________________
ગ્રંથસર્જન
૧૭
સર્જન પામેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી શ્રીમનું નામ સર્વ કાળને માટે અમર કરવાને પર્યાપ્ત છે.
આમ, શ્રીમદ્ જેવા આત્મસિદ્ધપુરુષના હૃદયમાંથી અખ્ખલિત પ્રવાહે નીકળેલી જગતપાવની શ્રુતગંગા અવનિ ઉપર અવતરી. અનાદિના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી, આત્મપ્રતીતિરૂપ અધ્યાત્મપ્રકાશથી સહજ આનંદ પ્રગટાવવા સમર્થ એવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતારના શ્રી અંબાલાલભાઈ પરમ ભક્તિથી દર્શન કરી રહ્યા હતા અને તે સંપૂર્ણ લખાઈ રહ્યું ત્યાં સુધી તેઓ ફાનસ લઈને ઊભા રહ્યા હતા. આમ, શ્રીમદ્દી આ અદ્ભુત કૃતિના પ્રથમ સાક્ષી થવાનું પરમ સૌભાગ્ય શ્રી અંબાલાલભાઈને પ્રાપ્ત થયું હતું.
‘શ્રી આત્મસિદ્ધિજી' ના રચનાપ્રસંગને વર્ણવતાં એક સુંદર પ્રભાતિયામાં બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે –
પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી; ભક્ત ભગીરથ સમાં, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી, ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી. યાદ નદીની ધરે, નામ નડિયાદ પણ, ચરણ ચૂમી મહાપુરુષોના, પરમકૃપાળુની ચરણરજ સંતની ભક્તિભૂમિ હરે ચિત્ત સૌનાં; સમીપ રહી એક અંબાલાલે તહીં, ભક્તિ કરી દીપ હાથ ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસો વદ એકમે 'સિદ્ધિજીને.૧
આમ, શ્રીમદે ચરોતર જિલ્લાના નડિયાદ ગામના નાના કુંભનાથ મહાદેવના. મંદિરના એક ઓરડામાં વિ.સં. ૧૯૫૨ના આસો વદ ૧, ગુરુવાર, તા. ૨૨-૧૦૧૮૯૬ના શુભ મંગલ દિવસે આત્માનુભવપૂર્વક સ્કુરાયમાન થયેલ ગહન તત્ત્વોને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપે સાદી, સરળ, ભાવવાહી વાણીમાં ગૂંચ્યાં. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું મેઘબિંદુ જેમ સુંદર મોતીમાં પરિણમે છે, તેમ શ્રી સૌભાગ્યભાઈ જેવા સુપાત્ર જીવ દ્વારા કોઈ ભાગ્યશાળી ક્ષણે થયેલી વિનંતીના પરિપાકરૂપે શ્રીમદ્ભા અંતરમાં ૧૪ પૂર્વના સારરૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપી અમૂલ્ય મોતી ઉત્પન્ન થયું. આ બદલ જગત શ્રી સૌભાગ્યભાઈનું ઋણી છે. શ્રીમદે પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ત્રણ સ્થળે તેમનો ઉલ્લેખ કરી તેમને અમર કર્યા છે - “મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય' (ગાથા-૨૦) અને “ઉદય ઉદય સભાગ્ય' (ગાથા-૯૬), આ બે ગાથામાં ગર્ભિતપણે ઉલ્લેખ કર્યો છે અને “શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષ ૧- ‘બોધામૃત', ભાગ-૩, ત્રીજી આવૃત્તિ, પૃ.૮૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org