SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રતિબિંબ પાડે છે. શ્રીમદ્ આત્મસિદ્ધિ પામેલા પુરુષ હોવાથી તેમની આ અનુપમ કૃતિના અક્ષરે અક્ષરે તેમના અનુભવની છાપ પ્રગટ અનુભવાય છે અને તેથી જ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' કોઈ પણ સાચા મુમુક્ષુને આત્માની સાક્ષાત્ સિદ્ધિ પમાડવા પૂર્ણપણે સમર્થ છે. શ્રીમદ્ન્ને સ્વરૂપસમાધિનો આનંદ જેટલો સહજ હતો, તેટલો જ કરુણાનો ઉદ્રક પણ સહજ હતો. આત્મકલ્યાણને ઝંખતા હોવા છતાં, મિથ્યાગ્રહોમાં અટવાઈ ભવભ્રમણ કરતા અજ્ઞાની જીવો પ્રત્યે તેમના અંતરમાં અસ્મલિત કરુણાનો ઝરો નિરંતર વહેતો હતો. આત્મવિશુદ્ધિ અર્થે ઉપદિષ્ટ શાશ્વત વીતરાગ સન્માર્ગને અનેક ગચ્છ-મતાદિમાં - એકાંતિક મતિકલ્પનાથી ઊપજેલા વિવિધ મિથ્યા માર્ગોમાં છિન્નભિન્ન થયેલો જોઈ નિષ્કારણ કરુણાસાગર એવા શ્રીમદ્ હૃદય દ્રવી ઊઠતું. ચૈત્ર સુદ ૧૩ ના પૂર્વનિર્દિષ્ટ પત્રમાં શ્રીમદ્ આગળ પ્રકાશે છે કે – કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.' મોક્ષમાર્ગને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવોને જોઈ, વિ.સં. ૧૯૫૨ના આસો સુદ ૧ ના દિવસે, એટલે કે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાથી ૧૫ દિવસ પહેલાં, આણંદમાં ‘મૂળ માર્ગ રહસ્ય' નામનું કાવ્ય શ્રીમદે રચ્યું હતું. “સગર્શન-જ્ઞાનવારિત્રાઉન મોક્ષમઃ '૨ એ સૂત્ર અનુસાર મોક્ષમાર્ગનું સફળ રહસ્ય તેઓશ્રીએ આ કાવ્યમાં સંક્ષેપમાં દર્શાવ્યું છે. ૨૨ પંક્તિનું આ કાવ્ય “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પૂર્વ ભૂમિકારૂપે ગણી શકાય. “મૂળ માર્ગ રહસ્ય'ની આ કાવ્યકૃતિમાં દર્શાવ્યું છે કે દેહાદિથી ભિન્ન, ઉપયોગી અને સદા અવિનાશી આત્મા પોતાની મેળે સમજાતો નથી; તે સ્વચ્છેદ અને પ્રતિબંધ છોડીને શ્રીગુરુનો ઉપદેશ યથાર્થપણે અવધારવો જોઈએ. પાત્રતા કઈ રીતે પ્રગટાવવી અને આત્મસ્વરૂપનો - જિનમાર્ગનો તાગ કેવી રીતે પામવો, તેની વિગતવાર સમજણ આ કૃતિમાં આપી શકાઈ નથી. તેથી “મૂળ માર્ગ રહસ્ય' ની રચનાથી શ્રીમના આત્માને સંતોષ ન થતાં, તેમણે આત્મભાવના પરમ ઉલ્લાસથી આધ્યાત્મિક વાભયમાં યુગપ્રવર્તક એવા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું હૃદયંગમ સર્જન કર્યું, જે તેમના સાહિત્યને સર્વોત્કૃષ્ટ કીર્તિ અપાવતાં સર્વોચ્ચ કળશ સમાન ઝળહળી રહેલ છે. શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે – ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૯ (પત્રાંક-૬૮૦) ૨- આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy