________________
3७८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે સદ્ગુરુના આત્માર્થબોધક ઉપદેશમાં, અનાદિ કાળથી મોહનિદ્રામાં સૂતેલા વિશેષાર્થ
જીવને જાગૃત કરવાની શક્તિ છે. પોતાના દુર્ગુણોની નિવૃત્તિ કરવા અને સદ્ગુણોની ઉત્પત્તિ તથા વૃદ્ધિ કરવા સદ્ગુરુનો પ્રત્યક્ષ બોધ અને તેમનું માર્ગદર્શન અત્યંત ઉપકારી છે. વળી, મોક્ષમાર્ગમાં ઉદ્ભવતા અનેક જટિલ પ્રશ્નોનું સમાધાન તથા તત્ત્વનો સૂમ બોધ સદ્દગુરુ જ કરી શકે છે. કઈ ભૂમિકાએ કયાં સાધનોને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં અંગીકાર કરવો કે જેથી આત્મશુદ્ધિની વૃદ્ધિ થતી રહે તે અંગેનું સર્વ માર્ગદર્શન સદ્ગુરુના ઉપદેશ દ્વારા મળે છે. આ ઉપદેશરૂપ પ્રસાદ આપવા પાછળ તેમનો કિંચિત્માત્ર પણ સ્વાર્થ નથી, માત્ર નિષ્કારણ કરુણા છે. માત્ર જીવોના કલ્યાણને માટે જ તેમની જગતજીવહિતકર અમૃતવાણીરૂપ ગંગા, તેમના પરમ અલૌકિક દિવ્ય વ્યક્તિત્વરૂપ હિમગિરિમાંથી સહજપણે પ્રવહે છે. જે જીવ તે ઉપદેશને યથાર્થપણે અનુસરે છે તેની મોક્ષમાર્ગની આરાધના અવશ્ય સફળ બને છે અને સહજ શુદ્ધ ચૈતન્યઘન આત્મસ્વરૂપનો અનુભવ થતાં તેને નિર્વિકલ્પ સમાધિસુખ પ્રગટે છે. તત્ત્વજિજ્ઞાસાથી પ્રારંભ કરીને અખંડ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં સદ્ગુરુ જ પરમ ઉપકારભૂત થાય છે. તેમની ભક્તિથી ઉત્તરોત્તર ઊંચી ને ઊંચી અધ્યાત્મદશા પ્રગટે છે અને અંતે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, શાશ્વત, અતીન્દ્રિય આનંદરસનો ભોક્તા બની તે કૃતકૃત્ય થાય છે. શ્રીમદે લખ્યું છે કે –
‘કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સપુરુષનાં વચનનું અવલંબના વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમાં ક્ષીણમોહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન' ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સંપુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિ:સંદેહ સત્ય છે.૧
શિલ્પી જેમ ટાંકણા વડે ટાંચી ટાંચીને શિલામાંથી ભગવાનની પ્રતિમા બનાવે છે, તેમ સગુરુરૂપી શિલ્પી અનુપમ બોધના ટાંકણા વડે દિવ્ય પ્રેરણા આપી શિષ્યને પરમાત્મા બનાવે છે. તેઓ નિઃસ્વાર્થ કરુણાથી શિષ્યને ઉપદેશ છે - “હે વત્સ! અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ અનંત સમૃદ્ધિથી ભરેલા નિજચૈતન્યમહેલને તે અનાદિ કાળથી તાળાં મારી દીધાં છે. તું અજ્ઞાનવશ સુખ, શાંતિ અને સલામતી બાહ્યમાં શોધી રહ્યો છે. મૂઢ થઈ અનંત અનંત વિભૂતિઓથી ભરેલા તારા સ્વરૂપમહેલમાં ન જતાં, પરમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરી તું બહાર રખડી રહ્યો છે. સ્વભાવે તો તું પરિપૂર્ણ, સિદ્ધ સમાન શુદ્ધ જ છે. તારામાં બધું પડ્યું છે. તે અનંત સંપત્તિવાળો પ્રભુ છે એ ભૂલી તું બહાર ભીખ માંગે છે. હવે અનંત ગુણના પિંડ એવા ભગવાન આત્માની ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૦ (પત્રાંક-૭૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org