________________
૬૪૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બળે સાધનાપથમાં આગળ ને આગળ વધતો જ જાય છે.
ગાથામાં “ત્રણે યોગ એકત્વથી' કથન બહુ અર્થસૂચક છે. ક્યારેક એમ બને કે મનમાં હોય પણ પ્રમાદાદિ કારણોસર બાહ્યમાં પ્રગટ ન કરે અથવા બાહ્યમાં પરમ ઉપકાર ગણે પણ મનમાં ગ્રંથિ રાખી હોય, તો ક્યારેક વચનમાં ઉપકાર વદે પણ મનમાં ન હોય, મનમાં હોય પણ વચન અને ક્રિયામાં ન હોય. આ રીતે વર્તવાથી સ્વચ્છંદ, પ્રમાદ અને માયાચાર પોષાય છે એવું જાણતો હોવાથી આત્માર્થી “ત્રણે યોગ એકત્વથીથી એટલે જરા પણ માયાપરિણામ વિના, મિથ્યા આગ્રહ વિના, સ્વચ્છંદપરિણામ વિના, લોકભય-લોકલાજ વિના, દૈહિક શાતા-અશાતાના વિકલ્પ કર્યા વિના, દેહાધ્યાસનું પોષણ કર્યા વિના, મન-વચન-કાયાની શક્તિ ગોપવ્યા વિના સદ્ગુરુની આત્મકલ્યાણકારી આજ્ઞા શિરસાવંદ્ય ગણી તે પ્રમાણે વર્તવામાં તત્પર રહે છે.
- આત્માર્થી જીવ સમજે છે કે જ્યાં સુધી ત્રણે યોગના એકત્વથી આજ્ઞા ન પળાય ત્યાં સુધી યથાર્થ આજ્ઞાપાલન સંભવતું નથી. જ્યાં સુધી કાયિક, વાચિક કે માનસિક પ્રવૃત્તિમાંથી એક પણ પ્રવૃત્તિ જો આજ્ઞા અનુસાર ન થઈ હોય તો ત્યાં સુધી આજ્ઞા યથાર્થપણે પળાઈ છે એમ કઈ રીતે કહેવાય? આજ્ઞાપાલનનું રહસ્ય ન જાણનાર જીવ માત્ર કાયાથી કે માત્ર વચનથી કે માત્ર મનથી આજ્ઞા પાળીને પોતે ધર્મ કરી રહ્યો છે એમ માને છે, પરંતુ તેવા આજ્ઞાપાલનનું મોક્ષમાર્ગમાં કોઈ મૂલ્ય નથી. કેવળ કાયાથી થતું આજ્ઞાપાલન અંતરંગ પ્રયોજનથી નિરપેક્ષ રહે છે, તેથી માત્ર કાયાથી આજ્ઞાપાલન કરીને સંતુષ્ટ થવું યોગ્ય નથી. આજ્ઞાપાલન બુદ્ધિપૂર્વક તથા જાગૃતિ સહિત થવું જોઈએ. ભાવની જાગૃતિ રાખીને આજ્ઞાને કાયા ઉપરાંત વચન તથા મનમાં પણ પ્રસ્થાપિત કરવી ઘટે છે. વળી, આજ્ઞાપાલન એટલે માત્ર મુખથી તહત્તિ’ કહી દેવું એમ નથી. ‘તહત્તિ' ઉચ્ચારવામાત્રથી યથાર્થ આજ્ઞાપાલન થતું નથી. માત્ર આ પાઠ ઉચ્ચારવાથી કાર્ય થઈ જતું નથી, પરંતુ આજ્ઞા અનુસાર યોગ્ય પરિણામ તથા યોગ્ય પ્રવર્તન પણ કર્તવ્ય છે. વળી, માત્ર માનસિક રીતે આજ્ઞા પાળવામાં આવે, પણ પ્રમાદાદિ કારણે વચન તથા કાયામાં આજ્ઞાનું આરાધન ન ઊતરે તો તે પણ યથાર્થ નથી. ભાવ અનુસાર વાણીનું તથા કાયાનું પ્રવર્તન પણ થવું ઘટે છે. જે આજ્ઞા મળી હોય તે અનુસાર કાયાની પ્રવૃત્તિ થવી જોઈએ, આવશ્યક શબ્દોનું જીભથી ઉચ્ચારણ થવું જોઈએ અને સહવર્તીભાવ માનસપટ ઉપર અંકિત થવો જોઈએ. આત્માથી જીવ સતત આત્મનિરીક્ષણ કરે છે કે ત્રણે યોગના એકત્વથી આજ્ઞારાધન થઈ રહ્યું છે કે નહીં અને તેથી તે મિથ્યા સંતોષથી બચેલો રહે છે. આમ, સગુરુએ નિષ્કારણ કરુણાથી આપેલી આજ્ઞાને આત્માર્થી જીવ અનન્ય ઉપકારી તથા અત્યંત કલ્યાણકારી જાણીને પોતાના મન, વચન અને કાયાના યોગ વડે તે આરાધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org