________________
૫૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દોષ સ્વીકાર કરવામાં તેને લૌકિક માન-મોટાઈ નડતાં નથી, તેમજ ગુણ ગ્રહણ કરવામાં તે સદા તત્પર રહે છે. શ્રીમદ્ પ્રકાશે છે –
કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા! બન્નેનો એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહીં. આજના ટુંઢિયા અને તપાને તેમ જ દરેક જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તો તેમ બને નહીં. તેમાં કેટલોક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં.'
સરળપરિણામી જીવ સત્યનો સ્વીકાર કરવા હંમેશાં તત્પર રહે છે. તે એટલો ઋજુ હોય છે કે સુવર્ણની જેમ તેને જેવી રીતે વાળવો હોય તેવી રીતે વાળી શકાય છે. સરળ ચિત્તવાળો જીવ ઉદ્ધતાઈ, વક્રતા, અહંકાર, કદાહ, અવિનય રાખ્યા વિના ગુણાનુરાગી થઈને વિનય અને શ્રદ્ધાથી આત્માની ઉન્નતિ સાધવા પ્રયત્નશીલ રહે છે. સરળ એવા મોક્ષમાર્ગમાં સરળ જીવો જ પ્રવેશ પામી શકે છે. સરળ ગુણનો જેનામાં અભાવ છે તે મતાર્થી જીવ સન્માર્ગનો આરાધક બની શકવા સમર્થ નથી. જેમ લાકડી સીધી હોય તો ધ્વજ સહિત મંદિર ઉપર ચડે છે, પણ જો તે વાંકી હોય તો તે ચૂલામાં નાંખવામાં આવે છે; તેમ જેનામાં સરળતા છે તેવો જીવ આત્મવિકાસની ઉત્કૃષ્ટ દશાએ પહોંચે છે, પણ માયાવી જીવ સંસારમાં ભટકે છે. તેવો જીવ પરમાર્થને પામી શકતો નથી. ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્ને માનમાં મસ્ત હોવાથી તેઓ પોતાના દોષોને સ્વીકારવા તૈયાર થતા નથી અને ઊલટું પોતાને મહાગુણવાન માને છે. સરળપણાના અભાવના કારણે તેઓ સગુણોની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. (૪) “ન મધ્યસ્થતા
મતાર્થી જીવને મધ્યસ્થતા હોતી નથી. મધ્યસ્થતા એટલે પક્ષપાતરહિતતા. મધ્યસ્થતા મુમુક્ષુમાત્રનો અંગભૂત ગુણ છે. મધ્યસ્થતા વિના સામાન્ય મુમુક્ષુતા પણ સંભવતી નથી. જે મધ્યસ્થ નથી તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ નથી, તો તેને આગળની ભૂમિકાઓની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? પાત્રતા પ્રગટાવવા માટે મધ્યસ્થતા સંપાદન કરવી અત્યંત જરૂરી છે. જે અનેક પ્રકારે સાધનામાં ઉપયોગી છે તેવો મધ્યસ્થતાનો ગુણ, જીવે ગમે તે ઉપાયે પણ જીવનમાં ખીલવવો અનિવાર્ય છે.
જેમ ત્રાજવાનો મેરુ બરાબર વચ્ચે હોય તો માપતોલ બરાબર થાય છે, તેમ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૨ (ઉપદેશછાયા-૬)
શ્રી ગૌતમસ્વામીની સરળતા વિષે આનંદશ્રાવકનો પ્રસંગ પણ પ્રસિદ્ધ છે. જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૨ (ઉપદેશછાયા-૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org