________________
ગાથા-૮
૨૧૭
તૃષ્ણાનો પ્રભાવ ઘટતો જવાથી ક્રોધ, ઈર્ષા, તિરસ્કારની વૃત્તિ ઓછી થતી જાય છે અને મૈત્રી, પ્રમોદ, દયા આદિ ભાવ વૃદ્ધિગત થતા જાય છે. જાગૃતિ ટકવા લાગે છે. દરેક પ્રવૃત્તિમાં આંતરિક સભાનતા જળવાઈ રહે છે. આમ, એક બાજુ દર્શનમોહનું બળ શિથિલ થાય છે, કષાયશક્તિ ક્ષીણ થાય છે અને બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ મહિમા ઊમટી પડે છે અને તેથી ચૈતન્યસ્વભાવ તરફ જોર વળે છે. આ રીતે જીવમાં સમાદિ ગુણો પ્રગટે છે અને તેનાં પરિણામમાં અનેક મૂળભૂત પરિવર્તન આવે છે ત્યારે તેને ખરેખર મોક્ષમાર્ગ સમજાય છે. શ્રીમદ્ પ્રકાશે છે કે –
મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.”
મુમુક્ષુતા ઉત્પન્ન થયા પછી જીવ જ્ઞાન-ક્રિયાના સમન્વયપૂર્વક સભાનપણે પ્રયત્ન કરે તો તે પરમાર્થમાર્ગે આગળ વધે છે. તેનો ઉપયોગ હજુ અંતરમાં સ્થિર થયો નથી, પરંતુ જપ, તપ, શાસ્ત્રવાંચન, વિચારણા આદિ સર્વ પ્રવૃત્તિ સ્વરૂપલક્ષપૂર્વક થાય છે. સ્વરૂપલક્ષ બંધાતા જ તે નિજાવલોકનની પ્રક્રિયામાં પ્રવૃત્ત થાય છે. આત્મજાગૃતિપૂર્વક નિજાવલોકન કરવાથી સ્વરૂપનું ભાવભાસન થઈ સ્વસમ્મુખતા સધાય છે અને અનુક્રમે સ્વાનુભવ ઉત્પન્ન થાય છે.
આમ, શ્રીમદે પ્રસ્તુત ગાથામાં જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજવા-આચરવારૂપ આત્માર્થની કામનાવાળા સર્વ આત્મહિતેચ્છુઓને ઉપયોગી થાય એવી આત્માર્થી પદની સર્વકલ્યાણકારી, ઊંડો આશય પ્રકાશતી અદ્ભુત વ્યાખ્યા કરી છે. આત્માર્થી પદની ક્ષિતિજો વિસ્તારતી આ વ્યાખ્યા એવી સરળ અને ગંભીર છે કે તે વ્યાવહારિક દુન્યવી જીવન અને પારમાર્થિક જીવન બન્નેમાં એકસરખી લાગુ પડે છે. શ્રી ધીરજલાલ મહેતા લખે છે કે –
“નિરોગી હોય ત્યારે જે દૂધ પેય છે, તે જ દૂધ રોગીને અપેય બને છે. વધુ ઝાડા થયા હોય તેને જે દહીં ભક્ષ્ય છે, તે જ દહીં શરદીવાળાને અભક્ષ્ય બને છે. આ પ્રમાણે ધર્માનુષ્ઠાનો પણ જ્યાં જ્યાં જે જે ઉપકારી બને ત્યાં ત્યાં તે તે આદરવા યોગ્ય કહેવાય છે એમ સમજવું જોઈએ અને એમ જ આચરવાં જોઈએ. અને તો જ તે સાચો આત્માર્થી કહેવાય છે. સેવાભક્તિનો પ્રસંગ હોય ત્યારે તપનો આગ્રહ રાખે તપનો પ્રસંગ હોય ત્યારે જ્ઞાનનો આગ્રહ રાખે, અને જ્ઞાનનો પ્રસંગ હોય ત્યારે સેવાનું બહાનું કાઢે તે બરાબર ઉચિત નથી. આવા મતાર્થી, માનાર્થી, અને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૧ (પત્રાંક-૪૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org