SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯). સાધના કેન્દ્રના પ્રણેતા એવમ્ સંસ્થાપક પૂજ્ય શ્રી રાકેશભાઈની સમર્થ નિશ્રામાં આજે અનેક સાધકો અધ્યાત્મરુચિની પુષ્ટિ કરી આત્મવિકાસ સાધી રહ્યા છે. તેમના સંપર્કમાં આવનાર સર્વ કોઈ ઉપર તેમના પ્રતિભાયુક્ત વ્યક્તિત્વનો, તેમની પ્રેમસમૃદ્ધ વર્તનાનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. જૈન અને જૈનેતર, બાળકો, યુવાનો અને વૃદ્ધો - તમામને આ નિઃસ્પૃહ સંત પ્રેમામૃતના બળ વડે શુદ્ધ ધર્મની આરાધનામાં ઉઘુક્ત કરી રહ્યા છે. પોતાના ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેની પ્રગાઢ પ્રેમપ્રચુરતા વડે સંતપદ પામનાર આ ભક્તવત્સલ પ્રેમના પ્રબળ આંદોલનો સર્વત્ર રેલાવતા જાય છે, મહામેઘની માફક અલૌકિક પ્રેમની અનરાધાર વર્ષા વરસાવીને અનેક તૃષાવંત જીવોની તૃષા છિપાવતા જાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચનકાર્યમાં અત્યંત વ્યસ્ત રહેતા હોવા છતાં તેમણે સંઘહિતનાં વિવિધ કાર્યો પ્રતિ ક્યારે પણ ઉપેક્ષા સેવી નથી તેમજ સાધના સંબંધી માર્ગદર્શનને હંમેશાં અગ્રિમતા આપી છે. આ જ તેમની કરુણાશીલતા અને તેમનો શાસનપ્રેમ સૂચવે છે. પરમકૃપાળુદેવના પરમ ભક્ત પૂજ્ય શ્રી રાકેશભાઈ ઉપર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અનેરો પ્રભાવ હોવાથી તેઓશ્રીએ એનું વિવેચનકાર્ય હાથ ધર્યું. એક અધ્યાત્મયુગપ્રવર્તક જ્ઞાનાવતારનાં વચનોની સમજણ એક અનુભવી સંત દ્વારા પ્રાપ્ત થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભાષા સરળ હોવા છતાં તેના ભાવો અતિશય ગંભીર છે. વીતરાગપથના પ્રદર્શક પૂજ્ય શ્રી રાકેશભાઈએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચન દ્વારા એની પ્રત્યેક ગાથાના પડેપડ ખોલીને એમાં રહેલાં સૂક્ષ્મ ગૂઢ રહસ્યોને સુપેરે વ્યક્ત કર્યા છે. પ્રસ્તુત વિવેચનમાં અધ્યાત્મપથના અભ્યાસીને જોઈતી સર્વ સામગ્રી, સાધના સંબંધી અનેક ઉપયોગી મુદ્દાઓના ખુલાસા ઉચિતપણે સમાવેશ પામ્યાં છે. જાણે અધ્યાત્મનો encyclopaedia જ જોઈ લો! સરળ સહજ ભાષા, સચોટ હૃદયંગમ શૈલી, એકતાર ગુરુભક્તિની કલમ અને સુદઢ આત્મસાધનાની શાહીથી આલેખાયેલ અને ખાસ તો પરમકૃપાળુદેવના પરમ અનુગ્રહથી સર્જાયેલ આ અનુપમેય વિવેચનગ્રંથના પ્રત્યેક પૃષ્ઠનું અનુશીલન આત્માર્થીના અંતરમાં આત્મગુણોની અવિનાશી માળા ગૂંથશે. એ માત્ર વિવેચનગ્રંથ નથી પણ વિવેચનકારના ભક્તિમય પ્રાણથી સિંચિત થયેલું વામય તીર્થ છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ અપૂર્વ આત્મસાધનનું ભાવભાસન સરળ બનાવનાર વિવેચન જો ગ્રંથરૂપે પ્રકાશિત થાય તો મુમુક્ષુ સમાજને ઘણા લાભનું કારણ થાય - આત્મપિપાસુ જીવ એ દ્વારા મૂળ શાસ્ત્રનો ગહન મર્મ પામી આત્મસિદ્ધિની રુચિ જગાડે, દઢ કરે અને સાચી આધ્યાત્મિક દિશામાં પ્રગતિ કરે - એ ભાવનાવશ અમે પૂજ્યશ્રીને તદર્થે અનુમતિ આપવાની વિનંતી કરી. અમારી પ્રાર્થનાનો સ્વીકાર ખચકાટ સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy