SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૦ ૩૯૩ માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે.” આમ, પ્રથમ ભૂમિકાથી જ વિનયભક્તિ અનિવાર્ય છે. વિનયમાર્ગની આરાધના અર્થે પૂજ્ય પુરુષો પ્રત્યે તથા મોક્ષપ્રાપ્તિનાં સાધનો પ્રત્યે આદરભાવ રાખવો આવશ્યક છે. જે વિનય જન્મતાં જ જીવ સાચી દિશામાં પગલાં માંડે છે. વિનય સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિ + નય. વિ = વિશિષ્ટ, વિશિષ્ટપણે. નય = દોરી જવું. જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય. (વિશેષેણ નયતીતિ વિનય: !) જેના દ્વારા કર્મોનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય. જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે, અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય. વિનયના મુખ્ય બે ભેદ છે - તાત્ત્વિક વિનય અને ઉપચાર વિનય, મોક્ષમાર્ગની આરાધના કરવી તે તાત્ત્વિક વિનય અને જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અન્ય આરાધકનો યથાયોગ્ય વિનય કરવો તે ઉપચારવિનય છે. તાત્ત્વિક વિનયના જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ પ્રકાર તથા ઉપચારવિનય; એમ વિનયના ચાર પ્રકાર છે? - (૧) જ્ઞાનવિનય – મતિ આદિ પાંચ પ્રકારનાં જ્ઞાનમાં તથા જ્ઞાનનાં ઉપકરણ શાસ્ત્ર આદિમાં આદર સહિત નિત્ય અનુકૂળ આચરણ કરવું તે જ્ઞાનવિનય છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો લખાયેલા હોય એવાં ઉપકરણો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવાં, થુંક લગાડવું, એના ઉપર માથું મૂકીને સૂઈ જવું, ફાડી નાખવું ઇત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું જ નહીં, એ ઉપકરણો પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ. વિધિપૂર્વક નવું જ્ઞાન ગ્રહણ કરવું, ગ્રહણ કરેલ જ્ઞાનનું પરિશીલન કરવું, તેનું સ્મરણ કરવું, બીજાને શીખવવું, જ્ઞાનનો પ્રચાર કરવો, જીવાજીવતત્ત્વોનું ચિંતન કરવું, વારંવાર બહુશ્રુતભક્તિ અને પ્રવચનભક્તિમાં જોડાવું આદિ જ્ઞાનવિનય છે. (૨) દર્શનવિનય – જિનેન્દ્ર ભગવાને દ્રવ્યો તથા તેની સ્થૂળ-સૂક્ષ્મ પર્યાયોનો જે પ્રકારે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૫૬ (વ્યાખ્યાસાર-૧, ૧૮૦) ૨- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૬, સૂત્ર ૨૪-૨ 'सम्यग्ज्ञानादिषु मोक्षसाधनेषु तत्साधनेषु गुर्वादिषु च स्वयोग्यवृत्त्या सत्कार आदरः कषायनिवृत्तिर्वा विनयसम्पन्नता ।' ૩- જઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૯, સૂત્ર ૨૩ “જ્ઞાન-જર્શન-રિત્રોપરાઃ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy