________________
ગાથા-૩૨
૫૮૯ છાવરવાની કોશિશમાં જ રહે છે, તો એ દોષનો સ્વીકાર તો તે કરવાનો જ ક્યાંથી? તે તો પોતાને બચાવવા અદાલત ખડી કરી દે છે - ફરિયાદ, આરોપ. સોગંદનામું. ઊલટતપાસ, જુબાની, બચાવ; છતાં જ્યારે તેનો અપરાધ પકડાઈ જાય છે ત્યારે ગમે તે રીતે તે પોતાના દોષનો ટોપલો અન્ય ઉપર ઢોળે છે. દોષારોપણની આ બાલિશ ચેષ્ટા તેની નિર્બળતા, કાયરતા, અપરિપક્વતા છતી કરે છે. પોતાના દોષના સ્વીકારના અભાવના કારણે તે દોષનિવૃત્તિ અને સદ્ગુણપ્રાપ્તિથી વંચિત રહે છે અને આત્માર્થ સાધવામાં અસમર્થ નીવડે છે. જો તે પ્રવર્તમાન દોષને હેયબુદ્ધિએ જાણે તો દોષભાવનો રસ તૂટે અને તેથી દોષનું બળ પણ ક્ષીણ થાય, સાથે સાથે નિર્દોષ સ્વભાવ પ્રત્યે રસવૃદ્ધિ થવાથી નિર્દોષતા પ્રગટવાનો અવકાશ પણ સહેજે બને છે. જેમ જેમ દોષોનું અવલોકન થતું જાય છે, તેમ તેમ તેના પ્રતિપક્ષી ગુણો કેળવવાની જિજ્ઞાસા વધતી જાય છે. જીવનસુધારણાથી માંડીને આત્મપ્રાપ્તિમાં જેની અનિવાર્યતા ગણાય છે તેવા ગુણોને પ્રગટાવવા તે ઉત્સાહી અને પ્રયત્નશીલ બને છે.
ગુણજિજ્ઞાસુ સરળપરિણામી જીવ જ્યારે જ્યારે પોતાના કરતાં વધારે બળવાળો ધર્મરંગ નીરખે છે, પોતાના કરતાં વધારે ઉલ્લાસવાળી ભક્તિ જુએ છે, પોતાના કરતાં વધારે વીર્ય-ઉલ્લાસવાળાં તપ, સ્વાધ્યાય વગેરે સંતુક્રિયાઓ નિહાળે છે, પોતાના કરતાં અધિક આત્મપરિણતિ પામેલાને જુએ છે; ત્યારે ત્યારે તેને સાનંદાશ્ચર્યપૂર્વક તે તરફ આદર અને અહોભાવ થાય છે અને તેવી દશા પ્રાપ્ત કરવાની તેની ઇચ્છા પ્રબળ બને છે. જેમ કોઈ સુભટ અન્ય સુભટની વીરતાની કથા સાંભળી સુભટતામાં અતિ ઉત્સાહવાન થાય છે, તેમ ગુણવાનના ગુણો જોઈ ગુણજિજ્ઞાસુ જીવ ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. તેને ગુણીજન પ્રત્યે પ્રમોદનાં પરિણામ રહે છે. ગુણીજનના ગુણ જોઈ તેમના પ્રત્યે અહોભાવ પ્રગટ્યો હોવાથી તે તેમની સેવા આદિમાં તત્પર રહે છે. પરંતુ જેને આત્મશુદ્ધિનો લક્ષ નથી તેવા મતાર્થી જીવે પોતાની અનાદિ દોષદષ્ટિને પોતા પ્રત્યે વાળવાને બદલે અન્ય પ્રત્યે વાળી હોવાથી, તે અન્યના ગુણ પ્રત્યે દુર્લક્ષ સેવી અન્યના દોષને જ મુખ્ય કરે છે. ગુણવાનને જોઈને પણ તેને માત્સર્યપરિણામ થાય છે અને નિંદા આદિ પ્રવૃત્તિમાં પ્રવર્તવાનું બને છે. જેમ કોઈ માંદો માણસ અપથ્ય ભોજન કરતો હોય તો પછી ગમે તેટલું રસાયણ ખાય તોપણ સાજો થતો નથી, તેમ અન્યના સારા ગુણો તરફ મત્સર કરનાર જીવ તપશ્ચર્યા, આવશ્યક ક્રિયા, દાન અને પૂજા કરે તો પણ તે મોક્ષે જતો નથી. સરળપરિણામી જીવમાં એવા પ્રકારની ઋજુતા વર્તતી હોય છે કે તે સ્વદોષનો અને પરગુણનો આંટીઘૂંટી વિના સરળતાથી સ્વીકાર કરી શકે છે. પોતાના ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૧૧, શ્લોક ૧૧
‘તા:ચિવશ્યાનપૂગને , શિવ ન આજ્ઞા મિત્રી નનઃ | अपथ्यभोजी न निरामयो भवेद्रसायनैरप्यतुलैर्यदातुरः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org