________________
૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
સંક્ષિપ્ત સ્વરૂપ તે “આત્મસિદ્ધિ શાસ્ત્ર'. જેની રચના પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના અનંત શક્તિમાન આત્મસ્વરૂપનો સ્વયં અનુભવ કરીને આત્માર્થીને આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા અને આત્માની અનુભૂતિ કરાવવા માટે કરી છે, ખાસ કરીને આ વર્તમાનકાળમાં જ્યારે મોક્ષમાર્ગ લગભગ ભુલાઈ જ ગયો છે.
.... આત્મસિદ્ધિ શાસ્ત્ર ઘણું બધું ગુણગર્ભિત છે, એની દરેક ગાથા એક લધિવાક્ય જેવી છે.”
આ લઘુ વિવેચનમાં ડાબી તરફના પૃષ્ઠ ઉપર મૂળ ગાથા આપી છે તથા જમણી તરફના પૃષ્ઠ ઉપર તે ગાથાની સામે જ તેનો ભાવાર્થ ચાર ચાર લીટીમાં પદ્યાત્મક ગોઠવણીમાં રજૂ કર્યો છે. માત્ર ચાર લીટી જેટલી નિયત જગ્યામાં (ન ઓછી ન વધારે) ગાથાનો પ્રાયઃ પૂર્ણ ભાવ ઉતારવામાં આવ્યો છે તે વિવેચનકર્તાની શૈલીની વિશિષ્ટતા બતાવે છે. આ ભાવાર્થમાં શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થીનો આધાર લીધેલો જોઈ શકાય છે. તેઓશ્રીના ગદ્યાર્થમાં શાબ્દિક ફેરફાર કરી, શ્રી તેજુકાયા આ ભાવાર્થને ચોક્કસ સરળ રૂપ આપી શક્યા છે.
અધ્યાત્મવિશ્વમાં પહેલી પગલી માંડતા મુમુક્ષુઓ માટે તથા ખાસ તો સાંપ્રત શિક્ષણવ્યવસ્થાના કારણે ગુજરાતીનું અલ્પ જ્ઞાન ધરાવતા વાચક વર્ગ માટે આજની ગુજરાતી ભાષામાં રજૂઆત પામેલ શ્રી તેજુકાયાકૃત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સરળ, સ્તુત્ય અને સંક્ષિપ્ત ભાવાર્થ આત્મવિચારણા અર્થે સહાયક નીવડે એમ છે. (૮) “શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર' (‘રાજજ્યોતિ મહાભાષ્ય') - ડૉ. ભગવાનદાસ મહેતા
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેનો ભક્તિભાવ પિતા તરફથી વારસામાં મેળવનાર, પ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર તથા તત્ત્વચિંતક ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ સ્વતંત્ર પુસ્તકરૂપે રચેલ “રાજજ્યોતિ મહાભાષ્ય' નામનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન ઈ.સ. ૧૯૯૨(વિ.સં. ૨૦૪૮)માં પ્રસિદ્ધ થયું હતું. પ૭૩ પાનાંના આ પુસ્તકના લેખનમાં તેમને આશરે એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. શ્રીમનાં વચનામૃતોના આજીવન ઉપાસક રહેલ ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
પુણ્યશ્લોક શ્રીમદ્ રાજચંદ્ર વિશ્વની વિરલ વિભૂતિ થઈ ગયા. આ ભારતના જ્યોતિર્ધર રાજ-ચંદ્ર અપૂર્વ જ્ઞાન-ચંદ્રિકા વર્ષાવી દિવ્ય તત્ત્વપ્રકાશ રેલાવી ગયા. તેત્રીસ યુગથી પણ ન થાય તેટલું પરમાર્થ કાર્ય તેઓ તેત્રીસ વર્ષમાં કરી ગયા. અનંત ભવનું સાટું એક ભવમાં વાળી ગયા. પરમ આત્મકલ્યાણ સાધી આત્મકલ્યાણનો ૧- શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા ‘અલ્પશ્રુત’, ‘આત્મસિદ્ધિ - ભાવાર્થ', પ્રસ્તાવના, પૃ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org