SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૫ ૪૮૩ ઘોષ7 - મેઘની જેમ ગંભીર શબ્દોવાળા, (૫) પ્રતિનાદવિધાયિતા - મધુર, કર્ણપ્રિય પ્રતિધ્વનિ જેવાં વચનો, (૬) દક્ષિણત્વ - સરલતાયુક્ત, (૭) ઉપનીતરાગત્વ - માલકૌંશ વગેરે રોગોથી યુક્ત, (૮) મહાર્થતા - વ્યાપક અને ગંભીર અર્થવાળાં વચનો, (૯) અવ્યાહતત્વ - પૂર્વે કહેલ અને પછી કહેલ વાક્યો અને અર્થો પરસ્પર વિરોધ વિનાનાં, (૧૦) શિષ્ટત્વ - અર્થને કહેનાર અભિમત સિદ્ધાંતના, (૧૧) સંશયરહિત - સંદેહ વિનાનાં, (૧૨) નિરાકૃતાન્યોત્તરત્વ - કોઈ પણ પ્રકારનાં દૂષણ વિનાનાં વચનો, (૧૩) હૃદયંગમતા - હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર, (૧૪) મિથઃસાકાંક્ષતા - પદો અને વાક્યોની પરસ્પર સાપેક્ષતા, (૧૫) પ્રસ્તાવૌચિત્ય - દેશ અને કાળને ઉચિત, (૧૬) તત્ત્વનિષ્ઠા - તત્ત્વને અનુરૂપ, (૧૭) અપ્રકીર્ણપ્રસુતત્ત્વ - સુસંબદ્ધ અને વિષયાંતર રહિત, (૧૮) અસ્વશ્લાઘા નિન્દતા - સ્વપ્રશંસાથી અને પરનિંદાથી રહિત, (૧૯) આભિજાત્ય - પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરનાર, (૨૦) અતિસ્નિગ્ધમધુરત્વ - અત્યંત સ્નેહના કારણે મધુર, (૨૧) પ્રશસ્યતા - ગુણોની વિશેષતાના કારણે પ્રશંસાપાત્ર, (૨૨) અમર્મવેધતા - અન્યના હૃદયને દુઃખ ન ઉપજાવે તેવા વચનો, (૨૩) ઔદાર્ય - ઉદાર, અતુચ્છ અર્થને કહેનાર, (૨૪) ધર્માર્થપ્રતિબદ્ધતા - ધર્માર્ચયુક્ત, (૨૫) કારકાદિ અવિપર્ધાસ - કારક, કાલ, વચન, લિંગ વગેરેને લગતા વ્યાકરણના દોષોથી રહિત, (૨૬) વિભમાદિનિયુક્તતા - વિભમ, વિક્ષેપ વગેરે મનના દોષોથી રહિત, (૨૭) ચિત્રકૃત્વ - શ્રોતાઓમાં કુતૂહલ ઉત્પન્ન કરે, (૨૮) અભુત - સાંભળનારને આશ્ચર્યમુગ્ધ કરે, (૨૯) અનતિવિલંબિતા - બે શબ્દો, પદો, વાક્યો વગેરેની વચ્ચે વિલંબ વગરનાં, (૩૦) અનેકજાતિ વૈચિત્ર્ય - વર્ણ વસ્તુની વિવિધતા, વિચિત્રતા, સુંદરતા વ્યક્ત કરતાં, (૩૧) આરોપિત વિશેષતા - બીજાં વચનોની અપેક્ષાએ વિશિષ્ટ, (૩૨) સત્ત્વપ્રધાનતા - સત્ત્વ અર્થાત્ સાહસપ્રધાન, (૩૩) વર્ણ-પદ-વાક્યવિવિક્તતા - વર્ણ, પદ, વાક્યના ઉચ્ચારની વચ્ચે યોગ્ય અંતરવાળાં, (૩૪) અવ્યચ્છિતિ - અખંડ ધારાબદ્ધ તથા વિવક્ષિત અર્થ સહિત પરિપૂર્ણ, (૩૫) અખેદિત્ય - ખેદ, શ્રમ કે આયાસરહિત, સુખપૂર્વક કહેવાતાં વચનો; સાંભળનારને પણ ખેદ, શ્રમ ન પહોંચાડનાર વચનો. આમ, ઉત્તમોત્તમ લક્ષણોથી યુક્ત એવા જિનેશ્વર ભગવાનના દેહનું વર્ણન તથા સમવસરણાદિ સિદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે તે બધો જિનેશ્વરદેવની પુણ્યપ્રકૃતિના ફળનો વિસ્તાર છે. આવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિ અને તેનું ફળ તે કંઈ જિનનું વાસ્તવિક સ્વરૂપ નથી. આ તો બધા પરસંયોગો છે. સર્વ ઘાતી કર્મોનો ક્ષય કરી, આત્માનાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ કરી, પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા - આ જિનેશ્વરનું સાચું સ્વરૂપ છે. જિનના આવા અંતરંગ સ્વરૂપનો જેને મહિમા નથી અને ભગવાનની પાર્થિવ કાયાનાં રૂપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy