________________
૫૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
(૧) “નહિ કષાય ઉપશાંતતા”
મતાર્થી જીવને કષાયની ઉપશાંતતા હોતી નથી. કષ એટલે ઝેર અને આય એટલે લાભ. જેનાથી ઝેરનો અર્થાત્ સંસારપરિભ્રમણનો લાભ થાય તેને કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર કષાયથી સંસાર વધે છે. તેથી જે જીવ મુક્તિને ઇચ્છે છે અથવા સંસાર વધારવા ઇચ્છતો નથી, તે જીવ અવશ્ય કષાયને ઘટાડવાનો પ્રયત્ન કરે છે. જીવ તત્ત્વજાગૃતિ ચૂકી જાય છે ત્યારે તે પ્રાપ્ત સંયોગોમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી કષાયની ઉત્પત્તિ કરી બેસે છે. ચિત્તમાં કષાય જાગતાં જીવ વ્યાકુળ બને છે. કષાયના કારણે મનમાં વિકલ્પો અને વિચારોનો કોલાહલ મચે છે. કષાયોના કારણે ચંચળતા ઉત્પન્ન થતાં ચિત્ત શાંત, નિર્મળ, એકાગ્ર થઈ શકતું નથી. કષાયનાં વમળો તેની શાંતિ તેમજ સ્થિરતાને સતત હણતાં રહે છે. કષાયગ્રસ્ત ચિત્તવાળો પોતે તો દુઃખી થાય છે, સાથે અન્યને પણ દુઃખી કરે છે. ચિત્ત કપાયરહિત બનતાં આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. કષાયરહિત ચિત્તથી અનુભવાતી શાંતિ સ્વ-પર બન્નેને અનેક રીતે સુખ આપી જાય છે, તેથી કષાયનાં વમળોથી મુક્ત થવું એ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ માટે અનિવાર્ય બની રહે છે. પોતાના ચિત્તને કપાયરહિત બનાવી સુખ-શાંતિનો અનુભવ કરવો અને અન્યનાં સુખ-શાંતિનું નિમિત્ત બનવું એ જ ધર્મનો ધોરી પંથ છે.
આત્માર્થી જીવને કષાયના પરિણામે ઉભવતી દુ:ખસંતતિનું ભાન હોવાથી તે કષાયના પ્રસંગોને ઊભા જ થવા દેતો નથી અને નિરંતર ઉપશમભાવમાં રહેવાનો અભ્યાસ કરે છે. કયાં કારણોથી કષાયો ઉત્પન્ન થાય છે અને તેને શાંત કરવાના ઉપાય કયા છે તે સંબંધી વિચાર કરીને, મન-વચન-કાયાથી તેને ઉત્પન્ન કરનાર હતુઓનો ત્યાગ કરે છે અને તેને ઉપશમાવવાના હેતુઓને સેવે છે. આત્માર્થીનું એક જ ધ્યેય હોય છે કે પોતાના આત્માને કષાયાદિ પરભાવથી મુક્ત કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું, તેથી તે કષાય પ્રત્યે સજાગ રહે છે. પૂર્વસંસ્કારવશ જો કષાય થઈ જાય તો તે ત્વરાથી જાગૃત થઈ ઉપશમભાવ પુષ્ટ કરે છે. અનાદિની વિપરીતતા છેદી, જૂની અવળી આદતો સુધારવા તે દઢ સંનિષ્ઠ અભ્યાસ કરે છે. કોઈ પણ બનાવમાં કષાય કરવાને બદલે તે બનાવને દ્રષ્ટાભાવે જોવાનો અભ્યાસ કરે છે, જેથી કષાય મંદ થતો જાય છે. આંધળી પ્રતિક્રિયાને બદલે ઉપશમ ભાવમાં રહેવાની ક્રિયા થાય છે. જો પ્રસંગ વખતે ઉપરછલ્લી શાંતિ રાખવામાં આવે પણ અંતરમાં ઉપશાંતતા ન થઈ હોય ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ', શ્લોક ૧૬૬
'संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतुं च । त्रिकरणशुद्धमपि तयोः परिहारासेवने कार्ये ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org