________________
ગાથા-૩૨
૫૮૩ તો અંતરમાં દબાયેલો કષાય ભવિષ્યમાં તીવ્રતાથી ઊછળે છે. આત્માર્થીની કષાયની ઉપશાંતતા સાચી સમજણથી યુક્ત હોવાના કારણે યથાર્થ હોય છે અને તેથી તે સાચા પંથે આગળ વધે છે.
મતાર્થી જીવનું વલણ મોક્ષાભિમુખ નહીં હોવાના કારણે તેને કષાયની મંદતા હોતી નથી. સમ્યકત્વને આવરણ કરનાર, અનંત સંસારનો અનુબંધ કરનાર એવા અનંતાનુબંધી પ્રકારના તીવ્ર કષાયનું સ્વરૂપ મતાર્થી જીવમાં પ્રગટ હોય છે. તેની મૂચ્છ એટલી સઘન હોય છે કે સમ્યકપણે જોવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે. દૃષ્ટિમાં ભ્રમ છવાયેલો રહે છે. મિથ્યાત્વને અનુસરીને થતાં આ અનંતાનુબંધી કષાય અનંત સંસારની વૃદ્ધિ કરે છે. અનંતાનુબંધી કષાય અનંત અનુબંધ, અર્થાત્ સાંકળરૂપ બંધન ઉત્પન્ન કરે છે. અનુબંધના કારણે પૂર્વે જે ઉત્પન્ન થયું હતું, તેના ઉદય વખતે નવું ઉત્પન્ન થયા જ કરે છે, અર્થાત્ આ ગાઢ કષાયના પરિણામે વર્તમાનમાં જે કર્મ બંધાય છે, તેના ઉદયકાળે વૃત્તિ પુનઃ તે રીતે પ્રભાવિત થાય છે, જેથી કષાય-કર્મબંધ-કષાયનું વિષચક્ર અવિરતપણે ચાલુ રહે છે. આમ, જે કષાયમાં ઉત્પત્તિની નિરંતરતા હોય છે અથવા જેમાં નવું ઉત્પન્ન કરવાની અતૂટ ક્ષમતા હોય છે તે અનંતાનુબંધી હોય છે. અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ સમજાવતાં શ્રીમદ્ લખે છે –
જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં “અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં “અનંતાનુબંધી'નો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયનો વિશેષ સંભવ છે. સતદેવ, સદ્ગુરુ અને સતધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસતદેવ, અસતગુરુ તથા અસતધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં અનંતાનુબંધી કષાય' સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ અનંતાનુબંધી' હોવા યોગ્ય છે.”
અનંત સંસારની વૃદ્ધિ જે કષાયથી થાય તેને અનંતાનુબંધી કષાય કહ્યો છે. ભોગાદિને વિષે મંદ પરિણતબુદ્ધિથી પ્રવૃત્તિ થાય ત્યાં સુધી અનંતાનુબંધીનો બંધ થતો નથી. પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર રાગાદિ ભાવ સહિત તન્મયપણે પ્રવૃત્તિ થાય, નિર્ભયપણે - નિર્ધ્વસ પરિણામે ભોગપ્રવૃત્તિ થાય ત્યાં અનંતાનુબંધી સંભવે છે. વળી, વીતરાગદેવ-ગુરુ-ધર્મનું ખંડન કરવાનો અથવા તો તેમના પ્રત્યે તીવ્ર કે મંદ ક્રોધાદિ ભાવ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૭૧-૪૭૨ (પત્રાંક-૬૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org