________________
ગાથા - ૩૮
ભૂમિકા
(ગાથા)
અર્થી
– ગાથા ૩૭માં કહ્યું કે આત્માર્થી જીવ સદ્ગુરુની શોધ કરે છે અને તે યોગ
પ્રાપ્ત થાય ત્યારે અંતરમાં સ્થિર થવા અર્થે વારંવાર તેમનો સમાગમ કરે છે. હવે તેને એકમાત્ર આત્માર્થ સાધવાની ઉત્કટ ઇચ્છા હોવાથી તે માન, પૂજા, સત્કાર આદિ ઇચ્છાઓથી ક્રમે ક્રમે નિવૃત્ત થતો જાય છે અને પોતાનું લક્ષ સાધવા માટે જે કંઈ કરવું ઘટે એ કરી છૂટવા તૈયાર થાય છે.
આમ, આત્માર્થીને એકમાત્ર આત્માર્થનો જ લક્ષ હોય છે. તે આત્માર્થ કેવા પ્રકારના જીવમાં હોય છે તે દર્શાવવા આત્માર્થીનાં લક્ષણ હવે શ્રીમદ્ પ્રકાશે છે. જેમ મતાર્થીના વિભાગની ૩૨મી ગાથામાં મતાથી જીવનાં સમુચ્ચય લક્ષણ શ્રીમદે પ્રકાશ્યાં હતાં, તેમ આ ગાથામાં આત્માર્થીનાં તથારૂપ લક્ષણ બતાવતાં શ્રીમદ્ કહે છે –
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” (૩૮)
જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની L] અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. (૩૮)
= આત્મપ્રાપ્તિની ઝંખના વર્તતી હોય એવા જીવની અંતર્દશા આ ગાથામાં ભાવાર્થ.
બતાવવામાં આવી છે. જે લક્ષણો આ ગાથામાં બતાવવામાં આવ્યાં છે તે લક્ષણોનો જ્યાં સુધી જીવમાં અભાવ હોય, ત્યાં સુધી જીવ પરમાર્થખોજક કહી શકાય નહીં અને ત્યાં સુધી પરમાર્થપ્રાપ્તિના લાભની આશા પણ રાખી શકાય નહીં. જેને આત્મકલ્યાણ કરવાની ભાવના હોય અને અનંત કાળના પરિભ્રમણનો અંત લાવી અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય, તેણે તે માટે અનિવાર્ય ગણાતાં લક્ષણો પ્રથમ પોતામાં પ્રગટ કરવાં જરૂરી છે. તે લક્ષણો નીચે પ્રમાણે છે – (૧) આત્માર્થી જીવે ક્રોધાદિ કષાયભાવ મોળા પાડ્યા હોય છે. કષાયભાવ આત્મગુણના ઘાતક છે, તેમજ ક્ષમા, નમતા, સરળતા, સંતોષ આદિ ગુણોને પ્રગટ થવા દેતા નથી એમ આત્માર્થી જીવ જાણતો હોવાથી, તે કષાયભાવને સ્વરૂપલક્ષે ઉપશાંત કરે છે. તીવ્ર ક્રોધાદિ ભાવથી ઉપર ઊઠવાથી તેનામાં ઉપશમભાવ ઉદિત થઈ, વર્ધમાન થતો જાય છે. જ્યાં કષાયભાવ મંદતાને પામ્યા નથી ત્યાં ચિત્તશુદ્ધિ ન હોવાથી આત્માર્થિતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org