________________
ગ્રંથસર્જન
૧૫
લખાયા છે, તે તત્ત્વને તેમણે આ પત્રમાં અસંદિગ્ધ ભાષામાં અને અત્યંત સંક્ષેપમાં સમજાવ્યું છે, જે તેમની પ્રબળ શક્તિનો પરિચય આપે છે. મુમુક્ષુ જીવને પરમાર્થમાર્ગમાં પરમ સહાયરૂપ થાય તેવો આ પત્ર છે. શ્રી લલ્લુજી મુનિને આ અદ્ભુત પત્રનું ખૂબ મહાભ્ય હતું અને તેઓ તેને વિપરીત માન્યતા દૂર કરનાર, મતમતાંતરમાં પ્રવેશ ન થવા દેનાર તથા ચમત્કારી ગણાવતા. તેઓશ્રી જણાવે છે -
છ પદનો પત્ર અમૃતવાણી છે. પત્રો તો બધાય સારા છે; પણ આ તો લબ્ધિવાક્ય જેવો છે! છ માસ સુધી એને ફેરવે તો પ્રભુ, કંઈનું કંઈ થઈ જાય! ગમે તે અડચણ, વિપ્ન આવે, તે હડસેલી મૂકવું. એ દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનો રાખ્યો તો પછી જોઈ લો. સમકિતનું કારણ છે.''
વિ.સં. ૧૯૫૧માં આ પત્ર શ્રીમદ્ભા પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને મોકલવામાં આવ્યો હતો અને તે મુખપાઠ કરી, વારંવાર વિચારવા આજ્ઞા થઈ હતી. વયોવૃદ્ધ શ્રી સૌભાગ્યભાઈને આ ગધ્રપત્ર મુખપાઠ કરતાં મુશ્કેલી પડી અને અન્ય મુમુક્ષુ ભાઈઓને પણ આ પત્ર મુખપાઠ કરતાં મુશ્કેલી પડશે એમ તેમને લાગ્યું. વિ.સં. ૧૯૫૨માં તેમને શ્રીમનો સમાગમ ખંભાતમાં થયો ત્યારે પોતાની મુશ્કેલી રજૂ કરતાં તેમણે કહ્યું કે છે પદનો પત્ર ગદ્યમાં હોવાથી મુખપાઠ કરવો દુષ્કર છે, સ્મરણમાં રહેતો નથી. આત્મપ્રતીતિ કરાવતા, ગદ્યમાં લખાયેલા આ છ પદનો પત્ર જેવો કોઈ પદ્યગ્રંથ લખાય તો સર્વ મુમુક્ષુઓ ઉપર ઘણો ઉપકાર થાય અને મુખપાઠ કરવામાં સરળ પડે. આમ, શ્રી સૌભાગ્યભાઈની વિનંતીના ફળરૂપે શ્રીમની અંતરંગ પરમ વિશુદ્ધિમાંથી, ઉપરોક્ત છે પદને કાવ્યબદ્ધ કરતું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'રૂપ અમૂલ્ય ગ્રંથરત્ન પ્રગટ થયું. આમ, છ પદનો પત્ર અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એકબીજાના પૂરક અને સમર્થક છે. તે બન્ને વચ્ચેનો સંબંધ દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
આ ષપદના અમૃતપત્રને શ્રીમન્ની પરમ અમરકૃતિ આ આત્મસિદ્ધિશાસ્ત્ર સાથે ઘણો ગાઢ - ઘનિષ્ઠ સંબંધ છે, કારણ કે બન્નેમાં ષટપદનો વિષય સામાન્ય (Common) છે. આ પત્રમાં ષટ્રપદનું સમગ્રપણે સૂત્રરૂપ સંક્ષેપ કથન છે, ષટ્રપદ એ ૧- ‘ઉપદેશામૃત', પૃ. ૨૭૬ ૨- શ્રી સૌભાગ્યભાઈની વિનંતી પછી વીસેક દિવસ બાદ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના થઈ હતી. (જુઓ : ‘બોધામૃત', ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૩૦૬) મંથરચનાના તાત્કાલિક કારણ સંબંધી શ્રી મણિભાઈ સૌભાગ્યભાઈ જણાવે છે કે શ્રી ગોસળિયાની એકાંત નિશ્ચયની અવળી પકડ છોડાવવા માટેની વિનંતી કરતો શ્રી સૌભાગ્યભાઈનો પત્ર મળ્યા પછી થોડા કલાકમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થવા પામી હતી. (જુઓ : ‘પરમકૃપાળુદેવ સાથે થયેલ મુમુક્ષુઓના સમાગમની નોંધ’, પૃ.૯૬, શ્રી દિનેશભાઈ મોદીએ પણ તેમની પુસ્તિકા ‘વ્યક્તિ અને વ્યક્તિત્વ', ૫.૨૨ ઉપર આ માહિતીનો ઉલ્લેખ કર્યો છે.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org