SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૫ ૬૩૭ અને તેમના પવિત્ર ચરણકમળનો આશ્રય કરી તેમની ભક્તિમાં જોડાય છે. આત્માર્થીને ગુરુ માટે યથાર્થ ઓળખાણપૂર્વકનો પ્રેમ થયો હોવાથી સમ્યક પ્રતીતિના ફળરૂપે તેને સદ્ગુરુ પ્રત્યે દઢ આશ્રયભક્તિ પ્રગટે છે. તેમની ચર્યાદિ સંબંધી શંકાદિ તેને ઉદ્ભવતાં નથી. આત્મદશાના લક્ષ્યપૂર્વક અસંસારગત વહાલપ થઈ હોવાના કારણે તેમના પ્રત્યે અપેક્ષા સેવાતી નથી. હૃદય અને બુદ્ધિની સોંપણી થઈ હોવાના કારણે વિનય, લઘુતા, સરળતા, નિખાલસતા, નિઃશંકતા આદિ ગુણો પ્રગટે છે. આથી સદ્ગુરુનાં વચનોનો સ્વીકાર કરવામાં તેને સુગમતા રહે છે. તેના અંતરમાં એવા ભાવ જાગે છે કે સદ્ગુરુનું કહેલું સર્વ માન્ય રાખવું, તેમનું કહેલું કેમ હોય તેમ જ અંગીકૃત કરવું, પોતાની અલ્પ મતિ ત્યાં જરા પણ ન ચલાવવી અને પોતાની બુદ્ધિના ઉપયોગને માત્ર સદ્ગુરુના બોધમાં જ પ્રેરવો, ન સમજાય ત્યાં સદ્ગુરુ પાસેથી સમાધાન મેળવવું, પણ સ્વચ્છંદને સેવી સદ્ગુરુથી વિમુખતાએ ન પ્રવર્તવું. તે પોતાની બુદ્ધિની મર્યાદા જાણતો હોવાથી સદ્ગુરુના વચનને નય, તર્ક, શાસ્ત્રવચનથી માપવાનું બંધ કરે છે અને તેથી સાચા માં પામવાનું શરૂ થાય છે. સદ્ગુરુના વચનને હૃદયપૂર્વક માન્ય રાખવાથી તેને પોતાની મર્યાદિત બુદ્ધિથી નુકસાન તો નથી થતું, પરંતુ તે બુદ્ધિ વચનના આશયને પકડવામાં લગાવેલી હોવાથી લાભ થતો જાય છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા સપુરુષના ચરણકમળમાં અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિ આવતાં તે આત્માર્થી જીવમાં બાહ્ય અને અત્યંતર પરિવર્તન થવા લાગે છે. સ્વસમ્મુખતાનો પુરુષાર્થ જાગૃત થાય છે અને પર સંબંધી ઇચ્છા ઘટતી જાય છે. ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ પરિણતિ સ્થિરતાને પામે એવી વૃત્તિ રહે છે. આત્મવિકાસ કરવાની રુચિ વધે છે અને ભૂમિકાનુસાર પ્રયત્ન થાય છે. સંસારના માઠા પ્રસંગોમાં હવે આત્મવીર્ય પ્રગટતું હોવાથી પૂર્વની અપેક્ષાએ તેમાં હવે વિશેષપણે શાંતિ વેદાય છે. શાંત સ્વીકારનો અભ્યાસ વધતો જાય છે અને પ્રતિક્રિયાની કુટેવ છૂટતી જાય છે. સમતા દેઢ બનતાં તેના અંતરમાં સ્નેહ, સહિષ્ણુતા, સદ્ભાવ, સહકાર, સમન્વય આદિ ભાવો સહજ રીતે જાગૃત થાય છે, જેના પરિણામે તેનો અન્ય જીવો સાથેનો વ્યવહાર પણ સુધરતો જાય છે. તે લેશોત્પાદક વાણી-વર્તનમાં પ્રવૃત્ત થતો નથી. અશુભ નિમિત્તોના યોગમાં પરદોષ જોવાની વૃત્તિ અટકી જાય છે અને આ તો માત્ર પૂર્વની પોતાની ભૂલનું પરિણામ છે એવી નિજદોષ તરફ દષ્ટિ રહે છે. કોઈના અશુભ વર્તન પ્રત્યે મૌન અને શાંતિ જાળવવા ઉપરાંત તેના માટે હિતની માંગણી પ્રભુ પાસે થાય છે. કોઈ મુમુક્ષુની વૃત્તિ સંસારના તીવ્ર દુઃખના પ્રસંગે ડોલાયમાન થતી જણાય ત્યારે તે મુમુક્ષુને ધર્મમાં સ્થિર કરવાનું કાર્ય તેને કર્તવ્યરૂપ લાગે છે અને તેમ તે કરે છે. ધર્મભાવની વૃદ્ધિ થાય તેવાં નિમિત્તો મેળવવામાં તે આનંદ માને છે અને તેવાં કારણોને તે સેવે છે. ટૂંકમાં આત્મોન્વળતા, આત્મનિર્મળતા અને આત્મશુદ્ધિ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy