________________
ગાથા-૧૯
૩૭૯ સન્મુખ થા, તેમાં જ એકાગ્ર થા, તો અનાદિ કાળથી રહેલી પરદ્રવ્ય તથા પરભાવ પ્રત્યેની આસક્તિ લય પામશે અને સ્વભાવની એકતા થશે. અનાદિથી લાગેલાં તાળાં ખૂલી જતાં, પૂર્વે અનંત કાળના પ્રવાહમાં નહીં અનુભવાયેલાં એવાં સ્વાધીન શાંતિ, આનંદાદિ તને વેદાશે. તું સ્વયંથી સ્વયંમાં પરિતૃપ્ત થશે. જે પરમાત્મસ્વરૂપ દ્રવ્યદળમાં છે તે પર્યાયમાં જરૂર પ્રગટ થશે.'
સુશિષ્ય સદ્ગુરુની વાણી પ્રત્યે અહોભાવ ધરાવતો હોવાથી, સદ્ગુરુ તો મારા કલ્યાણની વાત કરે છે, મારા હિતની વાત કરે છે એવી ઉત્તમ શ્રદ્ધા કરી, સદ્ગુરુની અપૂર્વ વાણીને ભાવથી સાંભળે છે. સદ્ગુરુનો ઉપદેશ સાંભળી તેને અત્યંત ઉલ્લાસ આવે છે કે “અહા! સદ્ગુરુ મારા આત્માની વાત કહે છે. મારાથી ગુપ્ત રહેલા મારા જ અનંતગુણસ્વરૂપ ચૈતન્યપદને ઓળખાવે છે. મારા જ ઘરની વાત કરે છે. તેને પોતાના ચૈતન્યનિધાનનો એવો અપૂર્વ મહિમા જાગે છે કે તેના આત્માના અસંખ્યાત પ્રદેશોમાં આનંદના તરંગ ઊછળે છે, રોમ રોમ પુલકિત બની જાય છે, અંગે અંગમાં આત્મસ્વરૂપનો રંગ લાગે છે, અંતરમાંથી વિષયોમાં રહેલી મીઠાશ ઓસરવા માંડે છે. સ્વરૂપનો રસ પ્રગટતાં અન્ય રસમાં ફીકાશ આવી જાય છે. બિલાડીની કેડ જો ભાંગી જાય તો તેની ચાલમાં મોળાશ આવી જાય છે, તેમ સદ્ગુરુના ઉપદેશથી પર સાથેની એકત્વબુદ્ધિરૂપ કેડ ભાંગી ગયા પછી રાગાદિમાં મોળાશ આવી જાય છે. ભણવા જતા નાના છોકરાની ચાલ ધીમી હોય, અભ્યાસમાં તેને ઉત્સાહ ન હોય અને મનમાં ત્યાંથી છૂટવા અંગેના જ વિચાર હોય; તેમ સંસારપ્રત્યયી કાર્યોમાં સુશિષ્યને તત્પરતા અને ઉત્સાહ હોતાં નથી અને તેનાથી છૂટવાના જ વિચાર હોય છે. બહિર્મુખ જ્ઞાનોપયોગને અંતરમાં વાળતાં, પર્યાયને સ્વસમ્મુખ કરી નિજજ્ઞાયકમાં પ્રવેશ કરાવતાં અનંત અનંત ગુણરત્નની ખાણ એવા જ્ઞાયકસ્વરૂપની અનુભૂતિ થાય છે. દેહ અને રાગથી ભિન્ન એવા નિજજ્ઞાયકદ્રવ્ય ઉપર જોર આવતાં, નિજ શુદ્ધ દ્રવ્યની જ અધિકતા ભાસતાં, જીવ અંતરમાં બધાથી ન્યારો થઈ જાય છે. તેનો સંસારનો રસ અત્યંત ઘટી જાય છે. સ્વરૂપની પ્રતીતિ થતાં સંસારનાં કાર્યોની રૂચિ રહેતી નથી અને કાર્ય કરવા પણ પડે તો જળકમળવત્ રહીને કરે છે. આમ, પરિણતિની દિશા પલટાતાં આખી દશા જ ફરી જાય છે. વિભાવ તરફનું લક્ષ સ્વભાવ તરફ વળે છે. દ્રવ્ય ઉપર જોર આવતાં પર્યાય નિર્મળ થવા લાગે છે. શુદ્ધાત્મસ્વભાવની દૃષ્ટિ અને અનુભૂતિ થાય ત્યારથી તેની એક ક્ષણ પણ પુરુષાર્થ વિનાની હોતી નથી. રાગથી ખસીને ત્રિકાળ, શુદ્ધ, ધ્રુવ જ્ઞાયકસ્વરૂપમાં તેની દૃષ્ટિ થંભતાં તેને જે નિર્મળ અને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે, તેના બળ વડે સઘળા વિકારોનો ક્રમશઃ ક્ષય કરી તે કેવળજ્ઞાન પામે છે.
આમ, સદ્ગુરુનો દિવ્ય ઉપદેશ સંસારતારક છે, જીવનો સર્વતોમુખી અભ્યદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org