તિમાં સહાયકારી થતી જાય છે. નિજજ્ઞાનનું માહાત્મ જ એવું છે કે જે પ્રગટતાં જ્ઞાનીને જગતના કોઈ પણ પદાર્થ, પ્રસંગ કે વૈભવ આંતરિક રુચિ ઉપજાવી શકતા નથી. સમ્યગ્દર્શન સાથેનું સ્વસંવેદનજ્ઞાન અતીન્દ્રિય હોય છે, તેથી તે જ્ઞાનમાં પરમ સૂક્ષ્મતા આવી જાય છે. ચૈતન્યના ગંભીર ભાવોને તે જ્ઞાન પકડી લે છે અને તેથી તે મોહનો નાશ કરવા સમર્થ બને છે. કોઈ પરભાવોથી કે સંયોગોથી આ જ્ઞાન દબાતું નથી, પણ તે છૂટું ને છૂટું જ્ઞાનપણે જ રહે છે. સ્વાનુભૂતિ થતાં જ્ઞાન અને રાગની એવી ભિન્નતા થાય છે કે તે હવે એક થતાં નથી. જ્ઞાનીનું જ્ઞાન રાગ સાથે એક થઈને પરિણમતું નથી. પુરુષાર્થની નબળાઈના કારણે જ્ઞાનીને રાગ થઈ જાય છે, પણ તેને તેઓ ઝેર માને છે, દુઃખ માને છે, હેય માને છે. તેને નિંદે છે, પ્રજ્ઞાછીણીનો ઘા કરી તેને હણે છે. તેઓ ચૈતન્યના સ્વાદના બળે રાગાદિ સમસ્ત પરભાવોને જુદા જાણે છે, અનાદિથી જે વેદન રાગમાં કદી આવ્યું ન હતું, એવું નવીન વેદન ચૈતન્યસ્વાદમાં આવે છે. આવા વેદનપૂર્વક પર્યાયમાં જે ચૈતન્યધારા પ્રગટે છે તેમાં રાગ અને જ્ઞાન અત્યંત સ્પષ્ટ અને જુદાં જણાય છે. રાગ સાથેનો સંબંધ જ્ઞાની છોડી દે છે, એટલે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, નિયમસાર', ગાથા ૯૭ (ગુર્જરાનુવાદ સહિત) ‘णियभावं णवि मुच्चइ परभावं णेव गेहए केइं । जाणदि परसदि सव्वं सोहं इदि चिंतए णाणी ।।' ‘નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે; જાણે-જુએ જે સર્વ, તે હું-એમ જ્ઞાની ચિંતવે.” ૨- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', નિર્જરા દ્વાર, સવૈયા ૪૪ 'जे निज पूरब कर्म उदै सुख भुंजत भोग उदास रहेंगे । जो दुख में न विलाप करै निखरै हिए तन ताप सहेंगे । है जिन के दृढ़ आतम ज्ञान क्रिया करिके फल को न चहेंगे । ते सुविचक्षन ज्ञायक हैं तिनको कर्त्ता हम तो न कहेंगे ।।' Page #776 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧ ૭૨૯ રાગ થવાના સમયે પણ પોતે તો તેનાથી જુદા જ રહે છે. તેઓ પોતાના ચૈતન્યભાવમાં રાગના કોઈ પણ અંશને ભળવા દેતા નથી. ‘રાગનો અંશમાત્ર પણ મારો નથી, હું તો એક ચૈતન્યરસથી ભરેલો છું, સર્વ પ્રદેશે શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પૂંજ છું' એમ તેઓ જાણે છે અને ચૈતન્યસ્વભાવનો જ આદર અને આશ્રય કરે છે, તેથી તેમને ક્ષણે ક્ષણે ધર્મ થાય છે. ચૈતન્યસ્વભાવને સ્વીકારનારાં તેમનાં શ્રદ્ધા-જ્ઞાન તે રાગાદિ પરભાવોથી જુદાં ને જુદાં રહે છે અને તે અંતરના આનંદ અને અનંત ગુણની નિર્મળ પરિણતિ સાથે એકરસપણે પરિણમે છે. જ્ઞાની રાગાદિથી એકતા નહીં કરતા હોવાથી રાગ ટકી શકતો નથી અને તેથી નષ્ટ થઈ જાય છે. સ્વભાવ તરફનું જોર વધતું જાય છે અને રાગાદિ ટળતા જાય છે. આત્મજ્ઞાનનો આવો અપરંપાર મહિમા છે. રાગ હોવા છતાં પણ રાગથી ભિન્ન પરિણમતું આ જ્ઞાન જીવને મોક્ષ સુધી પહોંચાડે છે. સ્વભાવપરિણમનના જોરે જ્ઞાનીને એવી નિઃશંકતા આવે છે કે હું મુક્તિપુરીનો પ્રવાસી થયો છું. અલ્પ કાળમાં મારી મુક્ત દશા ખીલી જશે, અલ્પ કાળમાં વિકારનો સંપૂર્ણ નાશ કરીને અને સંપૂર્ણ વીતરાગતા પ્રગટ કરીને હું સિદ્ધ થઈશ.' તેમનું પરિણમન ક્ષણે ક્ષણે મુક્તિ તરફ જ ચાલે છે. તેઓ રાગથી ભિન્ન એવા જ્ઞાનમય નિજસ્વભાવને જ સ્વતન્તપણે અનુભવતાં તેનો વિસ્તાર કરે છે, તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરે છે; તેમાં શુદ્ધતાની વૃદ્ધિ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. આત્મજ્ઞાનના બળે મોહનો ક્રમે કરીને સંપૂર્ણ ક્ષય થતાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે અને અનંત સુખમય નિર્વાણપદમાં જીવ સ્થિતિ કરે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ‘આ સમ્યગદર્શન - આત્મજ્ઞાનરૂપ સૂક્ષ્મ બોધપ્રકાશનું ફલ મોહનાશ છે. એટલે કે ત્યાં દર્શનમોહ - વસ્તુદર્શન સંબંધી મોહ - ભ્રાંતિ નાશ પામે છે અને વસ્તુનું યથાવત્ જેમ છે તેમ સમ્યગદર્શન થાય છે. અને દર્શનમોહનો નાશ થતાં પછી નિરાધાર નિરાલંબ એવો ચારિત્રમોહ પણ અનુક્રમે અવશ્ય ક્ષય પામે છે, આમ પ્રાંતે - “જે જ્ઞાને ક્ષય મોહ થઈ', “પામે પદ નિર્વાણ'.” આમ, આત્માર્થી જીવ મિથ્યાત્વને હણવા કમર કસે છે. તેને અજ્ઞાનથી મુક્ત થવું હોય છે. આત્મપ્રાપ્તિનો ઉપાય સગુરુ દ્વારા જાણી, તેનું રહસ્ય ધ્યાનમાં લઈ, સુવિચારણાનો નિરંતર અભ્યાસ કરે છે. જેના પરિણામે દર્શનમોહનો રસ ઘટી જતાં અનાદિનું અજ્ઞાન ટળી જાય છે અને આત્મપ્રાપ્તિ થાય છે. હું અનંત ઐશ્વર્યવાન ત્રણ લોકનો નાથ ચૈતન્યપદાર્થ છું' એવી ભેદજ્ઞાનની ભાવના કરતાં તરૂપ પરિણમી જાય છે અને અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. પરંતુ જ્યાં સુધી પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૦૧ Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી, ત્યાં સુધી જ્ઞાનીપુરુષને પણ ભૂમિકા અનુસાર રાગાદિ ભાવ થાય છે. એક બાજુ ત્રિકાળી શુદ્ધ સ્વભાવના અવલંબને જેટલી શુદ્ધિ પ્રગટી છે તેટલી આનંદધારા, શાંતિધારા છે; તો બીજી બાજુ અસ્થિરતાવશ રાગ પણ છે, અશાંતિ પણ છે. જેમ કોઈ માણસ પ્રથમ કમળાના રોગથી પિડાતો હોય, સારવાર વગેરેથી તે રોગ મટી ગયા પછી પણ પૂર્ણ સ્વાથ્ય તરત આવતું નથી, તેને હજુ નબળાઈ રહે છે. નીરોગતાના લક્ષ યોગ્ય ખોરાક લેવાથી થોડા વખતમાં તે નબળાઈ ટળી જાય છે અને પુષ્ટિ થાય છે. તેમ મિથ્યાત્વરૂપ અંતરરોગ મટ્યા પછી પણ જ્ઞાની પુરુષને પૂર્ણ શુદ્ધતા તરત પ્રગટતી નથી, અસ્થિરતારૂપ નબળાઈ હજુ રહે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં રાગાદિ થાય છે, પરંતુ ત્યાં પણ જ્ઞાન અને શ્રદ્ધા અલિપ્ત રહે છે. પૂર્ણ શુદ્ધિના લક્ષે અંતરસ્થિરતારૂપ આનંદના ખોરાક દ્વારા અલ્પ કાળમાં સર્વજ્ઞપણારૂપ આરોગ્ય પ્રગટે છે. પૂર્ણ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપની ભાવના કરતાં, તેનો આશ્રય કરતાં પર્યાયમાં પૂર્ણતા પ્રગટે છે. ‘હું અપૂર્ણ, મલિન પર્યાય જેટલો નથી, પણ વર્તમાનમાં પણ પૂર્ણ નિર્મળસ્વભાવી છું' એવા જોરે અનાદિ મિથ્યાત્વરૂપ અંતરરોગ ટળે છે અને તે જ સ્વભાવના ઉગ્ર અવલંબને અલ્પ કાળે પૂર્ણ શુદ્ધતા - મોક્ષદશા પ્રગટ થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – “જ્યાં પ્રગટે સુવિચારણા, આત્મતત્ત્વની ખોજ; ઊંડું અંતરમુખ જુવે, ચિદાનંદની મોજ. આત્મભાન આવે દશા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; શુદ્ધ દ્રવ્ય પર્યાયની, થાય યથાર્થ પિછાન. એવું સહજ સ્વભાવથી, નિજ સ્વરૂપનું જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, શુદ્ધ આત્માનું ધ્યાન. ધ્યાન શુકલ સંપૂર્ણતા, શૈલેશીનું સ્થાન; એક સમય સમ શ્રેણીએ, પામે પદ નિર્વાણ.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૬૧-૧૬૪) Page #778 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૨ 6५- २० दि५। २ १३२८५ २ arth. f०५, ५१५.mit. Page #779 -------------------------------------------------------------------------- ________________ Page #780 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૨ - ગાથા ૪૧માં કહ્યું કે જ્યારે સત્પાત્રદશા આવે છે ત્યારે સદ્ગુરુના બોધે જે ભૂમિકા | સુવિચારદશા પ્રગટે છે, અર્થાત્ સદ્ગુરુના બોધે જે આત્મવિચારણા હુરે છે, તેના ફળરૂપે આત્માર્થી જીવને આત્મજ્ઞાન પ્રગટે છે અને આત્મજ્ઞાનના બળથી તે જીવ મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે છે. - શ્રીમદે આત્માર્થીનાં લક્ષણો ગાથા ૩૪થી દર્શાવવાં શરૂ કર્યા હતાં, તે હવે આ ગાથામાં પૂર્ણ થાય છે. તેમાં તેમણે સ્પષ્ટપણે બતાવ્યું કે સવળી મતિ થતાં જીવની આત્માર્થદશા પ્રારંભાય છે અને તે દશા પૂર્ણપણે વિકાસ પામતાં જીવનો મોક્ષ થાય છે. આમ, આત્માર્થિતાની ફલશ્રુતિ મોક્ષપદ છે એમ બતાવી, હવે આત્માર્થીનાં લક્ષણો ધરાવતી વ્યક્તિને સુવિચારદશા થવા માટે જે તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ જાણવા આવશ્યક છે તેનો ઉલ્લેખ કરતાં શ્રીમદ્ કહે છે – | ગાથા) “ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું પદ આંહી.” (૪૨) જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છે પદરૂપે ગુરુ-શિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. (૪૨) આત્માર્થીનાં લક્ષણોનો સ્પષ્ટ ચિતાર આપ્યા પછી શ્રીમદ્ “આત્માર્થીલક્ષણ' જાવાય! વિભાગની આ અંતિમ ગાથામાં કહે છે કે જેનામાં આત્માર્થીપણારૂપ યોગ્યતા પ્રગટી છે, તેને સુવિચારણા જાગૃત થવા માટે અને મોક્ષમાર્ગ યથાર્થ સમજવા માટે આત્માનાં છ પદ ગુરુશિષ્યસંવાદરૂપે હવે પછી કહેવામાં આવશે. આ છ પદ યથાર્થપણે સમજાતાં જીવની મિથ્યાદષ્ટિ ટળીને સમ્યગ્દષ્ટિ થાય છે. છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ સદ્ગુરુગમે યથાર્થપણે સમજવાથી, તેની વિવેકપૂર્વક વિચારણા કરવાથી, તેની દઢ શ્રદ્ધા કરવાથી, તેની નિરંતર ભાવના કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને સમ્યગ્દર્શનને પ્રાપ્ત થયેલો પુરુષ ક્રમે કરીને સંસારનાં સર્વ દુ:ખોનો નાશ કરી પૂર્ણ મોક્ષપદને પામે છે. શ્રીમદે આ ગાથામાં ગર્ભિતપણે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રચવાનું પ્રયોજન પણ દર્શાવ્યું છે. આત્માની સિદ્ધિ, અર્થાત્ આત્માની અનુભૂતિ કઈ રીતે થાય એ આ ગ્રંથરચનાનું પ્રયોજન છે. આત્માનુભૂતિના મૂળમાં આત્મવિચાર છે. આત્મવિચાર થવા અર્થ| Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' – વિવેચન અર્થે મોક્ષમાર્ગમાં મુખ્ય પ્રયોજનભૂત એવી આત્માનાં છ પદની દેશના શ્રીમદે ગુરુશિષ્યના સંવાદરૂપે અહીં સરળ ભાષામાં રજૂ કરી છે. સર્વ કક્ષાના વિચારકોને સુગમ અને ગ્રાહ્ય બને તે અર્થે શ્રીમદે સંવાદપદ્ધતિનો ઉપયોગ કર્યો છે. કોઈ પદર્શનનો અભ્યાસી એવો શિષ્ય છએ દર્શનોના સિદ્ધાંતોમાં નિપુણ એવા સદ્ગુરુને શોધીને, તેમની પાસે પોતાની આશંકાઓ રજૂ કરી સમાધાન મેળવે - એવી શંકા-સમાધાનની રોચક અને અસરકારક સંવાદપદ્ધતિ શ્રીમદે અહીં યોજી છે. તત્ત્વજિજ્ઞાસુની સર્વ મૂંઝવણ ટળી જાય તે હેતુએ ન્યાય-યુક્તિથી તેમણે છ પદની દેશના પ્રકાશી છે. યથાર્થ મોક્ષમાર્ગની શરૂઆત આત્માનુભૂતિથી થાય છે. આત્માનુભૂતિ વિશેષાર્થ રાજ કરવાનું પ્રયોજન જ મુખ્ય હોવાથી સાધકને એકમાત્ર આત્માનુભૂતિ જ ઇષ્ટ છે. આત્માનુભૂતિ કરવાનો ઉપાય તત્ત્વવિચાર છે. આત્માનુભૂતિરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે જેનું જ્ઞાન આવશ્યક છે તેને પ્રયોજનભૂત તત્ત્વ કહેવાય છે. તેના સંબંધમાં કરવામાં આવતો વિકલ્પાત્મક પ્રયત્ન તત્ત્વવિચાર કહેવાય છે. હું કોણ છું?', ‘પૂર્ણ સુખ શું છે?', ‘હું તે સુખ કેવી રીતે પ્રાપ્ત કરું?' “જીવતત્ત્વ મોક્ષતત્ત્વરૂપ કઈ રીતે પરિણમે?' ઇત્યાદિ પ્રકારના વિચારોનું મંથન આત્મહિતાભિલાષી મુમુક્ષુએ નિરંતર કરવા યોગ્ય છે. આ વૈચારિક પ્રક્રિયા એ જ તત્ત્વવિચારની શ્રેણી છે. આ તત્ત્વવિચારના આધારે આત્મસ્વરૂપનો નિર્ણય કરવાથી વર્તમાન જાણપણું પરમાં ન રોકાતાં સ્વ તરફ વળે છે. યથાર્થ તત્ત્વનિર્ણયથી જ્ઞાન અંતરમાં ઢળે છે. ઉપયોગ અંતર્મુખ થતાં પર સાથેની એકતા તૂટી જાય છે અને આત્માનુભવ થાય છે. આમ, તત્ત્વના વિચારમાં ચિત્ત જોડવાના અભ્યાસથી મન વિશ્રામ પામે છે અને આત્મિક રસનો સ્વાદ ઊપજે છે, જેને અનુભવ કહે છે. ૧ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં છ પદનું પરિજ્ઞાન મૂળભૂત છે. આ છ પદનો જેમ જેમ વિચાર કરવામાં આવે છે, તેમ તેમ વિવેકજ્ઞાન અંતરમાં જાગૃત થાય છે અને વસ્તુસ્વરૂપનો નિઃશંક નિર્ધાર થાય છે. સાધકને પોતાના મૂળ શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન પ્રગટતું જાય છે. આ છ પદના યથાર્થ બોધથી સાધક સુવિચારની શ્રેણીએ ચડીને પોતાની અજ્ઞાનરૂપી સ્વપ્નદશાનો નાશ કરે છે અને તેનો આત્મા જાગૃત થાય છે. દિવ્ય જીવન જીવવાની યથાર્થ દૃષ્ટિની તેને પ્રાપ્તિ થાય છે. સમ્યફ નેત્ર પ્રાપ્ત થવાથી સાધકને પોતાના આત્માના સાચા સ્વરૂપનું યથાર્થ ભાન પ્રગટે છે અને આવો પ્રબુદ્ધ સાધક ક્રમે કરીને મોક્ષદશા પ્રાપ્ત કરે છે. તેથી અનાદિનું અજ્ઞાન ટાળવામાં તત્ત્વવિચાર ૧- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', ઉત્થાનિકા, દોહા ૧૭ 'वस्तुबिचारत ध्यावतै, मन पावें विश्राम । રસ સ્વાવત સુરત પળે, અનુમો યા નામ !' Page #782 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૨ ૭૩૫ નિતાંત આવશ્યક છે. જ્યાં સુધી જીવ તત્ત્વોનો વિચાર કરતો નથી, ત્યાં સુધી તે જરામરણથી રહિત એવા મોક્ષપદને પામતો નથી. તેથી જીવે સુવિચારણાનું અવલંબન લઈ પરિણતિને સતત આત્મસન્મુખ કરવાનો અભ્યાસ કરવો ઘટે છે. શ્રીમદ્ લખે છે – આત્માર્થી જીવે પુરુષાર્થદષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું, સલ્લાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાભ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે.” મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે સ્વરૂપની સમજણનું અને તેના નિર્ણયનું માહાભ્ય સમજતો હોવાથી આત્માર્થી જીવ સુવિચારણાના અભ્યાસમાં ઉદ્યમી થાય છે. સ્વરૂપનો વિચાર તથા તેનું મનન કરવા અર્થે તે તત્ત્વાભ્યાસ કરે છે. તેને સંસારના વિષયોનો રસ છૂટી જાય છે અને માત્ર આત્માની ધૂન લાગે છે. પોતાના મહાન આત્મતત્ત્વને લક્ષમાં લેવા સિવાય બીજા કોઈ કાર્યમાં આત્માની શક્તિ ખરચવાની તેને ઇચ્છા થતી નથી, એટલે સર્વ શક્તિથી પોતાના પરિણામને તે આત્મતત્ત્વ તરફ જ વાળતો જાય છે. ‘અનંત કાળથી મારું અમૂલ્ય અને અનંત સામર્થ્યવંતું સ્વરૂપ સમજ્યા વગર મેં મારા આત્માનું બગાડ્યું છે, પણ હવે આ ભવમાં તો મારે આત્માનુભૂતિ કરવી જ છે. જે અપૂર્વ સત્સમાગમ મને મળ્યો છે તેને મારે સફળ કરવો જ છે. ભવદુઃખથી હું થાક્યો છું. હવે મને આત્માની શાંતિ જોઈએ છે. મારાં અખૂટ નિધાન મારે ભોગવવાં છે.' એમ વિચારીને તે તત્ત્વાભ્યાસમાં ઉદ્યમી થાય છે. આત્માર્થી જીવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે સગુરુના બોધ દ્વારા તથા સતુશાસ્ત્રના અધ્યયન દ્વારા સ્વરૂપનો નિર્ણય કરી, સ્વરૂપના અભ્યાસમાં પ્રવર્તે છે. સદ્ગુરુ આત્મસ્વરૂપ વિષે શું કહે છે તે સમજવાનો લક્ષ રાખે છે. શાંત ચિત્તે પોતાના સ્વરૂપનું તે ચિંતન કરે છે. આત્માનો સમ્યક્ નિર્ણય થતાં જ્ઞાનનો ઝુકાવ શુદ્ધાત્મા તરફ વળે છે અને વૃત્તિ આત્મસન્મુખ થતાં તેનો મોક્ષમાર્ગ ખૂલે છે. તેનો દર્શનમોહ અત્યંત ગળી જાય છે અને તેનામાં આત્માનુભૂતિ માટેની યોગ્યતા આવે છે. આત્મસ્વરૂપની સમજણનો આવો મહિમા હોવાથી આત્માર્થી જીવો સૌ પ્રથમ આત્મસ્વરૂપની સમજણ કરવામાં પોતાના ઉપયોગને જોડે છે, પરંતુ અજ્ઞાની મતાર્થી ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ભાવપાહુડ', ગાથા ૧૧૫ 'जाव ण भावइ तच्चं जाव ण चिंतेइ चिंतणोयाई । ताव ण पावड जीवो जरमरणविवज्जियं ठाणं ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૧૪ (પત્રાંક-૮૧૩) Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન જીવોને વસ્તુસ્વરૂપની સમજણ કરવાની અગત્યતા ભાસતી નથી. તેઓ સ્વરૂપનો નિર્ણય કરતા નથી અને માને છે કે માત્ર વ્રત-ત્યાગ કરતાં કરતાં જ સમજણ આવી જશે. ‘જાણવાથી શું છે, વિચારવાથી શું છે, કંઈક કરીશું તો પ્રાપ્ત થશે' એવું માની તેઓ માત્ર વ્રતાદિમાં જ ઉદ્યમી રહે છે, પણ આત્મસ્વરૂપના લક્ષે ઉદ્યમ કરતા નથી. સમ્યગ્દર્શનની શુદ્ધતા વગરનાં દૈહિક કષ્ટોને તેઓ વ્રતાદિ માને છે, પણ વ્રતનું સાચું સ્વરૂપ એવું છે જ નહીં. આત્મલક્ષ વિનાનાં તેમનાં મહાવ્રતાદિનું આચરણ પણ મિથ્યાચારિત્ર જ છે. જો સદ્ગુરુના સદુપદેશના આશ્રયે જીવ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ધાર કરે અને સ્વરૂપલક્ષે વ્રતાદિ કરે તો તેનાં વ્રતાદિ સાર્થક થાય, પરંતુ પોતાના શાશ્વત સ્વરૂપની ઓળખ તથા લક્ષ વિના ગમે તેટલાં વ્રત-તપ કરે, સાધુપણું ગ્રહે તોપણ તેના સંસારપરિભ્રમણનો અંત આવતો નથી. બાહ્ય ભાવે બાહ્ય ક્રિયા અનંત કાળ કરે તોપણ તેનાથી આત્મલક્ષ આવતો નથી અને મોક્ષમાર્ગ પમાતો નથી. મોક્ષમાર્ગનો તો એવો ક્રમ છે કે પહેલાં સમ્યક્ત્વ હોય, પછી ચારિત્ર હોય. સમ્યક્ત્વ તો આત્મસ્વરૂપનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન આત્મસ્વરૂપની વિચારણા કરતાં થાય છે. માટે પહેલાં વિચારથી શ્રદ્ધા કરી, સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી વ્રતાદિ ધારણ કરી વ્રતી થવા યોગ્ય છે. પ્રથમ આત્મસ્વરૂપની સમજ પ્રાપ્ત કરીને પછી વ્રતને અંગીકાર કરવા યોગ્ય છે. મોક્ષમાર્ગે આરૂઢ થતાં પ્રથમ મિથ્યાત્વ જાય છે અને પછી અનુક્રમે અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જાય છે; માટે મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપની સમજણ આવશ્યક છે. પહેલાં આત્માના શુદ્ધ સ્વભાવની ઓળખાણ કરવામાં આવે તો જ તેમાં એકાગ્ર થવાથી વિકાર ટળી શકે છે. ‘હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું. જાણવું તે મારો સ્વભાવ છે. વિકાર કરવો તે મારો સ્વભાવ નથી.' એમ સ્વભાવના જોરે વિકારનો નાશ થઈ જાય છે. આત્માને જાણ્યા વગર એમ ને એમ વિકારનો નિરોધ થઈ શકતો નથી. જેણે આત્માને માન્યો નથી, વિકાર ટાળવાનાં સ્થાનને જાણ્યાં નથી, તે કયા સ્થાને એકાગ્રતા કરીને વિકારને ટાળશે? પોતાના સ્વભાવમાં વિકાર નથી એમ જાણ્યા વિના જીવ વિકારને કેવી રીતે ટાળશે? જો સ્વભાવને જાણે તો તેને સમજાય કે વિકારની ઉત્પત્તિ પોતાના સ્વભાવમાં નથી, તેમજ સ્વભાવમાંથી પણ થતી નથી. આવી સમજણ હોય તો તે સ્વભાવની ભાવના વડે વિકારના નાશનો ઉપાય કરી શકે. આત્મસ્વભાવનો લક્ષ થયા વિના યથાર્થ પુરુષાર્થ ઊપડતો નથી, માટે બાહ્ય વ્રતાદિમાં કૃતકૃત્યતા માની આત્મસ્વરૂપની સમજણથી પરાભુખ થવા યોગ્ય નથી. આત્માની સમજણ કરવામાં ઘણા પુરુષાર્થની આવશ્યકતા છે. જે આત્માને હોંશથી સમજવા માંગે છે તેને તે અવશ્ય સમજાય છે. આત્માના ચૈતન્યસ્વભાવનો જેને રસ હોય તેને તેની સમજણમાં ઉત્સાહ આવે છે અને તેમાં સહજ જ્ઞાનનો વેપાર ચાલે છે. ‘આ મારા આત્માની અપૂર્વ વાત છે, આ સમજવાથી કલ્યાણ છે' એમ અંતરમાં તેનો Page #784 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૨ ७३७ મહિમાં લાવીને, રુચિપૂર્વક શ્રવણ-મનન કરતાં આત્મસ્વરૂપ સમજાય છે. બધા આત્મામાં આ સમજવાની તાકાત છે, માટે ‘મને નહીં સમજાય' એવું શલ્ય કાઢી નાખીને, ‘મને બધું સમજાય એવી મારી તાકાત છે જ' એમ સ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ કરીને સમજવાનો પ્રયત્ન કરવા યોગ્ય છે. રુચિપૂર્વક પ્રયત્ન કરનારને ન સમજાય એવું બને નહીં. ‘આ ઝીણું છે' એમ કહીને તેની સમજણનો ઉપાય જ છોડી દેવો તે આત્માની અરુચિનું દ્યોતક છે. જેની રુચિ-વૃત્તિ બહારમાં જ ઘોળાયા કરે છે, તે જ જીવને સ્વરૂપની સમજણ કઠણ લાગે છે. જ્યારે અજ્ઞાનનું તિમિર છવાયેલું હોય, દર્શનમોહ ગાઢ બન્યો હોય ત્યારે તેને સ્વરૂપની સમજણ કઠિન તો શું અસંભવ જેવી લાગે છે. સ્વરૂપની સમજણ વિના તેનો અનંત કાળ નીકળી જાય છે. તે સ્વરૂપની સમજણમાં જેટલો વિલંબ કરે છે, તેટલો વધુ સમય તેણે સંસારમાં રઝળવું પડે છે. માટે આત્મસ્વરૂપની સમજણની દિશામાં બહુ જ પ્રયત્નશીલ બનવું ઘટે છે. પોતાનો સ્વભાવ સમજ્યા સિવાય અનંત કાળના પરિભ્રમણથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. અનંત કાળમાં જીવે પોતાના આત્માને જાણવાની દરકાર કરી નથી. તેનું પ્રમાણ એ છે કે અત્યાર સુધી તે જન્મ-મરણનાં દુ:ખો ભોગવી રહ્યો છે. આત્મસ્વરૂપ સમજ્યા વિના તે વિકટ સંસારમાં ભટકતો રહ્યો છે. ક્ષણભર પણ તેને અંતરશાંતિનો અનુભવ થયો નથી. જગતમાં કંઈ તેનો પોતાનો અભાવ ન હતો. અનાદિ કાળથી તેનું અસ્તિત્વ તો છે, પરંતુ સ્વરૂપની જિજ્ઞાસા જ હૃદયમાં ઉત્પન્ન થઈ નથી. અનંત કાળથી જે કાંઈ જાયું છે તે તો માત્ર પરનું જ્ઞાન છે, પણ પોતાને જાણવાની દરકાર જ કરી નથી. પોતાના આત્મસ્વભાવથી વિરુદ્ધ એવી કામ, ભોગ અને બંધનની કથા જીવને સુલભ અને રુચિકર લાગે છે, કારણ કે તેણે તે અનંત કાળથી સાંભળી છે, તેનો પરિચય કર્યો છે અને અનુભવ પણ કર્યો છે; પરંતુ પરથી ભિન્ન એવા પોતાના એકત્વસ્વભાવની વાત તેણે રુચિથી સાંભળી ન હોવાથી તેને તે વાત નીરસ અને કઠિન લાગે છે. પરનો તીવ્ર રસ સ્વરૂપરુચિને જાગૃત થવા દેતો નથી. જો પરનો રસ ઘટાડી, સ્વભાવનો મહિમાં લાવીને, રુચિ સહિત વારંવાર પ્રયત્ન કરે તો સ્વભાવ સમજાય અને જન્મમરણનાં દુઃખોથી છુટકારો થાય. આમ, સર્વ દુઃખનો ક્ષય કરવા માટે સ્વભાવદૃષ્ટિ અત્યંત આવશ્યક છે. આત્મસ્વરૂપનો જેને નિર્ણય થયો નથી, તેનામાં અનંત શક્તિ હોવા છતાં તેને તે શક્તિ લાભદાયી થતી નથી. સિદ્ધ ભગવાનમાં છે તેવી અનંત શક્તિ આત્મામાં હોવા છતાં જેને તેની ખબર નથી, તેને તો તે શક્તિઓ ન હોવા બરાબર છે. “અહો! મારો આત્મા તો અનંત શક્તિસંપન્ન છે, ક્ષણિક વિકાર જેટલું મારું અસ્તિત્વ નથી.' આમ જ્યાં શુદ્ધ આત્મસ્વરૂપનો નિર્ણય થાય છે ત્યાં તો સ્વસમ્મુખ અપૂર્વ પુરુષાર્થથી Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન તે શક્તિઓ પર્યાયમાં ઊછળવા માંડે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે? પહેલાં રાગ ટળી જશે પછી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા થશે' એમ વિચારીને જે જીવ સમ્યક્ શ્રદ્ધા કરતો નથી, તે જીવ પર્યાયદૅષ્ટિથી રાગને પોતાનું સ્વરૂપ માને છે. પર્યાયમાં રાગ હોવા છતાં પર્યાયષ્ટિ છોડીને સ્વભાવદૅષ્ટિ કરવાથી રાગરહિત સ્વરૂપનો અનુભવ થાય છે. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ હોય, તે વખતે જ રાગરહિત એવા ત્રિકાળી સ્વભાવની પ્રતીતિ કરવામાં આવે તો તે પ્રતીતિના જોરે રાગ અલ્પ કાળમાં ટળી જાય છે. આવી પ્રતીતિ વગર રાગ કદી ટળી શકતો નથી. ‘પહેલાં રાગ ટળી જાય પછી રાગરહિત આત્માની શ્રદ્ધા કરી શકાય', એમ નહીં પણ ‘પહેલાં રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરું તો સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળશે' એ યથાર્થ માન્યતા છે. રાગ ટળે તો શુદ્ધાત્માની શ્રદ્ધા કરું' એવી જેની માન્યતા છે તેની દૃષ્ટિ સ્વભાવ ઉ૫૨ નથી અને તે મોક્ષમાર્ગના ક્રમને પણ જાણતો નથી, કેમ કે તે સમ્યક્ શ્રદ્ધા પહેલાં સમ્યક્ચારિત્રને ઇચ્છે છે. મારો સ્વભાવ રાગ ઉત્પન્ન કરવાનો નથી, પરંતુ રાગનો નાશ કરવાનો છે' એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક, રાગરહિત સ્વભાવના લક્ષે જે પરિણમન થાય તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય અને રાગનો નાશ થાય; પણ જો પર્યાય ઉપર જ દૃષ્ટિ રાખીને હું રાગી છું’ એવા રાગીપણાના અભિપ્રાયપૂર્વક, વિકારના લક્ષે જે પરિણમન થાય તેમાં તો રાગની જ ઉત્પત્તિ થયા કરે, પણ રાગ ટળે નહીં. તેથી પર્યાયમાં રાગ હોવા છતાં તે જ વખતે પર્યાય ઉપરથી દૃષ્ટિ હટાવીને સ્વભાવ ઉપર દૃષ્ટિ કરી, રાગરહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરવી એ જ આત્માર્થીનું કર્તવ્ય છે અને એ જ મોક્ષમાર્ગનો ક્રમ છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે જેટલો ક્ષયોપશમ હોય તેટલું સમ્યજ્ઞાન અને જેટલી સ્થિરતા હોય તેટલું સમ્યક્ચારિત્ર પ્રગટે છે. સમ્યગ્દર્શનથી જે સત્ય જાણ્યું તે ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, અર્થાત્ સમ્યક્ચારિત્રનો ઉત્સાહ જાગે છે. જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યક્ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ અને પૂર્ણતા થવાનો અવસર આવે છે. આમ, યથાર્થ મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન વગર આત્મપ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય ત્રણે કાળમાં અને ત્રણે લોકમાં નથી; માટે આત્મસ્વરૂપની સાચી સમજણ દ્વારા માન્યતાને સમ્યક્ કરવાનો પ્રયત્ન કરવો એ જ સીધો અને સાચો ઉપાય છે. આત્મસ્વભાવની રુચિપૂર્વક સમ્યગ્દર્શનનો મહિમા જાણીને જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે, તે જીવનો મિથ્યાત્વભાવ મંદ પડતો જાય છે. આત્મસ્વરૂપની સમજણ દ્વારા તેનું શ્રદ્ધાન સવળું થતું જાય છે. અભિપ્રાય સમ્યક્ થતાં કોઈ Page #786 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૨ ૭૩૯ પણ બાહ્ય પરિવર્તન પ્રત્યે પરિણામ સમ્યક્ રહી શકે છે. આંતરિક સમતાના બળથી બાહ્યમાં હજારો પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ નચિંત અને નિર્ભય રહી શકાય છે. દર્શન સમ્યક થતાં પોતાને સુરક્ષિત અનુભવી શકાય છે. ગમે તે ઘટનામાં પણ સુખશાંતિ-સલામતી અવિષુબ્ધ રહે છે. તે ચિંતિત, દુઃખી કે આકુળ-વ્યાકુળ નથી થતો. વીતેલા અનંત કાળમાં ક્યારે પણ નહીં થયેલી એવી કર્મનિર્જરા શરૂ થાય છે. આમ, સુવિચારણા દ્વારા મોક્ષમાર્ગની સમજણ મેળવવા માટે આત્મસ્વરૂપનો નિર્ણય અને નિશ્ચય કરવો એ પ્રધાન કર્તવ્ય છે. આત્મસ્વરૂપની સમજણ વિના મોક્ષમાર્ગનો પ્રારંભ થતો નથી. તેથી જ મોક્ષમાર્ગમાં મંગળ પ્રવેશ કરાવવા માટે શ્રીમદે આત્મસ્વરૂપ સમજાવવા આત્માનાં છ પદનો બોધ આપ્યો છે. પાત્રતા વિના અને તત્ત્વ પામવાની તૈયારી વિના નિજછંદે પ્રયત્ન કરે તો છ પદની યથાર્થ સમજણ પ્રાપ્ત થતી નથી, પણ સદ્ગુરુના આશ્રય અને પોતાની પાત્રતા વડે છ પદનો યથાર્થ બોધ થાય છે. છ પદનો યથાર્થ બોધ થવાથી સ્વસ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન થાય છે અને તેનો યથાર્થ વિચાર કરવાથી અને તેની ભાવના ભાવવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, જેથી મોક્ષેચ્છુને પ્રયોજનભૂત એવાં છ પદના સિદ્ધાંતને ગુરુ-શિષ્યના સંવાદરૂપે પ્રગટ કરવાનો શ્રીમદ્ અહીં નિર્દેશ કરે છે. શ્રીમદે અપનાવેલી સંવાદશૈલીની વિશેષતા એ છે કે જિજ્ઞાસુ જીવના મનમાં જે પ્રકારની દલીલો ઊઠવાનો સંભવ હોય તેને શિષ્યની શંકારૂપે પ્રગટ કરી, તેનું ન્યાય, યુક્તિ અને દૃષ્ટાંત વડે સચોટ સમાધાન આપી, શ્રીમદે યથાર્થ તત્ત્વનિર્ણય કરાવ્યો છે. આ ગુરુશિષ્યસંવાદનું અવલોકન કરતાં એમ જણાય છે કે શ્રીમદે આખી ચર્ચાની રજૂઆત શ્રદ્ધાપ્રધાન નહીં બનાવતાં તર્કપ્રધાન બનાવી છે, બુદ્ધિગમ્ય બનાવી છે અને શિષ્યના માધ્યમ દ્વારા વાચકની આત્મસ્વરૂપ સંબંધી જિજ્ઞાસાઓને સંતોષી છે. સુપાત્ર શિષ્યની જિજ્ઞાસાવૃત્તિ કેટલી પ્રબળ હોય, તથા જ્યારે આત્મલગની લાગે ત્યારે આત્માને સમજવા માટે તેના મનમાં કેવા કેવા પ્રશ્નો ઊઠી શકે તેનું દર્શન શ્રીમદે અપનાવેલ સંવાદશૈલીમાં થાય છે. શ્રીમની આ આગવી અસરકારક શૈલીની પ્રશંસા કરતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – કૃષ્ણ-અર્જુનસંવાદથી જેમ ગીતા પ્રસિદ્ધ છે, ગુરુચરણે બેસી શ્રવણ કરતા શિષ્યોના ઉપનિષપણાથી જેમ ઉપનિષદો પ્રસિદ્ધ છે, વીર-ગૌતમસંવાદથી ને ગણધરવાદથી જેમ જિનાગમાં પ્રસિદ્ધ છે, તેમ અક્ષરે અક્ષરે પરમ અમૃતમાધુરીથી ભરેલી ગુરુશિષ્ય-સંવાદશૈલીથી શ્રીમદ્ગી આ અનુપમ અમૃત કૃતિ જગપ્રસિદ્ધ છે. તર્કપ્રધાન વાદ-પ્રતિવાદની જટિલ શૈલીથી લખાયેલા દર્શનશાસ્ત્રો કરતાં આ મીઠાશભરી ગુરુશિષ્યસંવાદની વિશદ શૈલીથી લખાયેલો પરમ અનુભવ-પ્રધાન ગ્રંથ અત્યંત Page #787 -------------------------------------------------------------------------- ________________ ७४० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સચોટ અને અનંતગુણવિશિષ્ટ બળવાન હૃદયભેદી અસર કરે છે. અને આ ગુરુશિષ્યસંવાદમાં પણ શ્રીમદે શિષ્યની અક્ષરે અક્ષર શંકાને અનુવદતું અનુક્રમે સાંગોપાંગ સમાધાન કરતી જે વિશિષ્ટ લાક્ષણિક શૈલી પ્રયુક્ત કરી છે, તેની તો પ્રાયે જાડી જ નથી.’ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ઊપજે તે સુવિચારણા, સત્સંગે શુભ ચિત નિર્મળભાવે પરિણતિ, સંયમ યોગ ઘટિત. સઅસદ્ વિચારણા વડે, મોક્ષમાર્ગ સમજાય; પછી સત્ય પુરુષાર્થથી, સિદ્ધ સ્વરૂપ થવાય. તે માટે પરમાર્થમય, સ્વપર થવા ઉપકાર; ગુરુશિષ્યસંવાદથી, આત્મજ્ઞાન સુપ્રકાર. પરમ ભાવની પ્રાપ્તિનું, મૂળ હેતુ શિવદાય; સમાધાન શંકા કરી, ભાખું ષપદ આંહી. ૨ * * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૦૨-૨૦૩ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૩ (શ્રી ગિરધરભાઈ૨ચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૬૫-૧૬૮). Page #788 -------------------------------------------------------------------------- ________________