________________
ગાથા-૨૯
૫૪૫
વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યા છે; અને પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સગુરુ, સન્શાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય આવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્કઅધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભબોધીપણું કરે છે.”
જ્ઞાનીઓ જ્યારે પુણ્યક્રિયાઓનો નિષેધ કરે ત્યારે તેમનો આશય ક્યારે પણ પુણ્યક્રિયાઓ છોડીને પાપક્રિયાઓની પ્રવૃત્તિ કરવા માટેનો નથી હોતો. પુણ્યની અનિષ્ટતા બતાવવાનું પ્રયોજન એ છે કે તેને જ જીવનનો સાર માનીને, અંતિમ લક્ષ્ય માનીને તેમાં રોકાઈ ન જવાય. સાધકદશામાં અશુભ રાગને છોડવા માટે શુભ રાગનો આશ્રય કથંચિત ઇષ્ટ છે. છતાં શુભ રાગથી પણ ધીરે ધીરે દૂર થઈને સ્વરૂપમાં નિમગ્ન થવાનો અધિકાધિક પ્રયત્ન કરવો જોઈએ. શુભ ક્રિયાઓ jumping boardની ગરજ સારે છે. Swimming poolમાં કૂદકો મારવો હોય તો jumping board ઉપર ચઢવું પડે છે, પરંતુ તેના ઉપર ચઢીને જો છલાંગ મારવામાં ન આવે તો કાર્યસિદ્ધિ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૦-૩૬૧ (પત્રાંક-૪૨૨)
ક્રિયાના નિષેધમાં ન પ્રવર્તવા સંબંધી શ્રીમદે અન્ય એક પત્રમાં પણ સચોટ માર્ગદર્શન આપતાં લખ્યું છે કે –
અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્ય જવી.
ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેધ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સશાસ્ત્રઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.'
- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫ર-૬૫૩ (પત્રાંક-૯૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org