________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોષક છે, તેમની સર્વ રચના અર્થગંભીર છે. તેમની પદ્યકૃતિઓ માત્ર શબ્દસામર્થ્ય અને કવિત્વશક્તિના સંયોજનની નીપજ નથી, પરંતુ શુદ્ધ આત્માના અનુભવોલ્લાસથી પ્રેરાયેલી અંતરવાયા છે. શ્રીમન્નાં વચનામૃતો સાધકને આત્મવિકાસની ઘણી જ ઊંચી ભૂમિકા પર્યત લઈ જવામાં સક્ષમ છે એમ ભાસ્યા વિના રહેતું નથી.
શ્રીમદ્ રાજચંદ્રજીના અક્ષરદેહની કીર્તિસુવાસ આજે સર્વત્ર પ્રસરતી જાય છે. વિશ્વની આ અલૌકિક વિરલ વીતરાગવિભૂતિનાં વિશિષ્ટ સદ્ગુણો તથા લોકોત્તર વિશેષતાઓથી આકર્ષાઈ, તેમનાં અદ્દભૂત વચનોથી મુગ્ધ બની આજે અનેક અધ્યાત્મરસિક જિજ્ઞાસઓ તેમના સાહિત્યનાં અભ્યાસ, વાંચન, મનન, પરિશીલન આદિથી સ્વપશ્રેય સાધવા માટે ઉત્સુક બન્યા છે; અને તેની વિચારણામાં નિમગ્ન રહી, સ્વરૂપસિદ્ધિ સાધવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. આ વચનામૃતોનો વિપુલ વારસો અનેક જીવોને આત્મજાગૃતિ તથા આત્મકલ્યાણ સાધવામાં અત્યંત ઉપકારક બન્યો છે, બની રહ્યો છે અને બનશે.
શ્રીમનું સમસ્ત સાહિત્ય આત્માર્થી જીવોને સ્વ-અન્વેષણ અને સ્વનિરીક્ષણ માટે અતિશય લાભદાયક છે; અને તેમાં પણ તેમના સાહિત્યની સૌથી મહત્ત્વની કતિ. ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેમણે લખેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', પરમ કલ્યાણકારી છે. શ્રીમદ્રની સર્વ આત્મોપકારી કૃતિઓમાં તેમની આ પદ્યકૃતિ મૂર્ધન્યસ્થાને બિરાજે છે. આત્માના વિષયમાં મહાગીતાસમું અને આત્મોપનિષદરૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રીમદ્દના સાહિત્યમાં મુગટમણિ સમાન છે. શ્રીમદ્દી ઉચ્ચ આત્મદશા અને પ્રબળ સર્જનશક્તિનો પુરાવો આપતી તથા શાસ્ત્રીય વિષય ઉપર સુવ્યવસ્થિત રીતે લખાયેલી આ ઉત્તમોત્તમ કૃતિ તેમના સમગ્ર સાહિત્યમાં અનોખી ભાત પાડે છે. અજ્ઞાની જીવો પોતામાં અવસ્થિત શુદ્ધાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ જાગૃત કરી શકે અને તેની સાથે એકરસ થઈ શકે તે અર્થે તેમણે અતિ સરળ અને પ્રૌઢ માતૃભાષામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ને અલંકૃત કરી અજોડ બનાવ્યું છે. શ્રી મુકુલભાઈ કલાર્થી લખે છે –
‘તત્ત્વજ્ઞાનના મહાન પ્રશ્નોને આવી સરળ ભાષામાં વ્યક્ત કરવા એ ખરેખર મહાપ્રજ્ઞાવંતનું કાર્ય છે. શ્રીમનાં બીજાં બધાં લખાણો કરતાં “આત્મસિદ્ધિશાસ્ત્ર'ની રચના જુદી જ તરી આવે છે. ટૂંકા સરળ શબ્દો સહિત, નય કે ન્યાયનાં અટપટાં અનુમાનો કે ખંડનમંડનની ક્લિષ્ટતારહિત, સૌ કોઈ મુમુક્ષુ જીવને ભોગ્ય, શ્રેયસ્કર સામગ્રીથી સમૃદ્ધ એવો આ ગ્રંથ શ્રીમદ્ગી આત્મોન્નતિકર સાધનાના પરિપાકસમો છે.”
ગૃહસ્થધર્મ સ્વીકાર્યા પછી, એટલે કે વીસ વર્ષની ઉંમર પછીનાં દસ વર્ષના ગાળામાં શ્રીમનું આંતર જીવન ઉત્તરોત્તર વિકાસ પામતું જતું હતું. પેઢી ઉપર ઝવેરાતનો ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી, શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના', પૃ.૧૯૧-૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org