________________
૩૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
નથી.૧ વળી, પોતાને શાસ્ત્રજ્ઞાનના સંબંધમાં અભિમાન વર્તતું હોવાથી તેને પ્રત્યક્ષ સત્પુરુષના આશ્રયનો મહિમા ભાસતો નથી. સત્પુરુષ પાસે જવાથી પોતાની સ્વચ્છંદપ્રવર્તના છોડવી પડશે એમ જાણતો હોવાથી તે પ્રત્યક્ષ સત્પુરુષથી વિમુખ વર્તે છે.
-
કદાપિ પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયે જીવને જ્ઞાનીપુરુષનો સમાગમયોગ થાય છે તોપણ તેને તેમના પ્રત્યે માહાત્મ્યબુદ્ધિ થતી નથી. સ્વચ્છંદરૂપી અંધત્વના કારણે તેને સત્પુરુષની વાણીનું પ્રત્યક્ષ શ્રવણ થાય તોપણ તેમાં અહોભાવનો અભાવ વર્તે છે. જેમ મગસેલિયા પથ્થર ઉપર ગમે તેટલું પાણી પડે તોપણ તે પલળે નહીં અને કોરડું મગને ગમે તેટલા પાણીમાં બાફો તોપણ તે બફાય નહીં, તેમ જે જીવને સત્પુરુષનું માહાત્મ્ય નથી, તેના ઉપર સત્પુરુષની અમૃતવાણીનો વરસાદ ગમે તેટલો વ૨સે તોપણ તે જીવ પલળતો નથી, અર્થાત્ તેનામાં તેમનાં વચનોનું પરિણમન થતું નથી. જ્ઞાની પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું વિનયાન્વિત થવાતું નથી અને તેથી તેને સત્પુરુષની યથાર્થ ઓળખાણ થતી નથી. શ્રીમ ્ લખે છે
‘જ્ઞાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો ‘હું જાણું છું', ‘હું સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક ‘સ્વચ્છંદ' નામનો મહા દોષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.’૨
પરમ વિનયના અભાવે સ્વચ્છંદી વ્યક્તિને સત્પુરુષનાં વચનોમાં ભૂલ દેખાય છે. જ્ઞાનીની વાણીમાં રહેવા પામેલ વ્યાકરણદોષની તેને મુખ્યતા વર્તે છે. પ્રત્યક્ષ સત્પુરુષનાં વચનોને સમ્મત કરવા માટે તેની બુદ્ધિ શાસ્ત્રનો આધાર શોધવા જાય છે. સત્પુરુષનાં વચનોની સમીચીનતા વિષે તેને શંકા રહે છે. તેમનાં વચનો પૂર્વાચાર્યોનાં શાસ્ત્ર સાથે ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ’, સર્ગ ૧૯, શ્લોક ૪૯
'मानग्रन्थिर्मनस्युच्चैर्यावदास्ते तावद्विवेकमाणिक्यं
૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૫૭ (પત્રાંક-૪૧૬)
Jain Education International
दृढस्तदा । પ્રાપ્તમવ્યસર્પતિ ।।'
For Private & Personal Use Only
www.jainelibrary.org