________________
ગાથા-૩૩
૬૦૩ આંખમાં પડેલી કાંકરી કે પગમાં ઘૂસેલા કાંટાની જેમ ખૂંચતા હોવાથી તેને દૂર કરવાનો યથાર્થ પ્રયત્ન થાય છે. નિરંતર અભ્યાસથી જાગૃતિ વધે છે, ઉપયોગ સૂમ બને છે અને મતાર્થિતા મંદ થતી જઈ અંતે નાશ પામે છે. આમ, જીવમાં રહેલું મતાર્થપણું ત્યાગવા શ્રીમદે દર્શાવેલાં આ લક્ષણો અત્યંત સહાયકારી છે.
જે ભાગ્યશાળી જીવ પોતાનું હિત સમજી, પોતામાં રહેલું મતાર્થપણું ત્યાગે છે તે જીવ મતાર્થી મટી આત્માર્થી થાય છે. આત્માર્થિતા એ તો મોક્ષમાર્ગની પ્રાથમિક દશા છે, મોક્ષ તરફનું પ્રથમ મંગળાચરણ છે, મોક્ષમહેલનું મંગળ મુહૂર્ત છે, સિદ્ધપદનું સુભગ શિલાન્યાસ છે. સાદિ-અનંત કાળ પર્યત પરમાનંદમય દશામાં, કેવળજ્ઞાનની પરિપૂર્ણ શુદ્ધ દશામાં રહેવાનો પાયો છે. માત્ર શાસ્ત્ર વાંચી લેવાથી, દયા-દાન-તપશ્ચર્યા કરી લેવાથી આત્માર્થિતા આવી જતી નથી. મતાર્થનાં પરિણામથી મૂંઝાઈને પૂર્ણ શુદ્ધિના લક્ષે તેનાથી છૂટવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે યથાર્થ આત્માર્થિતા આવે છે. ચિત્તની દરેક ગતિ-વિધિ ઉપર જાગૃતિપૂર્ણ દૃષ્ટિ રાખી, મતાર્થને પકડી, તેને ટાળવાનો અને આત્માર્થિતા કેળવતા જવાનો મહાવરો પાડવાથી, આંતર ચક્ષુ સમક્ષ છવાયેલું મતાર્થનું ધુમ્મસ વિખરાઈને આત્માર્થનો પ્રકાશ પ્રગટે છે.
આત્માર્થી જીવને આત્માની ખટક, લગની, રુચિ, ધગશ રહ્યાં કરે છે. “મારે આત્માનું કાર્ય કરવું છે. મારે આત્માને ઓળખવો છે' એમ આત્મા તરફ વારંવાર લક્ષ વળ્યા કરે છે. જો કે આત્માના વિચાર સતત ન ચાલે તોપણ અંતરમાં આત્માને ગ્રહણ કરવાની ખટક, આત્મા તરફના વલણની ઊંડી ભાવના, લગની, રુચિ અને ધગશ નિરંતર રહ્યાં કરે છે. તેને નિજ શુદ્ધાત્માના મહિમાની ખુમારી રહ્યા કરે છે. આત્મલક્ષ જેને થયો છે અને જેના મતાગ્રહ છૂટી ગયા છે એવો સત્યસન્મુખ થયેલો આ આત્માર્થી જીવ કયાં કયાં સુલક્ષણોથી સુશોભિત હોય છે એ આગળ ઉપર દર્શાવવાનો શ્રીમદ્ પ્રસ્તુત ગાથામાં નિર્દેશ કરે છે. મોક્ષમાર્ગમાં આત્માર્થિતાનું ખૂબ મહત્ત્વ છે. આત્માર્થીનું સ્વરૂપ ન જાણે તો જીવ આત્માર્થમાં પ્રવર્તે નહીં અને મતાર્થ ટળી શકે નહીં. જો મતાર્થ ટળે નહીં તો જીવ દુ:ખ જ પામે. આત્માર્થ એ જ સુખનો એકમાત્ર ઉપાય છે, માટે આત્માર્થીલક્ષણો જાણવાં આવશ્યક છે. હવે પછીની નવ ગાથા(૩૪ થી ૪૨)માં શ્રીમદ્ અવિનાશી, અખંડ, અવ્યાબાધ સુખના હેતુરૂપ એવા આત્માર્થી જીવનાં લક્ષણો જણાવશે.
આત્માનો સ્વભાવ સુખશક્તિથી છલોછલ ભરેલો છે. આત્માના અસંખ્યાત પ્રદેશો છે. આત્માના એક એક પ્રદેશ અનંત અનંત સુખ રહેલું છે. તેનામાં દુ:ખનો એક કણ પણ નથી. સુખાદિ અનંત સમૃદ્ધિથી ભરપૂર નિધાનોને અનાદિ અજ્ઞાનનાં તાળાં લાગ્યાં છે. આત્માર્થિતાના અભ્યાસરૂપ ચાવી દ્વારા ભાંતિરૂપ તાળું ખોલી નાખતાં અનંત સુખરૂપ ચૈતન્યનિધાન પ્રાપ્ત થાય છે. જે જીવ આત્માર્થિતાની પ્રાપ્તિ માટેના અભ્યાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org