________________
૫૦૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ભાંગાના વર્ણનને માત્ર ગોખી, તેને યાદ રાખવામાં અને તેની ચર્ચા કરવામાં જ શ્રુતની આરાધના માનવી; તેટલું જ કરવામાં શ્રુતજ્ઞાનની ઇતિકર્તવ્યતા થઈ ગઈ એમ સમજી બેસવું તે મતાર્થનો જ એક પ્રકાર છે. આવા મતાર્થના ફળસ્વરૂપે શ્રુત દ્વારા જે સ્વરૂપસન્મુખતા સધાવી જોઈએ તે સધાઈ શકતી નથી. શ્રુતના રહસ્યનું ચિંતન-મનન કરી, જગતના વિષયોનો રસ ઘટાડી, જ્ઞાનનો ઝુકાવ શુદ્ધાત્મા તરફ કરવાને બદલે મતાર્થી જીવ ભેદ-પ્રકારોની ભંગજાળમાં જ રોકાયેલો રહે છે અને તેની ગણતરી તથા વર્ણનને કંઠસ્થ કરવામાં જ કૃતકૃત્યતા માને છે અને તેથી પરમાર્થની સાચી આરાધનાથી તે વંચિત રહે છે.
(૨) મતાર્થનો અન્ય પ્રકાર ગાથાના ઉત્તરાર્ધમાં બતાવતાં શ્રીમદ્દે કહ્યું કે પોતે સ્વચ્છંદે માનેલા અથવા કુળધર્મના કારણે માની લીધેલા મતનો તથા પોતાના વેષનો આગ્રહ કરવામાં મુક્તિનો હેતુ માનવો તે મતાર્થીનું પ્રગટ લક્ષણ છે. જેમ કે દિગંબર, શ્વેતાંબર
મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી સર્વ કોઈ એક વાતમાં સમ્મત છે કે સમ્યગ્દર્શન મોક્ષનું કારણ છે અને તે પ્રાપ્ત કરવું અત્યંત અનિવાર્ય છે. પણ જ્યાં સમ્યગ્દર્શનના સ્વરૂપની વાત આવે છે ત્યાં દરેક પોતાના સમુદાય, ફિરકા કે સંપ્રદાયની માન્યતા સાથે જ સમ્યગ્દર્શનને જોડે છે અને મારો મત જ સાચો' એવો આગ્રહ કરે છે તથા અન્ય મત, સમુદાય, ફિરકા, સંપ્રદાય કે જૂથ પ્રત્યે અસહિષ્ણુતા, અસહકાર, અસ્વીકાર, દ્વેષ, ઇર્ષ્યા, ઘૃણા દાખવવામાં સમિકતની દૃઢતા માને-મનાવે છે. વળી, જેમ તેઓ પોતાના દૃષ્ટિરાગને સમ્યગ્દષ્ટિ અને મતાગ્રહને ધર્મદઢતા માને છે તથા તેને મોક્ષનું કારણ ગણે છે, તેમ પોતાના મતનો વેષ હોય તો જ મુક્તિ મળે એમ માની તેનો પણ આગ્રહ કરે છે. બાહ્ય વેષમાં જ, અર્થાત્ દ્રવ્યલિંગમાં જ સમ્યક્ચારિત્રની કલ્પના જીવની અજ્ઞાનતા સૂચવે છે, કારણ કે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે, જ્યારે વેષ તો દેહાશ્રિત છે. તેથી વેષનો જેને આગ્રહ છે તેને મોક્ષમાર્ગની યથાર્થ સમજણ કે પ્રતીતિ નથી અને તેનો આગ્રહ કરનાર આત્માર્થ નહીં પણ મતા છે એમ સિદ્ધ થાય છે.
જે શ્રુતસ્કંધરૂપ વૃક્ષ અનેક ધર્માત્મક પદાર્થરૂપ ફૂલ તથા ફળોના ભારથી વિશેષાર્થ અત્યંત નમ્ર છે, વચનોરૂપી પાનથી વ્યાપ્ત છે, વિસ્તૃત નયોરૂપી અનેક શાખાઓથી યુક્ત છે, ઉન્નત છે તથા સમ્યક્ અને વિસ્તૃત એવા મતિજ્ઞાનરૂપી મૂળથી સ્થિર છે, નિશ્ચળ છે; તે શ્રુતસ્કંધરૂપ વૃક્ષ ઉપર બુદ્ધિમાન સાધકે પોતાના મનરૂપી મર્કટને નિરંતર રમાડવા યોગ્ય છે, અર્થાત્ સાધકે પોતાના મનને શ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનીનાં વચનનાં વિચાર, ચિંતન, મનન, નિદિધ્યાસન આદિમાં જ નિરંતર રોકાયેલું રાખવા યોગ્ય છે, જેથી સંકલ્પ-વિકલ્પરૂપ અહિત થાય નહીં અને આત્મદશાને ઉન્નત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org