________________
ગ્રંથપરિચય - ભૂમિકા વેપાર કરતાં કરતાં પણ તેઓ પોતાની જ્ઞાનવૃદ્ધિ કરતા જતા હતા. ક્યારેક બધું છોડી એકાંત સ્થળોમાં, વનોમાં, પહાડોમાં તેઓ એકલા ચાલ્યા જતા હતા અને ખાસ સૂચના આપતા કે જ્યાં સુધી તેઓ જણાવે નહીં ત્યાં સુધી તેમની સાથે કોઈએ પત્રવ્યવહાર પણ કરવો નહીં. ચરોતર, ઇડર વગેરે પ્રદેશોમાં પોતાને કોઈ ઓળખી ન જાય એ રીતે ગુપ્ત રહી તેઓ આત્મસાધના કરતા. એકાંતચર્યા વખતે ઘણી વાર ચિંતનમાં કે ધ્યાનમાં તેઓ એવા લીન થઈ જતા કે દેહનું પણ ભાન રહેતું નહીં. આમ, અત્યંત તીવ્ર, સતત અને અથાક નિજપુરુષાર્થથી શ્રીમદે સહજ વીતરાગપરિણતિ પ્રગટાવી હતી. તેમનું આધ્યાત્મિક જીવન એટલી હદ સુધીની ઊંચાઈ આંબી ગયું હતું કે વિ.સં. ૧૯૫રના ચૈિત્ર સુદ ૧૩(મહાવીર જયંતી)ના દિવસે પોતાની સ્વરૂપદૃષ્ટિની મસ્તી દર્શાવતાં શ્રીમદ્ લખે છે –
“જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો?
હે કૃપાળ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.”
આમ, નિજસ્વરૂપમાં રમણતા દ્વારા મોક્ષપ્રાપ્તિના વિકલ્પો પણ નિવૃત્ત થઈ જાય અને કૃતકૃત્ય એવા આત્મસ્વરૂપમાં અભેદ થઈ જવાય એવી ઉત્કૃષ્ટ આત્મદશા પામીને શ્રીમદ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે અને તેથી તેઓશ્રીના સર્વ અનુભવોનો સાર સ્વાભાવિકપણે તેમાં સમાવિષ્ટ થવા પામ્યો છે. ઉપર નિર્દિષ્ટ પત્રનો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાથેનો સંબંધ જણાવતાં બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે –
આ પત્ર ચૈત્ર મહિને લખ્યો, પછી આસો મહિને આત્મસિદ્ધિ લખી છે. કેવી દશા પામીને આત્મસિદ્ધિ લખી છે તે આ પત્ર પરથી જણાય છે. અખંડસ્વરૂપમાં રમણતા એટલી બધી થયા પછી આત્મસિદ્ધિ લખી છે. એથી એમાં મહાવીરનાં જ વચન છે. સહજસ્વભાવે આત્મસિદ્ધિમાં કહેલું છે. ઠેઠ સુધી કામ આવે એવી છે. બધાથી મુકાવી આત્મા પર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. આ પત્ર સાથે આત્મસિદ્ધિને સંબંધ છે.’૨
પરમાત્મસ્વરૂપમાં અભેદતા પ્રાપ્ત કરી શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીનું સર્જન કર્યું હોવાથી આ શાસ્ત્ર પરમ આત્માનુભૂતિદશાસંપન્ન શ્રીમન્ના દિવ્ય આત્માનું તાદશ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૯ (પત્રાંક-૬૮૦) ર- ‘બોધામૃત' , ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ. ૨૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org