________________
૪૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
દિશાઓને પૂરિત કરનાર અને ત્રણે લોકના લોકોને શુભ સમાગમની ઘોષણા કરનાર, ઊંચા અને ગંભીર ધ્વનિથી દુદુભિ વગાડે છે. આ પ્રકારના દેવનિર્મિત અદ્ભુત સ્થાનમાં બાર પ્રકારની પરિષદને બેસવાનાં ભિન્ન ભિન્ન સ્થાન હોય છે. તેમાં સહુ યથાસ્થાને બેસે છે અને પ્રભુ જ્યારે પોતાની દિવ્ય દેશનાને પ્રવાહિત કરે છે ત્યારે પ્રભુની દેશનાનો દિવ્ય ધ્વનિ એક યોજનમાં વિસ્તાર પામે છે. દેવો પાંચ વર્ણવાળાં અચેત પુષ્પોની વૃષ્ટિ કરે છે. નીચાં ડીંટવાળાં, ઉપ૨ વિકસિત દલોવાળાં, પાંચ રંગનાં, પ્રબળ સુગંધી, મનોહર દેવકુર્વિત પુષ્પોની વૃષ્ટિ ચોતરફ થાય છે.૧ આ પ્રકારે અતિશયસંપન્ન સમવસરણ હોય છે. પ્રભુની અતિશયતા પ્રગટ કરવા જ દેવો સમવસરણની અને આઠ પ્રાતિહાર્યની રચના કરે છે.
આવા દેવનિર્મિત સુશોભિત સમવસરણમાં બાર પ્રકારની પરિષદ (ભવનપતિ દેવ-દેવી, વાણવ્યંતર દેવ-દેવી, જ્યોતિષી દેવ-દેવી, વૈમાનિક દેવ-દેવી, તિર્યંચ નરમાદા, મનુષ્ય નર-નારી) એકસાથે બેસીને ઉપદેશ સાંભળે છે. પ્રભુની દિવ્ય વાણી વિસંવાદથી રહિત અને સર્વ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી હોય છે. યોજનપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપતી ભગવંતની વાણી એક જ સ્વરૂપવાળી હોવા છતાં, જેમ વાદળાંઓમાંથી પડેલ પાણી જે જે પાત્રમાં પડે તે તે પાત્રને અનુરૂપ આકારને ધારણ કરે છે, તેમ જેના જેના કાને તે વાણી પડે છે, તે તે જીવની પોતાની ભાષારૂપે તે પરિણમે છે. પ્રભુના મુખમાંથી સુંદર અને મધુર રણકારથી નીકળતો દિવ્ય ધ્વનિ, પર્ષદામાં હાજર રહેનાર સર્વ જીવોના વિવિધ પ્રશ્નોનું એકસાથે સમાધાન કરે છે. જિનેશ્વરદેવની દિવ્ય ધ્વનિરૂપ વાણી પર્વતના શિખર ઉપરથી પ્રવહતી નિર્મળ મીઠા પાણીની સરવાણીની જેમ જેને જેને સ્પર્શે છે, તેને તેને યોગ્યતાનુસાર મીઠું ફળ આપનારી અને ઉત્તરોત્તર ઉચ્ચ દશાના અધિકારી બનાવનારી થાય છે. ભવદુઃખહારક અને શિવસુખકારક એવી પ્રભુની દિવ્ય વાણી પાંત્રીસ ગુણોથી સંપન્ન છે, જે ગુણો આ પ્રમાણે છે
તીર્થંકર ભગવાનની વાણીના પાંત્રીસ ગુણો આ પ્રમાણે છે (૧) સંસ્કારત્વ સભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કારોથી યુક્ત, (૨) ઔદાત્ત્વ ઉચ્ચ સ્વરે બોલાતાં વચનો, (૩) ઉપચારપરીતતા અગ્રામ્ય અને વિશદતાયુક્ત, (૪) મેઘગંભીર ૧- જુઓ : આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, શ્રી આવશ્યકનિર્યુક્તિ’ની ‘મલયગિરિવૃત્તિ’, ગાથા ૫૪૬ ૨- જુઓ : આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિજીરચિત, ‘પ્રવચનસારોદ્વાર', ગાથા ૪૪૩
૩- તીર્થંકર ભગવાનની વાણીના પાંત્રીસ ગુણ માટે જુઓ :
(૧) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીરચિત, અભિધાનચિન્તામણિ', કાંડ ૧, શ્લોક ૬૫ થી ૭૧
(૨) ‘શ્રી સમવાયાંગ સૂત્ર', સૂત્ર ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org