________________
ગાથા-૨૯
૫૪૭
પર્યત અંતરગત અંદષ્ટ વ્યવહારરૂપ સાધન સેવે છે. જ્ઞાનદશાને પામેલા છે એવા છબસ્થ જ્ઞાની પુરુષો સામર્થ્યવાન હોવાથી, તેવી ઉચ્ચ દશામાં તેમને બહિરંગ દષ્ટ સાધનની અપેક્ષા રહેતી નથી. પણ તેવી બહિરંગસાધનનિરપેક્ષ' ઊંચી જ્ઞાનદશા પામવા માટે બહિરંગ દૃષ્ટ સાધનની અપેક્ષા અવશ્ય રહે છે.
જીવનને નિર્મળ બનાવવા માટે કટિબદ્ધ થયા વિના મોક્ષમાર્ગે પ્રગતિ શક્ય નથી, તેથી સાધકે પ્રથમ તો પવિત્ર જીવન ગાળવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ. જે વ્યક્તિની આવી તૈયારી ન હોય તે મોક્ષમાર્ગે પ્રયાણ કરી શકતી નથી. નિર્મળ જીવન પ્રત્યેની અંતરની રુચિ વિના આત્મવિકાસ શક્ય નથી. નિશ્ચયનયના સિદ્ધાંતોને ગોખી રાખવાથી કે તે વાતોના કેવળ પોપટપાઠથી આત્મકલ્યાણ થવું સંભવિત નથી. પ્રારંભિક કક્ષામાં નીતિમય જીવન તથા દાનાદિનો અભ્યાસ અને પછીથી એની સાથે ઉમેરાતાં વ્રત-નિયમ અને ધાર્મિક અનુષ્ઠાનો વ્યક્તિના જીવનમાંથી વિચાર-વર્તનની ધૂળ અશુદ્ધિઓને દૂર કરીને તેના ચિત્તને નિર્મળ બનાવે છે. મનશુદ્ધિ દ્વારા ચિત્તની ચંચળતા શમે છે અને ચિત્ત શાંત, સ્થિર અને ધ્યાનને યોગ્ય બને છે. આ રીતે ધ્યાનસુલભ મનોભૂમિકા ઘડાય છે. ધ્યાન દરમ્યાન મન આમ તેમ, યથેચ્છ ભાગતું નથી અને ક્રમશઃ વિકલ્પો અટકી જતાં નિર્વિકલ્પતા તથા શાંતિનું વદન થાય છે.
આ પ્રકારે શુભેચ્છાદિ પ્રાથમિક ભૂમિકાએ સ્થિત સાધક સીધો અંતરંગ પુરુષાર્થ પ્રગટાવી શકતો ન હોવાથી જ્ઞાનીઓ તેને ધાર્મિક ક્રિયાઓનું અવલંબન લેવાની ભલામણ કરે છે, પરંતુ એ સાથે જ તેઓ આત્મસ્વરૂપનું લક્ષ સ્પષ્ટ કરાવી ચિત્તને સંકલ્પવિકલ્પથી મુક્ત કરવાના પુરુષાર્થમાં કઈ રીતે આગળ વધવું તે પણ સમજાવે છે. પ્રારંભિક ભૂમિકાની સાધનામાં કાયયોગ અને વચનયોગની મુખ્યતા રહે છે અને સાથે મનના સ્તરે પણ પ્રયત્ન શરૂ થાય છે. સાધનાપથ ઉપર સ્થિર થવા તે સત્સાધનોનું અવલંબન રહે છે. પછીના તબક્કામાં વચન અને કાયાનો કાર્યકલાપ ઘટે છે, અર્થાત્ કાયયોગ અને વચનયોગ ગૌણતાએ રહે છે અને મનોયોગ મુખ્ય બને છે. આ ભૂમિકાએ અનુપ્રેક્ષા અને તત્ત્વચિંતનની પ્રધાનતા રહેતી હોવાથી બાહ્ય સત્સાધન કે શુભાનુષ્ઠાનરૂપ ધર્મક્રિયાનું અવલંબન ગૌણ બને છે અને લક્ષ સાધનાની ક્રિયા ઉપરથી ખસીને સાધ્ય ઉપર કેન્દ્રિત થાય છે. અંતર્મુખતાના અંતરંગ પુરુષાર્થનો ધન્ય પ્રારંભ થાય છે. આનાથી પછીના તબક્કામાં મનોયોગથી પણ મુક્ત થવાના પ્રયત્ન શરૂ થાય છે. સંકલ્પ-વિકલ્પથી મુક્ત થઈ, પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવા પોતાના સ્વરૂપને પામવા ધ્યાનનો ઉગ આશ્રય લેવામાં આવે છે. સૌથી જીવંત, રસબસતી અને પ્રધાન સાધના આ કક્ષાના સાધકની હોય છે અને તે તેના જીવનની પળે પળમાં વણાયેલી હોય છે.
આમ, સર્વ બાહ્ય સાધનોનું લક્ષ્ય, ધ્યાનમાં પ્રવૃત્તિ અને પ્રગતિ દ્વારા આત્મજ્ઞાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org