SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર સાચો રાહ બતાવી જગત ઉપર અપાર ઉપકાર કરી ગયા. આ જગતકલ્યાણકર ..... ભગવાન મહાવીરના મહાન માર્ગના મહાન ઉદ્ધારક થઈ ગયા છે.” અક્ષરે અક્ષરે પરમ અદ્દભુત શાસ્ત્રસંકલનાથી - અનુપમ તત્ત્વકળાથી ગૂંથેલું આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ખરેખર! આત્મસિદ્ધિ કરાવનારું અનુપમ શાસ્ત્ર છે.” શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપરનું આ ભાષ્ય શ્રીમદ્ જેવી મહાન વિભૂતિની મહાનતમ કૃતિનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. ડૉ. ભગવાનદાસ મહેતાએ પ્રત્યેક ગાથાના વિવેચનમાં પ્રથમ શ્રી અંબાલાભાઈએ કરેલ અર્થ આપ્યો છે અને પછી “રાજજ્યોતિ મહાભાષ્ય' શીર્ષક હેઠળ પોતે કરેલ વિવેચન આપ્યું છે. ગાથાના વિષયના સંદર્ભમાં શ્રીમદ્ભા સાહિત્યમાંથી જે કંઈ પ્રાપ્ત થઈ શકે તે એકત્રિત કરી, એક જ જગ્યાએ સુયોગ્ય રીતે તેમણે પ્રસ્તુત કર્યું હોવાથી ગાથાની મીમાંસાના અભ્યાસ સાથે શ્રીમદ્ભા સાહિત્યનો પરિચય પણ રસમય રીતે થઈ જાય છે. વિદ્વત્તાપૂર્ણ લેખનશૈલીથી પ્રગટ થતું શ્રીમદ્નાં વચનોનું અર્થઘટન, અલંકારના રંગોથી શબ્દોના સાથિયા પૂરીને પ્રભુત્વભરી ભાષામાં થયેલી વિષયની રજૂઆત અને ઊંડા અધ્યયનના પરિપાકરૂપે થયેલ ગાથાના ભાવોનું ઉદ્ઘાટન - આ સર્વ અભ્યાસપ્રેમી જિજ્ઞાસુવર્ગને અવશ્ય આકર્ષિત કરશે. પ્રસ્તુત વિવેચનમાં પૂર્વના કોઈ પણ વિવેચનકર્તાની છાયા પડી નથી એવું જોઈ શકાય છે. ગાથાનો અર્થવિસ્તાર તથા બે ગાથાઓ વચ્ચેના સંબંધનો પ્રકાશ ડૉ. ભગવાનદાસે મહેતાએ સ્વતંત્ર રીતે મૌલિકપણે કરેલો જણાય છે. પ્રત્યેક ગાથાના પ્રારંભે તે તે ગાથાની શ્રીમદ્રના મૂળ હસ્તાક્ષરની પ્રતિકૃતિ, પૃષ્ઠના મથાળે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિભાગ(અધિકાર)ના નામનો તથા ગાથાના ક્રમાંકનો ઉલ્લેખ, સીમાંકિત કરેલ જગ્યામાં તે પૃષ્ઠ ઉપર કરેલી ચર્ચાનું સંક્ષેપમાં સૂચન આદિ વિશેષતાઓ સુજ્ઞ પાઠકનું ધ્યાન ખેંચે છે. શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના વખતે લખેલી, પરંતુ પછીથી શાસ્ત્રમાં સમાવેશ ન પામેલી બે ગાથાઓનો અર્થવિસ્તાર પણ આ પુસ્તકની વિલક્ષણતા છે. ડૉ. ભગવાનદાસ મહેતાના આ વિવેચનમાં, પૂર્વે જણાવ્યું તેમ, શ્રીમદ્રનાં વચનોનું બાહુલ્ય જોવા મળે છે; અને એ રીતે વિવેચનકારને શ્રીમનો મહિમા વારંવાર અને વિસ્તારથી ગાવાનો સુંદર લાભ મળ્યો છે, જેનો તેમણે ચોક્કસ સદુપયોગ કર્યો છે. વિવેચન અંતર્ગત ડૉ. મહેતાએ બહુસંખ્ય શાસ્ત્રોનાં અનેક અવતરણ વારંવાર ટાંક્યાં હોવાથી સામાન્ય વાચક દ્વારા ગાથાનો ભાવ સુગમતાથી પકડી શકાતો નથી. જો કે અભ્યાસીઓને આ અવતરણો દ્વારા ફલિત થતું તેમનું જૈનેતર તેમજ જૈનમાં પણ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પ્રસ્તાવના, પૃ.૫ ૨- એજન, ઉપોદ્ઘાત, પૃ.૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy