________________
ગાથા-૩૫
૬૩૯
આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્રપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે.૧
સદ્ગુરુ આત્માર્થી શિષ્યની ભૂમિકા, તેનાં સંજોગો, વીર્ય વગેરેને લક્ષમાં લઈને તેને આજ્ઞા આપે છે. તેનાં પરિણામોની સ્થિતિ જોઈને મોક્ષમાર્ગમાં તેની રુચિ અને પ્રવૃત્તિ વધે તેવી આજ્ઞા આપે છે. કોઈ પણ પ્રકારે આત્માર્થ પોષાય તેવી જ આજ્ઞા શ્રીગુરુ આપે છે. સંસારભાવ પોષાય તેવી આશા સદ્ગુરુ આપે જ નહીં. સદ્ગુરુની આજ્ઞાનું એકમાત્ર પ્રયોજન વીતરાગતાનું પોષણ હોય છે. ક્યારેક તેઓ ઘણા રાગાદિ છોડાવવા માટે અલ્પ રાગાદિ થાય એવી આજ્ઞા આપે છે, તો ક્યારેક સર્વ રાગાદિ છૂટે એવી આજ્ઞા આપે છે, પરંતુ તેઓ ક્યારે પણ રાગાદિ વધે એવી આજ્ઞા આપતા નથી. આજ્ઞાનો આશય ન સમજાય ત્યારે મતાર્થી જીવને શંકા થાય છે કે ‘ગુરુ આ શું કહે છે? જ્યારે આત્માર્થી એમ વિચારે છે કે “ગુરુ તો સત્ય જ કહે છે, પણ હું તેમનો આશય સમજી શકતો નથી, એ મારી સમજણનો દોષ છે.' સદ્ગુરુની આજ્ઞા વીતરાગતાપોષક જ હોય એમ શ્રદ્ધા રાખી આત્માથી તેનો આશય સમજવાનો પ્રયત્ન કરે છે, પણ શંકા કરતો નથી. તેને દઢ નિશ્ચય વર્તે છે કે સદ્દગુરુ જે આજ્ઞા ફરમાવે છે તે શિષ્યના એકાંત આત્મહિતના હેતુએ જ છે. નિષ્કારણ કરૂણાશીલ સન્દુરુષની વિધિ-નિષેધરૂપ આજ્ઞા આત્મકલ્યાણની વૃદ્ધિ અર્થે જ હોય છે એમ તે માનતો હોવાથી અચળ શ્રદ્ધા અને પૂર્ણ ઉમંગથી આજ્ઞા-આરાધનમાં પ્રવર્તે છે.
આત્માર્થી પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી, પોતાની સર્વ શક્તિએ આજ્ઞાને ઉપાસી સત્પથે આરૂઢ થાય છે. તેને એવી ભાવના થાય છે કે આજ્ઞા વિના કલ્યાણ નથી, આજ્ઞા વિના પરિભ્રમણનો અંત નથી, આજ્ઞા વિના મોક્ષ નથી. આજ સુધી આજ્ઞા વિના મેં જે કંઈ કર્યું તે બધું નકામું હતું, નિષ્ફળ હતું. હવે આજ પછી જે કાંઈ કરીશ તે સદ્ગુરુની આજ્ઞા અનુસાર જ કરીશ. અનંત કાળમાં જે આરાધના કરી તે ખોટી દિશામાં કરી, પરંતુ સગુરુના અલૌકિક સામર્થ્યની સહાયથી હવે હું જાગ્યો છું. મારા મન, વચન અને કાયાના યોગ હવે સદગુરુની આજ્ઞાનુસાર જ પ્રવર્તશે. આત્માથી જીવના હૈયામાં અફાટ શૂરાતન પ્રગટે છે કે ક્યારે મને સદ્ગુરુની આજ્ઞા પ્રાપ્ત થાય અને ક્યારે તે આજ્ઞારાધનમાં હું ઉત્કૃષ્ટ ભાવોથી મંડી પડું.' ત્રણે યોગની એકતાથી આજ્ઞાના આરાધનરૂપ ઉત્કૃષ્ટ ધર્મપંથે ચડેલ તે આત્માર્થી, સદ્ગુરુની અનન્ય કૃપાના ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૫૫૮ (પત્રાંક-૭૧૯) ૨- જુઓ : પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરનુવાદ, સાતમી આવૃત્તિ,
અધિકાર ૮, પૃ.૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org