________________
૩૨૬,
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિશેષ ભક્તિભાવ ઊપજે છે. પણ સ્વચ્છંદી જીવને તો તે દોષોની જ મુખ્યતા રહે છે. વળી, તે તો પોતાની દોષદષ્ટિને પરીક્ષક બુદ્ધિ ગણે છે. તે કહે છે કે હું તેમના સપુરુષપણાની ચકાસણી કરું છું. જેમ બજારમાંથી માટલું ખરીદતી વખતે એના ઉપર બરાબર ટકોરા મારીને જોવામાં દોષ નથી, તેમ સત્પરુષને ગુરુપદે સ્થાપતાં પહેલાં તેમની અંતરંગ દશાની કસોટી અવશ્ય કરવી જોઈએ.' પરંતુ કસોટી કરવા પાછળ સ્વચ્છંદી જીવનો આશય તેવો હોતો નથી. તેને સત્પરુષ ધર્મ પામ્યા છે કે નહીં તેની ચોકસાઈ કરીને તેમની પાસેથી ધર્મ નથી ઇચ્છવો, પરંતુ પુરુષમાં પણ દોષ કાઢીને પોતાને મોટા પરીક્ષક કે મહાત્મા ગણાવવું છે. આચાર્યશ્રી ગુણભદ્રજી કહે છે કે સમસ્ત ગુણોના આધારભૂત મહાત્માને જો દુર્ભાગ્યવશે કંઈક ચારિત્ર આદિ સંબંધી દોષ ઉત્પન થઈ જાય તો ચંદ્રના લાંછનની માફક તેને જોવા અંધ પણ સમર્થ થાય છે. પણ તે દોષ જોવામાત્રથી તે દોષ જોનાર જીવ મહાત્મા થઈ જતો નથી. જેમ પોતાની પ્રભાથી જ પ્રગટ જણાતા ચંદ્રના કલંકને સમસ્ત જગત દેખે છે, પણ શું કોઈ કદી પણ તે ચંદ્રની પદવીને પામે છે? અર્થાત્ કોઈ કદી ચંદ્રની તુલ્ય થતા નથી.'
સ્વચ્છંદી જીવ સત્પરુષના ઔદયિક ભાવને અનુલક્ષીને તેમના બાહ્યાચરણના દોષ શોધવામાં તથા તેમના વ્યવહાર પ્રત્યે શંકા-કુશંકા કરવામાં પ્રવૃત્ત રહે છે. સ્વચ્છેદના સદ્ભાવમાં તેને ક્વચિત્ અભક્તિનાં પરિણામ પણ થઈ જાય છે. ક્ષયોપશમજ્ઞાનની અધિકતામાં મીઠાશનાં પરિણામ રહેતાં હોવાથી સત્પરુષ પ્રત્યે પરમ વિનયનાં પરિણામ પ્રગટવાને બદલે સત્પરુષ વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. તે પુરુષની પોતા સાથે તુલના કરે છે. તે સત્પરુષની બાહ્ય ક્રિયાની નકલ કરે છે. સત્પરુષોને અતીન્દ્રિય સ્વભાવનાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે ધર્મ થાય છે અને શુભ રાગ વખતે તેઓ પૂજા, ભક્તિ, સ્વાધ્યાયાદિમાં પણ પ્રવર્તે છે. સ્વચ્છંદી જીવ સત્પરુષની આત્મદશાને લક્ષમાં નથી લેતો અને માત્ર બાહ્ય શુભ ક્રિયાથી સત્પરુષને ધર્મ થાય છે એમ માનીને પોતે પણ ભક્તિ-સ્વાધ્યાય આદિમાં પ્રવર્તે છે, પરંતુ તેનું વલણ આત્મસન્મુખ ન હોવાના કારણે તે ગમે ત્યાં હોય - વનમાં કે મંદિરમાં - તોપણ તેને ધર્મ થતો નથી. મિથ્યા શ્રદ્ધાનના કારણે તે ગમે તેટલું શ્રવણ-વાંચન, જપ-તપ કરે તો પણ તેની અંતરંગ દશામાં કોઈ પરિવર્તન નથી આવતું અને સર્વ સાધન નિષ્ફળ જાય છે. સમજ્યા વગર તે પુરુષની માત્ર બાહ્ય ક્રિયાની નકલ કરે છે અને વળી પાછું તેનું અભિમાન કરે ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૨૫૦
'दोषः सर्वगुणाकरस्य महतो देवानुरोधात्क्वचिज्जातो यद्यपि चन्द्रलाञ्छनसमस्तं द्रष्टुमन्धोऽप्यलम् । द्रष्टान्पोति न तावतास्य पदवीमिन्दोः कलई जगद विश्वं पश्यति तत्प्रभाप्रकटितं किं कोऽप्यगात्तत्पदम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org