________________
ગાથા-૩૨
૫૮૧ સિંહણનું દૂધ જેમ માટીના વાસણમાં ટકે નહીં, તે માટે તો સુવર્ણનું વિશેષાર્થ
1 પાત્ર જ જોઈએ; તેમ આત્મજ્ઞાન પ્રગટી શકે અને ટકી શકે એવી પાત્રતા માટે જીવમાં તદ્યોગ્ય ગુણસંપત્તિની આવશ્યકતા રહે છે. પાત્રતા એટલે કષાય તરફના વલણનું ટળવું અને ઉપશમ તરફના વલણનું વધવું, વિષયાદિની રુચિ મંદ થવી અને વૈરાગ્યની રુચિની વૃદ્ધિ થવી, દોષ સ્વીકારવાની તૈયારી હોવી અને ગુણપ્રાપ્તિની ગરજ હોવી તથા આગ્રહનો અભાવ હોવો અને સતુનું બહુમાન હોવું. જો આ ગુણસંપત્તિનો અભાવ હોય તો જીવ અનેકવિધ ધર્મકરણી કરતો દેખાય છતાં પણ તે ધર્મથી દૂર હોય છે અને તેનું અંતર સંસાર તરફ ઢળેલું રહે છે. યથાર્થ પાત્રતા વિના પરમાર્થપ્રાપ્તિ માટેના સર્વ પ્રયત્નો નિષ્ફળ નીવડે છે, તેથી સાધનામાર્ગમાં જતાં પહેલાં પાત્રતા તૈયાર કરવી જોઈએ.
કોઈ જીવ માત્ર બાહ્ય ક્રિયા કે કેવળ શાસ્ત્રાભ્યાસથી માર્ગ પામી શકતો નથી, પાત્રતાથી જ પામી શકે છે, તેથી વિચારવાન જીવે સર્વ પ્રથમ આ મહત્ત્વના વિષય ઉપર ગંભીરતાથી વિચાર કરીને પાત્રતા વધારવા ઉદ્યમ કરવો જોઈએ. આ પાત્રતાના માપનું ધોરણ છે મુમુક્ષુતા'. મુમુક્ષુતા કોઈ ક્રિયા કે વિધિનું નામ નથી, પણ તે મોક્ષ તરફનું આત્માનું વલણ છે. અનેક પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોવા છતાં કેટલાક જીવની આત્મશુદ્ધિ થવાને બદલે સંસારવૃદ્ધિ થાય છે, કારણ કે તેમનું આંતરિક વલણ યોગાભિમુખ ન રહેતાં ભોગાભિમુખ હોય છે. તેનું મૂળ કારણ છે તથારૂપ પાત્રતાનો અભાવ. અનંત કાળમાં દુર્લભ એવો સન્દુરુષનો યોગ થયો હોય તોપણ પોતાની તદ્યોગ્ય ભૂમિકા અને પાત્રતા નહીં હોવાના કારણે તે યોગ નિષ્ફળ જાય છે. શ્રીમદ્ તેમના અંતિમ સંદેશામાં આત્મપ્રાપ્તિ માટેના અધિકારીની પ્રથમ ભૂમિકાનું દિગ્દર્શન કરાવતાં કહે છે –
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.'૧ જેની વિષયાસક્તિ ઘટી છે, જેની મન-વચન-કાયાની પ્રવૃત્તિ માયારહિત છે, જે જ્ઞાની ગુરુની આજ્ઞાની ઉપાસનામાં એકતાન થઈ આત્મવિચારમાં પ્રવર્તે છે, જેને દયા, મૃદુતાદિ ગુણોના કારણે આત્માનાં પરિણામોમાં કોમળતા આવી છે, તેવો અલ્પારંભી જીવ પ્રથમ ભૂમિકામાં ગણવા યોગ્ય છે. તેવો જીવ જ આત્મપ્રાપ્તિ માટે અધિકારી છે. મતાર્થી જીવમાં યથાયોગ્ય ગુણોનો અભાવ હોવાથી, તે અપાત્ર જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. તેનાં જે ગુણ-અભાવરૂપ લક્ષણો પ્રસ્તુત ગાથામાં કહ્યાં છે તેને અનુક્રમે વિચારીએ. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૯ (પત્રાંક-૯૫૪, કડી ૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org