________________
૨૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
તરફનો જ હોય છે. જો એક જીવ બીજા જીવને લાગુ પડતો ઉપદેશ ગ્રહણ કરે તો તે ઉપદેશરૂપી ઔષધ તેને ઝેરરૂપ થઈને પરિણમી શકે. આત્માર્થી જીવ તો ઉપદેશને સદ્વિચારપૂર્વક, યથાર્થ સમજણ સહિત અંગીકાર કરે છે. ઉપદેશ પ્રાપ્ત થાય ત્યારે તે વિચારે છે કે ‘આ ઉપદેશ કયા પ્રકારે છે? કયા પ્રયોજન સહિત છે? અને કયા જીવને કાર્યકારી છે?' ઇત્યાદિ. આમ, વિચાર કરીને તેના યથાર્થ અર્થને ગ્રહણ કરી, પોતાની દશા જોઈ, એ ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તે પ્રમાણે તેને અંગીકાર કરે છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે કે
‘જે ઉપદેશ થાય તેને યથાર્થપણે ઓળખી પોતાના યોગ્ય જે ઉપદેશ હોય તેને અંગીકાર કરવો. જેમ વૈદ્યકશાસ્ત્રોમાં અનેક ઔષધિ કહી છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણ ઔષધિનું જ ગ્રહણ કરે પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે, એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે; તેમ જૈનશાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે પણ તેને પોષવાવાળા ઉપદેશને ન ગ્રહણ કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે. અહીં ઉદાહરણ
જેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયપોષક ઉપદેશ છે તથા કોઈ ઠેકાણે વ્યવહારપોષક ઉપદેશ છે, ત્યાં પોતાને જો વ્યવહારની અધિકતા હોય તો નિશ્ચયપોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે તથા જો પોતાને નિશ્ચયની અધિકતા હોય તો વ્યવહારપોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે.’૧
આ પ્રકારે આત્માર્થા જીવ જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં ત્યાં તે તે પ્રકારે આચરણ કરે છે. વળી, જ્યાં સુધી તે કરવા યોગ્ય હોય ત્યાં સુધી તે કરે છે. કષાયની ઉપશાંતતા થવાથી તેમજ સંસાર, શરીર અને ભોગોથી ઉદાસીનતા થઈ હોવાના કારણે ચિત્તશુદ્ધિ થઈ હોવાથી તેને આવી વિવેકબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે. તેને સર્વ પ્રકારનાં સંસારનાં કાર્યોમાંથી રસ ઊડી ગયો હોય છે. બાહ્ય પ્રસંગોથી ચિત્ત વિરક્ત થઈ ગયું હોય છે. પરિભ્રમણનાં દુઃખોને યાદ કરતાં તેના હૃદયમાં આયુધના ઘા પડે છે. અનંત કાળથી ભોગવી રહ્યો છું તે દુ:ખોથી હું ક્યારે છૂટીશ? કઈ રીતે છૂટું?’ એવી અંતર્વેદના જાગે છે. આત્મજ્ઞાન વિના ઊગરવાનો આરો નથી, માટે અત્યારે જ આત્મભાન કરવું છે એવી ગરજ હોય છે. જગતના સુંદર ભાસતા પદાર્થોની ક્ષણભંગુરતા અને અસારતાનું સત્ય મનમાં સ્થિર થતું જાય છે, પરિણામે ઇન્દ્રિયસુખની લાલસા ઘટતી જાય છે. ચિત્તમાં ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, ‘મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭, પૃ.૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org