________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૪૯ કરી આપ્યાં. ..... ખરેખર જેના અંતરમાં મુમુક્ષતા જાગી છે તેના માટે શ્રીમદ્જીનું સાહિત્ય અત્યંત ઉપકારી છે. ..... સર્વ જીવોએ શ્રીમદ્જીનાં શાસ્ત્રોનું શ્રવણ-ચિંતનમનન કરવું પરમાવશ્યક છે. ..... આ શાસ્ત્રના ભાવો અતિ ગંભીર છે, અત્યંત રહસ્યપૂર્ણ છે. જેમણે આ શાસ્ત્ર લખ્યું તેઓની આત્માનુભૂતિથી નીકળેલા એક-એક શબ્દ અણમૂલ છે.'
જૈન તેમજ જૈનેતર શાસ્ત્રો, સંતો તથા જ્ઞાનીઓનાં વચનો તેમજ પ્રસંગો અને દષ્ટાંતોથી સભર પ્રસ્તુત વિવેચન સુવાચ્ય તથા સુબોધ હોવાથી સર્વસાધારણ જનસમાજ માટે ખૂબ આવકાર્ય તથા ઉપયોગી બનેલ છે. ડૉ. તરુલતાબાઈ મહાસતીજીની ભાવવાહી ભાષા, લોકભોગ્ય શૈલી, ઊર્મિશીલ જનસંબોધના, કટાક્ષકુશળતા તથા વિદ્વત્તાપૂર્ણ સરળતાએ આ વિવેચનને સુગમ, સંતોષપ્રદ તથા લોકોપયોગી બનાવવામાં મહદ્ યોગદાન આપ્યું છે. તેમના ઊંડા સઘન અભ્યાસ તથા વિષયની વિશદ છણાવટથી મૂળ શાસ્ત્રની ગાથાઓ ઉપર સુંદર પ્રકાશ પડ્યો છે.
પ્રસ્તુત વિવેચનનું શીર્ષક “આત્મા છું' આપીને ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ સંકેત કર્યો છે કે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો યથાર્થ અભ્યાસ કરી, તેના ગહન મર્મનું યથાતથ્ય અવગાહન કરવાથી અવશ્ય આત્મસિદ્ધિનાં ફળ સંપ્રાપ્ત થાય છે.
વ્યાખ્યાનકાર સાધ્વીજીએ સનાતન જૈન દર્શનને કેન્દ્રમાં રાખીને મતાગ્રહનું ખંડન કર્યું છે, એકાંતવાદને ઝાટક્યો છે તથા શ્વેતાંબર-દિગંબર અને શાસ્ત્રોનાં અનેક અવતરણો ટાંકીને શક્ય તેટલી વિચારસંવાદિતા સાધવા પ્રયત્ન કર્યો છે, જે ખરેખર પ્રશંસનીય છે. સાંપ્રદાયિક કુરિવાજો ઉપર તેમણે કરેલા માર્મિક પ્રહાર અત્યંત સ્તુત્ય છે.
ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ કરેલું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ વિવેચન તેની ધારાવાહી ભાષા તથા રસપ્રદ શૈલીના કારણે અલ્પ બુદ્ધિશક્તિથી પણ સરળતાથી સમજી શકાય એવું બન્યું હોવાથી મૂળ શાસ્ત્રનો પરમાર્થ આશય સમજાવવામાં તે સફળ નીવડે છે. (૭) “આત્મસિદ્ધિ ભાવાર્થ' - શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા ‘અલ્પશ્રુત'
શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા(‘અલ્પશ્રુત')એ મુંબઈમાં વિ.સં. ૨૦૪૬(ઈ.સ. ૧૯૯૦)માં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું લઘુ વિવેચન કર્યું હતું. અર્ધરાત્રિના પ્રયાસમાં સંપન્ન થયેલ આ કાર્ય પ૮ પાનાંની નાની પુસ્તિકાનો અડધો ભાગ રોકે છે. શ્રી તેજુકાયા લખે છે
જૈન તત્ત્વનો ગ્રંથસાગર : ચૌદ પૂર્વેનું સાતમું પૂર્વ છે - “આત્મપ્રવાદ', જેનું ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘આત્મા છું' , ભાગ-૩, પૃ.૧૨૬-૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org