________________
ગાથા-૧૫
૩૨૫ મેળ ખાતાં નથી એવા વિકલ્પો તેને વારંવાર થયા કરે છે. જ્ઞાનીનાં વચનોનું તોલન તે પોતાની મતિકલ્પનાએ કરે છે. તે પ્રત્યક્ષ સત્પરુષનાં વચનોની પ્રામાણિકતા પ્રત્યે શંકા-કુશંકા કરે છે. તેમનાં વચનોમાં તેને અતિશયોક્તિ, ભાવાવેશ, મતિકલ્પના આદિ દોષો દેખાય છે. સ્વચ્છંદના કારણે તે તેમનાં વચનોનો સર્વાગી સ્વીકાર કરી શકતો નથી. તેમનાં વચનોમાંથી તે પોતાને ગમતું જ ગ્રહણ કરે છે. સ્થૂળ વાતોમાં સમ્મત થાય છે, પણ જેવી પોતાને અણગમતી કોઈ વાત આવે ત્યારે ‘આ વાત સાચી નથી' એમ કહી તેનો અસ્વીકાર કરે છે, જે સપુરુષ પ્રત્યેની શ્રદ્ધાનો અભાવ અને વિરોધનાં પરિણામ સૂચવે છે.
વળી, સ્વચ્છંદના સદ્ભાવમાં તેને જ્ઞાની પુરુષના આચરણ પ્રત્યે દોષદષ્ટિ રહે છે. સ્વચ્છંદના માર્ગે ચડેલો જીવ સત્પરુષની સાચી ઓળખાણ કરી શકતો નથી. કૂવાનું પાણી માપવા કૂવામાં ઊંડે ઊતરવું પડે છે, તેમ પુરુષને ઓળખવા માટે સત્પરુષના અંતરના ઊંડાણમાં ઊતરવું પડે છે. સ્વચ્છંદી જીવની બાહ્ય દષ્ટિ હોવાથી તે તેમના અંતરનો તાગ પામી શકતો નથી. શ્રીમદ્ લખે છે –
‘અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જગતદષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે; દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી.”૧
સપુરુષની બાહ્ય દશામાં કિંચિત્ ચારિત્રમોહજન્ય દોષ દેખાય ત્યારે સ્વચ્છંદી જીવ તેની મુખ્યતા કરી બેસે છે. ચારિત્રમોહના અલ્પ દોષ ઉપર વજન જવાથી મિથ્યાત્વ જેવા સર્વોપરી દોષના અભાવરૂપ મહાન સમ્યકત્વદશા ગૌણ થઈ જાય છે, પરિણામે સપુરુષનો યથાર્થ મહિમા આવતો નથી. યથાર્થ ઓળખાણ અને મહિમાના અભાવમાં તે તેમની પવિત્ર અંતર્દશાની વિરાધના - આશાતનાનો મોટો દોષ કરે છે અને તેથી તેનો સંસાર અનંત કાળ માટે વધી જાય છે. પુરુષની અંતરંગ દશા - સમ્યકત્વરૂપ દશાની જેને ખરી ઓળખાણ થઈ છે, તેને તો તે સત્પરુષનું દરેક આચરણ યથાર્થ ભાસે છે, એટલું જ નહીં પણ તેને તો ચારિત્રમોહજનિત ઝંઝાવાત પ્રસંગે પણ તેમની ભિન્નતાનાં અને તેમની અડગતાનાં જ દર્શન થાય છે અને તેથી તેને તેમના પ્રત્યે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૪ (પત્રાંક-૬૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org