________________
ગાથા-૪૦
૭૦૭
છે. કષાયોથી થતું ભયંકર નુકસાન સમજાયું હોવાથી આત્માર્થી જીવના કષાયો પાતળા પડ્યા હોય છે. તેને માત્ર મોક્ષની અભિલાષા વર્તતી હોવાથી જે ભાવોથી મોક્ષપ્રાપ્તિ થાય તેવા ભાવમાં જ તેને રસ હોય છે. તે ભવથી થાક્યો હોવાથી તેની વિષયાસક્તિ મોળી પડી હોય છે. સર્વ પ્રાણી પ્રત્યે તેના હૃદયમાં કૂણા ભાવ હોવાથી અનુકંપા, કરુણા, કોમળતા આદિ ગુણો તેનામાં પ્રગટ્યા હોય છે. આત્માથી જીવમાં કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણીદયા એ ચાર ગુણો પ્રગટ્યા હોવાથી સદ્ગુરુનો બોધ પરિણમે એવી લાયકાત તેને પ્રાપ્ત થાય છે. શ્રીમદે દર્શાવેલા સત્પાત્રદશાના આ ચાર ગુણોને વૈરાગ્ય અને ઉપશમમાં ઘટાવી શકાય છે. વૈરાગ્ય હોય ત્યાં ભવનો ખેદ હોય છે અને ભવની પ્રતિપક્ષી એવી મોક્ષની અભિલાષા હોય છે તથા ઉપશમ હોય ત્યાં કષાયની ઉપશાંતતા હોય છે અને પરિણામની કોમળતાના કારણે પ્રાણીદયા હોય છે. આ રીતે ચાર લક્ષણોમાંથી માત્ર મોક્ષ અભિલાષ' અને ભવે ખેદ' એ બે લક્ષણો વૈરાગ્યનું સૂચન કરે છે તથા “કષાયની ઉપશાંતતા' અને પ્રાણીદયા' ઉપશમ અંતર્ગત આવે છે. આમ, શ્રીમદે દર્શાવેલા આત્માર્થીના આ ગુણો વૈરાગ્ય-ઉપશમ પ્રત્યે જ દોરી જાય છે. વૈરાગ્ય-ઉપશમ આત્મપરિણામી થાય તો જ જીવમાં સદ્ગુરુના બોધે આત્મવિચાર ઉદ્ભવે છે. શ્રીમદ્ લખે છે –
‘જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.’
આત્માર્થી જીવ સંસારના વિષયોથી વિરક્ત હોય છે. તેને વિષયો ક્ષણભંગુર અને સારહીન ભાસતા હોવાથી તેને તે પ્રત્યે અનાસક્ત ભાવ હોય છે. તે વિષયમાં લપેટાતો કે સાતો નથી. તે આરંભ-પરિગ્રહથી બને તેટલો છૂટવાનો તથા નિર્દોષ અને શુદ્ધ જીવન જીવવાનો અભિલાષી હોય છે. તે પાપરહિત અને ઉજ્વળ વીતરાગી જીવન જીવવાની ભાવના ભાવતો હોય છે. “આજે છોડું - હમણાં છોડું' એવી સંસારત્યાગની તીવ્ર ભાવનાપૂર્વક જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી રહે છે, પણ એ ઘરવાસને પારકી વેઠરૂપ માની, હૃદયના પ્રેમ વિના સાંસારિક જવાબદારી પૂરી કરે છે. તે જીવનનિર્વાહ માટે અનિવાર્ય હોય એટલો જ આરંભ કરે છે, પરંતુ તે પણ દુભાતા ચિત્તે અને શક્ય એટલો અલ્પ આરંભ કરે છે. તીવ્ર આરંભવાળાં કાર્યો તો તે સ્વપ્ન પણ ઇચ્છતો નથી. આરંભમુક્ત ત્યાગી જીવોની તે પ્રશંસા કરે છે અને પોતે આરંભપરિગ્રહને વહેલામાં વહેલી તકે તજવાની ભાવના રાખે છે. તેના અંતરમાં ચૈતન્ય પ્રત્યે અત્યંત પ્રેમ હોય છે. તેનું ચિત્ત બીજે કશે પણ ચોંટતું નથી. પ્રતિકૂળ સંજોગોમાં તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૬ (પત્રાંક-૭૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org