________________
૬૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ફરી હાથમાં આવવું અતિ દુર્લભ છે તેમ, આ ચતુર્ગતિપરિભ્રમણમાં ફરીથી મનુષ્ય થવું અને તેમાં પણ પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉત્તમ સુયોગ પામવો અતિ અતિ દુર્લભ છે. તેથી હવે હું સદ્ગુરુની આત્માર્થપ્રેરક આજ્ઞા આરાધી, આત્મપ્રભુની પ્રાપ્તિ માટે સત્પુરુષાર્થ આદરું છું. સિદ્ધપદના સર્વશ્રેષ્ઠ ઉપાય સમાન સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કોઈ પણ કારણે નહીં ચૂકું. સદ્ગુરુની આજ્ઞા કિંચિત્માત્ર પણ તૂટે નહીં એવો પુરુષાર્થ હું આદરીશ. સદ્ગુરુની આજ્ઞારૂપી નૌકા વડે શીઘ્રાતિશીઘ્ર ભવસાગર તરી જઈ ચતુર્ગતિના પરિભ્રમણનાં અનંત દુ:ખોમાંથી મુક્ત થઈશ અને અનંત અવ્યાબાધ અતીન્દ્રિય નિજ સુખની પ્રાપ્તિ કરીશ.'
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
‘પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, મહાભાગ્ય સંયોગ; સમજે સર્વ પ્રદેશથી, આત્માર્થે ગત શોગ. શુદ્ધ મને ગુરુરાજનો, ગણે પરમ ઉપકાર; અવર ન એ સમજગતમાં, સાચું સુખ દેનાર. મન યુતઃ વચને ગુણસ્તવે, કરે સુશ્રુષા કાય; ત્રણે યોગ એકત્વથી, સેવે સદ્ગુરુ પાય. સદ્ગુરુ વચનામૃત તણો, આશય સમજે સાર; શિરસાવંદ્ય તે ત્રિવિધિથી, વર્તે આજ્ઞાધાર."
* * *
Jain Education International
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૧-૨૨૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૩૭-૧૪૦)
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org