________________
(૩૮)
કે પ્રકાશકીય નિવેદન
अज्ञानतिमिरान्धानां , ज्ञानांजनशलाकया ।
चक्षुरुन्मीलितं येन, तस्मै श्री गुरवे नमः ।। વિશ્વવત્સલ ભગવાન મહાવીરસ્વામીના ધર્મશાસનમાં છેલ્લાં અઢી હજાર વર્ષના ઇતિહાસમાં અનેક ધર્મપ્રભાવક સત્પરુષો થઈ ગયા છે, થતા રહ્યા છે; પરંતુ એ સર્વમાં પણ પોતાની અસાધારણ પ્રતિભા, વિશિષ્ટ શાસનપ્રભાવના, વિપુલ સાહિત્યસર્જન આદિને કારણે આગળ તરી આવતા સમર્થ પુરુષોની પરંપરામાં જેમનું શુભ નામ આદરપૂર્વક લેવામાં આવે છે તે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી સાંપ્રત કાળના દિવ્ય યુગાવતાર, સમર્થ જ્યોતિર્ધર, મૂર્તિમાન અધ્યાત્મ અને અનુપમ મંગળમૂર્તિ છે. તેમનું જીવન એટલે અધ્યાત્મની અખંડ અને પ્રચંડ સાધના. તેમનું અસ્તિત્વ એટલે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો સુભગ સમન્વય. તેમનું વ્યક્તિત્વ એટલે નિષ્કારણ કરુણાનો ઊછળતો ઉદધિ. અપૂર્વ આત્મપરાક્રમી, પરમ મહિમતિશયસંપન્ન, અપ્રમત્ત યોગીશ્વર, પરમ પૂજ્ય પરમકૃપાળુદેવનો બોધ અને આશ્રય મુમુક્ષુ જીવોનો પરમ પ્રાણાધાર છે, ભીષણ અને ભયંકર પરિભ્રમણમાંથી છૂટવાનો સુગમ ઉપાય છે.
- વિરલ પ્રજ્ઞાતિશય, પ્રતિભાશીલ સર્જનશક્તિ અને ઉત્કૃષ્ટ આત્મદશાના ફળસ્વરૂપે સર્જાયેલું પરમકૃપાળુદેવનું સમસ્ત સાહિત્ય આત્માર્થી જીવોને સ્વોન્નતિના પથ ઉપર અતિશય અવલંબનભૂત છે અને તેમાં પણ મૂર્ધન્યસ્થાને બિરાજે છે તેમની અમર કૃતિ - ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'. તેઓશ્રીના અધ્યાત્મરસપરિણત હૃદયમાંથી અનુભવોલ્ગારરૂપે પ્રગટેલ આ શુદ્ધ ચૈતન્યરસની અમૃતસરિતાનું અવતરણ શ્રી નડિયાદ ક્ષેત્રે વિ.સં. ૧૯૫રની આસો વદ એકમના દિવસે થયું હતું. સકળ મોક્ષમાર્ગનું માત્ર ૧૪૨ ગાથાઓમાં નિદર્શન કરાવનારું આ શાસ્ત્ર ષડ્રદર્શનનો સાર છે. દ્રવ્યાનુયોગનો નિષ્કર્ષ છે, સમસ્ત તત્ત્વજ્ઞાનનો નિચોડ છે. પરમ ગહન તત્ત્વજ્ઞાન તેમજ પરમોચ્ચ ગુરુભક્તિનું ઉત્કૃષ્ટ અને સરળતમ નિરૂપણ કરનાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પરિશીલન, અવગાહન, અનુભાવન કરનાર સાધક અવશ્ય સજાગતા સાધી, આત્મધર્મની એકનિષ્ઠ ઉપાસનામાં લાગી, ઇષ્ટ ફળની પ્રાપ્તિ - આત્મસિદ્ધિ કરશે, એવું આ શાસ્ત્રમાં કોઈ પરમ દૈવત રહેલું છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રણીત સસ્પંથને આત્મસાત્ કરી અન્યમાં તેની રુચિ જગાડનાર, પરમકૃપાળુદેવના પરમ ભક્ત તથા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org