________________
૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આત્મસિદ્ધિનો મુખ્ય વિષય હોઈ આત્મસિદ્ધિમાં એનું શાસ્ત્રીય વિસ્તરીકરણ છે. આત્મસિદ્ધિમાં આ ષપદનો સૂક્ષ્મ તત્વવૈજ્ઞાનિક શાસ્ત્રીય વિચાર બહલાવ્યો છે. આ ષટ્રપદપત્રમાં સમ્યગદર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત ષપદનો મહિમાતિશય ઉલ્લચાવ્યો છે. આત્માની મહાગીતા આત્મસિદ્ધિમાં ષટ્પદ દ્વારા આત્માનું દિવ્ય ગાન ગાયું છે. આ પક્ષદપત્રમાં આ ષટ્રપદ અને તેની પ્રાપ્તિના મૂળ સદ્દગુરુ ભગવાન પ્રત્યેની અભુત ભક્તિનું અમૃતપાન પાયું છે. આ અવનિના અમૃતસમી આત્મસિદ્ધિ પૂર્વે ત્રણ વર્ષ પહેલાં લખાયેલો આ તેનો પુરોગામી અમૃતપત્ર તે અમૃતરસનો જાણે પાસ્વાદ - પૂર્વાસ્વાદ (fore-taste) કરાવે છે!”૧
ગ્રંથરચનાનો પ્રસંગ
વિ.સં. ૧૯પરના શ્રાવણ માસમાં શ્રીમદે નિવૃત્તિ અર્થે કાવિઠા, રાળજ આદિ ક્ષેત્રે સ્થિતિ કરી હતી અને પછી ગુજરાતના જંગલોમાં આત્મધ્યાનનિમગ્નપણે વિચરી, આણંદ થઈને આસો માસમાં તેઓ નડિયાદ પધાર્યા હતા. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ તેમની સેવામાં રહેતા હતા. શરદપૂર્ણિમાના બીજા દિવસે, અર્થાત્ આસો વદ ૧ ના દિવસે શ્રીમદ્ બહાર ફરીને મુકામે પધાર્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. શ્રીમદે શ્રી અંબાલાલભાઈ પાસે ફાનસ મંગાવ્યું અને તેઓ લખવા બેઠા. શ્રી અંબાલાલભાઈ વિનયભક્તિ સહિત વિનમ્ર ભાવે પોતાના હાથમાં ફાનસ ધરીને દીવીની જેમ ઊભા રહ્યા. શ્રીમની કલમ એકધારાએ ચાલી અને તેમણે એક જ બેઠકે, માત્ર દોઢ-બે કલાકમાં દર્શનના સારરૂપ, સૂત્રરત્નાવલિ સમાન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથા એકી કલમે લખી. આગમસિંધુના નવનીત જેવો આ અપૂર્વ ગ્રંથ શ્રીમદ્દ જેવા કોઈ અલૌકિક પુરુષ જ આટલા અલ્પ સમયમાં રચી શકે. આ ઘટના તેમની કવિત્વપ્રતિભાની અને લેખનસિદ્ધિની પણ ઉત્તમ પ્રતીતિ કરાવે છે. માત્ર દોઢ-બે કલાકમાં જ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૦૬ ૨- શ્રીમદે જ્યારે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી હતી ત્યારે તેમણે ૧૪૪ ગાથા લખી હતી, પરંતુ તે વખતે જ તેમણે બે ગાથા કાઢી નાખી હતી. તેમાંની એક ગાથા ૧૨૭મી ગાથા પછી રચાઈ હતી અને એક ગાથા તેમણે ૧૪૨મી ગાથા પછી મૂકી હતી. તે બે ગાથા આ પ્રમાણે છે –
શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.”
(ગાથા ૧૨૭ પછીની ગાથા) સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.”
(ગાથા ૧૪ર પછીની ગાથા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org