________________
ગાથા-૪
૧પ૩ આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સ્વરૂપની સભાનતા વિના બાહ્ય ભાવે થતી બાહ્ય ક્રિયાને આ ગાથામાં નિષ્ફળ બતાવી છે. બાહ્ય ક્રિયા કરવા છતાં જેનું અંતર ભેદાયું નથી, અર્થાત્ તથારૂપ અધ્યાત્મભાવથી હૃદય ભીંજાયું નથી, તેના અંતરમાં રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ અટકતી નથી. ક્રિયાજડ જીવ બાહ્ય ક્રિયાની સાચવણીમાં જેટલી કાળજી રાખે છે, તેટલી કાળજી ઉપયોગની દિશા જાળવવામાં રાખતો નથી, તેથી ક્રિયા કરવા છતાં ભાવશુદ્ધિ ન પામવાના કારણે તે મોક્ષમાર્ગે પ્રગતિ કરી શકતો નથી.
દેવદર્શન, સામાયિક, ભક્તિ આદિ સર્વ ક્રિયાઓ અંતર્ભેદ માટે છે, અંતસ્તત્ત્વના અભ્યાસ માટે છે, અંતઃક્રિયા માટે છે. વિશુદ્ધ પરિણતિ જાગવી એ અંતઃક્રિયા છે. ઉપયોગને કર્મકૃત ભાવમાંથી છૂટો કરવો અને સ્વરૂપમાં જોડવો એ જ સાચી ક્રિયા છે, તેથી ગમે તે બાહ્ય ક્રિયા કરતાં આત્મભાવનાનું રટણ થવું જરૂરી છે. ભેદજ્ઞાનનો પુરુષાર્થ નિરંતર કરવો જરૂરી છે. ઔદયિક ભાવોને અનાત્મીય જાણીને તેમાં હર્ષ-શોક ન કરવો તે જ કર્તવ્ય છે. જ્ઞાયક આત્મા તરફ લક્ષ રાખી, પરયમાં ઇષ્ટ-અનિષ્ટ વિકલ્પ ન થાય એ જ પુરુષાર્થ કરવા યોગ્ય છે. આ રીતે સર્વ ક્રિયાઓનો હેતુ સ્વરૂપ સાથે અનુસંધાન કરવાનો છે. નિરંતર શુદ્ધાત્મસ્વરૂપની ભાવના ભાવતાં આત્મા નિર્મળ થતો જાય છે. આમ, સાધકની અંતરદષ્ટિ ઊઘડે અને અંતર્ભેદ થાય તો મોહની સત્તાને ઉત્થાપવામાં મુશ્કેલી પડતી નથી. જીવ સાધ્યની જાગૃતિ રાખે તો તે મોક્ષમાર્ગે પ્રગતિ કરતો જાય છે.
આમ, સાધ્યને લક્ષમાં રાખીને સાધનનું સેવન કરવાથી જ સાધ્યની પ્રાપ્તિ થાય છે. જો સાધ્યના ભાન વિના સાધનો જીવન પર્યત સેવવામાં આવે, તોપણ સાધ્યની પ્રાપ્તિ થતી નથી. ક્રિયાજડ જીવો બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેસી નિશ્ચય સાધ્યને ભૂલી જાય છે, તેથી અનેક પ્રકારની દ્રવ્યક્રિયાઓ કરવામાં ખૂબ પરિશ્રમ ઉઠાવવા છતાં પણ ભાવસ્પર્શના થતી નથી - અંતર્ભેદ થતો નથી. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી ચંદ્રાનન સ્વામીના સ્તવનમાં કહે છે –
‘દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન;
ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે." ભાવધર્મની એટલે કે સમ્યગ્દર્શનાદિ આત્માના સ્વભાવની અથવા આત્મપરિણામની શુદ્ધિની રુચિવાળા જીવો આ કાળમાં જવલ્લે જ જોવા મળે છે અને શુદ્ધ ભાવ વગરની કે જ્ઞાન વગરની માત્ર બાહ્ય ક્રિયાની રુચિવાળા જીવો આ કાળમાં બહુ જોવા મળે છે. વળી, આજના ઉપદેશકો પણ પ્રાયઃ તેવા જ છે. તેઓ આત્મધર્મની રુચિ વગરની અને ઉપયોગ વગરની શૂન્ય ક્રિયામાં રાચતાં અને બીજાને પ્રેરતાં અને પ્રવર્તાવતાં જોવા ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, ‘વિહરમાન જિન સ્તવન', શ્રી ચંદ્રાનન ભગવાનનું સ્તવન, કડી ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org