________________
૬૦૨
શ્રી આત્મસિદ્ધિ, શાસ્ત્ર' - વિવેચન
જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે; માટે તેવાં વચનોનું સ્મરણ કરી જે તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તો સહેજે આત્મા ઉજ્વલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનોનો વિચાર ન કરે, તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં.”
જો જીવ પોતામાં રહેલા મતાર્થપણાને ન ઓળખે, તેને પરિભ્રમણના કારણરૂપ ન જાણે તો તેનો અભાવ શી રીતે કરે? તથા તેનો અભાવ ન કરે તો પરિભ્રમણ કઈ રીતે અટકે? મતાર્થીલક્ષણોથી મુક્ત થવાનો ઉપાય કરતો ન હોવાના કારણે તે પરિભ્રમણની પીડા સહન કરતો રહે છે. બાહ્યમાં ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોવાથી તે એમ માને છે કે પોતે મોક્ષપુરુષાર્થ કરે છે, પરંતુ ખરેખર તે ધર્મનો સાચો મર્મ સમજતો જ નથી અને ઊલટું ધર્મના નામે મતાર્થ જ પોષે છે. જો જીવને મતાર્થીપણાની ઓળખાણ થાય તો તેને સત્ય શું છે તે સમજમાં આવે, પોતાની વર્તમાન અશુદ્ધ દશાનું વાસ્તવિક ભાન થતાં મિથ્યા માન્યતાના કોચલામાંથી બહાર નીકળવાનું સાહસ થાય અને જીવ સાચા આત્મધર્મના માર્ગમાં આવે. તેથી શ્રીમદે કરુણાબુદ્ધિથી પ્રેરાઈને બન્ને પ્રકારના ભાન ભૂલેલા જીવોની ભૂલ દર્શાવી, તેઓ માર્ગસન્મુખ થાય તે અર્થે મતાર્થીનાં લક્ષણો દર્શાવ્યાં છે. મતાથનાં લક્ષણો વિચારી, આત્મનિરીક્ષણ કરી, સાધક જીવ પોતામાં તેવું કોઈ લક્ષણ છે કે નહીં તેની તપાસ કરે અને હોય તો તેને દૂર કરવા પ્રયત્ન કરે તે અર્થે આ લક્ષણો કહ્યાં છે.
શ્રીમદે દર્શાવેલાં મતાર્થીનાં લક્ષણો દર્પણ સમાન છે. જેવી રીતે મનુષ્ય દર્પણમાં પડતા પોતાના પ્રતિબિંબને જોઈ પોતાનો ચહેરો, વાળ, દેખાવ વગેરે નીરખે છે અને જે ઊણપ પકડાય તે દૂર કરે છે; તેવી જ રીતે શ્રીમદે દર્શાવેલાં મતાર્થીનાં લક્ષણોનું અધ્યયન કરવાથી વિચારવાન જીવ પોતાની માન્યતાઓ, વૃત્તિઓ, પ્રવૃત્તિઓ તપાસતો થઈ જાય છે અને તેમાં રહેલા દોષોને સમજતો થાય છે તથા તે ટાળવામાં પ્રયત્નવાન બને છે. તે ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવક કે મુમુક્ષુ કહેવાતો હોય કે સંસાર ત્યાગી સાધુ બની ગયો હોય, પણ જો તે ખોટે રસ્તે ચઢી ગયો હોય તો તેણે પોતાની સ્થિતિ સમજવી જરૂરી છે. વિચારવાન જીવ મતાર્થનો વિપરિણામી સ્વભાવ વિચારી તે મતાર્થનો નાશ કરવા પ્રવર્તે છે કે જેથી પોતાની ધાર્મિક પ્રવૃત્તિ સફળ થાય.
જ્યારે નિજદોષની સ્વીકૃતિ થાય છે ત્યારે જીવને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. નિજદોષનું અપક્ષપાતપણે અવલોકન કરવાથી દોષના રસની તીવ્રતા ઓછી થાય છે, દોષો મોળા પડે છે અને તેને ટાળવાનો પુરુષાર્થ ઊપડે છે. તે દોષો ત્વરાથી અને સંપૂર્ણપણે કાઢવામાં જ પોતાનું કલ્યાણ છે એમ અંતરમાં ભાસતું હોવાથી, તે દોષો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૦ (ઉપદેશછાયા-૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org