________________
૧૫૨
તો મોક્ષમાર્ગનો જ નિષેધ થઈ જશે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આ ભાવ બહુ વિશાળ ષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય છે. ક્રિયાજડની ક્રિયાની નિષ્ફળતા બતાવવામાં આવે ત્યારે તેમાં તેની ક્રિયાનો નિષેધ નથી, પરંતુ તેની ભાવશૂન્યતાનો નિષેધ છે. તે કથનોમાં બાહ્ય ક્રિયામાં પરિપૂર્ણતા માની લેનારની માન્યતા કેટલી બધી અધૂરી છે તેનો ચિતાર છે. તે કથનોનો ઉપયોગ ક્રિયાઓ છોડવા માટે નહીં પણ તેને સાધ્યસન્મુખ કરવા માટે કરવાનો છે, તેથી ક્રિયાઓનો નિષેધ કરવો યોગ્ય નથી. આ વિષે શ્રીમદ્દ્નો અભિપ્રાય જોઈએ
‘અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નેય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં.
રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તો ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય; છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે.
અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે; ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી.’૧
આમ, જ્ઞાનીઓએ જ્યાં એક બાજુ બાહ્ય ક્રિયાઓની નિરર્થકતા બતાવી છે, ત્યાં બીજી બાજુ તેનો નિષેધ ન કરવા સંબંધી ચેતવણી પણ આપી છે. જાગૃતિપૂર્વક, ઉપયોગપણે, સ્વરૂપલક્ષ સહિતની બાહ્ય ક્રિયા ભાવ ઉપર આરોહણ કરવા માટે પ્રબળ અવલંબનભૂત હોવાથી તે આત્માને પરમ ઉપકારી છે અને અવશ્ય આરાધવા યોગ્ય છે. તેના અવલંબનથી આત્મસ્વભાવરૂપ પરિણતિ કરવી તે જ તેનો મંગળ હેતુ છે, તેથી તેનું અવલંબન લઈને ભાવ ઉપર આરૂઢ થવાનો નિરંતર લક્ષ રાખવામાં આવે, આત્મપરિણામરૂપ અધ્યાત્મક્રિયા ભણી દૃષ્ટિ રાખવામાં આવે તો જ તેનો હેતુ સિદ્ધ થાય છે. લક્ષપૂર્વકની બાહ્ય ક્રિયા તથારૂપ ભાવની ઉત્પત્તિનું કારણ થઈ, મોક્ષનું કારણ થતી હોવાથી મોક્ષમાર્ગની આરાધનામાં યથાયોગ્ય સ્થાન ધરાવે છે, તેથી તેનો નિષેધ કરવા યોગ્ય નથી; પરંતુ યંત્રવત્, અનુપયોગપણે, સ્વરૂપલક્ષરહિતની બાહ્ય ક્રિયા તથારૂપ ભાવનું કારણ થતી ન હોવાથી મોક્ષફળ આપવામાં અસમર્થ નીવડે છે, તેથી તેની નિરર્થકતા બતાવવામાં આવી છે.
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૪૧ (વ્યાખ્યાનસાર-૧, ૪૪,૪૫,૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org