SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપયોગ પ્રેરાય છે અને સ્વપરકલ્યાણકારી જીવનનું નિર્માણ થાય છે. રાગ-દ્વેષની પરિણતિને સંયમમાં રાખવા માટે સદ્ગુરુદેવ પ્રત્યે સમર્પણભાવની અત્યંત આવશ્યકતા છે એમ તેને સમજાય છે અને તે માટે હૃદયપૂર્વકનો પુરુષાર્થ ઉપાડે છે. સદ્ગુરુ પ્રત્યે જેટલા અંશે સમર્પણભાવ, તેટલા અંશે અહંકાર-મમકારનો ત્યાગ. જેટલા પ્રમાણમાં અહંનો અભાવ, તેટલા પ્રમાણમાં આત્મશુદ્ધિનો આવિર્ભાવ. જેટલા અંશે આત્મશુદ્ધિનો પ્રગટ પ્રભાવ, તેટલા અંશે આત્મામાં નિર્મળત્વ, હળવાશ, પ્રસન્નતા અને આનંદનો ઉધાડ. પ્રેમ અને શ્રદ્ધા સાથે અર્પણતા અંશે અંશે વધી રહી હોવાથી તેના ભાવો અધિક ને અધિક દયામય, સમતામય, શાંતિમયઆનંદમય થતા જાય છે. ચિત્તમાં પવિત્રતા અને પ્રસન્નતાનું બળ વધે છે, ભૂલો અને દોષો અલ્પ પ્રયત્ન અટકતા જાય છે અને આત્માકાર વૃત્તિ થતી જાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુના સાનિધ્યમાં કોઈ બાહ્ય કારણ વિના થતો શાંતિનો અનુભવ, રાગ-દ્વેષની પરિણતિનો ઉપશમ, અંતરમાં શીતળતા, પ્રેમનું વહેતું નિર્મળ ઝરણ, શ્રદ્ધાનું વધતું નિર્વિકલ્પપણું, મુક્ત થવાશે જ એવા ભાવની સ્વયં ઉદ્ભવ પામતી પ્રતીતિ - આવાં કારણોથી તેના હર્ષનો કોઈ પાર રહેતો નથી, આનંદની કોઈ અવધિ રહેતી નથી, ઉલ્લાસ અને ઉમંગની કોઈ સીમા રહેતી નથી. તેના હૃદયના ઊંડાણમાં હવે એક જ ભાવ ગુંજે છે - આજ્ઞાનું આરાધન એ જ ધર્મ.' અનાદિના સંસ્કારના કારણે ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે, પરંતુ આજ્ઞામાં એકતાન થવાથી ઉપયોગ સ્થિર થતો જાય છે. ‘આજ્ઞામાં એકતાન થઈશ ત્યારે જ કલ્યાણ થશે' એવી અપૂર્વ રુચિ જાગે છે. આવો નિશ્ચય થવાથી આજ્ઞાનું માહાસ્ય જાગે છે, આજ્ઞાના આરાધનની રચિ જાગે છે. ‘ગમે તેટલી મુશ્કેલી પડે તોપણ હું આજ્ઞા ચૂકીશ નહીં' એવો દૃઢ નિશ્ચય થાય છે અને જ્યારે આજ્ઞાની પ્રાપ્તિ થાય છે ત્યારે સ્વચ્છેદ અને પ્રમાદ ત્યાગી, અગુપ્ત વીર્યથી, મન-વચન-કાયાના યોગના એકત્વથી તે આજ્ઞાને આરાધે છે. મતાર્થી જીવ આજ્ઞા મળે ત્યારે પ્રમાદથી ઢીલો પડી જાય છે, પણ આત્માર્થી જીવને સગુરુ તરફથી આજ્ઞા મળતાં જ મનોયોગની પ્રેરણાથી વચનયોગ ‘તહત્તિ રૂપે આજ્ઞા ઉઠાવવાના ઉલ્લાસમાં વર્તે છે અને ત—રિત કાયયોગની પ્રવૃત્તિ આજ્ઞાપાલનમાં પ્રવર્તે છે. આજ્ઞા મળે કે તરત જ તેનું પાલન કરવા મંડી પડે છે, કારણ કે તે જાણે છે કે આજ્ઞાનું સ્વછંદનિરોધપણે આરાધન એ જ મોક્ષમાર્ગ છે. શ્રીમદ્ લખે છે – ‘આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ..... ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.' સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૩૨ (ગાથા ૯ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy