________________
૩૮૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરાવી તેને પોતાના સહજાનંદસ્વરૂપમાં સ્થિર કરાવનારો છે. જેમ કૂવાના તળિયામાં રહેલી સરવાણી કૂવાના પાણીમાં વૃદ્ધિ કરે છે, તેમ સદ્ગુરુના ઉપદેશથી આત્માની ભાવશ્રેણીમાં વૃદ્ધિ થાય છે. આ રીતે પરિણામધારાની શુદ્ધિ કરવામાં સદ્ગુરુ પુષ્ટાવલંબન છે. સદ્ગુરુના ઉપદેશના વારંવારના અભ્યાસથી જે પોતાને, પોતાના આત્મસ્વરૂપને સ્વ રૂપે અને ભિન્ન એવાં શરીરાદિને પરરૂપે જાણે છે, જુએ છે; તે મોક્ષસુખને નિરંતર, વિચ્છેદરહિત, અખંડપણે અનુભવે છે, આસ્વાદે છે. ૧
વિશ્વનાં સર્વ પ્રકારનાં દાનોમાં સદ્ગુરુનું બોધદાન ખરેખર સર્વોત્કૃષ્ટ છે, અલૌકિક છે! કોઈ ક્ષુધાતુરને આહારદાન મળે તો પ-૬ કલાક પૂરતું જ એનું દુઃખ શમે છે, ધનના અર્થીને લક્ષ્મીદાન મળતાં થોડા દિવસ માટે એનું દુ:ખ શમે છે, દુનિયાનું રાજ મળે તોપણ આ ભવ પૂરતું જ દુઃખ શમે છે, જ્યારે સદ્દગુરુના બોધદાન દ્વારા જીવ ભવોભવનાં દારુણ દુઃખમાંથી મુક્તિ મેળવે છે. અનંત કાળ પર્યત ટકનાર સ્વાધીન સુખની પ્રાપ્તિ થાય એવાં જ્ઞાનનેત્ર તેઓ આપે છે, તેથી સદ્ગુરુની ભક્તિ તે મોક્ષસાધનાનું એક અનિવાર્ય અને અનુપમ અંગ છે. માટીમાંથી ઘડો થવામાં કુંભાર પ્રબળ ઉત્તમ નિમિત્ત છે, કુંભારનું નિમિત્ત ન હોય તો અનંત કાળે પણ માટીમાંથી ઘડો થાય નહીં; તેમ જીવને જો સગુરુનું પ્રબળ અને ઉત્તમ ઉપકારી નિમિત્ત ન હોય તો અનંત કાળે પણ જીવ શિવરૂપ થાય નહીં. શ્રીમદ્ પ્રકાશે છે –
“સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.”
માટીને ઘડારૂપ થવામાં નિમિત્તરૂપ કુંભાર જેમ વારંવાર પાણી નાખી માટીને મસળી મસળીને પોચી કરે છે; તેમ જીવને શિવરૂપ થવામાં પરમોપકારી સદ્ગુરુ જીવને ઉપદેશનું દાન કરે છે, તેની અનુપકારી વૃત્તિઓ મંદ કરે છે તથા તેને સંતુજિજ્ઞાસુ બનાવે છે. કુંભાર માટીને જેમ જેમ ખૂંદતો જાય છે, તેમ તેમ માટી વધુ પોચી, લીસી, મુલાયમ બનતી જાય છે, તેને જેમ વાળવી હોય તેમ વાળી શકાય છે, જે ઘાટ આપવો હોય તે આપી શકાય છે; તેમ વારંવાર મળતા સત્સંગની અસરથી જીવમાં વધારે ને વધારે ગુણોની વૃદ્ધિ થતી જાય છે. પોચી થયેલી માટી જેમ ચાકડા ઉપર ચડે છે; તેમ સત્પાત્રતા પામેલો જીવ સાધનામાર્ગે ચડે છે. જેમ કુંભાર દંડથી ચાકડો ફેરવે ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇબ્દોપદેશ', શ્લોક ૩૩
'गुरूपदेशादभ्यासात् संवित्तेः स्वपरान्तरम् ।
जानाति यः स जानाति, मोक्षसौख्यं निरन्तरम् ।। ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૩ (ઉપદેશછાયા-૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org