________________
ગાથા-૨૪
૪૬૫
પ્રકાશક'માં પણ જોવા મળે છે –
કેટલાક જીવ આજ્ઞાનુસારી છે. તેઓ તો “આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી' - એમ વિચારી તેમની ભક્તિ કરે છે; તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે છે તો ત્યાં “આ મુનિ દયા પાળે છે, શીલ પાળે છે, ધનાદિ રાખતા નથી, ઉપવાસાદિ તપ કરે છે, સુધાદિ પરિષહ સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને ધર્મમાં લગાવે છે,' - ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિભાવ કરે છે, પણ એવા ગુણો તો પરમહંસાદિ અન્યમતીઓમાં તથા જૈનીમિથ્યાદષ્ટિઓમાં પણ હોય છે, માટે એમાં અતિવ્યાતિપણું છે, એ વડે સાચી પરીક્ષા થાય નહિ.'
આ બન્ને પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર સેવાતાં આત્માર્થ ચૂકી જવાય છે, તેથી એવા કોઈ પણ પ્રકારમાં મમત્વ અને દુરાગ્રહ ન રાખતાં, જેઓ આત્મજ્ઞાન પામ્યા છે અને જેમને અંતરમાં વૈરાગ્યાદિ પરિણમ્યાં છે તેવા સંતોમાં શ્રદ્ધાન રાખવું તે શ્રેયરૂપ છે. તે સંતોનો અનુભવ, તેમનું જ્ઞાન, તેમનો વૈરાગ્ય, તેમનું સમગ્ર જીવન જિજ્ઞાસુને માટે એક પવિત્ર આદર્શરૂપ હોય છે. તેઓ સાક્ષાત્ ધર્મરૂપ થયેલા હોય છે, તેથી તેમની ઓળખાણથી ધર્મની ઓળખાણ થાય છે, તેમનામાં વૃત્તિ જોડતાં ધર્મમાં વૃત્તિ જોડાય છે. સ્વયં ધર્મરૂપે પરિણમેલા એવા જ્ઞાની ભગવંતના જીવનને વાસ્તવિક રીતે ઓળખનાર જીવ જરૂર ધર્મ પામે છે. જ્ઞાની પુરુષની ઓળખાણપૂર્વક ભક્તિ કરવાથી આત્મસ્વભાવની નિર્વિકલ્પ અનુભૂતિ અવશ્ય થાય છે. જ્ઞાનીના સ્વરૂપની ઓળખાણ કરીને પોતાના સ્વરૂપનો નિર્ણય કરી, તેનાં ભાવન-ઘોલન-મહિમા દ્વારા જીવ સ્વભાવના આંગણે આવે છે અને પછી અંદર ઊતરીને સ્વભાવનો અનુભવ કરે છે.
આમ, આત્મ-અનુભૂતિ કરવા માટે પહેલાં સગુરુની ઓળખાણ કરવી આવશ્યક છે. પરંતુ મતાર્થી જીવ માત્ર વેષ કે કુળધર્મ જોઈને જ સદ્ગુરુ-અસદ્દગુરુનો અભિપ્રાય બાંધી બેસે છે. તે સમજતો નથી કે બાહ્ય ચિહ્નોથી સદ્ગુરુની પરખ થઈ શકતી નથી. સારા વેબ કે કુળવાળી વ્યક્તિના મનમાં પણ ભારોભાર પાપ હોઈ શકે, તેથી તેમના અંતરની ચકાસણી કરવી જોઈએ. તે બાહ્ય ચિહ્નોની શ્રદ્ધા રાખી તથા અંતરંગ દશા પ્રત્યે પ્રાયઃ દુર્લક્ષ કરી, જ્ઞાન વિનાના બાહ્યત્યાગી કે કુળગુરુને સેવે છે, જેથી તેનો સર્વ પુરુષાર્થ નિષ્ફળ જાય છે. તેની ધર્મક્રિયાઓ બાહ્યથી બરાબર હોવા છતાં તેને સદ્ગુરુની ઓળખાણ ન હોવાના કારણે હિતને બદલે અહિત જ થાય છે. જો તે સદ્ગુરુની ઓળખાણ કરે તો તેના સર્વ પ્રયત્નો સાર્થક થાય. તેથી જેના અભાવમાં ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭,
પૃ.૨૧૭-૨ ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org