________________
ગાથા-૩૫
૬૪૧ પ્રત્યક્ષ સગુરુયોગમાં મતાથી જીવ સ્વછંદ અને પ્રમાદને વશ થઈ, આજ્ઞાને અવગણી સદ્દગુરુથી વિમુખ વર્તે છે, જ્યારે આત્માર્થી જીવ પ્રત્યક્ષ સદ્દગુરુના યોગમાં ત્રણે યોગની એકતાથી આજ્ઞાપાલન કરે છે. અલ્પ કાળમાં સંસારથી છૂટીને સિદ્ધદશા પ્રાપ્ત કરવા તેણે સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો દઢ સંકલ્પ કર્યો હોય છે. આજ્ઞાપાલન માટે તેનાં પરિણામ અત્યંત ઉલ્લસિત હોય છે. નગારા ઉપર દાંડી પડે અને ક્ષત્રિયને શૌર્ય ઊછળે એવો તેનો ઉત્સાહ હોય છે. મુક્ત થવાનો નાદ સાંભળી તે હર્ષથી ઊછળે છે. આજ્ઞાનો ઉમંગથી સ્વીકાર કરે છે, વિશ્વાસ કરે છે, મહિમા કરે છે, અપૂર્વતા લાવે છે. જેમ વીંછી, સર્પ કે આગ આંગણે આવી પડે તો તેને દૂર કરવાનો - કાઢવાનો તાબડતોબ પ્રયત્ન કરવામાં આવે છે, તેમ આત્માર્થી જીવ આજ્ઞાપાલનમાં વિજ્ઞરૂપ સ્વચ્છંદ, પ્રમાદ આદિ અંતરશત્રુઓથી સાવધાન રહે છે અને તેને તાબડતોબ કાઢીને જ જંપે છે. તેની ખુમારી તો એવી હોય છે કે “મહાકષ્ટ પણ હું આજ્ઞાની આરાધના કરવાનું ચૂકીશ નહીં, મરણાંતે પણ આજ્ઞા-આરાધન કરીશ.” આમ, તેને આજ્ઞાની પરમ મહત્તા હોય છે. પોતાના સર્વ પ્રયત્ન વડે તે આજ્ઞા-આરાધન તરફ વળે છે. સર્વ પ્રકારના ઉદ્યમ વડે ઉલ્લસિત ભાવે તે આજ્ઞામાં એકતાન થાય છે. શ્રીમદે કહ્યું જ છે કે –
‘આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.’
આજ્ઞામાં એકતાન થવાથી પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુલભતાથી થાય છે એ તથ્ય આત્માર્થી જીવ જાણતો હોવાથી તેને આજ્ઞાનો મહિમા હૃદયગત થયો હોય છે. આજ્ઞા આપનાર પુરુષ કેવા છે, તેઓશ્રીએ આપેલ આજ્ઞા દ્વારા તેને શું લાભ થશે, આજ્ઞા પાછળનો આશય શું છે, આજ્ઞા ન પાળવાથી કેટલી મોટી હાનિ થઈ શકે અને તે પાળવાથી કેવો જબરદસ્ત લાભ થશે ઇત્યાદિની યથાર્થ વિચારણા તેના ચિત્તમાં અત્યંત સ્પષ્ટ હોય છે. સદ્ગુરુની આજ્ઞાનું મન-વચન-કાયાના યોગના એકત્વથી અખંડ અને એકનિષ્ઠ આરાધન કરી, પ્રાપ્ત સુયોગને પોતે સાર્થક કરી શકે તે અર્થે તે એમ ભાવના ભાવે છે કે –
‘ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ, સતુની જિજ્ઞાસા, આ ભવાટવીના અનંત ભ્રમણથી છોડાવનાર સદ્ગુરુ, તેમનો અતિકલ્યાણકારી સમાગમ, તેમણે બોધેલા માર્ગની સમજ અને એ માર્ગે ચાલવાની રુચિ, જે ઉત્તરોત્તર દુર્લભ છે એ બધું મને પ્રાપ્ત થયું છે. પરમાર્થને અનુકૂળ એવા સમસ્ત યોગ સંપ્રાપ્ત થવા છતાં જો હું ચતું નહીં અને સદ્ગુરુની આજ્ઞામાં ત્રણે યોગથી એકતાન ન થાઉં તો, જેમાં સમુદ્રમાં ફેંકેલું મોતી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૩૦ (પત્રાંક-૧૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org