________________
૫૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
થાય ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. સાચા ધર્મ પ્રત્યે અને તે ધર્મના બતાવનાર પ્રત્યે અભાવ તે અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ છે. જ્ઞાનીપુરુષ કંઈ દોષ બતાવે ત્યારે તેમના પ્રત્યે દ્વેષ થવો તે અનંતાનુબંધી ક્રોધ છે. 'જ્ઞાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો', તેવા ભાવ થવાને બદલે હું જાણું છું' એમ થાય તે અનંતાનુબંધી માન છે. જ્ઞાનીપુરુષ આગળ ઉપર ઉપરથી સારું દેખાડે અને પોતાના દોષો છુપાવે તે અનંતાનુબંધી માયા છે. ધર્મ કરી મોક્ષ ન ઇચ્છતાં પુત્ર, ધન-સંપત્તિ, દેવલોક આદિની ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. આ અનંતાનુબંધી કષાયનો પ્રકાર જ્યાં સુધી ઉપશાંત ન થાય ત્યાં સુધી સર્વિચારને અવકાશ નહીં મળવાથી જીવ આત્માર્થ સાધવા અસમર્થ રહે છે.
મતાર્થી જીવ આવા અત્યંત અહિતકારી અનંતાનુબંધી કષાયો પાતળા પાડતો નથી અને ઊલટો પોતાનો મત સાચવવામાં તે કષાયોને જાયે-અજાણ્યે વધુ ને વધુ પુષ્ટ કરે છે. અનંતાનુબંધી કષાયના કારણે તેનું ચિંતન-મનન વિકૃત બની જાય છે. સત્યને સત્યરૂપમાં સ્વીકારવાની તેની તૈયારી હોતી નથી. તે સત્યને જોવા પ્રયત્ન જ નથી કરતો. તેનું જીવન મૂચ્છમય બની જાય છે. જેમ નશામાં માણસ બરાબર જોઈ શકતો નથી, તેને પોતાનો કે આસપાસના સ્થળાદિનો યથાર્થ ખ્યાલ આવતો નથી; તેમ અનંતાનુબંધી કષાયના સદ્ભાવમાં જીવના રાગ-દ્વેષ એટલા બધા તીવ્ર હોય છે કે તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, જાત અને જગત સંબંધી તેનું દર્શન મિથ્યા રહે છે, તેને તત્ત્વનો વિપર્યય વર્તે છે.
આમ, મતાર્થી જીવ કષાયોની ઉપશાંતતા કરતો નથી અને તેથી તેનો આત્મવિકાસ થઈ શકતો નથી. તેને ધર્મનો સ્પર્શ થતો નથી. કષાયોને ઉપશમાવ્યા વિના મોક્ષમાર્ગે ગતિ થઈ શકતી નથી. આત્મકલ્યાણ માટે માત્ર બાહ્ય સાધના પૂરતી નથી, પરંતુ જીવે જાગૃત થઈ કષાયોની તીવ્રતા ઓછી કરવી ઘટે છે કે જેથી તે સાધનાપથ ઉપર આરૂઢ થઈ શકે. મતાર્થી જીવને કષાયની ઉપશાંતતાનું લક્ષ જ નથી હોતું તો તેનો પ્રયાસ તો ક્યાંથી થાય? તે તો બહિરંગ ધાર્મિક પ્રવૃત્તિમાં સંતોષાઈ જાય છે. વસ્તુતઃ કષાયો ઉપશાંત કર્યા વિના, તે ભલે બાહ્યથી ગમે તેટલાં સાધનોનું સેવન કરે કે આત્મા સંબંધી વાતોનું રટણ કરે, પણ તેને મોક્ષમાર્ગની ઉપલબ્ધિ થતી નથી. વ્યવહારાહી મતાર્થી અસદ્ગુર્નાદિને સદ્ગુર્નાદિ માની, અસત્નો આદર કરી, સત્નો અનાદર કરી અનંતાનુબંધી કષાયને પુષ્ટ કરે છે અને નિશ્ચયાઝહી મતાથ સદ્દગુરુ આદિ સવ્યવહારનો જ લોપ કરી, સત્નો સર્વથા અનાદર કરી અનંતાનુબંધી કષાયને પુષ્ટ કરે છે. આમ, બન્ને પ્રકારના મતાથમાં કષાયને ઉપશમાવવારૂપ, કષાયને પાતળા પાડવારૂપ કષાયની ઉપશાંતતા હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org