________________
ગાથા-૨૭
૫૦૭
શકાય. મનને બાહ્ય વિષયોમાં જતું રોકીને જ્ઞાનીનાં વચનોમાં લીન કરવાથી રાગ-દ્વેષ ક્રમશઃ નષ્ટ થતા જાય છે અને કર્મની સંવરપૂર્વક નિર્જરા થઈ આત્મશાંતિ અને મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ લખે છે –
જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે.'
શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્ર અથવા ગુર્નાદિનાં વચનથી પ્રાપ્ત થતું જ્ઞાન. શ્રુતમાં અનુભવીઓના અનુભવનો નિચોડ સંઘરાયેલો છે. પોતે સાધના કરી તેમાં સફળતા મેળવી, કેવળ કરુણાથી પ્રેરાઈને જગતના જીવોને એ માર્ગ દર્શાવવા જ્ઞાનીઓએ જે કહ્યું તેના નોંધસ્વરૂપે શાસ્ત્રો (સત્કૃત) છે. જગતનાં જડ-ચેતનદ્રવ્યો તથા પરિસ્થિતિઓ સંબંધી જાણકારી અને જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલા સાધનામાર્ગના અનુભવનો નિચોડ શ્રત દ્વારા મેળવી શકાય છે. સાધનામાર્ગમાં સાધક-બાધક તત્ત્વો કયાં છે? બાધક તત્ત્વોને પોતાના જીવનમાંથી દૂર કઈ રીતે રાખવાં? સાધક તત્ત્વોને કઈ રીતે અંગીકાર કરવાં? વગેરે બાબતના અનુભવસિદ્ધ માર્ગદર્શનથી શાસ્ત્રો સમૃદ્ધ હોવાથી આધ્યાત્મિક પથના પ્રવાસીઓને તે માર્ગદર્શક નકશાની ગરજ સારે છે. શ્રુતનું પુનઃ પુનઃ અવલંબન વૃત્તિને સતત અંતર્મુખ રાખવામાં સહાયભૂત થાય છે, સંવેગ અને વૈરાગ્યને સતેજ રાખે છે અને ચિત્તને આર્ત-રૌદ્રધ્યાનની પકડમાંથી મુક્ત કરી ધર્મ-શુક્લધ્યાનમાં પ્રવૃત્ત કરે છે. આમ, શ્રુતજ્ઞાનરૂપ અગ્નિમાં પ્રવિષ્ટ થયેલો ભવ્ય જીવ, સુવર્ણ સમાન વિશુદ્ધ બનીને મુક્તિને પ્રાપ્ત કરી સ્વરૂપમાં વિરાજે છે. અગ્નિ જેમ વસ્તુને પ્રકાશિત કરે છે અને ઇધંનને બાળી ભસ્મ કરે છે, તેવી રીતે શાસ્ત્ર પણ વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરે છે અને કર્મરૂપ ઈધનને બાળી નાખે છે. આમ, પ્રકાશકપણું અને દાહકપણું એ બે સમાન ધર્મો જોઈને શાસ્ત્રને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. શ્રુતનો અભ્યાસ કરવાથી વસ્તુનું સ્વરૂપ યથાતથ્ય પ્રકાશિત થાય છે અને વિષય-કષાયના આવેગો ઉપશાંતપણાને પામે છે. ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૧૭૦
‘अनेकान्तात्मार्थप्रसवफलभारातिविनते वचःपर्णाकोणे विपुलनयशाखाशतयुते । समुत्तुङ्ग सम्यक्प्रततमतिमूले प्रतिदिनं
श्रुतस्कन्धे धीमान् रमयतु मनोमर्कटममुम् ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૫ (પત્રાંક-પ૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org