________________
ગાથા-૩૨
૫૮૫
(૨) “નહિ અંતર વૈરાગ્ય'
મતાર્થી જીવને અંતરવૈરાગ્ય હોતો નથી. વૈરાગ્ય એટલે ગૃહ-કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ. સંસાર, દેહ અને ભોગની અનિત્યતા, અસારતા અને અશરણતા ભાસવાથી પંચ ઇન્દ્રિયના વિષયોમાંથી વિરક્તિ થવી તેને વૈરાગ્ય કહેવાય છે. ગમે તેટલો બાહ્ય ત્યાગ કરવામાં આવે કે આત્મા સંબંધી શ્રવણ-ચર્ચા કરવામાં આવે, પણ ઉદયપ્રસંગે વિષયોનો રસ મંદ ન થાય તો આત્મહિત સધાતું નથી. વિષયથી વિરક્ત થયેલું ચિત્ત જ આત્માર્થ સાધવાને સમર્થ બને છે, કારણ કે વૈરાગ્યથી ચિત્ત શાંત અને નિર્મળ થાય છે. સંકલ્પ-વિકલ્પ મંદ થાય તો જ સ્વરૂપનો અભ્યાસ થઈ શકે છે. તીવ્ર વિષયાસક્તિ હોય ત્યાં ઉપયોગ એકદમ સ્થૂળ હોય છે. વિષયાસક્તિ મંદતાને ન પામે
ત્યાં સુધી ઉપયોગ એવો સૂક્ષ્મ બનતો નથી કે સ્વરૂપમાં પ્રવેશી શકે. જ્યાં સુધી પરપદાર્થમાં સુખબુદ્ધિ હોય ત્યાં સુધી તેની પ્રાપ્તિ અને તેના ઉપભોગ સંબંધીના વિકલ્પો સતત રહેવાથી આત્મવિચારણા અર્થે ચિત્ત અવકાશ પામતું નથી. વૈરાગ્ય પ્રગટતાં તે વિકલ્પો દૂર થાય છે અને ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે. નિરંતર વૈરાગ્યભાવનાના બળ વડે આત્મતત્ત્વનો મહિમા વધતાં ઉપયોગમાં સાતિશયતા પ્રગટે છે, સૂક્ષ્મતા વધતી જાય છે અને અંતે કોઈ ધન્ય પળે ઉગ્ર અંતર્મુખ પુરુષાર્થ દ્વારા વિકલ્પ વિરામ પામતાં, નિર્વિકલ્પ થવાથી ઉપયોગ સ્વરૂપમાં સ્થિત થાય છે અને આત્મસાક્ષાત્કાર થાય છે. વૈરાગ્યનો આવો મહિમા હોવાથી જીવે તેનું સેવન કરવું ઘટે છે.
આત્માર્થી જીવોને વૈરાગ્ય સહજ જાગી ઊઠે છે. તેમને સંસારની અસારતા સમજાવવા માટે ઉપદેશકે ઉપદેશની ઝડીઓ વરસાવવી પડતી નથી. રોજિંદા જીવનની નાની-મોટી ઘટનાથી, જીવનની કોઈ વિષમતાના દર્શનથી અથવા જ્ઞાનીપુરુષનું એકાદું વચન સાંભળીને પણ તેનું અંતર જાગૃત થઈ જાય છે અને સંસારની નિઃસારતા તેના ચિત્તમાં વસી જાય છે. આત્મસ્વભાવનું અચિંત્ય સામર્થ્ય, પરની અતિશય પૃથકતા અને વિષયવિકારના હીનપણાનું ભાન થયું હોવાથી તેનો ઉપયોગ વિષયો તરફ વળતો નથી. તુચ્છ વિષયોના રાગમાં કે પરના મહિનામાં તેનો ઉપયોગ અટકતો નથી. તત્ત્વનિર્ણય થયો હોવાથી તેનું જ્ઞાન બહાર ભટકતું નથી. આત્મસ્વરૂપનું સામર્થ્ય સમજાયું હોવાથી તેને પંચ ઇન્દ્રિયના વિષયોમાં તીવ્ર આસક્તિ થતી નથી. આત્માનું માહાભ્ય જાગતાં વિષયોનો રસ મંદ પડી જાય છે. જેમ જેમ આત્માનો મહિમા વધતો જાય છે, તેમ તેમ પરમાં રહેલી સુખબુદ્ધિ ઘટતી જાય છે. તેને વિષયપ્રવૃત્તિ કરવી પડે તોપણ કંપતા ચિત્તે સભાનતાપૂર્વક કરે છે. આમ, આત્માર્થીને આત્મામાં પ્રીતિ થઈ હોવાથી વિષયોમાં તીવ્ર પ્રીતિ રહેતી નથી.
મતાર્થી જીવને આત્માની રુચિ થઈ ન હોવાથી સંસાર પ્રત્યે સાચો ઉદ્વેગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org